________________
શ્રવણ
૧૯.
પણ હો જોઈએ. અને તે પણ સહજમાં તૃપ્ત થઈ જાય એવો નિર્માલ્યા ન હોવો જોઈએ. શાસ્ત્રમાં કહે છે તેમ અગ્નિથી જવલન્ત કેશવાળે પુરુપ જલાશયમાં જેટલા વેગથી પડવા જાય છે, તેટલા વેગથી વ્યવહારથી પર જે પુરુષાર્થભૂત તત્ત્વ છે તેની શોધમાં પ્રવર્તવું જોઈએ. વળી એ પ્રવૃત્તિ શેખરૂપી જ કે ફિલસુફીના આડમ્બરરૂપી ન હતાં, પરમપુરુષાર્થ રૂપે સત્ય શોધી કાઢવાની હોવી જોઈએ. આટલી સામગ્રી સિદ્ધ થયા પછી જ શ્રવણ રોગ્ય સ્વરૂપ ધારણ કરે છે.
ધર્મને વિષય વિશાલ છે, અને તદનુરૂપ અસંખ્ય ગ્રન્થમાં એનું જ્ઞાન આવિર્ભીત થાય છે, પરંતુ એનો વિષયવિભાગ પાડી અભ્યાસ કરવામાં આવે તે માર્ગ સરલ થઈ શકે એમ છે. વિષયવિભાગ કાંઈક આ રીતે કરી શકાય –
(%) તત્વચિન્તન (Philosophy), એટલે પદાર્થના ભાસમાન સ્વરૂપથી પર તવભૂત સ્વરૂપ શું છે, અને એ તરવની દૃષ્ટિએ ભાસમાન સ્વરૂપને શે ખુલાસો છે-એને બુદ્ધિારા વિચાર. આ વિચારની ત્રણ શાખાઓ પડે છે –(૧) સત -વિષયક (બ્રાહ્ય અને આન્તર સત-વિષયક Metaphysics અને Psychology), (૨) કર્તવ્યવિષયક (Ethics), અને (૩) સન્દર્યવિષયક (Esthetics); જેમાંથી પ્રથમ બે પ્રકૃત વિષયમાં સવિશેષ ઉપયોગી છે.
(ણ) કવિતા (Poetry), એટલે પૂર્વોક્ત વિષયનું હદયદ્વારા સમાલોચન; પ્રકૃતિ અને મનુજઆત્માના વિવિધ સ્વભાવવર્ણનમાં કવિપ્રતિભા જે પર તત્ત્વનું દર્શન કરાવે છે તે.
() બ્રહ્મવિદ્યા તથા વિશેષ અર્થમાં ધર્મ (Theology-Universal અને Particular); એટલે જગતના મહાન ધર્મપ્રવર્તક અને બ્રહ્મવેત્તાઓ (તાર્કિક કે શબ્દાર્થમીમાસકે નહિ) તેમણે પ્રકૃત વિષયમાં આચાર અને વિચારધારા પ્રકટ કરેલાં પરમ સત્ય, તથા એ સત્યના પ્રાદુર્ભાવનાં વિશેષ સ્વરૂપે.
આ ત્રણે વિષયને સંપૂર્ણ અભ્યાસ એક મનુષ્યજીવનમાં પ્રાપ્ત કરવો અશક્ય છે એ તો ખરું જ, તથાપિ ક્રમે ક્રમે શાતિથી, દઢતાથી, અને પદ્ધતિઅનુસાર ચાલતાં ઘણું સંપાદન થઈ શકે એમ છે. જગતના પ્રથમ વર્ગના મહાત્માઓની,-એટલે કે ઉપરને વિષયવિભાગ લેતાં, પરમ કોટિના તવ* શ્રવણના દ્વિતીય પ્રકારમાં આના ઉપર ભાર મૂકવાનું કારણ એટલું જ કે અત્રે ઉપદેષ્ટા પુરુષ સાક્ષાત ન હોવાથી વિશેષ ભ્રમ થવા સંભવ રહે છે.