Book Title: Amrut Samipe
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/001048/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે C(O))))) રતિલાલ દીપચંદ દેસાઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ ન પત્ર લેખશ્રેણી (૧) અમૃત-સમીપે લેખક: પ. રતિલાલ દીપચંદ દેસાઈ , પ્રતિભાવ: ડૉધીરુભાઈ ઠાકર (મુખ્ય-સંપાદકશ્રી: “ગુજરાતી વિશ્વકોશ') સંપાદક: શ્રી નીતીન ૨. દેસાઈ (નિવૃત્ત સંસ્કૃતાધ્યાપક) ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ AMRUTA-SAMEEPE: by R. D. Desai Published by Gurjar Grantha Ratna Karyalaya, Opp. Ratanpol naka, Gandhi Road, Ahmedabad - 380 001 Price Rs. 360.00 © ૨. દી. દેસાઈ પ્રત: ૭૫૦ પૃષ્ઠસંખ્યા : ૨૦ + ૬૨૪ કિંમત: રૂ. ૩૬૦.૦૦ પ્રકાશક : અમરભાઈ ઠાકોરલાલ શાહ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ ટાઇપસેટિંગ : વિક્રમ, કમ્પ્યુટર ઍન્ટર એ-૧, વિક્રમ એપાર્ટમેન્ટ, શ્રેયસ ક્રોસિંગની પાસે, આંબાવાડી, અમદાવાદ - મુદ્રક : ભગવતી ઓફસેટ ૧૫/સી, બંસીધર ઍસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ ૩૮૦ ૦૧૫ - ૩૮૦ ૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ રતિલાલ દીપચંદ દેસાઈ જન્મ તા. ૧૨-૯-૧૯૦૭] [અવસાન તા. ૭-૧૨-૧૯૮૫ Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ स्तुत्य तुलसीक શ્રી રતિલાલ દીપચંદ દેસાઈનો પ્રથમ પરિચય મને મારા પરમમિત્ર બાલાભાઈ દેસાઈ જયભિખ્ખુ' દ્વારા થયેલો. તેઓ બાલાભાઈના પિતરાઈ ભાઈ થાય. બેઉ સાથે ઊછરેલા અને મધ્યપ્રદેશમાં ગ્વાલિયર પાસે આવેલ શિવપુરી જૈન ગુરુકુળમાં સહાધ્યાયી રહ્યા હતા. બંને ભાઈઓએ ન્યાયતીર્થ'ની પદવી મેળવી હતી. પછી બંને અમદાવાદમાં સ્થિર થયા અને લેખનકાર્યમાં પ્રવૃત્ત રહ્યા. જયભિખ્ખુનો ઝોક સર્જનાત્મક સાહિત્ય પર વિશેષ, રતિભાઈનો ઝોક ચિંતનાત્મક સાહિત્ય પર વધુ રહ્યો. જૈન ધર્મતત્ત્વ, પરંપરા, મહાવીરસ્વામી, તીર્થંકરો, મુનિવરો વગેરે તેમના લેખોના વિષયરૂપ બન્યાં છે. શ્રી રતિલાલભાઈ સંસારી હોવા છતાં સાધક હતા. તેમના વ્યક્તિત્વની સાત્ત્વિક પ્રભા વ્યવહારમાં, તેમ તેમનાં લખાણોમાં પ્રતિબિંબિત થાય છે. તેઓ અત્યંત નમ્ર પ્રકૃતિના, સરળ, નિખાલસ, સેવાભાવી સજ્જન હતા. નિઃસ્પૃહતા તેમના ચારિત્ર્યનો મુખ્ય ગુણ હતો. પોતાની યોગ્યતાને એ કડક ધોરણે કસીને વર્તતા. ગુરુકુળના આચાર્યે તેમને ‘તાર્કિક-શિરોમણિ'ની પદવી આપવાનું નક્કી કરેલું, પણ તેમણે એ પદવી સ્વીકારવાની ના પાડેલી. જ્ઞાનોદય ટ્રસ્ટના સેક્રેટરી તરીકે તેમ જ આણંદજી કલ્યાણજીની પેઢીનો ઇતિહાસ લખવા અંગે તેમને અપાતા પગારથી ઓછા પગારની માગણી કરેલી. પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠા તેમના સ્વભાવમાં વણાઈ ગયેલ. ઓછામાં ઓછા પરિગ્રહથી કુટુંબનો નિર્વાહ કરવો અને કષ્ટ વેઠીને પણ બીજાને ઉપયોગી થવાની તેમની ભાવના હતી. મૃત્યુ પછી દેહને અગ્નિને સોંપવાને બદલે મૅડિકલ કૉલેજમાં વિદ્યાર્થીઓને અભ્યાસ-પ્રયોગ માટે સોંપવાની સૂચના તેઓ આપી ગયા હતા. જૈન’ પત્રના તંત્રી તરીકે તેમણે ત્રણ દાયકાથી અધિક સમય સેવા આપી હતી. તેમાં જૈન સમાજની સાંપ્રદાયિક ગતિવિધિની રતિભાઈ નુકસ્તેચીની કરતા. તેમાં તેમનું ઉદાર માનવતાભર્યું સુધારક વલણ પ્રગટ થતું. સાચું બોલવું અને સાચું આચરવું એ જ ધર્મનો માર્ગ છે એમ તે કહેતા, ધર્મની ચર્ચાવિચારણામાં તે એમના વક્તવ્યનો પાયો બનતો. સતત શ્રમ અને નિષ્ઠાયુક્ત વિદ્યાની ઉપાસના જિંદગીભર તેમણે કર્યા કરી હતી. તેમણે એક પ્રસંગે કહેલું કે “પોતાની જાતનું અને વિશ્વનું સત્યદર્શન પામવાનો મુખ્ય Page #7 -------------------------------------------------------------------------- ________________ IV ઉપાય છે નિષ્ઠાભરી, નિઃસ્વાર્થ, નિર્દભ અને નિર્મળ જ્ઞાનસાધના.” સત્યસાધના અને જ્ઞાનસાધનાનો સમન્વય તેમની જીવનસાધનામાં પ્રતીત થાય છે. આ મનોભૂમિકા ઉપર રતિભાઈએ વાર્તાઓ અને ચરિત્રો રચેલાં તે પુસ્તકાકારે પ્રગટ થયેલાં છે. તે ઉપરાંત તેમણે જૈનધર્મને અનુલક્ષીને તત્ત્વચર્ચા કરેલી છે. તેનો વિપુલ લેખજથ્થો અસંગૃહીત હતો તે પ્રગટ થાય છે. તેની સાથે તેમણે જૈન' પત્રમાં વિદ્યા અને સમાજના ક્ષેત્રના મહાનુભાવોને લગતી અવસાનનોંધો લખેલી તે અહીં પ્રગટ થાય છે; તેનો જથ્થો પણ મોટો છે. તેમાં જૈન વિદ્યાના તેમ જ ઇતર વિદ્યાના વિદ્વાનો, જૈન આચાર્યો, મુનિવરો અને સાધ્વીજીઓ, સંતો અને શિક્ષણકારો, પત્રકારો, સાહિત્યકારો અને કળાકારો, શ્રેષ્ઠીઓ અને રાજપુરુષો, ધર્મક્રિયાપ્રેમીઓ, સમાજસેવકો તથા સ્ત્રીરત્નોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે વિવિધ સમયે લીધેલી મૃત્યુનોંધોનું પ્રાસંગિક મહત્ત્વ ગણાય. તેમાં અવસાન પામેલ મહાનુભાવના વ્યક્તિત્વની એકાદ આછીપાતળી રેખા દોરાય અને તેમના પ્રદાનનો ઉલ્લેખ થાય. અહીં મૂકેલી નોંધોમાં કેટલીકનું કેવળ પ્રાસંગિક મહત્ત્વ ગણાય તેમ છે. પરંતુ બીજી મોટા ભાગની નોંધોમાં ૨જૂ થયેલી હકીકત અને તેનું લેખકે કરેલું મૂલ્યાંકન ચિરકાલીન મહત્ત્વનું છે. તેના પાનેપાને શ્રી રતિભાઈની આશ્ચર્યજનક બહુશ્રુતતા ઉપરાંત ઉદાર ગુણદર્શિતા અને સંસ્કારપ્રિયતા જોવા મળે છે. જૈન આગમો અને શ્રુતિપરંપરા ઉપરાંત સમગ્ર ભારતીય વિદ્યાની અધ્યયનસંશોધન-પ્રવૃત્તિની તેમની જાણકારી ધ્યાન ખેંચે છે. આ નિમિત્તે તેમની દૃષ્ટિ ગુજરાતમાં સીમિત રહેવાને બદલે ભારત અને ભારતની બહાર ફરી વળે છે અને વિદ્યાકીય કે સાંસ્કૃતિક મહત્ત્વની નાની-મોટી ઘટનાથી વાચકને વાકેફ કરે છે. શ્રી રતિભાઈની કલમમાં જોસ છે. સંશોધકની ઝીણવટ અને ચોકસાઈ તેમનાં લખાણોમાં ધ્યાન ખેંચે છે. તેમની શૈલી ચિત્રાત્મક, પ્રવાહી અને પારદર્શક હોઈ વાચનરસ ટકાવી રાખે તેવી છે. ચિત્રકૂટના ઘાટ ૫૨ સંતોની ભીડ જામે, તુલસીદાસ ચંદન ઘસે અને રઘુવીર તિલક કરે તેમ આ અક્ષરભૂમિ પર બસોથી અધિક મહાનુભાવોનો જમેલો એકત્ર થયો છે. તે દરેકને આ લેખકે ગુણસંકીર્તન દ્વારા હૃદયનો અર્ધ્ય આપીને તિલક કર્યું છે. અગાઉ આનંદશંકર ધ્રુવે ‘વસંત’માં ‘હૃદયનો હક’ લખીને અને ઉમાશંકર જોશીએ ‘સંસ્કૃતિ’માં ‘હૃદયમાં પડેલી છબીઓ’ મૂકીને તુલસીકર્મ કર્યું હતું. તેનું સ્મરણ કરાવે એવું શ્રી રતિભાઈનું આ સ્તુત્ય તુલસીકર્મ છે. તેમના સુપુત્રે તેમનાં લખાણો એકત્ર કરીને તેનું સુઘડ સંપાદન કરીને પિતૃઋણ અદા કર્યું છે તે અભિનંદનીય છે. ૧૨-૧૨-૨૦૦૩ – ધીરુભાઈ ઠાકર Page #8 -------------------------------------------------------------------------- ________________ “કર લે સિંગાર, ચતુર અલબેલી !" (સંપાદકીય) ખપનું શિક્ષણ, સમજણ, અને વિચાર માટેની રુચિ તેમ જ શક્તિ પામેલા. સરાસરી સામાન્ય વાચક પ્રત્યેના પૂરા આદર-વિનય સાથે, આપણી સહુની વ્યક્તિગત અને સામુદાયિક ચેતનાની માવજત અર્થે અત્રે આ વાણી-વિસ્તાર હોર્યો છે; તે વાચકના યથેચ્છ સ્વાધ્યાયયજ્ઞ દ્વારા સાર્થક બની રહો. ચેતનાના સ્થાયી શણગારની, સંસ્કારની, ઉઘાડની આ વાત છે. મન સ્વસ્થ તો તન, જીવન, સમાજ અને સૃષ્ટિ પણ સ્વસ્થ. જેનું મન જાગ્યું તેને શણગાર અને શોભાનાં નવા-નવા ઉમળકા અને નવી-નવી મથામણો નિત્ય પ્રેરે. કહ્યું છે ને : “કર વિચાર, તો પામ”? આ બધી સામગ્રી છે તો જૂની : સને ૧૯૪૭થી ૧૯૭૯ વચ્ચે લખાયેલી. છતાં સમયાંતરે પણ ટકે એવું ઘણું ઘણું તેમાં દીઠું, તેથી તેવું બધું ત્રણ પુસ્તકોની શ્રેણીરૂપે અત્રે રજૂ કરવાની હામ ભીડી છે, ધૃષ્ટતા કરી છે ! વાચક અને કાળદેવતા અમારી લાજ રાખો. કુલ પ૦૦ લેખો ૧૬૩૬ પાનાંમાં પથરાયા છે; છતાં વ્યક્તિગત કે કૌટુંબિક સ્વાધ્યાયરૂપે (“ી.વી.-સમય' ઘટાડીને) મહિનાઓ સુધી આ બહોળી સામગ્રી ક્રમશઃ બધી કે રુચે તેટલી જરૂર ખપમાં લગાડી શકાશે અને તે સાથે કૌટુંબિક અને સામાજિક ચેતનાની કાયમી શુદ્ધિ થતી અનુભવી શકાશે એમ લાગે છે. - આ લેખો લેખકે ભાવનગરના, વીસમી સદીના આરંભનાં એક-બે વર્ષોમાં શરૂ થયેલા પ્રતિક્તિ જૈન' સાપ્તાહિકના તંત્રી શ્રી ગુલાબચંદ શેઠ વતી લખેલા અગ્રલેખો અને નાની તંત્રીનોંધો રૂપે છે. નામ પ્રમાણે એ પત્રમાં જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને સમાચારો અને ચર્ચાઓ અપાતાં હતાં. એના આદ્ય સ્થાપક શ્રી દેવચંદ ઘમજી શેઠ સહિતના બધા તંત્રીઓના સતતના પ્રગતિશીલ વલણને કારણે, તેમ જ આ લેખકની પૂર્વે એક પચીશી સુધી સાહિત્યરસિયા સહૃદય વિદ્વાન શ્રી “સુશીલ (ભીમજીભાઈ)ની સમૃદ્ધ કલમનો લાભ મળ્યો હોઈ, આ સાપ્તાહિક સમાજના પ્રગતિશીલ બુદ્ધિનિષ્ઠ વર્ગમાં અનોખી, સ્થાયી સુવાસ ફ્લાવેલી. સાંપ્રદાયિક દરતા અને રૂઢિચુસ્તતાથી અલિપ્ત રહીને યુગાનુરૂપ ઉદાર જૈન સંસ્કૃતિની સ્થાપના Page #9 -------------------------------------------------------------------------- ________________ VI જ એની મથામણોનું કેન્દ્ર બની હતી. આ જ પરંપરાને લેખકશ્રીએ પોતાની નમ્ર, નિપુણ, પ્રેમાળ પ્રતિભાથી સવિશેષ દીપાવી. ઉપરના શીર્ષકમાંનું વચન સમાવતું આખું સુંદર કબીરપદ લેખકશ્રી સવારે ઊંડા ભાવથી ગાતા તેના અમે સંતાનો પણ સાક્ષી છીએ. એમનું પત્રકારત્વ, વક્તૃત્વ કે જીવન એવા ઊંચા જીવનરસથી સીંચાતું રહેલું. આ લખાણોની કામગીરી લેખકે જૈન'ના પોતાના પુરોગામી શ્રી ‘સુશીલ'ની બીમારી વખતે માત્ર છ મહિના માટે સ્વીકારેલી, પણ શ્રી ‘સુશીલ’ની ચિરવિદાય થતાં એ પોણીબત્રીસ વર્ષ ચાલી ! સૂકા વનમાં જેમ આગ એકદમ ફેલાઈ જાય, તેમ લેખક પાસે પાયાનું ઊંચું સંસ્કારધન હોવાથી તેમ જ નિત્ય ઘડાતા રહેવાની પ્રગતિશીલ મનોવૃત્તિ હોવાથી ક્રમશઃ આ કર્તવ્ય તેમને પૂરું સદી ગયું અને તેમનાં વિચારો અને ભાવનાઓને પણ સુંદર ઘાટ આપતું રહ્યું. જીવનને પોષનારાં ધાર્મિક, પારિવારિક, સામાજિક, રાષ્ટ્રીય, સાંસ્કૃતિક, આર્થિક એ સર્વ પાસાં પરત્વે તેમની પારદર્શી સમજણ સમાજને સુપેરે ઘડે તેવાં લખાણોમાં પરિણમતી રહી. વાણીનો આડંબરમાત્ર કરી વાહ-વાહ મેળવવા નહિ, પણ લખાણો-રૂપે પ્રગટ ચિંતન-મંથન કરતાં-કરતાં ઉપર્યુક્ત દરેક ક્ષેત્રનાં વિવિધ સત્યો પામવા માટેની એ એક ઉપાસના જ બની રહી, એક એકાગ્ર ધ્યાનયોગ જ બની રહ્યો. આમાં જીવનમાં ખરેખર તારક બનતા ધર્મતત્ત્વને, અધ્યાત્મને જ સતત કેન્દ્રમાં રાખીને ઉપર્યુક્ત અન્ય પાસાંઓ નિરૂપાયાં હોઈને આ લખાણો ચિરંજીવ બન્યાં છે. લેખકની આત્મનિરીક્ષણવૃત્તિ કેટલી સહજ અને ઉત્કટ હતી તે તો એ પરથી જાણી શકાય છે કે તેમના અવસાનના સવા વર્ષ પૂર્વે (ઑગસ્ટ ૧૯૮૪માં) તેમના એક યાદગાર સન્માન-સમારંભમાં તેમના આ લેખો ગ્રંથસ્થ કરવાની જાહેરાત જ્યારે જૈન’ના પ્રતિનિધિ દ્વારા કરાઈ, ત્યારે લેખકશ્રીએ તરત જ “ના, ના. એ તો રોટલા માટે લખાયેલા; એને એમ છાપશો નહિ” એમ મંચ પર બેઠાં-બેઠાં જ કહી દીધેલું !! વધુ કસાયેલું સાધક-જીવન જીવીને ને સમાજની પ્રત્યક્ષ સેવા કરીને જ થોડું, પણ કાર્યસાધક સત્ત્વશીલ લખાણ કરવાની તમન્ના એમાં સમજાય છે. વળી વિષમ અર્થતંત્ર નિર્વાહને કેટલો દોહ્યલો કર્યો છે એની ઉત્કટ ફરિયાદ પણ એમાં ગર્ભિત છે. આમ છતાં, સંશયાત્મા ન થતાં, તેમણે જૈન'ની પોતાની કામગીરી બાબત વાજબી સંતોષ પણ નિખાલસપણે અનેક વાર પ્રગટ કર્યો હતો. (પાંજરાપોળના ઉપાશ્રય તરફથી થયેલા તેમના એ સન્માનનું પ્રવચન સમભાવનો ઉત્તમ નમૂનો છે. ) ઉચ્ચાવચ વાચકોના અભિનંદનદર્શક પત્રોની પણ આ નીતર્યા જીવને ખૂબ કિંમત હતી. પંજાબ સંઘના સેવાનિષ્ઠ મુનિવર્ય શ્રી જનકવિજ્યજીએ તેમનાં લખાણોના કાયમી પ્રબુદ્ધ ચાહક તરીકે તેમને લખેલા પત્રના અંશો આ ગ્રંથશ્રેણીના ત્રીજા ગ્રંથનાં પાનાં ૪૬૬-૬૭ Page #10 -------------------------------------------------------------------------- ________________ VI પર છાપ્યા છે તે વાંચવા જેવા છે. આ લેખોને ગ્રંથસ્થ કરવાની ખૂબ આગ્રહભરી ભલામણ પણ એમાં કરાઈ છે. આ બધાં છતાં લેખક કદી હેજ પણ ફુલાઈ ગયેલા નહિ કે તેમના ચીવટભર્યા આત્મનિરીક્ષણમાં ઓટ આવી નહોતી. એક ઠેકાણે તો તેમણે પોતાની જાતને શોખથી “વિદ્વાનોના વેઠિયા' તરીકે ઓળખાવી છે! - આ લેખો લેખકે સાધલી ઉચ્ચતર ચિત્તશુદ્ધિ થકી મૂલ્યવાનું બન્યા છે. આમ તો તેમનું જીવન સુખશાંતિ ઝંખતા સામાન્ય માનવી જેવું જ હતું. પરંતુ પ્રખર ત્યાગવૈરાગ્ય-સંયમથી પણ ચઢી જાય અને અનંત જીવનવિકાસનો દઢ પાયો બને તેવી મધ્યસ્થતા અને વૈચારિક વિશદતા તેમને સંસ્કારથી અને ઘડતરથી એમ બે ય રીતે સાંપડેલી. એમાં બુદ્ધિવ્યાપાર અને હૃદયબળ બંનેનો વિરલ સુયોગ હતો. (ભગવદ્ગીતાની પરિભાષામાં તેમને જિજ્ઞાસુ ભક્ત કહી શકાય.)એને લીધે એમના આવ્યંતર જીવનવૃત્તમાં પણ હૃદયહારી અનેક ઉત્કર્ષબિંદુઓ જોવા મળતાં. એની પર નજર કરવાથી આ લખાણો વધુ શ્રદ્ધેય અને સાચુકલાં લાગશે. તેમનો જીવનકાળ તા. ૧૨-૯-૧૯૮૭થી તા. ૭–૧૨–૧૯૮૫ વચ્ચેનો. તેમનું એક પાયાનું સૌભાગ્ય તે સારા કુળનો યોગ. સૌરાષ્ટ્રનું એ મૂર્તિપૂજક જૈન કુળ એનાં સંપ, નિર્બસનિતા, પારસ્પરિક ગાઢ સહાયવૃત્તિ અને પ્રામાણિક કર્મનિષ્ઠાને લીધે સાવ સામાન્ય આર્થિક સ્થિતિ વચ્ચે પણ સારી રીતે ટકી રહેલું. એથી, પોતાનાં માતા-પિતાની છત્રછાયા વહેલી સમેટાયાં છતાં તેમને વાજબી ઉછેર અને ઊંચા સંસ્કાર-ઘડતરના લાભથી વંચિત રહેવું પડ્યું નહોતું. આને લીધે પ્રેમ અને કરુણાના ગુણોનો વારસો પણ તેમને બચપણથી જ મળ્યો. સૌભાગ્યયોગે તેમને ક્રાંતદર્શી, યુગપારખ જૈનાચાર્ય વિજયધર્મસૂરિજી દ્વારા સ્થપાયેલ એકાધિક મહિમાયુક્ત જૈન સંસ્કૃત પાઠશાળાઓનો લાભ મળ્યો. તેમનું મુખ્ય ઘડતર શ્રી જયભિખ્ખ સહિતના કુટુંબી ભાઈઓના સાથમાં ગ્વાલિયર પાસેના શિવપુરીમાં થયેલું. ત્યાં માત્ર ચીલાચાલુ પાઠશાલીથ “શિક્ષણ' નહિ, પણ યુગાનુરૂપ વિદ્યારુચિ, સંસ્કારિતા, વિચારશક્તિ, નિર્ભય વક્નતા ઈત્યાદિની કેળવણી જ મળી. તેમણે પસંદગીના વિષય તરીકે ઊંડી ધ્યેયશીલતાથી જે ન્યાયશાસ્ત્ર પસંદ કરેલું, તેણે તેમના આંતરઘડતરમાં મોટો ફાળો આપેલો. એની ન્યાયતીર્થ) પરીક્ષામાં એમણે ઊંચી પારંગતતા સિદ્ધ કરી હોઈ પાઠશાળા તરફથી તેમને “તાર્કિક-શિરોમણિ' બિરુદ આપવાનું નક્કી કરાયું. એનો અમલ આજીજીપૂર્વક અટકાવી એમણે પોતાની ઉત્કૃષ્ટ આત્મનિરીક્ષણવૃત્તિનો સંકેત આપેલો. તેમણે પોતાના પિતાશ્રીની રૂઢિગત ધાર્મિકતાને યુગાનુરૂપ રૂપાંતરે અપનાવેલી. એથી જ પોતાને અને બે નાના ભાઈઓને નમાયા મૂકીને, પોતાનાં બાળવિધવા ફોઈને Page #11 -------------------------------------------------------------------------- ________________ VIT પણ સાથે લઈ દીક્ષા લેતા પિતા પ્રત્યે તેમણે વાજબી પુણ્યપ્રકોપ દર્શાવેલો. ઉપર નિર્દેશેલા તેમના ઘડતરકાળમાં જૈનધર્મ-સમાજની અને મુનિચર્યાની અનેક બદીઓ જોવા-સમજવા-વિચારવાનો અવસર મળતો રહેલો. સાથે પ્રાચીન શાસ્ત્રોનું પણ યુગાનુરૂપ તેજસ્વી અધ્યયન – ભલે સંજોગાનુસાર મર્યાદિત – કરવાની કીમતી તક પણ મળી. તો બીજી બાજુ તેઓ શાસ્ત્રજડતાનાં અનેક રૂપો પણ સારી પેઠે સમજી શકેલા. આવી વિવેકિતાએ એમનાં લખાણોને ઉચ્ચાશથી, છતાં લોકભોગ્ય બનાવ્યાં. પોતે ગૃહસ્થજીવન પસંદ કર્યું હોઈ પ્રાપ્ત સંજોગોમાં વ્યવહારુ શિક્ષણ માટે ય તેમણે શક્ય પગલાં ભર્યા હતાં. યથાસમય લગ્નજીવન પણ સ્વીકાર્યું. તેથી ઊછરતા નાના ભાઈઓ સહિતની કૌટુંબિક જવાબદારીને લીધે કૉલેજશિક્ષણમાં પ્રવેશીને પણ આગળ ન વધી શક્યા. તેમ છતાં વિદ્યાવૃત્તિના સમર્થ બીજને કારણે આપબળે વિકસતા રહ્યા. ડિગ્રીની ખોટ વધારાની પરિશ્રમશીલતાથી પૂરીને, સંતોષથી મુખ્ય વ્યવસાયરૂપે તેને નોકરી દ્વારા કુટુંબનિર્વાહ કરતા રહ્યા. નોકરી પણ પોતાના સંસ્કારની વૃદ્ધિને અનુકૂળ હોય તેનો યથાસંભવ ખ્યાલ રાખતા. વળી પ્રામાણિકતા અંગેના પોતાના આગવા ખ્યાલ મુજબ જિદગીમાં ચારેક વખત તો પોતાના પગાર કંઈક ઓછા પણ કરાવેલા – ભલે એ કારણે વધારે પૂરક કામો કરવાં પડે ! તેવાં કામો પણ પોતાના સંસ્કારને અનુરૂપ હોય તે જોતા. જૈનની કામગીરી પણ આવી જ હતી. સંજોગોવશાત્ તેમને ચૌદ વર્ષ રૂબજારમાં સેક્રેટરી તરીકે નોકરી કરવી પડેલી. પણ વ્યવહાર અને આદર્શના સમન્વયની આગવી સૂઝથી એમણે ઉપરી શ્રેષ્ઠીઓનાં હૃદયમાં ઊંચી પ્રતિષ્ઠા મેળવેલી; ને છતાં તેઓ શેર કે સટ્ટાથી સદંતર દૂર રહી શકેલા! જૈન'ના પત્રકારત્વથી બંધાયેલી ઊંચી કીર્તિને લીધે અનેક જૈન શ્રેષ્ઠીઓનો વિશ્વાસ સંપાદિત કર્યા છતાં પૂરું અદૈન્ય જાળવેલું અને સંબંધોને કોઈ રીતે વાવવા પ્રેરાયેલા નહિ. આવા અજાચક બ્રાહ્મણતુલ્ય વ્યવહારે એમની વાણીમાં અને લેખિનીમાં અભય અને ધિંગું સત્યપરાક્રમ આર્યું વ્યાવસાયિક અને જાહેર જીવનનાં ભરપૂર રોકાણો છતાં એમનું પારિવારિક જીવન પણ પ્રેમપૂર્ણ હતું. તેમાં તેઓ અમારાં માતુશ્રી મૃગાવતીબહેનની ખાનદાની, સરળતા અને પ્રેમાળ સહકારિતાનો પણ સુયોગ પામેલા. બાળકોના ધોરણસરનાં ઉછેર અને શિક્ષણ ઉપરાંત ઘરના સર્વ સભ્યોના સ્વાતંત્ર્યની અને ગૌરવની પણ ઊંચી માવજત થતી રહેલી. એમના ઔદાર્યની ખરી પરખ થતી તેમના પુત્રવધૂઓ – અમ બે ભાઈઓનાં પત્નીઓ – તરફના આદર-વાત્સલ્ય-સખ્યથી ભયભર્યા વલણમાં. અમારું ભાડાનું સામાન્ય ઘર પણ સગાંઓ, મિત્રો, વિદ્વાનોના આતિથ્યનું મંગળ ધામ Page #12 -------------------------------------------------------------------------- ________________ બની રહેતું. પિતાશ્રીની ઉક્ત અસાધારણ ધનનિરપેક્ષતા છતાં પણ અમને કંઈ ઓછું આવ્યાનો દંશ રહ્યો નથી. ઊલટું એથી અમને સંતોષ અને ભાઈચારાની જે સંગીન કેળવણી મળી, તે આજે મનોવૈષમ્યોના યુગમાં પણ અમને તારતી રહે છે. સાંસારિક જવાબદારીઓ વચ્ચે પણ જૈનધર્મના ઉદ્યોત અંગેનાં શકય અનેક કામો કરવાની એમની વૃત્તિ-પ્રવૃત્તિ રહેતી. અનેક નાના-મોટા મુનિવરો અને વિશિષ્ટ સાધ્વીજીઓ સાથે તેમણે ગાઢ ભક્તિ, વાત્સલ્ય કે સખ્યનો સંબંધ અને કાર્યોનો સંબંધ પણ નિભાવેલો. તે રીતે અનેક પંડિતો, વિદ્વાનોના પણ તેઓ ભક્તિપૂર્ણ, નિખાલસ સેવક બની રહેલા. અનેક જૈન સંસ્થાઓના પણ તેઓ હિતકર સલાહકાર કે સહયોગી બની રહેલા. આને કારણે જૈન સમાજનાં વિવિધ પાસાંની જે વિપુલ પ્રત્યક્ષ જાણકારી થતી રહેતી, તે એમનાં લખાણોમાં નૂતન રીતે ઊતરી આવતી. આ ઊજળી જીવનચર્યાના રસથી રસાયેલા આ લેખોને ત્રણ ગ્રંથોમાં વહેંચ્યાં છે, જેમાં વ્યક્તિચિત્રોનો એક છે અને વિષયવાર કુલ ૨૬ વિભાગોના લેખોના બે છે. એ બે પૈકી પ્રથમ ગ્રંથમાં ૧૫ લોકભોગ્ય વિષયો અને બીજામાં ૧૧ વધુ ગંભીર વિષયો છે. એકંદરે આ લખાણો સામાન્ય શિક્ષણ અને સારી સમજદારી ધરાવતા આમવર્ગ માટે જ થયેલાં છે. આ ત્રણ પૈકી પ્રથમ ગ્રંથ દચંતોનો અને બે ગ્રંથ સિદ્ધાંતોના કહી શકાય. કુદરતી ઘાટ એવો ઘડાયો છે કે ગુણશ્રદ્ધામૂલક પ્રથમ “અમૃત સમીપે પ્રય દર્શનપ્રધાન, જૈનધર્મસંસ્કૃતિના વર્તમાનનું વિસ્તૃત ચિત્રણ કરતો “જિનમાર્ગનું જતનગ્રંથ અત્યંત ખપના જ્ઞાનના પ્રાધાન્યવાળો અને વર્તમાનમાં જૈનધર્મના ઊંડા અધ્યયન સહિતના શુદ્ધ આચારપથ અને સાધનાપથનો વિચાર કરતો જિનમાર્ગનું અનુશીલન' ગ્રંથ ચારિત્રપ્રધાન બન્યો છે. આમ લેખકને અત્યંત ઉપયોગી લાગતી જિનોક્ત “રત્નત્રયી' આ ગ્રંથોમાં સમતુલાથી ઉપાસાઈ છે. ' વિષમય સંસારમાં ય સજ્જન-સંગ અમૃતતુલ્ય હોઈ, તથા સર્જનો ગુણોથી અમર(અમૃત') હોઈ પંદર વિભાગોના ૨૧૯ લેખોમાં ર૨૨ વ્યક્તિના બોધક જીવનસાર નિરૂપતા ગ્રંથને “અમૃત-સમીપે' નામ આપવાનું . બાકી બે ગ્રંથોનાં શીર્ષક માટે રૂઢ ને સાંપ્રદાયિક બની ગયેલા જૈન' શબ્દને બદલે, એ શબ્દનો ગુણમૂલક મૂળ અર્થ ધ્યાનમાં આણવા “જિનમાર્ગ શબ્દ યોજ્યો છે. ઉપર કહ્યા મુજબ બીજા ગ્રંથમાં, આજે જિનમાર્ગની થયેલી દુર્દશા નિરૂપવા સાથે લેખકે તેની શુદ્ધિ અને સુરક્ષાના ઉપાયોની વાત ઘૂંટી હોઈ જિનમાર્ગનું જતન' શીર્ષક આપ્યું. (જૈનધર્મમાં જેયણા', બિઉપયોગ' શબ્દોનો ખૂબ મહિમા છે. ત્રીજા ગ્રંથમાં, એ સુરક્ષિત કરેલા ધર્મના ઊંડા અધ્યયનના તેમ જ જીવનશુદ્ધિ-સંઘશુદ્ધિના પગલે શીલનિર્માણ અને ધ્યાનપ્રધાન સાધના દ્વારા મુક્તિપથ ચીંધ્યો હોઈ “જિનમાર્ગનું અનુશીલન' શીર્ષક યોજ્યું છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ X અનુશીલન એટલે જ્ઞાનજન્ય સદાચરણ અને ધ્યાનાદિની સાધના. આ દરેક ગ્રંથના વિસ્તૃત અનુક્રમનું એકાગ્ર અવલોકન ખૂબ બોધક બનશે. લેખકની સરળતા અને મૃદુતા ચીંધતો એક મજાનો અકસ્માત નોંધીએ. ત્રીજા ગ્રંથના ત્રીજા વિભાગના લેખ ૨૦ અને ૨૧ એક જ મુનિવરના અન્વયે, અનુક્રમે અનુમોદના અને આલોચના કરે છે; એમાં અનુમોદના કરતો લેખ આલોચના કરતા લેખ બાદ છ વર્ષે લખાયેલો છે ! આથી વાચકને ધીરજ સાથે, ભડક્યા વિના આ સામગ્રીનું પૂર્વગ્રહયુક્ત અધ્યયન કરતા રહેવા ભલામણ છે. આ લેખોમાં વિષયોનું, પાસાંઓનું ક્ષેત્રોનું વૈવિધ્ય એટલું મોટું છે કે પીએચ. ડી. ડિગ્રી મેળવવા ઇચ્છતો કોઈ પણ ખંતીલો વિદ્યાર્થી આ ગ્રંથોને આધારે મળતા સમગ્ર જૈન સંસ્કૃતિના વર્તમાનના ચિત્રનું સમૃદ્ધ અધ્યયન રજૂ કરી શકે. એ જ રીતે એવો બીજો કોઈ વિદ્યાર્થી આ ગ્રંથોને કેન્દ્રમાં રાખી લેખકશ્રીની વિચારસૃષ્ટિ અને એનાં ઘડતર-પરિબળો પર વિસ્તૃત અધ્યયન રજૂ કરી શકે. અહીં એ ઉમેરવું ખૂબ જરૂરી છે કે આ જ લેખકશ્રી આજે જો પુનરવતાર પામે તો પોતાના લચીલા, પ્રગતિશીલ સ્વાભાવને કારણે આ જ વિષયો વળી નવી તાજગીથી નિરૂપે. આજે હવે મનુષ્યના ઉચ્ચાવચ દોષો કે અપરાધો તરફ સહાનુભૂતિપ્રધાન ચિત્મિક દૃષ્ટિ (જિજ્ઞાસા) ખીલી રહી છે, “અતિનૈતિક” (a-moral) એટલે કે પાપપુણ્યના વળગણોથી મુક્ત રચનાત્મક અભિગમ વિકસી રહ્યો છે. એ જ સાચું અધ્યાત્મ છે. એ સમાજાભિમુખ ધ્યાનમાર્ગ જ તારશે. આ સંપાદન છૂટાછવાયાં દશેક વર્ષમાં વ્યાપેલા મનમોજી પરિશ્રમનું ફળ છે. એમાં રાણકપુર જેવા કોઈ વગડો શોભાવતા ભવ્ય મંદિરના પૂજારી જેવો, સુગંધી રસાળ પુષ્પવનમાં ભમતા ભમરા જેવો કે મહા-ઉદ્યાનના માળી જેવો આનંદ, બાહ્યકષ્ટ વચ્ચે પણ, માણ્યો છે. અનેક લેખો ભેગા કરી એક કર્યા, દરેક લેખમાં વસ્તી-ઓછી કાપકૂપ કરી, અહીંતહીં શીર્ષકો વધુ પ્રભાવક, બોધક બનાવ્યાં, પ્રાસંગિક વિગતદોષની યથાશક્તિ ચિંતા કરી. તો યે સવા સોળસો જેટલાં પાનાં તો રહ્યાં જ, હૃદય કંપે છે: કોઈ શું કહેશે ? એ બદલ અને લેખકશ્રીના અવસાન બાદ છેક અઢાર વર્ષે આ તૈયાર કરવા બદલ ક્ષમાપ્રાર્થી છું. આત્મીયતાભર્યા મહેણાં મારનાર કે હૂંફભર્યું માર્ગદર્શન કરનાર સર્વ સ્વજનોનો આભારી છું. આમ તો આ સંપાદન એક પાંખ વિનાના પંખેરુની નાનકડી ઠબક-યાત્રા જ લાગે છે. આ લેખોમાં છેડે અને એકાધિક લેખોના સંયોજનના કિસ્સાઓમાં વચ્ચે વચ્ચે પણ તે-તે લેખની તારીખો આપી છે તે ધ્યાનમાં લેવી. તેને લેખની વિગતો તેને તારીખે જેવી હતી તેવી આલેખાઈ છે તે ન ભુલાય. Page #14 -------------------------------------------------------------------------- ________________ ' ' X * * * * * * * * * * * * * * * * * અનેક લેખોમાં અન્યનાં અવતરણોની વિપુલતા જોવા મળશે. તેમાં સંજોગવશાતુ અન્ડરપેચની સુવ્યવસ્થા એકધારી નથી જળવાઈ તે બદલ ક્ષમાપ્રાર્થના.) બરોબર વિચારતાં આમાં લેખકની કૃતજ્ઞતા અને ઉદ્યમી ખબરદારી દેખાય છે. પોતાની વાત અન્યોના પ્રતિસાદથી દઢ કરવાની તાલાવેલી પણ જણાય છે. આ સંપાદનમાં અનેકોનો નાનો-મોટો સહયોગ મળ્યો છે. આ લેખો છાપવાની અનુમોદના કરી, ૧૯૫૮ના વર્ષ સિવાયની જૈનની ઉપર્યુક્ત ૩૧ બાંધેલી ફાઈલો યથેચ્છ ઉપયોગ માટે આપનાર, જૈનના વર્તમાન પ્રતિનિધિઓ શ્રી વિનોદભાઈ મહેન્દ્રભાઈ શેઠનો, લેખકશ્રીના જૈનમાંના લેખોની વર્ષવાર સુઘડ યાદી તૈયાર કરી આપનાર ભત્રીજી બહેન શિલ્પાનો, કઠણાઈભર્યા મૅટરનું ધીરજભર્યું ટાઈપસેટિંગ કરનાર વિવિધ સંસ્થાઓનો, કામની ઝડપ વધારે તેવા બહારગામના નિવાસ અને આતિથ્યની હૂંફ આપનાર ભાવનગરસ્થિત ભગિની માલતી તથા શ્રી કિશોરભાઈનો, (ત્યારે) લીંબડીસ્થિત સાળા શ્રી સુરેશભાઈ અને ભારતીબેનનો, સાકવાસ્થિત મિત્રદંપતી શ્રી ધીરેન્દ્ર-સ્મિતા'નો, તેમ જ અમદાવાદમાંનાં સાળી પૂ. વિમળાબેનનો તથા સાળા શ્રી કાંતિભાઈ તેમ જ શારદાબેનનો આભારી છું. મારાં પત્ની ઉષાએ લેખોનું કરકસરચીવટભર્યું ઝેરોક્સ કરાવવામાં, સ્લિપો બનાવવામાં, વિષયવાર ફાઈલો બનાવવામાં, બધાં પ્રફોને મૂળ સાથે સરખાવી જોવામાં ને જરૂરી ચર્ચા-વિચારણામાં પૂરો સાથ, બે જણના ઘરની પૂરી જવાબદારી નિભાવવા સાથે આપ્યો એ અમારું એક આનંદભર્યું સંભારણું છે. એ કર્મશક્તિ મારે માટે દુર્ણતરૂપ છે. આ કામમાં લાઘવથી હૂંફાળું માર્ગદર્શન આપનાર બંધુ ને સુવિધાનુ એવા ડો. નગીનભાઈ શાહને ન ભૂલું. વાચકોના એક અદના પ્રતિનિધિ બની આમાંનો એક મોટો અંશ વાંચી પ્રોત્સાહક પ્રતિભાવ આપનાર મારા પ્રેમળ કૉલેજ-સાથી પ્રા. દામુભાઈ ગાંધીનો પણ ઋણી છું. પ્રતિભાવ અને શુભેચ્છાનાં લખાણ લખી આપનાર સ્વજન ડૉ. ધીરુભાઈ ઠાકર, તથા મિત્ર બની રહેલા વિદ્યાનિષ્ઠ મુનિવરો પૂ. પ્રદ્યુમ્નસૂરિજી તથા પૂ. શીલચંદ્રવિજયજીએ અમને ઊલટભરી હૂફ આપી છે. આવા અતિ વિષમ સમયમાં પણ સંસ્થાના અમૃત મહોત્સવ નિમિત્તે આ ગ્રંથોસહિત ચાર જૈન વિદ્વર્યોના કુલ તેર ગ્રંથો પ્રગટ કરનાર ગૂર્જર પરિવારને – વિશેષ તેના ઠરેલ રાહબર મનુભાઈને – આવા ઉદાર સાહસ બદલ અભિનંદું છું, વંદુ છું. લેખક વતી “સર્વથા સહુ સુખી થાઓ, સમતા સહુ સમાચરો એ જ અભ્યર્થના. તા.૧૫-૧૨-૨૦૦૩ (સરદાર-પુણ્યતિથિ) - નીતીન ૨. દેસાઈ ૬, અમૂલ સોસાયટી, નવા શારદામંદિર, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૭ [ટેન. (૦૭૯) - ૬૬૦૬૪૦૮] Page #15 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ૧. જૈન વિદ્યાના વિદ્વાનો (પૃ. ૩થી ૧૦૭) (૧) શ્રીમદ્ની જીવનસાધના ૩ (૨) પ્રજ્ઞાચક્ષુ શીલસમારાધક પંડિત સુખલાલજી . ૭ (૩) કર્મયોગ અને જ્ઞાનયોગના સાધક વિદ્યાપુરુષ મુનિ શ્રી જિનવિજ્યજી ૧૭ (૪) ક્રાંતિપ્રિય પંડિત શ્રી બેચરદાસજી. . ૨૪ ૨૫ ૩૫ ૩૬ (૭) પ્રખર પુરુષાર્થી ધર્મદ્રષ્ટા શ્રી વીરચંદ રાઘવજી ગાંધી (૮) ભારતીય વિદ્યાવિશારદ ડૉ. હેલ્મેટ વોન ગ્લાઝેનપ (૯) વિદ્યાઋષિ ડૉ. શુવિંગ .. ૪૧ ૪૬ ૫૪ (૧૦) ભારતીય અને જૈન વિદ્યાના વિશ્રુત જર્મન વિદ્વાન પ્રોફેસર આલ્સડોર્ફ ૪૯ (૧૧) ભારતીય વિદ્યાના વિશ્વવિદ્યુત વિદ્વાન્ ડૉ. બ્રાઉન (૧૨) આજીવન વિદ્યાસેવી ડૉ. મિસ જ્હોન્સન (૧૩) સ્વનામધન્ય ડૉ. હર્ટલ .. ૫૬ ૫૯ (૧૪) સંસ્કૃતિ-ઉપાસક ડૉ. બેનીમાધવ બરૂઆ ૬૦ (૧૫) જૈનસંસ્કૃતિનિષ્ઠ શ્રી પૂરણચંદ્રજી શ્યામસુખા ૬૨ (૧૬) ‘જૈન’નું સૌભાગ્ય : મસ્તફકીર વિદ્વદ્રત્ત શ્રી ‘સુશીલ” (ભીમજીભાઈ) ૬૫ (૧૭) જ્ઞાનનિષ્ઠ સમાજસેવક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા (૧૮) પ્રતિભાશીલ સારસ્વત ડૉ. ઉપાધ્યે.. ૭૦ ૭૫ (૧૯) પ્રાચ્યવિદ્યાસંશોધનના કર્મશૂર શ્રી સી. ડી. દલાલ. ૭૮ (૨૦) ભેખધારી અપૂર્વ જૈન સાહિત્યોદ્ધારક શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ ૮૦ (૨૧) આજીવન વિદ્યાસાધક પ્રો. હીરાલાલભાઈ કાપડિયા . (૨૨) પ્રતિભાશીલ ભાષામર્મજ્ઞ ડૉ. હરિવલ્લભ ભાયાણી . (૨૩) સત્યશોધક પુરુષાર્થી પંડિત શ્રી નાથૂરામજી પ્રેમી (૨૪) આજીવન વિદ્યર્થોપાસક પંડિત શ્રી લાલચંદભાઈ ગાંધી (૫) સૌજન્યનિધિ પં. દલસુખભાઈ માલવણિયા . (૬) સમર્થ દર્શનશાસ્ત્રી હૈં. મહેન્દ્રકુમારજી. . ૮૨ ૐ છુ છુ Page #16 -------------------------------------------------------------------------- ________________ XII - ૧૦ ૧૦૪ . ૧૦૬ • • ૧૧૩ ૧૧૭ . ૧૧૮ (૨૫) શ્રી-સરસ્વતીના સમન્વયકાર શ્રી અગરચંદજી નાહા........... (૨૬) ખડતલ વિદ્યોપાસક ૫. શ્રી જુગલકિશોરજી મુખ્તાર ........... (૨૭) જ્ઞાનચારિત્રોપાસક શ્રી ભૈરોદાનજી શેઠિયા... (૨૮) ભારતીય કળાના નિષ્ણાત ડૉ. મોતીચંદ.......... ૧૦૩ (૨૯) કળામર્મજ્ઞ છે. ઉમાકાંત પ્રેમાનંદ શાહ . . . . . . . . . .. (૩૦) નિપુણ પ્રાચ્યવિદ્યોપાસક ડૉ. વેલનકર. ૨. અન્ય વિદ્વાનો (પૂ. ૧૦૮થી ૧૧૮) (૧) મહામના પંડિત ચહુલ સાંકૃત્યાયન ............ (૨) વિશ્વખ્યાત વિદ્યાનિધિ ડો. સુનીતિકુમાર........... . ૧૧૨ (૩) વિદ્યાવિભૂતિ ડો. વાસુદેવશરણ અગ્રવાલ.... (૪) ઠરેલ ભાષાવૈજ્ઞાનિક ડો. પ્રબોધ પંડિત ....... ૧૧૫ (૫) વિદ્યાનિષ્ઠ દી. બ. કૃષ્ણલાલ મો. ઝવેરી...... (૬) માનવતાવાદી વૈજ્ઞાનિક ડે. વિક્રમ સારાભાઈ..... ૩. જેન આચાર્યો (પૃ. ૧૧૯થી ૨૧૫) (૧) માનવસિદ્ધિનું ઉચ્ચ શિખરઃ આ હેમચંદ્ર (૨) આદર્શ બ્રાહ્મણ-શ્રમણ આચાર્ય હરિભદ્રસૂરિ ...... ૩) આગમોદ્ધારક આ૦ શ્રી સાગરાનંદસૂરિજી ... જી ઇતિહાસતત્ત્વમહોદધિ આ. વિજયેન્દ્રસૂરિજી............... (૫) સાધુતાની મૂર્તિ આ. શ્રી આત્મારામજી .......... (૬) શાસ્ત્રાભ્યાસી, ચારિત્રારાધક આ પ્રવર શ્રી વિજયપ્રેમસૂરિજી.... ૧૩૬ ૭) વિદ્યાનિષ્ઠ આ. શ્રી વિજયલાવયસુરિજી..... ..... ૧૩૯ (૮) સમતા-આરાધક આ૦ માણેકાગરસૂરિજી................. (૯) દીર્ઘદર્શ આ. વિજયધર્મસૂરિજી...................... (૧) અપ્રમત્ત ધર્મોપાસક શ્રીપૂજ્ય આ જિનવિજયેન્દ્રસૂરિજી ..... (૧૧) ભુલાયેલ ધ્યાનમાર્ગના સાધક આ૦ બુદ્ધિસાગરસૂરિજી....... (૧૨) વિરલ ધ્યાનમાર્ગી આ૦ શ્રી વિજયકેસરસૂરિજી...... (૧૩) જગદ્ગુરુ હીરવિજ્યજી...... ૧૫૭ (૧) મહાન સંઘનાયક આ. કલ્યાણસાગરસૂરિજી........ . ૧૬ ૧ (૧૫) લોકગુરુ આ. શ્રી વિજયવલ્લભસૂરિજી ............. . ૧૧૯ ૧૨૪ ૧૨૭ ૧૩૧ ૧૩૪ ૧૪૦ ૧૪૩ ૧૪૫ ૧૪૭ ૧૫૩ ૧૬૫ · Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૯ . ૧૮૨ : : ૧૯૯ - ૨૦૬ XIV (૧૬) સમતામૂર્તિ લોકનિષ્ઠ આશ્રી વિજયસમુદ્રસૂરિજી............. ૧૭૦ (૧૭) આ. વિજયનેમિસુરિજી – જૈનસંઘનું સૌભાગ્ય .......... (૧૮) સમર્થ સુકાની સમન્વયપટુ આ. વિજયનંદનસૂરિજી ............. (૧૯) બહુમુખી સાધક મહાપ્રશ યુવાચાર્યજી...................... (૨૦) શાસનસુભટ આ. શ્રી વિજયપૃનંદસૂરિજી............. ૧૮૪ (૨૧) બાહ્યાભ્યતર-તપોનિષ્ઠ, લોકેષણામુક્ત પૂ. બાપજી મહારાજ (આ. વિજયસિદ્ધિસૂરિ).............. (૨૨) આ. વિજયોદયસૂરિજીઃ સમતાભરી સાધુતા .............. (૨૩) ભદ્રપરિણામી, આત્મસાધનાનિષ્ઠ આ. શ્રી વિજયભદ્રસૂરિજી..... ૧૯૬ (૨) સમતા-સહનશીલતાના સાગર આ. શ્રી વિજયધર્મધુરંધરરિઝ... ૧૯૯ (૨૫) અલ્પભાષી, અંતર્મુખ, અપ્રમત્ત આ. શ્રી વિજયપ્રતાપસૂરિજી ... ૨૦૩ (ર૬) શીલપ્રજ્ઞાનિષ્ઠ આ૦ શ્રી વિજયજભૂરિજી ................ (૨૭) આત્મારાધક અપ્રમત્ત આ મ. શ્રી વિજયકનકસૂરિજી........ (૨૮) વિદ્યાવ્યાસંગી લોકનિષ્ઠ આ. શ્રી પાસાગરજી ............. ૨૧૦ (૨૯) આત્મલીન તપ-તિતિક્ષા-લીન આ. શ્રી વિજયયશોદેવસૂરિજી ..... ૨૧૩ ૪. જૈન મુનિવરો (પૃ. ૨૧૬થી ર૭૧) (૧) જ્યોતિર્ધર ઉપા. યશોવિજયજી, ૨૧૬ (૨) વિદ્યાવિભૂતિ મુનિશ્રી પુણ્યવિજયજી....................... (૩) સમભાવી મસ્તફકીર મુનિશ્રી ન્યાયવિજયજી............ જી શીલપ્રજ્ઞાવંત શ્રમણ શ્રેષ્ઠ શ્રી કલ્યાણવિજયજી............ (૫) લોકભોગ્ય ધર્મસારના ઉદ્દગાતા મુનિવર પ. વીરવિજયજી....... ૨૩૩ (૬) જેન ઇતિહાસના સંશોધક ત્રિપુટી મુનિરાજ શ્રી દર્શનવિજયજી ... ર૩૫ (૭) વિદ્યાપ્રતાપશીલ મુનિશ્રી વિદ્યાવિજયજી ....... ......... ૨૩૬ (૮) કવિજી ઉપા. શ્રી અમરમુનિ. ........ ... ૨૩૮ (૯) ઉપાશ્રી હેમચંદ્રવિજયજી: સમ્યગુ જ્ઞાન-ચારિત્રના સત્ત્વશીલ સાધકર૪૦ (૧૦) વયોબંધનવિજેતા જ્ઞાનોપાસક મુનિ શ્રી ગુણભદ્રવિજયજી ........ ૨૪૬ (૧૧) કરુણાભીના કલ્યાણયાત્રી શ્રી કલ્યાણચંદ્રજી બાપા ....... (૧૨) કર્તવ્યનિષ્ઠ, ઉદારચરિત યતિશ્રી ક્ષમાનંદજી..... ૨૫૧ (૧૩) સેવા જીવી શ્રી ગુલાબબાપા........... ૨૫૩ (૧) માનવઘડતરના શાંત પ્રયોક્તા મુનિરાજ શ્રી જનકવિજયજી ગણી.. ૨૫૫ ને જ જે ૨૪૯ I Page #18 -------------------------------------------------------------------------- ________________ . . . , , , , , , - = * * * * * * : : ૨૭૬ • • • • • • : . XV (૧૫) દષ્ટિવંત કર્મશીલ યતિવર્ય હેમચંદ્રજી. ૨૬૩ (૧૬) સેવાપ્રેમી, ઉદારચેતા મુનિશ્રી નાનચંદજી..................................... ૨૬૪ (૧૭) મહામના મુનિશ્રી મદનલાલજી....... ૨૬૫ (૧૮) સંયમ અને તપના જાગૃત આરાધક ઉપા. શ્રી ધર્મસાગરજી ગણી ૨૬ ૭ (૧૯) શુભાકાંક્ષી દેહદાતા મુનિશ્રી શુભવિજયજી... ૨૬૮ (૨) તપતિતિક્ષાનિષ્ઠ મુનિશ્રી ચતરલાલજી... ૫ અને સાધ્વીજીઓ (પૃ. ૨૭૨થી ૨૮૮) (૧) સંસ્કારમાતા સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી.. (૨) કીર્તિનિરપેક્ષ સંઘસેવિકા સાધ્વીરત્ન શ્રી મૃગાવતી ત્રીજી .. (૩) શાસનપ્રભાવક સાધ્વી શ્રી રંજનશ્રીજી ............. (જી સાહિત્યસર્જક વિદુષી સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી . (૫) સાધનાનિરત અપ્રમત્ત સાધ્વી શ્રી વિચક્ષણથીજી .............. (૬) સમાજસેવી સાધ્વીજોડી શ્રી સદ્ગણાશ્રીજી અને શ્રી કીર્તિલતાશ્રીજી ૨૮૭ ૬. સંતો (પૃ. ૨૮ી ૩૧૩) (૧) લોકસેવાના મહાતપસ્વી શ્રી રવિશંકર મહારાજ............. (૨) લોકકલ્યાણના પુયયાત્રિક શ્રી મોટ' .... (૩) વિશ્વવત્સલ વિશ્વનાગરિક ધર્મગુરુ ફૂજી મુરજી ..... જી સેવાવ્રતી સાધુપુરુષ છે. આલ્બર્ટ વાઈડ્ઝર ..... (૫) રાષ્ટ્રપ્રેમી જીવનશોધક સંત શ્રી કેદારનાથજી... (૬) અનાસક્ત મસ્તફકીર સ્વામી આનંદ ...... (૭) અહિંસાપ્રેમી સાધુ 2. એલ. વાસવાણી................ (૮) સ્વનામધન્ય મહાત્મા ભગવાનદીન.......... (૯) ભક્તકવિ શ્રી શિવજી દેવશી મઢડાવાળા (મગનલાલા) (૧૦) રાષ્ટ્રસેવક સંત શ્રી તુકડો.... ૭. શિયાણકરો (. ૩૧૪થી ૩૩૯) (૧) નારીજીવનના હામી કેળવણીકાર મહર્ષિ કર્વે ......... (૨) મહાન કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટ................ (૩) રાષ્ટ્રજીવનના ગાંધીમાર્ગી રખેવાળ શ્રી કિશોરલાલ ........ , , , , , , , , • • • • • • • - ૨૯૮ • • • • • ૩૦ર ill ૩૦૩ - - - fift inક ૩૦૪ ,, ૩૦પ ૩૦૭ " ft ૧ liftr. - ૩૧૪ ક Page #19 -------------------------------------------------------------------------- ________________ XVI (૪) રાષ્ટ્રસેવક નરોત્તમ શ્રી નરહરિભાઈ પરીખ . (૫) વિદ્યાનિષ્ઠ શ્રી ખીમચંદભાઈ શાહ . (૬) આદર્શ ગૃહપતિ શ્રી ફૂલચંદભાઈ.. (૭) વિદ્યાતપસ્વી જીવનવીર પંડિત શ્રી જ્ગજીવનદાસભાઈ. (૮) સુશીલ, અપ્રમત્ત પંડિતવર્ય કૈલાસચંદ્ર શાસ્ત્રી (૯) ધ્યેયનિષ્ઠ શિક્ષક શ્રી માવજી દામજી શાહ ૧૦) છાત્રવત્સલ સેવક શ્રી સંપતા ભણસાળી. ૧૧) વિદ્યાનિષ્ઠ પં. શ્રી અમૃતલાલભાઈ સલોત . ૮. પત્રકારો (પૃ. ૩૪૦થી ૩૫૧) (૧) સૌરાષ્ટ્રના ભડવીર પત્રકાર શ્રી અમૃતલાલ શેઠ . . (૨) આદર્શ, સત્યનિષ્ઠ પત્રકાર શ્રી પરમાનંદભાઈ (૩) જીવનનિષ્ઠ પત્રકા૨ શ્રી ખીમચંદભાઈ વોચ. (૪) પ્રતિભાશીલ પત્રકાર શ્રી ભીખાભાઈ કપાસી . (૫) સ્વસ્થ કાર્યનિષ્ઠાને વરેલા શ્રી ચાંપશીભાઈ ઉદ્દેશી ૯. સાહિત્યકારો (પૃ. ૩૫૨થી ૩૭૬) ૩૧૯ ૩૦ ૩૨૩ ૩૨૫ સર ૩૩૫ ૩૩૭ ૩૩૯ (૧) અજર-અમર સાક્ષર શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી (૨) ગુર્જર સરસ્વતી અને સંસ્કારિતાને ખીલવના૨ સાક્ષરરત્ન શ્રી ધૂમકેતુ' ૩૫૪ (૩) ગુજરાતની અસ્મિતાના સર્જક શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી . ૩૫૯ (૪) રસલ્હાણના રસિયા સર્જક શ્રી જયભિખ્ખુ’ ૩૬૨ ૩૬૯ ૩૭૨ (૫) ધ્યેયનિષ્ઠ સાત્ત્વિક સાહિત્યકાર શ્રી. ચુ. વ. શાહ. (૬) વિખ્યાત કલમનવીસ શ્રી ચુનીલાલ મડિયા . (૭) ધિંગા લોકસાહિત્યકાર શ્રી મનુભાઈ જોધાણી (૮) શ્રી જ્યંતીભાઈ દલાલ : બહુમુખી પ્રતિભા (૯) કાવ્યમર્મજ્ઞ સર્જક શ્રી રામનારાયણ પાઠક . . ૩૭૩ ૩૭૫ ૩૭૫ ૧૦. કળાકારો (પૂ. ૩૭૭થી ૩૯૪) (૧) આત્મમંથનશીલ કલાકાર પં. રવિશંકર . (૨) શ્રી બિસ્મિલ્લાખાન – સાધકની સફ્ળતા (૩) સજ્જન, ધર્મપરાયણ નશ્રેષ્ઠ શ્રી જ્યશંકર ‘સુંદરી’. ૩૪૦ ૩૪૩ ૩૪૬ ૩૪૮ ૩૪૯ ૩૫૨ ૩૭૦ ૩૮૧ ૩૮૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ I ૩૮૯ ૪૦૧ (૪) યુગસર્જક કલાપુરુષ શ્રી રવિશંકર રાવળ .................... ૩૮૪ (૫) જીવનકળાના ઉપાસક સંગીતકાર શ્રી શાંતિલાલ શાહ...... ૩૮૬ (૬) માયાજાળના અનુપમ કસબી સંસ્કારમૂર્તિ શ્રી કે. લાલ........ ૧૧. શ્રેષ્ઠીઓ (પૃ. ૩૯૫થી ૪૬૦) (૧) અમૃતત્વના અધિકારી શ્રેષ્ઠિરત્ન શ્રી કસ્તૂરભાઈ ..... ૩૫ (૨) કર્મયોગ અને ધર્મયોગના મૂક સાધક શ્રેષ્ઠિરત્ન શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી ............... (૩) ગુજરાતના સુખદુ:ખના સાથી મહાજન શેઠ શ્રી અમૃતલાલ હરગોવિંદદાસ......... ........... ૪૦૫ (૪) નિર્ભેળ રાષ્ટ્રવાદી ઉદ્યોગપતિ શેઠ શ્રી અંબાલાલ સારાભાઈ..... ૪૦૮ (૫) અવિસ્મરણીય રાષ્ટ્રસેવક શ્રી અરવિંદભાઈ મતલાલ ........... ૪૧૧ (૬) શાહ સોદાગર શ્રી મેઘજીભાઈ પેથરાજ શાહ.. ૪૧૪ (૭) ઉમરાવદિલ શ્રી લાલચંદજી ઢઢ ........ ૪૨૨ (૮) ધર્મનિષ્ઠ શ્રેષ્ઠી શ્રી જીવતલાલભાઈ પ્રતાપશી .......... ૪૨૫ ૯) સેવાભાવી ધર્મનિષ્ઠ શ્રેષ્ઠી શ્રી મેઘજીભાઈ સોજપાળ ... ૪૨૮ (૧૦) દાનધર્મી શ્રી સોહનલાલજી દૂગડ ........ ૪૩૨ (૧૧) ધર્મસંસ્કૃતિ, સાહિત્ય અને કળાના આશ્રયદાતા સાહુ શ્રી શાંતિપ્રસાદજી જૈન ......... ૪૩૫ (૧૨) સેવાભાવી, ઠરેલ શ્રેષ્ઠી શ્રી ટોડરમલજી ........ ૪૩૭ (૧૩) વિદ્યાપરાયણ ધર્મશીલ શ્રેષ્ઠી શ્રી અમૃતલાલ દોશી........ ૪૩૮ (૧) વિદ્યાપ્રેમી શ્રેષ્ઠી શ્રી છોટેલાલજી જન..................... ૪૪૦ (૧૫) આદર્શ મહાજન શ્રેષ્ઠી શ્રી ભોગીલાલ મગનલાલ શાહ........ ૪૪૧ (૧૬) કાર્યદક્ષ, વિદ્યાપ્રેમી મહાનુભાવ શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ ..... ૪૪૫ (૧૭) વિદ્યાપ્રેમી, સુધારવાંછુ, ઉદારચિત્ત શ્રી લાલચંદજી શેઠી ........ ૪૪૮ (૧૮) ધર્માનુરાગી સખીદિલ અગ્રણી શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી .... ૪૪૯ (૧૯) સૌજન્યમૂર્તિ, સેવાભાવી શ્રી શાદીલાલજી મ... ૪પર (૨૦) વ્યવહારદક્ષ, ધર્માનુરાગી શેઠ શ્રી કચરાભાઈ હઠીસિંગ.......... ૪૫૪ (૨૧) રામી , દાનપ્રેમી ઉદ્યોગપતિ શ્રી હિમચંદ કપૂરચંદ શાહ ...... ૪૫૬ (૨૨) સમાજહિત તત્પર શેઠ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ... . . . • • • • • - ••• ૪૫૮ Page #21 -------------------------------------------------------------------------- ________________ XVII ••. ૪૬ ૧ A. ૪૭૬ ४८६ ૪૩ ૧૨. રાજપુરુષો (૫ ૪૬૧થી ૫૦૩) (૧) મહાત્મા ગાંધી : આત્મમાર્ગના પરમ ઉદ્ધારક.... (૨) પ્રજાની લોખંડી ઢાલરૂપ ૫ સરદારશ્રી .................. . . . ૪૬૬ (૩) રાષ્ટ્રમાણ શ્રી જવાહરલાલ નહેરૂ......... .. ૪૬૮ () રાષ્ટ્રના શાણા સુકાની શ્રી લાલબહાદુર શાસ્ત્રી. .. ૪૭૧ (૫) અદનાના પ્રતિનિધિ શ્રી રફ અહમદ કડવાઈ........ (૬) ભાંગ્યાના ભેરુ ઈન્દુચાચા......... . ૪૭૮ (૭) કલ્યાણભાવનાનું વિરલ દૃષ્યત: શ્રી કામરાજ નાદર....... . ૪૮૨ (૮) ત્યાગમૂર્તિ નરવીર: દરબાર શ્રી ગોપાળદાસ... - ૪૮૫ (૯) સ્વ. મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી...... (૧૦) મૃત્યુપંથના બે હમ હી : શ્રી પુરુષોત્તમદાસ ટંડન અને બૅ. બિધાનચંદ્ર રોય.......... (૧૧) સ્વદેશવત્સલ ભેખધારી લોકસેવક શ્રી બળવંતરાય મહેતા...... (૧૨) ભારતની શ્રેષ્ઠતાના પ્રતિનિધિ ડૉ. રાધાકૃષ્ણનું.. ૪૯૭ (૧૩) નેકદિલ રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીરહુસેન........ પ૦૦ . ૧૩. ધર્મક્રિયાપ્રેમીઓ (પૃ. ૫જથી પર૫) (૧) કરુણામૂર્તિ શ્રી જયંતિભાઈ માસ્કર....................... ૫૦૪ (૨) ધર્મવીર, સેવાવીર શ્રી ગિરધરભાઈ દત્તરી.................. ૫૦૫ (૩) જાતના જોખમે જીવો રક્ષનાર ધર્માત્મા શ્રી હઠીસિંગભાઈ રતનચંદ ૫૦૮ જી ધર્મજાગૃતિથી સત્તાને શોભાવનાર શ્રી મોહનલાલ પોપટલાલ શાહ ૫૧૦ (૫) સમતાપ્રેમી તપસ્વી શ્રી ચમચંદ્રભાઈ ......... ૫૧૨ (૬) ધર્મક્રિયાપ્રેમી શ્રી ક્લચંદભાઈ ખીમચંદ શાહ. . . . . . . . (૭) ધર્માત્મા શ્રી ચંદનમલજી નાગોરી ...... પર૦. (૮) ધર્મપુરુષ શ્રી ઉમેદચંદભાઈ બરોડિયા.... © નખશિખ ધર્મમૂર્તિ મોહનકાકા (શ્રી મોહનલાલ ગિરધરલાલ ભોજક) પર૩ ૧૪. સમાજસેવકે (પૃ. પર૬થી ૬૦૮) (૧) કોન્ફરન્સના પિતા શ્રી ગુલાબચંદજી હા ..... ૫૨૬ (૨) સંઘરક્ષક સત્યનિષ્ઠ શેઠ શ્રી જૂઠાભાઈ સાકરચંદ............ (૩) સુધારા-પ્રવૃત્તિના શિરછત્ર શ્રી મણિલાલ મોકમચંદ શાહ....... પ૨૮ ૫૧૬ • • • • • • •..... પરર ૫૨૭ Page #22 -------------------------------------------------------------------------- ________________ XIX પ૩૩ ૫૩૪ . ૫૪૫ ૫૪૮ જી કાર્યનિષ્ઠ શેઠ શ્રી આનંદરાજ સુરાણા ......... (૫) જૈનશાસનના જાગૃત પ્રહરી શ્રીયુત જવાહરલાલજી નાહટા..... (૬) કષાયમુક્ત સંઘ-મોવડી શ્રી મોતીલાલ વીરચંદ શાહ....... (૭) મહામના સર મણિલાલ બાલાભાઈ નાણાવટી .............. . ૫૩૬ (૮) સાધુચરિત શ્રી મનસુખભાઈ તારાચંદ મહેતા. ૫૪૦ (૯) પીઢ, ઠરેલ કાર્યકર શ્રી છૌટાલાલ ત્રિકમલાલ પરીખ... (૧૦) પ્રતિભાશીલ સંઘસેવક શ્રી મોહનલાલ ભ. ઝવેરી. . ૫૪૬ (૧૧) વિદ્યાપ્રેમી, સેવાભાવી શ્રી કસ્તૂરમલજી બાંઠિયા ... (૧૨) આદર્શ નગરસેવક શ્રી જીવરાજ ભાણજી શાહ ...... ૫૪૯ (૧૩) કસાયેલ કચ્છી શ્રી ખીમજી માડણ ભુજપુરિયા પપર (૧૪) પંજાબ-સંઘના અગ્રણી લાલા બાબુરામજી જેને.. .. પપ૭ (૧૫) નગરસેવક શ્રી મનસુખભાઈ રાઘવજી દોશી . . ૫૫૮ (૧૬) સૌના સેવાપરાયણ સ્વજન શ્રી નાગકુમારભાઈ મકાતી ...... પ૬૧ (૧૭) સ્વસ્થતા, સેવા, સહૃદયતાનો ત્રિવેણીસંગમ શ્રી કુંદનમલજી ફિરોદિયાપ૬૪ (૧૮) વિદ્યાપ્રેમી શ્રેષ્ઠી શ્રી મણિલાલ મોહનલાલ ઝવેરી............ પ૬૬ (૧૯) દષ્ટિવંત કર્મવીર શ્રી રામજીભાઈ કમાણી ................. ૫૬ ૭ (૨૦) સેવાના ચિરાગ શ્રી ચંદુભાઈ સારાભાઈ મોદી .............. પ૬૯ (૨૧) સ્વસ્થતા, નિખાલસતા, શાણપણના ભંડાર શ્રી મનુભાઈ કાપડિયા પ૭૦ (૨૨) સેવાઘેલા શ્રી કિરચંદભાઈ છેઠરી...................... ૫૭૨ (૨૩) મૌની, કાર્યનિષ્ઠ સેવક શ્રી કાંતિલાલ કોચ . ............... પ૭૩ (૨) કૌશલ અને સૌજન્યના સમન્વયકાર ડો. કીર્તિલાલ ભાણસાળી ... પ૭૬ (૨૫) દ અને દુનિયાના વિસામા ડો. મનસુખલાલ 2. શાહ. ...... ૫૮૦ (૨૬) સજ્જન, ધર્માનુરાગી કાયદાશાસ્ત્રી શ્રી હીરાલાલ હાલચંદ દલાલ ૫૮૩ (૨૭) ગ્રંથરત્નોની સનિષ્ઠ પ્રકાશક બંધુબેલડી શ્રી શંભુભાઈ અને ગોવિંદભાઈ .......... •.... ૫૮૪ (૨૮) સ્વસ્થ, સંસ્કારી જીવન/કટુંબના ઘડવૈયા ડો. કેશવલાલ મલકચંદ પરીખ........ પ૯૦ (૨૯) સત્યનિષ્ઠ, ભડ નરવર શ્રી મહેન્દ્રભાઈ લાલા .... પ૯૩ (૩૦) રાષ્ટ્રીય સેવકરત્ન શ્રી કલ્યાણજીભાઈ.... ૫૯૫ (૩૧) સંઘ અને રાષ્ટ્રના સેવક શેઠ શ્રી અચલસિંહજી........ .. ૫૭ Page #23 -------------------------------------------------------------------------- ________________ xx (૩ર) રાષ્ટ્ર અને જૈનસંઘના વત્સલ મિત્ર શ્રી રાજી .............. (૩૩) રાષ્ટ્રપ્રહરી, સમાજવત્સલ કર્મપુરુષ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ૬૦૦ (૩૪) વિરલ વિભૂતિ ડૉ. સુમંત મહેતા .......... ......... ૬૦૫ (૩૫) સેવારસિયા, આખાબોલા શ્રી મણિયાકાકા ................... ૬૦૬ ૧૫ સ્ત્રીરત્નો (૫ ૬૦થી ૬૨૨) : (૧) નયનહીનોનાં રાહબર શ્રીમતી હેલન કેલર ...... . ૬૯ (૨) નારીની સર્જનશક્તિનું આહ્લાદક દૃગંત શ્રી આશાપૂણદિની.... ૬૧૧ (૩) આદર્શ નારીજીવનનાં પ્રતિનિધિ શ્રીમતી શારદાબહેન મહેતા..... ૬૧૫ (૪) આત્મલક્ષી પંડિતા બ્રહ્મચારિણી શ્રી ચન્દ્રાબાઈ.............. ૬૧૬ (૫) સેવાવ્રતી રાજકુમારી અમૃતકૌર .................... ૬૧૭ (૬) ધર્મરત સેવાવ્રતી શ્રી મેનાબહેન ...................... ૬૧૮ (૭) નારીશક્તિનાં પ્રતીક: શ્રી લીલાવતીબહેન કામદાર........... ૬૨૧ પુરવણી (વિભાગ ૪) સેવાનિષ્ઠ મુનિશ્રી વલ્લભદત્તવિજયજી ...... ... ૬ ૨૩-૬ ૨૪. Page #24 -------------------------------------------------------------------------- ________________ અમૃત સમીપે संसारविषवृक्षस्य द्वे फले मृतोपमे । काव्यामृतरसास्वादः सङ्गतिस्सुजनैस्सह ॥ (સંસારવિષવૃક્ષે છે બે ફળો અમૃતોપમ : કાવ્યામૃતરસાસ્વાદ, સંગતિ સુજનો તણી.) ♦ હતેષુ વેહેવુ મુળા ઘરન્તે । (નાટ્યકવિ ભાસ) (હણાય દેહો, ગુણ તો ટકે છે.) મહામૃત્યુમાંથી અમૃતસમીપે નાથ, લઈ જા. ( કવિશ્રી. ન્હાન્હાલાલ ) Page #25 -------------------------------------------------------------------------- ________________ વિધાયક ધર્મદ્રષ્ટિ કેટલાંક સુલક્ષણો સાચા આત્મસાધકનું પહેલું કાર્ય આત્મસાક્ષાત્કાર કરવાનું હોય છે; તે સિદ્ધ થયા પછી જ લોકકલ્યાણ કે વિશ્વકલ્યાણ માટેની વ્યાપક પ્રવૃત્તિ હાથ ધરવાની હોય છે. પણ ત્યાગમાર્ગના અંચળાનો સ્વીકાર કરવાની સાથે પોતાનું લોકગુરુ અને વિશ્વનાગરિક તરીકે સર્વમંગલકારી રૂપાંતર થઈ જાય છે એ પાયાની વાત કોઈ અતિવિરલ આત્મસાધક જ સમજે સ્વીકારે છે.” સંસારને સમજવો, એના સારાસારનો વિવેક કરવો અને એનો લાભ મેળવી શકાય એવી ઉપાય-શોધ કરવી એ જ સંસારમાંથી સાર નિપજાવવાનો સાચો માર્ગ છે. સંસારને અસાર કહ્યો એ પણ એની આસક્તિમાંથી માનવી ઊગી જાય એટલા માટે – બાળક ગળપણના વધારે પડતા નાદમાંથી ઊગરી જાય એ માટે ગળપણની હલકાઈનું ગાન કરવામાં આવે એ રીતે ! બાકી તો સંસાર એ તો સંસાર જ છે; એને સારભૂત કે અસારભૂત બનાવનાર માનવી પોતે જ છે !” - “જો આપણે પૂર્વગ્રહોથી, અજ્ઞાન કે અંધશ્રદ્ધાથી મુક્ત બની શકીએ, તો આપણને એ સમજતાં અને સ્વીકારતાં વાર ન લાગવી જોઈએ, કે વિદ્યા એ તો પવન, પ્રકાશ અને પાણી કરતાં પણ વધુ અસરકારક અને વધારે શક્તિશાળી જીવનપ્રદ તત્ત્વ છે; એ તત્ત્વની સમુચિત સાધનાથી જ માનવી સાચો માનવી બની શકે છે અને જીવનને ઊર્ધ્વગામી કરી શકે છે. વિદ્યા જેમ વ્યક્તિના ઘડતરનું અમોઘ સાધન છે, તેમ સમાજના ઉત્થાનનો પણ પાયાનો ઉપાય છે. એટલે તેનું ક્ષેત્ર વ્યાપક રહે એમાં જ માનવજાતનું કલ્યાણ છે.” (લેખકશ્રીની લોકપૂજકતાના બોધક ચમકારા) Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન વિધાના વિદ્વાનો (૧) શ્રીમદ્ગી જીવન-સાધના કાર્તિકી પૂર્ણિમાનું પુણ્યપર્વ એ શ્રીમદ્ રાજચંદ્રના જન્મદિવસનું પણ પુણ્યપર્વ છે. વિક્રમ સંવત્ ૧૯૨૪માં (ઈ.સ. ૧૮૯૭માં) કાર્તિકી પૂર્ણિમાને દિવસે, સૌરાષ્ટ્રમાં વવાણિયા ગામમાં તેઓનો જન્મ થયો હતો. શ્રીમને બાલ્યવયથી જ આત્મદર્શનની ઝંખના લાગી હતી અને આત્મજ્ઞાનની પ્રાપ્તિની દિશામાં જ એમનું મન વિશેષ ગતિશીલ રહેતું હતું. પરિણામે, એમની સામાન્ય પ્રવૃત્તિ સ્વાભાવિક રીતે આવી પડેલ સાંસારિક ફરજોને પૂરી કરવા તરફ વળેલી હોવા છતાં, એમનો વિશિષ્ટ પ્રયત્ન તો હંમેશાં આત્મસાધનાની દિશામાં ક્રમે-કમે આગળ વધવાનો જ રહેતો. એમનું જીવન જ્ઞાન અને ક્રિયાની અને એના અંગરૂપ ઉગ્ર તપશ્ચર્યા અને ધ્યાનની ઉત્કટ સાધનાને જ સમર્પિત થયું હતું. શ્રીમદ્દનું જીવન એક સાચા જીવનસાધક સંતપુરુષનું કે યોગની સાધનામાં જીવન અને સર્વસ્વ સહર્ષ સમર્પિત કરનાર યોગી-પુરુષનું જીવન હતું. એમની એકમાત્ર ઝંખના આત્મામાં પરમાત્મભાવ પ્રગટાવવાની હતી. તેઓ સાચા અર્થમાં મોક્ષમાર્ગના પુણ્યપ્રવાસી હતા. એ પ્રવાસમાં ભારરૂપ બની રહે એવી આંતર-બાહ્ય સામગ્રીનો ત્યાગ કરતાં તેઓ ક્યારેય ખમચાતા ન હતા, અને એમાં ઉપકારક બની રહે એવી સામગ્રીને શોધી શોધીને તેઓ વિના સંકોચ એનો સ્વીકાર કરતા હતા. , આમ કરવામાં પંથ કે સંપ્રદાયની પરંપરાગત રૂઢ માન્યતાઓ કે વાડાબંધીઓ એમને રોકી શકતી ન હતી. તેથી જ તો કુટુંબની કુળપરંપરાગત ધર્મશ્રદ્ધા વૈષ્ણવ ધર્મ પ્રત્યેની હતી, અને પોતાનું વલણ પણ શરૂઆતમાં એ તરફનું Page #27 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે જ હતું; છતાં છેવટે, નાની ઉમરમાં જ, હંસની જેમ નીર-ક્ષીરનો વિવેક કરીને, શ્રીમદે માતૃકુળની જૈનધર્મ પ્રત્યેની આસ્થાને અપનાવી લીધી, જૈનધર્મે પ્રરૂપેલ આત્મસાધનાનો પોતાના જીવનધ્યેય તરીકે સ્વીકાર કર્યો. સત્યની શોધની અને એનો સ્વીકાર કરવાની તેઓની આ તાલાવેલી અતિવિરલ અને દાખલારૂપ બની રહે એવી હતી. આ રીતે શ્રીમદ્ની ધર્મશ્રદ્ધા જેનધર્માભિમુખ બની અને તેઓ જૈનદર્શનના મર્મજ્ઞ વિદ્વાન બન્યા, છતાં એમની શ્રદ્ધા એકપક્ષી, એકાંગી કે કદાગ્રહરૂપ બનીને કયારેય અંધશ્રદ્ધામાં કે સાંપ્રદાયિક કટ્ટરતામાં ન પરિણમી એ એમની અસાધારણ વિશિષ્ટતા હતી. નહીં તો, સમજપૂર્વક પોતાના પરંપરાગત ધર્મનો ત્યાગ કરીને બીજા ધર્મનો સ્વીકાર કરનાર વ્યક્તિમાં મોટે ભાગે સાંપ્રદાયિક કદાગ્રહ, અંધશ્રદ્ધા કે અતિશ્રદ્ધા પ્રગટ થયા વગર ભાગ્યે જ રહે છે. શ્રીમદ્ આ દૂષણથી બચી શક્યા તે એમની આત્મજાગૃતિ, સત્યશોધક દૃષ્ટિ અને ગુણગ્રાહક મનોવૃત્તિને કારણે જ. આવા આત્મોપકારક સદ્દગુણોને લીધે જ એમનાં વાચન અને શાસ્ત્રાભ્યાસ જૈન ધર્મ અને જૈન દર્શનના ગ્રંથો પૂરતાં મર્યાદિત રહેવાને બદલે અન્ય ધર્મો અને દર્શનોના ગ્રંથોના વાચન-મનન-ચિંતન કરવા જેટલાં વ્યાપક બની શક્યાં હતાં. જેમ શ્રીમદ્દનું વાચન વિશાળ અને ઉદાર હતું, તેમ એમનું સાહિત્યસર્જન પણ વિપુલ અને વિવિધ-વિષયસ્પર્શી હતું. એમની ગદ્ય અને પદ્ય બન્ને પ્રકારની રચનાઓ તત્ત્વજ્ઞાન કે અધ્યાત્મસાધના જેવા ગહન વિષયોને સરળ, મધુર અને હૃદયસ્પર્શી ભાષા અને શૈલીમાં રજૂ કરતા ગુજરાતી ભાષાના ઉત્તમ નમૂના બની રહે એવી છે. અંતરમાં આવા વિષયો રમમાણ તેમ જ સ્વાનુભવગમ્ય બનીને આત્મસાત્ બન્યા હોય તો જ એના નિરૂપણમાં આવું સુગમપણું તેમ જ સચોટપણું આવી શકે. આમ થવાનું મુખ્ય કારણ એ છે, કે શ્રીમદે કેવળ સાહિત્યનું સર્જન કરવા ખાતર, પોતાના પાંડિત્યનું પ્રદર્શન કરવા ખાતર કે નામના, કીર્તિ કે પ્રતિષ્ઠા મેળવવા ખાતર ક્યારેય પોતાની કલમનો ઉપયોગ કર્યો નથી. ગદ્ય અને પદ્ય રચનાઓ પાછળની એમની મુખ્ય દૃષ્ટિ આત્મસાધનાની પોતાની તીવ્ર ઝંખનાને, ધારણા મુજબ એ માર્ગે આગળ નહિ વધવા અંગેની અંતરની ઊંડી વેદનાને કે આવો ઉત્તમ માર્ગ પોતાને લાધ્યો તે માટેની અપૂર્વ આલાદની લાગણીને વાચા આપવાની તેમ જ જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને સંતોષવાની અને સાધનામાર્ગના અભ્યાસીને યોગ્ય દિશાસૂચન કરવાની હતી. શ્રીમની પત્રધારા પણ કેટલી વિપુલ, સારગ્રાહી અને અનેકવિષયસ્પર્શી છે ! Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કેટલી નાની ઉંમરે એમનામાં સાહિત્યસર્જનની પ્રતિભા જાગી ઊઠી હતી! અને છતાં એનાથી મળતી ખ્યાતિ પ્રત્યે તેઓ કેટલા બધા અનાસક્ત હતા ! એમની આ અનાસક્તિએ જ એમની વાણીમાં એક સંતપુરુષની વાણીની જેમ, ધર્મવાણીનું અમૃત ભરી દીધું હતું. એમની કૃતિઓ વાંચતાં જાણે શ્રીમદ્દનું જીવન અને એમની યોગસાધના સહૃદય વાચકના અંતરને સ્પર્શી જાય છે.. શ્રીમની અંતરની ઝંખના તો, એમણે પોતે જ “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો’ એ કાવ્યમાં લાગણીભીના શબ્દોમાં વર્ણવ્યું છે તેમ, બાહ્યદૃષ્ટિએ તેમ જ અંતરથી આદર્શ ત્યાગી-સાધુ-નિગ્રંથ જ બનવાની હતી. પણ, ભવિતવ્યતાના યોગે, તેઓ ઘર અને સંસારીનો વેશ તજીને ત્યાગી-વૈરાગી-સાધુનો વેશ ધારણ નહોતા કરી શક્યા. અને છતાં તેઓ અંતરથી સાચા ત્યાગી, વૈરાગી અને સંયમી હતા એમ એમના જીવન અને એમની સાધનાના કોઈ પણ અભ્યાસીને લાગ્યા વગર નહીં રહે. તેઓનું ભાગ્યનિર્માણ એક આદર્શ જીવનસાધક ગૃહસ્થ સંત તરીકે આત્મધર્મની દાખલારૂપ ઉપાસના કરી બતાવવાનું હતું. એમ લાગે છે કે કોઈ પૂર્વભવનો યોગસાધક આત્મા પોતાની અધૂરી યોગસાધનાને પૂર્ણતાની દિશામાં આગળ વધારવા માટે જ શ્રીમદ્ રાજચંદ્ર રૂપે અવતર્યો હતો. શ્રીમનું જીવન અને શ્રીમનું જ્ઞાન પૂર્વભવની સાધનાનો, પુનર્જન્મના અસ્તિત્વનો અને આત્મામાં રહેલી અસાધારણ-અભુત શક્તિઓનો બોલતો અને પ્રતીતિકર પુરાવો બની રહે એવાં છે. આટલો વિશાળ શાસ્ત્રાભ્યાસ, આટલું વિપુલ સાહિત્યસર્જન અને આટલી ઉત્કટ આત્મસાધના – અને એ પણ ઘરસંસારમાં રહેવા છતાં – કરીને ૩૪મે વર્ષે તો એમનું જીવન સંકેલાઈ ગયું ! આ ઉપરથી શ્રીમદ્દનું જીવન સામાન્ય જનસમૂહને તેમ જ સર્વ-કોઈને જાણે મૂકપણે એવું ઉદ્ધોધન કરે છે કે નિષ્ઠાવાનું અને અપ્રમત્ત આત્મસાધકને વેશની કે વયની કોઈ મર્યાદા નડતી નથી – ગુણ: પૂનાથા ગુન ૨ નિકો ને ૨ વય: I (અર્થાત્ ગુણવાનોમાં ગુણો એ જ પૂજવા યોગ્ય બાબત છે; તેનું સ્ત્રી-પુરુષપણું કે તેની વય નહિ.) શ્રીમની જીવનસાધના અને એમણે મેળવેલી જીવન-સિદ્ધિ આત્મસાધકો અને ભૌતિકવાદીઓ બન્નેને માટે દીવાદાંડીની ગરજ સારે એવી છે. શ્રીમદ્દની સ્મરણશક્તિ ખૂબ તીવ્ર હતી. એમને નાનપણથી જ પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું હતું. શતાવધાન, જ્યોતિષના બળે ભવિષ્ય જાણવાની તેમ જ બીજી પણ જનસમૂહને હેરત પમાડે એવી અભુત શક્તિઓ કે લબ્ધિઓનો એમનામાં સારા પ્રમાણમાં ઉન્મેષ થયો હતો. પણ આ બધી મોહક ઇંદ્રજાળ Page #29 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે આત્મસાધનામાં કેટલી નુકસાનકારક છે એનો ખ્યાલ આ આત્મસાધક સંતપુરુષને પહેલેથી જ આવી ગયો, કીર્તિ અને અર્થપ્રાપ્તિની આસક્તિને માર્ગે યોગસાધનાને તાણી જનાર આ લોભામણી બાબતોથી તેઓ તરત જ ચેતી ગયા અને એ તરફથી એમણે સદાને માટે પોતાનું મુખ ફેરવી લીધું ! ઙ આ રીતે કીર્તિ અને સંપત્તિની મોહજાળમાંથી મુક્ત થનાર આત્મા મંત્રતંત્રના માર્ગે કે જડ બાહ્ય ક્રિયાકાંડોમાં પોતાનાં સમય અને શક્તિનો અપવ્યય કરવાનું હગિજ મંજૂર ન રાખે એ સમજી શકાય એવી વાત છે. એકાગ્રપણે એકાંતમાં આત્મચિંતન અને ધ્યાન કરવા માટે તેઓએ આટલા ટૂંકા આયુષ્યમાં પણ, ગમે તે રીતે સમય કાઢીને, પહાડો અને વનજંગલોમાં કેટલો બધો નિવાસપ્રવાસ કર્યો હતો ! તેઓનું લક્ષ્ય તો મોટે ભાગે આત્મોદ્ધારનું જ રહ્યું, અને પોતે જગદ્વારક હોવાનો દાવો ક્યારેય ન કર્યો એ શ્રીમદ્ની વિરલ કહી શકાય એવી વિશેષતા હતી; અને છતાં કેટલા બધા જીવોને એમના દ્વારા આત્મકલ્યાણની પ્રેરણા મળી હતી ! વડલાને શીળી છાયાને માટે અને સરિતાને મધુર-શીતળ જળ માટે કોઈને આમંત્રણ આપવા જવું પડતું નથી. સત્યગામી જ્ઞાન અને નિર્મળ આચરણ : આટલું હોય પછી એવી વ્યક્તિનું જીવન બીજાઓ ઉપર અસર કરનારું કે એમને પ્રેરણા અને માર્ગદર્શન કરાવનારું બને એમાં નવાઈ નથી. મહાત્મા ગાંધીજીના જીવન ઉપર શ્રીમની અસર થઈ એ એમની જ્ઞાન અને આચરણની આવી સુવિશુદ્ધિને લીધે જ. નિર્મળ અને નિષ્ઠાભરી જીવનસાધનાને બળે શ્રીમના આત્મામાં પ્રગટેલ મહાનતા અને મહાનુભાવતાએ મહાત્મા ગાંધીજી અને બીજી અનેક વ્યક્તિઓના જીવન ઉપર પ્રભાવ પાડ્યો હતો. નિર્મળ આત્મશક્તિનો જ એ મહિમા હતો. અત્યારે શ્રીમદ્ના જે કંઈ આશ્રમો ચાલી રહ્યા છે, એમાં આત્મસાધકોની અને ખાસ કરીને વ્યાપક અને ઉદાર દૃષ્ટિબિંદુ ધરાવતા મર્મસ્પર્શી વિદ્વાનોની જે તંગી ઉત્તરોત્તર વધતી જાય છે તે દૂર કરવાનો સમર્થ પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે. આવા આશ્રમોનો મહિમા એનાં મકાનો કે એની સ્થૂળ સમૃદ્ધિથી નહીં, પણ એમાં વસતા સાધકો અને વિદ્વાનોથી જ છે એ વાત શ્રીમના અનુરાગીઓને સમજાવવાની ન હોય. do સર્વધર્મના મૂળ ગ્રંથોના અવગાહન દ્વારા, વ્યાપક ઉદારતા દ્વારા અને સર્વ ધર્મ પ્રત્યે સમભાવભરી ગુણગ્રાહક દૃષ્ટિ દ્વારા શ્રીમદે પોતાના જીવન કે આત્માનો ઉત્કર્ષ સાધ્યો હતો. શ્રીમના અનુયાયીઓની દૃષ્ટિ આવી ઉદાર અને ગુણગ્રાહક હોય એ જરૂરી છે. અન્ય ધર્મ, પંથ કે ફિરકાના અનુયાયીઓની જેમ તેઓ પણ Page #30 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી વાડાબંધીમાં અટવાઈ જાય (અને અમારી નમ્ર સમજ પ્રમાણે, અત્યારે મોટે ભાગે આવું જ બન્યું છે) તો શ્રીમદ્નું જીવન અને કાર્ય ગમે તેટલી ઉચ્ચ કે વિશિષ્ટ કોટિનું હોય, તો પણ એની અસર સામાન્ય જનસમૂહ સુધી પહોંચાડવાનું કાર્ય ઘણું મુશ્કેલ બનવાનું છે એ ચોક્કસ સમજી રાખવું, સામાન્ય જનતા તો બધા ધર્મોની મુલવણી શાસ્ત્રોના આધારે નહીં, પણ એના અનુયાયીઓના વર્તનને આધારે જ કરવા ટેવાયેલી છે. (તા. ૭-૧૧-૧૯૩૫, ૨૭-૧૧-૧૯૬૬ અને ૧૮-૧૧-૧૯૭૭ના લેખોમાંથી) (૨) પ્રજ્ઞાચક્ષુ શીલસમારાધક પંડિત સુખલાલજી અમદાવાદમાં તા. ૨-૩-૧૯૭૮ ગુરુવારના રોજ, ૯૭ વર્ષની પરિપક્વ વયે પંડિતવર્ય શ્રી સુખલાલજી સંઘવીનો સ્વર્ગવાસ થતાં, ભારતીય વિદ્યા, જૈન વિદ્યા અને ભારતીય દર્શનોની વિવિધ શાખાઓના પ્રકાંડ, અધિકૃત વિદ્વાન અને ભારતના ગૌરવ સમા જીવનસાધક મહાપુરુષ આપણાથી સદાને માટે વિદાય થયા ! પંડિતજીની જ્ઞાનોપાસના જેમ મર્મસ્પર્શી, સર્વસ્પર્શી, સત્યમૂલક અને સારગ્રાહી હતી, તેમ એ જીવનસ્પર્શી પણ હતી. આવી જીવનસ્પર્શી જ્ઞાનસાધનાને લીધે તેઓનું જીવન ખૂબ ઉજ્જ્વળ, ઉન્નત અને ધર્મપરાયણ બન્યું હતું. એમની આ ધર્મપરાયણતા એમનાં સમગ્ર વિચાર, વાણી અને વર્તનની મંગળકારી એકતા રૂપે તેમ જ અહિંસા, કરુણા અને વાત્સલ્ય રૂપે એમના નિકટના પરિચયમાં આવનાર સૌકોઈને અનુભવવા મળતી. “સાચું જ્ઞાન તેને જ કહેવાય કે જેનો ઉદય થયા પછી રાગ-દ્વેષ વગેરેની પરિણતિ મંદ પડવા લાગે” : પંડિતજીનું દીર્ઘ અને સત્યપરાયણ જીવન આ શાસ્ત્રવચનની યથાર્થતાની સાક્ષી પૂરે છે. માનવસમાજના વિકાસ અને કલ્યાણમાં અવરોધરૂપ બની જતા જરીપુરાણા વિચારો, આચારો, રીતરિવાજો તેમ જ અજ્ઞાન અને અંધશ્રદ્ધાનો તેઓ હંમેશાં સજ્જડ વિરોધ કરતા અને પ્રગતિકારક નવીન વિચારસરણી અને કાર્યવાહીને ઉમળકાથી આવકારવા સજ્જ રહેતા. આમ કરવા જતાં સમાજના રૂઢિગ્રસ્ત વર્ગ તરફથી જે કંઈ સંકટ આવી પડે તેને સહી લેતા. પંડિતજી સાચા અર્થમાં સુધારક હતા, અને કોઈ પણ પ્રશ્ન કે વાત ઉપર પોતાની આગવી બુદ્ધિપ્રતિભાથી સ્વતંત્ર ચિંતન કરીને એના હાર્દને પામવાનો પુરુષાર્થ કરવો એ એમનો સહજ સ્વભાવ હતો. તેઓના જીવનની કેટલીક વિગતોથી માહિતગાર થઈએ : પંડિત શ્રી સુખલાલજીનો જન્મ તા. ૮-૧૨-૧૮૮૦ના રોજ એક જૈન Page #31 -------------------------------------------------------------------------- ________________ + અમૃત-સમીપે વ્યાપારી વિણક કુટુંબમાં થયો હતો. સૌરાષ્ટ્રના ઝાલાવાડ પ્રદેશનું નાનુંસરખું લીમર્લી ગામ એ પંડિતજીનું વતન. એમના પિતાનું નામ સંઘજીભાઈ સંઘવી. . બચપણથી જ બુદ્ધિશાળી પંડિતજી જેમ વિદ્યાભ્યાસમાં હંમેશાં આગળ રહેતા, તેમ તરવું, ઘોડેસવારી કરવી, ઘોડાની પીઠ ઉપર સરકસના ખેલાડીની જેમ નોધારા ઊભા રહીને ઘોડાને દોડાવવો વગેરે સાહસોમાં પણ એમને એટલો જ રસ હતો ! અને આટલી વિદ્યાનિષ્ઠા અને આટલી સાહસપ્રિયતાની સાથોસાથ સ્વાશ્રયપ્રિયતા, કહ્યાગરાપણું અને ઘરના કે બહારના કોઈનું પણ કામ હોંશે-હોંશે કરી છૂટવાની તત્પરતા એ એક વિરલ સુયોગ હતો. અને એને લીધે તેઓ શિક્ષકોમાં, કુટુંબમાં અને ગામમાં સૌના પ્રીતિપાત્ર બન્યા હતા. ગુજરાતી સાત ચોપડી પૂરી કરીને એમનું મન અંગ્રેજીના અભ્યાસને ઝંખવા લાગ્યું. પણ પિતાજીને આવા હોશિયાર અને ગુણવાન પુત્રને વિદ્યાને બદલે વ્યાપારમાં જોડવાનું યોગ્ય લાગ્યું; અને સુખલાલ દુકાને બેસવા લાગ્યા. પણ ભાગ્યનિર્માણ કંઈક જુદું જ હતું. પંડિતજીનાં માતા તો ચાર વર્ષની ઉંમરે જ ગુજરી ગયાં હતાં. સગી માતાના હેતને ય ભુલાવે એવાં નવાં માતા આવ્યાં તે ય સુખલાલની ચૌદ વર્ષની ઉંમરે ચાલતાં થયાં ! પંદર વર્ષની ઉંમરે સુખલાલનાં લગ્નની તૈયારીઓ ચાલતી હતી, એટલામાં કન્યાપક્ષમાં કંઈક ઘટના બની અને લગ્ન મુલતવી રહ્યાં ; પણ એ વખતે કોણ જાણતું હતું કે એ લગ્ન હંમેશને માટે મુલતવી રહેવાનાં હતાં ? સોળ વર્ષની ઉંમરે સુખલાલ બળિયાના ભયંકર રોગમાં સપડાઈ ગયા. એ વ્યાધિમાંથી તેઓ માંડમાંડ બચ્યા તો ખરા, પણ એમની આંખોનાં તેજ સદાને માટે હરાઈ ગયાં ! કુટુંબની બધી આશાઓ નિરાશામાં ફેરવાઈ ગઈ, અને આદર્યાં અધૂરાં રહી ગયાં ! વિ. સં. ૧૯૫૩નું (સન ૧૮૯૭નું) એ કારમું વર્ષ ! આ દુર્ઘટનાથી સુખલાલના અંતરમાં ગાઢ અંધકાર વ્યાપી ગયો, પણ ધીમેધીમે કળ વળવા લાગી અને ગામમાં આવતાં જૈન સાધુ-સાધ્વીઓ અને બીજા સંતોની પાસેથી જે કંઈ જાણી કે ભણી શકાય તે ત૨ફ પંડિતજીએ પોતાનું મન વાળી દીધું; જેને કુદરતે છેહ દીધો એને શાસ્ત્રજિજ્ઞાસાએ જીવનના અમર પાથેયનું દાન કર્યું ! મૈં ફ્રેન્ચ, ન પલાયનમ્ (દીનતા નહિ, કે ભાગેડુ-વૃત્તિ નહિ) પંડિતજીનો સાધનામંત્ર બની ગયો. એ સાતેક વર્ષ આ રીતે વીતી ગયાં અને સુખલાલનું મન ઉચ્ચ વિદ્યા-અધ્યયન માટે સ્વસ્થ બની ગયું. એમને હવે પળે-પળે એમ જ થતું કે જ્યાં-ક્યાંય પણ ગંભીર શાસ્ત્રાભ્યાસ થઈ શકે, ત્યાં ગમે તેટલું કષ્ટ વેઠીને પણ પહોંચી જવું; કષ્ટ એ તો પ્રગતિનું પગથિયું છે. એટલે જ તો વિપવ: સન્તુ નઃ શવત્ (‘અમને હંમેશાં Page #32 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી આપત્તિઓ હજો”) – મહાભારતકારે શ્રીકૃષ્ણ પ્રત્યે કુન્તીમાતાના મુખમાં મૂકેલું આ વાક્ય પંડિતજીને ખૂબ પ્રિય હતું. એટલામાં એમને ખબર પડી કે કાશીમાં આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ જૈન વિદ્વાનો તૈયાર કરવા માટે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી છે; અને એમનું મન ગમે તેમ કરીને પણ કાશી પહોંચવા માટે તૈયાર થઈ ગયું, અને કુટુંબની હજાર ના છતાં એક દિવસે પંડિતજી કાશી માટે ગુપચૂપ રવાના થઈ ગયા. પંડિતજી તો મહારથી કર્ણની જેમ એમ જ માનતા હતા કે જીવનવિકાસના માર્ગમાં ભાગ્યે ભલે અવરોધો ખડા કર્યા હોય, પણ પુરુષાર્થ દ્વારા એ અવરોધોને વટાવી જવા એ તો મારા પોતાના હાથની વાત છે ને ! કોણે ઉચ્ચારેલ મહાયજં તુ પોષમ્ (“પણ પુરુષાર્થ કરવાનું તો મારા હાથમાં છે”) એ વાકય તો જાણે પંડિતજીનો જીવનમંત્ર બની ગયું હતું. કાશીમાં ત્રણ વર્ષમાં અઢાર-હજાર-શ્લોકપ્રમાણ “સિદ્ધહેમ' વ્યાકરણ પંડિતજીએ કંઠસ્થ કરી લીધું; સાથે-સાથે ન્યાય અને સાહિત્યનો અભ્યાસ પણ શરૂ કરી દીધો. પણ પછી એમને લાગ્યું કે વધુ ઊંડા અધ્યયન માટે પાઠશાળાનું વાતાવરણ અનુકૂળ નથી; એટલે તેઓ કાશીમાં જ ગંગાના કિનારે એક જુદી ઓરડી રાખીને પોતાના બ્રાહ્મણ મિત્ર વ્રજલાલજી સાથે રહેવા ચાલ્યા ગયા. અહીં આર્થિક મુશ્કેલી તો ઘણી હતી, અને પોતાની ઉત્કટ જિજ્ઞાસાને સંતોષે એવા ગુરુનો સુયોગ થવો પણ સહેલો ન હતો. કડકડતી ટાઢ કે બળબળતા તાપમાં રોજ છેઆઠ-દસ માઈલ ચાલીને પણ તેઓ આવા ગુરુઓ પાસે પહોંચતા. એક વાર તો છેક અમેરિકા જઈ પહોંચવાના પણ મનોરથ કરેલા ! આવા કઠોર અને ગંભીર વિદ્યાઅધ્યયન વખતે પણ ગંગાના ઊંડા અને વેગીલા પ્રવાહમાં સ્નાન કરવાનું એમને મન થઈ આવતું ; કાંડે દોરડું બાંધીને કિનારે તેનો છેડો કોઈને સોંપે, અને પોતે તરવાનો આનંદ માણે ! એક વાર આમ કરતાં તણાઈ જતાં એમના મિત્ર વ્રજલાલજીએ માંડ-માંડ બચાવી લીધા હતા ! ત્રણેક વર્ષમાં કાશીમાં દર્શનશાસ્ત્રનો જે કંઈ અભ્યાસ થઈ શકે એમ હતો, તે પૂરો થયો, એટલે પંડિતજીનું મન નવ્યન્યાયના અધ્યયન માટે મિથિલા પ્રદેશમાં પહોંચવાની ઝંખના કરવા લાગ્યું; એ પ્રદેશ એટલે નવ્ય ન્યાયના પ્રકાંડ પંડિતોની ખાણ. બીજી બાજુ ત્યાંની દરિદ્રતા પણ એવી જ કારમી ! પોતાનું મુખ્ય મથક કાશીમાં રાખીને અવારનવાર પંડિતજી એ પ્રદેશમાં જઈને નવ્ય ન્યાયનો અભ્યાસ કરવા લાગ્યા. ત્યાંનાં ટાઢ અને વરસાદ તો એવાં, કે માણસ હારી જાય. પંડિતજી પાસે આ ટાઢ ઝીલવા માટે એક ગરમ સ્વેટર અને એક જર્જરિત કામળો હતાં. સ્વેટર એમના ગુરુજીને ગમી ગયું, એટલે Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અમૃત-સમીપે પંડિતજીએ એ એમને ભેટ આપી દીધું અને પોતે ઘાસની પથારી અને કામળાના ભરોસે કડકડતી ટાઢનો સામનો કર્યો ! ત્રણેક વર્ષમાં પંડિતજી મિથિલાપ્રદેશનાં ત્રણ ગામમાં ફર્યા. છેવટે દરભંગામાં એમને મહામહોપાધ્યાય પંડિતરત્ન શ્રી બાલકૃષ્ણ મિશ્રનો સમાગમ થયો. એમની પારગામી વિદ્વત્તા અને સહૃદયતાએ પંડિતજીની જિજ્ઞાસાને સંતૃપ્ત કરી દીધી ; એ ગુરુ અને શિષ્ય જિંદગીભરના મિત્રો બની ગયા. આ રીતે હેતાળ સ્વજનો અને પ્રારા વતનથી દૂર નવ વર્ષ જેટલો લાંબો સમય રહીને પંડિતજીએ પોતાનું વિદ્યાઅધ્યયન પૂરું કર્યું, અને તેઓ વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કોષ, સાહિત્ય અને ધર્મશાસ્ત્રોના એક સમર્થ વિદ્વાન બની ગયા, અને દર્શન અને તત્ત્વજ્ઞાનના તો તેઓ પારગામી પંડિત લેખાવા લાગ્યા. જન્મ વૈશ્ય પંડિતજી કર્મે જાણે બ્રાહ્મણનો નવો અવતાર પામ્યા; પણ આ દ્વિજત્વનો સંસ્કાર કેટલો બધો કષ્ટસાધ્ય બન્યો હતો ! તે વખતે પંડિતજીની ઉંમર બત્રીસ વર્ષની હતી. આ બધા સમય દરમ્યાન પંડિતજીએ કેવળ અભ્યાસ જ કર્યો એમ નથી. બંગભંગથી શરૂ થયેલ રાષ્ટ્રીય સ્વાતંત્ર્યના યુદ્ધના બધા તબક્કાઓથી, તેમ જ દેશની સામાજિક અને ધાર્મિક સમસ્યાઓથી પણ પૂરેપૂરા માહિતગાર રહેતા હતા. આ રીતે પંડિતજીના માનસનો સર્વાગીણ વિકાસ થતો રહ્યો એમ કહેવું જોઈએ. પછી તો કેટલાંક વર્ષ આગ્રામાં રહીને અને જરૂર પડ્યે બહારગામ જઈને પણ જૈન સાધુઓને ભણાવવાનું કામ એમણે કર્યું. તે પછી એમના બહુમુખી પાંડિત્ય અને ખાસ કરીને સર્વસ્પર્શી દાર્શનિક વિદ્વત્તાથી પ્રેરાઈને સને ૧૯૨૧માં મહાત્મા ગાંધીજીએ પંડિતજીને ગુજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વ-મંદિરમાં ભારતીય દર્શનોના અધ્યાપક તરીકે બોલાવી લીધા. ત્યાં નવ-દસ વર્ષ દરમ્યાન થયેલ ગાંધીજીના સંપર્ક પંડિતજીના જીવન ઉપર બહુ જ ઊંડી છાપ પાડી. આ સમય દરમ્યાન પંડિતવર્ય શ્રી બેચરદાસજીના સહકારમાં કરેલ જૈન ન્યાયના એક પ્રાચીન આકરગ્રંથ “સન્મતિ-તર્કના સંપાદનથી પંડિતજીની વિદ્વત્તા દેશ-વિદેશમાં વિખ્યાત બની ગઈ. ૧૯૩૦માં સ્વતંત્રતાનું અહિંસક યુદ્ધ શરૂ થયું, અને વિદ્યાપીઠ બંધ થઈ. પંડિતજી દોઢ-બે વર્ષ માટે શાંતિનિકેતનમાં ચાલ્યા ગયા, અને ત્યાં રહીને અંગ્રેજી ભાષાનું જ્ઞાન એમણે મેળવી લીધું. ૧૯૩૩થી ૧૯૪૩ના અંત સુધી પંડિતજીએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જૈનદર્શનના અધ્યાપક તરીકે કામ કર્યું. એ સમય દરમ્યાન એમણે અનેક ગ્રંથોનું સંપાદન-લેખનકાર્ય કર્યું અને અનેક “ચેતનગ્રંથો” (વિદ્વાનો) પણ તૈયાર કર્યા. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પંડિત સુખલાલજી ૧૯૪૪થી પંડિતજી નિવૃત્ત થયા, ત્યારપછી મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં જોડાવાના થોડા ગાળાને બાદ કરતાં, તેઓ કોઈ સ્થાને જોડાયા ન હતા. છતાં એમની આ નિવૃત્તિ અખંડ વિદ્યાસાધનાની પ્રવૃત્તિથી ભરેલી જ હતી; પહેલાં જે કામ પગાર લઈને થતું હતું તે હવે વગર પગારે થતું હતું એટલું જ. છેલ્લાં ૩૨-૩૩ વર્ષ તેઓએ અમદાવાદમાં જ વિતાવ્યાં હતાં. પંડિતજીના સામાજિક અને ધાર્મિક વિચારો સદા પ્રગતિશીલ અને ક્રાંતિકારી રહ્યા છે. અજ્ઞાન, અંધશ્રદ્ધા અને સાંપ્રદાયિક સંકુચિતતાની તેઓ હંમેશાં કડક સમાલોચના કરતા રહેતા. માનવમાત્રની તેમ જ સ્ત્રી-પુરુષની સમાનતા એ જ પંડિતજીનો સામાજિક આદર્શ હતો; એની પાછળ અહિંસાની ભાવના રહેલી હતી. (તા. ૧૧-૩-૧૯૭૮) પંડિતજીનું પાંડિત્ય એમના બહુશ્રુતપણામાં અને ઊંડા શાસ્ત્રીય જ્ઞાનમાં તો પ્રતિબિંબિત થાય છે જ; પણ એમના પાંડિત્યની વિશેષતા કંઈ એટલા પૂરતી જ મર્યાદિત નથી. પંડિતજીના પાંડિત્યની વિશેષતા તો છે એમની સમન્વયશોધક વેધક દૃષ્ટિમાં. ધર્મગ્રંથોમાં માનવ-માનવ વચ્ચે ભેદભાવની દીવાલો ખડી કરીને લોકસમૂહમાં બંધુભાવની લાગણી જન્માવવાને બદલે પારસ્પરિક વિરોધભાવની લાગણી જન્માવનારાં તત્ત્વો પણ ભર્યાં પડ્યાં છે; અને એથી ધર્મો કે દર્શનો જીવોને પરસ્પર નજીક લાવનારાં તત્ત્વોને બદલે એકબીજાની વચ્ચે અલગતાવાદનો પડદો ખડો કરનારાં તત્ત્વોને જ ઉત્તેજન આપતાં રહ્યાં છે. ત્યારે સાચા અને નકલી ધર્મગ્રંથો વચ્ચેના ભેદને બરાબર પારખી લઈને, સમન્વયગામી અસંખ્ય તત્ત્વોની શોધ કરીને પંડિતજીએ માનવતાની મહાન સેવા બજાવી છે. એમ કરીને તેઓ સર્વ ધર્મો અને સર્વ દર્શનોના સમન્વયના સમર્થ પંડિત તરીકેની વિરલ ખ્યાતિને વર્યા છે. માણસ-માણસ વચ્ચે ઊંચ-નીચપણાના અવાસ્તવિક ભેદનું પોષણ કરનાર કોઈ પણ પ્રવૃત્તિ, કોઈ પણ શાસ્ત્રગ્રંથ કે કોઈ પણ મહાન ગણાતી વ્યક્તિનું પણ પંડિતજીને મન જરા પણ મૂલ્ય નથી, લેશ પણ મહત્તા નથી. અને માનવજાતને બંધુભાવ કે મિત્રભાવની સાંકળે સાંકળી લેનાર અદનામાં અદની પ્રવૃત્તિ કે વ્યક્તિનું પણ પંડિતજીને મન ભારે મૂલ્ય છે. પોતાનું જીવન સતત પ્રગતિશીલ હોવાને કારણે પંડિતજીને પ્રગતિરોધક તત્ત્વો સામે ભારેમાં ભારે અણગમો છે, અને એવાં તત્ત્વોની સામે એક બળવાખોરની જેમ ઝૂઝવામાં પંડિતજી અનેરો આનંદ અનુભવે છે; એટલું જ નહીં, એમ કરીને સમાજને જાગૃત બનાવવો એ પોતાની ફરજ છે એમ જ તેઓ માને છે. જ્યારે પણ આવો નાનો કે મોટો પ્રસંગ ઉપસ્થિત થાય, ત્યારે મક્કમપણે એની સામે થવામાં તેઓ પોતાના જીવનની ચરિતાર્થતા અનુભવે છે. (તા. ૧૦-૧૨-૧૯૫૫) Page #35 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે પોતાની અવિરત જ્ઞાનસાધના દ્વારા પંડિતજીએ ભારતીય સંસ્કૃતિની અને એમાં ય ખાસ કરીને જૈનસંસ્કૃતિની જે બહુમૂલી સેવા કરી છે એ માટે આપણે અને આપણો દેશ એમના ચિરકાળપર્યત ઋણી રહીશું. જૈનધર્મ અને જૈનદર્શનના હાર્દની જગતને સમજૂતી આપવી અને જૈનસંસ્કૃતિની અહિંસા અને અનેકાન્તદૃષ્ટિની સાધનાનાં દર્શન કરાવવાં એ આ યુગનું એક ભારે મહત્ત્વનું કામ છે. એ કામ કરવામાં પંડિતજીએ જે ફાળો આપ્યો છે, તે ચિરકાળપયત સ્મરણીય બની રહે એવો છે. જૈનધર્મ અને જૈન તત્ત્વજ્ઞાનના મર્મને પ્રગટ કરવામાં અને ભારતની સમગ્ર દાર્શનિક ચિંતનધારાઓમાં રહેલા સામંજસ્યનું આકલન કરીને એના સમન્વયગામી મુદ્દાઓનું વિશદીકરણ કરવામાં પંડિતજીએ જે સિદ્ધિ હાંસલ કરી છે એણે આ યુગ ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. જેઓ પંડિતજીની આ વિરલ સેવાઓને સમજી શક્યા છે, તેઓ પંડિતજી પ્રત્યેના ઋણનો મુક્ત મને સ્વીકાર કરવામાં જરા ય ખમચાતા નથી. જો કોઈ પંડિતજીની આ સેવાઓને ન સમજી શકતા હોય તો એ પંડિતજીની વિદ્યાસેવાની નહિ, પણ એ વ્યક્તિઓની પોતાની જ ઊણપ લેખાવી જોઈએ. અજ્ઞાન, અંધશ્રદ્ધા કે સંકુચિતતાના અવરોધો જો સાચી સમજણની આડે આવતા હોય, તો એ અવરોધોને દૂર કરવાનો પુરુષાર્થ તે-તે વ્યક્તિએ પોતે જ કરવો ઘટે, પંડિતજીની જ્ઞાનસાધના જેમ વિરલ છે, એમ એમની જીવનસાધના પણ એટલી જ ઉત્કટ છે. લોભ-લાલચ કે પ્રશંસાના મોહમાં ફસાવું નહીં, ખાન-પાનમાં એકદમ નિયમિત રહેવું, જીવનની જરૂરિયાતો માટે ખૂબ-ખૂબ સંયમ જાળવવો, સત્યને એકનિષ્ઠાપૂર્વક વળગી રહેવું, અન્યાયની સામે થયા વગર રહેવું નહિ, પ્રમાદને પાસે ટૂંકવા દેવો નહીં, જીવનની પળેપળ જાગૃતિમાં જ વિતાવવી, કોઈનું કંઈ પણ કરી છૂટવામાં જ આનંદ માનવો - આવા અનેક સગુણોને લીધે પંડિતજીએ પોતાના જીવનને એક સાધકના જીવન જેટલું નિયમિત, નિર્મળ અને નિષ્કામ બનાવ્યું છે. (તા. ૨૨--૧૯૫૭) ખાન-પાન, વાચન-લેખન, હરવું-ફરવું વગેરે બધાં કામોમાં એમની નિયમિતતા દાખલારૂપ બની રહે એવી હતી. પંડિતજી સાચા અર્થમાં જીવનકલાકાર હતા. એમના પારગામી પાંડિત્યનું સરકારી ધોરણે તથા સંખ્યાબંધ સંસ્થાઓએ જે બહુમાન કર્યું હતું, તે પરથી પણ એમના વ્યક્તિત્વનો કેટલો બધો વિકાસ થયો હતો તે જાણી શકાય છે. પંડિતજીના મિત્રો અને પ્રશંસકોને પંડિતજીનું અખિલ ભારતીય ધોરણે બહુમાન કરવાનો જે વિચાર સ્ફર્યો અને “પંડિત સુખલાલજી સન્માન સમિતિની Page #36 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી સ્થાપના કરીને છેવટે સફળતાપૂર્વક એ વિચાર પાર પાડ્યો એ સર્વથા ઉચિત જ થયું. જો પંડિતજીની ૭૭ વર્ષની ઉંમરે પણ આપણે આવું કંઈ પણ ન કર્યું હોત તો આપણે કેવળ નગુણા જ લેખાત. સમિતિએ પોણો લાખ રૂપિયા એકત્ર કરવાની ધારણા રાખેલી; અને સમારંભ વખતે એ આંકડો એક લાખ અને એક હજારને પણ વટાવી ગયો. હિન્દી-ગુજરાતી લેખસંગ્રહોના પંદરસો-સોળસો પાનાંનાં બે પુસ્તકો તૈયાર થવાની ગણતરી હતી એના બદલે ૨૦૧૪ પાનાંના ત્રણ દળદાર ગ્રંથો (બે ગુજરાતી અને એક હિન્દી) તૈયાર થયા ! પંડિતજીનાં આ લખાણો કેવળ શાસ્ત્ર કે સાહિત્યને જ સ્પર્શે છે એવું નથી; એમાં તો સામાજિક વિષયો પણ આવે છે અને ધાર્મિક પ્રશ્નો પણ આવે છે, એમાં રાષ્ટ્રીય મુદ્દાઓ પણ ચર્ચાય છે અને વ્યક્તિગત જીવનને લગતા અનેક પ્રશ્નોની વ્યવહારુ ચર્ચા પણ આવે છે. એટલે દરેક જિજ્ઞાસુને કોઈ ને કોઈ રીતે પણ ઉપયોગી થઈ શકે એવી સામગ્રી આ સંગ્રહોમાં સચવાઈ ગઈ છે. પંડિતજીને થેલીરૂપે જે રકમ અર્પણ થઈ, એ પણ છેવટે એમણે સરસ્વતીને ચરણે અર્પણ કરી. વળી પંડિતજીએ દેશ-વિદેશના સંખ્યાબંધ વિદ્વાનો, રાજપુરુષો, શ્રીમંતો અને લોકસેવકો સાથે જે સંબંધ બાંધી જાણ્યો હતો, તે ખરેખર અહોભાવ જગાડે એવો હતો; તો બીજે છેડે અનેક દુખિયારી બહેનો, અસહાય વિદ્યાર્થીઓ અને સંકટગ્રસ્ત વ્યક્તિઓના તો તેઓ શિરછત્ર જ બન્યા હતા. (તા. ૧૧-૩-૧૯૭૮) લાક્ષણિક પ્રસંગો “એ માટે તો સંત બનવું પડે !” તા. -૧-૧૯૫૨ના રોજ પં. શ્રી સુખલાલજી કલકત્તાથી પાછા આવેલા, એટલે સાંજે અમે તેમને મળવા ગયેલા. આ વખતે એક ભાઈ તેમને મળવા આવ્યા. આ ભાઈ વ્યવહારશુદ્ધિ-મંડળના સભ્યો નોંધવાનું સેવાકાર્ય કરે છે. કાળાબજાર, લાંચરુશ્વત વગેરે અનિષ્ટોથી દૂષિત બનેલ લોક-જીવનમાં વિશુદ્ધિની પુનઃ સ્થાપના કરવાના હેતુથી પૂ. નાથજીએ (શ્રી કેદારનાથજીએ) આ મંડળની સ્થાપના કરી છે. આ માટે એક પ્રતિજ્ઞાપત્ર તૈયાર કરવામાં આવ્યું છે, અને પોતે કયાં કયાં અનિષ્ટોથી અળગો રહેશે એનો નિર્ણય કરીને એના પાલન માટે સભ્ય સહી કરવાની હોય છે; એક પ્રકારનું અણુવ્રતનું પ્રત્યાખ્યાન (પચ્ચકખાણ) જ સમજી-લ્યો ! Page #37 -------------------------------------------------------------------------- ________________ અમૃત સમીપે પંડિતજી : “મંડળનું કામ બરાબર ચાલે છે ને ?” પેલા ભાઈ : “એ વાત કરવા જ આવ્યો છું.” પછી પેલા ભાઈએ જુદા-જુદા શ્રીમંતોની મુલાકાતનો રસદાયક અહેવાલ રજૂ કર્યો, અને પછી એક ઉદ્યોગપતિની ખાસ વાત નીકળી. એમને એ શેઠ નિખાલસ લાગેલા. એ ભાઈએ પંડિતજીને ભારપૂર્વક કહ્યું : “એ શેઠ આપને બહુ સારી રીતે પિછાણે છે. આપ આ માટે એક વખત એમને મળીને વાત કરો તો ?” અમને વાત લલચાવે એવી લાગી. પંડિતજી ક્ષણવાર મૌન રહ્યા, પછી બોલ્યા : “એમ કરવું હોય, બીજાને ઉપદેશ કરવો હોય, તો એ માટે તો મારે સંત બનવું પડે. આપણી જીવન-શુદ્ધિ સિદ્ધ કર્યા વગર બીજાને ઉપદેશ કરવા ન જવાય.” અમે તો સાંભળી જ રહ્યા. પોતાના પ્રત્યેક વ્યવહારને શુદ્ધ રાખવામાં સતત જાગૃત રહેતા પંડિતજી, પણ ધર્મોપદેશના અનધિકારી ? અને પછી તો તેઓ આચાર-શુદ્ધિ અને ધર્મપ્રચારની ઊંડી મીમાંસામાં ઊતરી પડ્યા; તેમણે કહ્યું : “ધર્મ એ બાહ્ય પ્રચારની નહીં પણ અંદરના આચારની વસ્તુ છે. પ્રચારને જ ધર્મ માનીએ તો તો આજે અધર્મનું નામનિશાન ન રહે ! પણ ધર્મ તો આચરણમાંથી જ પ્રગટ થવો જોઈએ; એમ થાય તો ઉપદેશ કરવાપણું ઝાઝું ન રહે, કોઈ પંડિત થયો, એટલે ધર્મોપદેશનો અધિકારી બની ગયો એમ ન માનવું. ધર્મોપદેશનો સાચો અધિકારી ધર્મમય જીવન જીવનાર જ ગણાય. અલબત્ત, કોઈને ધર્મની માહિતી જોઈતી હોય તો અમે જરૂર આપી શકીએ; બાકી ધર્મનો ઉપદેશ કરવા જવું હોય તો તો પહેલા અમારે સંત જ બનવું પડે. એ વિના એ શોભે નહિ, ફળે નહિ.” - એક અમૂલ બોધપાઠ લઈ અમે છૂટા પડ્યા. - (તા. ૧૨-૧-૧૯૫૨) પવિત્ર સંવેદન આપણા દેશના સંસ્કૃતના બીજા નામાંકિત વિદ્વાનોની જેમ પૂજ્ય પંડિત શ્રી સુખલાલજીને પણ કેન્દ્ર સરકાર તરફથી “સર્ટિફિકેટ ઑફ ઓનર' મળેલ છે. આવું સન્માન પ્રાપ્ત કરનાર વિદ્વાનને કેન્દ્ર સરકાર તરફથી જીવનભર પહેલાં વાર્ષિક પંદરસો રૂપિયા મળતા અને હવે (૧૯૭૧માં) વાર્ષિક ત્રણ હજાર રૂપિયા પંદરમી ઑગસ્ટ પછી મળે છે. આ વર્ષના ત્રણ હજાર રૂપિયા બેંકમાંથી લાવીને તા. ૮-૯-૧૯૭૧ના રોજ હું એ પૂજ્ય પંડિતજીને આપવા ગયો. પંડિતજીએ કહ્યું : “આ પૈસા અંગે એક વિચાર આવ્યો છે કે આ આખી રકમ બાંગ્લાદેશના નિર્વાસિતોના રાહતકામમાં Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પંડિત સુખલાલજી આપી દઈએ તો કેમ ? ત્યાં ગુજરાતની સંસ્થાઓ ખૂબ સરસ કામ કરે છે, અને એ નિર્વાસિતોના દુઃખની તો આપણાથી કલ્પના પણ થઈ શકતી નથી. આનો નિર્ણય તમને વાત કરીને કરવો એમ વિચાર્યું છે.” પૂજ્ય પંડિતજીની માનવસેવાની આ ઉત્કટ ભાવનાને હું મનોમન વંદી રહ્યો; કેવું પવિત્ર સંવેદન ! તેઓ અત્યારની, ઉત્તરોત્તર વધતાં-વધતાં અસહ્ય બની ગયેલ મોંઘવારીના સમયમાં પણ, પોતાની મર્યાદિત આવકમાં ચાલુ ખર્ચને પહોંચી શકાય અને પૈસાની બાબતમાં ક્યારેય કોઈની પણ લાચારી કરવાનો વખત ન આવે અને પૂરી ખુમારીપૂર્વક જીવી શકાય એ માટે કેટલી બધી કરકસર કરે છે એનો મને કંઈક ખ્યાલ છે. ખર્ચ વધતું લાગે તો પોતાની ચાલુ જરૂરિયાત ઉપર પણ કાપ મૂકતાં તેઓ અચકાતા નથી ! વળી, પોતા માટે ગમે તેટલી કરકસર કરવા છતાં પોતાના સાથીને માટે તેઓ પૂરી છૂટથી પૈસા ખરચવા ટેવાયેલા છે. ઉપરાંત, રાષ્ટ્રીય સંકટ-નિવારણમાં કે કોઈ સારા કામમાં પણ પોતાનો ફાળો આપે તો જ તેઓને સંતોષ થાય છે. દા.ત. સ્વ. મુરબ્બી શ્રી પરમાનંદભાઈના સ્મારકફાળામાં તાજેતરમાં જ તેઓએ પાંચસો રૂપિયા આપ્યા હતા. આ બધી સ્થિતિનો વિચાર કરીને મેં પૂજ્ય પંડિતજીને કહ્યું કે આ ત્રણ હજારમાંથી એક હજાર રૂપિયા આપ બાંગ્લાદેશના ફાળામાં આપો એ મને બરોબર લાગે છે. આ ૨કમ પૂજ્ય રવિશંકર મહારાજને સોંપી દેવી. બીજે દિવસે સાંજે શ્રી દલસુખભાઈ માલવણિયા અને હું પૂજ્ય પંડિતજીને મળવા ગયા. પંડિતજીએ હસીને કહ્યું : “તમારી સાથે ગઈ કાલે વાત થઈ તેનો મધ્યમ માર્ગ કાઢીને પંદરસો રૂપિયા હમણાં જ પૂજ્ય રવિશંકર મહારાજ આવ્યા હતા એમને બાંગ્લાદેશ માટે આપી દીધા.” એ વખતે તેઓના મુખ ઉપર કેવો આત્મસંતોષ પ્રસરી રહ્યો હતો ! વિચારની કરુણા જ્યારે વર્તનમાં ઊતરે છે, ત્યારે એનું કેવું સુંદર પરિણામ આવે છે ! (તા. ૨૫-૯-૧૯૭૧) વિરલ ધ્યેયનિષ્ઠા માનવજીવનમાં અને ખાસ કરીને જાહેર જીવનમાં આત્મ-પ્રશંસા એ એવી સુંવાળી અને લપસણી ભૂમિ છે, કે એની અજબ મોહિનીથી બચવા માટે માનવી પૂરેપૂરો ધ્યેયનિષ્ઠ બનીને સતત જાગતો રહે તો જ બચી શકે – એ વાતની યાદ આપતો એક પવિત્ર પ્રસંગ અહીં નોંધું છું. - સંપ્રદાય-ભેદમાં પડ્યા વગર વિશિષ્ટ કોટીના જૈન વિદ્વાનો તૈયા૨ ક૨વાની દૃષ્ટિથી બનારસમાં ‘શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાશ્રમ' નામક સંસ્થા કામ કરી રહી છે, જેના પ્રાણભૂત સંચાલકોમાં પંડિતજી એક છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અમૃત-સમીપે તા. ૪-૩-૧૯૪૯ના રોજ મને બનારસથી પં. શ્રી દલસુખભાઈનો પત્ર અને તાર મળ્યો. તેમાં તેમણે જણાવ્યું હતું : “આ હોળીના તહેવારના દિવસોમાં અહીં જૈનાશ્રમમાં પંડિતજીના ફોટાનું ઉદ્ઘાટન કરાવવાનો વિચાર થઈ રહ્યો છે, તો કૃપા કરીને પંડિતજીના એક અગર બે ફોટા લઈ શીઘ મોકલાવો.” છેલ્લાં ૨-૩ વર્ષમાં મને પંડિતજીનો જે રીતનો પરિચય થયો છે, તે ઉપરથી મને લાગ્યું તો ખરું કે આ કામ મુશ્કેલ છે. છતાં તા. પાંચમીના રોજ સવારમાં એમના ફરવા જવાના સમયે હું પંડિતજી પાસે પહોંચ્યો અને ખૂબ સંકોચપૂર્વક મારી વાત કરી. તેમણે તરત જ ના પાડી. પણ મેં થોડીક માથાકૂટ અને કંઈક દલીલબાજી કરી, એટલે તેમણે કચવાતે મને હા પાડી. હું ઘેર આવી ફોટોગ્રાફરની ગોઠવણ કરવામાં પડ્યો, ત્યારે પણ મનમાં તો એવો ડગડગો હતો જ કે આ કામ પાર પડે ત્યારે ખરું. એટલામાં જ પંડિતજી ફરીને પાછા ફરતાં મારે ત્યાં આવી પહોંચ્યા અને છબી લેવા દેવાની એવી સ્પષ્ટ ના પાડી કે અમારી ઘણી સમજાવટ પછી પણ એમાં જરા ય ફેરફાર ન થયો. આ ઉપરથી મેં શ્રી દલસુખભાઈને તારથી ખબર આપ્યા કે પંડિતજી ચોખ્ખી ના પાડે છે; તેમની પવિત્ર મરજીથી વિરુદ્ધ વર્તવાની મારી હિંમત નથી. અને સાથેસાથે મેં તેમને નીચે મુજબ પત્ર લખ્યો : - “આપને આ કાગળ લખતાં હું સુખ અને દુઃખ બંનેનો અનુભવ કરું છું.' દુઃખ એટલા માટે કે મને પણ ગમતું એવું સોંપેલું કામ હું ન કરી શક્યો; અથવા વધારે સાચું એ છે કે અમે – ભાઈશ્રી જયભિખુ, શ્રીયુત શંભુભાઈ અને હું એમ ત્રણે મળીને – પણ એ કામ ન કરી શક્યા. “સુખ એટલા માટે કે આપે સોંપેલ આ કામ નિમિત્તે પૂ. પંડિતજીની કર્તવ્યપરાયણતા અને નિરભિમાની અંતર્મુખ વૃત્તિનું એક વધુ પ્રત્યક્ષ દર્શન કરવાનો અવસર મળ્યો. આજે સવારે ફરવા જતાં છબી પાડવા દેવાની વાત કરી તો મને લાગ્યું કે કચવાતે મને પણ પંડિતજી આ કામ પાર પાડવા દેશે. પણ કલાકેક પછી જ પંડિતજી મારે ઘેર આવી પહોંચ્યા, અને ભાઈશ્રી જયભિખ્ખું, શ્રીયુત શંભુભાઈ અને મેં અનેક રીતે સમજાવવા પ્રયત્ન કર્યા છતાં એવી મક્કમ રીતે એમણે ના પાડી કે અમે તો લાચાર બની ગયા, અને એ તો હસતાં-હસતાં ચાલતા થયા; કેવી ભારે આત્મજાગૃતિ ! પંડિતજી તો કહે છે : “લખી દેજો કે મારી છબી મૂકવામાં જે કંઈ પૈસા ખર્ચ કરવા ધાર્યા હોય, તે ગુજરાતના દુષ્કાળના ફાળામાં કે નિર્વાસિતોની મદદમાં મોકલી આપે...” ” આ અંગે પંડિતજીએ શ્રી દલસુખભાઈ ઉપર જે પત્ર લખ્યો હતો તેમાં તેમણે લખ્યું હતું : Page #40 -------------------------------------------------------------------------- ________________ મનિ જિનવિજયજી આજે રતિભાઈને મેં સર્વથા ફોટો લેવરાવવાની ના પાડી છે; જોકે તેમની પૂરી તૈયારી હતી. તમે કંઈ પણ યોજના વિચારી હોય તેને ધક્કો લાગે તો યે ખોટું નથી. કોઈ વ્યક્તિ એ માટે જેટલો ખર્ચ કરતા તે દુષ્કાળમાં જરૂર કરે. સામાજિક ફંડમાંથી તો આવો ખર્ચ કરીએ તો દંભ જ ગણાય. વળી ફોટાથી કશો જ હેતુ નથી સરતો. જે કરવાનું છે તે બીજું છે. સાધારણ કે ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓમાં જેટલે અંશે વિદ્યાતેજ ઊતરશે તેટલે અંશે આશ્રમ સ્થાપ્યાનો ઉદ્દેશ સધાયો ગણાશે.” આ લખાણ પૂરું કરતાં પહેલાં આવો જ બીજો નાનોસરખો પ્રસંગ અહીં નોંધવો ઉચિત લાગે છે, જેમાં પંડિતજીની આત્મ-પ્રશંસાથી બચવાની જાગૃતિ બરાબર જોવા મળે છે. ગત મહાવીર-જયંતીનો ઉત્સવ વડોદરા મુકામે ત્રણ ફિરકાઓએ સાથે મળીને પૂજ્ય વિદ્વદર્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના અધ્યક્ષપદે ઊજવ્યો, તેમાં પંડિતજી મુખ્ય વક્તા હતા. સભાની શરૂઆતમાં પ્રાસંગિક નિવેદન કરતાં પ્રો. નરસિંહદાસ દોશીએ પંડિતજી સંબંધી પરિચય આપવાની શરૂઆત કરી કે તરત જ પંડિતજીએ ઊભા થઈને તેમને તેમ કરતાં અટકાવ્યા અને પોતાના ભાષણ દરમ્યાન તેમણે કહ્યું કે, “મારે પ્રો. દોશીને રોકવા પડ્યા તે માટે મને તેઓ માફ કરે. પણ આજે તો મહાવીરની જયંતી છે, મારી નહીં. એમાં મારી પ્રશંસા શા માટે હોય ? મારી સામે જ મારી પ્રશસ્તિ ગવાય એ ઉચિત નથી” વગેરે. (તા. ૨૪-૪-૧૯૪૯) (૩) કર્મયોગ અને જ્ઞાનયોગના સાધક વિધાપુરુષ મુનિશ્રી જિનવિજયજી ભારતીય વિદ્યાની અનેક શાખાઓ અને જૈન વિદ્યાની લગભગ બધી શાખાઓના દેશ-વિદેશમાં વિદ્યુત વિદ્વાન, પુરાતત્ત્વાચાર્ય મુનિશ્રી જિનવિજયજીએ, સત્યના શોધક તરીકે કેટકેટલાં ક્ષેત્રો અને કેટકેટલા પ્રદેશો ખેડ્યાં હતાં એની વિગતો, ખરેખર, હેરત પમાડે અને એમના જીવન અને કાર્ય પ્રત્યે વિશેષ આદર જગાવે એવી છે. ભારતીય વિદ્યાના ઇતિહાસ, પુરાતત્ત્વ, શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકળા, જુદીજુદી પ્રાચીન-અર્વાચીન અનેક ભાષાઓ, પ્રાચીન લિપિશાસ્ત્ર, સાંસ્કૃતિક વારસો વગરે વિષયોના તેઓ નિષ્ણાત અને અધિકૃત વિદ્વાન હતા. એ જ રીતે Page #41 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે જૈનવિદ્યાના પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, રાજસ્થાની વગેરે ભાષાઓમાં રચાયેલ વિપુલ આગમિક તેમ જ અન્ય સાહિત્ય, ઇતિહાસ, કળા, પુરાતત્ત્વ અને શિલ્પસ્થાપત્ય, જુદીજુદી ધર્મપરંપરાઓ તથા ગચ્છપરંપરાઓ, આચાર અને વિચારની જૂની-નવી પ્રણાલિકાઓ, જૈનસંસ્કૃતિના ક્રમિક વિકાસની ગૌરવગાથા વગેરે વિષયોનાં સર્વસ્પર્શી, મર્મગ્રાહી, ઐતિહાસિક અને તુલનાત્મક અધ્યયનઅધ્યાપન, સંશોધન-સંપાદન અને સાહિત્ય-પ્રકાશનના ક્ષેત્રે તેઓએ જીવનભર જે અનેકમુખી અને વિશાળ ફલકને સ્પર્શતી કામગીરી બજાવી છે, તે ખરેખર, અસાધારણ કહી શકાય એવી છે. ૧૮ સત્યની શોધને પોતાના જીવનકાર્ય તરીકે, ઊછરતી ઉંમરે જ સ્વીકારીને આ આજીવન મહાન પરિવ્રાજકે કેટકેટલા અગોચર પ્રદેશોનું ખેડાણ કરીને જ્ઞાન પોતે મેળવ્યું હતું અને અન્ય સંખ્યાબંધ જિજ્ઞાસુઓ સુધી પહોંચાડ્યું હતું ! વળી, આ જ્ઞાનસાધનામાં જેમ પોતાની જાતને પિછાણવાના પ્રયત્નનો સમાવેશ થતો હતો, તેમ જગતના બાહ્ય-આંતર રૂપને સમજવાની ઉત્કટ તાલાવેલીનો તથા એ માટેનો પુરુષાર્થનો પણ સમાવેશ થતો હતો. જીવન અને જગતના સત્યને પામવાની આ તાલાવેલી જ એમને ઇતિહાસનાં ઊંડા અધ્યયન તથા સંશોધન તરફ દોરી ગઈ હતી એમ કહેવું જોઈએ. જીવનભર પોતાની અનેકવિધ શક્તિઓનું ટીપેટીપું નિચોવીને પૂરી નિષ્ઠાથી વિદ્યાની સાધના કરનાર મુનિજી, પોતાના છેલ્લા સમય દરમિયાન પણ ક્યારેક-ક્યારેક, લાગણીભીના સ્વરે જ્યારે એમ બોલી ઊઠતા કે “હું ભૂલો પડ્યો, ભાઈ, ભૂલો પડ્યો, ભવાટવીમાં હું તો ભૂલો પડ્યો”, ત્યારે લાગતું હતું કે પોતાની જાતનું સત્ય પામવાની એમની ઝંખના કેટલી ઉત્કટ હતી, અને એ કાર્યમાં જે અધૂરપ રહી ગઈ હતી એનો એમને કેવો અજંપો કે અસંતોષ હતો. પણ આ અજંપો કે અસંતોષ વ્યક્તિના વિકાસને રૂંધી નાખે એવો નુકસાનકારક નહિ, પણ લાભકારક, આહ્લાદકારી અને પવિત્ર હતો. પણ મુનિજી સર્વભાવે વિદ્યાસાધનાને સમર્પિત થયેલા એક આદર્શ વિદ્યાપુરુષ હતા એટલું જ એમનું મૂલ્યાંકન કરીએ તો તે અધૂરું ગણાય; એમના જીવનનાં બીજાં બે પાસાં પણ એવાં જ મહત્ત્વનાં અને જાજરમાન હતાં : એક શ્રમનિષ્ઠા અને બીજી રાષ્ટ્રીયતા. જેમ તેઓની વિદ્યાપ્રીતિ અસાધારણ હતી, તેમ તેઓની શ્રમરુચિ પણ અનોખી અને દાખલારૂપ બની રહે એવી હતી. આવી શ્રમનિષ્ઠાથી પ્રેરાઈને તેઓ જાતમહેનત અને શરીરશ્રમ કરવામાં એટલા તન્મય બની જતા અને એમાં એટલા બધા આંતરિક આનંદ અને સંતોષનો અનુભવ કરતા, કે એ નજરે નિહાળનારને તો એમ જ લાગે, કે જાણે વિદ્યાકાર્ય સાથે એમને કોઈ નાતો જ નથી ! જાતે Page #42 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી જિનવિજયજી ૧૯ ખેતી કરવી, વૃક્ષઉછેર તેમ જ પશુપાલન કરવાં, બળબળતા તડકામાં જાતે ઊભા રહીને બીજા પાસે ખેતી કરાવવી, બાગાયત કરવી-કરાવવી, કૂવા ખોદવા જેવાં કાર્યમાં માટી અને પથ્થરથી ભરેલાં તગારાં ઉપાડવા વગેરે જાતમહેનતનાં કેટલાંય કાર્યો મુનિજીએ પોતાની પારગામી વિદ્વત્તાના વિચારને વિસારે પાડીને, ઉલ્લાસથી કર્યાં હતાં. ક્યારેક ક્યારેક તો મુનિજી પોતે જ કહેતા કે મારો પહેલો રસ શ્રમનો છે; વિદ્યાનો રસ તો તે પછી આવે છે ! વિદ્યાનિષ્ઠા સાથે શ્રમનિષ્ઠાનો આવો સુમેળ અતિવિરલ જ જોવા મળે છે; અને એ જ મુનિજીની અનન્ય વિશેષતા છે. મુનિજીની રાષ્ટ્રીયતા અર્થાત્ રાષ્ટ્રભક્તિની ભાવના નિર્ભેળ અને વ્યાપક હતી. જેમ પોતાની જાત ઉપર બીજાનું અનુચિત બંધન કે નિયંત્રણ તેઓને મંજૂર ન હતું, તેમ બીજા કોઈ ઉપર બંધન લાદવામાં આવે એ પણ એમને પસંદ ન હતું. આ રીતે વિચારતાં ‘ધરતીના બધા માનવી સમાન' એવો ઉદાત્ત સિદ્ધાંત એમણે અપનાવ્યો હતો; અને પોતાના વર્તન-વ્યવહાર દ્વારા, એનો અમલ પણ કરી બતાવ્યો હતો. વળી, એમની રાષ્ટ્રભક્તિ કેવી ઉત્કટ હતી એનો પ્રત્યક્ષ અને બોલતો પુરાવો એ છે કે જ્યારે મહાત્મા ગાંધીની રાહબરી નીચે દેશની આઝાદી માટેનું અહિંસક યુદ્ધ શરૂ થયું, ત્યારે મુનિજીએ નમક-સત્યાગ્રહ માટેની એક ટુકડીની આગેવાની લઈને જેલયાત્રાને આનંદથી વધાવી લીધી હતી; એટલું જ નહિ, પણ જિંદગીભર – અરે, પોતાના અંતિમ દિવસો દરમિયાન પણ આ દેશનું શું થશે એની ચિંતા તેઓ સેવતા રહ્યા હતા. જનસમૂહમાં, દેશમાં અને દુનિયામાં એમની જે નામના અને કીર્તિ હતી તે તો આપણા દેશના ઉચ્ચ કોટિના વિદ્વાન તરીકે જ હતી એમ તેઓ પોતે પણ જાણતા અને સ્વીકારતા હતા. અને છતાં, આવી નામનાથી અંજાઈને કે લોભાઈને, શ્રમનિષ્ઠા અને કર્મયોગને શિથિલ બનાવીને, જ્ઞાનયોગની એકાંગી સાધના દ્વારા પંડિત તરીકેની વિશેષ નામના પ્રાપ્ત કરવાના મોહમાં તેઓ સપડાયા ન હતા. - મુનિજી રાષ્ટ્રકાર્ય કરતા હોય, જાતમહેનત અને શ્રમ કરતા હોય અથવા વિદ્યાના અધ્યયન-સંશોધનનું કામ કરતા હોય ત્યારે, એક યુદ્ધે ચડેલા વીર યોદ્ધાની અદાથી, એમાં તન્મય બની જતા. એમનામાં અંતિમ ક્ષણ સુધી જીવંત રહેલ મેવાડી તેજ અને ખમીરનો જ એ પ્રતાપ હતો. - M વીરભૂમિ મેવાડનું રૂપાદેલી ગામ મુનિજીની જન્મભૂમિ. માતાનું નામ રાજકુમારી, પિતાનું નામ ઠાકુર બડદસિંહ (બિરધસિંહ – વૃદ્ધિસિંહ). વિ. સં. ૧૯૪૪ની સાલમાં એમનો જન્મ. નામ કિસનસિંહ, પણ બધા એમને ‘રિણમલ’ના લાડકવાયા નામથી જ બોલાવતા અને ઓળખતા. જ્ઞાતિ પરમારક્ષત્રિય. એમની Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અમૃત-સમીપે ખૂબ ઊંચી, પાતળી છતાં ખડતલ દેહયષ્ટિ એમનો આદર કરવા પ્રેરે એવી પ્રભાવશાળી હતી. એક તો શૌર્ય અને સમર્પણની ભૂમિ મેવાડની ધરતીના સુપુત્ર; એમાં ક્ષત્રિય જ્ઞાતિનું ક્ષાત્રતેજ ઉમેરાયું, અને સને ૧૮૫૭ની સાલના અંગ્રેજ સલ્તનત સામેના સુપ્રસિદ્ધ બળવામાં જાન હથેળીમાં લઈને સાથ આપનાર બળવાખોર પિતાનો સંસ્કાર-વારસો મળ્યો. એટલે પછી જીવનમાં નિર્ભયતા, સાહસિકતા અને હિંમત જેવા તેજસ્વી અને ધારદાર ગુણોની પ્રતિષ્ઠા થાય એમાં શી નવાઈ ? મુનિજીના થોડા પણ પરિચયમાં આવનાર કોઈને પણ એમ લાગ્યા વગર નહિ રહ્યું હોય કે એમનાં વિચાર-વાણી-વર્તનમાં કે પસંદગી-નાપસંદગીમાં રાજશાહી ઝલક પથરાયેલી હતી ; એમને નબળો, હલકો કે નમાલો વિચાર ક્યારેય ખપતો ન હતો. વળી તેઓ ડાયરાના ચાહક એવા જીવ હતા; એમની પાસે હંમેશાં નાનો-સરખો દરબાર જ જાણે ભરાયેલો રહેતો. જેમ એમની કાયા વિશિષ્ટ કોટિની હતી, તેમ એમના બેસવા-સૂવા-કામ કરવાના ફર્નિચર ઉપર પણ અનોખાપણાની છાપ પડેલી જોવા મળતી. સત્યની શોધના આ મહાપરિવ્રાજક કેટકેટલા સંતોનો સંપર્ક કરતા ગયા અને છોડતા ગયા અને કેટકેટલા પ્રદેશ ખૂંદતા રહ્યા, એની દાસ્તાન તો એક અનોખી ગૌરવકથા બની રહે એવી છે. અગિયારેક વર્ષની ઉંમરે પિતા ગુજરી ગયા, અને રિણમલે જૈન યતિ શ્રી દેવહંસજીનું શરણ લીધું. જૈનધર્મના સંસ્કારનું આ પરોઢ હતું. પણ બે વર્ષમાં જ રિણમલ ઉર્ફે કિશનસિંહના આ પ્રથમ ઉપકારી ગુરુનું અવસાન થયું. એટલે અસહાય બનેલ કિશનસિંહ, સત્યને પામવાની લાલસાથી પ્રેરાઈને, એક ખાખી બાવા શૈવયોગીનો હાથ ઝાલ્યો, અને પોતે “કિશનભૈરવ' નામ ધારણ કર્યું. પણ ક્યાં સત્યને પામવાની ઝંખના અને ક્યાં આ ભૈરવજીવનનો અજબગજબનો વ્યવહાર ! છ-એક મહિના જેટલા ટૂંકા સમયમાં જ તેઓ ચેતી ગયા કે આ તો નરી અધોગતિનો જ માર્ગ છે; અને તેઓએ તરત જ એ માર્ગનો ત્યાગ કર્યો ! જ્ઞાનાર્જનની પોતાની ઝંખના પૂરી કરવા એમણે સ્થાનકવાસી દીક્ષા લીધી અને તેઓ મુનિ કિશનલાલજી બન્યા. અહીં એક વર્ષ સુધી તેઓ પૂરી એકાગ્રતાથી જ્ઞાનસાધના અને જીવનસાધના કરતા રહ્યા. આ સાધના દ્વારા પોતે કંઈક પામ્યા છે એવો સંતોષ પણ એમને થયો. પણ પછી જ્યારે એમને લાગ્યું કે હવે અહીં નવું ઉપાર્જન થઈ શકે એમ નથી, અને એકના એક જ ચીલામાં ચાલતા રહેવાથી જીવનનો વિકાસ રૂંધાઈ જવાનો છે, એટલે એમણે એ દીક્ષાને પણ તજી દીધી. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૧ મુનિશ્રી જિનવિજયજી અત્યાર સુધીમાં જે કંઈ મળ્યું હતું, તેથી જિજ્ઞાસા વિશેષ સતેજ થઈ હતી. એ પૂરી કરવા એમણે વિ. સં. ૧૯૯૬માં, ૨૨ વર્ષની યુવાન વયે, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ફિરકાની દીક્ષા લીધી; એ વખતે એમનું નામ “મુનિ જિનવિજય રાખવામાં આવ્યું. દસ વર્ષ સુધી આ દીક્ષાનું નિષ્ઠાથી પાલન કરીને એમણે પોતાના જ્ઞાનના સીમાડાને વિશાળ બનાવ્યા. આ દરમિયાન પૂનામાં એમને અનેક વિદ્વાનોનો સત્સંગ થયો; અને વિદ્યાસાધનાને વેગ આપવા, એમણે પૂનામાં “શ્રી ભારત જૈન વિદ્યાલયની સ્થાપના કરી. આ સમય ગાંધીયુગના ઉદયનો હતો. . એનાથી મુનિજીનો જિંદાદિલ આત્મા પ્રભાવિત થયા વગર રહી શકે ? એમને લાગ્યું કે સાધુ-જીવન દરમિયાન જે મેળવી શકાય એમ હતું તે મેળવી લીધું છે અને ગાંધીયુગ જીવન-વિકાસના નવા-નવા પ્રદેશો તરફ દોરી જતો હતો; એટલે દસ વર્ષ સુધી આ સાધુજીવન પાળીને, એમણે એ દીક્ષા પણ છોડી દીધી, અને મહાત્મા ગાંધીજીના કહેવાથી તેઓ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને એના પુરાતત્ત્વ-વિભાગના આચાર્ય બન્યા. તેઓ “પુરાતત્ત્વાચાર્ય પદથી વિભૂષિત બન્યા તે આ કારણે. છેલ્લી દીક્ષા છોડ્યા છતાં તેઓએ પોતાના નામમાં ફેરફાર ન કર્યો, અને “જિનવિજય” નામ જ છેલ્લે સુધી સાચવી રાખ્યું. વિ. સં. ૧૯૮૪(સને ૧૯૨૮)માં તેઓ જર્મની ગયા, અને ત્યાં દોઢેક વર્ષ રહીને ભારતવાસીઓની સગવડ માટે, એમણે હિંદુસ્તાન હાઉસ'ની સ્થાપના કરી. તેઓ સ્વદેશ પાછા ફર્યા ત્યારે, આઝાદીના અહિંસક યુદ્ધનાં નગારાં ગાજવા લાગ્યાં હતાં. લાહોર કોંગ્રેસમાં સંપૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ થયો. એ ઠરાવનો અમલ કરવા ગાંધીજીએ મીઠાના કાયદાના સવિનય ભંગની લડતનાં મંડાણ કર્યા. મુનિજીએ પણ એક ટુકડીની આગેવાની લઈને જેલવાસ નોતરી લીધો. આ પછી એમના કાર્યક્ષેત્રમાં વળી પાછો પલટો આવ્યો : ગુરુદેવ ટાગોરના આમંત્રણથી તેઓ શાંતિનિકેતન પહોંચ્યા. ત્યાં વળી જ્ઞાનની નવી-નવી ક્ષિતિજો ઊઘડતી લાગી. એમણે એ સંસ્થામાં જૈન-ચેર' શરૂ કરી, અને “સિંઘી જૈન ગ્રંથમાળા'ના શ્રીગણેશ પણ અહીં જ થયા. આ ગ્રંથમાળાએ દેશમાં અને દુનિયામાં ખૂબ પ્રતિષ્ઠા મેળવી તે મુનિજીનાં ખંત અને ચીવટને કારણે જ. વિ. સં. ૧૯૯૦માં તેઓ મુંબઈના “ભારતીય વિદ્યાભવન'ના માનદ ડાયરેક્ટર બન્યા અને એનો ખૂબ વિકાસ કર્યો. આબુ ગુજરાતનું નહિ, પણ રાજસ્થાનનું જ છે – એ સત્ય પુરવાર કરવા બદલ એમણે આ સંસ્થાનો ખુમારી અને યશ સાથે ત્યાગ કર્યો. વિ. સં. ૨૦૦૬માં એમણે રાજસ્થાન સરકારના આગ્રહથી “રાજસ્થાન પુરાતત્ત્વમંદિરની સ્થાપના કરીને એના માનદ ડાયરેક્ટર તરીકેની જવાબદારી લીધી અને એનો ન કલ્પી શકાય એટલો વિકાસ કર્યો. અહીં Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૨ II III ' I - અમૃત-સમીપે એમની દેખરેખ નીચે ૮૦ જેટલા ગ્રંથોનું પ્રકાશન થયું, અને ૧૭ વર્ષ ખૂબ દિલ દઈને કામ કર્યા પછી તેઓ ત્યાંથી નિવૃત્ત થયા. ચંદેરિયાના “સર્વોદય સાધના આશ્રમની સ્થાપના પણ એમણે વિ. સં. ૨૦૦૬માં જ કરી હતી. એ એમની લોકસેવાની તમન્નાની ગૌરવગાથા સંભળાવે છે. એ એમની કર્મભૂમિ જ હતી. મુનિજીએ અનેક ગ્રંથમાળા શરૂ કરીને એનું સફળ સંચાલન કર્યું છે, અને સંપાદનકળાની દૃષ્ટિએ શ્રેષ્ઠ અને નમૂનેદાર કહી શકાય એવા નાના-મોટા પચાસ જેટલા ગ્રંથોનું તો પોતે જ સંપાદન કર્યું છે. એમણે પોતે તૈયાર કરેલી કે કરાવેલી સંખ્યાબંધ પ્રાચીન ગ્રંથોની પ્રેસકોપીઓ આજે પણ એમની ઉત્કટ જ્ઞાનપિપાસાની ગવાહી પૂરે છે. જ્ઞાનધનનો કોઈક નવો ખજાનો મળી આવે અને જ્ઞાનની રક્ષાના પુણ્યના ભાગીદાર બની શકાય – કંઈક આવી ઝંખનાથી પ્રેરાઈને વિ.સં. ૧૯૯૮ની સાલમાં તેઓ અનેક સાથીઓને લઈને, જેસલમેર ગયા અને ત્યાં ચાર-પાંચ મહિના રહીને ખૂબ કામ કર્યું. જ્ઞાન-સાધનાની આવી બધી ઝીણવટભરી કામગીરી બજાવતાં આંખોનાં તેજ ઓછાં થઈ ગયાં એની પણ તેઓએ ચિંતા ન કરી. સત્યના કોઈ પણ અંશને પામવાની ઉત્કટ ઝંખના અને એ ઝંખનાને પૂરી કરવા માટે સર્વકાંઈ કરી છૂટવાની તીવ્ર તાલાવેલી એ મુનિજીની ઉત્કટ જ્ઞાનઉપાસનાનું મુખ્ય પ્રેરક બળ રહ્યું. પોતાના ધ્યેયને સફળ કરવાના એક ઉત્તમ ઉપાય તરીકે ઇતિહાસ અને પુરાતત્ત્વ જેવા વિષયો પ્રત્યે એમને વિશેષ અભિરુચિ હોય એ સ્વાભાવિક છે. પોતાની વિદ્યાઉપાસનાનું હાર્દ સમજાવતાં તેઓએ સાચું જ કહ્યું છે : “અજ્ઞાત જ્ઞાતિ રહી ને ૩ મમિનીષાને મુકો તિહાસ વિષયે મોર પ્રેરિત કિયા ” ભૂતકાળની ઘટનાઓને એટલે કે ઇતિહાસને સમજવાનાં મુખ્ય સાધનો તરીકે ભૂતકાળનું નિરૂપણ કરતા પ્રાચીન-અર્વાચીન ગ્રંથો, ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિથી અવલોકવામાં આવતા ઇતર મહત્ત્વના પ્રાચીન ગ્રંથો, શિલાલેખો, તામ્રપત્રો, પ્રતિમાલેખો, પ્રાચીન સિક્કાઓ, પુરાતત્ત્વના પુરાતન અવશેષો વગેરે લેખાય છે. મુનિ શ્રી જિનવિજયજીએ આ બધી બાબતોનું ઊંડું અધ્યયન કરવા ઉપરાંત, ભારતીય સંસ્કૃતિનું અને વિશેષે કરીને જૈનસંસ્કૃતિનું પણ ગંભીર અધ્યયન કરેલું છે, અને ઇતિહાસજ્ઞ તરીકે કેટલાય કોયડાઓ ઉકેલવામાં તેઓએ આગવી દૃષ્ટિ કેળવી છે. ઉપર સૂચવવામાં આવ્યું તેમ, ભારતીય વિદ્યાની વિવિધ શાખાઓનું અને ઇતિહાસને ઉકેલવામાં ઉપયોગી થાય એવા વિવિધ વિષયોનું મુનિજીએ ઊંડું અવગાહન કરેલું હોવા છતાં, સમય જતાં એમની મનોવૃત્તિ અને વિદ્યાપ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર પ્રાચીન ગ્રંથોના ઉદ્ધારનું કામ બન્યું હતું. ભારતીય ઇતિહાસ, સાહિત્ય Page #46 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી જિનવિજયજી | ૨૩ અને સંસ્કૃતિને યથાર્થપણે સમજવામાં ચાવીરૂપ ગણાતા આવા પ્રાચીન દુર્લભ ગ્રંથોના સંશોધન-સંપાદન પાછળ પણ મુનિજીની દૃષ્ટિ હંમેશાં ઇતિહાસકાર અથવા તો સત્યશોધકની જ રહી છે. એમના આ અવિરત પ્રયાસને લીધે કેટલાય નવાં ઐતિહાસિક તથ્યો પ્રકાશમાં આવ્યાં છે, અને ગ્રંથભંડારોમાં જીર્ણશીર્ણ હાલતમાં પડેલા સંખ્યાબંધ પ્રાચીન વિરલ ગ્રંથો ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસીઓને માટે સુંદર અને સુવાચ્ય રૂપમાં સુલભ બની શક્યા છે. આ રીતે વિવિધ ગ્રંથમાળા દ્વારા એમના હાથે બસો ઉપરાંત પ્રાચીન ગ્રંથોનો ઉદ્ધાર થયો છે. (તા. ૨૧-૧-૧૯૯૭) પદ્ધતિસરનો અભ્યાસ કર્યા વગર અને અભ્યાસની કોઈ પણ જાતની ડિગ્રી મેળવ્યા વગર માનવી પોતાના પુરુષાર્થથી વિદ્યાસાધનાની સિદ્ધિની ટોચે કેવી રીતે પહોંચી શકે છે અને પીએચ.ડી. કે ડી. લિની ડિગ્રી મેળવવા ઇચ્છનાર અભ્યાસીઓને કેવું સફળ માર્ગદર્શન આપી શકે છે એનું મુનિજી જીવંત દૃષ્ટાંત છે. મકાનો બનાવવાની મુનિજીની સૂઝ અને રુચિ પણ જાણીતી હતી. રૂપાયેલી ગામમાં પોતાના માતુશ્રીની સ્મૃતિમાં એમણે બનાવેલ “રાજકુમારી-બાલમંદિર' અને ચિત્તોડગઢની તળેટીમાં બનાવેલ “હરિભદ્ર-સ્મૃતિમંદિર” તથા “ભામાશા-ભારતીની ઇમારતો એમની આ રુચિની યાદ આપતી રહે છે. . વળી, જે સંસ્થા કે પ્રવૃત્તિમાં પોતે તન્મય બનીને એના વિકાસમાં અસાધારણ ફાળો આપ્યો હોય, એનાથી પણ, સમય આવ્યે, નિવૃત્ત થતાં એમણે ક્યારેય દુઃખ કે સંકોચ અનુભવ્યાં નથી – એમની અનાસક્તિ આવી સક્રિય અને જીવનસ્પર્શી હતી. બળવાખોર પિતાની બળવાખોર વૃત્તિના વારસદાર બનેલ મુનિશ્રી પણ જીવનભર એક સાચા ક્રાંતિકાર જ રહ્યા હતા. એ ક્રાંતિના માર્ગે તેઓ પોતાની ઉત્ક્રાંતિ સાધીને જીવનવિકાસનાં નવાં-નવાં સોપાનો સર કરતા રહ્યા અને આગળ ને આગળ વધતા જ રહ્યા. એમની આવી સિદ્ધિઓનું દર્શન કરાવતી જીવનકથા ક્યારેક કોઈના હાથે લખાય તો કેવું સારું ! મુનિજીની આવી જીવનવ્યાપી વિદ્યાસેવાની રાષ્ટ્રીય કદરદાની રૂપે ભારત સરકારે તેઓને પદ્મશ્રી'ની પદવી એનાયત કરી હતી. ૮૯ વર્ષનું સુદીર્ઘ અને યશસ્વી જીવન જીવીને અને ૭૭ વર્ષની સત્યની ખોજમાં પોતાના મન-વચન-કાયાના યોગને કૃતાર્થ કરીને તથા નિવૃત્તિના સાચા અધિકારી બનીને મુનિશ્રી જિનવિજયજીએ અમદાવાદમાં તા. ૩--૧૯૭૬ના રોજ, પોતાનું જીવન સંકેલી લીધું. (તા. ૨૩-૬-૧૯૭૬). Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૪ (૪) ક્રાંતિપ્રિય પંડિત શ્રી બેચરદાસજી દોશી પંડિત બેચરદાસજી આપણા દેશના સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પ્રથમ પંક્તિના વિદ્વાનોમાંના એક છે, અને જૈન આગમશાસ્ત્રોના તો તેઓ મર્મસ્પર્શી અને વિશિષ્ટ જ્ઞાતા છે. તેઓની પ્રજ્ઞા એક સત્યશોધકની પ્રજ્ઞા છે અને તેમની દૃષ્ટિ ક્રાંતિમાર્ગી છે. આવી પ્રજ્ઞા અને આવી દૃષ્ટિને જીવનમાં ટકાવી રાખવા માટે એમને સંપ્રદાય તરફથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે; પણ તેથી તેઓ ક્યારેય વિચલિત થયા નથી પંડિતજીના પાંડિત્યની આ વિરલ વિશેષતા છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના વળા શહેર(વલભીપુર)ના વતની. તેમનો જન્મ વિ. સં. ૧૯૪૬માં થયો હતો. એમનાં માતાનું નામ ઓતમબાઈ. ધર્મે-નાતે તેઓ વીસાશ્રીમાળી દેરાવાસી જૈન. કારમી ગરીબી અને બીજી અનેક પ્રતિકૂળતાઓ છતાં તેઓ આપબળે આગળ વધ્યા. વિદ્યાભ્યાસની ઉત્કટ ઇચ્છાને પૂરી કરવા કાશીમાં સ્વ. આ. વિજયધર્મસૂરિજીએ સ્થાપેલ પાઠશાળામાં પહોંચ્યા. ત્યાં રહીને ન્યાય-વ્યાકરણતીર્થની પદવી મેળવી, આગમો તેમ જ અન્ય શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો અને બૌદ્ધધર્મ અને પાલિભાષાના અભ્યાસ માટે છેક લંકા પહોંચ્યા. અમૃત-સમીપે પાંડિત્યની સાથે રાષ્ટ્રભાવના એ પંડિતજીની બીજી વિશેષતા છે. મહાત્મા ગાંધીજીએ આ પાંડિત્યનું બહુમાન કરવા એમને ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપક-પદે નીમ્યા હતા. પંડિતજીની વિદ્યા-ઉપાસના ખૂબ વિસ્તૃત છે. એમણે પ્રાચીન સંખ્યાબંધ ગ્રંથોનું સંપાદન કર્યું છે, અને આગમ-સંશોધનમાં તો તેઓ સિદ્ધહસ્ત ગણાય છે. અનેક ગ્રંથોનાં અનુવાદ કે વિવેચનો પણ એમણે આપ્યાં છે. એમના હાથે સંપાદિત-અનુવાદિત કે વિવેચનો થયેલ નાનામોટા ગ્રંથોની સંખ્યા પચાસેક જેટલી તો સહેજે થઈ જાય એમ છે. પોતાની અનવરત વિદ્યા-ઉપાસના અને સતત સાહિત્યસેવાને કારણે પંડિતવર્ય શ્રી બેચરદાસ જીવરાજ દોશી ભારતીય પ્રથમ પંક્તિના વિદ્વાનોમાં કચારનું માનભર્યું સ્થાન પામી ચૂક્યા છે. દરેક ગ્રંથનું તલસ્પર્શી, સ્વતંત્ર અને સત્યશોધકની દૃષ્ટિથી અધ્યયન-અવલોકન કરવું એ પંડિતજીની ખાસ વિશેષતા છે, અને પોતાનાં અધ્યયન-અવલોકનને અંતે પોતાને જે સત્યની પ્રતીતિ થાય, તે ગમે તે જોખમ ખેડીને પણ જનતા સમક્ષ રજૂ કરવું એ એમની ખાસ ટેવ છે. આમ જરૂર પડતાં એક સાચા હિતેષી વૈદ્યની જેમ જનતાને કડવાં કે અપ્રિય લાગે એવાં સત્યો ઉચ્ચારતાં તેઓ અચકાયા નથી એ તો ખરું જ; ઉપરાંત એથી જનતાને Page #48 -------------------------------------------------------------------------- ________________ પંડિત દલસુખભાઈ ૨૫ પોતાની પ્રત્યે કેવો અણગમો, કેવી કડવાશ કે કેવો દ્વેષ જાગી જશે એની પણ એમણે દરકાર કરી નથી, અને એવી રીતે ઊભી થયેલી અનેક મુશ્કેલીઓ સામે પણ તેઓ અણનમ જ રહ્યા છે. સત્યનું શોધન અને સત્યનું ઉચ્ચારણ એ જાણે પંડિતજીને મન શ્વાસ અને પ્રાણરૂપ છે. અને એને અનુરૂપ રીતે જ પંડિતજીએ સ્વાશ્રય અને સાદાઈથી પોતાનું જીવન ઘડ્યું છે. સં. ૨૦૦૬ની સાલનો શ્રી વિજયધર્મસૂરિ-જૈનસાહિત્ય સુવર્ણચંદ્રક પંડિત શ્રી બેચરદાસજીને અર્પણ કરાયો હતો. આપણે આપણા વિદ્યાના સેવકોની – વિદ્વાનોની કદર કરવામાં પછાત ન હોત તો આવા શોભારૂપ સમર્થ વિદ્વાનોનું આપણે ક્યારનું બહુમાન કર્યું હોત. ખરી રીતે તો આપણી સંસ્કૃતિનો પાયો આવા વિદ્યાના ઉપાસકોએ જ ટકાવી રાખ્યો છે એ વાતનું આપણને ભાન થવાની જરૂર છે. પંડિતજીની સ્વમુખે પ્રશંસા કરતાં કે એમનું ઋણ સ્વીકારતાં અચકાનારી એવી અનેક વ્યક્તિઓ આપણે ત્યાં મોજૂદ છે કે જેઓ પ્રચ્છન્નપણે તેમના પ્રત્યે ભારે ઋણ ધરાવે છે. બાળક જેવી સરળતા, નિખાલસતા અને સેવાપરાયણતાથી પંડિતજીનું જીવન સૌરભભર્યું બન્યું છે. આજે (૧૯૬૩માં) સંસ્કૃત ભાષાના વિદ્વાન તરીકે તેમને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સન્માનપત્ર (સર્ટિફિકેટ ઑફ ઑનર) મળી રહ્યું છે ત્યારે, ૭૪ વર્ષની વયે પણ એમની જ્ઞાનતપસ્યા અખંડપણે ચાલ્યા કરે છે. [તા. ૨-૧૨-૧૯૫૦ અને ૩૧-૩-૧૯૬૩ (સંકલન)] (૫) સૌજન્યનિધિ પં. દલસુખભાઈ માલવણિયા ચારેક મહિના પહેલાં પ્રગટ થયેલ મારો છેલ્લો વાર્તાસંગ્રહ ‘મહાયાત્રા’ ભાઈશ્રી દલસુખભાઈને અર્પણ કરતાં મેં લખ્યું હતું – “વાતના વિસામા સમા મારા સહૃદય સુહૃદ, અજાતશત્રુ, સર્વમિત્ર મહાનુભાવ, નિષ્ઠાવાન, પરગજુ વિદ્વાન ભાઈશ્રી દલસુખભાઈ માલવણિયાને સાદર સસ્નેહ સમર્પણ.” આમાં મેં મારી છાપને બહુ જ સંક્ષેપમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ, હું માનું છું કે શ્રી દલસુખભાઈ સાથેના પરિચય મારા અંતરમાં જે સંવેદન જગાડ્યું છે, એવું જ સંવેદન ઓછા-વધુ પ્રમાણમાં એમના થોડાક પણ નિકટના સંપર્કમાં આવનાર સૌકોઈ અનુભવતા હોવા જોઈએ. આમ તો શ્રી દલસુખભાઈ અંગે ઘણા વખત પહેલાં લખવા જેવું હતું, પણ હવે એવો પ્રેરક પ્રસંગ ઊભો થયો છે કે જેથી એમના અંગે થોડુંક પણ લખ્યા વગર મનને નિરાંત ન થાય. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૭ અમૃત-સમીપે કેનેડાનું આમંત્રણ કેનેડાની ટોરોન્ટો યુનિવર્સિટી તરફથી શ્રી દલસુખભાઈને સાવ અણધાર્યો પત્ર મળ્યો. તા. ૯-૪-૧૯૯૭નો એ પત્ર ટૉરોન્ટો યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રોફેસર અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇસ્ટ એશિયન સ્ટડીઝ (પૂર્વ એશિયાને લગતી વિદ્યાઓના વિભાગ)ના અધ્યક્ષ પ્રોફેસર એ. કે. વાઈરે લખ્યો હતો. એમાં એમણે લખ્યું હતું? અમારે ત્યાં ચાલતા આ વિભાગમાં ભારતીય તત્ત્વજ્ઞાનના અધ્યાપનને માટે તમે ટૉરોન્ટો આવો એવી કોઈ શક્યતા છે કે કેમ તે જાણવા માટે હું આ પત્ર લખું છું. તમને અનુકૂળ હોય એ પ્રમાણે, કાયમને માટે કે મુલાકાતી અધ્યાપક (વિઝિટિંગ પ્રોફેસર) તરીકે એક વર્ષ માટે, અમે તમારી નિમણૂક કરી શકીએ એમ છીએ... “ભારતનાં વિશ્વતત્ત્વનું વિશ્લેષણ કરતાં દર્શનોની અન્ય શાખાઓ તેમ જ બૌદ્ધદર્શનના પ્રમાણવાદ સંબંધી ખુલાસા અને સમજૂતી આપી શકે એવા સાવ ગણ્યાગાંઠ્યા વિદ્વાનોમાંના એક તરીકે હું તમારાં કામોને ઘણા વખતથી પિછાણું છું; તેથી જ મારું ધ્યાન તમારા તરફ ગયું છે.” શ્રી દલસુખભાઈની જૈન આગમો અને ભારતીય દર્શનોની વ્યાપક તથા મર્મસ્પર્શી વિદ્વત્તા તેમ જ નિર્ભેળ વિદ્યાનિષ્ઠાનું મૂલ્યાંકન આપણા દેશના તેમ જ વિદેશના પણ કેટલાક પ્રાચ્યવિદ્યા અને તત્ત્વવિદ્યાના વિદ્વાનોએ ઘણાં વર્ષ પૂર્વે, ઠીક-ઠીક પ્રમાણમાં કરીને એમનું એ રીતે બહુમાન પણ કર્યું જ છે. દસ વર્ષ પહેલાં, સને ૧૯૫૭માં, ઑલ-ઇન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સના દિલ્હી અધિવેશનમાં તેઓ પ્રાકૃત અને જૈન વિભાગના અધ્યક્ષ નિમાયા હતા. આમ છતાં જ્યારે આ રીતે પરદેશમાંથી એમની વિદ્વત્તાનો લાભ લેવાની ઝંખના વ્યક્ત કરવામાં આવે, ત્યારે સૌ કોઈને આશ્ચર્ય સાથે વિશેષ આનંદ થાય એ સ્વાભાવિક કુટુંબ, સ્થિતિ અને પ્રારંભિક અભ્યાસ અમારા બંનેનું મૂળ વતન સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ જિલ્લામાં સાયલા ગામ. તેઓના વડવાઓ મૂળ માલવણ ગામમાં રહેતા. તા. ૨૨-૭-૧૯૧૦ના રોજ એમનો જન્મ. એમના પિતાશ્રીનું નામ ડાહ્યાભાઈ, માતુશ્રીનું નામ પાર્વતીબહેન, જ્ઞાતિએ ભાવસાર, ધર્મ સ્થાનકવાસી જૈન. ડાહ્યાભાઈને સંતાનમાં ચાર દીકરા અને એક દીકરી. એમાં દલસુખભાઈ સૌથી મોટા. કુટુંબની સ્થિતિ આજનું રળેલું કાલે ખાય એવી સાવ સામાન્ય; ગરીબ કહી શકાય એવી. ડાહ્યાભાઈ કટલરી વગેરે પરચૂરણ વસ્તુઓની નાનીસરખી દુકાન ચલાવીને કમાણી કરે અને પાર્વતીબહેન ટાંચા સાધનો અને ઓછી કમાણીમાં ડહાપણ અને કોઠાસૂઝથી ઘર ચલાવે અને Page #50 -------------------------------------------------------------------------- ________________ પંડિત દલસુખભાઈ જ્ઞાતિવ્યવહાર સાચવે. સાયલાની નિશાળમાં દલસુખભાઈએ ગુજરાતી બે ધોરણ પૂરા કર્યા. કેટલીક વાર તો નાતનો વ્યવહાર સાચવવો તો દૂર રહ્યો, કુટુંબનો નિર્વાહ ચલાવવો પણ મુશ્કેલ બની જાય એવા કપરા એ દિવસો હતા ! અધૂરામાં પૂરું દલસુખભાઈ દસ વર્ષના થયા એવામાં એમના પિતાશ્રીનો સ્વર્ગવાસ થયો ! કુટુંબની સ્થિતિ, એકનો એક આધારસ્થંભ તૂટી પડતાં એકદંડિયા મહેલની જેમ નિરાધાર થઈ ગઈ. પાંચ સંતાનની ભણતર વગરની માતાને માટે ઉપર આભ અને નીચે ધરતી સિવાય કોઈ આશ્રય ન રહ્યો ! અને છતાં આ કારમા સંકટમાં પણ આ કુટુંબ કંઈક પણ ટકી શક્યું તે પાર્વતીબહેનની આવડત અને હિંમતને બળે જ ! દુઃખના દિવસોમાં ગરીબનો બેલી ગરીબ જ થાય, એમ સુરેન્દ્રનગરના અનાથાશ્રમે દલસુખભાઈ વગેરે ચારે ભાઈઓને આશ્રય આપ્યો. અહીં સાત વર્ષ રહીને દલસુખભાઈએ અંગ્રેજી પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો. અભ્યાસના આ પ્રારંભિક સમયમાં પણ એમની વિદ્યારુચિ જાગતી હતી. પોતાના ફાજલ સમયનો ઉપયોગ એમણે આશ્રમની લાઇબ્રેરીનાં પુસ્તકો વાંચવામાં કર્યો; સાથે-સાથે અવ્યવસ્થિત બનેલી લાઇબ્રેરીને સુવ્યવસ્થિત પણ કરી. આ પ્રવૃત્તિએ એક રીતે એમની જ્ઞાનપિપાસાને પ્રોત્સાહિત કરી. આ પ્રારંભિક અભ્યાસકાળમાં પણ એમનું વલણ ગોખવા કરતાં વાંચવા-વિચારવા તરફ વિશેષ હતું; અને આશ્રમમાં એમની નામના એક હોશિયાર અને ડાહ્યા વિદ્યાર્થી તરીકે હતી. દલસુખભાઈ તોફાન કરે એવું તો માન્યામાં જ ન આવે. પણ આશ્રમના વિદ્યાર્થીઓને વારંવાર હેરાન કરીને વિદ્યાર્થીઓની આંખે ચડેલા ગૃહપતિને ફસાવવા માટે વિદ્યાર્થીઓએ એમના માથે આશ્રમની કેરીઓ ઉપાડી ગયાનું તહોમત આવે એવું એક કાવતરું ગોઠવેલું; એમાં દલસુખભાઈ પણ સામેલ હતા. ક્યારેક તેઓએ દુઃખ સાથે એ પ્રસંગને યાદ કરીને કહે છે કે મારા હાથે જાણીજોઈને આ પાપ થઈ ગયું ! દલસુખભાઈ ગરીબીના પારણે ઝુલ્યા હતા. અંધકાર-ઘેરી રાતની જેમ ગરીબીને પણ જીવનના સહજ ક્રમની માફક સ્વીકારી લઈને એને પાર કરવાનો તેઓ તેમ જ એમનું આખું કુટુંબ પ્રયત્ન કરતાં રહ્યાં અને જેવી સ્થિતિ આવી પડે એમાં સંતોષ માનતાં રહ્યાં. શ્રી દલસુખભાઈ કહે છે કે મારે જિંદગીમાં ભાગ્યે જ કોઈ મુસીબત વેઠવી પડી છે! દલસુખભાઈના સુખી જીવનની ગુરુચાવી એમણે સંતોષપૂર્વક ગરીબીને અમૃતરૂપે પચાવી જાણી એ જ લખી શકાય. - આ રીતે અનાથાશ્રમમાં સાત વર્ષ પૂરાં થયાં. હવેનો ભાગ્યયોગ કંઈક જુદો જ હતો. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અમૃત-સમીપે શાસ્ત્રીય અભ્યાસ સમયને ઓળખીને શ્રી સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ ગૃહસ્થ જૈન પંડિતો તૈયાર કરવાની દિશામાં પ્રયત્નો આદર્યા હતા, અને એ માટે બિકાનેરમાં સ્થાનકવાસી જૈન ટ્રેનિંગ કૉલેજની સ્થાપના કરી હતી. મૂળે મોરબીના વતની અને દાયકાઓથી જયપુરમાં વસેલા શ્રી દુર્લભજીભાઈ ત્રિભોવનદાસ ઝવેરી સમાજઉત્કર્ષની ભાવનાવાળા શ્રીમંત સજ્જન હતા. તેઓ ટ્રેનિંગ કૉલેજના કેવળ મંત્રી જ નહીં, પણ પ્રાણ હતા; અને જૈન વિદ્વાનો તૈયાર કરવાની એમની ઝંખના તીવ્ર હતી. હોંશિયાર વિદ્યાર્થીઓને શોધવા અને સારા-સારા વિદ્વાનો પાસે રાખીને એમને તૈયાર કરવા માટે તેઓ રાત-દિવસ પ્રયત્નશીલ રહેતા. આ સંસ્થામાં તૈયાર થયેલ પંડિતે ત્રણ વર્ષ સુધી કોન્ફરન્સ બતાવેલી કામગીરી બજાવવાનું બંધન હતું; બદલામાં માસિક પગાર પહેલા વર્ષે રૂ. ૪૦, બીજા વર્ષે રૂ. ૫૦ અને ત્રીજા વર્ષે રૂ. ૬૫ મળતો. શ્રી દલસુખભાઈના કુટુંબી કાકા મુનિશ્રી મકનજી મહારાજને આ યોજનાની જાણ થઈ, એટલે એમણે દલસુખભાઈને આ સંસ્થામાં દાખલ કરવા વિચાર્યું; ત્યાં રહીને નચિંતપણે અભ્યાસ પણ થશે અને અભ્યાસ પૂરો કર્યા પછી ત્રણ વર્ષ સુધી ઉત્તરોત્તર વધતા પગારે નોકરી પણ મળી રહેશે. એમના પ્રયત્નથી દલસુખભાઈને સંસ્થામાં પ્રવેશ તો મળી ગયો; પણ બિકાનેર જેટલે દૂર પહોંચવાના પૈસા ક્યાંથી લાવવા ? છેવટે બાવન ગામ ભાવસાર કેળવણી મંડળે પૈસાની સગવડ કરી આપી, અને તેઓ સને ૧૯૨૭માં બિકાનેર પહોંચ્યા. રહેવા-જમવાની તથા ભણવાની સગવડ સારી હતી, અને તેમની વિદ્યાભ્યાસની ધગશ પણ ઘણી હતી; વિદ્યાવાંછુ દલસુખભાઈને જાણે ભાવતાં ભોજન મળી ગયાં. તેઓ પૂરા યોગથી વિદ્યાભ્યાસમાં લાગી ગયા. તે વખતે બિકાનેરમાં શ્રી ભૈરોદાનજી શેઠિયા એક જૈન પાઠશાળા ચલાવતા. આમાં જેને શાસ્ત્રોના અભ્યાસી પંડિતો કામ કરતા; એમનો લાભ ટ્રેનિંગ કૉલેજના વિદ્યાર્થીઓને પણ મળતો. પંડિત શ્રી વીરભદ્રજી ઊંડા અભ્યાસી હતા. તેઓ વિદ્યાર્થીઓને ખૂબ લાગણીપૂર્વક ભણાવતા. પંડિત વેલશીભાઈ પણ એવા જ સારા શિક્ષક હતા. ઉપરાંત, ટ્રેનિંગ કૉલેજનો શિરસ્તો એવો હતો, કે જ્યાં-જ્યાં વિદ્વાનો કે વિદ્વાન મુનિરાજો હોય ત્યાં અમુક મહિનાઓ માટે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવતા. આને લીધે વિદ્યાર્થીઓ, મજાકમાં આ સંસ્થાને ટ્રેનિંગ કોલેજના બદલે “ટ્રાવેલિંગ કૉલેજ' કહેતા ! દલસુખભાઈએ સને ૧૯૨૭માં બિકાનેરમાં અને ૧૯૨૮માં જયપુરમાં અભ્યાસ કર્યો. ૧૯૨૯ના ચોમાસામાં તેઓ તથા બીજા વિદ્યાર્થીઓ કચ્છમાં Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પંડિત દલસુખભાઈ અંજારમાં શતાવધાની પંડિત મુનિવર્ય શ્રી રત્નચંદ્રજી મહારાજ પાસે રહ્યા. મુનિજી મોટા વિદ્વાન અને ભદ્રપ્રકૃતિના સાધુપુરુષ હતા. ચોમાસા બાદ બધા વિદ્યાર્થીઓ બાવર જૈન ગુરુકુળમાં રહ્યા. ૧૯૩૦માં દલસુખભાઈ “ન્યાયતીર્થ' થયા; ઉપરાંત સંસ્થા તરફથી એમને “જૈન વિશારદ'ની પદવી મળી. આ ત્રણ વર્ષમાં દલસુખભાઈએ સંસ્કૃત-પ્રાકૃત ભાષા અને ધર્મશાસ્ત્રોના અભ્યાસમાં જે નિપુણતા બતાવી, તેથી શ્રી દુર્લભજીભાઈ ઝવેરીએ ભવિષ્યના આ છૂપા ઝવેરાતનું હીર પારખી લીધું. આગમોના અભ્યાસ માટે એમણે દલસુખભાઈને તથા શ્રી શાંતિલાલ વનમાળીદાસ શેઠને અમદાવાદમાં પૂજ્ય પંડિતવર્ય શ્રી બેચરદાસજી પાસે મોકલ્યા. પંડિતજી જૈન આગમોના મર્મજ્ઞ વિદ્વાન હોવા સાથે ઐતિહાસિક તેમ જ તુલનાત્મક દૃષ્ટિએ આગમોને સમજવાસમજાવવાની મૌલિક દૃષ્ટિ ધરાવે છે. દલસુખભાઈને એમની પાસે આગમોના અભ્યાસની જાણે મુખ્ય ચાવી મળી, તેમ જ પંથમુક્ત થઈને સત્યને શોધવા અને સ્વીકારવાની વિશિષ્ટ દૃષ્ટિ પણ મળી. સાથે-સાથે રાષ્ટ્રભાવના પણ વધારે ખીલી. આ રીતે બે વર્ષ આ અભ્યાસ ચાલ્યો. એમ કહેવું જોઈએ કે દલસુખભાઈના વિદ્યાવિકાસમાં તેમ જ જીવનવિકાસમાં પંડિત શ્રી બેચરદાસજી સાથેનાં આ બે વર્ષ વિશિષ્ટ સીમાસ્તંભરૂપ બની રહે એવાં વીત્યાં. અમદાવાદના આ નિવાસ દરમ્યાન જ એમને પૂજ્ય પંડિતવર્ય શ્રી સુખલાલજીની ઓળખ થયેલી. બેચરદાસજીને જેલીનિવાસ મળ્યો, અને દલસુખભાઈનો અમદાવાદનો અભ્યાસકાળ પૂરો થયો. પણ શ્રી દુર્લભજીભાઈ ઝવેરી તો અભ્યાસી વિદ્યાર્થીઓને આગળ વધારવામાં પાછા પડે એવા ન હતા. તે વખતે ગુરુદેવ ટાગોરનું શાંતિનિકેતન ભારતીય વિદ્યા ઉપરાંત પૌરસ્ય વિદ્યાના અધ્યયનનું કેન્દ્ર લેખાતું. અહીં એશિયાના તેમ જ યુરોપના પણ દિગ્ગજ વિદ્વાનોનો અધ્યયન-અધ્યાપન માટે મેળો જામતો. સાંસ્કૃતિક અભ્યાસનું એ મોટું મિલનસ્થાન હતું, અને ત્યાં નહિ જેવા વેતને અધ્યાપન કરવામાં મોટા-મોટા વિદ્વાનો પણ ધન્યતા અનુભવતા. શ્રી દુર્લભજીભાઈએ દલસુખભાઈ, શાંતિભાઈ વગેરેને વિશ્વસંસ્કૃતિના સંગમસ્થાન સમા આ વિદ્યાધામમાં મોકલી આપ્યા. શ્રી દુર્લભજીભાઈની આ દૂરંદેશી કેટલી બધી ઉપકારક નીવડી ! શાંતિનિકેતનમાં મહામહોપાધ્યાય શ્રી વિધુશેખર શાસ્ત્રી ભટ્ટાચાર્ય જેવા આદર્શ શિક્ષક પાસે પાલિભાષા અને બૌદ્ધ ધર્મશાસ્ત્રોના અભ્યાસનો તો લાભ મળ્યો જ, ઉપરાંત એક વિદ્યાતપસ્વી ઋષિ જેવા એમના નિઃસ્વાર્થ, સાદા, નિર્મળ અને ઘડિયાળ જેવા નિયમિત જીવનની ઊંડી અસર પણ ઝીલવા મળી. પૂજ્ય પુરાતત્ત્વાચાર્ય મુનિશ્રી જિનવિજયજી પાસે પ્રાકૃતભાષા અને જૈન આગમોનું વિશેષ Page #53 -------------------------------------------------------------------------- ________________ - - અમૃત-સમીપે અધ્યયન કરવાનો અવસર મળ્યો. અને ગુરુદેવ ટાગોરની વિધવાત્સલ્ય અને વિશ્વશાંતિની ભાવનાની સુભગ છાયા તો ત્રઋષિઆશ્રમ સમા એ વિદ્યાધામમાં સદાકાળ પથરાયેલી રહેતી. વળી, ત્યાંના સમૃદ્ધ અને સહુને માટે સદા ય ઉઘાડા રહેતા પુસ્તકાલયનો લાભ દલસુખભાઈએ ખૂબ લીધો. જૈન આગમો તથા અન્ય ગ્રંથોનું પોતાની જાતે જ બહોળું વાચન અને મનન કરવાનો અપૂર્વ અવસર એમને અહીં મળ્યો. એક વર્ષ શાંતિનિકેતનમાં રહ્યા, અને અભ્યાસકાળનો – વિદ્યાર્થીજીવનનો – એક મહત્ત્વનો તબક્કો પૂરો થયો. શાંતિનિકેતનમાં દલસુખભાઈની વિદ્યાવૃત્તિ શતદળ કમળની જેમ એવી પાંગરી કે એમની ગણના હવે વિદ્યાર્થીના બદલે વિદ્વાન કે પંડિતની કક્ષામાં થવા લાગી. સાત વર્ષ અનાથાશ્રમમાં અને સાતેક વર્ષ ટ્રેનિંગ કૉલેજના સહારે અભ્યાસ કરીને સને ૧૯૩૪માં એમણે શાંતિનિકેતન છોડ્યું. લગ્ન અને નોકરી આ અભ્યાસકાળ દરમ્યાન જ, ૧૯૩૨માં ૨૨ વર્ષની ઉંમરે દલસુખભાઈનાં લગ્ન ધ્રાંગધ્રાનાં શ્રીમતી મથુરાબહેન (મથુરાગરી) સાથે થઈ ચૂક્યાં હતાં. એટલે હવે પોતાની મનમોજ ખાતર વધુ અભ્યાસમાં સમય વિતાવવો એ, ફરજની ઉપેક્ષા કરવા જેવું કે મનોવિલાસમાં રાચવા જેવું હતું. હવે તો કમાણી એ, જ મુખ્ય ધ્યેય બનાવવાની જરૂર હતી. ટ્રેનિંગ કૉલેજના નિયમ પ્રમાણે માસિક રૂ. ૪૦ના પગારથી સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના મુખપત્ર “જૈનપ્રકાશ'ની ઑફિસમાં મુંબઈમાં શ્રી દલસુખભાઈ નોકરીમાં જોડાઈ ગયા. દલસુખભાઈના કુટુંબજીવન અંગે અહીં જ સંક્ષેપમાં નિર્દેશ કરવો ઉચિત લાગે છે. એમનું લગ્નજીવન સાદું અને સુખી હતું. મથુરાબહેન પણ દલસુખભાઈની જેમ શાંત સ્વભાવનાં, સાદાં, એકાંતપ્રિય અને ઓછાબોલાં હતાં. કમનસીબે એમને ડાયાબિટીસનો વ્યાધિ લાગુ પડ્યો; અને સને ૧૯૯પના જાન્યુઆરીની ૨૪મી તારીખે મુંબઈમાં એમનું અકાળ અવસાન થયું. શ્રી દલસુખભાઈના સુખી જીવન ઉપર આ એક પ્રકારનો વજપાત હતો. ગરવા, શાંત અને સ્વસ્થ પ્રકૃતિના દલસુખભાઈ આ અસાધારણ આપત્તિને સમભાવપૂર્વક બરદાસ્ત કરી રહ્યા. છતાં એનો છૂપો જખમ એમના અંતર ઉપર કેવો ઘેરો પડ્યો છે તે એમની એક પ્રસંગે વહેલી મિતાક્ષરી દર્દભરી વાણીમાં જોવા મળે છે. મથુરાબહેનના અવસાન પછી એકાદ વર્ષે દલસુખભાઈનું સામયુ નૈનદર્શન નામે પુસ્તક આગ્રાના સન્મતિ જ્ઞાનપીઠ તરફથી પ્રગટ થયું. એ પુસ્તક મથુરાબહેનને અર્પણ કરતાં એમણે કોઈ કરુણ રસના કવિની જેમ લખ્યું : प्रिय पत्नी मथुरागौरीको, जिन्होंने लिया कुछ नहीं, दिया ही दिया है । Page #54 -------------------------------------------------------------------------- ________________ પંડિત દલસુખભાઈ ૩૧ દલસુખભાઈને સંતાનમાં માત્ર એક પુત્ર ભાઈ રમેશ જ છે. પુત્રવધૂ ચારુલતા શાણી, સમજુ અને દલસુખભાઈ પ્રત્યે ખૂબ ભક્તિશીલ છે. પંડિત સુખલાલજી સાથે ‘જૈનપ્રકાશ’ના રૂ. ૪૦ ઉપરાંત બે ટ્યૂશનો ક૨ીને બીજા ૪૦ રૂપિયા તેઓ રળી લેતા. એ સમયમાં આટલી કમાણી સારી ગણાતી. પણ અહીં મોટે ભાગે એમને કારકુની કામ કરવું પડતું અને વિદ્યાપ્રવૃત્તિ કરવાનો ખાસ કોઈ અવસર ન મળતો. શિક્ષક તરીકેનું કામ કરવાથી કે ‘જૈનપ્રકાશ' માટે એકાદ લેખ લખવાથી એમના વિદ્યારંગી ચિત્તને સંતોષ ન થતો. એમનું મન વિદ્યાવૃદ્ધિ તરફ દોરી જાય એવી કોઈ મનગમતી પ્રવૃત્તિઓ માટે ઝંખ્યા કરતું. દિલની અદમ્ય અને નિર્મળ ઝંખનાને ક્યારેક તો સફળતાનો ઉપાય મળી આવે છે. દલસુખભાઈને આ માટે વધારે રાહ જોવી ન પડી. મુંબઈમાં સને ૧૯૩૪ના ડિસેમ્બરમાં એમનો પૂજ્ય પંડિત શ્રી સુખલાલજીને વિશેષ પરિચય થયો. પંડિતજીએ એમનું હીર પારખી લીધું. તેઓ એ વખતે બનારસ હિંદુ યુનિવર્સિટીની ઓરિયેન્ટલ કૉલેજમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કૉન્ફરન્સે સ્થાપેલ જૈન-ચૅરના અધ્યાપક હતા. એમને દલસુખભાઈને પોતાના વાચક તરીકે બનારસ આવવા કહ્યું. પગાર માસિક રૂ. ૩૫. ઘર અને કુટુંબ માટે પૈસાની કંઈ ઓછી જરૂર ન હતી; અને બનારસ જવામાં તો માસિક રૂ. ૮૦ની કમાણી છોડીને માત્ર રૂ.૩૫થી જ ચલાવવાનું હતું. પણ દલસુખભાઈનું ધ્યાન આર્થિક ભીંસમાં પણ ધન કરતાં જ્ઞાન તરફ વિશેષ હતું. એમણે પંડિતજીની માગણી સ્વીકારી લીધી. આજે એમ લાગે છે કે આ નિર્ણય દિશાપલટા જેવો ભારે મહત્ત્વનો નિર્ણય હતો. પંડિતજીની કસોટી બહુ આકરી છે. પૂર્વગ્રહ, કદાગ્રહ, સાંપ્રદાયિક કટ્ટરતા, પાંથિક અંધશ્રદ્ધા કે બુદ્ધિની સંકુચિતતાથી જેનું મન ઘેરાયેલું હોય એ તો એમની પાસે ટકી જ ન શકે. શાસ્ત્રોના અભ્યાસ પાછળ પણ જુનવાણીપણાના સમર્થનની નહિ, પણ સત્યની શોધની જ દૃષ્ટિ હોવી જોઈએ. દલસુખભાઈ પંડિતજીની એ કસોટીમાં સોએ સો ટકા પાર ઊતર્યા. તરત જ પંડિતજીની અમીદ્રષ્ટિ દલસુખભાઈ ઉપર વરસવા લાગી. તેઓ પંડિતજીના શિષ્ય ઉપરાંત મિત્ર અને સાથી બની ગયા; પિતાપુત્રની જેમ બંને એકરસ બની ગયા ! પંડિતજીએ ભારતીય તત્ત્વજ્ઞાનની ચાવીરૂપ કેટલાક ગ્રંથો દલસુખભાઈને ભણાવ્યા. શરૂઆતમાં તો ઘ૨આંગણે પંડિતજીના વાચક તરીકે કામ કરવાની સાથેસાથે તેઓ અધ્યયન પણ કરતા રહ્યા, તેમ જ પંડિતજીના વર્ગોનો લાભ પણ લેતા રહ્યા. પછી તો, દલસુખભાઈની યોગ્યતા જોઈને, પંડિતજી એમને પોતાના વર્ગો Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૨ અમૃત-સમીપે લેવાની કામગીરી સોંપતા ગયા, તેમ જ પોતાના ગ્રંથ-સંશોધનના કામમાં પણ એમનો ઉપયોગ કરવા લાગ્યા. દલસુખભાઈની અર્થચિંતા પણ એ એમની પોતાની ચિંતા બની ગઈ. બનારસ ગયા પછી થોડા જ વખતે, એ જ વર્ષની ઉનાળાની રજાઓમાં પ્રમાણમીમાંસા'ના સંશોધન માટે પંડિતજીને પાટણ પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી તથા પૂજ્ય મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી પાસે જવાનું થયું. દલસુખભાઈ એમની સાથે જ હતા. સમતાના અને જ્ઞાનના સાગર સમા આ મુનિ-મહારાજો સાથે શ્રી દલસુખભાઈને નવો પરિચય થયો, જે કાયમને માટે ખૂબ લાભકારક બની રહ્યો. જૈનચૅરના અધ્યાપક તરીકે પંડિતજીને યુનિવર્સિટી તરફથી માસિક દોઢસોનો પગાર મળતો. જરૂરિયાતની દૃષ્ટિએ એ રકમ ઓછી પડે એવી હતી. તેથી કોન્ફરન્સના શાણા સંચાલકોએ દર મહિને બીજા દોઢસો રૂપિયા ખાનગી રીતે પંડિતજીને આપવાનું નક્કી કર્યું. પંડિતજીએ થોડાક મહિના તો આ રકમ લીધી; પણ પછી, તેઓ ઓછામાં ઓછી જરૂરિયાતથી નિર્વાહ કરવાને ટેવાયેલ હોવાથી, એમને લાગ્યું કે એ રકમ વગર પણ ચાલી શકે એમ છે, એટલે એમણે એ રકમ લેવી બંધ કરી. પંડિતજીની આવી નિર્લોભ વૃત્તિથી દલસુખભાઈ ખૂબ પ્રભાવિત થયા. બનારસમાં દલસુખભાઈએ પંડિતજીના ગ્રંથસંશોધનમાં અસાધારણ સહાય કરી, તેમ જ સ્વતંત્ર ગ્રંથ-સંપાદન પણ કર્યું; ઉચ્ચ કોટિના વિદ્વાનોનો પણ એમને સત્સંગ થયો. આ રીતે વિદ્યાવૃદ્ધિમાં આગળ વધતાં-વધતાં સને ૧૯૪૪માં પંડિતજી નિવૃત્ત થયા ત્યારે એમને સ્થાને દલસુખભાઈ જૈનચેરના પ્રોફેસર બન્યા. તે વખતના ઉપકુલપતિ ડૉ. રાધાકૃષ્ણને દલસુખભાઈ જેવા યુવાન વિદ્વાનને સહર્ષ વધાવી લીધા. અધ્યાપક તરીકે તેઓ વિદ્યાર્થીઓના અને સંશોધક તરીકે વિદ્વાનોના ખૂબ પ્રીતિપાત્ર બન્યા. જાપાનના પ્રોફેસર અને બર્માના બૌદ્ધ ભિક્ષુએ પણ એમની વિદ્વત્તાનો લાભ લીધો; એટલું જ નહીં, એમના સૌજન્યસભર તલસ્પર્શી પાંડિત્યે વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અધિકારવૃદ્ધ પર પણ એક પ્રકારનું કામણ કર્યું : એ સૌ એમની પાસે વિના સંકોચે આવતા. વિદ્યાવૃદ્ધિ માટે દલસુખભાઈને પણ નાના બાળક પાસે ય જવામાં સંકોચ ન હતો. અને હવે તો માતા સરસ્વતીના આ લાડકવાયા ઉપર લક્ષ્મીદેવી પણ કૃપા વરસાવવા લાગ્યાં હતાં. અને છતાં દલસુખભાઈનું જીવન તો એવું ને એવું જ સાદું હતું; સાગર ક્યારેય ન છલકાય ! અમદાવાદમાં શ્રી દલસુખભાઈ બનારસમાં હતા તે દરમ્યાન પૂજ્ય પુણ્યવિજયજી Page #56 -------------------------------------------------------------------------- ________________ પંડિત દલસુખભાઈ ૩૩ મહારાજની ભલામણ અને સદ્ગત રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રબાબુના પ્રયાસથી સને ૧૯૫૨માં પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીની દિલ્હીમાં સ્થાપના થઈ. બીજી બાજુ પૂજ્ય પુણ્યવિજયજી મહારાજની પ્રેરણા અને શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની ઉદાર સખાવતથી સને ૧૯૫૭માં અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના થઈ. શેઠશ્રી કસ્તૂરભાઈ પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીના સ્થાપનાસમયથી જ એની કાર્યવાહક સમિતિમાં છે. જતે દહાડે શ્રી દલસુખભાઈ પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીના માનદ મંત્રી બન્યા. તે પછી સોસાયટીના કામ અંગે એમની અને શેઠ શ્રી કસ્તૂરભાઈ વચ્ચે જે પત્રવ્યવહાર થયા, એને લીધે શ્રી કસ્તૂરભાઈ શેઠના મન ઉપર કંઈક એવી છાપ પડી કે જેથી એમણે શ્રી દલસુખભાઈને એમની સંસ્થાનું ડિરેક્ટરપદ સંભાળવા સૂચવ્યું. દલસુખભાઈએ એ સૂચનનો સ્વીકાર કર્યો અને સને ૧૯૫૯ના ડિસેમ્બરમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ડિરેક્ટર (નિયામક) બનીને તેઓ અમદાવાદ આવ્યા. આ આઠ વર્ષ દરમ્યાન સતત કામ કરીને દલસુખભાઈએ વિદ્યામંદિરની ખૂબ પ્રતિષ્ઠા વધારી અને વિદ્વાનોની પુષ્કળ સહાનુભૂતિ પણ મેળવી. ઉપરાંત, આવી મોટી સંસ્થાનો સફળ વહીવટ કરવાની એમની વહીવટી કુશળતાનો પરિચય પણ સૌને મળી રહ્યો. આમ વિદ્યા-ઉપાર્જનમાં જેમ તેઓ ઉત્તરોત્તર આગળ વધતા ગયા, તેમ વિદ્વાન તરીકેનું ઉચ્ચતર પદ પણ એમને વણમાગ્યું વગર લાગવગે મળતું રહ્યું. ચારેક વર્ષ પહેલાં દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય પ્રાચ્ય-વિદ્યા-પરિષદ ભરાઈ હતી અને ૧૯૬૬માં અલીગઢમાં અખિલ-ભારતીય પ્રાચ્ય-વિદ્યા-પરિષદ ભરાઈ હતી. બંને વખતે હું દલસુખભાઈ સાથે હતો. આ બંને પ્રસંગોએ દેશના જુદાજુદા પ્રદેશના તેમ જ થોડાક પરદેશના પણ વિદ્વાનોની શ્રી દલસુખભાઈ પ્રત્યેની જે લાગણી જોવા મળી એ ક્યારેય વીસરી શકાય એવી નથી. ગત પર્યુષણ દરમ્યાન બેંગલોરમાં ભારતની યુનિવર્સિટીઓમાં ધર્મોના અભ્યાસના સ્થાન અંગે એક જ્ઞાનગોષ્ઠિ યોજવામાં આવી હતી. એમાં માત્ર ઉચ્ચ કોટિના પચીસેક વિદ્વાનોને આંમંત્રવામાં આવ્યા હતાં; એમાં પણ જૈનધર્મના અભ્યાસ અંગે તેમને સ્થાન મળ્યું હતું એ બીના પણ એમની વિદ્વત્તા અને લોકચાહનાનું સૂચન કરે એવી છે. નામનાની એમને જરા ય ઝંખના નથી. પૈસો એમને લોભાવી શકતો નથી. એમના નમ્ર, નિખાલસ અને નિર્મળ મન ઉપર પાંડિત્યમદનું આધિપત્ય ક્યારેય જોવા ન મળે. તેથી જ તેઓ સદા સ્વસ્થ અને સદા પ્રસન્ન રહી શકે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે અવિવેક કરવો નહીં અને કોઈનો ડર રાખવો નહીં એ એમની વિદ્યોપાસનાની વિશેષતા છે. પૂજ્ય પંડિત સુખલાલજી અને એમની વચ્ચે કાયા ને છાયા જેવો એકરૂપ સંબંધ છે; છતાં કોઈ શાસ્ત્રીય કે બીજી બાબતમાં પોતાનું મંતવ્ય જુદું હોય તો તે તેઓ વિના સંકોચ રજૂ કરવાના જ. નિર્મળ જીવન અને સૌમ્ય વ્યક્તિત્વ ૩૪ શ્રી દલસુખભાઈનું નિર્વ્યાજ જીવન જોઈને ક્યારેક મીઠી મૂંઝવણભર્યો એવો ૨મૂજી સવાલ થઈ આવે છે કે એમનું પાંડિત્ય વધે કે એમનું સૌજન્ય ? એમની ઓછાબોલી છતાં મૂળ સુધી પહોંચનારી અગાધ વિદ્વત્તા આપણને એમના પાંડિત્યની પ્રશંસા કરવા પ્રેરે છે, તો એમની સહજ સરળતા, નિરભિમાનવૃત્તિ, સમતા, અનાસક્તિ, સહૃદયતા, શરીર-બુદ્ધિ-પૈસાના ભોગે પણ કોઈનું કામ કરી છૂટવાની પરગજુવૃત્તિ, વિવેકશીલતા, અનાગ્રહદ્રષ્ટિ, વેરવિરોધ કે રાગ-દ્વેષની કઠોર લાગણીનો અભાવ વગેરે ગુણો એમના રોમેરોમમાં ધબકતા સૌજન્યની શાખ પૂરે છે. શ્રી દલસુખભાઈની સાધનાના કેન્દ્રમાં માતા સરસ્વતી બિરાજે છે. એ ઉપાસનાનું ફળ એમને કેવા જીવનદાયી સમભાવ રૂપે મળ્યું છે એનો ખ્યાલ ત્રણેક મહિના પહેલાં દિલ્હીમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૪મા અધિવેશન પ્રસંગે પ્રગટ કરવામાં આવેલ ‘સંભારણામાં છપાયેલ નાનાસરખા સવાલ-જવાબથી પણ મળી શકે છે : સવાલ : આપ કયા દર્શનને અનુસરો છો ? દલસુખભાઈ : હું કોઈ દર્શનને અનુસરતો નથી. માત્ર સર્વ દર્શનનો અભ્યાસ કરું છું અને સમન્વયની ભાવનામાં માનું છું. [પં. દલસુખભાઈની વિદ્વત્તાના બહુમાનરૂપે જુલાઈ ૧૯૭૪માં દિગંબર મુનિ શ્રી વિદ્યાનંદજી પ્રેરિત ‘વીરનિર્વાણભારતી' સંસ્થા તરફથી તેમનું ‘સિદ્ધાંતભૂષણ’ પદવી ઉપરાંત પુરસ્કાર અને સન્માનપત્રથી અભિવાદન કરાયું હતું. ભારત સરકાર તરફથી ૧૯૮૫માં સંસ્કૃત વિદ્યા માટે સન્માનપત્ર (સર્ટિ. ઑફ ઑનર) અને કાયમી વર્ષાસન દ્વારા તેઓ સન્માન પામ્યા, અને ૧૯૯૨માં ‘પદ્મભૂષણ' ખિતાબથી વિભૂષિત કરાયા. સંસ્થાવિશેષ દ્વારા કરાયેલાં અન્ય સન્માનોની તેમ જ વિદ્યાસ્થાનોમાં થયેલી વિવિધ નિમણૂકોની યાદી લાંબી છે. - સં.] (તા. ૨૩-૧૨-૧૯૬૭) Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩પ ૫. મહેન્દ્રકુમારજી (૧) સમર્થ દર્શનશાસ્ત્રી પં. મહેન્દ્રકુમારજી નખમાં પણ રોગ ન લાગે એવું તંદુરસ્ત શરીર, કોઈથી પણ ભય ન પામે એવી હિંમત, એક કાર્ય કરવાનો નિશ્ચય કર્યો તે પછી એને સાંગોપાંગ પાર ઉતારીને જ જંપે એવું દઢ મનોબળ, કાર્ય કરવાની પાછળ ઊંઘ કે આરામની મુદ્દલ ખેવના ન રાખે એવી ખડતલ વૃત્તિ, આળસ કે નિષ્ક્રિયતાને પાસે પણ ન આવવા દે એવો અદમ્ય ઉત્સાહ, નવી-નવી વિદ્યાઓને ત્વરિત ગતિએ આત્મસાત્ કરવાની કુશાગ્રબુદ્ધિ, પોતાના વિષયનું સાંગોપાંગ અવગાહન કરનારું પાંડિત્ય – આવા આવા અનેક ગુણોથી શ્રી મહેન્દ્રકુમારજીનું જીવન સમૃદ્ધ હતું. શરૂઆતમાં પોતાના વતન ખુરઈમાં અભ્યાસ કરીને પછી ઇંદોરમાં રહીને જેને સિદ્ધાંતશાસ્ત્રીની અને “ચાયતીર્થની પદવી મેળવ્યા બાદ તેઓએ બનારસની એક મોટી દિગંબર જૈન સંસ્થા “સ્યાદ્વાદ મહાવિદ્યાલયમાં બાર-તેર વર્ષ સુધી અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. મુંબઈના શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં પણ એમણે કેટલોક વખત ધાર્મિક અધ્યાપક તરીકે કામ કર્યું હતું. પરંતુ આજીવિકા માટે અધ્યાપક તરીકેની કામગીરી સતત બજાવવા છતાં તેઓ ક્રમે-કમે પોતાના શાસ્ત્રીય અધ્યયનમાં આગળ વધતા રહ્યા અને પોતાનું જ્ઞાન ઊંડું તેમ જ વ્યાપક કેવી રીતે બને એ માટે નિરંતર પ્રયત્ન કરતા રહ્યા. ધીમેધીમે એમણે જૈન દર્શનને કેન્દ્રમાં રાખીને, જૈનધર્મનો ઊંડો અભ્યાસ કરવાની સાથે ઇતર ભારતીય દર્શનોનો પણ અભ્યાસ કરવા માંડ્યો; અને એ અભ્યાસમાં ઉત્તરોત્તર આગળ વધીને એમણે એક સમર્થ દર્શનશાસ્ત્રી તરીકે નામના મેળવી હતી. પંડિત શ્રી સુખલાલજી અને શ્રી દલસુખભાઈ માલવણિયાના સંપર્ક એમને આ દિશામાં ખૂબ પ્રેરણા આપી હતી. એમણે દિગંબર જૈન આચાર્યોએ રચેલા કઠણમાં કઠણ મનાતા અનેક દાર્શનિક ગ્રંથોનું સંપાદન કરીને એમને પ્રકાશિત કર્યા હતા. એમણે સંપાદિત કરેલા એ મૂળ ગ્રંથો, તેમ જ એ ગ્રંથો સાથે જોડાયેલી એમની વિદ્વત્તાપૂર્ણ અને માહિતીપૂર્ણ પ્રસ્તાવનાઓ પંડિતશ્રી મહેન્દ્રકુમારજીના પાંડિત્યની સાખ પૂરે એવાં તેમ જ એમની યશપતાકાને ચિરંજીવી બનાવે એવાં છે. જૈન દર્શનના એક ઉચ્ચ કોટિના વિદ્વાન હોવાની સાથેસાથે એમણે ઇતર દર્શનોનું પણ કેવું ઊંડું અધ્યયન કર્યું હતું, એ વાત બનારસ હિંદુ યુનિવર્સિટીમાં એમની નિમણૂક બૌદ્ધ દર્શનના પ્રોફેસર તરીકે કરવામાં આવી હતી એ ઉપરથી પણ જાણી શકાય છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે પોતાના શાસ્ત્રીય અધ્યયનનો પ્રારંભ એમણે જૈનધર્મ અને જૈન સિદ્ધાંતથી કરેલ હોવા છતાં ધીમેધીમે પોતાનું અધ્યયન વધારીને તેઓએ એમ. એ.ની ડિગ્રી મેળવી હતી; અને આટલું પણ જાણે ઓછું હોય એમ, ‘સિદ્ધિવિનિશ્ચય' જેવા એક કઠિન પ્રાચીન જૈન દાર્શનિક ગ્રંથનું સંપાદન કરીને એમણે બનારસ હિંદુ યુનિવર્સિટીની પીએચ.ડી.ની ડિગ્રી હજી ગયા નવેમ્બર માસમાં જ મેળવી હતી. આ ગ્રંથની માત્ર પ્રસ્તાવના જોવાથી શ્રી મહેન્દ્રકુમારજીના જ્ઞાનની વિશાળતા અને ઊંડાણનો ખ્યાલ આવી શકે એમ છે. Se સંસ્કૃતના ઊંડા અધ્યયન-અધ્યાપન માટે સુપ્રસિદ્ધ થયેલ બનારસની સવાસો વર્ષ જૂની સંસ્થા ક્વીન્સ કૉલેજ(સરકારી સંસ્કૃત કૉલેજ)ને આપણી સરકારે ગયા વર્ષે સંસ્કૃત વિશ્વવિદ્યાલય તરીકેનો દરજ્જો આપ્યો. એમાં જૈન-દર્શનશાસ્ત્રનો અભ્યાસક્રમ તો પહેલેથી જ હતો. પણ આ સંસ્થાને વિશ્વવિદ્યાલયનો દરજ્જો મળે ત્યારે એમાં જૈનદર્શનના પણ એક પ્રોફેસર હોવા જોઈએ એ માટે પં. શ્રી મહેન્દ્રકુમારજીએ ભારે જહેમત ઉઠાવી હતી, અને એમાં એમને સફળતા પણ મળી હતી; અને એ સ્થાને એમની જ નિમણૂક પણ થઈ ગઈ હતી. એ કામગીરી સંભાળી લેવાની તેઓ તજવીજમાં જ હતા. અને આ સ્થાને રહીને તેઓ વધારે મુક્ત મને અને બિનસાંપ્રદાયિક દૃષ્ટિએ પોતાની વિદ્યાનું ખેડાણ કરી શકે એવી પૂરી શક્યતા હતી. એટલામાં તા. ૨૦-૫-૧૯૫૯ ને રોજ માત્ર ૪૭ વર્ષની ઉંમરે, આપબળે આગળ વધીને આવી સિદ્ધિ પ્રાપ્ત કરનાર એક વિદ્વાનનું માત્ર એક અઠવાડિયાની પક્ષાઘાત(લકવા)ની બીમારીથી એકાએક અત્યંત દુઃખદ અવસાન થયું ! (તા. ૭-૬-૧૯૫૯) (૭) પ્રખર પુરુષાર્થી ધર્મદ્રષ્ટા શ્રી વીરચંદ રાઘવજી ગાંધી જે મહાનુભાવોએ, પોતાની વિરલ સેવાઓ દ્વારા વિક્ર્મની વીસમી સદીમાં આપણને ઋણી બનાવ્યા છે તેઓમાં શ્રી વીરચંદભાઈનું નામ પહેલી હરોળમાં મૂકી શકાય એવું છે. શ્રી વીરચંદભાઈએ સમાજસેવા કરી હતી, જ્ઞાનપ્રસાર માટે પ્રયત્નો આદર્યા હતા, દેશભક્તિ દાખવી હતી, વિદ્યાની ઉપાસના કરી હતી અને સૌથી આગળ વધીને જૈનશાસનની પરદેશોમાં પ્રભાવના કરવામાં જાણે પોતાની કાયાને ઘસી નાખી હતી. જેમ-જેમ એમની સેવાઓનો ખ્યાલ મેળવવા પ્રયત્ન કરીએ છીએ Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરચંદ રાઘવજી ગાંધી તેમ-તેમ એની વધુ ને વધુ વિશાળતા સમજાતી જાય છે; અને છેવટે એમ જ લાગે છે કે એમની સેવાઓનું મૂલ્ય આંકી શકાય એમ નથી. અને છતાં, આટઆટલી સેવાઓ કરનાર પુરુષને આપણે કેટલા બધા વિસરી ગયા છીએ ! આપણી આ વિસ્મરણશીલતા અને અકૃતજ્ઞતાનો વિચાર કરીએ છીએ ત્યારે ચિત્ત ગ્લાનિ અને દુઃખની લાગણીથી ભરાઈ જાય છે. વિજ્ઞાનની શોધોએ આજે સાત સાગર પારના દુનિયાના દેશોને જાણે પાડોશી બનાવી દીધા છે. પણ ત્યારે તો પરદેશગમન એ ખૂબ-ખૂબ વિરલ અવસર લેખાતો; એટલું જ નહીં, ૫૦-૭૫ વર્ષ પહેલાં સમુદ્રયાત્રા ખેડીને પરદેશ જવું એ પાપ લેખાતું અને એવો પ્રવાસ ખેડનારને પ્રાયશ્ચિત્ત કરવું પડતું – ભલે ને પછી એણે પ્રવાસ દરમ્યાન ધર્મ, દેશ કે સમાજનું સુંદર કામ કર્યું હોય ! સ્વનામધન્ય શ્રી વીરચંદ રાઘવજી ગાંધી એવી સંકુચિતતાના જમાનામાં જ જન્મ્યા, અને દેશના અને દુનિયાના જે કોઈ માનવીઓ એમના થોડા પણ પરિચયમાં આવ્યા એમના ઉપર પોતાના હૃદયની વિશાળતા અને જૈનસંસ્કૃતિની ઉદારતાની ઘેરી છાપ પાડીને ૩૭ વર્ષ જેટલી ભરયુવાન વયે ચાલતા થયા ! પણ કુદરતની એ મોટી કૃપા કે જ્યારે આખા દેશમાં અને ધર્મમાં પણ અંધશ્રદ્ધાએ જન્માવેલ સંકુચિતતાની બોલબાલા હતી, ત્યારે પણ જ્ઞાનદષ્ટિપ્રેરિત ઉદારતા કંઈ સાવ નામશેષ નહોતી થઈ; આછોપાતળા પણ એના ચમકારા નજરે પડતા હતા અને માર્ગ ભૂલેલી માનવજાતને સાચો માર્ગ બતાવતા હતા. શ્રી આત્મારામજી મહારાજ, સંકુચિતતાના એ અંધકારયુગમાં, આવા જ એક પ્રભાવશાળી યુગપુરુષ થઈ ગયા. જ્ઞાનગરિમાથી શોભતી એમની બુદ્ધિ હતી, ચારિત્રના વૈભવથી સમૃદ્ધ એમનું જીવન હતું, સમયનાં એંધાણ મુજબ પોતાના જીવનને અને જનસમૂહને દોરવાની અસીમ શક્તિથી સભર એમનો આત્મા હતો. હૃદયની વિશાળતા અને ચિત્તની ગંભીરતામાં જાણે મહાસાગર ! આદર્શ જૈન ગુરુ તરીકેનું જીવન જીવીને જૈનસંસ્કૃતિનો મહિમા વધારવાનું કામ તો એમના માથે હતું જ; સાથે-સાથે જૈનધર્મ-વિરોધી અનેક પરિબળોનો સફળ સામનો કરવાની મોટી જવાબદારી પણ એમના ઉપર આવી પડી હતી. એ સમયે વાત-વાતમાં શાસ્ત્રાર્થ કરવાનો અને પોતાના ધર્મને ચડિયાતો બતાવવા માટે બીજાના ધર્મની હીણપત કરવામાં આનંદ માનવાનો – સાંપ્રદાયિક કટ્ટરતાનો – સમય હતો. આત્મારામજી મહારાજે પોતાની જીવનસાધનાથી સંખ્યાબંધ ગ્રંથોનું સર્જન કરીને તેમ જ સામી છાતીએ પડકારોનો સામનો કરીને જૈનધર્મને આવી વિષમ પરિસ્થિતિમાંથી ઉગારી લીધો હતો. તેમની આ સેવાઓ જૈનધર્મ અને જૈનસંઘના ઇતિહાસમાં સોનેરી પ્રકરણ લેખાય એવી છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે આ જ્ઞાની મહાગુરુના સર્વસ્પર્શી અને મર્મસ્પર્શી જ્ઞાનનો મહિમા એટલો વિસ્તર્યો કે એમના પાંડિત્યની ખ્યાતિ છેક અમેરિકા સુધી પહોંચી; અને જ્યારે અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વના સર્વ ધર્મોની પરિષદ ભરવાનું આયોજન થયું, ત્યારે જૈન ધર્મના પ્રતિનિધિ વિદ્વાન તરીકે એ પરિષદમાં પધારવાનું આમંત્રણ શ્રી આત્મારામજી મહારાજને આપવામાં આવ્યું ! પણ જૈન સાધુના કડક નિયમો પ્રમાણે આત્મારામજી મહારાજ જાતે અમેરિકા જઈ શકે એવી કોઈ શક્યતા હતી જ નહીં. એટલે એમણે પરિષદના સંચાલકોની વિનંતીથી જૈનધર્મ-સંબંધી એક પાંડિત્યપૂર્ણ, વિચારપૂર્ણ નિબંધ મોકલ્યો, જે “ચિકાગો-પ્રશ્નોત્તર' નામે પ્રસિદ્ધ છે. આ પછી વળી પાછી પરિષદના સંચાલકોએ માગણી કરી કે જેનધર્મ ઉપર ભાષણ આપી શકે એવા આપના પ્રતિનિધિને મોકલો. આ માગણીનો સમુચિત જવાબ આપવો સહેલો ન હતો. જે વિદ્વાન જૈનધર્મ અને તત્ત્વજ્ઞાનના પૂરા જાણકાર હોય, અંગ્રેજી ભાષા ઉપર પૂરું પ્રભુત્વ ધરાવતા હોય અને પોતાના વિષયને સચોટ રીતે રજૂ કરવાની વકતૃત્વકળામાં નિપુણ હોય, એવા વિદ્વાનની પસંદગી કરવાની હતી. પણ આત્મારામજી મહારાજની દૃષ્ટિ ભારે ચકોર હતી. એમણે ૨૯ વર્ષની ઉંમરના, શક્તિ અને ધર્મભાવનાના પંજસમા એક યુવાનની પસંદગી કરીને દૂર-સુદૂર પરદેશમાં મળતી વિશ્વના સર્વ ધર્મોની પરિષદને જૈનધર્મનો સંદેશો સંભળાવવાની ભારે જવાબદારીવાળી કામગીરી એને સોંપી, અને પોતાના અંતરના આશીર્વાદનો એના મસ્તક ઉપર અભિષેક કર્યો; એ બડભાગી યુવક તે શ્રી વીરચંદ રાઘવજી ગાંધી - જૈન એસોસિયેશન ઓફ ઇન્ડિયાના નિષ્ઠાવાન મંત્રી. શ્રી વીરચંદભાઈ મુળે સૌરાષ્ટ્રમાં મહુવાના વતની. એમનો જન્મ સને ૧૮૯૪ની ઑગસ્ટની ૨૫મી તારીખે થયેલો. કુટુંબ ધર્મપરાયણ અને પિતા વિશેષ ધર્માનુરાગી, એટલે બચપણથી જ ધર્મસંસ્કારો અને ધાર્મિક શિક્ષણનો લાભ મળેલો. ૨૦ વર્ષની ઉંમરે તેઓ મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી. એ. થયા. જૈન સમાજના તેઓ પ્રથમ સ્નાતક હતા. ઊછરતી યુવાનીથી જ તેઓ લોકસેવા અને ધર્મસેવા પ્રત્યે આકર્ષાયા હતા, અને જે ઉંમરે સામાન્ય માનવી પોતાની શક્તિઓનો અર્થોપાર્જનમાં ઉપયોગ કરવાને લલચાય, એ ઉંમરે શ્રી વીરચંદભાઈએ જાહેર જીવનને પોતાનું જીવન બનાવ્યું. એમ લાગે છે કે સમાજસેવક અને સમાજનાયક એ બંને તરીકેની કાબેલિયત શ્રી વીરચંદભાઈને સહેજે સાંપડી હતી. એમના માથે જવાબદારીનું સૌથી પહેલું કામ તીર્થાધિરાજ શત્રુંજયનો મુંડકાવેરો દૂર કરાવીને પાલીતાણા રાજ્ય સાથે જૈનસંઘનું સમાધાન કરાવી Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ૩૯ આપવાનું આવ્યું. આ માટે મહેનત કરવામાં શ્રી વીરચંદભાઈએ જરા ય કસર ન રાખી; પોતાનાં ઊંઘ અને આરામને ભોગે એમણે દિલ દઈને કામ કર્યું. છેવટે મુંડકવેરો દૂર થયો, અને એના બદલામાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાલીતાણાના ઠાકોરસાહેબને વાર્ષિક પંદર હજાર રૂપિયા આપે એમ સમાધાન થયું. આ પછી બીજું વધારે જવાબદારીવાળું મોટું કામ એમના માથે આવ્યું સમેતશિખરજી મહાતીર્થની પવિત્રતા જાળવવા માટે કાયદેસરની કામગીરી બજાવવાનું. બોમ (?) નામના અંગ્રેજે પાલગંજના રાજા પાસેથી સમેતશિખરના પહાડનો અમુક ભાગ ભાડાપટે રાખ્યો હતો, અને ત્યાં એ પશુઓનો વધ કરાવીને ચરબીનું કારખાનું કરવા માંગતા હતા. આવા પવિત્ર તીર્થસ્થાનનો આવો ભયંકર હિંસક ઉપયોગ થવાની વાત જાણીને જૈનસંઘમાં ભારે સંક્ષોભ જાગ્યો. જૈનોએ બિહારની કોર્ટમાં આની સામે કેસ દાખલ કર્યો; પણ એમાં સફળતા ન મળી. પછી એ કેસ કલકત્તાની હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યો, અને એની કામગીરી શ્રી વીરચંદભાઈને સોંપવામાં આવી. આ માટે શ્રી વીરચંદભાઈ ખાસ કલકત્તા જઈને રહ્યા. શ્રી વી૨ચંદભાઈ આમ તો કાયદાશાસ્ત્રી ન હતા, પણ આ કેસમાં એમણે એક નિપુણ કાયદાશાસ્ત્રી જેટલી તૈયારી કરી. જરૂર લાગી તો બંગાળી ભાષાનો અભ્યાસ કર્યો, અને કેસમાં નાની કે મોટી એક પણ બાબત નજ૨-બહાર ન જાય એ માટે પૂરેપૂરી ચીવટ રાખી. આખરે એનો ફેંસલો જૈનસંઘના લાભમાં આવ્યો; અને શ્રી વીરચંદભાઈના ઊગતા જાહેર જીવન ઉપર યશકલગી ચડી. ચિકાગોની સર્વધર્મપરિષદ સને ૧૮૯૩ના સપ્ટેમ્બર મહિનામાં મળી. શ્રી વીરચંદભાઈ પૂજ્ય આત્મારામજી મહારાજની પ્રેરણાથી જૈનધર્મના પ્રતિનિધિ તરીકે પરિષદમાં હાજર રહ્યા હતા. હિંદુધર્મનું પ્રતિનિધિત્વ પ્રજ્ઞાપ્રગલ્ભ સ્વામી વિવેકાનંદે કર્યું હતું. બંનેની એક જ જન્મરાશિ અને ઉંમર પણ યૌવનની થનગનતી લગભગ એકસરખી : સ્વામી વિવેકાનંદની ઉંમર ૩૧ વર્ષની, શ્રી વીરચંદભાઈની ઉંમર ૨૯ વર્ષની; બંનેનો વેશ ભારતીય. બંનેનાં તેજસ્વી વ્યક્તિત્વ, પાંડિત્ય અને વક્તૃત્વે પરિષદ ઉપર ખૂબ ઊંડી છાપ પાડી, અને ભારતીય સંસ્કૃતિના આત્માનો પરિષદને પ્રતીતિકર ખ્યાલ આપ્યો. શ્રી વીરચંદભાઈ મૂળે ધર્મપ્રેમી અને ધર્માભ્યાસી તો ખરા, છતાં પૂર્વતૈયારી વગર આવી પરિષદમાં જૈનધર્મનું સફળ અને પ્રભાવશાળી પ્રતિનિધિત્વ કરી શકે એવું પાંડિત્ય નહીં. પણ આત્મારામજી મહારાજે એમને અમુક વખત માટે પોતાની પાસે રાખીને એ માટે પૂરેપૂરા તૈયાર કરી દીધા. તત્ત્વજિજ્ઞાસા, આંતરિક યોગ્યતા અને બુદ્ધિપ્રતિભા તો હતી જ ફક્ત એ પાંગરવાને માટે કોઈ સુયોગ્ય ગુરુની રાહ હતી. શ્રી વીરચંદભાઈએ ગુરુની આશા અને અપેક્ષાઓ આ પરિષદમાં સવાઈ Page #63 -------------------------------------------------------------------------- ________________ ४० અમૃત-સમીપે રીતે સફળ કરી બતાવી; આ પરિષદે વીરચંદભાઈના જીવનમાર્ગને જ જાણે બદલી નાખ્યો. ધર્મનું પાલન અને ધર્મનો પ્રસાર એ એમનું જીવનકાર્ય બની ગયું; એની પાછળ એ ઊંઘ અને આરામ વીસરી ગયા. આ સર્વધર્મપરિષદમાં શ્રી વીરચંદભાઈએ જૈનધર્મની સચોટ રજૂઆત તો કરી જ, પણ જરૂર લાગતાં હિંદુધર્મ કે ભારતના કોઈ પણ ધર્મ ઉપરના આક્ષેપો દૂર ક૨વા એમણે પ્રયત્ન કર્યો હતો. આના લીધે એમની બહુશ્રુતતા અને ઉદારતાની ઊંડી છાપ પરિષદ ઉપર પડી હતી, અને અમેરિકામાં એમને સારા પ્રમાણમાં લોકપ્રિયતા સાંપડી હતી. પરિષદ પૂરી થયા પછી એક-દોઢ વર્ષ સુધી પરદેશમાં જૈન ધર્મ, દર્શન, યોગ, ભારતીય સંસ્કૃતિ વગેરે વિષયોનાં સેંકડો પ્રવચનો આપ્યાં હતાં. સને ૧૮૯૫માં તેઓ પાછા આવ્યા, અને જૈનધર્મના વિશેષ અધ્યયન માટે તેમ જ જૈનધર્મ અંગે લોકોની જિજ્ઞાસા સંતોષવા માટે મુંબઈમાં ‘શ્રી હેમચંદ્રાચાર્ય અભ્યાસવર્ગ'ની સ્થાપના કરી; બીજી પણ સંખ્યાબંધ પ્રવૃત્તિઓ હાથ ધરી. સને ૧૮૯૬માં એમની વિદ્વત્તા અને આકર્ષક વ્યાખ્યાનશૈલી એમને ફરી વાર અમેરિકા લઈ ગઈ. એમની પ્રેરણાથી ભોગભૂમિ અમેરિકામાં ત્યાગ, વૈરાગ્ય અને સંયમનું ભારતીય તત્ત્વજ્ઞાન સમજવા માટે ‘સ્કૂલ ઑફ ઓરિયેન્ટલ ફિલોસોફી' અને ‘ગાંધી ફિલોસોફિકલ સોસાયટી' નામની સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. અમેરિકાથી પાછા ફરતાં એમણે ઇંગ્લંડ, ફ્રાન્સ અને જર્મનીમાં સંખ્યાબંધ ભાષણો આપ્યાં. તેઓ હજી પણ પરદેશમાં રહીને વધુ ધર્મપ્રચાર કરવા ઇચ્છતા હતા. પણ એવામાં શત્રુંજયતીર્થ સંબંધી અપીલ ઇંગ્લેંડના ભારતમંત્રી (સેક્રેટરી ઑફ સ્ટેટ ફૉર ઇન્ડિયા) સમક્ષ ૨જૂ ક૨વાની જરૂ૨ ઊભી થઈ, અને એની પૂર્વતૈયારી માટે શ્રી વીરચંદભાઈની દેશમાં જરૂર પડી; બૅરિસ્ટરીની પરીક્ષા પસાર કરી સને ૧૮૯૮માં તેઓ દેશમાં પાછા આવ્યા. પોતાના વ્યાપક અને ઊંડા અધ્યયનના પરિપાકરૂપે શ્રી વીરચંદભાઈએ ‘જૈન ફિલોસોફી’, ‘યોગ ફિલોસોફી' જેવા ગ્રંથો અંગ્રેજીમાં લખ્યા અને બીજા પણ સંખ્યાબંધ લેખો લખ્યા. તેઓ ચૌદ ભાષાઓ જાણતા હતા! જેમ શ્રી વીરચંદભાઈને ધર્મસેવાનો રંગ લાગેલો હતો, તેમ સમાજસેવાનો રંગ પણ એમને એટલો ઘેરો લાગેલો હતો. સને ૧૮૯૭માં હિંદુસ્તાનમાં દુકાળ પડ્યો, ત્યારે શ્રી વીરચંદભાઈ અમેરિકામાં હતા. એમનાથી આવી ધર્મપ૨ીક્ષાવેળાએ ચૂપ કેમ બેસી રહેવાય ? તરત જ એમણે અમેરિકામાં એક રાહતસમિતિની રચના કરી, અને પોતાની લોકપ્રિયતાને બળે આ સમિતિ દ્વારા સાન્ફ્રાન્સિસ્કો શહે૨માંથી મકાઈની એક સ્ટીમર અને ચાલીસ હજાર રૂપિયા દેશમાં મોકલી આપ્યા. Page #64 -------------------------------------------------------------------------- ________________ ડૉ. ગ્લાઝનપ આવા ધર્મપરાયણ વિદ્વાનને સ્ત્રીઓની નિરક્ષરતા કેમ સહન થાય ? એમના પ્રયત્નોથી “સોસાયટી ફોર ધી એજ્યુકેશન ઑફ વિમેન ઇન ઇન્ડિયા” (સ્ત્રી-શિક્ષણ માટેની ભારતીય સંસ્થા)ની સ્થાપના થઈ, અને એ દ્વારા સ્ત્રીકેળવણીનું કામ આગળ વધારવામાં આવ્યું. સાઠ-પાંસઠ વર્ષ પહેલાંનો એ સમય, જ્યારે પુરુષોના શિક્ષણનું ધોરણ પણ સાવ અલ્પ હતું; એવા સમયે નારીજાતિની ઉન્નતિ માટે પ્રયત્ન કરનાર શ્રી વીરચંદભાઈ કેવા સેવાભક્ત, કલ્યાણવાંછુ અને દિર્ઘદર્શ હોવા જોઈએ ! આમ ધીમે-ધીમે શ્રી વીરચંદભાઈની સમગ્ર શક્તિઓ સેવાના માર્ગે વળવા લાગી હતી, અને એના લીધે દેશ, ધર્મ અને સમાજને કંઈ-કંઈ લાભ થવાની આશા હતી; પણ કુદરતને એ મંજૂર ન હતું ! સને ૧૮૯૮માં ઇંગ્લેડથી પાછા ફર્યા બાદ એમની તબિયત નાદુરસ્ત રહેવા લાગી, અને સને ૧૯૦૧માં સાતમી ઑગસ્ટના દિને માત્ર ૩૭ વર્ષની નાની ઉંમરે, સાવ અકાળે એમનો આત્મા કોઈ વધુ ઉન્નત સ્થાનની શોધમાં ચાલતો થયો ! મરનાર મરીને ધન્ય બની ગયા, અને જીવનારાને એક સારા વિદ્વાન, સાચા સેવક અને સાચા ધર્મી પુરુષની સદાને માટે ખોટ પડી ! (તા. ૯-૫-૧૯૬૪ (મુખ્ય લેખ), તા. ૨૨-૮-૧૯૬૪ (અંશો)) (૮) ભારતીય-વિધાવિશારદ - ડૉ. હેલ્યુટ વોન ગ્લાઝના જર્મનીની ગૌરવવંતી ભૂમિ જેમ શૂરાઓ અને સાહસિકોની જનેતા છે, તેમ એણે વિશ્વમાં માન મુકાવે એવા જ્ઞાનીઓ અને વિજ્ઞાનીઓની પણ જગતને ભેટ આપી છે. ભારતીય સંસ્કૃતિની બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ એ ત્રણે શાખાઓ અને ભારતીય વિદ્યાની વિવિધ શાખાઓના પ્રકાંડ વિદ્વાનો જેવા જર્મની દેશે પેદા કર્યા છે, એવા બીજા કોઈ બહારના દેશે ભાગ્યે જ પેદા કર્યા હશે. મેક્સમૂલર (જેઓ સંસ્કૃત ભાષાના વિશિષ્ટ જ્ઞાનને લીધે પોતાની જાતને “ભટ્ટ મોક્ષમૂલર' કહેવામાં આનંદ માનતા), પૉલ ડૉયસન, ડૉ. હર્મન યાકોબી, પ્રો. જ્યોનેસ હર્ટલ, ડૉ. શુબિંગ, રુડોલ્ફ ઓટો વગેરેનું નામ લઈએ છીએ, અને એમની નિષ્ઠાપૂર્ણ વિદ્યોપાસના આગળ આપણું શિર ઝૂકી જાય છે. સદ્ગત ડૉ. હેલ્યુટ ગ્લાઝનપ પણ ભારતીય સંસ્કૃતિના ઉપાસકોની આ પવિત્ર વણઝારના એક વિખ્યાત સહપ્રવાસી હતા. Page #65 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે આમ તલસ્પર્શી વિદ્વત્તા અને વિજ્ઞાનની નવીનવી અદ્ભુત શોધોએ જર્મનીને ખૂબ નામના અપાવી; પણ એના રાજસત્તાધારી પુરુષોની રાજ્યવિસ્તારની, ગણતરી વગરની અને ગોઝારી મહત્ત્વાકાંક્ષાએ બે-બે વિશ્વયુદ્ધોને જન્મ આપીને જર્મનીને ખેદાનમેદાન કરવામાં અને એના માથે દુઃખનાં ઝાડવાં ઉગાડવામાં કશી મણા નથી રાખી ! ૪ર પાંચેક દાયકા પહેલાંનો સમય; જર્મની ઉપર વિલિયમ કૈસરનું રાજ્ય ચાલે. એને યુરોપવિજયના મનોરથ જાગ્યા, અને પહેલું મહાયુદ્ધ છેડાઈ ગયું ! સને ૧૯૧૪ની એ સાલ. એ સંહારલીલા ચાર વર્ષે પૂરી થઈ. ૧૯૧૮માં એ મહાયુદ્ધનો અંત આવ્યો; અને ભંગા૨માંથી નવસર્જન કરવાની ભીષણ જવાબદારી તે કાળના જર્મન રાજપુરુષોને માથે આવી પડી. યુદ્ધને લીધે બીજા દેશોના દેવાદાર બનેલ જર્મનીની આર્થિક ભીંસનો કોઈ પાર ન રહ્યો; અને એ આર્થિક ભીંસનો ખતરનાક ભરડો ફરી વળ્યો જર્મનીના વિદ્યાક્ષેત્રને ! જે વિદ્યાની વ્યાપક અને તલસ્પર્શી ઉપાસનાએ જર્મનીની શક્તિ અને બુદ્ધિને વિશ્વવિખ્યાત બનાવી હતી, એ જ વિદ્યાની ઉપાસના તે કાળે આર્થિક ભીંસનો ભોગ બની ગઈ ! જર્મન વિદ્વાનોને માટે આ ખરેખરો કસોટીનો કાળ હતો. ૨૭-૨૮ વર્ષની યુવાન વયના ભારતીય વિદ્યાના વિદ્વાન ડૉ. ગ્લાઝેનપ આ કસોટી-કાળમાં અપવાદ ન હતા. ડૉ. ગ્લાઝેનપ (તેમ જ અન્ય જર્મન વિદ્વાનો પણ) કેવી આર્થિક સંકડામણ ભોગવતા હતા તે તેમના, તે વખતના ઉપાધ્યાય શ્રી ઇંદ્રવિજયજી (અત્યારના આ વિજયેન્દ્રસૂરિજી) ઉપરના એક પત્ર ઉપરથી જાણી શકાય છે. બર્લિનથી તા. ૯-૧૦-૧૯૨૨ના રોજ લખેલ એક પત્રમાં તેઓ લખે છે કે સ્વર્ગસ્થ વિજયધર્મસૂરિજી પ્રત્યેની મારી કૃતજ્ઞતા દર્શાવવા માટે એમના સ્મારકફંડમાં મારો ફાળો આપવાની મારી ઉત્કટ ઇચ્છા છે, પણ જર્મન નાણાની નિર્માલ્ય સ્થિતિને લીધે મારી સ્થિતિ નાની-સરખી ૨કમની ભેટ મોકલવા જેવી પણ નથી રહી ! છેવટે તેમણે પાંચ શિલિંગનો ફાળો મોકલીને પોતાની ભાવના પૂરી કરી. એ નાણું પણ તેઓ પરદેશી હૂંડિયામણ મેળવીને નહોતા મોકલી શક્યા; હિંદુસ્તાનના કોઈ પત્રમાં લેખ લખીને એના પુરસ્કાર દ્વારા તેઓએ એ ૨કમ ભરપાઈ કરી હતી ! આવી આર્થિક ભીંસ વચ્ચે પણ જેમણે પોતાની ભારતીય વિદ્યાની ઉપાસનાને અખંડિતપણે જાળવી રાખી એવા ડૉ. પ્લાઝેનપ અને અન્ય જર્મન વિદ્વાનોને આપણા ઉપર મોટો ઉપકાર છે. ડૉ. ગ્લાઝેનપનો જન્મ સને ૧૮૯૧ની સાલમાં થયો હતો. Page #66 -------------------------------------------------------------------------- ________________ ડૉ. ગ્લાઝેનેપ ૪૩ તેઓ ભારતના બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ એ ત્રણે ધર્મોના ઊંડા અભ્યાસી અને બહુશ્રુત વિદ્વાન હતા; અને એ ત્રણે ધર્મો ઉપર એમણે મહત્ત્વના ગ્રંથો લખ્યા હતા. તેઓ ડૉ. હર્મન યાકોબીના શિષ્ય હતા. ૧૯૧૪ની સાલમાં “જૈન તત્ત્વજ્ઞાનમાં કર્મનો સિદ્ધાંત' (The Doctrine of the Karman in Jain Philosophy) એ વિષય લઈને એમણે જર્મનીની બૉન યુનિવર્સિટીની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. આ નિબંધનો અંગ્રેજી અનુવાદ પાછળથી બાબુ ભગવાનલાલ પનાલાલની સહાયથી પ્રગટ થયેલ છે. તેઓએ શરૂઆતમાં ક્યુનિસબર્ગ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાના અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું, પણ બીજા વિશ્વયુદ્ધ પછી આ પ્રદેશ સોવિયેટ રાજ્ય-શાસન નીચે ચાલ્યો જવાથી તેઓ પાછળથી ટ્યુબિન્શન યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાના અધ્યક્ષ તરીકે જોડાયા હતા, અને ત્યાંથી ૧૯૫૯ની સાલમાં તેઓ નિવૃત્ત થયા હતા. ૧૯૬૧ની સાલમાં, તેમને ૭૦ વર્ષ પૂરાં થતાં હોવાથી એમના શિષ્યો અને વિદ્વાનોએ એમને એક અભિનંદનગ્રંથ અર્પણ કર્યો હતો. એ ગ્રંથમાં એમના લેખોનો સંગ્રહ આપવામાં આવ્યો છે. જૈનધર્મના એમના ઊંડા જ્ઞાનને લીધે સને ૧૯૨૩માં તેમને બર્લિનની વિખ્યાત યુનિવર્સિટીમાં જૈનધર્મ ઉપર ભાષણ આપવાનું આમંત્રણ મળ્યું હતું. એમનું આ ભાષણ ખરી રીતે એક મહાભાષણ હતું, અને એમાં જૈનધર્મ સંબંધી વિપુલ માહિતી આપવામાં આવી હતી. આ ભાષણ પહેલાં જર્મન ભાષામાં દળદાર પુસ્તકરૂપે પ્રગટ થયું હતું, અને પાછળથી સને ૧૯૩૩માં ભાવનગરની શ્રી જૈનધર્મ-પ્રસારક-સભાએ જર્મન ભાષાના વિદ્વાન શ્રી નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ પાસે એનો ગુજરાતી અનુવાદ કરાવીને “જૈનધર્મ” એ નામે પુસ્તકરૂપે એ પ્રગટ કર્યું હતું. આ પુસ્તકની પ્રસ્તાવનામાં ડૉ. ગ્લાઝના જૈનધર્મ અંગે તેમ જ પોતાના પુસ્તકના હેતુ અંગે લખે છે : હિંદુ અને બૌદ્ધ ધર્મની તુલનામાં, ભારતવર્ષમાં જન્મ પામેલા ત્રીજા ધર્મ (જૈનધર્મ) વિશે પશ્ચિમમાં જોઈએ તેટલું ધ્યાન અપાયું નથી – જો કે એ ધર્મ ગંગાભૂમિના ઇતિહાસ, સાહિત્ય તથા કલા ઉપર કંઈ ઓછો પ્રભાવ પાડ્યો નથી, અને તેના વિશિષ્ટ વિચારો અને આચારો વિષે ધર્મસંશોધકોને બહુ મહત્ત્વનો રસ પડે એમ છે. આ પુસ્તક એ ખાતરી કરાવવાની અને વર્તમાન જૈનધર્મ વિશે સારી અને સાચી હકીકતોનું યથાશક્ય સંપૂર્ણ ચિત્ર આપવાની ઇચ્છા રાખે છે.” આ ગ્રંથના ગુજરાતી અનુવાદની પ્રસ્તાવનામાં જાણીતા પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી શ્રી ગ્લાઝેનાની વિદ્વત્તા અંગે લખે છે – ગ્રંથકાર જૈન સાહિત્યના મહાન અભ્યાસી પ્રો. હર્મન યાકોબીના ખાસ શિષ્ય છે, અને જૈન સાહિત્યના ઘણા સારા અભ્યાસી છે. કર્મગ્રંથ જેવા સૂક્ષ્મ અને Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૪ અમૃત-સમીપે તે સાથે શુષ્ક ગણાતા વિષયનો અભ્યાસ કરી પોતાના યુનિવર્સિટીના અભ્યાસની પૂર્ણાહુતિ કરી હતી...સન ૧૯૨૮માં એમણે ભારતની યાત્રા પણ કરી હતી, અને તે વખતે આપણા દેશની કેટલીક જૈન સંસ્થાઓ અને વ્યક્તિઓની ખાસ મુલાકાત દ્વારા જૈનધર્મ અને સંપ્રદાયનો વિશેષ પરિચય મેળવ્યો હતો...એ બધા ઉપરથી મને જણાયું કે ડૉ. ગ્લાઝેનપ જૈન સંસ્કૃતિનું બહુ જ સહાનુભૂતિપૂર્વક અધ્યયન કરનારાઓમાંના એક છે.” પણ આ ઉપરથી એમ માની લેવાની જરૂર નથી કે તેઓ એકલા જૈનધર્મના જ વિશેષજ્ઞ વિદ્વાન હતા; ઉપર કહ્યું તેમ બ્રાહ્મણ અને બૌદ્ધ ધર્મના પણ તેઓ એવા જ મર્મજ્ઞ વિદ્વાન હતા. અને તેથી જ ૧૯૫૧-૫૨ની સાલમાં દિલ્હીમાં યુનેસ્કોના આશ્રયે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને લગતી ચર્ચાસભા યોજવામાં આવી હતી ત્યારે, તેમ જ સને ૧૯૫૬માં ભગવાન બુદ્ધના ૨૫૦૦ના મહાપરિનિર્વાણવર્ષની ઉજવણી પ્રસંગે એમને ભારત આવવાનું ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પણ તેઓ અનેક વાર ભારતની મુલાકાતે આવ્યા હતા. સને ૧૯૨૪ની સાલમાં એમણે બર્લિન યુનિવર્સિટીમાં ભારતીય રહસ્યવાદીઓ (mystics) ઉપર ભાષણ આપ્યું હતું. અને એમાં જૈનધર્મ, વેદાંત, યોગ, ભક્તિમાર્ગ, શાક્તસંપ્રદાય અને બૌદ્ધધર્મ જેવા વિષયોની ચર્ચા કરી હતી. અને ૧૯૨૬માં અમેરિકાની સાત યુનિવર્સિટીઓમાં ભારતીય તત્ત્વજ્ઞાન ઉપર વ્યાખ્યાનો આપ્યાં હતાં. સાંસ્કૃતિક ક્ષેત્રની એમની વિશિષ્ટ નોંધપાત્ર સેવાઓની કદર રૂપે જર્મનીની ફેડરલ રિપબ્લિક સરકારે એમને ઑર્ડર ઑફ મૅરિટ'નું બહુમાન આપ્યું હતું. ડૉ. ગ્લાઝેનપ અખિલ ભારતીય સંસ્કૃત પરિષદના સભ્ય હતા, અને ભારતીય સંસ્કૃતિને લગતું એમનું છેલ્લું પુસ્તક ‘જર્મન કવિઓ ઉપર ભારતીય વિચારસરણીનો પ્રભાવ' એ વિષયને લગતું હતું. પહેલા વિશ્વયુદ્ધમાં જેમ એમને સખત આર્થિક ભીંસમાં સપડાવું પડ્યું હતું, તેમ બીજા વિશ્વયુદ્ધમાં એમની અમૂલ્ય મૂડી સમા પાંચ હજાર ગ્રંથોનો સંગ્રહ ભસ્મીભૂત થઈ ગયો હતો. પણ પુસ્તકો તો એમના શ્વાસ અને પ્રાણ સમાં હતાં; એટલે પોતાની મર્યાદિત આવકમાંથી એમણે ફરી ગ્રંથસંગ્રહ કરવા પ્રયત્ન કર્યો હતો. તેઓ આવતા વર્ષે નવી દિલ્હીમાં ભરાનાર આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં હાજરી આપવાના હતા; પણ તે પહેલાં તો તેઓ મહાપ્રવાસે ચાલ્યા ગયા ! ડૉ. ગ્લાઝેનપ સરસ્વતી-ઉપાસનામાં એવા તો ઓતપ્રોત હતા કે એને લીધે એમને જાણે દુન્યવી બાબતોનો વિચાર કરવાનો જ અવકાશ નહોતો મળ્યોઃ તેઓ આજીવન અવિવાહિત રહ્યા હતા. Page #68 -------------------------------------------------------------------------- ________________ ડૉ. ગ્લાઝેનપ ૪૫ આપણા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લિ રાધાકૃષ્ણન સાથે એમને છેક ૧૯૨૬થી પરિચય હતો, અને એ પરિચય ઉત્તરોત્તર વધતો જ ગયો હતો. ડૉ. ગ્લાઝેનપને અર્પણ થયેલ અભિનંદન-ગ્રંથની પ્રસ્તાવનામાં એમને અંજલિ આપતાં ડૉ. રાધાકૃષ્ણ લખે છે “હું જ્યારે પ્રો. વોન ગ્લાઝેનપને હિંદુસ્તાનમાં ઘણાં વર્ષ પહેલાં પહેલવહેલો મળ્યો ત્યારથી મેં એમને ભારતીય વિદ્યાના મહાન વિદ્વાન તરીકે પિછાણ્યા છે.” સને ૧૯૫૩ની સાલમાં પ્રો. ગ્લાઝેનપના માનમાં યોજાયેલ ખાસ સમારંભમાં તે વખતના જર્મની ખાતેના ભારતના એલચી શ્રી એસ. દત્તે એમને ભારતના સ્વાતંત્ર્યયુદ્ધના સંકટગ્રસ્ત દિવસો દરમ્યાન ભારતની પડખે ખડા રહેનાર વિદ્વાન તરીકે બિરદાવ્યા હતા. એમને શ્રદ્ધાંજલિ અર્પતાં નવી દિલ્હીના નેશનલ મ્યૂઝિયમના આસિસ્ટન્ટડિરેક્ટર શ્રી સી. શિવરામમૂર્તિએ કહ્યું છે - “પ્રો. હેલ્મેંટ વોન ગ્લાઝેનપે વેદાંત અને બૌદ્ધધર્મના અભ્યાસમાં જે ફાળો આપ્યો છે, તેથી ભારતીય વિચારસરણી ઉપર પ્રકાશ પાડતું સાહિત્ય સમૃદ્ધ થયું છે. એમના માયાળુ વ્યક્તિત્વ અને વિશાળ શાને સને ૧૯૫૬માં ઊજવાયેલ બુદ્ધજયંતી વખતે તેમના સંપર્કમાં આવનાર સૌ પ્રતિનિધિઓની પ્રશંસા મેળવી હતી. તેઓ એક વયોવૃદ્ધ ઋષિ જેવા હતા; પણ એમનો અદમ્ય ઉત્સાહ એમની વૃદ્ધ ઉંમરને ગણકારતો નહોતો. એમનામાં ભારતીય પંડિતની પરંપરા, જર્મન પ્રાધ્યાપકની સુનિશ્ચિતતા અને આંતરરાષ્ટ્રીય વિદ્વાનનું વ્યાપક અને ઊંડું દર્શન હતું. જર્મનીએ, ભારતે, અરે દુનિયાએ ભારતીય વિદ્યાના સર્વશ્રેષ્ઠ વિદ્વાનોમાંનો એક વિદ્વાન ગુમાવ્યો છે.” ભારતીય વિદ્યાના આ મહાન વિદ્વાનનું તા. ૨૫-૬-૧૯૬૩ના રોજ ૭૨ વર્ષની વયે અવસાન થયું. પણ જેણે આજીવન વિદ્યા-ઉપાસના કરીને પોતાનું જીવન ધન્ય બનાવ્યું એ તો સદા અમર જ છે ! (તા. ૧૬-૮-૧૯૬૩) Page #69 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે (૯) વિધાઋષિ ડૉ. શુબિંગા વિનયન, વિજ્ઞાન અને હુન્નર ઉદ્યોગની બધી વિદ્યાશાખાઓમાં જર્મની હંમેશાં દુનિયાની મોખરે રહ્યું છે, અને એના દિગ્ગજ વિદ્વાનોએ વિદ્યાક્ષેત્રે પોતાના અને પારકાના ભેદ ભૂલીને, વિદ્યાની બધી ય શાખાઓમાં પાયારૂપ, માર્ગદર્શક અને સર્વગ્રાહી કામ કર્યું છે. આ વિદ્વત્નોએ કરેલ આપણા પ્રાચીન શાસ્ત્રીય ગ્રંથોના સંશોધન-સંપાદનની તોલે આવી શકે એવું કામ આપણે ત્યાં બહુ ઓછા પ્રમાણમાં થયું છે; અને જે કંઈ થયું છે, એમાં આ વિદ્વાનોનાં કામો આપણા માટે દાખલારૂપ અને પ્રેરક બન્યાં છે. બે-બે વિશ્વયુદ્ધોમાં ન કલ્પી શકાય એવી તારાજી વેઠવા છતાં આજે જર્મનીએ જે અસાધારણ પ્રગતિ સાધી છે અને જે શક્તિ કેળવી છે, તેમાં એના સ્વદેશભક્ત વિદ્વાનોની નિષ્ઠાભરી, તલસ્પર્શી અને સત્યાગ્રાહી વિદ્યાસાધનાનો હિસ્સો પણ કંઈ જેવો-તેવો નથી. સ્વનામધન્ય સદ્ગત ડૉ. શુબિંગ જર્મન વિદ્વાનોની આવી ઉજ્વળ અને યશસ્વી પરંપરાના જ એક તેજસ્વી અને ધ્યેયનિષ્ઠ વિદ્યાપુરુષ હતા. આઠ મહિના પહેલાં, તા. ૧૩-૪-૧૯૬૯ના રોજ, પશ્ચિમ જર્મનીના હાલ્બર્ગ શહેરમાં, ૮૮ વર્ષની પાકટ વયે, આ વિદ્ધતુ-શિરોમણિ મહાનુભાવનું અવસાન થતાં આપણને જૈનવિદ્યાના તેમ જ ભારતીય વિદ્યા અને પ્રાચ્ય વિદ્યાના એક સમર્થ વિદ્વાનની સહેજે ન પૂરી શકાય એવી મોટી ખોટ પડી. તેઓનો જન્મ તા. ૧૦-૧૨-૧૮૮૧ના રોજ ઉત્તર જર્મનીના લ્યુબેક શહેરમાં થયો હતો. એમના પિતા શ્રી જ્યુબિયસ શુબિંગ હાઈસ્કૂલના હેડમાસ્તર હતા. એમની માતાનું નામ શ્રીમતી નેગેલ હતું. એમનું પોતાનું પૂરું નામ વાઘેર શુબ્રિગ હતું. અભ્યાસકાળમાં – નાનપણમાં શ્રી બેનફે રચિત સંસ્કૃત ભાષાનું વ્યાકરણ એમના જોવામાં આવ્યું અને એમણે એ પ્રત્યે કંઈક કુતૂહલભર્યું આકર્ષણ અનુભવ્યું. આ પ્રસંગ જાણે તેઓ ભવિષ્યમાં ભારતની વિધાના ખેડનાર બનવાના હતા, એનો સૂચક બની ગયો ! તેઓનાં લગ્ન સન ૧૯૧૨માં થયાં હતાં. સને ૧૯૦૦માં, ૧૯ વર્ષની વયે મૅટ્રિકની પરીક્ષા પસાર કરીને તેઓ થોડાક વખત માટે મ્યુનિચની યુનિવર્સિટીમાં જોડાયા, અને તે પછી તરત જ તે વખતે જર્મન હકૂમતમાં આવેલ સ્ટ્રાસબર્ગ યુનિવર્સિટીમાં, સુપ્રસિદ્ધ ભારતીય વિદ્યા અને જૈન સાહિત્યના વિશારદ પ્રો. લોયમનના શિષ્ય તરીકે જોડાયા. આ સ્થાન અને આ ગુરુનો સંપર્ક એમની વિદ્યાસાધનાના ધ્યેયને સુનિશ્ચિત કરનારાં નીવડ્યાં. આમે ય તેઓને વિજ્ઞાનના વિષયો કરતાં વિનયનના વિષયો પ્રત્યે અને ખાસ કરીને ભાષાઓના અધ્યયન પ્રત્યે સવિશેષ રુચિ હતી. અહીં એ નોંધવું જોઈએ કે ભલે Page #70 -------------------------------------------------------------------------- ________________ ડૉ. શુલિંગ ૪૭ તેઓને વિજ્ઞાનના અધ્યયન પ્રત્યે વિશેષ રુચિ ન હતી, પણ એમની કામ કરવાની અને પ્રાચીન ગ્રંથોનું અધ્યયન-અધ્યાપન અને સંશોધન-સંપાદન કરવાની પદ્ધતિ, એમના પુરોગામી વિદ્વાનોની જેમ, બિલકુલ વૈજ્ઞાનિક અને શ્રેષ્ઠ નમૂનારૂપ હતી. સ્ટ્રાસબર્ગ યુનિવર્સિટીમાં ડૉ. શુસ્પ્રિંગને પોતાના ગુરુ પ્રો. લૉયમન ઉપરાંત પ્રો. વેબર, પ્રો. પિશલ અને પ્રો. હર્મન યાકોબી જેવા ભારતીય વિદ્યાના પ્રકાંડ પંડિતોના સહવાસનો લાભ મળ્યો. ક્રમે-ક્રમે એમનું મન ભારતીય વિદ્યા તરફ અને ખાસ કરીને, એમના ગુરુ પ્રો. લૉયમનની પ્રેરણા અનુસાર, જૈન વિદ્યા તરફ ઢળ્યું. પોતાના પીએચ.ડી.ની ડિગ્રીના મહાનિબંધ(થિસિસ)ના વિષય તરીકે તેઓએ ‘બૃહત્કલ્પસૂત્ર’નાં સંપાદનને પસંદ કર્યું; અને એમાં તેઓ સને ૧૯૦૪માં સફળ થયા. આ પછી તેઓએ સને ૧૯૦૫થી ૧૯૨૦ સુધી, લગાતાર પંદર-સોળ વર્ષ લગી, બર્લિનના એક ગ્રંથાલયમાં વિદ્યાનિષ્ઠ ગ્રંથપાલ (ઍકેડેમિક લાઇબ્રેરિયન) તરીકે કામ કર્યું. આ સમય દરમ્યાન એમણે જૈન હસ્તપ્રતોની જે વિસ્તૃત અને વિશિષ્ટ યાદી તૈયાર કરી, તે પણ તેઓનાં ખંત, ધીરજ અને ચીવટની સાક્ષી પૂરે એવી છે. આ યાદી ઘણાં વર્ષો બાદ, બીજા વિશ્વયુદ્ધ પછી, પ્રકાશિત થઈ છે. માતા સરસ્વતી પોતાના આ અબોલ ભક્તની ભક્તિ, શક્તિ અને નિષ્ઠાનો લાભ વિદ્યા-ઉપાસકોને વ્યાપક રૂપમાં મળે એમ જાણે ઝંખી રહ્યાં હતાં. સને ૧૯૨૦માં ડૉ. શુસ્પ્રિંગની હંબુર્ગ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાની પીઠના (ઇન્ડોલોજીની ચરના) અધ્યાપક તરીકે નિમણૂક થઈ. આ સ્થાને ત્રીસ વર્ષ સુધી એક ઋષિની જેમ પૂર્ણ એકાગ્રતાપૂર્વક વિઘાકાર્ય કરીને સને ૧૯૫૦માં તેઓ નિવૃત્ત થયા; અને નિવૃત્ત થયા પછી પણ, એવી જ ધગશ અને ભક્તિથી, છેવટ સુધી વિદ્યાસાધના અને એ દ્વારા જીવનસાધના કરતા રહ્યા. (એમની જગ્યાએ, સને ૧૯૫૦થી, જાણીતા વિદ્વાન અને એમના શિષ્ય ડૉ. લુર્વિંગ આલ્સડોર્ફ કામ કરી રહ્યા છે.) તેઓએ જૈનધર્મનો અધિકૃત પરિચય આપતું પુસ્તક જર્મન ભાષામાં લખ્યું હતું. તેનો અંગ્રેજી અનુવાદ પાંચેક વર્ષ પહેલાં ‘ડૉક્ટ્રીન ઑફ જૈનઝ’ નામે પ્રસિદ્ધ થયો છે. જૈન આગમગ્રંથોમાં છેદસૂત્રોના તો તેઓ નિષ્ણાત વિદ્વાન હતા એમ કહેવું જોઈએ. છ છેસૂત્રોમાંથી બૃહત્કલ્પસૂત્ર, વ્યવહારસૂત્ર, નિશીથસૂત્ર અને મહાનિશીથ એ ચાર સૂત્રોનું તો તેઓએ સંશોધન-સંપાદન કર્યું હતું. ઉપરાંત ‘આચારાંગસૂત્રના એક ભાગનું, ‘ઇસિભાસિયાઇ'નું, ‘ગણિવિજ્જા'નું તેઓએ સંપાદન કર્યું હતું, અને એમના ગુરુ પ્રો લૉયમને સંપાદિત કરેલ ‘દશવૈકાલિકસૂત્ર’નો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. તેઓએ સન ૧૯૨૭-૨૮ અને પછી સને ૧૯૪૦, એમ બે વાર ભારતની મુલાકાત લીધી હતી. Page #71 -------------------------------------------------------------------------- ________________ ४८ અમૃત-સમીપે આ રીતે જર્મનીમાં અર્ધમાગધી ભાષા અને જૈન સાહિત્યના અધ્યયનઅધ્યાપન દ્વારા જૈન વિદ્યાની વિવિધ શાખાઓના અધ્યયન-અધ્યાપનની જે વિશિષ્ટ પરંપરા પ્રો. વેબરે શરૂ કરી હતી, એને ટકાવી રાખવા તેમ જ વિકસિત કરવા માટે ડૉ. શુબ્રિગ જીવનભર કોઈ મહાન વિદ્યાઋષિની જેમ પૂર્ણ ધ્યેયનિષ્ઠા અને સમર્પણભાવનાથી તપ કરતા રહ્યા. આ ઉપરાંત ડૉ. શુબ્રિગે સમયે-સમયે, ભારતીય વિદ્યાના (તેમ જ જેને વિદ્યાના પણ) જુદા-જુદા વિષયોને અનુલક્ષીને, જર્મન ભાષામાં આધારભૂત અને અભ્યાસપૂર્ણ તેમ જ માહિતીપૂર્ણ જે સંખ્યાબંધ શોધલેખો લખ્યા છે, તે વિદ્યાસાધકોને માટે સનાતન સંપત્તિરૂપ બની રહે એવા મહામૂલ્યવાન છે. પ્રાચીન ગ્રંથો કે પુરાતત્ત્વના વિષયોનું સંશોધન-સંપાદન કરીને સત્યને વાચા આપવાની તાલાવેલી ધરાવતા વિદ્વાનમાં નાનાસરખા ઉદરની શોધ માટે મોટા ડુંગરને ખોદવાની અપાર ધીરજ, અને મોટો ડુંગર ખોડ્યા પછી અંદરથી ઉદરસરખી સત્ય માહિતી ન સાંપડે તો પણ નિરાશ ન થવા જેટલો અખૂટ આશાવાદ તો જોઈએ જ જોઈએ. ડૉ. બિંગનાં કામો સાક્ષી પૂરે છે કે તેઓમાં આવી ધીરજ અને આવો આશાવાદ પૂર્ણ પ્રમાણમાં હતાં જ; ઉપરાંત અસાધારણ ચીવટ, ખંત, સુવ્યવસ્થા, સુનિશ્ચિતપણું, વિનમ્રતા, પરિશ્રમશીલતા, ઉત્કટ ધ્યેયનિષ્ઠા જેવી અનેક શક્તિઓ કે ગુણોની બક્ષિસ આ વિદ્યાઋષિને સહજપણે મળી હતી. એમની સફળતામાં આ શક્તિઓ અને સદ્ગુણોનો ફાળો તો ખરો જ, પણ એમની જીવનપદ્ધતિ અને કાર્યપદ્ધતિનું દર્શન કરતાં અનાસક્તિ, મિતભાષીપણું અને પળેપળનો સદુપયોગ કરી લેવાની અપ્રમત્તતાભરી નિયમિતતા એ એમની કાર્યસિદ્ધિની ગુરુચાવીઓ હતી એમ જરૂર કહી શકાય. એમના કાર્યકાળ દરમ્યાન જર્મનીએ શરૂ કરેલાં બે વિશ્વયુદ્ધોથી સૌથી વધારે સહન કરવાનું એના નિષ્ઠાવાન વિદ્યાપુરુષોને માથે આવ્યું. આની અસર અનેક અગવડો અને મુશ્કેલીઓ રૂપે ડૉ. શબ્રિગના જીવન ઉપર પણ પડી. છતાં એમણે પોતાના જીવનકાર્ય તરીકે સ્વીકારેલ વિદ્યા-સાધનાના દીપને અખંડ રાખ્યો; એટલું જ નહીં, પોતાની તિતિક્ષા અને ધ્યેયનિષ્ઠા દ્વારા વધારે પ્રકાશમાન બનાવ્યો. એમની કાર્યનિષ્ઠાનો એક પ્રસંગ અહીં નોંધવા જેવો છે. સને ૧૯૬રમાં તેઓને ભારત આવવા માટે જૈનસંઘ વતી આગમ-પ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજીએ આમંત્રણ લખ્યું; ત્યારે તેઓએ ઊંડી આભારની લાગણી દર્શાવીને મહારાજશ્રીને વિનમ્રતાપૂર્વક ના લખતાં ઉમેર્યું કે “હજી ઘણાં કામ કરવાના બાકી છે, જે પૂરાં કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. મારા લખવાના ટેબલથી હું લાંબા સમય સુધી ગેરહાજર રહું એ કારણે પણ આપના આમંત્રણનો સ્વીકાર કરી શકતો Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રોફેસર ડૉ. વિગ આલ્સડોર્ક નથી.” નામનાની ઝંખના કે ધનની લોલુપતા આવા કાર્યરત પુરુષને કેવી રીતે સતાવી શકે ? તા. ૭-૨-૧૯૬૯ના રોજ તેઓને એક અકસ્માત નડ્યો. બરફથી લપસણી બનેલી હાલ્બર્ગની શેરીમાં તેઓ લપસી ગયા અને હાડકું ભાંગી ગયું. એમના ઉપર શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક કરવામાં આવી, પણ ૮૮ વર્ષનું વૃદ્ધ શરીર એનો ભાર ન જીરવી શક્યું. તા. ૧૩-૪-૧૯૬૯ના રોજ એ વિદ્યાઋષિનું તેજ મહાતેજમાં ભળીને અમર બની ગયું. (તા. ૧૩-૧૨-૧૯૯૯) (૧૦) ભારતીય અને જૈન વિદ્યાના વિશ્રુત જર્મન વિદ્વાન પ્રોફેસર ડૉ. લવિંગ આલ્સડોર્ફ અત્યારની વિદ્યાપ્રવૃત્તિનું અવલોકન કે મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરીએ, તો જેમાં વિદ્યાની વિવિધ તેમ જ નવી-નવી શાખાઓનું વ્યાપક પ્રમાણમાં ખેડાણ થતું જોવા મળે છે, તેમ, આવા ખેડાણનો જીવનના એક પવિત્ર ધ્યેય કે કાર્ય તરીકે સ્વીકાર કરીને, એ માટે મન-વચન-કાયાના પૂર્ણ યોગથી નિષ્ઠાભર્યો પુરુષાર્થ કરનાર સંખ્યાબંધ વિદ્વાનોની નામાવલી આપણા ધ્યાન ઉપર આવ્યા વગર રહેતી નથી. બે મહિના કરતાં ય વધુ સમય પહેલાં તા. ૨૫-૩-૧૯૭૮ના રોજ, ૭૪ વર્ષની ઉમરે, પોતાના દેશ જર્મનીમાં સ્વર્ગવાસી થયેલ પ્રોફેસર ડૉ. લવિંગ આલ્સડોર્ફ ભારતીય વિદ્યા અને જૈન વિદ્યા ઉપરાંત બીજા અનેક વિષયોના આવા જ એક અધિકૃત અને વિશ્વવિદ્યુત વિદ્વાન હતા. . . અત્યારે વિદ્યાભ્યાસના ક્ષેત્રે સર્વત્ર વાણિજ્ય, વિજ્ઞાન અને ટેક્નોલોજીના જુદા-જુદ્ધ વિષયોના અધ્યયન તરફ વધારે ઝોક અપાઈ રહ્યો છે તે સ્પષ્ટ છે. આનું એક સહજ પરિણામ એ આવ્યું છે કે વિનયનના (આર્ટ્સના) જુદા-જુદા વિષયોનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે, અને જે વિદ્યાર્થીઓ આવા વિષયોનો અભ્યાસ કરવા આગળ આવે છે, એમાં પ્રથમ પંક્તિના કે તેજસ્વી કહી શકાય એવા વિદ્યાર્થીઓ ભાગ્યે જ જોવા મળે છે. એટલે પછી શિક્ષણ, સંસ્કૃતિ, સાહિત્ય, તત્ત્વજ્ઞાન, ધર્મ, ઇતિહાસ, પુરાતત્ત્વ કે કળા જેવા માનવતાલક્ષી વિષયોમાં નિપુણતા ધરાવનારા મોટા વિદ્વાનો કેવી રીતે તૈયાર થઈ શકશે અને આવા જે વિદ્વાનો વિદેહ થાય છે, એમનું સ્થાન કોણ પૂરી શકશે ? અત્યારે તો કંઈક એમ જ લાગે છે કે આવા નિષ્ઠાવાન વિદ્વાનોનો અભાવ ક્રમે Page #73 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે -ક્રમે વધતો રહેવાનો છે, અને આ બાબતમાં આપણે તેમ જ અન્ય દેશો વધુ ને વધુ દરિદ્ર બનવાના છીએ. આ દૃષ્ટિએ વિચાર કરતાં સ્વનામધન્ય સારસ્વત ડૉ. આલ્સડોર્ફનું અવસાન સાંસ્કૃતિક વિદ્યાજગતને માટે જલ્દી ન પુરાય તેવી મોટી ખોટ રૂપ બની રહેવાનું છે એમ સ્પષ્ટ લાગે છે. (અમારી યાદ જો સાચી હોય તો, પચીસ-ત્રીસ વર્ષ પહેલાં, અમદાવાદની મુલાકાત વખતે, ડો. આલ્સડોર્ફ પોતે જ ફરિયાદ કરી હતી કે પોતાના દેશ જર્મનીમાં, જ્યાં પીરસ્ય વિદ્યાના ક્ષેત્રમાં અનેક વિદ્વાનો કામ કરતા હતા અને અનેક વિદ્યાર્થીઓ મળી આવતા હતા, ત્યાં પણ હવે એમની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જ જાય છે.) તેઓનો જન્મ તા.૮-૮-૧૯૦૪ના રોજ, દ્વાઈનલેન્ડમાં લાઉફેર્સવીલેર (Laufersweiler)ગામમાં થયો હતો. એમની બુદ્ધિ તેજસ્વી હતી, અને નવું-નવું જાણવાની જિજ્ઞાસાનું વરદાન એમને નાનપણથી જ મળેલું હતું. એટલે સ્વાભાવિક રીતે જ તેઓનું મન વિદ્યાસાધના તરફ દોરાયું હતું, અને પોતાની આ સાધનામાં એમને ઉત્તરોત્તર વધુ સફળતા મળતી ગઈ, ને તેઓની ગણના વિશ્વવિખ્યાત વિદ્વાનોમાં થવા લાગી. કેટલાય વિષયોમાં તો એમનો અભિપ્રાય પ્રમાણભૂત, અંતિમ અથવા વજૂદવાળો લખવામાં આવતો હતો. આવી વિરલ વિઘાસિદ્ધિ તેઓ પોતાના પુરુષાર્થના બળે મેળવી શક્યા હતા. આની થોડીક વિગતો જોઈએ : કુશાગ્ર બુદ્ધિ, ઉત્કટ જિજ્ઞાસા અને નવા કે અજાણ્યા વિષયને ગ્રહણ કરવાના વિશિષ્ટ સામ જેવી આંતરિક શક્તિઓના અખૂટ ભાતા સાથે એમણે પોતાની વિદ્યાયાત્રાનો પ્રારંભ કર્યો. એમાં મોટા સદ્ભાગ્યની વાત તો એ બની કે એમને જર્મનીના હેનરીચ ઝીમર, હર્મન યાકોબી, હેનરીચ ભૂંડર્સ અને વાઘેર શબિંગ જેવા પૌરસ્ય વિદ્યાના દિગ્ગજ વિદ્વાનો અને વિદ્યાશિલ્પીઓના માર્ગદર્શનનો સુયોગ મળ્યો. સાથે-સાથે જર્મનીનાં જ હડલબર્ગ, હંબુર્ગ અને બર્લિનનાં ત્રણ વિખ્યાત વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કરવાનો અવસર મળ્યો. પરિણામે ડૉ. આલ્લડોફનું એક ઉચ્ચ કોટિની વિદ્યામૂર્તિ તરીકે ઘડતર થયું અને વિદ્યા-જગતને એક નામાંકિત અને સમર્થ વિદ્યાપુરુષની કીમતી ભેટ મળી. પોતાના ચાર વિદ્યાગુરુઓમાંથી પ્રોફેસર શુબ્રિગની તો તેઓએ એવી પ્રીતિ સંપાદન કરી હતી કે એ બંનેની વચ્ચે ગુરુ-શિષ્ય તરીકેની પવિત્ર અને અતૂટ ગાંઠ બંધાઈ ગઈ હતી; એટલું જ નહીં, જ્યારે, સને ૧૯૫૦માં, એમના ગુરુ પ્રોફેસરે , શુબિંગ હંબુર્ગ યુનિવર્સિટીના ઈન્ડોલોજી (ભારતીય વિદ્યા) વિભાગના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા, ત્યારે એમના સ્થાને, એના અધ્યક્ષ તરીકે, પ્રોફેસર આલ્સડોર્ફની Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રોફેસર ડૉ. લુર્વિંગ આલ્સડોના, ૫૧ નિમણૂક કરવામાં આવી. આ પદે પૂરાં બાવીસ વર્ષ સુધી ખૂબ એકાગ્રતા અને યશસ્વીપણે કામ કરીને તેઓ સને ૧૯૭૨ની સાલમાં, ૭૮ વર્ષની ઉંમરે નિવૃત્ત થયા હતા. નિવૃત્ત થયા પછી પણ તંબુર્ગ યુનિવર્સિટીએ, ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ વિભાગના માનાર્હ પ્રોફેસર તરીકે, ડૉ. આલ્સડોર્ફની સેવાઓ લેવાનું ચાલુ રાખ્યું હતું; અને આ જવાબદારી પોતાની જિંદગીના અંત સુધી તેઓએ યશસ્વી રીતે નિભાવી હતી. પ્રો. આલ્સડોર્ફ જૈનવિદ્યાના અધ્યયન અને સંશોધન પ્રત્યે આકર્ષાયા હતા તે એમના ગુરુ પ્રોફેસર શુસ્પ્રિંગની પ્રેરણાને લીધે. એમણે અપભ્રંશ ભાષાના ‘કુમારપાલપ્રતિબોધ’નું સંપાદન કરીને, સને ૧૯૨૮માં, ૨૪ વર્ષની ઉંમરે, હંબુર્ગ યુનિવર્સિટીની ડૉક્ટરેટ(પીએચ. ડી.)ની ડિગ્રી મેળવી હતી, અને યુનિવર્સિટીના અધ્યાપક તરીકેની પોતાની વિશેષ યોગ્યતા સાબિત કરી બતાવવા માટે એમણે પ્રોફેસર યાકોબીની ભલામણથી, દિગંબર જૈન ગ્રંથ ‘હરિવંશ-પુરાણ’ને અનુલક્ષીને મહાનિબંધ લખ્યો હતો. ભારતીય વિદ્યાના અભ્યાસ માટે તેઓએ કેટલોક સમય ભારત, બર્મા અને સિલોનમાં ગાળ્યો હતો. ભારતીય વિદ્યાના ક્ષેત્રમાં તેઓએ ભારતની બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ એ ત્રણે ધર્મસંસ્કૃતિઓનો અને એ સંસ્કૃતિઓનો વારસો જેના લીધે સુરક્ષિત બન્યો છે તે સંસ્કૃત, પ્રાકૃત-અપભ્રંશ અને પાલી એ ત્રણે ભાષાઓનો તથા એ ભાષાઓમાં રચાયેલ સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો હતો. જૈન વિદ્યાને લગતા વિષયની બાબતમાં તો તેઓ એક અધિકૃત વિદ્વાન ગણાતા હતા; એ ક્ષેત્રમાં એમણે ઘણા વિપુલ પ્રમાણમાં કામગીરી બજાવી હતી. તેઓએ સને ૧૯૩૦થી ૩૨ સુધી, બે વર્ષ માટે અલાંહાબાદ યુનિવર્સિટીમાં, જર્મન અને ફ્રેંચ ભાષાના અધ્યાપક તરીકે કામ કર્યું હતું. ભારતની સંસ્કૃત-પ્રાકૃત-પાલી ભાષાઓની જેમ યુરોપની ફ્રેંચ, અંગ્રેજી અને જર્મન ભાષાઓ ઉપર પણ તેઓ પૂરો કાબૂ ધરાવતા હતા. વળી તેઓ ફારસી અને અરબી ભાષાના તથા ઇસ્લામ ધર્મની સંસ્કૃતિના પણ સારા જાણકાર હતા. સને ૧૯૩૫માં તેઓ બર્લિન યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાના પ્રોફેસર નિમાયા હતા. તે પછી મિન્સ્ટરની યુનિવર્સિટીમાં એમણે આ જ વિષયનું અધ્યાપન કર્યું હતું. તે પછી બીજાં-બીજાં સ્થાનોમાં પણ અધ્યાપન-સંશોધનનું કાર્ય કર્યા પછી છેવટે, આગળ સૂચવ્યું તેમ, સને ૧૯૫૦ની સાલથી હંબુર્ગ યુનિવર્સિટીમાં, ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ વિભાગના અધ્યક્ષ અને એમના ગુરુ પ્રોફેસર શુસ્પ્રિંગના અનુગામી તરીકે સ્થિર થયા હતા. Page #75 -------------------------------------------------------------------------- ________________ પર અમૃત-સમીપે તેઓની વિદ્યાસાધનાની એક વિશેષતા એ હતી, કે તેઓ કેવળ ભારતીય વિદ્યા કે અન્ય વિદ્યાઓના જુદા-જુદા વિષયોને લગતી ભૂતકાલીન સામગ્રીની અધિકૃત માહિતી મેળવીને જ સંતોષ માનતા ન હતા, પણ જે-તે દેશને લગતા અને વિશેષ કરીને ભારતને લગતા તત્કાલીન રાજકીય, સામાજિક, આર્થિક વગેરે પ્રવાહોથી અને પ્રજાજીવનની ખૂબીઓ તથા ખામીઓથી પણ માહિતગાર રહેતા હતા. આવી વિશિષ્ટ કોટીની યોગ્યતાને લીધે, એમણે બર્લિન યુનિવર્સિટીના પ્રોફેસર તરીકેની ચાલુ કામગીરી ઉપરાંત, સને ૧૯૪૧ અને તે પછીના કેટલાક વખત સુધી, જર્મનીની વિદેશ-કચેરીમાં, ભારત અને એની પ્રજાના એક નિષ્ણાત જાણકાર તરીકેની કામગીરી પણ બજાવી હતી; મતલબ કે એમણે ઇન્ડો-જર્મેનિક સંબંધોને લગતી બાબતોના એક નિપુણ સલાહકાર તરીકેની નામના મેળવી હતી. તેઓ જે કોઈ વિષયનો અભ્યાસ હાથ ધરતા એમાં જીવંત ૨સ લેવાનો અને ઐતિહાસિક, તુલનાત્મક અને પૂર્વગ્રહમુક્ત તટસ્થ દૃષ્ટિથી એના મર્મ સુધી પહોંચી જવાનો એમનો સ્વભાવ હતો. આથી એક બાજુ જેમ એમની જ્ઞાનોપાસનાની ક્ષિતિજો વિસ્તરતી રહેતી હતી, તેમ બીજી બાજુ એમનું કોઈ પણ વિષયનું જ્ઞાન મર્મગ્રાહી અને સર્વસ્પર્શી બની રહેતું હતું. વળી કોઈ પણ વિષયનું આકલન કરવામાં તેમ જ નિર્ણાયક પરિણામ નક્કી કરવામાં એમની વિવેચનાત્મક (ક્રિટિકલ) અભ્યાસશીલતા, આંતરસૂઝ અને નિર્ણયશક્તિ ઘણો મહત્ત્વનો ભાગ ભજવતી હતી. આવી ઉચ્ચ કોટિની વિદ્વત્તા અને બીજી પણ જ્ઞાનોપયોગી અનેક શક્તિઓ ધરાવતી વ્યક્તિનો લાભ લેવા દેશ-વિદેશની અનેક શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓ પ્રેરાય એમાં શી નવાઈ ? પ્રો. આલ્સડોર્ફે આવી અનેક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાવા ઉપરાંત કેટલાંક સામયિકો-જર્નલોના મુખ્ય સંપાદક કે સહસંપાદક રૂપે પણ શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રની ચિરસ્મરણીય સેવાઓ બજાવી હતી. એમણે અરધી સદી જેટલા સમયપટ ઉપર વિસ્તરેલી પોતાની કારકિર્દી દરમ્યાન ૧૪ જેટલા ભારતીય ગ્રંથોનું સંશોધન, સંપાદન, સમાલોચન કર્યું હતું. એમાં જૈન, બૌદ્ધ અને વૈદિક એ ત્રણે સંસ્કૃતિના ગ્રંથોનો સમાવેશ થાય છે. એમાનાં પાંચ જૈનવિષયક ગ્રંથો આ છે : (૧) અપભ્રંશ સ્ટડીઝ, (૨) કુમારપાલપ્રતિબોધ, (૩) શ્રી પુષ્પદંતકૃત હરિવંશપુરાણ, (૪) જૈન સ્ટડીઝ ઇટ્સ પ્રેઝન્ટ એન્ડ ફ્યૂચ૨ (જૈન અધ્યયનનું વર્તમાન અને ભવિષ્ય) અને (૫) ધી આર્યા સ્ટાન્ઝાસ ઑફ ઉત્તરાજ્કયણ (ઉત્તરાધ્યનસૂત્રની આર્યા છંદની ગાથાઓ). જિંદગીનાં છેલ્લાં વર્ષો દરમ્યાન તેઓ જૈન આગમોની પ્રાચીનમાં પ્રાચીન ટીકાઓના સંશોધનકાર્યમાં એકાગ્ર બન્યા હતા. Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રોફેસર ડૉ. લવિંગ આલ્સડોર્ડ એમણે “કોન્ટ્રિબ્યુશન ટુ ધ હિસ્ટરી ઑફ વેજીટેરિયનિઝમ ઍન્ડ કાઉવર્ણિપ ઇન ઇન્ડિયા' (શાકાહારીપણા અને ગોપૂજાના ઇતિહાસમાં ભારતનો ફાળો), “અશોકના ધૌલી અને જઉગઢના શિલાતંભો”, “પંચતંત્ર” અને “ધ આર્યા સ્ટાન્ઝાસ ઑફ ધી પાલી કેનન' (પાલી ધર્મગ્રંથોમાં આર્યા છંદની ગાથાઓ) એ ચાર પુસ્તકો પણ આપ્યાં છે. ઉપરાંત એમણે જુદા-જુદા વિષયોને લગતા નાનામોટા આશરે પોણોસો જેટલા અભ્યાસપૂર્ણ નિબંધો કે લેખો લખેલા છે, જે એમની વ્યાપક વિદ્યાપ્રીતિ અને ઉચ્ચ કોટીની વિદ્વત્તાનું સુભગ દર્શન કરાવે છે. - શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનો એમણે અનેક દૃષ્ટિથી અભ્યાસ કર્યો હતો; એમાં એમનું એ સૂત્રમાંની આર્યા છંદની ગાથાઓનું અધ્યયન તો એમની અધ્યયનશીલતા પ્રત્યેના માનમાં વધારો કરે એવું હતું. પચીસેક વર્ષ પહેલાં અમદાવાદમાં તેઓ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજને મળ્યા ત્યારે તેઓએ ઉત્તરાધ્યયનસૂત્રની આર્યા છંદની કોઈક ગાથાના એક ચરણમાં, છંદોભંગ થાય એ રીતે, માત્રામેળમાં ફરક હોવાની વાત કરી ત્યારે શ્રી પુણ્યવિજયજી મહારાજે પણ સાનંદ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જૈન વિદ્યાના અધ્યયનના કારણે તેઓને આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિજી, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી અને મુનિરાજ શ્રી જયંતવિજયજી સાથે પણ નિકટનો સંબંધ હતો. વળી, તેઓ ભારતીય પુરાતત્ત્વ, શિલ્પ સ્થાપત્ય અને પ્રાચીન ઇમારતો સંબંધી પણ બહોળી અને પ્રમાણભૂત જાણકારી ધરાવતા હતા. પંદરેક વર્ષ પહેલાં, દિલ્હીના સુપ્રસિદ્ધ કુતુબમિનાર પાસે એમનો મેળાપ થઈ જતાં અને એમને એ સંબંધી માહિતી પૂછતાં, એમણે રમૂજમાં કહેલા શબ્દો આજે પણ સ્મૃતિપટ ઉપર અંકિત થઈ ગયેલા છે; એમણે અંગ્રેજીમાં કહેલા એ શબ્દોનો ભાવ આ હતો : “ભારતનાં પ્રાચીન સ્થાપત્યો સંબંધી માહિતી આપવામાં હું એક સારા માર્ગદર્શક (ગાઈડ) તરીકે કામ આપી શકે એમ છું.” આટલા થોડાક શબ્દો પણ એમના જ્ઞાન-ખજાનાની વિપુલતાનો ખ્યાલ આપી શકે એવા છે. જિંદગીના અંતભાગમાં એમણે વિદ્યાવૃદ્ધિ માટે તન તોડીને પાલી ભાષાની ક્રિટિકલ ડિક્શનરી તૈયાર કરવાના મહાભારત-કામના મુખ્ય સંપાદક તરીકે કામ કર્યું હતું. (તા. ૩-૬-૧૯૭૮) Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અમૃત સમીપે (૧૧) ભારતીય વિધાના વિશ્વવિદ્યુત વિદ્વાન્ ડૉ. બ્રાઉન ભારતીય વિદ્યાના વિશ્વવિકૃત અમેરિકન વિદ્વાન ડૉ. વિલિયમ નોર્મન બ્રાઉનનું, તા. ૨૮-૪-૧૯૭૫ના રોજ ૮૨ વર્ષની ઉંમરે અમેરિકામાં અવસાન થતાં વિશ્વના વિદ્યાજગતને ભાગ્યે જ પૂરી શકાય એવી મોટી ખોટ પડી છે. ડૉ. બ્રાઉનની ઉંમર પરિપક્વ હોવા છતાં એમની કાર્યનિષ્ઠા, કામ કરવાની શક્તિ અને કંઈક ને કંઈક પણ મૌલિક કે દાખલારૂપ સંશોધન કરી વિદ્વાનો અને જિજ્ઞાસુઓને ભેટ આપવાની ધગશ સજાગ અને સક્રિય હતી. એમણે સંખ્યાની દૃષ્ટિએ ભલે મર્યાદિત ગ્રંથોનું સંશોધન-સર્જન કર્યું હોય, પણ ગુણવત્તાની દૃષ્ટિએ તો એ અમૂલ્ય અને ચિરકાળ સુધી સંશોધન અને સર્જનનો શ્રેષ્ઠ નમૂનો બની રહે એવા છે. આ ગ્રંથો ડૉ. બ્રાઉનની જ્ઞાનસાધના, વિદ્યાસૂઝ, સત્યશોધક દૃષ્ટિ, મર્મગ્રાહી વૃત્તિ અને આદર્શ વિદ્વત્તાની લાંબા સમય સુધી કીર્તિગાથા સંભળાવતા રહેશે. એ જ રીતે એમના માર્ગદર્શન નીચે તૈયાર થયેલા વિદ્યાર્થીઓ તેમ જ એમની વિરલ અને વ્યાપક વિદ્વત્તાનો થોડોક પણ લાભ મેળવનાર વિદ્વાનો પણ જીવનભર એમના પ્રત્યે ઊંડી કૃતજ્ઞતાની અને બહુમાનની લાગણી અનુભવતા રહેશે, એમાં શક નથી. ડૉ. બ્રાઉનના જીવનમાં વિદ્વત્તાની સાથે સુજનતા અને નમ્રતાનો જે સુમેળ સધાયો હતો, એનું જ આ સુપરિણામ છે. ડૉ. બ્રાઉનનો જન્મ તા. ૨૪-૯-૧૮૯૨ના રોજ અમેરિકામાં બાલ્ટીમોરમેરીલેન્ડમાં થયો હતો. એમના પિતાનું નામ શ્રી જ્યોર્જ વિલિયમ બ્રાઉન અને માતાનું નામ શ્રીમતી વર્જિનિયા બ્રાઉન હતું. માતા-પિતા બંને ખ્રિસ્તી ધર્મના પ્રચારકઉપદેશક તરીકે કામ કરતાં હતાં અને આ માટે તેઓને ભારતમાં જબલપુર ક્ષેત્રમાં કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ડૉ. બ્રાઉનને પોતાનાં માતા-પિતા સાથે, તેર વર્ષની ઉંમર સુધી, આ રીતે ભારતમાં જબલપુરમાં રહેવાનો અને પ્રાથમિક અભ્યાસ કરવાનો અવકાશ મળ્યો એ જાણે ભવિષ્યના સુભગ યોગનો જ પૂર્વયોગ અથવા પૂર્વભૂમિકા રૂપ સુયોગ હતો. તેર વર્ષની ઉમરે જ્યારે તેઓ અમેરિકા પાછા ગયા ત્યારે હિંદી ભાષામાં સારી રીતે વાત કરી શકતા હતા. આ ઉપરથી એમ કહી શકાય કે ડૉ. બ્રાઉનના અંતરમાં ભારતીય વિદ્યા અને વિશેષે કરીને સંસ્કૃત ભાષા અને સાહિત્યની ઉપાસના કરવાનાં જે બીજ રોપાયાં તે એમને નાનપણમાં જ અનાયાસે થયેલ ભારતના આ સંપર્કને કારણે જ. ધ્યેયનિષ્ઠા, સંશોધન કરીને સત્યને શોધી કાઢવાની વેધક દૃષ્ટિ, કુશાગ્ર બુદ્ધિ, અદમ્ય ઉત્સાહ અને શ્રમશીલતા જેવી શક્તિઓએ એ બીજનું સંવર્ધન કરવામાં અનુકૂળ ખાતર-પાણી-હવા પૂરાં પાડવાનું કામ કર્યું. Page #78 -------------------------------------------------------------------------- ________________ ડૉ. બ્રાઉન ઉચ્ચ અભ્યાસ એમણે અમેરિકામાં જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં કર્યો, અને ચોવીસ વર્ષની ઉંમરે પીએચ. ડી.ની ડિગ્રી મેળવી. ર૯ વર્ષની ઉમરે એમનાં લગ્ન થયાં હતાં. એમને બે સંતાનો હતાં. અમેરિકાની પેન્સિલ્વાનિયા યુનિવર્સિટીમાં સને ૧૯૧૩થી ૧૯૧૯ સુધી ત્રણ વર્ષ માટે એમણે સંશોધનના ફેલો તરીકે કામ કર્યું હતું, અને તે પછી ૩ વર્ષ માટે હોન્સ યુનિવર્સિટીમાં હોન્સ્ટન સ્કોલર તરીકે બહુમાન મેળવ્યું હતું. સને ૧૯૨૨-૨૩માં એમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સંસ્કૃતનું અધ્યયન (?) કર્યું હતું તથા જમુની કૉલેજમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકેની પણ કામગીરી બજાવી હતી, અને સને ૧૯૨૬થી તેઓ અમેરિકામાં ફિલાડેલ્ફિયાની પેન્સિલ્વાનિયા યુનિવર્સિટીમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે જોડાયા હતા. આ યુનિવર્સિટી એમની વિશિષ્ટ કર્મભૂમિ બની રહી હતી, અને અહીં રહીને એમણે ભારતીય વિદ્યા અને વિશેષે કરીને સંસ્કૃત વિદ્યાના ક્ષેત્રમાં જેમ ખૂબ કામ કર્યું હતું, તેમ ભારતીય વિદ્યાના વિદ્વાન તરીકે દેશ-વિદેશમાં નામના પણ ઘણી મેળવી હતી. અમેરિકાની પ્રાચ્યવિદ્યા તથા ભારતીય વિદ્યા સાથે સંબંધ ધરાવતી સંખ્યાબંધ સંસ્થાઓને એમની વિદ્વત્તા અને કાર્યકુશળતાનો લાભ મળ્યો હતો. તેઓ ભારતીય વિદ્યાની વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણે શાખાના મર્મજ્ઞ અભ્યાસી હતા. પેન્સિલ્વાનિયા યુનિવર્સિટીના ઇન્ડિયન આર્ટ વિભાગના તથા ફિલાડેલ્ફિયાના મ્યુઝિયમ ઓફ આર્ટના ક્યૂરેટર તરીકેની જવાબદારી પણ એમણે સંભાળી હતી. જૈન સાહિત્યના સંશોધન-સંપાદનમાં એમણે ઊંડો રસ લીધો હતો : તેથી આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી સાથે તેઓને ઘણો પરિચય હતો. આ દિશામાં એમનું વિશિષ્ટ અર્પણ (૧) કલ્પસૂત્રનાં ચિત્રોનો સંગ્રહ, (૨) કાલકાચાર્યની સચિત્ર કથા (ધી સ્ટોરી ઓફ કાલક) અને (૩) સચિત્ર ઉત્તરાધ્યયનસૂત્ર (મેન્યુસ્ક્રિપ્ટ ઇલસ્ટ્રેશન ઑફ ધી ઉત્તરાધ્યયનસૂત્ર) – એ ત્રણ ગ્રંથરૂપે યાદગાર રહેશે. આ ત્રણે ગ્રંથો ડો. બ્રાઉનની કળાસૂઝ અને સંપાદનદષ્ટિના ઉત્તમ નમૂના રૂપ છે. ઉપરાંત, તેઓએ “વસંતવિલાસ' નામે પ્રાચીન ગુજરાતી ફાગુ કાવ્યનું તથા મહિમ્નસ્તોત્રનું સચિત્ર સંપાદન કર્યું હતું, તેમ જ મદુરાના મંદિરનો સચિત્ર પરિચય પણ લખ્યો હતો. એમણે “ધી રબીન્દ્રનાથ ટાગોર મેમોરિયલ લેક્ઝરરશિપ'ના ઉપક્રમે એની ચોથી વ્યાખ્યાનમાળામાં, અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં સને ૧૯૬૫માં મૅન ઇન ધી યુનિવર્સ" (વિશ્વમાં માનવીનું સ્થાન) એ વિષય ઉપર આપેલાં ચાર વ્યાખ્યાનો એમની વિદ્વત્તા, સ્વતંત્ર ચિંતનશક્તિ અને સંકલન કરવાની સૂઝનો આલાદકારી પરિચય કરાવવાની સાથેસાથે વાચકને માટે પણ ઉચ્ચ ચિંતનની Page #79 -------------------------------------------------------------------------- ________________ પક અમૃત-સમીપે કીમતી સામગ્રી રજૂ કરે છે. (આ વ્યાખ્યાનો આ જ નામથી પુસ્તકો રૂપે છપાઈ ગયાં છે.) આ વ્યાખ્યાનોમાં વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણે તત્ત્વજ્ઞાન અને ધર્મપરંપરા પ્રમાણે માનવી પોતાના અંતિમ ધ્યેયને – મોક્ષને– કેવી રીતે હાંસલ કરી શકે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષાના આકાર-પ્રકાર માટે બ્રાઉન બહુ ઉચ્ચ અભિપ્રાય ધરાવતા હતા. તેઓ કહેતા કે “સંસ્કૃત એ સુંદર રીતે ઘડાયેલી ભાષા છે – જાણે બધા ય વિભાગો વચ્ચે સુમેળ સધાય એવું મકાન કોઈ સ્થપતિએ તૈયાર કર્યું હોય એવી આ ભાષા છે. હું જે ભાષાઓ જાણું છું એમાં એવી કોઈ ભાષા નથી કે જેનું સંસ્કૃતના જેવું પૃથક્કરણ અને વૈજ્ઞાનિક અવલોકન થઈ શકે.” આપણા હસ્તલિખિત ભંડારો જોવાની એમને ખૂબ ધગશ હતી, અને આપણી પ્રાચીન વિદ્યાપરંપરા લુપ્ત થઈ રહી છે એનો એમને ખૂબ જ હતો. તેઓનું પોતાનું જીવન ભારતની પ્રાચીન વિદ્યાઓના સાધક એક ઋષિ જેવું આદર્શ હતું. મદ્રાસ અને જબલપુર યુનિવર્સિટીએ એમને પીએચ. ડી ની માનદ પદવી આપીને પોતાનું તથા એમનું ગૌરવ વધાર્યું હતું, અને કલકત્તાની સંસ્કૃત કૉલેજે એમને “જ્ઞાનરત્નાકર'ની પદવી આપીને એમની જ્ઞાનસાધનાનું બહુમાન કર્યું હતું. (તા. ૩૧-૫-૧૯૭૫) (૧૨) આજીવન વિધાસેવી ડૉ. મિસ જહોન્સના જૈન સાહિત્યની બહુમૂલી સેવા બજાવીને જે પરદેશી વિદ્વાનોએ જૈનસંસ્કૃતિનું ગૌરવ વધારવાની સાથે આપણને આભારી બનાવ્યાં છે, એમાં અમેરિકન વિદુષી ડૉ. મિસ જ્હોન્સન પણ માનભર્યું સ્થાન ધરાવે છે. આ અમેરિકન બાનુએ જીવનભર કૌમારવ્રતનો સ્વીકાર કરીને વિદ્યાઉપાસનાને જ પોતાનું પ્રવૃત્તિક્ષેત્ર બનાવ્યું હતું. વિદ્યાસેવાના પ્રવૃત્તિક્ષેત્ર તરીકે પણ જૈન સાહિત્યને જ અપનાવ્યું હતું, અને એ ક્ષેત્રની આખું જીવન નિષ્ઠા અને પરિશ્રમ સાથે ઉપાસના કરી હતી. આવાં આ વિદ્યાનિષ્ઠ વિદુષીનું, છએક મહિના પહેલાં તા. ૨૯-ક૧૯૬૭ના રોજ એમના વતનમાં ૭૮ વર્ષની ઉમરે દુઃખદ અવસાન થયું અને જીવનભર ભારતીય વિદ્યાની અને વિશેષે કરીને જૈન વિદ્યાની સેવા કરનાર એક વિદ્વાનની ખોટ પડી. વડોદરાના સુપ્રસિદ્ધ પ્રાપ્ય વિદ્યામંદિર (ઓરિયેન્ટલ . Page #80 -------------------------------------------------------------------------- ________________ પ૭. ડૉ. મિસ હોન્સન ઇન્સ્ટિટ્યૂટ)ના તાજેતરમાં પ્રગટ થયેલ “જર્નલ ઑફ ધી ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ નામે ત્રમાસિના જૂન ૧૯૬૭ના અંકમાં શ્રીયુત જે. પી. ઠાકરે ડૉ. મિસ જ્હોન્સન અંગે વિસ્તૃત માહિતી આપતી લાંબી અવસાનનોંધ અંગ્રેજીમાં લખી છે, એટલે એને આધારે આ નોંધ લખવાનું શક્ય બન્યું છે. ડૉ. મિસ જ્હોન્સને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય-વિરચિત સુપ્રસિદ્ધ મહાકાવ્ય (અથવા પુરાણકાવ્ય) “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત'ના અંગ્રેજી અનુવાદને એક પવિત્ર જીવનકાર્ય તરીકે સ્વીકાર્યું હતું, અને એ કાર્યની પાછળ પૂર્ણ નિષ્ઠાપૂર્વક પોતાનાં સમય અને શક્તિને અર્પણ કરીને એને યશસ્વી રીતે પૂર્ણ કર્યું હતું. સને ૧૯૨૦ની સાલમાં તેઓ હિંદુસ્તાન આવ્યાં અને બે વર્ષ આ દેશમાં રોકાયાં એ દરમ્યાન એમનું ધ્યાન જૈનધર્મ અને સંસ્કૃતિના મહાકોશ-સમા અને પાંત્રીસ હજાર શ્લોક જેટલા વિશાળ આ મહાકાવ્ય તરફ દોરાયું હતું. પોતાને અજાણી ભાષા, તેથી ય વિશેષ અજાણી પરિભાષાઓ પ્રયોજતા, પણ જૈનધર્મ અને સંસ્કૃતિની વિપુલ સામગ્રીથી સભર એવા મહાસાગર-સમા આ ગ્રંથનું અંગ્રેજી ભાષાંતરનું કામ અખૂટ જિજ્ઞાસા, ખંત, ધીરજ, પરિશ્રમશીલતા અને વિદ્વત્તા માંગી લે એવું મોટું અને જટિલ હતું, અને તે વિદ્વાનો પાસેથી જરૂરી સહાય મેળવીને એકલે હાથે કરવાનું હતું. આવું મોટું કાર્ય આ વિદુષી બહેને ચારેક દાયકા જેટલા લાંબા સમય સુધી મહેનત કરીને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું એ બીના એ માનનીય ભગિનીનાં જીવન અને કાર્યનિષ્ઠાની યશકલગીરૂપ બની રહે એવી છે. અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે દળદાર છ ભાગમાં પ્રગટ થયેલ એ ભાષાંતર વડોદરાની વિશ્વપ્રસિદ્ધ ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝમાં સને ૧૯૩૧થી ૧૯૬૨ સુધીમાં ૩૧ વર્ષ દરમ્યાન પ્રસિદ્ધ થયેલ છે. ડૉ. મિસ જ્હોન્સનનો જન્મ તા. ૧૪-૧૦-૧૯૮૯ના રોજ અમેરિકામાં થયો હતો. સંસ્કૃતનો વિષય લઈને તેઓ ૧૮ વર્ષની ઉંમરે, સને ૧૯૦૭માં બી. એ. થયાં. તે પછી બીજે વર્ષે તેઓ એ જ વિષય લઈને એમ. એ. થયાં. પછી એમણે બે-એક વર્ષ સંસ્કૃત ઉપરાંત ગ્રીક ભાષા અને પુરાતત્ત્વનો અભ્યાસ કર્યો. સને ૧૯૧૨માં ગ્રીક, લેટિન અને સંસ્કૃત ભાષાનું વિશિષ્ટ અધ્યયન કરીને એમણે પીએચ. ડી.ની ડિગ્રી મેળવી. ત્યાર પછી પણ એમણે પ્રોફેસર મોરિસ લૂમફિલ્ડનાં વિદ્યાર્થિની તરીકે બે વર્ષ સુધી સંસ્કૃત અંગે કામ કર્યું. અંગ્રેજી ઉપરાંત ગ્રીક, લેટિન, સંસ્કૃત તથા પ્રાકૃત જેવી પ્રાચીન ભાષાઓ અને ફ્રેંચ, જર્મન, સ્પેનિશ, ઇટાલિયન, હિંદી અને ગુજરાતી જેવી આધુનિક ભાષાઓ પણ તેઓ જાણતાં હતાં. પીએચ.ડી. થયા પછી એમણે જુદી-જુદી કૉલેજોમાં વિદેશી ભાષાઓના પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. તથા કેટલીક ફેલોશિપ (અધ્યાપનવૃત્તિ) પણ મેળવી હતી. ૧૯૧૯માં એક Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અમૃત-સમીપે ફૅલોશિપ મળતાં તેઓ સંસ્કૃત ભાષાની માતૃભૂમિ ભારતમાં આવ્યાં. આ સમયે તેમણે અનેક વિદ્યાસંસ્થાઓની પણ મુલાકાત લીધી. બેએક વર્ષની આ વિદ્યાયાત્રા દરમ્યાન એમનું ધ્યાન ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' તરફ ગયું. ‘ત્રિષષ્ટિ 'નો અનુવાદ કરતાં પહેલાં એના અશુદ્ધ કે ન સમજાતા પાઠોને શુદ્ધ કરવાનું મુશ્કેલ કામ કરવાનું હતું. તે પછી મૂળકર્તાના ભાવને અંગ્રેજી ભાષામાં ઝીલી લેવાનું કામ તો એથી ય કઠણ હતું. પણ આ માટેનાં જરૂરી સંકલ્પબળ અને કાર્યશક્તિ એમની પાસે હતાં, એટલે એમણે એ કામની જવાબદારી ઉઠાવવાની હિંમત કરી. તેઓ આ માટે ૧૯૨૭થી ૧૯૩૧, ૧૯૪૭થી ૧૯૪૯ સુધી અને છેલ્લે ૧૯૬૦થી ૧૯૬૨ સુધી હિંદુસ્તાનમાં રોકાયાં હતાં, અને મુનિરાજ શ્રી જયંતવિજયજી, ન્યાયવિશારદ મુનિરાજ શ્રી ન્યાયવિજયજી, આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિજી, આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી અને મુનિરાજ શ્રી વિશાલવિજયજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. મુ. શ્રી જયંતવિજયજી મહારાજને તો એમણે પોતાના વિદ્યાગુરુ તરીકે બિરદાવીને પોતાના ગ્રંથનો છેલ્લો ભાગ એમને અર્પણ કર્યો છે. ઉપરાંત ડૉ. ભોગીલાલ સાંડેસરા, પંડિત શ્રી લાલચંદભાઈ ગાંધી, ડૉ. ઉમાકાંત શાહ, પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા વગેરેનો પણ એમણે સહકાર મેળવ્યો હતો. એમણે રૌહિણેયનાં સાહસો, રૌહિણેયચરિત, મહાવીર અને ગોશાલ વચ્ચેના સંબંધને લગતો અભિનવ અહેવાલ, શ્વેતાંબર જૈન મૂર્તિવિદ્યા, હેમચંદ્રની કૃતિમાં વનસ્પતિ-સંબંધી નિર્દેશો, રાજગૃહી અંગે નોંધ, રોહિણી-અશોકચંદ્રકથાનું ભાષાંતર વગેરે વિષયોના અભ્યાસપૂર્ણ લેખો-નિબંધો લખ્યા હતા. સૌથી મોટી વાત તો એક જ ગ્રંથના અનુવાદમાં જિંદગીનાં ઉત્તમ વર્ષો ધીરજપૂર્વક લગાવી દેવાં એ છે. અલબત્ત, આ બધું અમેરિકા દેશની વિદ્વાનોના કાર્યમાં સહાયરૂપ થવાની ઉદારતા અને તત્પરતાને લીધે જ બની શક્યું છે એ સ્વીકારવું જોઈએ. અને છતાં ડૉ. જ્હોન્સને તો ફરિયાદ કરી છે કે જો અમેરિકાના ભારતીય વિદ્યાના વિદ્વાનોએ આ કામમાં થોડોક વધારે રસ દાખવ્યો હોત, અને થોડીક વધારે સહાય આપી હોત તો આ કામ વીસ વર્ષ પહેલાં પૂરું થઈ શક્યું હોત; પણ સામાન્ય કામો માટે જ્યારે હજારો ડૉલરની મદદ આપવામાં આવતી હતી, ત્યારે ‘ત્રિષષ્ટિ'ને માટે વીસ વર્ષ સુધી કશી સહાય જ ન મળી ! આ વિદુષી બહેનની ધીરજની પણ આમાં કેવી કસોટી થઈ હતી, એનો એક પ્રસંગ અહીં નોંધવા જેવો છે : બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું તે દરમ્યાન ત્રીજા ભાગની પ્રેસકોપીનો કેટલોક ભાગ દરિયામાં ગુમ થયો હતો ! આવી ધીરજ અને ચીવટની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ડૉ. હર્ટલ પ૯ આપણા માટે તો આવી અધ્યયનશીલતા ઊંડા અધ્યયન માટે દાખલારૂપ કે પ્રેરણારૂપ બની રહેવી જોઈએ. આપણા પ્રાચીન આગમગ્રંથો તેમ જ આગમિક સાહિત્ય ઉપરાંત શ્રી ઉમાસ્વાતિવાચક, સિદ્ધસેન દિવાકર, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, હરિભદ્રસૂરિ, અભયદેવસૂરિ, મલ્લવાદી ક્ષમાશ્રમણ, હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી ઉપાધ્યાય વગેરે તેમ જ દિગંબરસંઘમાં પણ એવા અનેક શ્રમણવિદ્વાનો થયા છે કે જેમાંના એક-એક વિદ્વાનના જીવન અને સાહિત્યસર્જનના અધ્યયન માટે આખી જિંદગી પણ ઓછી પડે. હવે તો એવો સમય આવી ગયો છે કે આપણા મુનિરાજોમાંથી તેજસ્વી અને વિદ્યારસિક મુનિરાજો આવા મર્મસ્પર્શી અને સર્વગ્રાહી અધ્યયનને પોતાનું જીવનવ્રત બનાવે. ડૉ. મિસ જ્હોન્સનનો દાખલો આપણને આ વાત જ કહે છે. (તા. ૧૬-૧૨-૧૯૯૭) (૧૩) રવનામધન્ય ડૉ. હર્ટલ પ્રાચ્યવિદ્યાની અને ખાસ કરીને ભારતીય વિદ્યાની હોંશ અને ખંત સાથે, એકનિષ્ઠ બની સેવા કરનાર પરદેશના વિદ્વાનોમાં જર્મન વિદ્વાનોનું સ્થાન ઘણું આગળ પડતું છે. પોતાને ગૌરવપૂર્વક “મોક્ષમૂલર ભટ્ટ' કહેવરાવનાર ડો. મેક્સમૂલર તો આપણા દેશને માટે વેદોના ઉદ્ધારક જેવા આદરણીય બની ગયા છે. તેઓ પણ જર્મન જ હતા. જર્મન કે બીજા પરદેશોના વિદ્વાનો જેમજેમ પ્રાચ્યવિદ્યા અને ભારતીય વિદ્યાના અધ્યયન-સંશોધન-સંપાદનમાં આગળ વધતા ગયા, તેમ-તેમ એની જુદીજુદી શાખા-પ્રશાખાઓ તરફ એમનું ધ્યાન દોરાતું ગયું, અને તેઓ નવી-નવી શાખાઓનું ખેડાણ કરવા પ્રેરાયા. આ રીતે ભારતીય વિદ્યાના એક અગત્યના અંગરૂપ જેન-વિધા તરફ પણ કેટલાક વિદ્વાનોનું ધ્યાન ગયું, અને જેમ-જેમ જૈનવિદ્યાનું મહત્ત્વ એમને સમજાતું ગયું તેમ-તેમ તેઓ એ વિદ્યાની વિવિધ શાખાઓનું અવલોકન, અધ્યયન અને સંશોધન કરવા લાગ્યા. આ રીતે જૈન-વિદ્યાની સેવા કરનાર વિદ્વાનોમાં અમેરિકા તેમ જ યુરોપના ઇંગ્લેડ, ફ્રાન્સ, ઇટલી, નૉર્વે, જર્મની વગેરેના જુદાજુદા વિદ્વાનો હોવા છતાં એમાં પણ જર્મન વિદ્વાનોનો ફાળો ઘણો આગળ પડતો અને મૌલિક ગણી શકાય એટલો મહત્ત્વનો છે. - આપણા સાહિત્યની આવી કીમતી સેવા બજાવનાર જર્મન વિદ્વાનોમાં સૌથી પહેલાં આપણને સાંભરે છે પ્રો. વેબર અને પ્રો. હર્મન યાકોબી. પ્રો. વેબરે Page #83 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે લગભગ પોણોસો વર્ષ પહેલાં – માત્ર હસ્તલિખિત પ્રતો જ મળતી હતી તે સમયે – આગમો અને ખાસ કરીને આવશ્યક સૂત્ર વગેરેનું સંશોધન કરતાં જે શોધો કરી હતી અને જે અનુમાનો તારવ્યાં હતાં તે આજે પણ સંશોધનના ક્ષેત્રમાં જૂનાં થયાં નથી. વળી જૈનધર્મ બૌદ્ધધર્મની શાખા છે' એવી ભૂલભરેલી માન્યતાનું પ્રમાણોને આધારે નિરસન કરીને જૈનધર્મને એક સ્વતંત્ર ધર્મ તરીકે ઓળખાવનાર પ્રો. હર્મન યાકોબીની સેવાને પણ આપણે કદી વિસરી શકીએ નહીં. આવા વિદ્યાવારિધિઓની હરોળમાં બેસી શકે એવા જ હતા ડૉ. યોહોનેસ હર્ટલ. “જૈન”ના ગયા અંકમાં છપાયેલ ડૉ. હર્ટલનાં એક વિદુષી અને શક્તિશાળી શિષ્યા બહેન શ્રી સુભદ્રાદેવી(ડૉ. શાઊંટે કાઉઝ)ના લખાણ ઉપરથી આપણે જાણી શક્યા, કે જર્મનીના આ સમર્થ વિદ્વાન, ૮૪ વર્ષની ઉમરે, ગયા ઑક્ટોબરમાં, જર્મનીમાં, તેમના વતન લાઇપનિંગ શહેરમાં, સ્વર્ગવાસી થયા ! દુઃખ કે મુસીબતની જરા ય પરવા કર્યા વિના, આખી જિંદગી લગી સરસ્વતી- માતાની નિર્ભેળ ઉપાસના કરીને પોતાના જીવનને ધન્ય અને પવિત્ર બનાવી જનાર આવા પુરુષને માટે શોકનાં સુખનો (શબ્દો) ઉચ્ચારવાનાં હોય નહીં. એમના પ્રયાણને તો આપણે બીજી વિજયયાત્રા તરીકે જ બિરદાવવું ઘટે અને એમને આદરપૂર્વક ભાવભરી શુભેચ્છા જ અર્પણ કરવી ઘટે. આવા એક સમર્થ વિદ્વાનના જવાથી ભારતીય વિદ્યાને અને જૈન-વિદ્યાને એક સારા સેવકની ખોટ પડે એ તદ્દન સાચું છે, અને એટલા પૂરતો આપણને રંજ થાય એ પણ સ્વાભાવિક છે. - . હર્ટલ ગુજરાતી ભાષાના પણ એક ઊંડા અભ્યાસી હતા, અને જેને કથાસાહિત્યનું – ખાસ કરીને ગુજરાતના શ્વેતાંબર જૈન કથાસાહિત્યનું – મૂલ્યાંકન કરવામાં અને આ વિશિષ્ટ સાહિત્ય તરફ દુનિયાનું લક્ષ દોરવામાં એમણે જૈન સાહિત્યની ભારે કીમતી સેવા બજાવી હતી. એમણે “ગુજરાતના શ્વેતાંબરોનું સાહિત્ય' એ મતલબનો જર્મન ભાષામાં લેખ લખતાં જૈન કથાસાહિત્ય અંગે કહ્યું હતું : “મધ્યયુગથી આરંભીને તે અત્યાર સુધી જૈનો – ખાસ કરીને ગુજરાતના શ્વેતાંબર જૈનો – હિંદુસ્તાનના મુખ્ય કથા કહેનારાઓ હતા.” વળી ગદ્ય અને પદ્ય એવું વર્ણનાત્મક ભારતીય સાહિત્ય સર્જવામાં જૈનોએ કેટલો બધો ફાળો આપ્યો હતો એ પણ તેમણે બતાવ્યું હતું. હંમેશાં કથા કહેવાના શોખને લીધે જૈનોએ એવી પુષ્કળ ભારતીય કથાઓ આપણા માટે સાચવી રાખી છે કે જે બીજી રીતે નાશ પામી હોત. ડૉ. હર્ટલે સોળમી સદીના હેમવિજયજીએ રચેલા “કથારત્નાકરનું ભાષાંતર કર્યું હતું અને બીજા એક જર્મન વિદ્વાનની સાથે “સુભાષિતરત્નસંદોહ”નું પણ જર્મન Page #84 -------------------------------------------------------------------------- ________________ ડૉ. બેનીમાધવ બરૂ ૭૧ ભાષામાં ભાષાંતર કર્યું હતું. એમનું ‘પંચતંત્ર'નું સંશોધન તો એમના કાર્યના એક સીમાસ્તંભરૂપ બની ગયું છે. ‘પંચતંત્ર’ આજે જે રૂપે મળે છે તેને તે રૂપ અપાવવામાં જૈન કથાકારોનો અને જૈન કથાઓનો બહુ મોટો હિસ્સો હોવાનું પુરવાર કરીને એમણે જૈન સાહિત્યનું મહત્ત્વ વધારી દીધું હતું એમ ચોક્કસ કહી શકાય. જિંદગીનાં પાછલાં વરસોમાં, જ્યારે કોઈ પણ વિદ્વાન નિવૃત્ત જીવન જીવવાનો સાચો અધિકા૨ી લેખાય, એવા પ્રસંગે પણ તેઓ હિંદુધર્મની વેદસંહિતા અને જ૨થોસ્તી ધર્મના અવેસ્તાના સંશોધન જેવા લોઢાના ચણા ચાવવા સમાન કઠણ કામમાં લાગેલા હતા એ બીના એમની સાચી વિદ્યોપાસનાની પ્રત્યે કોઈને પણ માન ઉપજાવે એવી છે. બે-બે મહાયુદ્ધો દરમ્યાન અને એ પછી પણ જર્મનીને ભોગવવા પડેલા ભારે મુશ્કેલ સમયમાં પણ સરસ્વતીના આ સાચા સેવકે પોતાની વિદ્યોપાસનાને અખંડ રાખી એ કાંઈ નાનુંસૂનું કામ નથી. અંતરમાં સાચું શૂરાતન ભર્યું હોય તો જ આવું બની શકે. (તા. ૨૧-૧-૧૯૫૬) (૧૪) સંસ્કૃતિ-ઉપાસક ડૉ. બેનીમાધવ બરૂઆ બંગાળની ભૂમિએ દેશને અનેક વિદ્વાનો આપ્યા છે, તેમ જૈન સંસ્કૃતિના અભ્યાસીઓ અને પ્રેમીઓ પણ ઠીક-ઠીક પ્રમાણમાં પૂરા પાડ્યા છે. આજે અનેક બંગીય વિદ્વાનો જૈન સંસ્કૃતિની શોધખોળ પાછળ પોતાનો સમય વિતાવે છે. આવા જૈનસંસ્કૃતિપ્રેમી વિદ્વાનોમાં સ્વ. ડૉ. બેનીમાધવ બરૂઆનું નામ ગૌરવપૂર્વક લઈ શકાય. ડૉ. બરૂઆના તારીખ ૨૬-૩-૧૯૪૮ના રોજ કલકત્તા મુકામે થયેલા અચાનક અવસાનની નોંધ લેતાં અમે ખૂબ દિલગીરી અનુભવીએ છીએ અને આ માટે મુનિશ્રી કાંતિસાગરજીએ દેવધર ગામથી તા.૨૭-૩-૧૯૪૮ના રોજ અમને લખેલ પત્રમાંની નીચેની વિગત જૈન જનતાની જાણ માટે રજૂ કરવી ઉચિત સમજીએ છીએ : “આજ એક તાર દ્વારા મને ખબર મળ્યા કે કલકત્તા યુનિવર્સિટીના પાલી વિભાગના અધ્યક્ષ શ્રીમાન ડૉ. બેનીમાધવ બરૂઆનું અચાનક અવસાન થયું. તેઓ જો કે બૌદ્ધદર્શન અને સાહિત્યના પ્રકાંડ (વિદ્વાન) તો હતા જ, પણ જૈન સાહિત્યના પણ સારા વિદ્વાન હતા. મેં એમની સાથે આટલાં વર્ષો સુધી સંપર્ક રાખી ઘણું-ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. મેં ઘણી વા૨ જોયું કે જ્યારે ભગવાન Page #85 -------------------------------------------------------------------------- ________________ ફર અમૃત-સમીપે મહાવીરનું નામ તેઓ લેતા ત્યારે શ્રદ્ધાથી ગદ્ગદ થઈ મસ્તક નમાવતા. જૈનોની સંસ્કૃતિ માટે તેમને વિશેષ પ્રેમ હતો. “જૈન આગમો ઉપર તેમને સારો કાબૂ હતો. એ દરેક વસ્તુને ખૂબ છણીને લખતા હતા. અંતિમ બે કામો જૈન માટે ગૌરવની વસ્તુ જેવાં છે. એક તે...(?) (અંકનો પાનાનો આ ભાગ ખંડિત છે. - સં.) તલાગ' જેનો ઉલ્લેખ બેલાણીએ આપના પત્રમાં કર્યો હતો, તેનું નિશ્ચિત સ્થાન એમણે પરિશ્રમ કરી ખોળી કાઢ્યું હતું, એનો નકશો પણ મને બતલાવ્યો હતો. એ પર મોટો નિબંધ લખી તેમણે મારા ‘પુરાતત્ત્વ-અંક’ (‘વિશાલભારત’ માસિકના પુરાતત્ત્વ-અંક) માટે આપ્યો છે, જેમાં ખારવેલની અંતિમ શોધ છે. બીજું તેઓએ ગત ચાર માસથી આપણા ભગવતીસૂત્રનું અંગ્રેજી ભાષાંતર પણ શરૂ કરી દીધેલ હતું. થોડો ભાગ થયો પણ છે; પણ શું થાય ? “અમારી સિરીઝમાં કલ્પસૂત્ર, જે છપાય છે, તેની પ્રસ્તાવના પણ લખી રહ્યા હતા. બે કામો અધૂરાં રહી ગયાં. ખારવેલ પર એમની સ્વકીય ગવેષણા હતી. મારા માટે તો તેઓ અંગત કુટુમ્બી જેવા હતા; પણ શું થાય ? બંગાળી વિદ્વાનો, જે જૈન સાહિત્યમાં રસ લે છે તેમાં એ પ્રધાન હતા. જૈનો માટે પણ મોટી ખોટ ગણાય. “હું બરૂઆનાં સંસ્મરણો લખી રહ્યો છું.” મુનિશ્રી કાંતિસાગરજીએ આપેલ આ પરિચય ઉપરથી સ્વ. ડૉ. બરૂઆની સાહિત્યસેવાનો ઠીક ઠીક ખ્યાલ આવી શકે એમ છે. પરદેશમાં મૂકભાવે જૈન ધર્મનું ગૌરવ વધારવામાં યશસ્વી કામ કરનારા આવા વિદ્વાનોનું યોગ્ય મૂલ્યાંકન કરવાનું કામ એ આજના યુગની જૈનોની મોટામાં-મોટી ફરજ છે; આપણે એ ફરજ અદા કરીએ. અસ્તુ. (તા. ૨-૫-૧૯૪૮) (૧૫) જૈનસંસ્કૃતિનિષ્ક શ્રી પૂરણચંદ્રજી શ્યામસુખા સમાજસેવાની ભાવના, જૈનધર્મના પ્રચારની તમન્ના અને વાચન-ચિંતનલેખન દ્વારા વિદ્યાની સતત ઉપાસના કરવાની ઉત્કટ અભિરુચિ એ પૂ. શ્રી પૂરણચંદ્રજી શ્યામસુખાના પવિત્ર જીવનની સદાસ્મરણીય અને પ્રેરક ફલશ્રુતિ છે. આવા એક વિદ્યાનિષ્ઠ, ધર્મનિષ્ઠ અને સેવાનિષ્ઠ પુરુષ જીવનભર પોતાના ધ્યેયને પાર પાડવા માટે એક પ્રશાંત યોદ્ધાની જેમ પુરુષાર્થ કરતા રહીને ૮૬-૮૭ વર્ષની Page #86 -------------------------------------------------------------------------- ________________ ૩૩ શ્રી પૂરણચંદ્રજી શ્યામસુખા પાકટ ઉંમરે નિવૃત્તિના સાચા અધિકારી બનીને, વધારે શક્તિશાળી, ધર્મપરાયણ અને સેવાભાવનાથી સુરભિત નવું જીવન મેળવવા તા. ૧૯-૪-૧૯૯૭ના રોજ સ્વર્ગે સિધાવ્યા, તેનો શોક કરવાનો ન હોય. શ્રી શ્યામસુખાજીનો જન્મ બંગાળમાં થયો હતો. બંગાળી ભાષા ઉપર એમનું પોતાની માતૃભાષા હિંદી કરતાં ય વધારે પ્રભુત્વ હતું. એમણે જૈનસંસ્કૃતિનાં જુદાં-જુદાં અંગોને લગતાં કેટલાંક પુસ્તકો અને સંખ્યાબંધ નાનામોટા લેખો અને નિબંધો બંગાળી ભાષામાં લખ્યા હતા. હિંદી તેમ જ અંગ્રેજી ભાષામાં પણ એમણે કેટલાક લેખો લખ્યા હતા. સામાન્ય જનસમૂહને, જિજ્ઞાસુઓ અને અભ્યાસાર્થીઓને તેમ જ જૈનેતર વિદ્વાનોને જૈનસંસ્કૃતિથી સુપરિચિત કરવા માટે પ્રયત્ન કરવો અને લેખો-પુસ્તકો લખવા એ શ્રી શ્યામસુખાજીને મન જીવનનો એક વિશિષ્ટ લ્હાવો હતો. આને લીધે કલકત્તામાં જૈન-જૈનેતર વર્ગમાં એમનું સ્થાન ખૂબ આદરભર્યું અને બહુમાનભર્યું હતું. છ વર્ષ પહેલાં તેઓએ ૮૦ વર્ષ પૂરાં કર્યા તે નિમિત્તે એમને એક સુંદર અભિનંદન-ગ્રંથ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ગ્રંથના પ્રાક્કથનમાં ગ્રંથના સંપાદકોએ શ્રી શ્યામસુખાજીનો – એમના વિશિષ્ટ વ્યક્તિત્વનો – પરિચય આપતાં લખ્યું હતું ? બંગાળની સાથે ઘણા પ્રાચીન સમયથી જૈન સમાજનો સંબંધ ચાલ્યો આવે છે; એમ છતાં જૈન ધર્મ અને ઇતિહાસ સંબંધી બહુ ઓછું સાહિત્ય બંગાળી ભાષામાં મળે છે. જે વિદ્વાનોએ જૈનશાસ્ત્રોને આત્મસાત્ કરીને મૌલિક રચનાઓ અથવા અનુવાદ દ્વારા બંગાળી ભાષાના આ અભાવની પૂર્તિ કરવામાં મદદ કરી છે તેઓમાં શ્રી પૂરણચંદજી શ્યામસુખાનું સ્થાન મોખરે છે. તેઓ લાંબા વખતથી શાસ્ત્રોના અનુશીલન તથા સાહિત્યની સાધનામાં જોડાયેલા છે. અઢાર વર્ષની નાની ઉમરે એમની પહેલી કૃતિ પ્રગટ થઈ હતી, અને અત્યારે એમની ઉંમર એંશી વર્ષની છે. આ બાસઠ વર્ષના ગાળામાં એમણે જે પુસ્તકો અને છૂટાછૂટા લેખો તેમ જ કથાઓ લખેલ છે તે એમના સતત અનુશીલન અને સાધનાની સાક્ષી પૂરે એવા છે. શ્રી શ્યામસુખાજીનું વ્યક્તિત્વ ખૂબ જ શાંત, ગંભીર અને પ્રભાવશાળી છે. તેઓ એક સ્પષ્ટ અને નીડર વિચારક છે. વ્યવહારમાં તેઓ ખૂબ જ વિનમ્ર છે. એમના આ વ્યક્તિત્વની છાપ એમનાં લખાણોમાં પણ બધે દેખાય છે. ઘણા લેખકો એવા હોય છે કે જેઓ લખાણમાં તો મોટા-મોટા આદર્શની વાતો કરે છે, પણ જીવનમાં એ આદર્શને અનુરૂપ વ્યવહાર અને સાધના માટેની તેમની તૈયારી નથી હોતી. પરંતુ શ્રી શ્યામસુખાજી જેવું લખે છે એવો જ એમનો જીવન-વ્યવહાર Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૪ અમૃતસમીપે છે. દેખાવ કે પોતાની જાતનું પ્રદર્શન કરવાથી દૂર રહીને બહુ જ વિનમ્ર ભાવે તેઓ એકાંતમાં સાહિત્યસાધના કરે છે. “શ્રી શ્યામસુખાજીએ પોતાની શુદ્ધ જીવન-નિષ્ઠા અને ધર્મવૃત્તિથી પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે.” શ્રી શ્યામસુખાજીએ શ્રી અજિતરંજન ભટ્ટાચાર્યના સહકારમાં શ્રી ‘ઉત્તરાધ્યયન સૂત્ર'નું ભાષાંતર સાથે સંપાદન કર્યું હતું. આ ગ્રંથ કલકત્તા યુનિવર્સિટી તરફથી પ્રગટ થયો હતો. ‘જૈનદર્શનેર રૂપરેખા' નામે પુસ્તક એમણે બંગાળી વાચકોને જૈનધર્મનો પરિચય કરાવવા લખ્યું હતું. (તા. ૨૭-૫-૧૯૭૭) એક નાનાસ૨ખા રજવાડા જેવી મોટી જમીનદારીનું મૅનેજ૨-૫દ દાયકાઓ સુધી સંભાળવું, અને છતાં જીવનને નીતિપરાયણ, પ્રામાણિકતાથી મઘમઘતું, ધર્મભાવનાથી ઓતપ્રોત, વિદ્યાપ્રીતિ અને વિદ્યાપ્રવૃત્તિથી સુશોભિત, સાદું, સરળ, ઉચ્ચ વિચારોથી સમૃદ્ધ અને પરાધીનતાની લાગણીથી મુક્ત તેમ જ સ્વાધીનતાની ખુમારીથી સમૃદ્ધ રાખવું એ ખૂબ-ખૂબ મુશ્કેલ કામ છે. બંગાળમાં રહેલા બાબૂઓ તો એમની સુખ-સાહ્યબી અને એશઆરામની વૃત્તિ માટે કહેવતરૂપ બની ગયા છે. શ્રી શ્યામસુખાજી પણ બંગાળના જ જૈન બાબૂ છે. પણ એમને વૈભવવિલાસ-વૃત્તિ સ્પર્શી ન શકી, અને એમની વિદ્યાવિલાસની પ્રીતિ ખૂબ વધતી રહી એ એમની આ જીવનજાગૃતિનું જ સુપરિણામ સમજવું જોઈએ. એને લીધે જ તેઓ સંખ્યાબંધ લેખો અને અનેક પુસ્તકોની રચના કરી શક્યા છે. ', ધર્મતત્ત્વજ્ઞાન (ખાસ કરીને જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન) અને ઇતિહાસ એમના પ્રિય વિષયો છે. વાચનના પણ તેઓ એટલા જ શોખીન છે. અને દરેક વિષય ઉપર પોતાની રીતે વિચાર કરવાની એમની ટેવ છે. એમણે ધાર્મિક, તાત્ત્વિક, ઐતિહાસિક, ચરિત્ર-કથા-વિષયક તેમજ સામાજિક વિષયો ઉપર પોતાની કલમ સફળતાપૂર્વક ચલાવી છે. પૂર્વ દેશમાં તેમ જ બીજે પણ જૈનધર્મની વિરુદ્ધમાં કે એ સંબંધી ગેરસમજ ઊભી કરે એવું કોઈ પણ લખાણ એમના ધ્યાન ઉપર આવે તો તરત જ તેઓ સમુચિત અને યુક્તિયુક્ત ઉત્તર આપવાના જ. આ રીતે તેઓ જૈનસંસ્કૃતિના રખેવાળ પણ બની રહ્યા છે. એમની જિજ્ઞાસા હંમેશાં ફાલતી રહી છે. સમભાવ અને પરધર્મ-સહિષ્ણુતા એમના વિશિષ્ટ ગુણો છે. બીજાઓને જવાબ આપવામાં તેઓ કદી વિવેક ચૂકતા Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી “સુશીલ' (ભીમજીભાઈ) નથી કે આવેશને અધીન થતા નથી. તેઓ વિચારસ્વાતંત્ર્યના પૂરેપૂરા હિમાયતી છે, અને બીજાઓના વિચારસ્વાતંત્ર્યનો પૂરેપૂરો આદર કરે છે. તેથી જ એમના જીવનમાં અને એમની કલમમાં સ્વસ્થતાની પ્રતિષ્ઠા થયેલી છે. શ્રદ્ધાસંપન્ન એમનું જીવન છે, હસમુખો અને મિલનસાર એમનો સ્વભાવ છે અને શાંત, ગંભીર અને પ્રભાવશાળી એમનું વ્યક્તિત્વ છે. અને આવા ગુણોને લીધે નાજુક તબિયત છતાં તેઓ પોતાનું સ્વાથ્ય સાચવી શક્યા છે અને જીવનને નિરાકુલ અને આનંદસભર રાખી શક્યા છે. ફક્ત અઢાર વર્ષ જેટલી નાની ઉંમરે લેખો લખવા જેટલો સરસ્વતી-પ્રસાદ તેઓ મેળવી શક્યા તે પણ આવા ગુણો તેમ જ સતત શાસ્ત્ર-વ્યાસંગને લીધે જ. (તા. ૩૦-૯-૧૯૯૧) (૧૬) “જૈન”નું સૌભાગ્ય : મસ્તફકીર વિદ્વદ્રત્ન શ્રી “સુશીલ' (ભીમજીભાઈ) બાળકના જેવું નિર્દોષ અને સરળ, ધારાશાસ્ત્રીના જેવું દલીલયુક્ત અને માપસર, તત્ત્વચિંતકના જેવું ચિંતનપૂર્ણ અને હૃદયસ્પર્શી લખાણ કરનાર શ્રી સુશીલભાઈ(ભીમજીભાઈ હરજીવનદાસ પરીખ)નું નામ જૈનસમાજને અને ગુજરાતના બીજા વિદ્વાનોને સુપરિચિત છે. એમની કલમનો કે વાણીનો થોડોઘણો રસાસ્વાદ માણનાર વાચક કે શ્રોતાના અંતરપટ ઉપર સદાકાળ અંકિત થઈ જાય એવું વિશદ એમનું જ્ઞાન છે. આવા સર્વજનપ્રિય શ્રી સુશીલભાઈ જીવનનું વન વટાવીને આજે કર વર્ષની ઉંમરે, પોતાની બિનતંદુરસ્તીથી વિકટ બનેલા દિવસોને આનંદપૂર્વક વિતાવવાનો પુરુષાર્થ સેવી રહ્યા છે. છેલ્લાં ચારપાંચ વર્ષથી તેઓ જ્ઞાનતંતુઓની કમજોરીથી પરેશાન છે, અને અનેક ઉપચારો કરવા છતાં એ બીમારીએ હજી મચક આપી નથી. દિવસે-દિવસે એ અશક્તિ ઘેરી બનતી જાય છે, અને અત્યારે જાણે કંઈક લકવાની અસર હોય એમ હાથ-પગમાં શિથિલતા આવતી જાય છે. પણ રખે કોઈ માને કે શરીરની કમજોરીના કારણે સમાજની સાહિત્ય-સેવા અને સંસ્કાર-સેવાની શ્રી સુશીલભાઈની ભાવના કે તેમનામાં ઓટ આવવા લાગી છે. એ ભાવના અને એ તમન્ના તો એના આવેગ સાથે વહી જ રહી છે; અલબત્ત, એને વ્યક્ત કરનાર સાધનો શિથિલ બન્યાં છે એ ખરું. સામાન્ય રીતે એમ જોવામાં આવે છે કે હૃદય બુદ્ધિનો ભાર ઝીલતાં ઘણી વખત થાકી જાય છે; અહીં જાણે Page #89 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે હૃદયનો – હૃદયની ઊર્મિઓનો – ભાર ઝીલતાં-ઝીલતાં બુદ્ધિ હવે થાક અનુભવવા લાગી છે; હૃદયમાં તો જાણે ભાવનાનો મેરામણ ઊમટી રહ્યો છે. - તા. ૩૧-૧૨-૧૯૫૧ને સોમવારના રોજ ભાવનગરમાં, પૂ. મુ. શ્રી દર્શનવિજયજી મહારાજ (ત્રિપુટી) તથા તેમના એક શિષ્ય સહિત મારા ભાઈ શ્રી જયભિખ્ખું, અમારા એક સ્નેહી અને શ્રી સુશીલભાઈના ચિરકાળના મિત્ર શેઠ હરગોવિંદદાસ રામજીભાઈ અને હું શ્રી સુશીલભાઈને મળ્યા. શ્રી સુશીલભાઈના ઓરડામાં અમે દાખલ થયા ત્યારે તેઓ ઉઘાડે ડિલે હાથ-પગ ધોઈ રહ્યા હતા. એમનું સશક્ત શરીર આ રીતે ઉઘાડું જોવાનો અવસર મળ્યો હોત તો તો આનંદ જ થાત; આજે તો જાણે હાથ-પગ પાસેથી કામ લેવામાં પણ એમને મુસીબત પડતી હતી. મન સવાલો પૂછતું હતું : સંયમિત મસ્ત જીવન, નિયમિત આહાર-વિહાર અને સાત્ત્વિક વૃત્તિ, અને છતાં શરીર દગો દે ? પણ મન જ પાછું એ સવાલનો જવાબ આપતું હતું : “યે સબ પુદ્ગલકી બાજી !” પુદ્ગલનું લાખ-લાખ જતન કરો; એને રહેવું હોય તો વગર જતને તંદુરસ્ત રહે, ન રહેવું હોય તો એને વણસતું રોકવું મુશ્કેલ. મનમાં કંઈક વિષાદ વ્યાપી ગયો. પણ બે-ચાર મિનિટની સુખપૃચ્છાની વાતચીત કરી, અને ભલે ધીમા છતાં સ્થિર અને સ્વસ્થ સ્વરે શ્રી સુશીલભાઈના થોડાક બોલ સાંભળ્યા કે તરત જાણે એ વિષાદ દૂર ચાલ્યો ગયો : શબ્દોમાં એ જ રમૂજ, વાણીમાં એ જ ચમકારો, ચહેરા ઉપર એ જ ભાવનાની રેખાઓનાં દર્શન થયાં. . બંગાળના પ્રસિદ્ધ અને વયોવૃદ્ધ વિદ્વાન ડૉ. શ્રી હરિસત્ય ભટ્ટાચાર્ય જૈન સાહિત્યના અને વિશેષ કરીને જૈન તત્ત્વજ્ઞાનના ઊંડા જાણકાર છે. તેમણે બંગાળી ભાષામાં (અને અંગ્રેજીમાં પણ) જૈન તત્ત્વજ્ઞાનને સ્પર્શતા અનેક લેખો લખ્યા છે, હજી પણ લખે છે. તેમના આવા કેટલાક લેખોનો શ્રી સુશીલભાઈએ ઘણાં વર્ષો પહેલાં જિન-વાણી' નામે પુસ્તકરૂપે ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. પૂ. મુનિશ્રી દર્શનવિજયજીની પ્રેરણાથી એ પુસ્તકનું હિન્દી ભાષાન્તર થઈ રહ્યું છે. એ સંબંધી શ્રી સુશીલભાઈની સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું. “ગુજરાતી “જિનવાણી પુસ્તકમાં જે સંગ્રહ કરવામાં આવ્યો છે, ત્યારપછી તો ડૉ. ભટ્ટાચાર્યજીએ જેને તત્ત્વજ્ઞાન અંગે બીજા ઘણા મહત્ત્વના લેખો લખ્યા છે. એ લેખોમાંથી ચૂંટીને કેટલાક લેખોનો બીજો સંગ્રહ કરવો જરૂરી છે; એમાં બહુ ઉપયોગી સામગ્રી ભરી પડી છે. આ વિદ્વાને કેવું અભ્યાસપૂર્ણ લખ્યું છે, અને એની તુલના કરવાની શક્તિ કેવી અદ્ભુત છે !” Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી “સુશીલ' (ભીમજીભાઈ) આ વાત ચાલતી હતી ત્યાં તો તેઓ બીજા વિદ્વાનોએ બંગાળીમાં પ્રગટ કરેલ સાહિત્ય-સામગ્રીના સ્મરણથી જાણે ડોલવા લાગ્યા. તેમને પહેલાં યાદ આવ્યા વયોવૃદ્ધ-જ્ઞાનવૃદ્ધ શ્રી વિધુશેખર શાસ્ત્રી. તેમને સંભારતાં-સંભારતાં તેમણે કહ્યું, “એમણે કેવું ઊંડું અને ચિંતનભર્યું લખ્યું છે અને હજુ પણ લખી રહ્યા છે ! ભારે વિદ્યાસેવી છે એ. જેનોએ એનું જતન કરી રાખવું જોઈએ અને એમની પાસેથી બીજું પણ મેળવી લેવું જોઈએ. એમનાં લખાણોનો સંગ્રહ આપણે પુસ્તકરૂપે પ્રગટ કરીએ એ બહુ કામનું છે. હવે તો એ બહુ વૃદ્ધ થયા છે અને વધુ ને વધુ વૃદ્ધ થતા જાય છે; કોણ જાણે ક્યારે એ પ્રતિભા અદશ્ય થઈ જશે.” આટલું બોલતાં બોલતાં શ્રી સુશીલભાઈ વિચારમગ્ન બની ગયા. આમ વાતાવરણ કંઈક ગંભીર બનતું લાગ્યું, ત્યાં તો શ્રી વિધુશેખર શાસ્ત્રીનો ગુરુદેવ ટાગોર સાથેનો શાંતિનિકેતનમાંનો એક પ્રસંગ કહીને તેમણે ભારે રમૂજ પ્રસરાવી દીધી. ગાંભીર્યનું વાદળ જાણે વિખરાઈ ગયું. ટુચકાઓનો તો જાણે શ્રી સુશીલભાઈ પાસે ખજાનો જ ભર્યો પડ્યો છે. આમ થોડીક રમૂજ પછી પાછા તેઓ મૂળ વાત ઉપર ગયા. બીજા એક બંગાળી વિદ્વાન ડૉ. વિમલચરણ લૉ (બી. સી. લૉ) તેમને સાંભરી આવ્યા. અને તેમના સાહિત્યને સાચવવાનું અને તેમના જ્ઞાનનો ઉપયોગ કરી લેવાનું તેમણે સૂચન કર્યું. આમ જૈન સાહિત્યને અનેક રીતે સમૃદ્ધ કરવાના હજુ પણ તેમને મનોરથો આવ્યા જ કરે છે. આવી વાતો, ન માલૂમ, કેટલી વાર ચાલત ! પણ પછી તો એમ લાગ્યું કે આ ભાવનાના બોજને સાથ આપવા શરીર અત્યાર તૈયાર નથી ; એટલે બીજી વાતો ચાલી. મેં કહ્યું: “કાકાસાહેબ કાલેલકરની જેમ આપને પણ પોતે બોલીને બીજા પાસે લખાવવાની ટેવ હોત તો કેવું સારું !” તેઓએ કહ્યું, “આ મગજ હવે એવી જવાબદારી લેવા તૈયાર નથી; એ થાકી જાય છે. પણ હવે તો આ કેવળ મનના મનોરથ સેવવાની જ વાત થઈ. કોઈ કાળે એ ફળે તો ભારે ખુશનસીબી.” શ્રી સુશીલભાઈ સાથે આમ વાત કરતાં એટલું લાગ્યું કે એમનું હૃદય ઊર્મિઓથી ભરાયું પડ્યું છે; બુદ્ધિ અને પ્રગટ કરવા અશક્ત બની બેઠી છે. વાણીનો પ્રવાહ અંતરમાં ભય પડ્યો છે; હાથ તે કાગળ ઉપર ઉતારવા ના ભણે છે. (તા. પ-૧-૧૯૫૨) “જૈન” સાપ્તાહિકે પોતાના સાઠેક વર્ષના જીવનકાળ દરમિયાન લેખકો, વિચારકો અને શુભેચ્છકોનું પોતાનું નાનું સરખું કુટુંબ રચ્યું છે, અને શ્રી ભીમજીભાઈ “સુશીલ' છેલ્લાં ચાલીસેક વર્ષથી અમારા એ કુટુંબના વડા તરીકેનું Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અમૃત-સમીપે પદ સંભાળતા રહ્યા છે. શરૂઆતનાં પચીસ કરતાં પણ વધુ વર્ષો સુધી તો તેઓ અમારા પત્રના સંપાદન સાથે ઓતપ્રોત થયેલા સુકાની તેમ જ કાર્યપરાયણ વડીલ તરીકે અમારું માર્ગદર્શન કરતા હતા; છેલ્લાં બાર-ચૌદ વર્ષથી તેઓ એક નિવૃત્ત વડીલ તરીકે પોતાનું જીવનયાપન કરતા હતા. આજે તો એ નિવૃત્ત વડીલ પણ અમારી સાથે નથી, અને એમનો આત્મા અનન્તના પ્રવાસે ચાલી નીકળ્યો છે ! ‘જૈન’ પત્રને લોકપ્રિય બનાવવામાં, એના વિકાસમાં અને એને સુવાચ્ય બનાવીને પ્રતિષ્ઠાસંપન્ન બનાવવામાં શ્રી ભીમજીભાઈએ જે જહેમત ઉઠાવી હતી, એનો વિચાર કરીએ છીએ અને અમારું અંતર આભારની લાગણીઓથી ઊભરાઈ જાય છે. શ્રી ભીમજીભાઈ નિખાલસ, નિરાડંબરી અને અલ્પભાષી સંતપુરુષ હતા, એટલે એમના વ્યક્તિત્વની વિશાળતા બહુ ઓછાના ખ્યાલમાં આવતી; એવો અવસર તેઓ ભાગ્યે જ આવવા દેતા. પણ ઉદાર અને વિશાળ દૃષ્ટિથી અને સહૃદયતાપૂર્ણ મનોવૃત્તિથી એમણે જુદી-જુદી ભાષાઓના સાહિત્યના વિવિધ વિષયોનું જે ખેડાણ કર્યું હતું, અને એને લીધે એમનામાં જે સંસ્કારપ્રીતિ, વિદ્યારુચિ અને સુજનતા પ્રગટી હતી, એ દૃષ્ટિએ એમના જીવનનું મૂલ્યાંકન કરતાં સાચે જ એમનો આત્મા વિરાટ હતો એમ લાગ્યા વગર નથી રહેતું. પોતાના વિરાટ આત્મા, વિશાળ જ્ઞાન અને તેજસ્વી કલમને અનુરૂપ કાર્યક્ષેત્ર જો એમણે શોધ્યું હોત તો તો તેઓ ‘જૈન' જેવા મર્યાદિત કાર્યક્ષેત્રવાળા સામયિકના બદલે કોઈ મહાન વિદ્યાપ્રવૃત્તિ કે મોટા પત્રકારત્વ સાથે જ સંકળાયેલા હોત. પણ ‘જૈન' પત્ર માટે એ ભારે ખુશનસીબીની વાત બની, કે શ્રી ભીમજીભાઈએ અમારા પત્ર સાથે આત્મીયતા સાધી અને એકધારાં પચીસ કરતાં પણ વધુ વર્ષ સુધી એમની કલમનો પ્રસાદ જનસમૂહ સુધી પહોંચતો કરવાનો યશ ‘જૈન’ પત્રને અપાવ્યો. આવા મહાન અને આવા ભવ્ય લેખકનો સુયોગ વર્ષોનાં વર્ષો સુધી બીજા કોઈ સામાજિક-ધાર્મિક સામયિકને ભાગ્યે જ સાંપડ્યો હશે. અને આમ થવાનું ખાસ કા૨ણ શ્રીયુત સુશીલભાઈનો અમીરી અને ઉમદા સ્વભાવ અને એમની જીવનની કેટલીક અતિ વિરલ ખાસિયતો હોય એમ લાગે છે. કંચન જેવી નિર્મળ કાયા, પ્રથમ દર્શને જ મન ઉપર છાપ પાડે એવી મધુર, મનોહ૨, ભવ્ય આકૃતિ અને ધારે એટલું રળી લેવાની આવડત આ બધાં છતાં તેઓએ લગ્નજીવનથી અળગા રહેવાનું જ પસંદ કર્યું તે એમના વિશિષ્ટ સ્વભાવને કારણે જ. કોઈની પણ પરાધીનતા ન સ્વીકારવી પડે, પોતાના મનોરાજ્યમાં કોઈની પણ દરમિયાનગીરી વેઠવાનો કે જંજાળમાં સપડાવાનો વખત ન આવે, પોતાની મસ્તી સદા-સર્વદા અખંડ રહે, પોતાને ઇષ્ટ હોય એવાં પુસ્તકોનું વાચન પોતે Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી ‘સુશીલ’ (ભીમજીભાઈ) ૩૯ નિરાકુલપણે કરી શકે અને આખું જીવન એક સત્, ચિત્, આનંદના ઉપાસક સંતની જેમ મસ્તફકીરીમાં વિતાવી શકે આવા-આવા અતિ વિરલ મનોરથોએ જ શ્રી ભીમજીભાઈને એકલવાયાપણાની દીક્ષા આપી હતી. એમણે પોતાના જીવનને અતિ પ્રવૃત્તિ, અમર્યાદ મહત્ત્વાકાંક્ષાઓ અને નિરર્થક દોડધામથી મુક્ત રાખ્યું હતું અને ચિત્તને પરિગ્રહ-પરાયણતાથી અલિપ્ત રાખ્યું હતું. એમનું જીવન સાદું અને સીધું હતું, એમની જરૂરિયાતો બહુ મર્યાદિત હતી અને તેથી ખપપૂરતી ઊપજ થઈ રહે એટલે તેઓ સંતુષ્ટ થઈ જતા. એમને મન પૈસો એ સાધ્ય નહીં, પણ સાચા અર્થમાં સાધનમાત્ર હતું; અને તેથી પોતાના મસ્ત મનોરાજ્યમાં તેઓ પૈસાને ભાગ્યે જ દખલગીરી કરવા દેતા. તેથી જ તો તેઓ લેખનપ્રવૃત્તિમાં ખૂબ સંયમી રહેતા અને ઢગલાબંધ સાહિત્યસર્જનના મોહથી મુક્ત રહી શક્યા હતા. આમ છતાં એમણે પોતાના પ્રવૃત્તિકાળ દરમિયાન જે કાંઈ લખ્યું છે તે જેમ ગુણવત્તાની દૃષ્ટિએ ઉચ્ચ કોટિનું છે તેમ વિસ્તારની દૃષ્ટિએ પણ કંઈ ઓછું નથી. - પણ એમ લાગે છે કે એમનો આત્મા તો ઉચ્ચ કોટિના સાહિત્યનું વાચન ક૨વાનો જ ભારે રસિયો હતો; એટલે જો એમનું ચાલત તો તેઓ આખી જિંદગી વાચન-મનન-ચિંતનનો આસ્વાદ લેવામાં જ વિતાવત. એટલે લેખનપ્રવૃત્તિ તો એમને મન દેહનું દાપું પૂરું પાડવા પૂરતી જ મહત્ત્વની હતી. અને તેથી જ ગમે તેમ ઢગલાબંધ લખવું એના બદલે પ્રગટ થતા સાહિત્યમાંથી ઉચ્ચ કોટીના સાહિત્યનું વાચન કરીને સમય અને શક્તિને વધારે કૃતાર્થ કરવાં સારાં – એવો કંઈક એમના જીવનનો મુદ્રાલેખ ઘડાઈ ગયો હતો. શ્રી સુશીલભાઈની ભાષા જેવી પ્રૌઢ અને ગંભીર હતી, એવી જ ઓજસ્વી અને મધુર હતી, અને એમની શૈલી પણ જેવી સ્વસ્થ હતી, એવી જ પ્રાસાદિક હતી. શ્રી સુશીલભાઈની કલમનો પ્રસાદ મેળવવો એ એક પ્રકારનો લ્હાવો હતો. વિચારની વિશદતા, સરળતાભરી છણાવટ અને સમસ્ત લખાણમાં વ્યાપી રહેતો સંસ્કારિતાનો પમરાટ એ શ્રી સુશીલભાઈની કલમની બીજી વિશેષતાઓ હતી. અને તેથી ક્યારેક મનમાં એમ થઈ આવે છે કે પોતાની કલમની જુવાનીના સમયમાં એમને થોડીક વધારે આર્થિક ભીંસ નડી હોત કે થોડોક લોભ એમને વળગ્યો હોત તો કેવું સારું થાત ! - વળી, શ્રી સુશીલભાઈ રાષ્ટ્રસેવાના કાર્યમાં પણ પાછળ નહોતા રહ્યા. દેશના સ્વાતંત્ર્ય-યુદ્ધના તેઓ એક વિશિષ્ટ સૈનિક બન્યા હતા, અને એ વખતે એમણે પોતાની શક્તિ માતૃભૂમિને ચરણે સમર્પિત કરીને કારાવાસનો પણ આસ્વાદ લીધો હતો. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૦ અમૃત-સમીપે શ્રી સુશીલભાઈનું એકલવાયું, એકાંતપ્રિય અને વાચનપરાયણ જીવન જોઈને રખે કોઈ માની લે કે તેઓ સદા ગંભીર, ઉદાસીન અને શુષ્ક વૈરાગી હશે ! એમના જેવા સદા આનંદ-સરોવ૨માં નિમજ્જન કરનાર આત્માઓ બહુ ઓછા હશે. તેઓ જ્યાં જાય, જ્યાં બેસે, જ્યાં વસે ત્યાં હંમેશાં આનંદ અને હર્ષની છોળો ઊડતી જ હોય ! કંઈ કેટલા કિસ્સા, કંઈ કેટલા ટુચકા અને કંઈ કેટલી કહાણીઓ એમના સદા પ્રસન્ન મુખમાંથી પુષ્પની જેમ બહાર પડતાં જ હોય અને આસપાસના સહુને કિલકિલાટ કરાવતાં જ હોય. એમનું બહુશ્રુતપણું તો એમના સામાન્ય સહવાસમાં પણ છતું થયા વગર ન રહે. જીવનમાં કોઈ એબ નહીં; સ્ફટિક જેવું નિર્મળ જીવન. અને મનમાં કોઈ અશાંતિ નહીં. છતાં, છેલ્લાં બારેક વર્ષથી તેઓ જ્ઞાનતંતુઓની નબળાઈની બીમારીમાં સપડાયા; એ બીમારી ઉત્તરોત્તર વધતી જ ગઈ અને એમની શરીરશક્તિ અને ચિત્તશક્તિને ઓછી ને ઓછી બનાવતી જ ગઈ એને કેવળ વિચિત્ર અને દુઃખદ ભવિતવ્યતા જ લેખી શકાય. પણ આવી ઉત્તરોત્તર વધતી જતી બીમારીમાં પણ શ્રી ભીમજીભાઈ પોતાની મસ્તી, પોતાની વિનોદી વૃત્તિ અને પોતાની સ્વસ્થતાને ઠીક-ઠીક પ્રમાણમાં જાળવી શક્યા હતા. (તા. ૨૦-૫-૧૯૬૧) (૧૭) જ્ઞાનનિષ્ઠ સમાજસેવક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા સ્વનામધન્ય શ્રી મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાનો જન્મ, ભાવનગરમાં તા. ૩-૧૨-૧૮૭૯ના રોજ થયો હતો. તેમના જાહેર જીવન અને આંતરિક જીવનનું ટૂંકમાં મહત્ત્વ સમજાવવું હોય તો એમ કહેવું જોઈએ, કે તેઓનું જાહેર જીવન અનાસક્ત કર્મયોગની સાધનાથી ઉજ્જ્વળ બન્યું હતું, અને મર્મસ્પર્શી જ્ઞાનયોગની ઉપાસનાથી તેઓએ પોતાના આંતર જીવનને ઉન્નત બનાવ્યું હતું. અને તેઓની કર્મયોગ અને જ્ઞાનયોગની ઉપાસનાના બે કિનારા વચ્ચે, ધર્મ-સંસ્કારિતાની ભાગીરથી વહ્યા કરતી હતી. એક જાગૃત અને સતત કર્તવ્યશીલ વ્યક્તિ વિવિધ ક્ષેત્રોમાં કેટલું બધું પ્રદાન અને કામ કરીને પોતાનાં સમય અને શક્તિને કેવાં ચરિતાર્થ કરી શકે છે એનું એક ઉત્તમ ઉદાહરણ શ્રી મોતીચંદભાઈના જીવનમાં જોવા મળે છે. આત્માની અનંત શક્તિનો બોલતો પુરાવો બની રહે એવી વ્યાપક એમની કારકિર્દી છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા અર્થોપાર્જનના વ્યવસાયે તેઓ એક કાયદાશાસ્ત્રી હતા. પોતાની ખંત, ધીરજ, ઠાવકાઈ, મર્મ સુધી પહોંચવાની વેધક દૃષ્ટિ, તેજસ્વી બુદ્ધિ વગેરે શક્તિઓને કારણે તેઓએ પોતાના વ્યવસાયમાં ઘણી નામના અને સફળતા મેળવી હતી; કમાણી પણ ઘણી કરી હતી. આમ છતાં જેમ-જેમ કમાણી વધતી ગઈ તેમતેમ પોતાના આ વ્યવસાયમાં વધારે ને વધારે ખૂંપી જવાને કારણે પોતાની કારકિર્દી એકાંગી ન બની જાય એ માટે એમણે જે અસાધારણ જાગૃતિ દાખવી હતી તે દાખલારૂપ બની રહે એવી હતી. એમણે રાષ્ટ્રીય, ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને સાહિત્યિક ક્ષેત્રે જે પૂર્ણ નિષ્ઠાભરી સેવાઓ આપી હતી, તથા ધાર્મિક તથા વ્યાવહારિક પ્રાચીન-અર્વાચીન ગ્રંથોનાં સંપાદન-સર્જન-ભાષાંતર-વિવેચન કરવામાં જે ફાળો આપ્યો હતો, તે એમના જીવનવિકાસની, ઉદાર મનોવૃત્તિની તથા ગુણશોધક દૃષ્ટિની કીર્તિગાથા બની રહે એવો છે. તેઓની રાષ્ટ્રીય સેવાની ભાવના કેવળ દેશભક્તિના વિચારોમાં સીમિત રહેવાને બદલે એટલી ઉત્કટ અને સક્રિય હતી કે એમણે મહાત્મા ગાંધીની અજોડ રાહબરી નીચે ખેલાયેલી દેશની આઝાદીની બેનમૂન અહિંસક લડતના એક વફાદાર સૈનિક તરીકે જેલવાસ પણ સ્વીકાર્યો હતો. સને ૧૯૩૦-૩૨નાં વર્ષો દરમિયાન એમને જે જેલવાસ ભોગવવો પડ્યો હતો, તે દરમિયાન એમણે વિવિધ વિષયનાં સંખ્યાબંધ પુસ્તકોનું વાચન-મનન કરીને પોતાની જ્ઞાનપિપાસાને સંતુષ્ટ કરવા સાથે, જૈનસમાજને માટે ખૂબ વિચારપ્રેરક બની રહે એવા “નવયુગનો જૈન” નામે ઉત્તમ પુસ્તકનું સર્જન પણ કર્યું હતું. તા. ૨૭-૩-૧૯૫૧ના રોજ, ૭૨ વર્ષની ઉમરે મુંબઈમાં શ્રી મોતીચંદભાઈનો સ્વર્ગવાસ થયો તે પ્રસંગે, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી, પ્રબુદ્ધ જૈન” પાક્ષિકના તંત્રી અને જાણીતા ચિંતક શ્રીયુત પરમાનંદભાઈ કુંવરજી કાપડિયાએ તા. ૧-૪-૧૯૫૧ના અંકમાં લખ્યું હતું - “સોલિસિટરની કારકિર્દી શરૂ કર્યાને આજે ચાલીશ વર્ષ પૂરાં થવા આવ્યાં. આ ચાલીશ વર્ષ દરમિયાન તેમણે એક ધંધાદારી સોલિસિટર તરીકે તો સારી નામના મેળવી, પણ એ ઉપરાંત જાહેર જીવનનાં અનેક ક્ષેત્રોમાં તેમણે પ્રવેશ કર્યો અને દરેક ક્ષેત્રને અનેકવિધ સેવાઓ વડે તેમણે શોભાવ્યું. જૈન સમાજની તો એક પણ એવી પ્રવૃત્તિ નથી કે જેને તેમણે જીવન સમપ્યું ન હોય... શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને જૈન શ્વે. મૂ. કૉન્ફરન્સ સાથે તો તેમનું નામ સદાને માટે જોડાયેલું રહેશે.. Page #95 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે “શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તેઓ માત્ર મંત્રી જ નહોતા, પણ એક પ્રાણપૂરક આત્મા હતા. એ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ તેમ વ્યવસ્થાનું વહીવટી કાર્ય ઉત્તરોત્તર વધારે ને વધારે જટિલ થતું ગયું. બીજી બાજુ આ સંસ્થાના ચાલુ સંચાલન માટે દ્રવ્યની અપેક્ષાને કોઈ છેડો જ નહોતો. ...શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ તેમની ૩૪ વર્ષની અખંડ તપસ્યાનું એક મૂર્તિમંત ચિરંજીવી સ્મારક છે... ૭ર “સમયના પરિવર્તન સાથે તેમના વિચારો અને વલણમાં પણ ઉત્તરોત્તર પરિવર્તન થયે જ જતું હતું. અને એક વખત, આટલી બધી અંગ્રેજી કેળવણી છતાં, અપ્રતિમ શ્રદ્ધાળુ જૈન તરીકેની જેમણે ખ્યાતિ અને પ્રતિષ્ઠા મેળવેલી, તેમની ધર્મશ્રદ્ધા તો જીવનના અંત સુધી એટલી જ જળવાઈ રહેવા છતાં, અનેક સામાજિક તેમ જ ધાર્મિક પ્રશ્નો પરત્વે તેમનાં બદલાતાં જતાં વલણોને અંગે સ્થિતિચુસ્ત વર્ગની યાદીમાંથી તેમનું નામ લગભગ રદ થવા પામ્યું હતું. આમ વિચારક્ષેત્રમાં વ્યાપક અવલોકન અને અનુભવના અન્વયે ચાલુ પરિવર્તન થતું રહેવા છતાં સામાજિક કાર્યોમાં તેમનાં વલણ અને કાર્યપદ્ધતિ હંમેશાં સમાધાનનાં રહેતાં. તેઓ વિચાર કરતાં કાર્યને વધારે મહત્ત્વ આપતા... બાંધછોડ કરવી અને સમાધાન સાધતા રહેવું, જૂના વર્ગને સંભાળવો અને નવા વર્ગ સાથે સંપર્ક ચાલુ રાખવો આ તેમની કાર્યનીતિ હતી...... “જેવો ઉજ્જ્વળ તેમનો કર્મયોગ હતો તેવો જ ઉજ્જ્વળ તેમનો જ્ઞાનયોગ હતો. તેમનું વાચનક્ષેત્ર અતિ વિશાળ હતું, અને તેમાં પણ જૈન સાહિત્ય તેમના ઊંડા અવગાહનનો વિષય હતો. સાહિત્યવાચનનો, બને તેટલાં સામયિક-પત્રો જોતાં રહેવાનો તેમને નાનપણથી ખૂબ શોખ હતો. સાથે-સાથે લેખનપ્રવૃત્તિ તરફ તેઓ વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારથી વળેલા...... “તેમના લેખનસાહિત્યનો સમગ્રપણે વિચાર કરતાં માલૂમ પડે છે કે તેઓ આમ-જનતાના માનવી હતા, અને તેમની આંખ સામે પણ ઓછું ભણેલી અને કમ-સમજણવાળી ભદ્ર જનતા હતી. તેમને ધર્મમાર્ગે, અધ્યાત્મના પંથે, વૈરાગ્યના રસ્તે વાળવા તેમના દિલમાં ઊંડી તમન્ના હતી. પરિણામે એકની એક વાત ફરી-ફરીને કહેતાં, એક જ તત્ત્વને ભિન્ન-ભિન્ન સ્વરૂપમાં રજૂ કરતાં તેઓ કદી થાકતા નહોતા... “તેમના ગુણોનો વિચાર કરીએ છીએ તો સૌથી મોટો ગુણ તેમનો અપ્રતિમ આશાવાદ આપણી આંખ સામે તરી આવે છે... તેમનો બીજો એક વિશિષ્ટ ગુણ તેમની પ્રકૃતિને વરેલું ઉમદા પ્રકારનું સૌહાર્દ હતું. મરતાને પણ Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા મર' ન કહેવું એ તેમનો સ્વભાવ હતો. ત્રીજું, અવિરત પરિશ્રમ લેવાની તાકાત એ જ તેમના જીવનની સફળતાની મોટામાં મોટી ચાવી હતી...” શ્રી મોતીચંદભાઈએ યોગીરાજ શ્રી આનંદઘનજીની કૃતિઓનું ખૂબ ઊંડું અધ્યયન કર્યું હતું, અને એના પરિણામે એના ઉપર ખૂબ વિસ્તૃત વિવેચન પણ લખ્યું હતું. આમાંથી પચાસ પદોનું વિવેચન તો એમની હયાતી દરમિયાન જ પ્રગટ થયું હતું, અને બાકીનું ૫૧થી ૧૦૮ સુધીનું ૫૮ પદોનું વિવેચન તેઓના સ્વર્ગવાસ બાદ (સને ૧૯૬૪માં) પ્રકાશિત થયું હતું અને એનું સંપાદન આ લેખકે કર્યું હતું. આ ગ્રંથમાં શ્રી મોતીચંદભાઈની જે ગુણપ્રશસ્તિ કરી હતી, એમાં કહ્યું હતું : શ્રી મોતીચંદભાઈ જેમ ગિરિવર-સમા ઘીર હતા એમ સાગરસમા ગંભીર હતા. મુસીબતોના ઝંઝાવાત એમને ચલાયમાન ન કરી શકતા, નિંદા-પ્રશંસાના તરંગો એમની ગંભીરતાને ન સ્પર્શી શકતા. તેઓ નિર્મળ બુદ્ધિથી વિચારતા, સ્વસ્થ ચિત્તે યોજના કરતા અને એકાગ્રતાપૂર્વક કામે લાગી જતા. એમની અનેકવિધ કાર્યસિદ્ધિની આ જ ચાવી હતી. લોકકલ્યાણ એ આત્મકલ્યાણનો રાજમાર્ગ છે. ન રહે ન્યાતું શિવત્ કુર્તિ તોત! કચ્છતિ (વિશ્વનું કલ્યાણ કરનારનું પોતાનું કલ્યાણ તો આપમેળે જ થઈ જાય છે.) શ્રી મોતીચંદભાઈ આવા જ એક કલ્યાણવાંછુ મહાનુભાવ હતા..... “પ્રાણી ગમે તે ક્રિયા કરે પણ એના શ્વાસ તો ચાલતા રહે છે; શ્વાસ એ જ જીવંતપણાનો પુરાવો બની રહે છે. ધાર્મિકતા એ શ્રી મોતીચંદભાઈના જીવનનો શ્વાસ હતી, અને એમની વ્યાવહારિક કે પારમાર્થિક એકેએક પ્રવૃત્તિમાં હમેશાં વિશાળ ધાર્મિકતાનો પ્રાણ ધબકતો રહેતો. શ્રી મોતીચંદભાઈની ધાર્મિકતાને રૂઢિચુસ્તપણાએ જન્માવેલી સંકુચિતતાના સીમાડા ક્યારેય મંજૂર ન હતા. અલબત્ત, તેઓ ક્રાંતિવીર ન હતા; પણ એમને પ્રગતિરોધક અને પ્રગતિકારક બળોને પારખતાં વાર ન લાગતી, અને પ્રગતિકારક બળોને આવકારવા તેઓ સદા તૈયાર રહેતા... જેવું એમનું હૃદય વિશાળ હતું, એટલો જ એમનો રોટલો પહોળો હતો. પરિચિત-અપરિચિત સૌ કોઈ એમને આંગણે સમાન આદર પામતા. અને કોઈ પણ બાબતમાં સાચી અને નિખાલસ સલાહ આપવી, એ તો શ્રી મોતીચંદભાઈનું જ કામ.. મુંબઈમાં સોલિસિટરનો ધંધો શરૂ કર્યો, ત્યારે વિદ્યારસ તો ખૂબ જામ્યો જ હતો; સાથે-સાથે સમાજસેવા અને દેશસેવાની ભાવનાએ એમનામાં જાહેરજીવનનો રસ વહેતો કર્યો... શ્રી મોતીચંદભાઈએ પોતાના જીવનમાં ધંધો અને સેવા એ બંનેની સમતુલા જાળવી જાણી હતી; એટલું જ નહીં, છેવટે સેવાના પલ્લાને વધારે નમતું બનાવીને પોતાના જીવનને વધારે કૃતાર્થ બનાવ્યું હતું.... Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૪ અમૃત-ચમીપે “શ્રી મોતીચંદભાઈએ ધંધાના ક્ષેત્રે, સેવાના ક્ષેત્રે અને વિદ્યોપાસનાના ક્ષેત્રે મોટાં અને યાદગાર કહી શકાય એવાં કાર્યો કર્યા છે; છતાં તેઓ એમાં અનાસક્ત અને નિરભિમાન રહેતા. પોતાની કાર્યશક્તિનો તેઓ જેટલો ખ્યાલ રાખતા તેથી ય વિશેષ તેઓ પોતાની મર્યાદાનો ખ્યાલ રાખતા...” તેઓનો જન્મ ધર્મ અને વિદ્યાની સંસ્કારભૂમિ ભાવનગર શહેરમાં (દાદા) શેઠ આણંદજી પરસોતમના સંસ્કારી, નામાંકિત અને રાજ્યમાન્ય તથા પ્રજામાન્ય કટુંબમાં, આજથી એકસો વર્ષ પહેલાં (૧૮૭૯માં) થયો હતો. એમના માતાનું નામ સમરતબહેન. જૈનસંઘના જાણીતા શાની ધર્મપુરુષ શ્રી કુંવરજીભાઈ એમના કાકા થાય. શ્રી મોતીચંદભાઈમાં જ્ઞાનોપાસના અને ધર્મપ્રીતિના સંસ્કારોનું સિંચન કરવામાં શ્રી કુંવરજીભાઈનો ફાળો ઘણો મોટો હતો. બી.એ. સુધીનો અભ્યાસ એમણે ભાવનગરમાં કર્યો હતો અને કાયદાશાસ્ત્રનું શિક્ષણ તેઓએ મુંબઈમાં લીધું હતું.પછી મુંબઈમાં જ એમણે કાયદાશાસ્ત્રી તરીકેનો વ્યવસાય શરૂ કર્યો હતો. (તા. ૨૧-૭-૧૯૭૯) શ્રી મોતીચંદભાઈની સાહિત્યસેવાની વિશિષ્ટતાને કારણે “શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક' તેઓને આપવામાં આવ્યો હતો. તા. ૨૦-૩-૧૯૪૯ને રોજ સર મણિલાલ બાલાભાઈ નાણાવટીના અધ્યક્ષપદે તેમની સેવાની કદરરૂપે સન્માન કરાયેલું ને રૂપિયા સિત્તેર હજારની થેલી અર્પણ થયેલી. આ સમારંભમાં શિખર ઉપર સોનેરી કળશ ચડ્યા જેવી ઘટના તો એ હતી કે પોતાને અર્પણ કરવામાં આવેલ સિત્તેર હજાર રૂપિયામાં પોતાના તરફથી બીજા પાંચ હજાર રૂપિયા ઉમેરીને પંચોતેર હજાર રૂપિયાની આખી રકમ જૈન સાહિત્યના ગુજરાતી ગ્રંથો પ્રકાશિત કરવા માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને શ્રી મોતીચંદભાઈએ અર્પણ કરી દીધી હતી. જાહેર સન્માનનાં નાણાંનો ઉપયોગ જાહેર લાભાર્થે જ થવો જોઈએ એ પૂ. મહાત્મા ગાંધીજીએ પાડેલ પ્રથાનું આ પ્રસંગે બરાબર પાલન કરીને શ્રી મોતીચંદભાઈએ સેવાના આદર્શની ઉચ્યતા જાળવી રાખી એ માટે તેમને વિશેષ અભિનંદન આપવા ઘટે છે. (તા. ૨૭-૩-૧૯૪૯) આ નોંધ પૂરી કરતાં પહેલાં આ સ્થાને એક સૂચન કરવાનું અમને જરૂરી લાગે છે, અને તે એ કે શ્રી મોતીચંદભાઈની જન્મશતાબ્દી જેવા પ્રસંગ નિમિત્તે, એમનું એક માહિતીપૂર્ણ અને સચિત્ર જીવનચરિત્ર તૈયાર કરાવીને પ્રગટ કરવામાં આવે. (તા. ૨૧-૭-૧૯૭૯) Page #98 -------------------------------------------------------------------------- ________________ ડૉ. ઉપાધ્યે (૧૮) પ્રતિભાશીલ સારસ્વત ડૉ. ઉપાધ્યે તેઓનું પૂરું નામ શ્રી આદિનાથ નેમિનાથ ઉપાધ્યે. ધર્મે તેઓ જૈન (દિગંબર) હતા. તેઓનું વતન મહારાષ્ટ્રના બેલગામ જિલ્લાનું સદાલ્ગા (Sadalga) ગામ. તેઓનો જન્મ તા. ૬-૨-૧૯૦૬ના રોજ થયો હતો. તેઓએ પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં, માધ્યમિક શિક્ષણ બેલગામમાં અને ઉચ્ચ શિક્ષણ કોલ્હાપુર અને સાંગલીમાં લઈને, સંસ્કૃત અને અર્ધમાગધી વિષયો સાથે, પ્રથમ વર્ગમાં બી.એ.ની પરીક્ષા પસાર કરી હતી. ૭૫ પૂનાના સુપ્રસિદ્ધ વિદ્યાતીર્થ ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી એમણે સને ૧૯૩૦ની સાલમાં, પ્રથમ વર્ગમાં, એમ. એ.ની ડિગ્રી મેળવી હતી. એમ.એ.ના અભ્યાસ માટે એમણે પ્રાકૃત-અર્ધમાગધી અને સંસ્કૃત વિષયો લીધા હતા; એટલે સ્વાભાવિક રીતે જ એમની નિર્ભેળ વિદ્વત્તા, ઉત્કટ ધ્યેયનિષ્ઠા અને વિરલ કાર્યશક્તિનો વિશેષ લાભ, એક યા બીજા રૂપમાં, ઘણે મોટે ભાગે જૈનવિદ્યાની કોઈ ને કોઈ શાખાના અધ્યયન, અધ્યાપન અને સંશોધનરૂપે જ મળતો રહ્યો હતો. એમ. એ. થયા પછી, નવ વર્ષ બાદ, એમણે મુંબઈ યુનિવર્સિટીની ડિ. લિ. ની પદવી મેળવી હતી. વિદ્યાસાધનાના ક્ષેત્રમાં ડિ. લિ.ની પદવી સર્વોચ્ચ લેખાય છે. અધ્યયન-સંશોધનની અસાધારણ ગુણવત્તા ધરાવનાર મહાનિબંધના કર્તાને જ આ પદવી આપવામાં આવે છે. તેઓનું વતન તો, ઉપર સૂચવ્યું તેમ, સદાલ્ગા ગામ હતું; પણ એમણે કૉલેજ-કક્ષાનું અધ્યયન કોલ્હાપુરમાં કર્યું. ત્યારથી જ્ઞાત-અજ્ઞાતપણે, કોલ્હાપુર તરફ એમના અંતરમાં આત્મીયતાની લાગણી ધીમે-ધીમે દૃઢમૂળ થતી હતી. આનું પરિણામ છેવટે એ આવ્યું કે તેઓએ, સને ૧૯૩૦માં એમ. એ.ની ડિગ્રી મેળવ્યા પછી, પોતાના કાર્યક્ષેત્ર તરીકે કોલ્હાપુરની રાજારામ કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાવાનું પસંદ કર્યું. આ સતત જાગૃત અને કર્મનિષ્ઠ વિદ્યાપુરુષને પોતાની કૉલેજની અધ્યાપનની પ્રવૃત્તિ ઉપરાંત, પ્રશાંતપણે અને એકાગ્રભાવે, ગ્રંથ-સંશોધનસંપાદનની પ્રવૃત્તિ માટે, કોલ્હાપુર એવું અનુકૂળ આવી ગયું કે પગારની બઢતી કે વધારે ઊંચા સ્થાનની પ્રાપ્તિનું કોઈ પણ પ્રલોભન એમને કોલ્હાપુર છોડીને અન્ય સ્થાને જવા માટે ક્યારેય આકર્ષી ન શક્યું. ૫૬ વર્ષની વયે, સને ૧૯૬૨ની સાલમાં તેઓ એ સ્થાનેથી ૩૨ વર્ષ બાદ નિવૃત્ત થયા. જે વ્યક્તિને વિદ્યાપ્રવૃત્તિ એ જ શ્વાસ અને પ્રાણરૂપ હોય, અને ઉંમર વધવા સાથે જેની સત્યશોધક બુદ્ધિનું તેજ ઘટવાને બદલે વધતું જતું હોય, એ વ્યક્તિની નિવૃત્તિ એ બીજી વધારે વ્યાપક પ્રવૃત્તિની પ્રેરક બને એમાં શી નવાઈ ? Page #99 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે એટલે કોલ્હાપુરની કૉલેજમાંથી નિવૃત્ત થયા પછી એમણે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના સંશોધક વિદ્વાન તરીકે વર્ષો સુધી વિદ્યાસંશોધનનું કાર્ય કર્યું, અનેક ગ્રંથોનું સંશોધન-સંપાદન કર્યું,નાના-મોટા કેટલાય સંશોધનાત્મક લેખો લખ્યા; અને પોતાની આવી બધી યશોવલ કારકિર્દીના મંદિર ઉપર સુવર્ણકળશ ચડાવવાની જેમ, છેલ્લાં ચાર-પાંચ વર્ષ લગી, જાણીતા સાહિત્ય-વિદ્યાપ્રેમી અને સખીદિલ શ્રીમાન સાહૂ શ્રી શાંતિપ્રસાદજી જૈનના દાનથી મૈસૂર યુનિવર્સિટીમાં સ્થપાયેલ જૈન શોધપીઠ (જૈન ચૂઅર) જેવા ગૌરવભર્યા સ્થાને કામ કરીને અને કેટલાક વિદ્વાનોને તૈયાર કરીને, થોડાક મહિના પહેલાં જ તેઓ એ સ્થાનેથી ૧૯ વર્ષની વયે નિવૃત્ત થયા. એ નિવૃત્તિની સાથે જ, જાણે એમનો કાર્યકાળ પૂરો થયો હોય એમ, મૈસૂરથી પોતાની કર્મભૂમિ કોલ્હાપુરમાં પહોંચ્યા-ન પહોંચ્યા અને ૧૯૭૫ની ૮મી ઓક્ટોબરના દિવસે હૃદયરોગના હુમલાથી, સાવ અણધારી રીતે, આપણાથી સદાને માટે વિદાય થઈ ગયા ! શ્રી કુંદકુંદાચાર્યક્ત “પ્રવચનસાર', શ્રી યોગીન્દુદેવકૃત, પરમાત્મપ્રકાશ', શ્રી જહાંસિંહનંદીત “વરાંગચરિત', શ્રી યતિવૃષભકૃત, તિલોયપન્નતિ', શ્રી હરિભદ્રસૂરિકૃત “ધૂર્તાખ્યાન', શ્રી કુતૂહલકૃત “લીલાવઈકહા', શ્રી ઉદ્યોતનસૂરિકૃત કુવલયમાલાકહા” જેવા દિગંબર, શ્વેતાંબર સંસ્કૃત-પ્રાકૃત ભાષાના સંખ્યાબંધ પ્રાચીન ગ્રંથોનું આદર્શ સંશોધન-સંપાદન કરીને તેમ જ સંશોધનને લગતા સેંકડો અભ્યાસપૂર્ણ લેખો લખીને એક પીઢ, ઠરેલ અને સાચા સારસ્વત તરીકેની ભારે નામના એમણે મેળવી હતી. ભારતના પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના વિશ્વવિખ્યાત વિદ્વાન ડૉ. પી. એલ. વૈદ્ય એમના વિદ્યાગુરુ હતા; એમની પ્રેરણાથી જ એમણે અર્ધમાગધી તથા સંસ્કૃત ભાષાના અધ્યયન-સંશોધનને પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. ઉપરાંત, ડૉ. સુકથંકર, ડો. બેલવેલકર જેવા અનેક વિદ્યાવારિધિઓના આત્મીયતાભર્યા સંપર્કનો એમને લાભ મળ્યો હતો. આ બધાને લીધે એમની મર્મગ્રાહી અને વ્યાપક વિદ્વત્તાની સુવાસ શતદળ કમળની જેમ, સર્વત્ર પ્રસરી ગઈ હતી. ૧૯૪૧માં ઑલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સ જેવી સુપ્રતિષ્ઠિત વિદ્યાસંસ્થાના પ્રાકૃત અને જૈનધર્મ તેમ જ પાલી અને બૌદ્ધધર્મ વિભાગના વિભાગીય પ્રમુખ તથા બે વાર ઉપપ્રમુખ થવા ઉપરાંત તેઓએ અલીગઢના તેવીસમા અધિવેશનનું પ્રમુખપદ શોભાવવાનું પણ ગૌરવ મેળવ્યું હતું. નાનું કે મોટું કોઈ પણ કામ કરવાની એમની ધીરજ, ચીવટ અને ઝીણવટ દાખલારૂપ બની રહે એવી હતી. તેઓએ સોલાપુરની સુપ્રસિદ્ધ જીવરાજ ગૌતમ ગ્રંથમાળા'ના તથા બનારસની જ્ઞાનપીઠ હસ્તકની “મૂર્તિદેવી ગ્રંથમાળા'ના મુખ્ય સંપાદક તરીકેની કામગીરી વર્ષો સુધી બજાવી હતી. Page #100 -------------------------------------------------------------------------- ________________ ડૉ. ઉપાધે સ્વ. ડૉ. વાસુદેવશરણ અગ્રવાલજીએ ડૉ. ઉપાધ્ધની કાર્યશીલતા અંગે ઠીક જ કહ્યું છે : “ડૉ. ઉપાધ્યએ, એક પ્રોફેસર તરીકે, ઉનાળા અને શિયાળાની લાંબી રજાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કેમ કરવો એ માટે પોતાની જાતને બરાબર સજ્જ કરી લીધી છે. તેઓ રજાઓને પરિશ્રમ માગી લે એવાં કામોના ભારથી લાદી દે છે, અને એમાંથી ભારે ફળદાયક પાક લણે છે. આવી ટેવમાંથી જ તેઓ આનંદ મેળવે ધર્મે તેઓ દિગંબર જૈન હતા, પણ સત્યના સંશોધનમાં આડખીલીરૂપ બની બેસતી સાંપ્રદાયિક કટ્ટરતા એમના તેજસ્વી વ્યક્તિત્વ તેમ જ પ્રખર પાંડિત્યથી સદા દૂર જ રહી. ડૉ. ઉપાબેને અંગ્રેજીમાં બોલતા સાંભળવા એ જીવનનો એક લ્હાવો હતો – વાગીશ્વરીનો અસ્મલિત, મધુર અને સચોટ પ્રવાહ એમના મુખમાંથી વહેતો રહે ! એમની સંશોધનવૃત્તિ કેવી જાગૃત છે તેનો એક પ્રસંગ જાણવા જેવો છે. તેઓ ઉદ્યોતનસૂરિકૃતિ “કુવલયમાલાકથાનું સિંધી જૈન સિરીઝ તરફથી સંપાદન કરી રહ્યા હતા. મૂળકથા પહેલા ભાગ રૂપે પ્રગટ થઈ ચૂકી હતી અને હવે વિસ્તૃત પ્રસ્તાવના લખવાનું કાર્ય ચાલી રહ્યું હતું. આ કથા જાબાલિપુર(વર્તમાન જાલોર)માં 2ષભદેવ-પ્રાસાદમાં લખાઈ છે. ડો. ઉપાધ્યને થયું કે પ્રસ્તાવના લખતાં પહેલાં જાલોર જઈને એનો કિલ્લો જોવો જોઈએ. અને ૧૯૬૪ના જાન્યુઆરીમાં આકરી ટાઢ અને મુશ્કેલ મુસાફરીની ચિંતા સેવ્યા વગર તેઓ જાલોર ગયા, અને બધું જાતે જોયું; તેમ જ વિદ્ધતુ-શિરોમણિ પૂજ્ય પંન્યાસ શ્રી કલ્યાણવિજયજી ગણી સાથે અનેક બાબતોની વાત-વિચારણા કરી, ત્યારે જ એમના ચિત્તને સંતોષ થયો. એમની તબિયત નમૂનેદાર હતી અને તબિયતની સાચવણી કરવાની કળા એમને સહજ-સિદ્ધ હતી. સાદાઈ, સ્વાશ્રય અને સંયમ જેવા ગુણોથી એમનું જીવન વિશેષ શોભાયમાન અને કર્તવ્યનિષ્ઠ બન્યું હતું. અને એમની વ્યવહારદક્ષતા, સ્વભાવની મધુરતા અને ખરહિત હાસ્ય-વિનોદની વૃત્તિથી એમનું વ્યક્તિત્વ વિશેષ આકર્ષક અને લોકપ્રિય બન્યું હતું. તેમની સેવાઓનું બહુમાન, તેમના અવસાનની પૂર્વે જ ૧૫મી ઑગસ્ટ ૧૯૭પમાં, રાષ્ટ્રપતિ દ્વારા સંસ્કૃત-પ્રાકૃતની વિદ્વત્તા બદલ “સર્ટિફિકેટ ઓફ ઓનર' અર્પે કરાયું હતું. તા. -૩-૧૯૬૫ (અંશો), તા. ૨૫-૧૦-૧૯૭૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૮ અમૃત-સમીપે (૧૯) પ્રાચ્યવિધાસંશોધનના કર્મચૂર શ્રી સી. ડી. દલાલ જે જીવન કર્તવ્યના ઓરસિયા ઉપર ચંદનની જેમ ઘસાઈને પોતાની સુવાસ પ્રસરાવતું જાય છે, એ સદાને માટે લોકહૈયામાં સંઘરાઈ જાય છે – પછી એ લાંબુ હોય કે ટૂંકું ! દેશ-વિદેશમાં વિખ્યાત બનેલ ગાયકવાડ પ્રાચ્યવિદ્યા ગ્રંથમાળા (ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ)ના સ્થાપક સદ્ગતશ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ આવા જ એક સ્વનામધન્ય યાદગાર પુરુષ થઈ ગયા. ઉંમર તો માત્ર ૩૮ વર્ષની જ: તેમાં ય ૨૮-૩૦ વર્ષ તો અભ્યાસમાં જ ગયેલાં; ફક્ત છેલ્લાં આઠેક વર્ષ એમણે વડોદરાની વિખ્યાત સેન્ટ્રલ લાઇબ્રેરીના સંસ્કૃત-વિભાગના અધ્યક્ષ તરીકે કામ કર્યું. પણ એટલા ટૂંકા ગાળામાં એમણે જે મહાભારત કામ કરી બતાવ્યું, તે કોઈ આજીવન કર્મઠ વ્યક્તિને પણ હેરત પમાડે એવું છે. શ્રી દલાલે કરેલા કામનો સમયની મર્યાદા સાથે મેળ બેસતો જ નથી કે એમણે આટલું બધું કામ ક્યારે અને કેવી રીતે કર્યું હશે ? પોતાના કામને માટે દિવસ અને રાત એક કયાં હોય, ઊંઘ અને આરામને હરામ કર્યા હોય અને આઠે પહોર અને સાઠે ઘડી કેવળ કામ, કામ ને કામ જ ખેંચ્યા કર્યું હોય, છતાં ય ભાગ્યે જ થઈ શકે એટલું કામ તેઓ કરી ગયા ! છેવટે તો તનને, મન અને બુદ્ધિને પણ કંઈક મર્યાદા છે જ ને ? પણ એમ લાગે છે કે જાણે એમને આવી કોઈ મર્યાદા સ્પર્શતી જ ન હતી; અને એમનામાં કામને પહોંચી વળવા કોઈ દેવી શક્તિ જ પ્રગટી હતી! અને એ કામ પણ કેવું ? ડુંગર ખોદીને ઉંદર શોધવા જેવું પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોના સંશોધન અને સંપાદનનું – દેખીતી રીતે કંટાળો ઉપજાવે તેવું – કામ ! અને તે પણ પશ્ચિમના સંશોધનનિષ્ણાતોની મહોર અને પ્રશંસા મેળવી લે એવું ! શ્રી દલાલની આવી અદ્દભુત કામગીરીને લીધે જ ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ વિશ્વની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકી હતી એમ અતિશયોક્તિ વિના અવશ્ય કહી શકાય. વડોદરા સેન્ટ્રલ લાઇબ્રેરીના સંસ્કૃત-વિભાગના વડા તરીકે તેમ જ પ્રાપ્ય વિદ્યા ગ્રંથમાળાના સંશોધક-સંપાદક તરીકે એમણે બજાવેલી કામગીરીની વિગતો તો જુઓ : એ પુસ્તકાલયનો હસ્તલિખિત વિભાગ સમૃદ્ધ કરવા માટે શ્રી દલાલે અનેક સ્થળોએ પ્રયાસ કર્યા હતા; એટલું જ નહીં, પાટણ તેમ જ જેસલમેરના હસ્તલિખિત ગ્રંથભંડારોની મહિનાઓ સુધી તપાસ કર્યા બાદ, આજથી ચાર દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં, એની વિસ્તૃત માહિતીપૂર્ણ સૂચીઓ તૈયાર કરી હતી. Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી સી. ડી. દલાલ ૭૯ શ્રી દલાલની પહેલાં શ્રી ભૂલર જેવા પશ્ચિમના તેમ જ ડૉ. ભાંડારકર, શ્રી મણિલાલ નભુભાઈ જેવા ભારતીય વિદ્વાનોએ એ દિશામાં કામ કર્યું હતું. પણ એમનું એ કાર્ય અમુક મર્યાદામાં જ સીમિત રહ્યું હતું, જ્યારે શ્રી ચીમનભાઈની કામગીરીએ વિશાળ ક્ષેત્રને આવરી લીધું હતું. એમણે પોતાનો જે અહેવાલ તૈયાર કર્યો, એના ઉપરથી વિરલ ગ્રંથોને પ્રકાશિત કરવાનો વિચાર ઉદ્ભવ્યો; અને એ વિચારે ગાયકવાડ પ્રાચ્યવિદ્યા ગ્રંથમાળાને જન્મ આપ્યો. પણ આ તો જાણે શ્રી ચીમનભાઈની ચિરંજીવી અને બહુ ઉપકારક કામગીરીની શરૂઆત જ હતી. પછી તો એ ગ્રંથમાળા માટે સંશોધનની વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ પ્રાચીન સંસ્કૃત વગેરે ભાષાના વિવિધ વિરલ ગ્રંથોના સંશોધનનો સવાલ આવ્યો. એ કામ ધૂળધોયા જેવું : કરવાનું ઘણું-ઘણું અને મેળવવાનું સાવ ઓછું ! પણ આ સરસ્વતીપુત્રના અંતરમાં સરસ્વતીની પ્રત્યક્ષ સેવાનો અદમ્ય ઉત્સાહ ભર્યો હતો; તે આવો આવ્યો અવસર કેમ જવા દે? અને સંશોધન-સંપાદનની ભારે અટપટી આવડત કે કળા તો જાણે એમને જન્મથી જ સાંપડી હતી ! જરા ય વિલંબ વગર તેઓ એ કામમાં ગૂંથાઈ ગયા. અને થોડા જ વર્ષોમાં એકવીસ જેટલા પ્રાચીન અને કઠિન ગ્રંથોનું સંપાદન કરીને એની પ્રેસકોપીઓ એમણે તૈયાર કરી આપી! આ એકવીસ ગ્રંથોનાં વિષય અને નામ તો જુઓ : પહેલો જ મણકો રાજશેખરનો અલંકારશાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ “કાવ્યમીમાંસા', પછી ત્રણ ઐતિહાસિક-પૌરાણિક કાવ્યો, એક વ્યાકરણનો ગ્રંથ, એક મહાભારતના વસ્તુના આધારે રચાયેલ નાટક, એક ઐતિહાસિક નાટક, સાત રૂપકો, એક ચમ્પ, ત્રણ ઘશનિક ગ્રંથો, એક પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ, એક રાજકીય અને ખાનગી દસ્તાવેજોના નમૂનાઓનો રસિક સંગ્રહ : “લેખપદ્ધતિ', અને એક પ્રસિદ્ધ અપભ્રંશ મહાકથા! એમાંના કેટલાક ગ્રંથો તો એમના સ્વર્ગવાસ પછી પ્રગટ થઈ શક્યા હતા ! આટલી નાની ઉંમરમાં અને અડધા દાયકા જેટલા ટૂંકા ગાળામાં તેઓ આટલું બધું કામ શી રીતે ખેંચી શક્યા હશે, એ બીના સાચે જ હેરત પમાડે એવી છે. એમની આટલી વ્યાપક અને તલસ્પર્શી કારકિર્દી જોઈને કોઈ એમનું અવસાન ૩૮ના બદલે ૮૩ વર્ષે થયું હતું એમ માનવા પ્રેરાય તો નવાઈ નહીં ગુજરાતમાં સંસ્કૃત-પ્રાકૃતના સંશોધન-ક્ષેત્રે તો શ્રી ચીમનભાઈ સમર્થ પુરોગામી બની ગયા; એમની કારકિર્દી કોઈ પણ વિખ્યાત અને યશસ્વી પુરોગામી કરતાં જરા ય ઓછી ઊતરતી ન હતી. એ માટે ગુજરાત અને પ્રાચ્યવિદ્યા એમની ચિરકાળપયત ઓશિંગણ રહેશે. Page #103 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે શ્રી ચીમનભાઈના જીવન વિશેની વિગતો બહુ ઓછી સાંપડે છે. તેઓ મૂળ અમદાવાદના વતની; સને ૧૮૮૧માં એમનો જન્મ થયેલો. સને ૧૯૦૮માં તેઓ સંસ્કૃત લઈને અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી બી.એ. થયેલા, અને ત્યારપછી બે વર્ષે સંસ્કૃત વ્યાકરણ જેવો શુષ્ક અને અતિકઠિન વિષય લઈને તેઓએ એમ. એ.ની ડિગ્રી મેળવી હતી. ઉપરાંત તે કાળે, આજથી પચાસેક વર્ષ પહેલાં, એમણે પુસ્તકાલય-પદ્ધતિનો પણ અભ્યાસ કર્યો હતો. એ યોગ્યતા જ એમને વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરીના અધ્યક્ષપદે દોરી ગઈ; અને એ સ્થાને રહીને જ એક દાયકા કરતાં ય ઘણા ઓછા સમયમાં, અજ૨-અમર કામ કરી ગયા ! ૩૮ વર્ષની નાની વયે, ઘણે ભાગે આખા દેશમાં પ્રસરી ગયેલ ઇન્ફલ્યુએંઝાના વ્યાધિથી આ આજીવન સારસ્વત સ્મૃતિશેષ બન્યા ! તેઓ જન્મે જૈન હતા, પણ વિદ્યાના ક્ષેત્રમાં એમણે કદી એ મર્યાદાને પોતાને સ્પર્શવા સુધ્ધાં દીધી ન હતી. તેઓ નિર્ભેળ અને યથાર્થ સરસ્વતી-ઉપાસક તરીકે જીવ્યા અને એ રીતે જ ધન્ય બની ગયા. આટલી એમના જીવનની વિગતો. પણ જેમના જીવનની એક-એક પળ ઉજ્જ્વળ અને નિષ્ઠાપૂર્ણ વિદ્યાસેવાથી સુરભિત બની હોય એમના જીવનની સ્થૂળ વિગતો વધારે મળે તો ય શું અને ન મળે તો ય શું ? to આવા એક ઉપકારી પુરુષનું તૈલચિત્ર તા. ૨૩-૧૧-૧૯૬૨ના રોજ પ્રાચ્યવિદ્યા-મંદિરમાં પધરાવવામાં આવ્યું એ એક આપણા હાથે ઋષિ-ઋણમુક્તિનું નાનુંસરખું ઉચિત સત્કાર્ય થયું ભલે એમના અવસાન બાદ ૪૪ વર્ષ પછી ! આમ કરીને આપણે આપણા અત્યારના વિદ્વાનો અને વિદ્યાર્થીઓને માટે એક પ્રેરક સ્મારક ઊભું કર્યું છે. (૨૦) ભેખધારી અપૂર્વ જૈન સાહિત્યોદ્ધારક શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ (તા. ૧૫-૧૨-૧૯૬૨) સદ્ગત સાક્ષર શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈનું, એમની હયાતીમાં જ બહુમાન કરવામાં આપણે જેમ ખૂબ-ખૂબ મોડા પડ્યા હતા અને ફારસીના મહાન કવિ ફિરદોસીનો કરુણ જીવનપ્રસંગ (જ્યારે શહેરમાં કવિની કદરદાની રૂપે તેમને ત્યાં સોનામહોરોની કોથળી લઈ જતા હતા ત્યારે કવિના શબનો જનાજો સામેથી આવતો હતો) યાદ આવે એવું બની ગયું હતું, તેમ એમના અવસાન બાદ પણ બાર-બાર વર્ષ લગી આપણા આ ઉપકારી સાક્ષર-પુરુષને આપણે વીસરી જ ગયા હતા. આપણી આ ઉપેક્ષાવૃત્તિ, આ બેકદરદાની અથવા આ કૃતઘ્નતા માટે જેટલો Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧ T શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ અફસોસ કરીએ એટલો થોડો છે ! પોતાના સાચા, નિઃસ્વાર્થ અને લાગણીભર્યા સરસ્વતી-સેવકો પ્રત્યે આવી ઉપેક્ષા સેવીને કયો ધર્મ કે કયો સમાજ પ્રગતિ કરી શકે ? પણ હવે મોડે-મોડે પણ, એમનું તૈલચિત્ર ખુલ્લું મૂકવા જેટલી સામાન્ય કદરદાની કરીને એમના ઉપકારનું સ્મરણ કરવાની વૃત્તિ આપણી કૉન્ફરન્સને જાગી એ પણ આનંદની વાત છે; અને આવો સ્તુત્ય નિર્ણય લેવા બદલ કૉન્ફરન્સના મોવડીઓને અભિનંદન ઘટે છે. - શ્રી મોહનભાઈને ધંધો ભલે વકીલાતનો કરવો પડ્યો હોય, પણ એમનો જીવનરસ તો સાહિત્યસેવા જ હતો. સાહિત્યસેવા જ જાણે એમનું આજીવન વ્રત હોય એમ, રાત-દિવસ, ઊંઘ કે આરામ, ભૂખ કે તરસ અને તંગી કે તવંગરીને ભૂલીને તેઓ સતત એ રસમાં જ મગ્ન રહેતા. નમૂનેદાર તંદુરસ્તી, સદા ય ખિલખિલાટ હાસ્યની છોળો ઉછાળતું હૈયું અને દેશ, સમાજ, કે વ્યક્તિમાંથી કોઈનું ને કોઈનું ભલું કરવામાં તન, મન અને ધનનો ઉપયોગ કરી છૂટવાની પરોપકારી દિલાવરી એ શ્રી મોહનભાઈની નોંધપાત્ર વિશેષતાઓ હતી. મુસીબતો કે મૂંઝવણો પણ એમના હાસ્યને કદી છીનવી ન શક. અને એમના આશાના મિનારાઓ તો એવા મજબૂત હતા કે નિરાશા એમની નજીક ટૂંકી પણ ન શકતી. જૈન સાહિત્યના ઇતિહાસની રચના કરીને તેમ જ જેને ગુર્જર કવિઓને લગતાં હજારો પૃષ્ઠોથી ભરેલા ગ્રંથો બનાવીને શ્રી મોહનભાઈ સદાને માટે અમૃતત્વનું પાન કરી ગયા છે. આવા પુરુષને માટે જરૂર કહી શકાય કે નાસ્તિ ચેવા ચરવા ગરીમરમાં મચા (જેમની યશરૂપી કાયામાં જરા કે મરણથી પેદા થનારો ભય નથી હોતો) વળી આપણે ત્યાં આવા પ્રકારનું સાહિત્ય રચવામાં શ્રી મોહનભાઈને તો સાચોસાચ અગ્રપુરુષ જ લેખી શકાય. બે-ત્રણ દાયકા પહેલાં જ્યારે જ્ઞાનભંડારોની પ્રતો સુલભ ન હતી અને અત્યારના જેટલી અન્ય સામગ્રી પણ ઉપલબ્ધ ન હતી, તે કાળે, હસ્તલિખિત પુસ્તકો વાંચવા કે તેની નકલો કરવાથી લઈને તેને સુધારવા અને તેનાં પ્રફો વાંચવા સુધીનું બધું જ કામ સાવ એકલે હાથે કરીને શ્રી મોહનભાઈએ જે વિપુલ સાહિત્યનું સર્જન કર્યું – અને તે પણ કોઈ પણ જાતના આર્થિક સ્વાર્થને બદલે ઊલટું પદરના (ગાંઠના) પૈસા ખરચીને કર્યું તે એમની અનન્ય સરસ્વતી-ઉપાસનાનું અને ઉત્કટ નિષ્ઠાનું સૂચક છે. અંતરમાં અર્પણની અદમ્ય તાલાવેલી લાગી હોય તો જ આવી ઉપાસના અને આવી નિષ્ઠા શક્ય બને છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ અમૃત સમીપે આ પ્રસંગે એક વાતનું સૂચન કરવા જેવું અમને લાગે છે. શ્રી મોહનભાઈએ છૂટાછવાયા લખેલા લેખો જો ગ્રંથસ્થ થવા બાકી હોય તો એને સત્વર ગ્રંથસ્થ કરી લેવા જોઈએ. આવા લેખોના મૂલ્યાંકનનો સમય આવી પહોંચ્યો છે. એવા લેખોનો સંગ્રહ શ્રી મોહનભાઈની કીર્તિના શિખર ઉપર એક વધુ સુવર્ણકળશનું આરોપણ કરશે. (તા. ૨૮-૭-૧૯૫૯) (૨૧) આજીવન વિધાસાધક પ્રો. હીરાલાલભાઈ કાપડિયા અમે ઇચ્છતા હતા, કે વિદ્યાસાધનાને જ પોતાના જીવનના એક પવિત્ર ધ્યેય તરીકે સ્વીકારનાર, માતા સરસ્વતીની સેવા કરતાં-કરતાં, એની કૃપાપ્રસાદીરૂપે જે કંઈ કમાણી થાય એથી સંતોષ માનીને શાંતિથી જીવનવ્યવહાર ચલાવી લેનાર અને આ રીતે છ-છ દાયકા જેટલા સુદીર્ઘ સમયપટ ઉપર પોતાના વિદ્યાકાર્યનો વિસ્તાર કરીને પોતાના જીવન અને જ્ઞાનને કૃતાર્થ કરી જાણનાર આપણા આ સારસ્વતના જીવન અને કાર્યની વધુમાં વધુ વિગતો આ સ્થાને રજૂ કરીને એમને મન ભરીને અંજલિ આપીએ. પણ આ નોંધ લખવામાં વધારે વિલંબ કરવો ઉચિત નહીં એમ સમજીને આ નોંધ લખી સંતોષ માનીએ છીએ. સરસ્વતી માતાના આજીવન ઉપાસક અને ધર્મશ્રદ્ધાથી પોતાના જીવનને વિશેષ સુરભિત કરી જાણનાર પ્રો. હીરાલાલભાઈ કાપડિયા, તા. ૨૩-૩૧૯૭૯ના રોજ મુંબઈમાં તેઓના નિવાસસ્થાને, ૮૫ વર્ષની પરિપકવ વયે અને નિવૃત્તિના સાચા અધિકારી બનીને, તેમ જ છેલ્લા સમય સુધી વિદ્યાની વાતો અને ચિંતા કરતાં કરતાં, આપણાથી સદાને માટે વિદાય થયા. દિલની સચ્ચાઈ, પ્રામાણિકતા અને ત્યાગ-બલિદાનની ભાવનાથી કામ કરનાર વ્યક્તિઓની અછત, જેમ-જેમ સમય વીતતો જાય છે તેમ-તેમ, વધતી જતી હોય એમ જ લાગે છે. શ્રી હીરાલાલભાઈનું વતન સુરત શહેર. એમના પિતાશ્રીનું નામ શ્રી રસિકદાસ વરજદાસ કાપડિયા, માતુશ્રીનું નામ ચંદાગૌરી, એમની જ્ઞાતિ દશાશ્રીમાળી વાણિયા. એમના કુટુંબની મૂળ ધર્મશ્રદ્ધા, ઘણું કરી, વૈષ્ણવધર્મ ઉપર. એમનો જન્મ સને તા. ૨૮-૭-૧૮૯૪માં થયેલો. સને ૧૯૧૩ની સાલમાં, ૧૯ વર્ષની ઉંમરે, તેઓનાં લગ્ન સુરતનાં શ્રીમતી ઇન્દિરાબહેન સાથે થયાં હતાં. માધ્યમિક શાળા સુધીનું શિક્ષણ એમણે પોતાના વતન સુરતમાં લીધું હતું. તે પછી કૉલેજના શિક્ષણ માટે તેઓ મુંબઈ ગયા હતા, અને ત્યાંની સુપ્રસિદ્ધ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરીને એમણે બી.એ.ની ડિગ્રી મેળવી હતી. એમાં Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રો. હીરાલાલભાઈ કાપડિયા પોતાની તેજસ્વી બુદ્ધિ, પરિશ્રમશીલતા અને ખંત વગેરે ગુણોને કારણે એવી સફળતા મેળવી કે જેથી કામા પ્રાઇઝ તથા બીજી છાત્રવૃત્તિ મળવાને કારણે એમની કારકિર્દી ઝળકી ઊઠી. પણ એમની જ્ઞાનપિપાસા આટલા અભ્યાસ અને આવી સફળતાથી સંતુષ્ટ થવાને બદલે વધારે તીવ્ર બની ગઈ. એટલે ગણિત જેવો શુષ્ક અને અઘરો વિષય લઈને સને ૧૯૧૮ની સાલમાં એમણે એમ. એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. પણ હવે કેવળ વધુ અભ્યાસમાં સમય વિતાવવાને બદલે વિદ્યાનું વિતરણ કરવાની સાથોસાથ પોતાના જ્ઞાનમાં ઉમેરો-વધારો કરતાં રહેવાનો સમય પાકી ગયો હતો ; ઉંમર પણ એક પચીશીની લગોલગ પહોંચી હતી. એ રીતે વિદ્યાઉપાર્જનનો કાળ પૂરો થયો હતો અને કાર્ય કરવાનો કાળ શરૂ થયો હતો. છતાં શ્રી હીરાલાલભાઈ જીવનભર નવું-નવું જાણવાની ઇચ્છા ધરાવનાર વિદ્યાર્થી તો રહ્યા જ. એમના વિદ્યાવિતરણના કાર્યની શરૂઆત એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તરત જ થઈ હતી. મુંબઈની વિલ્સન કૉલેજમાં ગણિતના અધ્યાપક તરીકે એમની નિમણુક થઈ હતી. ત્યાં પાંચેક વર્ષ સુધી કામ કર્યા પછી તેઓએ બીજી-બીજી કૉલેજોમાં અધ્યાપક તરીકે સફળ કામગીરી બજાવી હતી. સને ૧૯૨૩માં જૈન ગણિતને લગતું સંશોધન કરવાની એમને ગ્રાન્ટ મળી હતી, અને એ કામ એમણે ટૂંક સમયમાં જ પૂરું કર્યું હતું. * વચગાળાના કોઈક સમયે એમને સ્વ. આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી કાશીવાળોનો ખૂબ નિકટનો પરિચય થયો. આ પરિચયનો એમના જીવન ઉપર એવો ઘેરો પ્રભાવ પડ્યો કે જેથી એમની ધર્મની આસ્થામાં અને જ્ઞાનોપાસનાની દિશામાં પરિવર્તન આવી ગયું. આ પરિવર્તનને લીધે તેઓ જૈનધર્મના અનુરાગી અને અનુયાયી બની ગયા, અને એમની વિદ્યાસાધનામાં જૈનવિદ્યાના અધ્યયનસંશોધનને મહત્ત્વનું સ્થાન મળવા લાગ્યું – તે એટલે સુધી કે એમનાં મોટા ભાગનાં પુસ્તકો જૈન વિદ્યાના કોઈ ને કોઈ વિષયને લગતાં રહ્યાં, અને એમની ગણના આ સદીના આગળ પડતા જૈન વિદ્વાનોમાં થાય છે ! સંસ્કૃત-પ્રાકૃત ભાષા તથા જૈન સાહિત્યના અભ્યાસ માટે તેઓએ આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીના બે વિદ્વાન શિષ્યો પ્રવર્તક શ્રી મંગળવિજયજી તથા ન્યાયવિશારદ ન્યાયતીર્થ મુનિરત્ન શ્રી ન્યાયવિજયજીને પોતાના વિદ્યાગુરુ તરીકે સ્વીકાર્યા હતા. આ બધાને પરિણામે પ્રો. હીરાલાલભાઈ જૈન સાહિત્ય અને વિદ્યાના એક અધિકૃત જ્ઞાતા લેખાતા થયા. શ્રી વિજયધર્મસૂરિજી સાથેના આ સંપર્ક એમના કાર્યને નવો અને ઘણો આવકારપાત્ર વળાંક આપ્યો હતો એમ કહેવું Page #107 -------------------------------------------------------------------------- ________________ અમૃત સમીપે જોઈએ. આ ફેરફારને લીધે શ્રી હીરાલાલભાઈની વિદ્યાનિપુણતા ગણિતના વિષયથી આગળ વધીને ધર્મ, તત્ત્વજ્ઞાન, જૈન સાહિત્ય, પુરાતત્ત્વ વગેરે વિષયોના અધ્યયન તથા સંશોધન સુધી વિસ્તરી હતી. - એમની આ વિસ્તૃત બનેલી વિદ્યાસાધનાને લીધે જ એમને પૂનાના ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર (ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) જેવી દેશ-વિદેશમાં વિખ્યાત બનેલી સંસ્થાને સરકાર તરફથી સોંપવામાં આવેલ હજારો હસ્તલિખિત પ્રતોમાંથી જૈન હસ્તલિખિત પ્રતોનું સવિસ્તર સૂચિપત્ર તૈયાર કરી આપવાની જવાબદારીવાળી કામગીરી સોંપવામાં આવી હતી. લગભગ સાડા ત્રણ વર્ષ સુધી ખૂબ પરિશ્રમ લઈને તેઓએ આ કાર્ય ખૂબ સફળતાપૂર્વક પૂરું કર્યું હતું. આને લીધે જેમ તેઓને વિશેષ યશ મળ્યો હતો, તેમ ભારતીય વિદ્યા અને વિશેષ કરીને જૈન વિદ્યાના ક્ષેત્રમાં અધ્યયન-અધ્યાપન અને સંશોધન-સંપાદનનું કામ કરતા દેશ-વિદેશના વિદ્વાનોમાં એમનું નામ જાણીતું થયું હતું.' - પ્રો. હિરાલાલભાઈ પ્રત્યે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીને કેવી મમતા હતી અને જૈન સાહિત્યની સેવા કરવાની શ્રી હીરાલાલભાઈની ભાવના કેવી ઉત્કટ હતી તે આચાર્યશ્રીએ (તે વખતે મુનિશ્રી વલ્લભવિજયજીએ), હોશિયારપુરથી, આજથી પ૭ વર્ષ પહેલાં, વિ. સં. ૧૯૭૯ના આસો સુદિ ચોથ ને શનિવારના રોજ એમના ઉપર લખેલ એક પત્ર ઉપરથી પણ જાણી શકાય છે; એટલે એ પત્રમાંનો કેટલોક ભાગ અહીં રજૂ કરવો ઉચિત છે ? ધર્મલાભની સાથે માલમ થાય, જે તમારો પત્ર મળ્યો. સમાચાર જાણ્યા. તમે સાચું માનશો કે જેવી રીતે શ્રી શય્યભવસૂરિ મહારાજને પોતાના પુત્ર મનકમુનિના કારણે હર્ષાશુપાત થયો હતો, તેવી જ રીતે, તમારો પત્ર વાંચી મને પણ થયેલ છે ! “મનનો સાક્ષી મન' આ પ્રસિદ્ધ કહાવત પ્રમાણે તમારો પત્ર હાથમાં લેતાં જ પરમ મિત્ર રસિકદાસના નામથી મારા મનમાં એ જ વિચારનો ઉદ્દભવ થયો કે આ અમુક તો નહીં હોય ? અંદરથી એ જ નીકળી આવ્યાથી જે આનંદની ઊર્મિઓ ઊછળી છે, હું જાણું છું કે શ્રી જ્ઞાની મહારાજ જાણે છે.... તમારી કૉલેજની નોકરી છોડી દઈને પણ જૈનધર્મના સાહિત્યને પ્રગતિમાં લાવી સાચા જૈન તરીકેની સેવાની લાગણીને માટે ધન્યવાદ આપું છું અને ઇચ્છું છું કે તમો તમારી ઇચ્છામાં ઉત્તીર્ણ થઈ બીજાઓની ઇચ્છા પૂર્ણ કરો... હાલ તુરતમાં જાણવા ચાહું છું કે કેવા પ્રકારની વ્યવસ્થાથી તમો ઇચ્છાનુસાર જૈન સાહિત્યની સેવા બજાવી શક તેમ છો – યોગ્ય જાણો તો લખી જણાવશો, જેથી કોઈ પ્રસંગે વિચાર થઈ આવે તો જણાવવામાં વાંધો ના આવે....” પ Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિવલ્લભ ભાયાણી ૮૫ આ પત્ર ઉપરથી સૂચિત થાય છે એમ, પ્રો. હીરાલાલભાઈએ પોતાની વિદ્યાસાધનાના સમયનો ઘણો મોટો ભાગ જૈન સાહિત્યની સેવાને અર્પણ કર્યો હતો, જે માટે જૈનસંઘ તેઓનો ખૂબ ઋણી છે. શ્રી હીરાલાલભાઈના હાથે નાનાંમોટાં સોએક જેટલાં પુસ્તકો તૈયાર થયાં હતાં, જેમાંનાં મોટા ભાગનાં પ્રકાશિત થયેલાં હોવા છતાં અમુક હજી પણ અપ્રગટ છે. આ પુસ્તકોમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પ્રાચીન ગ્રંથોનાં સંશોધન-સંપાદનભાષાંતર-વિવેચનવાળાં પુસ્તકો ઉપરાંત ગુજરાતી-અંગ્રેજી ભાષામાં લખેલાં પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. તેઓના લેખોની સંખ્યા સાતસો કરતાં પણ અધિક છે, અને એમણે રચેલ એકસો જેટલાં કાવ્યો પણ પ્રસિદ્ધ થયાં છે. તેઓના સાહિત્યિક તથા સંશોધનાત્મક લેખોની બે વિશેષતાઓ વિશેષ ધ્યાન ખેંચે એવી છે : એક તો પોતાના લેખમાં જે-તે વિષયને લગતી બને તેટલી વધુ સામગ્રી અને માહિતી આપવાનો તેઓ હંમેશાં પ્રયાસ કરતા રહેતા. બીજી વિશેષતા એ કે જે વિવાદાસ્પદ કે અનિશ્ચિત મુદ્દા અંગે પોતે નિર્ણય ન આપી શકતા તે તરફ તે વિષયના જાણકાર વિદ્વાનનું ધ્યાન દોરીને તે માટે ઘટતું કરવા સૂચવતા. (તા. ૨૩-૬-૧૯૭૯) (૨૨) પ્રતિભાશીલ ભાષામર્મજ્ઞ શ્રી હરિવલ્લભ ભાયાણી હસતો ચહેરો, નમ્રતાથી નીતરતો સ્વભાવ અને સરસ્વતીના લાડકવાયા જેવું પાંડિત્ય ડૉ. શ્રી હરિવલ્લભ ભાયાણીના જીવનમાં સધાયેલો આ ત્રિવેણીસંગમ એમના થોડા પણ પરિચયમાં આવનાર સૌ-કોઈના અંતરમાં બહુમાનની લાગણી જન્માવે છે. - શ્રી ભાયાણીનું મૂળ વતન મહુવા. આર્થિક દૃષ્ટિએ એમની સ્થિતિ બહુ જ સામાન્ય હતી; એટલે એમને માટે આગળ વધવું એ શૂન્યમાંથી સર્જન કરવા જેવું મુશ્કેલ કામ હતું. પણ અર્થનો વૈભવ એમને ભલે ન મળ્યો હોય, બુદ્ધિનો વૈભવ તો એમને મળ્યો જ હતો; અને સાથે નક્કી કરેલ કામને પૂરું કરવાનું દૃઢ મનોબળ અને એ માટે શાંત પુરુષાર્થ કરવાની ટેવ ભળ્યાં, એટલે માતા સરસ્વતીની એમના ઉપર ખૂબ મહેર થઈ. તેઓ ધીમે-ધીમે આપબળે અભ્યાસમાં આગળ વધતા રહ્યા અને મુખ્ય વિષય તરીકે સંસ્કૃત લઈને તેઓએ બી.એ. તથા એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. પછી એમનું ધ્યાન પ્રાકૃત ભાષા અને વિશેષ કરીને અપ્રભ્રંશ ભાષા Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૬ અમૃત સમીપે તરફ ગયું. અને આપણા જાણીતા પુરાતત્ત્વાચાર્ય મુનિશ્રી જિનવિજયજીની પ્રેરણા અને દોરવણી પ્રમાણે અપભ્રંશ ભાષાના મહાકવિ સ્વયંભૂએ રચેલ “પઉમચરિય'નું સંશોધન-પરિશીલન કરીને એમણે ડૉક્ટરેટ/પીએચ.ડી.)ની પદવી પ્રાપ્ત કરી. પછી તો એમની વિદ્વત્તા પોતાના ક્ષેત્રમાં કમળની જેમ વિકસવા લાગી, અને ક્રમે-ક્રમે ગુજરાતમાં અપભ્રંશ ભાષા અને સાહિત્યના એક અધિકૃત સાક્ષર તરીકેનું ગૌરવભર્યું સ્થાન તેઓએ પ્રાપ્ત કર્યું. સાથે-સાથે પ્રાકૃત ભાષા અને જૈન સાહિત્યના પંડિત તરીકે પણ ડૉ. ભાયાણીએ સારી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. તેમ જ થોડાંક વર્ષ પહેલાં, ઑલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સ (અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદ)ના એક અધિવેશનમાં “પ્રાકૃત ભાષા અને જૈનધર્મ' વિભાગના વિભાગીય પ્રમુખ બનવાનું બહુમાન પણ એમને મળ્યું હતું. ડૉ. ભાયાણી ઘણાં વર્ષોથી મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં કામ કરી રહ્યા છે. પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યનું સંશોધન અને અધ્યાપન એ જેમ એમના પ્રિય વિષયો છે, તેમ ભાષાશાસ્ત્ર પણ એમના અભ્યાસનો વિષય બનેલ છે. ભાષાશાસ્ત્રનો પરદેશમાં સારા પ્રમાણમાં વિકાસ થયેલો છે; અને ધીમે-ધીમે વિદ્યાની આ શાખાનો આપણા દેશમાં પણ હવે વિકાસ થવા લાગ્યો છે. આ વિષયના નિષ્ણાત વિદ્વાનો આપણે ત્યાં બહુ જ ઓછા છે, એવી સ્થિતિમાં ડૉ. ભાયાણીનું એ વિષયના અધ્યયન-અધ્યાપનતરફી વલણ એમની વિદ્વત્તાને માટે વિશેષ શોભારૂપ બની રહે એવું છે. પોતાની વિદ્વત્તાનો ઉપયોગ તેઓ બે રીતે કરી રહ્યા છે : એક તો અપભ્રંશ ભાષાના તેમ જ અન્ય પ્રાચીન ગ્રંથોનાં સંશોધન-સંપાદન દ્વારા તથા પોતાની રૂચિના વિષયોના નવા ગ્રંથોના સર્જન દ્વારા, તેમ જ અનુસ્નાતક વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપીને “ચેતનગ્રંથો તૈયાર કરીને. આવા એક અધિકૃત વિદ્વાનનું બહુમાન કરવું એ કૃતજ્ઞ અને ગુણજ્ઞ સમાજની ફરજ ગણાય. થોડા વખત પહેલાં ગુજરાત સાહિત્યસભાએ સને ૧૯૬૩નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક ડૉ. હરિવલ્લભ ભાયાણીને અર્પણ કરવાનો સ્તુત્ય નિર્ણય કરીને એ નિમિત્તે ગુજરાતની વિદ્વત્તાની સુવાસ ગુજરાત બહાર પ્રસરાવનાર એક વિઘાનિષ્ઠ વિદ્વાનનું યત્કિંચિત્ જાહેર બહુમાન કરવાની તક ઝડપીને પવિત્ર ફરજ બજાવી છે. કોઈ પણ કામ કરવામાં શ્રી ભાયાણીની એક વાત હંમેશાં ધ્યાનમાં રાખવા જેવી છે ? તેઓ માને છે, અને ક્યારેક કહે છે પણ ખરા, કે જે કોઈ કામ કરવું તે એવું કરવું, અને એવી રીતે કરવું કે જે કર્યા પછી ચિત્ત પ્રસન્નતા અનુભવે, મનમાં કોઈ પણ જાતની ગ્લાનિ ન જન્મે. (તા. ૩૦-૫-૧૯૬૪) Page #110 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી નાથુરામજી પ્રેમી (૨૩) સત્યશોધક પુરુષાર્થી પંડિત શ્રી નાથુરામજી પ્રેમી જગતમાં આગળ વધેલા માનવીઓમાં કેટલાક આધારની ધારે-ધારે આગળ વધ્યા હોય છે, તો કેટલાકે આપબળે સિદ્ધિ હાંસલ કરી હોય છે : કેટલાક વેલ જેવા હોય છે, તો કેટલાક વૃક્ષ જેવા. પોતાના આત્મવિશ્વાસના બળે શૂન્યમાંથી સર્જન કરનાર એક પંડિતપુરુષની આ કથા છે. પ્રામાણિકતાથી કદી પાછા ન હઠવું અને પુરુષાર્થથી કદી મોં ન ફેરવવું એ એમનું જીવનવ્રત હતું. એમનું નામ શ્રી નાથૂરામજી પ્રેમી. ગઈ ત્રીસમી જાન્યુઆરીના દિવસે (મહાત્મા ગાંધીજીના નિર્વાણદિવસે) ૭૮ વર્ષની ઉંમરે, મુંબઈમાં એમનું અવસાન થયું. ૮૭ શ્રી પ્રેમીજી મૂળે મધ્યપ્રાન્તના સાગર જિલ્લામાંના દેવી’ નામે નાનાસરખા કસ્બાના વતની. પ૨વા૨ વાણિયાની એમની જાતિ. ધર્મે તેઓ દિગંબર જૈન. એમની અટક ‘મોદી’; ‘પ્રેમી’ તો એમનું કવિ-લેખક તરીકેનું તખલ્લુસ. પણ તેણે સમય જતાં મૂળ અટકનું સ્થાન લઈ લીધું. એમનો જન્મ વિ. સં. ૧૯૩૮ના માગશર સુદ છઠે (સને ૧૮૮૨માં) થયો હતો. એમના પિતાનું નામ શ્રી ટૂંડે મોદી. કુટુંબનો પરાપૂર્વનો ધંધો ખેતીવાડી અને ધીરધારનો ; એ ધંધાથી કુટુંબનું માંડમાંડ ભરણપોષણ થાય. એમાં શ્રી ટૂંડે મોદી તો સાવ ભલા-ભોળા માણસ. એટલે ન ખેતીમાંથી કંઈ ઊપજ ઘરભેગી થાય કે ન ધીરધારમાંથી દેણદારો કંઈ પાછું આપે; જેટલું ધીર્યું એટલું બધું લગભગ સ્વાહા ! ઘરમાં લેણાના દસ્તાવેજોનો તો મોટો ગંજ; પણ એનાથી થોડા બજારમાંથી ઘઉં-બાજી કે ગોળ-ઘી મળે ? કુટુંબ કારમી દરિદ્રતામાં ઓરાઈ ગયું. પછી તો ટટ્ટુ ઉપર મીઠું-મરચું અને ગોળ જેવી ચીજોનો કોથળો ક૨વાનો વારો આવ્યો ! આખો દિવસ એ રીતે ગામડાંઓમાં ફરે, અને સાંજ પડ્યે બે પૈસા પેદા થાય, તો બીજા દિવસના ખોરાકની જોગવાઈ થઈ શકે. આવી સ્થિતિમાં ક્યારેક દેવું પણ કરવું પડે; અને એ દેવું વખતસર ભરપાઈ ન થાય, તો લેણદાર દુશ્મનની ગરજ સારે. દરિદ્ર અને વળી દેવાદાર, એટલે પછી લેણદારના રોફનું પૂછવું જ શું ? એક વખત લેણદાર જપ્તી લઈને આવ્યો, અને ચૂલે ચડતાં ધાનનાં વાસણ સુધ્ધાં, ધાનને ધરતી ઉપર ફગાવી દઈને, ઉપાડી ગયો ! તે દિવસે આખા કુટુંબને ઉપવાસ થયો ! આવી દીન-હીન-દરિદ્ર સ્થિતિમાં નાથુરામનો ઉછેર થવા લાગ્યો; એટલે ધન-સંપત્તિનું સુખ કોને કહેવાય એનો તો એને ખ્યાલ પણ ક્યાંથી હોય ? દિવસમાં પેટપૂરતું લૂખું-સૂકું ખાવા મળે તો ય ગનીમત. આ બધી દરિદ્રતાના કાદવમાંથી પૌરુષનું કમળ ઊગવાની આકરી પૂર્વભૂમિકા હતી. Page #111 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે નાથુરામની બુદ્ધિ ભારે કુશાગ્ર વાંચેલું તરત હૈયે વસી જાય અને અટપટી વાતો પણ સહેલાઈથી સમજાઈ જાય. દેવીની પાઠશાળામાં એનો અભ્યાસ શરૂ થયો. નિશાળમાં હંમેશાં પહેલે–બીજે નંબરે રહે. હિન્દી ભાષા અને ગણિતમાં એમને પહેલેથી જ ભારે રસ હતો. હોંશિયાર નાથૂરામ ઉપર શિક્ષકના ચારે હાથ. એણે છઠ્ઠી ચોપડી પૂરી કરી અને એને ‘મોનિટર’ (વિદ્યાર્થીઓના વડા)ની પદવી મળી, અને પહેલી ચોપડીના વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ પણ મળ્યું. આ માટે એને મહિને દોઢ રૂપિયો મળવા લાગ્યો. ८८ હેડમાસ્તર નન્તુરામસિંહને નાથુરામને માટે ખૂબ લાગણી; એમણે પોતાને ઘેર બોલાવી-બોલાવીને ભણાવ્યા અને ટીચર્સ ટ્રેનિંગ(શિક્ષક)ની પરીક્ષા અપાવી. પછી તો નાથુરામને પાસેના ગામમાં માસિક સાત રૂપિયાના પગારથી સહાયક શિક્ષકની નોકરી મળી. પણ મા-બાપ આવી દરિદ્રતાના દિવસોમાં પણ દીકરાને આઘો કરવા તૈયાર ન હતાં. છેવટે એમને સમજાવીને નાથૂરામ એ નોકરીમાં જોડાઈ ગયા. સાત રૂપિયામાંથી ત્રણ પોતાને માટે ખરચે અને ચાર ઘેર મોકલે. આ નોકરી દરમિયાન એમણે પોસ્ટમાસ્ટર તરીકે પણ કામ કરેલું. આ સમયે એમની ઉંમર ૧૭-૧૮ વર્ષની હતી. આ દરમિયાન નાથૂરામને કવિતા કરવાનો શોખ લાગ્યો; અને ‘પ્રેમી’ તખલ્લુસથી તેઓ કવિતા રચવા લાગ્યા. તેઓની કવિતાઓ પત્ર-પત્રિકાઓમાં પ્રકાશિત થવા લાગી અને કવિતાપ્રેમીઓને આકર્ષવા પણ લાગી. પણ એ ક્રમ લાંબો વખત ચાલુ ન રહ્યો; પણ એમનું ઉપનામ તો ચાલુ જ રહ્યું. નાથૂરામને એમ જ થયા કરે, કે આટલી લાયકાત તો મળી, પણ એથી કુટુંબની દરિદ્રતા દૂર ન થઈ શકે. માટે જેટલી વધારે લાયકાત મળે એટલો વધારે લાભ થાય. એટલે તેઓ વનસ્પતિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ખેતીશાસ્ત્રના અભ્યાસ માટે નાગપુરની એગ્રિકલ્ચર (ખેતીશાસ્ત્ર) સ્કૂલમાં દાખલ થયા. ત્યાં તૈયારી તો સારી કરી, પણ ત્યાં ય નસીબ આડે આવ્યું ! ઢીંચણમાં વાનું દર્દ થઈ આવ્યું અને એમને પરીક્ષા આપ્યા વગર જ ઘેર પાછા ફરવું પડ્યું. ઘેર પાછા ફરીને સાજા થયા એટલે ફરી પાછા શિક્ષકની નોકરીમાં જોડાઈ ગયા. ઉંમર તો ૧૯-૨૦ વર્ષની જ હતી; પણ નાથુરામજીને એમ થયા કરતું કે કંઈક આત્મિક વિકાસનો અવસર મળે તો સારું. એટલામાં મુંબઈમાં દિગંબર જૈન પ્રાંતિક સભામાં કારકુનની એક જગ્યા ખાલી પડી. આ માટે એમણે પણ અરજી કરી; અને કોઈની પણ ઓળખાણ કે ભલામણ વગર, ફક્ત એમના મોતીના દાણા જેવા અક્ષરોના કારણે, એ અરજી મંજૂર થઈ. પણ મુંબઈ પહોંચવા Page #112 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી નાથુરામજી પ્રેમી ૮૯ માટે પાસે રેલભાડાના પૈસા ન હતા; એટલે પૈસા ઉછીના લઈને તેઓ મુંબઈ પહોંચ્યા. નાથુરામને ધર્મશાસ્ત્રોનું અને બીજું અધ્યયન કરવાનો થોડોક અવસર મળ્યાનો સંતોષ થયો; જાણે ભાવતું ભોજન મળી ગયું. નવી નોકરીમાં ઑફિસનું કામ સંભાળવા ઉપરાંત સભાના મુખપત્ર “જૈનમિત્ર'નું તેમ જ તીર્થક્ષેત્ર-કમિટીનું કામ પણ એમને સંભાળવું પડતું, અને એમાં રોજ ૬-૭ કલાક તન્મયતાપૂર્વક કામ કરવું પડતું. પ્રેમીજીનો સ્વભાવ જ એવો કે કોઈ પણ કામમાં જરાસરખી પણ બેદરકારી કે અપ્રામાણિકતા ન ચાલે; જે જવાબદારી માથે લીધી હોય તે પૂરી કરવામાં સંપૂર્ણ મનોયોગ અને પુરુષાર્થ લગાવી દે. કામમાં જરા ય ખામી રહે તો એમને કાંટાની જેમ ખૂંચ્યા વગર ન જ રહે; એ દૂર થાય ત્યારે જ એમને સંતોષ થાય. આ બધું કામ કરવાની સાથોસાથ તેઓ, ભૂખ્યો માણસ ભોજનમાં લાગી જાય એમ, શાસ્ત્રના તેમ જ બીજા અધ્યયનમાં લાગી ગયા. એમણે ધર્મશાસ્ત્રનું ઊંડું અધ્યયન કરવા માંડ્યું, તેમ જ સંસ્કૃત, ગુજરાતી, મરાઠી અને બંગાળી ભાષા અને સાહિત્યનું જ્ઞાન મેળવવા માંડ્યું. મૂળે એમની જિજ્ઞાસા તીવ્ર હતી, એમાં આ ઊંડા અભ્યાસને કારણે વિશેષ તીવ્રતા આવવા લાગી, અને પોતાની જિજ્ઞાસાને સંતોષવા તેઓ નવું-નવું વાચન-મનન-ચિંતન કરવા લાગ્યા. આ રીતે શાસ્ત્રના ઊંડા અધ્યયને નાથુરામજીને પંડિત અને ઉપદેશક બનાવ્યા, અને વિવિધ ભાષા-સાહિત્યના અવગાહને એમને વિદ્વાન અને સુલેખક બનાવ્યા. આવા વિવિધ વિષયના તલસ્પર્શી અધ્યયનને કારણે શ્રી પ્રેમીજીમાં ઐતિહાસિક, તુલનાત્મક, બિનસાંપ્રદાયિક અને સત્યશોધક દૃષ્ટિનો ઉન્મેષ થવા લાગ્યો ; એને લઈને પ્રેમીજી આદર્શ જ્ઞાની કે સાચા વિદ્વાન બની ગયા, અને સાંપ્રદાયિક કટ્ટરતાનું એમનામાં નામનિશાન પણ રહેવા ન પામ્યું. પણ પ્રાંતિક સભાની નોકરી ઝાઝો વખત તેઓ ચાલુ રાખી ન શક્યા. પ્રેમીજીની પ્રકૃતિ જેટલી પ્રામાણિક અને પુરુષાર્થપરાયણ હતી, એટલી જ સ્વમાની હતી. ખોટો દાબ કે ખોટું દોષારોપણ એમનાથી જરા ય બરદાસ્ત થઈ શકતાં નહીં; આ સ્વમાનશીલ સ્વભાવે જ એમને સ્વતંત્ર થવા પ્રેર્યા. પ્રાંતિક સભાના પ્રમુખ હતા શેઠ માણિક્યચંદ્રજી. એમના પ્રીતિપાત્ર બનેલા એક નોકરને નાથુરામજીની ઈર્ષ્યા થવા લાગી. એટલે એક વખત એણે નાથુરામજી વિરુદ્ધ ફરિયાદ કરી કે નાથુરામજી તો સંસ્થાનાં નાણાંનો પોતાના કામમાં ઉપયોગ કરે છે. શેઠને પણ આ વાતે ભ્રમમાં નાખી દીધા. એમણે સભાના મંત્રીને આની તપાસ કરવા કહ્યું. નાથુરામજી પાસેની તિજોરીની ચાવી લઈને સૌની સમક્ષ તિજોરી ઉઘાડવામાં આવી. પૈસા ગણ્યા તો ચોપડા પ્રમાણે હોવા જોઈએ એ કરતાં Page #113 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે પણ વધારે નીકળ્યા ! આનો ખુલાસો પૂક્યો તો પ્રેમીજીએ પોતાની અંગત રોકડ હોવાનું કહીને પોતાની હિસાબનોંધ રજૂ કરી દીધી. મંત્રીએ હિસાબ મેળવી જોયો તો રોકડ આના-પાઈ સાથે મળી ગઈ. તપાસ કરનારા ખસિયાણા પડી ગયા. પ્રેમીજીએ એ જ વખતે ચાવીઓ મંત્રીજીને હવાલે કરી દીધી, સાથે-સાથે નોકરી પણ સદાને માટે તજી દીધી; જાણે એ ચાવીઓએ એમને માટે સ્વતંત્ર જીવનનો માર્ગ મોકળો કરી દીધો. પછી સભાના આગેવાનોએ પ્રેમીજીને સભામાં રહેવા ઘણું-ઘણું સમજાવ્યા, પણ ફણિધરે કાંચળી ઉતારી તે ઉતારી ! અહીંથી એમના જીવનના ઉત્કર્ષનો આરંભ થયો. આ દરમિયાનમાં એમણે જૈન ગ્રંથોના પ્રકાશન માટે સ્થપાયેલ “જૈન ગ્રંથરત્નાકર કાર્યાલય' નામક સંસ્થામાં અને “જૈનહિતૈષી' નામક માસિકના સંપાદનમાં તન તોડીને કામ કર્યું. આ માસિકનું સંપાદન એમણે ૧૧-૧૨ વર્ષ સુધી સંભાળ્યું. પ્રાચીન જૈન શાસ્ત્રગ્રંથોનું પ્રકાશન આજે તો બધા કરવા લાગ્યા છે; પણ તે કાળે એની સામે રૂઢિચુસ્તોનો સજ્જડ વિરોધ હતો. સને ૧૯૦૪ની સાલમાં એમણે આવા વિરોધીઓની આકરી ટીકા કરવા માટે “પૂજારી-સ્તોત્ર' નામનું કટાક્ષકાવ્ય રચ્યું અને “જૈનમિત્ર'ના પહેલે પાને છાપ્યું. એમાં પૂજારીઓ અને શ્રીમંતોના જૂનવાણીપણાની આકરી ટીકા વાંચીને ભારે ખળભળાટ મચી ગયો; પણ પ્રેમીજી એથી જરા ય ચલિત ન થયા; એમને મન તો આ ખળભળાટ માત્ર ધરતીને લીલીછમ અને ધાન્યથી ભરપૂર બનાવનાર મેઘરાજાની ગર્જના જેવો જ હતો. - નોકરી છોડ્યા પછી પ્રેમીજીએ સ્વતંત્ર ધંધાનો વિચાર કર્યો. પણ એ માટે જોઈતાં સાધનો તો હતાં નહીં. એટલે શરૂઆતમાં અનુવાદ વગેરેનું સ્વતંત્ર કામ કરીને આજીવિકા રળવા માંડ્યા. પહેલું કામ એમણે શ્રીમદ્ રાજચંદ્રના “મોક્ષમાળા” પુસ્તકનો હિન્દી અનુવાદ કરવાનું કર્યું. એમાં એમને ધાર્યા કરતાં સારી રકમ મળી; પણ એ અનુવાદ પુસ્તકરૂપે છપાય તે પહેલાં જ ખોવાઈ ગયો! આમ આજીવિકા તો ગમે તેમ ચાલ્યા કરતી હતી; પણ સ્વતંત્ર ધંધાનું સ્વપ્ન હજી સાકાર નહોતું થયું. એટલામાં હિન્દીના સુપ્રસિદ્ધ વિદ્વાન અને લેખક સદ્ગત શ્રી મહાવીરપ્રસાદ દ્વિવેદીજીએ જહોન ટુઅર્ટ મિલના “લિબર્ટી' પુસ્તકનો હિન્દીમાં “સ્વાધીનતા' નામે અનુવાદ કર્યો, પણ અંગ્રેજ સરકારની ખફગીની બીકે એ પુસ્તક છાપવા કોઈ તૈયાર ન થયું. શ્રી પ્રેમીજીએ એ પુસ્તકને પ્રકાશિત કરવાની હામ ભીડી, અને સને ૧૯૧૨ની સાલમાં “હિન્દી ગ્રંથ-રત્નાકર'ની સ્થાપના કરીને એના પ્રથમ પુસ્તક તરીકે આ બળવાખોર પુસ્તકનું પ્રકાશન કર્યું. આ પહેલું જ પ્રકાશન જાણે આ મહાન પ્રકાશન-સંસ્થાનો મજબૂત પાયો બની ગયું. Page #114 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી નાથુરામજી પ્રેમી ૯૧ પોતાની સંસ્થાનો વિકાસ પોતાના બળે જ ક૨વો અને એ માટે મુદ્દલ દેવું ન કરવું એ એમનો દૃઢ નિર્ણય હતો. પછી તો ‘હિંદી ગ્રંથરત્નાકર' એ પ્રેમીજીને મન શ્વાસ અને પ્રાણરૂપ સંસ્થા બની ગઈ. એને માટે, એક કાબેલ ઝવેરીની જેમ, ઉત્તમ કોટિના ગ્રંથો પસંદ કરવા, એને સુઘડરૂપમાં પ્રકાશિત કરવા અને એનો ખૂબ પ્રચાર કરવો, એ જ એમનો નિત્યનો વ્યવસાય બની ગયો. અનેક પ્રસિદ્ધ હિન્દી લેખકોના પહેલા પુસ્તકનું પ્રકાશન કરવાનું માન પ્રેમીજીની આ સંસ્થાને મળ્યું છે. આમ અત્યારે તો આ સંસ્થા હિન્દી ભાષાના સાર્વજનિક પુસ્તકોનું પ્રકાશન કરનાર એકમાત્ર નામાંકિત સંસ્થા બની ગઈ છે; એણે પ્રેમીજીને કીર્તિ પણ અપાવી અને સંપત્તિ પણ અપાવી. પોતાની સંસ્થાનો ભાર વહન કરવાની સાથોસાથ સંઘમાંથી દસ હજાર રૂપિયા જેટલો ફાળો એકત્ર કરાવીને પ્રેમીજીએ પ્રાચીન જૈન ગ્રંથોના પ્રકાશન માટે ‘શ્રી માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાળા'ની સ્થાપના કરાવી; અને વર્ષો સુધી એના માનાર્હ મંત્રી તરીકે કામ કર્યું. શ્રી પ્રેમીજીની ચીવટભરી દોરવણીને કારણે આ સંસ્થા અનેક પ્રાચીન જૈન ગ્રંથોનું પ્રકાશન કરી શકી. પિસ્તાલીસ જેટલાં પુસ્તકોના પ્રકાશન બાદ એ કામ એમણે, કોઈ પણ જાતની આસક્તિ રાખ્યા વગર, બીજાઓને સોંપી દીધું. પ્રેમીજીએ પોતે પણ ૩૦-૩૨ ગ્રંથોનું લેખન-સંશોધન કર્યું છે એ બીના એમની વિદ્યાસેવા અને વિદ્યાપ્રીતિને બતાવવા બસ થવી જોઈએ. વિશિષ્ટ વ્યક્તિત્વ પ્રેમીજીનું વ્યક્તિત્વ આગવું જ હતું એમ કહી શકાય. કોઈ પણ જાતનો આડંબર એમને રુચતો નહીં. નામનાની એમને જરા પણ ખેવના રહેતી નહીં. પ્રશંસાથી તેઓ હંમેશાં દૂર રહેતા. પ્રામાણિકતા તો એમને મન પ્રાણથી પણ વિશેષ હતી. એક વા૨ એક લેખકે પ્રેમીજીને લખ્યું ઃ તમારાં અમુક-અમુક પુસ્તકોને મારા પ્રયત્નથી અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું છે, માટે તમે મારું આ પુસ્તક છાપી દેજો. પ્રેમીજી તો આવા અનુચિત સોદા માટે મુદ્દલ તૈયાર ન હતા. એમણે એ પુસ્તક તરત પાછું વાળી દીધું, અને થોડા વખતમાં એમનાં પુસ્તકોને પાઠ્યક્રમમાંથી રુખસદ મળી ગઈ. પણ એની એમને જરા ય ચિંતા ન હતી. એક વાર કોઈ વેપારી સાથેના હિસાબમાં એક હજાર રૂપિયાની ભૂલ એમને દેખાઈ, તો ચાર વર્ષે એ રકમ પેલા વેપારીને પાછી આપી ત્યારે જ એમને જંપ વળ્યો. Page #115 -------------------------------------------------------------------------- ________________ અમૃત–સમીપે સાદું જીવન અને ઊંચા વિચારોના તો પ્રેમીજી અવતાર જ હતા. સરળ સ્વભાવ અને સાત્ત્વિક વૃત્તિ એમને જન્મ સાથે જ મળ્યાં હતાં. કષ્ટ સહન કરવામાં તેઓ કદી પાછી પાની ન કરતા. સને ૧૯૩૨ની સાલમાં, પ્રેમીજીની ૫૦ વર્ષની આધેડ ઉંમરે, એમનાં પત્ની રમાબાઈ ગુજરી ગયાં, અને ૯૧ વર્ષની ઉંમરે એમનો એકનો એક પુત્ર હેમચંદ્ર ૩૩ વર્ષની ભરયુવાન વયે ગુજરી ગયો! આ દુઃખ એમણે ભારે સમભાવપૂર્વક સહન કર્યા, અને જાણે પોતાની સાચી ધાર્મિકતાની પ્રતીતિ કરાવી આપી. અત્યારે એમની પાછળ એમનાં પુત્રવધૂ શ્રી ચંપાબહેન અને બે પૌત્રો યશોધર અને વિદ્યાધર અને એ બેની પૌત્રવધૂઓ છે. એમની જિજ્ઞાસા સદા વર્ધમાન હતી. વિદ્વાનો અને વિદ્યાર્થીઓના તેઓ સાચા સલાહકાર, માર્ગદર્શક અને સહાયક હતા. કોઈ પણ વ્યક્તિ મુસીબતમાં સપડાઈ હોવાનું જાણવા મળે કે પ્રેમીજીની સહાય ચૂપચાપ એની પાસે પહોંચી જ જાય. હિન્દીના અનેક ઊગતા લેખકો પ્રેમીજીના પ્રોત્સાહનથી આગળ વધ્યા છે, એ હકીકત પ્રેમીજીના જીવનનું એક સુવર્ણપૃષ્ઠ બની રહે એવી છે. એમની સત્યશોધક ઐતિહાસિક દૃષ્ટિએ ઘણા રૂઢિચુસ્તોને ખૂબ નારાજ કર્યા હતા. પણ “સાચું અને સારું તે મારું” એવી ઉચ્ચ કોટિની ગુણગ્રાહક દૃષ્ટિ ધરાવતા પ્રેમીજીને મન એ નારાજી કે એવા વિરોધનો જરા ય ડર ન હતો. અસત્ય, અજ્ઞાન અને અંધશ્રદ્ધાની સામે એમનો આત્મા બળવો પોકારી ઊઠતો. અને તેઓ ભલભલા ધર્મગુરુઓ કે શ્રીમંતોની ટીકા કરતાં પણ અચકાતા નહીં. એક વાર પં. બેચરદાસજીએ આગમોનો અનુવાદ કરવાનું બીડું ઝડપ્યું, તો એમની સામે વિરોધનો જબરો વંટોળ ઊઠ્યો; અરે, ધમકીઓ સુધ્ધાં અપાઈ. એવે વખતે પ્રેમીજી પંડિતજીની સાથે રહ્યા અને એમના કામને પૂરું પ્રોત્સાહન આપ્યું. તેઓ એક પ્રખર સમાજ-સુધારક હતા. કુરૂઢિઓની સામે થવું અને તેઓ પોતાની ફરજ સમજતા. ગુરુવાદ કે આંધળી અને કટ્ટર સાંપ્રદાયિકતાની સામે તેઓ હંમેશાં પોતાનો ઉગ્ર વિરોધ જાહેર કરતા. એક વાર તો એમના ઉગ્ર સુધારકપણાને કારણે એમને જ્ઞાતિથી બહિસ્કૃત પણ થવું પડ્યું હતું. પણ એમ હારી જાય એવી કાચી માટીના તેઓ ન હતા. તેઓ બહુશ્રુત અને તલસ્પર્શી વિદ્વાન હોવા છતાં એનું અભિમાન એમને સ્પર્શી શક્યું ન હતું. એમને મળવું અને એમની સાથે વાત કરવી, એ સત્સંગ કરતાં ય કંઈક વધારે મહત્ત્વનું હતું. એમની સાથે થોડીક પણ વાતચીત કરનારના અંતર ઉપર એમની સરળતા, વિદ્વત્તા, સત્યપરાયણતા, રૂઢિભંજકતા, પ્રખર સુધારકતા, મક્કમતા અને વિવેકશીલતાની છાપ પડ્યા વગર ન રહેતી. Page #116 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી લાલચંદભાઈ ગાંધી ૯૩ આ બધા ગુણો ઉપરાંત તેઓ પ્રેમાળ પણ એવા જ હતા. એમનું ભાવભર્યું આતિથ્ય કદી ન વીસરી શકાય એવું રહેતું. એકટ્ટર સંપ્રદાયમાં જન્મવા અને ઊછ૨વા છતાં આવી સરળતા, સત્યપરાયણતા, ગુણગ્રાહક દૃષ્ટિ સાંપડવી એ, ખરેખર, ભારે વિરલ યોગ ગણાય. અમુક રીતે તો, દિગંબર જૈન સમાજના એ બીજા પંડિત સુખલાલજી જ સમજી લ્યો! એટલે તો એ બંને ખૂબ ગાઢ મિત્રો હતા. (તા. ૨૦ અને ૨૭ ફેબ્રુઆરી, ૧૯૬૦) (૨૪) આજીવન વિધોપાસક પંડિત શ્રી લાલચંદભાઈ ગાંધી વિદ્યા અને સાહિત્યની જીવનભર ઉપાસના કરવાના વ્રતધારી, અમારા સ્નેહી શ્રી લાલચંદભાઈ ભગવાનદાસ ગાંધી જૈનસંઘના તેમ જ ગુજરાતના એક જાણીતા પંડિત-વિદ્વાન છે; અને અત્યારે જીવનની યશસ્વી ત્રણ પચીશીની નજીક પહોંચવા છતાં એમની સરસ્વતી-સેવા સારી રીતે ચાલી રહી છે. આવા એક આજીવન વિદ્યાસેવી વિદ્વાનની ‘શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણ-ચંદ્રક’ને માટે વરણી કરવામાં આવી છે, અને એ રીતે એમનું અને એમની અરધી સદી જેટલી લાંબી સાહિત્ય-ઉપાસનાનું બહુમાન કરવામાં આવ્યું છે તે જાણીને અમે ખૂબ હર્ષિત થયા છીએ. સ્વર્ગસ્થ શાસ્ત્ર-વિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી વિક્રમની વીસમી સદીના એક સમયજ્ઞ, દીર્ઘદર્શી પ્રતાપી પુરુષ થઈ ગયા. આજથી ૬૦૬૫ વર્ષ પહેલાં તેઓએ જૈન ગૃહસ્થ વિદ્વાનો તૈયાર કરવા છેક કાશીમાં શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળાની અને પ્રાચીન જૈન સાહિત્યના પ્રકાશન માટે શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળાની સ્થાપના કરી હતી. તેઓના પચીસમાં સ્વર્ગારોહણ-વર્ષ નિમિત્તે, અમદાવાદ પાસે ઉવારસદ ગામમાં, તેઓના ગુરુભક્ત શિષ્ય મુનિરાજ શ્રી દેવેન્દ્રવિજયજીની પ્રેરણાથી, સને ૧૯૪૭માં એક ઉત્સવ ઊજવવામાં આવ્યો હતો. એ પ્રસંગે એ ઉત્સવની તથા સ્વર્ગસ્થ આચાર્યશ્રીની સ્મૃતિરૂપે ‘શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક'ની યોજના કરીને એનો વહીવટ ભાવનગરની શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળાને સોંપવામાં આવ્યો હતો. આ યોજના મુજબ ચંદ્રકને માટે વિદ્વાનની ભલામણ કરવા માટે ગ્રંથમાળા દ્વારા વિદ્વાનોની એક સમિતિની નિમણૂક કરવામાં આવે છે, અને તેની ર્ભલામણ મુજબ સુવર્ણ-ચંદ્રક અર્પણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ ચંદ્રક માટે પંડિતવર્ય શ્રી સુખલાલજી, પંડિતવર્ય શ્રી બેચરદાસ જીવરાજ દોશી, જાણીતા ' Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૪ અમૃત-સમીપે ધર્માભ્યાસી શ્રી મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયા, સુપ્રસિદ્ધ પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી જિનવિજયજી જેવા વિખ્યાત વિદ્વાનોની પસંદગી કરવામાં આવી છે. છેલ્લાં કેટલાંક વર્ષથી આ સુવર્ણ ચંદ્રકની યોજના બંધ પડી હતી, તે ગયા વર્ષે ચાલુ કરવામાં આવી, અને એ માટે પંડિતવર્ય શ્રી બેચરદાસ જીવરાજ દોશી, પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા, ડૉ. ભોગીલાલભાઈ જે. સાંડેસરા અને શ્રી ગુલાબચંદ લલ્લુભાઈ શાહ – એ ચાર સભ્યોની સુવર્ણચંદ્રક–સમિતિ રચવામાં આવી. આ સમિતિએ વિ. સં. ૨૦૧૩નો સુવર્ણચંદ્રક અર્પણ કરવા માટે સર્વાનુમતે પંડિતવર્ય શ્રી લાલચંદભાઈના નામની ભલામણ કરી છે. પંડિત શ્રી લાલચંદભાઈનું મૂળ વતન સૌરાષ્ટ્રમાં ગોહિલવાડ જિલ્લાનું દાઠા ગામ, પણ એમનું કાર્યક્ષેત્ર છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતની વિદ્યા, સંસ્કાર અને કળાની ભૂમિ તરીકે વિખ્યાત વડોદરા શહેર. દાઠા જેવા નાના-સરખા ગામમાં એક સામાન્ય સ્થિતિના કુટુંબમાં વિ. સં. ૧૯૫૦ના શ્રાવણ વદિ ૭ ને ગુરુવાર (તા. ૨૩-૮૧૮૯૪)ના રોજ એમનો જન્મ થયો હતો. એમના માતુશ્રીનું નામ નંદુબહેન. જ્ઞાતિ વસાશ્રીમાળી વણિક. ધર્મ તેઓ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈને. માત્ર સાત જ વર્ષની ઉંમરે પિતાશ્રીનો સ્વર્ગવાસ થતાં કુટુંબ શિરછત્ર વગરનું બની ગયું. પણ માતાએ દુઃખને અંતરમાં સમાવીને કુટુંબની સાચવણી અને સંતાનોના ઉછેરમાં પોતાનો બધો યોગ લગાવી દીધો. પંડિતજીને પિતાનું સુખ તો ન મળ્યું, પણ માતાની છત્રછાયા જીવનની અરધી સદી સુધી મળતી રહી; વિ. સં. ૨૦૦૦માં નંદુબહેન સ્વર્ગવાસી થયાં. શ્રી લાલચંદભાઈએ ગુજરાતી સાત ધોરણ સુધીનો અભ્યાસ પોતાના વતન દાઠામાં જ કર્યો. એક નાના ગામમાં અને સામાન્ય કુટુંબમાં જન્મેલ લાલચંદનું ભાવિ હાટડી ચલાવવાનું કે વેપારીના વાણોતર થવાનું ન હતું. પિતાજીનો વ્યવસાય પણ શિક્ષકનો હતો, એટલે નાનપણથી જ વિદ્યા તરફ કંઈક વિશેષ અભિરુચિ હતી, અને એમાં સરસ્વતીની કૃપાનો ભાગ્યયોગ ભળ્યો. માત્ર ચૌદ જ વર્ષની ઉંમરે તેઓ વિદ્યાના ઉપાસક બનીને, વિખ્યાત વિદ્યાતીર્થ કાશીમાં શ્રી વિજયધર્મસૂરિજીએ સ્થાપેલ પાઠશાળામાં દાખલ થઈ ગયા. છ-સાત દાયકા પહેલાના એ સમયમાં તો કાશી એ તો દેશ-નિકાલ જેટલું દૂર લેખાતું અને પંડિતોની લોકકથાઓમાં એનું નામ લેવાતું. પોતાનો પુત્ર આટલે દૂર દેશાવર પંડિત બનવા જાય એમાં લાલચંભાઈના માતુશ્રીની પ્રેરણા, હિંમત અને પુત્રના હિતની કામના મુખ્ય હતી એમ કહેવું જોઈએ. કાશીમાં વિ. સં. ૧૯૬૪થી ૭૨ સુધી આઠ વર્ષ રહીને લાલચંદભાઈએ ખંત, ચીવટ અને ધીરજપૂર્વક સંસ્કૃત-પ્રાકૃત ભાષા, વ્યાકરણ, કોશ, કાવ્ય, ન્યાય વગેરે વિષયોનો અભ્યાસ કર્યો; સાથે-સાથે પ્રાચીન ગ્રંથોના સંશોધન-સંપાદનનો અનુભવ પણ મેળવ્યો. Page #118 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી લાલચંદભાઈ ગાંધી ૯૫ પંડિતજીએ કોઈ વિષયની કોઈ સંસ્થાની પદવી ભલે ન મેળવી હોય, પણ પોતાના અભ્યાસના વિષયોનું ઊંડું અવગાહન કરવાને લીધે, તેમ જ પૂરી ધીરજ અને એકાગ્રતાથી પ્રાચીન ગ્રંથોનું આધુનિક પદ્ધતિએ સંશોધન-સંપાદન કરવાની નિપુણતા મેળવવાને લીધે, તેઓની નામના એક શાસ્ત્રાભ્યાસી અને સંશોધક પંડિત-વિદ્વાન તરીકે થયેલી છે. અભ્યાસકાળ પૂરો થયો એટલે સ્વાભાવિક રીતે જ વ્યવસાયકાળ શરૂ થયો. પ્રાચીન લિપિ તેમ જ શિલાલેખો વગેરેને ઉકેલવામાં પંડિતજી ખૂબ કુશળ છે. પ્રાચીન દુર્ગમ હસ્તલિખિત ગ્રંથોની નકલ તેઓ ખૂબ સારી રીતે કરી શકે છે. પ્રાચીન સાહિત્ય અને એને લગતા ઇતિહાસમાં તેમ જ ઐતિહાસિક અનુસંધાન ક૨વામાં એમની બુદ્ધિના ચમકારા જોવા મળે છે. કોઈ પણ કામમાં ઉતાવળ કરીને એને અધકચરું કરવાની એમને ટેવ નથી. સમય અને શક્તિ ગમે તેટલાં લાગે, ઇતિહાસ કે સાહિત્યના સંશોધનનું કામ તો ભૂલ વગરનું જ થવું જોઈએ એ માટે તેઓ સદા જાગૃત અને પ્રયત્નશીલ રહે છે. પંડિતજીની અરધી સદીની વિદ્યાપ્રવૃત્તિમાં એમને જે સફળતા અને કીર્તિ મળેલ છે તે આવા ગુણો અને આવી શક્તિને કારણે જ. વ્યવસાય-કાળનાં શરૂઆતનાં ચાર-પાંચ વર્ષ જુદાં-જુદાં સ્થાનોમાં રહીને અધ્યાપન, ગ્રંથસંશોધન, શિલાલેખો કે પ્રાચીન ગ્રંથોની નકલો વગેરે કામો ક૨વામાં વીત્યાં. સને ૧૯૧૭ કે ૧૮માં માત્ર એક જ મહિના માટે તેઓને વિખ્યાત ભાષાવિશારદ ઇટાલિયન વિદ્વાન ડૉ. એલ. પી. ટેસીટોરી પાસે એમના એક ગ્રંથના સંશોધનમાં સહાય ક૨વા માટે રહેવાનું થયું. ડૉ. ટેસીટોરી પંડિતજીની વિદ્વત્તા અને કાર્ય કરવાની પદ્ધતિથી ખૂબ પ્રસન્ન થયા, અને એમણે એમની બુદ્ધિ અને શક્તિનું મૂલ્યાંકન કરતું પ્રશંસાત્મક પ્રમાણપત્ર પણ આપ્યું. આવી શક્તિ અને બુદ્ધિના લીધે થોડા જ વખતમાં પંડિતજીને વ્યવસાય માટે જુદે-જુદે સ્થળે ફરવાનું મટી ગયું અને સને ૧૯૨૦માં વડોદરા રાજ્યની સુપ્રસિદ્ધ સેન્ટ્રલ લાઇબ્રેરીમાં અને પાછળથી પ્રાચ્ય વિદ્યામંદિર(ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ)માં તેઓ જૈન પંડિત તરીકે જોડાઈ ગયા. આ સ્થાને એકધારાં ૩૨ વર્ષ સુધી યશસ્વી કામગીરી બજાવીને તેઓ સને ૧૯૫૨માં નિવૃત્ત થયા. પંડિતજીની સાહિત્યસેવા ઘણી વિપુલ છે. શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા, ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ, સિંઘી જૈન ગ્રંથમાળા જેવી નામાંકિત સંસ્થાઓ દ્વારા એમણે સંપાદિત કરેલા પચીસેક પ્રાચીન ગ્રંથો પ્રગટ થયા છે, કેટલાક વિદ્વાનોના સહાયક સંપાદક તરીકે કામગીરી બજાવી છે અને ઇતિહાસ, સાહિત્ય અને ધાર્મિક વિષયોને લગતા સંખ્યાબંધ લેખો લખ્યા છે. ચારેક વર્ષ પહેલાં Page #119 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે વડોદરાની “સયાજી સાહિત્યમાળા' તરફથી “ઐતિહાસિક લેખસંગ્રહ' નામે પ્રગટ થયેલ પંડિતજીના લેખોનો સંગ્રહ જોતાં પણ પંડિતજીના પાંડિત્યનો ખ્યાલ આવી શકે છે. પ્રાચીન દુર્ગમ ગ્રંથોના સંશોધન માટેનાં પંડિતજીનાં ખંત, ધીરજ, ચીવટ અને નિષ્ઠા દાખલારૂપ બની રહે એવાં હતાં. - પંડિતજી જેવા વિદ્યાપ્રેમી, એવા જ અતિથિપ્રેમી; અતિથિઓને માટે એમનાં ઘરનાં અને હૃદયનાં દ્વાર હંમેશાં ઉઘાડાં. પંડિતજીનું અવસાન તા. ૨૯-૩-૧૯૭૬ ના રોજ ૮૨ વર્ષની ઉમરે થયું. | (તા. ૨૦-૧-૧૯૬૮ અને ૨૪-૪-૧૯૭૯) (૫) શ્રી સરસ્વતીના સમન્વયકાર શ્રી અગરચંદ નાહટા જન્મ વણિક, વ્યવસાયે વેપારી અને છતાં જીવનભર વિદ્યાસેવી – એવો સુયોગ ભાગ્યે જ જોવા મળે છે. તેમાં ય અર્થપરાયણ અને નિરંતર વ્યવસાયવ્યાપારપરાયણ જેને ગૃહસ્થવર્ગમાંથી ધાર્મિક તેમ જ અન્ય પ્રાચીન સાહિત્ય તથા ભાષાના અધ્યયન-સંશોધનને પોતાનું જીવનવ્રત બનાવીને એમાં નિષ્ઠાપૂર્વક નિમગ્ન થનાર વ્યક્તિ તો બહુ જ વિરલ જોવા મળે છે. રાજસ્થાનના અને જૈન સમાજના જાણીતા વિદ્વાન શ્રીયુત અગરચંદજી નાહટા આવી જ એક વિરલ વ્યક્તિ છે. એમની અવિરત વિદ્યાસાધના બીજાઓને માટે પ્રેરક તેમ જ દાખલારૂપ બની રહેવા સાથે સૌ કોઈની પ્રશંસા માગી લે એવી છે. જે વ્યક્તિઓએ આપણા જ્ઞાનભંડારો અને હસ્તલિખિત પુસ્તકોની સાચવણીનું કામ કરવામાં આગેવાનીભર્યો ભાગ લીધો છે તેઓએ ધર્મ, સંઘ અને સાહિત્યની રક્ષાનું ઘણું ઉપકારક કાર્ય કર્યું છે એમ કહેવું જોઈએ. આ દિશામાં શ્રી નાહટાજીએ જે વિશેષ રસ દાખવ્યો છે અને આપણા સાહિત્ય-વારસાને સુરક્ષિત કરવામાં જે જહેમત ઉઠાવી છે તે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. શ્રી નાહટાજીએ સાહિત્યસંશોધનના તેમ જ સાહિત્યસર્જનના ક્ષેત્રમાં જે કામ કર્યું છે, તે ન કર્યું હોત, અને માત્ર પ્રાચીન હસ્તપ્રતોના રક્ષણ માટે જે કાર્ય કર્યું છે તેટલું જ કામ કર્યું હોત તો પણ એમની સરસ્વતી સેવા યાદગાર બની રહેત એમાં શંકા નથી. એમના સત્રયત્નથી કેટલી બધી હસ્તપ્રતો સુરક્ષિત બનીને વિદ્વાનોને માટે સુલભ બની શકી છે ! વિ. સં. ૧૯૯૭માં રાજસ્થાન મળે બિકાનેરમાં જન્મેલા શ્રી નાહટાજીની વિદ્યાસાધનાની કારકિર્દીનો વિચાર કરીએ છીએ, ત્યારે એમ જ લાગે છે કે, શાળામહાશાળાના ખાસ અભ્યાસ વગર જ, આઇ શ્રી કૃપાચંદ્રસૂરિજીની પ્રેરણાથી એક 'WWW.jainelibrary.org Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી અગરચંદજી નાહટા નિષ્ઠાવાનું વિદ્યાસેવી બનવાનું એમનું ભાગ્યવિધાન હતું. આ કાર્યમાં કીર્તિભરી સફળતા અપાવે એવી વિદ્યારુચિ, કોઠાસૂઝ અને કાર્યનિષ્ઠાની એમને જાણે નાનપણથી જ બક્ષિસ મળી હતી; તેઓ એનો ઉત્તરોત્તર વધુ ને વધુ લાભ લઈને પોતાનો વિકાસ સાધતા રહ્યા છે, અને અત્યારે ૯૦ વર્ષની પાકટ વયે પણ એમની આ સાધના અખંડપણે ચાલુ છે એ વિશેષ હર્ષ ઉપજાવે એવી બીના છે. જ્યારે જુઓ ત્યારે તેઓ હસ્તલિખિત પ્રતોને તપાસવાના, એની સાચવણીના, એનાં સંશોધન-સંપાદન-પ્રકાશનના, ધાર્મિક-સામાજિક-સાહિત્યિક, લેખો લખવાના કે વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ કે જિજ્ઞાસુઓને માર્ગદર્શન, સહાય કે જરૂરી સામગ્રી આપવાના કાર્યમાં લાગેલા જ હોવાના. શ્રી નાહટાજીનો વિદ્યારંગ આવો પાકો ન હોત તો એક વેપારી તરીકે તેઓ ક્યારના લક્ષ્મીના રંગે રંગાઈને વિદ્યાસાધનાનું આકરું ક્ષેત્ર તજી ગયા હોત. વેપાર ખેડવા માટે તેઓ છેક આસામ જેટલા દૂર જઈ વસ્યા હતા; અને ત્યાં વર્ષો સુધી રહ્યા હતા. પણ એમના અંતરમાં ઊંડે-ઊંડે વિદ્યા તરફના અનુરાગનો એવો ઝરો સતત વહેતો હતો કે જેથી એ વેપારના ખેડાણ દરમિયાન પણ એમની વિદ્યાસેવાની વેલ મુરઝાઈ જવાને બદલે સતત વિસ્તરતી રહી; એટલું જ નહીં, જેમ-જેમ સમય વિતતો ગયો, તેમ-તેમ વેપારવૃત્તિ ઓછી થતી ગઈ અને વિદ્યાસાધનાની ભાવના એવી પ્રબળ બની ગઈ કે છેવટે એ જ એમના જીવનનું ધ્યેય બની રહી. ' " શ્રી નાહટાજીએ અનેક પ્રાચીન ગ્રંથોનું સંશોધન-સંપાદન કરીને એમનો ઉદ્ધાર કર્યો છે. ઉપરાંત જૈન સંસ્કૃતિ અને ઇતિહાસની અનેક બાબતો ઉપર પ્રકાશ પાડતા સાહિત્યનું પણ એમણે સર્જન કર્યું છે. પ્રાચીન સાહિત્ય કે સામગ્રીનો સંગ્રહ કરવાની એમની ટેવને કારણે ઘણી મૂલ્યવાન સામગ્રી સુરક્ષિત બની શકી છે. | શ્રી નાહટાજીની વિદ્યાઉપાસનાની એક અન્ય વિશેષતાની અહીં ખાસ નોંધ લેવા જેવી છે. પ્રાચીન સાહિત્ય અને કળા-સામગ્રીના અભ્યાસી વિદ્વાનનું કાર્યક્ષેત્ર મોટે ભાગે પ્રાચીન સાહિત્ય અને કળાનાં સંશોધન, સંપાદન, પ્રકાશન કે સંરક્ષણ પૂરતું જ મર્યાદિત હોય છે; લોકભોગ્ય લેખનપ્રવૃત્તિ સુધી એ ભાગ્યે જ વિસ્તરે છે. પણ શ્રી નાહટાજીની વાત જુદી છે. તેઓ બધા ય ફિરકાના જૈન સંઘોને સ્પર્શતા ધાર્મિક, સામાજિક કે શિક્ષણ-સાહિત્ય-વિષયક વર્તમાન પ્રશ્નોને સમજી એનો ઉકેલ દર્શાવી શકે છે. આમ, જૈન સંઘના બધા ફિરકાઓ જેમના લેખોને આદરપૂર્વક આવકારતા હોય એવા લેખકો આપણે ત્યાં કેટલા ? શ્રી નાહટાજી એવા લેખક છે એ એમની અનોખી વિશેષતા છે. ઉપરાંત જૈનેતર જનતાને માટે પણ તેઓએ લેખો લખ્યા છે. આ રીતે તેઓએ, પ્રાચીન ગ્રંથોના સંશોધન ઉપરાંત અનેક પ્રસ્તાવનાઓ અને હજારેક લેખો લખ્યા છે. તેમના અનેક ભાષણો પણ છપાયાં છે. લેખ માગો એટલે તરત મળે જ – એવી લેખનસિદ્ધિ તેમને મળેલી છે. For Private & Persorial Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૮ અમૃત-સમીપે બિકાનેરમાં એમના પ્રયાસથી પ્રાચીન-અર્વાચીન ગ્રંથોથી સમૃદ્ધ ‘શ્રી અભય જૈન ગ્રંથાલય' અને ‘કલાભવન’ રૂપે કલાસંગ્રહ જનતાને મળી શકેલ છે. એક વિદ્યાસેવીને શોભે એવું સાદું, ખડતલ, ધર્મમય અને અપ્રમત્ત એમનું જીવન છે. તા. ૧૦-૪-૧૯૭૬ ને રોજ બિકાનેરના મહાવીર જૈન મંડલ' દ્વારા ભારતના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ‘પદ્મવિભૂષણ’ ડૉ. દોલતસિંહજી કોઠારીના અધ્યક્ષપદે વિવિધ કાર્યક્રમો સાથે તેમને અભિનંદન-ગ્રંથ અર્પિત થયો તે પ્રત્યે અમે હાર્દિક ખુશાલી અનુભવીએ છીએ. (તા. ૧૨-૬-૧૯૭૧ તથા તા. ૮-૫-૧૯૭૬) (૨૬) ખડતલ વિધોપાસક પં. શ્રી જુગલકિશોરજી મુખ્તાર દિગંબર જૈન સમાજના આ યુગના એક સમર્થ વિદ્વાન પંડિતશ્રી જુગલકિશોરજી મુખ્તારનો ૯૨ વર્ષની પાકટ વયે ઉત્તર પ્રદેશના એટા ગામમાં તા. ૨૨-૧૨-૧૯૬૮ના રોજ સ્વર્ગવાસ થતાં લગભગ છ દાયકા સુધી પોતાના સમાજની અનેક રીતે એકધારી સેવા બજાવનાર વીર પુરુષની સમાજને એક મોટી ખોટ પડી. શ્રી મુખ્તારજીનું જીવન એક સાધક પુરુષ જેવું કર્તવ્યનિષ્ઠ, અપ્રમત્ત, સંયમી અને સાદાઈથી પરિપૂર્ણ હતું. જેવું ખડતલ એમનું શરીર હતું, એવું જ સુદૃઢ એમનું મનોબળ હતું, અને એવી જ અદમ્ય એમની કાર્યશક્તિ હતી. કોઈ પણ કાર્ય શરૂ કર્યું, એટલે પછી પાછા પડવાનું નામ નહીં. એમને પોતાના કાર્યથી કે પોતાના સંકલ્પથી કોઈ ભય, લોભલાલચ કે કીર્તિ-પ્રતિષ્ઠા-નામનાની કોઈ આકાંક્ષા ડગાવી ન શકે. શ્રી મુખ્તારજીનું જીવનકાર્ય (mission) હતું વિદ્યોપાસનાનું. તેઓએ લગભગ અરધી સદી સુધી દિગંબર સાહિત્યના ક્ષેત્રમાં અધ્યયન-અધ્યાપન દ્વારા, પ્રાચીન ગ્રંથોના સંશોધન-સંપાદન દ્વારા, સાહિત્યસર્જન દ્વારા, વિદ્વાનો તૈયાર ક૨વાનું અને વિદ્યાપ્રસારનું કામ કરતી ‘વીર સેવામંદિર' જેવી સંસ્થાની સ્થાપના દ્વારા જે કામગીરી બજાવી હતી, એ એમની કાર્યનિષ્ઠા અને નિઃસ્વાર્થ સેવાપરાયણતાની કીર્તિગાથા બની રહે એવી છે. તેઓ એક વિદ્યાતપસ્વી હતા; એમનો યુગ એ ‘મુખ્તારજીનો યુગ' હતો એમ કહેવું જોઈએ. છેલ્લાં પચાસ વર્ષ દરમિયાન થયેલ દિગંબર જૈનધર્મસાહિત્યના સંશોધન-પ્રકાશનનું ભાગ્યે જ એવું Page #122 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી જુગલકિશોરજી મુખ્તાર ૯૯ કોઈ ક્ષેત્ર હશે, કે જેમાં શ્રી મુખ્તારજીનો એક યા બીજા રૂપે નોંધપાત્ર ફાળો ન હોય. આ દૃષ્ટિએ તેઓએ પોતાનું ‘યુગવીર’ તખલ્લુસ રાખ્યું હતું, તે સાર્થક હતું. તેઓનો જન્મ ૯૨ વર્ષ પહેલાં ઉત્તરપ્રદેશના સહારાનપુર જિલ્લાના સરસોવા ગામમાં થયો હતો. એમની જ્ઞાતિ અગ્રવાલ વણિકની હતી. તેઓનું કુટુંબ સુખી હતું. અગ્રવાલ જ્ઞાતિ અર્થોપાર્જનમાં કુશળ લેખાય છે, અને અર્થપરાયણતા એ એની ખાસિયત હોય છે. આવી જ્ઞાતિમાં અને તેમાં ય ગર્ભશ્રીમંત ઘરમાં જન્મેલ વ્યક્તિમાં સેવાના અને આજીવન વિદ્યાસાધનાના સંસ્કાર જાગવા, એ વિશિષ્ટ ભવિતવ્યતા-યોગ કે પૂર્વજન્મની વિશિષ્ટ સાધનાનું જ પરિણામ લેખી શકાય. મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા બાદ ૨૦ વર્ષની ઉંમરે શ્રી મુખ્તારજીએ વકીલ શ્રી સૂરજભાણજીને સાથે કોર્ટ-કચેરીના કામનો વ્યવસાય શરૂ કર્યો. શ્રી સૂરજભાણજીને ધાર્મિક સ્વાધ્યાયનો ઘણો રસ હતો. શ્રી મુખ્તારજીનું ચિત્ત પણ સત્સંગથી ધાર્મિક સ્વાધ્યાય તરફ અભિમુખ થયું. દસેક વર્ષના આવા સ્વાધ્યાયનું પરિણામ એ આવ્યું કે એમનું અંતર ધર્મભાવના અને વિદ્યાસાધનાના રંગે વિશેષ રંગાયું, અને એમને સાચ-જૂઠ કરવાના વકીલાતના વ્યવસાય તરફ અણગમો થઈ આવ્યો. અંતે બંને જણાએ, પોતાના અસીલોને કહ્યા-પૂછ્યા વગર પોતાનો વ્યવસાય છોડી દીધો. આ ધંધામાં કમાણી કંઈ ઓછી નહોતી થતી; પણ એમને તો હવે સંસ્કારધનની કમાણી કરવી હતી, એટલે ધન ત૨ફનું આકર્ષણ સહેજે ઓછું થઈ ગયું. આ રીતે શ્રી મુખ્તારજીએ પોતાના જીવનમાં અપરિગ્રહ-ભાવની પ્રતિષ્ઠા કરી. ૩૬ વર્ષની ભરયુવાન વયે એમનાં પત્ની ગુજરી ગયાં. સંતાન કંઈ હતું જ નહીં. સગાંસ્નેહીઓ ફરી લગ્ન કરવા આગ્રહ કરતાં રહ્યાં, પણ શ્રી મુખ્તારજીનું મન તો કંઈક બીજી સાધના માટે તલસી રહ્યું હતું. તેઓએ ફરી લગ્ન ન કર્યાં અને આ દુઃખને બંધનમુક્તિ જેવું લેખીને એનો ઉપયોગ જનસેવા અને જીવનવિકાસ માટે કરી લેવાનું નક્કી કર્યું. આમ શ્રી મુખ્તારજી કંચન અને કામિની એ બંને આકર્ષણથી બચીને પોતાની સાધનામાં લાગી ગયા. આટલી નાની ઉંમરે ફરી લગ્નનો ઇન્કાર કરનાર વ્યક્તિમાં કેવું ખમીર અને કેવી ભાવના ભરી હશે તે સમજી શકાય છે. સામાજિક દૃષ્ટિએ તેઓ હંમેશાં પ્રગતિશીલ વિચારના અને સુધારાના પુરસ્કર્તા રહ્યા છે; અને રાષ્ટ્રીયતાની ભાવના પણ એમના અંતરમાં વસી હતી. આ બધું છતાં એમનો પ્રિયમાં પ્રિય વ્યવસાય તો હતો વિદ્યાસેવાનો. તેઓએ પોતાની આ પ્રિય પ્રવૃત્તિના વિકાસ માટે પોતાની સંપત્તિ આપી દીધી હતી Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અમૃત-સમીપે અને એનું એક ટ્રસ્ટ પણ રચ્યું હતું. આટલી મોટી ઉંમરે પણ તેઓ દરરોજ ૮૧૦ કલાક તો વાચન-ચિંતન-લેખનમાં જ ગાળતા. એમનો દિગંબર જૈન સાહિત્યનો અભ્યાસ ઘણો ઊંડો હતો; એમણે નાનાં-મોટાં મળીને ૫૦-૬૦ પુસ્તકોનું સંપાદન કે લેખન કર્યું હતું. ઉપરાંત “સત્યોદય', “જૈનપ્રદીપ', “જૈનહિતૈષી' અને “અનેકાંત' જેવાં સામયિકોનું સંપાદન-પ્રકાશન પણ કર્યું હતું. અનેકાંત' તો અત્યારે પણ પ્રગટ થઈ રહ્યું છે. તેઓનાં સાહિત્ય-પ્રકાશન, ઇતિહાસ-અધ્યયન અને સંશોધન-સંપાદનની એક મર્યાદા એ હતી કે તેઓ દિગંબર સંપ્રદાયની દૃષ્ટિએ વધારે વિચારતા અને એને વિશેષ મહત્ત્વ આપતા, તેમ જ એ માટે વિશેષ પ્રયત્નશીલ પણ રહેતા. આ બાબતમાં તેઓ સ્વર્ગસ્થ શ્રી નાથુરામ પ્રેમીજીની નિર્ભેળ અને સત્યશોધક વિદ્યાપ્રવૃત્તિથી જુદા પડતા. આમ છતાં એમની વિદ્યાપ્રવૃત્તિ દાખલારૂપ હતી એમાં શંકા નથી. તેઓએ “મેરી ભાવના' નામે એક ભાવવાહી કવિતાની રચના કરી હતી, જે ખૂબ લોકપ્રિય બની હતી; એની થોડીક પ્રસાદી જોઈએ – जिसने राग द्वेष कामादिक जीते सब जग जान लिया । सब जीवोंको मोक्षमार्ग का, निःस्पृह हो उपदेश दिया ।। बुद्ध वीर जिन हरि हर ब्रह्मा, या उसको स्वाधीन कहो । भक्तिभावसे प्रेरित हो यह चित्त उसीमें लीन रहो ।। १ ।। फैले प्रेम परस्पर जगमें, मोह दूरपर रहा करे । अप्रिय कटुक कठोर शब्द नहीं, कोई मुखसे कहा करे ।। बनकर सब युगवीर हृदयसे, देशोन्नति-रत रहा करे । वस्तु-स्वरूप विचार खुशीसे, सब दु:ख संकट सहा करे ।। २ ।। તેઓ જીવનભર વિદ્યાસાધના કરીને અને નિવૃત્તિના સાચા અધિકારી બનીને વિદાય થયા. (તા. ૮-૨-૧૯૭૯) (૨૭) જ્ઞાનચારિત્રોપાસક શ્રી ભૈરોદાનાજી શેઠિયા શેઠ શ્રી ભૈરોદાનજી શેઠિયાનો તા. ૨૦-૮-૧૯૬૧ના રોજ એમના વતન બિકાનેરમાં સ્વર્ગવાસ થયો છે; જૈનસંઘને એક જ્ઞાન અને ચારિત્રના નિષ્ઠાવાન ઉપાસક શ્રાદ્ધરત્નની ખોટ પડી છે. ૯૫ વર્ષની વયોવૃદ્ધ ઉંમર, જીવનભર કરેલી Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભરોદાનજી શેઠિયા ૧૦૧ જ્ઞાન અને ચારિત્રની ઉપાસના અને છેલ્લાં વીસ-પચીસ વર્ષથી સર્વ વ્યવસાયોથી નિવૃત્ત બનીને કેવળ ધર્માચરણ અને શાસ્ત્રઅધ્યયનને સમર્પણ કરેલું જીવન – આ બધાંને લીધે શ્રી ભૈરોદાનજીએ પોતાના જીવનને કૃતકૃત્ય કર્યું હતું અને ચિરવિશ્રામના તેઓ સાચા અધિકારી બન્યા હતા. વિક્રમની વીસમી અને એકવીસમી સદીમાં જે ગણ્યા-ગાંઠ્યા આદર્શ ધર્મપરાયણ જૈન ગૃહસ્થો થઈ ગયા, એમના ઇતિહાસમાં શ્રી શેઠિયાજીનું નામ સોનેરી અક્ષરે લખાયેલું રહેશે : એમનું જીવન અને કાર્ય એવું ઉજ્વળ અને પ્રશંસનીય તેમ જ ચિરસ્મરણીય હતું. વિ. સં. ૧૯૨૩(ગુજરાતી ૧૯૨૨)ની સાલમાં વિજયાદશમીને દિવસે એમનો જન્મ થયેલો. બે વર્ષની ઉંમરે જ એમના પિતાજીનું અવસાન થયું. સાત વર્ષની ઉંમરે બિકાનેરમાં જ “સાધુજી' નામના પતિજીની પાસે એમણે અભ્યાસ કરેલો, અને માત્ર તેર વર્ષની ઉંમરે તો તેઓ મુંબઈ જઈને એમના મોટા ભાઈની સાથે વેપારનો અનુભવ લેવા લાગ્યા. આમ જુઓ તો નિશાળનું ભણતર નામનું, પણ કોઠાજ્ઞાન અને હૈયાઉકલત એવાં કે જે કામ હાથ ધરે એમાં પાર નીકળી જાય. નિષ્ઠા અને નીતિપરાયણતા પણ એવી કે કોઈની સાથે જૂઠ કે છેતરપીંડીનું નામ નહીં. જે કોઈ માગે એને સાચી સલાહ જ આપે અને કોઈનું પણ ભલું કરીને જ રાજી થાય. આમ આપબુદ્ધિ અને આપબળે આગળ વધતાં-વધતાં એમણે અર્થોપાર્જનનાં અનેક સીમાચિહ્નો સહજ રીતે સર કર્યો અને જોતજોતામાં એક પ્રતિષ્ઠાસંપન્ન શ્રીમંત વેપારી તરીકે એમની દેશ-વિદેશમાં નામના થઈ ગઈ. જેમજેમ તેઓ લક્ષ્મીઉપાર્જન કરતા ગયા તેમ-તેમ ધર્મકાર્યોમાં તેમ જ લોકહિત માટે એનો ઉપયોગ પણ કરતા રહ્યા. શ્રી ભૈરોદાનજીની ધર્મભાવનાએ એમને લક્ષ્મીની સંગ્રહશીલતાના દોષથી હંમેશાં મુક્ત રાખ્યા હતા. એમણે તો પોતાની લક્ષ્મીને સરિતાના જળની જેમ સદા વહેતી જ રાખી હતી. લક્ષ્મીના આ સદુપયોગ અનેક ધર્મકાર્યોને સફળ બનાવવાની સાથોસાથ શ્રી શેઠિયાની કીર્તિને ચિરંજીવી બનાવી છે. બિકાનેરના એક સુપ્રતિષ્ઠિત નાગરિક તરીકે ત્યાંની મ્યુનિસિપાલિટીના બોર્ડના કમિશ્નરપદે અને ઉપપ્રમુખપદે એમને નીમવામાં આવ્યા હતા. બિકાનેરની ધારાસભાના પણ તેઓ સભ્ય બન્યા હતા. સ્થાનકવાસી કૉન્ફરન્સના સાતમા અધિવેશનના તેઓ પ્રમુખ ચૂંટાયા હતા અને વ્યાવરમાં એમને “ધર્મભૂષણ'ની પદવી આપવામાં આવી હતી. સાથે જ તેઓ ધર્મના ભૂષણરૂપ હતા, અને ધર્મ એમને માટે ભૂષણરૂપ બન્યો હતો. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ અમૃત-સમીપે ઘર-આંગણે ઊછળતી શ્રીમંતાઈ, છતાં જીવનની જરૂરિયાતો બને એટલી ઓછી; સરળ, ઉદાર, વિનમ્ર સ્વભાવ વગેરે શ્રી શેઠિયાના બીજા સગુણો હતા. પણ એમના જીવનની સૌથી ચઢિયાતી વિશેષતા તો એ હતી કે તેઓ જેમ વ્રત, તપ, નિયમ વગેરેમાં સતત ક્રિયાશીલ રહેતા એમ જ જ્ઞાન-આરાધના, જ્ઞાનોપાર્જન અને જ્ઞાનપ્રચારમાં હંમેશાં આગળ રહેતા. પોતાના સ્થાનકવાસી સમાજ – ગૃહસ્થો તેમ જ શ્રમણવર્ગ – જ્ઞાનમાં પ્રગતિ કરે એ માટે તેઓ સતત પ્રયત્ન કરતા રહેતા અને જોઈએ તેટલી લક્ષ્મીનો ઉપયોગ પણ કરતા. તેઓ જાતે જૈન આગમોના ઊંડા જિજ્ઞાસુ અને જાણકાર હતા; આગમમાંની અનેક વસ્તુઓ એમને યાદ હતી, અને જીવનના તેમ જ સમાજના વિકાસમાં જ્ઞાનનું કેટલું મહત્ત્વનું અને અનિવાર્ય સ્થાન છે તે તેઓ બરાબર સમજતા હતા. આથી જ એમણે પોતાને ત્યાં સમૃદ્ધ પુસ્તકાલય વસાવ્યું હતું, અને તેમાં જુદા-જુદા ધર્મોનાં શાસ્ત્રોનો સંગ્રહ કર્યો હતો. છેક એ સમયમાં એમણે પરદેશમાં પ્રગટ થયેલ “પાલી ટેસ્ટ સોસાયટીનાં બધાં પુસ્તકો પોતાને ત્યાં વસાવ્યાં હતાં એ બીના જ એ બતાવવાને માટે બસ છે કે એમની જ્ઞાનભક્તિ કેટલી ઉત્કટ અને સવાંગી હતી. એમણે પંડિતોની મદદથી પોતાની દેખરેખ નીચે અને પોતાને ખર્ચે “જૈન સિદ્ધાંત બોલ-સંગ્રહ' નામે જૈન આગમિક વિષયને લગતું પુસ્તક આઠ ભાગોમાં પ્રગટ કરાવ્યું હતું, તેમ જ “શેઠિયા જૈન ગ્રંથમાળા' દ્વારા જુદા-જુદા વિષયોને લગતા દોઢસો જેટલા ગ્રંથો પ્રગટ કરાવ્યા હતા. શ્રી શેઠિયાજીની આ જ્ઞાનસેવા ચિરકાળપર્યત એમનો કીર્તિસ્તંભ બની રહેશે. ગૃહસ્થો અને સાધુઓ ઊંચી કોટિના વિદ્વાન બને અને સર્વ દર્શનોના વ્યાપક અભ્યાસી થાય એ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા અને એ માટે પોતાથી બની શકે એવા સારામાં સારા વિદ્વાનો મેળવવાનો પ્રયત્ન કરતા. સ્થાનકવાસી સમાજની “જૈન ટ્રેનિંગ કૉલેજ'નાં બીજ એમણે જ રોપ્યાં હતાં. (પં. દલસુખભાઈ માલવણિયાના ઘડતરમાં એ સંસ્થાનો ઉપકાર તો પાયાનો હતો. સં.) એક ધર્મક્રિયાપરાયણ શ્રીમંત સગૃહસ્થમાં જ્ઞાનોપાર્જન અને જ્ઞાનપ્રસારની આવી તાલાવેલી એ એક અતિવિરલ સુયોગ લેખાય; અને તેથી શ્રી શેઠિયાજીનું જીવન જ્ઞાનષ્યિાં મોક્ષ (અર્થાતું જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ મળે) એ સૂત્રની ચરિતાર્થતા બતાવે એવું બન્યું હતું. જીવન પ્રત્યે તેઓ હંમેશાં જાગૃત રહેતા હતા. એમના અવસાનથી ફક્ત ૨૦ દિવસ પહેલાં જ (તા. ૩૧-૭-૬૧ના રોજ) એમણે એક નિવેદન પ્રગટ કરીને સૌ જીવો સાથે ખમતખામણાં કરી લીધાં હતાં – જાણે પોતાના જીવનને સંકેલી લેવાની એમણે ધર્મવિધિ પ્રમાણે પૂર્વતૈયારી કરી લીધી, અને મરણના થોડા સમય Page #126 -------------------------------------------------------------------------- ________________ ડૉ. મોતીચંદ ૧૦૩ પહેલાં અંતિમ સંલેખનારૂપે સંથારાનો સ્વીકાર કરીને સમજણપૂર્વક કાયાની માયાને જીતી લીધી હતી. એમનું પવિત્ર જીવન સમાજની ધર્મભાવના અને જ્ઞાનસાધનાને જાગૃત કરવામાં પ્રેરક બને એમ ઇચ્છીએ. (તા. ૨૩-૯-૧૯૬૧) (૨૮) ભારતીય કળાના નિષ્ણાત ડૉ. મોતીચંદ મુંબઈના સુપ્રસિદ્ધ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યૂઝિયમના ડિરેક્ટર ડૉ. મોતીચંદનું, મુંબઈમાં તા. ૧૭-૧૨-૧૯૭૪ના રોજ, ૬૫ વર્ષની વયે અવસાન થતાં ભારતીય કળાના મર્મજ્ઞ અને વિશ્વવિખ્યાત વિદ્વાનની આપણા દેશને બહુ મોટી ખોટ પડી છે. ડૉ. મોતીચંદનું મૂળ વતન બનારસ. જેમના મહેલમાં અત્તરના દીવા બળતા હોવાની વાત પ્રચલિત છે, તે બનારસના સુપ્રસિદ્ધ ભારતેન્દુના કુટુંબમાં, સને ૧૯૦૯ના ઑગસ્ટ માસમાં એમનો જન્મ થયો હતો. કળાના સંસ્કાર અને કળા તરફની પ્રીતિનો વારસો એમને નાનપણથી જ મળ્યો હતો. સમય જતાં ક્યા તરફના આદરનો આ સંસ્કાર-વારસો શતદળ કમળની જેમ, અથવા તો વિશાળ વડલાની વડવાઈઓની જેમ, એવો પાંગર્યો કે એથી ભારતીય કળાના કોવિદ અને અધિકૃત જ્ઞાતા તરીકેની ડૉ. મોતીચંદની નામના આખા દેશમાં પ્રસરી રહી; એટલું જ નહીં, એમની કીર્તિ દરિયાપાર અનેક પ્રગતિશીલ દેશોમાં પણ પહોંચી ગઈ. ડૉ. મોતીચંદે બાવીસ વર્ષની ઉંમરે બનારસ હિંદુ યુનિવર્સિટીની એમ. એ.ની પરીક્ષા પસાર કરી હતી, અને ત્યાર પછી બે વર્ષે ચોવીસ વર્ષની ઉંમરે સને ૧૯૩૩માં લંડન યુનિવર્સિટીમાં વિશેષ અભ્યાસ કરીને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. અભ્યાસમાં આવી નિપુણતા મેળવીને એમણે પોતાની મોટા ભાગની કારકિર્દી મુંબઈમાં અને તે પણ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યૂઝિયમ જેવા સુવિખ્યાત એક જ સ્થાનમાં વિતાવી હતી. સને ૧૯૩૭થી ૧૯૫૦ સુધી ચૌદ વર્ષ લગી, એમણે આ મ્યૂઝિયમના કળા-વિભાગના ક્યૂરેટર તરીકેની જવાબદારી સંભાળી હતી, અને સને ૧૯૫૦થી તે ૧૯૭૪માં એમનું અવસાન થયું ત્યાં સુધી એટલે કે લગભગ પચ્ચીશી સુધી ત્યાં જ ડિરેક્ટર તરીકેની જવાબદારી પણ ખૂબ યશસ્વી રીતે સંભાળી હતી. ભારતની પ્રાચીન-અર્વાચીન ગ્રંથસ્થ અને બીજી ચિત્રકળાને પારખવાની એમની નિપુણતા અસાધારણ કહી શકાય એટલી વ્યાપક તેમ જ મર્મસ્પર્શી હતી. એ જ રીતે ભારતીય શિલ્પ-સ્થાપત્ય, પુરાતત્ત્વ અને મૂર્તિઓના પણ તેઓ ઉચ્ચ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ અમૃત-સમીપે કોટીના અભ્યાસી હતા. આ ક્ષેત્રોના મૂલ્યાંકનની બાબતમાં એમના અભ્યાસ અને અભિપ્રાયને બહુ જ વજનદાર અને આધારભૂત લેખવામાં આવતા. ભારતીય કળાના કોવિદ તરીકેની એમની કારકિર્દી અને કીર્તિ સતત વિકસતી જ રહી છે. ભારતીય કળાનો વિદ્વાન જૈન ચિત્રકળા, શિલ્પસ્થાપત્ય અને મૂર્તિવિદ્યાના સમૃદ્ધ ખજાનાથી ન આકર્ષાય એવું બને જ નહીં. એટલે સ્વાભાવિક રીતે જ ડૉ. મોતીચંદ એ તરફ આકર્ષાયા હતા, અને એ બાબતમાં પણ એમણે સારી નામના મેળવી હતી. જેનાશ્રિત કળા તરફના આકર્ષણને કારણે તેઓ સ્વર્ગસ્થ આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજના નિકટના પરિચયમાં આવ્યા હતા. ડૉ. મોતીચંદે જેમ અનેક વિદ્યાર્થીઓને પોતાના વિષયમાં તૈયાર કર્યા હતા, તેમ એમણે અંગ્રેજી અને હિંદી ભાષામાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકો પણ લખ્યાં છે. વિશેષ આનંદ ઉપજાવે એવી બીના તો એ છે કે એમની કલાવિશારદતાનો સંસ્કારવારસો એમના સુપુત્ર ડૉ. પ્રમોદચંદ્રમાં ઊતર્યો છે, અને એમણે પણ પોતાના પિતાની જેમ, દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. પોતાની આવી કલાનિપુણતાને લીધે ડૉ. મોતીચંદે સરકારી તથા બિનસરકારી કમિટીઓમાં કામ કર્યું હતું, વિદેશમાં પણ પ્રવાસો કર્યા હતા અને કેટલાંક પારિતોષિકો પણ મેળવ્યાં હતાં. ભારત સરકારે ગયા વર્ષે એમને પદ્મભૂષણ' ખિતાબ એનાયત કરીને એમની વિદ્વત્તાનું બહુમાન કર્યું હતું. (તા. ૨૫-૧-૧૯૭૫) (૨૯) કળામર્મજ્ઞ ડૉ. ઉમાકાંત પ્રેમાનંદ શાહ વડોદરાના ડૉ. ઉમાકાંતભાઈ પ્રેમાનંદ શાહ, એ આપણા દેશના ભારતીય ઇતિહાસ, સાહિત્ય અને ખાસ કરીને કળાના જાણીતા વિદ્વાન છે. એ જ રીતે તેઓ જૈન સાહિત્ય, ઇતિહાસ અને વિશેષે કરીને કળાના પણ ઊંડા અભ્યાસી છે; અને જૈન મૂર્તિવિદ્યાના તો તેઓ વિશેષજ્ઞ કે નિષ્ણાત છે. એમની પીએચ.ડી.ની ડિગ્રીના મહાનિબંધનો વિષય જ જૈન મૂર્તિવિદ્યા (Elements of Jain Iconography) હતો; અને વર્ષોના અભ્યાસ અને અનુશીલનને અંતે એ તૈયાર થયો હતો. છેક ૧૯૩૬ની સાલમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, સત્તર વર્ષ સુધી તેઓએ, અનેક કૌટુમ્બિક જવાબદારીઓ વચ્ચે પણ, પોતાની વિદ્યાઉપાસનાને અવિરતપણે જે ચાલુ રાખી, અને એ અખંડ સરસ્વતી સેવાના પરિપાકરૂપે આવો Page #128 -------------------------------------------------------------------------- ________________ ડૉ. ઉમાકાંત શાહ ૧૦૫ અભ્યાસપૂર્ણ અને વિદ્વત્તાભર્યો મહાનિબંધ તૈયાર કર્યો, તે એમના વિદ્યાની ઉપાસના માટે બધું જ સહન કરવાના અતિ વિરલ પુરુષાર્થને સૂચવે છે. એમની આ તપસ્યાનું પહેલું અમૂલ્ય ફળ જૈન સંસ્કૃતિને ફાળે ગયું; એ માટે આપણે એમના સદાને માટે ઋણી રહીશું. જૈન સંસ્કૃતિની આવી વિરલ સેવા કરવામાં જૈન સંસ્કૃતિમાં જન્મેલો ઉપાસક પણ જ્યાં થાક અનુભવવા લાગે, ત્યાં જૈન સંસ્કૃતિના સહજ પ્રેમી બનેલ આ વૈષ્ણવ વિદ્ધજ્જને જૈન શાસ્ત્રો અને ખાસ કરીને જૈન પુરાતત્ત્વનો જે તલસ્પર્શી અભ્યાસ કરી બતાવ્યો તે આપણા માટે દાખલારૂપ અને પ્રેરણા આપે એવો છે. શ્રી ઉમાકાંતભાઈએ કરેલી જૈન સંસ્કૃતિની આ સેવા, ગુજરાતના એક સિદ્ધહસ્ત વૈષ્ણવ ચિત્રકાર ભાઈશ્રી ગોકુલભાઈ કાપડિયાએ વર્ષોની જહેમત ઉઠાવીને આપણને આપેલ શ્રમણ ભગવાન મહાવીરની ચિત્રાવલીની યાદને તાજી કરાવે છે, અને જાણે એ આપણને એમ કહી જાય છે કે વિદ્યા અને કળાનાં ક્ષેત્રોમાં નાત-જાત, દેશ-પરદેશ કે પંથ-ધર્મના સીમાડા ભૂંસાઈ જાય છે. શ્રી ઉમાકાંતભાઈ કેવળ જૈન પુરાતત્ત્વના જ નહીં, પણ ગુજરાતનાં અને સમગ્ર પશ્ચિમ ભારતનાં પુરાતત્ત્વ, શિલ્પ અને સ્થાપત્યના ઊંડા અભ્યાસી છે. પોતાના અભ્યાસને પૂર્ણ બનાવવા તેમણે અનેક પ્રવાસો પણ ખેડ્યા છે અને જુદાજુદા ધર્મના સાહિત્યનું પણ ખૂબ ખેડાણ કર્યું છે. ઇતિહાસ અને પુરાતત્ત્વના સંશોધનને લગતાં અનેક અંગ્રેજી માસિકો-નૈમાસિકોમાં અત્યાર લગીમાં છપાયેલા તેમના ત્રીસેક જેટલા લેખોએ તેમને પુરાતત્ત્વના એક નિષ્ણાત તરીકેની નામના અપાવવા સાથે અનેક નવા-નવા મુદ્દાઓ ઉપર પ્રકાશ પાથર્યો છે.ગુજરાતીમાં પણ તેઓ કોઈ-કોઈ વાર આવું જ અભ્યાસપૂર્ણ સાહિત્ય આપે છે. દોઢેક વર્ષ પહેલાં વડોદરા પાસે આકોટામાંથી જે પ્રાચીન જૈન ધાતુ-પ્રતિમાઓ મળી આવી હતી, તેના ઉપરથી એમણે જૈન ઇતિહાસની કેટલીય નવી કડીઓ શોધવાનો પ્રયાસ કર્યો છે. ડૉ. ઉમાકાંત શાહનો જૈન સંસ્કૃતિવિષયક અભ્યાસ અને એના તરફની એમની ઊંડી અભિરુચિ જોઈને આપણને તો એમ જ લાગે કે તેઓ વિદ્યાએ તો જૈન છે, પણ જાણે જન્મ પણ જૈન છે ! તેઓ જન્મે જૈન નહીં હોવા છતાં એમની જૈન સાહિત્ય, ઇતિહાસ, કળા અને સંસ્કૃતિ પ્રત્યેની પ્રીતિ એમને સાચા જૈન ઠરાવે એવી અને કોઈને પણ પ્રેરણા આપે એવી છે. છેલ્લાં કેટલાંક વર્ષથી ડૉ. શાહ વડોદરાના સુપ્રસિદ્ધ પ્રાચ્ય વિદ્યામંદિર (ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ)ના ઉપાધ્યક્ષ(ડેપ્યુટી ડાયરેક્ટર)નું પદ સંભાળી રહ્યા છે. ભારતીય વિદ્યા અને જૈન વિદ્યાની આવી વિદ્વત્તાને લઈને એમને થોડા વખત પહેલાં અમેરિકામાં ભાષણો આપવાનું આમંત્રણ મળ્યું છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ અમૃત-સમીપે આ આમંત્રણ અમેરિકાના ‘એક્સચેન્જ ઑફ પ્રોફેસર પ્રોગ્રામ' મુજબ હિંદુસ્તાનમાંના ‘યુનાઈટેડ સ્ટેટ્સ એજ્યુકેશનલ ફાઉન્ડેશન' તરફથી મળ્યું છે, અને આ માટેની આર્થિક જોગવાઈ ફુલબ્રાઇટ અને સ્મિથ-મન્ડ ફન્ડ તરફથી કરવામાં આવનાર છે. આ આમંત્રણ મુજબ તેઓ, જ્યાં ડૉ. બ્રાઉન અને ડૉ. બેન્ડર પ્રોફેસર તરીકે કામ કરી રહ્યા છે, તે અમેરિકાની પેન્સિલ્વાનિયા યુનિવર્સિટીમાં, ડૉ. બ્રાઉનના ડિપાર્ટમેન્ટમાં છ મહિના સુધી મુખ્યત્વે નીચેના ત્રણ વિષયો ઉપર ભાષણો આપશે : (૧) જૈનધર્મ, (૨) જૈન મૂર્તિશાસ્ત્ર, (૩) પશ્ચિમ ભારતની શિલ્પકળા. : ડૉ. શાહ પોતાના કાર્યને પૂર્ણ ન્યાય આપવા સમર્થ છે, અને તેઓ એને પૂરો ન્યાય આપશે, એવી અમને પૂરી શ્રદ્ધા અને ખાતરી છે. (તા. ૨૨-૮-૧૯૫૩ અને તા. ૨૨-૭-૧૯૬૧) (૩૦) નિપુણ પ્રાચ્યવિદ્યોપાસક પ્રો. વેલનકર સંસ્કૃત સાહિત્યના ખ્યાતનામ અને સર્વમાન્ય વિદ્વાન પ્રોફેસર એચ. ડી. વેલનકર (હિર દામોદર વેલનક૨)ના તા. ૧૩-૧-૧૯૬૭ના રોજ મુંબઈમાં ૭૪ વર્ષની વયે થયેલ ખેદજનક અવસાનથી દેશને પ્રાચ્યવિદ્યા અને ભારતીય વિદ્યાના એક નિષ્ઠાવાન વિદ્વાનની ખોટ પડી છે. સંસ્કૃત ભાષા અને સાહિત્યના વિવિધ વિષયોનું એમનું ખેડાણ મર્મસ્પર્શી અને વ્યાપક હતું. વેદસંબંધી ખાસ કરીને ઋગ્વેદસંબંધી એમના અભ્યાસે અને સંપાદનકાર્યે એમને દેશમાં તેમ જ વિદેશમાં એ વિષયના વિદ્વાનોમાં ખૂબ પ્રતિષ્ઠા અપાવી હતી. ઋગ્વેદના સંબંધમાં જેમ એમની વિદ્વત્તા જાણીતી હતી, એ રીતે જ તેઓ સંસ્કૃત-પ્રાકૃત છંદઃશાસ્ત્રના પણ અધિકૃત વિદ્વાન હતા. છંદઃશાસ્ત્રને લગતા સંખ્યાબંધ પ્રાચીન ગ્રંથોનું તેઓએ સંપાદન કર્યું હતું. આચાર્ય હેમચંદ્રના ‘છંદોનુશાસન’નું તેઓએ કરેલું સંપાદન સિંઘી જૈન ગ્રંથમાળા તરફથી ૪૯મા ગ્રંથ તરીકે પ્રકાશિત થયું હતું. પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહમાં તેમ જ ખાસ કરીને એવાં પુસ્તકોની યાદીઓ તૈયાર કરવામાં પ્રો. વેલનકરે કીમતી સેવાઓ આપી હતી. તેઓએ પોતે ઘણી જહેમત ઉઠાવીને બે હજાર જેટલી હસ્તપ્રતો એકઠી કરી હતી, અને પોતાના ગુરુ પ્રો. એચ. એમ. ભાંડારકરની યાદમાં મુંબઈ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં ભેટ આપીને ઋષિઋણ અદા કરવાનો દાખલારૂપ પ્રયાસ કર્યો હતો. - Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રો. વેલનકર ૧૦૭ એમણે રોયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાના પુસ્તકાલયમાંના હસ્તલિખિત ગ્રંથોની વિગતવાર યાદી ચાર ભાગમાં તૈયાર કરી આપી હતી. એ જ રીતે મુંબઈ યુનિવર્સિટીના પુસ્તકાલયમાંની સંસ્કૃત હસ્તપ્રતોની સવિસ્તર યાદી તૈયાર કરી હતી. ઉપરાંત, જુદા-જુદા જૈન હસ્તલિખિત ગ્રંથભંડારોની યાદીઓના આધારે “જિનરત્નકોષ' નામે એક વિસ્તૃત અને વર્ણનાત્મક સૂચિ તૈયાર કરી પ્રકાશિત કરી હતી. તેઓની વિદ્યાનિષ્ઠા અને ગ્રંથસંપાદન-પદ્ધતિ આદર્શ હતી. બધું કામ સ્વસ્થતા અને ઠાવકાઈપૂર્વક ચીવટથી કરવાની એમની ટેવ હતી. એમનું જીવન સાવ સાદું અને ભક્તિશીલ હતું. એમનો સ્વભાવ સરળતા, સહૃદયતા અને વિનમ્રતાથી સુરભિત હતો. નિર્ભેળ વિદ્યાનિષ્ઠા એ એમની વિદ્વત્તાની વિરલ વિશેષતા હતી. એમની અને પુરાતત્ત્વાચાર્ય મુનિશ્રી જિનવિજયજી વચ્ચે દાયકાઓ જૂની ગાઢ મિત્રતા હતી. (તા. ૨૮-૧-૧૯૯૭) Page #131 -------------------------------------------------------------------------- ________________ - - - - - અન્ય વિદ્વાનો (૧) મહામના પંડિત રાહુલ સાંકૃત્યાયન સંસ્કૃતિનો પ્રદીપ યુગે યુગે થતા એના ચાહકોના જીવનવૃતથી જ સદા ઝળહળતો રહે છે. મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન કેવળ ભારતીય સંસ્કૃતિને જ નહીં, વિશ્વ-સંસ્કૃતિને જાજ્વલ્યમાન બનાવનાર એક માનવતાવાદી સંસ્કૃતિભક્ત મહાપુરુષ હતા. તે કામ કરતાં શરીર કદી થાકે નહીં, બુદ્ધિ ક્યારેય પાછી પાની કરે નહીં અને મનના ઉત્સાહમાં તો ક્યારેય ઓટ આવે જ નહીં – રાહુલજી જાણે તન અને મનની તંદુરસ્તી અને શક્તિના ધોધ હતા ! માત્ર ચાના ઘૂંટડાથી પોતાનાં તન-મનને સ્કૂર્તિમંત રાખીને દિવસોના દિવસો સુધી કાર્યમાં રત રહેવું એ જાણે રાહુલજીને મન રમતવાત હતી. એકધારા હોંતેર-બ્દોંતેર કલાક સુધી એક આસને બેસીને કામનો ભાર આનંદપૂર્વક ઉઠાવ્યાના તો કેટલાય પ્રસંગો એમના જીવનમાં નોંધાયા છે! એમનું મૂળ વતન ઉત્તરપ્રદેશમાં આઝમગઢ ગામથી સાતેક માઈલ ઉપર આવેલું પંદાણા ગામ. નાતે બ્રાહ્મણ. કેદારનાથ પાંડ્ય એમનું નામ. સને ૧૮૯૩માં એમનો જન્મ થયેલો. તેર વરસની ઉંમરે તો એમને કવિતા ફુરેલી, અને ૧૮ વર્ષની ઉંમરે એમણે વિદ્યાધામ વારાણસીમાં સંસ્કૃત વ્યાકરણ અને કાવ્ય-શાસ્ત્રનો અભ્યાસ શરૂ કરેલો. શ્રી રાહુલજીનું માનસ ક્યારેય બંધિયાર વિચારોને મંજૂર ન રાખતું. તેઓ હંમેશાં વિકાસશીલ વિચારસરણી અને પ્રવૃત્તિના જ ઉપાસક રહ્યા છે. તેથી જ જીવનનાં અને વિદ્યાનાં સંખ્યાબંધ ક્ષેત્રો તેઓ સફળતાપૂર્વક ખેડી શક્યા હતા. : Page #132 -------------------------------------------------------------------------- ________________ પંડિત રાહુલ સાંકૃત્યાયન ૧૦૯ આ વિકાસશીલ માનસને લીધે જ એમણે પરંપરાગત બ્રાહ્મણધર્મનો ત્યાગ કરીને સને ૧૯૧૫માં આર્યસમાજનો સ્વીકાર કર્યો હતો, અને દેશ બહારની આરબ, ઇસ્લામ વગેરે સંસ્કૃતિના અભ્યાસ તરફ તેઓ આકર્ષાયા હતા. એમને વિશ્વની વિવિધ ભાષાઓને જાણવાની લગની પણ લાગી હતી. ૧૯૨૯માં તેઓ લંકામાં વિદ્યાલંકાર યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે જોડાયા. એ વખતે એમને બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા બૌદ્ધ ધર્મ અને બૌદ્ધ સાહિત્યનો નિકટનો પરિચય થયો ; અને વિદ્યાની ઉપાસનામાં તો એમને ક્યારેય વાડાબંધી નડતી જ ન હતી. લંકામાં એમણે પાલી ભાષાનો અભ્યાસ કર્યો અને પાલી ત્રિપિટકોનો અભ્યાસ પૂરો કરીને તેઓએ ‘ત્રિપિટકાચાર્ય'ની પદવી પ્રાપ્ત કરી લીધી. પણ આ અભ્યાસની સાથે-સાથે ભગવાન બુદ્ધની વહુનનહિતાય, વડુંગનેસુબ્રાયની લોકકલ્યાણની ભાવનાએ એમના પર કામણ કર્યું; અને એમણે સને ૧૯૩૦માં બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. કેદારનાથ પાંડચેનો “રાહુલ સાંકૃત્યાયન' નામે નવો અવતાર થયો. પછી તો એમને બૌદ્ધ સાહિત્યના અધ્યયન અને ઉદ્ધારની એવી લગની લાગી કે ન પૂછો વાત. ભારતીય સાહિત્યના તેમ જ બૌદ્ધ સાહિત્યના ભારતમાં અપ્રાપ્ય બની ગયેલા સંખ્યાબંધ સંસ્કૃત વગેરે ભાષાના ગ્રંથો તિબેટના બૌદ્ધ મઠોમાં સચવાઈ રહ્યા છે. એ ગ્રંથો કે એની નકલો ભારતમાં લાવવાની રાહુલજીને જાણે ઘેલછા લાગી. આ માટે અપાર કષ્ટો સહન કરીને અને બૌદ્ધ ભિક્ષુ બનીને એમણે ત્રણ-ત્રણ વાર તિબેટની મુસાફરી કરી, તિબેટની ભાષાનો અભ્યાસ કર્યો અને ઊંઘ અને આરામ તજીને સંખ્યાબંધ ગ્રંથોની જાતે નકલો કરી. આ બધી જહેમતને પરિણામે તેઓ ૮૧ ખચ્ચરો ઉપર લાદીને છ હજાર જેટલાં પાલી કે તિબેટન ભાષાના ગ્રંથો કે એ ગ્રંથોના ઝાયલોગ્રાફ (ફોટાઓ) તિબેટમાંથી ભારત લઈ આવ્યા. ઉપરાંત મુખ્યત્વે બૌદ્ધ વિદ્વાનોએ રચેલ, સંસ્કૃત ભાષાના, તિબેટમાં સચવાઈ રહેલ સો ઉપરાંત ગ્રંથોના ફોટાઓ પણ તેઓ ભારતમાં લેતા આવ્યા હતા. એક વાર આવી સામગ્રી તિબેટથી ભારતમાં ખચ્ચરો ઉપર લાદીને લઈ આવતાં અમુક ખચ્ચરો પાણીમાં ડૂબી ગયાં, અને સંખ્યાબંધ ગ્રંથોની પોતાના હાથે નકલો કરવાની મહેનત એળે ગઈ ! પણ હિંમત હારે કે આશા ખુએ, એ બીજા ! રાહુલજીએ ફરી પુરુષાર્થ કરીને એ કામ પૂરું કર્યું ત્યારે જ એમને જંપ વળ્યો ! આ રીતે તિબેટમાં સચવાયેલ ભારતીય સંસ્કૃત સાહિત્ય તેમ જ બૌદ્ધ પાલી સાહિત્યને ભારતમાં પાછું લાવવાનો રાહુલજીનો આ પ્રયત્ન મહાન ચીની યાત્રી સૂએનત્સાની યાદ આપે એવો છે. ભારતના વીસમી સદીના હ્યુએનત્સા તરીકે રાહુલજીની આ સેવાઓ સૈકાઓ સુધી યાદગાર અને ઉપકારક બની રહેશે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અમૃત-સમીપે પોતે બૌદ્ધ ધર્મ સ્વીકારેલ હોવા છતાં એમનું મન કંઈ માત્ર બૌદ્ધ ધર્મ કે સાહિત્યની ઉપાસનાથી જ સંતુષ્ટ રહે એવું સાંકડું ન હતું. હકીકતે તો તેઓ વિશ્વમાનવ હતા અને વિશ્વની સંસ્કૃતિના ચાહક અને અભ્યાસી હતા. વિશ્વના ઇતિહાસની ઝલકને ઝીલવી અને પ્રગટ કરવી એ એમનું જીવનકાર્ય હતું. તેથી તેઓ એક બાજુ વિશ્વના મહાપરિવ્રાજક બન્યા, તો બીજી બાજુ મહાપંડિત બન્યા. એ રીતે સૌના માન-સન્માનના અધિકારી બની ગયા. વિશ્વસંસ્કૃતિ અને માનવતાનો આવો ઉત્કટ ઉપાસક રાજકારણથી સર્વથા અલિપ્ત રહે એ તો બને જ કેમ ? અસહકારના આંદોલનના પ્રારંભમાં અને તે પછી પણ એમણે અનેક વાર જેલવાસ ભોગવ્યો હતો. એમની રાજદ્વારી વિચારસરણી સામ્યવાદતરફી હતી – એમને જાણે એમ જ વસી ગયું હોવું જોઈએ કે ઘણા લોકોનું કલ્યાણ સાધવાનો (વહુનનહિતાયનો) ભગવાન બુદ્ધનો ઉપદેશ એ માર્ગે જ ચરિતાર્થ થવાનો છે ! પણ આમ છતાં રાજકારણ એ એમનું જીવનકાર્ય બની શક્યું નહીં; જ્ઞાન અને સંસ્કૃતિની ઉપાસના એ જ છેવટ સુધી એમનું જીવનકાર્ય રહ્યું હતું. સંસ્કૃત, પ્રાકૃત-અપભ્રંશ અને હિન્દી એ ત્રણે ય ભાષાઓનો ક્રમિક વિકાસ દર્શાવતા જે ગ્રંથો એમણે તૈયાર કર્યા હતા અને એ ત્રણે ય ભાષાઓના વિપુલ સાહિત્યમાંથી સૈકાવાર કૃતિઓની પસંદગી કરવામાં જે જહેમત ઉઠાવી હતી, તે એમના બહુશ્રુતપણાની સાખ પૂરે એવી છે. એમણે જૈન આગમગ્રંથ સૂત્રકૃતાંગનો હિંદીમાં અનુવાદ કર્યો હતો. તિબેટન-હિંદી શબ્દકોષ તો એમનું અમર સ્મારક બની રહે એવો છે. એમની વિશ્વસંસ્કૃતિને સ્પર્શતી વ્યાપક વિદ્વત્તાએ વિદેશમાં પણ એમને ખૂબ માન અપાવ્યું હતું. રશિયાની લેનિનગ્રાડ યુનિવર્સિટીમાં એમણે ભારતીય વિદ્યા(ઇડોલોજી)ના પ્રાધ્યાપક તરીકે અને લંકાની વિદ્યાલંકાર યુનિવર્સિટીમાં પણ ભારતીય વિદ્યા(ઇન્ડિયન સ્ટડીઝ)ના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. વળી હિંદી સાહિત્યની બહુમુખ સેવાએ એમને હિન્દી સાહિત્ય સંમેલનના પ્રમુખ બનવાનું ગૌરવ અપાવ્યું હતું. ઉપરાંત સ્વતંત્ર ભારતના બંધારણનું અધિકૃત હિંદી ભાષાંતર કરનાર કમિટીના પણ તેઓ એક સભ્ય હતા. અનેક વિષયોનું અનેક ભાષાઓમાં જોડાણ કરનાર એમના જેવો બીજો વિદ્વાન ભાગ્યે જ મળે ! પણ એમની એક મર્યાદા પણ હતી : વીજળીક ઝડપથી વિવિધ વિષયનું વિપુલ સાહિત્ય સર્જવા જતાં તેઓ કેટલીક વાર ઇતિહાસ અને સંશોધનના કાર્યમાં જરૂરી એવી ચીવટ અને ઝીણવટ ન સાચવી શકતા. Page #134 -------------------------------------------------------------------------- ________________ પંડિત રાહુલ સાંકૃત્યાયન ૧૧૧ એમણે નાના-મોટા વિવિધ વિષયને લગતા ૧૭૦ જેટલા ગ્રંથોનું સર્જન કર્યું હતું, તે એ બતાવવાને પૂરતું છે કે એમની વિદ્વત્તા અને એમની કલમ વિદ્યાના ક્ષેત્રમાં કેટલો ઝડપી પ્રવાસ કરી શકતી હતી. તેઓ દેશ-વિદેશની અત્યારે પ્રચલિત તેમ જ ચાલુ વપરાશમાંથી લુપ્ત જેવી થઈ ગયેલ ૩૬ જેટલી ભાષાઓ કે બોલીઓ ઉપર અધિકાર ધરાવતા હતા; અને એ રીતે એમને આ યુગના ભાષાવિદોના શિરોમણિઓમાં માનભર્યું સ્થાન મળ્યું હતું. સાહિત્ય અકાદમીએ એમના એક (૧૯૫૭ના) ગ્રંથને હિંદી સાહિત્યનો શ્રેષ્ઠ ગ્રંથ લખીને એ માટે એમને પાંચ હજાર રૂપિયાનું પારિતોષિક આપ્યું હતું, અને ગયે વર્ષે (૧૯૬૨માં) આપણી સરકારે એમને “પદ્મભૂષણ'ની પદવી એનાયત કરીને એમની સુદીર્ઘકાલીન સાહિત્યસેવાનું બહુમાન કર્યું હતું. એમણે આત્મકથા પણ લખીને પ્રગટ કરી છે; પણ એનું છેલ્લું પ્રકરણ લખીને એમણે એવી ઇચ્છા પ્રદર્શિત કરી છે કે એ એમના અવસાન બાદ ત્રીસ વર્ષે પ્રગટ કરવામાં આવે. વિશ્વઇતિહાસ અને રાજકારણના આ અભ્યાસીએ ન માલુમ એમાં શું ગોપવી રાખ્યું હશે ! રાહુલજીની માનવતા પણ એમની અભુત વિદ્વત્તા અને અસાધારણ કાર્યશક્તિની હરોળની – અરે, ક્યારેક તો એને પણ ટપી જાય એવી ઉચ્ચ. કોટીની – હતી. ઉદારતા તો જાણે રાહુલજીની જ. પોતે ભારે પરિશ્રમ વેઠીને કોઈ પ્રાચીન ગ્રંથની પ્રેસકોપી તૈયાર કરી હોય, અને કોઈ વિદ્વાન એની માગણી કરે તો રાહુલજી હોંશે-હોંશે એ આપી દે. તિબેટથી આણેલો આખો ગ્રંથસંગ્રહ, જેનું મૂલ્ય આંકવું મુશ્કેલ છે, એમણે પટના યુનિવર્સિટીને ભેટ આપી દીધો – કેવી નિર્મમતા ! » એમનો સ્વભાવ એટલો તો સૌમ્ય હતો કે એમને પોતાના વિરોધી માનનારને પણ રાહુલજીએ ક્યારેય પોતાના વિરોધી માનવાની સંકુચિતતા દાખવી , નથી; સૌને એ પોતાના મિત્ર લખતા. એવી હતી એમની સહૃદયતા ! આવા એક વિભૂતિવાન વિદ્વાન પુરુષના તા. ૧૪-૪-૧૯૭૩ના રોજ ૭૦ વર્ષની ઉંમરે, દાર્જિલિંગમાં, લાંબી માંદગીને અંતે થયેલ અવસાનથી ભારતે એક સાચો સંસ્કૃતિ-ઉપાસક મહાપંડિત ગુમાવ્યો છે, અને દુનિયાને પણ સંસ્કૃતિનું હાર્દ સમજાવીને વિશ્વમાં ભ્રાતૃભાવનો પ્રચાર કરનાર એક પુરુષની ખોટ પડી છે. (તા. ૨૭-૪-૧૯૭૩) Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ (૨) વિશ્વખ્યાત વિધાનિધિ ડૉ. સુનીતિકુમાર જેમની ઉત્કટ જ્ઞાનસાધના, અસાધારણ વિદ્વત્તા, અદ્ભુત સર્જક પ્રતિભા, અદમ્ય કાર્યશક્તિ અને અજ્ઞાત વિષયને પણ આત્મસાત્ કરી શકે એવી તેજસ્વી પ્રજ્ઞાનું યથાસ્થિત વર્ણન કરવામાં શબ્દો પણ ઓછા પડે, એવા ભારતમાતાના જગવિખ્યાત સપૂત ડૉ. સુનીતિકુમાર ચેટર્જીનું ૮૭ વર્ષની પરિપક્વ વયે કલકત્તામાં, તા. ૨૯-૫-૧૯૭૭ના રોજ અવસાન થતાં એક સાક્ષાત્ સરસ્વતીના અવતાર સમા મહાન સારસ્વતની આપણને ભારે ખોટ પડી છે. અમૃત-સમીપે વિદ્યાનાં અનેક ક્ષેત્રોનું તલસ્પર્શી, વ્યાપક અને સફળ ખેડાણ કરવા ઉપરાંત તેઓએ બંગાળની ઉપલી ધારાસભાનું અધ્યક્ષપદ વર્ષો સુધી સફળતાપૂર્વક શોભાવી જાણ્યું હતું. એ બીના એમની કાબેલિયત, અજોડ કાર્યશક્તિ અને ચાણક્યદૃષ્ટિની કીર્તિગાથા બની રહે એવી છે. અંતસમય સુધી પોતાની વિદ્યાસાધનાને અખંડ અને જીવંત રાખવાની સાથે-સાથે રાજકીય ક્ષેત્રમાં પણ પોતાનો આવો ફાળો આપી શકે એવી વ્યક્તિઓ તો વિરલમાં વિરલ જોવા મળે છે. સ્વનામધન્ય ડૉ. સુનીતિબાબુ આવા જ વિરલ મહાપુરુષ હતા. ભાષાશાસ્ત્રના તો તેઓ વિશ્વમાન્ય અધિકૃત વિદ્વાન હતા, અને સદ્ગત ડૉ. પી. વી. કાણેની જેમ એમને પણ આપણી કેન્દ્ર સરકારે ‘નેશનલ પ્રોફેસર’ની પદવી આપીને એમની જ્ઞાનોપાસનાનું બહુમાન કર્યું હતું. (આવી પદવી મેળવનાર વિદ્વાનને ઘણું કરી સરકાર તરફથી પંદર હજાર રૂપિયા જેટલું સાલિયાણું મળે છે.) કેન્દ્ર સરકારે એમને ‘પદ્મવિભૂષણ'ના ખિતાબથી પણ વિભૂષિત કર્યા હતા. ડૉ. સુનીતિબાબુએ દેશ-વિદેશની અનેક પરિષદોમાં ઉચ્ચ સ્થાનો શોભાવ્યાં હતાં, સંખ્યાબંધ શિષ્યોને તૈયાર કર્યા હતા, અનેક વિદ્વાનોને માર્ગદર્શન આપ્યું હતું અને નાનાં-મોટાં ૩૮૦ જેટલાં પુસ્તકોનું સર્જન કર્યું હતું; એ રીતે પોતાના નામ અને કામને ચિરસ્મરણીય બનાવ્યું હતું. કેવળ આપણા દેશના જ નહીં, પણ વિશ્વના સમસ્ત સારસ્વત સમાજના ગૌરવસમા આ મહાપુરુષને અમારી હાર્દિક શ્રદ્ધાંજલિ આપીએ છીએ. (તા. ૧૮-૬-૧૯૭૭) Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ . (૩) વિધાવિભૂતિ ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ જન્મે કરકસરશીલ આદર્શ વૈશ્ય શ્રી વાસુદેવશરણજી કર્મે સાચા અને આદર્શ બ્રાહ્મણ હતા. ઉત્કટ વિદ્યાનિષ્ઠા, સૂક્ષ્મદર્શી કુશાગ્ર બુદ્ધિ અને સાવ સાદી જીવન-પદ્ધતિનું જાણે એમને સહજ વરદાન મળ્યું હતું. એમનું સમગ્ર જીવન માતા સરસ્વતીની ઉપાસનામાં અર્પણ થયું હતું. વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિના વિરલ લેખી શકાય એવી ઉચ્ચ કોટિના તેઓ વિદ્વાન હતા. ભારતીય સંસ્કૃતિ અને ભારતીય વિદ્યાનો એવો કોઈ વિષય કે એવું કોઈ અંગ ભાગ્યે જ હશે કે જેનું અવગાહન ડૉ. અગ્રવાલજીએ ન કર્યું હોય કે જેના વિષયમાં આધારભૂત લેખી શકાય એવું કંઈ પણ ન લખ્યું હોય. ભારતની મુખ્ય ત્રણ ધર્મસંસ્કૃતિઓ – બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ – ની અને તેમનાં ધર્મશાસ્ત્રોની ભાષા અનુક્રમે સંસ્કૃત, પ્રાકૃત અને પાલીના તેઓ ઊંડા અભ્યાસી હતા. ઉપરાંત, ભારતીય ઇતિહાસ, પુરાતત્ત્વ અને કળાના તેઓ મર્મજ્ઞ વિદ્વાન હતા. ઇતિહાસ અને ધર્મસંસ્કૃતિના સંદર્ભમાં તેઓએ ભારતીય દર્શનો સંબંધી પણ ઉપયોગી સમજણ કેળવી હતી. વેદ, ઉપનિષદ, રામાયણ-મહાભારત આદિ તો જાણે એમના હૃદયમાં રમ્યા જ કરતાં હતાં. શિલ્પશાસ્ત્રને પણ એમના અધ્યયનના ક્ષેત્રમાં સ્થાન હતું. - શ્રી અગ્રવાલજીની આગવી પ્રતિભા કોઈ પણ પ્રાચીન કે પરંપરાગત વિષયના મૌલિક ચિંતન અને અનોખા અર્થઘટન(interpretation)માં ચમકી ઊઠતી. વાત એક ને એક જ હોય, પણ શ્રી અગ્રવાલજીના વિવેચનનું તેજ પામીને એ ભારે અસરકારક કે હૃદયસ્પર્શી બની જતી. એમ કહી શકાય કે કોઈ પણ પ્રાચીન વિષયને અવલંબીને ચાલતી એમની લેખનશક્તિમાં સંવેદનશીલ અને સમર્થ સર્જકની વિરલ પ્રતિભા ચમકી ઊઠ્યા વગર ન રહેતી ? એવું મધુર, એવું સમર્સ અને એનું હૃદયંગમ એમનું લખાણ બનતું – ભલે પછી એ લખાણ એમની માતૃભાષા હિંદીમાં ઊતર્યું હોય કે એમના ઊંડા અધ્યયનની બોધભાષા અંગ્રેજીમાં લખાયું હોય. વિષય વ્યાકરણનો હોય, લોકસાહિત્ય, કાવ્ય-મહાકાવ્ય, નાટક કે ચરિત્રનો હોય; અથવા ઇતિહાસ, પુરાતત્ત્વ, કળા, ધર્મશાસ્ત્ર કે શિલ્પશાસ્ત્રનો હોય – ભારતીય જીવન અને સંસ્કૃતિના ગમે તે અંગને લગતો હોય ; એને આત્મસાતું કરી લેવાની એમની ગ્રહણશક્તિ અને એને જબાન કે કલમ દ્વારા રજૂ કરવાની એમની નિરૂપણશક્તિ સહૃદય વાચક અને જિજ્ઞાસુના હૃદયને ડોલાવી મૂકે એવી અદ્ભુત હતી. . Page #137 -------------------------------------------------------------------------- ________________ અમૃત સમીપે એમણે મહાન વૈયાકરણ પાણિનિના વ્યાકરણના આધારે તે સમયના ભારતનું દર્શન કરાવતો દળદાર ગ્રંથ અંગ્રેજી અને હિંદીમાં (પાણિનીકાલીન ભારત' નામે) લખ્યો છે, ‘હર્ષચરિત'નું સાંસ્કૃતિક દૃષ્ટિએ અવલોકન લખ્યું છે, કાદંબરીનું નિરૂપણ કર્યું છે, કળાને લગતાં અનેક નાનાં-મોટાં પુસ્તકો લખ્યાં છે. એમનાં છપાયેલ પુસ્તકોની સંખ્યા ૮૮ જેટલી અને હજી અપ્રગટ રહેલાં પુસ્તકોની સંખ્યા ૪૪ જેટલી છે. ૧૧૪ શ્રી અગ્રવાલજીનો જન્મ સને ૧૯૦૪માં ઉત્તરપ્રદેશમાં અલાહાબાદમાં થયો હતો. લખનૌ અને બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ ૧૯૩૧થી તે ૧૯૩૯ સુધી તેઓએ મથુરા મ્યૂઝિયમના અને તે પછી ૧૯૪૫ સુધી લખનૌ મ્યૂઝિયમના ક્યુકેટર તરીકે ભારે યશસ્વી કામગીરી બજાવી હતી. મથુરામાંથી મળી આવેલા ભારતની ત્રણે સંસ્કૃતિના પુરાતન અવશેષોના તેઓ મર્મજ્ઞ વિદ્વાન હતા. એ સંબંધી એમણે પુસ્તક પણ લખ્યું છે. આ કામગીરીની સાથોસાથ જ વિશેષ અધ્યયન કરીને એમણે પીએચ. ડી. અને ડી. લિ.ની ડિગ્રી મેળવી હતી. દિલ્હીના સરકારી મ્યૂઝિયમમાં કેટલાંક વર્ષો ગાળ્યા બાદ આખરે તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સ્થિર થયા, અને છેવટ સુધી ત્યાં રહીને જ એક યા બીજાં સ્થાનો મારફત પોતાના વિદ્યાવ્યાસંગને વધારતા રહ્યા. રાષ્ટ્રીયતા અને સતત કાર્યશીલતા એ એમના બીજા ગુણો હતા. શરીર ભલે ને આરામને ઝંખતું હોય, પણ વિદ્યાસેવા તો અટકવી ન જ જોઈએ એવી એમની મનોવૃત્તિ હતી. તેથી જ બાસઠ વર્ષ જેટલી પ્રમાણમાં નાની ઉંમરે વિદાય થયા છતાં તેઓ શતાયુ વિદ્વાનના જેટલો સમૃદ્ધ અને અખૂટ વિઘાવારસો પોતાની પાછળ મૂકતા ગયા. એમનું ખાનપાન ખૂબ સાદું, સાત્ત્વિક અને શરીરને સ્વાસ્થ્યપ્રદ હોય એવું જ રહેતું. કુદરતી ઉપચાર ઉપર એમને અપાર આસ્થા, અને વિલાયતી ઉપચાર તરફ ભારે અણગમો હતો. છેલ્લાં ચારેક વર્ષ દરમિયાન મધુપ્રમેહ, આંખની તકલીફ વગેરે અનેક શારીરિક પ્રતિકૂળતાઓ છતાં એમણે મહામુસીબતે વિલાયતી ઉપચાર લેવાનું કબૂલ્યું હતું – તે પણ ટૂંક સમય પૂરતું જ. પૂ. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી અને સદ્ગત રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદના પ્રયાસથી પ્રાકૃત આગમગ્રંથો વગેરેના પ્રકાશન માટે સ્થપાયેલ પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીના તેઓ અધ્યક્ષ હતા. ઉપરાંત, વિદ્યાપ્રવૃત્તિને વરેલ નાની-મોટી અનેક સંસ્થાઓ સાથે શ્રી અગ્રવાલજી સંકળાયેલા હતા. તેમનો તા. ૨૭-૭-૧૯૭૬ના રોજ ૬૨ વર્ષની ઉંમરે વારાણસીમાં સ્વર્ગવાસ થયો. (તા. ૬-૮-૧૯૭૯) Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧છે. ડૉ. પ્રબોધ પંડિત (૪) ઠરેલ ભાષાવૈજ્ઞાનિક ડૉ. પ્રબોધ પંડિત અત્યારના વિકસિત વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અધ્યયન-પદ્ધતિના યુગમાં એક બાજુ પ્રાચીન વિદ્યાઓનું નવીન ઢબે વિવિધ રીતે અધ્યયન-સંશોધન થવા લાગ્યું છે, તો બીજી બાજુ નવી-નવી વિદ્યાઓના અધ્યયન-સંશોધનને પણ ઠી–ઠીક પ્રોત્સાહન મળવા લાગ્યું છે. આવા અભિનવ અધ્યયનના પ્રસારનો લાભ ભારતને પણ મળે એ સ્વાભાવિક છે. - આધુનિક નવીન અધ્યયન-વિષય તરીકે ભાષાશાસ્ત્રનું ખેડાણ ધ્યાનપાત્ર રીતે આગળ વધ્યું છે; અને હવે તો, પૂર્વ તેમ જ પશ્ચિમના દેશોની બધી યુનિવર્સિટીઓમાં, મુખ્યત્વે વિવિધ ભાષાસાહિત્યોરૂપ વિષયોના ઉચ્ચ અભ્યાસ સાથે ભાષાશાસ્ત્રના અધ્યયનને એક અનિવાર્ય-ફરજિયાત વિષય તરીકે સાંકળી લેવામાં આવેલ છે. ભાષાશાસ્ત્ર (લિંગ્વિસ્ટિક્સ)ની સાથોસાથ, એના વધુ સૂક્ષ્મ અધ્યયનને માટે ધ્વનિશાસ્ત્ર(ફોનેટિક્સ)નો પણ વિકાસ થયો છે, અને એનું અધ્યયન પણ ક્રમે-ક્રમે બધે આવકાર પામતું જાય છે, આગળ વધતું જાય છે. વિદ્યાની બીજી શાખાઓના પ્રમાણમાં ભાષાશાસ્ત્ર અને ધ્વનિશાસ્ત્ર વધારે અર્વાચીન કહી શકાય એવાં છે; તેથી એ વિષયના પ્રથમ પંક્તિના કહી શકાય એવા નિષ્ણાત વિદ્વાનો દુનિયાભરમાં આંગળીને વેઢે ગણી શકાય એવા છે. એટલે આ વિષયના ગ્રંથોની સંખ્યા પણ મર્યાદિત હોય એ સ્વાભાવિક છે. તાજેતરમાં જેમના “ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન નામે પુસ્તકને ભારત સરકારની સાહિત્ય અકાદમીએ, સને ૧૯૬૭ના શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તક તરીકે, પાંચ હજાર રૂપિયાનું રાષ્ટ્રીય પારિતોષિક આપવાની જાહેરાત કરી છે, તે ડૉ. પ્રબોધ બેચરદાસ પંડિત ભાષાશાસ્ત્રના આવા જ ઊંડા અભ્યાસી અને મર્મશ વિદ્વાન છે. ભાષાશાસ્ત્રના પ્રખર પંડિત તરીકે ભારતના પ્રથમ પંક્તિના બહુ જ થોડા વિદ્વાનોમાં તો એમનું સ્થાન છે જ છે, પણ આ વિષયના વિદેશના વિદ્વાનોમાં પણ એમની માનભરી ગણતરી થાય છે. આવા બહુ ઓછા ખેડાયેલા વિષયમાં, પ્રમાણમાં ઓછા કહી શકાય એવા સમયમાં, આવી સિદ્ધિની પ્રાપ્તિ એ ડૉ. પ્રબોધભાઈની નિષ્ઠાભરી, નિર્ભેળ અને એકાગ્ર વિદ્યાઉપાસના, કુશાગ્ર બુદ્ધિ અને કાર્યશક્તિની પ્રશસ્તિ બની રહે એવી છે. વ્યાપક દૃષ્ટિ, ઉદાર મનોવૃત્તિ અને સારગ્રાહી પ્રકૃતિ – એ ત્રિવિધ ગુણને અપનાવીને પોતાના વિષયનું અધ્યયન કરવાની ડૉ. પ્રબોધભાઈની ટેવ છે; સાથેસાથે પોતે પસંદ કરેલ વિષયનું પૂર્ણ યોગથી તેઓ અધ્યયન કરે છે અને જીવનના કેન્દ્રમાં વિદ્યાસાધનાને જ ઉચ્ચ આસને બિરાજમાન કરીને એની ઉપાસનામાં જ . . Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ અમૃત-સમીપે તેઓ લાગેલા રહે છે. આ વિદ્યાનિષ્ઠાએ જ એમને એક-એકથી ચડિયાતા સ્થાને દોરીને વિદ્વાનોના આદરપાત્ર અને યશના ભાગી બનાવ્યા છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના વ્યાકરણના પ્રકાંડ પંડિત અને જૈન આગમસૂત્રોના અધિકારી જ્ઞાતા તરીકે વિખ્યાત પંડિતવર્ય શ્રી બેચ૨દાસ જીવરાજ દોશીના તેઓ પુત્ર હતા. એમનાં માતુશ્રીનું નામ અજવાળીબહેન. સૌરાષ્ટ્રમાં આવેલ એમના વતન વળા(પ્રાચીન વલભીપુર)માં તા. ૨૩-૬-૧૯૨૩ના રોજ એમનો જન્મ. એમનો ઉછેર અને અભ્યાસ અમદાવાદમાં થયો હતો. પિતા પાસેથી મળેલી વિદ્યાવારસામાં તેજસ્વી બુદ્ધિ, વિદ્યાવૃત્તિ અને ધ્યેયનિષ્ઠાનું તેજ ભળ્યું, અને શ્રી પ્રબોધભાઈ વિદ્યા-વિકાસના એક પછી એક સીમાડા સર કરતા ગયા. બી.એ. સુધીનો અભ્યાસ એમણે અમદાવાદમાં રહીને કર્યો. મુખ્ય વિષય સંસ્કૃત અને ગૌણ વિષય અર્ધમાગધી લઈને એમણે પ્રથમ વર્ગમાં બી.એ.ની ડિગ્રી મેળવી. મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં રહીને તેઓ એમ.એ. થયા. એમ.એ.માં એમનો મુખ્ય વિષય સંસ્કૃત અને ગૌણ વિષય ભાષાવિજ્ઞાન હતો. એમ લાગે છે કે ડૉ. પ્રબોધભાઈને ભાષાવિજ્ઞાનના મર્મજ્ઞ વિદ્વાન તરીકે જે નામના મળી તેનાં બીજ અહીં રોપાયાં. એમ.એ. પછી પીએચ. ડી.ની ડિગ્રી માટેનો મહાનિબંધ તૈયાર કરવા માટે તેઓ લંડનની ‘સ્કૂલ ઑફ ઓરિયેન્ટલ અને આફ્રિકન સ્ટડીઝ' નામે વિદ્યાસંસ્થામાં દાખલ થયા. એમણે ભારતીય વિદ્યા અને ભાષાના નામાંકિત વિદ્વાન ડૉ. ટર્નરના માર્ગદર્શન નીચે વિક્રમની પંદરમી સદીના પ્રાચીન ગુજરાતી ભાષાના જૈન ગ્રંથ શ્રી તરુણપ્રભ-વિરચિત ‘ષઆવશ્યક બાલાવબોધ’ ઉપર મહાનિબંધ લખીને પીએચ. ડી.ની ડિગ્રી મેળવી. શ્રી પ્રબોધભાઈ લંડનમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન ભાવનગરના શ્રી ધીરુબહેન પારેખ પણ ત્યાં અભ્યાસ કરતાં હતાં. એમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને સને ૧૯૫૦માં ડૉ. પ્રબોધભાઈ પંડિત હિંદુસ્તાન પાછા ફર્યા, અને ૨૭ વર્ષની ઉંમરે સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અને ભાષાવિજ્ઞાનના એક પીઢ અને નિપુણ અધ્યાપક તરીકેની એમની યશોજ્વલ કારકિર્દીનો પ્રારંભ થયો. વિદ્યાઉપાર્જનના ક્ષેત્રે જેમ તેઓ ઉત્તરોત્તર વધુ ને વધુ વિકાસ સાધતા ગયા હતા, તેમ અધ્યાપનના ક્ષેત્રમાં પણ તેઓની કારકિર્દી ઘણી વિકાસશીલ અને યશસ્વી બનતી ગઈ હતી. ભાષાવિજ્ઞાનના એક પારગામી શાતા તરીકે દર વર્ષે, અમુક મહિના માટે તેઓને પરદેશમાં જવું જ પડતું હતું. છેલ્લાં દસેક વર્ષથી તેઓએ દિલ્હી યુનિવર્સિટીને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું, અને ભાષાવિજ્ઞાનના અધ્યયન-સંશોધનની બાબતમાં પોતાની જાતને નીચોવીને એ વિષયમાં એ યુનિવર્સિટીને ખૂબ નામના અપાવી હતી. Page #140 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણલાલ મો. ઝવેરી ૧૧૭ વળી, પોતાના રાષ્ટ્રભક્ત પિતાની જેમ, શ્રી પ્રબોધભાઈ પણ રાષ્ટ્રીયતાની ભાવનાના રંગે રંગાયેલા હતા, અને સ્વતંત્રતાની અહિંસક લડત દરમિયાન એમણે જેલવાસ પણ અપનાવી લીધો હતો. તેમનું અવસાન પ્રમાણમાં નાની બાવન વર્ષની ઉંમરે અણધારી રીતે તા. ૨૮-૧૧-૧૯૭૫ના રોજ દિલ્હીમાં થયું. એક વિકસતી પ્રતિભા જીવનની મઝધારમાં જ સમાપ્ત થઈ અને વિદ્યાજગતને ખરેખર સાલે તેવી ખોટ પડી. (તા. ૧૩-૧૨-૧૯૭૫, તા. -૧-૧૯૪૮) (૫) વિધાનિષ્ઠ દી.બ. કૃષ્ણલાલ મો. ઝવેરી દીવાન બહાદુરના માનભર્યા નામથી આખું ગુજરાત જેમને પિછાણતું હતું તે સાક્ષરરત્ન શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી તા. ૧૬-૬-૧૯૫૭ના રોજ રાતના મુંબઈમાં સ્વર્ગવાસ પામ્યા છે. સ્વર્ગગમન સમયે એમની ઉમર ૮૯ વર્ષ જેટલી પાકટ હતી. મૂળ ધંધો તો એમનો વકીલાતનો અને ન્યાય તોળવાનો, પણ પ્રારંભથી જ એમને વિદ્યા પ્રત્યે ભારે રસ હતો. ફારસીના તો તેઓ એક આધારભૂત વિદ્વાન લેખાતા હતા, અને ગુજરાતી સાહિત્યની પણ એમણે ગ્રંથો અને લેખો દ્વારા નોંધપાત્ર સેવા બજાવી હતી. એમણે “ગુજરાતી સાહિત્યના સીમાસ્તંભો” (MileStones of Gujarati Literature) જેવું પુસ્તક લખીને ગુજરાતી ભાષાથી અપરિચિત જિજ્ઞાસુઓને માટે પણ ગુજરાતી સાહિત્યથી પરિચિત થવાની સામગ્રી તૈયાર કરી આપી હતી. મૉડર્ન રિબૂ' જેવા કલકત્તાથી પ્રગટ થતા નામાંકિત અંગ્રેજી માસિકમાં ગુજરાતી પુસ્તકોની સમાલોચનાઓ લખીને દાયકાઓ લગી એમણે ગુજરાતી - સાહિત્યની સેવા બજાવી હતી. ગુજરાતી ભાષાના સાહિત્યસ્વામીઓની જે પુરાણી પેઢી હતી એ એની સાહિત્યનિષ્ઠા, ચીવટ, કોઈ પણ વસ્તુના ઊંડાણને સ્પર્શવાની ધીરજ વગેરે ગુણો માટે આજે પણ સૌ કોઈને માટે સ્મરણીય બની રહી છે. દીવાન બહાદુર આ એકનિષ્ઠ વિદ્યાસેવી પેઢીના જ એક સભ્ય હતા; અને એ કદાચ એના છેલ્લા જ સભ્ય હતા. એટલે એમના સ્વર્ગગમનથી કંઈક દુઃખ પણ થાય છે. જનતાના દિલમાં જેમ “દીવાન બહાદુર' જેવા મોટાઈભર્યા નામે તેઓએ સ્થાન મેળવ્યું હતું તેમ “કૃષ્ણલાલકાકા' તરીકેના મુરબ્બીવટ અને સ્નેહ સૂચવતા નામે પણ લોકો એમને સંબોધતા હતા. કોઈની પણ વાત શાંતિથી સાંભળવી અને Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ અમૃત-સમીપે સૌ કોઈને સાચી અને શાણી સલાહ આપવી એ મંત્ર તો જાણે એમના જીવનમાં સહજપણે વણાઈ ગયો હતો. સદા પ્રસન્ન, સદા હસમુખા અને સદા આશાભર્યા આ સાક્ષર પોતાની વૃદ્ધ વયે પણ જે મસ્તીમાં જીવતા હતા તે કોઈને પણ પ્રેરણા આપે અને માન ઉપજાવે એવું હતું. શ્રી કૃષ્ણલાલકાકાની ચીવટ તો એમની પોતાની જ; કોઈ પણ પત્રનો ઠાવકાઈપૂર્વક જવાબ આપવાનું એ કદી ન ચૂકે. એમાં જે સારું લાગ્યું હોય તેને મુક્ત મને સારું કહે, અને કંઈ શિખામણ કે ઠપકો આપવો હોય તો તે પણ મીઠાશપૂર્વક આપવાનું ન ચૂકે. ઊગતા લેખકોનો ઉત્સાહ વધારવો, એમની પીઠ થાબડવી અને સાથે-સાથે એમને હેતપૂર્વક સાચો માર્ગ દર્શાવવો એ કામમાં શ્રીકૃષ્ણ-લાલભાઈ ભારે કાબેલ હતા. (તા. ૨૨-૬-૧૯૫૭) (૧) માનવતાવાદી વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ ગર્ભશ્રીમંતાઈમાં ઉછેર અને કુટુંબનો વારસો ઉદ્યોગોના સફળ સંચાલનની કાબેલિયતનો, અને છતાં સ્વનામધન્ય સ્વર્ગસ્થ ડૉક્ટર વિક્રમ સારાભાઈએ અણુવિજ્ઞાનના અવનવા અને અઘરા ક્ષેત્રે જે વિદ્યાસિદ્ધિ મેળવી હતી અને નિપુણ અણુવૈજ્ઞાનિક તરીકે દેશ-વિદેશમાં જે નામના પ્રાપ્ત કરી હતી, તે નવાઈ પમાડે એવી અને એમની વિદ્યાનિષ્ઠા, ધ્યેયનિષ્ઠા અને કાર્યશક્તિની કીર્તિગાથા બની રહે એવી હતી. મૂક અને એકાંત વિદ્યાસાધનાના બળે એમનામાં વિદ્વત્તાનું જે હીર, તેજ અને ખમીર પ્રગટ્યું હતું તે દાખલારૂપ બની રહે એવું અને એમની સ્મૃતિને ચિરંજીવ બનાવે એવું હતું. દેશભક્તિનો કોઈ પણ જાતનો દેખાવ કર્યા વગર તેઓએ પોતાની સમગ્ર વિદ્યાસિદ્ધિ માતૃભૂમિને ચરણે ધરી દીધી હતી, અને એનો ઉપયોગ સંપત્તિ કે પ્રતિષ્ઠા મેળવવા માટે કરવાની સ્વાર્થપરાયણવૃત્તિથી સાવ અળગા રહ્યા હતા એ તેઓની વિરલ વિશેષતા હતી. અને એમાં તેઓએ માનવતાવાદી દૃષ્ટિબિંદુની જે સુવાસ પ્રસરાવી હતી તે તો અતિ-વિરલ હતી. તેઓની પોતાના કાર્યક્ષેત્રને જ પૂર્ણપણે સમર્પિત થવાની અલગારી વૃત્તિ અને પ્રશાંત દેશભક્તિ સાચેસાચ હંમેશને માટે અભિનંદનીય અને અનુકરણીય બની રહેશે, એમાં શક નથી. આવા એક ધ્યેયનિષ્ઠ, ભાવનાશીલ, માનવતાવાદી અને રાષ્ટ્રીયતાના ઉપાસક મહાન વૈજ્ઞાનિકનું બાવન વર્ષ જેટલી નાની ઉંમરે સ્વર્ગગમન, એ દેશને માટે હોનારત જેવી મોટી ખોટ બની રહેશે. (તા. ૮-૧-૧૯૭૨) Page #142 -------------------------------------------------------------------------- ________________ જૈન આચાર્યો (૧) માનવસિદ્ધિનું ઉચ્ચ શિખર ઃ આચાર્ય હેમચંદ્ર સોલંકીયુગ ગુજરાતના ઇતિહાસનો સુવર્ણયુગ લેખાય છે. એ યુગમાં ગુર્જર પ્રજાનો અનેક રીતે વિકાસ થયો હતો; તેમાં ય મહારાજા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમયમાં તો એ જાણે ચરમસીમાએ પહોંચ્યો હતો. એ યુગમાં ગુર્જર પ્રજામાં ઉદાર ધાર્મિકતા, ઉચ્ચ સંસ્કારિતા અને ઉન્નત દેશપ્રીતિના ગુણો સારા પ્રમાણમાં ખીલી ઊઠ્યા હતા. વિદ્યાનો વિકાસ પણ આ યુગમાં અનેક રીતે થયો હતો, અને અનેક પંડિતરત્નોએ સરસ્વતીની ચિરકાલીન સેવા કરીને પોતાનાં નામ અમર બનાવ્યાં હતાં. પરધર્મસહિષ્ણુતા અથવા તો સર્વધર્મસમભાવ જેવો, વ્યક્તિ અને સમાજના વિકાસ માટેનો અનિવાર્ય ગુણ પણ એ યુગમાં સારી રીતે ખીલી ઊઠ્યો હતો. આ રીતે ગુર્જરભૂમિને અનેક સુસંસ્કારોથી સમૃદ્ધ બનાવવામાં જે-જે મહાન પુરુષોએ પુરુષાર્થ કર્યો હતો તેમાં “કલિકાલસર્વજ્ઞ' આચાર્ય હેમચંદ્રનું નામ સર્વોચ્ચ સ્થાને હતું એમ વિના અતિશયોક્તિએ કહી શકાય એમ છે. (તા. ૧૦-૧૧-૧૯૯૨) વિક્રમ સંવત્ ૧૧૪૫ની સાલમાં, કાર્તિક શુક્લા પૂર્ણિમાને દિવસે, આચાર્ય હેમચંદ્રાચાર્યનો જન્મ ગુજરાતમાં ધંધુકા શહેરમાં થયો એ વાતને આજે (સંવતું ૨૦૧૭ની કાર્તિકી પૂર્ણિમાએ) ૮૭૧ વર્ષ થયાં. ૮૪ વર્ષ જેટલું સુદીર્ઘ અને ખૂબ યશસ્વી આયુષ્ય પૂર્ણ કરીને તેઓ પાટણ શહેરમાં વિ. સં. ૧૨૨૯ની સાલમાં સ્વર્ગવાસી થયા અને એ વાતને અત્યારે ૭૮૭ જેટલાં વર્ષ થયાં. છતાં એ પ્રભાવશાળી જ્યોતિર્ધર પુરુષનું કેવળ જૈનસંઘમાં જ નહીં, પણ સમસ્ત ગુર્જર ભૂમિમાં અને ભારતવર્ષના વિદ્વાનોમાં ભારે આદર અને બહુમાનપૂર્વક સ્મરણ કરવામાં આવે છે. તેઓ – Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ અમૃત સમીપે जयन्ति ते सुकृतिनो रससिद्धाः कवीश्वराः । नास्ति येषां यशाकाये जरामरणजं भयम् ।। એ ઉક્તિમાં જણાવ્યા પ્રમાણે અજરઅમરપદને વરેલા રસસિદ્ધ કવીશ્વર જ હતા. હેમચંદ્રાચાર્યના જીવનવિકાસનાં એટલાં બધાં વિવિધ પાસાં હતાં કે એનું પૂર્ણ ઓકલન કરવું કે એનું સાચું મૂલ્યાંકન કરવું એ ખરેખર બહુ જ મુશ્કેલ કાર્ય ગણાય. એમના જીવનની અનેકવિધ સિદ્ધિઓનું પૂરેપૂરું અધ્યયન અને અવલોકન જ એમની સાચી મહત્તાનો ખ્યાલ આપી શકે.' (તા. ૧૪-૧૧-૧૯૫૯). શ્રી હેમચન્દ્રાચાર્ય જન્મ વૈશ્ય હતા; પણ એમણે વ્યાપક ખેડાણ કર્યું હતું વિદ્યાનું; એ રીતે તેઓ સાચા બ્રાહ્મણ, સાચા સરસ્વતીપુત્ર બન્યા હતા. આચાર્યશ્રીના બહુમુખી પાંડિત્યનો અને વિવિધ શાસ્ત્રીય અને બીજા વિષયોમાં કરેલ વિપુલ સાહિત્ય-સર્જનનો વિચાર કરીએ છીએ, ત્યારે એમની સિદ્ધિઓ અને શક્તિઓ જોઈને સ્તબ્ધ બની જઈએ છીએ. જો કોઈ એક વ્યક્તિ એવી પ્રતિજ્ઞા કરે કે મારે તો આખી જિંદગી કલિકાલસર્વશની જ સાહિત્ય-કૃતિઓનું અધ્યયન કરીને જુદા-જુદા વિષયોમાં પાંડિત્ય મેળવવું છે, તો એવી વ્યક્તિની પ્રતિજ્ઞા પાર પડી શકે એ રીતે વ્યાપક પ્રમાણમાં તેમણે મૌલિક લખી શકાય એવા ગ્રંથોની રચના કરી છે. - સંસ્કૃતભાષાનું પારગામી અધ્યયન કરવા માટે સર્વાંગસંપૂર્ણ “સિદ્ધહેમવ્યાકરણ એમણે રચ્યું. પ્રાકૃત વગેરે ભાષાઓના અધ્યયન માટે પણ એમણે તેમાંનો આઠમો અધ્યાય રચ્યો. કોષો જોઈએ તો એમાં પણ હેમચંદ્રાચાર્યની અમર કૃતિઓ મળી આવવાની, અને કાવ્ય, છંદ, અલંકાર, ઇતિહાસ, કથા, ચરિત્ર, પુરાણો, પ્રબંધો, ધર્મશાસ્ત્ર, આચારશાસ્ત્ર અને દર્શન (તત્ત્વજ્ઞાન) – એમાંનો ગમે તે વિષય લઈએ, એ માટે તેમની કોઈ ને કોઈ કતિ મળી આવવાની જ. એટલે આવી વિવિધ વિષયસ્પર્શી વ્યાપક વિદ્યાપ્રતિભાનો વિચાર કરીએ તો એમ જ કહેવું પડે કે એમને “કલિકાલસર્વજ્ઞ” બિરુદ અપાયેલું છે તે સર્વથા સાચું છે. (તા. ૧૮-૧૧-૧૯૯૧) અને કેવળ સાહિત્યક્ષેત્રે જ શા માટે, રાષ્ટ્રનું નવનિર્માણ કરવાના ભારે અટપટા રાજદ્વારી ક્ષેત્રે પણ શ્રી હેમચંદ્રાચાર્યે કંઈ નાનોસૂનો ફાળો આપ્યો નથી. કદાચ એમ પણ કહી શકાય કે તેમનું વિસ્તૃત સાહિત્ય-સર્જન એ ખરી રીતે રાષ્ટ્રસર્જનનું જ એક અગત્યનું અંગ હતું. પ્રજામાનસનો ઘડવૈયો કોઈ પણ રાષ્ટ્રવિધાતા સાહિત્યસર્જનને શી રીતે વેગળું મૂકી શકે ? એમ લાગે છે, કે પ્રજાજીવનના Page #144 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય હેમચંદ્ર ૧૨૧ નવસર્જનનો રથ રાજકીય પ્રવૃત્તિ અને સાહિત્યસર્જન એ બંને ચક્રો સમાન હોય તો જ યોગ્ય રીતે આગળ વધી શકે; એમાં એક ચક્રનું વિકલપણું ન ચાલી શકે. આ રીતે આચાર્યશ્રી લોકજીવનના એક ભારે નિષ્ણાત મહાસારથિ થઈ ગયા. (તા. ૧-૧૧-૧૯૫૨) રાજપ્રિય ધર્મગુરુ તરીકે માત્ર રાજાને ધર્મોપદેશ આપીને જ તેઓ સંતોષ નહોતા માનતા. ગુજરાતના બંને રાજવીઓ ઉપર એમનો એટલો બધો પ્રભાવ હતો કે રાજ્યની કે લોકહિતની અથવા તો આત્મસાધનાની અનેક બાબતોમાં તેઓ એમના એક વિશ્વસ્ત સલાહકારનો મોભો ધરાવતા હતા. (તા. ૧૮-૧૧-૧૯૯૧) પણ અચરજ તો એ વાતનું થાય છે, કે જૈન સાધુજીવનને સ્વીકારવા છતાં અને તેનું સંપૂર્ણપણે પાલન કરવા છતાં શ્રી હેમચંદ્રસૂરિ લોકજીવનને ઘડવામાં ઉપકારક એવા રાજદ્વારી ક્ષેત્રનું આટલું ઊંડું અવલોકન શી રીતે કરી શક્યા ? પણ જરાક ઊંડા ઊતરીને વિચારીએ તો આનો જવાબ એ સવાલમાંથી જ મળી જાય છે; એમનું સાધુજીવન જ આનો સચોટ જવાબ આપી દે છે. જેણે સર્વ જીવો સાથેની મૈત્રીની પ્રતિજ્ઞા લીધી હોય, કોઈની પણ સાથે વૈરભાવ નહીં સેવવાનો મંત્ર સ્વીકાર્યો હોય અને જેનધર્મની અહિંસા અને જૈન અનેકાંતનું અમૃતપાન કર્યું હોય તે લોકકલ્યાણ નહીં કરે તો બીજું કોણ કરશે ? આવો સાધુપુરુષ લોકકલ્યાણની પ્રવૃત્તિ આદરતાં ભ્રષ્ટ થઈ જવાની કે ધર્મ ખોઈ બેસવાની ભીતિ સેવે તો એ અમૃતપાનની ચરિતાર્થતા ક્યાં? જેણે ગજવેલનું કવચ પહેર્યું છે તેને ઘાયલ થવાનો ભય જ ક્યાં રહ્યો ? જેણે પ્રભુ મહાવીરના ધર્મની દીક્ષા ગ્રહણ કરી અને લોકસેવાથી દૂષિત થવાનું રહે જ શાનું ? (તા. ૧-૧૧-૧૯૫૩) જૈન સંસ્કૃતિમાં લોકકલ્યાણ કરવાની કેટલી શક્તિ સમાયેલી છે એનો કલિકાળસર્વજ્ઞ એક ઉત્તમ નમૂનો બની ગયા. એમણે જૈનધર્મની અહિંસાને દીપાવી અને જૈન સંસ્કૃતિના અનેકાન્તને સફળ બનાવ્યો. (તા. ૧-૧૧-૧૯૫૨) અહીં એ બધી બાબતોનું આથી વિગતે અવલોકન કરવું ઉદિષ્ટ નથી. અહીં તો એમણે એક આદર્શ અને જાજરમાન ધર્મગુરુ તરીકે જે જીવન જીવી બતાવ્યું એનો જ થતુકિચિત વિચાર કરવો ઇષ્ટ છે, કે જેથી આપણા મોટા ભાગના ધર્મગુરુઓ નિવૃત્તિમાર્ગ અને પ્રવૃત્તિમાર્ગનો યથાર્થ ભાવ નહીં સમજવાને કારણે દેખીતા નિવૃત્તિમાર્ગ તરફ વધારે પડતો ઝોક દાખવીને અને પ્રવૃત્તિમાર્ગ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ અમૃતસમીપે તરફ ખોટી અરુચિ દાખવીને સંઘ અને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને પોતાના જીવનવિકાસને પણ અપૂર્ણ અને એકાંગી બનાવી રહ્યા છે એનો કંઈક ખ્યાલ આવે. કોઈ પણ ધર્મના ગુરુએ કે આચાર્યે પોતાના ધર્મના અનુયાયી-વર્ગને કેવી રીતે સંભાળવો જોઈએ એ સમજવા માટે ઘણા જૂના વખતનું એક લૌકિક વાક્ય ધ્યાનમાં લેવાની જરૂર છે : 7 ધર્મો ધાર્મિવિના - અર્થાત્ અનુયાયી વગર કોઈ પણ ધર્મ ટકી શકે નહીં. કોઈ ધર્મના અનુયાયીઓ જેટલા શક્તિશાળી એટલો જ તે ધર્મ પણ શક્તિશાળી. જો આ વાત બરાબર હોય તો પોતાના ધર્મના અનુયાયીઓના યોગક્ષેમની ચિંતા કરવી એ દરેક ધર્મના ગુરુની પહેલી અને પવિત્ર ફરજ લેખાય. અલબત્ત, કોઈ પણ ધર્મગુરુ પોતાના સમાનધર્મીઓને ભોગ કે વિલાસના માર્ગે દોરે કે પ્રેરે એમ તો ઇચ્છી કે કહી જ કેમ શકાય ? પણ ભોગ અને ત્યાગ એ બે છેડાની વચ્ચે માનવીનું સહજ જીવન એવી રીતે પથરાયેલું હોય છે કે એમાં તો કેવળ જીવનને કુદરતી રીતે વિતાવીને એને સફળ બનાવવાની પૂર્વતૈયારી જ કરી લેવાની હોય છે. એ જીવનને ન તો સીધેસીધો ભોગ સાથે સંબંધ હોય છે અને ન તો સીધેસીધો ત્યાગ સાથે. એમાં તો મુખ્યત્વે જીવનને ટકાવી રાખવાનો, દુઃખ-વિડંબના કે અધઃપાતના માર્ગથી અળગા રહીને જીવનને સાચું જીવન બનાવવાનો જ પ્રયત્ન કરવાનો રહે છે. આ સ્થિતિમાં આચાર્ય હેમચંદ્રનું જીવન આપણને ધર્મપોષક નિવૃત્તિ અને પ્રવૃત્તિ વચ્ચે સુમેળ સાધવાની કળાનું ઉદ્બોધન કરે તેવું છે. (તા. ૧૪-૧૧-૧૯૫૯) આપણે એ જાણીએ છીએ કે મહારાજા સિદ્ધરાજ અને મહારાજા કુમારપાળ – બંને એકબીજાના ભારે કટ્ટર વિરોધી અને દુશ્મનો જેવા હતા. પણ એ બંનેના હૃદયમાં હેમચંદ્રસૂરિજી ધર્મગુરુ તરીકેનો સમાન આદર પામી અને ટકાવી શક્યા હતા. મહાદેવના લિંગને નમસ્કાર કરવામાં પણ એમણે સ્વધર્મના ત્યાગની લાગણી અનુભવી ન હતી. વળી ગુર્જરપતિને નિઃસંતાન વિધવા નારીના ધનનું અપહરણ નહીં કરવા, પ્રજાને વ્યસનમુક્ત બનાવવા તથા લોકકલ્યાણ માટે આવશ્યક એવા અનેક નિયમો ઘડવા પ્રેરણા આપી હતી એ કંઈ એમની જેવીતેવી સિદ્ધિ ન લેખાય, અને શ્રી હેમચંદ્રાચાર્યના પ્રયત્ન અને પુરુષાર્થથી એક બાજુ ગુજરાતમાં શ્રી અને સરસ્વતીનો સુમેળ સધાયો અને બીજી બાજુ સમસ્ત ગુર્જરભૂમિ સાહિત્ય અને સંસ્કારથી સમૃદ્ધ બની. આજે પણ ગુજરાત કેટલીક બાબતોમાં ભારતવર્ષના બીજા Page #146 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય હેમચંદ્ર ૧૨૩ પ્રદેશો કરતાં જુદું તરી આવે છે તે એના આ આઠસો-હજાર વર્ષ જૂના સંસ્કારવારસાને કારણે જ. અત્રે એમના જીવનનો એક સૂચક પ્રસંગ જોઈએ : એ ફરતાં-ફરતાં એક દિવસ એક ગૃહસ્થને ત્યાં જઈ ચડ્યા. ગૃહસ્થ તો આવા મોટા સંતપુરુષ પોતાને આંગણે પધાર્યા જાણી અડધો-અડધો થઈ ગયો. એણે પોતાનું અહોભાગ્ય માનીને ગુરુને ભાવપૂર્વક જાડું-જાડું પાણકોરાનું કપડું અને જા૨ની જાડી-પાતળી ઘેંશનું દાન કર્યું. એ તો મોટા રાજગુરુ હતા. આવું જાડું કપડું અને આવી જાડી-પાતળી ઘેંશ એમને પહેલી જ વાર ભિક્ષામાં મળી. એમણે હોંશે-હોંશે એનો સ્વીકાર કર્યો. ઘેંશ તેઓ આનંદથી આરોગી ગયા અને પાણકોરાનું જાડું અને ખરબચડું વસ્ત્ર ઓઢીને કુમારપાળની રાજસભામાં પહોંચ્યા. પોતાના ભક્તની આવી દરિદ્રતા એમને વિચારમગ્ન બનાવી રહી. તેઓ રાજસભામાં પણ ઊંડા વિચારમાં ઊતરી ગયા. રાજાજીને વિચાર આવ્યો : આજે ગુરુજીના શરીરે આવું જાડું કપડું કેમ ? અને તેઓ આજે આટલા ગંભીર કેમ ? શું કંઈ મારો ગુનો થયો ? ગુરુજી તો મૌન જ હતા. પણ રાજાજીથી ન રહેવાયું. એમણે નમ્રતાપૂર્વક આનું કારણ પૂછ્યું તો ગુરુજીએ દુ:ખપૂર્વક કહ્યું : “રાજન, તમે અને તમારા અધિકારીઓ તો અમનચમન ઉડાવો છો, પણ તમારી પ્રજા કેટલી ગરીબ છે, તેનો તમને ક્યાં ખ્યાલે ય છે ? એને તો ખાવા જારની ઘેંશ અને પહેરવા પાણકોરાના પણ સાંસાં પડે છે. તો પછી તમારું ભલું શી રીતે થશે ?” (તા. ૧૪-૧૧-૧૯૫૯) પોતાની પ્રજા માટે સમદુઃખી થતા ગુરુની વાત સાંભળીને રાજાજી પણ વિચારમાં પડી ગયા. એમને થયું : પ્રજા દુઃખી કે દીન હોય તો આવું રાજ્ય ભોગવ્યું તો ય શું અને ન ભોગવ્યું તો ય શું ? અને તરત જ એમણે પ્રજામાં વધતી આ દરિદ્રતા સામે પ્રજા સુખી થાય એવાં પગલાં લીધાં. (તા. ૧૪-૧૧-૧૯૫૯) કલિકાલસર્વજ્ઞનો શ્રીમદે વર્ણવેલ મહિમા છે : શ્રી હેમચંદ્રાચાર્યે કરેલ વીતરાગમાર્ગની પ્રભાવનાને બિરદાવતાં શ્રીમદ્ કહે Page #147 -------------------------------------------------------------------------- ________________ અમૃતસમીપે “શ્રી હેમચંદ્રાચાર્યને થયાં આઠ સો વરસ, શ્રી આનંદઘનજીને થયાં બસો વરસ. શ્રી હેમચંદ્રાચાર્યે લોકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો. શ્રી આનંદઘનજીએ આત્મહિતસાધનની પ્રવૃત્તિને મુખ્ય કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહાપ્રભાવક બળવાન ક્ષયોપશમવાળા પુરુષ હતા. તેઓ ધારત તો જુદો પંથ પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાન્ હતા. તેમણે ત્રીશ હજાર ઘરને શ્રાવક કર્યાં. ત્રીસ હજાર એટલે સવાથી દોઢ લાખ માણસની સંખ્યા થઈ. શ્રી સહજાનંદજીના સંપ્રદાયમાં એક લાખ માણસ હશે. એક લાખના સમૂહથી સહજાનંદજીએ પોતાનો સંપ્રદાય પ્રવર્તાવ્યો, દોઢ લાખ અનુયાયીઓનો એક જુદો સંપ્રદાય શ્રી હેમચંદ્રાચાર્યે ધારત તો પ્રવર્તાવી શકત. ૧૨૪ “પણ શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું કે સંપૂર્ણ વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર જ ધર્મપ્રવર્તક હોઈ શકે. અમે તો તીર્થંકરોની આજ્ઞાએ ચાલી તેમના પરમાર્થમાર્ગનો પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા. વીતરાગમાર્ગનો પરમાર્થ પ્રકાશવારૂપ લોકાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યે કર્યો. તેમ કરવાની જરૂર હતી. વીતરાગમાર્ગ પ્રતિ વિમુખતા અને અન્ય માર્ગ તરફથી વિષમતા, ઈર્ષ્યા આદિ શરૂ થઈ ચૂક્યાં હતાં. આવી વિષમતામાં વીતરાગમાર્ગ ભણી લોકોને વાળવા લોકોપકારની તથા તે માર્ગના ૨ક્ષણની તેમને જરૂર જણાઈ. અમારું ગમે તેમ થાઓ, આ માર્ગનું રક્ષણ થવું જોઈએ : એ પ્રકારે તેમણે સ્વાર્પણ કર્યું. પણ આમ તેવા ભાગ્યવાન્, માહાત્મ્યવાનું, ક્ષયોપશમવાનુ જ કરી શકે. જુદાં-જુદાં દર્શનોનો યથાવત્ તોલ કરી અમુક દર્શન સંપૂર્ણ સત્યસ્વરૂપ છે એવો નિર્ધાર કરી શકે તેવા પુરુષ લોકાનુગ્રહ, ૫૨માર્થપ્રકાશક આત્માર્પણ કરી શકે.” (૨) આદર્શ બ્રાહ્મણ-શ્રમણ આચાર્ય હરિભદ્રસૂરિ જન્મે બ્રાહ્મણ અને જીવનસાધનાએ શ્રમણ આચાર્ય હરિભદ્રસૂરિ વિક્રમના આઠમા-નવમા સૈકાના એક સમર્થ, આદર્શ અને શ્રેષ્ઠ બ્રાહ્મણ-શ્રમણ મહાપુરુષ થઈ ગયા. (તા. ૧૮-૧૧-૧૯૬૭) એક આદર્શ બ્રાહ્મણને શોભા આપે એવી નિઃસ્વાર્થ, ઉત્તરોત્તર વિકાસશીલ અને સત્યશોધક અવિરત વિદ્યાસાધના અને એક આદર્શ શ્રમણને છાજે એવી આત્મલક્ષી, નિરંતર ઊર્ધ્વગામી અને સમતાપોષક ઉત્કટ જીવનસાધના, એ આચાર્ય હરિભદ્રસૂરિના જીવનની અદ્વિતીય વિશેષતા હતી. એમ કહી શકાય કે પોતાનાં Page #148 -------------------------------------------------------------------------- ________________ અ. હરિભદ્રસૂરિ ૧૨૫ આચાર અને કવન એ ઉભય દૃષ્ટિએ આચાર્ય હરિભદ્રસૂરિનું જીવન સ્યાદ્વાદઅનેકાન્તવાદની મુદ્રાથી અંકિત થયેલું હતું. આવા એક સર્વશાસ્ત્રપારગામી આચાર્યે જ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોનું જે વિશદતા, ઉદારતા અને ઊંડાણથી ખેડાણ કર્યું છે અને જે બહુમુખી ગ્રંથરચનાઓ કરી છે, તે કેવળ શ્રમણ-સંસ્કૃતિના સાહિત્યની જ નહિ, પરંતુ સમસ્ત ભારતીય સંસ્કૃતિના સાહિત્યની બહુમૂલી સંપત્તિ છે. પોતાની ઉત્તરકાલીન રચનાઓમાં એમણે સમભાવ, સમન્વયદૃષ્ટિ અને સત્યગ્રાહકવૃત્તિનો વિરલ યોગ કરી બતાવ્યો હોઈ એમાંની કેટલીક કૃતિઓ વિશ્વસાહિત્યમાં આદરપાત્ર સ્થાન પામીને વિશ્વબંધુત્વનો આદર્શ સાકાર કરવામાં માર્ગદર્શક બને એવી ઉચ્ચ કોટીની છે. આચાર્ય હરિભદ્રસૂરિના જીવન અને સાહિત્યની અનેકવિધ વિશેષતાઓને કારણે, એમના જીવનનો મહિમા સમજાવતી કેટલીક કથાઓ અને દંતકથાઓ આપણે ત્યાં મળી આવે છે. પોતાના પારગામી પાંડિત્યને કારણે તેઓ પ્રખર વાદી તરીકે અને ૧૪૪૪ જેટલા ગ્રંથોના પ્રણેતા તરીકે નામાંકિત થયા છે. એમની ચિરસ્મરણીય મહાનુભાવતા એમના જીવનપરિવર્તનને લગતી ઘટનામાં જોવા મળે છે. તેમનામાં કોઈથી પાછા ન પડાય એવું પ્રખર પાંડિત્ય હતું, અને સાથે-સાથે પ્રતિજ્ઞા એવી કે જે કોઈની શાસ્ત્રવાણીનો મર્મ હું ન સમજી શકું એનો શિષ્ય બનું. બનવા-કાળ કે એક વૃદ્ધ સાધ્વીના મુખે બોલાતી એક પ્રાકૃત ગાથાનો મર્મ જ એ ન પકડી શક્યા. એ ચોટથી એમની પારગામી વિદ્યામાંથી અહંકારનું પ્રગતિવિરોધી તત્ત્વ ગળી ગયું અને એમના જીવનનું કુંદન સો ટચનું બનવા તરફ વળી ગયું; જન્મે બ્રાહ્મણ હરિભદ્ર સાધનાએ શ્રમણ બની ગયા. પોતાના જીવનપલટાની આ ઘટનાનો સંપૂર્ણ યશ એમણે પેલાં વૃદ્ધ સાધ્વી મહત્તરા યાકિનીના ચરણોમાં અર્પણ કર્યો, અને પોતાની જાતને યાકિનીમહત્તરાના ધર્મપુત્ર તરીકે ઓળખાવીને પોતાના ગ્રંથોની સાથોસાથ પોતાની આ ઘર્મમાતાને પણ એમણે અમર બનાવી દીધી ! આવી કૃતજ્ઞતા, આવી ઉપકારવશતા અને આવી મહાનુભાવતાનાં દર્શન બીજે મળવા દુર્લભ છે. આવા એક જીવનસાધક આચાર્યનું નામ તો જૈનસંઘમાં ખૂબ જાણીતું છે, પણ એમના જીવનસ્પર્શી સાહિત્યનું જેટલું ઊંડું અને વ્યાપક અધ્યયન-અધ્યાપન, થવું જોઈએ એટલું નથી થતું એ, ખરેખર, દિલગીરી ઉપજાવે એવી બીના છે. ભારતીય તત્ત્વજ્ઞાનના અભ્યાસી લેખાતા આપણા દેશના વિદ્વાનોમાં તો હરિભદ્રની વિશદ વિદ્વત્તા અને વિરલ જીવનસાધનાથી સુપરિચિત હોય એવા વિદ્વાનો આંગળીને વેઢે ગણી શકાય એટલા પણ ભાગ્યે જ જોવા મળે છે; અરે, ઘણાને તો એમના નામનો પણ ખ્યાલ નથી ! Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ અમૃત સમીપે અલબત્ત, આ બધામાં એક અપવાદ ખાસ ધ્યાનપાત્ર છે. આપણા દેશના જૈનેતર વિદ્વાનોમાં અને જૈન વિદ્વાનો સુધ્ધાંમાં આજથી પાંચ-છ દાયકા પૂર્વે આચાર્ય હરિભદ્ર-સંબંધી જે ઊંડું અધ્યયન-સંશોધન ખૂટતું હતું, તે જર્મનીના ભારતીય અને જૈન વિદ્યાના વિખ્યાત વિદ્વાન પ્રો. હર્મન યાકોબીએ કર્યું હતું અને બીજાઓએ પણ એમાં પોતાનો યથાયોગ્ય ફાળો આપ્યો હતો. આ સ્થિતિમાં એ અનેક રીતે ઇચ્છવા જેવું હતું કે સર્વધર્મબહુમાનની સર્વહિતકારી અને સર્વોદયકારી ભાવનાના પુરસ્કર્તા આ મહાન આચાર્યનાં જીવન અને સાહિત્યસર્જન તરફ આપણા દેશના વિદ્વાનોનું ધ્યાન દોરાય એવો કોઈ સમર્થ પ્રયત્ન હાથ ધરવામાં આવે. એવો એક સમર્થ પ્રયત્ન તાજેતરમાં જ આ દિશામાં થયો છે. મુંબઈ યુનિવર્સિટી હસ્તકની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના આમંત્રણથી સને ૧૯૫૭-૫૮ની વ્યાખ્યાનમાળા માટે પંડિત શ્રી સુખલાલજીએ આચાર્ય હરિભદ્રસૂરિને લગતાં પાંચ વ્યાખ્યાનો તાજેતરમાં તા. ૧૦ થી ૧૪મી ફેબ્રુઆરી સુધીમાં મુંબઈ યુનિવર્સિટીમાં આપ્યાં, તેને અમે એક યાદગાર પ્રસંગ લેખીએ છીએ, અને એ માટે અમારો હર્ષ વ્યક્ત કરીએ છીએ. પંડિતજીનાં વ્યાખ્યાનોનો મુખ્ય વિષય હતો “પ્રાચીન ગુજરાતના એક આચાર્યશ્રી હરિભદ્રસૂરિનો ભારતીય દર્શનિક અને યોગની પરંપરા ઉપર ઉપકાર'. આ મુખ્ય વિષયનું વિસ્તારથી નિરૂપણ કરતાં પંડિતજીએ આ પ્રમાણે પાંચ પેટા વિષયો ઉપર વ્યાખ્યાનો આપ્યાં હતાં : (૧) આચાર્ય હરિભદ્રના જીવનની રૂપરેખા, (૨) દર્શનો અને યોગનાં સંભવિત ઉદ્દભવસ્થાનો, તેનો પ્રચાર, ગુજરાત સાથે તેનો સંબંધ અને તેના વિકાસમાં હરિભદ્રનું સ્થાન, (૩) દાર્શનિક પરંપરામાં હરિભદ્રની વિશેષતા, (૪-૫) યોગપરંપરામાં હરિભદ્રની વિશેષતા. આ વ્યાખ્યાનોમાં પંડિતજીએ, શ્રી હરિભદ્રસૂરિજીના જીવનની વિશિષ્ટ અર્થ ધરાવતી ઘટનાઓનો રોચક શૈલીમાં નિર્દેશ કરીને એ ભૂમિકાના આધારે, ભારતની દર્શન અને યોગની પરંપરામાં આચાર્ય હરિભદ્રનું અસાધારણ અર્પણ શું ગણાય એનું સુરેખ અને આકર્ષક ચિત્ર દોર્યું છે. શ્રી હરિભદ્રસૂરિની દાર્શનિક વિશેષતા દર્શાવવા પંડિતજીએ એમના બે દાર્શનિક ગ્રંથો પડ્રદર્શનસમુચ્ચય” અને “શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં ચર્ચવામાં આવેલા મુદ્દાઓ અંગે વિસ્તારથી વિવેચન કર્યું છે. “ષદર્શનસમુચ્ચય'માં શ્રી હરિભદ્રસૂરિએ જે તટસ્થતાથી ચાર્વાક સહિત છયે દર્શનોનાં તત્ત્વોનું નિરૂપણ કર્યું છે, તે એકદમ અસાધારણ ગણી શકાય એવું છે. આ ગ્રંથમાં એમણે પોતાને મનગમતાં રંગ અને રેખાઓનો ઉપયોગ કરીને પોતાની રુચિ પ્રમાણેનું ચિત્ર દોરનાર ચિત્રકાર તરીકે નહીં, પણ દરેક વસ્તુને પોતાના અસલી રૂપે રજૂ કરનાર છબીકાર (ફોટોગ્રાફર) Page #150 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય સાગરાનંદસૂરિજી ૧૨૭ તરીકે જે અદ્ભુત કૌશલ દાખવ્યું છે તે ભારતીય દર્શન-સાહિત્યમાં સાવ અનોખું તરી આવે એવું છે. અને ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’ પણ જુદાં-જુદાં દર્શનો વચ્ચેના જુદાજુદા મુદ્દાઓ વચ્ચે સમન્વય સાધી બતાવતો એક વિરલ કોટિનો દાર્શનિક ગ્રંથ છે. યોગપરંપરામાં શ્રી હરિભદ્રસૂરિના વિશિષ્ટ અર્પણ અંગે ચર્ચા કરતાં, પંડિતજીએ એમના બે પ્રાકૃત ગ્રંથો ‘યોગવિંશિકા’ અને ‘યોગશતક’ અને બે સંસ્કૃત ગ્રંથો ‘યોગદૃષ્ટિસમુચ્ચય' અને ‘યોગબિંદુ’ માંના ખાસ ધ્યાનપાત્ર મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડ્યો છે. શ્રી હરિભદ્રસૂરિના દર્શન અને યોગને લગતાં ઉપર સૂચિત છ ગ્રંથોનું વિવેચન કરતાં પંડિતજીએ હરિભદ્રસૂરિનાં જીવન અને સાહિત્યમાં પ્રગટ થતી નીચે મુજબની પાંચ વિશેષતાઓ, દાખલાઓ સાથે વિગતવાર સમજાવી છે. : (૧) સમત્વ, (૨) તુલનાદૃષ્ટિ, (૩) બહુમાનવૃત્તિ, (૪) સ્વપરંપરાને પણ નવી દ્રષ્ટિ અને નવી ભેટ અને (૫) અંતર સાંધવાનો કીમિયો. પંડિતજીએ આચાર્ય હરિભદ્રના જીવનની અને એમના દર્શન અને યોગ અંગેના સાહિત્યની વિશેષતાનું વિસ્તારથી નિરૂપણ કરીને એમના પ્રભાવશાળી, સમત્વપૂર્ણ અને જાજ૨માન વ્યક્તિત્વનું ઉઠાવદાર ચિત્ર દોર્યું છે, એથી ચોક્કસ ભારતના વિદ્વત્સમાજનું ધ્યાન, ભારતના આ મહાન બ્રાહ્મણ-શ્રમણ આચાર્યપુંગવ તરફ ગયા વગર નહીં રહે. (આ વ્યાખ્યાનો પછી મુંબઈ યુનિ. દ્વારા ગ્રંથરૂપે બહાર પડ્યાં હતાં. -સં.) અમને લાગે છે કે આ જ રીતે ઉમાસ્વાતિ વાચક, સિદ્ધસેન દિવાકર, જિનભદ્રગણી ક્ષમાશ્રમણ, અભયદેવસૂરિ, હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશોવિજયજી જેવા આપણા સમર્થ જ્યાતિર્ધરોનાં જીવન અને સાહિત્યની અભ્યાસપૂર્ણ સામગ્રી તૈયાર થઈ શકે તો જૈનસંસ્કૃતિ અને જૈનસાહિત્યની પ્રતિષ્ઠામાં વધારો થવા સાથે કેટલેક અંશે ભારતીય વાડ્મયની પણ સેવા કરી લેખાય. (તા. ૨૧-૨-૧૯૫૯) (૩) આગમોદ્ધારક આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી જૈનસંઘના આ યુગના એક સમર્થ ધર્મગુરુ પૂ. આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજી જન્મે ગુજરાતી છે. તેમનો જન્મ, આજથી પોણોસો વર્ષ પહેલાં, વિ.સં. ૧૯૩૧ (ઈ.સ. ૧૮૭૫)ની સાલમાં અષાઢ દિ અમાવાસ્યાના દિવસે કપડવંજમાં ગાંધી-કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ મગનલાલ, પિતામહનું Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ અમૃત સમીપે નામ ભાયચંદભાઈ અને માતાનું નામ યમુનાબાઈ. માતાપિતા બંને ધર્મપરાયણ એટલે તેમના ધર્મસંસ્કારની છાપ સંતાનો ઉપર એવી ઘેરી પડી કે તેમના બંને પુત્રોએ જૈન સાધુના ઉગ્ર જીવનનો સ્વીકાર કરી પોતાના આત્માનું કલ્યાણ કર્યું. આ પુત્રનું નામ હેમચંદભાઈ. તેમના મોટા ભાઈ મણિલાલભાઈ તે મુનિશ્રી મણિવિજયજી. યોગ્ય વયે હેમચંદભાઈને નિશાળે બેસારવામાં આવ્યા. બુદ્ધિની તેજસ્વિતાના કારણે હેમચંદ અભ્યાસમાં હમેશા આગળ રહેતો. ગણિત તો એનો ખાસ પ્રિય વિષય. યાદશક્તિ પણ જબરી; થોડી મહેનતમાં ઘણું કંઠસ્થ થઈ જતું. બાળપણથી જ હેમચંદમાં સત્યપ્રેમ, નીડરતાના ગુણો હોવાનું કેટલાક પ્રસંગો ઉપરથી જાણવા મળે છે. એક વખતે ગામના છોકરાઓ રમતા હતા. તેવામાં કોઈ છોકરાના ઘાથી મ્યુનિસિપાલિટીનું કાચનું ફાનસ ફૂટી ગયું. ગભરાઈને, ગુનેગાર અને નિર્દોષ બધાં ય બાળકો પલાયન થઈ ગયાં, ત્યારે પોતાની નિર્દોષતા ઉપર મુસ્તાક રહી હેમચંદ ત્યાં જ અડગપણે ઊભો રહ્યો અને પોલિસ-અધિકારીને સ્પષ્ટ જવાબ આપવાની હિમ્મત દાખવી. બાર વર્ષના ગાળામાં હેમચંદે પ્રાથમિક શિક્ષણ અને પંચપ્રતિક્રમણ જેટલો ધાર્મિક અભ્યાસ પૂર્ણ કર્યા. સાઠ-સિત્તેર વર્ષ પહેલાંનો એ કાળ તો જાણે બાળલગ્નનો જ યુગ હતો. ત્યારે તો ઘોડિયાનાં સગપણ થતાં અને ૧૨-૧૫ વર્ષની ઉમ્મરે તો પ્રભુતામાં પગલાં મંડાઈ જતાં! હેમચંદને પણ એ જ માર્ગે જવું પડ્યું. બાર વર્ષની ઉમ્મરે શ્રીમતી માણેકબાઈ સાથે તેમનાં લગ્ન થઈ ગયાં. પણ નાનપણથી જ તત્ત્વપ્રિય અને વિચારશીલ હેમચંદનું મન એમાં સંતુષ્ટ ન થયું. એના અંતરમાં તો કોઈ અવનવા મનોરથો છુપા પડ્યા હતા. પિતા પણ અંતરમાં રમતી ધર્મભાવનાના બીજને ધર્મામૃતનું સિંચન કર્યે જતા હતા. લગ્નજીવનનાં ત્રણ વર્ષ વીત્યાં-ન વીત્યાં, ત્યાં તો આત્માનો અવાજ વધુ સ્પષ્ટ સંભળાવા લાગ્યો હોય તેમ તેમચંદનું મન દુનિયાદારીના ત્યાગનો માર્ગ સ્વીકારવા તરફ વળવા લાગ્યું. સં. ૧૯૪૬ના અરસામાં મોટા ભાઈ મણિલાલ દિક્ષિત બની ચૂક્યા હતા: મોટા ભાઈ જાણે નાના ભાઈ હેમચંદને પણ પોતાના તરફ આમંત્રી રહ્યા હતા. એક દિવસ હેમચંદ ઘેરથી ચાલી નીકળ્યો અને સૌરાષ્ટ્રમાં લીંબડી શહેરમાં બિરાજતા મુનિવર્ય શ્રી ઝવેરસાગરજીની શીતળ છાયામાં પહોંચી ગયો અને ૧૯૪૬માં તેમની પાસે દીક્ષિત બન્યો. આ દીક્ષા પછી એમને પોતાનાં સગાંઓ અને સસરા વગેરેના વિરોધના કારણે ઘેર પાછા ફરવું પડ્યું. સાધુવેશે જ ઘરમાં પાછાં આવીને રહ્યા! જેના અંતરમાં સાધુતાનો પાકો રંગ વ્યાપી ગયો હતો તેને રોકી શકાય એમ ન હતું. છેવટે બધાની માથાફોડ નિષ્ફળ ગઈ અને હેમચંદે Page #152 -------------------------------------------------------------------------- ________________ આર્ય સાગરાનંદસૂરિજી ૧૨૯ ફરીથી ૧૯૪૭ની સાલમાં મુ. શ્રી ઝવેરસાગરજી પાસે જ લીંબડીમાં દીક્ષા ગ્રહણ કરી. તેઓ હવે “મુનિ આનંદસાગરજી” નામથી ઓળખાવા લાગ્યા. આનંદસાગરજીનું મન ધર્મપાલન અને વિદ્યાભ્યાસ માટે તલસી રહ્યું હતું. તેમણે ધર્મશાસ્ત્રોના જુદા-જુદા ગ્રંથોનું અધ્યયન આરંભ્ય અને થોડા સમયમાં જ તેનો ઊંડો અભ્યાસ કરી લીધો. આ દરમ્યાન પોતાના બે ત્યાગી પુત્રોના જીવનનો રંગ પિતાને પણ લાગ્યો, અને તેમણે સં. ૧૯૫૦માં મુનિ શ્રી નીતિવિજયજી પાસે દીક્ષા ગ્રહણ કરી મુનિ “જીવવિજયજી” નામ ધારણ કર્યું. દિક્ષા પછી થોડા સમયમાં જ ગુરુ શ્રી ઝવૈરસાગરજી સ્વર્ગવાસી બનતાં આનંદસાગરજીએ પહેલું ચોમાસુ વઢવાણમાં કર્યું. અમદાવાદ શાહપુરમાં બીજું ચોમાસુ કર્યું. ત્રીજું ચોમાસુ ઉદેપુરમાં, ચોથું પાલીમાં અને પાંચમું સોજતમાં કર્યું. આટલા સમય દરમ્યાન અભ્યાસ તો આગળ વધતો જ હતો, સાથે-સાથે દેશદેશાવરના સંપર્કથી અને મનન-ચિંતનથી અનુભવજ્ઞાનમાં પણ વધારો થતો જતો હતો. ૧૯૫રમાં પોતાના દીક્ષિત થયેલ પિતા મુ. જીવવિજયજી અને મોટા ભાઈ મુ. શ્રી મણિવિજયજીની સાથે તેમનો મેળાપ થયો. મુ. જીવવિજયજી માંદગીને બિછાને હતા. તેમની ખૂબ સેવા કરી. આમ કેટલાંક વર્ષો વીતી ગયાં. ૧૯૩૦ની સાલમાં આચાર્ય વિજયનેમિસૂરિજી સાથે અમદાવાદમાં મુલાકાત થઈ. ૧૯૬૦ની સાલમાં તેમને ગણિપદ તથા પંન્યાસપદ આપવામાં આવ્યું. ૧૯૭૧નું ચોમાસુ કપડવંજમાં કર્યું.. ત્યાર પછીનાં વર્ષો દરમ્યાન સમાજમાં અનેક પ્રશ્નો ઊભા થયા. લાલનશિવજી–પ્રકરણ, સમેતશિખર-પ્રકરણ, દિગંબર સાથેના ઝઘડાઓ વગેરે અનેક અટપટા પ્રસંગોએ મહારાજશ્રીએ અજબ અડગતા દાખવી હતી. તેમણે અનેક આગમ-વાચનાઓ આપી હતી. પહેલી વાચના ૧૯૭૦માં પાટણમાં આપી. ત્યાર પછીનાં ત્રણ વર્ષ દરમ્યાન બીજી છ વાચનાઓ તેમણે આપી હતી. ૧૯૭૩ની સાલમાં સૂરત શહેરના શ્રીસંવે ખૂબ ધામધૂમપૂર્વક તેમને આચાર્યપદવી અર્પણ કરી હતી. ૧૯૭૪માં મુંબઈના ચાતુર્માસ દરમ્યાન દુષ્કાળફંડ માટે ઉપદેશ આપી આચાર્ય મહારાજે જૈનધર્મની અહિંસાને દીપાવી હતી. ૧૯૭૫માં તેમણે પોતાનો ગ્રંથસંગ્રહ સૂરતના શ્રીસંઘને અર્પણ કર્યો.બીજી મોહમાયાનો ત્યાગ કરનાર અનેક મુનિવરો પુસ્તક, પોથી અને જ્ઞાનમંદિરના મોહમાં પડી જાય છે; તેમણે આ માર્ગનું અનુકરણ કરવા જેવું છે. - ૧૯૭૭ના શૈલાના ગામના ચાતુર્માસ દરમ્યાન આચાર્ય મહારાજે ત્યાંના રાજાને અહિંસાનો પ્રતિબોધ આપ્યો હતો; પરિણામે રાજાએ “અમારિ” ની ઘોષણા કરી હતી. Page #153 -------------------------------------------------------------------------- ________________ અમૃતસમીપે આ પછી માળવામાં ઠેર-ઠેર વિચરી તેમણે ધર્મનો પ્રચાર કર્યો હતો. માંડવગઢના પ્રશ્નનું સમાધાન, સેત્રલિયા અને પંચેડના ઠાકોરનો પ્રતિબોધ, ભોપાવર તીર્થનો જીર્ણોદ્ધાર વગેરે ઘટનાઓ આ જ અરસામાં બની. ૧૯૮૦નું ચોમાસુ કલકત્તામાં કર્યું. આ પ્રદેશમાં બે-એક વર્ષ જેટલો સમય પસાર કરી ૧૯૮૨નું ચાતુર્માસ તેમણે સાદડીમાં કર્યું. ત્યાર પછી ૧૯૮૩માં કેશરિયાજીના ધ્વજદંડની ઘટના બની. તેમાં મક્કમતા અને નીડરતાથી કામ લીધું. ૧૯૮૭માં વડોદરા રાજ્યમાં બાલદીક્ષાપ્રતિબંધક કાયદો ઘડાતો હતો, ત્યારે જે-જે મહાનુભાવોએ તેનો પ્રખર વિરોધ કર્યો હતો તેમાં આચાર્ય-મહારાજનું નામ મોખરે મૂકી શકાય એમ છે. તેમના પ્રયત્નથી અનેક ધાર્મિક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૮૮માં ‘સિદ્ધચક્ર' પત્રની યોજના હાથ ધરવામાં આવી. ૧૩૦ સ્વ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીના દેવદ્રવ્ય-સંબંધી વિચારનો વિરોધ ક૨વામાં આગેવાનીભર્યો ભાગ લેનારાઓમાં સ્વ. આચાર્ય મહારાજશ્રી મોખરે હતા. પ્રાચીન પ્રણાલિકાઓનું રક્ષણ કરવું અને એ પ્રણાલિકાઓને સુધારાના પ્રવાહથી ખંડિત થતી અટકાવવા પ્રયત્નશીલ રહેવું એ જાણે આચાર્યશ્રીનો મુખ્ય માર્ગ હતો. તેમના ઉપદેશથી અનેક નાના-મોટા સંઘો નીકળ્યા હતા, અનેક તીર્થોની સ્થાપના કે પ્રતિષ્ઠાઓ થઈ હતી, અનેક ધર્મોત્સવો યોજાયા હતા. ૧૯૯૦ની સાલમાં અમદાવાદમાં મળેલ મુનિ-સમ્મેલન સમયે તેમણે પણ આગેવાનીભર્યો ભાગ ભજવ્યો હતો. આ સમ્મેલન-સમય દરમ્યાન આ. શ્રી વિજયદાનસૂરિજીના સમુદાય સાથે અને તેમની સંસ્થાઓ સાથે તેમને સારો સંબંધ હતો. પણ તે પછી એ સંબંધમાં કડવાશ આવતી ગઈ; અને તિથિચર્ચાના કારણે એ સંબંધ ખૂબ બગડી ગયો. તિથિચર્ચામાં એમની પાછળ સમાજનો મોટો ભાગ હોવા છતાં એની બધી જવાબદારી આચાર્ય-મહારાજ વહન કરતા હતા. કોઈ પણ વખતે મક્કમતાનો ત્યાગ ન કરવો અને એકલા પડી જવાનો ભય આવી પડે તો પણ પોતાની વાતને વળગી રહેવું એ સૂરિજીની નોંધપાત્ર ખાસિયત હતી. તેઓએ ધર્મસેવા અને આત્મસેવા નિમિત્તે અનેક પ્રવૃત્તિઓ આદરી હોવા છતાં તેમનો મુખ્ય રસ સાહિત્યવિષયક હતો એ એમણે બજાવેલ અનેકવિધ સાહિત્યસેવા ઉપરથી સહજ રીતે જણાઈ આવે છે. આ સાહિત્યસેવામાં તેમણે કરેલ આગમોના ઉદ્ધારનું કાર્ય પ્રધાનપદે બિરાજે છે. કાળબળને પિછાણીને કંઠસ્થ જૈન આગમ-સાહિત્યને ગ્રંથસ્થ કરવાની ઘટનાના ઇતિહાસ સાથે જેમ પૂજ્ય શ્રી દેવર્કિંગણીનું નામ સંઘ સાથે જોડાઈ ગયું, તેમ ભંડારોની હસ્તલિખિત પ્રતિઓમાં સચવાઈ રહેલ આગમિક તેમ જ બીજા જૈન સાહિત્યને, સમયને પારખીને, મુદ્રિત ગ્રંથરૂપે દુનિયા સમક્ષ રજૂ કરવાનો પ્રથમ પુરુષાર્થ કરનાર મહાનુભાવોની નામાવલીમાં શ્રી સાગરાનંદસૂરિજીનું નામ પ્રથમ પંક્તિમાં લખાયેલું રહેશે. Page #154 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયેન્દ્રસૂરિજી આગમોનાં સંશોધન-સંપાદન ઉપરાંત બીજા અનેક પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો સંબંધી રચનાઓ અને હિન્દી-ગુજરાતી અનેક નાનામોટા નવીન ગ્રંથોની રચના પણ તેમણે કરેલી છે. તેમના અનેક ગ્રંથો હજુ અપ્રગટ છે. પાલીતાણા અને સૂરતનાં આગમ-મંદિરો આચાર્યમહારાજની શ્રુતભક્તિનાં અમર સ્મારક છે. તેમની યાદદાસ્ત પણ ભારે ચમત્કારી હતી; ગમે તે વસ્તુ પુછાતાં તરત જ તેનો ઉત્તર આપી શકે એવી સા-તાજી તેમની સ્મરણશક્તિ હતી. આચાર્યમહારાજે અનેક મહાનુભાવોને દીક્ષા આપી છે; આજે તેમના શિષ્ય-પ્રશિષ્યોની સંખ્યા લગભગ એકસો જેટલી છે. ૧૩૧ કેટલાક સમયથી બીમારીના કારણે તેઓ સૂરતમાં સ્થિરવાસ કરીને રહ્યા હતા. છેલ્લાં બે વર્ષ દરમ્યાન તો એમની તબિયત ઉપર અનેક પ્રકારના ભયંકર હુમલા થઈ ગયા; પણ સદ્ભાગ્યે તેઓ તેમાંથી બચી ગયા. આ માંદગી દરમ્યાન જ્યારે ઊઠવા-બેસવાનું કે ફરવા-હરવાનું બંધ થઈ ગયું હતું ત્યારે પણ જ્ઞાનોપાસનામાં જ તેઓ સમય વિતાવતા હતા. આ માંદગીના બિછાનેથી પણ તેમણે અનેક શ્લોકોની રચના કર્યાના સમાચાર સાંભળીએ છીએ ત્યારે સૂરિજીની જ્ઞાનપિપાસા આગળ શિર ઝૂકી પડે છે. આવા એક સમર્થ સૂરિના જવાથી જૈન સમાજને ન પૂરી શકાય એવી ખોટ પડી છે. (૪) ઈતિહાસતત્ત્વમહોદધિ આચાર્ય વિજયેન્દ્રસૂરિજી ‘ઇતિહાસતત્ત્વમહોદધિ' બિરુદથી યોગ્ય રીતે જાણીતા આચાર્ય મહારાજ શ્રી વિજયેન્દ્રસૂરિજી તા. ૯-૫-૧૯૬૬ને રોજ, શિવપુરીમાં, ૮૫ વર્ષની પાકટ વયે કાળધર્મ પામતાં ભારતીય ઇતિહાસના સંદર્ભમાં જૈન ધર્મના ઇતિહાસનું પરિશીલન તથા મૂલ્યાંકન કરી જાણનાર એક વિશિષ્ટ ઇતિહાસવેત્તા વિદ્વાન આચાર્યની જૈનસંઘને ખોટ પડી છે. સદ્ગત આચાર્યશ્રી જે વ્યાપક દૃષ્ટિએ ઇતિહાસનું આકલન કરતા હતા અને એક નિપુણ ઇતિહાસવેત્તા તરીકે દેશ-વિદેશના જૈનેતર વિદ્વાનોમાં એમની જે પ્રતિષ્ઠા હતી, તે દૃષ્ટિએ આ ખોટ જૈનસંઘ ઉપરાંત જૈનેતર વિદ્વત્સમાજમાં પણ કેટલેક અંશે વરતાયા વગર નહીં રહેવાની. (તા. ૧૪-૫-૧૯૫૦) આચાર્યશ્રીનો ગૌર અને પ્રભાવશાળી ચહેરો, પ્રતાપી વ્યક્તિત્વ, બુલંદ અવાજ, સચોટ અને સ્પષ્ટ વક્તૃત્વ, ગમે તેની પાસે પહોંચી જઈને પોતાની વાત Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ અમૃત સમીપે રજૂ કરવાની નીડરતા, ગમે તેને પોતાના બનાવી દેવાની આવડત, બીજાઓ પાસે પોતે ધારેલું કામ કરાવવાની કુનેહ : આવ-આવી અનેક વિશેષતાઓને લીધે આચાર્યશ્રીનું વ્યકિતત્વ જાજરમાન બની શક્યું હતું. તેમાં ય જૈનેતર વિદ્વત્સમાજને પોતાના તરફ આકર્ષવાની અને એમની સાથે કામ કરવાની એમને વિશેષ ફાવટ હતી. આને લીધે આ દેશના તથા બહારના સંખ્યાબંધ દેશોના વિદ્વાનો સાથે એમને ખૂબ ગાઢ અને સ્નેહ-મૈત્રીભર્યો સંબંધ હતો. સદ્દગત આચાર્યશ્રી નવી વિચારસરણી અને સુધારક પ્રવૃત્તિના પુરસ્કર્તા સ્વર્ગસ્થ શાસ્ત્રવિશારદ આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીના પટ્ટધર હતા. જેને શાસ્ત્રો અને સાહિત્યના તેઓ અચ્છા અભ્યાસી હતા, અને ઇતિહાસ એમનો વિશેષ પ્રિય વિષય હતો; એમાં એમણે નિપુણતા મેળવી હતી. જૈન ઇતિહાસના કેટલાક પ્રસંગોને અનુલક્ષીને એમણે નાનાં-મોટાં પુસ્તકો પણ લખ્યાં હતાં; હિન્દીમાં લખેલા “તીર્થકર મહાવીર' તેમનું છેલ્લું સર્જન છે. ઇતિહાસ પ્રત્યેની વિશેષ અભિરુચિ તેના અભ્યાસીને સ્વાભાવિક રીતે જ પુસ્તકોના સંગ્રહ પ્રત્યે દોરી જાય છે. સ્વર્ગસ્થ આચાર્યશ્રીને, એ રીતે, ઉત્તમ કોટીનાં પુસ્તકોનો ઘણો શોખ હતો; અને આવાં ઉચ્ચ કોટીનાં પુસ્તકો પસંદ કરવાની એમની કોઠાસૂઝ તો એથી ય આગળ વધી જાય એવી હતી. તેઓ જ્યાં રહેતા ત્યાં અચૂક રીતે પુસ્તકોનો સારો એવો સંગ્રહ થઈ જતો. સ્વતંત્ર રીતે ચાલવા-ફરવાની શક્તિ જારી રહી ત્યાં સુધી વિદ્વાનોની અવરજવર પણ એમની પાસે ચાલુ જ રહી હતી. આચાર્યશ્રીનું મૂળ વતન પંજાબમાં સનખતરા ગામ. એમનો જન્મ વિ. સં. ૧૯૩૭માં થયેલો. વીસ વર્ષની યુવાન વયે, વિ. સં. ૧૯૫૭માં, ચાણસ્મામાં એમણે સ્વ. શાસ્ત્રવિશારદ આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી (તે વખતે મુનિશ્રી ધર્મવિજયજી) પાસે દીક્ષા લીધી હતી, અને ઉત્તરોત્તર અભ્યાસ કરીને અનેક વિષયોનું જ્ઞાન મેળવ્યું હતું. એમના થોડા પણ પરિચયમાં આવનારને એમનામાં રહેલ પંજાબના તેજ અને ખમીરનો ખ્યાલ આવ્યા વિના ભાગ્યે જ રહે. આને લીધે તેઓ અનેક રાજદ્વારી આગેવાનો સાથે સહેલાઈથી સંબંધ બાંધી શકતા. છેલ્થ વિ. સં.૨૦૨૧નું ચોમાસુ શિવપુરીમાં કર્યું. તે અગાઉ આઠેક વર્ષ તેઓ મુંબઈમાં (અંધેરીમાં શેઠશ્રી ભોગીલાલ લહેરચંદના “માઉન્ટ પ્લેઝન્ટ' બંગલાના એક ભાગમાં) રહીને સંશોધનનું કામ કરતા રહ્યા. તે અગાઉ તેઓ દિલ્હીમાં હતા ત્યારે દેશ-વિદેશના જૈનેતર વિદ્વાનો અને જિજ્ઞાસુઓને જૈન ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે આકર્ષવામાં, તેમ જ એમની જિજ્ઞાસાની પૂર્તિ કરીને એમને જરૂરી સાધન-સામગ્રી પૂરી પાડવામાં જૈનસંઘના એક જાજરમાન પ્રતિનિધિ કે Page #156 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયેન્દ્રસૂરિજી ૧૩૩ એલચીની ગરજ સારવાનું મહત્ત્વનું કામ કરતા હતા. એમણે દિલ્હી છોડ્યું ત્યારથી એ સ્થાન અને કામ ખાલી જ પડ્યું છે. આ દિશામાં દિલ્હીમાં અત્યારે જે કામ થતું દેખાય છે, તેમાં મોટે ભાગે સાંપ્રદાયિક સંકુચિતતા જ ભરેલી દેખાય છે; ઇતિહાસના અભ્યાસીની તટસ્થ અને નિર્મળ દૃષ્ટિ નહિ. આચાર્યશ્રીની ભારતના પાટનગરમાંની આ સેવાઓ માટે, તેમ જ બહારના દેશોના વિદ્વાનોને જૈન સંસ્કૃતિ પ્રત્યે આકર્ષવા માટે આપણે એમના ઓશિંગણ રહીશું. સ્વ.આચાર્યશ્રીના ગુરુવર્ય દીર્ઘદર્શી આચાર્ય સ્વ. વિજયધર્મસૂરિજીએ સમયને ઓળખીને પરદેશના વિદ્વાનોને જૈન સાહિત્ય, સંસ્કૃતિ અને ધર્મ-દર્શન તરફ આકર્ષવા માટે ભગીરથ કામ કર્યું હતું. એમની આ વિષયની કામગીરી નાના-સરખા રાજ્યના સંચાલન જેવી વિશાળ અને સતતપ્રવાહી હતી. શ્રી વિજયેન્દ્રસૂરિજીએ એને જારી રાખવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો.. આમ તો આપણે ત્યાં કોઈ-કોઈ સંસ્થા અને કોઈ-કોઈ વ્યક્તિ દ્વારા, જૈન ધર્મ અને સાહિત્ય પ્રત્યેની અભ્યાસદૃષ્ટિ કે જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવા માટે, પરદેશના વિદ્વાનો સાથેનો સંપર્ક ચાલુ રખાયો છે. તેમ છતાં એ કામ એક વિશિષ્ટ વિભાગરૂપે વ્યાપક દૃષ્ટિએ અને સુવ્યવસ્થિત રીતે થાય એવી વ્યવસ્થા થવાની ખાસ જરૂર છે. આ પ્રસંગે અમે જૈનસંઘનું આવી અગત્યની બાબત તરફ ખાસ ધ્યાન દોરીએ છીએ. આચાર્યશ્રીની પોતાના ગુરુ પ્રત્યેની ભક્તિ અનન્ય અને આદર્શ હતી. સ્વ. વિજયધર્મસૂરિજી પ્રત્યે એમની સાથેનો સમસ્ત શિષ્ય-સમુદાય આવી જ ભક્તિ ધરાવતો હતો એ બીના આ. મ. વિજયધર્મસૂરિજીની કાર્યશક્તિ, કુનેહ અને શિષ્યવત્સલતાની સાક્ષીરૂપ બની રહે એવી છે. ગુરુભક્તિની આવી ઉત્કટ અને અદમ્ય લાગણીથી પ્રેરાઈને જ શ્રી વિજયેન્દ્રસૂરિજીની ઇચ્છા પોતાનું અંતિમ જીવન પોતાના ગુરુદેવના સમાધિમંદિરની પવિત્ર છાયામાં, શિવપુરીમાં વિતાવવાની હતી. તેથી તેઓ વિ. સં. ૨૦૨૧ના ચાતુર્માસ પહેલાં શિવપુરી પહોંચ્યા, અને ત્યાં શેષ જીવન સાહિત્યસેવા અને ગુરુભક્તિમાં વિતાવતાં જ સ્વર્ગના પંથે સિધાવી ગયા ! (તા. ૨૧-૫-૧૯૬૬) Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪. અમૃત સમીપે (૫) સાધુતાની મૂર્તિ આચાર્યશ્રી આત્મારામજી સ્થાનકવાસી જૈન સંપ્રદાયના મહાન આચાર્યશ્રી આત્મારામજી ગત ૩૦મી જાન્યુઆરીની મધરાત પછી લુધિયાનામાં સંથારો સ્વીકારીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે; તેથી જૈનસંઘને એક સાધુતાની મૂર્તિનો વિયોગ થયો છે. - શ્રી આત્મારામજી મહારાજ વયોવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ પણ હતા. આ ત્રિવિધ પક્વતાને લીધે એમનું જીવન જાજ્વલ્યમાન, પવિત્ર, આદર્શ, પ્રેરક અને કૃતાર્થ બન્યું હતું. કાળધર્મ વખતે એમની ઉમર ૮૧ વર્ષની હતી, અને એમનો દીક્ષાપર્યાય ૭૦ વર્ષ જેટલો લાંબો હતો. શાસ્ત્રાભ્યાસ, શાસ્ત્રોનું અધ્યાપન અને ધર્મગ્રંથોનું સર્જન એ એમની આજીવન પ્રિય પ્રવૃત્તિ હતી. એમનું મૂળ વતન પંજાબમાં જલંધર જિલ્લાનું રહોંગામ. એમના પિતાશ્રીનું નામ લાલા મન્સારામજી. એ વખતે ગામમાં એક મોટા વેપારી તરીકે એમની નામના હતી. એમના કુળનું નામ ચોપડા, માતાનું નામ પરમેશ્વરીદેવી. જન્મ વિ. સં. ૧૯૩૯ના ભાદરવા સુદિ બારસે. એમનું નામ આત્મારામ. આઠ વર્ષની સાવ ઊછરતી ઉંમરે માતા-પિતાની છાયા ઝૂટવાઈ ગઈ, અને દસ વર્ષની ઉંમરે દાદીમાની હૂંફ પણ હરાઈ જતાં આત્મારામ એકલાઅટૂલા જેવા બની ગયા; સંસારની કોઈ મીઠાશમાં રસ જાગે એ પહેલાં જ એમના મનને સંસારની કરુણતા, અનાથતા અને નિઃસારતાનો પરિચય મળી ગયો. એમાં આત્મારામને લુધિયાનામાં મુનિશ્રી શાલિગ્રામજીનો સંપર્ક લાધી ગયો; અનાથને જાણે નાથ મળી ગયો – મુનિજીની ત્યાગ, વૈરાગ્ય અને સંયમની વાત આત્મારામને ભાવી ગઈ, અને વિ.સં. ૧૯૫૧માં ૧૧-૧૨ વર્ષની પાંગરતી વયે બનૂઢ ગામમાં એમણે દીક્ષા અંગીકારી અને સ્થાનકવાસી સંપ્રદાયના તે સમયના આગમના અભ્યાસી મુનિશ્રી માતીરામજી (? ઘારીરામજી ?) પાસે તેઓ આગમના ઊંડા અભ્યાસમાં લાગી ગયા. બુદ્ધિ તો પહેલેથી જ કુશાગ્ર હતી. એમાં આવા જ્ઞાની ગુરુ મળ્યા, એટલે આત્મારામજી તો જ્ઞાન અને ચારિત્રની અખંડ સાધનામાં નિમગ્ન થઈ ગયા. અભ્યાસકાળમાં મુનિશ્રીએ આગમના અભ્યાસ ઉપરાંત વ્યાકરણ અને દર્શનશાસ્ત્રનો પણ અભ્યાસ કરી લીધો; અને એ રીતે એમણે પોતાના જ્ઞાનને વિવિધવિષયસ્પર્શી અને વ્યાપક બનાવવાનો પુરુષાર્થ કર્યો. આમાં જાણે સંપ્રદાયના ઉજ્વળ ભાવિના કારણે જ, શ્રીસંઘનું ધ્યાન આ તેજસ્વી મુનિવર તરફ વધુ ને વધુ દોરાવા લાગ્યું. ૧૮-૧૯ વર્ષની જ્ઞાનચારિત્રની નિર્મળ સાધના પછી ૩૦ વર્ષની વયે એમને અમૃતસરમાં ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું; અને તેઓ એક આદર્શ શાસ્ત્રાધ્યાપક બની ગયા. Page #158 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય આત્મારામજી ૧૩૫ ૯૫ વર્ષ જેટલી પાકટ વયે પણ તેઓ આચાર્ય બનવાના મોહથી અળગા જ રહ્યા. જ્યારે ઉંમરે કે જ્ઞાને એમના કરતાં ક્યાંય ઊણા ઊતરતા સાધુઓ આચાર્ય બનવા માટે તાલાવેલી સેવતા જોવા મળે છે, ત્યારે આવી અલિપ્તતા શ્રી આત્મારામજી મહારાજના અંતરમાં વહેતાં સાચાં ત્યાગ, વૈરાગ્ય અને નિર્મોહીપણાનું સૂચન કરે છે. છેવટે વિ.સં. ૨૦૦૩ની સાલમાં ૧૫ વર્ષની પાકટ વયે લુધિયાનામાં એમને આચાર્યપદથી સન્માનિત કરવામાં આવ્યા; જાણે એ આચાર્ય-પદવી પોતે જ એ દિવસે કૃતાર્થ થઈ ! પણ સાધુતાના પરમ ઉપાસક આ આચાર્ય માટે કુદરતે આથી પણ વધારે મોટું અને અસાધારણ સન્માન સંઘરી રાખ્યું હતું. વિ. સં. ૨૦૦૯ની સાલમાં સાદડીમાં સ્થાનકવાસી મુનિવરોનું મોટું સમેલન મળ્યું હતું. એમાં ગુજરાતસૌરાષ્ટ્રના સ્થાનકવાસી સાધુસમુદાયો સિવાયના સ્થાનકવાસી સાધુસંઘોનું “શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રમણ સંઘ' એ નવે નામે પુનર્ઘટન કરીને, તેરાપંથી ફિરકાની જેમ, એક જ આચાર્યની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ વખતે આ પ્રધાનાચાર્યપદ કોને આપવું એ સવાલ ઉપસ્થિત થયો, ત્યારે આચાર્યશ્રી આત્મારામજી મહારાજ પોતે એ સંમેલનમાં હાજર નહીં રહી શકેલ હોવા છતાં એમને પ્રધાનાચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું. આ, સ્વર્ગસ્થ આચાર્યશ્રીના જીવનની મહત્તા સૂચવનારા એક સીમાસ્તંભ સમી અસાધારણ ઘટના લેખાય. આમ થવામાં મુખ્ય ફાળો આચાર્યશ્રી આત્મારામજી મહારાજની ઊંડી વિદ્વત્તા અને ચારિત્રની ઉત્કટ સાધનાએ આપ્યો હતો. એમને “આચાર્ય-સમ્રાટ' તરીકે બિરદાવવામાં આવે છે તે આ રીતે યથાર્થ છે. આવા મોટા પદનો ઉપયોગ એમણે કદી પોતાની અંગત મહત્તા વધારવામાં કે સંઘ ઉપર પોતાની મહત્તા પરાણે આરોપી દેવામાં નથી કર્યો, પણ હમેશાં સંઘના કલ્યાણ માટે તત્પરતા દાખવીને એ જવાબદારીને સાર્થક કરી બતાવી છે. તેઓની જિજ્ઞાસા જેમ હંમેશાં ઉત્કટ રહી છે, તેમ જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને સંતોષવાની એમની તાલાવેલી પણ હમેશાં એટલી જ ઉત્કટ રહી છે. શાસ્ત્રાભ્યાસ કરવા ઇચ્છનાર યોગ્ય પાત્રને પૂરી ઉદારતા સાથે ખૂબ મહેનત લઈને અભ્યાસ કરાવતા. શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયનાં જ્ઞાનપિપાસુ સાધ્વીજી મૃગાવતીશ્રીને એમણે જે મમતા અને તત્પરતાથી આગમોનું અધ્યયન કરાવ્યું હતું, એ ઘટના એમની ઉદારતા અને જ્ઞાનપ્રીતિનું સ્મારક બની રહે છે. તેઓ એક ઉચ્ચ કોટીના ધર્મ-પ્રવચનકાર હતા, અને કેટલાક જૈન આગમોના અનુવાદો સહિત એમણે નાના-મોટા ૭૦ જેટલા ગ્રંથો સર્યા હતા. એ બતાવે છે કે તેઓ હંમેશાં વાદવિવાદ કે નિંદાકૂથલીથી અળગા રહીને, જ્ઞાન Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ અમૃત-સમીપે ધ્યાનમાં સમય અને શક્તિનો સદુપયોગ કરનારા કેવા આદર્શ સાથૈ હતા. આથી જ દિલ્હી- સંઘે એમને ‘જૈનાગમ-રત્નાકર'ની માનભરી પદવીથી અલંકૃત કર્યા હતા, અને સંઘમાં તેઓ ‘જૈનધર્મ-દિવાકર' કહેવાતા. એમની સ્મરણશક્તિ અસાધારણ હતી; કયા આગમમાં કઈ વાત ક્યાં ઉલ્લેખવામાં આવી છે એ હકીકત તો જાણે એમની જીભને ટેરવે રમતી હતી. એ દ્વારા પોતાની પાસે આવનારને, એની પાત્રતા પ્રમાણે શાસ્ત્રની ધર્મવાણીનું કંઈક ને કંઈક ભાતું આપીને જ એમના આત્માને સંતોષ થતો હતો. સરળતા, સહૃદયતા અને નમ્રતાના ગુણોએ એમના જીવનને વિશેષ ભવ્ય અને સન્માનને યોગ્ય બનાવ્યું હતું. સુદીર્ઘકાળ-પર્યંત જ્ઞાન અને ચારિત્ર દ્વારા જીવનની સાધના કરનારશ્રી આત્મારામજી મહારાજ ધર્મજીવનના એક સાચા શિલ્પી અને એક આદર્શ આચાર્ય બની રહ્યા હતા. ૮૧ વર્ષની વયે, લીવરના કેન્સરની બે-એક માસ જેટલી બીમારીને અંતે, એમના પવિત્ર અને શક્તિશાળી આત્માએ કાયાના ર્ણ થયેલા પિંજરનો ત્યાગ કર્યો. (તા. ૧૦-૨-૧૯૬૨) (૬) શાસ્ત્રાભ્યાસી, ચારિત્રારાધક આચાર્યપ્રવર શ્રી વિજયપ્રેમસૂરિજી જીવનસાધક સંતોએ પોતાની નિર્મળ સાધનાને અંતે અજર-અમરસનાતન સત્યની શોધ કરીને કહ્યું કે આત્મતત્ત્વ એ જ વિશ્વનું સાચું અમૃત. દોડાદોડ કરતા જગતને સાચા અમૃત-તત્ત્વની પિછાણ કરાવવા માટે, સમયે-સમયે, તપ-ત્યાગ-વૈરાગ્ય-સંયમ-તિતિક્ષાના માર્ગને વરેલા આત્મસાધક સંતો આવતા જ રહે છે. સ્વર્ગસ્થ આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રેમસૂરિજી જૈનસંઘના આવા જ એક પ્રભાવક સંતપુરુષ હતા. આ આચાર્યપ્રવરે પોતાની જીવનવાટિકામાં શીલ અને પ્રજ્ઞાનાં સુકુમાર, સુંદર અને સૌરભ પ્રસરાવતાં ફૂલડાં ખીલવ્યાં હતાં. એ ફૂલડાંએ એના ખીલવનાર બાગબાનનું જીવન કૃતાર્થ કરી આસપાસના માનવસમૂહોને પણ એનો લાભ આપ્યો હતો. અમૃતનો આ જ અપૂર્વ મહિમા છે સ્વ અને પરના ભેદ ત્યાં ભૂંસાઈ જાય છે! આ અદ્ભુત અનુભવ જ સાધકના અંતરમાં વિશ્વમૈત્રી જગવે છે અને એને સિદ્ધ કરવા પુરુષાર્થની અદમ્ય પ્રેરણા પણ આપે છે. -- Page #160 -------------------------------------------------------------------------- ________________ આ. વિજ્યપ્રેમસૂરિજી ૧૩૭ પ્રેમસૂરિજીનું મૂળ વતન તીર્થો, મંદિરો અને ધર્મભાવનાની ભૂમિ રાજસ્થાનનું પિંડવાડા ગામ. વિ. સં. ૧૯૪૦ના ફાગણ સુદ પૂનમે એમનો જન્મ. પિતાનું નામ ભગવાનજી, માતાનું નામ કંકુબાઈ, તેમનું નામ પ્રેમચંદજી. યૌવનનું પરોઢ ખીલ્યું-ન ખીલ્યું, ત્યાં સોળ-સત્તર વર્ષની ઊછરતી વયે જ પ્રેમચંદજીના અંતરમાં ધર્મરત્નનાં અજવાળાં પથરાઈ ગયાં; અને પોતાના કુટુંબમાં પારણે ઝૂલતાં મળેલ ધર્મસંસ્કારના વારસાને દીપાવવા અને વધારવા તેઓ કૃતનિશ્ચય બન્યા. અને વિ. સં. ૧૯૫૭ના કારતક દિ છઠ્ઠના રોજ, શત્રુંજયની પવિત્ર છાયામાં આચાર્ય શ્રી વિજયદાનસૂરિજી પાસે એમણે દીક્ષા લીધી. મુનિ શ્રી પ્રેમવિજયજીના અંતરમાં એક વાત બરાબર વસી ગઈ હતી: સમયા સમો હોર્ડ અર્થાત્ સમતાથી જ શ્રમણ બનાય છે, શાસ્ત્રમાં નળીયતર કહેવાયેલું શ્રમણપણું લાધે છે. આ સમતાની સાધના કરવી હોય તો તે સાચી સમજણ મેળવીને અને એ મુજબ સાચું આચરણ કરીને જ થઈ શકે. એટલે, વેપારીનો શાણો અને શક્તિશાળી દીકરો જેમ પોતાની પળેપળ પોતાના વેપારની સિદ્ધિમાં લગાવી દે, એમ મુનિ પ્રેમવિજયજી અપ્રમત્તભાવે જ્ઞાન અને ક્રિયાની આરાધનામાં તન્મય બની ગયા. અધ્યયન ક૨વા માટે શાસ્ત્રોનો કોઈ પાર ન હતો, અને સંયમની નિર્મળ આરાધના માટે તપ, ધ્યાન કે ક્રિયાઓનું જેટલું પાલન કરવામાં આવે એટલું ઓછું હતું; એટલે પછી એ સિવાયની આડીઅવળી વાતોમાં કાળક્ષેપ કેમ પાલવે ? - જ્ઞાન અને ચારિત્રની ઉત્કટ આરાધનાથી મુનિ પ્રેમવિજયજીના સમગ્ર જીવનમાં વિચાર, વાણી અને વર્તનમાં, – સમતાનો સુભગ અને શીળો રસ રેલાઈ રહ્યો. સમય પા૨ે આંબો ફળે, એમ એમની ધર્મભાવના અને ધર્મવાણી બીજાના અંતરને જાગૃત કરીને એમને શિષ્ય બનવાની પ્રેરણા આપી રહી. વિ. સં. ૧૯૯૧માં પ્રેમવિજયજી આચાર્ય બન્યા. - તેઓએ જૈનધર્મના પ્રાણભૂત શાસ્ત્રગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો; અને જૈન દર્શનના પ્રાણરૂપ કર્મતત્ત્વજ્ઞાનના તો તેઓ અધિકૃત અને મર્મગ્રાહી જ્ઞાતા હતા. પોતાના ઘખલારૂપ જીવન દ્વારા જ આ આચાર્યપ્રવરે પોતાના શિષ્યપ્રશિષ્યોને પણ શાન-ક્રિયાનો સ્વ-પર-ઉપકારક વારસો આપ્યો હતો. શ્વેતાંબર-સંઘમાં, દિગંબર-સંઘની સરખામણીમાં, કર્મ-સાહિત્યની જે ઊણપ પ્રાચીન સમયથી વરતાતી હતી, તેને દૂર કરવા માટે આચાર્ય-મહારાજે જે ભગીરથ પ્રયત્ન કર્યો અને એ માટે યોજનાબદ્ધ રીતે, ધર્મબુદ્ધિ(missionary spirit)થી કામ કરનાર પોતાના પીઢ તેમ જ નવલોહિયા શિષ્ય-પ્રશિષ્યોનું એક જૂથ તૈયાર કર્યું, એ બીના આ યુગના જૈન સાહિત્યના ઇતિહાસમાં સોનેરી અક્ષરોએ અંકિત થાય એવી છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અમૃત સમીપે આ માટેની વિપુલ સામગ્રી એકત્ર કરવા માટે, એ બધી સામગ્રીનું દહન કરીને એનો સાર તારવવા માટે અને એ બધાને સુસંકલિતરૂપે ગોઠવીને નવીન શાસ્ત્રગ્રંથો તૈયાર કરવા માટે જે જહેમત ઉઠાવવામાં આવી છે તે એક પ્રેરક કથા બની રહે એવી છે. શિષ્ય-પ્રશિષ્ય એવા અઢીસો સાધુઓનો વિશાળ સમુદાય આ આચાર્યપ્રવરને સાચા અર્થમાં “ગણધર' કે “ગચ્છાધિપતિ' કહેવા પ્રેરે છે. શિષ્યપ્રશિષ્યોનો અને આજ્ઞાપાલક સાધુ-સાધ્વીઓનો આવો વિશાળ પરિવાર અત્યારે તો બીજા કોઈનો હોય એમ દેખાતું નથી. આ સમુદાયની અને ખાસ કરીને સમભાવી અંતર્મુખ દૃષ્ટિ ધરાવતા આચાર્યવર્યની એક વિશેષતા અહીં સહર્ષ, સગૌરવ નોંધવી ઘટે છે : આટલો વિશાળ પરિવાર હોવા છતાં એમાં પદવીધરોની સંખ્યા આંગળીને વેઢે ગણી શકાય એટલી જ ! આ રીતે પદવીઓનું ગૌરવ અને મહત્ત્વ ટકાવી રાખવા માટે અને સાથે-સાથે સાધુજીવનને પદવીના મોહથી મુક્ત રાખવા માટે આ આચાર્ય-મહારાજે સહજપણે કે સમજપૂર્વક જે જાગૃતિ, શાણપણ અને દૂરંદેશી દાખવેલ છે, તે, અત્યારના પદવીઓ અને પદવીધરોની ભીડના સમયમાં, દાખલારૂપ બની રહે એવાં છે; અને તેથી એની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે. સંયમ, ત્યાગ, વૈરાગ્યના શુષ્ક જણાતા માર્ગનું સુદીર્ઘ સમય સુધી અનુસરણ કરવા છતાં અંતરમાંથી મમતા અને વાત્સલ્યનો ઝરો સુકાઈ ન ગયો એ આ આચાર્યપ્રવરની વિરલ વિશેષતા. એમના શિષ્ય-પ્રશિષ્યો, અંતેવાસીઓ અને એમના સંપર્કમાં આવતા સહુકોઈને માટે તેઓ સમતાના સરોવર અને મમતાની મીઠી વીરડી સમાં હતા. તેઓના સ્વર્ગવાસથી એમના શિષ્ય-પ્રશિષ્યોમાં જે એક પ્રકારનો સૂનકાર વ્યાપી ગયો છે, જાણે પોતાનું સર્વસ્વ હરાઈ ગયું હોય એવી જે વેદનાની લાગણી પ્રવર્તતી જોવા મળે છે અને હવે અમે શું કરીશું' એવી જે અસહાયતા જોવા મળે છે, એ સ્વર્ગસ્થ આચાર્યશ્રીના કરુણા-મમતાસભર અંતરની પ્રશસ્તિ બની રહે એવાં છે. પોતાના આવા વિશાળ પરિવારના જુદી-જુદી ઉમર, રુચિ અને શક્તિ ધરાવતા મુનિવરોને પોતાની સાથે ધર્મવાત્સલ્યના આવા તાંતણે બાંધી રાખવા એ નાનીસૂની સિદ્ધિ નથી. શરીર સ્વસ્થ હોય કે અસ્વસ્થ, જ્ઞાન-ક્રિયાની આરાધનામાં વિક્ષેપ ન આવવો જોઈએ. માંદગી દરમ્યાન પણ, સંથારામાં સૂતાં-સૂતાં શાસ્ત્રોનું પરિશીલન કરતા અને પોતાના સાધુઓની રચનાઓનું ઝીણવટપૂર્વક સંશોધન-અવલોકન કરતા આચાર્યશ્રીનાં દર્શન કરવાં એ જીવનનો એક લ્હાવો હતો. પોતાની સ્થિતિ ગમે તેવી હોય, પણ પોતાના શિષ્ય-પ્રશિષ્યોની પૂરેપૂરી સાર-સંભાળ લેવાવી જ જોઈએ અને એમને સંયમમાં સ્થિર કરવા જરૂરી સલાહ-સૂચના અપાવી જ જોઈએ : આ માટેનો તેમનો આગ્રહ આદર્શ હતો. Page #162 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયલાવણ્યસૂરિજી ૧૩૯ ૮૪ વર્ષનું આયુષ્ય અને ક૭ વર્ષની નિર્મળ સંયમઆરાધના : આચાર્યશ્રી તો નિવૃત્તિના પૂરા અધિકારી બનીને સ્વર્ગે સિધાવ્યા ! પણ આવા મહાન પ્રભાવક આચાર્યશ્રીનો વિયોગ જૈનસંઘને મોટી ખોટી રૂપ જ લાગે. પણ એમના ગુણિયલ જીવનમાંથી ગુણો મેળવવા પ્રયાસ કરવો એ જ એમને સાચી અંજલિ છે. | (તા. ૧-૬-૧૯૯૮) (૭) વિધાનિષ્ઠ આચાર્યશ્રી વિજયલાવાયસૂરિજી પૂજ્ય આચાર્ય-મહારાજ શ્રી વિજયલાવણ્યસૂરિજીનો રાજસ્થાનમાં ખીમાડા મુકામે, તા. ૮-૩-૧૯૬૪ના રોજ ૬૭ વર્ષની વયે સ્વર્ગવાસ થતાં જૈનસંઘને એક વિદ્યાનષ્ઠ ક્રિયાપરાયણ પીઢ આચાર્યની ખોટ પડી છે. મૂળ તેઓ સૌરાષ્ટ્રમાં બોટાદના વતની. ઓગણીસ વર્ષની યુવાન વયે એમણે સંસારનો ત્યાગ કરી ભગવાન મહાવીરે પ્રરૂપેલો આત્મસાધનાનો માર્ગ ગ્રહણ કરેલો. સુરિસમ્રાટ આચાર્યશ્રી વિજયનેમિસૂરિજીનાં ચરણોમાં બેસીને એમણે વિદ્યાઅધ્યયન અને આત્મસાધનાનાં શ્રીગણેશ માંડ્યાં, અને એકાગ્ર ચિત્તે તેમાં આગળ વધતા રહ્યા. કુશાગ્રબુદ્ધિ, ઉત્કટ જિજ્ઞાસા અને વિદ્યાપ્રાપ્તિ માટે નિષ્ઠાપૂર્વક ગમે તેટલો પરિશ્રમ કરવાની તૈયારી – વિદ્યોપાસના માટેની આ ગુણત્રિવેણીથી મુનિશ્રી ક્રમે-કમે અનેક શાસ્ત્રોના મર્મજ્ઞ બનતા ગયા. જૈન ધર્મશાસ્ત્રોના તો તેઓ જાણકાર હતા જ; પણ એમની વિદ્યાપ્રતિભા વ્યાકરણ, ન્યાય અને કાવ્ય જેવા વિષયોમાં શતદળ કમળની જેમ સવિશેષ ખીલી ઊઠી હતી. આ પ્રતિભાના પ્રતાપે તેઓએ આ શાસ્ત્રોના દુર્ગમ ગ્રંથોનું અધ્યયન કર્યું, એમાંના કેટલાક ગ્રંથોનું સંપાદન કર્યું, કેટલાક પ્રાચીન અધૂરા ગ્રંથોને પૂરા કરવાનો પ્રયત્ન કર્યો અને કેટલાક દુર્બોધ ગ્રંથોને સુગમ બનાવવા એના ઉપર વિવેચન કર્યું. ઉપરાંત કેટલાક નવીન ગ્રંથોનું પણ એમણે સર્જન કર્યું. આ ગ્રંથો એમની ચિરંજીવ પુણ્યસ્મૃતિ બની જ રહેશે. આચાર્ય શ્રી વિજયલાવણ્યસૂરિજીને પ્રભાવશાળી ધર્મગુરુ તરીકે અનેક ધર્મપ્રવૃત્તિઓની પ્રેરણા આપવાના કર્તવ્ય પ્રત્યે પણ ખાસું ધ્યાન આપવું પડતું. ધર્મોપદેશ માટે પણ તેઓને સારા એવા સમયનો ભોગ આપવો પડતો. આ બધાં કાર્યોનો ભાર જાણે ઓછો હોય એમ, છેલ્લાં બે-એક દાયકા કોઈ ને કોઈ વ્યાધિથી પરેશાન રહ્યા. આ પ્રકારના ઝંઝાવાતો વચ્ચે પણ આચાર્યની વિદ્યોપાસનાનો દીપક અખંડપણે ઝળહળતો રહેતો હતો. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અમૃત-સમીપે કુલેશ કંકાસ, નિરર્થક વાદવિવાદ અને નિંદાકૂથલીથી દૂર રહેવું, નકામી પ્રવૃત્તિઓમાં કાળક્ષેપ કરવાને બદલે સમયનો પૂરેપૂરો સદુપયોગ કરી લેવો અને જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી પોતાના ચિત્તને પ્રસન્ન રાખવા સદા પ્રયત્નશીલ રહેવું એ આચાર્યશ્રીનો સહજ સ્વભાવ હતો. એને લીધે જ તેઓ આ સદીની સાહિત્યોપાસનાના ઇતિહાસમાં ઉજ્વળ નામ મૂકતા ગયા છે. છેલ્લા બે દાયકામાં એમના શરીરમાં પરસ્પરવિરોધી ઉપચારોથી ન સુધરી શકે એવા વ્યાધિઓએ વાસ કર્યો હતો એક બાજુ દમનો વ્યાધિ અને બીજી બાજુ ચામડીની ખુજલીનો વ્યાધિ. દમનો વ્યાધિ ગરમ ઔષધિનો ઉપચાર માગે અને ખુજલીનો વ્યાધિ ઠંડા ઔષધોની અપેક્ષા રાખે. આમ એક વ્યાધિનો ઉપચાર કરતાં બીજો વ્યાધિ વકરવા લાગે. આમ શરીરનું સ્વાથ્ય વલોવાઈ જવા છતાં, આચાર્યશ્રીએ એ શરીર પાસેથી કામ લીધું અને ખૂબ કઠણ શાસ્ત્રીય વિષયોનું અધ્યયન કરી બતાવ્યું એ બીના એમના આત્મામાં કેટલું ખમીર વિકસ્યું હતું એનો ખ્યાલ આપવા પૂરતી છે. ખરેખર એમણે સૌરાષ્ટ્રના ખમીરનું ગૌરવ વધાર્યું છે. લગભગ અડધી સદી (૪૮ વર્ષ) જેટલા દીર્ઘ દીક્ષાપર્યાયમાં આ રીતે જ્ઞાન અને ચારિત્રનું સમારાધન કરી તેમણે પોતાનું જીવન કૃતાર્થ કર્યું. (તા. ૨૧-૩-૧૯૯૪) (૮) સમતા-આરાધક આચાર્ય માણેકસાગરસૂરિજી આગમોદ્ધારક આચાર્યપ્રવર શ્રી સાગરાનંદસૂરિજીના સમુદાયના વડીલ, ગચ્છાધિપતિ અને પટ્ટધર આચાર્ય શ્રી માણેકસાગરસૂરિજીનો, ગત ચૈત્ર વદિ આઠમના રોજ, લુણાવાડા મુકામે, ૮૪ વર્ષની વૃદ્ધ વયે સ્વર્ગવાસ થતાં સમભાવના આજીવન સાધક શ્રમણવરની ખોટ પડતાં તપગચ્છ-સંઘ ગરીબ બન્યો છે. આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીનું જીવન અને કાર્ય જેમ આગમોના રક્ષક અને જૈનસંઘના મહાન ઉપકારી શ્રી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણની સ્મૃતિને જગાડે છે, તેમ આચાર્યશ્રી માણેકસાગરસૂરિજીની જ્ઞાનોપાસનાયુકત જીવનસાધના આગમશાસ્ત્રો અને ત્યાગ-વૈરાગ્ય-સંયમપોષક અન્ય ધર્મગ્રંથોના જીવનસ્પર્શી અધ્યયન-અધ્યાપનને સમર્પિત થયેલા અનેક શ્રમણ શ્રેષ્ઠોની આત્મસાધનાનું પુણ્યસ્મરણ કરાવે છે. સ્વર્ગસ્થ આચાર્યશ્રીનું જીવન ત્યાગ-વૈરાગ્યની ઉચ્ચ ભાવનાથી, તેમ જ સરળતા, નમ્રતા, વિવેકશીલતા જેવા, સાચી સાધુતાના પોષક અને સૂચક ગુણોથી વિશેષ ગૌરવશાળી બન્યું હતું. જરૂર કરતાં પણ ઓછું બોલવાનો એમનો સ્વભાવ Page #164 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય માણેકસાગરસૂરિજી ૧૪૧ હતો. તીર્થંકરની આજ્ઞા સ્મરી, કર્મો અને કષાયોના પોષક પ્રમાદથી નિત્ય દૂર રહેવાય એ માટેની એમની જાગૃતિ દાખલારૂપ હતી. પોતાના આશ્રિતો અને સાથીઓ ઓછામાં ઓછા ઉપદેશ, ઠપકા કે માર્ગદર્શનથી પોતાનો ધર્મમાર્ગ આપમેળે સમજી જાય એ રીતે એમણે પોતાની સંયમયાત્રાને વધારવાનો સતત પુરુષાર્થ કર્યો હતો. વળી, સાધુજીવનનો મુખ્ય હેતુ પોતાની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓને સ્ફટિક સમી નિર્મળ બનાવીને, પોતાના આત્મભાવને જાગૃત કરવાનો જ છે – આ ધર્મસાધનાની પાયાની વાત તેઓના અંતરમાં બરાબર વસી ગઈ હતી. એટલે લોકોના ઉદ્ધાર કરવાના વધારે પડતા ઉત્સાહમાં આત્મસાધના કે ધર્મસાધનાનો આ પાયાનો હેતુ ગૌણ બની ન જાય એની તેઓ સતત તકેદારી રાખતા. જે સાધકનું ધ્યાન, આ રીતે પોતાના ચિત્ત કે આત્માના શુદ્ધીકરણ ઉપર કેન્દ્રિત થયું હોય, એમને કીર્તિની આકાંક્ષા કે શાનીપણાનું ગુમાન કેવી રીતે સતાવી શકે ? આમ આચાર્ય શ્રી આત્મલક્ષી શ્રમણસાધનાના ઉત્તમ પ્રતિનિધિ બન્યા હતા. તેઓનું વતન ભરૂચ પાસેનું જંબુસર. પિતા પાનાચંદભાઈ, માતા ગંગાબહેન. વિ. સં. ૧૯૪૮ના મહા સુદિ ૯ના રોજ એમનો જન્મ. એમનું પોતાનું નામ મોહનલાલ. કુટુંબ ધર્મસંસ્કારવાળું; અને તેમાં ય માતાનું જીવન ધર્મના રંગે વિશેષ રંગાયેલું. એની અસર મોહનલાલના જીવન ઉપર સારા પ્રમાણમાં પડી હતી. આમાં કંઈક ભવિતવ્યતાનો શુભ યોગ આવી મળ્યો. મોહનલાલનું મન વધુ ને વધુ ધર્મપરાયણ બનતું ગયું, અને છેવટે એમના ચિત્તમાં તીર્થકરે ઉબોધેલ ત્યાગમાર્ગનો સ્વીકાર કરી સંયમ-વૈરાગ્ય-તપોમાર્ગના પુણ્યયાત્રિક બનવાની ભાવનાના અંકુર ફૂટ્યા. આગમોદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીનાં સત્સંગ અને વૈરાગ્યપ્રેરક ધર્મદેશનાએ આ અંકુરને વિકસાવવામાં ખાતર-પાણી જેવું કામ કર્યું; અને મોહનલાલે દીક્ષાનો દઢ સંકલ્પ કર્યો. - શાંત અને ઠરેલ સ્વભાવના મોહનલાલમાં મોટો આડંબર રચ્યા વગર, શાંત છતાં દઢ ચિત્તે પોતાનો શુભ સંકલ્પ પૂરો કરવાનું સહજ આત્મબળ હતું; અને નિશ્ચય કરી લીધા પછી કાળક્ષેપ કરવાનું એમને મંજૂર ન હતું. એટલે એમણે કેવળ ઓગણીસ વર્ષની ઊછરતી વયે, વિ. સં. ૧૯૯૭ના મહા વદ છઠના રોજ, ભરૂચતીર્થમાં, આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીના વરદ હસ્તે, એમના શિષ્ય તરીકે દિક્ષા લીધી; નામ મુનિ માણેકસાગરજી રાખવામાં આવ્યું. નવદલિત મુનિનું ચિત્ત મનોરથ સફળ થયાનો આહ્વાદ અનુભવી રહ્યું. સામે જ્ઞાનના સાગર ગુરુ હતા અને અંતરમાં જ્ઞાન અને ચારિત્રની નિર્મળ અને ઉત્કટ આરાધનાથી જીવનને ઉન્નત બનાવવાની અદમ્ય ભાવના વહેતી હતી; અને એ માટે ગમે તેટલી મહેનત ઉઠાવવાની તૈયારી હતી. તેઓ પૂર્ણયોગથી ગુરુભક્તિમાં અને જ્ઞાન-ચારિત્રની સાધનામાં લાગી ગયા. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ અમૃત સમીપે માણેકસાગરજીએ પોતાના ગુરુવર્યના ચરણે બેસીને વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો. આ રીતે મેળવેલી જ્ઞાનાર્જનની વિશેષ યોગ્યતા અને ગુરુકૃપાના બળે એમણે આપણાં પવિત્ર જૈન આગમસૂત્રોનું ઊંડું અને મર્મગ્રાહી અધ્યયન કર્યું. ગુરુભક્તિ, જ્ઞાનોપાસના અને ધર્મક્રિયાની જાગૃતિ – એ ત્રિવેણી સંગમ સાધીને એમનું એ જીવન મૂક ધર્મસાધનાના દાખલારૂપ બની ગયું. આગમશાસ્ત્રોનું તેઓનું અધ્યયન આગમોદ્ધારક ગુરુના ઉત્તરાધિકારીને શોભે એવું મર્મગ્રાહી અને વ્યાપક હતું. કોઈ પણ આગમ-પદાર્થનું જ્યારે તેઓ વિવેચન કરતા, ત્યારે કોઈ પણ જિજ્ઞાસુને એમની જ્ઞાનગરિમાનું સુભગ દર્શન કરવાનો અવસર મળતો. આમ છતાં, તેઓ પોતાના જ્ઞાન-ત્તેજથી બીજાને આંજી નાંખવાનો ક્યારેય પ્રયત્ન ન કરતા. એમનું જ્ઞાન કેવળ બુદ્ધિ- વૈભવના દેખાડારૂપ નહીં, પણ પોતાના અને બીજાંના અંતરમાં અજવાળાં પાથરે એવું અંતર્મુખ, જીવનસ્પર્શી અને ઉપકારક હતું. આના લીધે જ તેઓ “જ્ઞાનસ્થ વિરતિ ” (“જ્ઞાનનું ફળ વૈરાગ્ય) એ ધર્મસૂત્રને ચરિતાર્થ કરી શક્યા હતા. વિ. સં. ૧૯૯૨ની સાલમાં ગિરિરાજ શ્રી શત્રુંજયતીર્થની પવિત્ર છાયામાં તેઓને આચાર્યપદ આપવામાં આવ્યું હતું. પદ કે પદવીનો એમને ક્યારેય મોહ ન હતો. એટલે, અરિહંતના અભાવમાં ભારે જવાબદારીવાળા સ્થાન તરીકે જ આચાર્યપદનો તેઓએ સ્વીકાર કર્યો હતો, અને એ જવાબદારી નિભાવી અને શોભાવી જાણીને એનો મહિમા વધારવા સતત પ્રયત્ન કર્યો હતો. એક-સો જેટલાં મુનિરાજો અને ચાર-સો જેટલાં સાધ્વીજી-મહારાજોના ગચ્છાધિપતિ તરીકે શાંતિ, સમતા અને શાણપણપૂર્વક એમણે પોતાના ગુરુદેવના સ્વર્ગવાસ પછી એક પચીશી સુધી જે કામગીરી બજાવી હતી, એનું સૌ કોઈ કૃતજ્ઞતાની ઊંડી લાગણી સાથે સ્મરણ કરે છે. પોતાના ગુરુવર્ય તરફની એમની ભક્તિ દાખલારૂપ હતી. ગુરુશ્રીએ રચેલ નાના-મોટા ૨૨૦ જેટલા ગ્રંથોનું સંશોધન-સંપાદન કરીને એમણે ગુરુઋણને પૂરું કરવાનો વિનમ્ર છતાં સમર્થ પ્રયત્ન કર્યો હતો. ઉપરાંત, તેઓશ્રીએ પોતે પણ અનેક ગ્રંથોનું સંશોધન-સંપાદન-સર્જન કર્યું હતું. તેથી તેઓની ઋતભક્તિ અને બહુશ્રુતતાનો લાભ, જેમ આગમશાસ્ત્રોની વાચનાઓ રૂપે અનેક સાધુમુનિરાજો તથા સાધ્વીજી-મહારાજોને મળ્યો હતો, તેમ દીર્ઘ સમય સુધી જ્ઞાનરસિમેને પણ મળતો રહ્યો. આગમ-વાચના એ તો એમનો નિત્યક્રમ હતો; તબિયતની ચિંતા સેવ્યા વગર એનું તેઓ બરાબર પાલન કરતા હતા. (તા. ૧૭-૫-૧૯૭૫) Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ આ. વિજયધર્મસૂરિજી (૯) દીર્ઘદર્શ આ. વિજયધર્મસૂરિજી ધર્મ, સમાજ કે રાષ્ટ્ર તેમ જ વ્યક્તિની પોતાની પણ પ્રગતિનો મુખ્ય ઉપાય ચાલુ ઘરેડ અને ચાલુ ચીલાઓના સારાસારનો વિવેક કરીને તેમાં સમુચિત ફેરફારો કરવા તે છે. સામાન્ય રીતે માનવીનું મન ચાલુ ચીલે ચાલવા તરફ વિશેષ ઢળે છે. એટલે કોઈ પણ કામ વખતે કે કોઈ પણ પ્રસંગે એ પોતાના પુરોગામીઓએ જેમ કર્યું હોય તેમ કરવામાં નિરાંત અનુભવે છે, અને સલામતી જુએ છે. પણ શિયાળાનાં વસ્ત્રો ઉનાળે બિનઉપયોગી નીવડે છે, તેમ એક કાળે પ્રગતિને માટે કારગત નીવડેલા રિવાજો અને ચીલાઓ બીજે કાળે પ્રગતિને માટે બિનઉપયોગી જ નહીં, અવરોધરૂપ પણ બની જાય છે. રૂઢિ, રિવાજો કે ચીલાઓની, ઉપયોગિતા-બિનઉપયોગિતાનો નિર્ણય કરવો એનું નામ દીર્ઘદૃષ્ટિ; કોઈ પણ બાબતને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની કસોટીએ કસવાની જૈન શાસ્ત્રોની આજ્ઞાનું પણ આ જ રહસ્ય. આ રીતે સ્વ. આ. કે. શ્રી વિજયધર્મસૂરિજીનાં જીવન અને કાર્યનો વિચાર કરતાં એમ ચોક્કસ લાગે છે, કે તેઓ દ્રવ્ય-લોત્ર-કાળ-ભાવના જાણકાર હતા, એનો સમાજ અને ધર્મની પ્રગતિની દૃષ્ટિએ પ્રયોગ કરનારા દીર્ઘદ્રષ્ટા હતા. એમનું અંતર પૂર્વગ્રહોથી મુક્ત હતું, એમની બુદ્ધિ સારગ્રાહી હતી અને એમનું હૃદય વિશાળ હતું. એટલે જૈનધર્મની પીછેહઠનાં કારણો અને પ્રગતિના ઉપાયો એમને સહજ ભાવે સૂઝી આવ્યાં હતાં. અને જે વાત અંતરમાં સમજાઈ તેનો અમલ કરવાનો પુરુષાર્થ ફોરવવાની વિરલ તાકાત એમનામાં ભરી પડી હતી. અને તેથી, જ્યારે એમણે જોયું કે જૈનસંઘમાં જામેલાં અજ્ઞાન અને અંધશ્રદ્ધાનાં થરનાં થર જૈનધર્મની પ્રગતિને રૂંધી રહ્યાં છે, ત્યારે એમને, આજથી પાંચ દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં, કાશી જેટલા દૂર દેશાવરમાં પંડિતો તૈયાર કરવાનો નિર્ણય લેતાં વાર ન લાગી. અને એ નિર્ણયનો અમલ કરવામાં જૈન સાધુના કઠણ આચારપાલનનો કે જેનોની વસતીની દૃષ્ટિએ વેરાન ગણી શકાય એવા પ્રદેશોમાંથી પગપાળા જવાની મુસીબતનો વિચાર આડે ન આવી શક્યો. તે કાળે જૈનોના કટ્ટર વિરોધી કાશીક્ષેત્રમાં તેમણે જે કામ કરી બતાવ્યું એ ચિરસ્મરણીય છે. જેનોનો પડછાયો લેવામાં પણ અભડાઈ જવાનો ભય સેવતા કાશીના બ્રાહ્મણ પંડિતો ઉપર એમણે અંતરની ઉદારતા અને સમભાવના બળે એવું . Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ અમૃત સમીપે તો વશીકરણ કર્યું, કે તેઓ જાતે જૈન વિદ્યાર્થીઓને ભણાવવા આવતા થયા અને આચાર્યશ્રીનો પરિચય મેળવવામાં પ્રસન્નતા અનુભવવા લાગ્યા! જે કાળે ગૃહસ્થોને માટે જૈન શાસ્ત્રોના અધ્યયનનો સ્પષ્ટ ઇન્કાર ભણવામાં આવતો, તે કાળે જેને ગૃહસ્થ-પંડિતો તૈયાર કરવાનો સૂરિજીનો પુરુષાર્થ એમની દિર્ધદષ્ટિ અને નીડરતાનો ઘોતક છે. કેવળ પંડિતો તૈયાર કરવાનું કામ જ નહિ, પ્રાચીન જૈન ગ્રંથોને આધુનિક ઢબે સુસંપાદિતરૂપે પ્રગટ કરવાનું અને એ ગ્રંથો તેમ જ બીજા દુર્લભ હસ્તલિખિત ગ્રંથો સ્વદેશ અને પરદેશના ભારતીય વિદ્યાના અભ્યાસી જૈનેતર વિદ્વાનોને પણ પહોંચતા કરીને તેઓને જૈન સાહિત્યનું મહત્ત્વ સમજાવવાનું કામ પણ તેઓએ કર્યું હતું. આને લીધે ભારતીય વિદ્યાના ઉપાસક અનેક વિદ્વાનો, જૈનધર્મ અને જૈન સાહિત્યસંબંધી પોતાની ઘણી ગેરસમજો દૂર થતાં, એ બંનેનું અધ્યયન કરવા પ્રેરાયા. પોતે અંગ્રેજી ભાષાથી અજાણ હોવા છતાં યુરોપ અને અમેરિકાના અનેક વિદ્વાનો સાથે તેઓએ, જૈન સાહિત્યના ઉત્કર્ષની દૃષ્ટિએ, જે, સતત સંપર્ક રાખ્યો હતો એ બીના સૂરિજીની દીર્ઘદૃષ્ટિનું બરાબર સૂચન કરે છે. વળી વિદ્યાના ઉત્કર્ષની સાથેસાથે, આમ-જનતાને જૈનધર્મની ઉદાર દૃષ્ટિનો પરિચય કરાવવા માટે તેમ જ અહિંસાનો પ્રચાર કરવા માટે, તેઓ લોકસંપર્ક સાધવાનું પણ નહોતા ચૂક્યા. એક સચોટ વક્તા તરીકે તેમણે અસંખ્ય માનવીઓને જૈનધર્મનો સાચો પરિચય કરાવ્યો હતો. વળી દેવદ્રવ્યસંબંધી સૂરિજીએ પ્રગટ કરેલા મૌલિક વિચારોને, સ્વસ્થ ચિત્તે કાને ધરવા પણ કોઈ તૈયાર ન હતું, અરે, એ માટે તો એમને સમાજમાંથી હાંકી કાઢવાની પણ હવા ઊભી થઈ હતી! પણ આજના સમાજના વિચારો જોતાં લાગે છે કે તેઓ આવતા સમયના પડઘા અગાઉથી સાંભળી શકતા હતા ! . આવા એક દીર્ઘદૃષ્ટિસંપન્ન અને સમાજ અને ધર્મની ઉન્નતિની ધગશ ધરાવનાર સૂરિજીને યાદ કરીને એમનો ઋણસ્વીકાર કરીએ. એ દીર્ઘદૃષ્ટિની તે કાળે જેટલી જરૂર હતી, તેટલી જ આજે પણ છે અને ભવિષ્ય માટે પણ રહેવાની છે. (તા. ૯-૯-૧૯૫ર અને તા. ૧-૧૦-૧૯૫૫) Page #168 -------------------------------------------------------------------------- ________________ આ. જિનવિજયેન્દ્રસૂરિજી (૧૦) અપ્રમત્ત ધર્મોપાસક ‘શ્રીપૂજ્ય’ આ. જિનવિજયેન્દ્રસૂરિજી ખરતરગચ્છની બિકાનેરની ગાદીના શ્રીપૂજ્યજી આચાર્યશ્રી જિનવિજયેન્દ્રસૂરિજીનો બિકાનેરમાં બેસતા વર્ષના પરોઢિયે તા. ૧૮-૧૦-૧૯૬૩ના રોજ, ૪૮ વર્ષની નાની ઉંમરે સ્વર્ગવાસ થતાં ખરતરગચ્છને તેમ જ જૈનસંઘને પણ એક ધર્મપરાયણ અને સદ્ભાવનાશીલ શ્રીપૂજ્યજીની ખોટ પડી છે. યતિ-સમુદાય યા યતિસંસ્થા જૈનસંઘના ઇતિહાસમાં પ્રાચીન સમયથી જ અગત્યનું સ્થાન ધરાવે છે. જૈન શ્રમણના ઉત્કટ ચારિત્રપાલનની દૃષ્ટિએ કંઈક મધ્યમકોટીનું ચારિત્ર એ યતિસંસ્થાની મર્યાદા છે. પણ આટલી મર્યાદાની સાથોસાથ જ્યોતિષ, વૈદ્યક, મંત્રતંત્ર, શાસ્ત્રાધ્યયન અને વિદ્યાવિતરણ દ્વારા એ સંસ્થાએ જે લોકોપકાર કર્યો છે તે એ સંસ્થા પ્રત્યે બહુમાનની લાગણી ઉત્પન્ન કરે એવો છે. જૈન જ્ઞાનભંડારો સ્થાપવામાં, એ ભંડારોને મહત્ત્વના જૈન-જૈનેતર હસ્તલિખિત ગ્રંથોથી સમૃદ્ધ કરવામાં, તેમ જ એનું યથાશક્ય જતન કરવામા યતિસંસ્થાએ કંઈ નાનોસૂનો ફાળો આપ્યો નથી. એક રીતે કહીએ તો સંખ્યાબંધ યતિઓએ જ્યોતિષઆયુર્વેદના જતનની અને જનસમૂહમાં વિદ્યાપ્રસારની પ્રવૃત્તિ દ્વારા લોકગુરુ તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ૧૪૫ આચાર્યશ્રી જિનવિજયેન્દ્રસૂરિજી પણ આવી લોકોપકારક પરંપરામાંના જ એક હતા, અને પોતાની મિતભાષિતા તેમ જ મિષ્ટભાષિતા, મુલાયમ સ્વભાવ, ધર્મપરાયણ વૃત્તિ વગેરે ગુણોને લીધે પોતાના ગચ્છમાં તેમ જ પરિચયમાં આવનાર સૌ-કોઈના અંતરમાં બહુમાન અને આદરભર્યું સ્થાન પામ્યા હતા. તાત્ત્વિક દૃષ્ટિએ વિચારીએ તો અમુક વેશ પહેરી લેવા-માત્રથી માનવીના મનનું પણ પરિવર્તન થઈ જાય એવો કોઈ નિયમ નથી. ઉત્કટ આચારને વરેલ સાધુનો વેશ ધારણ કરવા છતાં ક્યારેક એમાં ય શિશિલાચારી આત્માઓ મળી આવે છે, એ જ રીતે સાધુનો વેશ ધારણ નહીં કરનારાઓમાંથી પણ ક્યારેક ઉત્કટ જીવનસાધનામાં સદા અપ્રમત્ત રહેતા આત્માઓ પણ મળી આવે છે. છેવટે તો જીવનસાધનાનો અનિવાર્ય સંબંધ ચિત્તવૃત્તિ સાથે જ છે. સદ્ગત શ્રીપૂજ્યજીને, એમની પરંપરાગત ગાદીની સાથોસાથ, અમુક પ્રમાણમાં સંપત્તિ અને વૈભવ પ્રાપ્ત થયાં જ હતાં. પણ એનો પોતે ઉપભોગ કરવાને બદલે સંઘના ભલાને માટે તેમ જ લોકકલ્યાણને માટે યથાશક્ય ઉપયોગ તેઓ કરતા રહેતા હતા, અને વૈભવવિલાસના પુદ્ગલભાવના પંકમાં ખેતી જઈને આત્મભાવ વિસારી ન મુકાય એ માટે તેઓ હમેશાં સજાગ રહેતાં હતા. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ અમૃત-સમીપે આ કારણે તેઓ પોતાનો સમય ધર્મના અભ્યાસ-પાલન-પ્રચારમાં જ વિતાવતા હતા; ધાર્મિક ક્રિયાઓમાં પણ ઊંડો રસ લેતા હતા. શાસ્ત્રના નિયમિત પરિશીલન તેમ જ વફ્તત્વની સહજ ફુરણાને લીધે એમનાં વ્યાખ્યાનો અર્થગંભીર છતાં સુગમ તેમ જ અસરકારક બનતાં હતાં; શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જતા હતા. એમની આવી મોહક વ્યાખ્યાનશક્તિના લીધે મધ્યપ્રદેશના ધમતરીના સંઘે એમને વ્યાખ્યાનવાચસ્પતિ' પદવી આપી હતી, અને એમના ઊંડા શાસ્ત્રજ્ઞાન અને શાસ્ત્રોની અઘરી વાતોને સરળતાપૂર્વક સમજાવવાની શૈલીને લીધે બંગાળના શ્રીસંઘે એમને “સિદ્ધાંત-મહોદધિ'ની પદવી અર્પણ કરી હતી. તેઓનું વતન સૌરાષ્ટ્રમાં ભાવનગર. એમનો જન્મ ત્યાં વિ.સં. ૧૯૭૨ની સાલમાં થયેલો. એમના પિતાનું નામ કલ્યાણચંદ્રજી, માતાનું નામ દિવાળીબહેન અને એમનું પોતાનું નામ વિજયચંદ. એમને નાનપણથી જ ધર્મભાવનાનો વારસો મળેલો; એટલે સાત વર્ષની ઉંમરે તેઓ જયપુરના યતિશ્રી શ્યામલાલજી પાસે યતિદીક્ષા અંગીકારી શાસ્ત્રાભ્યાસમાં લાગી ગયા. | વિ. સં. ૧૯૯૭-૯૮ના અરસામાં બિકાનેરની ખરતરગચ્છીય ગાદીના શ્રીપૂજ્ય શ્રી જિનચારિત્રસૂરિજીનો સ્વર્ગવાસ થતાં એમના સ્થાને નવા શ્રીપૂજ્યની સ્થાપના કરવાનો સવાલ આવ્યો. એ વખતે શ્રી જિનવિજયેન્દ્રસૂરિજીની ઉમર કેવળ ૨૫ વર્ષની જ હતી; છતાં, એમનાં શાસ્ત્રાભ્યાસ, સમતા, ઠરેલપણું, સહૃદયતા વગેરે ગુણોથી આકર્ષાઈ એમને એ ગાદી ઉપર બેસારવામાં આવ્યા. ખટપટથી સદા દૂર રહેવું, ધર્માચારના પાલનમાં દત્તચિત્ત રહેવું, સંઘકલ્યાણ અને લોકકલ્યાણ માટે પ્રયત્નશીલ રહેવું એ એમનો સહજ સ્વભાવ હતો. એમની નમ્રતા, સરળતા અને સહૃદયતા દાખલારૂપ બની રહે એવી હતી. તેઓ ગુણના સાચા ઉપાસક, ગચ્છના કદાગ્રહથી મુક્ત, ઉદાર દષ્ટિવાળા શ્રીપૂજ્ય હતા. - સુપ્રસિદ્ધ પુરાતત્ત્વાચાર્ય અને રાજસ્થાન પુરાતત્ત્વ પ્રતિષ્ઠાનના મુખ્ય સંચાલક (ડાયરેક્ટર) મુનિશ્રી જિનવિજયજી સાથે તેઓ ખૂબ સ્નેહસંબંધ ધરાવતા હતા. તેઓની પ્રેરણાથી શ્રીપૂજ્યજીએ પોતાની પાસેનો પાંચેક હજાર જેટલા હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ભંડાર રાજસ્થાન પુરાતત્ત્વ પ્રતિષ્ઠાનને ભેટ આપ્યો હતો. પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનાં જતન તેમ જ સુલભપણાની દૃષ્ટિએ શ્રીપુજ્યજીએ જે દીર્ઘદૃષ્ટિભરી ઉદારતા દાખવી છે તેનું બીજાઓએ અનુકરણ કરવા જેવું છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી ૧૪૭ તેઓના હાથે સંખ્યાબંધ પ્રતિષ્ઠાઓ તેમ જ અનેક ધર્મોત્સવો થયાં છે. એ રીતે ૪૮ વર્ષના નાના આયુષ્યને સ્વ અને પર બંનેનો યથાશક્ય ઉપકાર કરીને તેઓએ કૃતાર્થ કર્યું હતું. (તા. ૭-૧૨-૧૯૬૩) (૧૧) ભુલાયેલ ધ્યાનમાર્ગના સાધક આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી યોગનિષ્ઠ, સંતહૃદય, સમાજહિતચિંતક આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી વિક્રમની વીસમી સદીના શાસનપ્રભાવક મહાપુરુષ થઈ ગયા. તેઓનું ભવ્ય જીવન કેવળ જૈનસંઘ અથવા કેવળ વ્યાપક માનવસમાજ તરફ જ નહીં, પરંતુ સમગ્ર જીવસમુદાય તરફ મૈત્રીભાવ અને ધર્મવાત્સલ્ય રાખવાના જૈનધર્મના ઉચ્ચ આદર્શને વરેલું હતું; અને એ આદર્શને જીવન સાથે એકરૂપ બનાવી દેવા માટે તેઓએ જીવનભર પુરુષાર્થ કર્યો હતો. કોઈ પણ સંસ્કૃતિની સંતપરંપરાને અસ્ખલિતપણે અને સબળ રીતે ચાલુ રાખવાનું કામ ભારે કપરું છે. બળ, સંપત્તિ, જ્ઞાન જેવી લૌકિક બાબતોની પરંપરાને અસ્ખલિત રાખવાનાં કાર્ય કરતાં આત્મદર્શનની પરંપરાને વહેતી રાખવાનું કાર્ય વિશેષ વિકટ છે; કારણ કે એમાં આડંબરો કે દેખાવોથી વિરક્ત થવાની સાથે-સાથે, આંતરિક રીતે ઇન્દ્રિયદમન, મનોનિગ્રહ અને કષાયનિવૃત્તિનો વેરાન લાગતો માર્ગ એકાકી રીતે ખેડવાનો રહે છે. તેથી જ સમયના પ્રવાહની સાથે બરાબર તાલ મિલાવી શકે એવી અસ્ખલિત સંતપરંપરા ભાગ્યે જ જોવા મળે છે. આમ છતાં, સમયે-સમયે આ પરંપરામાં આત્માના આશક એવા અધ્યાત્મયોગીઓ થતા જ રહ્યા છે, જેઓ એ પરંપરાના સીમાસ્તંભરૂપ બની એને પ્રકાશિત રાખે છે. ધરતી કદી સંતવિહોણી બની નથી અને બની શકે પણ નહીં. એટલે આવા સંતો આપણા સૌનાં વિશેષ સન્માન અને અનુશીલનના અધિકારી ગણાવા જોઈએ. સ્વ. આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી અત્યારના યુગના આવા જ એક સંતપુરુષ હતા. છેલ્લા ચારેક સૈકામાં જે થોડા અધ્યાત્મયોગીઓ જૈન પરંપરામાં થઈ ગયા, તેમાં તેમની પણ ગણના અવશ્ય થઈ શકે. ૧૭મી સદીના અંતમાં અને ૧૮મી સદીના પૂર્વાર્ધમાં યોગીશ્રી લાભાનંદ ઊર્ફે વિખ્યાત આનંદઘનજીએ અવધૂતોને પ્રિય એવા આત્મચિંતન અને યોગમસ્તીના માર્ગનું ખેડાણ કર્યું. ૧૯મી સદીમાં . Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ અમૃત સમીપે જ્ઞાનસારજીએ એ માર્ગને દીપાવ્યો. ૨૦મી સદીના પ્રારંભમાં શ્રી કપૂરવિજયજી (ચિદાનંદજી) થઈ ગયા, અને ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં સ્વ. આ. બુદ્ધિસાગરસૂરિજી એ રાહના રાહદારી બન્યા. સ્વર્ગસ્થ સૂરિજીની યોગનિષ્ઠા અને યોગપ્રિયતાના કારણે, તેઓ સાચી જ રીતે “યોગનિષ્ઠબિરુદથી જાણીતા થયા છે. સમાજની વ્યવસ્થામાં અમુક વર્ણ કે જ્ઞાતિને ઉચ્ચ અને અમુક વર્ણ કે જ્ઞાતિને હલકાં લેખીને માનવસમૂહમાં ઊંચ-નીચપણાનો ગમે તેટલો ભેદ પાડવામાં આવે, પણ ઉત્કૃષ્ટ મંગલરૂપ ધર્મના દ્વારે તો ન આવા ભેદને કોઈ સ્થાન છે, ન કોઈ પણ પ્રકારનું મહત્ત્વ; આવા ભેદો કેવળ નકલી અને ખુદ માનવજાતના જ વિરોધી એવા સ્વાર્થી, સત્તાપ્રેમી, સંકુચિત મનના માનવીઓએ જ ઊભા કરેલા જૈન સંસ્કૃતિમાં સાચો મહિમા ઉચ્ચ ગણાતાં વર્ણ, કુળ કે જ્ઞાતિમાં જન્મ લેવાનો નહીં, પણ કર્મનો છે. સારી, સાચી અને ઊંચા પ્રકારની કરણી કરે તે સારો, સાચો અને ઊંચો અને તેથી વિપરીત પ્રવૃત્તિ કરે તે ખરાબ, ખોટો અને હલકો : જૈન સંસ્કૃતિનો આ ગજ છે; અને જૈન ધર્મની અન્ય ધર્મો કરતાં વિશિષ્ટતા દર્શાવતી સાચી ભેદરેખા પણ આ જ છે. સમાજમાં હલકા ગણાતાં કુળ, જ્ઞાતિ કે વર્ણમાં ઉત્પન્ન થયેલ સંખ્યાબંધ આત્માઓ તીર્થંકરના ધર્મનું આલંબન લઈને પોતાના આત્માનો ઉદ્ધાર કરી ગયા છે; એમાંના કેટલાકની નોંધો પણ આપણાં ધર્મશાસ્ત્રોમાં સચવાયેલી છે. આચાર્યપ્રવર શ્રી બુદ્ધિસાગરસૂરિજીની જીવનસાધના અને એમાં એમણે મેળવેલી સિદ્ધિ આવાં પ્રેરક ઉદાહરણોમાં આફ્લાદક ઉમેરો કરે છે. ક્યાં અભણ ગણાતી અને મહેનત-મજૂરી કરીને જીવવા ટેવાયેલી કણબી કોમ, અને ક્યાં એ કોમમાંથી પાકેલ સાહિત્યસિદ્ધ અને યોગસિદ્ધ આત્મસ્વરૂપથી જળહળતા આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી ! આ જોઈને પળવાર તો લીંબડે કેરી પાક્યા જેવી કે કચરામાંથી હીરો મળી આવ્યા જેવી નવાઈ લાગે ! - આચાર્યશ્રીનું વતન ઉત્તર ગુજરાતમાં વીજાપુર ગામ. પિતાનું નામ પટેલ શિવદાસ, માતાનું નામ અંબાબાઈ. વિ. સં. ૧૯૩૦ના શિવરાત્રીના મહાપર્વના દિવસે એમનો જન્મ; નામ બહેચર. એ નામની પણ એક નાનકડી રોમાંચક વાત છે. બાળક દોઢેક વર્ષનું થયું હશે. ઘરનાં બધાં ખેતરે કામ કરતાં હતાં. જેઠનો મહિનો હતો; ગરમી કહે મારું કામ. બાળકને પિલુડીની છાયામાં, ડાળ ઉપર બાંધેલ ખોયામાં સુવાડ્યું હતું. અચાનક માતાની નજર એ તરફ ગઈ. જોયું તો એક ફણીધર નાગ ત્યાં ઝૂલી રહ્યો હતો; જરાક નીચે ખોયામાં ઊતરે અને ડંખ મારે એટલી જ વાર : Page #172 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી ૧૪૯ પળવારમાં બાળક ભગવાનના ઘરનું મહેમાન બની જાય ! બધાંના જીવ તાળવે ચોંટી ગયા. બાળકને બચાવવા સૌ ઇષ્ટદેવને સંભારી રહ્યાં. માતાએ બહુચરમાની માનતા માની. બાળક કાળના ઝપાટામાંથી ઊગરી ગયું; બાળકનું નામ પાડ્યું ‘બહેચર'. બહેચરનો જીવ અનોખો હતો. કાયા તો એની કણબી(ખેડૂત)ના દીકરા જેવી ખડતલ અને પડછંદ મહેનત ક૨તાં ક્યારેય થાકે નહીં એવી. સહુનાં કામમાં એનું કામ પણ સવાયું દીપી નીકળે એવું. પણ એનું મન કોઈ અજબ સંસ્કારના એરણ ઉપર ઘડાયું હતું. એના મનમાં કંઈ-કંઈ કલ્પનાઓ ઊઠતી – જ્ઞાન હાંસલ કરી આત્માને ઉજાળવાનો ઉદ્યમ કરીને માનવદેહને દીપાવી જાણવાની. એનું અંતર આ ભાવનાને સફળ કરવા માર્ગો શોધ્યા જ કરતું હતું. ઉંમર તો હજી ઊગતી જ હતી; પણ સારું-સારું ભણવું, વાંચવું-વિચારવું અને સંતોની સંગતિ અને સેવા કરવી એ એનું રોજનું વ્યસન બની ગયું હતું. જૈન મુનિ રવિસાગરજી મહારાજના સંપર્કે એની આ ભાવનાને વિકસાવવામાં ખાતર, હવા અને પાણીનું કામ કર્યું. વિદ્યાની ઉપાસનાની ઝંખના પૂરી થઈ શકે એટલું નિશાળનું ભણતર તો કણબીનો આ દીકરો ન પામી શક્યો, પણ એ ઝંખના કંઈક ને કંઈક પણ માર્ગ શોધતી જ રહેતી હતી. અને દિલની સચ્ચાઈથી શોધ અને પ્રયત્ન કરનારને માર્ગ પણ મળી જ રહે છે. એમાં વળી બહેચરનું ચિત્ત જન્મથી જ સરળતાના દિવ્ય રસાયણથી ૨સેલું હતું, એટલે વિદ્યા મેળવવા એને કોઈની પણ પાસે જતાં લેશ પણ સંકોચ થતો ન હતો. એને જૈન મુનિવરો અને જૈન સગૃહસ્થોના સંગનો લાભ મળ્યો; એ મનભાવન સંગ એના જીવનનું ઘડતર કરનારો બની ગયો. જ્ઞાનસાધના અને જીવનસાધના એ બંનેના માર્ગો જાણે એની સામે ખૂલી ગયા. કણબીનો આ બડભાગી દીકરો, “ભણ્યો કણબી કુટુંબ બોળે” એ કહેવતને ખોટી પાડીને, પોતાના જીવનમાં અને જનસમાજમાં જ્ઞાન-ચારિત્રની ઉત્તમ તમન્નાનું વાવેતર કરીને જીવનઘડતરનો અદ્ભુત પાક લણનાર દિવ્ય ખેડૂત બની ગયો. જૈનસંઘ અને જનસમુદાય એ ખેડૂતનો કેટલો ઓશિંગણ બન્યો છે ! જ્ઞાનવૃદ્ધિ અને આત્માની ઉન્નતિના આશક આત્માને ખેતીવાડીના વ્યવસાય અને ઘ૨સંસારના વ્યવહારની ચોકાબંધીમાં બંધાઈ રહેવું કેવી રીતે મંજૂર હોય ? એમાં તો એને નરી રૂંધામણ અનુભવાય ! પણ બહેચરે આપબળે અને સંતસમાગમના બળે મનોરથ સફળ કરવાનો માર્ગ શોધી કાઢ્યો. વ્યાવહારિક શિક્ષણમાં વધારે આગળ વધવાને બદલે બહેચરે તો ધર્મના શિક્ષણમાં – અને તે પણ જૈનધર્મના શિક્ષણમાં આગળ વધવાનો પુરુષાર્થ કર્યો; Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ અમૃત-સમીપે અને એને એવી સફળતા મળી કે આજોલની જૈનધર્મની પાઠશાળાના શિક્ષક બનવાનું ગૌરવ એને મળ્યું ! વખત જતાં આજોલનું ક્ષેત્ર ટૂંક લાગ્યું, અને તે મહેસાણાની સુપ્રસિદ્ધ શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળામાં જઈ પહોંચ્યો. અહીં એને અનેક જૈન સાધુસંતો, સાધ્વીજીઓ, શેઠ શ્રી વેણીચંદ સુરચંદ જેવાં ધર્માત્મા શ્રાદ્ધરત્નો અને ધર્મના રંગે રંગાયેલી શ્રાવિકા-બહેનોનો સંપર્ક મળ્યો. અહીં ધર્મના વિશેષ અધ્યયન સાથેસાથે અધ્યાપનનો પણ અવસર મળવા લાગ્યો; ક્યારેક-ક્યારેક સાધુ-સાધ્વીઓને પણ ભણાવવાનો અવસર મળી જતો. બહેચરના મનનો મોરલો નાચી ઊઠ્યો. વળી, એની વિદ્યાપ્રીતિ કંઈ નવું-નવું જાણીને સંતોષ પામે એવી મર્યાદિત પણ ન હતી; એની વિરલ સર્જક પ્રતિભા ક્યારેક કવિતારૂપે તો, ક્યારેક નિબંધરૂપે વહેવા લાગતી. બીજી બાજુ, સમયના વહેવા સાથે, ધર્મનું આરાધન કરવાની ભાવના પણ વધુ ને વધુ ઉત્કટ બનતી જતી હતી અને એમને વ્રત, તપ, સંયમના માર્ગે આગળ વધવા પ્રેરતી હતી. આ રૂચિએ બહેચરદાસને નાની ઉંમરથી જ મુખ્યત્વે ધ્યાનસાધનાનો રંગ લગાડી દીધો હતો. આ બધું જોઈને સૌને એમ જ લાગતું કે આ પાટીદાર યુવાન છેવટે જૈન સાધુ બનશે. પણ બહેચરદાસની ઇચ્છા સાધુ બનવાને બદલે આદર્શ શ્રાવક બનીને શાસનની અને સંતોની સેવા કરવાની અને એ રીતે પોતાના જીવનને ધન્ય બનાવવાની હતી. એથી એમણે આજીવન બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું હતું. પણ ભવિતવ્યતા કંઈક જુદું જ ચાહતી હતી – ચોમેર જળહળી ઊઠનાર પ્રકાશપુંજ ગૃહસ્થજીવનના ઓરડામાં રૂંધાઈ રહે એ જાણે એને મંજૂર ન હતું. મુનિર રવિસાગરજી મહારાજ વિ. સં. ૧૯૫૪માં કાળધર્મ પામ્યા, અને એમની અંતરની આજ્ઞાને પૂરી કરવા બહેચરદાસે વિ. સં. ૧૯૫૭માં પાલનપુરમાં મુનિશ્રી રવિસાગરજીના શિષ્ય મુનિવર્ય શ્રી સુખસાગરજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી; નામ રાખ્યું મુનિ “બુદ્ધિસાગરજી' – સાચે જ, પોતાની જ્ઞાનસાધના અને વિપુલ સાહિત્યસર્જન દ્વારા, એ નામને સાર્થક કરીને તેઓ જ્ઞાનના મહેરામણ બની ગયા. દીક્ષા વખતે એમની ઉમર ૨૭ વર્ષની હતી. પછી તો મુનિજીવન જ્ઞાનસાધના, ધ્યાનસાધના અને સંઘકલ્યાણ કે લોકકલ્યાણની સાધના રૂપ ત્રિવિધ માર્ગે આગળ વધવા લાગ્યું. એમનું દિલ, જૈનધર્મની જ્ઞાન-ચારિત્રની સાચી આરાધનાના ફળરૂપે, દરિયા જેવું વિશાળ બની ગયું; અને તેઓ જૈનસંઘના ગુરુ હોવા છતાં સર્વલોકના – અઢારે વરણના – ગુરુ બની રહ્યા. Page #174 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી ૧૫૧ મુનિ બુદ્ધિસાગરજીએ જાણ્યું કે બોરિયા મહાદેવના આશ્રમના બોરિયાસ્વામી'ના નામે ઓળખાતા મહંત શ્રી સદાનંદ સરસ્વતી અષ્ટાંગયોગના સારા જાણકાર છે; તો એમની પાસે જઈને એમણે એમના એ જ્ઞાનનો લાભ લીધો અને ધ્યાનયોગમાં પ્રગતિ કરવા માંડી. વળી, એમનું મન એવું પૂર્વગ્રહોથી મુક્ત, ઉદાર અને વિશાળ હતું કે જૈન સમાજની ઉન્નતિના નવા-નવા વિચારો એમાં જાગતા જ રહેતા હતા. શ્રાવકસંઘની સંભાળ રાખવાનું અને ઊગતી પેઢીને વ્યાવહારિક તેમ જ ધાર્મિક જ્ઞાન આપવાનું એમને ખૂબ-ખૂબ જરૂરી લાગતું હતું. અને આ માટે પણ તેઓ યથાશક્ય પ્રયત્ન કરતા જ રહેતા હતા. એમનું સાહિત્યસર્જન જેમ વિપુલ છે તેમાં વિવિધ વિષયને સ્પર્શતું છે. એ ગદ્યમાં પણ છે અને પદ્યમાં પણ છે. એ સંસ્કૃતમાં પણ છે અને ગુજરાતીમાં તો ઢગલાબંધ છે. એમનાં કાવ્યો અને ભજનો તો ગુજરાતી ભાષાની અમૂલ્ય મૂડી અને સામાન્ય જનતાની વિરલ સંસ્કારસંપત્તિ બની રહે એવાં હૃદયંગમ અને વ્યાપક ધર્મભાવનાથી ભરેલાં છે. આવું કીમતી સંસ્કારધન જનસમુદાય સુધી પહોંચતું નથી કરી શકયું તે જૈનસંઘની બેદરકારીનું અને વિશેષ કરીને એમની શિષ્ય પરંપરાની ઉદાસીનતાનું જ પરિણામ છે. આજે પણ આ સાહિત્ય એટલું જ ઉપકારક અને ઉપયોગી બની રહે એવું છે – કદાચ વધતી જતી આચારવિમુખતાના સંદર્ભે તો એ વિશેષ પ્રેરક અને માર્ગદર્શક બની રહે. શી એની ગુણવત્તા છે ! ક્યારેક કોઈક સંગીતપરિષદ કે ભજનમંડળી યોજીને એનો આસ્વાદ અને લાભ લેવા જેવો છે. આળસને ઉડાડી મૂકે, ચેતનાને જાગૃત કરે, સરળ અને ટૂંકી ભાષામાં ધર્મનો અને માણસાઈનો ઘણો-ઘણો મર્મ સમજાવી જાય અને અંતરને કૂણું અને ગદ્ગદ બનાવી મૂકે એવું જીવંત આ સાહિત્ય છે. એમની શિષ્યપરંપરા, એમણે સ્થાપેલી સંસ્થાઓ, એમના અનુરાગી જૈન-જૈનેતર ગૃહસ્થો અને સમસ્ત જૈનસંઘ આ દિશામાં પ્રયત્નશીલ બને એ ખાસ ઇચ્છવા જેવું છે. છેવટે એમના સ્વર્ગવાસની અર્ધશતાબ્દીની ઉજવણીના આ વર્ષ દરમ્યાન એમણે રચેલાં ભજન-પદ-કાવ્યોના ગાનના થોડાક પણ સમારોહ જુદે-જુદે સ્થાને યોજાય તો પણ જૈનસંઘને પોતાના આ સાહિત્યધનનો જરૂર કંઈક ખ્યાલ આવે. એ જ રીતે એમનું ગદ્ય સાહિત્ય પણ નાની-નાની પુસ્તિકાઓ રૂપે નવેસરથી પ્રગટ કરવાની કોઈ યોજના કરવામાં આવે એ ઇચ્છવા જેવું છે. કોઈ-કોઈ ગ્રંથોમાં તો તેમણે કેટલાક સામાજિક-ધાર્મિક પ્રશ્નોની એવી તલસ્પર્શી વિચારણા કે આલોચના કરી છે કે એમનું એ લખાણ આજે પણ મૌલિક લાગ્યા વગર નથી રહેતું. એમના સાહિત્યમાં એવા કેટલાય વિચારો ભરેલા પડ્યા છે કે જે સમાજની ઉન્નતિ માટે આજે પણ ઉપયોગી અને માર્ગદર્શક બની રહે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ અમૃત-સમીપે એમનું ઉદારતાભર્યું જીવન અને વિશદતાભર્યું કવન જોતાં સહેજે તેઓ એક સમર્થ સુધારક સંત તરીકે આપણા અંતરમાં આલેખાઈ જાય છે. ધર્મમાર્ગના ઉપદેશમાં તેઓ જૈન-જૈનેતરના ભેદને ભાગ્યે જ પિછાણતા કે મહત્ત્વ આપતા, અને તેથી જ અનેક જૈનેતર મહાનુભાવોએ તેમને પોતાના ગુરુપદે સ્થાપ્યા હતા. આપણા સંઘના એક સમર્થ આચાર્ય માળાના મણકાની સંખ્યા કરતાં પણ વધુ સંખ્યાનાં પુસ્તકોનું સર્જન-સંપાદન કરીને આપણને સોંપતા જાય એ બીના તો સમસ્ત જૈનસંઘને યશોભાગી અને ગૌરવાન્વિત બનાવે એવી છે. કમનસીબે સાવ નાના-નાના વાડામાં બંધિયાર બનીને રાગદ્વેષરૂપ પરિણતિને વશ બનીને આપણે આનું મૂલ્ય નથી આંકી શકતા; એ માટે કોને શું કહીએ ? પણ જે એનું વાચનમનન કરશે તે તો અવશ્ય લાભ મેળવશે એમાં જરા ય શક નથી. આ રીતે જોઈએ તો આચાર્યદેવ શ્રી બુદ્ધિસાગરસૂરિજી જ્ઞાનયોગ, ધ્યાનયોગ અને લોકોપકારક કર્મયોગ એ ત્રણેના ઉપાસક હતા; અને તેઓ ભક્તિયોગના સાધક ન હતા એમ પણ કેવી રીતે કહી શકીએ ? આમ છતાં એમની નામના જ્ઞાનયોગી અને ધ્યાનયોગી તરીકે અને તેમાં ય ધ્યાનયોગી તરીકે વિશેષ હતી તે સુવિદિત છે. એમ કહેવું જોઈએ કે એમણે જૈન પરંપરામાંથી ભૂંસાતી નહીં તો છેવટે ભુલાતી જતી ધ્યાનસાધનાને સજીવન કરવાનો સમર્થ પ્રયત્ન કર્યો છે. લગભગ એમના જ સમયમાં આચાર્યશ્રી વિજયકેસરસૂરિજીએ પણ ધ્યાનસાધનાને વેગ આપવાનો એવો જ પ્રયાસ કર્યો હતો. પણ આપણા સંઘને બાહ્ય અને આડંબરી ધર્મક્રિયા પ્રત્યે એટલો બધો રસ છે કે આત્યંતર તપની અને આત્મસાધનાની અંતિમ કોટી સમા ધ્યાનમાર્ગની પરંપરા આપણે ત્યાં પ્રવાહિત ન થઈ શકી અને ધ્યાનમાર્ગના યાત્રિક આ બંને આચાર્યોના પ્રયાસોને વ્યવસ્થિતરૂપમાં આગળ વધારનાર કોઈ ન નીકળ્યું. આમ છતાં એ બંને મહાન આચાર્યો તો એનાથી પોતાનું શ્રેય તો સાધી જ ગયા. આ પ્રમાણે પોતાના જીવનને ઊજળું બનાવીને ૫૧ વર્ષની નાની ઉંમરે, વિ. સં. ૧૯૮૧માં, યોગસાધક આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી સ્વર્ગવાસ પામ્યા. (તા. ૨૮-૬-૧૯૭૫ના લેખમાં તા. ૨૩-૪-૧૯૫૦ના લેખના અંશો) * “જે મનુષ્યો અન્યોને ચમત્કારો બતાવવા માટે અને પોતાની બાહ્ય કામનાઓ પૂર્ણ કરવાને માટે યોગની આરાધના કરે છે, તેઓ યોગમાર્ગની ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશી શકતા નથી. યોગથી ચમત્કારો પ્રાપ્ત થાય છે; પણ યોગીએ બાહ્ય કામનાનો ત્યાગ કરીને નિષ્કામ બુદ્ધિથી યોગની સાધના કરવી જોઈએ. Page #176 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયકેસરસૂરિજી ૧૫૩ મદારીની પેઠે યોગથી કોઈ સામાન્ય ચમત્કાર કરીને, લોકોમાં જે જ્યાં-ત્યાં ખેલ કરીને બતાવે છે, તે મનુષ્ય યોગની ઉચ્ચ ભૂમિમાં પ્રવેશી શકતો નથી.” - આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી (૧૨) વિરલ ધ્યાનમાર્ગી આચાર્ય શ્રી વિજયકેસરસૂરિજી ગત પોષ સુદિ પૂર્ણિમાના પર્વદિને આચાર્યપ્રવર શ્રી વિજયકેસરસુરિજીના જન્મને એકસો વર્ષ પૂરાં થયાં. તે પ્રસંગે એમની સર્વમંગલકારી વિશિષ્ટ કોટિની આત્મસાધનાનું સ્મરણ કરવું ઉચિત છે. આચાર્યશ્રીની જીવન-સાધનાની અસાધારણ વિશેષતા તે, ધ્યાનયોગને પોતાના જીવન સાથે એકરૂપ બનાવી એને પોતાનું જીવન સમર્પિત કરવાની એમની ઉત્કટ ભાવના અને પ્રવૃત્તિ. જૈનસંઘની ધર્મસાધનામાંથી જાણે સાવ વિસરાઈ ગયેલ ધ્યાનયોગના માર્ગને પુનર્જીવિત કરવા માટે, તેઓએ પોતાનાં બની શકે તેટલાં વધુ સમય અને શક્તિનો ઉપયોગ કર્યો હતો. જ્ઞાન અને ક્રિયાની સમાન ભાવે સાધના કરવા માટે, તેમ જ ત્યાગવૈરાગ્ય-સંયમની નિર્મળ આરાધના કરવા માટે, સદા અપ્રમત્ત અને સતત જાગૃત રહેનાર આ આચાર્યશ્રીની સંયમસાધનાનો સાર એક જ વાક્યમાં આપવો હોય, તો કોઈ પણ જાતની અતિશયોક્તિ વગર એમ કહી શકાય કે તેઓ વિક્રમની વીસમી સદીના, ધ્યાનયોગના મહાન સાધક હતા. એમની યોગસાધના જેમ પૂર્વ સમયના વિરલ યોગસાધકો-મહાયોગીઓ-સંતોની પરંપરાનું સ્મરણ કરાવે એવી હતી, તેમ પોતાના સમયના તથા ભાવી ધર્મસાધકોને ધ્યાનયોગની સાધનાના પવિત્ર માર્ગ તરફ પ્રેરે એવી હતી. આત્મસાધનાના અનેકાનેક ઉપાયોમાં ધ્યાનયોગનું સ્થાન સર્વોચ્ચ છે. સૌરાષ્ટ્રના ઝાલાવાડ જિલ્લાનું કસબા જેવું ગામ પાળિયાદ એમનું વતન. એમના પિતાનું નામ માધવજીભાઈ, માતાનું નામ પાનબાઈ. (લગ્ન પછી લક્ષ્મીબહેન નામ રાખેલું, કેમકે, એમના પગલે કુટુંબ સુખી થયું હતું !) જ્ઞાતિ વિશાશ્રીમાળી, મોસાળ પાલીતાણામાં. જાણે ઉજ્વળ ભાવિનો કોઈ શુભ સંકેત હોય એમ, એમનો જન્મ, આજથી એકસો વર્ષ પહેલાં, વિ. સં. ૧૯૩૩ના પોષ સુદિ પૂનમના રોજ, ગિરિરાજ શત્રુંજયની પવિત્ર છાયામાં, એમના મોસાળ પાલીતાણામાં થયો હતો. એમનું નામ કેશવજી હતું. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ અમૃત-સમીપે પિતા વ્યવસાય માટે વિ.સં. ૧૯૪૦માં સપરિવાર વઢવાણ કેમ્પ (વર્તમાન સુરેન્દ્રનગર) જઈને વસ્યા. સમય જતાં ત્યાં જ એમનો કાયમી વસવાટ થયો. કેશવજીનું મન બચપણથી જ ધર્મ અને વૈરાગ્ય તરફ વિશેષ રુચિ ધરાવતું હતું. એમાં વિ. સં. ૧૯૪૯ની સાલમાં, ફક્ત ત્રણ જ દિવસનાં અંતરે, માતા અને પિતા બંને ગુજરી ગયાં ! કુટુંબનું શિરછત્ર સંકેલાઈ ગયું અને છ ભાઈનું આખું કુટુંબ ઉપર આભ અને નીચે ધરતી જેવું કારમું નિરાધારપણું અનુભવી રહ્યું. ભાઈઓમાં કેશવજી બીજા ક્રમે હતા. એ સમજણા અને લાગણીશીલ હતા. માતાપિતાના સ્વર્ગવાસથી એમના અંતરને પણ મોટો આઘાત લાગ્યો હતો. પણ એ આઘાતથી વધારે પડતા હતાશ-નિરાશ થવાને બદલે તેઓ બે દિશામાં મંથન અનુભવી રહ્યાં હતાં : એક દિશા કુટુંબ ઉપર સાવ અણધારી આવી પડેલી નિરાધારતાના વાદળને રોકવા માટે પુરુષાર્થનો માર્ગ અપનાવવાની સૂઝતી હતી, બીજી બાજુ સંસારની અસારતાના આવો અતિ વસમા અનુભવથી, સર્વ દુઃખોના ઉપાયરૂપ ભગવાન તીર્થંકરે ઉદ્ધોધેલ ત્યાગમાર્ગનો સ્વીકાર કરવાની દિશા દેખાતી હતી. આ તાણખેંચને કારણે કેશવજીનું ચિત્ત ઊંડા મનોમંથનમાં પડી ગયું; શું કરવું અને કયા માર્ગે જવું એનો નિર્ણય કરવાનું મુશ્કેલ બની ગયું. પણ આનો અંત આવતાં વધુ વખત ન લાગ્યો; છેવટે ધર્મભાવનાનો વિજય થયો, અને વિ. સં. ૧૯૫૦ની સાલમાં, કેશવજીએ, એ વખતના પ્રતાપી અને સમતા-શાંતિના અવતાર મુનિવર્ય શ્રી કમલવિજયજી મહારાજ (આચાર્યશ્રી વિજયકમલસૂરિજી મહારાજ) પાસે વડોદરામાં ત્યાગધર્મનો સ્વીકાર કર્યો. પાંગરતા યૌવનની ૧૭-૧૭ વર્ષની વયે, કેશવજી, મુનિ કેસરવિજયજી બની ધન્ય બન્યા. ભૂખ્યાને મનભાવતા ભોજન મળે એમ કેસરવિજયજી હોંશથી જ્ઞાન તથા ચારિત્રની અપ્રમત્ત આરાધનામાં એકાગ્ર બની ગયા. જેમ-જેમ સંયમયાત્રા આગળ વધતી ગઈ તેમ-તેમ એમનું હૃદય આત્મશુદ્ધિ અને આત્મસાક્ષાત્કાર સાથે વિશ્વમૈત્રીના અમોઘ ઉપાયરૂપ ધ્યાનયોગ તરફ વધારે આકર્ષતું ગયું. - ધ્યાનયોગ માટેની આવી ઉત્કટ તાલાવેલીને કારણે એમના દિલમાંથી સ્વપર-ગચ્છની પામર, સંકુચિત અને કદાગ્રહી મનોવૃત્તિ તો ક્યારની ભૂંસાઈ ગઈ હતી; પણ સાથે-સાથે સ્વ-પર-ધર્મ અંગે રાગ-દ્વેષ પોષતી અહંતા પણ શમી ગઈ હતી, અને “સારુ અને સાચું તે જ મારું' એવી સત્યધર્મના પાયારૂપ વ્યાપક ગુણગ્રાહક દૃષ્ટિથી એમનું શ્રમણજીવન વિશેષ ગૌરવશાળી બન્યું હતું. યોગસાધનાના માર્ગો શોધવા અને સમજવા માટે તેઓએ કેવા-કેવો પ્રયાસ કર્યો હતો, કેવી-કેવી વ્યક્તિઓનો સંપર્ક સાધ્યો હતો, ક્યાં-ક્યાં વિહાર અને નિવાસ કર્યો હતો એની વિગતો ધ્યાનસાધના માટેની એક ઉત્તમ માર્ગદર્શિકા બની Page #178 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયકેસરસૂરિજી ૧૫૫ રહે એવી છે. આ માટે તે વખતના જૈનસંઘના બે મહાન યોગસાધક આચાર્યો શ્રી બુદ્ધિસાગરસૂરિજી તથા આબુના શ્રી વિજયશાંતિસૂરિજી ઉપરાંત શ્રી મગનલાલ જોશી, મંજુસરના યોગી મુગટરામજી, ગિરનારનાં એક યોગિની, પંડિત લાલન, શ્રી શિવજીભાઈ શાહ વગેરેનો સંપર્ક કેળવ્યો હતો. આવો પ્રયાસ ક૨વામાં ક્યારેક એમને ઠગારા યોગીનો પણ ભેટો થઈ ગયો હતો ! આ ધ્યાનસાધના તો એમના જીવનનું પ્રાણભૂત તત્ત્વ બની ગયું હતું. એટલે ગમે તેવા સ્થાનમાં અને કામમાં રહેવા છતાં તેઓ અમુક કલાક તો ધ્યાનસાધનામાં લીન બની જતા હતા; એટલું જ નહીં, પણ જ્યારે-જ્યારે અવસ૨ મળતો ત્યારે તે માટે એકાંત-શાંત સ્થાનમાં પણ તેઓ ચાલ્યા જતા હતા. આવી એકાંત સાધના માટે તેઓ પાલીતાણા, તળાજા, ગિરનાર, તારંગા, મઢડા, તીથલ જેવાં અનેક સ્થાનોથી આગળ વધીને બરડાના ડુંગરનો આશ્રય લેવા અને છેક જેસલમેર સુધીનો અતિકષ્ટદાયક વિહાર કરવા પણ પ્રેરાયા હતા. કોઈ રીતે આત્મસાધનાનું ધ્યેય સફળ થાય એ જ એમની એકમાત્ર ઝંખના હતી, અને એ માટે તેઓ જિંદગીના અંત સુધી યશસ્વી રીતે ઝઝૂમ્યા હતા. આ યોગસાધના માટે એમણે કેવા-કેવા પ્રયાસો કર્યા હતા અને કેવાં-કેવાં કષ્ટો સહન કર્યાં હતાં, એની વિગતો તો આપણે કેવી રીતે પામી શકીએ ? છતાં એમનાં પુસ્તકોમાંથી તથા એમના જીવનચરિત્રમાંથી આ અંગેની જે કાંઈ આછીપાતળી અલ્પ-સ્વલ્પ વિગતો મળે છે તે પણ માર્ગદર્શક બની રહે એવી છે. આચાર્યશ્રીના સંસારી નાના ભાઈ અને નાના ગુરુભાઈ મહોપાધ્યાય શ્રી દેવવિજયજીએ (આચાર્યશ્રી વિજયદેવસૂરિજીએ) લખેલ ‘શ્રીમદ્ આચાર્ય મહારાજ શ્રી વિજયકેસરસૂરીશ્વરજી બૃહત્ જીવનપ્રભા તથા આત્મોન્નતિ-વચનામૃતો' નામે ચરિત્રગ્રંથના ‘યોગમાર્ગ તથા ધ્યાન ઉપર વિશેષ પ્રકાશ’ નામે ૩૧મા પ્રકરણમાં યોગસાધનાના ત્રણ જાતના ઉપાયોની યાદી (પૃ. ૨૦૬થી ૨૧૫માં) આપવામાં આવી છે, તે ધ્યાનયોગના જિજ્ઞાસુઓ અને સાધકોને ઉપયોગી થઈ શકે એવી છે. આ યાદીને અંતે આચાર્ય-મહારાજના યોગસાધના અંગેના થોડાક ઉદ્ગારો ટાંકવામાં આવ્યા છે તે ઉપરથી પણ સાચી જીવનસાધનાને લીધે તેઓનું અંતર કેવું ઉદાર અને વસ્તુસ્થિતિની પિછાણ પામનારું બન્યું હતું તે સમજી શકાય છે. સૌએ જાણવા-વિચારવા જેવું એમનું એક કથન આ પ્રમાણે છે : “યોગના અનેક રસ્તાઓ છે; જેને જે માર્ગે લાભ થયો તેને માટે તે ઉત્તમ છે. બાકી આ બધા રસ્તાઓ આગળ વધવા માટે ઉપયોગી છે અને તે અનુભવસિદ્ધ છે.” આવા ઑલિયા પ્રકૃતિના અલગારી સ્વભાવના સંતને નામના કે કીર્તિની આકાંક્ષા કે પદવી તરફના મોહનું વળગણ ભાગ્યે જ સતાવી શકે. તેઓ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ અમૃત-સમીપે તો નિજાનંદની પ્રાપ્તિ માટેના પ્રયત્નમાં જ જીવનની સાચી ધન્યતા અનુભવતા હોય છે. આમ છતાં કંઈક ગુરુ પ્રત્યેના આજ્ઞાંકિતપણાથી તથા પોતાના સમુદાય તરફની સામુદાયિક કર્તવ્યની ભાવનાથી દોરવાઈને તેઓએ વિ. સં. ૧૯૬૩માં સુરતમાં ગણિપદનો અને વિ. સં. ૧૯૬૪માં પંન્યાસપદનો સ્વીકાર કર્યો હોવો જોઈએ. જો એમણે આ પદવીઓનો સ્વીકાર આસક્તિથી કર્યો હોય તો, વિ. સં. ૧૯૭૫માં પેથાપુરના સંઘે એમને આચાર્યપદ સ્વીકારવાની આગ્રહભરી વિનંતી કરી ત્યારે વિશેષ હા-ના કર્યા વગર એમણે એ વિનંતિનો સ્વીકાર કર્યો હોત; પણ એમણે એ વખતે ઊલટું આ પ્રમાણે મનોમંથન અનુભવીને પેથાપુરના સંઘની એ માગણીનો વિવેકપૂર્વક અસ્વીકાર કર્યો હતો : “આ પદવીને માટે તું લાયક છે ? આચાર્યપદ એટલે શ્રી ગૌતમસ્વામીએ સ્વીકારેલ પદવી – જે મહાનુભાવ અનેકલબ્ધિસંપન્ન હતા, ચૌદ પૂર્વ અને ચાર જ્ઞાનના ધણી હતા, તેઓ જ તે પદને લાયક હતા. આપણામાં તેઓશ્રીનો એક પણ ગુણ મળે નહિ, તો આ પદને લઈ તું તારા આત્માને શા માટે ભારે કરે છે ? શાસ્ત્રમાં પણ કહેલ છે કે જે “આચાર્ય” શબ્દ મહાનુભાવ ગૌતમસ્વામીએ ધારણ કરેલ, તે શબ્દ-પદવી અયોગ્ય પાત્રને આપવામાં આવે તો અનંતસંસારી બને છે. તો હે ચેતન ! તું વિચાર કર કે આ પદને તું લાયક છે ? આજકાલ ગતાનુગતિક લોકો હોય છે; એકે કર્યું એટલે બીજાએ કરવું એવી સ્થિતિ ચાલી છે. આ પદવીથી તો અભિમાનવૃત્તિમાં વધારો થાય છે. હજી યોગવિદ્યા સંતોષકારક પ્રાપ્ત થઈ નથી. હજી કોઈ જગ્યાએ જવું હશે તો જઈ શકાશે, પણ આ આચાર્ય-પદવી લીધા પછી ક્યાંયે જવાશે નહિ. ભવિષ્યમાં કદાચ ગમે તે થાય પણ હાલ આ વિચાર બંધ રાખવો સારો છે.” (પૃ. ૧૯૧) આ વિચારો તેઓને મન આચાર્યપદ કેવું મહિમાવંત અને જવાબદારીવાળું હતું એનો ખ્યાલ આપવા સાથે એક યોગસાધક આત્માને શોભે એવી એમની હાર્દિક નમ્રતાનું પણ સુભગ દર્શન કરાવે છે. આચાર્ય શ્રી વિજયકમલસૂરિજીનો વિ. સં. ૧૯૭૪ની સાલમાં, બારડોલીમાં, દેશવ્યાપી ઇન્ફલ્યુએન્ઝાના રોગચાળામાં સ્વર્ગવાસ થયો, ત્યારે એમણે પોતાની પછી પોતાના શિષ્ય પંન્યાસ શ્રી કેસરવિજયજીને આચાર્યપદ આપીને સમુદાયના વડા બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. એટલે પેથાપુર સંઘની વિનંતિમાં સ્વર્ગસ્થ આચાર્યશ્રીની અંતિમ ઇચ્છા પૂરી કરવાના કર્તવ્યનું બળ ભળ્યું હતું; છતાં શ્રી કેસરવિજયજી મહારાજે આ પ્રમાણે આંતરિક ચિંતન કરીને એ વાતને જતી કરી હતી. પણ આવી સમર્થ, સધર્મશીલ વ્યક્તિથી આચાર્યપદ હંમેશને માટે અળગું રહે એ જાણે કુદરતને મંજૂર ન હોય એમ, આઠ વર્ષ બાદ, વિ. સં. ૧૯૮૩માં, Page #180 -------------------------------------------------------------------------- ________________ જગર હીરવિજયજી ભાવનગરના શ્રીસંઘની વિનંતીથી, ઘણી જ આનાકાની સાથે, એમને આ પદવી સ્વીકારવી પડી હતી. આચાર્ય બન્યા પછીનાં પણ અંતિમ ચાર વર્ષ વિશેષ આત્મસાધનામાં ગાળ્યાં. વિ. સં. ૧૯૮૭ના ચોમાસામાં, શ્રાવણ વદિ પાંચમે, જૈનપુરી અમદાવાદમાં આ મહાપુરુષ, સમાધિ અને જાગૃતિ સાથે કાળધર્મ પામ્યા. આ યોગસાધક પોતાનો મોટા ભાગનો સમય ત્રણ ભાગમાં વહેંચીને પોતાની સાધનાને આગળ વધારતા હતા : સવારમાં વ્યાખ્યાન વાંચવું, બપોરે ધ્યાનમાં બેસવું અને ધ્યાન પછી લેખનકાર્ય કરવું. તેઓ જેવું મધુર અને હૃદયસ્પર્શી પ્રવચન આપી શકતા હતા, તેમ એમની લેખનશૈલી પણ સુંદર, સુગમ અને અસરકારક હતી. પોતાના અભ્યાસ અને અનુભવના નિચોડ રૂપે વીસ જેટલાં પુસ્તકો લખીને તેઓએ આપણા ઉપર મોટો ઉપકાર કર્યો છે. પોતાને યોગસાધના તરફ ખૂબ ઊંડો અનુરાગ હોવા છતાં સાધુજીવનની ધર્મક્રિયાઓ સ્વયં કરીને તેમ જ સામાન્ય જનસમૂહને એ તરફ દોરીને એમણે પોતાની સાધનામાં નિશ્ચય અને વ્યવહારનો કેવો સુમેળ સાધ્યો હતો તે બતાવે છે. વળી દુઃખી અને ગરીબ સાધર્મિકો માટે હુન્નરશાળા વગેરે સ્થાપવાની પ્રેરણા આપીને એમણે પોતાની કરુણાવૃત્તિ પણ દાખવી હતી. જ્યારે ઘણા લાંબા સમયથી જૈનસંઘની ધર્મકરણીમાંથી, આત્યંતર તપ તરીકેનું મહત્ત્વ ધરાવતો ધ્યાનસાધનાનો માર્ગ મોટા પ્રમાણમાં વીસરાઈ ગયો છે અને અત્યારે શિથિલાચારનો ચિંતાજનક રૂપમાં ફેલાવો થવા લાગ્યો છે, ત્યારે આચાર્ય શ્રી વિજયકેસરસૂરિજીનું (તથા આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીનું ) જીવન અને કાર્ય આપણને ઘર્મનો સાચો માર્ગ સુઝાડવામાં દીવાદાંડીની ગરજ સારે છે. | (તા. ૧૫-૧-૧૯૭૭) (૧૩) જગગુરુ હીરવિજયજી સમભાવી, ઉદાર અને ત્યાગ-વૈરાગ્ય-સંયમથી શોભતા ધર્મગુરુ અને ઉદાર, ધર્મજિજ્ઞાસુ અને સત્યના ચાહક સમ્રાટ વચ્ચે ધર્મસ્નેહ બંધાતાં એનું કેવું ઉત્તમ, સર્વકલ્યાણકર પરિણામ આવે એનો ખ્યાલ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીના અને મહાન મોગલ સમ્રાટ અકબરના જીવન ઉપરથી આવી શકે છે. જે ધર્મગુરુઓ પોતાનાં જ્ઞાન અને ચારિત્રનો પ્રભાવ રાજા-મહારાજાઓ ઉપર પાડી શક્યા છે, તે મોટા પ્રમાણમાં ધર્મની સેવા અને લોકકલ્યાણના યશના Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ અમૃત-સમીપે ભાગી બન્યા છે. જૈનધર્મના તેમ જ અન્ય ધર્મોના ઇતિહાસમાં આવા અનેક પ્રેરક દાખલાઓ મળી આવે છે. સત્તાધારીઓ ઉપર આવો ધર્મપ્રભાવ પડવાને લીધે લોકકલ્યાણ અને અહિંસા યા જીવરક્ષાનું કામ વ્યાપક પ્રમાણમાં થઈ શકે છે, અને લાંબા વખત સુધી ટકી પણ શકે છે. ઉપરાંત ‘યથા રાખા તથા પ્રના' એ ન્યાયે, એની અસર સામાન્ય જનસમૂહ ઉપર પણ પડ્યા વગર રહેતી નથી. વિક્રમની ૧૭મી સદીમાં થયેલા જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી જૈનશાસનના આવા જ એક પ્રભાવક જ્યોતિર્ધર અને સર્વકલ્યાણવાંછુ મહાપુરુષ હતા. તેઓ જેવા જ્ઞાની હતા એવા જ વ્યવહારદક્ષ, વિચક્ષણ, અપ્રમત્ત હતા; અને એવું જ નિર્મળ, તેજસ્વી હૃદયસ્પર્શી એમનું ચારિત્ર હતું. સમભાવ, ઉદારતા અને અપાર કરુણાનો ત્રિવેણીસંગમ એમના જીવનમાં સધાયો હતો. આવા ગુણસમૃદ્ધ અને સરળ સાધુતાથી શોભતા મહાપુરુષના જીવનનો પ્રભાવ સહજપણે એમના સહવાસમાં આવના૨ ઉપ૨ પડતો અને એને ધર્મના સુભગ રંગે રંગી દેતો. મોગલ સમ્રાટ અકબરનું આવું જ બન્યું હતું. આમ જોઈએ તો અકબરશાહ ખૂબ વિલાસી અને બહુ જ રસિક રાજવી હતો. એની સ્વાદવૃત્તિ પણ દયા કે કરુણાના સીમાડાને ભાગ્યે જ સ્વીકારતી, અને છતાં વિશ્વના મોટા-મોટા ઇતિહાસકારોએ પણ એને આદર્શ સમ્રાટ તરીકે બિરદાવ્યો છે. એ બાદશાહ ધર્મ અને જન્મે મુસલમાન હોવા છતાં એનામાં ઉદારતા, પ્રજાવત્સલતા, મૂળ ધર્મતત્ત્વની જિજ્ઞાસા, મનમાં વસેલી વાતનો પોતાની ધર્મપરંપરાની ચિંતા કર્યા વગર અમલ કરવાની હિંમત અને જ્ઞાનીજનોનો આદર કરવાની ભાવના વગેરે ગુણોનું એવું તો મિશ્રણ થયું હતું કે એના લીધે એની અનેક મર્યાદાઓ અને ક્ષતિઓ ઢંકાઈ ગઈ હતી અને એક મહાન સમ્રાટ તરીકેની નામના એને વરી હતી. બધા ય સંપ્રદાયો કે ધર્મોના અનુયાયીઓને ધર્મસ્નેહ અને એકતાને સૂત્રે બાંધી શકે એવો બધા ય ધર્મોના સાર-રૂપ ‘દીને ઇલાહી' નામે એક નવો ધર્મ પ્રવર્તાવવાની એની યોજના અને આકાંક્ષા ભલે સફળ ન થઈ, પણ એથી એની લોકહિતની ભાવના તો વિખ્યાત થઈ જ. આવા એક મહાન સમ્રાટ ઉપર હીરવિજયસૂરિજીએ અસરકારક પ્રભાવ પાડીને એની પાસે જીવદયાનાં અને બીજાં અનેક સત્કાર્યો કરાવ્યાં હતાં એ બીના જ આ આચાર્યપ્રવરના અંતરમાં પ્રખર જ્ઞાન અને નિર્મળ ચારિત્રનું કેટલું હીર અને ખમીર સમાયેલું હતું એનો સચોટ ખ્યાલ આપે છે. આવા મહાન પ્રભાવશાળી શાસનનાયક આચાર્યની સ્વર્ગારોહણ-તિથિ (ભાદરવા સુદિ ૧૧) આવતી કાલે આવે છે, એવે પ્રસંગે એમનું પુણ્યસ્મરણ કરવું ઇષ્ટ છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧પ૯ જગદ્ગુરુ હીરવિજયજી જગદ્ગુરુ ગરવી ગૂર્જરભૂમિનું સંતાન. એમનું વતન પાલનપુર. એમના પિતાનું નામ ક્રૂરજી શેઠ અને માતાનું નામ નાથીબાઈ; જ્ઞાતિએ ઓસવાળ. વિ. સં. ૧૫૮૩ના માગસર સુદિ ૯ના દિવસે એમનો જન્મ. નામ હીરો. હીરાને એક ભાઈ અને બે બહેનો. તેર વર્ષની કુમળી ઊછરતી વયે એના અંતરને વૈરાગ્યનો પારસમણિ સ્પર્શી ગયો. એણે વિ. સં. ૧૫૯૬માં પાટણમાં તપગચ્છના આચાર્ય શ્રી વિજયદાનસૂરિજી પાસે દીક્ષા અંગીકારી; નામ મુનિ હરહર્ષ રાખવામાં આવ્યું. દીક્ષા લીધા પછી મુનિશ્રી હરિહર્ષે પોતાનું સમગ્ર જીવન શાસ્ત્રાભ્યાસ દ્વારા જ્ઞાનસાધનામાં અને સંયમ અને ત્યાગમય વૈરાગ્યના અભ્યાસ દ્વારા ચારિત્રની આરાધનામાં લગાવી દીધું. એમની આ આરાધના જેવી એકાગ્ર હતી એવી જ ઉત્કટ હતી. તેજસ્વી એમની બુદ્ધિ હતી, જાજરમાન એમનું વ્યક્તિત્વ હતું અને અવિરત એમનો પુરુષાર્થ હતો. જ્ઞાન અને ક્રિયા દ્વારા આત્માનું હીર અને સત્ત્વ જગાડવાનું આવું કઠોર તપ મુનિ હીરહર્ષ પૂરાં રામવનવાસ જેટલાં (ચૌદ) વર્ષ સુધી તપતા રહ્યા. એમના એ તપમાં નામનાની કામના કે સુખશીલિયા જીવનની સુંવાળી અને લપસણી વૃત્તિ જરા ય વિક્ષેપ ઊભો ન કરી શકી. સત્તાવીસ વર્ષની ઉમરે જૈન શાસનને એક મહાન જ્યોતિર્ધરની પ્રાપ્તિ થઈ : વિ. સં. ૧૬૧૦માં શ્રીસંઘે રાજસ્થાનના ઐતિહાસિક નગર શિરોહીમાં હરહર્ષમુનિને, શાસનના નાયક બનીને શાસનની રક્ષા કરવા અને ધર્મનો મહિમા વધારવા આચાર્યપદથી અલંકૃત કર્યા. શાસનને એક સમર્થ સુકાની સાંપડ્યાનો આનંદ જૈનસંઘ અનુભવી રહ્યો. સમ્રાટ અકબર એક દીર્વ-ઉગ્ર તપોતિ બહેન (ચંપા) દ્વારા હીરવિજયસૂરિજીની ખ્યાતિ સાંભળીને આચાર્યશ્રીને મળવાની તાલાવેલી અનુભવી રહ્યો. એણે આચાર્યશ્રીને ફતેપુર-સિક્રી મોકલવા ગુજરાતના સૂબાને ફરમાન મોકલ્યું. આચાર્યશ્રી એ વખતે ગંધારમાં ચાતુર્માસ બિરાજેલા હતા. શ્રીસંઘ દ્વારા બાદશાહની ઇચ્છા જાણતાં એમને ભાવિમાં થનાર મોટા લાભનો ખ્યાલ આવતાં વાર ન લાગી. ચોમાસુ પૂરું થતાં તરત જ વિ. સં. ૧૯૩૮માં માગશર માસમાં હીરસૂરિજીએ ફતેપુર તરફ વિહાર કર્યો. આ આવા મોટા સમ્રાટની વિનંતિથી એને મળવા જવામાં પણ આચાર્યશ્રીને કોઈ દુન્યવી બાબતની આસક્તિ પ્રેરક નહોતી બની. પંચાવન વર્ષની પાકી ઉંમરે આટલો લાંબો અને કષ્ટસાધ્ય વિહાર કરવામાં હીરસૂરિજીની એક જ રટણા હતી કે આવો મોટો રાજા ધર્મબોધ પામે તો તીર્થકર ભગવાનના અહિંસામય, કરુણામય ધર્મનો વિજય થાય. એ ભાવના સાથે તેઓ છ માસના વિહારને અંતે ફતેપુર પહોંચ્યા. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ અમૃત-સમીપે માર્ગમાં જે કોઈ મળ્યા એમને તેઓ અવિરતપણે ધર્મામૃતનું પાન કરાવતા રહ્યા. માર્ગમાં આવતા ચરોતર ગામનો ઠાકોર અર્જુન, જે એક મોટો બહારવટિયો બનીને પ્રજાને રંજાડતો હતો અને ન કરવાનાં કામ કરતો હતો, એના અંતરને આ અમૃત સ્પર્શી ગયું. એણે સૂરિજીનો ખૂબ આદર કર્યો અને પોતાનાં કુવ્યસનોનો ત્યાગ કરીને એ માનવતાના દિવ્ય અમૃતનું અભિનવ પાન કરી રહ્યો. આવા તો કંઈક પતિત આત્માઓ ઉદ્ધારનો આનંદ અનુભવી રહ્યા. આ પહેલી જ મુલાકાતમાં હીરવિજયસૂરિની સાધુતા, સરળતા અને વિદ્વત્તા જાણે સમ્રાટના અંતર પર કામણ કરી ગઈ. આ શ્રમણને ન હતી કોઈ કામના કે ન કોઈ આસક્તિ; એનું એકમાત્ર ધ્યેય ધર્મધ્વજ સમ્રાટના અંતરમાં ફરફરતો કરવો એ જ હતું. જૈન શ્રમણની ઉગ્ર જીવનચર્યા અને તપ, ત્યાગ, વૈરાગ્ય, સંયમ અને તિતિક્ષા માટેની સજ્જતાને સમ્રાટ અભિનંદી રહ્યો. સમ્રાટે પોતાની ભક્તિના એક અદના પ્રતીક તરીકે પોતાની પાસેનો પદ્મસુંદર યતિનો બહુમૂલો ગ્રંથભંડાર સ્વીકારવા સૂરિજીને આગ્રહભરી વિનંતિ કરી. પણ સૂરિજીને આ પરિગ્રહ કેમ આકર્ષી શકે ? સમ્રાટ જ્યારે માન્યો જ નહીં ત્યારે એનો સ્વીકાર કરીને આગ્રામાં “અકબરીય જ્ઞાનભંડાર' તરીકે શ્રીસંઘને તે સુપરત કરી દીધો. સાત-આઠ મહિના બાદ સૂરિજી અને સમ્રાટની બીજી મુલાકાત થઈ. અકબર સૂરિજીનાં જ્ઞાન અને જીવનથી આ વખતે વિશેષ પ્રભાવિત થયો. એણે સૂરિજીને પોતાની પાસેથી કંઈક પણ ભેટ સ્વીકારીને પોતાને ઉપકૃત કરવાની અને પોતાનો ઋણભાર ઓછો કરવાની વિનંતિ કરી. પણ અકિંચન સાધુને એવું કશું જ ક્યાં જોઈતું હતું? છેવટે એમણે પર્યુષણા મહાપર્વના આઠ દિવસ માટે જીવહિંસાનું નિવારણ કરવાની, કેદખાનામાં વર્ષોથી સબડતા કેદીઓને મુક્ત કરવાની અને પંખીઓને પાંજરામાંથી મુક્ત કરવાની ભિક્ષા માગી. સમ્રાટે હર્ષપૂર્વક સૂરિજીની માગણીનો સ્વીકાર કર્યો અને આઠના બદલે બાર દિવસ સુધી અમારિ-પ્રવર્તનનું ફરમાન લખી આપ્યું. ઉપરાંત, પોતાની અને પ્રજાની ભક્તિના પ્રતીકરૂપે સૂરિજીને “જગદ્ગુરુ”ની પદવી અર્પણ કરી. ' સૂરિજી તો ભારે જાગૃત પુરુષ હતા ? આવા મોટા સમ્રાટની ભક્તિના વ્યામોહમાં ક્યાંક સાધનામાં ઢીલાશ ન આવી જાય એની તેઓ પૂરી ખબરઘરી રાખતા હતા. સમ્રાટની અનુમતિ લઈને એમણે ગુજરાત તરફ વિહાર કર્યો, અને વિહાર કરતાં પહેલાં હિંદુસ્તાનમાંના શત્રુંજય, ગિરનાર, સમેતશિખર વગેરે શ્વેતાંબર જૈન તીર્થોની માલિકી શ્વેતાંબર સંઘને સુપરત થયાનું ફરમાન સમ્રાટ પાસેથી મેળવી લીધું. સં. ૧૯૪૯માં સૂરિજીએ શત્રુંજયનો મોટો તીર્થ (સંઘ?). Page #184 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય કલ્યાણસાગરસૂરિજી ૧૭૧ કઢાવ્યો, ત્યારે એમની સૂચનાથી ઉપાધ્યાય ભાનુચંદ્રે બાદશાહ પાસે મુંડકાવે૨ો ૨૬ કરાવ્યો. આ રીતે જીવનભર અંગત કામનાથી સાવ અલિપ્ત રહીને અને જીવદયા અને શાસનસેવાનાં કાર્યોમાં પોતાનું સમગ્ર સાધુજીવન કૃતાર્થ કરીને આ મહાન જ્યોતિર્ધર વિ. સં. ૧૯૫૨માં સૌરાષ્ટ્રના ઊના ગામમાં સ્વર્ગવાસી થયા. એમની ધર્મભાવનાની સુવાસ દેહવ્યાપી મટીને જાણે વિશ્વવ્યાપી બની ગઈ ! અહિંસા અને જીવદયાના ઉત્કટ સાધક અને પ્રચારક આ સૂરિજીનું જીવન જૈનસંઘને ત્રણે કાળમાં માર્ગદર્શક બની રહે એવું તેજસ્વી છે. એમની વિદ્વત્તા વાદવિવાદથી નહીં પણ સહૃદયતાથી સભર હતી, જે સામાના અંતરને વશ કરી લેતી હતી. એમની સાધુતા સરળતા અને કરુણાથી શોભતી હતી, અને એમના હૃદયની વિશાળતા, ઉદારતા અને નિર્મળતા સૌને પોતાનાં બનાવી લેતી હતી. એમના દરિયાવ દિલમાં જેમ ધર્માનુરાગીઓ માટે મમતાભર્યું સ્થાન હતું, તે જ રીતે ધર્મથી વિમુખ રહેલાઓ માટે પણ એવું જ સ્થાન હતું (તા. ૨૪-૯-૧૯૬૬) (૧૪) મહાન સંઘનાયક આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરિજી તીર્થંકર તો સર્વત્ર સુખ-શાંતિની શીળી છાંયડી વિસ્તારતા ઘેઘૂર વડલા જેવું ધર્મશાસન પ્રવર્તાવીને ચાલ્યા જાય છે. એટલે એ ધર્મશાસનની રક્ષા, વૃદ્ધિ અને વિશ્વકલ્યાણ માટે તેની પ્રભાવના કરતા રહેવાની જવાબદારી સ્વાભાવિક રીતે જ પ્રભુએ સ્થાપેલ જંગમતીર્થરૂપ ચતુર્વિધ સંઘ ઉપર આવી પડે છે. આ ચતુર્વિધ સંઘમાં શ્રમણસંઘનું સ્થાન ઉચ્ચ છે અને એમાં પણ આચાર્ય-મહારાજોનું સ્થાન સર્વોચ્ચ છે. તેથી જ જૈન સંઘવ્યવસ્થામાં આચાર્યને શાસનના રાજાની ઉપમા આપવામાં આવી છે. જૈન ધર્મ, સંઘ અને શાસન અત્યાર સુધી ટકીને પોતાનો પ્રભાવ વિસ્તારી શક્યાં છે તે સૈકે–સૈકે થતા રહેલા શાસન-પ્રભાવક મહાન આચાર્યો તથા અન્ય શ્રમણશ્રેષ્ઠોની પરંપરાના પ્રતાપે જ. આચાર્યપ્રવર શ્રી કલ્યાણસાગરસૂરિજી તેજસ્વી નક્ષત્ર સમા આવા જ એક સમર્થ સંઘનાયક હતા. દર્શન, જ્ઞાન, ચારિત્રની અખંડ, નિર્મળ આરાધના અને ઉદાર હૃદયની વ્યાપક ધર્મપ્રભાવના દ્વારા જેમ એમનું જીવન યશોજ્જ્વળ બન્યું હતું, તેમ જૈનશાસન પણ ગૌરવશાળી બન્યું હતું. Page #185 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે આ મહાન આચાર્યનો જન્મ વિ. સં. ૧૬૩૩ની સાલમાં થયો હતો; એટલે અત્યારે (વિ. સં. ૨૦૩૩માં) એમના જન્મનું ૪૦૦મું વર્ષ ચાલી રહ્યું છે. એ નિમિત્તે એમના પ્રભાવશાળી વ્યક્તિત્વનું દર્શન અને ગુણસ્મરણ કરીને એમને વંદના કરવી ઉચિત છે. ૧૭૨ ઉત્તર ગુજરાતના વઢિયાર પ્રદેશનું લોલાડા ગામ એમનું વતન. પિતાનું નામ નાનિગ, માતાનું નામ નામિલદે, જ્ઞાતિ શ્રીમાળી. વિ. સં. ૧૯૩૩ના વૈશાખ શુદિ છઠે (બીજા મતે અષાઢ શુદિ બીજે) એમનો જન્મ. તેમનું નામ કોડનકુમાર. માતા-પિતાનો આ એક જ પુત્ર. એને એક મોટી બહેન હતી સોમાદે. કોડનકુમાર બાળપણથી જ તેજસ્વી હતા. પણ એમનું અંતર સંસાર તરફ ઝૂકવાને બદલે ધર્મભાવના તરફ વળવા માંડ્યું; એમાં જૈન શાસનને માટે સદ્ભાગ્યે ભવિતવ્યતાનો કોઈ મંગળ સંકેત છુપાયો હતો. એ છૂપા સંકેતને પ્રગટ થતાં વાર ન લાગી; અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય તથા બીજા અનેક શ્રમણપુંગવોની જેમ, કોડનકુમારે, માત્ર નવ વર્ષની ઉંમરે જ, વિ. સં. ૧૯૪૨ની સાલમાં ફાગણ શુદિ ચોથના રોજ (મતાંતરે અક્ષયતૃતીયાના પર્વદિને), અંચળગચ્છાધિપતિ આચાર્ય શ્રી ધર્મમૂર્તિસૂરિજી પાસે, ગુજરાતના પ્રાચીન પાટનગર ધોળકામાં ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. એ વખતે નામ મુનિ શુભસાગરજી રાખવામાં આવ્યું. તેમની ઉપર જ્ઞાન અને ચારિત્રની અપ્રમત્ત સાધનામાં સદા લીન રહેતા ગુરુની પવિત્ર છાયા હતી અને અંતરમાં નિર્મળ સંયમની આરાધનાની લગની હતી. એટલે મુનિ શુભસાગરજી જ્ઞાન અને ક્રિયાની આરાધનામાં, મન-વચનકાયાના પૂર્ણ યોગથી એકાગ્ર બની ગયા. સાત વર્ષ જેટલી ટૂંકી સંયમયાત્રામાં એમણે એવી યોગ્યતા પ્રાપ્ત કરી લીધી કે વિ. સં. ૧૬૪૯ની સાલમાં માહ શુદિ છઠના (અન્ય મતે અક્ષયતૃતીયાના પર્વદિવસે) માત્ર સોળ જ વર્ષની ઊગતી ઉંમરે, એમને જૈનપુરી અમદાવાદમાં ‘કલ્યાણસાગરજી' એ નવા નામે આચાર્યપદ જેવું જવાબદારીવાળું પદ અર્પણ કરવામાં આવ્યું. આટલી નાની ઉંમરે આવું મોટું પદ આપવામાં આવ્યું હોય એવા દાખલા તો અતિ વિલ જ છે. આચાર્યપદ મળતાં કલ્યાણસાગરસૂરિજી માટે ધર્મભાવનાનો કર્મયોગ શરૂ થયો. ગુરુ શ્રી ધર્મમૂર્તિસૂરિએ પણ, પોતાના શિષ્યની યોગ્યતા અને શક્તિને પિછાણીને એમને પોતાનાથી જુદા, સ્વતંત્ર વિચરવાની અનુમતિ આપીને એમની સંયમસાધનાને અને પ્રભાવકતાને શતદળ કમળની જેમ વિકસવાની મોકળાશ કરી આપી. શ્રી કલ્યાણસાગરસૂરિજીએ પણ આ મોકળાશ શિથિલતાનું નિમિત્ત ન બને એની પૂરી જાગૃતિ રાખીને પોતાનુ સાધુપણું અને શિષ્યપણું ચરિતાર્થ કર્યું. Page #186 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય કલ્યાણસાગરસૂરિજી ૧૭૩ વિક્રમની સત્તરમી સદી જૈન પરંપરા માટે અનેક મહાન સંઘનાયકો, પ્રતાપી ધર્મપુરુષો તેમ જ ધર્મોદ્યોતની અનેક ઘટનાઓને લીધે, ખૂબ યશોદાયી અને ગૌરવ વધારનારી સદી હતી એમ એ સમયનો ઇતિહાસ તપાસતાં સ્પષ્ટ જાણી શકાય છે. તપગચ્છમાં જગદ્ગુરુ હીરવિજયસૂરિજી અને એમની શિષ્યપરંપરા, ખરતરગચ્છમાં આચાર્ય જિનચંદ્રસૂરિ તથા જિનસિંહસૂરિ, અંચળગચ્છમાં આચાર્ય કલ્યાણસાગરસૂરિજી જેવા અનેક પ્રભાવક સંતો, રાજનગર-અમદાવાદમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી, આગરાના કુરપાળ-સોનપાલની બાંધવબેલડી, ભદ્રેશ્વરના વર્ધમાનશા અને પદ્ધસિંહશા એ બે ભાઈઓ, બિકાનેરના મંત્રી શ્રી કર્મચંદ બચ્છાવત, જેસલમેરના પીરશાહ જેવાં અનેક પ્રતાપી શ્રાવકરત્નો આ સદીમાં ઘણો ગૌરવભર્યો ઇતિહાસ રચી ગયાં. શ્રી શત્રુંજય વગેરે તીર્થના માલિકીહક્કોનાં બાદશાહી ફરમાનો, અહિંસા-અમારિ-પ્રવર્તનના સરકારી આદેશો, શ્રી શત્રુંજયતીર્થનાં દેવમંદિરોની વિશિષ્ટ સમૃદ્ધિની વૃદ્ધિની (વિ. સં. ૧૯૫૦માં) શરૂઆત, ત્યાં સવાસોમાના ઊંચામાં ઊંચા જિનમંદિરથી શોભતી ટૂંકની સ્થાપના (વિ. સં. ૧૯૭૫), બાદશાહોને પ્રતિબોધ, અન્ય અનેક રાજાઓને પ્રતિબોધ, ભદ્રેશ્વરતીર્થ તથા બીજાં પણ અનેક તીર્થો જીર્ણોદ્ધાર વગેરે કેટકેટલી ઘટનાઓ આ સમયમાં બનવા પામી હતી ! ખરેખર, કોઈક અભ્યાસી સાધુ-મુનિરાજે કે ગૃહસ્થ વિદ્વાને બધા ગચ્છોને આવરી લેતો આ સદીનો ઇતિહાસ ખાસ લખવા જેવો છે. એ માટેની સામગ્રી પણ સારા પ્રમાણમાં મળી શકે એમ છે. જૈનશાસનના આ ગૌરવભર્યા યુગમાં આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીનું નામ અને કામ સુંદર ભાત પાડે એવું ઉત્તમ છે. - શ્રીસંઘમાં દર્શનની આરાધનાને પ્રોત્સાહન મળે એ માટે એમણે શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપર તથા અન્ય અનેક સ્થાનોમાં જિનમંદિરોની સ્થાપના કે પ્રતિષ્ઠા કરાવી હતી, શ્રી ભદ્રેશ્વર તીર્થ જેવાં કેટલાંય તીર્થોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, સેંકડો જિનબિંબોની અંજનશલાકાઓ કરાવી હતી અને અનેક યાત્રાસંઘો કઢાવ્યા હતા. એમણે સેંકડો માઇલોનો વિહાર કરીને દૂર-દૂરના પ્રદેશોમાં વસતા જૈન સંઘોને પણ પોતાની ધર્મશ્રદ્ધા અને શાસનસેવાની ધગશનો લાભ આપ્યો હતો. દર્શનની જેમ જ્ઞાનની સાધના અને પ્રભાવના માટે પણ તેઓનું જીવન ઘખલારૂપ બની રહે એવું હતું. તેઓ પોતે તો શાસ્ત્રોના મર્મજ્ઞ વિદ્વાન હતા જ, અને એમણે નાની-મોટી અનેક કૃતિઓની રચના પણ કરી હતી. વળી એક પ્રવચનકાર તરીકે તો જાણે એમની જીભે સરસ્વતીનો વાસ ન હોય ! એનાથી જૈન-જૈનેતર અસંખ્ય વ્યક્તિઓ ધર્મબોધ પામી હતી. વળી શ્રીસંઘને જ્ઞાનોપાસનાનો લાભ મળે એ માટે, જ્ઞાનમંદિરોની પણ સ્થાપના કરાવી હતી, અને લહિયાઓ પાસે શાસ્ત્રગ્રંથો સારા પ્રમાણમાં લખાવ્યા હતા. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અમૃત-સમીપે અને એમની ચારિત્રની આરાધનાનું તો શું કહીએ ? નિર્મળ સંયમનું પાલન કરવાની એમની ચીવટ અને ખબરદારી એક આદર્શ શ્રમણને શોભે એવી હતી. કચ્છથી લઈને તે ઉત્તર ભારતમાં આગ્રા સુધી, પૂર્વભારતમાં સમેતશિખર તીર્થ જેવા કલ્યાણક ભૂમિઓ સુધી અને પશ્ચિમ ભારતમાં ગુજરાત-કચ્છ-કાઠિયાવાડ ઉપરાંત રાજસ્થાન અને સિંધ સુધી, વૃદ્ધ ઉમર સુધી પાદવિહાર કરનાર આચાર્યની ચારિત્રપાલન માટેની ચિંતા અને તમન્ના કેટલી ઉત્કટ હશે તે સમજી શકાય છે. શ્રીસંઘ ઉપર અને રાજા-મહારાજાઓ ઉપર એમનો પ્રભાવ પડતો હતો તે એમના ચારિત્રબળના કારણે જ. કચ્છના રાજવી ભારમલજીએ તો એમના ભક્ત બનીને ભુજમાં “રાજવિહાર' નામે જિનમંદિર સુધ્ધાં બંધાવ્યું હતું, અને પોતાના મહેલમાં લાકડાની જે પાટ ઉપર આચાર્યશ્રી બેઠા હતા, તે શ્રીસંઘને ભેટ આપી દીધી હતી. ભુજના સંઘે આ પાટ અત્યાર સુધી સાચવી રાખી છે. કચ્છના વર્ધમાનશા તથા પદ્ધસિંહશાહે, આગરાના કુરપાળ અને સોનપાલે તેમ જ બીજા પણ અનેક ધર્માનુરાગી મહાનુભાવોએ ધર્મારાધન તથા ધર્મપ્રભાવનાનાં જે અનેક કાર્યો કર્યાં હતાં અને એ માટે પૂરી ઉદારતાથી પોતાના ધનનો ઉપયોગ કર્યો હતો, તે આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીની દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધનાથી પ્રભાવિત થઈને જ. ઉદયપુરના શ્રીસંઘે એમને, સંવત્ ૧૯૭૨ની સાલમાં, “યુગપ્રધાન પદ થી વિભૂષિત કર્યા હતા તે પણ એટલા જ માટે. આ યુગપ્રધાન આચાર્યશ્રીની સહધર્મીઓના સંકટનિવારણ માટેની ચિંતા એમને સાચા અર્થમાં સંઘના નાયક કે શિરછત્ર તરીકેનું વિશિષ્ટ ગૌરવ આપી જાય એવી હતી. તીર્થકરે સ્થાપેલ સંઘના જ એક વિશિષ્ટ અંગરૂપ ગૃહસ્થ વર્ગનાં સુખદુઃખ માટે તેઓ હમેશાં ચિંતા સેવતા રહેતા હતા, અને એ માટે સુખી ગૃહસ્થોને પ્રેરણા પણ આપતા રહેતા હતા. શ્રી વર્ધમાન-પદ્મસિંહશાહ જેવા અનેક શ્રીમંતોએ એમના ઉપદેશથી, આ દિશામાં પુષ્કળ ધનનો સદુપયોગ કર્યો હતો. કચ્છમાં વિનાશ સર્જક તરીકે યાદગાર બની ગયેલ સં. ૧૯૮૭ના દુષ્કાળ વખતે એમણે પ્રજાના સંકટ-નિવારણ માટે વર્ધમાનશાના પુત્ર જગડૂચા તથા બીજાઓ પાસે જે સત્કાર્યો કરાવ્યાં હતાં, તે એમની કરુણાની કીર્તિગાથા બની રહે એવાં હતાં. વળી જૈનેતર પ્રજાજનોને પણ તેઓ જે વાત્સલ્યથી આવકારતા અને એમના પ્રત્યે હમદર્દી દાખવીને એમનાં દુઃખના નિવારણ માટે જે પ્રેરણા આપતા, તેથી એમ લાગે છે કે તેઓ દરિયાવદિલ સંત હતા; અને એ રીતે એમણે તીર્થકરના ધર્મનો ઉદારતા અને મૈત્રીનો સંદેશ ઝીલી બતાવ્યો હતો. આવા પ્રભાવક મહાપુરુષ પોતાના ગચ્છમાં થયા એનું ગૌરવ અંચળગચ્છ સંઘ અનુભવે એ સ્વાભાવિક છે. બાકી તો, આવા સંતપુરુષો સમગ્ર માનવજાતની Page #188 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયવલ્લભસૂરિજી. ૧૬૫ અમૂલ્ય મૂડી છે, અને એમનું એ રીતે જ મૂલ્ય આંકવું જોઈએ; ન આંકી શકીએ તો એમાં આપણને પોતાને જ નુકસાન થવાનું – આ સમજવા જેટલી આપણી બુદ્ધિ જાગે તો કેવું સારું આ આચાર્યશ્રીના હાથે ૧૧૩ સાધુઓ અને ૨૨૮ સાધ્વીઓ દીક્ષિત થયાં હતાં; એ પણ એ સૂચવે છે કે તેઓ કેવા પ્રભાવશાળી હતા. જૈનશાસનના આ પ્રભાવક આચાર્ય ૪૦ વર્ષ યુગપ્રધાનપદ, ૩૮ વર્ષ આચાર્યપદ, ૭૬ વર્ષ જેટલો દીક્ષાપર્યાય અને ૮૪-૮૫ વર્ષ જેટલું પરિપૂર્ણ આયુષ્ય ભોગવીને, નિષ્કલંક સંયમયાત્રા દ્વારા પોતાના જીવનને કૃતાર્થ કરીને વિ. સં. ૧૭૧૮ના અક્ષયતૃતીયાના પુણ્યપર્વના દિને, કચ્છના ભુજનગરમાં સ્વર્ગવાસ પામ્યા. એમના અંતિમસંસ્કારના સ્થાને રચવામાં આવેલ સૂપ એમની યાદ અપાવતો રહે છે. આવતી (વિ. સં. ૨૦૩૩ની) અખાત્રીજનો પર્વદિન એમનો સ્વર્ગવાસદિન છે, તે પછી ત્રણ દિવસે એટલે કે આવતી વૈશાખ શુદિ છઠ (બીજા મતે અષાઢ શુદિ બીજ)ના દિવસે એમના જન્મને, ચારસો વર્ષ પૂરાં થાય છે; એ પ્રસંગે એમનું ભાવપૂર્વક સ્મરણ અને વંદન કરીએ. (તા. ૧૯-૪-૧૯૭૭) (૧૫) લોકગુરુ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી યુગદ્રષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી ત્યારે મુંબઈમાં બિરાજતા હતા. વિ. સં. ૨૦૧૦ના ભાઈબીજને રોજ તેઓશ્રીનો ૮૩મી વર્ષગાંઠ હતી. એ નિમિત્તે મુંબઈની ૭૩ સંસ્થાઓ તરફથી એક મોટો સમારંભ યોજવામાં આવ્યો હતો. એ મંગલમય પ્રસંગે, જાણે પોતાની ૬૮ વર્ષ જેટલી દીર્ઘ આત્મસાધનાનું નવનીત જનતાને આપતાં આત્મવિશ્વાસપૂર્વક કહ્યું હતું : “હું ન જૈન છું, ન બૌદ્ધ, ન વૈષ્ણવ છું, ન શૈવ, ન હિંદુ છું, ન મુસલમાન; હું તો વીતરાગદેવ પરમાત્માને શોધવાના માર્ગે વિચરવાવાળો એક માનવી છું, યાત્રાળુ છું. આજે સૌ શાંતિની ચાહના કરે છે, પરંતુ શાંતિની શોધ તો સૌથી પહેલાં પોતાના મનમાં જ થવી જોઈએ.” ગંભીરતા અને વિનમ્રતાપૂર્વક આચાર્યશ્રીના અંતરમાંથી અમૃતની સરવાણીની જેમ વહી નીકળેલા આ શબ્દો આચાર્યશ્રીની, જુદાં-જુદાં નામોથી ઓળખાતા ધર્મોના બાહ્યસ્વરૂપથી ઊંચે ઊઠીને આત્મસ્વરૂપની ખોજની ઉત્કટ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ અમૃત સમીપે તમન્નાનું સૂચન કરવા સાથે તેમની સત્યગામી અને ગુણગ્રાહી અનેકાંતદષ્ટિનું આલાદકારી દર્શન કરાવે છે. જૈનધર્મે જીવનસાધનામાં અહિંસાને પ્રાધાન્ય આપીને વિશ્વભરના જીવો સાથે મૈત્રી કેળવવાનો આદેશ આપ્યો છે. યુગદર્શ આચાર્યશ્રીએ એ આદેશને ઝીલી લઈને પોતાના હૃદયને વિશાળ, કરુણાપરાયણ અને સંવેદનશીલ બનાવ્યું હતું, અને પોતે સમગ્ર માનવજાત પ્રત્યે સમભાવ કેળવ્યો હતો. કોઈનું પણ દુઃખ-દર્દ જોઈને એમનું અંતર કરુણાભીનું બની જતું અને એના નિવારણનો શક્ય પુરુષાર્થ કર્યા પછી જ એમને નિરાંત થતી. આ રીતે તેઓ વેશથી જૈનધર્મના ગુરુ હોવા છતાં અંતરથી તો સર્વના હિતચિંતક એક આદર્શ લોકગુરુ જ બન્યા હતા. તેઓનું વતન વિદ્યા-કળા-સંસ્કારિતાની ભૂમિ વડોદરા. તેઓની જ્ઞાતિ વિશાશ્રીમાળી, પિતાનું નામ દીપચંદભાઈ, માતાનું નામ ઇચ્છાબહેન, પોતાનું નામ છગનલાલ. કુટુંબ ખૂબ ધર્મપરાયણ, એટલે છગનલાલને પારણે ઝૂલતાં-ઝૂલતાં જ ધર્મસંસ્કારનું પાન કરવાનો સુયોગ મળ્યો હતો. દશ-બાર વર્ષની ઉંમર થતાં-થતાં તો પિતા અને માતા બંનેની છત્રછાયા ઝુંટવાઈ ગઈ. મરણપથારીએ પડેલી માતાએ પોતાના પુત્રને આ જન્મમાં તેમ જ જન્માંતરમાં પણ ઉપયોગી થાય એવી શિખામણ આપતાં કહ્યું : “બેટા, અહંતનું શરણ સ્વીકારજે, અને અનંત સુખના ધામમાં પહોંચાડે એવા શાશ્વત ધર્મધનને મેળવવામાં અને જગતના જીવોનું કલ્યાણ કરવામાં તારું જીવન વિતાવજે.” છગનને એકલવાયું ન લાગે અને એનું ચિત્ત પ્રસન્ન રહે એ માટે બંને મોટા ભાઈઓ – શ્રી હીરાભાઈ અને શ્રી ખીમચંદભાઈ – ખૂબ તકેદારી રાખતા. પણ છગનલાલનો જીવ કંઈક જુદી જ માટીનો હતો; એનું ચિત્ત ઘરસંસારનો ત્યાગ કરીને ત્યાગધર્મની દીક્ષા લેવા માટે ઝંખી રહ્યું. અને એવો પુણ્ય અવસર પણ આવી ગયો. વિ. સં. ૧૯૪રમાં જૈનસંઘના મહાન પ્રભાવક આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી (આત્મારામજી) મહારાજ વડોદરા પધાર્યા. એમની ધર્મદેશના છગનના અંતરને સ્પર્શી ગઈ. એ ભાગવતી દીક્ષા લેવા તત્પર થઈ ગયો. હવે સંસારનું બંધન એને એક પળ માટે પણ ખપતું ન હતું. છેવટે, મોટા ભાઈઓ અને કુટુંબીજનોની નારાજી વહોરીને પણ, એણે વિ. સં. ૧૯૪૩ની સાલમાં, રાધનપુરમાં, શ્રી આત્મારામજી મહારાજ પાસે મુનિ હર્ષવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. નામ રાખ્યું મુનિ શ્રી વલ્લભવિજય. - છગનનો આત્મા ખૂબ આહ્વાદ અનુભવી રહ્યો. એક પળ પણ નિરર્થક વિતાવવાને બદલે તેઓ ગુરુસેવા અને જ્ઞાનચારિત્રની આરાધનામાં લાગી ગયા; શ્રી આત્મારામજી મહારાજના તેઓ ખૂબ પ્રીતિપાત્ર બની ગયા. Page #190 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયવલ્લભસૂરિજી ૧૭૭ ત્રણ ચોમાસાં ગુજરાત અને રાજસ્થાનમાં કરીને તેઓ દાદાગુરુજીની સાથે પંજાબ ગયા. ત્યાં એકધારાં ૧૯ ચોમાસાં કરીને પંજાબના શ્રીસંઘની ધર્મશ્રદ્ધાને ખૂબ દૃઢ બનાવી. ૧૯ ચોમાસાંમાં દાદાગુરુની સાથે છ કર્યાં. અંતસમયે જેમ માતાએ હિત-શિખામણ આપી હતી, એ રીતે જ દાદાગુરુજીએ અંતિમ આદેશ કર્યો : “સમાજના ઉત્કર્ષ માટે ઠેરઠેર વિદ્યામંદિરો સ્થાપજો અને પંજાબ સંભાળજો !” જેમના ચરણે મુનિ વલ્લભવિજયજીએ પોતાનું જીવન અને સર્વસ્વ સમર્પિત કર્યું હતું, એ વાત્સલ્યમૂર્તિ દાદાગુરુના સ્વર્ગવાસથી તેઓને ન કલ્પી શકાય એટલો આઘાત લાગ્યો. પણ કુદરતના સહજ ક્રમ પ્રમાણે આવી પડેલ આપત્તિથી હતાશ થઈને નિષ્ક્રિય બની જવું એ મુનિ શ્રી વલ્લભવિજયજીના સ્વભાવમાં જ ન હતું. દાદાગુરુજીના પારસમણિ જેવા સહવાસને લીધે જીવનમાં ધીરજ, હિંમત અને સમતાનું જે તેજ પ્રગટ્યું હતું, એની જાણે કસોટી થવાની હતી. મુનિ શ્રી વલ્લભવિજયજી પંજાબના શ્રીસંઘની ધર્મશ્રદ્ધાને દૃઢ કરવાના અને સરસ્વતીમંદિરોની સ્થાપનાના કાર્યમાં દત્તચિત્ત બની ગયા. આથી પંજાબ-શ્રીસંઘમાં બાળકોથી લઈને તે વૃદ્ધો સુધી તેઓ સૌ-કોઈનાં અંતરમાં વસી ગયા. ગુરુ વલ્લભનું નામ પડતાં જ પંજાબના શ્રીસંઘનું અંતર આદર અને ભક્તિથી ગદ્ગદ બની જાય છે. 7 ધર્મો ધામિવિના – ધર્મ એના અનુયાયીઓ વિના ન ટકી રહે એ સૂત્ર મુનિ શ્રી વલ્લભવિજયજીના અંતરમાં બરાબર વસી ગયું હતું. વળી, પોતાની દીર્ઘદ્રષ્ટિથી, તેઓ પલટાતા સમયનાં એંધાણ પણ પારખી શક્યા હતા; અને અહિંસા, કરુણા, સંવેદનશીલતા તો એમના રોમરોમમાં ધબકતી હતી. સંઘશક્તિને ટકાવીને સમાજનો ઉત્કર્ષ સાધવા માટે તેઓએ ત્રણ નિષ્કર્ષો તારવ્યા હતા : (૧) સમાજની ઊગતી પેઢીને દરેક કક્ષાનું વ્યાવહારિક તથા ધાર્મિક શિક્ષણ મળતું રહે એવી વ્યવસ્થા કરવી. (૨) સંઘશક્તિને ટકાવી રાખવા માટે જૈનસંઘના બધા ફિરકા વચ્ચે સંપ અને સંગઠનની ભાવનાને પ્રોત્સાહન મળે એવું વાતાવરણ ઊભું કરવું. (૩) સમાજનો ગરીબ અને મધ્યમ વર્ગ આર્થિક ભીંસમાં પિસાઈ ન જાય એ માટે ઉદ્યોગગૃહ જેવી સંસ્થાઓ સ્થાપીને અને એ માટે મોટું ભંડોળ એકત્ર કરવું. તેઓની આ ભાવનાને તેઓના જ શબ્દોમાં જોઈએ : — “અત્યારે હજારો જૈન કુટુંબો પાસે ખાવા પૂરતું અન્ન નથી, પહેરવા પૂરતાં કપડાં નથી, માંદાની સારવાર માટે અને પોતાનાં બાળકોને ભણાવવા માટે પાસે પૈસા Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ અમૃત સમીપે નથી. આજે મધ્યમવર્ગનાં આપણાં ભાઈ-બહેન દુઃખની ચક્કીમાં પિસાઈ રહ્યો છે. જો મધ્યમવર્ગ જીવતો રહેશે તો જ જૈન-જગતુ પણ ટકી રહેશે. ધનિકવર્ગ લહેર કરે અને આપણા સહધર્મી ભાઈઓ ભૂખે મરે એ સામાજિક ન્યાય નહીં પણ અન્યાય છે. સંસારનો ત્યાગ કરી, આ વેશ પહેરી, ભગવાન મહાવીરની જેમ અમારે અમારા જીવનની પળેપળનો હિસાબ આપવાનો છે. આત્મશાંતિ અને આત્મશુદ્ધિ તો. મળતાં મળશે, પણ સમાજ, ધર્મ અને દેશના ઉદ્યોતમાં આ જીવનમાં જે કાંઈ ફાળો આપી શકાય, તે આપવાનું કેમ ભૂલી શકાય ? સાધર્મિક વાત્સલ્યનો અર્થ કેવળ મિષ્ટાન્ન ખવડાવવું એવો જ નથી, પરંતુ સાધર્મિક ભાઈઓને કામે લગાડીને એમને પગભર બનાવવા એ પણ સાચું સાધર્મિક વાત્સલ્ય છે. “સેવા, સંગઠન, સ્વાવલંબન, શિક્ષણ અને જૈન સાહિત્યનું પ્રકાશન તથા એનો પ્રચાર - આ પાંચ બાબતો ઉપર જ જૈનસમાજની ઉન્નતિનો આધાર છે. “બને કે ન બને, પણ મારો આત્મા એમ ચાહે છે કે સાંપ્રદાયિકતા દૂર થાય અને જૈન સમાજ શ્રી મહાવીરસ્વામીના નેજા નીચે એકત્ર થઈને શ્રી મહાવીરસ્વામીની જય બોલે.” પંજાબમાં એકધારાં ૧૯ વર્ષ સુધી કામ કર્યા પછી જ્યારે તેઓએ ગુજરાત તરફ વિહાર કર્યો, ત્યારે સમાજના ઉત્કર્ષ માટે, સમયની હાકલને ધ્યાનમાં લઈને શું-શું કરવાની જરૂર છે તે અંગેના એમના વિચારો પરિપક્વ થઈ ચૂક્યા હતા, અને હવે તો એને રચનાત્મક સ્વરૂપ આપવાની જ જરૂર હતી. યોજનામાં મુખ્યત્વે બે બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હતી : એક તો જૈનસંઘની નવી પેઢી વિદ્યાની દરેકેદરેક શાખામાં નિપુણતા મેળવે એ માટે શિક્ષણ-સંસ્થાઓ કે વિદ્યાર્થીગૃહો સ્થપાવવાં, અને બીજી : સમાજના જરૂરિયાતવાળા ભાઈ-બહેનોને પૂરક સહાય મળતી રહે એ માટે કંઈક કાયમી વ્યવસ્થા કરવી; જેમ કે એ માટે મોટું ફંડ એકઠું કરવું અને ઉદ્યોગગૃહની સ્થાપના કરવી. ગુજરાત તરફના વિહારમાં આ યોજનાને તેઓએ અગ્રસ્થાન આપ્યું; અને તેઓના આ પુરુષાર્થને લીધે જ પંજાબ, રાજસ્થાન, ગુજરાત તેમ જ મહારાષ્ટ્રમાં નાની-મોટી શિક્ષણ સંસ્થાઓ અને વિદ્યાર્થીગૃહો સ્થપાયાં. આ ઉપરાંત આજથી ૫૫ વર્ષ પહેલાં, મુંબઈમાં સ્થપાયેલ અને સમય જતાં અનેક શાખાઓરૂપે વિસ્તાર પામેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય પણ આચાર્યશ્રીની પ્રેરણા અને ભાવનાનું જ ફળ છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયવલ્લભસૂરિજી ૧૩૯ આચાર્યશ્રીની પ્રેરણાથી સ્થપાયેલ એવી સંસ્થાઓ ઉત્તરોત્તર વિકાસ સાધી શકી એમાં એમની દૂરંદેશી, સમયજ્ઞતા અને નિર્મોહીપણાનો ફાળો કંઈ જેવો-તેવો નથી. કોઈ પણ સંસ્થાના સંચાલનમાં દખલગીરી કરવાથી તેઓ હમેશાં દૂર જ રહેતા, અને દરેક સંસ્થા પોતાનાં ધારાધોરણ પ્રમાણે કામ કરતી રહે એમાં જ પ્રસન્નતા અનુભવતા. આવી અનાસક્તિ કે અલિપ્તતા અતિવિરલ જોવા મળે છે. આવી જ નિર્મોહવૃત્તિ તેઓએ આચાર્યપદવી માટે દર્શાવી હતી. પંજાબના સંઘે તો તેઓને છેક વિ. સં. ૧૯૫૭માં આચાર્યપદ સ્વીકારવાની આગ્રહભરી વિનંતી કરી હતી; પણ મુનિ શ્રી વલ્લભવિજયજીએ વિનમ્રતાપૂર્વક એનો ઇન્કાર કર્યો હતો. આ પછી છેક ચોવીસ વર્ષે, વિ. સં. ૧૯૮૧માં પંજાબ શ્રીસંઘના આગ્રહને વશ થઈને લાહોરમાં તેઓએ આચાર્યપદનો સ્વીકાર કર્યો હતો. વિ. સં. ૨૦૦૬માં જૈન કૉન્ફરન્સનું અધિવેશન ફાલનામાં મળ્યું, ત્યારે સંઘની એકતાના મનોરથ સેવતા અને એ માટે દિન-રાત પ્રયત્ન કરતા આચાર્યશ્રીએ લાગણીભીના સ્વરે કહ્યું હતું : “જો આપણા સંઘની એકતા સાધવા માટે જરૂર પડે તો હું મારું આચાર્યપદ છોડવા તૈયાર છું”. કેવી ભવ્ય ઝંખના ! આ જ રીતે તેઓ ઇચ્છતા હતા કે જૈનોના પ્રત્યેક ફિરકામાં પણ એકતા સ્થપાય. એક વાર આચાર્યશ્રી પાલનપુર ગયા. એમના જાણવામાં આવ્યું કે સંઘમાં કુલેશ છે. એમનો આત્મા કકળી ઊઠ્યો. એ વખતે જેઠ મહિનો ચાલતો હતો. ગરમી એવી પડતી હતી કે પંખીઓ પણ બહાર નીકળતાં ન હતાં. આચાર્યશ્રીએ સંઘના અગ્રણીઓને બોલાવીને કહ્યું કે જ્યાં કુસંપ હોય ત્યાં રહેવાનું મારું કામ નહીં. અને ઉનાળાની સખ્ત ગરમીની પરવા કર્યા સિવાય તેઓએ વિહારની તૈયારી કરવા માંડી. સંઘ તરત જ સમજી ગયો. ગુજરાનવાલાના ગુરુકુળને નાણાંની મોટી ભીડ પડી. આચાર્યશ્રીએ જાહેર કર્યું; “આ સંસ્થા માટે એક લાખ રૂપિયા ભેગા ન થાય ત્યાં સુધી મારે ગોળખાંડ બંધ.” થોડા દિવસોમાં જ સંસ્થાની ટહેલ પૂરી થઈ ગઈ. વિ.સં. ૨૦૦૮માં જૈન કૉન્ફરન્સની સ્થાપનાને ૫૦ વર્ષ પૂરાં થતાં હતાં. એ નિમિત્તે કૉન્ફરન્સનું અધિવેશન મુંબઈમાં ભરાયું હતું. આચાર્યશ્રીએ મધ્યમ અને ગરીબ વર્ગના ઉત્કર્ષ માટે કંઈક નક્કર કામ કરવાનો અનુરોધ કર્યો. કૉન્ફરન્સના મોવડીઓએ એ આદેશને ઝીલી લીધો તો ખરો, પણ એ દિશામાં ધારી પ્રગતિ થતી ન લાગી. એટલે આચાર્યશ્રીએ જાહેર કર્યું કે આ કામ માટે પાંચ લાખ રૂપિયા એકત્ર ન થાય ત્યાં સુધી મારે દૂધ બંધ. જૈનસંઘે થોડા વખતમાં જ એમની ટહેલ પૂરી કરી દીધી; આચાર્યશ્રીનું સંઘનાયકપદ ચરિતાર્થ થયું. Page #193 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે સાધ્વીસંઘ ઉપર શાસ્ત્રો અને પરંપરાને નામે મૂકવામાં આવતાં નિયંત્રણોને કા૨ણે એમનો વિકાસ રૂંધાઈ જાય છે એ વાત પ્રગતિશીલ વિચારો ધરાવતા આચાર્યશ્રીના ખ્યાલ બહાર ન હતી. સાધ્વીસંઘને શાસ્ત્રાભ્યાસ અને વ્યાખ્યાનોની છૂટ આપવામાં આવે તો એ અવશ્ય પ્રગતિ સાધીને સંધની વિશેષ સેવા કરી શકે. તેમણે પોતાની આજ્ઞામાં રહેતા સાધ્વીસમુદાયને આ બાબતમાં પૂરી છૂટ આપી. ૧૭૦ જીવનના છેલ્લા દિવસો વીતતા હતા. ત્યારે (વિ. સં. ૨૦૧૦માં) આચાર્યશ્રી મુંબઈમાં બિરાજતા હતા. ૮૪ વર્ષની ઉંમર અને ૭૮ વર્ષના દીક્ષાપર્યાયને લીધે કાયાનો ડુંગર ડોલવા લાગ્યો હતો. છતાં મનમાં એક જ રટણ હતું કે ક્યારે પાલીતાણા જઈને દાદાનાં દર્શન કરું અને પંજાબ ક્યારે પહોંચું ? કાયા ભલે ને જર્જરિત થઈ, અંતરનો ઉત્સાહ અને ઉમંગ તો એવો ને એવો જ હતો. નિરાશામાંથી આશા પ્રગટે, ક્રૂરતામાંથી કરુણા જન્મે, અધર્મમાંથી ધર્મની અભિરુચિ જાગે એવા-એવા સારમાણસાઈનાં, સેવાપરાયણતાનાં, નમ્રતાનાં, કરુણા, સમતા, શાંતિ અને સ્વસ્થતાનાં અનેક પ્રસંગમૌક્તિકોથી આચાર્યશ્રીનું જીવન વિમળ, ઉચ્ચ અને ઉદાત્ત બન્યું હતું. આવા એક જાજ૨માન પ્રભાવક મહાપુરુષે વિ. સં. ૨૦૧૦ના ભાદરવા વ. દશમના દિવસે, વધુ ઉન્નત સ્થાનને માટે અંતિમ પ્રયાણ કર્યું. (તા. ૩૧-૧૦-૧૯૭૦) (૧૬) સમતામૂર્તિ લોકનિષ્ઠ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજી આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજી, ઉત્તરપ્રદેશના મોરાદાબાદ શહેરમાં, તા. ૧૦-૫-૧૯૭૭ને રોજ ૮૬ વર્ષની પરિપક્વ વયે, સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે; આજીવન સાધક, લોકોપકારક અને પૂર્ણ સમતાના આરાધક એક સંતનો આપણને કાયમનો વિરહ થયો છે. મહારાજજી તો અખંડ સંયમ આરાધીને અને પોતાનાં મન-વચન-કાયાને ધર્મ, સંઘ, સમાજ અને રાષ્ટ્રની સેવાને સમર્પિત કરીને પૂર્ણરૂપે કૃતાર્થ થઈ ગયા. આચાર્યશ્રીનો સૌથી મોટો, તરી આવતો અને એમના સર્વ ગુણોને વધારે શોભા અર્પતો ગુણ હતો સમતાનો. એમની અણીશુદ્ધ, નિરતિચાર, સતત જાગૃત સંયમસાધનાની સફળતાનાં આહ્લાદક દર્શન એમના આ ગુણમાં પણ થતાં હતાં. શારીરિક અસ્વસ્થતા, આંતર-બાહ્ય સંયોગોની પ્રતિકૂળતા, નિંદા-સ્તુતિના ચિત્તને આવેશ કે હર્ષમાં ખેંચી જાય એવા પ્રસંગો એવાં-એવાં સબળ નિમિત્તો આવી -- Page #194 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયસમુદ્રસૂરિજી ૧૭૧ પડવા છતાં તેઓના સમભાવમાં ક્યારેય ખામી આવવા પામી ન હતી. આવા આકરી અગ્નિપરીક્ષાના સમયે તો ઊલટી એમની સમતા વધારે પ્રકાશી ઊઠતી હતી. તેથી તીર્થકરે ઉપદેશેલી “સમય સમો હોર” (સમતા વડે જ શ્રમણ થવાય) અને “વસમારં તુ સામvu (ઉપશમ એ જ શ્રમણપણાનો સાર છે) – એ ઉક્તિઓ આ શ્રમણવર્યના જીવનમાં પૂરેપૂરી ચરિતાર્થ થયેલી જોવા મળતી હતી. પણ એ માટે એમને કેટલી બધી સહનશીલતા, સત્યનિષ્ઠા અને ઉદારતા કેળવવી પડી હશે અને બાહ્ય-આત્યંતર તપસ્યા કરવી પડી હશે, એ તો એમનું મન જાણે. આવી વાત્સલ્યસભર સાધુતાનો પ્રભાવ એમના અનુરાગીઓ ઉપર તથા એમનાથી અપરિચિત જૈન-જૈનેતર વ્યાપક જનસમૂહ ઉપર પણ પડતો; ઉપરાંત એમના પ્રત્યે વિરોધનો ભાવ ધરાવનાર વ્યક્તિનું મન પણ એથી શાંત થઈ જતું અને એની ઉગ્રતા શમી જતી. નાના-મોટા, સૌ કોઈને માટે એમના મુખમાંથી નીકળતા “ભાગ્યશાલીઓ !” સંબોધન એ પાછળ રહેલી આત્મીયતા ભુલાય એમ નથી. એક વક્તા તરીકે તેઓ પારંગત કે વધુ પ્રભાવશાળી ન હોવા છતાં, અને જરૂર કરતાં પણ ઓછું બોલવાની અને બને તેટલું મૌન પાળવાની એમની ટેવ છતાં, તેઓ જનસમૂહ ઉપર પ્રભાવ પાડી અનેક સત્કાર્યો કરાવી શકતા, તે એમની આવી વિરલ ગુણસંપત્તિને કારણે જ. આમ તેઓએ પોતાના જન્મની મૌનએકાદશીની પર્વતિથિને જાણે સાર્થક કરી બતાવી હતી ! રાજસ્થાનનું પાલી શહેર તેઓની જન્મભૂમિ. પિતાનું નામ શોભાચંદ્રજી, માતાનું નામ ધારિણીદેવી, જ્ઞાતિ વીસા ઓસવાળ. વિ. સં. ૧૯૪૮ના માગશર સુદિ ૧૧ના મૌન એકાદશીના પર્વદિને, તા. ૧૧-૧૨-૧૮૯૧ના રોજ એમનો જન્મ. નામ સુખરાજજી. બારેક વર્ષની ઉમરે માતા-પિતાની છત્રછાયા હરાઈ ગઈ. એમના અંતરમાં વૈરાગ્ય જાગૃત થાય એવો આઘાત લાગ્યો; માતા-પિતા અને કુટુંબમાંથી મળેલા ધર્મસંસ્કારો વધુ ખીલી નીકળ્યા. વિ. સં. ૧૯૯૭માં ૧૯-૨૦ વર્ષની ઊછરતી ઉંમરે એમણે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી(ત્યારના મુનિશ્રી વલ્લભવિજયજી)ના હસ્તે તેમના શિષ્ય ઉપાધ્યાય (તે વખતે મુનિરાજ) શ્રી સોહનવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. એમનું નામ મુનિ શ્રી સમુદ્રવિજયજી રાખવામાં આવ્યું. મુનિ સમુદ્રવિજયજી પોતાની સંયમયાત્રાને અર્થે જ્ઞાનચારિત્રની આરાધના અને ગુરુજનોની સેવા-ભક્તિમાં એકાગ્ર બની ગયા. તેમાં ય વડીલોની તેમ જ બીમાર-અશક્ત-શ્વાન સાધુમુનિરાજોની સેવા-ચાકરીનો ગુણ તો તેમનાં અણુઅણુમાં એવો વણાઈ ગયો હતો કે સેવા કરતાં તેઓ પોતાની જાતને અને પોતાની અગવડ-સગવડને ય વિસરી જતા. ગુરુજનોના અને વિશેષ કરીને બદાગુરુના Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ અમૃત-સમીપે એમના ઉપર અંતરના આશીર્વાદ વરસ્યા, એમના સંયમજીવનનો અનેક રીતે વિકાસ થયો તેમ જ સર્વત્ર એમને ખૂબ લોકચાહના મળી તે આ નિષ્ઠાભર્યા વેયાવચ્ચને કારણે જ. સેવાના આ ગુણ અને વિમળ સંયમસાધનાને કારણે એક બાજુ એમણે શ્રીસંઘની એવી ભક્તિ અને પ્રીતિ મેળવી કે જેને લીધે એમને વિ. સં. ૧૯૯૪માં અમદાવાદમાં ગણિપદ તથા પંન્યાસપદ, વિ. સં. ૨૦૦૮માં વડોદરામાં ઉપાધ્યાયપદ અને વિ. સં. ૨૦૦૯માં થાણામાં આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું, તો બીજી બાજુ એમને આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીના વિશ્વાસપાત્ર વજીર તરીકેનું તેમ જ છેવટે પટ્ટધર તરીકેનું પણ વિરલ ગૌરવ મળ્યું હતું. આચાર્યશ્રીની ગુરુભક્તિની એક વિરલ વિશેષતા એ હતી કે પોતાના ગુરુદેવે, સમયને પારખીને શાસનપ્રભાવના, સમાજ-ઉત્કર્ષ, દેશસેવા વગેરે ક્ષેત્રોમાં જે કાર્યો કર્યાં હતાં, તે કાર્યો તેઓના સ્વર્ગવાસ પછી પણ ચાલુ રહે એ માટે એમણે ખ્રિસ્તી મિશનરીઓ જેટલો ઉત્સાહ દાખવીને, જીવનના અંત સુધી કાર્ય કર્યું હતું. - સાધુ-સંતો કોઈ એક વર્ગ અથવા એક ક્ષેત્રમાં જ પુરાઈ રહેવાનું પસંદ ન કરે તો જ એમની સાધુતાનો સાચો વિકાસ થઈ શકે અને વ્યાપક જનસમૂહને એનો લાભ મળી શકે. તેથી જ આચાર્યશ્રીએ, પોતાના વડીલના પગલે-પગલે, દેશ, ધર્મ અને સમાજને, જૈનોના બધા ફિરકાઓને તેમ જ દરેક જ્ઞાતિ અને ધર્મના જનસમૂહને પોતાની સાધુતા, વિદ્વત્તા અને કલ્યાણબુદ્ધિનો લાભ આપ્યો હતો; પોતાના ધર્મગુરુપદને લોકગુરુપદથી વિશેષ ગૌરવશાળી બનાવ્યું હતું. પંજાબની શ્રી આત્માનંદ જૈન મહાસભાના માસિક મુખપત્ર “વિજયાનંદના ગત જાન્યુઆરી માસના અંકમાં આ. શ્રી વિજયસમુદ્રસૂરિજીના ઉત્તરપ્રદેશમાંથી પંજાબ તરફના વિહારના કેટલાક સમચાર છપાયા છે. એમાંની કેટલીક વિગતો સાચો ધર્મપ્રચાર અને સાચી ધર્મયાત્રા કેવાં હોઈ શકે એનું આછું છતાં સુભગ અને આલાદક દર્શન કરાવે એવા છે. ગત પંદરમી ડિસેમ્બરના દિવસે આચાર્યશ્રીએ હસ્તિનાપુર તીર્થથી વિહાર કર્યો. વચમાં કેટલાંક ગામોમાં ધર્મપ્રચાર કરીને તેઓ કવાલ નામના ગામમાં પહોંચ્યા. કવાલ પહોંચતાં પહેલાં વચમાં બહસુમા ગામમાં તેઓ ગયા હતા. ત્યાં દિગંબર ભાઈઓએ એમને ભાવભર્યો આવકાર આપ્યો. કવાલ ગામમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનનું એક પણ ઘર નથી; ત્યાં પચીસેક દિગંબર ભાઈઓનાં ઘર છે. ત્યાં એક દિવસની સ્થિરતા કરવાનો એમનો વિચાર હતો; પણ આચાર્યશ્રી અને એમની સાથેના મુનિઓની હૃદયસ્પર્શી ધર્મદેશનાએ કેવળ દિગંબર જૈનોનાં જ Page #196 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયસમુદ્રસૂરિજી ૧૭૩ નહીં, પણ અન્ય હિંદુઓ અને મુસલમાન ભાઈઓનાં પણ દિલ એવાં જીતી લીધાં કે એ બધાએ મળીને એક અઠવાડિયું રોકાવાનો પ્રેમભર્યો આગ્રહ કર્યો. છેવટે આચાર્યશ્રી એક દિવસ વધુ રોકાવા કબૂલ થયા. બીજા દિવસે તેઓ વિહાર કરવાની જેવી તૈયારી કરવા લાગ્યા કે રસિ એહમદખાં નામના એક પઠાણ ભાઈ આચાર્યશ્રી પાસે પહોંચ્યા, અને એમણે ભક્તિ અને લાગણીથી ઊભરાતા સ્વરે કહ્યું : “મહારાજ, આજ તો હું આપને કોઈ રીતે જવા નહીં દઉં.” અને પોતાની વાતને વધારે હૃદયસ્પર્શી બનાવવા એમણે વધારામાં કહ્યું : “છતાં જો તમે આજે જ જવા માગતા હો તો હું આપના માર્ગમાં મારા શરીરને આડું ધરી દઈશ; એના ઉપર થઈને જ આપ જઈ શકશો.” દિલી પ્રેમની કોણ અવગણના કરી શક્યું છે ? અને તેમાં ય આ તો ભદ્રપ્રકૃતિના એક ધર્મગુરુ ! આચાર્યશ્રીએ એ ભાઈના આગ્રહ આગળ પોતાની વિહારની વાત પડતી મૂકી, અને એક દિવસ વધુ રોકાવાનું નક્કી કર્યું. પઠાણ તો રાજી-રાજી થઈ ગયો; એને થયું: ‘આવો અમૂલ્ય અવસર મળ્યો છે તો હું શું કરું અને શું ન કરું ?' એણે પૂછ્યું, “મહારાજ, કહો હું કેટલા ઘડા દૂધ લાવું ? કહો એટલા ઘડા હાજર કરું. આપ ભોજન માટે શું શું લેશો ? કૃપા કરી ફરમાવો” આચાર્યશ્રીને થયું, જેણે આવી નિર્વ્યાજ ધર્મપ્રીતિ દાખવી એને કંઈક એવું અમર જીવનભાતું આપવું જોઈએ, જે એનું જીવનભર કલ્યાણ કરી શકે. લોઢું જાણે ટિપાવાને માટે બરાબર તપી ગયું હતું. આચાર્યશ્રીએ અવસર પારખી લીધો અને પઠાણને માંસભક્ષણ અને મદિરાપાનના દોષો સરળતાપૂર્વક સમજાવવા માંડ્યા. પઠાણના દિલને આચાર્યશ્રીની ધર્મવાણી સ્પર્શી ગઈ, અને એણે એ જ વખતે પ્રતિજ્ઞા કરી : “મહારાજ ! આજથી મારે અને મારાં સંતાનોને માંસ અને મદિરા હરામ !” પછી તો ધર્મભાવના અને લોકલાગણીનો બરાબર રંગ જામ્યો; અને એક-એક દિવસ કરતાં આચાર્યશ્રી વગેરેએ નવ દિવસ સુધી એ કવાલ ગામમાં સ્થિરતા કરી! આ શુભ પ્રસંગના સ્મરણરૂપે એ ગામની જનતાએ ગામની પ્રાથમિક નિશાળનો ઉદ્ધાર કરીને શ્રી આત્મ-વલ્લભ-સમુદ્ર જ્યૂનિયર હાઇસ્કૂલ ઊભી કરવાનો નિર્ણય કર્યો, અને આગળ જતાં એમાંથી કૉલેજ થાય એવી ભાવના દર્શાવી. સાથે-સાથે આ હાઈસ્કૂલનું ઉદ્ઘાટન ન થાય ત્યાં સુધી કેટલાય હિંદુ અને મુસલમાન ભાઈઓએ અમુક અમુક વસ્તુના ત્યાગ કરવાનો શપથ લીધા. સરદાર સુરજિતસિંહે આ કામ માટે પંદરસો રૂપિયા ભેટ આપ્યા. જ્યારે આ નવી નિશાળનું ખાતમુહૂર્ત ક૨વામાં આવ્યું ત્યારે હિંદુ, મુસલમાન અને હરિજન એ સમસ્ત પ્રજામાં આનંદની ઊર્મિ પ્રસરી ગઈ. આચાર્યશ્રીએ ત્યાંથી વિહાર કર્યો ત્યારે સૌનાં નેત્રો આંસુભીનાં બન્યાં ! Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ અમૃત સમીપે ત્યાંથી આચાર્યશ્રી વગેરે બિહારી ગામે પહોંચ્યા. ત્યાં પણ દિગંબર ભાઈઓએ અને હિંદુ-મુસલમાન ભાઈઓએ ખૂબ ભક્તિ દર્શાવી. આનો લોકકલ્યાણ કાજે ઉપયોગ કરવાનું આચાર્યશ્રી ન ચૂક્યા. ત્યાંની પ્રાથમિક શાળાનું મકાન જીર્ણ થઈ ગયું હતું. મુનિવર્યોની પ્રેરણાથી એનો જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય લેવાયો, અને એ માટે ફંડની પણ શરૂઆત કરી દેવાઈ. આસપાસનાં ગામોમાંથી પણ જનતા ત્યાં એકત્ર થઈ હતી. ધર્મવાણીનું શ્રવણ કરીને કેટલાય હિંદુઓ, મુસલમાનો અને હરિજનો વગેરેએ માંસ, મદિરા, જુગાર અને સટ્ટાનો ત્યાગ કરવાનો સંકલ્પ જાહેર કર્યો. આ ગામમાં એક પિતા-પુત્ર વચ્ચે કેટલાક વખતથી મનદુ:ખ થયું હતું. આચાર્યશ્રીએ વિચાર્યું કે આવું મનદુઃખ કુટુંબને તો હાનિ કરે જ, સાથે-સાથે ક્યારેક એ ગામને પણ નુકસાન કરી બેસે; અને એમણે પિતાપુત્રને પ્રતિબોધ કર્યો. એ વાણી પિતા-પુત્રના અંતરને સ્પર્શી ગઈ; બંનેએ પોતપોતાની ભૂલનો પશ્ચાત્તાપ કરીને એકબીજાને હાર્દિક આલિંગન આપ્યું. એ દશ્ય જોનાર પાવન થઈ ગયા. મન્સુરપુર ચાલુ વિહારના માર્ગમાં નહોતું આવતું, પણ ત્યાંના દિગંબર અને અન્ય પંથના ભાઈઓના આગ્રહથી આચાર્યશ્રી ત્યાં પણ ગયા. જાનસટ ગામ તો આ ધર્મયાત્રામાં યાદગાર બની ગયું. ત્યાંના ડૉ. સુગનચંદ્રજીએ પોતાના કુટુંબ સાથે જૈન ધર્મનો સ્વીકાર કર્યો. આચાર્યશ્રીની પ્રેરણાથી ત્યાંની દિગંબર જૈન પાઠશાળા કેટલાક વખતથી બંધ હતી, તે ફરી શરૂ કરવામાં આવી. આ ગામમાં એક ગરીબ મુસલમાનભાઈ આચાર્યશ્રી પાસે આવ્યા. એણે લાગણીભર્યા સ્વરે પોતાની દુઃખ-કહાણી સંભળાવી : “મહારાજ, મારે છ બાળકો છે. હું દરજીનું કામ કરું છું. સાંજ પચ્ચે મહામુસીબતે દસ-બાર આના રણું છું. એમાં આટલા બધાનો નિભાવ કેવી રીતે થાય ? મનમાં તો થાય છે આ કરતાં તો મોત આવે તો સારું ! પણ વળી થાય છે મોત આવે તે મારો તો છુટકારો થઈ જાય, પણ પછી મારાં બાળકોનું કોણ ? ભીખ તો મારે માગવી નથી. પણ આપ મારા માટે દુઆ ગુજારો (પ્રાર્થના કરો) કે મારા આ દુઃખનું નિવારણ થઈ જાય ! ” આચાર્યશ્રીએ એને સાંત્વન આપ્યું અને કહ્યું કે “માંસનો ત્યાગ કરશો અને દયા રાખતા શીખશો તો જરૂર તમારું ભલું થશે.” એણે માંસભક્ષણનો ત્યાગ કર્યો; અને જાણે તરત જ પુણ્ય ફળવાનું હોય એમ, એવું બન્યું કે બીજા દિવસે એને પોતાના ધંધામાંથી કંઈક વધારે કમાણી થઈ. આચાર્યશ્રીની વાત એના અંતરમાં સચોટ વાસી ગઈ. વિહાર વખતે આંસુ-ઊભરાતા સ્વરે એણે કહ્યું: “મહારાજ, હવે ફરી દર્શન કયારે થશે ? હું તો ગરીબ છું. તો પૈસા ખર્ચીને આપના દર્શન માટે કેવી રીતે આવી શકું ? આપ જ કૃપા કરીને મને સ્વપ્નમાં દર્શન આપશો?” કેવી ભક્તિપરાયણતા ! Page #198 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયસમુદ્રસૂરિજી ૧૭૫ મુજફ્ફરનગરમાં એક દિગંબર આર્યાના કેશલોચ-સમારંભમાં પોતાના મુનિવરોને મોકલીને આચાર્યશ્રીએ પોતાની ઉદારતાનો પરિચય આપ્યો. આ રીતે આચાર્યશ્રી સમુદ્રસૂરિજીની આ ધર્મયાત્રા ધર્મભાવનાની ઉદારતાપૂર્વક લ્હાણ કરનારી લોકકલ્યાણની યાત્રા બની રહી ! (તા. ૨૪-૨-૧૯૬૨) તેઓના અંતરમાં અન્ય ધર્મો પ્રત્યે કેવો આદરભાવ વસેલો હતો તેનો એક પ્રસંગ જાણવા જેવો છે. છ-એક વર્ષ પહેલાં મુંબઈમાં, વરલીમાં તેઓના સાંનિધ્યમાં પ્રતિષ્ઠા-મહોત્સવ ઉજવાયો, તે વખતે જુદા-જુદા મુનિવરોને એમની વિશિષ્ટ કામગીરીને અનુરૂપ બિરુદો આપવામાં આવ્યાં. ત્યારે તેમના શિષ્ય મુનિરાજ શ્રી જનકવિજયજી ગણીને ‘સર્વધર્મસમન્વયી'નું બિરુદ આપવામાં આવ્યું હતું. સર્વ ધર્મો તરફની આવી આદરભરી દૃષ્ટિ પણ આ આચાર્યશ્રીની લોકપ્રિયતાનું એક કારણ છે. આથી જ તેઓને આપવામાં આવેલું ‘રાષ્ટ્રસંત’ બિરુદ ચરિતાર્થ થયું છે. આચાર્યશ્રીએ મુનિવર્ય શ્રી જનકવિજયજી ગણી જેવા અલગારી અને સત્યપ્રેમ-કરુણાની પ્રતિકૃતિ સમા પોતાના શિષ્યરત્નને પંજાબ અને હરિયાણાનાં ગામડાંઓમાં અભણ, વ્યસનગ્રસ્ત, દીન-દુઃખી માનવજાતને સંસ્કારી બનાવવાનું ઉત્તમ ધર્મકાર્ય કરતા જોઈને થોડા વખત પહેલાં, તેમને અંતરના આશીર્વાદ આપ્યા હતા. ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણવર્ષની સ૨કા૨ી ધોરણે થયેલી ઉજવણી વખતે, એ સમિતિના અતિથિવિશેષ તરીકે, તેઓએ વિરોધના વંટોળ સામે અડગતા દાખવીને જે કામગીરી બજાવી હતી, તે ચિરસ્મરણીય અને એમના ઉદાર, સર્વકલ્યાણવાંછુ વ્યક્તિત્વની યશોગાથા બની રહે એવી હતી. પોતાના ગુરુવર્ય ઉપાધ્યાય શ્રી સોહનવિજયજી પ્રત્યેનું ઋણ ચુકવવા એમણે તેઓની જન્મભૂમિ જમ્મુ-તાવી જેવા દૂરના સ્થાનમાં પણ થોડાંક વર્ષ પહેલાં જિનમંદિર બંધાવીને એની પ્રતિષ્ઠા કરાવી હતી, અને વલ્લભગુરુ પ્રત્યેના ઋણથી મુક્ત થવા વલ્લભજન્મશતાબ્દીની શાનદાર ઉજવણીની પ્રેરણા આપી હતી, અને એ માટે અપાર જહેમત પણ ઉઠાવી હતી. સાધ્વીસમુદાયનો વિકાસ એમના અંતર સાથે જાણે વણાઈ ગયો હતો; અને એ માટે પોતાના આશાવર્તી સાધ્વીસમુદાયને શાસ્ત્રાભ્યાસ, અન્ય વિદ્યાઓના અધ્યયન, લેખન, સંશોધન, પ્રવચનની, પોતાના ગુરુદેવની જેમ, એમણે પૂરી છૂટ આપી હતી. કાંગડા તીર્થનો ઉદ્ધાર એમના અંતરમાં વસ્યો હતો, અને એ તીર્થની યાત્રા ફરી મોટા પાયે શરૂ થાય એવી એમની ઉત્કટ ભાવના હતી. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ અમૃત સમીપે પંજાબ-હરિયાણાના જૈનસંઘના તો તેઓ શિરછત્ર જ હતા. પોતાના ગુરુદેવની આજ્ઞા મુજબ, એમણે આ સંઘની ખૂબ સંભાળ રાખી હતી અને એની ધર્મભાવનાની ઘણી માવજત કરી હતી. જૈનસંઘે પણ તેઓને “જિનશાસનરત્ન'નું બિરુદ આપી ઋણમુકિતની કોશિશ કરી હતી. (તા. ૧૪-૫-૧૯૭૭) (૧૭) આ. વિજયનેમિસૂરિજી – જૈનસંઘનું સૌભાગ્ય હૃદયને મંગલ મંદિર બનાવવું કે અવગુણનો ઉકરડો – એ માનવીના પોતાના હાથની વાત છે. દુનિયા સારા-માઠા સંસ્કારોથી કે નિર્મળ અને મલિન વાતાવરણથી ભરેલી છે, અને એમાંથી કેવા સંસ્કાર અને કેવા વાતાવરણને. અપનાવવાં એનો નિર્ણય માનવીએ પોતે કરવાનો હોય છે. એટલું ખરું કે માત્ર સંસ્કાર કે વાતાવરણની પસંદગી કરવા માત્રથી કામ પૂરું થતું નથી. આ પસંદગીને પાર ઉતારવા માટે જેટલા પ્રમાણમાં નિશ્ચયબળ અને કષ્ટસહન માટેની તૈયારી દાખવવામાં આવે છે, એટલા પ્રમાણમાં સફળતા મળે છે. વળી આત્મતત્ત્વની શોધ અને ઉપાસના જ દુર્લભ માનવજીવનની સફળતાનો રાજમાર્ગ હોવાનું કહેવાયું છે. એ રાજમાર્ગના પુણ્યયાત્રિકો બનીને પુરુષાર્થ કરનારા સંતો અને સાધકો જીવનસિદ્ધિના ધ્રુવતારકો લેખાય છે. ધર્મામૃતની આવી જ એક સર્વમંગલકારી પરબના સ્થાપક હતા સ્વર્ગસ્થ આચાર્યપ્રવર શ્રી વિજયનેમિસૂરિજી મહારાજ. વિક્રમની વીસમી સદીમાં જૈનધર્મના જે મહાન પ્રભાવક જ્યોતિર્ધર ધર્મનાયકો થઈ ગયા, એમાં આ આચાર્યનું સ્થાન ખૂબ ગૌરવભર્યું છે. એમના નામ અને કામ શ્રીસંઘને, ચિરકાળ સુધી, જીવનશુદ્ધિ અને ધર્મશાસનની સેવાની પ્રેરણા આપતાં રહેશે. આ જ્યોર્તિધરનો જન્મ આજથી બરોબર એકસો વર્ષ પહેલાં, સૌરાષ્ટ્રના ઇતિહાસપ્રસિદ્ધ મહુવા બંદરમાં વિ. સં. ૧૯૨૯ના બેસતા વર્ષ(કારતક શુદિ એકમ)ના પર્વદિવસે થયો હતો. એમના પિતા લક્ષ્મીચંદભાઈ, માતા દિવાળીબહેન, જ્ઞાતિ વિશાશ્રીમાળી જૈના. એમનું પોતાનું નામ નેમચંદ. માતા સરળસ્વભાવી અને કુટુંબ ધર્મભાવનાશીલ. નેમચંદનો ઉછેર ધર્મસંસ્કારના વાતાવરણમાં થયો અને માતાના સુસંસ્કારો જીવનમાં તાણાવાણાની જેમ વણાતા રહ્યા. કંઈક અનુકૂળ વાતાવરણ અને કંઈક ભવ્ય ભાગ્યયોગનું બળ ઉમેરાયું; સોળ વર્ષની કુમાર-અવસ્થાએ પહોંચતાં-પહોંચતાં તો નેમચંદનો આત્મા જાગી Page #200 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયનેમિસૂરિજી ૧૭૭ ઊડ્યો અને એનું અંતર ઘરસંસારનો ત્યાગ કરવા ઝંખી રહ્યું. સંયમજીવનનાં આકરાં કષ્ટો અને સંખ્યાબંધ પ્રતિકૂળતાઓનો વિચાર પણ એને વિચલિત ન કરી શક્યો. અને વિ. સં. ૧૯૪૫માં, ભાવનગરમાં, નેમચંદભાઈએ નિર્મળ સંયમ અને અખૂટ સમતાના ધારક શાંતમૂર્તિ શ્રી વૃદ્ધિચંદ્રજી (ઊર્ફે વૃદ્ધિવિજયજી) મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી; એમનું નામ રાખ્યું મુનિ નેમિવિજયજી. સૌરાષ્ટ્રની ભૂમિનું ખમીર પામેલા મુનિશ્રી નેમવિજયજીએ “ધ્યેયને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરતાં કાયા ભલે પડે, પણ સાધ્યને સિદ્ધ કરીને જ જંપવું” એ સૂત્રને પોતાનું જીવનસૂત્ર બનાવ્યું. તેઓ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીની અખંડ, અપ્રમત્ત, અદોષ આરાધનામાં એકાગ્ર બની ગયા. ગુરુભક્તિની ગંગા તો એમના રોમ-રોમમાં વહેતી હતી. દીક્ષા પછી ચાર જ વર્ષે ગુરુનો સ્વર્ગવાસ થતાં, વીસ વર્ષની ઊછરતી વયે, પ્રાયઃ જાતે જ આત્મવિકાસ સાધવાની જવાબદારી મુનિશ્રી નેમિવિજયજી ઉપર આવી પડી. આ જવાબદારી તેઓએ કેટલી સફળતાથી પાર પાડી અને જૈન શાસનની પ્રભાવનામાં કેવા-કેવાં મહાન કાર્ય કરીને પોતાના સંઘનાયકપદને યશસ્વી બનાવ્યું એની સાક્ષી ઇતિહાસ પૂરે છે. જ્ઞાન વગર સાચો માર્ગ ન સમજાય, એટલે તેઓ સંયમની સાધનાની સાથેસાથે જ જ્ઞાનોપાસનામાં નિરત બની ગયા. તેઓએ વ્યાકરણ, ન્યાય જેવા વિષયો ઉપરાંત જૈનધર્મશાસ્ત્રોનું પણ ઊંડું અધ્યયન કર્યું, અનેક પ્રાચીન ગ્રંથોનું સંશોધન કરીને એને છપાવ્યા, તેમ જ કેટલા ય નવા ગ્રંથોનું પણ સર્જન કર્યું. આમ જ્ઞાનની ઉપાસના માટે તેઓએ જીવનમાં ત્રિવેણીસંગમ સાધ્યો હતો. પણ પોતે જ જ્ઞાનોપાસના કરીને સંતુષ્ટ ન રહેતાં, પોતાના શિષ્યોપ્રશિષ્યોના અધ્યયન માટે તેઓ જે ચીવટ, જાગૃતિ અને દઢતા દાખવતા હતા તે તો દાખલારૂપ કે કહેવતરૂપ બની રહે એવી હતી. તે બધા પોતાની સંયમસાધનામાં કે જ્ઞાનોપાસનામાં જરા પણ પ્રમાદ સેવે એ એમને હરગિજ મંજૂર ન હતું. આવા પ્રસંગે તેઓ કઠોરમાં કઠોર અનુશાસન કરતાં પણ ન અચકાતા. અને છતાં પોતાના શિષ્યો-પ્રશિષ્યો તરફ તેઓના વાત્સલ્યનો ઝરો ક્યારેય ન સુકાતો. પોતાના પ્રત્યેની આવી વત્સલતા અને હિતબુદ્ધિને કારણે જ એ નાના-મોટા બધા મુનિવરો એમના પ્રત્યે ખૂબ ભક્તિ ધરાવતા અને એમની સેવા કરવા સદા તત્પર રહેતા. આવા શાસ્ત્રનિપુણ સંખ્યાબંધ શિષ્યો-પ્રશિષ્યો આ યુગની જૈનસંઘની બહુમૂલી મૂડી બની ગયા – એમ કહેવું જોઈએ. વિ. સં. ૧૯૬૪માં, ૩૫ વર્ષની ઉંમરે, ભાવનગર સંઘ દ્વારા તેઓ આચાર્યપદથી અલંકૃત થયા. આચાર્યશ્રીનું સમગ્ર જીવન જ શાસનપ્રભાવનાને Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અમૃત-સમીપે સમર્પિત થયું હતું. તેઓના વચનમાં જાણે કોઈ એવું વશીકરણ રહેતું કે માત્ર પોતાની ઇચ્છાનું ઉચ્ચારણ જ બીજાઓને માટે આશા જેમ સ્વીકાર્ય બની જતું. શાસનનો મહિમા વિસ્તારવાની ધગશ અને પોતાની આવી પ્રભાવકતાને બળે તેઓએ જે સંખ્યાબંધ ધર્મકાર્યો કરાવ્યાં હતાં, એની ગણતરી કરવાનું કામ સહેલું નથી. આવાં ધર્મકાર્યોના કેન્દ્રમાં જિનમંદિર, જિનપ્રતિમા, તીર્થસ્થાન અને સંઘયાત્રા એ ચાર પ્રવૃત્તિઓ મુખ્ય હોય એમ લાગે છે. તેઓની પ્રેરણાથી જેમ અનેક પ્રાચીન જિનમંદિરોના જીર્ણોદ્ધારો થયા હતા, તેમ નવીન નાનાં તેમ જ આલીશાન જિનમંદિરોની સ્થાપના-પ્રતિષ્ઠાઓ પણ થઈ હતી. તેઓએ નાની-મોટી હજારો નવી જિનપ્રતિમાઓ ભરાવી હતી; એમાંની કેટલીક તો મૂર્તિકળાના અને સુંદરતાના ઉત્તમ નમૂનારૂપ છે. કદંબગિરિ તીર્થમાં રહેલો આ જિનપ્રતિમાઓનો ભંડાર આ વાતની સાક્ષીરૂપ બની ૨હે એવો છે. વળી, તીર્થોદ્ધાર માટેની એમની તમન્ના પણ દાખલારૂપ બની રહે એવી ઉત્કટ હતી. તેઓના સદુપદેશથી અનેક તીર્થોનો ઉદ્ધાર થયો હતો; કદંબગિરિ જેવા પ્રાચીન તીર્થનો તો નવો અવતાર જ થયો છે. કદંબગિરિ તો તેઓને પ્રાણ જેવું પ્રિય હતું. આ તીર્થમાં જે કંઈ જાહોજલાલી અને વ્યવસ્થા અત્યારે જોવા મળે છે, તે તેઓશ્રીની તીર્થભક્તિ અને અવિરત મહેનતને જ આભારી છે. તેઓશ્રીના સદુપદેશથી નાના-મોટા અનેક યાત્રાસંઘો પણ નીકળ્યા હતા; એમાંના કેટલાક તો આપણે અચરજ પામી જઈએ એટલા મોટા હતા. આ ઉપરાંત તેઓએ જ્ઞાનશાળા, પાઠશાળાઓ, કન્યાશાળાઓ વગેરેની સ્થાપના માટે પણ ધ્યાન આપ્યું હતું. તેમની શાસનપ્રભાવના માટેની સેવાઓ ઉપર સોનેરી શિખર તો ચડાવ્યું વિ. સં. ૧૯૯૦ની સાલમાં અમદાવાદમાં મળેલ મુનિસમ્મેલનને વેરવિખેર બનતું અટકાવીને એને સફળ બનાવવાની તેઓની વિશિષ્ટ અને વિરલ કામગીરીએ. આ સમ્મેલનને અનેક મુસીબતો અને ઉપાધિઓમાંથી સહીસલામત આગળ લઈ જઈને સફળ બનાવવાનું કામ અતિ દુષ્કર હતું. પણ પોતાની કાર્યસૂઝ અને કુનેહને બળે તેઓએ, બીજા આચાર્યો તથા મુનિવરોનો સાથ મેળવીને, એ કાર્યને સફળ બનાવ્યું હતું. તેઓ સ્વયંભૂ પ્રભાવ અને પ્રતાપ દ્વારા સમ્મેલનના વણનીમ્યા અધ્યક્ષ બની ગયા હતા! વળી, ગુજરાત-સૌરાષ્ટ્ર કે દેશનો કોઈ પ્રદેશ અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી આફતમાં સપડાઈ જતો, ત્યારે તેઓ પોતાના સંઘને એની સહાય માટે ઉદારતાથી સખાવત કરવાની પ્રેરણા આપીને પોતાની અહિંસા, કરુણા અને જીવરક્ષાની ભાવનાને ચરિતાર્થ કરવાનું ચૂકતા નહીં. Page #202 -------------------------------------------------------------------------- ________________ આ વિજયનંદનસૂરિજી ૧૭૯ આ સૂરીશ્વર બ્રહ્મચર્યની વ્યાપક અને મર્મસ્પર્શી ભાવનાના શ્રેષ્ઠ આદર્શ હતા. એ ભાવના એમના રોમરોમ સાથે, કોઈ પણ જાતના વિશેષ પ્રયાસ વિના અતિસહજપણે વણાઈ ગઈ હતી. એમના થોડા પણ પરિચયમાં આવનાર વ્યક્તિ એમના બ્રહ્મચર્યના આ તેજથી પ્રભાવિત થયા વગર ન રહેતી. એમનો પ્રભાવશાળી ચહેરો, સિંહપુરુષસમું તેજસ્વી વ્યક્તિત્વ અને બુલંદ વાણી કોઈને પણ વશ કરી લેતાં. તેઓને કેટલા રાજાઓ, મંત્રીઓ, રાજપુરુષો, શ્રેષ્ઠીઓ સાથે નિકટનો પરિચય હતો, અને એને લીધે તેઓએ કેવાં સારાં-સારાં કાર્યો કરાવ્યાં હતાં એની કથા આચાર્યશ્રીના જીવનની વિશિષ્ટ કીર્તિગાથા બની રહે એવી છે. તેઓ ‘શાસનસમ્રાટ્' બિરુદ પામ્યા હતા તે પણ આ કારણે જ. જૈનશાસનના એક ધુરંધર સંઘનાયક તરીકેનું ગૌરવશાળી, યશસ્વી અને અનેક સર્જ્યોથી શોભતું જીવન જીવીને દિવાળીબહેનના એ સપૂત વિ. સં. ૨૦૦૫ની દિવાળીએ મહાવીર-નિર્વાણના પવિત્ર દિવસે, આરતીવેળાએ, અસંખ્ય દીપમાળાઓની સાક્ષીએ ૭૭ વર્ષ પૂર્ણ કરીને સ્વર્ગે સિધાવ્યા. (તા. ૪-૧૧-૧૯૭૨) (૧૮) સમર્થ સુકાની સમન્વયપટુ આ વિજયનંદનસૂરિજી આચાર્ય મહારાજશ્રી વિજયનંદનસૂરિજીનો ગત માગશર વદી ચૌદશ, તા. ૩૧-૧૨-૧૯૭૫ બુધવારના રોજ આથમતી સંધ્યાએ ૭૭-૭૮ વર્ષની પરિપક્વ વયે તગડી મુકામે સ્વર્ગવાસ થતાં જૈનસંઘને અસાધારણ ખોટ પડી છે. તપગચ્છ માટે અતિ વિષમ બનતા જતા અત્યારના સંજોગોમાં આચાર્ય-મહારાજનું વિદાય થવું એ ભારે વસમું બની રહે એવું છે, અને એમની ખોટ આપણા સંઘને ડગલે ને પગલે અચૂક વર્તાવાની છે. પડતા પંચમકાળનો પ્રભાવ કહો, કે કમનસીબ ભવિતવ્યતાનો કુયોગ જાગી ઊઠ્યો માનો, પણ છેલ્લા ચારેક દાયકાથી તપગચ્છ જૈનસંઘમાં, તિથિચર્ચાના રાહુએ ફ્લેશ, દ્વેષ, કલહ અને હુંસાતુંસીના આવેશને જગવવામાં, પોષવામાં અને વિસ્તારવામાં જે વિઘાતક અને કમનસીબીભર્યો ભાગ ભજવ્યો છે તે સુવિદિત છે. એવા અતિ ફ્લેશમય વાતાવરણમાં પણ તપગચ્છ જૈનસંઘને સ્વસ્થપણે સાચી દિશાનું માર્ગદર્શન આપી શકે એવા જે અલ્પ-સ્વલ્પ શ્રમણ-ભગવંતો થઈ ગયા તેમાં સ્વર્ગસ્થ આચાર્ય-પ્રવર શ્રી વિજયનંદનસૂરિજીનું નામ અને કામ મોખરે છે એમ કોઈને પણ લાગ્યા વગર નહીં રહે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ અમૃત-સમીપે ચારે કોર રાગ-દ્વેષનું વાતાવરણ પ્રવર્તતું હોય એવા અતિ વિષમય અને ભારેલા અગ્નિ જેવા વાતાવરણ વચ્ચે પણ પોતાના તરફથી ઝઘડા-કંકાસનું પોષણ ન થઈ જાય અને સાથે-સાથે તપગચ્છ સંઘના એક-તિથિવાળા શાંત અને સમજણ પક્ષની વાજબી વાત બે-તિથિવાળા પક્ષની ઝનૂની જેહાદને કારણે મારી ન જાય અથવા શિથિલ ન બની જાય એ રીતે શ્રીસંઘને માર્ગદર્શન આપવાનું અને સાચી દિશામાં શ્રીસંઘને દોરવાનું કામ તલવારની ધાર ઉપર ડગ ભરવા જેવું અતિ મુશ્કેલ કામ છે. આવા મુશ્કેલ કામને એ વ્યક્તિ જ હૃદયની કૂણી લાગણીઓને જરા-પણ ક્ષતિ પહોંચાડ્યા વગર કરી બતાવી શકે કે જેમણે જીવનભર અહિંસા, સંયમ અને તપોમય શ્રમણ-જીવનની અપ્રમત્ત સાધના કરી હોય. શ્રમણસંઘની જે પ્રતાપી વ્યક્તિએ આવી સાધના દ્વારા પોતાના જીવનને ઉન્નત, ઉદાર અને કર્તવ્યનિષ્ઠ બનાવ્યું હોય, તેને શ્રમણ શ્રેષ્ઠ તરીકે જ બિરદાવવી ઘટે. એમનો ઉપકાર આપણે શબ્દોથી કેવી રીતે માની શકીએ ? તેઓનું વતન સૌરાષ્ટ્રમાં બોટાદ ગામ. એમના પિતાનું નામ શ્રી હેમચંદ શામજી શાહ, માતાનું નામ શ્રીમતી જમનાબહેન; જ્ઞાતિ દસાશ્રીમાળી જૈન. એમનો જન્મ વિ. સં. ૧૯૫૫માં. એમનું નામ નરોત્તમ. કુટુંબ આખું ધર્મના રંગે રંગાયેલું. એ સંસ્કારો નરોત્તમમાં નાની ઉંમરે જ સંયમ અને વૈરાગ્યની પ્રીતિરૂપે ખીલી નીકળ્યા. આ સંસ્કારો એવા પ્રબળ હતા કે માત્ર ૧૫ વર્ષની ઉમરે જ, વિ. સં. ૧૯૭૦માં, શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજયનેમિસૂરિજીના શિષ્ય શાંતસ્વભાવી આચાર્ય શ્રી વિજયોદયસૂરિજીના શિષ્ય તરીકે, એમણે દીક્ષા લીધી. દીક્ષા પછી મુનિશ્રીએ જ્ઞાન અને ચારિત્રની ઉત્કટ આરાધના કરીને એવી યોગ્યતા મેળવી કે શ્રીસંઘે એમને અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે જ આચાર્ય-પદવી અર્પી. ત્રણી વસી (બાસઠ વર્ષ) કરતાં પણ વધુ સમયની સાધુજીવનની અખંડ સંયમયાત્રા અને લગભગ અરધી સદી (ઓગણપચાસ વર્ષ) જેટલાં સુદીર્ઘ સમય સુધી સફળતાપૂર્વક અને યશસ્વી રીતે નિભાવી જાણેલી આચાર્યપદની જવાબદારી સ્વર્ગસ્થ આચાર્ય પ્રત્યેનાં આદર અને ભક્તિમાં વિશેષ ઉમેરો કરે એવી તથા એમના પ્રત્યેની કૃતજ્ઞતાની લાગણીને વધારે વ્યાપક બનાવે એવી છે. - શાસનસમ્રાર્ના શિષ્ય-પ્રશિષ-સમૂહમાં “ઉદય-નંદન' ગુરુ-શિષ્ય-બેલડીનું નામ અને કામ જાણે કહેવતરૂપ બની ગયું હતું. આચાર્ય શ્રી વિજયોદયસૂરિજીના પટ્ટધર તે આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી. પોતાના દાદાગુરુના કડક અનુશાસનમાં રહીને આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીએ જ્ઞાન અને ચારિત્રની વિમળ આરાધનાના બળે, શાસનસેવા માટેની જે શક્તિ મેળવી અને તત્પરતા કેળવી, એ જૈનશાસનને માટે આ સદીમાં મોટી શક્તિ અને મોટા આધારરૂપ બની ગઈ છે. એ શક્તિએ અનેક આંતર તેમ જ બાહ્ય આપત્તિઓની સામે, પ્રભુના શાસનની રક્ષા કરવા Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ આચાર્ય વિજયનંદનસૂરિજી સાથે ધર્મશાસનનો નેજો ઊડતો રાખવાનું પુણ્યકાર્ય કર્યું છે. જૈનસંઘની આ સદીની કેટલી બધી ઘટનાઓ સાથે આ આચાર્યશ્રીનું નામ સંકળાયેલું છે ! પણ આવી ધર્મપ્રીતિ, શાસનભક્તિ અને પ્રભાવશીલતાનું વરદાન, વગર પ્રયત્ને કે આછાપાતળા પ્રયત્ને, રાતોરાત મળી જાય છે એમ રખે કોઈ માની • બેસે ! એ માટે તો જન્મ-જન્માંતરની અખંડ જીવનસાધનાની પણ જરૂર પડે. તેઓનું જીવન એક બાજુ નિષ્ઠાભરી ધર્મક્રિયાઓથી સુરભિત બન્યું અને બીજી બાજુ સ્વ-પર-શાસ્ત્રોના જ્ઞાનથી આલોકિત બન્યું. જ્ઞાન-ક્રિયાની આ સાધનાની વચ્ચે પોતાના ગુરુવર્ય તથા દાદાગુરુની ભક્તિની જ્યોત તો અખંડપણે જળહળતી જ રહી; ઉપરાંત, અન્ય સાધુ-મુનિરાજોનાં વિનય-વૈયાવચ્ચ કરવાનો અવસર પણ તેઓ ન ચૂકતા. આ પ્રમાણે સ્વપુરુષાર્થથી જાગી ઊઠેલ આંતરિક શક્તિમાં પોતાના ગુરુશ્રી તથા દાદાગુરુ શાસનસમ્રાટની અસીમ કૃપા અને શુભેચ્છાનું બળ ઉમેરાયું. ‘નંદન’ તો જાણે પોતાના દાદાગુરુશ્રીના રોમરોમમાં વસી ગયા હતા. પોતાની નિઃસ્વાર્થ અને નિર્મળ ભક્તિ અને ગુરુવર્યની અસીમ કૃપાનું જ આ સુપરિણામ છે, અને એનાં મીઠાં ફળ જૈન શાસનને ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રમાણમાં મળતાં રહ્યાં છે. ઉંમરના વધવા સાથે કાયાની શક્તિ ઘટે એ તો સ્વાભાવિક છે. પણ આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીની શાસનદાઝ, કાર્યસૂઝ, વ્યવસ્થાશક્તિને ઉંમરના ઘસારા પહોંચ્યા નથી એની સાક્ષી, એમની આસપાસ મધપૂડાની જેમ ગુંજતી અનેક પ્રવૃત્તિઓ આપે છે. એમણે કાઢી આપેલાં ધર્મકાર્યોનાં શુભ મુહૂર્તો એમના અંતરમાં વહેતી કલ્યાણબુદ્ધિ અને શુભનિષ્ઠાથી વિશેષ મંગલકારી બની જાય છે. તેથી જ તન અને મનને થકવી નાખે એટલા વ્યાપક પ્રમાણમાં જૈનસંઘના જુદા-જુદા ગચ્છો અને ફિરકાઓની વ્યક્તિઓ એમની પાસે મુહૂર્ત કાઢી આપવાની માંગણી કરે છે, અને એક ભાવનાશીલ સંઘનાયકને શોભે એ રીતે, તેઓ આવી માગણીને પૂરેપૂરો ન્યાય પણ આપે છે. શીળી અને પ્રશાંત એમની તાકાત છે, અને જે કંઈ કરવું હોય તે વધુ બોલ્યા-ચાલ્યા વગર કે કોઈ પણ જાતનો આડંબર રચ્યા વગર, ચૂપચાપ કરી બતાવવાનો એમનો સ્વભાવ છે. જે કંઈ નિર્ણય કરવો હોય તે, જરા ય ઉતાવળ કર્યા વગર, પૂરેપૂરો વિચાર કરીને તેઓ કરે છે; અને એક વાર અમુક નિર્ણય લીધા પછી, ગમે તેવા ઝંઝાવાતની સામે પણ, અડોલ ખડા રહેવાનું એમનું ખમીર છે. વળી, વિવેકશીલતાની મર્યાદાને લોપ્યા વગર નિર્ભયતા અને સ્પષ્ટવાદિતાને પોતાના જીવન સાથે વણી લેવાની એમની કળા અદ્ભુત છે. અને જેઓ તેઓને પરાયા માનતા હોય એમને પણ પોતાના બનાવી દે એવી કરુણાભરી હેતની સરવાણી એમના અંતરમાં નિરંતર વહેતી રહે છે. (તા. ૧૦-૧-૧૯૭૬) Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ અમૃત-સમીપે (૧૯) બહુમુખી સાધક મહાપ્રજ્ઞ યુવાચાર્યજી સત્યને શોધીને જીવનને સત્યમય એટલે કે ધર્મમય બનાવવાની તાલાવેલી જે વ્યક્તિમાં જાગે છે, એને દુનિયાના બધા રંગ-રાગ એવા ફિક્કા લાગે છે કે એ પોતાનામાં જાગૃત થયેલ આત્મભાવને વધુ ને વધુ ઘેરો-પાકો બનાવવા છેવટે વૈરાગ્યનું શરણ સ્વીકારી તપ-ત્યાગ-સંયમ-તિતિક્ષાને જ પોતાના સદાના સાથી બનાવે છે. જ્ઞાન-ક્રિયાના સમાન પ્રકર્ષથી શોભતા તેરાપંથના મુનિવર્ય (હવે યુવાચાર્ય)શ્રી નથમલજી સત્યની ખોજ દ્વારા આત્મખોજના ભેખધારી આવા જ એક સંત છે. શ્રમણધર્મની આત્મલક્ષી એટલે કે મોક્ષલક્ષી અપ્રમત્ત સાધના દ્વારા તેઓએ જે અનેકમુખી યોગ્યતા પ્રાપ્ત કરી છે, તેથી પ્રેરાઈને, તેરાપંથના આચાર્યશ્રી તુલસીજીએ એમને ગત નવેમ્બર માસમાં “મહાપ્રજ્ઞ” બિરુદ આપીને અને ત્રણેક અઠવાડિયા પહેલાં (તા. ૩-૨-૧૯૭૯ના રોજ) પોતાની પછી પોતાની પાટે આવનાર આચાર્ય તરીકે “યુવાચાર્ય' પદ અર્પણ કરીને એમની યોગ્યતાનું સંઘમાં જે બહુમાન કર્યું છે તે એક જ્ઞાની અને ગુણિયલ વ્યક્તિની પ્રતિભાને અનુરૂપ છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિને આવું બિરુદ કે પદ અર્પવામાં આવે એ નિમિત્તે નોંધ લખવા અમે ભાગ્યે જ પ્રેરાઈએ છીએ. પણ મુનિશ્રી નથમલજીએ દરેક વસ્તુ કે વિચારને પોતાના મૌલિક સ્વતંત્ર ચિંતનથી કસી જોઈને એના નવનીતરૂપ સત્યનો સ્વીકાર કરવાની જે ગુણગ્રાહકવૃત્તિ તેમ જ એ સત્યને સૌમ્યસુંદર રૂપમાં પ્રગટ કરવાની જે ભવ્ય કળા કેળવી છે, તે સૌ સહૃદય ગુણીજનોની પ્રશંસા માગી લે એવી હોઈ અમે આ નોંધ લખવાનું મુનાસિબ માન્યું છે. જેને સત્યના અને ગુણોના શોધક અને અનેકાંતવાદના ઉપાસક બનવું હોય એણે, સૌથી પહેલાં તો, પોતાની જ્ઞાનસાધનાના સીમાડાને કેવળ વિશાળ જ નહીં, પણ પૂર્વગ્રહો વગેરે બંધનોથી મુક્ત બનાવવા જોઈએ, અને એવી જ્ઞાનસાધનાના પ્રકાશમાં ત્યાજ્ય કે ગ્રાહ્યનો વિવેક કરી તદ્દનુરૂપ વ્યવહાર કરવા તૈયાર રહેવું જોઈએ. તો જ “જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ” ની વાતનો આદર કર્યો લેખાય. યુવાચાર્યે સંપાદિત કરેલ તથા સ્વતંત્રપણે પણ લખેલ નાનાં-મોટાં પચાસ ઉપરાંત પુસ્તકોનું ઉપલક દૃષ્ટિએ પણ નિરીક્ષણ કરતાં એમનું વાચન-અધ્યયન કેટલું વ્યાપક અને વિપુલ છે, અને એમનું મનન-ચિંતન કેટલું ઊંડું અને સમતોલ છે એનો ખ્યાલ આવ્યા વગર રહેતો નથી. વળી તેઓ આત્મસાધના માટે એટલે કે જીવનશોધન માટે કેટલા જાગૃત-અપ્રમત્ત રહે છે એ વાત પણ એમની આવી ઉચ્ચ સાહિત્યસાધના ઉપરથી તેમ એમની સંયમ-વૈરાગ્યચર્યાની કેટલીક વિગતો Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ મહાપ્રશ યુવાચાર્યજી ઉપરથી પણ જાણી શકાય છે. આમ તેઓએ જૈન તત્ત્વજ્ઞાન અને આચારની જીવનમાં સમાનરૂપે પ્રતિષ્ઠા કરીને પોતાની શ્રમણધર્મની સાધનાને ચરિતાર્થ અને ઉન્નત બનાવી છે. સત્યની ખોજ અને આત્મખોજ માટે પરોક્ષ જ્ઞાનથી આગળ વધીને પ્રત્યક્ષ જ્ઞાન માટેની તેમની ઝંખના કેવી ઉત્કટ હતી એ વાત એમને “મહાપ્રજ્ઞ'નું બિરુદ આપવામાં આવ્યું તે પ્રસંગના એમના આ વક્તવ્ય ઉપરથી પણ જાણી શકાય છેઃ “મારા મનનું એક સ્વપ્ન હતું – ઘણું જૂનું સ્વપ્ન. મેં આચાર્યપ્રવરને એક વિનંતિ કરી હતી – ઘણા વખત પહેલાં – કે અત્યારે હું સંઘની સેવાઓમાં પરોવાયેલો છું; જ્યારે મારી ઉંમર પિસ્તાલીશ વર્ષની થાય, ત્યારે મને આ બધી જવાબદારીમાંથી મુક્ત કરી દેવામાં આવે. હું ફક્ત પ્રજ્ઞાની સાધના કરવા ઇચ્છું છું, સાક્ષાત્કાર માટે સમર્પિત થવા ઇચ્છું છું. આપણે બધા પરોક્ષજ્ઞાની રહીએ અને એ વાતનું જ રટણ કર્યા કરીએ કે શાસ્ત્રોમાં આવું લખ્યું છે અને તેવું લખ્યું છે – એવું થાય એમ હું નથી ચાહતો. આજે આ વાતની ઉપેક્ષા થઈ રહી છે. એ માટે આપણે પોતે જાગૃત થઈએ અને એમ કહી શકીએ એવી સ્થિતિ ઊભી કરીએ કે, “મેં આ વાતનો જાત-અનુભવ કર્યો છે અને મારા અનુભવના આધારે હું આ વાત કહી રહ્યો છું.' કેવળ પરોક્ષની દુહાઈઓ આપવામાં ન આવે, શાસ્ત્રનું રટણ ન થતું રહે, પણ જાતે અનુભવ કરીએ અને જેઓએ જાત-અનુભવ કર્યો હોય એમની સાથે સાક્ષાત્ સંપર્ક સાધીએ.” આ વક્તવ્યમાં જણાવ્યા મુજબ મુનિશ્રી સંઘને સંભાળવાની જવાબદારીમાંથી મુક્ત તો નથી થઈ શક્યા, પણ એમનું આ કથન તેઓ શાસ્ત્રયોગથી આગળ વધીને સામર્થ્યયોગને સિદ્ધ કરવા માટે લાંબા સમયથી કેટલા બધા ઉત્સુક હતા એ વાતની સાક્ષી પૂરે છે. અંતર્મુખ વ્યક્તિ જ, કીર્તિની કામનાથી અલિપ્ત રહીને, આવી ઉત્સુકતા સેવી શકે. સાથે-સાથે એમ પણ લાગે છે, કે તેઓ પોતાનો બધો સમય અને બધી શક્તિ ભલે પ્રત્યક્ષ જ્ઞાન એટલે જાત-અનુભવ મેળવવામાં ન વાપરી શક્યા હોય, છતાં એ દિશામાં એમણે નોંધપાત્ર પ્રગતિ સાધી હોવી જોઈએ. તેમનાં પુસ્તકો અને લખાણો વધુ ને વધુ લોકપ્રિય થતાં જાય છે એમાં એમની સુગમ અને સરસ ભાષા, મધુર અને સરળ શૈલી તેમ જ નિરૂપણની વિશદતાનો ફાળો મહત્ત્વનો છે જ; પણ એના કરતાં ય વધારે મહત્ત્વનો ફાળો એમાં જે જાતઅનુભવ, મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ અને સ્વતંત્ર ચિંતન મોટા પ્રમાણમાં વિસ્તરેલાં છે એનો છે. આવા પ્રકાશપુંજને લીધે જ્ઞાન અને ક્રિયાને લગતી અથવા બીજા વિષય સંબંધી પ્રાચીન અને દુર્ગમ શાસ્ત્રીય વાતો પણ જિજ્ઞાસુના અંતરને સહજપણે જ વશ કરી લે છે. વર્તમાનમાં જૈન સાહિત્યમાં આવાં ઉત્તમ અને આકર્ષક પુસ્તકોનું સર્જન WWW.jainelibrary.org Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ અમૃત સમીપે એ મુનિ શ્રી નથમલજીની અનોખી વિશેષતા છે; એથી જૈન શ્રમણ સંઘ અને જૈનધર્મનું ગૌરવ વધ્યું છે એ સ્વીકારવું જોઈએ. દસ વર્ષની વયે એમણે દીક્ષા અંગીકારી હતી, અત્યારે એમની ઉમર ૫૮ વર્ષની છે; એટલે એમના દીક્ષાપર્યાયને ૪૮ વર્ષ થયાં. આ બધો સમય સમર્પણભાવથી પોતાના ગુરુની સેવામાં અને આજ્ઞાપાલનમાં, તેમ જ જ્ઞાન-ધ્યાનપૂર્વક સંયમની આરાધના કરવામાં વિતાવ્યો. વળી, તેઓ પોતાથી જુદા કે વિરોધી વિચાર ધરાવનારની વાત પણ શાંતિથી સમજી-સાંભળી શકે છે અને પોતાની વાત સામી વ્યક્તિને ધીરજથી સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ બીના એમની સત્યનિષ્ઠા અને સમભાવની સાધનાની કીર્તિગાથા બની રહે એવી છે. પંદરેક વર્ષ પહેલાં એક જાપાનીઝ બૌદ્ધ વિદ્વાનું ભારત આવ્યા હતા અને તેઓ આચાર્ય તુલસીજીને મળ્યા હતા. જાપાનમાં બૌદ્ધ ધર્મ સારા પ્રમાણમાં પ્રચલિત છે, અને એની સાધનામાં ધ્યાનને ઘણું મહત્ત્વ અપાતું હોવાથી એ “ઝેણ બુદ્ધિઝમતરીકે ઓળખાય છે. એમણે આચાર્ય તુલસીજીને પૂછ્યું “ધ્યાન-સાધના ભારતનો પોતાનો વારસો હોવા છતાં તમારા દેશમાં એ સાધનાની કેમ ઉપેક્ષા થાય છે ?” આચાર્યશ્રીએ કહ્યું : “તમારી વાત સાચી છે. પણ હવે અમે એ તરફ ધ્યાન આપવાના છીએ.” અને પછી સાચે જ, તેરાપંથમાં ધ્યાનસાધનાને સજીવન કરવાના નિષ્ઠાભર્યા પ્રયાસો શરૂ થયા. આ પ્રયાસમાં યુવાચાર્યનો ફાળો ઘણો મોટો છે; એ દિશામાં તેઓએ પોતે પણ નોંધપાત્ર પ્રગતિ સાધી છે. આવા સત્ય, સમતા અને સહિષ્ણુતાના સમર્થ ઉપાસક મુનિવર પોતાના ઉપર મૂકવામાં આવેલી નવી જવાબદારીને પૂરેપૂરી અને સારી રીતે અદા કરતાં વધુ આત્મસંપન્ન પણ બનશે એમાં શંકા નથી. (તા. ૨૪-૨-૧૯૭૯) (૨૦) શાસન-સુભટ આચાર્ય શ્રી વિજપૂર્ણાનંદસૂરિજી જેમ સાચા મિત્રની પરીક્ષા આપત્તિમાં થાય છે (માપ મિત્ર નાનીતિ), તેમ ધર્મસંઘના નાયકની શક્તિ, ભક્તિ, નિર્ભયતા, નિષ્ઠા, વફાદારીની કસોટી ધર્મશાસન ઉપર સંકટ આવી પડ્યું હોય ત્યારે હિંમતપૂર્વક અને જાનના જોખમે સંકટનો સામનો કરવામાં જ થાય છે. આવા સંઘનાયકો બહુ વિરલ જોવા મળે છે. સ્વર્ગસ્થ આચાર્ય શ્રી વિજયપૂર્ણાનંદસૂરિજીએ પોતાના દાદાગુરુ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ, આઝાદી વખતે દેશના ભાગલા પડ્યા ત્યારે, સને Page #208 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજપૂર્ણાનંદસૂરિજી ૧૮૫ ૧૯૪૭માં, ગુજરાનવાલાના ચાતુર્માસ દરમ્યાન, હિંસા અને ક્રૂરતાથી ઊભરાતા વાતાવરણનો સામનો કરવામાં જે પ્રશાંત નિર્ભયતા, હિંમત, સંઘરક્ષાની જીવંત ભાવના, ધીરજ અને આદર્શ સંઘનાયકને યોગ્ય દૃઢતા દાખવી હતી, એવી જ શાસન-દાઝ અને નીડરતા પોતાના સંયમજીવન સાથે એકરૂપ બનાવી જાણી હતી; અને તેથી શાસનની સામેનાં કટોકટીભર્યા જોખમોનો સામનો તેઓ સફળપણે કરી શક્યા હતા. સ્વર્ગસ્થ આચાર્યશ્રીમાં, ૯૯-૯૭ વર્ષ જેટલી લાંબી સંયમયાત્રાની આરાધનાના પ્રતાપે અનેક ગુણો અને શક્તિઓનો વિકાસ થયો હતો. પણ એમની શાસનરક્ષા માટેની દાઝ, હિંમત અને નિર્ભયતા તો સંઘનાયક તરીકેની એમની કારકિર્દીની કીર્તિગાથા બની રહે એવી હતી. મહારાષ્ટ્રમાં “આમચી મુંબઈ”ના હિંસક આંદોલન વખતે તથા શ્રી સમેતશિખર મહાતીર્થમાંની આપણા સંઘનું હિત જોખમમાં મુકાઈ જાય એવી પરિસ્થિતિ વખતે આચાર્યશ્રીએ જે કામગીરી બજાવી હતી તે એમનામાં રહેલ સમર્થ યોદ્ધાના ખમીરનાં દર્શન કરાવે એવી હતી. તેઓનો જન્મ રાજસ્થાનના સાદડી ગામમાં વિ. સં. ૧૯૫૪ના આસો વદ (મારવાડી સં. ૧૯પપના કારતક વદિ) તેરસના રોજ. એમના પિતાનું નામ સૌભાગ્યમલજી, માતુશ્રીનું નામ વરદબાઈ. એમનું પોતાનું નામ પૂનમચંદ હતું. તેમને કટુંબના ધર્મસંસ્કારનો વારસો મળવા ઉપરાંત એમનામાં પડેલા પૂર્વજન્મના સંસ્કાર પણ જાગી ઊઠ્યા હોવા જોઈએ. પરિણામે ચૌદેક વર્ષ જેવી ઊછરતી વયે એમનું અંતર ત્યાગ-વૈરાગ્યથી સુરભિત બન્યું અને તેઓ ઘરસંસારનો ત્યાગ કરીને સંયમધર્મનો સ્વીકાર કરવાની ઝંખના સેવવા લાગ્યા; એટલું જ નહીં, વિ. સં. ૧૯૬૮ના પોષ વદિ (મારવાડી સં. ૧૯૦૯ના માહ વદિ) તેરસના રોજ એમણે વડોદરામાં આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીના પટ્ટધર આ. શ્રી વિજયલલિતસૂરિજીના શિષ્ય તરીકે, ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. મુનિશ્રીએ ગુરુભક્તિ, શાસ્ત્રાભ્યાસ અને તપશ્ચર્યાદિ ધર્મક્રિયાઓ – એ ત્રિવેણી સંગમથી પોતાની સંયમયાત્રાને સફળ બનાવી હતી. પરિણામે, એમની ઉત્તરોત્તર વધતી યોગ્યતાના બહુમાનરૂપે, વિ. સં. ૧૯૯૭માં કપડવંજના સંઘે ગણિપદ તથા પંન્યાસપદ, વિ. સં. ૨૦૦૮માં વડોદરાના સંઘે ઉપાધ્યાયપદ અને વિ. સં. ૨૦૧૦માં પૂનાના સંઘે એમને આચાર્યપદ અર્પણ કર્યું હતું. ધર્મશાસ્ત્રો ઉપરાંત એમણે જ્યોતિષશાસ્ત્રનો પણ સારો અભ્યાસ કર્યો હતો. તેઓએ રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર ઉપરાંત સુદૂર દક્ષિણના ભાગોમાં તથા પૂર્વમાં સુદૂરના શ્રી સમેતશિખર મહાતીર્થ, કલકત્તા વગેરે સ્થાનોમાં વિહાર કર્યો હતો, અને જૈન શાસનની રક્ષા અને પ્રભાવનાનાં અનેક સત્કાર્યો કર્યા Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ અમૃત-સમીપે -કરાવ્યાં હતાં. તેઓની પ્રેરણાથી પચીસ જેટલાં ઉપધાન-તપ થયાં હતાં. ઉપરાંત એમણે અનેક સ્થાનોમાં પ્રતિષ્ઠાઓ કરાવી હતી. મુંબઈમાં ભાયખલામાં તેમના દાદાગુરુદેવ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના સમાધિમંદિરની પ્રતિષ્ઠા પણ તેઓના શુભહસ્તે જ થઈ હતી. તેઓને નવકારમંત્રના જાપ ઉપર ખૂબ શ્રદ્ધા હતી; તેમ જ રોજ તેઓ બારસોપંદરસો શ્લોકનો સ્વાધ્યાય કરતા હતા. ધ્યાન તરફ પણ એમને સારો અનુરાગ હતો. આ રીતે રોજ છએક કલાક તો તેઓ આત્મચિંતનમાં જ વિતાવતા હતા. વળી શાસન માટેની દાખલારૂપ દાઝની જેમ એમનો તપસ્યા-પ્રેમ પણ ખૂબ અનુમોદનીય અને અનુકરણીય હતો. નાની-મોટી તપસ્યાઓ ઉપરાંત તેઓએ વૃદ્ધ ઉંમર સુધીમાં ૨૧ જેટલાં તો વર્ષીતપ કર્યાં હતાં. પોતાના વતન રાજસ્થાન-મારવાડમાં તેઓએ અનેક ચોમાસાં કર્યાં હતાં અને ત્યાંના શ્રીસંઘની ખૂબ-ખૂબ ભક્તિ અને પ્રીતિ સંપાદિત કરી હતી. તેઓના કાળધર્મ-સમયે એકત્ર થયેલી વિશાળ જનમેદની અને એમના અંતિમ સંસ્કાર માટે બોલવામાં આવેલી ઉછામણી પણ આ વાતની સાક્ષી પૂરે છે. તખતગઢ મુકામે વિ. સં. ૨૦૩૪ના વૈશાખ વિદે ૧૪, રવિવાર, તા. ૪૬-૧૯૭૮ના રોજ, ૮૧ વર્ષની વૃદ્ધ ઉંમરે, તેઓ કાળધર્મ પામ્યા. (તા. ૨૪-૬-૧૯૭૮) (૨૧) બાહ્યાચંતર-તપોનિષ્ઠ, લોકેષણામુક્ત પૂ. બાપજી મહારાજ (આ. વિજયસિદ્ધિસૂરિજી) વિક્રમની વીસમી અને એકવીસમી સદીના, દર્શન-જ્ઞાન-ચારિત્રને આરાધનાર મુનિવરોમાં સૌથી વયોવૃદ્ધ ગણી શકાય એવા પૂ. આ. મ. શ્રી વિજયસિદ્ધિસૂરિજી વિ. સં. ૨૦૧૫ના ભાદરવા વદ એકમ(તા. ૧-૧૦૧૯૫૯)ના રોજ કાળધર્મ પામ્યા. પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી શતવર્ષાયુ હતા. એ રીતે જેમણે શતં નીવ ગરવઃ એ ઉક્તિ પ્રમાણે એકસો કે તેથી વધુ વર્ષનું આયુષ્ય ભોગવ્યું એવા કેટલાક પૂર્વાચાર્યો કે યુગપ્રધાનો આપણે ત્યાં થઈ ગયા; જેમ કે આર્ય પ્રભવસ્વામી ૧૦૫ વર્ષ, ધર્મઘોષ ૧૦૧ વર્ષ, આર્ય મહાગિરિ, સુહસ્તિ વગેરે ૧૦૦ વર્ષ, ભદ્રગુપ્ત ૧૦૫ વર્ષ, વયરસેન ૧૨૮ વર્ષ, નાગહસ્તિ ૧૧૬ વર્ષ, રેતિમિત્ર ૧૦૯ વર્ષ, Page #210 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયસિદ્ધિસૂરિજી સિંહસૂરિ ૧૧૬ વર્ષ, નાગાર્જુન ૧૧૧ વર્ષ, ભૂતિદિન ૧૧૯ વર્ષ, જિનભદ્રગણી ક્ષમાશ્રમણ ૧૦૪ વર્ષ, ઉમાસ્વાતિવાચક ૧૧૦ વર્ષ, વિનયમિત્ર ૧૧૫ વર્ષ. ઉપર જણાવેલ શ્રમણોમાં એવા પણ છે કે જેમનો દીક્ષાપર્યાય ચાર વીસી કરતાં પણ લાંબો હોય; જેમ કે આર્ય સુંદિલ ૮૪ વર્ષ, રેવતિમિત્ર (?) ૮૪ વર્ષ, ધર્મસૂરિ ૮૪ કે ૮૮ વર્ષ, વજસ્વામી ૮૦ વર્ષ, વયરસેન ૧૧૯ વર્ષ, નાગહસ્તિ ૯૭ વર્ષ, રેવતિમિત્ર ૮૯ વર્ષ, સિંહસૂરિ ૯૮ વર્ષ, નાગાર્જુન ૯૭ વર્ષ, ભૂતદિન ૧૦૧ વર્ષ, ધર્મઘોષ ૮૯ વર્ષ, વિનયમિત્ર ૧૦૫ વર્ષ. ૧૮૭ સ્વર્ગસ્થ આચાર્ય-મહારાજ પણ ૧૦૪ વર્ષેનું આયુષ્ય ધરાવનાર અને ૯૧ વર્ષનો દીક્ષાપર્યાય ધરાવનાર હોઈ આવા પૂર્વપુરુષોની હરોળમાં બેસી શકે એવા હતા. એમની ઉગ્ર, દીર્ઘ, અવિચ્છિન્ન તપસ્યાની દૃષ્ટિએ તો કદાચ ૧૦૪ વર્ષની અતિવૃદ્ધ ઉંમરે પણ, જીવનની અંતિમ ઘડી સુધી પોતાની તપસ્યાને સાચવી રાખનાર તેઓ અદ્વિતીય જ હશે. આચાર્યનો જન્મ વિ. સં. ૧૯૧૧ના શ્રાવણ સુદિ ૧૫ના (રક્ષાબંધનના) દિને એમના મોસાળ વળાદમાં થયો હતો. એમનું વતન અમદાવાદમાં ખેતરપાળની પોળમાં. અત્યારે પણ એમના કુટુંબીઓ ત્યાં રહે છે. એમના પિતાશ્રીનું નામ મનસુખલાલ, માતુશ્રી ઊજમબાઈ; બંને ધર્મપરાયણ અને પોતાનાં સંતાનોમાં સારા સંસ્કાર પડે એવી લાગણી રાખનારાં. એમને છ પુત્રો અને એક પુત્રી. એમાં આચાર્ય-મહારાજ સૌથી નાના પુત્ર; નામ ચુનીલાલ. ચુનીલાલે અભ્યાસ પૂરો કર્યો અને પિતા તથા ભાઈઓના કામમાં તેઓ મદદગાર થવા લાગ્યા. કોઈ પણ કામમાં એમની નજ૨ પણ એવી પહોંચે, કામ કરવાની ખંત પણ એટલી અને જે કામ લે એમાં પૂરેપૂરો જીવ પણ એવો પરોવી દે કે કામમાં ધારી સફળતા મળ્યા વગર ન રહે. જે કામચોર ન હોય એને લોકો હોંશેહોંશે બોલાવે અને ચાહે. નવાઈની વાત એ કે ચુનીલાલ કોઈ પણ કામમાં આવા ઓતપ્રોત બની જાય, પણ એમનો અંતરંગ રસ તો વૈરાગ્યનો જ. ઘ૨નું અને બહારનું બધું ય કામ કરે, પણ સદા જળકમળની જેમ નિર્લેપ જ. કામ પાર પાડવામાં એમની નિષ્ઠા પુરવાર થતી અને એનાથી અલિપ્ત રહેવામાં એમને વૈરાગ્યવૃત્તિ જણાઈ આવતી. આ રીતે એમના જીવનમાં કાર્યનિષ્ઠા અને વૈરાગ્યભાવનાની ફૂલગૂંથણી થયેલી હતી. પરિણામે કોઈ પણ કાર્ય કર્યાનું ન તો એમને અભિમાન થતું કે ન તો કોઈની પ્રશંસા સાંભળીને તેઓ ફુલાઈ જતા. મનને સમતાનો પાઠ જાણે એમણે ઘરમાંથી જ શીખવવા માંડ્યો હતો. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮. અમૃત-સમીપે નાનપણમાં એમણે અમદાવાદની વિદ્યાશાળામાં શ્રી સુબાજી રવચંદ જેચંદની પાસે ધાર્મિક અભ્યાસ કરેલો. શ્રી સુબાજી ભારે ધર્મપ્રેમી અને સારા શ્રોતા લેખાતા. એ લગભગ ૩૦૦ વિદ્યાર્થીઓને ધાર્મિક શીખવતા, અને ધાર્મિક સંસ્કાર દઢ કરાવતા. ચુનીલાલની ધર્મશ્રદ્ધામાં સુબાજીના શિક્ષણનો પણ નોંધપાત્ર હિસ્સો હતો. ચુનીલાલ ૧૮-૨૦ વર્ષની ઉંમરના થયા, અને સૌનાં માતાપિતાની જેમ એમનાં માતાપિતાને પણ એમનાં લગ્નના લ્હાવો લેવાના મનોરથ થવા લાગ્યા. પણ ચુનીલાલનો આત્મા તો વૈરાગ્યનો ચાહક હતો; એટલે એમનું મન સહજ રીતે લગ્નની દિશામાં કેવી રીતે વળે ? માતાપિતા અને કુટુંબીઓને સંસાર ખપતો હતો, પુત્રને સંયમની તાલાવેલી લાગી હતી : એ બેનો ફડચો કોણ લાવી આપે ? યૌવનમાં ડગ માંડતી વીસેક વર્ષની વયે આ પ્રશ્ન ઉગ્ર બન્યો : વડીલો કહે પરણાવ્યા વગર રહીએ નહીં, પુત્ર કહે હું પરણું નહીં. છેવટે માતા-પિતાની આજ્ઞાને ચુનીલાલે શિરોધાર્ય કરી અને અમદાવાદમાં જ આકાશેઠ-કૂવાની પોળમાં રહેતા ખરીદિયા કુટુંબનાં ચંદનબહેન સાથે એમનાં લગ્ન થયાં. ચંદનબહેન ચુનીલાલ કરતાં ફક્ત છ મહિને જ નાનાં હતાં; એ પણ ખૂબ ધર્મપ્રેમી. લગ્ન તો કર્યો, પણ અંતરનો વૈરાગ્ય દૂર ન થયો. બે-ત્રણ વર્ષનું ગૃહસ્થ જીવન ભોગવ્યું-ન ભોગવ્યું અને વળી પાછી વૈરાગ્યની ભાવના તીવ્ર બની ગઈ. એ તેવીસ વર્ષની ભર યુવાન વયે ચુનીલાલે તો નિશ્ચય જ કરી લીધો હતો કે હવે તો સંયમ લીધે જ છૂટકો. પાછો ઘરમાં ગજગ્રાહ શરૂ થયો. માતાપિતા અને અન્ય કુટુંબીઓએ ખૂબ વિરોધ કર્યો : આમ દીક્ષા લે તો એમની પત્નીની શી સ્થિતિ થાય ? કામગરા ચુનીલાલ ઉપર મોટા ભાઈને ખૂબ હેત; એમને તો ચુનીલાલ ચાલ્યા જાય તો પોતાની એક ભુજા કપાયા જેવું દુઃખ થાય. એટલે વિરોધમાં એ સૌથી મોખરે. પણ ચુનીલાલનો આગ્રહ કુટુંબીઓના આગ્રહથી ચડી જાય એવો હતો. કુટુંબીઓએ અને બીજાઓએ ચુનીલાલને બહુ બહુ સમજાવ્યા – ધાકધમકી પણ આપી; પણ ચુનીલાલ કોઈ રીતે માન્યા નહીં. એક દિવસ તો પોતાની મેળે મસ્તકનું મુંડન કરાવીને એમણે સાધુવેષ પણ પહેરી લીધો ! કુટુંબીઓ સામે થયા તો ત્રણ દિવસ લગી ભૂખ્યાતરસ્યા એક ઓરડામાં ભરાઈ રહેવાનું એમણે મંજૂર રાખ્યું, પણ પોતાનો નિર્ણય ન છોડ્યો. છેવટે સૌને થયું કે આ વૈરાગી આત્મા હવે કોઈ રીતે ઘરમાં રહેશે નહીં. લગ્ન-પ્રસંગે માતા-પિતાનો આગ્રહ સફળ થયો હતો, તો આ વખતે ચુનીલાલનો નિર્ણય સૌને મંજૂર રાખવો પડ્યો. આ સંકલ્પબળ એમના સમગ્ર જીવનમાં વ્યાપી ગયું હતું. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ આચાર્ય વિજયસિદ્ધિસૂરિજી પણ કુટુંબનો આવો સજ્જડ વિરોધ હોય ત્યાં કયા સાધુ દીક્ષા આપે? એટલે જાતે સાધુવેશ પહેરીને ચુનીલાલ ઝાંપડાની પોળના ઉપાશ્રયમાં રહ્યા ! છેવટે જંગમ યુગપ્રધાન સમા તે કાળના મહાપ્રભાવક સાધુપુરુષ શ્રી મણિવિજયજી દાદાએ એમને લવારની પોળમાં સંઘની હાજરીમાં ભાગવતી દીક્ષા આપી. એ યાદગાર દિવસ તે વિ. સં. ૧૯૩૪ના જેઠ વદિ બીજ. ચુનીલાલ મુનિશ્રી સિદ્ધિવિજયજી બની ગયા. એ સૌથી નાના શિષ્ય. તે વર્ષનું ચોમાસું એમણે ગુરુ મણિવિજયજી સાથે અમદાવાદમાં જ કર્યું. પરંતુ ચોમાસું પૂરું થયું, એટલામાં સૂરતમાં મુનિશ્રી રત્નસાગરજી બીમાર થઈ ગયાના ખબર આવ્યા. મણિવિજયજી હતા તો માત્ર પંન્યાસ જ; પણ આખા સંઘનું હિત એમના હૈયે વસેલું. રત્નસાગરજીની માંદગીના સમાચારથી દાદા ચિંતામાં પડી ગયા; પણ માત્ર ચિંતા કરીને કે સહાનુભૂતિ દર્શાવીને બેસી રહે એવા એ પુરુષ ન હતા. એમણે તરત જ મુનિશ્રી સિદ્ધિવિજયજીને સૂરત સેવા માટે જવાની આજ્ઞા ફરમાવી. મુનિ સિદ્ધિવિજયજી તાજા જ દીક્ષિત, ગુરુ ઉપર એમને અપાર પ્રીતિ, અને ગુરુસેવાની પૂરેપૂરી તમન્ના. વળી દાદાની ઉમર પણ ૮૨-૮૩ વર્ષની, અને વૃદ્ધાવસ્થાને કારણે એમની કાયાનો ડુંગર પણ ક્યારેક-ક્યારેક ડોલતો લાગતો હતો. આ પરિસ્થિતિમાં મુ. સિદ્ધિવિજયજીનું મન ગુરુજીના સાન્નિધ્યનો ત્યાગ કરવા કોઈ રીતે ન માને. પણ ગુરુની આજ્ઞા થઈ, ત્યાં તો છેવટે માના ગુમવિવારીયા (ગુરુઓની આજ્ઞા થતાં વિચાર કરવા ન બેસાય) ગુરરજ્ઞા ગરીયસી (ગુરુની આજ્ઞા બધાથી ચડે) એમ માનીને એને માથે ચઢાવવી જ રહી. તેઓ સત્વર સૂરત સેવામાં પહોંચી ગયા, અને એ ચોમાસું સૂરત પાસે રાંદેરમાં કર્યું. ભાગ્યયોગે એ ચોમાસામાં જ (આસો શુદિ આઠમે) પૂ. મણિવિજય દાદા અમદાવાદમાં સ્વર્ગવાસી થયા! મુ. સિદ્ધિવિજયજીના મનમાં ગુરુજીનો અંતિમ વિયોગ, ગુરુ ગૌતમની જેમ, અપાર વેદના જગાવી ગયો; એમની ગુરુસેવાની ભાવના અધૂરી જ રહી ગઈ. આમ છતાં, અમદાવાદના ચાતુર્માસ દરમ્યાન, દીક્ષા પછીના છ-એક માસ જેટલા ટૂંકા ગાળામાં, એમણે ગુરુજીની એવી દિલથી સેવા કરી હતી કે એમને આખી જિંદગી ચાલે એવા ગુરુના આશીર્વાદ મળી ચૂક્યા હતા, અને પોતાનું શિષ્યપણું સફળ થયું હતું. શ્રી રત્નસાગરજી મહારાજ કંઈક આકરા સ્વભાવના, અને એમાં લાંબી બીમારી. છતાં સિદ્ધિવિજયજીએ સમભાવ અને શાંતિપૂર્વક એમની સેવા કરીને એમનું દિલ એટલે સુધી જીતી લીધું, કે પછી કોઈ કાંઈ વાત કરવા આવતું તો રત્નસાગરજી એમને મુ. સિદ્ધિવિજયજી પાસે જ મોકલી આપતા. આ રીતે એમણે આઠ વર્ષ સુધી ખડે પગે સેવા કરીને, આદર્શ વેયાવચ્ચનું દૃષ્યત રજૂ કર્યું. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯o અમૃત સમીપે તેઓ સૂરતમાં હતા એ દરમ્યાન ત્યાંના બીજા કોઈ ઉપાશ્રયમાં કોઈ ખરતરગચ્છના મુનિ બીમાર પડ્યા. મહારાજશ્રીને આ વાતની ખબર પડી એટલે પછી એમનો વેયાવચ્ચપ્રિય આત્મા નિષ્ક્રિય કેમ રહે ? મુ. સિદ્ધિવિજયજીએ એમની સેવાનું કાર્ય પણ ઉપાડી લીધું. એ રોજ સવારે વ્યાખ્યાન વાંચે, પછી પેલા ખરતરગચ્છના મુનિ પાસે જાય, એમની સેવા કરે, એમને ગોચરી વગેરે લાવી આપે અને પછી ઉપાશ્રયે પાછા આવીને ખરે બપોરે એકાસણું કરે; કેવું ઉગ્ર તપશ્ચરણ ! પૂ. મણિવિજયજી દાદા પોતાની વૃદ્ધ ઉંમર છતાં નવદીક્ષિત શિષ્યને સૂરત રત્નસાગરજીની સેવા માટે રવાના કરે, અને મુ. સિદ્ધિવિજયજી પોતાની અનેક જવાબદારીઓ છતાં એક ખરતરગચ્છના બીમાર મુનિની સેવા કરવાનું સ્વીકારે – એ બીના એટલું બતાવવાને માટે બસ થવી જોઈએ કે તે કાળે સાધુસમુદાયનાં મન કેવાં ભદ્રપરિણામી અને એકબીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી થવાની ભાવનાથી સુવાસિત હતાં. આજે તો જાણે આ ભાવના અને આ શાસનદાઝ વિરલ બની ગઈ છે; જેને પડી એ ભોગવે ! સૂરતમાં મહારાજશ્રીની પ્રેરણાથી એક બોર્ડિંગ સ્થાપવાનું નક્કી થયું, તો એમણે એની સાથે સદ્ગત મુ. શ્રી રત્નસાગરજીનું નામ જોડ્યું, અને એ રીતે પોતાની કીર્તિની અલોલુપતા એમણે પ્રત્યક્ષ બતાવી આપી. સૂરતમાં રહ્યા તે દરમ્યાન તેઓ પૂ. આત્મારામજી મહારાજના સંપર્કમાં આવ્યા. એમની પાસે ખાસ કરીને ઉત્તરાધ્યયનસૂત્રનો અભ્યાસ કર્યો. બંને વચ્ચે ખૂબ આત્મીયતા; પૂ. આત્મારામજી તો એમને “છોટા ચાચા” કહેતા ! સિદ્ધિવિજયજીને અભ્યાસની ખૂબ તાલાવેલી; એ માટે એ ગમે તેવી મહેનત અને ગમે તે કષ્ટ માટે તૈયાર! એક વાર તેઓ છાણીમાં રહેલા. તે કાળે વડોદરારાજ્યના રાજારામ શાસ્ત્રી સંસ્કૃતના મોટા વિદ્વાન લેખાય. સિદ્ધિવિજયજીને થયું : આવા પંડિત પાસે કાવ્ય અને ન્યાયનો અભ્યાસ કરવાનું મળે તો કેવું સારું ! પણ રહેવું છાણીમાં અને ભણવું વડોદરામાં – એ કેમ બને ? રોજ છ માઈલ જવું અને છ માઈલ આવવું, અને સાધુ-જીવનની ક્રિયાઓ સાથે અધ્યયન પણ કરવું? પણ મુનિશ્રીનું સંકલ્પબળ અજેય કિલ્લા જેવું હતું. સવારે છાણીથી વડોદરા જવાનું, ત્યાં પંડિતજીની સગવડ મુજબ અધ્યયન કરવાનું અને રોજ સાંજે છાણી પાછા આવવાનું – એ ક્રમ એમણે મહિનાઓ સુધી ચાલુ રાખ્યો ! સૂરત શહેર મહારાજશ્રીનું ખૂબ રાગી. વિ. સં. ૧૯૫૭ની સાલમાં ભારે ઉત્સવપૂર્વક એમને સૂરતમાં પંન્યાસપદવી આપવામાં આવી. આ વખતે પંદર હજાર જેટલી મેદની એકત્ર થઈ હતી, જેમાં દૂર-દૂરનાં શહેરોના જૈન આગેવાનો પણ Page #214 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયસિદ્ધિસૂરિજી ૧૯૧ આવ્યા હતા. એક મહિના સુધી આ ઉત્સવ નિમિત્તે જમણવારો થતા રહ્યા, અને તે સમયે એક લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. વિ. સં. ૧૯૭૫ની સાલમાં વસંતપંચમીના દિવસે મહેસાણામાં એમને આચાર્યપદવી આપવામાં આવી હતી. એમનો કંઠ ખૂબ મધુર; ભલભલાને મોહી લે. એમનું વ્યાખ્યાન પણ એવું જ. જ્ઞાનોપાસના તો જાણે એમના જીવનનું અંગ જ બની હતી. એક બાજુ ઉગ્ર અને દીર્ઘ તપસ્યા અને બીજી બાજુ સતત જ્ઞાનસાધના બાહ્ય અને આત્યંતર તપનો એક જ જીવનમાં અતિવિ૨લ સુમેળ! પ્રાચીન ધર્મ-પુસ્તકો લખાવવાં એ એમની પ્રિયમાં પ્રિય પ્રવૃત્તિ. ગામ-પરગામના અનેક લહિયાઓ પાસે પુસ્તકો લખાવે, એકધારા, પીઠફલકના આધાર વગર, કલાકો સુધી બેસીને પ્રાચીન મૂળ પ્રતોના આધારે એનું સંશોધન કરે. એમાં કલાકો વીતી જાય તો ય એ ન થાકે. પ્રતો લખવા-સુધારવાનાં સાધનો કલમ, શાહી, હડતાલ (શાહી છેકવાનું ‘હરતાલ’ દ્રવ્ય) વગેરે એમની પાસે પડ્યાં જ હોય. આ માટે એક ખાસ ઊંચી ઘોડી કરાવેલી, તે આજે પણ બાપજી મહારાજની જ્ઞાનસેવાની સાખ પૂરે છે. શાસ્ત્રસંશોધનનું આ કાર્ય છેક ૭૦ વર્ષની ઉંમર સુધી – આંખોએ કામ આપ્યું ત્યાં સુધી તેઓ અવિરતપણે કરતા રહ્યા. - - આ જ રીતે એમણે જપ, ધ્યાન અને યોગનો (હઠયોગનો) પણ અભ્યાસ કરેલો. કદાચ એમ કહી શકાય કે એમનું સ્વાસ્થ્ય આટલું સારું હતું એમાં હઠયોગનો પણ કંઈક હિસ્સો હશે. જ્યારે શાસ્ત્રસંશોધનનું કામ થઈ શકે એમ ન હોય ત્યારે તેઓ પોતાના મનને જપ કે ધ્યાનના માર્ગે વાળી લેતા. વળી ઉગ્ર અને દીર્ઘ તપસ્યાને માટે તો બાપજીનું જીવન એક આદર્શસમું થઈ ગયું હતું. ૧૯૫૭ની સાલથી તેઓ હમેશાં એકાંતરે ઉપવાસનું ચોમાસી તપ કરતા રહ્યા છે, અને બ્યોંતેર વર્ષની ઉંમરથી તે છેક અંત સમય સુધી (૩૩ વર્ષ લગી) એમણે એકાંતરે ઉપવાસનું વાર્ષિક તપ સતત ચાલુ રાખ્યું હતું. આમાં ક્યારેક બે કે ત્રણ ઉપવાસ પણ કરવા પડતા અને ક્યારેક ૧૦૫ ડિગ્રી જેટલો તાવ આવી જતો તો પણ એ તપમાં ભંગ ન થતો ! એમનું આયંબિલ પણ અસ્વાદવ્રતનો નમૂનો. મૂળે તો આંબેલની વસ્તુઓ જ સ્વાદ વગરની અને લૂખીસૂકી; બાપજી એ બધીને ભેગી કરીને એમાં પાણી ઉમેરીને આરોગી જતા ! આટલી ઉગ્ર અને દીર્ઘ તપસ્યા છતાં તેઓ કદી ક્રોધને વશ નહોતા થતા અને હંમેશા સમતા જાળવતા એ વાત એમના તપસ્વી જીવન પ્રત્યે વિશેષ આદર ઉત્પન્ન કરે એવી છે. બહુ નારાજ થતા ત્યારે તેઓ દુઃખ સાથે માત્ર એટલું જ કહેતા : “અરે ભાઈ ! આવું તમારાથી થાય ?” પણ સમતા અને લાગણીથી ભરેલા આટલા શબ્દો પણ કોઈની લાગણીને સ્પર્શી જવા બસ થઈ પડતા. Page #215 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે એમનો એક મુદ્રાલેખ હતો કે મનને જરા ય નવરું પડવા ન દેવું, કે જેથી એ નખ્ખોદ વાળવાનું તોફાન ન કરી બેસે. એમની તપ, જપ, ધ્યાન, સ્વાધ્યાય, યોગની પ્રવૃત્તિઓ પાછળ આ આત્મજાગૃતિ જ સતત કામ કરતી રહી છે. એમના હાથે અનેક પ્રતિષ્ઠાઓ અને અંજનશલાકાઓ થઈ છે; અને ભાઈબહેનોની દીક્ષાઓ તો સેંકડોની સંખ્યામાં થઈ છે. આમ છતાં એમનો પોતાનો શિષ્ય-સમુદાય ચાલીસેક સાધુઓનો જ છે એ બીના એ બતાવે છે કે તેઓ શિષ્યમોહમાં ફસાયા ન હતા. એમને તો ફક્ત એટલાથી જ સંતોષ અને આનંદ થતો કે અમુક વ્યક્તિને ધર્મબોધ થયો છે; ભલે પછી એ ગમે તેનાં શિષ્ય-શિષ્યા બને. ૧૯૨ શિષ્યો પ્રત્યે વાત્સલ્ય પણ એમને બહુ. જે કોઈને અભ્યાસ કરવો હોય, એને માટે જોઈતી બધી જ સગવડની ચિંતા તેઓ રાખે. એમણે પોતાના જીવનને તો બને તેટલી બીજાની ઓછી સેવા લેવી પડે, એ રીતે કેળવ્યું હતું. પોતાના ગુરુને એ કદી પણ ન વીસરી શકતા. વિ.સં. ૧૯૯૫માં સાણંદમાં પૂ. મણિવિજયજી દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ; બાપજી તે વખતે ન જઈ શક્યા તો છેવટે બીમારી અને સખત તાવ હોવા છતાં વિહાર કરીને સાણંદ જઈને ગુરુમૂર્તિનાં દર્શન કર્યાં ત્યારે જ એમને સંતોષ થયો. અને વીસેક વર્ષ પહેલાંની એક અજબ વાત તો જુઓ : અમદાવાદના રાજમાર્ગ ઉ૫૨ એ વયોવૃદ્ધ સાધુ, બાળક પા-પા-પગલી માંડે એમ, થોડું-થોડું ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમના દિલમાં ૮૫ વર્ષની જઇફ ઉંમરે ગિરનાર અને શત્રુંજયનાં પહાડો ચઢીને ત્યાં બિરાજતા દેવાધિદેવનાં દર્શન કરવાના કોડ જાગે છે. અને પૂ. બાપુજી એ ઉંમરે ધીમી-ધીમી મજલ કાપીને ડોળીની મદદ લીધા વગર, એ બંને ગિરિરાજોની યાત્રા કરીને પાછાં ફર્યા ! કોઈએ પાલીતાણામાં ચોમાસું કરવાનું સૂચન કર્યું, તો આટલી ઉંમરે અને આટલા થાક પછી પણ, તીર્થભૂમિની આશાતના ન થાય, એ માટે એમણે એનો ઇન્કાર કર્યો. આટલી વૃદ્ધ ઉંમરે આટલી જાગૃતિ સૌ કોઈને નમન કરવા પ્રેરે એવી છે. એમની દીક્ષા બાદ પાંચેક વર્ષે એમનાં પત્ની, સાસુ અને સાળાએ પણ દીક્ષા લીધી હતી. દીક્ષા બાદ એમના પત્નીનું નામ ચંદનશ્રીજી હતું. વખતને સાચવવામાં બાપજી પૂરા ખબરદાર. નક્કી કરેલ વખતે નક્કી કરેલ કામ થવું જ જોઈએ. ક્યાંક પૂજામાં જવાનું હોય અને કોઈ વખતસર તેડવા ન આવે, તો પોતે આચાર્ય હોવા છતાં, તેઓ વખતસ૨ ૨વાના થઈ જ ગયા હોય. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ આચાર્ય વિજયોદયસરિજી મેં પૂ. બાપજીના સમુદાયના જાણીતા વિદ્વાન જંબુકિંજયજી મહારાજ તથા અન્ય મુનિરાજ પાસે એમનું ચરિત્ર હોય તો તેની માગણી કરી; તો મને કહેવામાં આવ્યું કે પૂ. મણિવિજયજી દાદાના જીવનચરિત્રમાં બાપજીના જીવન સંબંધી કેટલીક માહિતી બે પાનાંમાં આપવામાં આવી છે; તે સિવાય બીજું કંઈ સાહિત્ય અમારી પાસે નથી ! આ સાંભળીને બાપજીની કીર્તિ પ્રત્યેની નિષ્કામતાની મન ઉપર ભારે અસર થઈ. આપણા પ્રાચીન જ્યોતિર્ધર મહાપુરુષોએ પોતાના જીવનની હકીકતો સાચવી ન રાખી એ સામે આજના ઇતિહાસકારની ભારે ફરિયાદ છે. પણ જે આત્મસાધના માટે નીકળ્યા હોય તે પોતાની કીર્તિને સાચવવાની શી ખેવના કરે? . બાપજી તો હર્વે ચાલ્યા ગયા છે; પણ એમના અનેક સદ્ગુણો આપણને આપતા ગયા છે. જો બની શકે તો આચાર્યશ્રીના કોઈ શિષ્ય કે પ્રશિષ્ય તેમના ચરિતને અને અનુભવોને અક્ષરદેહે રજૂ કરશે તો મોટો ઉપકાર થશે. આ આચાર્ય-મહારાજના સ્વર્ગગમનથી, વિ. સં. ૧૯૯૦ની સાલમાં મળેલ મુનિસમેલનને સફળ બનાવવામાં જેમણે પોતાનો સાથ આપ્યો હતો અને એ સંમેલનની ફળશ્રુતિરૂપે પટ્ટકરૂપે કરવામાં આવેલ અગિયાર નિર્ણયો ઉપર જેમણે પોતાની સહીઓ કરી હતી, એ નવ આચાર્યો(આઠ આચાર્યો અને એક મુનિરાજ)માંના છેલ્લાનો પણ આપણને વસમો વિરહ થયો છે. એટલે સંઘના * ઉત્કર્ષની, સમાજના અભ્યદયની અને ધર્મની રક્ષાની પૂરેપૂરી જવાબદારી હવે બાકી રહેલ શ્રમણ સંઘ ઉપર આવી પડી છે. તા. ૧૦ તથા તા. ૧૭ ઑક્ટોબર, ૧૯૫૯) (૨૨) આ. વિજયોદયસૂરિજી ઃ સમતાભરી સાધુતા પ્રાતઃસ્મરણીય આચાર્ય શ્રી વિજયોદયસૂરિજી કાળધર્મ પામતાં જૈનસંઘને સમતા-સરળતા-સમર્પણભાવની રત્નત્રયીથી શોભતી સાધુતાની મોટી ખોટ પડી ! ૮૩ વર્ષ જેટલી પાકી ઉમર, વ્યાધિથી જર્જરિત કાયા, આંખોની પણ નિસ્તેજતા; અને કાળધર્મનાં એંધાણ પણ અવારનવાર વરતાઈ આવતાં. અને છતાં, એ બધાં વચ્ચે, સંયમને અખંડ આરાધતો એક સબળ આત્મા વાસ કરતો હતો. એ આત્મા, જેવો તત્ત્વચિંતક હતો એવો જ આદર્શ સાધુતાનો ઉપાસક હતો, જેવો ત્યાગ-વૈરાગ્યના ઊજળા રંગે રંગાયેલો હતો, એવો જ અભ્યભાષી સત્યપ્રિયતાથી શોભતો હતો; અને સમતા અને સમર્પણશીલતા તો એના અણુઅણુમાં ધબકતી હતી. એને મન કાયા માત્ર ધર્મનું એક સાધન હતી. કાળધર્મ . Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અમૃત-સમીપે આવતો હોય તો ભલે આજે આવે, એવી એમની તૈયારી હતી. આચાર્યશ્રી તો સમાધિ અને જાગૃતિપૂર્વક કાળધર્મને આવકા૨ીને કૃતાર્થ થઈ ગયા. સ્વર્ગસ્થ આચાર્યશ્રીના પવિત્ર સાંનિધ્યમાં થોડો સમય પણ બેસવાનો સુઅવસર મળે, અને જાણે સમતાના સરોવરનો આહ્લાદ અનુભવીએ. કેવું સ્વસ્થ, શાંત, સૌમ્ય એ વ્યક્તિત્વ ! એ વ્યક્તિત્વે જાણી-સમજીને પોતાના તેજને છુપાવી દીધું હતું : એ જ આ આચાર્યશ્રીની સંયમસાધનાની અતિવિરલ વિશેષતા. ગુજરાતનું ઇતિહાસપ્રસિદ્ધ પ્રાચીન ધર્મનગર ખંભાત તેઓની જન્મભૂમિ : મંત્રીશ્વર ઉદયન અને મહામંત્રી વસ્તુપાળની કર્મભૂમિ. વિ. સં. ૧૯૪૪ના પોષ શુદિ ૧૧ના રોજ એમનો જન્મ. પિતાનું નામ શ્રી છોટાલાલ પાનાચંદ ઘીયા, માતાનું નામ પરસનબાઈ. પાંચ સંતાનમાં તેઓ વચેટ. એમનું પોતાનું નામ ઊજમશી. ઊજમશીને બે મોટા ભાઈ, એક નાનો ભાઈ અને એક નાની બહેન. વાણિયાનો દીકરો એટલે ભણ્યા વગર તો કેમ ચાલે ? પણ મનમાં છૂપા-છૂપા કોઈ એવા સંસ્કાર કામ કરે કે જેની આગળ ભણતર-ગણતર, વેપાર-વણજ કે પૈસો-ટકો બધું ફીકું લાગે. એમાં ધર્મભક્તિપરાયણ ખંભાત શહેર, ધર્મપ્રેમી કુટુંબ અને ધર્માનુરાગી માતા-પિતા. યૌવનને આંગણે પગ મૂકતાં-મૂકતાં તો ઊજમશીનું અંતર ભોગ-વિલાસના સુંવાળા માર્ગેથી પાછું વળીને ત્યાગ-વૈરાગ્યના કઠોર માર્ગ ઉપર ડગ ભરવા તલસી રહ્યું. અને ત્યાગ-વૈરાગ્યના એ અંકુરને વધવાનો સુયોગ પણ વેળાસર મળી ગયો. એક બાજુ, વિ. સં. ૧૯૬૧માં પિતાજીનું શિરછત્ર સદાને માટે હરાઈ ગયું અને ઊજમશીનું અંતર સંસારની અસારતા અને જીવનની અસ્થિરતાને વિચારી રહ્યું ! બીજી બાજુ, એ જ અરસામાં, જૈનસંઘના પરમપ્રતાપી આચાર્યશ્રી વિજયનેમિસૂરિજીના (તે સમયે મુનિરાજ શ્રી નેમિવિજયજીના) પારસમણિ સમા સંપર્ક અને હૃદયસ્પર્શી ધર્મોપદેશનો સુયોગ મળી ગયો. ઊજમશીને પોતાના ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવાનો માર્ગ જડી ગયો. પછી તો, થોડો પણ સમય ગુમાવ્યા વગર વિ. સં. ૧૯૬૨ના વૈશાખ સુદિ પાંચમે માતર પાસેના દેવા ગામમાં તેઓએ મુ. શ્રી નેમિવિજયજી પાસે એમના જ શિષ્ય તરીકે દીક્ષા લીધી. પોતાના શિષ્યસમુદાયના અધ્યયન અને આચાર-પાલન માટેનો નેમિસૂરિજીનો આગ્રહ અને કડપ કહેવતરૂપ હતો. બીજી બાજુ શિષ્યોની જ્ઞાનસાધનામાં સુયોગ્ય પંડિત કે સાધનસામગ્રીની ખામી અંતરાયરૂપ ન બને એની પણ તેઓ પૂરી કાળજી રાખતા. અને અધ્યયનમાં ખંતપૂર્વક આગળ વધતા શિષ્યો ઉપર વાત્સલ્ય વરસાવવામાં અને એમને પ્રોત્સાહન આપવામાં પણ જરા ય ખામી આવવા ન દેતા. આ તાલાવેલીને લીધે જ તેઓ જુદા-જુદા અનેક વિષયોના મર્મજ્ઞ Page #218 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયોદયસૂરિજી ૧૯૫ એવા સંખ્યાબંધ શિષ્ય-પ્રશિષ્ય જૈનસંઘને ભેટ આપી શક્યા. એ બધાયમાં, જ્ઞાન અને ચારિત્ર, એ બંનેની નિયમ અને નિષ્ઠાભરી આરાધનાની કસોટીએ, સ્વર્ગસ્થ આચાર્ય શ્રી વિજયોદયસૂરિજીનું સ્થાન શિરોમણિ-સમું હતું. એ પ્રતાપ હતો એમણે જીવનભર વિશુદ્ધ બુદ્ધિ અને અનન્ય ધર્મશ્રદ્ધાથી કરેલ બાહ્ય તેમ જ વિશેષ આપ્યંતર તપનો અને બેનમૂન ગુરુભક્તિનો. દીક્ષાનો સ્વીકાર કર્યો એ જ ક્ષણથી મુનિશ્રી ઉદયવિજયજી દેવ, ગુરુ અને ધર્મને સર્વભાવે સમર્પિત થઈ ગયા, અને દર્શન, જ્ઞાન, ચારિત્રની ઉત્કટ, નિર્મળ સાધના એ જ એમનો નિત્યનો જીવનક્રમ બની ગયો. ભવભીરુતા અને પાપભીરુતા તો તેઓની જ ! જ્ઞાન અને ક્રિયાના આવા ઉત્કટ સાધક મુનિવર અનેક વિદ્યાઓને આત્મસાત્ કરીને શાસ્ત્રપારગામી વિદ્વાન બને એમાં શી નવાઈ ? આમ છતાં, ક્યારેક એમને કોઈક સાથે શાસ્ત્રીય બાબતની વાત કરવાનો પ્રસંગ આવે ત્યારે જ ખબર પડે કે સંયમની આરાધનાના મહેરામણની પાછળ જ્ઞાનનો પણ કેવો મહાસાગર લહેરાઈ રહ્યો છે. ધર્મશાસ્ત્રો ઉપરાંત જ્યોતિષશાસ્ત્રનું તેઓનું જ્ઞાન પણ ઘણું ઊંડું હતું. તેથી તેઓએ પ્રતિષ્ઠા, દીક્ષા, જિનમંદિરો-ઉપાશ્રયોનાં ભૂમિખનન કે શિલાન્યાસનાં તેમ જ બીજા અનેક ધર્મોત્સવોનાં હજારો શુભ મુહૂર્તો કાઢી આપ્યાં હતાં. ધર્મકાર્યોનાં મુહૂર્તોની બાબતમાં જૈનસંઘમાં તેઓ અને તેમના પટ્ટધર આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીની (ઉદય-નંદનની જોડીની) કેટલી બધી નામના હતી તે સુવિદિત છે. આવાં મુહૂર્તો આપવામાં તેઓની ઝીણવટભરી ચોકસાઈનો જેમ મોટો હિસ્સો હતો, તેમ તેઓની ‘સહુ કોઈનું ભલું થાઓ' એવી સાધુજીવનને ઉચિત એવી સહજ મનોવૃત્તિ પણ પ્રેરક હશે. જેમ-જેમ સાધુજીવનની સાધના આગળ વધતી ગઈ, તેમ-તેમ તેઓની આત્મશોધનની અંતર્મુખ વૃત્તિ પણ વધુ ઘેરી બનતી ગઈ. આને લીધે તેઓનું જીવન માયા, પ્રપંચ, હઠાગ્રહ જેવી મલિન વૃત્તિ કે પ્રવૃત્તિથી મુક્ત રહી શક્યું હતું. કીર્તિ, માન-પ્રતિષ્ઠા કે નામનાની કામના એમને સતાવી શકી ન હતી. સેંકડો વિધિવિધાનો અને ક્રિયાકાંડો કરાવવા છતાં એમનું ચિત્ત વધારે પડતું બહિર્મુખ બનીને બાહ્ય આડંબરોમાં રાચવાને બદલે, પોતાની આંતરિક ગુણસંપત્તિમાં જ નિરત રહેતું. વિ. સં. ૧૯૬૯માં કપડવંજમાં તેઓને ગણિપદ તેમજ પંન્યાસપદ, વિ. સં. ૧૯૭૨માં સાદડીમાં ઉપાધ્યાયપદ તથા વિ. સં. ૧૯૭૯માં તેઓના વતન ખંભાતમાં આચાર્યપદ આપવામાં આવ્યું હતું. પોતાના ગુરુવર્યની આજ્ઞાને માન્ય રાખવા માટે જ તેઓએ આ પદવીઓનો સ્વીકાર કર્યો હતો. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ અમૃત સમીપે જ્ઞાનચારિત્રની ગરિમાથી શોભતા આવા તેજસ્વી, પ્રભાવશાળી અને સમર્થ ધર્મપુરુષ પોતાના સમસ્ત વ્યક્તિત્વને ગાળી નાખીને તેને પોતાના ગુરુવર્યમાં જ સમગ્રભાવે સમાવી દે અને આટઆટલી સંયમસાધના છતાં પોતાના ગુરુદેવનાં ચરણોમાં એક અલ્પજ્ઞ અને ભક્તિવેલા બાળકની જેમ જ જીવવાનું પસંદ કરે એ બીના અંતરને ગદ્ગદ બનાવી મૂકે એવી છે. ખરેખર, તેઓ આત્મસાધનાના અમૃતનો આસ્વાદ મેળવી શક્યા હતા. | મ તા. ૧૩-૬-૧૯૭૦) કે, ૭) (૨૩) ભદ્રપરિણામી, આત્મસાધનાનિષ્ઠ આ. શ્રી વિજયભદ્રસૂરિજી શ્રમણજીવનની સાધના એટલે નિર્ભેળ આત્મસાધના. આવા શ્રમણસંતને મન આત્મસાધના દ્વારા ચિત્તશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ એ સર્વશ્રેષ્ઠ ધ્યેય હોય છે, અને એને સિદ્ધ કરવા એ વૈરાગ્ય-ત્યાગ-સંયમ-અહિંસાદિ મહાવ્રતોની અને બાહ્યઆવ્યંતર તપની આરાધનામાં એવા લીન બની જાય છે કે ભૂખ, ઊંઘ કે આરામને તથા પોતાની જાતને સુધ્ધાં વિસરી જાય છે. આધિ-વ્યાધિ-ઉપાધિકારક સંયોગો પણ એને એની સાધનામાંથી ચલિત કરી શકતા નથી. અલબત્ત, આવા મહાપુરુષો સમાજ કે સંઘમાં અતિ વિરલ હોય છે, અને આપણે પોતાના હિતને માટે એમને સામે ચાલીને શોધી કાઢવા પડે છે. દોઢેક મહિના પહેલાં, ગત (વિ.સં. ૨૦૩૩ના) જેઠ શુદિ આઠમના રોજ જૂના ડીસામાં ૧૦૩ વર્ષની પરિપક્વ વયે અને શ્રમણજીવનની પોણી સી જેટલી લાંબી અને આત્મલક્ષી સંયમસાધનાને અંતે કાળધર્મ પામીને કૃતકૃત્ય બની જનાર આચાર્ય શ્રી વિજયભદ્રસૂરિજી આ યુગના આવા જ એક આદર્શ અને શ્રેષ્ઠ શ્રમણ હતા. પોતાની અંતર્મુખ સંયમયાત્રા દ્વારા એમણે જેમ પોતાના જીવનને તેમ જૈન શાસનને ગૌરવાન્વિત બનાવ્યું હતું. શ્રમણજીવનની શોભારૂપ સરળતા, નિરંકારવૃત્તિ, સમભાવ, મધ્યસ્થષ્ટિ, સહનશીલતા, કષાયોની અલ્પતા, હળુકર્મીપણું, દૃષ્ટિરાગ કે રાગદષ્ટિ જેવા મહાદોષોનો અભાવ ઇત્યાદિ પાયાના ગુણોની જાણે એમને કુદરત તરફથી સહજભાવે જ બક્ષિસ મળી હતી. એમની નિર્મોહવૃત્તિ તો બધા આત્મસાધકોને માટે દાખલારૂપ હતી. આવી અનાસક્ત દૃષ્ટિને કારણે, શક્તિશાળી માનવીને પણ પરાધીન બનાવી દેતી કીર્તિની આકાંક્ષારૂપ દીનતા એમની આત્મનિષ્ઠાને ચળાવી શકી ન હતી. Page #220 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયભદ્રસૂરિજી ૧૯૭ જૈનધર્મનગરી ગણાતું રાધનપુર તેઓશ્રીનું વતન. જિનમંદિરો અને ધર્મસ્થાનોથી શોભાયમાન આ નગરીનાં સંખ્યાબંધ ભાઈ-બહેનોએ દીક્ષા ગ્રહણ કરીને એના ગૌરવમાં વધારો કર્યો છે. આ નગરનાં સુપ્રસિદ્ધ મસાલિયા કુટુંબમાં તેમનો જન્મ. ઇતિહાસમાં તો એક કથા એવી પણ સચવાયેલી છે કે ચાર-પાંચ સૈકા પહેલાં કેટલાક વખત માટે, તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનો વહીવટ રાધનપુરનું મસાલિયા કુટુંબ સંભાળતું હતું. રાધનપુરની નગરશેઠાઈ પણ આ જ કુટુંબમાં હતી. આવા કુટુંબમાં, વિ. સં. ૧૯૩૦ના વૈશાખ શુદિ છઠ્ઠના રોજ આચાર્યશ્રીનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ ઉગરચંદભાઈ, માતાનું નામ શ્રી સૂરજબહેન; એમનું પોતાનું નામ ભોગીલાલ. છ ભાઈઓમાં ભોગીલાલ પાંચમા. ઉંમર તો નાની હતી, પણ “પુત્રનાં લક્ષણ પારણામાંથી”, એ ઉક્તિ પ્રમાણે, ભોગીલાલમાં ધાર્મિક વિધિવિધાનો પ્રત્યે બચપણથી જ અનુરાગ હતો. ઉપરાંત પોતાના મધુર, સરળ, મિલનસાર પરગજુ, સ્વભાવથી તેઓએ સૌનાં મન જીતી લીધાં હતાં. ભોગીલાલ ઊગતી ઉંમરથી જ પોતાનું ઉજ્જ્વળ ભાવિ સૂચવતા હતા. ભોગીલાલને દુન્યવી સુખોની પાછળ છુપાયેલી દુઃખોની પરંપરાનો કડવો અનુભવ કુદરત જાણે નાનપણથી જ કરાવવા માંગતી હોય એમ, માત્ર છ વર્ષની જ ઉંમરે માતાની હૂંફાળી-શીળી છાયા હરાઈ ગઈ, અને બાર વર્ષની ઉંમરે પહોંચતાં-પહોંચતાં તો કુટુંબના આધારસ્તંભ રૂપ પિતાજીનું જીવન પણ સંકેલાઈ ગયું ! ભોગીલાલનું અંતર સૂનકાર અને એકલતા અનુભવી રહ્યું. પણ કુટુંબના વડીલોએ આવા દુઃખના વખતે ભોગીલાલ પ્રત્યે મમતા દાખવીને એમને સાચો સહારો આપ્યો. આવા વડીલોની આજ્ઞા માથે ચડાવીને, એમને રાજી રાખવા, મનના વૈરાગી ભોગીલાલે, શ્રી જયકોરબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાઈને, પોતાનો સંસાર શરૂ કર્યો. પણ, સંસારવાસી ભોગીલાલનું ચિત્ત તો સાંસારિક બાબતોમાં સદા ય જળકમળની જેમ અલિપ્ત જ રહેતું હતું. એમને સંસારના સુખોપભોગમાં ભાગ્યે જ રસ પડતો, અને સંસારના વ્યવહારો, વેપાર-વણજ જેવી બાબતોથી અળગા રહેવાનો જ તેઓ પ્રયાસ કરતા. પણ “ઉતાવળે આંબા ન પાકે” એવી સમજથી ભોગીલાલ પક્વ સમયની રાહ જોતા રહ્યા અને પોતાને દીક્ષાની અનુમતિ આપવા કુટુંબને સમજાવતા રહ્યા; પણ એનું ધાર્યું પરિણામ ન આવ્યું, અને ઉંમર તો સત્તાવીશમા વર્ષના સીમાડે પહોંચી ગઈ. Page #221 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે છેવટે કુટુંબીજનોને જાગૃત કરીને એમની અનુમતિ મેળવવા એમણે એક દિવસ, પોતે દીક્ષા ન લે ત્યાં સુધીને માટે ઘી, ઘઉં અને ચોખાના ત્યાગની પ્રતિજ્ઞા જાહેર કરી. ૧૯૮ શ્રી ભોગીભાઈના આ પગલાએ વીજળિક અસર કરી. કુટુંબીજનોએ ભોગીલાલની માગણી સ્વીકારી લીધી અને પોતાના શહેરમાં જ મહોત્સવપૂર્વક એમને દીક્ષા અપાવવાનો નિર્ણય કર્યો. ૨૮ વર્ષની ઉંમરે, વિ. સં. ૧૯૫૮ના વૈશાખ સુદિ ૧૫(બુદ્ધપૂર્ણિમા)ના પર્વદિને શ્રી ભોગીભાઈના મનો૨થ સફળ થયા. તે દિવસે એમણે મુનિવર્ય શ્રી જિતવિજયજી મહારાજના હાથે રાધનપુરમાં દીક્ષા લીધી. એમને બાપજી મહારાજ(આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી)ના શિષ્ય મુનિરાજ શ્રી વિનયવિજયજી મહારાજના શિષ્ય બનાવવામાં આવ્યા; નામ ભક્તિવિજયજી રાખવામાં આવ્યું. શ્રી ભોગીભાઈનો આ દીક્ષાપ્રસંગ વિશેષ ગૌરવશાળી અને યાદગાર તો એ ઘટનાથી બન્યો કે એમની સાથેસાથે એમનાં પત્ની જયકોરે અને એમના નાના ભાઈ હ૨ગોવિંદદાસે તથા એ ભાઈનાં પત્નીએ પણ દીક્ષા લીધી : જ્યોતથી જ્યોત પ્રગટે. ભૂખ્યાને ભાવતાં ભોજન મળ્યાં; મુનિ ભક્તિવિજયજીનું ચિત્ત હર્ષ અનુભવી રહ્યું અને પોતાની સંયમયાત્રાને સાર્થક કરવા એકાગ્ર બની ગયું. જિનેશ્વરની વાણીના સ્વાધ્યાયરૂપ આપ્યંતર તપ અને ઇંદ્રિયો અને કાયાના ઉન્માદને નાબૂદ કરે એવું બાહ્ય તપ એમ બંને પ્રકારનાં તપરૂપી બે ચક્રોનો સહારો લઈને તેઓ પોતાની આત્મસાધનાના રથને આગળ વધારવાના ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થમાં દત્તચિત્ત થઈ ગયા. ગુરુભક્તિ, સતત જાગૃતિ અને સ્વાદવિજય જેવા સાધુજીવનના ગુણો એમને સહજસિદ્ધ થઈ ગયા. દીક્ષા લીધા પછી દોઢ જ વર્ષ બાદ એમના ગુરુશ્રી કાળધર્મ પામતાં મુનિશ્રી ભક્તિવિજયજી આંતરિક આઘાત અનુભવી રહ્યા. પણ દાદાગુરુ શ્રી વિજયસિદ્ધિસૂરિજીએ એમને એ ખોટ વરતાવા ન દીધી; એટલું જ નહીં, પણ એમની નિશ્રામાં એમની આત્મસાધના વધારે ઉત્કટ બની, અને તેઓ વધુ ને વધુ અંતર્મુખ બનતા ગયા. ધીમે-ધીમે એમનો પ્રભાવ વધતો ગયો, શિષ્યો બનતા ગયા અને એમના હાથે શાસનપ્રભાવનાના ધર્મોત્સવો થવા લાગ્યા. -- દીક્ષાનાં ૧૨ વર્ષ બાદ, વિ. સં. ૧૯૭૦માં એમને ગણિપદ તથા પંન્યાસપદ મળ્યું. ૧૯૮૯માં તેઓ આચાર્યપદથી વિભૂષિત થયા, અને એ વખતે તેઓનું ભક્તિવિજયજી નામ બદલીને વિજયભદ્રસૂરિ રાખવામાં આવ્યું. મોટી પદવી મળવા છતાં તેઓ એના મોહથી અલિપ્ત હતા. જિનેશ્વરદેવ તરફની નિર્મળ ભક્તિ Page #222 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયધર્મધુરંધરસૂરિજી ૧૯૯ એ એમનું સાચું બળ હતું અને ચિત્તની સરળતા, વિમળતા(ભદ્ર પ્રકૃતિ)ની કેળવણી એ એમનું લક્ષ્ય હતું. આમ તેઓએ પોતાની સાધના દ્વારા પોતાનાં બંને નામોને સાર્થક કર્યાં. સંયમયાત્રાનાં ૩૪ વર્ષ પછી જાણે કુદરત એમની સમતા, સહિષ્ણુતા અને સાધુતાની આકરી અને લાંબી કસોટી કરવા માગતી હોય એમ, વિ. સં. ૧૯૯૨માં એમની આંખોનાં તેજ અંદર ઊતરી ગયાં અને ચોમેર અંધકાર પ્રસરી ગયો. પણ આ પ્રભુપરાયણ અને ધર્મપરાયણ સંતપુરુષ એથી જરા ય વિચલિત કે નિરાશ ન થયા, પણ તે પછી શાંતિથી પૂરાં ૪૧ વર્ષ જેટલાં લાંબા સમય સુધી પોતાની સંયમસાધનામાં સ્થિર રહ્યા ! આ ગાળામાં આચાર્યશ્રી વિજયંઓંકારસૂરિજી વગેરે શિષ્યોએ તેઓની ભક્તિભાવપૂર્વક જે સંભાળ રાખી તે સૌ કોઈની પ્રશંસા માગે એવી દાખલારૂપ છે. આ સદીમાં એક જ સમુદાયના એકસો વર્ષ કરતાં પણ વધુ ઉંમરના દાદાગુરુ બાપજી મહારાજ (૧૦૫) અને એમના પ્રશિષ્ય શ્રી વિજયભદ્રસૂરિ મહારાજ (૧૦૩) – એમ બે શાસનપ્રભાવક આચાર્ય મહારાજોનાં દર્શન કરવાનો શ્રીસંઘને સુઅવસર મળ્યો એ કેવો ઉત્તમ યોગ ગણાય ! (તા. ૧૬-૭–૧૯૭૭) (૨૪) સમતા-સહનશીલતાના સાગર આચાર્યશ્રી વિજયધર્મધુરંધરસૂરિજી આ શ્રદ્ધાંજલિ લખતાં અમને, વહાણમાં બેઠેલા ને પાણીમાં પડેલા વીંછીને ત્રણ-ત્રણવાર બચાવી ત્રણ દંશ પામેલા સમભાવી સંતની પ્રચલિત બોધકથાનું સ્મરણ થઈ આવે છે. ગયા અઠવાડિયે તા. ૨-૬-૧૯૭૮ના રોજ અમદાવાદમાં ૬૦ વર્ષની, પ્રમાણમાં નાની ઉંમરે કાળધર્મ પામેલ આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મધુરંધરસૂરિજી એ દર્દની અસહ્ય પીડામાં પણ, દેહભાવ અને આત્મભાવ વચ્ચે, એટલે કે બાહ્ય પરિણતિ અને આત્યંતર પરિણતિ વચ્ચે, જે અદ્ભુત વિવેક કરી જાણ્યો હતો તે ઉપર ઉલ્લેખેલ કથાના ભાવની સાથે બરાબર બંધબેસતો આવે એવો છે. આચાર્યશ્રીને છેલ્લાં ત્રણેક વર્ષથી ગળા ઉપરની કૅન્સરની ગાંઠ થઈ આવી હતી. ભયંકર કાળચક્ર જેવો આ વ્યાધિ ઉત્તરોત્તર વધુ ને વધુ વિકરાળ થતો જતો હતો, અને એને લીધે એ વધુ ને વધુ અસહ્ય પણ બનતો જતો હતો. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨છે. અમૃત-સમીપે આવા અસાધ્ય વ્યાધિની જાણ થયા પછી, મોટા ભાગના માનવીઓ એક બાજુ મનથી ભાંગી પડીને સાવ નિરાશ થઈ જાય છે, ને બીજી બાજુએ એ કાળઝપાટામાંથી ઊગરવા માટે એલોપથીના અતિ ખર્ચાળ એવા કંઈ-કંઈ ઇલાજ કરવામાં કશી ખામી રહેવા દેતા નથી. સામાન્ય વસ્તુસ્થિતિ આવી હોવા છતાં, સ્વર્ગસ્થ આચાર્યશ્રીએ આ બંને વૃત્તિઓ ઉપર જે કાબૂ મેળવી બતાવ્યો, તે એમની ૪૬-૪૭ વર્ષ લાંબી સંયમયાત્રાની સફળતાની કીર્તિગાથા બની રહે તેવો, તેમ જ સૌકોઈ સાધકો માટે દાખલારૂપ છે. ત્રણેક વર્ષ પહેલાં તેઓ પાલીતાણામાં બિરાજતા હતા, ત્યારે તેમના ગળાની બહાર જમણી બાજુ એક ગાંઠે દેખા દીધી. મુંબઈના કેન્સરના નિષ્ણાત ડૉક્ટરે પૂરેપૂરી તપાસ કર્યા પછી નિદાન કર્યું કે આ ગાંઠ કૅન્સરની છે, અને એને માટે તાત્કાલિક ઇલાજો હાથ ધરવા જોઈએ. આ વાતની પોતાને જાણ થયા પછી પણ, આચાર્યશ્રી ન તો મૂંઝાયા કે ન તો એમણે દર્દ સામે એલોપથીના ઉપચાર શરૂ કરવાની કોઈ તત્પરતા દાખવી. એમણે તો અતિ આકરા પથ્થસેવન સાથે આયુર્વેદિક ઉપચાર એક વૈદ્યની દેખરેખ નીચે શરૂ કર્યા, અને બે-એક વર્ષ જેટલા લાંબા સમય સુધી એ ઉપચારો એમણે ચાલુ જ રાખ્યા. પણ જ્યારે દર્દ વધારે ભયંકર અને કાબૂ બહાર જતું લાગ્યું, ત્યારે જ અમદાવાદમાં એમણે મુંબઈ અને અમદાવાદના કેન્સરના નિષ્ણાત ડૉક્ટરોની સલાહ મુજબ એલોપથીના ઉપચાર શરૂ કર્યા. છેવટે એ ઉપચાર દરમ્યાન જ તેઓ કાળધર્મ પામ્યા. કાળધર્મ ક્યારે, ક્યાં અને કેવી રીતે થાય એ તો ઉપાર્જિત કર્મની બાજી જ ગણાય છે; પણ ખરી મહત્તા તો ઉગ્ર આધિ-વ્યાધિ-ઉપાધિના સમયમાં પણ સ્વસ્થતાને જાળવી રાખવાની કળાની જ છે. આચાર્યશ્રીએ પોતાની જાગૃત, નિર્મળ અને જીવનસ્પર્શી સંયમસાધનાના બળે આ કળા સારી રીતે હસ્તગત કરી હતી, અને તેથી તેઓ ઉત્તરોત્તર વધુ ને વધુ અસહ્ય બનતા જતા કેન્સરને પણ શાંતિ, સમતા અને સહનશીલતાથી બરદાસ્ત કરી શક્યા હતા. આ કેન્સરનું નિદાન થયા પછી પણ એમણે પાલીતાણાથી અમદાવાદ તરફ વિહાર ડોળીમાં કરવાને બદલે પગે ચાલીને જ કર્યો હતો. અને ઝડપથી અમદાવાદ પહોંચવાને બદલે સુરેન્દ્રનગર, શંખેશ્વર જેવાં સ્થાનોમાં સ્થિરતાપૂર્વક રહીને પોતાનું, તેમ જ ધર્મબોધ દ્વારા શ્રીસંઘનું પણ વિશેષ કલ્યાણ કર્યું હતું. આવા ઉગ્ર દઈની સામે ચિત્તની આવી સ્વસ્થતા ખરેખર અતિ વિરલ અને સૌ કોઈની દાદ માગી લે એવી ઘટના ગણાય. જ્યારે પણ કોઈ પૂછતું ત્યારે તેઓ મસ્તીપૂર્વક એવો જ જવાબ આપતાં કે “ઘણું સારું છે. ” - Page #224 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયધર્મધુરંધરસૂરિજી ૨૦૧ આચાર્યશ્રીનું મૂળ વતન ભાવનગર જિલ્લામાં આવેલ નાનુંસરખું ખાટડી ગામ. એમનો જન્મ વિ.સં. ૧૯૭૪ના ચૈત્ર વદ પાંચમે ભાવનગરમાં થયેલો. એમના પિતાનું નામ પીતાંબરદાસ, માતાનું નામ સાંકળીબહેન, એમનું પોતાનું નામ ધીરજલાલ. તેઓએ ૬ ર્ધોરણ સુધીનો અભ્યાસ કરેલો. અભ્યાસકાળ દરમ્યાન પાલીતાણાના સુપ્રસિદ્ધ શ્રી યશોવિજય જૈન ગુરુકુળમાં પણ કેટલોક વખત રહેલા. તેઓને એક બહેન હતાં; એમનું નામ સૂરજબહેન. ધીરજલાલની ઉંમર દસ વર્ષની થઈ એવામાં માતાની હૂંફાળી છત્રછાયા ખેંચાઈ ગઈ. કેટલાક વખત તેઓ પોતાના મામાની સાથે બેંગલોરમાં પણ રહેલા. શ્રી પીતાંબરદાસને ધાર્મિક બાબતોમાં પહેલેથી જ રસ હતો, અને પત્નીના સ્વર્ગવાસ પછી એમની ધર્મભાવનામાં વધારો પણ થયો હતો. પાલીતાણાની જાણીતી શ્રી સિદ્ધક્ષેત્ર જૈન ભોજનશાળાની સ્થાપનામાં, બીજા ભાઈઓની સાથે તેઓએ પણ ઊંડો રસ લીધો હતો અને ઘણી જહેમત ઉઠાવી હતી. આથી ઊલટું, ધીરજલાલને શરૂઆતમાં ધર્મ તરફ કોઈ વિશેષ રુચિ ન હતી. શ્રી પીતાંબરદાસને પાલીતાણામાં શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિજી મહારાજના પટ્ટધર, આચાર્ય મહારાજશ્રી વિજયઅમૃતસૂરિજીનો સત્સંગ થયો. આ સત્સંગે એમની ધર્મભાવનાને વધારે પ્રદીપ્ત કરી, અને એમણે આચાર્યશ્રીના શિષ્ય બનવાનો નિશ્ચય કર્યો; સાથે-સાથે પોતાના એકના એક પુત્રને પણ પોતાની સાથે જ રાખવાનું નક્કી કર્યું. સંયમમાર્ગની કઠોરતાનો જાતઅનુભવ કરવા એમણે આચાર્ય શ્રી વિજયઅમૃતસૂરિજીની સાથે વિ.સં. ૧૯૮૮ની સાલમાં વલભીપુરથી પાલીતાણા સુધીનો પાવિહાર પણ કર્યો. છેવટે એ જ વર્ષમાં મહા સુદ સાતમના રોજ રાજસ્થાનમાં જાવાલ મુકામે પિતા-પુત્ર બંને દીક્ષિત થયા. પિતાનું નામ મુનિ પુણ્યવિજયજી રાખીને એમને આચાર્ય શ્રી વિજયઅમૃતસૂરિજીના શિષ્ય જાહેર કરવામાં આવ્યા અને ધીરજલાલનું નામ મુનિ ધુરંધરવિજયજી રાખીને એમને એમના પિતાગુરુના શિષ્ય બનાવવામાં આવ્યા. ધીરજલાલનો આખો જીવનપંથ જ વહેવાના બદલે ધર્મસાધના તરફ વળી ગયો. મુનિ ધુરંધરવિજયજીની બુદ્ધિ તેજસ્વી હતી અને ધારણાશક્તિ તથા સ્મરણશક્તિ પણ ઉત્કટ હતી. તેઓ જે કંઈ ભણતા તે જાણે કોઠામાં વસી જતું; એટલું જ નહીં, પણ જે-તે ગ્રંથનો ભાવ એમના અંતરમાં શતદલ કમળની જેમ, ખૂબ ખીલી ઊઠતો. તેઓએ શશિનાથ ઝા, શોભિત મિશ્ર અને દીનાનાથ જેવા પ્રકાંડ મૈથિલી પંડિતો પાસે ન્યાય, વ્યાકરણ, સાહિત્ય વગેરે વિષયોનો મર્મસ્પર્શી અને વ્યાપક અભ્યાસ કર્યો. સાથે-સાથે જૈન સંસ્કૃતિના હાર્દરૂપ આગમસૂત્રો તથા શાસ્ત્રગ્રંથોનો પણ આત્મલક્ષી અભ્યાસ કર્યો. વળી સમય જતાં તેઓએ Page #225 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે જ્યોતિશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્ર જેવા વિષયમાં પણ નોંધપાત્ર જાણકારી મેળવી હતી. આને લીધે તેઓ ધર્મકાર્યો માટેનાં મંગળ મુહૂર્તો પણ કાઢી શકતા હતા. દીક્ષા લીધા પછી જ્યારે તેઓને પોતાના વડા દાદાગુરુ શાસનસમ્રાટ્ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીને, સરખેજ મુકામે, પહેલવહેલાં મળવાનું થયું, ત્યારે તેમની બુદ્ધિપ્રતિભા, નિર્ભયતા તેમ જ જિજ્ઞાસાની સૂરિસમ્રાટશ્રીના મન ઉપર એવી ઘેરી અસર પડી કે જેથી તેઓ ધુરંધરવિજયજીના અભ્યાસ અને વિકાસ માટે સતત ધ્યાન અને માર્ગદર્શન આપતા રહ્યા. તો આવા એક આશાસ્પદ અણગાર ઉપર એમના દાદાગુરુ શ્રી વિજયઅમૃતસૂરિજીની અપાર કૃપા સતત વરસતી રહે એમાં તો શી નવાઈ ? સમય જતાં ધુરંધરવિજયજી પોતાના દાદાગુરુના સંપૂર્ણ વિશ્વાસપાત્ર અને પ્રીતિના ભાજન જ નહીં, પણ એમના અંગત સલાહકાર પણ બની ગયા હતા ! ૨૦૨ વિ.સં. ૨૦૨૧ની સાલમાં મુંબઈમાં ખૂબ મોટા ઉત્સવપૂર્વક તેઓને આચાર્યપદવી અર્પણ કરવામાં આવી હતી. તેઓના ઉપદેશથી અનેક જિનાલયો, ધર્મોત્સવો, અંજનશલાકાઓ, પ્રતિષ્ઠાઓ, ઉપધાન વગેરે ધર્મકાર્યો સારા પ્રમાણમાં થવા પામ્યાં હતાં. છેલ્લે-છેલ્લે તેઓશ્રીએ ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણમહોત્સવ જેવા અપૂર્વ અવસરને ચિરસ્મરણીય બનાવવા માટે ગિરિરાજ શત્રુંજય ઉપર એક આલિશાન કીર્તિસ્તંભ તથા એની સાથે ખૂબ મોટો સુઘોષા ઘેંટ સ્થાપન કરવાની યોજના કરાવીને એનું મુહૂર્ત પણ કરાવ્યું હતું. એમનું આ અધૂરું કાર્ય હવે શ્રીસંઘે પૂરું કરવાનું રહે છે. તેઓએ અનેક વ્યક્તિઓને સિદ્ધચક્રપૂજન વગેરે પૂજનોના વિધિવિધાનો શિખવાડીને આવાં પૂજનો ભણાવવાની પ્રથાને ઘણું પ્રોત્સાહન આપ્યું હતું. પોતાના પિતાગુરુ પંન્યાસ શ્રી પુણ્યવિજયજીની દસેક વર્ષ જેટલી લાંબી માંદગી દરમ્યાન તેઓએ વિશ્રામણાપૂર્વક* જે સેવા કરી હતી તેની આજે પણ જાણકારો મુક્તપણે પ્રશંસા કરે છે. શાસનસમ્રાટ્નીની સાથે તેઓએ વિ.સં. ૨૦૦૫નું ચોમાસું મહુવામાં કર્યું હતું. આ વખતે તેઓએ શાસનસમ્રાટની અંતિમ અવસ્થામાં તેઓની જે ભક્તિ કરી હતી, તેથી તેઓ તરફનો શાસનસમ્રાટનો અનુરાગ વધી ગયો. એ જ વર્ષમાં દિવાળીના પર્વ-દિવસે શાસનસમ્રાટશ્રી કાળધર્મ પામ્યા તેના આગલા દિવસે, મુનિ ધુરંધરવિજયજીએ તેમને જે સ્થિરતાપૂર્વક પાક્ષિક પ્રતિક્રમણ કરાવ્યું હતું તેથી પ્રસન્ન થઈને તેમણે કહ્યું હતું : “આજ મેરેકો ધુરંધરને પખ્ખીપ્રતિક્રમણ અચ્છા કરાયા.” ધુરંધરવિજયજીને માટે આ, સંયમસાધનાની ધન્યતાનો યાદગાર પ્રસંગ બની ગયો. આચાર્યશ્રીએ પોતાની મર્મગ્રાહી અને જીવનસ્પર્શી વિદ્વત્તાનો લાભ જૈનસંઘને બે રીતે આપ્યો હતો : એક તો, અવારનવાર સૂરત, પાલીતાણા, મુંબઈ * વિશ્રામણા -- ચંપી વગેરે શારીરિક પરિચર્યા (સં.) Page #226 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયપ્રતાપસૂરિજી ૨૦૩ વગેરે સ્થાનોમાં સાધુ-સાધ્વીઓના સમુદાય સમક્ષ શાસ્ત્રગ્રંથોની વાચના આપવા દ્વારા અને બીજું નાના-મોટા સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી ભાષાના આશરે સિત્તેર જેટલા ગ્રંથોનાં સર્જન, વિવેચન, ભાષાંતર કે સંપાદન દ્વારા. એમની આસપાસ વિદ્યાના આદાન-પ્રદાનનું વાતાવરણ જ પ્રસરી જતું. પોતાના સમુદાયના સાધુઓ હંમેશા શાસ્ત્રાભ્યાસમાં નિમગ્ન રહે એનું તેઓ પૂરું ધ્યાન રાખતા; સાથે-સાથે બીજા કોઈ પણ સમુદાયના સાધુ-સાધ્વીઓ કે ધર્મજિજ્ઞાસુઓ એમની પાસે આવતાં તો એમને ઉદારતાથી અને કર્તવ્યબુદ્ધિથી ઉલ્લાસપૂર્વક જ્ઞાનનું દાન કરતા. તેઓની સિત્તેર જેટલી કૃતિઓમાંની પાંચેક કૃતિઓ હજી પણ અમુદ્રિત છે; તે હવે વિના વિલંબે પ્રગટ થાય એવી ગોઠવણ થવી ઘટે છે. છેલ્લે-છેલ્લે તેઓ ભક્તામરસ્તોત્રના ૪૪ શ્લોકોમાંના એક-એક શ્લોક ઉપર તે શ્લોકનો ભાવ સમજાવે એવા સ્વતંત્ર સ્તવનની રચના કરતા હતા. પણ એ કાર્ય ૩૪ શ્લોકો સુધી આગળ વધીને અટકી ગયું. (તા. ૧૦-૬-૧૯૭૮) (૨૫) અભ્યભાષી, અંતર્મુખ, અપ્રમત્ત આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરિજી જેઓ કીર્તિ અને કામભોગથી અલિપ્ત રહેવાની જાગૃતિ દાખવી શકે, તેઓ ધર્મના નવનીતરૂપ સાધના અને નિજાનંદની દિવ્ય મોજ માણવાની સાથે-સાથે, બીજાઓને મૂંગા-મૂંગા આત્મકલ્યાણનો ધર્મમાર્ગ ચીંધી શકે. થોડાક દિવસ પહેલાં જ કાળધર્મ પામેલ આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરિજીની શ્રમણધર્મની દીર્ઘકાલીન સાધના, આ કથનની પ્રતીતિ કરાવે એવી ઉત્તમ અને દૃષ્યતરૂપ હતી. સંયમના નિર્મળ પાલન માટે એમણે કેળવેલી મનોવૃત્તિ અને કરેલી પ્રવૃત્તિનો વિચાર કરતાં, લાગે છે કે સંયમ-ત્યાગ-વૈરાગ્યની લાંબી ઉપાસના પછી પણ મોહદૃષ્ટિ, આસક્તિ અને અહંભાવ-મમભાવ ઉપર કાબૂ મેળવવાનું જે કાર્ય દુષ્કર લેખાય છે, તેમાં સફળતા એમને આપમેળે જ મળતી હતી. સાચે જ, તેઓ આત્મભાવ અને પરમાત્મતત્ત્વના ચિંતન-મનન-આસેવનના પ્રકાશમાં વિષયલોલુપતાની અસારતા અને અનિષ્ટકારકતાને બરાબર સમજી શક્યા હતા. અત્યારે વિદ્યમાન આપણા આચાર્ય-મહારાજોમાં વિજયપ્રતાપસૂરિજી ઉંમર, દિક્ષાપર્યાય અને આચાર્યપદનો પર્યાય – એ ત્રણે દૃષ્ટિએ વૃદ્ધ હતા. કાળધર્મ વખતે ૮૭-૮૮ વર્ષ જેટલી પરિપક્વ એમની ઉંમર હતી, ૭૧ વર્ષ જેટલા સુદીર્ઘ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ અમૃત સમીપે સમય સુધી એમણે ચારિત્રનું પાલન કર્યું હતું અને ૪ર વર્ષ જેટલા લાંબા અવધિ સુધી એમણે આચાર્યપદની જવાબદારીને નિભાવી જાણી હતી. ઉપરાંત, તેઓ જૈન આગમસૂત્રો અને આપણાં ધર્મશાસ્ત્રોના અભ્યાસી અને જ્યોતિષવિદ્યા – ખાસ કરીને મુહૂર્તશાસ્ત્ર અને પંચાગપદ્ધતિ – ના જાણકાર પણ હતા. શાંતિ અને સ્વસ્થતાપૂર્વક જ્ઞાન-ધ્યાનમાં નિમગ્ન રહેવું એ એમનો સ્વભાવ હતો. આથી તેઓ હમેશાં આડંબરોથી અળગા રહેવાનું અને એકાંતમાં બેસીને આત્મચિંતન અને શાસ્ત્રોનું વાચન-મનન કસ્વાનું પસંદ કરતા હતા. બીજાઓની નિંદા-કૂથલી કે પંચાતથી અળગા રહેવાની તેઓની ટેવ હતી. પ્રમાદને જીવનમાં પ્રવેશ મેળવવાની તક ન મળે એ માટે તેઓ ધર્મગ્રંથોનું નિરંતર વાચન કરતા રહેતા; અને વાણીવિલાસથી વેગળા રહીને જરૂર પૂરતું જ બોલતા. તેઓ સંઘ, ધર્મ કે સમાજને પરેશાન કરતા અટપટા પ્રશ્નોના હાર્દને સારી રીતે પામી શકતા હતા; એટલે ગંભીર અને વ્યવહારુ માર્ગદર્શન અને સલાહ-સૂચન આપી શકતા હતા. આમ કરવા છતાં, આવી બાબતોથી પોતાની જાતને અળગી રાખવાની એમની આવડત બધા સંયમસાધકો માટે અનુકરણીય બની રહે એવી હતી. વળી કોઈ પણ વાત, વિચાર કે કાર્યથી ધર્મશાસનને થનાર લાભાલાભ કે નુકસાનને બરાબર પારખી જવાની એક કુશળ સંઘનાયકની ચતુરાઈ કે ચકોર દષ્ટિ પણ તેઓ ધરાવતા હતા. તેમનું વતન સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં વેરાવળ પાસે આવેલ નાનુંસરખું આદરી ગામ. પિતાનું નામ ઓધવજીભાઈ, માતાનું નામ દૂધીબહેન. વિ. સં. ૧૯૪૭ના કારતક વદિ સાતમના રોજ એમનો જન્મ. એમનું પોતાનું નામ મદનજી. કુટુંબ સુખી અને ધર્માનુરાગી હતું, એટલે મદનજીને નાનપણથી જ ધર્મના સંસ્કારો મળ્યા હતા. કુટુંબ મોટું હતું, છતાં એનો સંપ બીજાને માટે દાખલો લેવા જેવો હતો. મદનજીએ આદરી, વેરાવળ અને માંગરોળમાં રહીને ગુજરાતી છ ચોપડી જેટલો અભ્યાસ પૂરો કર્યો. પછી તો, વાણિયાનો દિકરો મોટો થાય એટલે વેપાર કે નોકરી કરીને કમાણી કરવાના કામમાં લાગી જાય એ લોકમાન્યતા પ્રમાણે મદનજી પોતાનું ભાગ્ય ખીલવવા ૧૪ વર્ષની ઊછરતી ઉંમરે, વેરાવળથી દરિયામાર્ગે મુંબઈ પહોંચી ગયા. એ વખતે તો કુદરતના અકળ સંકેતને કોણ જાતું હતું? મુંબઈમાં મદનજીને આચાર્યશ્રી વિજય મોહનસૂરિજીનો (તે વખતે મુનિરાજ શ્રી મોહનવિજયજીનો) સમાગમ થયો. મુનિવર્યનું પ્રભાવશાળી વ્યક્તિત્વ અને Page #228 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયપ્રતાપરિજી ૨૦૫ સુમધુર તથા હૃદયસ્પર્શી ધર્મપ્રવચન મદનજીને વશ કરી ગયું; અને ધનની કમાણી કરવા મુંબઈ ગયેલ મદનજીનું અંતર ધર્મની કમાણી કરવા ઝંખી રહ્યું, અને તપત્યાગ-વૈરાગ્યની આરાધના માટે દીક્ષા ગ્રહણ કરવાની ભાવના એમના રોમરોમમાં પ્રસરી ગઈ. છેવટે એમની એ ભાવના ફળી. વિ. સં. ૧૯૯૩ના જેઠ સુદિ ૧૦ના રોજ, ઉત્તર ગુજરાતમાં લીંચ ગામમાં મદનજીએ મુનિરાજશ્રી પદ્મવિજયજી પાસે, મુનિશ્રી મોહનવિજયજીના શિષ્ય તરીકે, ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. અને પોતાની સંયમયાત્રાને સફળ બનાવવા તેઓ ગુરુની ભક્તિ, શાસ્ત્રોનો અભ્યાસ અને સાધુધર્મની ક્રિયાઓનું આરાધન – એ ધર્મત્રિવેણીમાં એકાગ્રતાથી લાગી ગયા. એ પછી તો, સમય પાકે અને આંબો ફળે એમ એમને વિ. સં. ૧૯૭૯માં સૂરતમાં પંન્યાસપદ, વિ. સં. ૧૯૮૫માં વડોદરામાં ઉપાધ્યાયપદ અને વિ. સં. ૧૯૯૨માં પ્રભાસપાટણમાં આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યાં; સાથે-સાથે ધર્મતત્ત્વવેત્તા મુનિરાજશ્રી ધર્મવિજયજી (વર્તમાન આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી) જેવા સમર્થ અને પ્રભાવશાળી શિષ્ય-પ્રશિષ્યોની એમની સંપદા પણ વધતી ગઈ. તેઓના તથા એમના પટ્ટધર આચાર્ય આદિના ઉપદેશ અને પ્રેરણાથી મુંબઈમાં તથા બીજાં અનેક સ્થાનોમાં જે ધર્મકાર્યો અને સમાજસેવાનાં કાર્યો થયાં છે, તેની વિગતો માટે તો એક મોટું પુસ્તક જ લખવું પડે ! આચાર્યશ્રીની એક વિશેષતાની અહીં નોંધ લેવી ઘટે છે. સંયમસાધનાની શરૂઆતમાં જેમ તેઓએ પોતાનું વ્યક્તિત્વ ગુરુમાં સમાવી દીધું હતું, તેમ સંઘ અને સમુદાયના નાયક થયા પછી પોતાના સુયોગ્ય પટ્ટધર આચાર્ય વગેરેની ઉન્નતિમાં અને બધાં સત્કાર્યોનો યશ એમને આપવામાં જ એમણે આનંદ અનુભવ્યો હતો. આમ પોતાના વ્યક્તિત્વને લુપ્ત કરી નાખવાનો તેમનો સ્વભાવ સદાને માટે આદરણીય બની રહેશે. જીવનની સંધ્યાના અવસરે તેઓએ, મોટા સંઘ સાથે, મુંબઈથી શત્રુંજય મહાતીર્થની અને શત્રુંજયથી ગિરનાર તીર્થની યાદગાર યાત્રાઓ કરી; અને ગિરનાર ની યાત્રા પછી થોડા જ દિવસે, જાણે તેઓની સંયમયાત્રાનો અવધિ પૂરો થયો હોય એમ તેઓ તા. ૩૧-૩-૧૯૭૮ના રોજ માંગરોળ મુકામે મહાયાત્રાએ સંચર્યા ! (તા. ૮-૪-૧૯૭૮) Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ (૨૬) શીલ-પ્રજ્ઞાનિષ્ઠ આચાર્યશ્રી વિજયજંબૂસૂરિજી વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ આચાર્ય મહારાજશ્રી વિજયજંબુસૂરિજીનો, તા. ૧૦-૧૨-૧૯૭૫ ને બુધવારના રોજ, મુંબઈમાં ભાયખલા મુકામે સ્વર્ગવાસ થતાં તપગચ્છ જૈનસંઘને ત્રણ પચ્ચીશી કરતાં વધુ ઉંમરના અને બે પચ્ચીશીથી પણ વધુ દીર્ઘ દીક્ષાપર્યાયમાં નિર્મળ સંયમની આરાધના કરીને પોતાના જીવનને કૃતાર્થ કરી જાણનાર આચાર્યશ્રીનો કાયમને માટે વિયોગ થયો છે. આચાર્યશ્રી જેમ સંયમના જાગૃત સાધક હતા, તેમ સતત શ્રુતના પણ ઉપાસક હતા. અને એ રીતે શીલ અને પ્રજ્ઞાની નિષ્ઠાભરી ઉપાસના દ્વારા એમણે પોતાના ચારિત્રને ઉજ્વળ, વિશેષ શોભાયમાન અને ચરિતાર્થ કર્યું હતું. અમૃત–સમીપે જૈનસંઘના મહાન જ્યોતિર્ધર ઉપાધ્યાયશ્રી યશોવિજયજીના નિર્વાણથી પાવન બનેલ દક્ષિણ ગુજરાતનું ડભોઈ (દર્ભાવતી) નગર તેઓની જન્મભૂમિ. તેઓના પિતાનું નામ મગનભાઈ, માતાનું નામ મુક્તાબાઈ. વિ. સં. ૧૯૫૫ના માહ વદ ૧૧ના રોજ એમનો જન્મ. એમનું પોતાનું નામ ખુશાલચંદ. હું ? ખુશાલચંદની બુદ્ધિ કુશાગ્ર, અભ્યાસ કરવાની પૂરી હોંશ અને મહેનત કરવાની બરાબર તૈયારી. પણ આજથી ૬૦-૭૦ વર્ષ પહેલાંના સમયના રિવાજ પ્રમાણે, ખુશાલચંદ અભ્યાસકાળમાં લગ્નના બંધનથી બંધાઈ ગયા હતા; છતાં તીવ્ર બુદ્ધિ અને અભ્યાસમાં આગળ વધવાની તમન્નાથી તેમણે મૅટ્રિકની પરીક્ષા પસાર કરી હતી. આજથી છએક દાયકા પહેલાં મૅટ્રિકની પરીક્ષા ઊંચી ગણાતી; પરીક્ષા પસાર કરનારમાં કુશળતા પણ ઘણી આવતી. આટલા વ્યાવહારિક અભ્યાસ ઉપરાંત ખુશાલચંદે ધાર્મિક અભ્યાસમાં પણ સારી પ્રગતિ સાધી હતી. આ નિપુણતા છતાં ખુશાલચંદના અંતરમાં, ઊંડે-ઊંડે તો સંયમ અને વૈરાગ્યનો રંગ જ હતો. મુનિરાજોના સંપર્કે સંયમ અને વૈરાગ્યની ભાવના વધારે દૃઢ થઈ અને વ્યાવહારિક શિક્ષણ ગૌણ બની ગયું. ધાર્મિક શિક્ષણ ખુશાલચંદને માટે સંયમ અને વૈરાગ્યને પોષનારું બહુમૂલું ભાતું બની ગયું. સંસારવાસમાં અટવાઈ ગયેલો ખુશાલચંદનો જીવ ભારે બેચેની અનુભવી રહ્યો ઃ ક્યારે ત્યાગમાર્ગના સ્વીકાર દ્વારા મોક્ષમાર્ગનો પુણ્યયાત્રિક બનીને તપ-ત્યાગ-વૈરાગ્યની આરાધના માટે સર્વમંગલકારી ધર્મતીર્થનું શરણ સ્વીકારું ? સમયના વહેવા સાથે ખુશાલચંદનો ઘરસંસારનો રસ ફીકો બનતો જતો હતો. એવામાં ભૂખ્યા માનવીને ભાવતાં ભોજન મળ્યા જેવો સુયોગ થયો. એક વાર પ્રતાપી આચાર્ય શ્રી વિજયકમલસૂરિજી તથા પંન્યાસ શ્રી દાનવિજયજી(આચાર્યશ્રી વિજયદાનસૂરિજી)નું ડભોઈમાં પધારવું થયું. એમની Page #230 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયજંબૂસૂરિજી ૨૦૭ ધર્મવાણીને ભક્તિઆદરપૂર્વક ઝીલતાં ખુશાલચંદે ગમે તે ભોગે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. અને, સાચે જ, પોતાના આ મનોરથને સફળ કરવા માટે ખુશાલચંદે જીવનનું નખ-શિખ પરિવર્તન કરી નાખે એવું સાહસ ખેડ્યું : ફક્ત ૨૩-૨૪ વર્ષની ભરયુવાન વયે, પોતાની પત્ની અને પોતાના પરિવારના સ્નેહબંધનને વિસારે મૂકીને, સોનું ખરીદવાનું બહાનું બતાવીને, ખુશાલચંદ ઘર છોડીને સદાને માટે એવા ચાલતા થયા કે વહેલું આવે રાજસ્થાનનું સિરોહી ગામ ! દીક્ષાથી દૂર રહેવાનું એમના માટે એવું વસમું બની ગયું કે ગુરુનો આશ્રય લેવા માટે પણ થોભ્યા વગર, એમણે પોતાના હાથે જ સાધુનો વેશ ધારણ કરી લીધો, અને પછી પહોંચ્યા રાજસ્થાનમાં જ ગોહિલ નામના ગામે પંન્યાસ શ્રી દાનવિજયજી પાસે. પંન્યાસજીએ એમને વિ.સં. ૧૯૭૮ના અષાઢ સુદિ ૧૧ના રોજ દીક્ષા આપીને એમને મુનિરાજ શ્રી પ્રેમવિજયજી(આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિજી)ના શિષ્ય બનાવ્યા. લગ્ન કરેલ હોવા છતાં પોતાના હાથે સાધુવેશનો સ્વીકાર કરીને પછીથી ગુરુની નિશ્રા મેળવનાર આ આચાર્યશ્રીના જીવનની ઘટના તપગચ્છના આ યુગના સંધસ્થવિર શ્રી બાપજી મહારાજ(આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી)ના સંસારત્યાગની આવી જ ઘટનાનું સ્મરણ કરાવી જાય છે. મુનિશ્રી જંબૂવિજયજી પોતાના સર્વ યોગથી સંયમની વિશુદ્ધ આરાધનામાં દત્તચિત્ત બની ગયા. એક બાજુ ધર્મક્રિયાઓનું પાલન કરવાનો પુરુષાર્થ, બીજી બાજુ ધર્મશાસ્ત્રોના અધ્યયન દ્વારા સંયમની આરાધના વધુ તેજસ્વી બનાવવાનો પ્રયત્ન અને ત્રીજી બાજુ વિનય-વિનમ્રતાભરી ભક્તિ દ્વારા ગુરુની કૃપા મેળવવાનો સતત જાગૃત પ્રયાસ ચાલ્યા. વિ. સં. ૧૯૯૦માં એમને અમદાવાદમાં પંન્યાસપદ મળ્યું, વિ. સં. ૧૯૯૨માં મુંબઈમાં તેઓને ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું અને વિ. સં. ૧૯૯૯માં અમદાવાદમાં એમને આચાર્યપદથી વિભૂષિત કરવામાં આવ્યા. ધર્મશાસ્ત્રોનું પરિશીલન તથા અધ્યાપન એ જેમ એમની અપ્રમત્ત સંયમઆરાધનાનો નિત્યક્રમ હતો, તેમ અનેક પ્રાચીન ધર્મગ્રંથોનું સંશોધન તથા ગુજરાતી ભાષામાં દોહન એ એમનું સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર અર્પણ છે. આ બીના જેમ તેઓની શ્રુતોપાસનાની સાક્ષી પૂરે છે, તેમ એમની જન્મભૂમિ ડભોઈ શહે૨માં એમની તમન્ના, ધગશ અને પ્રેરણાથી સ્થપાયેલ ‘આર્ય જંબુસ્વામી જૈન મુક્તાબાઈ જ્ઞાનમંદિર' તેઓની અવિચલ શ્રુતભક્તિની કાયમને માટે કીર્તિગાથા બની રહે એવું છે. આ જ્ઞાનમંદિરમાં તેઓશ્રીની પ્રેરણાથી એકત્રિત થયેલ સચિત્ર તેમ જ સાદી હસ્તપ્રતો તથા મુદ્રિત ગ્રંથોનો સંગ્રહ જેમ વિપુલ છે તેમ કળા અને ગુણવત્તાની Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અમૃતસમીપે દૃષ્ટિએ પણ એ ઘણો કીમતી છે. આ જ્ઞાનમંદિર સાથે મુક્તાબાઈનું નામ જોડીને આ આચાર્યશ્રીએ, મહામના આચાર્ય હરિભદ્રસૂરિજીની જેમ, પોતાની માતા પ્રત્યેનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કર્યો છે. ઉપરાંત, જ્ઞાનમંદિરના નામમાં આડકતરી રીતે, એમના પોતાના નામનો પણ સમાવેશ થઈ ગયો જોઈ શકાય છે. તેઓની એક બીજી વિશેષતાનો પણ અહીં નિર્દેશ કરવા જેવો છે. છેલ્લા ચારેક દાયકાથી તપગચ્છમાં તિથિચર્ચાને લીધે પડેલ ભેદમાં તેઓ બે-તિથિવાળા પક્ષના હતા. છતાં તેઓએ આ બાબતમાં હમેશાં વિખવાદથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યો હતો, અને આ નિમિત્તે પોતાનાથી ક્યાંય, ક્યારેય ક્લેશ-દ્વેષના પોષણનું નિમિત્ત બની ન જવાય એ માટે ઘણી તકેદારી રાખી હતી. અને છતાં પોતાના સમુદાયે આ બાબત સ્વીકારેલ મર્યાદાનું પણ એમણે બરાબર પાલન કર્યું હતું. સ્વર્ગસ્થ આચાર્યશ્રીનાં સંયમ અને શાંત પ્રકૃતિનું જ આ પરિણામ કહી શકાય. સત્યોતેર વર્ષનું આયુષ્ય ભોગવીને અને ૫૪ વર્ષ જેટલા લાંબા સમય સુધી ચારિત્રનું પાલન કરી આચાર્ય મહારાજ સ્વર્ગવાસી થયાં. (તા. ૨૦-૧૨-૧૯૭૫) (૨૭) આત્મારાધક અપ્રમત્ત આ મ. શ્રી વિજયકનકસૂરિજી પરમપૂજ્ય આચાર્ય-મહારાજ શ્રી વિજયકનકસૂરિજી કચ્છમાં ભચાઉ મુકામે વિ.સં.૨૦૧૯ના શ્રાવણ વદ ૫ તા. ૯-૮-૧૯૯૩ના રોજ સમાધિપૂર્વક કાળધર્મ પામતાં જૈનસંઘને એક વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ સાધુપુરુષનો વિયોગ થયો છે. ઉંમર તો ૮૧ વર્ષ જેટલી પાકી હતી, અને કાયાનો ડુંગર ડોલવા લાગ્યો હતો. પણ આત્માનું હીર, તપ-ત્યાગ-વૈરાગ્યનું ખમીર અને સંયમે જન્માવેલું શીળું શૌર્ય જરા ય ઓછું થયું ન હતું. વિલાયતી દવાને તો એમણે સ્પર્શ સુધ્ધાં નહોતો કર્યો; દેશી દવા પણ જેમના ઉપર પોતાને શ્રદ્ધા હતી એવા બે-ત્રણ વૈદ્યોની જ, ને અનિવાર્ય લાગે ત્યારે જ લેતા. પણ મોટે ભાગે તો આત્મબળના ઔષધથી જ તેઓ કાયાના મોહને જીતી લેતા. છેલ્લા દિવસોમાં વ્યાધિએ જોર કર્યું; સમસ્ત સંઘ ચિંતામગ્ન બન્યો. ડૉક્ટર આવ્યા, પણ આચાર્ય-મહારાજ તો પૂર્ણ સ્વસ્થ હતા ઃ ન વ્યાધિની પીડાને દૂર કરવાની ઉતાવળ કે ન મરણનો કશો ભય ! ભગવાનની વાણીનું સ્મરણ કરીને Page #232 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયકનકસૂરિજી ૨૦૯ એમણે ઔષધ લેવાની ચોખ્ખી ના પાડી; એટલું જ નહીં, શ્રીસંઘને આજ્ઞા કરી કે હું કદાચ બેશુદ્ધ થઈ જાઉં તો પણ આ કાયાને બચાવી લેવાના મોહમાં મારા આત્માને ઔષધપ્રયોગોથી અભડાવશો નહીં. પણ કાયા પ્રત્યેની આવી નિર્મમતા અને આત્મભાવની આવી લગની એ કંઈ માગી મળતી નથી કે માત્ર શાસ્ત્રવાચનથી કે ઉપરછલ્લા પ્રયત્નથી પ્રગટ થતી નથી. એ માટે તો આત્માને યોગયુક્ત બનાવવો પડે, તપ-ત્યાગ-તિતિક્ષા-સંયમ વૈરાગ્યના રંગે રંગવો પડે અને ખાંડાની ધાર જેવી આત્મજાગૃતિ કેળવવી પડે. સદ્ગત આચાર્યશ્રી આવા જ એક ઉત્કટ ધર્મારાધક સંત-પુરુષ હતા. એમનો જન્મ કચ્છ-વાગડના ધર્મભૂમિરૂપ પલાંસવા ગામે વિ.સં. ૧૯૩૮માં થયેલો. એમના પિતાનું નામ નાનચંદભાઈ અને માતાનું નામ નવલબાઈ. એમનું કુટુંબ ‘ચંદુરાની' અટકથી ઓળખાય. એમનું પોતાનું નામ કાનજી. કાનજી નાનપણથી જ ખૂબ બુદ્ધિશાળી અને તેજસ્વી, કામમાં પણ એવો જ કાર્બલ. સાદાઈ, ઠાવકાઈ શાણપણ તો જાણે એને માતાના ધાવણમાં જ મળ્યાં હતાં. બાળપણમાં પણ સારાં કપડાં કે ખાવાનો કદી કજિયો જ નહીં. પલાંસવાના ઠાકોર પૂંજાજીને કાનજી ઉપર ખૂબ ભાવ. એમણે તો કાનજીની બુદ્ધિ જોઈને કહેલું કે મારો કારભારી થા અને વિલાયત જઈને બેરિસ્ટર થઈ આવ. પણ કાનજીનું સરજત બીજું હતું. અભ્યાસ વધતો ગયો તેમ-તેમ સમજણ અને શાણપણ પણ વધતાં ગયાં, અને સંસાર ઉપરનો અનુરાગ ઓછો થતો ગયો. એવામાં કાનજીને કચ્છના પરમ ઉપકારી અને જ્ઞાની શ્રી જિતવિજયજીદાદાનો સંપર્ક થયો. ધીરે-ધીરે અંતરમાં છુપાયેલ વૈરાગ્યનો રંગ ઊઘડવા લાગ્યો. કાનજીને થયું : જુઓ ને, મારા એક ભાઈને વકીલાત માટે કેટલાં સાચજૂઠ કરવાં પડે છે, અને બીજા ભાઈને ઘરાગી વધારવા કેટલી દોડધામ કરવી પડે છે ! એના કરતાં સાધુ-જીવન સ્વીકારીને આત્મસાધનાનો પુરુષાર્થ કરવો શો ખોટો ? એવામાં સં. ૧૯૫૮માં તેજમૂર્તિસમાં વિદુષી સાધ્વીજી શ્રી આણંદશ્રીજી પલાંસવા આવ્યાં. કાનજીના મનનો મોરલો જાણે ગહેકી ઊઠ્યો. એણે સાધ્વીજીને પોતાના મનની વાત કરી. સાધ્વીજી ભારે દૂરદર્શી અને શાણાં; એમણે દીક્ષાની ઉતાવળ કરાવવાને બદલે અભ્યાસમાં આગળ વધવા કહ્યું, અને એ માટે એમને જિતવિજયજીદાદા પાસે જ મોકલી આપ્યા. કાનજીની જિજ્ઞાસા સોળે કળાએ ખીલી ઊઠી, અને કેટલીક ધર્મવિદ્યાઓનો એમણે અભ્યાસ કરી લીધો. આમ, જ્ઞાનની કેટલીક ભૂમિકા તૈયાર થતાં હવે એમનો આત્મા ચારિત્રની આરાધના માટે અધીરો બની ગયો. કાળનો શો ભરોસો ? Page #233 -------------------------------------------------------------------------- ________________ (૨૧૦ અમૃત-સમીપે પણ કુટુંબનો મોહ આવા કર્મો દીકરા ઉપરથી ઊતરવો સહેલો નહોતો. અધૂરામાં પૂરું પલાંસવાના ઠાકોર પૂંજાજીએ પણ દીક્ષાની ના પાડી. પણ છેવટે ભરયુવાન વયે કાનજીએ આજીવન બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કરીને બધાને ચૂપ કરી દીધા. છેવટે સં. ૧૯૬૨ની સાલમાં, પાંગરતા યૌવનમાં, ચોવીસ વર્ષની યુવાન વયે ભીમાસર ગામે એમણે પૂ. જિતવિજયજીદાદા પાસે એમના શિષ્ય હીરવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. એ કચ્છનો એક યાદગાર દીક્ષામહોત્સવ બની ગયો. પછી તો મુનિ રત્નત્રયીની આરાધનામાં લાગી ગયા. એક બાજુ આત્માના કુંદનને શુદ્ધ બનાવનાર તપ, જપ, ધ્યાનનો યોગ, તો બીજી બાજુ આગમો અને અન્ય શાસ્ત્રોના અધ્યયનના જ્ઞાનયોગમાં જીવ ખૂંપી ગયો. અભ્યાસ માટે તેઓ વર્ષો સુધી અમદાવાદમાં અને અન્ય સ્થાનોમાં પૂ. બાપજી મહારાજ(સ્વ. આ. વિજયસિદ્ધિસૂરિજી)ની નિશ્રામાં રહીને એમના પ્રતિભાજન બન્યા. આગમોનું રહસ્ય પામવા એમણે સ્વ. આગમોદ્ધારક સાગરાનંદસૂરિજીએ પ્રયોજેલ ત્રણ-ત્રણ વાચનાઓમાં હાજરી આપી. જ્ઞાન પ્રાપ્ત કરવામાં એમને કોઈ પ્રતિબંધ નડતો જ ન હતો. વિ. સં. ૧૯૭૫માં પાલીતાણામાં એમને પંન્યાસપદ અને ગણિપદ આપવામાં આવ્યાં. ત્યાર પછી થોડા જ વર્ષે તેઓ ઉપાધ્યાય થયા અને વિ. સં. ૧૯૮૯માં શ્રીસંઘે તેઓને આચાર્યપદથી વિભૂષિત કર્યા. એમણે પોતાના ત્યાગવૈરાગ્યમય જીવન અને જ્ઞાનગંભીર વાણીથી સંખ્યાબંધ ભાઈઓ-બહેનોને વૈરાગ્યના રંગે રંગ્યા હતાં. અનેક પ્રતિષ્ઠાઓ, અનેક ધર્મોત્સવો અને અનેક ધર્મકૃત્યો તેમના ઉપદેશથી થયા હતા. નામનાની કામના નહીં, સરળતા અને સાધુતાથી શોભતું એમનું જીવન. ખટપટથી તેઓ સો ગાઉ દૂર રહેતા. ધર્મકરણી કરીને આત્માને વિશુદ્ધ બનાવવો અને પોતાની આસપાસનાં સૌને ધર્મભાવનાથી સુવાસિત બનાવી દેવા એ જ અંતિમ પળ સુધી એમના જીવનનો ક્રમ અને આનંદ હતો. (૩૧-૩-૧૯૭૩) . (૨૮) વિધાવ્યાસંગી લોકનિષ્ઠ આચાર્ય શ્રી પદ્મસાગરજી આચાર્યપદ માટે વરાયેલા પંન્યાસશ્રી પદ્મસાગરજી ગણીની ધર્મસાધના અને કર્તવ્યનિષ્ઠા સ્વ-પર-ઉપકારક સાધક જીવનનો પ્રેરક કથાસાર છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ આચાર્ય પધસાગરજી જૈનધર્મની પ્રરૂપણાભૂમિ તે પૂર્વભારત. મૂળ જૈન શાસ્ત્રગ્રંથો પણ એ ભૂમિમાં જ રચાયા. આ પ્રદેશના અંગભૂત બંગાળમાં અજીમગંજ નગરમાં, (૧૯૭૬થી) આશરે ચાળીસેક વર્ષ પહેલાં, શ્રી પદ્મસાગરજી મહારાજનો જન્મ. કુટુંબ ધર્મના રંગે પૂરું રંગાયેલું. ઉપરાંત, ધનપતિ લેખાતા બાબુ-કુટુંબનો નિકટનો સંપર્ક. એટલે કુટુંબને ધર્મના સંસ્કારોની સાથે વિવેકભર્યા વાણી-વર્તન તથા ખાનદાનીના સંસ્કારો પણ સહજ રીતે મળેલા. જીવનને સંસ્કારી અને ઉચ્ચાશાયી બનાવે એવા આવા ઉમદા વાતાવરણમાં મુનિશ્રી પદ્મસાગરજીનો ઉછેર થયેલો. વળી પૂર્વના સંસ્કાર કે ઉત્તમ ભવિતવ્યતાના યોગે, ઊછરતી ઉમરથી જ તેઓનું મન ધર્મશ્રદ્ધા અને ધર્મક્રિયા તરફ અભિરુચિ ધરાવતું હતું. આ સંસ્કારના બીજને ફૂલવા-ફાલવાનો એક વિશિષ્ટ સુયોગ મળી ગયો. તેઓ સ્વર્ગસ્થ આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી(કાશીવાળા)ની પ્રેરણાથી મધ્યપ્રદેશમાં શિવપુરીમાં સ્થપાયેલ જૈન શિક્ષણ-સંસ્થા શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળમાં કેટલોક વખત અભ્યાસ કરવા રહ્યા. આ પાઠશાળાના વાતાવરણે તેઓની ધર્મભાવનાને પલ્લવિત કરવામાં ખાતર અને પાણીનું કામ કર્યું. તેઓ વતન પાછા ફર્યા, ત્યારે એમના અંતરમાં ત્યાગમાર્ગ તરફના અનુરાગના અંકુર ફૂટી ચૂક્યા હતા. મન પણ ભારે અજબ વસ્તુ છે. જ્યારે એ ભોગના માર્ગે વળે છે, ત્યારે એને ભોગવિલાસની વધારેમાં વધારે સામગ્રી પણ ઓછી લાગે છે, અને પોતાની ભોગવાસનાને શાંત કરવા એ નવી-નવી સામગ્રીની ઝંખે છે. અને જ્યારે એ ત્યાગમાર્ગ તરફ વળે છે ત્યારે એ પોતાની પ્રિયમાં પ્રિય અને મોંઘામાં મોંઘી વસ્તુનો પણ ઉલ્લાસથી ત્યાગ કરતો જાય છે, અને સંયમ, તપ, વૈરાગ્ય અને તિતિક્ષાને એ પોતાના સાથી બનાવી દે છે. દિક્ષા પહેલાં મુનિશ્રી પદ્મસાગરજીનું પણ એવું જ થયું. છેવટે એમણે દીક્ષા લેવાનો દઢ સંકલ્પ કર્યો અને પોતાના ઉદ્ધારક ગુરુની શોધ શરૂ કરી. ત્યારે એમની ઉંમર અઢારેક વર્ષની હતી. અંતરના ઉમંગથી શોધ કરનારને ઇષ્ટની પ્રાપ્તિ થઈ જ જાય છે. એમનું ચિત્ત વિક્રમની વીસમી સદીમાં જૈનધર્મના ધ્યાનયોગમાર્ગને સજીવન કરનાર યોગનિષ્ઠ પરમપૂજ્ય આચાર્યપ્રવર શ્રી બુદ્ધિસાગરસૂરિજીના સમુદાયના સમતાના સરોવર, પ્રશાંતમૂર્તિ, મૂક સાધક, ધીર-ગંભીર આચાર્યદેવ શ્રી કલાસસાગરસૂરિજી ઉપર ઠર્યું. અને આચાર્યમહારાજે એમની યોગ્યતા જોઈને એમને પોતાના પ્રભુભક્તિપરાયણ અને સંયમસાધનામાં નિરત શિષ્ય મુનિ શ્રી કલ્યાણસાગરજીના (વર્તમાન આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીના) શિષ્ય તરીકે દીક્ષા આપી. આવા મહાન અને ઉત્તમ દાદાગુરુ અને ગુરુદેવના યોગથી મુનિ પદ્મસાગરજી ખૂબ આલાદ અનુભવી રહ્યા. અને પોતાને ત્યાગધર્મની આરાધના Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ અમૃત-સમીપે કરવાની મળેલી આવી અમૂલ્ય તકનો બને તેટલો વધુ લાભ લેવા માટે તેઓ જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં ખૂબ તન્મય બની ગયા. જ્ઞાનની સાધનાથી એમનું હૃદય સ્વ-પર-ધર્મનાં શાસ્ત્રોના પ્રકાશથી આલોકિત થયું અને વાણી સત્યપરાયણ, સરળ, મધુર અને આકર્ષક બની ગઈ. મુનિવર્ય શ્રી પદ્મસાગરજીએ અનેક ચોમાસાં રાજસ્થાનમાં કરીને ત્યાંના જૈન –સંઘ તેમ જ સામાન્ય જનસમૂહની ખૂબ ભક્તિ અને ચાહના મેળવી હતી. આજે પણ તેઓ એ પ્રદેશની આવી જ ધર્મપ્રીતિને ટકાવી રહ્યા છે. ખરેખર તો, તેઓ જ્યાં-જ્યાં વિચર્યા છે અને રહ્યા છે, ત્યાંની જૈન-જૈનેતર જનતાના હૃદયમાં સદાને માટે વસી ગયા છે – ભલે પછી એ રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર કે બીજો કોઈ પણ પ્રદેશ હોય. એનું કારણ છે હૃદયની વિશાળતા, સરળતા, ગુણગ્રાહિતા, નમ્રતા, નિખાલસતા, વિવેકશીલતા, વત્સલતા, પરગજુવૃત્તિ જેવા સાધુજીવનને ખિલવનારા એમના ગુણો. શ્રી પાસાગરજી મહારાજનાં છેલ્લાં પાંચ ચાતુર્માસ જેમ જૈનસંઘ તેમ જ જનસમુદાયને માટે વિશેષ ઉપકારક નીવડ્યાં છે, તેમ એમની પોતાની લોકચાહનામાં પણ વિશેષ અભિવૃદ્ધિ કરનારાં નીવડ્યાં છે. અધ્યયનપરાયણ સાધ્વીજીશ્રી સુલોચનાશ્રીજી-અનુવાદિત “શ્રી હિરસૌભાગ્ય મહાકાવ્યનો પ્રકાશન-સમારોહ પોતાની નિશ્રામાં થવા દઈને મહારાજશ્રીએ આપેલો પોતાના દિલની વિશાળતાનો પરિચય દાખલારૂપ ગણાય. વિ. સં. ૨૦૩૦ના વસંતપંચમીના દિવસે તેઓને ગણિપદવી આપવામાં આવી હતી. વિ. સં. ૨૦૩૦નું ચોમાસું મહારાજશ્રીએ મુંબઈમાં ગોવાલિયા ટેંક રોડ જૈનસંઘમાં કર્યું હતું. આ વખતે દર રવિવારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિશાળ સભાખંડમાં યોજાતાં મહારાજશ્રીનાં જાહેર વ્યાખ્યાનો ખૂબ લોકપ્રિય બન્યાં હતાં, અને લોકોએ એનો ખૂબ લાભ લીધો હતો. મુંબઈનાં બંને ચાતુર્માસ દરમ્યાન એમને આચાર્ય-પદવી આપવાની જોરદાર વિનંતી કરવામાં આવી હતી, પણ એ માટેનો સમય હજુ પાક્યો ન હતો. ચોમાસા બાદ મહારાજશ્રી વિહાર કરીને પાલીતાણા ગયા અને ગિરિરાજની યાત્રા કરીને પોતાના દાદાગુરુ તથા ગુરુવર્યના પગલે-પગલે, જામનગર ગયા. જામનગરમાં આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીની નિશ્રામાં ત્રણ ધર્મપ્રસંગો ઊજવાયા : પંન્યાસજી શ્રી કલ્યાણસાગરજીને આચાર્ય-પદવી, મુનિરાજ શ્રી પદ્મસાગરજી ગણીને પંન્યાસપદવી અને કોલ્હાપુરનિવાસી ભાઈ દિલીપકુમારને દીક્ષા આપવામાં આવી; એમનું નામ મુનિ દેવેન્દ્રસાગરજી રાખવામાં આવ્યું. Page #236 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયયશોદેવસૂરિજી ૨૧૩ આ ઉત્સવ દરમ્યાન જ આચાર્ય મહારાજ શ્રી કૈલાસસાગરસૂરિજીએ પોતાના વ્યાખ્યાનમાં જાહેર કર્યું હતું કે વિ. સં. ૨૦૩૨નું ચોમાસુ પૂરું થયા બાદ, પોતાના પ્રશિષ્ય પદ્મસાગરજી ગણીને મહેસાણાના શ્રી સીમંધરસ્વામી તીર્થમાં આચાર્ય-પદવી આપવામાં આવશે. આ વાત જાણી સૌ ખૂબ રાજી થયા હતા. આ પછી પંન્યાસ શ્રી પદ્મસાગરજી વિ. સં. ૨૦૩રના ચોમાસા માટે અમદાવાદ પધાર્યા હતા અને એ ચોમાસુ ઉસ્માનપુરામાં કર્યું હતું. ઉસ્માનપુરા જૈન-સંધે, અમદાવાદના સંઘના ભાઈઓ-બહેનોએ તેમ જ અમદાવાદની જાહેર જનતાએ મહારાજશ્રીની હૃદયસ્પર્શી ધર્મદેશનાનો ખૂબ લાભ લીધો હતો. મહારાજશ્રીની વાણીમાં ખંડનમંડન, ટીકા-ટિપ્પણી કે રાગદ્વેષનો અભાવ, તેમ જ સરળતા, મધુરતા, મોતીની માળા જેવી પ્રભા અને ધર્મપરાયણતાનાં જે આફ્લાદક દર્શન થાય છે એ એમની જીવનસાધનાનું જ પ્રતિબિંબ ગણાય. આવા જીવનના અને વાણીના યશસ્વી સાધક મુનિવરને, એમની આચાર્યપદવીના ગૌરવભર્યા પ્રસંગે, આપણી અંતરની અનેકાનેક વંદના ! (તા. ૧૮-૧૨-૧૯૭૬) (૨૯) આત્મલીન તપતિતિક્ષા-લીન આચાર્ય શ્રી વિજયયશોદેવસૂરિજી મરજીવો મહાસાગરનાં અગાધ જળ વીંધીને સાગરને તળિયે પહોંચવાનું સાહસ ખેડે છે. એ જાણે છે કે અંદર વિશાળકાય મચ્છો અને મગરો જેવાં – માનવીને આખો ને આખો ગળી જાય એવાં – જાનવરો વસે છે. માનવી ભૂલો પડીને કાળનો કોળિયો બની જાય એવાં વેલા અને વનસ્પતિઓ તેમ જ બીજા અવરોધોનો પણ કંઈ પાર નથી. અને છતાં એ જીવનું જોખમ ખેડે છે. એ જાણે છે કે આવા જીવસટોસટના સાહસનું ફળ લાખેણાં મોતીઓની પ્રાપ્તિ રૂપે આવવાનું જેવો મરજીવો એવો જ આત્મસાધક. દુનિયામાં યુદ્ધવીર તો લાખો મળે, પણ આવા જાત સાથે યુદ્ધ આદરનારા આત્મવીર તો વિરલા જ મળે. તેમાં ય ઘરસંસારને સાકર જેવો મીઠો બનાવતાં સુખવૈભવ અને સંપત્તિ પુષ્કળ હોય અને હામ-દામ-ઠામથી ઘર ભર્યું ભર્યું હોય, તો તો કુટુંબકબીલાને છોડીને આત્માના સાક્ષાત્કારનો સીધાં ચઢાણ જેવો અતિ દુષ્કર માર્ગ સ્વીકારનારા Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ અમૃત-સમીપે તો એથી ય ઓછા નીકળે. અને છતાં આત્મસુખની પ્રાપ્તિ માટે આ સર્વનો ઉલ્લાસથી ત્યાગ કરનારા આવા નરવીરો પણ દુનિયાને સમયે-સમયે મળે છે. એકાદ મહિના પહેલાં, ગત કારતક સુદિ ચોથના દિવસે જેઓનો સ્વર્ગવાસ થયો, તે આચાર્ય શ્રી વિજયયશોદેવસૂરિજી આવા જ એક વિરલ આત્મસાધક હતા. તેઓએ સુખવૈભવનો અને વિપુલ ધનસંપત્તિનો સમજણપૂર્વક સહર્ષ ત્યાગ કર્યો હતો અને ભગવાન મહાવીરે ઉદ્બોધેલ ત્યાગમાર્ગનો સ્વીકાર કર્યો હતો. ૩૮ વર્ષનું ગૃહસ્થ-જીવન અને ૪૬ વર્ષની અખંડ, અપ્રમત્ત સંયમયાત્રા એમ ૮૪ વર્ષ જેટલું દીર્ઘ જીવન ધર્મમય માર્ગે જીવીને એ ધર્માચાર્ય ધન્ય બની ગયા, એક ઉત્તમ આદર્શ દર્શાવતા ગયા. વિક્રમની વીસમી-એકવીસમી સદીમાં લક્ષ્મીનો ત્યાગ કરવામાં ધન્યતા અનુભવનાર વિરલ વ્યક્તિઓની નામાવલીમાં આ આચાર્યશ્રીનાં નામ અને કામ ચિરકાળ સુધી આગળ પડતાં અને યાદગાર રહેશે. તેઓનું વતન અમદાવાદ, પિતાનું નામ લાલભાઈ, માતાનું નામ ગજરાબહેન. વિ.સં. ૧૯૪૪ના ચૈત્ર સુદિ તેરશે (મહાવીર જન્મના પર્વદિવસે) તેઓનો જન્મ; નામ જેશિંગભાઈ. કુટુંબ ગર્ભશ્રીમંત; એટલે જેશિંગભાઈ બચપણથી જ સુખ-સંપત્તિમાં ઊછર્યા હતા. પરંતુ સાથે-સાથે મળેલો ધર્મપરાયણ કુટુંબનો ધર્મસંસ્કા૨નો વારસો જ એમને માટે સમય જતાં ઉદ્ધારક બની ગયો; અને એમણે એ વારસાને સવાઈ રીતે શોભાવી જાણ્યો. જેશિંગભાઈના વડવાઓની હીરાચંદ રતનચંદની કાપડની પેઢી અમદાવાદની એક આગળ પડતી અને જાણીતી પેઢી છે અને દેશાવરમાં પણ એની સારી નામના છે. મોટા ભાઈ ચીમનભાઈ અને જેશિંગભાઈ મળીને પેઢીનો વહીવટ બરાબર ચલાવતા; તેમાં ય જેશિંગભાઈનો પ્રભાવ બધા ઉપર વિશેષ પડતો. પરિવારમાં પુત્રોનું સુખ પણ એમને પ્રાપ્ત થયું હતું. આ રીતે જેશિંગભાઈ પૈસેટકે અને કુટુંબ-પરિવારથી એમ દરેક રીતે સુખી હતા, અને પાંચમાં પૂછ્યા-ઠેકાણું લેખાતા. એમને દુનિયાનું એવું કોઈ દુ:ખ નહોતું સતાવતું કે જેથી સંસાર ખારો લાગે અને મન વૈરાગ્ય તરફ વળે. અને છતાં મનમાં સંઘરાયેલો ધર્માનુરાગ ક્યારે-ક્યારેક કંઈક જુદી જ ઝંખના જગાવી જતો. એવે વખતે એમનું અંતર તીર્થંકરના ત્યાગમાર્ગ માટે તડપતું. ત્યાગમાર્ગ માટેની આવી જ અદમ્ય તાલાવેલીથી પ્રેરાઈને, ૩૮ વર્ષની યુવાન વયે બધી સાહ્યબી પરિહરીને જેશિંગભાઈએ દીક્ષાનો સંકલ્પ કર્યો, અને વિ. સં. ૧૯૮૨ના ફાગણ સુદિ બીજના દિવસે, જૈનપુરી અમદાવાદમાં, આચાર્યશ્રી વિજયદાનસૂરિજી મહારાજના હાથે, આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજીના (તે વખતે મુનિશ્રી રામવિજયજીના) શિષ્ય તરીકે દીક્ષા ગ્રહણ કરી. લોકોમાં તેઓ ‘મુનિ જસવિજયજી’ તરીકે વિશેષ જાણીતા થયા. Page #238 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયયશોદેવસૂરિજી ૨૧૫ સુખમય લેખાતા સંસારનો પણ સમજણપૂર્વક ત્યાગ કરી જાણનાર વ્યક્તિ નકામી વાતો કે પ્રવૃત્તિઓમાં પોતાનો સમય બગાડે એ બને જ નહીં. મુનિ શ્રી જસવિજયજી કાયાની અને બીજી-બીજી આળપંપાળ વિસારીને ચારિત્રની નિર્મળ આરાધના માટે જ્ઞાન, ધ્યાન, તપ અને ધર્મક્રિયાઓમાં લીન બની ગયા. વિ. સં. ૨૦૦પમાં તેઓને આચાર્યપદ આપવામાં આવ્યું. તપ કરવામાં પાછા પડવું નહીં; ઉપરાંત ઉત્કટ દેહકષ્ટ પ્રત્યે દઢ તિતિક્ષા તેઓએ કેળવી જાણી હતી. દેહ અને આત્માનું જુદાપણું જાણે એમના અંતરમાં વસી ગયું હતું. તેઓનાં નિર્મળ જીવન અને ધર્મમય વાણીની અસર એમના સંપર્કમાં આવનારના અંતર ઉપર પડ્યા વગર ન રહેતી. છેલ્લું ચોમાસુ તેઓ રાજસ્થાનમાં સિરોહી શહેરમાં રહ્યા હતા. ૮૪ વર્ષની પાકટ ઉંમરે પણ આચાર્યશ્રીની ઇચ્છા પ્રતિષ્ઠા વગેરે ધર્મકાર્યો માટે માળવામહારાષ્ટ્રમાં વિહાર કરવાની હતી. પણ આ ચોમાસામાં જ તેઓને પેટમાં ગાંઠની પીડા વરતાવા લાગી અને ક્રમે-કમે એ અસહ્ય બનતી ગઈ. ડૉક્ટરોએ કૅન્સરનું નિદાન કર્યું. છેવટે આત્મબળથી બધી દેહપીડાને પરાસ્ત કરીને અને તીર્થકરના ધર્મનું શરણ સ્વીકારીને આચાર્યશ્રી સ્વર્ગે સિધાવી ગયા ! (તા. ૨૭-૧૧-૧૯૭૧) Page #239 -------------------------------------------------------------------------- ________________ જૈન મુનિવરો (૧) જ્યોતિર્ધર ઉપાધ્યાય યશોવિજયજી ઇતિહાસે તો મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનો જન્મદિન કે સ્વર્ગવાસ-દિન અંગે પોતાનો નિશ્ચિત મત નથી દર્શાવ્યો, પણ જનપ્રવાદે એમના સ્વર્ગવાસ-દિન તરીકે મૌન-એકાદશીના દિવસને પોતાના અંતરમાં સંઘરી રાખ્યો છે. એટલે બીજો નિશ્ચિત દિવસ આપણને ન મળે ત્યાં લગી આપણા આ મહાન જ્યોતિર્ધરનું પુણ્ય-સ્મરણ-કીર્તન કરવા માટે આ દિવસને સ્વીકારીએ એ સર્વથા ઉચિત છે. આમ કરવામાં આપણો મુખ્ય આશય તો, ઇતિહાસ પ્રત્યે લેશ પણ ઉપેક્ષાભાવ સેવ્યા વિના, આપણા આ પરમ ઉપકારી મુનિપુંગવના શીલ અને પ્રજ્ઞાથી જળહળતા વ્યક્તિત્વનું સ્મરણ કરીને આપણા જીવનને સાચે માર્ગે વાળવાનો વિચાર કરવો એ જ છે. એક બાજુ આપણને, હજુ અઢીસો-ત્રણસો વર્ષ જેટલા નજીકના સમયમાં જ થઈ ગયેલા મહોપાધ્યાયજીના જીવનનો – જીવનની મુખ્ય-મુખ્ય ઘટનાઓનો પણ – કડીબદ્ધ ઇતિહાસ નથી મળતો એનો રંજ થાય છે; તો બીજી બાજુ પોતે ઢગલાબંધ સાહિત્યનું સર્જન કરવા છતાં પોતાની જીવનગાથાને ગ્રંથસ્થ કરવાની વૃત્તિથી સર્વથા અળગા રહેનાર મહોપાધ્યાયજીની નિરીહતા (નિઃસ્પૃહતા) જાણી ભારે આનંદ અને આદર ઊપજે છે. અનેક ભાષાઓમાં વિવિધવિષયક તલસ્પર્શી ગ્રંથોનું મહોપાધ્યાયજીએ જે સર્જન કર્યું છે, તે જોતાં લાગે કે એમની વિદ્વત્તા અગાધ હતી. દિગ્ગજ વિદ્વાનોના મક આ વિભાગના ચૌદમા લેખ પછી મૂકવા ધારેલો મુનિશ્રી વલ્લભદત્તવિજયજી અંગેનો લેખ સંજોગવશાતું આ પુસ્તકને અંતે પુરવણીરૂપે મૂક્યો છે. સં. Page #240 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય યશોવિજયજી ૨૧૭ દિલને પણ ડોલાવે એવી એમની સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓ આજે પણ આપણા સાહિત્યમાં સીમાસ્તંભરૂપ ગણાય એવી છે. શું વ્યાકરણશાસ્ત્ર કે શું ન્યાયશાસ્ત્ર, શું કાવ્યશાસ્ત્ર કે શું છન્દ:શાસ્ત્ર, શું અલંકારશાસ્ત્ર કે શું તત્ત્વવિદ્યા આ બધી ય શાખાઓનું ખેડાણ એમણે સિદ્ધહસ્ત વિદ્વાન્ તરીકે કર્યું છે, અને આ દરેક વિષય ઉપર મૌલિકતાની મહોર મારી શકાય એવાં બહુમૂલાં ગ્રંથરત્નો એમણે આપણને ભેટ આપ્યાં છે. એમનો આ ઉપકાર આપણે કદી પણ ભૂલી શકીએ નહીં. વળી જૈન સાહિત્યમાં નવ્યન્યાયની પદ્ધતિના ગ્રંથોનો ઉમેરો કરનાર તરીકે તો તેઓ તેના આદ્યપુરૂષ તરીકેનું જ બહુમાન પામી જાય છે. આમિક સાહિત્યમાં પણ પોતાનો ફાળો આપવામાં આ મહાપુરુષ પાછળ રહ્યા નથી. આગમિક વિષયોની એમની છણાવટો આજે પણ નૂતન લાગે એવી ઊંડી અને સર્વસ્પર્શી છે. વળી આમિક વિષયો કે અન્ય વિદ્યાઓ જેને માટે છે અને જેને લઈને ઉત્કર્ષ પામે છે, એ આત્માને એટલે કે આધ્યાત્મિક વિષયને પણ એમણે વિસાર્યો નથી. અને આટલું જ શા માટે ? વિદ્વાનો, તત્ત્વજિજ્ઞાસુઓ અને આત્મશાસ્ત્રના જાણનારાઓને માટે જેમ એમણે શાસ્ત્રભાષા સંસ્કૃત-પ્રાકૃતમાં રચેલા અપૂર્વ ગ્રંથમણિઓ આપ્યા, એની સાથેસાથે સામાન્ય જનસમૂહને પણ એમના અંતરમાં ભારે મહત્ત્વનું સ્થાન મળ્યું. એમણે ગુજરાતી અને મારવાડી-હિન્દી ભાષામાં પણ પોતાની જ્ઞાનગંગાને ધારાવાહી રીતે વહેતી મૂકીને આમ-જનતાને માટે પણ એ જ્ઞાનગંગામાં સ્નાન કરીને પાવન થવાનું સરળ બનાવી મૂક્યું. મહોપાધ્યાયજીની સંસ્કૃત-પ્રાકૃતમાં રચાયેલી શાસ્ત્રીય કૃતિઓની વાત તો દૂર રહી, લોકભાષામાં ગૂંથાયેલી એમની કવિતાકૃતિઓ પણ કેવી મનમોહક, હૃદયંગમ હોવાની સાથોસાથ તત્ત્વસ્પર્શી અને જીવનસ્પર્શી છે ! મહોપાધ્યાયજીની એકાદ નાની કે મોટી કાવ્યકૃતિ ગાઈએ કે ગવાતી સાંભળીએ ત્યારે ગીત અને ભાવના રસમાં આપણું અંતર તરબોળ થઈ જાય છે, અને કોઈ ઉચ્ચ ભૂમિકામાં વિહરતા હોઈએ એવો દિવ્ય આનંદ અનુભવીએ છીએ. કાવ્યકૃતિમાંનો આ ચમત્કાર એ શબ્દોની ખૂબીરૂપ નહીં, પણ એની પાછળ એ કવિના અનુભવનો રણકો અને એમનું ધબકતું જીવન છે એનું પરિણામ છે. આપણે જાણીએ છીએ કે મહોપાધ્યાયજીના પ્રખર પાંડિત્યથી પ્રેરાઈને તેમના નામ સાથે ‘મૂછાળી સરસ્વતી' (ર્વાંતસરસ્વતી), ‘હરિભદ્રલઘુબાંધવ’ અને ‘દ્વિતીયહેમચંદ્ર' જેવાં બહુ મોટાં બિરુદો લગાવવામાં આવ્યાં છે. ‘ન્યાયવિશારદ’ અને ‘તાર્કિક’ તરીકે તો તેઓ પોતાના સમકાલીનોમાં પણ વિશ્રુત બની ચૂક્યા હતા. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ અમૃત-સમીપે આ હકીકત જેમ એક બાજુ મહોપાધ્યાયજીની મહાપ્રશસ્તિરૂપ બનીને એમના ગૌરવનું ગાન કરે છે, તેમ બીજી બાજુએ આપણી જ્ઞાન-ઉપાસના શિથિલ બનતી જતી હોવાનું સૂચવીને આપણને વિચારતા પણ કરી દે છે. એટલે આજે જૈન સમાજ માટે એ ખૂબ જરૂરી થઈ પડ્યું છે કે તે પોતાનાં આવા પ્રતિભાસંપન્ન પૂર્વપુરુષનું નામસ્મરણ કરીને અને એમના જીવનમાંથી પ્રેરણા મેળવીને જિનપ્રવચનની વૃદ્ધિ થાય, જૈનસંઘનો અભ્યદય થાય એ રીતે નવા-નવા પ્રયત્નો હાથ ધરે અને જ્ઞાન તથા ચારિત્રમાં આગળ વધે. આમ થાય તો જ આપણે આપણા ગૌરવભર્યા ભૂતકાળનો સમુચિત ઉપયોગ કર્યો ગણાય; બાકી ભૂતકાળના ગૌરવનું ગાન કર્યા કરવાથી કશું ન વળે. ઉપર કહ્યું તેમ, છેલ્લા બે સૈકાઓમાં આપણી જ્ઞાન-ઉપાસનાની ગતિ ધીમી થઈ છે એ સાચું, છતાં છેલ્લાં પાંચ-છ દાયકાઓનું અવલોકન કરતાં આ ક્ષેત્રની પરિસ્થિતિ કંઈક આશાભરી બનતી જતી હોય એમ પણ લાગે છે. તે એ રીતે કે એક બાજુ ઉત્તરોત્તર જૈનેતર વિદ્વાનોમાં – અને તે પણ દેશ અને પરદેશમાં સુધ્ધાં -- જૈનસંસ્કૃતિ પ્રત્યેની જિજ્ઞાસામાં અને જૈન સાહિત્યના અધ્યયનસંશોધનની રુચિમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, તો બીજી બાજુ આપણા શ્રમણ-સમુદાયમાં પણ એ વૃત્તિને પોષે એવી ઉદારતા અને સંપ્રદાયમુક્ત સત્યશોધક દૃષ્ટિથી સાહિત્યનો અભ્યાસ કરવાની પ્રવૃત્તિ, ભલે ધીમી ગતિએ પણ, વૃદ્ધિ પામવા લાગી છે. આજે અમે શુભસંકેત માનીએ છીએ. આવા એક પ્રખર પ્રજ્ઞાવાન સાધુપુરુષનું સ્મરણ આ યુગમાં આપણને બહુ માર્ગદર્શક થઈ પડે એમ છે. એમના જેવી સમન્વયગામી દૃષ્ટિથી જ જૈનધર્મનું સાચું સ્વરૂપ નીરખી શકાય એમ છે. એમના જેવી સહૃદયી અને સમન્વયસાધક પ્રજ્ઞા અને સૌજન્યમૂલક સાધુતા આપણા સંઘમાં પ્રગટો એ જ પ્રાર્થના. (તા. ૧૨-૧૨-૧૯૫૩ તથા તા. ૨૪-૧૨-૧૯પપના લેખોનું સંકલન) (૨) વિદ્યાવિભૂતિ મુનિશ્રી પુણ્યવિજયજી અહિંસા અને કરુણાના મંગલમય માર્ગે આત્માને નિર્મળ, સર્વમિત્ર અને સતુ-ચિતુ-આનંદમય બનાવવામાં સહાયરૂપ થાય એ સાચી જીવનસાધના, અને જે પોતાની જાતના અને વિશ્વના સત્યસ્વરૂપનું સુરેખ દર્શન કરાવવામાં ઉપયોગી થાય એ યથાર્થ જ્ઞાનોપાસના. Page #242 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી પુણ્યવિજયજી ૨૧૯ પ્રાતઃસ્મરણીય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ આવા જ એક જીવનસાધક અને જ્ઞાનોપાસક ધર્મપુરુષ હતા. તેઓનું જીવન ધર્મની સર્વમંગલકારી ભાવનાથી સુરભિત અને જ્ઞાનની જ્યોતિથી સદા ય પ્રકાશમાન હતું. તેઓની જ્ઞાનોપાસના એવી અખંડ અને ઉત્કટ હતી કે તેઓના રોમરોમમાં જાણે સાચા જ્ઞાનીની ગુણગ્રાહક અને સત્યચાહક વૃત્તિ સદા ય ધબકતી રહેતી હતી. તેઓનું વતન ધર્મનગરી કપડવંજ. આગમોદ્ધારક આચાર્ય સાગરાનંદસૂરિજી પણ કપડવંજની જ વિભૂતિ હતા. મુનિશ્રી પુણ્યવિજયજીના પિતાશ્રીનું નામ દોશી ડાહ્યાભાઈ, એમના માતાનું નામ માણેકબહેન. વિ. સં. ૧૯૫૨ના કારતક સુદિ પાંચમ જ્ઞાનપંચમી કે લાભ-પાંચમ ને દિવસે એમનો જન્મ. એમનું નામ મણિલાલ. પાંચ સંતાનમાં એ એક જ બચેલા – અને તેઓ પણ મોતનાં મોંમાંથી બચી ગયા હતા. મણિલાલ ત્રણ-ચાર મહિનાના હતા, એ વખતે એકવાર એમને ઘોડિયામાં સુવારીને એમનાં બા તળાવે કપડાં ધોવા ગયાં હતાં. પાછળ મહોલ્લામાં આગ લાગી, એમાં એમનું ઘર પણ સપડાઈ ગયું. બાળકની ચીસો સાંભળીને એક વહોરા-સજ્જન સાહસ કરીને ઘરમાં પેસી ગયા અને બાળકને બચાવીને પોતાને ઘેર લઈ ગયા. એમને હતું કે થોડી વારમાં એનાં મા-બાપ આવીને પોતાનાં બાળકને લઈ જશે. એ નેકદિલ સજ્જને હિંદુના ઘરનું પાણી અને બકરીનું દૂધ પાઈને બાળકની માવજત કરી. માણેકબહેનને આગની ખબર પડી, તો એ બેબાકળાં ઘેર દોડી આવ્યાં : જોયું તો ઘર આખું આગમાં સ્વાહા ! એમને થયું : પોતાનો વંશવેલો વધારનાર બાકી એક પુત્રને પણ કાળનાં તેડાં અકાળે આવી ગયાં ! માણેકબહેનના દુઃખનો કોઈ પાર ન રહ્યો ! રાત સુધીમાં પણ કોઈએ બાળકની તપાસ ન કરી એટલે દિવસ ઊગતાં પેલા વહોરા સગૃહસ્થ બાળકને લઈને એનાં મા-બાપની ભાળ મેળવવા ગયા; દુઃખિયારી માતાને પોતાનો પુત્ર મળી ગયો ! - પણ આ માતા-પુત્રનું ભાગ્યવિધાન કંઈક જુદું જ હતું. સત્તાવીશ વર્ષની નાની વયે માણેકબહેન વિધવા થયાં; નાના-સરખા કુટુંબ ઉપર દુ:ખનું મોટું વાદળ ફરી વળ્યું. માતા પોતાના ભાવિ-યોગને વિમાસી રહી. પણ જીવનભર સેવેલી ધર્મભાવના અને મેળવેલ ધર્મબોધે આ કારમા સંકટને સમયે તેમને સાચો સાથ આપ્યો. માતા અને તેના પગલે-પગલે તેર વર્ષના મણિલાલે પણ, સંસારનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો. મણિલાલે, વિ. સં. ૧૯૬૫ના મહા વિદ પાંચમના દિવસે, વડોદરા પાસે છાણી ગામમાં પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ચતુરવિજયજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા લીધી; એમનું નામ ‘મુનિ પુણ્યવિજય' રાખવામાં આવ્યું. બે જ દિવસ પછી માતાએ પણ પાલીતાણામાં દીક્ષા લીધી; એમનું નામ સાધ્વી રત્નશ્રીજી. આ ધર્મપરાયણ સાધ્વી-માતા ૫૭-૫૮ વર્ષનો સંયમ પાળીને અમદાવાદમાં સ્વર્ગવાસ પામ્યાં. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ અમૃત-સમીપે પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ આદર્શ શ્રમણ હતા. એમની સમતા, ક્ષમાશીલતા, સત્યપ્રિયતા, ગુણગ્રાહકવૃત્તિ અને આત્મપરાયણતા અતિ વિરલ હતી. શ્રી ચતુરવિજયજી મહારાજ પણ જ્ઞાન-ચારિત્રપરાયણ અને સતત વિદ્યાવ્યાસંગી સાધુપુરુષ હતા. આ બંને ગુરુ-શિષ્ય પોતાના આત્માના ઉદ્ધાર સાથે જ્ઞાનોદ્વા૨ના અને જ્ઞાનપ્રસારના પવિત્ર ધ્યેયને વરેલા હતા. બંને એવા ઉદાર હતા કે ધર્મનાં કે વિદ્યાનાં ખપી જૈન-જૈનેતર સહુ કોઈ એમનાં વાત્સલ્યભર્યાં આદર-માન પામતાં. મુનિશ્રી પુણ્યવિજયજીને તો જ્ઞાન અને ચારિત્રની આરાધના સિવાય બીજું કશું ખપતું જ ન હતું. બુદ્ધિ તેજસ્વી અને નિર્મળ હતી, સ્વભાવ નિખાલસ અને સરળ હતો અને ગુરુજનો હેતાળ અને ઉદાર હતા. જોતજોતામાં મુનિ પુણ્યવિજયજી જીવનવિકાસના પંથના યાત્રિક બની ગયા. પંડિતવર્ય સુખલાલજી તેમ જ બીજા અનેક વિદ્વાનો પાસે એમણે એકાગ્રતા અને નિષ્ઠાપૂર્વક અધ્યયન કર્યું; અને એમાં દાદાગુરુ અને ગુરુવર્યની ઉદાર વિદ્યાનિષ્ઠાનું તેજ ભળ્યું. જેવી એમની વિદ્વત્તા એવી જ વિનમ્રતા. પંડિતવર્ય શ્રી સુખલાલજીને પોતાના વિદ્યાગુરુ કહેવામાં મુનિશ્રી આનંદ અને ગૌરવ અનુભવતા. અમુક વર્ષો કેવળ વિદ્યાભ્યાસમાં જ વિતાવ્યાં અને પછી જ્ઞાનોદ્વારનું કામ હાથ ધર્યું – એવું મહારાજશ્રીના જીવનમાં નથી બન્યું. મોટે ભાગે વિદ્યાભ્યાસ સાથે જ પ્રાચીન લિપિઓને અને પ્રતોને ઉકેલવાનો મહાવરો, પ્રેસકોપી કરવી, પાઠાંતરો નોંધવા, પાઠાંતરોનો નિર્ણય કરવો અને ભાષા અને વિષયની દૃષ્ટિએ ગ્રંથોનું સંશોધન-સંપાદન કરવું – આ બધું ચાલતું રહ્યું ; અને કામ કામને શીખવે એમ એક-એક બાબતમાં તેઓ નિપુણતા પ્રાપ્ત કરતા રહ્યા. આમ તો તેઓ જૈન શાસ્ત્રોના સમર્થ અને અધિકૃત જ્ઞાતા હતા, પણ પોતાની જ્ઞાનોપાસનાને વ્યાપક અને મર્મગ્રાહી બનાવવા માટે એમણે બૌદ્ધધર્મ અને હિંદુધર્મના ગ્રંથોનું પણ અવગાહન કર્યું હતું. જૈન આગમોના તો તેઓ સમર્થ અને અજોડ જ્ઞાતા હતા. જૈન સાહિત્યના આ વિશાળ ક્ષેત્રના અનેક આંતરપ્રવાહો એમની તલસ્પર્શી અને સર્વગ્રાહી જ્ઞાનોપાસનામાં ઝિલાતા રહ્યા. એમની જ્ઞાનોપાસના સત્યશોધક, દુરાગ્રહથી મુક્ત, સારગ્રાહી અને નિર્ભેળ હતી, આવી તટસ્થ, તુલનાત્મક અને ઐતિહાસિક દૃષ્ટિથી તેઓશ્રીએ પોતાના ગુરુશ્રીના કે બીજા વિદ્વાનોના સહકારમાં તેમ જ સ્વતંત્રપણે પણ જૈન સાહિત્યના વિવિધ વિષયના પ્રાચીન સંખ્યાબંધ ગ્રંથોનું, આધુનિક વૈજ્ઞાનિક સંશોધન-પદ્ધતિ પ્રમાણે, નમૂનેદાર સંશોધન-સંપાદન કર્યું. આગમસંબંધી તેઓના અગાધ જ્ઞાનને અંજલિરૂપે વડોદરાના શ્રીસંઘે તેઓશ્રીને ‘આગમ-પ્રભાકર'નું સાર્થક બિરુદ આપ્યું હતું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે હાથ ધરેલ મૂળ આગમોને પ્રકાશિત Page #244 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી પુણ્યવિજયજી ક૨વાની મોટી યોજના તેઓશ્રીના તથા પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાના સંપાદકપણા નીચે આરંભાઈ અને આગળ વધી. દેશ-વિદેશના ભારતીય વિદ્યાના વિદ્વાનોમાં તેમની ખૂબ નામના અને પ્રતિષ્ઠા થયેલી છે. તેઓની આવી જ નામના અને પ્રતિષ્ઠા પ્રાચીન હસ્તપ્રતોના અને હસ્તલિખિત ગ્રંથભંડારોના ઉદ્ધારક તરીકે હતી. પોતાના દાદાગુરુ તથા ગુરુવર્યના પગલે-પગલે તેઓએ અવિરત પરિશ્રમ કરીને લીંબડી, પાટણ, ખંભાત, છાણી, વડોદરા, અમદાવાદ, જેસલમેર, બીકાનેર, જોધપુર વગેરે સ્થાનોના બહુમૂલ્ય જ્ઞાનભંડારોનો ઉદ્ધાર કરીને એમને જીવિતદાન આપ્યું છે. સાથે-સાથે એ ગ્રંથભંડારોનો ઉપયોગ વિદ્વાનો સહેલાઈથી કરી શકે એવી સુંદર વ્યવસ્થા પણ કરાવી છે. આવાં પ્રાચીન ગ્રંથભંડારોની અને એમાંનાં જીર્ણશીર્ણ કે વેરવિખેર બની ગયેલાં પ્રાચીન ગ્રંથરત્નોની સાચવણીની બાબતમાં પુણ્યવિજયજી સિદ્ધહસ્ત કલાવિશારદ છે એમ વિના અતિશયોક્તિએ કહી શકાય. ૨૨૧ ઉપરાંત, તેઓ પ્રાચીન ચિત્રકલા, લિપિશાસ્ત્ર, શિલ્પ-સ્થાપત્ય, સિક્કા, મૂર્તિઓ વગેરે પુરાતત્ત્વીય વિષયોના પણ એવા જ સારા જાણકાર છે. પ્રાચીન ગ્રંથસામગ્રી કે ચિત્રસામગ્રીની મુલવણી ક૨વામાં પણ તેઓ ખૂબ નિપુણ છે. એમની સમગ્ર પ્રવૃત્તિનો સાર કહેવો હોય તો એમ જરૂર કહી શકાય કે પ્રાચીન ગ્રંથોના અને ગ્રંથભંડારોના ઉદ્ધાર માટે જ આ મુનિવરનો અવતાર થયો છે. સાહિત્ય અને સંસ્કૃતિના રક્ષણ માટે પોતાની જાતને પણ વિસારીને, કોઈ યોગસાધક આત્માની જેમ, પૂર્ણ તલ્લીનતાથી કામ કરતા મહારાજશ્રીને જોવા એ એક લ્હાવો હતો. વિ. સં. ૧૯૯૫માં એમને સંઘરણીનો ઉગ્ર વ્યાધિ થઈ આવેલ. એ વ્યાધિ દોઢ વર્ષ સુધી ચાલેલો. આવા ચિંતાજનક ઉપદ્રવ વખતે પણ તેઓએ સ્થિતપ્રજ્ઞની જેમ સ્વસ્થ રહીને ‘કથારત્નકોષ' જેવા મોટા ગ્રંથનું સંપાદન અને ‘નિશીથચૂર્ણિ’ જેવા કઠિન ગ્રંથનું અધ્યયન કરેલું ! જેસલમેરના ગ્રંથભંડારોના ઉદ્ધાર માટેની એમની યાત્રા અને અનેક અગવડો વચ્ચે પણ ત્યાં એમણે ૧૬ મહિના સુધી બજાવેલી કામગી૨ી જ્ઞાનોદ્વાર માટેની એમની તિતિક્ષાની એક રોમાંચક કથા બની રહે એવી છે. વિ. સં. ૨૦૦૬માં તેઓ આ માટે અમદાવાદથી રવાના થયા. એક દિવસે ભળભાંખળે એમણે રેલના પાટે-પાટે વિહાર કર્યો. વચમાં એક ગરનાળું આવ્યું. મહારાજશ્રીને એનું ધ્યાન ન રહ્યું; અને તેઓ ૧૫-૧૭ ફૂટ નીચે પટકાઈ પડ્યા. પણ એમને ખાસ કોઈ ઈજા ન થઈ, અને તરત જ ૧૩ માઈલનો વિહાર કરીને બીજે ગામ પહોંચી ગયા ! Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ અમૃત-સમીપે જેસલમેર જેવા દૂર-સુદૂરના એક ખૂણામાં આવેલા, કોઈ પણ પ્રકારની સાધન-સામગ્રી વગરના અને અનેક અગવડોથી ભરેલા સ્થળમાં સોળ-સોળ માસ જેટલા લાંબા સમય લગી, પૂ. પુણ્યવિજયજી મહારાજ આદિ મુનિવરોએ મૂકપણે, અદીનભાવે અને અનેરા ઉત્સાહપૂર્વક પોતાની શ્રુતભક્તિને મૂર્ત કરવા જે ભગીરથ પુરુષાર્થ સેવ્યો તે માટે જૈન સમાજ તેમનો ચિરકાળપર્યત ઓશિંગણ રહેશે, અને સાહિત્યસેવાના ઇતિહાસમાં આ પુણ્ય ઘટના સોનેરી અક્ષરે નોંધાયેલી રહેશે. વળી આ અપૂર્વ શ્રુતભક્તિ અનેક જ્ઞાનવાંછુઓને પ્રેરણા આપતી રહેશે. જેસલમેરના આ પ્રાચીન ગ્રંથભંડારોને વ્યવસ્થિત કરવારૂપ ઘટનાનું મહત્ત્વ કેવળ જૈન સંસ્કૃતિ કે જૈન સાહિત્ય પૂરતું જ મર્યાદિત માની લેવાની જરૂર નથી; એથી તો સમગ્ર ભારતીય સાહિત્યની પણ પ્રશંસાપાત્ર અને વિશેષ ઉલ્લેખનીય સેવા સધાઇ છે, અને મહારાજશ્રી ભારતીય સાહિત્યજગતના પણ આભારના અધિકારી બની ગયા છે. કાર્યમાં સદા સર્વદા એકાગ્ર બનીને મગ્ન રહેવું અને જેટલું કરવું એટલું નક્કર કાર્ય કરવું એ ૫. પુણ્યવિજયજી મહારાજની ખાસિયત છે. આગતા-સ્વાગતા કે સામૈયાંના ભપકા-ઉત્સવ-મહોત્સવ અને માન-સન્માનની ધામધૂમ કે પ્રશંસાના મનમોહક ઉદ્ગારો જેવી અલ્પજીવી પ્રવૃત્તિઓમાં ન અટવાતાં, ચિરજીવી અને આગામી અનેક સૈકાઓ લગી સમાજને ખપ લાગનારી નક્કર સેવાને જ પૂ. મહારાજશ્રીએ પોતાના અંતરમાં વસાવી એ જૈન સમાજનું મહદ્ ભાગ્ય ! તાજેતરમાં (ઈ.સ. ૧૯૫૧માં) જૂનાગઢ મુકામે ભરાયેલ આપણી કૉન્ફરન્સના મુખ્યમંત્રીઓના નિવેદનમાં, સ્વાગત-પ્રમુખના ભાષણમાં, કૉન્ફરન્સના પ્રમુખશ્રીના વક્તવ્યમાં અને કૉન્ફરન્સે પસાર કરેલ પાંચમા ઠરાવમાં જે લાગણી પ્રદર્શિત કરવામાં આવી છે તે સમયોચિત અને યથાર્થ છે. પ્રમુખશ્રી શેઠ કાંતિલાલ ઈશ્વરલાલે આ અંગે કહ્યું છે : “જેસલમેરના જ્ઞાનભંડારના જીર્ણોદ્ધાર અંગે પૂજ્યશ્રી પુણ્યવિજયજી મહારાજે જે ભગીરથ પ્રયત્ન આદર્યો છે, તે શુભ કાર્યમાં કૉન્ફરન્સ ભાગીદાર બની શકી તે આપણા ઇતિહાસમાં હંમેશ માટે યાદગાર પ્રસંગ લેખાશે. પૂજ્ય મહારાજશ્રી પુણ્યવિજયજી કે જેમનું આવું આખું જીવન આવાં રચનાત્મક કાર્યો પાછળ ખર્ચાય છે, તેવા મુનિરાજો માટે જૈન સમાજ ખૂબ મગરૂરી લઈ શકે. જેસલમેર જેવા રણપ્રદેશમાં જ્ઞાનની પાછળ સેવા આપનાર આવી વિભૂતિને આપણાં વંદન હજો.” જેસલમેરની ગ્રંથસમૃદ્ધિની અને મહારાજશ્રીની કામગીરીની, દિલ્હીમાં બેઠાં, રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદજીને જે માહિતી મળી, તેને લીધે “પ્રાકૃત-ટેસ્ટ સોસાયટીની સ્થાપના શક્ય બની. Page #246 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજશ્રી જેસલમેરમાં હતા, તે દરમ્યાન શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ ત્યાં ગયેલ, અને ચારેક દિવસ ત્યાં રોકાઈને મહારાજશ્રીની કામગીરી એમણે પ્રત્યક્ષ નિહાળેલી; આથી તેઓ ખૂબ પ્રભાવિત થયેલા. છેવટે મહારાજશ્રીની સરસ્વતીનો અને શેઠશ્રીનો લક્ષ્મીનો સંગમ થતાં, અમદાવાદમાં સને ૧૯૫૭માં, ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર'ની સ્થાપના થઈ. ગુજરાતના ગૌરવ સમી આ સંસ્થા દેશ-વિદેશના ભારતીય વિદ્યાના અભ્યાસીઓ અને વિદ્વાનોનું યાત્રાધામ બની છે. મહારાજશ્રી તેમ જ તેઓશ્રીના વડીલોના પ્રયાસોથી વિ. સં. ૧૯૫૫માં પાટણમાં ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર' નામે વિદ્યાતીર્થ સ્થપાયું છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૦મું અધિવેશન સને ૧૯૫૯માં અમદાવાદમાં મળ્યું, ત્યારે ઇતિહાસ-પુરાતત્ત્વ-વિભાગના પ્રમુખ તરીકે મહારાજશ્રીની વરણી કરવામાં આવી હતી. ઑલ ઇન્ડિયા ઓરિએન્ટલ કૉન્ફરન્સના સને ૧૯૬૧માં કાશ્મીરમાં મળેલ ૨૧મા અધિવેશનમાં તેઓ પ્રાકૃત અને જૈન વિભાગના પ્રમુખ નિમાયા હતા; જો કે તેઓ જાતે કાશ્મીર જઈ શક્યા ન હતા, પણ એમણે અભ્યાસપૂર્ણ ભાષણ લખી મોકલ્યું હતું. વળી, પીએચ.ડી.ના મહાનિબંધના પરીક્ષક તરીકે પણ તેઓની નિમણૂંક કરવામાં આવી હતી. આ બહુમાન એ તેઓની સત્યશોધક, ઐતિહાસિક, તુલનાત્મક, સમભાવપૂર્ણ અને ઉદાર વિદ્યાસાધનાનું જ બહુમાન છે. વિદ્યાના જે અમૃતનો પોતાને લાભ મળ્યો, એની જાણે લ્હાણી કરવી હોય એમ, એમની ઉદારતા સદા-સર્વદા-સર્વત્ર વરસતી રહેતી. કોઈ પણ વિદ્યાનો ખપી કે વિદ્વાન એમની પાસે આવે એટલે એને જોઈતી સામગ્રી એમની પાસેથી મળી જ રહેવાની. અમૂલ્ય અને વિરલ હસ્તપ્રત હોય, કોઈ પ્રાચીન ગ્રંથની પોતે ખૂબ પરિશ્રમ લઈને તૈયાર કરેલી પ્રેસકોપી હોય કે એવી બીજી કોઈ સાહિત્ય-સામગ્રી હોય; જરા ય સંકોચ વગર તેઓની પાસેથી એના ખપીને મળી જ રહેવાની. કૃપણતા, સંકોચ કે દીનતા તેઓશ્રીના સ્વભાવમાં જ નહોતી. અનેક સ્વદેશીપરદેશી વિદ્વાનોને અને વિદ્યાના ઉપાસકોને મોટા પ્રમાણમાં, જીવનભર, આવી બહુમૂલી સામગ્રીનું વિતરણ કરવા છતાં નામના કે કીર્તિની લેશ પણ લાલસા નહીં - એ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજીની વિરલ વિશેષતા છે; એને એક પ્રકારની સિદ્ધિ જ કહેવી જોઈએ. - ૨૨૩ તેઓશ્રીનો થોડોક પણ નિકટનો પરિચય થતાં સહેજે મનમાં એક આનંદકારી સવાલ ઊઠતો કે આ મહાપુરુષની સાધુતા વધે કે વિદ્વત્તા? અને એનો એવો જ આહ્લાદકારી ઉત્તર મળે કે તેઓની સાધુતા વિદ્વત્તાથી વિશેષ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ અમૃત-સમીપે શોભાયમાન બની હતી અને તેઓની વિદ્વત્તા સાધુતાના પારસ-સ્પર્શથી વિશેષ કલ્યાણકારી બની હતી, અને વળી આ સુભગ સમન્વયને લીધે તેઓનું જીવન પ્રભાવશાળી અને ઉચ્ચાશયી બન્યું હતું. - શ્રી આગમપ્રભાકરજી મહારાજના યશોવલ વ્યક્તિત્વનો વિચાર કરીએ છીએ અને એક શ્રમણ શ્રેષ્ઠની ભવ્ય છબીનાં મંગલકારી દર્શન થાય છે. ન કોઈની નિંદામાં પડવાનું, ન કોઈના પ્રત્યે દ્વેષ ધરવાનો, ન કોઈની ઈર્ષ્યા-કરવાની, અહંકારથી સદા ય દૂર રહેવાનું, કીર્તિનો મોહ અંતરને રંક બનાવી ન જાય એની, તેમ જ વિનય-વિવેકમાં ક્યારેય ખામી આવવા ન પામે એની સતત જાગૃતિ રાખવાની; નાના કે મોટા, ભણેલા કે અભણ, પાપી કે પુણ્યવંત, સાધુ કે ગૃહસ્થ, શ્રીમંત કે ગરીબ, સ્ત્રી કે પુરુષ સૌ પ્રત્યે સમાન હેત અને આદર દર્શાવવાનાં; પ્રશંસાથી ન કદી ફુલાઈ જવાનું કે નિંદાથી ન ક્યારેય વિલાઈ જવાનું; ધર્મજીવન કે સાધુજીવનના પાયારૂપ નિર્દભવૃત્તિનું જતન કરીને છળ-પ્રપંચ કે માયાભાવથી સદા ય અલિપ્ત રહેવાનું, કોઈનું પણ કામ કરી આપવાની પરગજુવૃત્તિ, દીનદુઃખી પ્રત્યે અપાર અને સક્રિય કરુણા, ઋણસ્વીકારની તત્પરતા : આવા-આવા અનેક ગુણોની વિભૂતિને લીધે તેઓનું જીવન પવિત્ર બન્યું હતું. તેઓનું જીવન તિતિક્ષાને વરેલા એક ધર્મગુરુનું જીવન હોવા છતાં ઉદાસીનતા એમની પ્રસન્નતાને જરા પણ ઓછી કરી શક્યાં ન હતાં. ઘરના કે બહારના ગમે તેવા ગંભીર પ્રશ્નો સામે હોય, પરિસ્થિતિ ઘેરી ચિંતા કરાવે એવી હોય કે શરીર અસ્વસ્થ બન્યું હોય, છતાં તેમની પ્રસન્નતા ભાગ્યે જ ખંડિત થતી. જેઓએ મહારાજશ્રીની હાસ્યઉલ્લાસ વેરતી પ્રસન્નતાનો થોડો પણ અનુભવ કર્યો હશે તેઓ એને ક્યારેય વિસરી નહીં શકે. વળી, તેઓ વિચક્ષણ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના ઊંડા જાણકાર અને સમયના પ્રવાહોની સારી રીતે પિછાણનાર હતા. એટલે કંઈક સાધુ-સાધ્વીઓ અને શ્રાવકશ્રાવિકાઓને માટે તેઓ શિરછત્રરૂપ હતા. તેઓના ધીર અને સાગરગંભીર હૃદયમાં કેટકેટલી વ્યક્તિઓનાં દુઃખ અને વેદના સમાયાં હતાં અને કેટકેટલી વ્યક્તિઓ એમની પાસેથી આશ્વાસન પામતી રહેતી હતી ! તેઓની સંવેદનશીલતા, હિતચિંતા અને સાચી-શાણી સલાહ અનેક ચિંતાગ્રસ્ત અને દુઃખી વ્યક્તિઓને માટે દુઃખનિવારણની સંજીવનીની ગરજ સારતી. કોઈ પણ સમુદાયના સાધ્વીજી પ્રત્યેની તેઓની લાગણી તો દાખલારૂપ બની રહે એવી હતી. અનેક સાધ્વીઓને માટે તેઓ ધર્મગુરુ હોવાની સાથે સાથે ધર્મપિતા રૂપ હતા. મહારાજશ્રી પાસે પ્રાચીન હસ્તપ્રતો, કળાના ઉત્તમ નમૂનાઓ અને બીજી સામગ્રીનો જે વિપુલ અને કીમતી સંગ્રહ થઈ શક્યો હતો તેમાં મહારાજશ્રીની સાધ્વી-ભગિનીઓએ ગુરુભક્તિ નિમિત્તે મોકલેલ સામગ્રીનો હિસ્સો પણ નોંધપાત્ર ગણી શકાય એવો છે. મહારાજશ્રી પ્રત્યે આદર-ભક્તિ ધરાવનાર આ સાધ્વીવર્ગ આજે જે ઊંડું દુઃખ અને Page #248 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી પુણ્યવિજયજી ૨૨૫ નિરાધારી અનુભવે છે, તે ઉપરથી પણ મહારાજશ્રી તેઓનાં જ્ઞાન-ચારિત્રની આરાધના અંગે અને બીજી બાબતો અંગે, એક મમતાળુ વડીલ તરીકે, કેટલી ચિંતા સેવતા હતા તેનો ખ્યાલ આવી શકે છે. મહારાજશ્રી ગુણોના સાચા ચાહક અને ગ્રાહક હતા. ગુણગ્રહણ કરવામાં તેઓને સમુદાય, ગચ્છ, ગણ, સંપ્રદાય, ધર્મ, સમાજ કે દેશનાં કોઈ સીમાડા કે બંધનો ક્યારે ય નડતાં ન હતાં. અને ગુણની કે સત્યની શોધ કરવા જતાં ક્યારેક પોતાની માન્યતાનો ત્યાગ કરવાનો કે કડવા સત્યનો સ્વીકાર કરવાનો વખત આવતો, ત્યારે એવી આકરી કસોટીમાંથી પણ તેઓ અતિ સહજ રીતે પાર ઊતરતા. આ તો બધો મહારાજશ્રીના ધર્મમય આત્માનો મહિમા થયો. જ્યારે મહારાજશ્રીના જ્ઞાનમય આત્માના વિકાસનો વિચાર કરીએ છીએ, ત્યારે જ્ઞાનની - જ્યોતિથી જળહળતા એક વિરાટ વ્યક્તિત્વનાં દર્શન થાય છે. એમ પણ હોય કે જ્ઞાનની આટલી સિદ્ધિ જ આવી ઉત્કટ ધર્મપરાયણતાની પ્રેરક બની હોય. મહારાજજીની ધર્મસાધનાની જેમ એમની જ્ઞાનોપાસનાની પણ એ જ વિશેષતા હતી કે વિદ્યા માત્ર પ્રત્યે તેઓ સમાન આદરભાવ ધરાવતા હતા; અને તેથી જ તેઓ જૈન-જૈનેતર, દેશી-વિદેશી વિદ્વદ્વર્ગની સમાન ચાહના અને ભક્તિ મેળવી શક્યા હતા. તેઓશ્રીની નમ્રતા અને સત્યપ્રિયતા તો જુઓ. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની આગમ-પ્રકાશન-યોજનાના પહેલા ગ્રંથનું પ્રકાશન શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના હસ્તે થયું, ત્યારે મહારાજશ્રીએ વિનમ્રતાથી નીતરતા પોતાના પ્રવચનમાં કહેલું – “આ આગમો તૈયાર કરીએ છીએ તે વિદ્વાનો તપાસે. તપાસીને અલના હોય તેમ જ સંપાદનપદ્ધતિમાં દોષ હોય તો તેનું ભાન કરાવશો તો અમે રાજી થઈશું. સ્તુતિ કરનાર તો ઘણા મળે છે, પરંતુ ત્રુટિઓ દેખાડનારા એવા વિદ્વાનો ઘણા ઓછા મળે છે; હું ઇચ્છું છું કે કોઈ ત્રુટિઓ બતાવે. અમે એ વસ્તુ લક્ષમાં લઈ તેનો ભવિષ્યમાં અમારાં સંપાદનોમાં ઉપયોગ કરીશું.” | મુનિવર્યશ્રી પુણ્યવિજયજીના કાર્યને બિરદાવતાં પંડિતવર્ય શ્રી સુખલાલજીએ યોગ્ય જ કહ્યું છે : “મુનિશ્રી પુણ્યવિજયજીનું અત્યાર સુધીનું કામ ન કેવળ જૈન પરંપરાની સાથે જ સંબંધ રાખે છે અને ન કેવળ ભારતીય સંસ્કૃતિની સાથે જ સંબંધ ધરાવે છે, બલ્બ માનવસંસ્કૃતિની દૃષ્ટિએ પણ એ ઉપયોગી છે. જ્યારે હું એ વાતનો વિચાર કરું છું કે તેઓનું આ કાર્ય અનેક સંશોધક વિદ્વાનો માટે અનેકમુખી સામગ્રી રજૂ કરે છે અને અનેક વિદ્વાનોના પરિશ્રમને બચાવે છે, ત્યારે એમના પ્રત્યેની કૃતજ્ઞતાથી હૈયું ભરાઈ જાય છે.” (તા. ૯-૬-૧૯૫૧, ૮-૨-૧૯૬૯ અને ૧૯-૬-૧૯૭૧ના લેખો પરથી સંકલિત) Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ અમૃત-સમીપે (૩) સમભાવી મસ્તફકીર મુનિશ્રી ન્યાયવિજયજી સાચે જ, તેઓ મોટા સંત હતા. પોતાના આત્માને નિર્મળ કરે, જગતના બધા જીવોનું અંતરથી ભલું ચાહે, અને એ રીતે જ પોતાનાં વિચાર, વાણી અને વર્તનને ગોઠવે એ સંત. નામનાની કામનાથી સાવ અલિપ્ત રહે, માયા અને દંભને દેશવટો આપે, સત્ય-પ્રેમ-કરુણાની સદા લ્હાણી કરતા રહે, દુરાગ્રહને પાસે આવવા ન દે અને સદા ય અપરિગ્રહ, અનાસક્તિ અને અસંગનો આનંદ અનુભવ્યા કરે એ સંતોની મોટાઈ. આવા જ એક સાચા અને મોટા સંત આપણાથી સદાને માટે વિદાય થયા : સાચા સંતોની અછતના યુગમાં આપણે વધુ રંક બન્યા ! ન્યાયવિશારદ, ન્યાયતીર્થ મુનિરાજ શ્રી ન્યાયવિજયજીનું માહ વદિ ૫, તા. ૨૯-૨-૧૯૭૦ના રોજ માંડળમાં ૮૧ વર્ષની ઉમરે સ્વર્ગગમન થયું. વ નીવ શાસનરસી” એ ઉદાત્ત ધર્મભાવનાના તેઓ સાચા ઉપાસક હતા; ભગવાન તીર્થંકરે પ્રવર્તાવેલ “મિતી એ સવ્વપૂરું વેર અન્ન ન ખા”ના ધર્મસંદેશને તેઓએ પોતાના જીવનમાં તાણાવાણાની જેમ વણી લઈને એકરસ બનાવી દીધો હતો. એમને મન ન કોઈ પોતાનું હતું, ન કોઈ પરાયું. પોતાનો વિરોધ કરનારને માટે પણ કોઈ કડવાશની લાગણી ન સેવાઈ જાય એને માટે તેઓ હમેશાં જાગૃત રહેતા. ગચ્છ, મત કે ફિરકાના કે ઊંચ-નીચાણાના કોઈ ભેદ એમને સ્પર્શી શકતા નહીં. અનેકાંતવાદની ભાવનાને એમણે જીવનમાં સાકાર કરી હતી. બાળક જેવી સરળતા એમના સમગ્ર વ્યવહારમાં દેખાઈ આવતી. શ્રમણજીવનના સારરૂપ સમભાવ તો એમના રોમરોમમાં ધબકતો હતો. શરીરે શાતા હોય કે અશાતા, કોઈ સ્તુતિ કરે કે નિંદા કરે, કોઈ ભક્તિ કરે કે કષ્ટ આપે, એનાથી ફુલાઈ કે વિલાઈ ન જવાય એની તેઓ હમેશાં ચિંતા રાખતા. આ બધું એમને સુલભ એટલે બન્યું હતું કે એમણે પારગામ વિદ્વત્તાને અને જીવનસ્પર્શી સાધુતાને પચાવી જાણી હતી. માંડળ એમની જન્મભૂમિ. વિ. સં. ૧૯૪૬ના કાર્તિક સુદિ ત્રીજના એમનો જન્મ. પિતાનું નામ છગનલાલ વખતચંદ, માતાનું નામ દિવાળીબાઈ, એમનું નામ નરસિંહ. શાળાનો અભ્યાસ માત્ર ગુજરાતી ચાર ધોરણ સુધીનો. પણ બુદ્ધિમાં તેજ હતું, શરીરમાં ઉત્સાહ હતો અને અંતરમાં કંઈક કરવાની તાલાવેલી હતી; જીવનના ઉત્કર્ષની તક સાંપડવાની જ જાણે વાર હતી. અને બહુ રાહ જોવી પડે તે પહેલાં જ એવી તક એમને મળી ગઈ. Page #250 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી ન્યાયવિજયજી સ્વર્ગસ્થ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી (તે વખતે મુનિરાજશ્રી ધર્મવિજયજી) શ્રાવકસંઘના ઉત્કર્ષના હિમાયતી અને સુધારક વિચારસરણીના સમર્થક સાધુ હતા. વળી તેઓ પોતાની દીર્ઘદૃષ્ટિથી એ પણ જોઈ શક્યા હતા કે જૈનવિદ્યાના અધ્યયન અને વિકાસ માટે કેવળ સાધુ-સમુદાય ઉપર જ આધાર રાખવો પડે એ બરાબર નથી; તેથી, જરૂર પડતાં તરત જ ગમે ત્યાં પહોંચી શકે અને જૈન ધર્મ-દર્શન-સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી શકે એવા જૈન ગૃહસ્થ વિદ્વાનો તૈયાર કરવાની એમની ઝંખના હતી, અને એ માટે તેઓ સતત વિચાર અને શક્ય પ્રયત્ન કરતા રહેતા હતા. તેઓ એક વાર માંડળ ગયા હતા. ત્યાં એમને પોતાના આ વિચારને અમલી બનાવવાની અંતઃપ્રેરણા થઈ; માંડળનું વાતાવરણ પણ કંઈક નવા વિચારને ઝીલી શકે એવું અનુકૂળ લાગ્યું. એમણે આ કાર્યની શુભ શરૂઆતરૂપે માંડળમાં શ્રી યશોવિજય જૈન પાઠશાળાની સ્થાપના કરી. ભાવી યોગથી પ્રેરાઈને નરસિંહ ચાલુ શાળા છોડીને આ પાઠશાળામાં જોડાઈ ગયા અને ખંતપૂર્વક જૈનધર્મનો અભ્યાસ કરવા લાગ્યા. પણ વિજયધર્મસૂરિજીને આવી પાઠશાળા માંડળ ચાલે એ મંજૂર ન હતું; ઉચ્ચ કોટીના વિદ્વાનો-પંડિતો તૈયાર કરવા હોય તો કાશી જેવા વિદ્યાધામમાં જ આ પાઠશાળાને લઈ જવી જોઈએ. અને, અજાણ્યો પ્રદેશ, વિહારની પારાવાર મુશ્કેલી અને કાશીનું જૈનો તરફ ધૃણા ધરાવતું ક્ષેત્ર – એનો કશો ય વિચાર કર્યા વગર, સાહસ ખેડીને, તેઓ જાતે કાશી પહોંચ્યા અને બીજે જ વર્ષે પાઠશાળાને પણ કાશી લઈ ગયા. નરસિંહને બહુ વિચાર કરવાનો હતો જ નહીં. એને વિદ્યાભ્યાસ તરફ પણ રુચિ જાગી હતી અને, આ ગુરુ તરફ પણ ભક્તિ પ્રગટી હતી; એ પણ કાશી પહોંચી ગયા. ત્યાં બે વર્ષ રહીને કેટલુંક અધ્યયન કર્યું. ગુરુને આ મોતી પાણીદાર લાગ્યું. બે વર્ષ પછી નરસિંહ માંડળ આવ્યા. એવામાં માતા-પિતા બંને સ્વર્ગવાસી થયાં. નરસિંહને સગાં ભાઈ કે બહેન કોઈ હતાં નહીં. એ કંઈક એકલતા અનુભવી રહ્યા; સંસારની અસારતાનો પણ કંઈક ખ્યાલ સતાવી રહ્યો. એનું મન કાશી પહોંચવા અને ગુરુનું શરણ શોધવા તલસી રહ્યું. વચ્ચે એક નાનું સરખું બંધન હતું : મા-બાપ પોતાના આ એકના એક સંતાનનું સગપણ કરી ગયાં હતાં. પણ એ બંધનની કશી ફિકર કર્યા વગર નરસિંહ વિ. સં. ૧૯૯રમાં ફરી કાશી પહોંચી ગયા. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ કલકત્તા જતા હતા. એમની સાથે એ કલકત્તા ગયા. ત્યાં વિ. સં. ૧૯૬૩માં મુનિશ્રીએ પાંચ તેજસ્વી નવયુવકોને દીક્ષા આપી, એમાં નરસિંહનો પણ સમાવેશ થતો હતો; નામ રાખ્યું મુનિ ન્યાયવિજયજી'. વિ. સં. ૧૯૬૪માં કાશી પાછા ફરીને શ્રી ન્યાયવિજયજીએ ચાર Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ અમૃત-સમીપે વર્ષ સુધી એકાગ્રતાપૂર્વક સંસ્કૃતભાષા, ન્યાયશાસ્ત્ર અને જૈન શાસ્ત્રોનું અધ્યયન કર્યું. ૨૦-૨૧ વર્ષની ઊછરતી વયે તો માતા સરસ્વતી એમનાં ઉપર પૂર્ણ પ્રસન્ન થયાં. એમણે ‘ન્યાયતીર્થ'ની પરીક્ષા આપી, અને એમના દાર્શનિક જ્ઞાનથી આકર્ષાઈ વિદ્વાનોએ એમને ‘ન્યાયવિશારદ'ની પદવી આપી ! ન્યાયશાસ્ત્ર, ધર્મશાસ્ત્રો અને બીજી વિદ્યાઓનું એમણે અધ્યયન કર્યું એ તો ખરું; પણ એમની સર્જક તરીકેની પ્રતિભા પ્રકાશી ઊઠી સંસ્કૃતભાષાના એક કવિ તરીકે. જેવી એમની પ્રકૃતિ મધુર અને હેતાળ, એવી જ એમની કવિતા રસઝરતી અને હૃદયસ્પર્શી; વાતવાતમાં એમના મુખમાંથી અને એમની કલમમાંથી, વિવિધ છંદોમાં, કવિતાનો અમૃતરસ રેલાવા લાગતો. ખુમારી અને બેફિકરી એમનો જીવનરસ હતો, એટલે વ્યવહારુપણાનો અભાવ એમને ક્યારેય ખટકતો નહીં; ઊલટું એથી તો લોકો ઉપર વધારે પ્રભાવ પડતો. ઉપરાંત ક્રાંતિપ્રિય અને પ્રગતિવાંછુ એમની પ્રકૃતિ હતી. એટલે વ્યક્તિ, સમાજ કે દેશના વિકાસને રૂંધે એવું બંધિયારપણું એમને મુદ્દલ રુચતું નહીં. આથી એમનામાં સામાજિક, રાષ્ટ્રીય અને માનવતાલક્ષી દૃષ્ટિનો વિકાસ થયો હતો, અને સ્ત્રી-પુરુષના સમાન વિકાસમાં જ સમાજ અને દેશનો વિકાસ રહેલો છે એવી એમની દૃઢ માન્યતા હતી. એમનાં વ્યાખ્યાનોમાં અને એમણે સંસ્કૃત, ગુજરાતી, પ્રાકૃત, હિંદી અને અંગ્રેજી ભાષામાં, ગદ્ય તેમ જ પદ્યમાં રચેલાં નાનાં-મોટાં સંખ્યાબંધ પુસ્તકોમાં સદા ય આત્મકલ્યાણ, લોકકલ્યાણ, સમાજઉત્કર્ષ, રાષ્ટ્રસેવા અને માનવતાનો મધુર અને પાવન સાદ જ રણક્યા કરતો હોય છે. પોતાના આનંદની ખાતર રચાયેલી આ કૃતિઓ માનવસમાજની બહુમૂલી સંપત્તિ તરીકે ચિરંજીવ બની ગઈ. શાસ્ત્રોમાંથી સંકુચિતતા અને નિંદા-કૂથલીના કાંકરા ભેગા કરવાને બદલે વિશ્વમૈત્રી, ઉદારતા અને માનવતાનાં મોતી જ તેઓ સદા વીણતા અને જનસમૂહમાં વહેંચતા રહ્યા. દેશ-વિદેશના જુદા-જુદા ધર્મોનાં શાસ્ત્રોનું અધ્યયનઅવલોકન પણ એમણે આવી સારગ્રાહી દૃષ્ટિથી જ કર્યું છે. સં. ૧૯૭૭માં તેઓએ ગુરુથી જુદું ચોમાસું કર્યું. ૧૯૭૮માં ગુરુદેવનો સ્વર્ગવાસ થયો. તેઓ કીર્તિ અને શિષ્યના મોહથી મુક્ત બનીને એક અલગારી ઓલિયાની જેમ ઠેર-ઠેર સાચા ધર્મનો અને માનવતાનો ઉપદેશ આપતા રહ્યા છે. છેલ્લાં ૨૫ વર્ષ પાટણ અને માંડળમાં જ વિતાવ્યાં. છેલ્લાં દસ વર્ષ તો શરીર જર્જરિત બનતાં સમતા, શાંતિ અને સ્વસ્થતાપૂર્વક વૃદ્ધવાસરૂપે માંડળમાં જ રહ્યા. માંડળ-સંઘે પણ એમની છેવટ સુધી દિલ દઈને ભક્તિ કરી. (તા. ૭-૩-૧૯૭૦) Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ મુનિશ્રી કલ્યાણવિજયજી (૪) શીલપ્રજ્ઞાવંત શ્રમણ શ્રેષ્ઠ શ્રી કલ્યાણવિજયજી શ્રમણ ભગવાન મહાવીરે સર્વમંગલકારી ધર્મક્ષેત્રને કુલેશ-દ્વેષના ધામરૂપ કુરુક્ષેત્ર બનતું અટકાવવા માટે એને વર્ણ અને જ્ઞાતિની નકલી વિશેષતાના બંધનમાંથી મુક્ત બનાવવાનો અસાધારણ અને અનોખો પુરુષાર્થ કર્યો હતો; અને એમ કરીને તેઓએ ધર્મ અને ધર્મીઓમાં સાચાં તેજ અને ખમીર જગાડનાર ગુણગ્રાહકવૃત્તિ અને સત્યશોધક દૃષ્ટિનો જ મહિમા સ્થાપ્યો હતો. એ માર્ગે જ ! આત્મા કષાયોનાં અને કર્મોનાં બંધનોથી મુક્ત બનીને અનંત-શાશ્વત સુખનો અધિકારી બની શકે એવું સત્યમૂલક પ્રતિપાદન કર્યું હતું. જૈનસંઘ ભગવાને કરેલ ધર્મની આ સર્વિકલ્યાણકારી કાયાપલટને બરાબર ટકાવી ન શક્યો, અને એમાં સમયના વહેવા સાથે, કંઈક ને કંઈક ખામીઓ આવતી ગઈ; અને છેવટે જૈનસંઘ ઘણે મોટે ભાગે વણિકજાતિપ્રધાન બની ગયો. અન્ય જ્ઞાતિ કે સમાજની વ્યક્તિઓને પણ જૈનસંઘમાં આવકાર આપવાની, માનવસમાજને માટે આશીર્વાદરૂપ મૂળ પ્રથા જૈનસંઘમાં ચાલુ હોવાના અનેક દાખલા વર્તમાનકાળમાંથી પણ મળી આવે છે. આનાથી જેમ વ્યક્તિને આત્મસાધના કે જીવનશુદ્ધિનો લાભ મળ્યો છે, તેમ જૈનસંઘને પણ એની સાધનાનો માર્ગ અખંડપણે ચાલુ રહેવારૂપે તથા ઉચ્ચ કોટીના સાહિત્યના સર્જનરૂપે પણ કંઈ ઓછો લાભ નથી મળ્યો. આ બંને પાસાંને સમૃદ્ધ કરવામાં શ્રમણધર્મને વરેલા બ્રાહ્મણવર્ગનો ફાળો ઘણો મોટો છે એ વાતની સાક્ષી જૈનસંઘ અને સાહિત્યનો ઇતિહાસ પૂરે છે; એટલું જ નહીં, જૈનસંઘમાં ભળેલા કેટલાક બ્રાહ્મણ સાધકોની સાધના અને સાહિત્યસર્જનની પ્રવૃત્તિ તો એવી શ્રેષ્ઠ છે કે જેથી એમને શ્રમણ શ્રેષ્ઠ જ કહેવા પડે. આવા જ એક શ્રમણ શ્રેષ્ઠ ધર્મપુરુષ તાજેતરમાં સ્વર્ગવાસ પામ્યા, તે નિમિત્તે અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ. પંન્યાસપ્રવર શ્રી કલ્યાણવિજયજી મહારાજ, ૮૯ વર્ષની પરિપક્વ વયે, રાજસ્થાનમાં જાલોર મુકામે ગત અષાડ સુદિ ૧૩ના રોજ કાળધર્મ પામતાં શ્રીસંઘને નજીકના ભવિષ્યમાં સહેલાઈથી પૂરી ન શકાય એવી મોટી ખોટ પડી છે. તેઓ રાજસ્થાનમાં બ્રાહ્મણ-જ્ઞાતિમાં જન્મેલા. જૈન સાધુ-સંતોના સંપર્કને કારણે કહો કે પૂર્વજન્મના સંસ્કારને કારણે કહો, અથવા સુભગ ભવિતવ્યતાના યોગે કહો, એમના અંતરમાં જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધા અને રૂચિ જાગી ઊઠી. એ વિપ્રવર્યના અંતરમાં ત્યાગ અને સંયમની ભાવના, એ ભાવનાને સફળ બનાવવામાં જે કંઈ કષ્ટ કે મુશ્કેલી આવી પડે એને સહન કરવાની શક્તિ અને પોતાના નિશ્વિત વિચારનો અમલ કરવાનું દૃઢ મનોબળ એવાં કે છેવટે એમણે વિ. સં. ૧૯૬૪ની સાલમાં, રાજસ્થાનમાં આચાર્ય મહારાજશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦. અમૃત-સમીપે મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી કેસરવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી અને તેઓ મુનિશ્રી કલ્યાણવિજયજીના નામે ઓળખાવા લાગ્યા. ભૂખ્યા માનવીને મીઠાંમીઠાં ભોજન મળે એમ, તેઓ જ્ઞાનની ઉપાસનામાં અને ધર્મક્રિયાની આરાધનામાં એકચિત્ત બની ગયા. એમની આ નિષ્ઠાભરી જ્ઞાનસાધનાનું તેજ છેક વૃદ્ધ વયે પણ, જિજ્ઞાસુ વૃત્તિથી એમની પાસે જનારને દેખાયા વગર નહોતું રહેતું. તેઓ જૈન ધર્મશાસ્ત્રોના તેમ જ અન્ય આનુષંગિક વિદ્યાઓના પણ મર્મજ્ઞ વિદ્વાન હતા. ધર્મશાસ્ત્રો ઉપરાંત ઇતિહાસ, શિલ્પશાસ્ત્ર તથા ગણિત-જ્યોતિષશાસ્ત્રનું પણ તેઓ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હતા. એમણે આજથી ૪૪ વર્ષ પહેલાં, વિ. સં. ૧૯૮૭ની સાલમાં ‘વિરનિર્વાનસંવત્ ગીર જૈન નિ-ળના' નામે એક ઐતિહાસિક અને સંશોધનાત્મક મોટો નિબંધ લખ્યો હતો. આ લેખ બનારસથી પ્રગટ થતી “નારી-પ્રવરિજી પત્રા' નામે ખૂબ પ્રતિષ્ઠિત પત્રિકામાં પ્રગટ થયો હતો. આ લેખને જૈન-જૈનેતર વિદ્વાનો તરફથી ઘણો આવકાર મળ્યો હતો; એટલું જ નહીં, એમાંનાં સંશોધનની નક્કરતાને કારણે અત્યાર સુધી પણ એની ઉપયોગિતા ટકી રહી છે, અને તે સંશોધનના એક ઉત્તમ નમૂના રૂપ ગણાય છે. આ નિબંધમાં પંન્યાસ શ્રી કલ્યાણવિજયજીની એક ઇતિહાસકાર તરીકેની સત્યશોધક અને સ્વચ્છ દૃષ્ટિનાં આલાભકારી દર્શન થાય છે. આ નિબંધના ઉપસંહારમાં તેઓશ્રીના આ શબ્દો સંશોધન પાછળની દૃષ્ટિ કેવી હોવી જોઈએ એનો ખ્યાલ આપે છે : “છેવટે એક નિવેદન કરવું ઉચિત લાગે છે; તે એ છે કે જે મહાનુભાવો આ વિષય ઉપર લખવા ઇચ્છે છે, તેઓ પોતાની ઇચ્છા મુજબ ભલે લખે, પણ એમની એ લેખનપ્રવૃત્તિ જિજ્ઞાસાથી પ્રેરાયેલી અથવા શોધક-બુદ્ધિથી યુક્ત હોવી જોઈએ; કારણ કે જ્યાં-ત્યાં નવું શોધી કાઢવાની વૃત્તિથી અથવા કેવળ પોતાનો શોખ પૂરો કરવાની દૃષ્ટિથી લખવાથી ન તો લેખની સાર્થકતા થાય છે કે ન તો પરિશ્રમની સફળતા.” એમણે હિંદી ભાષામાં “શ્રમળ માવાન મહાવીર' નામે એક આધારભૂત મહાવીર-ચરિત્ર લખ્યું છે. એમાં પણ મહારાજશ્રીની વિદ્વત્તા, બહુશ્રુતતા અને સત્યમૂલક સંશોધનદષ્ટિ જોવા મળે છે. આ પુસ્તક વિ. સં. ૧૯૯૮માં બહાર પડ્યું હતું. તેમાં કેવળજ્ઞાન પછીનાં ભગવાન મહાવીરનાં ત્રીસ ચોમાસાનાં સ્થળોની જે રૂપરેખા નક્કી કરી આપી છે, તે આ વિષયના જિજ્ઞાસુઓ અને વિદ્વાનોને માટે સારા પ્રમાણમાં અનુકરણીય અને ઉપકારક બની છે. આ રૂપરેખાને પ્રતીતિકર બનાવવા માટે મહારાજશ્રીએ જે સાધક-બાધક પ્રમાણોની પર્યાલોચના કરી છે, તે એમના પ્રત્યેના આદરમાં વધારો કરે એવી છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી કલ્યાણવિજયજી ૨૩૧ આ બાબતમાં આ પુસ્તકની પ્રસ્તાવનામાં મહારાજશ્રીએ નમ્રતા અને સત્યશોધક દૃષ્ટિ દાખવી યોગ્ય જ કહ્યું છે : “ભગવાનના કેવલિજીવનની રૂપરેખા, એ અમારી આ કૃતિની બિલકુલ નવી યોજના છે. એમાં ત્રુટિ અથવા અસંગતિ રહી ગઈ હોય એ બનવાજોગ છે. અને જો આમાં આવું કંઈ રહી ગયું હોય તો તે દૂર કરવામાં આવે એવી લેખકની ઇચ્છા છે. આવી ત્રુટિ કે અસંગતિનો ખ્યાલ ત્યારે જ આવી શકે કે જ્યારે આ યોજનાની મૂળ આધારરૂપ સામગ્રી ખુલ્લેખુલ્લી જણાવી દેવામાં આવે અને એના સાધક હેતુઓનું પણ દિગ્દર્શન કરાવવામાં આવે. બસ, આ કારણે જ અમારે આ વિષયમાં આટલા વિસ્તારથી લખવું પડ્યું છે.” ભગવાન મહાવીરના જન્મકલ્યાણકની ભૂમિ વૈશાલી નગરીનું એક પરું ક્ષત્રિયકુંડ હોવાની વાત, જેમ ઇતિહાસતત્ત્વમહોદધિ આચાર્ય સ્વ. વિજયેન્દ્રસૂરિજીએ, તેમ મુનિવર્ય શ્રી કલ્યાણવિજયજી મહારાજે પણ અનેક પુરાવા આપી આ ગ્રંથમાં વિશ્વસ્તરૂપે રજૂ કરી છે. પં. શ્રી કલ્યાણવિજયજીની શાસનપ્રભાવના અને શાસનરક્ષાની તમન્ના બીજા કોઈ કરતાં લેશ પણ ઓછી ન હતી, અને ભગવાન મહાવીરની જન્મભૂમિ વૈશાલીનગરી હોવાની વાત એમણે આધાર વગર નથી લખી – એટલું સમજવાસ્વીકારવાની સામાન્ય બુદ્ધિ આપણે દાખવી હોત તો પચીસસોમા વીરનિર્વાણમહોત્સવની રાષ્ટ્રીય ઉજવણીના વિરોધીઓએ, એ મુદ્દાને આગળ કરીને, વગર કાગે વાઘ આવી પડ્યા જેવો છે નકલી હાઉ ઊભો કર્યો હતો એ દોષમાંથી તેઓ જરૂર બચી શકત ! (અને જો અમને મળેલી માહિતી સાચી હોય તો ખુદ મુનિશ્રી ચંદ્રશેખરવિજયજીએ જ ભગવાન મહાવીરની જન્મભૂમિ વૈશાલી હોવાની વાત ક્યારેક, ક્યાંક લખી છે.) “શ્રમ માવાન મહાવીર' પુસ્તકની પ્રસ્તાવનાના અંતે તેઓએ લખ્યું છે : આમાં અપૂર્ણતા છે એ તો હું પહેલાંથી જ સ્વીકારી લઉં છું; પરંતુ એ ઉપરાંત આમાં કોઈ અસંગતિ અથવા સ્કૂલના નજરમાં આવે તો વાચકો લેખકને એની જાણ કરવાની ઉદારતા દાખવે એવી પ્રાર્થના છે.” હજુ સુધી આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો નથી તે ખેદ ઉપજાવે એવી વાત છે; એ બહાર પડે એ જરૂરી છે. મહારાજશ્રીએ વિ. સં. ૨૦૧૩માં લખેલ “શ્રી જિનપૂજાપદ્ધતિ” નામે નાનીસરખી (પક પાનાંની) પુસ્તિકાએ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં ઠીક-ઠીક ઊહાપોહ ઊભો કર્યો હતો; એટલું જ નહીં, એથી મહારાજશ્રી પ્રત્યે અણગમો સુધ્ધાં જાગ્યો હતો. પણ રૂઢ પરંપરાની સામે સત્ય રજૂ કરનારે તો આ માટે સદા Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ અમૃત-સમીપે સજ્જ રહેવું જ પડે છે; અને મહારાજશ્રી આથી લેશ પણ વિચલિત નહોતા થયા એ જ એમની સમતા, દૃઢતા અને સત્યપરાયણતાની ખાતરી આપે છે. આ પુસ્તિકાને અંતે તેઓએ જે લખ્યું છે તે મનન કરવા જેવું છે : “અમારો મૂળ ઉદ્દેશ જિનપૂજાવિધિની જૂની અને નવી પૂજાપદ્ધતિનું દિગ્દર્શન કરાવવાનો અને કાલાન્તરે તેમાં થયેલાં પરિવર્તનો તથા તેનાં પરિણામો બતાવવાનો હતો. વાચકગણ જોશે કે આ લેખમાં અમે તે જ વસ્તુનો સ્પર્શ કર્યો છે કે જે અમારા ઉદ્દેશની મર્યાદામાં હતી. પૂજાની નવી પદ્ધતિનાં અનિષ્ટ પરિણામોની બાબતમાં અમારે બે શબ્દો લખવા પડ્યા છે તે કેટલાક ભાઈઓને અરુચિકર લાગશે એ અમે સમજીએ છીએ, પણ ઇતિહાસલેખકના માર્ગમાં આવા પ્રસંગો તો આવવાના જ. ખરો ઇતિહાસ લખવો અને સત્ય છુપાવવું એ બે વાતો સાથે થઈ શકતી નથી; એટલે ઇતિહાસકારને માટે એ વસ્તુ અનિવાર્ય હતી.” આ પ્રકરણને મહારાજશ્રી સામે વિરોધ જગાવવાનું મોટું નિમિત્ત બનાવીને, એમની વિદ્વત્તા અને સાધુતાનો લાભ લેવાની સામે જે નાકાબંધી જેવી હીન અને શોચનીય વૃત્તિ દાખવવામાં આવી હતી તેથી સંઘને જે નુકસાન થયું છે તે ઘણું મોટું છે. પણ જ્યાં માત્ર અહંભાવ, અંધશ્રદ્ધા અને નરી સંકુચિત મનોવૃત્તિની જ બોલબાલા થતી હોય, ત્યાં આવા નુકસાનને સમજવા-સ્વીકારવા જેવી વિવેકદૃષ્ટિ કોણ દાખવી શકે? મહારાજશ્રીનું સાહિત્યસર્જન ઘણું વિપુલ છે, અને એની વિગતે રજૂઆત કરવાનું લાભકારક હોવા છતાં અહીં એ કરવું શક્ય નથી. વળી, એમના પ્રગટ થયેલ સાહિત્ય ઉપરાંત અપ્રગટ સાહિત્ય પણ હજી ઠીક-ઠીક પ્રમાણમાં છે; એને પ્રકાશિત કરવામાં આવે એવી અમારી વિનંતિ છે. પોતાની પાસેના હસ્તલિખિત ભંડારનો એના ખપી વિદ્વાનો સહેલાઈથી અને છૂટથી ઉપયોગ કરી શકે એ માટે, મહારાજશ્રીએ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને, થોડાંક વર્ષ પહેલાં જ, એ ભેટ આપી દીધો હતો. મહારાજશ્રીની આ દીર્ઘદૃષ્ટિ અને ઉદારતા દાખલારૂપ બની ૨હે એવી છે. ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણકલ્યાણક મહોત્સવની રાષ્ટ્રીય ધોરણે વ્યાપક ઉજવણી કરવાની સામે જ્યારે તપગચ્છસંઘનો અમુક વર્ગ ભારે ઝનૂની જેહાદ જગાવીને આપઘાત જેવા અકાર્યમાં ખૂંચી ગયો હતો, એવા વખતે મહારાજશ્રીએ આ ઉજવણી સામેનો વિરોધ ખોટો હોવાનું કહેવાની સાથે આ ઉજવણીને આવકાર આપતું જે નિવેદન કર્યું હતું તે એમની લાભાલાભ સમજવાની વિવેકદૃષ્ટિ અને કોઈની પણ શેહ-શરમમાં તણાયા વગર સાચી વાતનું સમર્થન કરવાની હિંમતનું સૂચન કરે છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ પંડિત વીરવિજયજી ૨૩૩. જ્ઞાનોપાસનામાં અને સંઘના હિતની રક્ષાની બાબતમાં તેઓ જેટલા જાગૃત હતા એના કરતાં પણ વિશેષ જાગૃત પોતાની સંયમસાધનામાં હતા. વૃદ્ધ ઉમરે અને નબળા શરીરે પણ સંયમના પાલનમાં લેશ પણ વિરાધના ન થઈ જાય એ માટેની એમની અખંડ જાગૃતિ અને અપ્રમત્તતા તો ભૂતકાળના આત્મસાધકોની સ્મૃતિને જગાડે એવી હતી. (તા. ૯-૮-૧૯૭૫) (૫) લોકભોગ્ય ધર્મસારના ઉદ્દગાતા મુનિવર પં. વીરવિજયજી જૈનધર્મના મહાન જ્યોતિર્ધર શ્રી હરિભદ્રસૂરિજીની જેમ, જન્મ બ્રાહ્મણ અને જીવને શ્રમણ બનીને – પોતાના જીવનમાં આ બંને સંસ્કૃતિના સંસ્કારોનો સુમેળ સાધીને – જૈન સંસ્કૃતિની સેવા બજાવનાર આપણા નામાંકિત શ્રમણોમાં પંડિતશ્રી વીરવિજયનું નામ આદરભર્યું સ્થાન ધરાવે છે. વળી, જૈન સમાજની આમજનતાની જીભે જેમની કવિતા હમેશાં ગૂંજ્યા કરે છે અને એ રીતે જેમની સ્મૃતિ લોકહૃદય ઉપર હમેશાં વિલક્ષ્યા કરે છે એવા શારદામાતાના સુપુત્રોમાં પણ પં. શ્રી વીરવિજયજીનું સ્થાન આગળ પડતું છે. શાસ્ત્રોની કઠિન અને દુર્બોધ હકીકતોને રમત-રસળતી, કિલ્લોલ કરતી લોકભાષામાં સરળ રીતે એ જ પંડિત-પુરુષ રજૂ કરી શકે, જેણે શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરીને એનો સમસ્ત સાર પોતાના અંતરમાં પચાવી લીધો હોય. લોકભાષામાં પીરસાયેલું આ નવનીત અનુભવમંથનનું જ પરિણામ ગણી શકાય. આ રીતે જોતાં, પંડિત શ્રી વીરવિજયજીએ આજે જાહેર જનતાને માટે અજાણી બની બેઠેલી પ્રાચીન અને શાસ્ત્રીય ભાષામાં પોતાના પાંડિત્યને ઠાલવવાનો મોહ જતો કરીને, પોતાની સરસ્વતી-ઉપાસનાનું ફળ લોકભાષાને ચરણે સમર્પણ કરીને કેવળ આપણા ઉપર જ નહીં, પણ લોકભાષા ઉપર પણ ભારે ઉપકાર કર્યો છે. એમના પાંડિત્ય-પારસનો સ્પર્શ પામીને ગુજરાતી ભાષા સમૃદ્ધ બની અને આપણાં અંતર ધર્મભાવનાને સરળ રીતે સમજવા તૈયાર થયાં – આ રીતે તેઓની સાહિત્યસેવાથી બેવડો લાભ થયો. મોટે ભાગે હમેશાં પ્રાચીન શાસ્ત્રીય ભાષાઓનો આશ્રય લેતા આપણા વિદ્વાન મુનિવરો માટે પં. શ્રી વીરવિજયજીએ લોકભાષાની ઉપાસનાનું એક ઉત્તમ દૃષ્ટાંત રજૂ કર્યું છે. આપણા મુનિવરોએ આ કાર્યનું અનુકરણ કરીને, લોકભાષા પ્રત્યેના આદરની સ્થાપના કરવાની જરૂર છે. પોતે મહાતાર્કિક અને પ્રખર શાસ્ત્રજ્ઞ હોવા Jain Education Internationat Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ અમૃત-સમીપે છતાં, અને પ્રાચીન શાસ્ત્રીય ભાષાઓમાં અનેક મહાગ્રંથોનું સર્જન કરવા છતાં, મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ પણ લોકભાષાની જે ઉત્તમ સેવા બજાવી છે એ બીના પણ આપણને લોકભાષા પ્રત્યે આદર ઉત્પન્ન કરવાની પ્રેરણા આપે એમ છે. ગુજરાતના જાણીતા વિચારક શ્રી ઉમાશંકર જોષીએ આ વિભૂતિ વિષે કહ્યું છેઃ “૫. વીરવિજયજી ગુજરાતી ભાષાના ઉપાસક હતા. ગુજરાતી ભાષા એ જૈન સાધુઓની ભેટ છે. ગુજરાતી જૈન સાધુઓએ ગુજરાતી ભાષાનાં પારણાં ઝુલાવ્યાં છે; એ ભાષાના વિકાસમાં જૈન સાધુઓનો મોટો ફાળો છે. તેઓ દેશદેશ પગે ચાલતાં ઘૂમે છે, ખૂણે-ખૂણે વિદ્વાનોનો સંપર્ક સાધે છે. આવા જૈન તપસ્વીઓએ ગુજરાતી ભાષામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે; એટલું જ નહીં, ગુજરાતી ભાષા સ્થિર અને સમૃદ્ધ બની રહી, ભાષા તરીકે વિકસી હોય, તો તેમાં જૈનાચાર્યોનો મોટો હિસ્સો છે. પં. વિરવિજયજીની કૃતિઓ પાઠ્યપુસ્તકોમાં પણ છે. આવા કવિઓએ જીવનનાં પદો સરળ ભાષામાં વહેતાં મૂક્યાં છે. તેઓ માત્ર કવિ જ ન હતા, દ્રષ્ટા પણ હતા. આ દેશમાં તપસ્વીઓ કાંઈ બોલતા કે લખતા તેની પાછળ આચાર હતો, વિજળીનો સંચાર હતો; તે સમાજને ઊંચે લાવવામાં કાર્યક્ષમ નીવડતો. એમનું નામ પણ અદ્ભુત છે : વીર છે, પણ શસ્ત્રધારી નથી, પણ કારુણ્યધારી છે.” આવા એક સાહિત્ય-સેવીનું આપણે સ્મરણ કરીએ છીએ, ત્યારે એમના સાહિત્યને સુરક્ષિત રાખવા સંબંધી પણ કેટલાક વિચારો હુરે એ સ્વાભાવિક છે. કવિવર શ્રી વીરવિજયજીએ પોતાની કૃતિઓથી જેમ જૈન સાહિત્ય સમૃદ્ધ કર્યું, તેમ ગુજરાતી ભાષાની પણ શોભા વધારી છે. એ સ્થિતિમાં એમણે રચેલું સમગ્ર સાહિત્ય સુસંપાદિત રીતે, સુંદર રૂપે એક-બે મોટા ગ્રંથોમાં સંગ્રહી લેવામાં આવે એ જરૂરી છે. આચાર્યશ્રી વિજયનંદનસૂરિજીએ આ મહોત્સવ પ્રસંગે બોલતાં તેઓના સાહિત્યની સાચવણી કરવાનું સૂચન કરતાં નીચેના શબ્દો ઉચ્ચાર્યા હતા તે તરફ અમે એ મહોત્સવના યોજક મહાનુભાવોનું અને બીજાઓનું ધ્યાન દોરીએ છીએ : “તેઓશ્રીનું સાહિત્ય વેર-વિખેર પડ્યું છે, તેનો સંગ્રહ કરી વ્યવસ્થિત રીતે બહાર પાડવાની જરૂર છે.” આવા એક કવિવરનું પુણ્યસ્મરણ કરવા અને એમના પ્રત્યે ઋણ-સ્વીકાર કરવા આપણે ઉત્સવ-મહોત્સવ યોજીએ એ તો બરાબર છે; પણ એટલા માત્રથી આ સત્કાર્ય પૂર્ણ થયું ન ગણી શકાય. આવા સરસ્વતી-ઉપાસકનું સાચું સ્મારક તો એમની સાહિત્યસેવા ચિરકાળપર્યત જળવાઈ રહે એ રીતે એમની સમગ્ર કૃતિઓને આપણે જાળવી લઈએ ત્યારે જ રચ્યું ગણાય. (તા. ૪-૧૦-૧૯૫૨) Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ મુનિશ્રી દર્શનવિજયજી (૬) જૈન ઇતિહાસના સંશોધક ત્રિપુટી મુનિરાજ શ્રી દર્શનવિજયજી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં શ્રી ત્રિપુટીજી મહારાજ તરીકે જાણીતા મુનિરાજ શ્રી દર્શનવિજયજી, મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી તથા મુનિરાજ શ્રી ન્યાયવિજયજીનો પણ એક સમય હતો. શાસનપ્રભાવના અને જ્ઞાનસાધના માટેની તેઓની પ્રવૃત્તિ બીજાઓ માટે દાખલારૂપ બની રહે એવી હતી. આ ત્રિપુટીજી મહારાજમાંના સૌથી વડીલ મુનિરાજ શ્રી દર્શનવિજયજી મહારાજ પાલીતાણા મુકામે ગત ફાગણ સુદિ ૨, તા. ૭-૩-૧૯૭૯ના રોજ, સ્વર્ગવાસ પામતાં જૈનસંઘને એક વિદ્વાન, વિચારક અને શાસનસેવાની ધગશ ધરાવતા મુનિવરનો વિયોગ થયો છે. તેઓશ્રીને છેલ્લાં કેટલાંક વર્ષથી લકવાની બીમારી લાગુ પડી હતી, અને એની સૌથી વધારે અસર એમની જીભ ઉપર એટલી ઘેરી થઈ હતી કે તેઓ કંઈ પણ બોલી શકતા ન હતા; અને છતાં, આ માંદગીની અસર એમની યાદશક્તિ ઉપર તથા શાસનપ્રભાવનાની ભાવના ઉપર બહુ ઓછી થઈ હતી. એટલે જ્યારે પણ કોઈ પરિચિત વિચારક વ્યક્તિ એમનાં દર્શને જતી, ત્યારે બોલી નહોતું શકાતું એટલે છેવટે પાટીમાં લખીને પણ, તેઓ પોતાની લાગણી વ્યક્ત કરવા પ્રયત્ન કરતા. તેઓ દડવાના રહીશ હતા. તેઓનું સંસારી નામ મગનલાલ હતું. તેમના પિતાનું નામ પાનાચંદ હતું. તેઓએ વૈરાગ્યભાવનાથી પ્રેરાઈને, નાની ઉંમરે વિ. સં. ૧૯૭૨માં, કચ્છમાં મુનિરાજશ્રી ચારિત્રવિજયજી (કચ્છી) પાસે દીક્ષા લીધી હતી. આ શ્રી ચારિત્રવિજયજી મહારાજે પાલીતાણાના શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ મારફત જૈન વિદ્યાર્થીઓને વ્યાવહારિક સાથે ધાર્મિક શિક્ષણ મળે એ માટે જે પુરુષાર્થ કર્યો હતો, તેથી તેનું નામ જૈનસંઘમાં સારી રીતે જાણીતું થયું હતું. વળી વિ. સં. ૧૯૭૯ની સાલમાં પાલીતાણામાં જે ભયંકર જળહોનારત થઈ, એમાં ખુદ મુનિશ્રી ચારિત્રવિજયજીએ જાનના જોખમથી ભરેલા પૂરમાં ઊતરીને અનેક માનવીઓને બચાવવાનું જે અસાધારણ સાહસ કર્યું હતું, તેથી જેમ એમની અહિંસાભાવના ચરિતાર્થ થઈ હતી, તેમ જનસમૂહમાં તેઓની નામના પણ ખૂબ થઈ હતી. શ્રી દર્શનવિજયજી મહારાજે પોતાના ગુરુભાઈ મુનિરાજશ્રી જ્ઞાનવિજયજી તથા શિષ્યરત્ન મુનિરાજ શ્રી ન્યાયવિજયજીના સહકારમાં, “જૈન પરંપરાનો ઇતિહાસ' (ચાર ભાગ), “પટ્ટાવલી-સમુચ્ચય' (બે ભાગ), “વિશ્વરચના-પ્રબંધ', Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ અમૃત સમીપે બૃહદ્ધારણા યંત્ર' જેવાં નાનાં-મોટાં અનેક પુસ્તકોની રચના કરી હતી. જૈન ઇતિહાસના તેઓ સારા અભ્યાસી હતા. આ ત્રણે મુનિવરોની એકરૂપતા અને હેતપ્રીત સૌ કોઈની પ્રશંસા માગી લે એવી હતી. મુનિરાજ શ્રી દર્શનવિજયજી મહારાજના સ્વર્ગવાસની સાથે આ ત્રિપુટીનો પણ અંત આવી ગયો ! વળી, જૈનધર્મની પ્રભાવના કરવાના શુભ હેતુથી આ ત્રિપુટીજી મહારાજે ઉત્તર પ્રદેશમાં મેરઠ, સાધના વગેરે સ્થાનોનાં પલ્લીવાલ જ્ઞાતિનાં ભાઈઓબહેનોને જૈનધર્મના અનુયાયીઓ બનાવવાનો જે પ્રશંસનીય પ્રયાસ કર્યો હતો, એમાં શ્રી દર્શનવિજયજી મહારાજની કાર્યસૂઝ અને દૂરંદેશીનો ફાળો વિશેષ હતો. પોતાની વિદ્યાસાધના માટે તેમ જ જ્ઞાનરક્ષાની ભાવનાથી પ્રેરાઈને તેઓશ્રીએ હસ્તલિખિત તથા છાપેલાં પુસ્તકોનો સારો એવો સંગ્રહ કર્યો હતો. પણ એના ઉપર મમત્વ રાખીને એને કબાટોમાં પૂરી રાખવાને બદલે, પચીસેક વર્ષ પહેલાં, તેઓએ અમદાવાદના કેટલાક મહાનુભાવોની કમિટી રચીને વિદ્વાનો અને જિજ્ઞાસુઓના ઉપયોગ માટે, તે ભેટ આપી દીધો હતો. મહારાજશ્રીની આ ઉદારતાને લીધે જ અમદાવાદમાં શ્રી જૈન પ્રાચ્ય વિદ્યાભવનની સ્થાપના થઈ શકી. તેઓનું આ પગલું બીજાઓ માટે અનુકરણીય બની રહે એવું છે. - અહીં એક વાતની નોંધ લેવી ઉચિત છે, કે મહારાજશ્રીની લાંબી માંદગી દરમ્યાન મુનિરાજશ્રી દક્ષવિજયજી મહારાજે તેઓશ્રીની મન દઈને જે સેવા કરી છે, એ ખરેખર ખૂબ પ્રશંસનીય અને દાખલારૂપ ગણાય એવી છે. આવા એક શાણા, ગુણિયલ અને શાસનના શાંત સુભટ જેવા મુનિવરના, પ૭ વર્ષ જેટલા લાંબા દીક્ષાપર્યાયને અંતે થયેલ સ્વર્ગવાસ પ્રસંગે અમે તેઓને અમારી ભાવભરી અંજલિ અર્પણ કરીએ છીએ. ધર્મરક્ષા માટેની તેઓની તમન્ના સૌને માટે પ્રેરણારૂપ બનો એ જ અભ્યર્થના. (તા. ૧૭-૩-૧૯૭૩) (૭) વિધાપ્રતાપશીલ મુનિશ્રી વિધાવિજયજી સમર્થ વક્તા, સમર્થ લેખક અને સમર્થ વ્યવસ્થાપક – આ ત્રણેની શક્તિનો પોતાના જીવનમાં ત્રિવેણીસંગમ સાધી બતાવનાર, શાસનદીપક પૂજ્ય મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજીના કાળધર્મથી જૈન સમાજે એક અજોડ સમયપારખુ, શક્તિશાળી મુનિવરને ગુમાવ્યા છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી વિદ્યાવિજયજી ૨૩૭ વીસમી સદીના એક સમર્થ જૈનાચાર્ય સ્વ. વિજયધર્મસૂરિજીએ દેશ-વિદેશના વિદ્વાનો અને સામાન્ય જનતાને જૈનધર્મનો પરિચય આપવાનું શુભ કાર્ય આરંભ્ય હતું અને સંકુચિતતા અને સંપ્રદાય-વ્યામોહને દૂર ફગાવી દઈને ઉદારતાપૂર્વક સહુ કોઈને માટે પોતાના હૃદયનાં દ્વાર ખુલ્લાં મૂકી દીધાં હતાં તે વાત બહુ જાણીતી છે. પોતાની આ ઉદારતા અને વિદ્વત્તાના બળે દેશ-વિદેશનાં અનેક વિદ્વાનોનાં અંતરમાં તેઓએ આદરભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આચાર્યશ્રી આ રીતે જૈનધર્મ અને જૈન સાહિત્યનો પ્રચાર કરવામાં જે કંઈ સફળતા મેળવી શક્યા એમાં એમના શિષ્યોનો ફાળો કંઈ નાનોસૂનો નથી. આવો ફાળો નોંધાવનાર શિષ્યોમાં સ્વ. મુ. શ્રી. વિદ્યાવિજયજીનો ફાળો બીજા કરતાં જરા ય ઓછો કે ઊતરતો નથી. મુ. શ્રી. વિદ્યાવિજયજીની આવી શાસનસેવા માટે સમાજ તેમનો હંમેશાં ઓશિંગણ રહેશે. - સ્વ. વિજયધર્મસૂરિજીનું શિષ્યમંડળ ભારે સમર્થ લેખાતું. એ શિષ્યોની ગુરુભક્તિ પણ આદર્શ લેખાતી. તે કાળે તો આવી ગુરુભક્તિ બીજાઓને માટે દાખલારૂપ હતી. એકએકથી ચઢિયાતા આવા સમર્થ શિષ્યો, અને છતાં આવી બેનમૂન ગુરુભક્તિ; આ વાત પણ જાણે કોયડારૂપ જ લાગતી. એમાં તે ગુરુનું ગુરુપદ કે એમનું સામર્થ્ય વખાણવું કે શિષ્યોની ગુરુચરણે સર્વસ્વનું-સમર્પણ કરવાની તમન્ના વખાણવી? આવી ગુરુભક્તિમાં પણ વિદ્યાવિજયજી સદા આગળ જ હોય. ગુરુનું નામ આવે કે જાણે પોતાની કીર્તિ કે પોતાની મહેનતનો વિચાર જ વીસરી જાય. એમ કહી શકાય કે આચાર્ય મહારાજનું આયુષ્ય લંબાયું હોત તો એમના આવા સમર્થ શિષ્યો શાસનસેવાનાં કેટલાંક કાર્યો ગુરુચરણે ધરી દેત અને ધર્મની શોભામાં વધારો કરત. - વીસ વર્ષની યુવાન વયે દીક્ષા લઈ ૪૮ વર્ષ જેટલા લાંબા સાધુજીવન દરમ્યાન સ્વ. મુનિ શ્રી વિદ્યાવિજયજીએ અનેક ગ્રંથો લખ્યા, અનેક સંસ્થાઓનું સંચાલન કર્યું અને દેશના દૂરદૂરના ભાગોમાં હજારો માઈલોનો વિહાર કરીને જૈનધર્મનો પ્રચાર કર્યો અને અનેક વિદ્વાનોને જૈન સાહિત્ય પ્રત્યે રસ ધરાવતા બનાવી દીધા. નીડરતા અને વ્યવસ્થાશક્તિ તો જાણે એમની જ. કોઈ કામમાં કદી પાછા પડવાની કે કોઈથી ડરીને એ કામ મૂકી દેવાની વાત જ નહીં. અને એક કામ પાર પાડવામાં જેમજેમ મુશ્કેલીઓ આવી પડે તેમતેમ એમની વ્યવસ્થાશક્તિ સોળે કળાએ ખીલી નીકળે. ૨૦-૨૧ વર્ષ પહેલાં અમદાવાદને આંગણે ભરાયેલ આપણા મુનિસંમેલન વખતે સ્વ. વિદ્યાવિજયજી મહારાજે જે ભાગ ભજવ્યો હતો. એણે તો જાણે SCA Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ અમૃત-સમીપે ઇતિહાસ સર્જ્યો હતો. સંમેલનની પહેલાં દહેગામ-પરિષદમાં એમણે જે જમાવટ કરી હતી અને નવીન વિચારના સાધુઓનો અવાજ વેરિવખેર ન બની જાય એ માટે જે શક્તિશાળી તંત્ર ખડું કરી બતાવ્યું હતું એ તો રેતીમાં વહાણ હાંકી બતાવવા જેવું અદ્દભુત કાર્ય હતું. એક કામ કરવાનો નિર્ણય કર્યો પછી એની પાછળ સમર્પિત ઉત્સાહથી લાગી જવું અને એ પૂરું થાય ત્યારે જ જંપવું એ તેઓની સફળતાની ચાવી હતી. (તા. ૧-૧-૧૯૫૫) (૮) કવિજી ઉપાધ્યાય શ્રી અમરમુનિ સમસ્ત જૈનસંઘના ગૌરવ-સમા, જૈનધર્મે ઉદ્બોધેલી અહિંસા, કરુણા, સત્યપરાયણતા, સમતા, સહનશીલતા, ઉદારતા, ગુણગ્રાહકતા, વત્સલતા, મૈત્રીભાવના વગેરે સદ્ગુણોને સમાવતી વ્યાપક ધર્મભાવનાના એક ઉત્તમ પ્રતિનિધિ, અને સ્થાનકમાર્ગી ફિરકાના એક સમર્થ સંઘનાયક ઉપાધ્યાય શ્રી અમરમુનિજી (અમરચંદજી) મહારાજ આપણા દેશના સંતોમાં અને જૈનસંઘના શ્રમણસમુદાયમાં પણ આદર અને બહુમાનભર્યું સ્થાન ધરાવે છે. કટુતા, ક્લેશદ્વેષ અને કોઈને પણ હલકા ગણવાની અમંગળ વૃત્તિથી તેઓ સદા દૂર રહે છે, અને એક નિષ્ઠાવાન શ્રમણને છાજે એ રીતે જ્ઞાન-ધ્યાન-સેવાવૃત્તિમાં સા નિમગ્ન રહીને નિજાનંદનો અનુભવ કરતા રહે છે. તેઓએ જૈન શાસ્ત્રો ઉપરાંત અન્ય ધર્મનાં શાસ્ત્રોનું પણ ગુણગ્રાહક અને સત્યચાહક વિશાળ દૃષ્ટિથી અધ્યયન કર્યું છે. બધેથી સારગ્રહણ કરવાનો એમનો સહજ સ્વભાવ છે. કેટલાક વખત પહેલાં એમણે સંપાદિત કરેલ ‘સૂક્તિત્રિવેણી’ નામે દળદાર ગ્રંથ કે જેમાં જૈન, બૌદ્ધ અને હિંદુ એ ત્રણે ધર્મશાસ્ત્રોમાંથી વીણેલાં સુવાક્યો, એનાં હિંદી અનુવાદ સાથે આપ્યાં છે, તે તેઓની શાસ્ત્રાધ્યયનની આવી વિશિષ્ટ દૃષ્ટિનો ખ્યાલ આપી શકે તેમ છે. તેઓ ઉચ્ચ કોટિના લેખક, હૃદયસ્પર્શી વક્તા અને હૃદયંગમ કવિતાના સર્જક છે. એમની વાણી અને કલમમાંથી તેમ જ એમના જીવનમાંથી પણ નિરંતર માનવતા, સંસ્કારિતા અને ધર્મભાવનાનો જીવનપ્રદ રસ ઝરતો જ રહે છે. કોઈના ય અકલ્યાણના પક્ષકાર ન બનવું અને સૌકોઈના કલ્યાણની કામના અને પ્રવૃત્તિમાં જીવનને ધન્ય બનાવવું એ એમનું જીવનવ્રત છે. સાધુતાનો તેઓ એક ઉચ્ચ આદર્શ રજૂ કરે છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયશ્રી અમરસુનિ ૨૩૯ ગત ૧૯૭૦ના ફેબ્રુઆરી મહિનામાં એમના દીક્ષાપર્યાયને પચાસ વર્ષ પૂરાં થયાં. પંદરેક વર્ષની ઊછરતી ઉંમરે તેઓ ભગવાન તીર્થંકરના ત્યાગધર્મના સાધક અને આત્મશોધક બન્યા, અને એ સંયમયાત્રા યશસ્વી બનાવી. (તા. ૨૧-૩-૧૯૭૦) તેઓ જેટલા મક્કમ છે એટલા જ મુલાયમ છે. અને ભગવાન મહાવીરની વિહારભૂમિ રાજગૃહી નગરીના પહાડની તળેટીમાં, આત્મસાધના, જ્ઞાનોપાસના અને લોકોપકારના ત્રિવેણીસંગમ સમા ઉદાત્ત અને મંગળમય આશયથી, પાંચેક વર્ષ પહેલાં, ‘વીરાયતન’ નામની સંસ્થાની સ્થાપના થઈ તે તેઓની આવી મુલાયમતાથી છલકાતી કરુણાભાવનાને કારણે જ. આવી ઉત્તમ સંસ્થાની સ્થાપના કરાવીને તેઓએ પોતાની લોકોદ્ધારની કરુણાભાવનાને ચરિતાર્થ કરી છે; અને સાથેસાથે જૈન સંસ્કૃતિને વિશેષ ગૌરવશાળી બનાવી છે, એ સ્વીકારવું જોઈએ. વળી તેઓ શાંત, સ૨ળ અને ભદ્રપરિણામી હોવા છતાં વ્યક્તિ, ધર્મ, સંઘ, સમાજ કે દેશને પજવતા પ્રશ્નોને સમજવાની વિચક્ષણ દૃષ્ટિ અને તે અંગે પોતાના વિચારોને સ્પષ્ટ રૂપમાં રજૂ કરવાની નિર્ભયતા ધરાવે છે; સામી વ્યક્તિને પોતાની બનાવી લેવામાં તો જાણે તેઓ હેતના વિશાળ વડલા સમા છે. વિખવાદથી દૂર રહેવાના અને ગુણો આગળ ઝૂકી પડવાના સ્વભાવને લીધે તેઓની સાધુતા વિશેષ શોભાયમાન બની છે. તેઓએ પોતાના સાધુજીવનમાં આત્મસાધનાને આપેલ વિશિષ્ટ સ્થાનનું જ આ સુપરિણામ છે. વિચાર-વ્યવહારની સંકુચિતતા અને પારકાની નિંદાકૂથલી એમને મુદ્દલ ખપતી જ નથી. પોતાના પરિચિતોના વર્તુળમાં તેઓ “કવિજી મહારાજ”ના સ્નેહ-આદરભર્યા નામથી ઓળખાય છે. આપણા દેશની મૂડી સમા આ રાષ્ટ્રીય સંતપુરુષે ગત ૧૯૭૮ના માર્ચ મહિનાની શરૂઆતમાં પોતાના યશસ્વી, ઉજ્જવળ અને ધ્યેયનિષ્ઠ જીવનનાં ચુમ્મોતેર વર્ષ પૂરાં ર્યાં અને પંચોતેરમા વર્ષમાં પ્રવેશ કર્યો એ અંગે અમે અમારી અંતરની ખુશાલી વ્યક્ત કરીને, એમનું ભાવપૂર્વક અભિવાદન કરીએ છીએ. (તા. ૨૧-૫-૧૯૭૮) Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪o અમૃત-સમીપે (૯) ઉપાધ્યાય શ્રી હેમચંદ્રવિજયજી : સમ્યગ જ્ઞાન-ચારિત્રના સવશીલ સાધક જે ધર્માત્મા વ્યક્તિઓ તપ-ત્યાગ-તિતિક્ષા-સંયમ-વૈરાગ્યના પાલનની ઉત્કટ ભાવનાથી પ્રેરાઈને, આત્મસાધનાના આજીવન સામાયિકવ્રતનો મુશ્કેલ માર્ગ સ્વીકારે છે, તેઓ પોતાનું કલ્યાણ સાધવા સાથે બીજાઓને પણ કલ્યાણમાર્ગનું દર્શન કરાવીને આપણા ઉપકારી બની જાય છે. પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી હેમચંદ્રવિજયજી મહારાજ આવા જ એક સ્વ-પરઉપકારક, આત્મસાધનાના ધ્યેયને માટે સતત પ્રયત્નશીલ રહેતા શ્રમણ છે. જુદાજુદા વિષયની વિદ્વત્તાથી શોભતું એમનું જીવન છે; પોતાના પાંડિત્યને ગોપાવવાની શાલીન મનોવૃત્તિથી એ વિશેષ શોભાયમાન અને આદરને પાત્ર બન્યું છે. સતત વિદ્યાનિષ્ઠ રહેવાની સાથેસાથે, તેઓએ પોતાની સાધનામાં જે તપોનિષ્ઠા કેળવી છે એ વિરલ છે. અને આટલું જ શા માટે ? જેવી તેઓ વિદ્યા અને તપસ્યા પ્રત્યે આતંરિક અભિરુચિ ધરાવે છે, એવી જ પ્રીતિ અને ભક્તિ પોતાના સાધુધર્મની બધી ક્રિયાઓ તરફ ધરાવે છે. જે કંઈ ધર્મકરણી કરવી એ પૂર્ણયોગથી તન્મય બનીને આનંદપૂર્વક કરવી એ એમનો સ્વભાવ બની ગયો છે. વળી, પાંડિત્યનો દેખાવ કરવાની પ્રશંસાલક્ષી પામર મનોવૃત્તિ એમને ન તો સતાવી શકે છે, ન તો પોતાની મૂક સાધનાના માર્ગેથી ચલિત કરી શકે છે. આવી ઉદાત્ત મનોવૃત્તિના જ એક આનુષંગિક ફળ રૂપે મિતભાષીપણું, દાક્ષિણ્ય અને શરમાળપણું એમના જીવન સાથે સહજપણે જડાઈ ગયાં છે. તેથી એક ત્યાગી, વૈરાગી, સંયમી સાધકનું એમનું જીવન શુષ્ક, રસહીન કે રુક્ષ નથી બનવા પામ્યું; પણ એમનાં વાણી અને વ્યવહારમાં મધુરતા અને વત્સલતાની આભા પ્રસરેલી જોવા મળે છે. અલબત્ત, એ માટે એક તત્ત્વજિજ્ઞાસુ તરીકે આદર અને ભક્તિ સાથે એમનો નિકટનો પરિચય સાધવો પડે ! - તેઓશ્રીની જન્મભૂમિ જંબુસર પાસેનું નાનું સરખું અણખી ગામ. ગામમાં જૈનનું એક જ ઘર. એ ઘર તે એમનાં ધર્મપરાયણ દાદા દીપચંદભાઈ અને દાદીમા ડાહીબેનનું ઘર. તેઓ ઘર-દેરાસર રાખીને પરમાત્માની પૂજા-ભક્તિ કરે અને સાધુસાધ્વીજી-મહારાજની ઉલ્લાસથી ભક્તિ કરીને પોતાના જીવનને કૃતાર્થ બનાવે. આ ધર્મસંસ્કારો એમના પુત્ર હીરાભાઈ અને પુત્રવધૂ પ્રભાવતીબહેનમાં ઊતર્યા. શ્રી હીરાભાઈને ત્રણ પુત્રો અને બે પુત્રીઓ એમ પાંચ સંતાન : અનુક્રમે Page #264 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયશ્રી હેમચંદ્રવિજયજી ૨૪૧ પુત્રી ઇન્દુ, પુત્ર ધનસુખ, પુત્ર હસમુખ, પુત્રી હંસા અને પુત્ર પ્રવીણ. આ પાંચ ભાઈ-ભાંડુઓમાંના વચેટ હસમુખભાઈ તે જ મુનિશ્રી હેમચંદ્રવિજયજી. આજથી ચાલીસ વર્ષ પહેલાં, વિ. સં. ૧૯૯૩ના પોષ સુદ પૂનમના રોજ એમનો જન્મ થયેલો. હીરાભાઈ વેપાર માટે પોતાના કુટુંબ સાથે અમદાવાદ આવ્યા અને સાબરમતીમાં વસ્યા. હસમુખભાઈની ઉંમર તો નાની હતી, પણ ભાવિનો કોઈ શુભ સંકેત કહો, કે એને બચપણથી જ રમત-ગમત તરફ ઓછું આકર્ષણ હતું અને અભ્યાસ તરફ વધુ રુચિ હતી. બુદ્ધિ પણ એવી તેજસ્વી કે થોડું ભણે અને કોઠામાં વધારે વસી જાય. અને આ બધાં કરતાં વધારે આકર્ષણ એમને ધર્મ તરફ હતું. દસ વર્ષની સાવ પાંગરતી ઉંમરે જ એમના મનમાં એવાએવા ભાવ જાગતા કે વીતરાગ પરમાત્માના ધર્મનું શરણ સ્વીકારીને મારા જીવનને ઉજમાળ બનાવું. વિ. સં. ૨૦૦૨ની સાલનું પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયઅમૃતસૂરિજીનું ચોમાસું મુનિ શ્રી દેવવિજયજી, મુનિશ્રી પુણ્યવિજયજી, મુનિશ્રી ધુરન્ધરવિજયજી આદિ પરિવાર સાથે સાબરમતીમાં થયું. હસમુખભાઈને તો મનગમતો સુયોગ મળી ગયો. એમની ધર્મરુચિને ખીલવવાનો અવસર મળ્યો. આ પછીના વર્ષે વિ. સં. ૨૦૦૩નું ચોમાસું સાબરમતીમાં પરમપૂજ્ય શાસનસમ્રાટ આચાર્યપ્રવર શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજનું થયું. એમની સાથે આચાર્ય મહારાજ શ્રી વિજયોદયસૂરિજી, આ.મ. શ્રી વિજયનંદનસૂરિજી, મુનિશ્રી મેરુવિજયજી, મુનિશ્રી દેવવિજયજી વગેરે હતા. આ પ્રસંગે હસમુખભાઈની ત્યાગવૈરાગ્ય-સંયમની ભાવનાનો વિકાસ ક૨વામાં ખાતર-પાણીનું કામ કર્યું, અને એને સંસારનો ૨સ ફિક્કો લાગવા લાગ્યો. પછી તો એણે શાળાનો અભ્યાસ છોડીને અમદાવાદમાં લુણસાવાડમાં ચાતુર્માસ રહેલ પૂજ્ય મુનિરાજશ્રી મેરુવિજયજી (વર્તમાન આચાર્ય શ્રી વિજયમેરુપ્રભસૂરિજી) અને પૂજ્ય મુનિરાજશ્રી દેવવિજયજી (વર્તમાન આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી)ના સાંનિધ્યમાં રહીને, સંસ્કૃત ભાષા અને ધર્મશાસ્ત્રોનો પ્રાથમિક અભ્યાસ કર્યો. એમનું ચિત્ત ખૂબ શાંતિ અને આહ્લાદ અનુભવી રહ્યું. બે-ત્રણ વર્ષ સુધી સાધુ-મહાત્માઓનો સતત લાભ મળવાને લીધે હસમુખભાઈનું મન ત્યાગમાર્ગનો સ્વીકાર કરવા માટે ખૂબ ઉત્સુક બની ગયું. આ સંકલ્પ એવો હતો કે એમાંથી પાછા ફરવાપણું ન હતું. કુટુંબના વડીલો પણ એના આ સંકલ્પને પામી ગયા, અને એની આડે અવરોધ મૂકવાને બદલે એમણે એને વધાવી લીધો. પરિણામે વિ. સં. ૨૦૦૫ના મહાવિદ પના રોજ કોઠ મુકામે, Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ અમૃત-સમીપે પરિવાર અને ચતુર્વિધ સંઘની વિશાળ હાજરીમાં પૂજ્ય મુનિરાજ શ્રી મેરુવિજયજી મહારાજે હસમુખભાઈને દીક્ષા આપી; એમનું નામ હેમચંદ્રવિજયજી રાખી પૂજ્ય મુનિરાજ શ્રી દેવવિજયજી મહારાજના શિષ્ય કર્યા. બાર વર્ષના બાળભિક્ષુ મુનિશ્રી હેમચંદ્રવિજયજીને તો મનગમતી અમૂલ્ય અને અપૂર્વ વસ્તુ મળ્યાનો આનંદ થયો. તેઓ જ્ઞાન-ધ્યાન-તપસ્યા અને ગુરુની ભક્તિમાં એકતાન બની ગયા. વિદ્યાર્થિતા, વિનય, વૈયાવચ્ચ, વિવેકશીલતા, વિનમ્રતા એમનાં સાથી બન્યાં. દીક્ષા લીધા પછી પૂરાં બાર વર્ષ સુધી તેઓ અધ્યયનમાં લીન બની ગયા. એમણે વ્યાકરણની “આચાર્ય પરીક્ષા પસાર કરી, પ્રાચીન અને નવીન ન્યાયશાસ્ત્રનો તથા કાવ્યનો અભ્યાસ કર્યો અને જૈન ધર્મના પ્રાણરૂપ અને સંયમના આધારરૂપ આગમસૂત્રોનું અધ્યયન કર્યું અને સંપાદનપદ્ધતિનો બોધ મેળવીને પોતાની જ્ઞાનોપાસના ઉપર જાણે સુવર્ણકળશ ચડાવ્યો. જ્ઞાનોપાસનાની સાથે-સાથે તેઓ અધ્યાપન તેમ જ ગ્રંથોનાં સર્જન-સંપાદન દ્વારા પોતાની વિદ્યાવૃત્તિ આગળ વધારવા લાગ્યા. સંસ્કૃત શ્લોકોની અને વિશેષ કરીને આર્યા છંદના શ્લોકોની રચના કરવાની એમની નિપુણતા એમની પ્રત્યે વિશેષે આદર ઉત્પન્ન કરે એવી છે. વર્ધમાન તપની ઓળી, વીસસ્થાનક તપની ઓળી, અઠ્ઠાઈ તપ વગેરે તેમની સુન્દર તપસ્યા પણ અનુમોદન કરાવે તેવી છે. કુટુંબ મૂળથી જ ધર્મના રંગે રંગાયેલું; એમાં કુટુંબના આવા પનોતા પુત્રે ત્યાગધર્મનો ભેખ ધારણ કર્યો, એટલે પછી એની અસર કુટુંબીજનો ઉપર થયા વગર કેવી રીતે રહે ? એમના પગલે કુટુંબની ચાર વ્યક્તિઓએ સંયમમાર્ગનો સ્વીકાર કર્યો. વિ. સં. ૨૦૦૯માં નાની બહેન હંસાએ દીક્ષા લીધી; એમનું નામ હેમલતાશ્રી પડ્યું. વિ. સં. ૨૦૧૨માં માતુશ્રીએ દીક્ષા લીધી; એમનું નામ શ્રી પઘલતાજી. વિ. સં. ૨૦૧૭માં નાના ભાઈ પ્રવીણકુમારે દીક્ષા લીધી; આ વિદ્યાવ્યાસંગી મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજી. તેઓ ઉપાધ્યાય શ્રી હેમચંદ્રવિજયજીના શિષ્ય બન્યા. વિ. સં. ૨૦૧૭માં જ પિતાશ્રીએ પણ દીક્ષા લીધી; એમનું નામ મુનિરાજ શ્રી હીરવિજયજી રાખ્યું અને તેઓ પૂજ્ય ઉપાધ્યાય શ્રી મેરુવિજયજી મહારાજના શિષ્ય થયા. બાર વર્ષના ગાળામાં જે કુટુંબની પાંચ વ્યક્તિઓએ પ્રવ્રજ્યા અંગીકાર કરી હોય, એની ધર્મપરાયણતા આગળ સહસા મસ્તક ઝૂકી જાય છે. પૂજ્ય ઉપાધ્યાયજી શાસનસમ્રાશ્રીજીના શુભાશીર્વાદ મેળવવા ભાગ્યશાળી થયા છે; એટલું જ નહીં, પણ સં. ૨૦૦૫માં શાસનસમ્રાટશ્રીજી વિરાજતા હતા Page #266 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયશ્રી હેમચંદ્રવિજયજી ૨૪૩ તે સમયે પ્રવજ્યા પ્રાપ્ત કરી હતી. અધ્યાત્મની ભૂમિકામાં વડીલની વિદ્યમાનતા શિષ્યના સૌભાગ્યમાં પૂરક બને છે. પછી તો વર્ષો સુધી પૂજ્યપાદ શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજયભેરુપ્રભસૂરિજી મહારાજની સતત કાળજીપૂર્વક જ્ઞાનાધ્યયન કરાવવાની તમન્ના અને ઉત્તમ સંયમ-સંસ્કારો સીંચવાની ચીવટ, ગુરુવર્ય પૂજ્ય આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજની સાચવણી, હૂંફ વગેરે જીવનવિકાસનાં અંગ બની ગયાં. એ પણ એટલું જ નોંધપાત્ર છે કે છે કે તેમના દાદાગુરુ પૂજ્યપાદ પીયૂષપાણિ આચાર્ય મહારાજ શ્રી વિજયઅમૃતસૂરિજીની વ્યક્તિ પારખવાની અને પ્રસંગે-પ્રસંગે યોગ્ય પ્રેરણા પાવાની વિલક્ષણ કળાનો લાભ તેમને છેલ્લે-છેલ્લે સારો મળ્યો. દાદાગુરુ થકી ભગવતીજી સૂત્રના યોગોદ્રહનાદિ થયાં, ગણિપદ-પંન્યાસપદપ્રદાન થયાં. તેઓશ્રીએ વ્યવહારુ અનેક શિક્ષણ આપી તેઓનું ઘડતર કર્યું. આ સર્વનું પરિણામ આજે જૈનશાસન અને જગત અનુભવે છે. સમય પાકે અને આંબો મોરે એમ તેમની સંયમયાત્રાની મજલ આગળ વધી, અને એ જીવનસાધનાનું, શ્રીસંઘના આગ્રહથી પૂજ્ય ગુરુ-આચાર્યોએ એમને જુદી-જુદી પદવીઓથી વિભૂષિત કરીને બહુમાન કર્યું. વિ. સં. ૨૦૨૩માં એમને સૂરતમાં ગણિપદવી, વિ. સં. ૨૦૨૪માં પાલીતાણામાં પંન્યાસ-પદવી અને વિ.સં. ૨૦૩૧માં મુંબઈમાં ઉપાધ્યાય-પદવી અર્પણ કરવામાં આવી. પદવીઓ તો મળી, પણ એથી જરા ય ગર્વિત થઈ ન જવાય અને વીતરાગધર્મનો કષાયવિજયનો માર્ગ ચૂકી ન જવાય એ માટે તેઓ વધુ નમ્ર અને વધુ જાગૃત બનીને પોતાની સંયમસાધનાને વિશેષ ઉજજ્વળ બનાવવા અદનો પુરુષાર્થ કરે છે. ઉપાધ્યાય-મહારાજની સાહિત્યસેવાની ઝલક મૌલિક રચનાઓ ૧. તિરુનીવર્થિ: રાણકપુર મહાતીર્થનો ઐતિહાસિક પરિચય આ ખંડકાવ્યમાં આપવામાં આવ્યો છે. અઢાર વર્ષની વયે રચેલ આ એક કાવ્ય જ કર્તાની કવિત્વશક્તિનો ખ્યાલ કરાવે છે. ૨. રાતરીપાવસ્થાનાોવનાશતમ્ : અઢાર પાપસ્થાનકો વિશે પશ્ચાત્તાપની લાગણી અનુભવાય એવી કોમળ અને હૃદયદ્રાવક ભાષામાં રચના છે. ૩. ત્યારપતિપૂર્તિવૃત્તિ – આ. શ્રી. સિદ્ધસેન દિવાકરે રચેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિરૂપ ૪૪ પદ્યોનું જે સ્તોત્ર છે તેની પાદપૂર્તિરૂપે આ. શ્રી. ધર્મધુરંધરસૂરિજીએ પૂ. આ. શ્રી. વિજયઅમૃતસૂરિજીના જીવનવિષયક જે સ્તોત્ર રચ્યું છે, તેની આ વૃત્તિ છે. ૪. નિનાસોવિથા : પુરાણકથાની શૈલીએ સંસ્કૃત રચના છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ २४४ અમૃત-સમીપે ૫. ત્રિશાન્નિશા : મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ વિવિધ વિષયો ઉપર બત્રીસ પદ્યમય બત્રીશીઓ રચેલી છે, એની શરૂઆતની બત્રીશીઓ પર વિશદ અને સુંદર ટીકાઓ રચી છે. ૭. સુરસુન્દરીરિ (છાયા): આ. ધનેશ્વરસૂરિના પ્રાકૃત ચરિતની સંસ્કૃત છાયા છે. ૭. નેમિસમાધ્યમ્ : આ. હેમચંદ્રસૂરિ પછીના આજ સુધી થયેલા એટલે તેરમા સૈકાથી લઈને આ. વિજયનેમિસૂરિજી સુધીના પ્રભાવક આચાર્યોની પટ્ટ-પરંપરાનો પરિચય આપણને આ લલિત આર્યા છંદના કાવ્યમાંથી મળે છે. આ કૃતિ તેમની વિદ્વત્તાના કીર્તિસ્તંભ સમી બની રહે છે. ૮. પરમત્મિપ્રાર્થના-બ્રાન્નિશ : કરુણરસમય આત્મનિંદા અને ભગવાનના ગુણોની સ્તુતિ આ સ્તોત્રમાં વણી લીધી છે. ૯. ગૌતમસ્વામીનાં ત્રણ સ્તોત્રો : ગૌતમસ્વામીજીના ગુણોની સ્તુતિ છે. ૧૦. શ્રમ સ્તુતિષશા : આમાં જૈનશાસનમાં થયેલા મહાસમર્થ શાસનપ્રભાવક, વિદ્વાન આચાર્ય ભગવંતોની સ્તુતિ સંસ્કૃતના ૧૩ શ્લોકોમાં કરેલી છે. ૧૧. ચાર અષ્ટકો : શ્રી હરિભદ્રસૂરિમહાર-થ્રષ્ટા, મહો. યશોવિજયની -3ષ્ટ, વિનયવયસૂરિની-મષ્ટ, વિનામૃતસૂરિ-અષ્ટવેર : આ ચાર અષ્ટકોમાં તે-તે આચાર્યોના ગુણોની ભાવમય સ્તુતિ છે. ૧૨. સાવવિંશતિ : પ્રાસાદિક આર્યા છન્દ્રમાં પ્રભુસ્તુતિ છે. સંપાદનો ૧. સિદ્ધ- વૃત્તિ (ભા. ૧, ૨) : આ. હેમચંદ્રસૂરિજીએ રચેલા અનુપમ વ્યાકરણગ્રંથ ઉપરની બૃહદ્રવૃત્તિ અલભ્ય બનતાં બીજી આવૃત્તિના સંપાદનનું કાર્ય ઝડપથી પૂર્ણ કરી બે ભાગમાં પ્રકાશિત કરાવી છે. સૂત્રોની અકારાદિ સૂચિથી આ ગ્રન્થ ઉપયોગી નીવડશે. ૨. ૩માનવત્તામજિ : પ્રાચીન આ. હેમચંદ્રસૂરિજીએ રચેલો આ કોશગ્રંથ પ્રથમ યશોવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગરથી પ્રકાશિત થયો હતો; તેને ફરીથી છાપવા માટે તેમણે આ ગ્રંથ સંપાદિત કર્યો. અંતે તેના શબ્દોની અત્યંત ઉપયોગી અકારાદિ સૂચિ ગુજરાતી શબ્દાર્થ સાથેની તૈયાર કરી મૂકી છે. ૩. વિશસ્થાનપૂગનવિધિ : જેની આરાધના કરીને જ તીર્થંકર નામકર્મનો બંધ સધાય છે, તે વિશસ્થાનકનાં વીશ પદોનું પૂજન પ્રાચીન ગ્રન્થ ઉપરથી સંકલિત કરવામાં આવ્યું છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ ઉપાધ્યાયશ્રી હેમચંદ્રવિજયજી ગુજરાતી રચનાઓ ૧. સર્વસિદ્ધિ : મહાન દાર્શનિક આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ સંસ્કૃત પદ્યમાં રચેલ પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન-શબ્દ-અર્થોપત્તિથી સર્વજ્ઞની સિદ્ધિ કરનાર આ ગ્રન્થ ઉપર આચાર્ય શ્રી વિજયઅમૃતસૂરિજીએ જે સંસ્કૃત વૃત્તિ રચી છે, તેના આધારે એનો ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે. ૨. સ્તુતિવર્તુર્વિશતિ : મહો. શ્રી યશોવિજયજીએ ચોવીશે તીર્થકરોની સ્તુતિરૂપે કુલ ૯૬ શ્લોકોની મોટા છંદમાં રચના કરેલી છે. તેનો આ ગુજરાતી ભાવવાહી અનુવાદ છે. ૩. તત્વાર્થસૂત્ર (શબ્દાર્થ સદ) : આ. શ્રી ઉમાસ્વાતિએ સંસ્કૃતમાં આગમોના લાક્ષણિક વિષયોને સંગ્રહી દશ અધ્યાયોમાં સૂત્રરૂપે જે ગ્રંથ રચ્યો છે, તે સૂત્રોનો શાબ્દિક અર્થ તૈયાર કરી મૂળ સૂત્ર સાથે પ્રગટ કર્યો છે. ૪. ૩મિત તિવૃત ત્મિનિંદાત્મ વત્રીશી નો પદ્યાનુવાદઃ દિગંબર આ. અમિતગતિએ બત્રીશ પદ્યમાં પ્રભુસ્તુતિ રચી છે, તેનો ગુજરાતી પદ્યાનુવાદ છે. - પ. ૩માત્મપ્રવોઘપવિંશતિનો પદ્યાનુવાદ : આ. રત્નાકરસૂરિએ સંસ્કૃતમાં રચેલી પચીસ શ્લોકોની જે પાદપૂર્તિ આ. ધર્મધુરસૂરિજીએ કરી છે, તેનો પદ્યાનુવાદ કરાયો છે. . ગુજરાતી પદ્યમય ચોવીશ સ્તુતિઓ : ગુજરાતી ભાષામાં તીર્થકરોની પદ્યમય સ્તુતિઓ રચી છે. ૭. વિશસ્થાનકપૂજાકથા : વીશ સ્થાનકની પૂજા ઉપરની પ્રાચીન કથાને તેમણે આધુનિક ઢબે લોકભોગ્ય સરળ ભાષામાં રચી છે. ૮. છૂટક-છૂટક સ્તવનો : તેમણે ગુજરાતી ભાષામાં રચેલાં ભાવનાત્મક સ્તવનો છે. (તા. ૨૯-૧-૧૯૭૭) Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ અમૃત-સમીપે (૧૦) વયોબંધનવિજેતા જ્ઞાનોપાસક મુનિશ્રી ગુણભદ્રવિજયજી સાધક વ્યક્તિને ઓછા લોકો પિછાણે કે વધુ લોકો, એથી કંઈ એની સાધનાની મહત્તા ઓછી કે વધુ થઈ જતી નથી. સાધના તો એક સ્વતંત્ર પ્રક્રિયા છે, અને એનું મૂલ્ય કે મહત્ત્વ પણ આગવું છે. કદાચ એમ જ કહી શકાય, જે સાધના લોકેષણા, જનસંપર્ક, નામના-કીર્તિની ઝંખના અને મોહ-મમતાથી જેટલી વધુ દૂર અને આત્મદોષદર્શનની અંતર્મુખવૃત્તિની જેટલી વધુ સમીપ, એટલી એ સાધના વધુ તેજસ્વી અને ખમીરવંતી બનવાની અને સાધકને એના સાધ્યની સિદ્ધિ તરફ વેગથી દોરી જવાની. આત્મશુદ્ધિના આશક જિજ્ઞાસુઓએ આવા અંતર્મુખ આત્મસાધકોની, ગરજવાનની જેમ, સામે ચાલીને શોધ કરવી પડે છે. વનવગડાનાં ફૂલોની દરકાર છે એ એને શોધતો ત્યાં જઈ પહોંચે છે ! થોડા વખત પહેલાં કાળધર્મ પામેલ આવા જ એક ગુણિયલ મુનિવરનો અહીં ટૂંકો પરિચય આપતાં આનંદ થાય છે. તેઓનું નામ મુનિશ્રી ગુણભદ્રવિજયજી ધર્મવત્સલ આચાર્ય મહારાજશ્રી સ્વ. વિજયપ્રેમસૂરિજીના આત્મલક્ષી શિષ્ય. સ્વ. મુનિવર્યશ્રી પદ્મવિજયજી મહારાજના શિષ્ય તરીકે પિસ્તાલીસ વર્ષની પાકટ ઉંમરે તેઓએ દીક્ષા લીધી અને સોળ વર્ષનો દીક્ષા પર્યાય પાળી તેઓ સ્વર્ગવાસી થયા. આટલી મોટી ઉંમરે દીક્ષા લીધા છતાં, આ સોળ વર્ષ દરમ્યાન, તેઓએ જે શાસ્ત્રાભ્યાસ કર્યો અને એના તથા નિર્મળ સંયમપાલનના બળે તેઓએ પોતાની સાધનાને જે રીતે યશોર્પોલ કરી બતાવી એ ખરેખર અન્ય સાધકોને માટે પ્રેરક કે માર્ગદર્શક બની રહે એવી સમૃદ્ધ છે. એ સાધક મુનિવરના જીવનનું અને એમની સાધનાનું થોડું દર્શન કરીએ. કચ્છમાં ભુજપુર ગામ તેઓનું વતન. પિતાનું નામ મોણસીભાઈ, માતાનું નામ ભાણીબાઈ, જ્ઞાતિ વિસા ઓસવાળ. વિ. સં. ૧૯૬૦માં તેઓનો જન્મ. નામ ગણપતભાઈ. વ્યવસાય માટે કુટુંબ મુંબઈમાં જઈ વસેલું. સ્થિતિ સામાન્ય. ગણપતભાઈએ મુંબઈમાં અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો એટલામાં વિ. સં. ૧૯૮૨માં પિતાની હુંફ હરાઈ ગઈ, અને ૧૫-૧૬ વર્ષની ઉંમરે અનાજનો વેપાર અને મોટા કુટુંબનો વ્યવહાર સાચવવાની જવાબદારી ગણપતભાઈને માથે આવી પડી. આ જ અરસામાં કુંવરબાઈ સાથે એમનાં લગ્ન થયાં. કુંવરબાઈ ખૂબ ધર્માનુરાગી, પણ ગણપતભાઈને ધર્મક્રિયાતરફી કોઈ રુચિ નહીં. પોતે ભલા અને ભલો પોતાનો વેપાર. વેપાર- વ્યવહારમાં નીતિ-પ્રામાણિકતા Page #270 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી ગુણભદ્રવિજયજી ૨૪૭ સાચવવાની વૃત્તિ ખરી. એટલે ગણપતભાઈનું સ્થાન પાંચમાં પૂછુયા ઠેકાણા જેવું ગૌરવભર્યું હતું. સંતતિમાં તેઓને ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ. આમ ૩૫-૩૭ વર્ષ જેટલો કિંમતી યૌવનકાળ વ્યવહાર અને વેપારમાં જ વ્યતીત થયો અને ધર્મરુચિનું વરદાન મળવું બાકી જ રહ્યું. પણ, વસંત આ આંબો મ્હોરી ઊઠે, એમ, ગણપતભાઈની ધર્મભાવનાને પણ જાગી ઊઠવાનો સમય પાકી ગયો હોય એમ વિ. સં. ૨૦૦૩માં તેઓને મુંબઈમાં મુક્તિવિજયજી મહારાજનો સત્સંગ થયો અને ધર્મરુચિનું બીજ વવાયું. એ પછી વિ. સં. ૨૦૦૪ અને ૨૦૦૫માં કચ્છમાં જાણીતા પ્રવચનકાર આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજીના ધર્મોપદેશે એ બીજને વિકસાવવામાં ખાતર-પાણીનું કામ વિ. સં. ૨૦૦૭માં ગણપતભાઈના નાના ભાઈ વીરજીભાઈએ દીક્ષા લીધી, અને પોતાની વધતી ધર્મરુચિના પ્રતીક રૂપે વિ. સં. ૨૦૧૦માં તેઓએ પોતાના મોટા પુત્રને ઉત્સાહ અને ઉત્સવપૂર્વક દીક્ષા અપાવી. પછી તો, એમને પોતાને પણ વેપાર અને વ્યવહારમાં વધુ વખત રોકાઈ રહેવું એ દુર્લભ માનવદેહને એળે જવા દેવા જેવું વસમું થઈ પડ્યું. એમને એમ પણ થયું કે સંસારનાં જે માયાવી બંધનોમાંથી હું મુક્તિ ઝંખું છું, એમાં મારો પરિવાર ગોંધાઈ રહે એ ઉચિત ન ગણાય. અને, આત્માની વસંત ખીલવાની પુણ્યઘડી આવી પહોંચી હોય એમ, વિ. સં. ૨૦૧૧માં ગણપતભાઈએ પોતાના બાકીના બે પુત્રો, ધર્મપત્ની અને વચેટ પુત્રી સાથે, નાસિકના વણીગામમાં, આ.ભ. શ્રી વિજયપ્રેમસૂરિજીના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી; નામ મુનિ ગુણભદ્રવિજયજી. દીક્ષા પહેલાં ગણપતભાઈમાં જેમ ધર્મરુચિનો અભાવ હતો, તેમ વિદ્યારુચિનું પણ નામ ન હતું. પણ મોટી ઉંમરે જેમ ધર્મરુચિનું વરદાન મળ્યું, તેમ દીક્ષા લીધા પછી મુનિ ગુણભદ્રવિજયજી વિદ્યારુચિ અને જ્ઞાનોપાસનાનું વિશિષ્ટ વરદાન પણ મેળવવા ભાગ્યશાળી થયા. દીક્ષા લીધી ત્યારે તો તેઓનું ધાર્મિક જ્ઞાન માત્ર બે પ્રતિક્રમણ પૂરતું જ મર્યાદિત હતું, અને ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરવો એ તો પાકા ઘડે કાંઠા ચડાવવા જેટલું અતિ મુશ્કેલ કાર્ય હતું. પણ પોતાની ધ્યેયનિષ્ઠા, પુરુષાર્થપરાયણતા, જ્ઞાનક્રિયાની ઉપાસના દ્વારા નિર્મળ સંયમયાત્રામાં આગળ વધવાની ઉત્કટ તાલાવેલી, શ્રુતભક્તિ, ધીરજ, એકાગ્રતા અને સતત જાગૃતિના બળે મુનિશ્રીએ મુશ્કેલ કાર્યને સફળ કરી બતાવ્યું. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ અમૃત-સમીપે જાણે કોઈ જ્ઞાનતૃષા પૂરી કરવાની જન્માંતરની અધૂરી સાધનાના સંસ્કારતંતુને આગળ વધારવો હોય એમ તેઓ દીક્ષા લીધા પછી એકચિત્તે વિદ્યાની ઉપાસનામાં પરોવાઈ ગયા. પંચપ્રતિક્રમણ અને સાધુધર્મની ક્રિયાનાં સૂત્રો ઉપરાંત ચાર પ્રકરણ, ત્રણ ભાષા, “બૃહત્સંગ્રહણી', “ક્ષેત્રસમાસ', છ કર્મગ્રંથ અને “કમ્મપયડી” જેવા જૈન તત્ત્વજ્ઞાનના પાયાના ગહન ગ્રંથોનો અર્થ સાથે અભ્યાસ કર્યો. પણ એટલાથી એમનું જ્ઞાનપિપાસુ મન સંતુષ્ટ ન થયું. જ્ઞાનરસનો આસ્વાદ લીધા પછી જ્ઞાન જ જ્ઞાનને વધારવાની પ્રેરણા આપે એવું આ મુનિવરને પણ થયું. એમનું ચિત્ત વધુ ઊંડા અધ્યયનને ઝંખી રહ્યું. આ ઝંખનાને પૂરી કરવા તેઓએ શાસ્ત્રાભ્યાસની ચાવીરૂપ સંસ્કૃત-પ્રાકૃત ભાષાનો અભ્યાસ કરી લીધો. પછી તો, જાણે માતા સરસ્વતીના મંદિરનું દ્વાર ખૂલી ગયું હોય એમ, મુનિ ગુણભદ્રવિજયજીએ એક બાજુ સંસ્કૃત સાહિત્યનું અધ્યયન શરૂ કર્યું અને બીજી અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં રચાયેલ આગમસૂત્રોનું અવગાહન શરૂ કર્યું. નવાઈ પમાડે એવી વાત તો એ બની, કે તેઓએ દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ વગેરે આગમસૂત્રોનું અને નિશીથચૂર્ણિ, બૃહત્કલ્પભાષ્ય, વ્યવહારસૂત્ર જેવા વિશાળ અને દુર્બોધ છેદગ્રંથોનું સુધ્ધાં ગુરુનિશ્રામાં એવું ગંભીર અધ્યયન કર્યું કે એવા કઠિન ગ્રંથો બીજાઓને સરળતાથી ભણાવવાની યોગ્યતા તેઓમાં પ્રગટી. આ બધા સમય દરમ્યાન તપશ્ચર્યા અને ધર્મક્રિયાઓ કરવાનો ક્રમ તો અખંડપણે ચાલુ જ હતો. જિંદગીની અરધી સદી વીતી ગયા પછી શાસ્ત્રાભ્યાસમાં મેળવેલી આવી નિપુણતા તો સાધનાની વિરલ અને દાખલારૂપ વિશેષતા લેખાવી જોઈએ. પણ આ વિશેષતા કે સફળતા તેઓએ કંઈ વિદ્વાન કે પંડિત કહેવાવા માટે, નામના રળવા માટે કે વાદ-વિવાદ કરવા માટે નહોતી મેળવી. એનો હેતુ પણ એક માત્ર આત્મશુદ્ધિ કે આત્મસાધના જ હતો; એ પણ સાધનાના અંતરંગરૂપ જ હતી. પરિણામે આ જ્ઞાનોપાસનાનો લાભ તેઓને જ્ઞાની હત્ન વિરતિઃ એ ન્યાયે વિરતિરૂપે મળ્યો હતો, અને એમની સંયમસાધના અંતરંગ ત્યાગ, વૈરાગ્ય, તિતિક્ષાથી વિશેષ શોભી ઊઠી હતી. ગમે તેવા દેહકષ્ટને પણ શાંતિ, સ્વસ્થતા અને સમતાથી સહન કરવાની આંતરિક શક્તિ અને દેહ અને આત્માના જુદાપણાને સમજવાની આધ્યાત્મિક દૃષ્ટિ તેઓમાં જાગી ઊઠી હતી. અને આ શક્તિ અને દૃષ્ટિની કસોટીમાં પાર ઊતરવાનો અવસર પણ આ મુનિવરને એમની અંતિમ અવસ્થામાં મળ્યો હતો. વિ. સં. ૨૦૨કનું ચોમાસુ તેઓ રાજસ્થાનમાં રોહિડા ગામમાં રહ્યા હતા. ત્યારે પર્યુષણ આસપાસ આહાર-પાણી વાપરવામાં તેઓને તકલીફ વરતાવા લાગી. નિદાન કરાવતાં અન્નનળીનું કેન્સર માલુમ પડ્યું. આવું ભયંકર પીડાકારી અને જીવલેણ દર્દ જાણ્યા પછી પણ મુનિશ્રી Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ શ્રી કલ્યાણચંદ્રજી બાપા પોતાના ચિત્તની સ્વસ્થતા જાળવી રહ્યા. ધર્મની સાચી સમજણ અને પરિણતિ આવા અણીના વખતે જાણે સન્મિત્રની જેમ સાચા સહારારૂપ બની રહી. દર્દના વધવા સાથે મુનિશ્રીની અંતર્મુખ વૃત્તિ પણ વધવા લાગી હતી. ચાતુર્માસ ઊતરતાં તેઓને ઉપચાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા. રોહિડાના જ વતની અને અમદાવાદના સર્જન ધર્મ-ભાવનાશીલ ડૉ. પુખરાજજીએ, પોતાના મિત્ર ડૉક્ટરોની સહાયથી, તેઓની ભક્તિભાવપૂર્વક રાતદિવસ ખડે પગે સેવા કરી, પણ દર્દ કંઈક એવું વિકરાળ રૂપ લઈને આવ્યું હતું, છેવટે એ આખા શરીરમાં પ્રસરી ગયું. અને એ મુનિવર સમભાવપૂર્વક, અહીન-અદીન ભાવે એને સહન કરતા રહ્યા અને પોતાની આત્મપરિણતિને ઉજ્વળ બનાવતા રહ્યા. એ રીતે પોતાના ચિત્તની સમાધિની રક્ષા કરતાં-કરતાં વિ. સં. ૨૦૧૭ના શ્રાવણ સુદ ૧૧ના રોજ તેઓ સ્વર્ગવાસ પામ્યા. આ એમની સાધનાની બીજી વિશેષતા. (તા. ૪-૯-૧૯૭૧) (૧૧) કરુણાભીના કલ્યાણયાત્રી શ્રી કલ્યાણચંદ્રજી બાપા કોઈનું દુઃખ જોઈને અંતર દ્રવવા લાગે, માનવીને જોઈને અંતરમાં મહોબ્બત જાગે અને અન્યાય, અધર્મ કે અનાચાર જોઈને અંતર કકળી ઊઠે – આવા લોકકલ્યાણના પુણ્યપ્રવાસીઓ પોતાના જીવનને પણ ધન્ય બનાવે છે અને દુનિયાને પણ ઊજળી, ગૌરવશાળી અને જીવવા લાયક બનાવવામાં પોતાનો ફાળો આપે છે. - સોનગઢ(સૌરાષ્ટ્ર)ના શ્રી મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમના અધિષ્ઠાતા શ્રી કલ્યાણચંદ્રજી મહારાજ (‘બાપા') આવા જ એક લોકકલ્યાણના પુણ્યપ્રવાસી હતા. લોક-કલ્યાણને પોતાનું જીવન ધ્યેય બનાવીને અને ધ્યેયને પૂરું કરવામાં પોતાની બુદ્ધિ અને શક્તિનો ઉપયોગ કરીને તેઓએ જૈનધર્મની અહિંસા અને કરુણાની ભાવનાને વિશેષ શોભાવી જાણી હતી. શ્રી કલ્યાણચંદજી મહારાજનું જીવન જોતાં એમ દેખાઈ આવે છે કે તેઓએ આપણા સંઘમાં કાળક્રમે પ્રવેશી ગયેલ માનવી પ્રત્યેની દયાનો વ્યાપક અભાવ અને માનવીઓમાં ઊંચ-નીચ ભાવ – એ બને દોષોને દૂર કરવા યથામતિ, યથાશક્તિ પ્રયત્ન કર્યો હતો, અને એમ કરીને જૈનધર્મની વ્યાપક ભાવનાને શોભાવી જાણી હતી. તેઓનું અંતર એવું સુકોમળ અને કરુણાપરાયણ હતું કે કોઈ પણ માનવીનું દુઃખ જોઈને તેઓનું સંવેદન જાગી ઊઠતું; અને એ દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરતા ત્યારે જ તેઓના મનમાં નિરાંત થતી. પોતાના અંતરના સંતોષ ખાતર તેઓ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ અમૃત-સમીપે સોનગઢ અને એની આસપાસનાં ગામોમાં સામે જઈને આવા દુઃખી-રોગી માનવીઓની સેવા કરતા. વૈદ્ય તરીકે તેઓ ખૂબ નિપુણ અને યશસ્વી હતા. મોટા ભાગની દવાઓ પણ તેઓ પોતાની જાત-દેખરેખ નીચે તૈયાર કરાવતા. તેઓની માનવતાભરી દૃષ્ટિનો લાભ ગરીબ અને તવંગર સહુને સમાન રીતે મળતો. એવા પણ દાખલા મળી આવે છે કે જ્યારે તેઓએ કોઈ ગરીબ દર્દીને ઉત્તમ જાતની દવા એક પણ પૈસો લીધા વગર આપી હોય; એટલું જ નહીં, બિચારો દૂધ વગેરે પથ્ય ખરીદવાના પૈસા ક્યાંથી લાવશે' એવી કરુણાથી પ્રેરાઈને તેઓએ એને પૈસા પણ આપ્યા-અપાવ્યા હોય. આવી માનવતાભરી સંવેદનશીલતાને કારણે જ તેઓ બાપા” જેવા આદર-મમતાભર્યા બિરુદના અધિકારી બની શક્યા હતા. કચ્છની ભલી-ભોળી-ખમીરવંતી ધરતી તેઓની જન્મભૂમિ. વિ. સં. ૧૯૪૦માં ઘેલડ ગામમાં તેઓનો જન્મ. અઢી વર્ષની બાળવયે જ પિતાનું શિરછત્ર ઝૂટવાઈ ગયું. દુઃખિયારાં માતા બ્રહ્માદેવી પાંચ પુત્રોને લઈને પોતાના પિયર ભુજપુરમાં જઈને વસ્યાં. બાળકને ભુજપુરમાં સ્થાનકવાસી મુનિ રત્નચંદ્રજીનો સત્સંગ થયો. એમના મુખેથી મૃગાપુત્રનો રાસ સાંભળીને નવ-દસ વર્ષની ઉંમરે બાળકના અંતરમાં વૈરાગ્ય જાગી ઊઠ્યો. વિ. સં. ૧૯૫૨(ઈ. ૧૮૯૩)માં એ બાળકે દીક્ષા ગ્રહણ કરી; નામ મુનિ કલ્યાણચંદ્રજી રાખવામાં આવ્યું. પૂરાં ૭૫ વર્ષ લગી દીક્ષિત તરીકેની પોતાની કલ્યાણયાત્રા ચાલુ રાખીને તેઓ તા. ૯-૪-૧૯૭૧ના દિવસે સોનગઢમાં સ્વર્ગવાસી થયા. દીક્ષા લીધા પછી શરૂઆતમાં તો શાસ્ત્રાભ્યાસ અને નિર્મળ સંયમપાલન એ જ એમનાં ધ્યેય હતાં. પણ અંતરમાં ભાવના અને શક્તિનો એવો ઝરો વહેતો હતો, કે એ સ્થાનકની ચાર દીવાલોમાં કે પંથની માન્યતાઓના સંકુચિત વાડામાં સમાઈ શકે એમ ન હતો. મુક્તિમાર્ગનો પ્રવાસી અંધશ્રદ્ધા, અજ્ઞાન અને અહંકારનાં અનેક બંધનોથી મુક્ત થવા તલસી રહ્યો હતો. શરૂઆત તેઓએ જિનમંદિરનાં દર્શને અને તીર્થયાત્રાએ જવાથી કરી. એવામાં તેઓને પ્રસિદ્ધ વક્તા શ્રી ચારિત્રવિજયજી મહારાજનો સત્સંગ થયો. બન્ને સમાજ કલ્યાણના ઇચ્છુક મુનિવરો હતા. એ મૈત્રીમાંથી સોનગઢના શ્રી મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમનો જન્મ થયો. જૈન મુનિઓ વ્યાવહારિક શિક્ષણ માટે આવી સંસ્થા સ્થાપે એ ધર્મમાર્ગની વિરુદ્ધની વાત લેખાતી. પણ એવો કોઈ ભય લોકકલ્યાણના યાત્રી આ બે ભાવનાશીલ મુનિવરોને સતાવી કે રોકી ન શક્યો. જૈનસંઘની ઊછરતી પેઢીના શિક્ષણ અને સંસ્કાર-ઘડતર માટે આ બે મુનિવરોએ જે જહેમત ઉઠાવી છે, તે માટે આપણે સદાને માટે તેઓના ઋણી રહીશું. Page #274 -------------------------------------------------------------------------- ________________ થતિશ્રી ક્ષમાનંદજી ૨પ૧ જેમના અંતરમાં ધર્મની વ્યાપક દૃષ્ટિ, માનવતા અને સમાજકલ્યાણની ભાવનાનો ઉદય થયો હોય તે રાષ્ટ્રીયતાની ભાવનાથી અલિપ્ત જ કેમ રહી શકે? દેશની સ્વતંત્રતાની ગાંધીજીની અહિંસક લડત કલ્યાણચંદ્રજી મહારાજ ઉપર કામણ કરી ગઈ. ગાંધીજી-પ્રેરિત રાષ્ટ્રીય ભાવનાના રંગે રંગાઈને તેઓએ સ્વદેશીની ભાવના, ખાદી, રેંટિયો વગેરેના પ્રચાર માટે કચ્છમાં જે કામ કર્યું હતું, તે તો એક પ્રેરક દાસ્તાન બની રહે એવું હતું. ગાંધીયુગની શરૂઆતમાં, સોનગઢમાં, રામનવમીના પુણ્ય દિવસે, કલિયુગના રામ ગાંધીજીનો સંદેશો ગામડે-ગામડે ગુંજતો કરવા માટે, મુનિશ્રી કલ્યાણચંદજી મહારાજે જે વિરાટ સમારંભનું આયોજન કર્યું હતું તે સદા સ્મરણીય બની રહે એવું છે. જેઓને જોતાં જ કોઈ સમર્થ તેજસ્વી સિંહપુરુષની યાદ આવે, જેમની સાથે વાત કરતાં જિંદાદિલી અને જવાંમર્દીનો સાદ સાંભળવા મળે અને જેઓનો સંપર્ક થતાં વાત્સલ્યના મધુર સરોવરનું આચમન કરવાનો આલાદ મળે, એવા કલ્યાણચંદ્રજી બાપા સૌ કોઈના માટે વિશાળ વડલાની શીતળ છાયા સમાન હતા. તેમાં ય વિદ્વાનો અને કલાકારો પ્રત્યેનો તેઓનો અનુરાગ તો બીજાઓને માટે પ્રેરણારૂપ હતા. અમારા “જૈન” પત્રના તેઓ ખાસ હિતચિંતક અને શિરછત્ર હતા. આવા એક કલ્યાણયાત્રી ધર્મપુરુષ તો, લોકકલ્યાણની અનેક પ્રવૃત્તિઓ કરીને, લાંબી માંદગીને અંતે સ્વર્ગના માર્ગે સંચરીને કૃતાર્થ બની ગયા; પણ દીનદુ:ખિયાને વાતના વિસામા અને સાચા આશ્રયસ્થાનરૂપ સંતજનની ખોટ પડી. (તા. ૨૪-૪-૧૯૭૧) (૧૨) કર્તવ્યનિષ્ઠ, ઉદારચરિત યતિ શ્રી ક્ષમાનંદજી અદમ્ય કાર્યશક્તિ, આદર્શ કર્તવ્યનિષ્ઠા અને ઉત્કટ કલ્યાણભાવનાનો ત્રિવેણી સંગમ એટલે સ્વર્ગસ્થ શ્રી ક્ષમાનંદજી મહારાજ : કચ્છની ધરતીના એક જાજરમાન ધર્મપુરુષ; અને સામાન્ય જનસમૂહના સુખ-દુઃખના સાથી. લીધું કામ પૂરું કરીને જ જંપવું અને પાછું પગલું ક્યારેય ન ભરવું એ એમનો સહજ સ્વભાવ હતો. તેઓનું વતન સૌરાષ્ટ્રના હાલાર જિલ્લાનું ગાગવા ગામ, પિતાનું નામ શા ભોજરાજ કરમશી, પોતાનું નામ ખેતશી. ઉમર નાની પણ સમજણ ઝાઝી : એવું તેનું હિર. મુખ ઉપર સાહસિકતાનું નૂર ચમક્યા કરે. ભારે આશાસ્પદ બાળક. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ અમૃત-સમીપે એ બાળક અંચળગચ્છના શ્રીપૂજ્ય શ્રી જિનેન્દ્રસાગરસૂરિજીના દિલને આકર્ષી રહ્યો. શ્રીપૂજ્યજીએ વિ. સં. ૧૯૬૦માં ખેતશીનો શિષ્ય તરીકેનો સ્વીકાર કરીને એને વિધિસર દત્તક લેવાનો મહોત્સવ કર્યો; નામ રાખ્યું ક્ષમાનંદજી. બુદ્ધિ તેજસ્વી હતી અને નવું-નવું જાણવા-ભણવાનો અંતરમાં ઉત્સાહ હતો. શ્રી ક્ષમાનંદજીએ ભુજપુરની શાળા, નલિયાનો જૈન બાલાશ્રમ, મહેસાણાની જૈન પાઠશાળા અને બનારસની પાઠશાળામાં રહીને દિલ દઈને અભ્યાસ કર્યો, અને તેઓ જૈન ધર્મશાસ્ત્રોના સારા વિદ્વાન બન્યા. જેવી એમની વિદ્વત્તા માન મુકાવે એવી હતી, એવી જ અસરકારક હતી એમની વકતૃત્વશક્તિ. અંતરમાંથી બુલંદ અવાજે વહેતી એમની વાણી શ્રોતાઓને વશ કરી લેતી; અને ધાર્મિક વિધિવિધાનોની પટુતા તો તેમની જ. જેમ તેઓ વિધિવિધાનોની બધી ક્રિયાપ્રક્રિયાઓની શુદ્ધિ જાળવવાના આગ્રહી હતા, તેમ મંત્રાલરો અને અન્ય પાઠો બોલવામાં પણ પૂરેપૂરી શુદ્ધિ સાચવતા હતા. કોઈક ધર્મક્રિયાના પ્રસંગે ભાવના સાથે અને પાઠશુદ્ધિપૂર્વક ઉચ્ચ સ્વરે મંત્રાલરો અને વિધિપાઠોનું ઉચ્ચારણ કરતા શ્રી ક્ષમાનંદજી મહારાજને સાંભળવા એ એક લ્હાવો હતો. વિધિવિધાનોની આ નિપુણતા અને ભક્તિપરાયણતાને કારણે તેઓ અંચલગચ્છ ઉપરાંત અન્ય ગચ્છોમાં પણ એક સિદ્ધહસ્ત વિધિકાર તરીકેની નામના મેળવી શક્યા હતા. આમ છતાં શ્રી ક્ષમાનંદજી મહારાજની વિરલ વિશેષતા હતી તેઓની રાષ્ટ્રીય ભાવના અને સમાજસુધારાની ધગશ. શિક્ષણના પ્રસારની એમની તાલાવેલી પણ એવી જ ઉત્કટ અને સક્રિય હતી. ગાંધીયુગના ઊગમની સાથે જ તેઓ ગાંધીજી તરફ ખેંચાયા હતા. નાગપુર કોંગ્રેસમાં હાજરી આપીને તેઓ રાષ્ટ્રીયતાના રંગે એવા રંગાઈ ગયા હતા, કે શ્રી કલ્યાણચંદ્રજી બાપાની જેમ, કચ્છને રાષ્ટ્રીય પ્રવૃત્તિથી ધમધમતું કરવામાં, તિલકસ્વરાજ્ય-ફાળો એકત્ર કરવામાં અને ગાંધીજીનો સ્વરાજ્યનો મંત્ર કચ્છમાં ઠેર-ઠેર ગુંજતો કરવામાં તેઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી. સમાજની પ્રગતિની આડે આવે એવા રીતરિવાજો અને અજ્ઞાન-અંધશ્રદ્ધાની સામે પણ તેઓએ જનતાને જાગૃત કરવા માટે ઘણો પ્રયત્ન કર્યો હતો. તેઓએ પોતાના ગુરુવર્યની સ્મૃતિમાં ભુજપુરમાં સ્થાપેલ હાઈસ્કૂલ, બાલમંદિર, મહિલા-બાલ-કલ્યાણ કેન્દ્ર, ધુળિયામાં સ્થાપેલ કચ્છી દશા ઓસવાળ જૈન વિદ્યાર્થીગૃહ વગેરે સંસ્થાઓ તેમની શિક્ષણપ્રીતિની અને લોકકલ્યાણની ભાવનાની કીર્તિગાથા બની રહે એવી છે. એમ કહેવું જોઈએ કે શ્રી ક્ષમાનંદજી મહારાજ પ્રગતિશીલતાના ચાહક અને પ્રગતિનું રુંધન કરનારા જુનવાણીપણાના વિરોધી હતા. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ શ્રી ગુલાબબાપા મહારાજશ્રી કે એમના જેવા અન્ય યતિવરોએ કરેલ સંઘસેવા અને જનસેવાનો વિચાર કરીએ છીએ ત્યારે, આપણી યતિસંસ્થાને આપણે, આચારપાલનની ઊણપને વધારે પડતું મહત્ત્વ આપીને, નબળી (અને હવે તો લગભગ નામશેષ) થવા દીધી તેથી જૈનસંઘને અને જનસમૂહને પણ સરવાળે નુકસાન જ થયું છે. જિનમંદિરો, જૈનતીર્થો અને જ્ઞાનભંડારોની સાચવણી માટે આ સંસ્થાએ જે કામગીરી બજાવી છે તે આપણને હંમેશને માટે એના ઓશિંગણ બનાવે એવી અને ક્યારેય ન વિસરી શકાય એવી મહત્ત્વની છે. ઉપરાંત મંત્રતંત્ર, જ્યોતિષ અને વૈદ્યક વિદ્યાઓને લગતી કામગીરીમાં તેમ જ એની સાચવણીમાં આ સંસ્થાએ ખૂબ નોંધપાત્ર ફાળો આપ્યો છે એમાં શક નથી. વળી શાળાઓની અછતના જૂના સમયમાં આપણા વતિઓએ લોકશિક્ષક તરીકેની જે કામગીરી બજાવી હતી, તે પણ આ સંસ્થાની ઉપયોગિતા અને ઉપકારકતાની સાક્ષી પૂરે એવી છે. હજી પણ આ સંસ્થાને ટકાવી રાખવાનો અને એને તેજસ્વી બનાવવાનો પ્રયત્ન યતિસમુદાય તરફથી તેમ જ શ્રીસંઘ તરફથી થાય તો તે અવશ્ય આવકારપાત્ર તેમ જ લાભકારક ગણાય. શ્રી ક્ષમાનંદજી મહારાજની પોતાના ગુરુવર્ય તરફની ભક્તિ અને પૈસા તરફની નિર્લોભવૃત્તિ પણ દાખલારૂપ બની રહે એવી હતી. વળી પોતાના ગુરુની ગાદીના વારસદાર થવાની પોતાની યોગ્યતા નથી એવી જાહેરાત કરવાની શ્રી ક્ષમાનંદજી મહારાજની નમ્રતા અને નિખાલસતાનો જોટો મળવો મુશ્કેલ છે. આવા એક ગુણિયલ, શક્તિ અને ભાવનાના પંજસમા પુરુષનું, કચ્છમાં, ભુજપુરમાં, તા. ૧૪-૩-૧૯૭૧ના રોજ થયેલ અવસાન, સો વર્ષ પણ પડેલ દુકાળ વસમો લાગે એવી દુ:ખદ ઘટના છે. (તા. ૨૯-૫-૧૯૭૧) (૧૩) સેવા જીવી શ્રી ગુલાબબાપા હતા તો એ સંસારત્યાગી સાધુપુરુષ, પણ સાચા અર્થમાં તેઓ અનેકના બાપા હતા. પિતા જેવું પ્રેમાળ, કુમળું, મમતાના અમૃતરસથી છલકાતું એમનું હૃદય હતું. અને પોતાના આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓનું ભલું કરવાની વાત્સલ્યભાવના એમના રોમ-રોમમાં ધબકતી હતી. ખરી રીતે તો તેઓ વિદ્યાર્થીઓની મમતાળુ, હેતાળ માતા પણ હતા ! વિદ્યાર્થીઓના સુખમાં જ એમનું સર્વ સુખ સમાઈ જતું; વિદ્યાર્થી જરા પણ દુઃખી કે બેચેન હોય તો એમની નિંદ હરાઈ જાય. શ્રી સોનગઢનો શ્રી મહાવીર જૈન ચારિત્રરત્નાશ્રમ આજે એ સેવાજવી સંતપુરુષ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ અમૃત-સમીપે વિનાનો બની ગયો છે ! ત્રણ દાયકા સુધી તેઓ આ સંસ્થાની ઉત્તમ સેવા બજાવતા રહ્યા. સેવાના કઠોર માર્ગે પોતાના જીવનની પળેપળને અને પોતાની શક્તિની રજેરજને ઘસીને, ૮૦ વર્ષની જઇફ ઉંમરે, વિશ્રાંતિના પૂર્ણ અધિકારી બનીને શ્રી ગુલાબબાપા સોનગઢમાં તા. ર-પ-૧૯૯૭ના રોજ સ્વર્ગવાસી થયા; ધન્ય બની ગયા ! એમના કાળધર્મની નોંધ લેતાં એ સંતપુરુષની અપ્રતિમ કામગીરીની ઘેરી યાદથી અંતર ગમગીન બની જાય છે; અને છતાં અંતરમાંથી “જય જય નંદા, જય જય ભદાના ઉદ્ગારો જ નીકળી પડે છે : એવું ભવ્ય, કર્તવ્યપરાયણ અને આદર્શ જીવન હતું. શ્રી ગુલાબબાપાનું. શ્રી મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમ તરફથી તાજેતરમાં પ્રગટ કરવામાં આવેલ વિજ્ઞપ્તિમાં શ્રી ગુલાબબાપાનો પરિચય આપતાં કહેવામાં આવ્યું છે – “સ્વ. પૂ. શ્રી ગુલાબચંદ્રજી મહારાજ આ સંસ્થામાં કચ્છના પૂ. શ્રી. કલ્યાણચંદ્રજી મહારાજ સાથે આવ્યા હતા, અને તરત જ સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેઓ ઓતપ્રોત થઈ ગયા હતા. તેમનો નિત્યક્રમ જોઈએ તો આનો ખ્યાલ આવશે. કોઈ પણ ઋતુમાં રોજ વહેલી સવારે ત્રણ વાગે ઊઠી ઠંડા પાણીએ સ્નાન આદિથી પરવારી આશ્રમના સર્વ વિભાગોમાં જાતે ધૂપદીપ ફેરવતા. ચાર વાગે દેરાસરમાં હાર્મોનિયમ સાથે તેમનો સુંદર કંઠ સ્નાત્રપૂજાના શ્લોકોમાં ગુંજી ઊઠતો. પાંચ વાગે જાતે જ વિદ્યાર્થીઓને જગાડે, સંગીત સાથે પ્રાર્થના ગવડાવે અને સૌને પોતે જ દાતણ આપે. સવારમાં કેટલાક વિદ્યાર્થીઓને સંસ્કૃતના પાઠો શિખવાડે. વિદ્યાર્થીઓની સફાઈ, વ્યાયામ અને સંગીતની પ્રવૃત્તિઓમાં એ હાજર હોય જ. બીમાર વિદ્યાર્થીઓની શુશ્રુષા તેઓ પોતાના હાથે ખૂબ ઉત્સાહથી કરતા. પાટાપિંડી અને મલમપટ્ટા તો તેઓ પોતાના હાથે જ કરતા. “વિદ્યાર્થીઓ પોતાના કામમાં પડે એટલે તેઓશ્રી સિલાઈકામ, સુથારીકામ, લુહારીકામ જેવા હસ્ત-ઉદ્યોગોની પ્રવૃત્તિઓમાં પરોવાઈ જતા. આશ્રમની ખેતીવાડીનું કાર્ય તેઓ જાતે જ સંભાળતા. તેઓશ્રીના અક્ષર મોતીના દાણા જેવા હતા. તેઓશ્રી સંસ્કૃત અને સંગીતમાં પારંગત હતા. “આરામ હરામ હૈ” સૂત્ર તેઓશ્રીના જીવનમાં વણાઈ ગયેલ. વહેલી સવારથી રાતના ૮ વાગ્યા સુધી તેઓ પ્રવૃત્તિમય જ રહેતા. રાત્રે ૯ વાગે સૂઈ જવાનો કાર્યક્રમ પણ કદી ન ફરતો. વિદ્યાર્થીઓમાં કડક શિસ્તપાલનના તેઓશ્રી આગ્રહી હતા. સ્વચ્છતા, સાદાઈ અને નિયમિતતા તેમના આગવા ગુણો હતા. ઘડિયાળ ખોટી હોય પણ ગુલાબબાપા કદી મોડા ન પડે. પૂ. શ્રી. કલ્યાણચંદ્રજી મહારાજની તેઓશ્રીએ વર્ષો સુધી ખૂબ સેવા કરી છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી જનકવિજયજી “ગુલાબનું ફૂલ સુગંધ આપે અને દેખાય પણ ખરું, જ્યારે ગુલાબબાપાની સુવાસ બધે ફેલાતી, પણ જાહેરમાં કદી ન દેખાતા. સંસ્થાના કોઈ જાહેર કાર્યક્રમમાં પણ ન દેખાય. તેઓ મૂક સેવામાં રત રહેતા. છેલ્લાં પાંચ વર્ષથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી, છતાં મૃત્યુપર્યંત તેઓશ્રીએ કદી કોઈને તકલીફ આપી ન હતી, અને મૃત્યુ પણ શાંતિથી ઊંઘમાં જ પામ્યા.” શ્રી ગુલાબબાપાને ફરજ બજાવતા જોવા એ પણ એક લ્હાવો હતો. એમને જોઈએ અને સતત અને વ્યવસ્થિત રીતે પોતાના જીવનકાર્યમાં રત રહેતા ખ્રિસ્તી ધર્મના નિષ્ઠાવાન પાદરી યાદ આવ્યા વગર ન રહે. સેવાકાર્ય એ જ એમનો જીવનરસ હતો અને એમાં જ એમનું સર્વસ્વ સમાઈ જતું હતું. એ સંતપુરુષને આપણાં ભાવભર્યાં વંદન હો ! (૧૪) માનવ-ઘડતરના શાંત પ્રયોક્તા મુનિરાજ શ્રી જનકવિજયજી ગણી ૨૫૫ (તા. ૧૦-૬-૧૯૬૭) આચાર્ય-મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજીના શિષ્યરત્ન મુનિરાજશ્રી જનકવિજયજી ગણી માનવમાત્રનું ભલું કરવાની આપણા સાધુ-સમુદાયમાં અતિવિરલ ગણાય એવી રાષ્ટ્રીય-સામાજિક દૃષ્ટિ ધરાવતા, જનસેવાના વ્રતધારી સાધુ છે. ચાલુ ચીલે ચાલવામાં કે ઉપાશ્રયની ચાર દીવાલોમાં જ પોતાના સાધુજીવનની સાધના અટવાઈ ૨હે એ એમને મંજૂર નથી. તેઓ તો જીવમાત્રને પોતાનો મિત્ર માનવાના તીર્થંકરના ધર્મબોધને પોતાના જીવનમાં ઉતારવાની તમન્ના ધરાવતા એક વિચારશીલ, વિવેકી અને નવયુગની ભાવનાને ઝીલવાના રસિયા મુનિરત્ન છે. નવદીક્ષિત અથવા ટૂંકા દીક્ષાપર્યાયવાળા સાધુએ વધુ દીક્ષાપર્યાયવાળાં સાધ્વીજીને વંદન શા માટે ન કરવું એ એમના અંતરને બેચેન બનાવી રહેલ એકાદ પ્રશ્ન ઉ૫૨થી પણ તેઓ કોઈ બાબત અંગે મુક્ત મને સ્વતંત્ર રીતે વિચાર કરવાની કેવી રુચિ અને દૃષ્ટિ ધરાવે છે એનો કંઈક ખ્યાલ આવી શકે છે. આમ જનસેવા દ્વારા ધર્મસેવા કરવાની વ્યાપક દૃષ્ટિ ધરાવતા મુનિરાજે પોતાના ગુરુવર્યની આજ્ઞા અને એમના આશીર્વાદથી પંજાબના અમુક પછાત લેખાતા વર્ગમાં છેલ્લાં દોઢ-બે વર્ષથી જે લોકકલ્યાણની પ્રવૃત્તિ હાથ ધરી છે, તેની કેટલીક વિગતો એમના જ શબ્દોમાં, અહીં ૨જૂ ક૨વી ઇષ્ટ છે. પોતાની આ પ્રવૃત્તિને એમણે ‘ધર્મમય સમાજરચના' કે ‘અહિંસક સમાજરચના' એવું નામ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ અમૃત-સમીપે આપ્યું છે. આ પ્રવૃત્તિ અંગેની કેટલીક માહિતી આપતાં તેમ જ આ કાર્ય કરતાં પોતાને થયેલ અનુભવનો ખ્યાલ આપતાં તેઓ તમારી ઉપરના) એમના તા. ૨૩-૧૯૬૮ના પત્રમાં લખે છે : આપને જાણીને આનંદ થશે કે પૂ. ગુરુદેવની કૃપા અને આશીર્વાદથી મારો કાર્યક્રમ સોત્સાહ-આનંદથી ચાલી રહ્યો છે. “ધર્મમય સમાજરચના -- અહિંસક સમાજરચના – ના ધ્યેયને લઈને ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે મેં, યમુનાનગરના ચોમાસા પછી, અંબાલા જિલ્લામાં ભ્રમણ ચાલુ કર્યું હતું. આજે દોઢ વર્ષમાં અંબાલા જિલ્લાના સાત બ્લોકો (વિભાગો)નાં ૨૨૫-૨૫૦ ગામડાંઓમાં હું જઈ શક્યો. ગયા વર્ષે છ બ્લોકોમાં મેં ભ્રમણ કર્યું હતું. સાતમો બ્લૉક શેષ હતો તે અંબાલા ચોમાસા પછી લીધો. હમણાં હું ૬૦-૭૦ ગામોમાં ધર્મપ્રચાર કરી અત્રે આવ્યો છું. “જે જિલ્લામાં ધર્મમય સમાજરચનાનું બીજ વાવવું હોય તેનાં ખાસખાસ ગામડાંઓ તો પ્રથમ વારનાં ભ્રમણમાં લેવાં અનિવાર્ય હતાં. આ સિવાય આખા જિલ્લાની પરિસ્થિતિનો, ગામડાના લોકોની રહન-સહન અને વિચારોનો અનુભવ ન થાય તે સહજ છે. હમણાં જે છેલ્લાં રાયપુર-રાણી બ્લૉકમાં હું જઈ આવ્યો, તેમાં કેટલાંક ગામો પહાડ ઉપર હતાં. રસ્તો પણ વિકટ અને દુરૂહ, પરંતુ ગુરુકૃપા અને ધર્માનુભાવથી આ ધર્મપ્રચારનું કાર્ય પણ નિર્વિઘ્ન સાનંદ પસાર થયું. પહાડના લોકોનાં રહન-સહન, પરિસ્થિતિ વગેરેનો સારો ખ્યાલ આવ્યો. ધર્મપ્રચાર, સંપર્ક અને અનુભવની દૃષ્ટિએ આ પ્રયોગ ખૂબ જ લાભદાયક નીવડ્યો. આત્મવિશ્વાસ અને ધ્યેયનિષ્ઠામાં દૃઢતા આવી. “સ્પષ્ટ લક્ષ્ય, વ્યવસ્થિત કાર્યક્રમ અને દઢ સંકલ્પને અપનાવીને ચાલીએ તો થોડા સમયમાં પણ બહુ જ સુંદર, નાનું કે મોટું રચનાત્મક કાર્ય અથવા તેને અનુરૂપ બીજવપન થઈ શકે છે – એમાં જરા ય શંકાને સ્થાન નથી એમ હું સ્વાનુભવને આધારે સ્પષ્ટ કહી શકું છું. “હું આજે મારી બુદ્ધિ અને શક્તિ મુજબ જે કાંઈ અલ્પ-સ્વલ્પ ધર્મપ્રચારનું કામ કરી રહ્યો છું અને જે કાંઈ સફળતા મળી રહી છે, તે ભગવાન મહાવીરના મહાન સિદ્ધાંતો અને જૈન શ્રમણોનાં તપ, ત્યાગ, સંયમ અને સ્વાવલંબિતાના કારણે જ. દસ હજાર લોકોએ જૈન મુનિનાં પ્રથમ વાર દર્શન કરીને ખૂબ પ્રશંસા કરી, સત્સંગનો લાભ લીધો, વધારે રોકાવા અને ફરીથી આવવા માટે વિનંતી કરી. ઘણા લોકોએ દારૂ, માંસ, હુક્કો છોડવાના નિયમો લીધા. ઘણા લોકો કહેતા હતા કે “સાધુ હોય તો આવા હોય, જેમને કોઈ પ્રકારની લાલસા નહીં, પગે ચાલે, Page #280 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી જનકવિજયજી ૨૫૭ પૈસા કોઈ આપે તો પણ લે નહીં, ભોજન માગીને ખાય, ખાટલો વગેરે સ્વીકારે નહીં. અમને બધાને ભેગાં કરી રાતના આવી સુંદર જ્ઞાનની વાતો સંભળાવવાવાળું આજ દિવસ સુધી કોઈ આવ્યું નહીં. અમને તો આટલી મોટી જિંદગીમાં આવો પ્રથમ વાર જ અવસર મળ્યો.' ” આ રીતે ધર્મપ્રચાર માટેના પોતાના ધર્મપ્રવાસનો આવો આહ્લાદક અનુભવ વર્ણવ્યા પછી આવા કાર્ય માટે આગળ આવવા માટે જૈન શ્રમણોને અનુલક્ષીને તેઓ કહે છે “જૈન શ્રમણો પાસે સંયમ ને તપની પૂંજી વિશેષરૂપે આજે પણ છે જ. જો પ્રત્યેક પ્રાંતમાં બે-બે, ત્રણ-ત્રણ કે પાંચ વર્ષ માટે સંકલ્પ કરી, વ્યવસ્થિત કાર્યક્રમ બનાવી, નીકળી પડે તો સેંકડો કે હજારો મુનિવરોને બદલે ૩૦-૪૦ પણ આપણા ભારત દેશ માટે ઘણા થઈ પડે. અહિંસાના મહાન સંદેશવાહક ભગવાન મહાવી૨ની ૨૫૦૦મી નિર્વાણતિથિ સુધીમાં તો અહિંસાનો સક્રિય પ્રચાર અને અહિંસક સમાજરચનાનું એક સુંદર ચિત્ર, નવનિર્માણ માટે અભિમુખ થયેલા રાષ્ટ્રની સામે શું શ્રમણો ઊભું ન કરી શકે? શું વિશાળ સાધુસંખ્યાવાળા જૈન સમાજને માટે આ અશક્ય કહેવાય? “હા, એટલું ચોક્કસ છે કે જીવનમાં ઉદાર ભાવના, સમન્વયવૃત્તિ અને કષ્ટસહિષ્ણુતા – આ ત્રણ ગુણો કેળવાયા હોય તો જ આ રસ્તે ચાલવાની ભાવના થાય અને ધારી સફળતા પણ પ્રાપ્ત કરી શકાય. અને આ ત્રણે ગુણો તો જૈન શ્રમણોને ગળથૂથીમાં મળવાના કારણે એમના માટે આ વાત અસંભવ પણ ન કહેવાય; કેમ કે ભગવાન મહાવીરના સિદ્ધાંતોમાં અહિંસા, અનેકાંત, સમન્વયવાદ તથા તપને અનુપમ સ્થાન છે જ. જે મુનિવરોમાં ઉદારતા અને સમન્વયવૃત્તિની સાથેસાથે એકાસણાં, આયંબિલ, ઉપવાસ આદિની તપસ્યા ચાલતી હોય તેવા મુનિવરોએ તો આવું કામ હોંશેહોંશે સ્વીકારી લેવું જોઈએ........ “મને આ અસાંપ્રદાયિક ધર્મપ્રચારના કાર્યમાં જૈન-જૈનેતર પ્રાયઃ બધા જ વિચારકોનો સહયોગ મળી રહ્યો છે. એક વાત સ્પષ્ટરૂપે તરી આવે છે કે યુગબળને ઓળખવામાં, સામયિક વિચારણામાં સાધુઓ કરતાં શ્રાવકો આગળ છે. આજે જ્યારે દેશ-વિદેશમાં સર્વોદય અને અહિંસક સમાજરચનાના પ્રયોગો થઈ રહ્યા છે, ત્યારે પણ જો આપણી સાધુસંસ્થા જાગૃત નહીં થાય તો ક્યારે થશે ? “આજે સર્વધર્મસમન્વય, સર્વધર્મઉપાસનાના માધ્યમથી માનવતાના પ્રચારની, માનવીય ગુણોના વિકાસની ખૂબ જરૂર છે. આજે માનવતાનો જે હ્રાસ થઈ રહ્યો છે, તેનું જો સંરક્ષણ કરવામાં આવે, તો, પરિણામમાં બધા જ સંપ્રદાયોને પણ લાભ જ છે. અને જો માનવ માનવતાથી વધારે ને વધારે દૂર થતો જશે, તો સંપ્રદાયોનું ભવિષ્ય પણ અંધકારમય જ છે... Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ અમૃત સમીપે “પણ જ્યાં સુધી આપણા જૈન સાધુઓ ઉપર પૂંજીપતિઓનું વર્ચસ્વ છે ત્યાં સુધી આમાં કંઈ પણ પરિવર્તન થાય તેવી આશા નથી. ધર્મમય સમાજરચનાની પ્રક્રિયામાં ધનની નહીં પણ ધર્મની જ પ્રધાનતા છે. ધનથી સહયોગ કરવાવાળી વ્યક્તિ પાપના પ્રાયશ્ચિત્ત રૂપે તે કરે તો ધન લેવું, પણ નામના કે કીર્તિની ઇચ્છા સાથે આપે તો નહીં લેવું.” ઉપરના લખાણથી મુનિ શ્રી જનકવિજયજીની મનોવૃત્તિ, વિચારસરણી અને પ્રવૃત્તિની રુચિનો ખ્યાલ આવી શકે છે. એમણે ધર્મમય સમાજરચના માટે કામ કરવાની જૈન મુનિવરો પાસે જે અપેક્ષા રાખી છે, તે મુનિઓના અત્યારના સંકુચિત માનસ અને બંધિયાર પ્રવૃત્તિક્ષેત્રને જોતાં, સફળ થાય એ બહુ ઓછું સંભવિત છે. પણ એથી વિશેષ નિરાશ થવાની જરૂર નથી. આપણા માટે તો મુનિશ્રી જનકવિજયજી જેવા, માનવીને માનવી બનાવવાનું જે સાચું ધર્મકાર્ય કરી રહ્યા છે એ જ સંતોષની વાત છે; અને એ માટે આપણે એ કલ્યાણવાંછુ મુનિવરનો આભાર માનવો ઘટે છે. માનવીને માનવી બનાવવાનું કામ એ ખરી રીતે છ કાયની રક્ષા કરવા જેવું મહાન અને પવિત્ર ધર્મકાર્ય છે. એટલે માનવીનો તિરસ્કાર એ ખરી રીતે છ કાયની વિરાધના જેવું મોટું અધાર્મિક કાર્ય છે. ઊંચ-નીચપણાના કે બીજા સાંપ્રદાયિક વ્યામોહમાં પડીને આવું અધાર્મિક કાર્ય આપણે સૈકાઓ સુધી કર્યું. મુનિશ્રી જનકવિજયજી કે એવા અન્ય સાધુજનોનું માનવ-ઉત્થાનનું પુણ્યકાર્ય જોઈને હવે મોડે-મોડે પણ આપણે આવા અકાર્યથી વિરમીએ તો સારું. (તા. ૨૫-૫-૧૯૬૮) એમ લાગે છે કે પોતાની વૃત્તિ અને પ્રવૃત્તિને આ દિશામાં વાળીને એમણે, પોતાના દાદાગુરુ આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભસૂરિજીની લોકકલ્યાણ અને સમાજ કલ્યાણની ભાવનાનું સાતત્ય જાળવી રાખવાની સાથે, અહિંસામાં રહેલી અભુત સર્જકશક્તિનું દર્શન કરાવવામાં પોતાનો અદનો ફાળો આપ્યો છે. એ સાચું છે કે મુનિશ્રી જનકવિજયજી માનવઘડતર અને સમાજહિતચિંતાનું પોતાનું કાર્ય અમુક મર્યાદામાં જ કરી શકે છે; પણ એથી એમના કાર્યના પાયાની મહત્તાનું મૂલ્ય ઓછું આંકવાની જરૂર નથી. અહીં મુખ્ય વાત મનની ઉદારતાની અને પ્રવૃત્તિની સાચી દિશાની જ છે. મુનિશ્રીએ અમને બિલાસપુરથી તા. ૧૩-૮-૧૯૭૬ના રોજ એક સવિસ્તર પત્ર લખ્યો છે, એમાં એમણે પોતાની માનવ-ઘડતરની પ્રવૃત્તિ સંબંધી તથા જૈનસંઘની હિતચિંતા અંગેની કેટલીક માહિતી આપી છે. હરિયાણા પ્રદેશમાં આવેલ બિલાસપુર નામના નાનાસરખા ગામમાં ચોમાસુ રહીને તેઓ ગરીબ, Page #282 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી જનકવિજયજી ૨૫૯ અભણ અને સંસ્કારવિમુખ ગણાતા લોકોના ઘડતરનું જે કામ કરી રહ્યા છે, તે અંગે તેઓએ પોતાના આ કાગળમાં લખ્યું છે - “અત્રે જૈનનું એક પણ ઘર નથી, છતાં બધાં જ લોકે સેવા-ભક્તિ અને રાત્રિના સત્સંગનો લાભ, વિના ભેદભાવ લઈ રહ્યા છે. નિઃસ્પૃહતા, ત્યાગવૃત્તિ, વિશાળતા તથા સર્વધર્મસમન્વયની દૃષ્ટિના કારણે જૈન સાધુના પ્રતિ લોકોમાં શ્રદ્ધાભક્તિ ઉત્પન્ન થઈ રહી છે. હમણાં ગાયત્રીમંત્ર અને નવકારમંત્ર ઉપર સમન્વયની દૃષ્ટિએ વિવેચન કરીને સમજાવ્યું, તો ઘણાં લોકોએ નવકાર-મંત્ર યાદ કરી લીધો. “આપ જાણો છો કે મારા કાર્યક્રમમાં ધર્માન્તર, સંપ્રદાયાન્તર કે વટાળવૃત્તિ જેવું નથી. અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદના ધ્યેયને સન્મુખ રાખી માનવમાત્રના અહિંસકવૃત્તિ, કરુણા, મૈત્રી, સત્યનિષ્ઠા, સેવા, પરોપકાર, ગુણાનુરાગિતા, અધ્યાત્મજાગૃતિ ઇત્યાદિ ગુણોનો વિકાસ થાય, માનવ સાચો માનવ બને, સંકુચિતતા અને સાંપ્રદાયિક દુરાગ્રહને છોડી સત્યાગ્રહી બને, એ માટે પ્રયાસો ચાલે છે. “જગાધારી તાલુકાના આ બિલાસપુર બ્લૉકમાં હું ૬-૭ વર્ષ પહેલાં આવ્યો હતો; ફકત ૪-૫ દિવસ જ રોકાવાનો પ્રોગ્રામ હતો. આ વખતે ચોમાસા પહેલાં એક માસ રોકાયાં. સમાજ-સેવિકા, રિટાયર અધ્યાપિકા કૃષ્ણાબહેનના સહયોગથી સ્ત્રીજાતિમાં સારી જાગૃતિ આવી. મહોલ્લે-મહોલ્લે બપોરના સત્સંગનો પ્રોગ્રામ ચાલ્યો. સર્વોદય, આદર્શ બાલમંદિર તથા મહિલામંડળની સ્થાપના થઈ. તે વખતથી અત્રેના લોકો ચોમાસુ કરાવવાની ભાવના રાખતા હતા. તેઓની ભાવના મુજબ અમારું ચોમાસુ અત્રે થયું. ચોમાસામાં રાત્રિના સત્સંગ દ્વારા ભાઈઓમાં સારી જાગૃતિ આવી. ‘મહર્ષિ વ્યાસ શિક્ષાનિકેતન' નામની ગામના લોકોની એક સંસ્થા ઊભી થઈ. પંદર વર્ષથી વ્યાસ-ઋષિના નામનું જે મકાન અધૂરું હતું, તેને પૂર્ણ કરાવવા ફંડ એકઠું થવા લાગ્યું. મહિલા-સમાજે ત્રણ હજારનું ફંડ કર્યું, ચાર હજાર જેટલું ભાઈઓએ કર્યું. કામ ચાલુ છે. આ મકાનમાં શિક્ષણ અને સંસ્કારની પ્રવૃત્તિઓ ચાલશે. “પર્યુષણ બાદ નશાબંદીને માટે જનમત તૈયાર કરવાનો, લોકો ‘દારૂથી સર્વનાશ'ને સમજી એને છોડવા તૈયાર થાય તે માટે જુદાજુદા સ્થાને સત્સંગના પ્રચારનો તથા મિટિંગનો કાર્યક્રમ શરૂ થશે. પ્રધાનમંત્રીની નશાબંદીની બારસૂત્રીનો પ્રચાર તથા જનજાગરણ માટે અંબાલા શહેર, અંબાલા છાવણી, મુસ્તફાબાદ, જગાધરી, યમુનાનગરમાં નશાબંદી-સમિતિઓ સ્થાપિત થઈ ગઈ છે, તેમ અત્રે પણ થશે. આ કામમાં નશાબંદી-સમિતિના તથા સર્વોદય-સંસ્થાના કાર્યકર્તાઓનો પ્રસંગે-પ્રસંગે સહયોગ મળતો રહે છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૯o અમૃત-સમીપે દસ વર્ષ પૂર્વે મારી પ્રેરણાથી સ્થાપિત હરિયાણા-ગ્રામ-પ્રાયોગિક સંઘ (અંબાલા)ના મંત્રી ડૉ. બલવીરસિંહજી ચૌહાણ તો, આ વખતે, ઘરથી એક વર્ષની નિવૃત્તિ લઈને, મારી સાથે ધર્મપ્રચાર અને વ્યસનત્યાગનું કામ કરવા તૈયાર થઈ રહ્યા છે. તેઓ બિલાસપુર બ્લોકનાં ગામોમાં ગ્રામોત્થાનનું કામ કરી રહ્યા છે. (તા. ૧૮-૮-૧૯૭૦) મુનિરાજશ્રી જનકવિજયજી ગણીએ, એકાદ દાયકાથી, હિમાચલ, પંજાબ તથા હરિયાણા પ્રદેશના પછાત વિસ્તારોમાં વસતા પછાત વર્ગમાં જ્ઞાતિ, વર્ણ કે ધર્મના કોઈ પણ જાતના ભેદભાવ વગર, માનવમાત્રને સમાન આદરભાવ અને વાત્સલ્યના અધિકારી ગણીને, માનવતાના સંસ્કારોને પ્રગટાવવાનું અને એ માટે એમને કુવ્યસનો, કુટેવો અને કુસંસ્કારોથી મુક્ત કરીને સંસ્કારી અને શિક્ષિત બનાવવાનું જે યજ્ઞકાર્ય હાર્થ ધર્યું છે, તે ધર્મનું અને ધર્મપ્રભાવનાનું ઉત્તમ, પવિત્ર અને પાયાનું કાર્ય છે. શ્રી જનકવિજયજી અલગારી સ્વભાવના શ્રમણ છે. ઓછામાં ઓછી જરૂરિયાતોથી સારી રીતે કેમ જીવવું અને ગોચરી-પાણીની મુશ્કેલીમાં પણ આનંદમગ્ન કેમ રહેવું એ વાતના તો તેઓ જાણે કળાકાર જ છે. વિશેષ આનંદ ઉપજાવે એવી વાત તો એ છે, કે પોતાના આ શિષ્યરત્નની લોકોદ્ધારની આવી ઉમદા ભાવનાની કદર કરીને, સ્વર્ગસ્થ આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજીએ ઉદારતાથી એમને પોતાના અંતરના આશીર્વાદ આપ્યા હતા, અને એમ કરીને મુનિરાજશ્રી જનકવિજયજીને માનવીનો ઉદ્ધાર કરવાનું ધર્મનું પાયારૂપ કાર્ય કરવાની મોકળાશ કરી આપી હતી. પોતાના શિષ્યના વિકાસ અને કાર્યમાં ગુરુએ આવો રસ લીધો હોય એવા દાખલા બહુ જ ઓછા જોવા મળે છે. દિલની આટલી બધી વિશાળતા એ શ્રમણ-જીવનના પ્રાણરૂપ સમતાની સફળ સાધનાનું જ સુપરિણામ સમજવું જોઈએ. સ્વર્ગસ્થ આચાર્ય મહારાજ માટે સંતોષ અને આનંદની વાત તો એ બની કે કાળધર્મના થોડા વખત પહેલાં જ તેઓએ પોતાના આ માનવતાના પ્રેમી, પ્રેરક અને પ્રચારક શિષ્યરત્નની કાર્યભૂમિ અને કામગીરીને પોતાની નજરોનજર જોવાનો સમય મેળવ્યો હતો, અને એ કાર્યનું મહત્ત્વ પિછાણીને “મેં સાંભળ્યું હતું એના કરતાં પણ અહીં વધારે જોયું” એવા હર્ષોલ્ગાર વ્યક્ત કર્યા હતા. ' મુનિરાજ શ્રી જનકવિજયજી ગણીના કાર્યક્ષેત્રની સ્વર્ગસ્થ આચાર્ય મહારાજે લીધેલી મુલાકાતનો મુનિ શ્રીનિત્યાનંદવિજયજીએ લખેલો અહેવાલ પંજાબની શ્રી આત્માનન્દ જૈન મહાસભાના માસિક મુખપત્ર “વિજયાનંદના ચાલુ (૧૯૭૭) મે માસના અંકમાં છપાયો છે, તે જાણવા જેવો હોવાથી એમાંનો કેટલોક ભાગ અહીં સાભાર ઉધૂત કરીએ છીએ, - Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ મુનિશ્રી જનકવિજયજી “સર્વધર્મસમન્વયી ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજના હૃદયસાગરમાં, દસ વર્ષ પહેલાં, એક વિચાર-તરંગ ઊઠ્યો કે આજનો સાધુવર્ગ ઉપધાન, પ્રતિષ્ઠા, અંજનશલાકા વગેરે ધાર્મિક કાર્યો કરવામાં જે સંતોષ માની રહ્યો છે, અને પોતાની મોટાઈ માને છે, એનો હું વિરોધી નથી; પણ ગામડાંમાં જ્યાં સાધુઓ પણ નથી પહોંચ્યા તેમ જ માંસ, દારૂ, સિગરેટ વગેરે વ્યસનો તથા સામાજિક કુરિવાજો અને બદીઓનું સામ્રાજ્ય છે, ત્યાં જઈને જો લોકોને ભગવાન મહાવીરની વાણી દ્વારા “જીવો અને જીવવા દો”, “વા માગુરૂગાર્ડ' – માનવજાતિ એક જ છે અને અહિંસા, અનેકાંત તથા ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજાવવામાં આવે તો ઘણો લાભ થશે; જો કે શરૂઆતમાં અનેક મુશ્કેલીઓના ઝંઝાવાતની સામે પણ અડગ રહીને ચાલવું પડશે, અપમાનની આંધીઓમાં પણ સમભાવ રાખીને સ્થિર રહેવું પડશે. “ગણીજી-મહારાજ પાસે સ્પષ્ટ દૃષ્ટિ તેમ જ કરવા ધારેલા કામની રૂપરેખા પણ સ્પષ્ટ હતી. એમની નજર સામે ભગવાન મહાવીરના અનેકાંતદર્શનના વ્યાવહારિક રૂપ સમાન અહિંસક સમાજરચનાનું પ્રાયોગિક ચિત્ર તેમ જ મહાત્મા ગાંધીજીની સાત પ્રકારના સ્વાવલંબનની ગ્રામસુધારણાની યોજના હતી. એનો જ ધ્વજ લઈને, પૂર્ણ નિષ્ઠા તેમજ મક્કમ નિર્ધાર સાથે, ગણીજી આગળ વધ્યા. તેઓ માર્ગમાં આવતી જાતજાતની મુશ્કેલીઓનો હસતાં-હસતાં સામનો કરતા રહ્યા અને પોતાના કાર્યક્રમને આગળ વધારતા રહ્યા. જૈનધર્મના આચારોને જાણતા નહીં હોવાને કારણે, તેમ જ ક્યારેક ત્યાંના લોકોએ જૈન મુનિને જોયેલ નહીં હોવાના કારણે, ગામડાની જનતાની, આહારપાણીની ઉપેક્ષા, માન-અપમાન, તેમ જ ઉચિત-અનુચિત સવાલ વગેરે કંઈક વાતોનો અનુભવ થયો. કેટલાક લોકોએ માની લીધું કે મુનિજી જૈનધર્મના પ્રચાર માટે તેમ જ સમાજના બધા લોકોને જૈન બનાવવા આવ્યા છે. જ્યારે એમણે લોકોના મોઢે આ વાત સાંભળી ત્યારે એમણે કહ્યું કે હું જૈનધર્મની જેમ દરેક ધર્મનો આદર કરું છું. કોઈ જન્મમાત્રથી જૈન, બ્રાહ્મણ, ક્ષત્રિય કે શૂદ્ર નથી બનતો, પણ આચરણથી જ થાય છે. ધર્મની વિશાળતા સમજાવતાં ગણીજી મહારાજ કહ્યા કરતા હતા, કે જે ધર્મ કોઈને ત્યાં જમવાથી કે કોઈને અડકવા માત્રથી પોતાની જાતને અપવિત્ર થઈ ગયેલી માને છે, માનવી-માનવી વચ્ચે દ્વેષથી ભેદભાવ ફેલાવે છે, એ ધર્મ નહીં પણ અધર્મ છે. ધર્મનું કામ વેરવિખેર બનેલી માનવજાતની કડીઓને જોડવાનું છે, નહીં કે તોડવાનું. ધર્મનું લક્ષ્ય વિકારો અને વ્યસનોથી મુક્તિ અપાવીને અને છેવટે આત્મસાધનાના બળે પરમ સત્યની પ્રાપ્તિ કરાવીને જન્મ-મરણના બંધનથી મુક્તિ અપાવવી એ છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે “માંસ, દારૂ વગેરે બધાં વ્યસનોનો, બધા ધર્મોએ, માનવીને માટે નિષેધ કર્યો છે. આજના ગામડાના માનવીની ક્માણી બહુ જ ઓછી છે; એમાંથી પણ કેટલીક વ્યસનોમાં ગુમાવી દેવાથી પોતાના કુટુંબીઓ ચિંતાગ્રસ્ત બને છે. એટલા માટે, જીવનને સુખી બનાવવું હોય, તો નિર્વ્યસની થવાની ખૂબ જરૂર છે ગણીજી મહારાજના આવાઆવા અસરકારક વિચારો જ્યારે ત્યાંના લોકોએ સાંભળ્યા, ત્યારે બુદ્ધિજીવી વર્ગથી લઈને તે ખેડૂતવર્ગ સુધીના લોકો એનાથી ખૂબ પ્રભાવિત થયા, અને પંજાબ, હિમાચલ-પ્રદેશ, હરિયાણાના કાર્યકરો ગણીજીના પ્રચારકાર્યમાં ભાગ લેવા લાગ્યા, તથા જનતા વિશેષરૂપે એમના વિચારોને સાંભળવા એકત્ર થવા લાગી; અને થોડા વખતમાં જ સામાજિક બદીઓને દૂર ક૨વા માટે એક વર્ગ તૈયાર કરવામાં આવ્યો. ગામોગામ મહિલાઓને જાગૃત કરીને મહિલામંડળોની, તેમ જ નાનાં-નાનાં બાળકોમાં શરૂઆતથી જ સંસ્કારો પડે તે માટે, સર્વોદયનો આદર્શ ધરાવતાં બાલમંદિરોની સ્થાપના થવા લાગી. આને લીધે આ ઇલાકામાં એક નવી હવા, નવી ચેતના ફેલાઈ ગઈ. સંગઠિત થયેલ વર્ગે ગઢી ઇલાકામાં કોટહા નામે સ્થાનમાંથી દારૂનો એક ઇજારો પણ બંધ કરાવી દીધો. એનાથી પ્રભાવિત થઈને, બીજાં ગામોના લોકોએ પણ પોતપોતાનાં ગામોમાંથી દારૂનો ઇજારો બંધ કરવાની હિલચાલ શરૂ કરી. આનો બધો યશ ગણીજીને જ ઘટે છે. આ કામોમાં (મહાત્મા ગાંધીજીનાં ખાસ દાતર) અખિલ ભારતીય નશાબંધી સમિતિના પ્રમુખ ડૉ. શ્રીમતી સુશીલા નૈયર વગેરે અનેક વ્યક્તિઓએ ગણીજીને સહકાર આપ્યો હતો.” ૨૭૨ આ પ્રમાણે ગણીજી મહારાજની લોકોના સંસ્કાર-ઘડતરની પ્રવૃત્તિની વિગતો આપ્યા બાદ મુનિશ્રી નિત્યાનંદવિજયજીએ સ્વ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીએ લીધેલી જુદાંજુદાં ક્ષેત્રોની મુલાકાતોની વિગત આપી છે : “વર્તમાન રાષ્ટ્રસંત, જિનશાસનરત્ન, આચાર્ય શ્રીમદ્ વિજયસમુદ્રસૂરિજી મહારાજે, પંજાબના વિહાર બાદ, પોતાના સાધુ-સમુદાય સાથે, ગણીજી-મહારાજે સીંચેલ બાગને નિહાળવા માટે, અંબાલા જિલ્લાના અહિંસાક્ષેત્રમાં પ્રવેશ કર્યો.” આ પછી જુદાં-જુદાં ગામોમાં આચાર્યશ્રીએ જે નજરોનજર જોયું અને એમનું તથા એમના સંઘનું ઉમળકાભર્યું જે સ્વાગત થયું, એનું ગામવાર વર્ણન આપવામાં આવ્યું છે. એમાં વિલાસપુરની સભામાં આચાર્યશ્રીના અંતરમાંથી પ્રગટેલા “નૈસા મૈને સુના થા, ઉસસે ધન દી લેવા” એ શબ્દો મુનિશ્રી જનકવિજયજીના આ સેવાયજ્ઞની સફળતાની યશકલગી સમા બની ગયા છે. - - ખરી રીતે તો મુનિશ્રી નિત્યાનંદવિજયજીનો આ આખો લેખ વાંચવા જેવો અને લાગણીને સ્પર્શી જાય એવો છે. એ વાંચતાં એમ જ થાય છે : ધન્ય એ ગુરુદેવ અને ધન્ય એ શિષ્યરત્ન ! Page #286 -------------------------------------------------------------------------- ________________ પતિશ્રી હેમચંદ્રજી ૨૭૩ આ લેખને અંતે યોગ્ય જ કહેવામાં આવ્યું છે – આ બધાં ગામોમાં જૈનનું એક પણ ઘર નથી. ગણીજી-મહારાજે અંબાલા જિલ્લાનાં સાતસો ગામોમાં વિચરીને ભગવાન મહાવીરની અમર વાણી સંભળાવી. ગણીજીના વિચારો તથા કાર્યોથી આ ક્ષેત્રના બુદ્ધિજીવી વર્ગ અને વિચારકવર્ગથી લઈને તે ખેડૂતવર્ગ સુધ્ધાં પ્રભાવિત થયો છે. કેટલાય લોકોને એમ કહેતાં સાંભળ્યા કે જ્યાં ગણીજીને બેસવા માટે પણ જગ્યા નહોતા દેતા, ત્યાં આજે એમને મસ્તક ઉપર ઉઠાવવામાં આવી રહ્યા છે, હૈયામાં બિરાજમાન કરવામાં આવી રહ્યા છે.” આવી અસાધારણ અને દાખલારૂપ સફળતાએ મુનિશ્રીની અહિંસા-સંયમ-તપમય શ્રમણધર્મની નિષ્ઠાભરી અને વાત્સલ્યઝરતી આરાધનાનો જ પ્રતાપ છે. ધન્ય મુનિવર! (તા. ૨૧-૫-૧૯૭૭) (૧૫) દષ્ટિવંત કર્મશીલ ચતિવર્ય હેમચંદ્રજી જૈનધર્મના એક વિદ્વાન અને વિખ્યાત વક્તા તરીકે દેશ-વિદેશમાં જાણીતા પતિવર્યશ્રી હેમચંદ્રજીનો બેએક માસ પહેલાં (તા. ૧૨-૫-૧૯૬૮ના રોજ). વડોદરામાં સ્વર્ગવાસ થયો છે. સ્વર્ગસ્થ યતિજી જેમ એક લોકપ્રિય વક્તા હતા, તેમ સમાજસેવા અને દેશસેવાનાં કાર્યો પ્રત્યે પણ એમને એવી જ પ્રીતિ હતી. આ દૃષ્ટિએ એમના કાર્યનું મૂલ્યાંકન કરતાં એમ લાગ્યા વગર નથી રહેતું કે સંકુચિત મનોવૃત્તિમાં અટવાઈ જવાને બદલે તેઓએ ઉદાર અને વિશાળ દૃષ્ટિબિંદુ કેળવ્યું હતું; અને એમની આ ઉદારતાનો પડઘો એમના ધર્મોપદેશમાં અચૂક પડતો હતો. એમની પ્રેરણાથી આપણા દેશમાં તથા આફ્રિકા જેવા વિદેશોમાં પણ માનવસમાજની સેવા કરતી કેટલીક સંસ્થાઓ સ્થપાઈ હતી. યશસ્વી વક્તા તરીકેની લોકપ્રિયતાને બળે તેઓએ જાપાનની જનતાને પણ પોતાની ધર્મવાણીનો લાભ આપ્યો હતો. યતિવર્યશ્રી હેમચંદ્રજીએ પોતાના હસ્તકનો હજારો હસ્તલિખિત ગ્રંથોથી સમૃદ્ધ ભંડાર વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરને થોડાં વર્ષ પહેલાં ભેટ આપ્યો હતો. એમની આ ઉદારતા અને દીર્ઘદૃષ્ટિને લીધે એક બહુમૂલો ગ્રંથભંડાર વેરવિખેર થતો અટકી જઈને સુરક્ષિત બન્યો અને એનો ઉપયોગ પણ સૌ વિદ્વાનોને માટે સુલભ બન્યો. યતિશ્રીનું આ કાર્ય એમની ઉદારતા અને દીર્ઘદૃષ્ટિની યશકલગી બની રહે એવું છે. અને એની જેટલી પ્રશંસા કરીએ એટલી થોડી છે. (તા. ૧૩-૭-૧૯૯૮) Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ અમૃત સમીપે (૧૬) સેવાપ્રેમી, ઉદારચેતા મુનિશ્રી નાનચંદજી જૈનસંઘના વર્તમાન યુગના વ્યાપક ઇતિહાસમાં કેટલીક વ્યક્તિઓનાં નામ સ્મરણીય બની રહે એવાં છે; તેઓમાંના સ્વ. મુનિવર્ય શ્રી નાનચંદજી મહારાજ પણ એક છે. તાજેતરમાં જ (તા. ૨૭-૧૨-૧૯૬૪ના રોજ) તેઓ સૌરાષ્ટ્રમાં સાયલા મુકામે દિવંગત થતાં એક સમય પારખું અને લોકપ્રિય મુનિ આપણી પાસેથી સદાને માટે વિદાય થઈ ગયા છે. જનસેવાની અભિરુચિ, વિદ્યાની પ્રીતિ અને પ્રગતિરોધક રૂઢિચુસ્તતા પ્રત્યે અરુચિ એ શ્રી નાનચંદજી મહારાજનાં જીવન અને કાર્યને પ્રગતિશીલ બનાવનાર પ્રેરક બળો હતાં. મધુર કંઠ, મીઠી કલમ અને મનોહર કવિતા રચવાની કળાની જાણે એમને સહજ રીતે બક્ષિસ મળી હતી. વક્તા તરીકે પણ તેમણે નામના કાઢી હતી. એમનું વક્નત્વ જેવું પ્રભાવશાળી હતું, એવું જ પ્રભાવશાળી એમનું વ્યક્તિત્વ હતું. ધર્મના ક્ષેત્રે કોઈને પણ ઊંચા કે નીચા નહીં લેખવાના જૈનધર્મના વિશ્વમૈત્રીના આદેશને એમણે વર્તનમાં ઉતારી બતાવવા પ્રયત્ન કર્યો હતો. એને લીધે જનસેવાનાં કાર્યોને સતત પ્રેરણા આપતા રહેતા એમના ઉપદેશથી સંખ્યાબંધ સેવાપ્રવૃત્તિઓનો જન્મ અને વિકાસ થયો હતો. તેઓનું મૂળ વતન સૌરાષ્ટ્રના ઝાલાવાડમાં સાયલા ગામ. વિ. સં. ૧૯૩૪માં એમનો જન્મ. લગ્નજીવન અને સંસારથી મુખ ફેરવીને ૨૨ વર્ષની યુવાનવયે એમણે દીક્ષા લીધી હતી. એમની બુદ્ધિનાં દ્વાર નવા વિચારોને સાંભળવા, વિચારવા અને ઝીલવા હંમેશાં ઉઘાડાં રહેતાં હતાં. છેક એ કાળે એમણે જનતાની ધર્મવાણી સાંભળવાની તૃષાને છિપાવવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની હામ બતાવી હતી – એ બીના જ એમની સમયજ્ઞતા બતાવવા પૂરતી છે. તેઓ સ્થાનકવાસી સંપ્રદાયના સાધુ હતા, છતાં અઢારે આલમ એમની પાસે આવવા પ્રેરાતી એવી એમની ઉદાર અને વિશાળ દૃષ્ટિ હતી. અને દુઃખિયાનાં દુઃખ જોઈને દ્રવી ઊઠે અને એના નિવારણને માટે કંઈક કરી છૂટવા ઝંખે એવી એમની ચેતના અને જ્ઞાનવિતરણ માટેની એમની તાલાવેલી એમના પ્રત્યે વિશેષ આદર પ્રેરે એવી હતી. એમના સ્વર્ગવાસ વખતે, એમના સ્મરણનિમિત્તે, જનસમૂહને દસ લાખ રૂપિયા એકત્ર કરવાની ભાવના જાગે અને એ ને એ જ વખતે ચારેક લાખ રૂપિયા જેટલી મોટી રકમ નોંધાઈ જાય એ બીના જ એમની લોકપ્રિયતા અને સેવાપરાયણતાને અંજલિરૂપ બની રહે એવી છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી મદનલાલજી | ૨૩૫ ૮૭ વર્ષની પૂર્ણ વયે તેઓએ ચિરવિશ્રામ શોધ્યો ! એમની સેવાપરાયણતા સર્વત્ર વિસ્તરે એમ પ્રાર્થીએ. ' (તા. ૧૩-૧-૧૯૭૫) (૧૭) મહામના મુનિશ્રી મદનલાલજી સ્થાનકવાસી ફિરકાના મુનિશ્રી મદનલાલજી મહારાજ તા. ૨૭-૬૧૯૬૩ના રોજ પંજાબમાં જંડિયાલા શહેરમાં કાળધર્મ પામ્યા, અને જૈનસંઘને એક વયોવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ મુનિવરની ખોટ પડી. કેન્સર જેવો અસાધ્ય વ્યાધિ, અને ઉંમર પણ પાકી; એટલે કાળદેવતાએ અકાળે આક્રમણ કર્યું એમ તો ભલે ન ગણાય, અને મુનિશ્રી પણ પોતાની સંયમયાત્રાને યશસ્વી બનાવીને અને કેન્સર જેવા અસહ્ય વ્યાધિના તાપમાં, પોતાના આત્માના કુંદનને, સમભાવની અગ્નિપરીક્ષા દ્વારા, વિશેષ ઉજ્જવળ બનાવીને ધન્ય બની ગયા; પણ એમના પરિચયમાં આવનાર નાના-મોટા સૌ કોઈને ચિરકાળ પર્યત સાંભર્યા કરે એવા ઉદાર, સરળ અને મોટા મનના એ સાધુપુરુષ હતા. સંપ્રદાયની આમન્યા, સંયમમાર્ગનાં આકરાં નિયમો અને સમુદાયની શિસ્ત – આ બધું બરાબર જાળવવા છતાં એમનું મને સંકુચિત બન્યું ન હતું, અને સૌ કોઈને તેઓ હેતપ્રીતથી અપનાવી શકતા હતા એ એમના ચિત્તની વિશેષતા હતી. વળી તેઓ સરળ અને સહૃદય હોવા છતાં બીજાથી ન ઠગાય એવા ચકોર પણ હતા; અને તેથી જ તેઓ પોતાના ફિરકાના શક્તિશાળી નેતા પણ બની રહ્યા હતા. સ્થાનકવાસી શ્રમણસમુદાયમાં એકતાની સ્થાપના માટે મળેલ સાદડીસમેલનને સફળ બનાવવા માટે ઉપાધ્યાયશ્રી અમરચંદજી મહારાજ સાથે એમણે જે ભગીરથ કામગીરી બજાવી હતી, અને જે જહેમત ઉઠાવી હતી એ ઇતિહાસનું એક સોનેરી પ્રકરણ બની રહે એમ છે. એમની આવી બહુમુખી યોગ્યતાને લીધે જ સ્થાનકમાર્ગી શ્રમણ સંઘના પ્રધાનમંત્રી જેવા જવાબદાર અને ગૌરવભર્યા પદે એમની વરણી કરવામાં આવી હતી. પણ એમને આવા ગૌરવનો કે નામનાનો મોહ જ ન હતો. વખત આવ્યો અને એમણે આવા મોટા પદનો સહજ રીતે ત્યાગ કરી દીધો ! Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ અમૃત-સમીપે રાષ્ટ્ર અને સંઘના કલ્યાણની આકાંક્ષા એ એમની પ્રવૃત્તિનું કેન્દ્ર હતું; અને તેથી જ એમણે ક્યારેય ભેદ પાડવામાં નહીં, પણ હંમેશાં મતભેદોનું નિવારણ કરીને એકતાને સ્થાપવામાં જ પોતાની શક્તિને સાર્થક કરી હતી. પોતાના નિમિત્તે સંઘમાં ક્યાંય વિક્ષેપ ન જાગવા પામે એ માટે તેઓ હંમેશાં જાગૃત રહેતા. કાળધર્મ પામતાં પહેલાં તેઓએ પોતાના શિષ્ય-પરિવારને એ જ અંતિમ સંદેશો આપ્યો હતો કે “તમે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાના ઝઘડામાં અટવાઈ પડવાને બદલે સંયમની આરાધનાને જ પોતાનું સર્વોચ્ચ ધ્યેય રાખજો.” એમની વાણીમાં જાણે સરસ્વતી વસતી હતી. એમને મળવું એ તો જીવનનો એક આનંદ હતો જ, પણ એમનું વ્યાખ્યાન સાંભળવું એ પણ એક લ્હાવો હતો. મૃદુ, મીઠી છતાં મક્કમતાથી સભર એમની વાણી હતી. અંતરનું ઊંડાણ, શાસ્ત્રપરિશીલન અને ઉત્કટ સંવેદન એ ત્રિવેણીસંગમના આરે પવિત્ર થઈને વહેતી એમની વાણી અંતરને સ્પર્શી જતી. સાચું અને સ્પષ્ટ કથન એ એમની વાણીનો ગુણ હતો. જનતાએ એમને ‘વ્યાખ્યાન-વાચસ્પતિ'ના બિરુદથી સાચી રીતે અલંકૃત કર્યા હતા. આટલી શકિત, છતાં અહંભાવનું નામ નહીં, ભગવાન મહાવીરના શાસનના એક અદના સિપાહી લેખાવામાં જ પોતાના જીવનને ધન્ય માને અને એ સિપાહીગીરીમાં ખામી ન આવે એ માટે સજાગ રહે; અને છતાં અન્યાય કે અનિષ્ટની સામે નમતું આપવાની વાત નહીં. સ્થાનકવાસી કૉન્ફરન્સના મંત્રી શ્રી આનંદરાજ સુરાણાજીએ મુનિશ્રી મદનલાલજી મહારાજને સિંહવૃત્તિના પ્રતીક તરીકે બિરદાવ્યા છે તે યથાર્થ છે. ફિરકાબંધીના સીમાડા નડતા ન હોત અને સંપ્રદાયવાદના નશાથી બુદ્ધિ ભ્રમિત ન થઈ હોત તો જૈનસંઘના બધા ય ફિરકાઓમાં ક્યારેક-ક્યારેક પાકતા આવા મહામના અને ઉદાર સંતપુરુષોનો આપણે કેટલો બધો લાભ લઈ શકત ! (તા. ૨૦-૭-૧૯૬૩) Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી ગણી (૧૮) સંયમ અને તપના જાગૃત આરાધક ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણી જેઓ સંસારને સાચા અર્થમાં અપાર મુસીબતો અને દુઃખોથી ભરેલા ભવભ્રમણના વિષચક્ર જેવો માને છે, તેઓને ત્યાગ-વૈરાગ્ય-સંયમનો રંગ લાગતાં વાર લાગતી નથી. પણ જીવનના અંત સુધી સંયમનું નિરતિચાર પાલન થતું રહે એવી અખંડ અપ્રમત્તતા દાખવવી એ તો એથી ય મોટું અને અતિ દુષ્કર કાર્ય છે. આવા કાર્યને સહજ ભાવે કરી બતાવીને વિરલ ધર્મપુરુષ તરીકેનું ગૌરવ મેળવીને પોતાના જીવન અને મરણને ધન્ય બનાવી જનાર વર્તમાન સમયના આપણા મુનિવરોમાં સ્વ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવરનું નામ અને કામ અગ્રસ્થાન પામે એવી ઉત્તમ કોટિનું હતું. સ્વર્ગસ્થ ઉપાધ્યાયજી મહારાજે ઉત્કૃષ્ટ કોટિના સંયમની આરાધના માટે વાસનાઓ ઉપર જે કાબૂ મેળવ્યો હતો અને પોતાની સ્વાદેન્દ્રિયને રસલોલુપતાથી જે રીતે મુક્ત બનાવી હતી, તે દાખલારૂપ બની રહે એવી હતી. વળી તેઓ નિર્મળ સંયમની આરાધના માટે જેટલી ચીવટ ધરાવતા હતા, એવો જ ઉત્કટ અનુરાગ એમને તપસ્યાની સાધના પ્રત્યે પણ હતો. દીક્ષા લીધી ત્યારથી તે કાળધર્મ પામ્યા ત્યાં સુધીનાં ૪૮ વર્ષ જેટલા દીર્ઘ સમય દરમ્યાન, નાનીમોટી કે ભયંકર માંદગીના સમયમાં કે અઠ્ઠાઈ કે તેથી મોટી તપસ્યાના પારણાના અવસરે પણ, તેઓએ ક્યારેય એકાસણા કરતાં ઓછું તપ કર્યું ન હતું ! તેઓએ વર્ધમાન તપની ક૭ ઓળી અને ૧૫-૧૬ વર્ષીતપ કર્યા હતાં તે ઉપરથી પણ એમનો તપસ્યાનો રંગ કેવો પાકો હતો તે જાણી શકાય છે. તેઓનું વતન ઉત્તર ગુજરાતના ઊંઝા પાસે આવેલું ઉનાવા ગામ. એમના પિતાનું નામ શ્રી ન્યાલચંદભાઈ, માતુશ્રીનું નામ શ્રીમતી ખુશીબાઈ. વિ. સં. ૧૯૫૬માં એમનો જન્મ. એમનું પોતાનું નામ મૂળચંદભાઈ. એમનાં પત્નીનું નામ મણિબાઈ. એમને બે દીકરા અને એક દીકરી એમ ત્રણ સંતાન. ત્રીસ વર્ષની યુવાન વયે મૂલચંદનું મન સંસાર ઉપરથી ઊઠી ગયું. સંસાર તરફનો એમનો આ વૈરાગ્ય એવો ઉત્કટ નીવડ્યો કે એથી એમણે પોતે તો વિ. સં. ૧૮૮૭માં દિક્ષા લીધી, પણ પોતાનાં અંગરૂપ સ્વજનો સંસારમાં રાચીને પોતાના આત્માનું અહિત કરી ન બેસે એ માટે પત્ની તથા પુત્રોને ય દીક્ષા અપાવી! એમનાં પત્નીનું નામ સાધ્વી સદ્ગણાશ્રીજી છે. એમના મોટા પુત્ર મોતીલાલનું નામ મુનિ મહોદયસાગરજી હતું. તેઓ કાળધર્મ પામ્યા છે. તેઓના નાના પુત્ર અમૃતલાલ તે Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ અમૃત-સમીપે જ્ઞાન-ધ્યાન-તપ-નિરત, આપણા સંઘના ગૌરવસમા વિદ્વાન અને સહૃદય મુનિવર પંન્યાસ શ્રી અભયસાગરજી ગણી. એમનાં પુત્રીનું નામ સુલતાશ્રીજી. ઉપાધ્યાયજી મહારાજના ગુરુ હતા આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરિજી. જેમ શ્રી ધર્મસાગરજી મહારાજ સંયમ અને તપના જાગૃત આરાધક હતા, તેમ શાસનને હાનિ કરતા પ્રશ્નોનો સામનો કરવામાં પણ એક ખડા સૈનિક કે યોદ્ધા જેવા હતા. ટ્રસ્ટ એક્ટના કારણે દેવદ્રવ્ય અને જ્ઞાનદ્રવ્યને પહોંચનાર હાનિના નિવારણ માટે તેઓએ, એકલાં સુપ્રિમકોર્ટ સુધી ઝઝૂમીને જે સફળતા પ્રાપ્ત કરી હતી તે માટે શ્રીસંઘ સદાને માટે એમનો ઓશિંગણ રહેશે. આવા સંયમી, તપસ્વી અને શાસનરક્ષક ઉપાધ્યાયજી મહારાજનો ૭૮ વર્ષની ઉંમરે, ઊંઝામાં, ગત અષાઢ સુદિ ચૌદશના પર્વદિને, સમાધિપૂર્ણ કાળધર્મ થતાં આપણને એક ઉત્તમ કોટિના શ્રમણ સંતની ખોટ પડી છે. (તા. ૫-૮-૧૯૭૮) (૧૯) શુભાકાંક્ષી દેહદાતા મુનિશ્રી શુભવિજયજી ભવિતવ્યતાની પણ બલિહારી જ છે ને ! એકાદ મહિનાથી જેમના સેવાકાર્યને અમે અમારી પ્રશંસાની અંજલિ અર્પણ કરવા ઇચ્છતા હતા, એમાં એક યા બીજા કારણે વિલંબ થતો રહ્યો, અને એમને પ્રશંસાની અંજલિની સાથે-સાથે શોકાંજલિ આપવાનો અવસર આવ્યો ! પશુ જીવતાં તો માણસ-જાતની સેવા કરે જ છે અને મરીને પણ પોતાનાં હાડ-ચામ દ્વારા ઉપયોગી સાબિત થાય છે પણ મરેલાં માનવીની કાયાનો કોઈ જ ઉપયોગ નહીં; એને બાળી કે દાટી જ દેવાની ! ઘણા લાંબા સમયથી આપણે ત્યાં આ માન્યતા પ્રચલિત હતી; પણ વિજ્ઞાનની શોધોએ માનવીના મૃતદેહનો પણ ખૂબ ઉપકારક ઉપયોગ કરવાનો માર્ગ શોધી કાઢ્યો. અને એ શોધે કોઈકોઈ વિરલા માનવીના અંતરમાં પોતાના મરણ પછી પોતાની કાયાને અગ્નિને કે પૃથ્વીને હવાલે કરી દેવાને બદલે લોકોપકારક તબીબી સંશોધન કે તબીબી ઉપયોગને માટે સોંપી દેવાની ભવ્ય ભાવના જગાડી છે. સદ્ગત મુનિશ્રી શુભવિજયજી આવા જ કાયાને અર્પણ કરનાર ભાવનાશીલ મુનિવર હતા. આ મુનિશ્રીએ એક વસિયતનામું (વિલ) કરી રાખ્યું હતું, અને એમાં એમણે પોતાના મરણ બાદ પોતાની કાયા તબીબી-વિજ્ઞાનની કૉલેજને સોંપી દેવા અંગે જણાવ્યું હતું : “મારા મૃત્યુ બાદ મારા શબને, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને પ્રયોગ માટે ઉપયોગ કરવા, મેડિકલ કોલેજને, કોઈ પણ જાતની ધાર્મિક ક્રિયાઓ કર્યા વગર, સુપ્રત કરવું.” Page #292 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી શુભવિજયજી ૨૩૯ થોડાં અઠવાડિયા પહેલાં જ એમણે બોંતેર વર્ષ પૂરાં કરીને તોંતેરમા વર્ષમાં પ્રવેશ કર્યો હતો, અને તા. ૭-૧-૧૯૬૩ને સોમવારના રોજ સાંજના સાડાસાત વાગતાં, તેઓ મુંબઈમાં કાળધર્મ પામ્યા ! કાળધર્મ પહેલાં એમને ઇસ્પિતાલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એમણે આપઘાતની કોશિશ કરી હોય એવો વહેમ એમના સ્વર્ગવાસની આસપાસ વીંટળાઈ રહ્યો હતો. શરૂઆતમાં તો એ કોશિશ નિષ્ફળ ગયેલી લાગી, પણ અંતકાળે પોતાનું કામ જાણે પૂરું કર્યું, અને એક સેવાધેલા મુનિ સદાને માટે આપણાથી વિદાય થયા ! મૂળે તેઓ અમદાવાદના વતની; એમનું નામ સારાભાઈ અને ધંધો કાપડનો. સત્તાવીસ વર્ષની વયે એમને વૈરાગ્યનો રંગ લાગ્યો, અને એમણે આ. મ. શ્રી. વિજયવલ્લભસૂરિજી પાસે દીક્ષા લીધી. પણ થોડા વખતમાં એમણે એ દીક્ષાનો ત્યાગ કર્યો; પણ એમનો ધર્મપ્રેમી આત્મા એથી વધુ અસંતુષ્ટ થયો, અને એમણે મુનિશ્રી ભક્તિવિજયજી પાસે ફરી દક્ષા ગ્રહણ કરી. પણ એમના સેવાપરાયણ મનને ત્યાં નિરાંત ન વળી; તેથી તેઓ ગુરુથી જુદા પડી ગયા અને પોતાને ગમતી સેવા પ્રવૃત્તિ કરતાં એકલા ફરવા લાગ્યા. શરૂઆતમાં એમણે થરાદમાં જીવદયાનું કામ કર્યું, કચ્છમાં ભદ્રેશ્વરમાં આશ્રમ સ્થાપ્યો અને ધીમેધીમે કચ્છમાં લોકપ્રિય થતા ગયા; એમની સેવાપરાયણતા પણ વધતી ગઈ. પછી તેઓ મુંબઈ આવી, ચીંચણી બંદરમાં જૈન સર્વોદય કેન્દ્રની સ્થાપના કરીને એમાં જ પરોવાઈ ગયા. જૈન સાધુધર્મના પાદવિહારાદિ આચારોનો ત્યાગ કરીને તેઓ એક સેવાભાવી મુનિ તરીકે જીવન જીવવા લાગ્યા... પોતાની શક્તિ અને સૂઝ પ્રમાણે સ્વર્ગસ્થ મુનિશ્રીએ જે-જે સેવા પ્રવૃત્તિ હાથ ધરી એમાં તેઓ જે તન્મયતાપૂર્વક પરોવાઈ ગયા, તે કોઈ પણ સહૃદય વ્યક્તિના અંતરમાં એમના પ્રત્યે આદર પ્રેરે એવી બીના છે. છેવટે પરલોક-પ્રયાણ કરતાં કરતાં પણ એ સેવાઘેલા મુનિ પોતાની કાયાને માનવ-કલ્યાણ માટે અર્પણ કરીને પોતાની સેવાપરાણયતા ઉપર જાણે કળશ ચડાવતા ગયા. સડન-પડન-વિધ્વંસન સ્વભાવવાળી કાયાનો મુનિશ્રી શુભવિજયજીએ કરી જાણેલ ઉપયોગ કેવળ અનુમોદનીય જ નહીં, અનુકરણીય પણ છે. સેવા માટે જ જીવેલા અને જતાં જતાં પણ સેવા કરી ગયેલા એ સેવાના આશક મુનિવરને આપણી સાદર વંદના હો ! (લેખકે પોતે બાવીસ વર્ષ પછી આ જ વિધિએ દેહદાન કર્યું હતું એ એમની વાણી-વર્તનની એકતા માટેની જબરી તાલાવેલીની સૂચક ઘટના છે. -સં.) (તા. ૧૯-૧-૧૯૯૩) Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ (૨૦) તપતિતિક્ષાનિષ્ઠ મુનિશ્રી ચતુરલાલજી સ્થાનકવાસી ફિરકાના વયોવૃદ્ધ મુનિવર્ય શ્રી ચતુરલાલજી મહારાજે અંતિમ સંલેખનાના સંથારા દ્વારા પોતાની કાયાનું વિસર્જન કરીને આજની વૈભવ-વિલાસ તરફ દોડી જતી દુનિયાની સામે એક ઉદાહરણ રજૂ કર્યું છે. અમૃત-સમીપે આજની દુનિયામાં જાણે વિલાસિતા અને વૈરાગ્ય સામસામા મોરચા લઈને ખડા થઈ ગયા છે; અને એમાં વિલાસિતાનું સામર્થ્ય પળેપળે વધતું હોય એમ દેખાય છે. અરે, ક્યારેક તો વૈરાગ્યના અંચળાની નીચે પણ વિલાસિતા છુપાયેલી હોય છે ! એવા સંજોગોમાં પોતાના અંતરને વૈરાગ્યથી સુવાસિત કરીને કાયાની માયા અને સંસારનાં મોહ-મમતા ઉપર વિજય મેળવવાનો વિરલ પુરુષાર્થ ફોરવનાર શ્રી ચતુરલાલજી મહારાજનું જીવન વૈરાગ્યમાર્ગને અજવાળતી એક દીવાદાંડીરૂપ બની ગયું. મરણ ઉપર વિજય કેવી રીતે મેળવી શકાય ને મૃત્યુંજયી કેવી રીતે થઈ શકાય તે માટે શ્રી ચતુરલાલજી મહારાજનું જીવન એક સીમાચિહ્નરૂપ બની ૨હેશે. પણ રખે કોઈ માને કે શ્રી ચતુરલાલજી મહારાજનો આ પુરુષાર્થ તે થોડા સમયની સાધનાનું કે તાત્કાલિક વિચારનું પરિણામ છે. આ માટે તો એમણે પોતાના સમગ્ર જીવન દરમ્યાન તપ અને વૈરાગ્યને પોતાના ધ્રુવતારક સમાન માનેલ અને એ માર્ગે પોતાની જીવનપ્રવૃત્તિને કેન્દ્રિત કરેલ. શ્રી ચતુરલાલજી જ્ઞાતિએ પાટીદાર; અને નડિયાદ પાસેનું પીજ એમનું વતન. વિ. સં. ૧૯૩૬ની સાલમાં એમનો જન્મ થયેલો. એમના પિતાનું નામ દેસાઈભાઈ અને માતાનું નામ ઝવેરબાઈ. એમનું કુટુંબ મૂળથી જ જૈનધર્મી. તેઓ ગુજરાતી સાત ચોપડી ભણેલા, અને તેર વર્ષની નાની ઉંમરે એમનાં લગ્ન થયેલાં. પણ જાણે વૈરાગ્યવાસિત જીવનની પૂર્વતૈયારીરૂપ હોય એમ, એમનું લગ્નજીવન લાંબું ન ચાલ્યું. જીવનની પહેલી વીશી વટાવીને યૌવનમાં પગ મૂકતાંમૂકતાં તો ફકત બાવીશ વર્ષની વયે જ, એમનાં પત્નીનું અવસાન થયું. પણ તેઓ તો સાચા એકપત્નીવ્રતના પાળનાર નીકળ્યા. ભરયુવાની અને પાટીદાર કોમમાં કન્યાઓ એક કહેતાં અનેક મળે, છતાં શ્રી ચતુરભાઈએ પોતાનું મન વાળી લીધું. અને વૈભવની વાસના ઉપર વિજય મેળવવા વૈરાગ્યનો સહારો લીધો. આ એમની પહેલી વૈરાગ્યસાધના. ત્યાર પછી એકલવાયા જીવનમાં ૩૭ વર્ષ જેટલો લાંબો સમય વિતાવવો અને અંતરને આત્મભાવ અને ધર્મપ્રીતિથી સુવાસિત રાખવું એ ઘણું મુશ્કેલ કામ Page #294 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી ચતુરલાલજી ૨૦૧ છે. પણ શ્રી ચતુરભાઈએ એ મુશ્કેલ કામને આસાન કરી બતાવ્યું, અને છેવટે છેક ૫૯ વર્ષની વૃદ્ધ ઉંમરે, ‘કાયાની અશક્તિનો કે ત્યાગનો ભાર કેવી રીતે વહન થશે' એનો જરા ય વિચાર કર્યા વગર એમણે મુનિશ્રી ભાયચંદજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. શ્રી ચતુરભાઈ ઘરમાંથી આડેપગે (મરણને શરણ થઈને) નીકળવાને બદલે ઘરનો ત્યાગ કરીને ઊભે પગે નીકળ્યા એ એમની બીજી સાધના. અને પછી તો એમનો તપ અને વૈરાગ્યનો રંગ ઉત્તરોત્તર વધુ ને વધુ ઘેરો થતો ગયો, અને કાયાની માયા ઓછી થવા લાગી. એમાં ૮૨ વર્ષની વયે મૂત્રાશયના દર્દને માટે ઑપરેશન કરાવવું પડે એવી સ્થિતિ ઊભી થઈ, ત્યારે એમનો વૈરાગી આત્મા વધુ જાગી ઊઠ્યો. એમને થયું : જે કાયા છેવટે તો એક વખત પડવાની જ છે એને ટકાવી રાખવાના મોહમાં છ-કાયાના જીવોની વિરાધના કરવી ? એના બદલે એ કાયાની અંતિમ તપસ્યાના યજ્ઞમાં આહુતિ આપી દીધી હોય તો શું ખોટું? અને એમણે સંલેખાનાનો નિશ્ચય કર્યો. પહેલાં ૧૪ દિવસ ઉપવાસ આદર્યા, ૧૫મે ઉપવાસે અંતિમ સંલેખનાનો સ્વીકાર કર્યો અને કુલ ૪૨ દિવસના અણસણ બાદ તા. ૨૭-૧૦-૧૯૬૧ના રોજ તેઓ પરલોક સિધાવી ગયા. મૃત્યુને તેડું મોકલીને મહોત્સવપૂર્વક મૃત્યુને ભેટનાર મુનિશ્રી ચતુરલાલ અમર બની ગયા ! (તા. ૪-૧૧-૧૯૯૧) Page #295 -------------------------------------------------------------------------- ________________ ૫ જૈન સાધ્વીજીઓ (૧) સંસ્કારમાતા સાધ્વીશ્રી નિર્મળાશ્રીજી વિદુષી સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજીનું નામ અને કામ જૈનસંઘમાં ઠીકઠીક જાણીતું છે. એક પ્રભાવશાળી વ્યાખ્યાતા તરીકે તેઓએ જૈન-જૈનેતર વર્ગમાં સારી ચાહના મેળવી છે. એમની આવી નામના અને લોકચાહનામાં જેમ એમની વિદ્વત્તા અને વ્યાખ્યાનશક્તિનો ફાળો છે, તેમ એમાં એમના અંતરમાં સતત વહેતી જનકલ્યાણની ભાવનાનો પણ ઘણો મોટો ફાળો છે. વિદ્વત્તા, વફ્તત્વશક્તિ અને લોકકલ્યાણની ભાવના – એ ત્રણેનો સંગમ વિરલ જ બન્યો છે. એમની ઊર્મિ તો એમને કંઈ કંઈ કરવા પ્રેરે છે, પણ શાસ્ત્ર અને પરંપરાની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને એમને પોતાના કાર્યક્ષેત્રને મર્યાદિત બનાવવું પડે છે. આથી સરવાળે સંઘને કે સામાન્ય-જનસમૂહને થોડું-ઝાઝું પણ નુકસાન જ વેઠવું પડે છે. પણ એ વાત જવા દઈએ. એમણે પોતાની મર્યાદા સમજીને, સત્રો યોજીને કે બીજી જે રીતે બની શકે તે રીતે અત્યારે ઊછરતી કન્યાઓને કેળવીને સંસ્કારદાન આપવા તરફ વધારે ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષ દરમ્યાન એમની રાહબરી નીચે યોજાયેલા સંસ્કાર-અધ્યયન સત્રો એમની ઉત્કટ તમન્નાની સાક્ષી પૂરે છે. ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' દૈનિકનાં એક બહેન-પ્રતિનિધિ શ્રીમતી વિમલાબહેન પાટીલે થોડા વખત પહેલાં સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજીની મુલાકાત લીધી હતી. એ મુલાકાત દરમ્યાન શ્રીમતી વિમલાબહેનનાં મન ઉપર સાધ્વીજીના જીવન અને કાર્યનો જે પ્રભાવ પડ્યો તેની વિગતો એમણે તા. ૮-૨-૧૯૭૦ના અંકમાં “A Concern for Others, (બીજાઓ માટેની ફિકર)એ લેખમાં આપી છે. તેમાં એમણે આ સાધ્વીજીનાં વ્યક્તિત્વ અને કાર્યને ભાવભરી અંજલિ આપી છે. એમાંના થોડાક ભાગનો આપણે પણ આસ્વાદ લઈએ : Page #296 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીશ્રી નિર્મળાશ્રીજી ૨૭૩ “સાધ્વીજી દેખાવમાં નિરાડંબરી, સીધાંસાદાં હોવા છતાં એમની સાથે વાત કરીએ ત્યારે ઇતિહાસ, તત્ત્વજ્ઞાન અને એક રીતે સમાજશાસ્ત્રસંબંધી એમની જાણકારીનો ખજાનો આપણને દેખાઈ આવે છે. એમની ગુજરાતી ભાષા શુદ્ધ છે. સંસ્કૃત તેઓ સ્પષ્ટ અને નિશ્ચિત અર્થવાળું બોલે છે. વાતચીત દરમ્યાન જૈન ગ્રંથોનાં છૂટાછવાયાં ઉદ્ધરણો સમજાવતાં તેઓ અર્ધમાગધી પ્રાકૃત ભાષાનો પ્રવાહબદ્ધ રીતે ઉપયોગ કરે છે. સંસ્કૃત લઈને બનારસ હિંદુ યુનિવર્સિટીની એમ.એ.ની ડિગ્રી મેળવનાર નિર્મળાશ્રીજીએ હિંદીનો પણ ઊંચામાં ઊંચો ડિપ્લોમા મેળવેલ છે, અને તેઓ હૃદયસ્પર્શી શબ્દોનો ઉપયોગ કરીને મધુર હિંદી બોલે છે.” આ પછી સાધ્વીજી દ્વારા ચલાવાતા શિબિરોની કાર્યવાહીનું રોચક અને પ્રશંસાત્મક વર્ણન કરીને સાધ્વીજી પ્રત્યેની લોકોની ભક્તિનો ખ્યાલ આપતાં લખે છે : “એ વિદ્યાર્થિનીઓ સાથેની વાતચીત ઉ૫૨થી એક વાત સ્પષ્ટરૂપે સમજી શકાય છે કે આ સાધ્વીજી પાસે અત્યાર સુધીમાં અભ્યાસ કરી ગઈ છે એવી સેંકડો કન્યાઓના અંતરમાં સાધ્વીજીએ ભક્તિ અને પ્રશંસાની લાગણી જન્માવી છે. ઘણી કન્યાઓ, શિબિરનું કામ પૂરું થઈ ગયા પછી પણ, સાંત્વન મેળવવા, સલાહ લેવા કે પ્રોત્સાહન પ્રાપ્ત કરવા એમની પાસે આવતી રહે છે.” ‘ટાઇમ્સનાં આ પ્રતિનિધિ-બહેને કન્યાઓની નિર્મળાશ્રીજીની પ્રત્યેની આવી આદર અને ભક્તિની લાગણી અંગે ઉપર જે કહ્યું છે, તે બિલકુલ સાચું છે. જેમના અંતરમાં એક આદર્શ ને ઉપકારક શિક્ષિકાને છાજે એવી માતાની મમતાનો વાત્સલ્ય-ઝરો વહેતો હોય એના પ્રત્યે એમના પરિચયમાં આવનાર સહુ કોઈને આવી લાગણી થઈ આવે એ સ્વાભાવિક છે. અંતમાં એમની કલ્યાણભાવનાનો ખ્યાલ આપતાં શ્રીમતી પાટીલ કહે છે : “નિર્મળાશ્રીજીની સમાજકલ્યાણની અને ઊછરતી પેઢીમાં નવસંસ્કારો રેડવાની પ્રવૃત્તિ જોઈને એક સવાલ થઈ આવે છે : બીજાઓના માટે તેઓ જે ચિંતા સેવે છે તેનો, એમની પરંપરા જે સંપૂર્ણ ત્યાગની હિમાયત કરે છે, એની સાથે તેઓ કેવી રીતે મેળ બેસાડે છે? આનો સાદો-સરળ જવાબ આપતાં નિર્મળાશ્રીજી કહે છે : ‘જરૂરિયાતવાળી વ્યક્તિ સહાયતાનો જે પોકાર પાડતી હોય એનાથી સાધુ પણ અસરમુક્ત ન રહી શકે. અમારી ધર્મપરંપરાના સભ્યો (સાધુ-સાધ્વીઓ) બીજાઓને મદદ કરી શકાય એવી કોઈ વસ્તુ કે સંપત્તિ ધરાવતા હોતા નથી. બીજાઓનાં દુઃખ દૂર કરવાનો અમારે માટે એક જ માર્ગ છે ઃ સહાનુભૂતિનો અને સમજણનો. મારા મત પ્રમાણે, ત્યાગના સિદ્ધાંતનો અમલ એટલા પ્રમાણમાં હોવો જોઈએ કે અમે અમારી પરંપરાની ધાર્મિક શિસ્ત સાથે કોઈ જાતની બાંધછોડ ન કરીએ અને ઇન્દ્રિયજન્ય સુખભોગ તરફ ન ખેંચાઈ જઈએ. બાકી તો, જે રીતે અમે દુઃખી માનવજાતની વચ્ચે રહીએ છીએ, એ રીતે રહેવા છતાં, જ્યાં હિંમત : Page #297 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે આપવાની ખૂબ જરૂર છે, એની સામે અમે અમારી આંખો કેવી રીતે બંધ કરી દઈ શકીએ ? પરિપૂર્ણ ત્યાગ તો ત્યારે જ શક્ય બને, જ્યારે આપણે માનવસભ્યતાથી દૂરદૂર જંગલમાં જઈને વસીએ.’ 13 ૨૭૪ સાધ્વીજીના આ ખુલાસામાં આપણને, આડકતરી રીતે, એમની પ્રવૃત્તિમાર્ગ-નિવૃત્તિમાર્ગને લગતી સાચી સમજણની ઝલક મળે છે. આપણા સંઘમાં આવાં વિદુષી, વિચારક, પ્રભાવશાળી સાધ્વી છે એ સંઘનું ગૌરવ અને સદ્ભાગ્ય છે. તેઓ હજુ પણ વિકાસ કરી શકે એવી વધુ મોકળાશ શ્રીસંઘ કરી આપે, અને એમની ભાવના અને શક્તિઓનો વધુ ને વધુ લાભ લે એ જ અભિલાષા. (તા. ૨૧-૩-૧૯૭૦) (૨) કીર્તિનિરપેક્ષ સંઘસેવિકા સાઘ્વીરત્ન શ્રી મૃગાવતીશ્રીજી યુગદ્રષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીના સમુદાયનાં આજ્ઞાવર્તી સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજી જેટલાં વિદુષી અને હૃદયસ્પર્શી વક્તા છે તેના કરતાં વધુ તેઓ વિનમ્ર અને વિવેકશીલ છે. સરળતા, વત્સલતા, મૃદુ-મધુરવાણી, અંતરની વિશાળતા, તેજસ્વિતા, ઉદાર દૃષ્ટિ, નિખાલસતા, નિરભિમાનતા, સૌમ્યશાંત પ્રકૃતિ, પ્રશાંત નીડરતા, સત્યપ્રિયતા, કરુણાદૃષ્ટિ, પરગજુવૃત્તિ વગેરે આંતરિક ગુણસંપત્તિથી એમનું આંતરજીવન ખૂબ વૈભવશાળી અને બાહ્ય વ્યવહાર ખૂબ પ્રભાવશાળી બનેલ છે. આ ગુણોથી પોતાના પરમ ઉપકારી ગુરુદેવ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની જેમ, આ સાધ્વીજી પણ, નાત-જાત-વર્ણ-ધર્મના ભેદ વગર માનવમાત્રને પોતાના તરફ આકર્ષી એમના કલ્યાણનાં સહભાગી બની શકે છે. આપમેળે જ જનસમૂહમાં નામના મળવા છતાં એથી મોહ પામીને સંયમસાધનાના સર્વમંગલકારી માર્ગેથી લેશ પણ ચલિત ન થઈ જવાય તે માટે તેઓ સતત જાગૃત, સ્વાધ્યાયનિરત અને કાર્યરત જ રહે છે. પંજાબના શ્રીસંઘ પ્રત્યેની એમની મમતા અને ધર્મપ્રીતિ તો, સાચે જ, અપાર છે; એમની ધર્મશ્રદ્ધા અને ભક્તિનાં જાણે તેઓ રખેવાળ છે. એ જ રીતે પંજાબનો શ્રીસંઘ પણ તેઓના પ્રત્યે આદર અને ભક્તિની લાગણી ધરાવે છે, અને એમનો પડ્યો બોલ ઝીલવા સદા તત્પર રહે છે. બાકી તો અંતર્મુખ સાધના અને જીવમાત્ર પ્રત્યેની વ્યાપક વત્સલતાને લીધે તેઓનું વ્યક્તિત્વ એટલું વિમળ અને પ્રભાવશાળી બન્યું છે, કે Page #298 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી ૨૭૫ જેથી દેશની ચારે દિશાના પ્રદેશોમાં જ્યાં-જ્યાં તેઓએ વિચરણ કર્યું, ત્યાં સર્વત્ર તેઓ ઘણા લોકોપકાર કરતાં રહ્યાં છે અને ખૂબ લોકચાહના મેળવતાં રહ્યાં છે. પોતાના સંઘના આવા ઉપકારી સાધ્વીરત્નને, એમનાં અનોખા વ્યક્તિત્વ અને સત્કાર્યોને અનુરૂપ એવી પદવી અર્પણ કરીને એમના પ્રત્યેની પોતાની યત્કિંચિત્ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવાની ભાવના પંજાબનો શ્રીસંઘ લાંબા વખતથી સેવતો હતો. છેવટે, થોડા વખત પહેલાં, આ ભાવના ખૂબ પ્રબળ બની ગઈ, અને પંજાબનાં સમસ્ત શ્રીસંઘે આચાર્ય શ્રી વિજયઇન્દ્રદિક્ષસૂરિજીને સાધ્વીજીને પ્રવર્તિની’ પદવી આપવાની એવી લાગણીસભર અને હૃદયસ્પર્શી વિનંતી કરી કે જેથી એમણે એ વિનંતિનો ઉલ્લાસપૂર્વક સ્વીકાર કરીને, લુધિયાનામાં મકરસંક્રાંતિના (તા. ૧૪-૧-૧૯૭૯ના) પર્વદિને, સાધ્વીજીને “પ્રવર્તિનીનું પદ આપવાની જાહેરાત કરી. વધારામાં એમ પણ જાહેર કર્યું કે આ પદવી, તા. ૧૦૨-૧૯૭૯ના રોજ, કાંગડા તીર્થમાં થનાર નૂતન જિનાલયના શિલારોપણના શુભકાર્ય પ્રસંગે, તેઓ પોતે જ આપશે. પંજાબ શ્રીસંઘની અને આચાર્ય મહારાજની ભાવના એક સુયોગ્ય વ્યક્તિનું સુયોગ્ય સન્માન કરવાની હતી એ કહેવાની જરૂર નથી. આચાર્યશ્રીના આ નિર્ણયથી પંજાબનો શ્રીસંઘ ખૂબ હર્ષિત થઈ એ માટે કંઈક-કંઈક તૈયારી વિચારી રહ્યો હતો ! પણ સાધ્વી શ્રી મૃગાવતીશ્રીજી તો જુદી જ માટીનાં બનેલાં છે. એ માટી તપ-ત્યાગ-વૈરાગ્યની તથા જ્ઞાન-ક્રિયાની મૂંગી અને અપ્રમત્ત સાધના દ્વારા વિશુદ્ધ સંયમની આરાધના માટેની ઉત્કટ ઝંખનાથી કસાયેલી છે. એટલે તેઓને આ પદવીની વાત આનંદકારક નહીં, પણ ભારરૂપ અને પોતાના સાધનામાર્ગમાં અંતરાયરૂપ લાગી – તેઓની ઊંડી અંતર્મુખવૃત્તિ સાથે આ વાતનો કોઈ રીતે મેળ બેસી શકે એમ ન જ લાગ્યું. અને તેઓએ, વિવેક અને વિનમ્રતા સાથે, છતાં મક્કમતાપૂર્વક આ પદવી લેવાનો ઇન્કાર કરવાનો નિર્ણય કર્યો, અને પોતાનો આ નિર્ણય, તેઓએ ને એમની સાથેનાં સાધ્વીજીઓએ જુદીજુદી વ્યક્તિઓને લખી જણાવ્યો. આચાર્ય-મહારાજને પણ પોતાની મૂંઝવણની જાણ કરી, અને પદવી આપવાનો આગ્રહ જતો કરવાની સૌને લાગણીભરી વિનંતિ કરી. આ માટે તેઓએ લુધિયાના વગેરે સમસ્ત શ્રીસંઘોને ઉદ્દેશીને, નમ્ર વિનંતિ રૂપે તા. ૨૭૧-૧૯૭૯ના રોજ હિંદીમાં જે પત્ર લખ્યો છે તે એમની આત્મલક્ષી સાધુતાનું સુભગ દર્શન કરાવે એવો હોવાથી અહીં એનો અનુવાદ સાભાર રજૂ કરીએ છીએ : “તા. ૧૭મી-૧૭મી તારીખના તારોથી અચાનક જ મારા જાણવામાં આવ્યું કે આપ શ્રીસંઘ મને પદવી આપવા ઇચ્છો છો. આ જાણીને મને ઘણું જ દુઃખ થયું. આ વાત ક્યારેય ન થઈ શકે; હું પદવી કોઈ રીતે નહીં લઉં. આ મારો અફર નિશ્વય છે. મારે મારા સાધનામાર્ગમાં આગળ વધવું છે; આત્મસાધનાના માર્ગ સાથે આવી વાતોનો કોઈ મેળ નથી. બસ, આપ પંજાબ WWW.jainelibrary.org Page #299 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે શ્રીસંઘનો સ્નેહ, સદુભાવ, સહયોગ મારા માટે સર્વસ્વ છે. હું તો શ્રીસંઘ અને સમાજનાં ચરણોની રજ છું. મને આપ શ્રીસંઘના આશીર્વાદ અને ધર્મસ્નેહ મળતાં રહે, જેથી હું મારા જીવનને સફળ-સાર્થક કરી લઉં. પંજાબ શ્રીસંઘને આદર અને વિનંતિ સાથે સાધ્વી મૃગાવતીના સાદર ધર્મલાભ.” આ નાનોસરખો છતાં મુદ્દાસરનો કાગળ પણ સાધ્વીજીની અનાસક્તિ, ઉદાસીનતા, અલિપ્તતા અને ભવ્યતાનાં કેવાં આફ્લાદકારી દર્શન કરાવે છે ! આવા દઢ અને સાધુજીવનની શોભારૂપ નિર્ણયની ઉપેક્ષા કેવી રીતે થઈ શકે ? છેવટે આચાર્ય શ્રી વિજયઇન્દ્રદિસૂરિજીએ, સાધ્વીજી મહારાજની નિષ્કામ વૃત્તિની કદર કરીને, એમને “પ્રવર્તિની'ની પદ આપવાનો વિચાર જતો કર્યો અને સાધ્વીજીનું મન એથી પ્રસન્નતા અનુભવી રહ્યું. પણ આથી પંજાબ શ્રીસંઘને થનાર દુઃખ અને નારાજીનો પણ આચાર્યશ્રીએ વિચાર કરવાનો હતો, અને એમની લાગણીને થોડોક પણ ન્યાય મળે એવો કંઈક માર્ગ શોધ્યા વગર ચાલે એમ ન હતું. એટલે આચાર્યશ્રીએ વચલો માર્ગ સ્વીકારીને, કાંગડા તીર્થમાં બનનાર નૂતન જિનાલયના શિલારોપણના પુણ્ય પ્રસંગે, સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીને “મહારા'ની પદવી અને “કાંગડાતીર્થોદ્ધારિકા'નું બિરુદ આપીને એમનું બહુમાન કરવાની પંજાબ શ્રીસંઘની માંગણીને સફળ બનાવી. પંજાબ શ્રીસંઘ પણ આથી રાજીરાજી થઈ ગયો. પણ સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજીએ તો આ પ્રસંગને વધારે વિનમ્ર બનવાના આદેશ રૂપે જ સ્વીકાર્યો અને એમ કરીને કીર્તિપ્રતિષ્ઠા તરફની પોતાની અલિપ્તતા-ઉદાસીનતાને વધુ કૃતાર્થ કરી. એ અલિપ્તતાને આપણાં વંદન હો ! (તા. ૧૦-૩-૧૯૭૯) (૩) શાસનપ્રભાવક સાધ્વી શ્રી રંજનશ્રીજી દરેક યુગમાં, દરેક સ્થળે, કોઈ ને કોઈ સ્ત્રી-રત્ન એવું પાકે છે કે જે સમાજને નારીજીવનનો સાચો મહિમા સમજાવે છે. અમદાવાદમાં, ૫૭ વર્ષની વયે, ૪૫-૪૬ વર્ષના દીર્ઘ અને યશસ્વી દીક્ષાપર્યાયને અંતે તા. ૨૧-૧-૧૯૬૪ના રોજ સમાધિપૂર્વક કાળધર્મને પામેલાં પૂજ્ય સાધ્વીજી શ્રી રંજનશ્રીજી મહારાજ જૈન સંઘનાં આવાં જ એક જાજરમાન સ્ત્રીરત્ન હતાં. મહાતીર્થ સમેતશિખરના જીર્ણોદ્ધારમાં અને એની પ્રતિષ્ઠા વખતે આ સાધ્વીજીએ જે ખમીર, ઘર્મપ્રભાવનાની ઊંડી ધગશ અને કામને ગમે તે ભોગે પાર Page #300 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીશ્રી રંજનશ્રીજી ૨૭૭ પાડવાની અદ્દભુત શક્તિ દાખવ્યાં, એ કોઈના પણ અંતરમાં એમના પ્રત્યે ભક્તિ અને બહુમાન જન્માવે એવાં હતાં. આ મહાતીર્થ પ્રત્યેની ભક્તિ તો જાણે એમના અંતરમાં રોમેરોમમાં વસી ગઈ હતી. આ તીર્થનો જીર્ણોદ્ધાર માટે લાખો રૂપિયા ભેગા કરી આપવા માટે એમણે જાણે પોતાનાં ઊંઘ અને આરામને વિસારી મૂક્યાં હતાં. એ મહાતીર્થની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૧૭ના માહ મહિનામાં કરવાનું નક્કી થયું, ત્યારે સાધ્વીજી અમદાવાદમાં બિરાજતાં હતાં, અને શરીર પણ તંદુરસ્ત ન હતું; જે વ્યાધિ અંતે એમને માટે કાળરૂપ નીવડ્યો એ શરીરમાં પગપેસારો કરી ચૂક્યો હતો ! પણ તીર્થભક્તિની ઉત્કટ ભાવના આગળ સાધ્વીજીએ આવા કોઈ અવરોધની દરકાર ન કરી; અને લાંબો અને ઉગ્ર વિહાર કરીને તેઓ પ્રતિષ્ઠા વખતે સમેતશિખર પહોંચી ગયાં ! પણ આ સમય દરમ્યાન એમના મન ઉપર એક ધર્મસંકટનો મોટો ભાર હતો ? એમનાં ગુરુણીજી શ્રી તીર્થશ્રીજીને અમદાવાદમાં બીમાર અવસ્થામાં મૂકીને તેઓ નીકળ્યા હતાં. એટલે પ્રતિષ્ઠાનું કામ પતાવીને તેઓ એ જ વર્ષના જેઠ મહિનામાં અમદાવાદ પાછા આવી ગયાં; ક્યાં અમદાવાદ અને ક્યાં સમેતશિખર ! ભરઉનાળામાં આવો હજારો માઈલોનો ઉગ્ર વિહાર કરનાર સાધ્વીજીની ધર્મશક્તિ અને કર્તવ્ય-પ્રીતિ માટે કોઈનું પણ શિર ઝૂકી જાય એમ છે. આ પ્રસંગે સકળ સંઘને એમનામાં પ્રગટેલી અદ્ભુત આત્મશક્તિનું દર્શન થયું. સાધ્વીજીનું મૂળ વતન અમદાવાદ. કુટુંબ ખૂબ ધર્મપરાયણ. એમના પિતાનું નામ શ્રી અમૃતલાલ ચુનીલાલ કુસુમગર, માતાનું નામ ગજરાબાઈ ઉર્ફે માણેકબાઈ; જાતે દશા પોરવાડ. એમનું પોતાનું નામ વિમળાબહેન. જન્મ વિ. સં. ૧૯૧૩ના ભાદરવા સુદિ આઠમે. સગપણ તો નાનપણમાં જ કરેલું; પણ જેનું જીવન વૈરાગ્યના માર્ગે કૃતાર્થ થવાનું હતું, એને આ બંધનો શી રીતે રોકી શકે ? વિ. સં. ૧૯૭૪ની સાલમાં આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજી પાસે સૂરતમાં સાધ્વીજી શ્રી તીર્થશ્રીજીનાં શિષ્યા તરીકે એમણે દીક્ષા લીધી. શ્રી રંજનશ્રીજીનો આત્મા સાચા વૈરાગ્યનો ચાહક આત્મા હતો. બુદ્ધિ, તેજસ્વી હતી જ્ઞાન-પ્રાપ્તિની ઝંખના તીવ્ર હતી, હૃદયમાં ધર્મ-પ્રીતિની ભાગીરથી વહેતી હતી અને સેવાભાવનાનું આકર્ષણ રોમેરોમમાં ભર્યું હતું. તેઓ તરત જ શાસ્ત્રોના અભ્યાસમાં લાગી ગયાં; સાથે સાધ્વી-જીવનની સામાચારીનું પણ અપ્રમત્તભાવે પાલન કરવા લાગ્યાં. સમુદાયમાં જે કોઈની સેવાચાકરી કરવાનો વખત આવે તેની તેઓ ખડે પગે સેવા કરવા લાગ્યાં. જ્ઞાન, ચારિત્ર અને સેવાપરાયણતાના ત્રિવેણી સંગમથી એમનું જીવન કૃતાર્થ બની ગયું હતું. Page #301 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે એમણે સ્વીકાર્યો હતો તો વૈરાગ્યની સાધનાનો કઠોર માર્ગ; પણ એમના કૂણા હૃદયમાં માતૃવાત્સલ્યનું ઝરણું સદાકાળ વહ્યા કરતું. સૌ પ્રત્યે મમતા દાખવીને તેઓ સૌનાં હૃદય જીતી લેતાં. તેઓની આજ્ઞામાં ૧૭૫ જેટલી સાધ્વીનો મોટો સમુદાય રહેતો, અને પોતાના સમુદાયની કે અન્ય સમુદાયની સાધ્વીજીઓને વિના ભેદભાવે શાસ્ત્રાભ્યાસ કરાવતાં હતાં. તેઓના અંત૨માં એ જાણે વસી જ ગયું હતું કે જ્ઞાનની આરાધના વગર ચારિત્રની આરાધના શક્ય જ નથી. અત્યારના સાધુસાધ્વી-સમુદાયે આ બોધપાઠ સ્વીકારવા જેવો છે. સાચે જ, શ્રી રંજનશ્રીજી વગર કહ્યું મહત્તરા કે પ્રવર્તિની જેવા ગૌરવશાળી પદનાં સાચાં અધિકારી હતાં ! ૨૭૮ સંયમ, સ્વાધ્યાય, સેવાભાવ, સમતા અને માયાળુ સ્વભાવ એ સાધ્વીજી શ્રી રંજનશ્રીજીની જીવનસાધનાનું પંચામૃત હતું. તપસ્યા તરફ પણ એમને એટલો જ અનુરાગ હતો. સમભાવ અને સહિષ્ણુતા એવી કે કાયામાં કેન્સર જેવા ભયંકર વ્યાધિની અસહ્ય વેદનાના કડાકા બોલતા, છતાં તેઓ એ બધાં કષ્ટને પૂરી સ્વસ્થતા અને શાંતિપૂર્વક સહન કરતાં હતાં. ધર્મનું પાલન કરતાં જ વધારે ઉચ્ચ સ્થાને ચાલી ગયાં ! (૪) સાહિત્યસર્જક વિદુષી સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી મહાવીર-નિર્વાણ-મહોત્સવ જેવા અપૂર્વ, પાવનકારી પ્રસંગ નિમિત્તે જે વિદ્વાનો અને લેખકો-સર્જકોએ પોતાનાં સર્જન દ્વારા ભગવાનને ચરણે પોતાનું અર્ધ્ય અર્પણ કર્યું હતું, એમાં આપણા સંઘનાં એક સાધ્વીજીનો પણ સમાવેશ થાય છે એ જાણીને આપણે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ એ સ્વાભાવિક છે; આ સાઘ્વીરત્ન છે સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી. લેખિકા તરીકે એમણે પોતાનું તખલ્લુસ (ઉપનામ) ‘સુતેજ' રાખ્યું છે. પોતાની જે કૃતિ દ્વારા એમણે નિર્વાણમહોત્સવ પ્રસંગે પરમાત્મા મહાવીરદેવની ભાવનાત્મક પૂજા-અર્ચના કરી છે એનું નામ છે ‘મંગલં ભગવાન્ વીરો યાને શ્રી મહાવીર-જીવનજ્યોત’. ચારસો પાનાં જેટલા દળદાર આ ગ્રંથમાં શ્વેતાંબર-સંઘને માન્ય પરંપરા પ્રમાણેનું ભગવાન મહાવીરસ્વામીનું સવિસ્તર ચરિત્ર આપવામાં આવ્યું છે. (તા. ૪-૪-૧૯૬૪) સાધ્વીજીની અધ્યયનશીલતાનું તથા આ કૃતિનું મહત્ત્વ યુગદિવાકર આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીના શબ્દોમાં જ સારી રીતે સમજી શકાય એમ છે. આ પુસ્તકના ‘અનુમોદના અને અભિનંદન' એ પુરોવચનમાં તેઓએ સાચું જ કહ્યું છે : Page #302 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી ૨૦૯ “ભગવાન મહાવીરના શાસનની જ્યોતને જીવંત રાખવામાં સહાયક થનાર અનેક સાધ્વીજીઓ જૈનસંઘમાં વિદ્યમાન છે. ‘મંગલં ભગવાન્ વીરો' નામના આ મનનીય ગ્રંથને લખનાર પણ એક ગુણવંત વિદુષી સાધ્વી વસંતપ્રભાશ્રીજી છે.... ‘મંગલં ભગવાન વીરો' ગ્રંથનું સાદ્યંત આલેખન કરનાર સાધ્વીજી વસંતપ્રભાશ્રીજી પણ, પોતાના ચારિત્રધર્મની આરાધનામાં સજાગ હોવા સાથે, અનેક ધર્મશાસ્ત્રોનું સુંદર પરિશીલન કરનાર ગુણવંત સાધ્વીજી છે. તેમનો સ્વભાવ ઘણો વિનમ્ર છે અને તેમની વાણીમાં મધુરતા છે. “ગ્રંથ લખાઈ ગયા બાદ તેના પરિમાર્જન માટે એ સમગ્ર લખાણ સાધ્વીજીએ મને સોંપ્યું. મારા ઉપર અનેકાનેક ધર્મકાર્યોની જવાબદારી છતાં, અવસરે-અવસરે સમય મેળવી, આ ગ્રંથ મેં સાદ્યંત વાંચી લીધો. ખાસ પરિમાર્જન કરવા જેવું મને કશું ન દેખાયું...ગ્રંથનું લખાણ વાંચતાં મને ઘણો આનંદ થયો. અનેક પ્રકારનું પ્રાચીન-અર્વાચીન ભગવાન મહાવીરના જીવનનું સાહિત્ય સ્થિરતાથી વંચાયા બાદ ‘મંગલં ભગવાન્ વીરો' ગ્રંથનું લખાણ લખાયાની શ્રદ્ધાનો મારો અંતરાત્મામાં પ્રાદુર્ભાવ થયો. ઉપરાંત, સંસ્કારસંપન્ન વિદુષી સાધ્વીજીઓ પણ કેવું સુંદર ગ્રંથાલેખન કરી શકે છે તે માટે દિલમાં અત્યંત આનંદ થવા સાથે શુભ કાર્યની વારંવાર અનુમોદના થઈ, તેમ જ આવા પ્રશંસનીય પ્રયાસ માટે એ ગુણિયલ સાધ્વીજીને મારા હૈયામાંથી ઘણાં-ઘણાં અભિનંદન અપાયાં.” ગચ્છવાદના આગ્રહથી મુક્ત બનીને આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીએ આ પુસ્તકને આવો ઉમળકાભર્યો આવકાર આપ્યો, તે માટે આપણે એમનો વિશેષ ઉપકાર માનવો ઘટે છે. તેઓની આ વિશાળ દૃષ્ટિ બીજાઓને માટે દાખલારૂપ છે. આપણા જાણીતા ધર્મશીલ ચિંતક અને લેખક સ્વર્ગસ્થ શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ આ પુસ્તકની વિસ્તૃત પ્રસ્તાવના લખીને પુસ્તક તથા એનાં લેખિકા સાધ્વીજી પ્રત્યે પોતાની ભક્તિ પ્રદર્શિત કરી છે. આ ચરિત્રગ્રંથની મહત્તા વર્ણવતાં તેઓએ યોગ્ય જ કહ્યું છે : “ભગવાનના સાધનાકાળના પ્રસંગો તેમ જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછીના પ્રસંગો સાધ્વીશ્રીએ અત્યંત સંવેદનશીલ અને સંસ્કારસમૃદ્ધ ભાષામાં રજૂ કરી પુસ્તકને વિશિષ્ટ કોટિનું બનાવેલ છે. પૂ. સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રી મહારાજે જૈન તેમ જ જૈનેતર સમાજને ઉપયોગી થઈ પડે એ રીતે, શાસ્ત્રને વફાદાર રહી, ભગવાન મહાવીરનું ચારિત્ર આલેખ્યું છે. તે માટે હું તેઓશ્રીને ફરી-ફરી મારાં હાર્દિક અભિનંદન આપું છું.” એક અભ્યાસી, સહૃદય, ધર્માત્મા મહાનુભાવના અંતરમાંથી વહેતા આ ઉદ્ગારો આ પુસ્તકની ઉપયોગિતા અને ઉપકારકતાની આપણને પ્રતીતિ કરાવે એવા અને એનાં લેખિકા પ્રત્યે વિશેષ આદર અને ભક્તિ ઉપજાવે એવા છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ અમૃત-સમીપે શ્રી વસંતપ્રભાશ્રીજી શ્રી પાયચંદગચ્છનાં અત્યારે વિદ્યમાન વિદુષી અને શાસનપ્રભાવક સાધ્વીજી શ્રી ખાંતિશ્રીજીનાં શાસ્ત્રાભ્યાસી, પ્રભાવશાળી પ્રવચનકાર અને શાંત સ્વભાવી શિષ્યા સાધ્વીજી શ્રી સુનંદાશ્રીનાં શિષ્યા છે, અને તેઓએ પોતે પણ અધ્યયનશીલ, તેજસ્વી તથા અસરકારક વક્તા તેમ જ લેખિકા તરીકેની નામના મેળવી છે. એ રીતે પોતાનાં દાદાગુરુણીશ્રી તથા ગુરુણીશ્રીની વિદ્યાસંસ્કાર અને વિકાસની પરંપરાને સાચવી રાખી છે. વળી, વિશેષ હર્ષ ઉપજાવે એવી વાત તો એ છે કે આ સમુદાયનાં અન્ય સાધ્વીજીઓ પણ વિદ્યાભ્યાસ દ્વારા પોતાનો વિકાસ સાધવાની સાથે શાસનની વધારે સેવા થઈ શકે અને જૈનસંઘનું ગૌરવ વધે એ માટે મન દઈને પ્રયાસ કરી રહ્યાં છે. આ બધું એમના ગચ્છના વડા સામુનિરાજ દ્વારા તથા એમનાં સમુદાયનાં વડાં ગુરુણીજી દ્વારા અધ્યયન, પ્રવચન, લેખન વગેરે માટે અપાયેલી મોકળાશનું જ સુપરિણામ છે. સાધ્વીજી શ્રી “સુતેજ” જેવાં તેજસ્વી છે, એવાં જ વિનમ્ર, વિવેકશીલ અને વિનયવંત છે. ૧૭-૧૮ વર્ષની વયે, વિ. સં. ૨૦૦૫માં દીક્ષા લઈને આ સાધ્વીજીએ પોતાનો જે આંતરિક ઉત્કર્ષ સાધ્યો છે, તેથી એમ લાગે છે કે તેઓએ અત્યાર સુધીની પોતાની ૨૮ વર્ષની સંયમયાત્રાને સ્વઉદ્ધારક અને પર-ઉપકારક બનાવવાનો નિષ્ઠાભર્યો પ્રયાસ કર્યો છે. તેઓએ ભગવાન મહાવીરના આવા પરંપરામાન્ય અને સુંદર ચરિત્ર ઉપરાંત બીજાં પણ છ-સાત પુસ્તકો લખ્યાં છે, જેમાંનું મનમાળાના મણકા' નામે પુસ્તક વિશેષ ધ્યાન ખેંચે એવું છે. આ પુસ્તકમાં સાધ્વીજીએ પોતાના ઇષ્ટદેવ તીર્થંકર ભગવાનને સંબોધીને, માળાના મણકાની જેમ, પોતાના અંતરના ૧૦૮ ભાવ પ્રગટ કર્યા છે તે ખરેખર હૃદયને સ્પર્શી જાય છે. સાધ્વીજીની ભાષાશૈલી સરળ અને મધુર છે અને એમાં ક્યાંક-ક્યાંક એમની ચિંતનશક્તિના ચમકારાનાં પણ દર્શન થાય છે. એમની આવી સુંદર અને મધુર કલમનો જનસમૂહને વધુ ને વધુ લાભ મળે એમ ઇચ્છીએ છીએ અને એમની વિદ્યા-સાધનાને વંદીને આવી સફળતા માટે એમને અભિનંદીએ. તેઓ એક ભાવનાપ્રધાન લેખિકા હોવાની સાથેસાથે ધર્મ, સંઘ અને સમાજના હિતની દૃષ્ટિ પણ ધરાવે છે, અને આપણા સંઘની અત્યારની બેહાલી માટે ચિંતા પણ સેવે છે. પોતાની આ લાગણીને વ્યક્ત કરવા માટે તેઓએ મંગલ ભગવાનું વીરો' પુસ્તકના “સાધ્વીસંઘની મહત્તા' નામે છેલ્લા પ્રકરણમાં પોતાના કેટલાક વિચારો વ્યક્ત કર્યા છે તે જાણવા જેવા હોવાથી એમાંથી થોડાક અહીં નમૂનારૂપે રજૂ કરીએ છીએ. જૈન શાસનની અત્યારની શોચનીય સ્થિતિ અંગે તેઓ લખે છે – Page #304 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીશ્રી વિચક્ષણશ્રીજી ૨૦૧ “આજે જૈન-શાસનરૂપી સિંહનું કલેવર નિશ્ચેતન બની પોતાનામાં જ ઉત્પન્ન થયેલા કીડાઓથી કોરાઈ રહ્યું છે. વીરવચનામૃતનું સિંચન કરી એ કલેવરને ચેતનવંતું બનાવવાની જરૂર છે. આ અવસરે આપણે જો જાગૃત નહીં થઈએ તો ‘લગ્નવેળાએ વરરાજા ઊંઘી ગયા' જેવો ઘાટ ઘડાશે.” નવદીક્ષિતોની સાધના માટે ધ્યાન આપવાની જરૂ૨ સમજાવતાં તેઓ સૂચવે છેઃ “પુરુષો કે બાળકોને દીક્ષાઓ બહુ હોંશથી, મહોત્સવથી અને આનંદથી અપાય છે; પણ તેમના પછીના જીવન માટે ગુરુ તરફથી ખાસ કોઈ લક્ષ્ય આપવામાં આવતું ન હોય એવું બહુધા જણાય છે. આજનાં દીક્ષાભાવી બાળકો ભાવિના જ્યોતિર્ધરો બને એ માટે સક્રિય પ્રયત્ન કરવો આવશ્યક છે.” એ જ રીતે સાધ્વીજીઓની સ્થિતિ અંગે પોતાની ઊંડી વેદના વ્યક્ત કરતાં તેઓએ બહુ જ સાચું કહ્યું છે “બેનો અને બાલિકાઓ પણ ઘણી સારી સંખ્યામાં, સંસારની વિડંબનાઓથી વૈરાગ્ય પામી દીક્ષિત બનવા પ્રેરાય છે, અને તેમનો દીક્ષા-પ્રસંગ ચતુર્વિધ સંઘની અપરિમિત હાજરીમાં માનભેર અને ઉમંગેભર ઉજવાય છે. પણ સાધ્વીજીવનમાં પ્રવેશી ગયા પછી તેની ઉપેક્ષા પણ એટલી જ જોવામાં આવે છે. મૂળભૂત સંસ્કાર અને જ્ઞાનથી વંચિત બની ચતુર્વિધ સંધનું બીજું અંગ સીદાય છે; પણ જાણે કોઈને પરવા જ નથી !” - સાધ્વીજીના આટલા થોડાક ઉદ્ગારો ઉપરથી પણ એ જાણી શકાય છે કે તેઓ કેવાં સારા વિચારક છે અને સંઘના હિતના પ્રશ્નોને કેવી સારી રીતે સમજીવિચારી શકે છે. સંઘની આ ખુશનસીબી છે. (૫) સાધનાનિરત અપ્રમત્ત સાધ્વી શ્રી વિચક્ષણશ્રીજી એવું જોવા મળે છે કે કનક અને કામિનીના પંજામાં ન સપડાનાર સાધક છેવટે કીર્તિની લાલસામાં ફસાઈ જાય છે, અને એનો ધકેલાયેલો, વિવેકનું ભાન ભૂલીને, ન કરવાનાં કામ કરે છે. એટલા માટે આ ત્રણેના જીવલેણ સપાટામાંથી ઊગરી જવાની અખંડ જાગૃતિ રાખનાર સાધક જ પોતાની સાધનાયાત્રામાં સફળ થઈને, અંતિમ મંજિલે પહોંચી શકે છે. (તા. ૨૨-૧-૧૯૭૭) Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ અમૃત-સમીપે પ્રવર્તિની સાધ્વીજી મહારાજ શ્રી વિચક્ષણશ્રીજી મહારાજ અત્યારના સમયનાં આપણા સંઘનાં થોડાંક વિદુષી, આત્મસાધના-નિમગ્ન, શાસનપ્રભાવક, પ્રભાવશાળી, પ્રવચનકાર અને વિવેકશીલ સાધ્વીજીઓમાં આદર અને બહુમાનભર્યું સ્થાન ધરાવે છે. તેઓએ જૈનધર્મના પ્રાણરૂપ, સર્વજીવકલ્યાણકારી અહિંસાભાવના, કરુણા તથા અનેકાંતપદ્ધતિની મહત્તા પિછાણીને અને એને પોતાની સાધના સાથે એકરૂપ બનાવવાનો સમ્પ્રયત્ન કરીને પોતાના જીવનમાં જે ઉદાર દૃષ્ટિ અને પરોપકારવૃત્તિ કેળવી જાણી છે, તે બીજાઓને માટે દાખલારૂપ છે. વળી દીર્ઘદૃષ્ટિ, શાણપણ અને સમાજ-કલ્યાણની ભાવનાથી એમની સંયમયાત્રા વિશેષ શોભાયમાન બની છે. અને ખરતરગચ્છમાં એમનું જે સ્થાન અને માન જોવા મળે છે, એ પણ એમના પ્રત્યેના આદરમાં વધારો કરે એવાં છે. સાધ્વીજીને આપવામાં આવેલ પ્રવર્તિનીપદનું બહુમાન કરવા નિમિત્તે એમને ચાદર (કામળી) ઓઢાડવાનો વિચાર, કેટલાક મહિના પહેલાં, ખરતરગચ્છસંધે કર્યો હતો. જ્યારે સાધ્વીજીને આ વાતની જાણ થઈ, ત્યારે આવા માનકીર્તિવર્ધક પ્રસંગ પ્રત્યે આકર્ષાઈ હરખાઈ જવાને બદલે, એક ત્યાગીને છાજે એવી અનાસક્તિ તથા વિનમ્રતા દાખવતું અને આ વિચારનો ઇન્કાર કરતું એક નિવેદન શ્રીસંઘને ઉદ્દેશીને, જયપુરમાંથી બહાર પાડ્યું હતું. આગરાથી પ્રગટ થતા “શ્વેતાંબર જૈન' સાપ્તાહિકના તા. ૧-૧૦-૧૯૭૮ના અંકમાં પ્રગટ થયેલું આ નિવેદન વાંચવા-વિચારવા જેવું હોવાથી અહીં સાભાર રજૂ કરીએ છીએ : તા. ૨૪-૭-૧૯૭૮ના “શ્વેતાંબર જૈન' માં એ વાંચવામાં આવ્યું, કે “શ્રી અખિલ ભારતીય જૈન ખરતરગચ્છની કાર્યવાહક કમિટીએ એમ નક્કી કર્યું છે કે શ્રી વિચક્ષણશ્રીજીને પ્રવર્તિની-પદની ચાદર ઓઢાડવામાં આવે.” આ વાંચીને ઘણું આશ્ચર્ય થયું. જેના માટે નિર્ણય કરવામાં આવ્યો એને કશી જાણ કરવામાં ન આવી, એની સંમતિ પણ લેવામાં ન આવી ! તો પછી આ નિર્ણય કેવો? ચાદર ઓઢાડવાની વાત કેટલી ય વાર કરવામાં આવી અને હું સમજાવીને એને પડતી મુકાવતી રહી. પણ કેટલાક દિવસ પછી ફરી એ જ વાત ઊભી થાય છે. પ્રવર્તિની-પદ મળવાથી અથવા ન મળવાથી, તેમ જ ચાદર ઓઢાડવાથી કે નહીં ઓઢાડવાથી કશો ફેર પડતો નથી. હું માનું છું, કે મેં જિનશાસનની કોઈ વિશિષ્ટ સેવા નથી કરી. અનંત જન્મોનાં અનંત દુઃખોથી બચાવીને, અનાદિ કાળથી ચાલ્યા આવતા રંકપણામાંથી બહાર કાઢીને અને આત્માની અનુભૂતિરૂપ અનંત નિધિ આપીને, જે જિનશાસને મને આવું ઉન્નત અને પવિત્ર મહાન જીવન આપ્યું છે, એ શાસનની હું કે કોઈ પણ જિનશાસનનો ઉપાસક અલ્પ-સ્વલ્પ સેવા કરે, તો તે એમ કરીને કેવળ પોતાનું કર્તવ્ય જ બજાવે છે; કારણ કે આ જીવન જ જિનશાસનનું છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીશ્રી વિચક્ષણશ્રીજી “તન-મન-ધન હો પ્રભુને શરણે, આ જ કાર્ય છે કરવાનું; કોઈ અમર થયું નથી જગમાં, માન-મોટપણ તજવાનું. “હું અનંત ઉપકારી જિનશાસનની ચરણરજની એક શુદ્ર સેવિકા છું અને આ જીવન સુધી જ નહીં, પણ ભવોભવ સેવિકા રહું, એ જ હાર્દિક કામના છે. “આપ શ્રીસંઘને મારો આગ્રહભર્યો અનુરોધ છે કે હવે પછી આપ આ વાતને ઊભી ન કરશો; આપનો નિર્ણય ફેરવી નાખશો અને કૃપા કરીને ચાદર સંબંધી વાત-ચર્ચાને જ બંધ કરી દેશો.” કેવું નિખાલસ, સચ્ચાઈભર્યું અને હૃદયસ્પર્શી છે આ નિવેદન ! આ સાધ્વીજીના જીવનનો આવો જ એક બીજો પ્રસંગ જાણવા જેવો છે : સાધ્વીજી-મહારાજની ઉંમર અત્યારે ૧૭ વર્ષની છે. તેઓએ તેરેક વર્ષની ઉમરે દીક્ષા લીધી હતી, એટલે ચાર વર્ષ પહેલાં એમના દીક્ષાપર્યાયને પચાસ વર્ષ પૂરાં થતાં હતાં. એ નિમિત્તે, દક્ષા પર્યાય-અર્ધશતાબ્દી-મહોત્સવ મોટા પાયે ઉજવવાની ખરતરગચ્છ-સંઘે ભાવના વ્યક્ત કરી તો આ મહાનુભાવ સાધ્વી – મહારાજે એ વાતનો એવી દઢતાપૂર્વક ઇન્કાર-વિરોધ કર્યો કે છેવટે સંઘને પોતાનો વિચાર પડતો મૂકવાની ફરજ પડી, અને કેવળ દાદાસાહેબની પૂજા ભણાવીને જ શ્રીસંઘે સંતોષ માન્યો. સાધ્વીજીએ આ પ્રસંગે દર્શાવેલી નિર્મોહવૃત્તિ કેવી અનુમોદનીય અને અનુકરણીય બની રહે એવી છે ! પ્રવર્તિનીપદની ચાદર ઓઢાડવાની વાત ઊભી થઈ એ પ્રસંગે એમના આ ગુણનું શ્રીસંઘને ફરી દર્શન કરવા મળ્યું. ખરેખર, આવી અંતર્મુખપ્રવૃત્તિ એમના જીવન સાથે સહજપણે એકરૂપ બની ગઈ છે. સંયમયાત્રાની અર્ધશતાબ્દી વખતે, સંશોધનનું કાર્ય કરતા કેટલાક વિદ્યાર્થીઓ સાધ્વીજીનાં દર્શન કરવા આવ્યા હતા, ત્યારે એમની સાથે જ્ઞાનોપાસના સંબંધી કેટલીક વાત કર્યા બાદ, તેઓએ વિદ્યાર્થીઓને એક મહત્ત્વનું સૂચન કરતાં કહ્યું હતું : “સંશોધનનું બીજું કામ કરતી વખતે પોતાના આત્મદેવની શોધ કરવાનું કાર્ય સર્વથી મુખ્ય મહત્ત્વનું છે એ વાતને પણ યાદ રાખવાની છે, અને એમ કરીને જીવનવિકાસમાં પ્રગતિશીલ થવાનું છે.” આ સાધ્વીજી પોતાનાં શિષ્યાઓ તથા પ્રશિષ્યાઓના મોટા સમુદાયનું ખૂબ સારી રીતે અનુશાસન કરે છે; તેઓ સર્વે જ્ઞાન અને ચારિત્રની આરાધના પૂરી ભક્તિથી અને શક્તિથી કરે એનું બરાબર ધ્યાન રાખે છે, અને તેઓને પોતાના અધ્યયન અને પોતાની આવડતનો ઉપયોગ શાસનપ્રભાવના અને સમાજના તથા લોકોના કલ્યાણનાં કાર્યોમાં કરતાં રહેવા પ્રેરણા તથા પ્રોત્સાહન આપતાં રહે છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ અમૃત સમીપે પોતાના સાધ્વીસમુદાયની આવી માવજત કરીને તેમણે જૈનશાસનને અનેક તેજસ્વી સાધ્વીરત્નોની ભેટ આપી છે. તેઓ ધર્મની સમજણ, સંપ્રદાયવાદની સંકચિત વાડાબંધીથી મુક્ત રહીને, વ્યાપક રૂપમાં આપે છે, તેથી જૈનસંઘ ઉપરાંત જૈનેતર વર્ગ પણ એનો લાભ લઈ ધર્માભિમુખ બને છે. જ્યારે કીર્તિની કારમી આકાંક્ષાની ચોમેર બોલબાલા વધતી જાય છે, એવા વિચિત્ર યુગમાં, આવાં તેજસ્વી, શક્તિસંપન્ન અને પુણ્યપ્રભાવવંત સાધ્વીજીએ નમ્રતા, નિરભિમાનવૃત્તિ, નામના પ્રત્યેની અનાસક્તિ વગેરે આત્મિક ગુણો પ્રત્યેનો અનુરાગ કેળવી જાણ્યો છે તે જોઈને હૈયું ઠરે છે. (તા. ૧૬-૧૨-૧૯૭૮). પ્રેરક ઉદ્ગારો આ વખતે બેંગ્લોરમાં ચાતુર્માસ બિરાજતાં સાધ્વીજી વિચક્ષણશ્રીજીએ આ. શ્રી હીરવિજયજીની જયંતી વખતે દર્શાવેલા ઉદાર ભાવોની સંક્ષિપ્ત નોંધ “શ્વેતાંબર જૈન' પત્રના તા. ૮-૯-૧૯૬૮ના અંકમાં પ્રગટ થઈ છે; તેમાં તેઓશ્રી જણાવે “જિનશાસનના આંગણામાં જિનેશ્વર ભગવંતો પછી જે સંખ્યાબંધ આચાર્યોએ મનોબળ, તપોબળ, જપબળ અને મંત્રબળથી શાસનની સેવા કરી છે, એ બધા ય આચાર્યોના આપણે ઋણી છીએ -- ભલે પછી તેઓ ગમે તે ગચ્છ કે સમુદાયના હોય; એની સામે અમને કોઈ જાતનો વાંધો નથી. અમારે તો એમના કાર્યક્ષેત્રનાં દર્શન કરવાં છે. જેમ ભારતના અભ્યદયને માટે ભોગ આપનાર વ્યક્તિ ગમે તે જાતિ, પ્રાંત કે ધર્મની હોય, તો ય શહીદ કહેવાય છે, એ જ રીતે જૈનશાસનની સેવામાં ગમે તે ગચ્છ કે સમુદાયના આચાર્યોએ કે ગમે તે ગુરુના ઉપાસકે તન-મન-વચનથી કામ કર્યું હોય એ બધા ય આપણા માટે અભિનંદનીય અને અભિનંદનીય છે. તો પછી શું કારણ છે કે એક ગચ્છવાળા બીજા ગચ્છનો, એક સમુદાયવાળા બીજા સમુદાયનો અને એક ગુરુના ઉપાસકો બીજા આચાર્યને માનનારાઓનો વિરોધ કરે છે, એમની નિંદા કરે છે, એકબીજાની ટીકા કરે છે અને બીજાને હલકા દેખાડવા પોતાની જાતને વિશિષ્ટ બતાવવાની ભાવના ધરાવે છે? આ મનોવૃત્તિમાં પરિવર્તન કરવાની ખૂબ જ જરૂર છે. આપણે પોતપોતાનાં કાર્યક્ષેત્રમાં રહીને શાસનની પ્રભાવના કરવી છે, અને અનેકતામાં એકતાની ભાવના પ્રગટાવવી છે. એટલા માટે બધા ય શાસનપ્રભાવક આચાર્યો આપણા માટે માથાના મુગટ સમા છે.” Page #308 -------------------------------------------------------------------------- ________________ સાધ્વી શ્રી વિચક્ષણશ્રીજી ૨૮૫ સાધ્વીજીના આવા પ્રેરક ઉદ્બોધનથી અમે ખૂબ આહૂલાદિત થયા છીએ, અને એ માટે એમને ધન્યવાદ આપવાની સાથે આવા એકતાના માર્ગે ચાલવાની બુદ્ધિ અને શક્તિ આપણામાં પ્રગટે એવી પ્રાર્થના કરીએ છીએ. (તા. ૨૮-૯-૬૮) ધર્મોપદેશની અસર આગરાથી પ્રગટ થતા “શ્વેતાંબર જૈન' પત્રના તા. ૧૬-૩-૧૯૭૬ના અંકમાં સાધ્વીજી શ્રી વિચક્ષણશ્રીજીના પ્રવચનનું અને એની અસરનું જે વર્ણન આપ્યું છે તે આલાદ ઉપજાવે એવું અને સાધ્વીજીનો ધર્મોપદેશ પણ સાધુમુનિરાજોના ઉપદેશ જેવો જ પ્રભાવશાળી બની શકે છે એ સત્યની શાખ પૂરે એવું છે. છેવટે વ્યક્તિ પોતે નહીં, પણ એનાં જ્ઞાન અને ચારિત્ર જ પ્રભાવશાળી નીવડે છે – ભલે પછી એ પુરુષ હોય કે સ્ત્રી. દોઢેક મહિના પહેલાં તેઓ (મધ્યપ્રદેશમાં) જીવન નામના ગામમાં ગયાં હતાં અને ત્યાં એમણે જાહેર પ્રવચનો આપ્યાં હતાં. એમનાં પ્રવચનોમાં માનવતા, ભ્રાતૃભાવ, સંગઠન, સેવા, સ્વાર્પણ જેવા ગુણોને આગળ પડતું સ્થાન મળે છે. તેથી એમાં જૈન-જૈનેતર શ્રોતાઓ સમાનભાવે સામેલ થાય છે. આ ગામના જૈન સમાજમાં કોઈ નાનીસરખી બાબતને લઈને મોટો મતભેદ પડી ગયો હતો, અને તેથી ત્યાંનો સમાજ વર્ષોથી બે પક્ષમાં વહેંચાઈ ગયો હતો. સંગઠનની હાકલ કરતાં સાધ્વીજીનાં પ્રવચન આ ગામના જૈન સમાજના અંતરને સ્પર્શી ગયાં અને સાધ્વીજી તરફથી કોઈ પણ જાતના અંગત દબાણ વગર જ તેઓએ મતભેદનું નિવારણ કર્યું અને પોતાનું સંગઠન સાધી લીધું. એ જ રીતે કેટલાક મહિનાઓ પહેલાં, આ સાધ્વીજીનાં પ્રવચનોથી પ્રેરાઈને પીપલિયા ગામના લોકોએ મરણ પાછળના જમણ(કારજ)ના રિવાજને તિલાંજલિ આપી હતી. આવા ધર્મપ્રચાર માટે આ સાધ્વીજીને ખૂબખૂબ અભિનંદન ઘટે છે. આવા ઘખલાઓથી પ્રેરાઈને આપણા સાધ્વીસંઘને ઊંડા અધ્યયનની અને ધર્મોપદેશની છૂટ આપવામાં આવે એ જ આ લખાણનો સંદેશ છે. (તા. ૬-૪-૧૯૭૩) સમતાભરી સહનશીલતા સાધ્વીજી મહારાજ શ્રી વિચક્ષણશ્રીજીની જાગૃત સંયમસાધનાની પ્રશસ્તિરૂપે આ નોંધ લખવાનું અત્યારે એટલા માટે અવસર પ્રાપ્ત છે, કે લગભગ છેલ્લાં અઢી Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ અમૃત-સમીપે વર્ષથી પોતાને અસાધ્ય વ્યાધિ લાગુ પડ્યો હોવા છતાં તેઓ પૂરી સ્વસ્થતા અને શાંતિથી એને બરદાસ્ત કરી રહ્યાં છે. આ વ્યાધિને કારણે પોતાની સંયમસાધનામાં કે પોતાના કર્તવ્યપાલનમાં તેમ જ પોતાના ગચ્છ તથા સમુદાયને યોગ્ય માર્ગદર્શન આપવામાં ખામી આવવા ન પામે એ માટે સતત સાવધાન રહે છે. આશરે અઢી વર્ષ પહેલાં એમના શરીર ઉપર એક ગાંઠ નીકળી આવી હતી. શરૂઆતમાં તો નિરંતર જ્ઞાન-ક્રિયાની આરાધના અને સ્વ-૫૨કલ્યાણની સાધનામાં લીન રહેનાર એ સાધ્વીજી મહારાજે એની દરકાર ન કરી. પણ છેવટે નક્કી થયું કે ગાંઠ કેન્સરની છે. પછી તો એના સમુચિત અને તત્કાળ ઉપચાર કરાવવા માટે સંઘ વારંવાર આગ્રહ કરવા લાગ્યો; ઑપરેશન કરાવવાની પણ વાત આવી. છતાં સાધ્વીજીએ એ બધી વાતનો ઇન્કાર કરી દીધો અને હોમિયોપેથી જેવો સામાન્ય પણ નિર્દોષ ઉપચાર શરૂ કર્યો. હવે આ વ્યાધિ ખૂબ વધી ગયો છે, સાવ અસાધ્ય બની ગયો છે અને એની પીડા દિવસે-દિવસે વધુ ને વધુ અસહ્ય બનતી જાય છે; છતાં સાધ્વીજી પોતાના સંયમની વિરાધના કરે એવા ઑપરેશન જેવા ઉપચારોથી અલગ રહેવાના પોતાના નિર્ધારમાં હજી પણ અણનમ જ રહ્યાં છે. જે સાધકના અંતરમાં જડ અને ચેતન કે દેહ અને આત્મા વચ્ચેની ભેદરેખા સ્પષ્ટપણે અંકિત થઈ હોય તે જ આવું ખમીર કે આત્મબળ દાખવી શકે. વધારે નવાઈ ઉપજાવે એવી વાત તો એ છે પોતાના દેહમાં એવી અસહ્ય પીડા હોવા છતાં, જાણે એ વાતને વિસારીને, પોતાના ધર્મનિયમોના પાલનમાં, પોતાની શિષ્યા-પ્રશિષ્યાઓને અભ્યાસ કરાવવામાં તથા એમના દર્શને જનારાઓને તીર્થંકર ભગવાનની ધર્મવાણી સંભળાવવામાં તેઓ એટલાં જ દત્તચિત્ત અને પ્રયત્નશીલ રહે છે. એટલા માટે જ એમને માટે તન મેં વ્યાધિ મન મેં સમાધિ એ વાક્ય પ્રચલિત થયું છે તે યથાર્થ છે. દાખલારૂપ સમતા અને સહનશીલતાના બળે આવા વ્યાધિને નિરાકુલપણે વેદીને પોતાના આત્મતેજને વધારી રહેલાં એ સાધ્વીજી મહારાજને આપણી સાદર વંદના હો ! (તા. ૨૬-૫-૧૯૭૯) Page #310 -------------------------------------------------------------------------- ________________ સાધ્વશ્રી સદ્ગણાશ્રીજી, કીર્તિલતાશ્રીજી ૨૮૭ (૬) સમાજસેવી સાધ્વીજેડી - શ્રી સગુણાશ્રીજી અને શ્રી કીર્તિલતાશ્રીજી સાધ્વીજી શ્રી સદ્ગણાશ્રીજી તથા કીર્તિલતાશ્રીજી લોકસેવાની – ખાસ કરીને કેળવણી અને સંસ્કારિતાપ્રસાર દ્વારા લોકસેવા કરવાની ભાવનાને વરેલાં આત્મસાધક સાધ્વીજી છે. બન્ને જેવાં બુદ્ધિશાળી છે, એવાં જ સરળપરિણામી અને વિનય-વિવેકશીલ છે. પોતાની સંસારી અવસ્થામાં બન્નેએ કેળવણીના ક્ષેત્રમાં કંઈક ને કંઈક પણ રચનાત્મક કામ કરેલું હોવાથી કેળવણી દ્વારા લોકસેવા કરવાની સહજ સૂઝ એમને સાંપડેલી છે. છેલ્લા કેટલાક વખતથી આ બન્ને સાધ્વીજીઓએ મોટાં-મોટાં શહેરોના ધમાલિયા જીવનના બદલે નાનાં-નાનાં ગામોના શાંત અને સરળ જીવનને પસંદ કર્યું, અને ફણસા, ઉમરગામ વગેરે સ્થાનોમાં રહીને પોતાની સંયમયાત્રાનું પાલન કરવાની સાથે પોતાનાથી બને તેટલી લોકસેવામાં પોતાનાં સમય અને શક્તિનો સદુપયોગ કરી રહ્યાં છે. આ પ્રમાણે તેઓ ધર્મગુરુણીના પદની શોભા વધે અને લોકોને એનો લાભ મળતો રહે, એ રીતે પોતાની પ્રવૃત્તિને લોકકલ્યાણની દિશામાં વાળી રહ્યાં છે અને અનેક ભાઈ-બહેનોને લોકસેવાની પ્રેરણા આપી રહ્યાં છે. થોડા વખત પહેલાં આપણી કૉન્ફરન્સના સેવાભાવી પ્રમુખ શ્રી અભયરાજજી બલદોટા મુખ્યત્વે કૉન્ફરન્સની શાખાની સ્થાપના કરવાના ઉદ્દેશથી ઉમરગામની મુલાકાતે ગયા હતા; સાધ્વીજી શ્રી સદ્ગુણાશ્રીના દર્શનનો પણ એમનો ઉદ્દેશ હતો જ. લોકસેવાની ભાવનાથી પ્રેરાઈને આ સાધ્વીજીએ આ અવસરનો ઉપયોગ એવી રીતે કરી લેવાનું વિચાર્યું, કે જેથી કોન્ફરન્સના પ્રમુખશ્રીનો આ પ્રવાસ કેવળ ઔપચારિક પ્રવાસ બની ન રહેતાં, એનું કાંઈક કાયમી પરિણામ આવે. આથી આ પ્રસંગે સાધ્વીજીની પ્રેરણાથી દેણુથી લઈને બગવાડા સુધીનાં ૧૯ ગામોના પ્રતિનિધિઓનું સમેલન ભરવામાં આવ્યું. આ સંમેલન કેવળ ઔપચારિક સમેલન બનવાને બદલે, કંઈક પણ નક્કર કામ કરે એ દૃષ્ટિએ એમાં આડત્રીસ હજાર રૂપિયા જેવી રકમ સાધ્વીજીના સદુપદેશથી એકત્ર કરવામાં આવી, અને એનો ઉપયોગ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે છાત્રવૃત્તિ આપવામાં કરવાનું ઠરાવીને એ માટે અગિયાર સગૃહસ્થોની કમિટી પણ રચી દેવામાં આવી. અછારીવાળા ધર્મપ્રેમી શ્રી રાયચંદ ગુલાબચંદ આ કમિટીના પ્રમુખ છે અને કાર્યાલય બોરડીની બોર્ડિગમાં રાખવામાં આવ્યું છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ અમૃત-સમીપે આ ઉપરાંત, આ સાધ્વીજીની પ્રેરણાથી શેઠ શ્રી સરદારમલજીએ સંજાણની હાઈસ્કૂલ માટે એકવીસ હજાર રૂપિયા તથા કેળવણી-ફંડમાં અગિયાર હજાર રૂપિયાની સખાવત કરી છે. શ્રી સરદારમલજી સેવાભાવી સગૃહસ્થ છે અને સંજાણ સ્ટેશન ઉપર એમનો બંગલો હોઈ મુંબઈ જતાં-આવતાં સાધુ-સાધ્વીઓની તેઓ ખૂબ ભક્તિ કરે છે. પોતાની જીવનસાધના સાથોસાથ નિરીહભાવે સમાજ કલ્યાણની પ્રવૃત્તિનો માર્ગ સ્વીકારીને સ્વ અને પર બન્નેના ભલા માટે પ્રયત્નશીલ રહેતાં સાધ્વીજી શ્રી સગુણાશ્રીજી અને કીર્તિલતાશ્રીજીને ખૂબ-ખૂબ ધન્યવાદ ઘટે છે. અમે એમની આ પ્રવૃત્તિની હાર્દિક અનુમોદના કરીએ છીએ, અને શ્રીસંઘ એનું અનુકરણ કરે એમ ઇચ્છીએ છીએ. આપણાં ગુરુઓ અને ગુરુણીઓ પોતાની શક્તિ અને પ્રવૃત્તિનો આ રીતે ઉપયોગ કરતાં થાય તો તેઓ “સાબોતિ સ્વરહિતાિ રૂતિ સધુર (જે પોતાનું અને બીજાનું કલ્યાણ સાધે તે સાધુ) એ વ્યાખ્યાને કેટલી સાચી પાડી શકે એનું આ એક જવલંત દૃષ્ટાંત છે. (તા. ૧--૧૯૧૩) Page #312 -------------------------------------------------------------------------- ________________ (૧) લોકસેવાના મહાતપસ્વી શ્રી રવિશંકર મહારાજ માનવીને માનવજીવનનો મહિમા સમજાવવો એના જેવું કોઈ પુણ્ય નથી અને માનવીને સાચો માનવી બનાવવો એનાથી મોટો કોઈ કીમિયો નથી. જીવનની સાધના દ્વારા રોમ-રોમમાં માનવતાનો પ્રવેશ થઈ ગયો હોય તો જ આવા પુણ્યકાર્યની શક્તિ અને આવો અપૂર્વ કીમિયો પ્રાપ્ત થાય છે. ગુજરાતના મૂક લોકસેવક અને રાષ્ટ્રીય સંત, પુણ્યશ્લોક શ્રી રવિશંકર મહારાજ આવા જ મહાન કીમિયાગર છે. આ ધરતીને સ્વર્ગ સમી સુખી અને સુન્દર બનાવવી અથવા નરક સમી દુ:ખી અને વરવી બનાવવી એ માનવીના પોતાના હાથની વાત છે. તેથી જ માનવીને સાચો માનવી બનાવવાનું કામ ખૂબ ઉપયોગી અને ઉપકારક કાર્ય છે. એ કામ માટે નિષ્ઠાભર્યો પુરુષાર્થ કરવો એ શ્રી રવિશંકર મહારાજનું જીવનવ્રત છે. સદાસર્વદા સતત જાગૃત રહીને તેઓ એ વ્રતનું, તલવારની ધાર ઉપર ચાલવાની જેમ, પાલન કરે છે. તપ, જપ, ધ્યાન, ભક્તિ કે મૌન કરતાં પણ માનવજાતના ઉદ્ધારનું આ કાર્ય વિશેષ કપરું છે. તપ-જપ વગેરેની સાધનાને જીવન સાથે એકરૂપ બનાવી લેવા ઉપરાંત બીજા-બીજા ગુણો અને બીજી-બીજી શક્તિઓને કેળવવામાં આવે તો જ આ કાર્ય થઈ શકે છે. હૃદય મુલાયમ, કરુણાળુ, સંવેદનશીલ હોય, ને માનવી ઉપર વરસતાં અધર્મ, અન્યાય, અત્યાચાર, દુ:ખ, દીનતા, લાચારી જોઈને દ્રવવા લાગે અને એની સામે એમાં પુણ્યપ્રકોપ જાગી ઊઠે, વળી અજ્ઞાન, મેલાંઘેલાં કે માંદા માનવીઓને જોતાં તેમાં સુગ કે અણગમો જાગવાને બદલે માતાની જેમ તે લાગણીભીનું અને વાત્સલ્યસભર બને તો જ વ્યક્તિ આ કાર્ય માથે લેવાની હામ ભીડી શકે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ અમૃત-સમીપે કોઈ ને કોઈ રીતે બીજાના કામમાં આવવું અને એમાં સ્વાર્થનો અંશ પણ આવવા ન દેવો, એવું નિર્ભેળ પરગજુપણું રવિશંકર મહારાજને માટે અતિ સહજ વાત છે. તેઓ જે કંઈ કાર્ય કે સેવા કરે છે, તે ઉપકારબુદ્ધિથી નહીં, પણ કર્તવ્યને અદા કરવાની પવિત્ર ધર્મ-બુદ્ધિથી જ કરે છે. જીવન ખૂબ ઉન્નત ભૂમિકાએ પહોંચ્યું હોય તો જ આવી ઈશ્વરી બક્ષિસ મળે. આવી પરગજુવૃત્તિ અને માનવજાત તરફની અદમ્ય મહોબ્બતથી પ્રેરાઈને જ રાનીપરજ અને પાટણવાડિયા જેવી ગુનેગાર અને આદિવાસીઓના જેવી અણુવિકસિત તથા પછાત ગણાતી કોમોને સુધારવા, સંસ્કારી બનાવવા માટે, એમનો ઉદ્ધાર કરવા માટે, મહારાજ જીવસટોટસટનાં સાહસ ખેડવામાં અને થકવી નાખે એવા આકરા પ્રયત્નો કરવામાં ક્યારેય જરા ય પાછા પડ્યા નથી. ખૂનખાર બહારવટિયાઓનાં મન જીતવા માટે અને એમને ખોટે માર્ગેથી સારે માર્ગે વાળવા માટે આ સ્વનામધન્ય મહાપુરુષે વૈરભાવ વગરનાં જે પરાક્રમ કર્યાં છે તે તો શાંત વી૨૨સની એક યાદગાર દાસ્તાન બની રહે એવાં છે. કરુણાભીના વાત્સલ્યનો જ આ વિજય ગણી શકાય. સાધુચરિત મહારાજે ક્યારેય સાધુનો વેશ ધારણ કરીને પોતે સાધુ કે જીવનસાધનાના માર્ગના યાત્રિક છે એવો દેખાવ કરવાનો પ્રયત્ન કર્યો નથી. જનસેવાના વ્રતધારી આ મહાનુભાવની જીવનસાધના તો જુઓ ઃ સત્ય અને અહિંસા એમના જીવન સાથે તાણાવાણાની જેમ એકરૂપ બની ગયાં છે. એ માટે એમણે પોતાના જીવનને પૂર્ણ સંયમી અને ઇંદ્રિયોના નિગ્રહની બાબતમાં ઉત્તમ નમૂનારૂપ બનાવ્યું છે. એમણે કેળવેલી અપરિગ્રહની ભાવના પણ એક શ્રેષ્ઠ બ્રાહ્મણને છાજે એવી છે. જીવનમાં કોઈની એક પાઈ પણ આઘી-પાછી કર્યાનો દોષ ન લાગે એની તેઓ પૂરી તકેદારી રાખે છે. ભલે તેઓ વિદ્વાનોની નજરે ઓછું ભણેલા અને માહિતીના સંગ્રહરૂપ શિક્ષણ ઓછું પામેલા હોય; પણ એમના થોડા પણ નિકટના પરિચયમાં આવનારને એમ લાગ્યા વગર નહીં રહે કે તેઓ ખૂબ ગણેલા અને ભણતરમાત્રનો સાર પામેલા છે; તેમ જ પ્રશ્નોને સમજવાની એમની સૂઝ અને એનો નિકાલ લાવવાની એમની હૈયાઉકલત અસાધારણ છે. કેળવણીનો અર્થ જીવનઘડતરનું વિજ્ઞાન કરીએ તો એમાં તેઓ ખૂબ નિપુણ છે અને એની સુભગ અસર એમનાં નાના-મોટા એકેએક વર્તન-વ્યવહારમાં પ્રસરેલી જોવા મળે છે, અને એથી તેઓનું સમગ્ર જીવન ભવ્ય બન્યું છે. મહારાજમાં યોગીઓને પણ મુશ્કેલીથી સિદ્ધ થઈ શકે એવી વિચાર-વાણીવર્તનની નિર્મળ એકરૂપતાના, અર્થાત્ નિર્દેભતા અને નિખાલસતાનાં આહ્લાદકારી દર્શન થાય છે. અને તેથી જ એમની ફૂલ ઝરતી, ચાંદીની ઘંટડી જેવી સુમધુર વાણી ભલભલા કઠણ હૈયાને સ્પર્શીને મુલાયમ બનાવી દે છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રી રવિશંકર મહારાજ મહારાજનું અસ્વાદવ્રત અખંડ છે. તેઓ સુખશીલતા અને એશઆરામની વૃત્તિથી સદા દૂર રહે છે. સાચા સાધકને એવા સુંવાળા માર્ગે જવામાં અધઃપાતનું જે જોખમ રહેલું છે એ તેઓ બરાબર જાણે છે. તેથી જ એમનું શરીર પૂરેપૂરું ખડતલ અને વજ્ર જેવું મજબૂત બની રહ્યું છે. છેલ્લાં થોડાં વર્ષથી ઘડપણે પોતાની અસર શરીર ઉપર દેખાડવા માંડી તે પહેલાં મહારાજ જરા ય થાક કે કંટાળો સેવ્યા વિના આનંદથી માઈલો ચાલતા અને ઊંઘ-આરામને ભૂલીને દિન-રાત કલાકો સુધી કામ કરતા. હજી આટલી વૃદ્ધ ઉંમરે પણ જાણે કામ, કામ અને કામ જ એમનો ઉપાસ્ય દેવ છે. સાચે જ, તેઓ આદર્શ કર્મયોગી છે. મહાત્મા ગાંધીજીની મહારાજ ઉપર ઘણી મોટી અને ઊંડી અસર પડી છે; અને આ વાતનો મહારાજ ખૂબ કૃતજ્ઞતાથી સ્વીકાર કરે છે. ગાંધીજીની ચરખાપ્રવૃત્તિને, અસ્પૃશ્યતા-નિવારણની પ્રવૃત્તિને, સત્યાગ્રહની લડતને તેમ જ બીજી અનેક રચનાત્મક તથા રાષ્ટ્રમુક્તિની અહિંસક લડતને લગતી પ્રવૃત્તિઓને લોકપ્રિય અને સફળ બનાવવામાં મહારાજ હમેશાં પોતાનો નોંધપાત્ર ફાળો આપતા જ રહ્યા છે. ૨૯૧ વળી, આપણા તત્ત્વદ્રષ્ટા, કવિહૃદય, સંત, રાષ્ટ્રપુરુષ શ્રી વિનોબાજીની ભૂદાનપ્રવૃત્તિમાં પણ મહારાજે નોંધપાત્ર ફાળો આપ્યો છે, અને પોતાની ધ્યેયનિષ્ઠાથી એમના હૃદયને જીતી લીધું છે. જેમ મહારાજ આદર્શ સંત અને લોકસેવક છે,તેમ જેલ-નિવાસ દરમ્યાન તેઓએ આદર્શ કેદી તરીકેની નામના મેળવી હતી. સત્યાગ્રહી તરીકે પણ તેઓ આદર્શ હતા. એમ લાગે છે કે માનવસેવાને તેઓ પ્રભુસેવાનો, પ્રભુને પામવાનો સફળ અને ઉત્તમ માર્ગ માને છે. તેથી જ માનવસમાજ ઉપર દુષ્કાળ, રેલસંકટ કે રોગચાળા જેવી કુદરતસર્જિત કે કોમી હુલ્લડ જેવી માનવસર્જિત આફત આવી પડે છે, ત્યારે તેઓ વગર કહ્યે જ સેવા કરવા પહોંચી જાય છે. એવે વખતે એમની અહિંસા અનેણા, શતદળ કમળની જેમ, ખીલી ઊઠે છે. લોકસેવાની આ મહાતપસ્યામાં તેઓનું હીર વિશેષ પ્રગટે છે. પ્રયત્ન પૂરો કરવો અને ફળ ભગવાનના હાથમાં સોપવું એવી એમની ઈશ્વરનિષ્ઠા છે. તેથી તેઓ સફળતાથી ફુલાઈ જતા નથી અને નિષ્ફળતાથી વિલાઈ જતા નથી. અત્યારે દેશના બીજા ભાગોની જેમ ગુજરાત ઉપર પણ દુષ્કાળનો કારમો પંજો ફરી વળ્યો છે. એવે વખતે પ્રજાને રાહત આપવા માટે મહારાજ આટલી વૃદ્ધ ઉંમરે પણ કેટલી બધી ચિંતા, પ્રવૃત્તિ અને દોડધામ કરે છે ! આ દરમ્યાન થોડા દિવસ પહેલાં થાપાનું હાડકું ભાંગી જવાથી મહારાજને પથારીવશ બનવું પડયું છે; છતા અસહ્ય વેદનાને પણ તેઓ સ્વસ્થતાથી બરદાસ્ત કરી રહ્યા છે, અને એમનું મન તો દુષ્કાળનિવારણમાં જ રોકાયેલું છે ! (તા. ૩-૩-૧૯૭૩) Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ અમૃત-સમીપે (૨) લોકકલ્યાણના પુણ્યયાત્રિક શ્રી મોટા” લોકકલ્યાણ પણ જીવનસાધનાનો એક માર્ગ છે; અને એવી ભાવના અને પ્રવૃત્તિને વરેલા સંતો દીન-દુઃખી જગત માટે મોટું આસ્વાસન, આશા અને આધાર બની રહે છે. એવા અખંડ સંતોની પરંપરા એ જગતની ખુશનસીબી છે. આ યુગના જે કોઈ સંતો લોકકલ્યાણને માટે પોતાનાં તન-મન-ધનને ઘસારો આપવામાં આનંદ અને ઈશ્વરભક્તિ અનુભવે છે, એમાં શ્રી “મોટા'નો પણ સમાવેશ થાય છે. છેલ્લાં પાંચ-સાત વર્ષમાં ગુજરાતમાં સામાન્ય માનવીને ઉપયોગી થાય એવા જ્ઞાનથી લઈને તે ઉચ્ચ કક્ષાના જ્ઞાનના પ્રસાર માટેની જુદી-જુદી યોજનાઓને શરૂ કરવા માટે, યુવાનોમાં સાહસિક વૃત્તિનો વિકાસ કરનારી અનેક પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે અને દેશની, અને વિશેષ કરીને ગુજરાતની જનતાનું, અને ખાસ કરીને નવી પેઢીનું હીર, તેજ અને બળ વધે એ માટે શ્રી મોટાએ જે અવિરત પુરુષાર્થ કર્યો છે તે ખરેખર બીજાઓ માટે દાખલારૂપ બની રહે એવો અપૂર્વ છે. એમ લાગે છે કે લોકોપકારની પ્રવૃત્તિ જ તેઓને માટે બળ, યૌવન અને જીવન છે. શ્રી મોટાની લોકકલ્યાણ માટેની બધી પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય કે માનવીય કક્ષાની જ હોય છે. એટલે એમાં વર્ણ, જ્ઞાતિ, કોમ, ધર્મ કે એવા કોઈ નકલી ભેદભાવને મુદ્દલ સ્થાન નથી હોતું. તેઓ જીવનવિકાસના સૌના સમાન અધિકારના પાયાના સિદ્ધાંતને અપનાવીને જ પોતાની બધી કલ્યાણ-પ્રવૃત્તિઓ અને યોજનાઓ ચલાવે છે. ધર્મગુરુની તોલે આવનારા આ સંતમાં લોકકલ્યાણની ભાવના અને પ્રવૃત્તિનો આટલો વ્યાપક અને સર્વગ્રાહી વિકાસ થવો એ એક વિરલ અને અજોખી ઘટના લેખાય. લોકકલ્યાણની નિર્મળ, નિઃસ્વાર્થ અને નિષ્ઠાભરી પ્રવૃત્તિ નિર્લેપપણે કરતાં પોતાની જાતનું ભલું તો આપમેળે જ થઈ જવાનું છે એવી બૌદ્ધધર્મના મહાયાનપંથની ભાવના શ્રી મોટાના જીવન સાથે જાણે તાણાવાણાની જેમ વણાઈ ગઈ છે. વળી, પોતાનાં ભકૃત કે પ્રશંસક નરનારીઓની ભક્તિશીલતાના અતિરેકની સુંવાળી કે લપસણી ભૂમિમાં પોતાનું ધ્યેય વિસરી ન જવાય એ માટે શ્રી મોટા સતત જાગૃત રહે છે. આજે તો ધર્મ જેવા પવિત્ર ક્ષેત્રમાં પણ આ વિશેષતા વધુ ને વધુ દોહ્યલી બનતી જાય છે. - વડોદરા જિલ્લાનું સાવલી ગામ એ તેઓનું વતન. તા. ૪-૮-૧૮૯૮ને રોજ એક વણકર કુટુંબમાં તેઓનો જન્મ થયો હતો. તેઓનું નામ ચુનીલાલ, તેઓના પિતાનું નામ આશારામ, માતાનું નામ સૂરજબા; જ્ઞાતિ ભાવસાર. જન્મથી તેઓને કારમી ગરીબીનો કડવો અનુભવ મળ્યો હતો. જીવનસાધના કરતાં-કરતાં Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રી “મોટા” સમગ્ર માનવજાત પ્રત્યે એમના અંતરમાં જે કરુણા, કર્તવ્યભાવના અને કલ્યાણદૃષ્ટિ જાગી એનાં બીજ કદાચ આ અનુભવમાં રોપાયાં હશે. જનતાએ આ જીવનસાધક સંતને “ભગત'નું ઉપનામ આપીને એમના તરફની ભક્તિ અને બહુમાનની લાગણી વ્યક્ત કરી છે. ગરીબી એવી કે જો ખર્ચ-પૂરતું રળી ન લેવાય તો ભણતરને કોઈ અવકાશ જ ન રહે. પણ ચુનીલાલનું અંતર ખમીરવંત અને આશાવાદી હતું અને અનેક ખરાબાઓ વચ્ચે પણ જીવનનૌકાને આગળ વધારવામાં જાણે ઈશ્વરની અદશ્ય સહાય હતી. ચુનીલાલ ગરીબીના જ ઘોડિયે ઊછર્યા હતા, એટલે કોઈ પણ કામ કરવામાં તેઓને શરમ કે નાનપ લાગવાનો કોઈ સવાલ જ ન હતો. નાનાં-નાનાં કામો કરીને તેઓ બે પૈસા રળતા રહ્યા અને પેટલાદમાં પોતાનો અભ્યાસ આગળ વધારતા રહ્યા. આ રીતે અનેક ખાડા-ટેકરા વચ્ચે એમણે નિશાળનું શિક્ષણ પૂરું કર્યું. સુખશીલિયા જીવનની કે અમીર બનવાની વૃત્તિ તો હતી જ નહીં કે જેથી જીવન ઓશિયાળું બની જાય અને જીવનમાં હતાશા વ્યાપી જાય. જેવી પરિસ્થિતિ હોય એમાં માન અને ખુમારીથી જીવન જીવવાની આવડતની બક્ષિસ એમને સહજપણે જ મળી હતી. ૨૧ વર્ષે મેટ્રિકની પરીક્ષા પસાર કરી તેઓ વડોદરાની કૉલેજમાં જોડાયા. કૉલેજના ખર્ચને પહોંચી વળવાનું કામ બહુ જ કપરું હતું, પણ ચુનીલાલ પાછા નહીં પડવા માટે કૃતનિશ્ચય હતા. આ અરસામાં એક બનાવ બન્યો. ચુનીલાલને ૨૦-૨૨ વર્ષની ઊછરતી યુવાન વયે હિસ્ટીરિયાનો રોગ લાગુ પડ્યો, અને ધીરે-ધીરે એ વધુ ને વધુ વિકરાળ રૂપ ધારણ કરતો ગયો. અવારનવાર હુમલો કરતા આ રોગથી ચુનીલાલ તોબા પોકારી ગયા. એક વાર તો તેઓ એટલા બધા કંટાળી ગયા કે એમને થયું કે આવું પાંગળું જીવન જીવવા કરતાં મરણને શરણ થઈને આ વ્યાધિનો સદાને માટે અંત લાવવો શો ખોટો ? અને આ વિચાર થોડો વખત વિચારરૂપ રહીને વિલીન થઈ જવાને બદલે એણે એક નિર્ણયનું રૂપ ધારણ કર્યું. એ નિર્ણયનો અમલ કરવા માટે આત્મઘાતનો સંકલ્પ કરીને એક દિવસે ગરુડેશ્વર તીર્થ પાસેની નર્મદા નદીમાં તેઓએ ઝંપલાવ્યું. નર્મદાના ઘૂઘવતા પૂરના અગાધ જળને આવા યુવાનને સદાને માટે પોતાનામાં સમાવી લેતાં શી વાર ? પણ ચુનીલાલનો ભવિતવ્યતાયોગ કંઈક જુદો જ હોય એમ એમને માતા નર્મદાએ પોતાના પેટાળમાં સમાવી લેવાને બદલે કિનારા ઉપર ધકેલી દીધા. નદીકિનારે એક યોગી રહે. એમણે નિષ્ટ ચુનીલાલને જાગૃત કર્યા અને મમતાપૂર્વક આવકાર્યા. એમણે એમને હરિ 3% નો મંત્ર આપ્યો. જે રોગ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ અમૃત-સમીપે આપઘાતના પ્રયત્ન પછી પણ ન મટ્યો તે આ મંત્રની ઉપાસનાથી છ મહિને દૂર થઈ ગયો – જાણે ચુનીલાલ નવો અવતાર પામ્યા. એમણે વિચાર્યું : ઈશ્વરની કેવી કૃપા મારા પર વરસી છે ! કંઈક સારા કાર્યમાં જીવન વિતાવવાનું મારા ભાગ્યમાં લખ્યું હોય એમ લાગે છે. સને ૧૯૨૧ની આ ઘટના. શ્રી ચુનીલાલની ઉંમર એ વખતે જીવનની પહેલી પચીશીના ઉંબરે ખડી હતી. આ ઘટનાએ ચુનીલાલનો જીવનક્રમ જ પલટી નાખ્યો; અથવા, કદાચ એમ કહી શકાય, કે એણે એમનું જીવનધ્યેય નક્કી કરી આપ્યું. ચુનીલાલ ત્યારથી લોકકલ્યાણના પુણ્યપ્રવાસી બની ગયા; દુખિયાના સાથી બનવામાં એમને જીવનની ચરિતાર્થતાનાં દર્શન થયાં. એ સમય ગાંધીજીનો હતો. એમની નેતાગીરીએ આખા દેશ ઉપર જાદુ કર્યો હતો. ગરીબ-તવંગર, બાળ-યુવાન-વૃદ્ધ, ભણેલ-અભણ, સ્ત્રી-પુરુષો લાખોની સંખ્યામાં રાષ્ટ્રની આઝાદીની લડતના સૈનિક બનીને એમના નેજા નીચે એકત્ર થયાં હતાં. જિંદાદિલ અને દુખિયાના બેલી બનવાની તમન્નાવાળા ચુનીલાલ આવા જીવનસ્પર્શી વાતાવરણથી અસ્પૃષ્ટ કેવી રીતે રહી શકે ? એ તો પોતાની ઝંખનાને સફળ બનાવવા, સને ૧૯૨૨માં, કૉલેજનો ત્રીજા વર્ષનો અભ્યાસ છોડીને, પ્રથમ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ત્યાં પણ સ્નાતક-પદવીની પરીક્ષાને ચારેક માસ બાકી હતાં અને ભણતરને તજીને ગાંધીજી તથા ઠક્કરબાપાની રાહબરી નીચે, હરિજન-ઉદ્ધારના કાર્યમાં લાગી ગયા. ચુનીલાલને તો ભૂખ્યાને ભાવતાં ભોજન મળ્યાં જેવો આનંદ થયો. આ બધામાં લગ્નજીવન કે સંસારવ્યવહારના વિચારને ય અવકાશ ક્યાં હતો? ચુનીલાલનું જીવન સહજ બ્રહ્મચારીનું કે સંયમીનું જીવન બની ગયું. જ્યારે દેશની સ્વતંત્રતાનું યુદ્ધ શરૂ થયું, ત્યારે પણ ચુનીલાલ પાછળ ન રહ્યા. ચાર વખત થઈને ત્રણ વર્ષ જેટલા સમય માટે તેઓએ જેલની યાત્રાની મોજ માણી હતી. ૧૯૨૮માં સાપ કરડ્યો છતાં બચી ગયા. એમની સાધનાના કેન્દ્રમાં મૌન બિરાજે છે. સાધકોને મૌન-સાધના દ્વારા પોતાની જાતને ઓળખવાનો અને ચિત્તને સ્વસ્થ-સ્થિર કરવાનો પ્રયત્ન કરવા એ પ્રેરે છે. એ પ્રેરણા મુજબ તેઓ પોતે પણ ચાલે છે અને પોતાનું માર્ગદર્શન માગનારાઓ પણ એ મુજબ વર્તે એવો આગ્રહ રાખે છે. પણ આવી મૌનસાધના દ્વારા પોતાનું ઇષ્ટ પ્રાપ્ત કરવા છતાં તેઓ વિરાટરૂપે લોકકલ્યાણની અનેક પ્રવૃત્તિઓને રચનાત્મક પ્રોત્સાહન આપતા રહે છે તે ખરેખર આશ્ચર્ય પમાડે એવું છે. ક્યાં નગર કે અરણ્યના શાંત, એકાંત સ્થાનમાં પસાર થતું જીવન અને ક્યાં લોકોપકારની પ્રવૃત્તિઓથી ભરેલો આ માર્ગ? એમ લાગે છે કે અનેક પ્રવૃત્તિઓ વચ્ચે પણ અનાસક્ત-અલિપ્ત રહેવાની જળકમળની કળા તેઓને સહજ રીતે પ્રાપ્ત થઈ છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રી “મોટા' ૨૯૫ તેઓ જનસમુદાયમાં “મોટા' નામે ઓળખાવા લાગ્યા એની વિગત કંઈક આવી છે. ગુરુએ “હરિ૩ૐ'નો મંત્ર આપ્યા પછી “હરિ ૐ મોટા' એ એમનું સૂત્ર બની ગયું હતું, અને તેઓ એનું વારંવાર રટણ કરતા કહેતા હતા. આનો ભાવ એ હતો કે વિશ્વમાં સૌથી મોટા હરિ જ છે અને એમના કરતાં વધારે મોટું કોઈ નથી. આ સૂત્રમાં ઈશ્વરપરાયણતા અને નમ્રતાનો ભાવ સમાયેલો છે. આ સૂત્રનું રટણ કરતાં-કરતાં તેઓ પોતે જ “મોટા' તરીકે ઓળખાવા લાગ્યા! તેઓનો ૭૫મો જન્મદિન વડોદરામાં ઉજવાયો એ પ્રસંગે તેઓએ સાડા દસ લાખ રૂપિયા એકત્ર કરીને ભૌતિકશાસ્ત્ર, દાક્તરી વિજ્ઞાન અને ખેતીવાડીના વિશિષ્ટ સંશોધકોને દર વર્ષે દસ હજાર રૂપિયા જેવું પારિતોષિક હંમેશને માટે . આપી શકાય એ માટે એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનને સોંપવાનું વિચાર્યું. (તા. ૧૯-૨-૧૯૭૨) મૃત્યુંજયનો વિરલ યોગ પોતાના મરણને જાણે કાગળ લખીને નિમંત્રણ આપીને, મૃત્યુને મિત્રની જેમ હેત-પ્રીતથી આલિંગન કરીને અને પોતાના મરણનો પોતાના હાથે જ મહોત્સવ ઊજવીને શ્રી મોટાએ, તા. ૨૩-૭-૧૯૭૬ની શુક્રવારની મધરાતે, સમજ અને ઉલ્લાસપૂર્વક, ફાજલપુરની ધરતી ઉપર જે રીતે પોતાનો ૭૮ વર્ષ જેટલો વિસ્તૃત જીવનપટ સંકેલી લીધો, એ ઘટના મૃત્યુ-મહોત્સવની મહાકથારૂપે યાદગાર બની રહેશે. શ્રી મોટાના દિવ્ય અને ભવ્ય જીવનની આ છેલ્લી ઘટના પણ હંમેશાં એમની કીર્તિગાથા સંભળાવતી રહેશે કે શ્રી મોટાએ જેમ જીવનને પૂરેપૂરું જીવી જાણ્યું હતું, તેમ મૃત્યુને પણ મન ભરીને માણી જાણ્યું હતું. પોતાના સ્વર્ગવાસના ચાર દિવસ પહેલાં, તા. ૧૯-૭-૧૯૭૬ના રોજ નડિયાદના પોતે સ્થાપેલ હરિ ૐ આશ્રમમાં રહીને, શ્રી મોટાએ દેહવિલયના પોતાના સંકલ્પની જાણ કરતો કેવો અદ્ભુત અંતિમ પત્ર લખ્યો હતો ! હૃદય સોંસરવો ઊતરી જાય એવી સીધી-સાદી હૃદયની વાણીમાં લખાયેલો એ મુદ્દાસરનો ટૂંકો પત્ર પણ આત્માના સાધકો અને શોધકો માટે ધાર્મિક દસ્તાવેજ રૂપે તથા શ્રી મોટાના અનાસક્તભાવની યશોગાથા રૂપે હમેશને માટે આદરને પાત્ર બની રહેશે. એ પત્રમાં તેઓશ્રીએ લખ્યું છે – જે કોઈને આ અંગે લાગેવળગે છે તેઓ જોગ – હું ચુનીલાલ આશારામ ભગત ઉર્ફ મોટા, રહેવાસી હરિઓમ આશ્રમ - નડિયાદ, આથી જણાવું છું કે હું મારી રાજીખુશીથી મારી પોતાની મેળે મારું જડ શરીર છોડવા ઇચ્છું છું. આ દેહ ઘણા રોગોથી ઘેરાયેલો છે અને હવે લોકકલ્યાણના કામમાં આવે તેમ નથી. રોગ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ અમૃત-સમીપે મટવાની આશા પણ નથી. એટલે આનંદપૂર્વક શરીર છોડું તે ઉત્તમ છે. અને તે મુજબ યોગ્ય લાગશે ત્યારે હું એમ કરીશ. “મારા શરીરનો અગ્નિસંસ્કાર એકાંતમાં શાંત જગ્યાએ, મૃત્યુસ્થળની નજીકમાં અને તે પણ ૪થી ૬ની હાજરીમાં કરવો; ઘણા માણસો ભેગા ક૨વા નહિ તેમ મારા સેવકોને ફરમાવું છું. — “મારાં અસ્થિને પણ નદીમાં પૂરેપૂરાં પધરાવી દેવાં. મારા નામનું ઈંટ કે ચૂનાનું કોઈ સ્મારક કરવું નહિ, મારા મૃત્યુ નિમિત્તે જે કંઈ નાણાં-ભંડોળ ભેગા થાય તેનો ઉપયોગ શાળાના ઓરડા બાંધવામાં કરવો. “તા. ૧૯-૭-૧૯૭૬ (સહી) ચુનીલાલ આશારામ ભગત ઉર્ફે મોટા” શ્રી મોટાના સાધનામય જીવન અને સેવામય કાર્યના નિચોડ સમો આ પત્ર એમના બધા જીવનસાધકો માટે માર્ગદર્શક વસિયતનામાની ગરજ સારે એવો ઉત્તમ છે*. શ્રી મોટા મરણને સામે ચાલીને આવકારીને કેવા અમર બની ગયા એની સાક્ષી પણ આ પત્ર નિરંતર આપતો રહેશે. આ પત્રનું મનનપૂર્વક વાચન કરતાં અંતરમાં એક પ્રશ્ન જાગી ઊઠે છે કે શ્રી મોટાને પોતાના અવસાનનાં એંધાણ કળાઈ ગયાં હતાં કે પોતાના સંકલ્પના બળે પોતાના દેહનો વિલય કરવા માટે એમણે કાળને તેડાં મોકલ્યાં હતાં ? કાગળ વાંચતાં તો કાળને તેડાં મોકલ્યાંની વાત જ સાચી માનવાનું મન થાય છે. એ ગમે તે હોય, તેઓએ જેવું જીવન જીવી બતાવ્યું હતું એને પરિણામે તેઓ સમાધિમરણના સાચા અધિકારી બની શક્યા હતા. શ્રી મોટાની સાધના-કથા કહે છે કે સને ૧૯૩૦માં, એમને મનની નીરવતાનો, સને ૧૯૩૪માં સગુણ બ્રહ્મનો (દ્વૈતભાવનો) અને સને ૧૯૩૯માં, રામનવમીના પર્વદિને, કાશીતીર્થમાં નિર્ગુણ બ્રહ્મનો (અદ્વૈતભાવનો) સાક્ષાત્કાર થયો હતો. આ છેલ્લા સાક્ષાત્કારનું વર્ણન કરતાં તેઓએ (જીવન-દર્શન, પૃ.૩૮૦) લખ્યું છે : “૧૯૩૯ના માર્ચના રામનવમીની રાત્રે કાશીમાં અદ્વૈતના સાક્ષાત્કારનો અનુભવ થયેલો. જાણે અનેક કોટિ સૂર્યોનો પ્રકાશ આજુબાજુ પથરાઈ જઈને શરીરમાં પણ પ્રવેશ્યો. ત્યારે મહાસમાધિમાં ઊતરી જવાનું બનેલું. સમાધિમાંથી જાગતાં જોયું તો શરીરનો ગુહ્ય ભાગ અને તેની આજુબાજુનો ભાગ પણ બળી ગયેલો, જેની દવા બનારસ યુનિવર્સિટીના આયુર્વેદિક કૉલેજના ડીન શ્રી પાઠકસાહેબની કરાવેલી. તે અનુભવની વેળાએ, ત્યારથી જ, મુક્તદશાની શરૂઆત થઈ ચૂકી. ‘I am Omnipresent' (‘હું સર્વત્ર વિદ્યમાન છું') એવી ચેતનાત્મક ભાવનાનો સર્વપ્રકારે વિકાસ પ્રવર્તમાન હતો અને છે.” * લેખકશ્રી પોતે જીવનનાં છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન આ પત્ર માટે ઊંડો અહોભાવ બતાવતા રહેતા. પોતાના મરણના અન્વયે દેહદાન ઉપરાંત માણસો ભેગા ન કરવા અંગેની સૂચનાઓ વસિયતનામામાં પણ ઉમેરેલ. -સં. Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી “મોટા' ૨૯૭ પોતાને આવી અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત થયા પછી એમણે જીવનસાધના કરવા ઇચ્છનારાઓને વ્યક્તિગત માર્ગદર્શન આપવાની શરૂઆત કરી. સમય જતાં એ પ્રવૃત્તિ એવી વ્યાપક અને વેગવાન બની કે એને પરિણામે દક્ષિણમાં કુંભકોણમ્માં, નડિયાદમાં, સૂરત પાસે રાંદેરમાં અને અમદાવાદ પાસે નરોડામાં “હરિ ૐ આશ્રમ' નામે આશ્રમો સ્થપાયા. દીન-દુઃખી-ગરીબો તરફ શ્રી મોટાને શરૂઆતથી જ અપાર હમદર્દી હતી; અને આ હમદર્દીને અને દેશભક્તિને એમણે પોતાના કાર્ય દ્વારા જે રીતે મૂર્ત રૂપ આપીને ચરિતાર્થ કરી બતાવી એની વિગતો ખરેખર હેરત પમાડે તેવી અને બધા સંતો માટે દાખલારૂપ બની રહે એવી છે. પોતાને સાક્ષાત્કાર થયા પછી કોઈ સાધકે લોકોના ભલા માટે આવો અસાધારણ પુરુષાર્થ કર્યો હોય અને અનેક રોગોથી ઘેરાઈને જાહિલ (આળા) બનેલા શરીરથી આટલી જહેમત ઉઠાવી હોય એવા દાખલા શોધવા પડે એમ છે. પોતાને સિદ્ધિ મળ્યા પછી બે દાયકા કરતાં પણ વધુ સમય માટે તેઓ પ્રશાંતભાવે સાધકોને પૂરું માર્ગદર્શન કરતા રહ્યા અને અમુક મર્યાદામાં જનસેવાની પ્રવૃત્તિ પણ ચલાવતા રહ્યા. પણ પછી જ્યારે એમને લાગ્યું કે પોતાના ભકતોની ભક્તિની ભાગીરથીને લોકકલ્યાણના માર્ગે વહેવડાવાનો સમય પાકી ગયો છે, એટલે એમણે, શરીર અસ્વસ્થ, છતાં મનોબળ અને આત્મબળનો સહારો લઈને, સને ૧૯૬૨ની સાલથી પોતાની લોકકલ્યાણની અને ઊછરતી પેઢીના સંસ્કાર-ઘડતરની પ્રવૃત્તિને પણ પૂર્ણયોગથી આગળ વધારી અને એ માટે એક કરોડ રૂપિયા કરતાં પણ વધુ રકમનાં દાન મેળવી આપ્યાં. એક આધ્યાત્મિક નેતા કે ધર્મનાયકના અંતરમાં પ્રજાકલ્યાણની આવી અદમ્ય અને રચનાત્મક તમન્ના જાગે એ કંઈક નવાઈ પમાડે એવી, પણ જનતાની ખુશનસીબી સમી ઘટના છે. અને શ્રીમોટાએ પોતે પણ કેટકેટલાં ક્ષેત્રમાં સફળતા હાંસલ કરીને પોતાના વ્યક્તિત્વને આકાશ જેવું વિશાળ બનાવ્યું હતું ! તેઓ એક અચ્છા સાહિત્યસર્જક પણ હતા – એમણે ગદ્યમાં અને પદ્યમાં ૬૮ જેટલાં પુસ્તકોનું સર્જન કર્યું હતું. અને છતાં મોહ-માયા-મમતાથી મુક્ત એમનું જીવન કેવું અનાસકત હતું ! (તા. ૩૧-૭-૧૯૭૯) Page #321 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે (૩) વિશ્વવત્સલ વિશ્વનાગરિક ધર્મગુરુ સૂજી ગુરુજી ૨૯૮ પોતાનો આંતરિક વિકાસ સાધવાની ઉત્કટ તમન્નાથી પ્રેરાઈને જ્યારે માનવી કુટુંબ-કબીલા અને સંપત્તિ-સાહ્યબીના દેખીતી રીતે સુખકર મનાતા માર્ગનો ત્યાગ કરીને કઠિન લેખાતા સાધનામાર્ગનો સ્વીકાર કરે છે, ત્યારે તે અમુક જૂથનાં જ હિત-ભલાઈને વરેલ વ્યક્તિ મટીને વિશ્વભરનું ભલું ચાહનાર વ્યક્તિ બની જાય છે, વિશ્વનાગરિક બની જાય છે. એથી સમગ્ર જનસમાજના ગુરુપદને શોભાવી જાણવાની જવાબદારી એના ઉપર આવે છે. આમ છતાં સાચા આત્મસાધકનું પહેલું કાર્ય આત્મસાક્ષાત્કાર ક૨વાનું હોય છે; તે સિદ્ધ થયા પછી જ લોકકલ્યાણ કે વિશ્વકલ્યાણ માટેની વ્યાપક પ્રવૃત્તિ હાથ ધરવાની હોય છે. પણ ત્યાગમાર્ગના અંચળાનો સ્વીકાર કરવાની સાથે પોતાનું લોકગુરુ અને વિશ્વનાગરિક તરીકે સર્વમંગલકારી રૂપાંતર થઈ જાય છે એ પાયાની વાત કોઈ અતિવિરલ આત્મસાધક જ સમજે-સ્વીકારે છે. એક ધર્મગુરુ વિશ્વકલ્યાણની વૃત્તિ અને પ્રવૃત્તિને આત્મસાત્ કરીને, હૃદયની વિશાળતાને કેળવીને, પોતે અમુક ધર્મના અનુયાયી હોવા છતાં પોતાને ધર્મ સમજાવેલી ઉદાર દૃષ્ટિનો આશ્રય લઈને લોક્સેવામાં કેટલો મોટો ફાળો આપી શકે છે, એનો એક દાખલો જાણવા જેવો છે. એ ત૨ફ જૈનસંઘનું ધ્યાન દોરવા માટે અમે આ નોંધ લખવાનું યોગ્ય માન્યું છે. આ ધર્મગુરુ છે તો બૌદ્ધ ધર્મસંઘના ભિક્ષુ; પણ એમણે પાંથિક દૃષ્ટિ તથા સાંપ્રદાયિક સંકુચિતતાનો ત્યાગ કરીને દાયકાઓથી દેશ-વિદેશની દીન-દુઃખીદલિત-પતિત જનતાની નિષ્ઠાપૂર્વક સેવા કરવાના વ્રતનો સ્વયંપ્રેરણાથી સ્વીકાર કર્યો છે. તેથી તેઓ પોતાની જાતને અમુક ધર્મ-પંથના અનુયાયી તરીકે ઓળખાવવાને બદલે ખુમારીપૂર્વક અને સાચા અર્થમાં વિશ્વનાગરિક-રૂપે ઓળખાવે છે, અને વ્યાપક ધર્મદ્રષ્ટિથી, વિશ્વશાંતિ અને લોકકલ્યાણ માટે સતત પ્રયત્ન કરતા રહે છે. તેઓ જાપાનના વતની છે, નિમીદાસુ ફૂજી એમનું નામ છે અને ‘ફૂજીગુરુજી'ના આદર-સ્નેહભર્યા નામે તેઓ સર્વત્ર ઓળખાય છે. અત્યારે તેઓ ૯૫ વર્ષ જેટલાં વૃદ્ધ છે, છતાં વૃદ્ધાવસ્થાના, અવિરત સેવાકાર્યના તથા સમયના ઘસારા ન તો એમને સ્પર્શી શક્યા છે કે ન તો એમની સેવાભાવના અને સેવાપ્રવૃત્તિને શિથિલ બનાવી શક્યા છે ! એક સદા જાજરમાન અને શક્તિસભર વ્યક્તિની જેમ તેઓ વિશ્વશાંતિ, વિશ્વમૈત્રી અને વિશ્વબંધુત્વની ભાવનાની સ્થાપના માટે અને માનવજાત સુખ-શાંતિમાં રહી શકે અને એનાં દુઃખ-દારિદ્રય ઓછાં થાય એ માટે અવિરત પુરુષાર્થ કરતા રહે છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ ફૂજી ગુરુજી વિશ્વકલ્યાણના સત્કાર્યને સમર્પિત આ વિશ્વનાગરિક ધર્મપુરુષને ગત (૧૯૭૯) જાન્યુઆરી માસની ૧૯મી તારીખે, આપણા રાષ્ટ્રપતિજી શ્રી સંજીવ રેડીએ, ભારતના પ્રથમ વડાપ્રધાન અને વિસ્વરાજપુરુષ શ્રી જવાહરલાલના સ્મરણ નિમિત્તે સ્થાપવામાં આવેલ “શ્રી જવાહર નેહરૂ એવોર્ડ અર્પણ કર્યો, તેથી વિશ્વશાંતિ માટે સતત પ્રયત્નશીલ રહેનાર ફૂજી ગુરુજી જેવા મહાપુરુષની પ્રવૃત્તિનું એક જાતનું વૈશ્વિક બહુમાન થયું, અને આ મહાપુરુષની મૂક કામગીરીની વિશાળ વર્તુળમાં જાણ થઈ. શ્રી નેહરૂના સ્વર્ગવાસ પછી એમની વિશ્વશાંતિની ભાવનાને સદા-સ્મરણીય બનાવવાના પવિત્ર ઉદ્દેશથી, સને ૧૯૯૪ની સાલમાં આ એવોર્ડ યોજવામાં આવ્યો હતો. વિશ્વશાંતિની ભાવનાને પ્રોત્સાહન મળે એ દૃષ્ટિએ દુનિયાભરમાં જે આગેવાનો આંતરરાષ્ટ્રીય સમજ અને સદ્ભાવનાનો પ્રસાર કરવામાં વિશિષ્ટ સેવાઓ આપે છે, તેમાંની આગળ પડતી વ્યક્તિની પદ્ધતિસર પસંદગી કરીને, એમની સેવાઓની કદરરૂપે, દર વર્ષે આ એવોર્ડરૂપે એક લાખ રૂપિયા અને એક પ્રશસ્તિ-પત્ર આપવામાં આવે છે. એક ધર્મગુરુની વિશ્વશાંતિલક્ષી સેવાઓનું આવું મોટું બહુમાન થયું હોય એવો આ પહેલો જ પ્રસંગ છે. શ્રી ફૂજી ગુરુજીના આ બહુમાનના પ્રસંગને અનુલક્ષીને, અમદાવાદથી પ્રગટ થતા “સદ્દવિચાર પરિવારના માસિક મુખપત્ર “સુવિચારના ગત જાન્યુઆરી માસના અંકમાં, શ્રી અમૃત મોદીએ “કર્મયોગી ફૂજી ગુરુજી” એ નામે એક ટૂંકો પરિચય-લેખ લખ્યો હતો. એમાંથી આ મહાપુરુષ સંબંધી કેટલીક વિશેષ નોંધપાત્ર માહિતી અહીં સાભાર રજૂ કરીએ છીએ : તેઓનો જન્મ જાપાનના સાનસૂઈક્યો (? સ્યો ?) ગામમાં તા. ૯-૮૧૮૮૪ના રોજ થયો હતો. એમણે શાળામાં ખેતીવાડીનું શિક્ષણ લીધું હતું અને પછી ધર્મનું શિક્ષણ લીધું હતું. વ્યાવહારિક શિક્ષણ કરતાં ધાર્મિક શિક્ષણનો એમના ચિત્ત ઉપર વધારે પ્રભાવ પડ્યો હતો; એથી એમનો ધર્મરંગ વધારે ઘેરો બન્યો હતો અને એમનું ચિત્ત વૈરાગ્યાભિમુખ બન્યું હતું. એટલે આ વૈરાગ્યભાવનાને જીવન સાથે એકરૂપ બનાવી દેવા માટે અઢાર વર્ષની યૌવનમાં ડગ ભરતી વયે, એમણે બૌદ્ધધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી અને પોતાનું જીવન ધર્મકાર્યને સમર્પિત કર્યું હતું. પોતે કરવા ધારેલ ધર્મકાર્યમાં આવનાર આપત્તિઓને સહન કરવાની પોતાની શક્તિ છે કે નહીં એની પરીક્ષા કરવા એમણે પોતાના બન્ને બાવડાં ઉપર સળગતી મીણબત્તી ચાંપી દીધી હતી અને એની વેદનાને શાંતિથી સહન કરી લીધી હતી. એમનો આત્મા લોકોનું ભલું કરવામાં અને અકલ્યાણકર પ્રવૃત્તિનું નિવારણ કરતાં આકરામાં આકરું સંકટ સહી લેવામાં, જાણે સ્વયં બોધિસત્વ જ હોય એ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ અમૃત-સમીપે રીતે સદા તત્પર રહે છે. ભારત સાથે તેઓને અર્ધી સદી જેટલો જૂનો ગાંધીજીની મીઠાના સત્યાગ્રહની લડતના વર્ષ સને ૧૯૩૦થી નાતો છે. શાંત, અહિંસક અને કેવળ તિતિક્ષાની ભાવનાથી ઊભરાતી આ લડત ફૂજી ગુરુજી ઉપર ખૂબ અસર કરી ગઈ હતી. સને ૧૯૩૩માં, સેવાગ્રામમાં ગાંધીજીને પહેલવહેલાં મળ્યા ત્યારથી તો તેઓ એમના ખૂબ અનુરાગી અને કંઈક અંશે અનુયાયી પણ બની ગયા હતા, અને એ બન્ને વચ્ચે સંપર્ક ચાલુ રહ્યો હતો. ભગવાન બુદ્ધની વિશ્વમૈત્રીની ભાવનામાં મહાત્મા ગાંધીજીની સર્વોદયની ભાવના અને સંતશ્રી વિનોબાની ભૂદાનપ્રવૃત્તિ પાછળની ભાવનાનો ઉમેરો થતાં તેમની વિચારસરણી તથા જનસેવાની કામગીરીને નવો વળાંક મળ્યો હતો, અને દરેક પ્રકારની ક્રાંતિ માટે અહિંસક લડતની ઉપયોગિતા તેઓ વધુ સારી રીતે સમજતા થયા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અમેરિકાએ જાપાનના હિરોશીમા તથા નાગાસાકી શહેરો ઉપર પહેલો અણુબોંબનાખીને શહેરોની વિશાળ વસતીની જે અરેરાટીભરી ક્રૂર હત્યા કરી હતી તથા એની ઇમારતો તેમ જ સંપત્તિની જે અસાધારણ તારાજી કરી હતી, તેથી એમનો આત્મા કકળી ઊઠ્યો હતો, અને તેઓએ “નિઃશસ્ત્રીકરણની નીતિ ખરેખર, ઈશ્વરના આશીર્વાદ સમી છે; હવે એ છોડીએ નહીં” એ સૂત્રનો પૂરી તાકાતથી પ્રચાર કરવો શરૂ કર્યો હતો. વળી લોકોને શ્રમજીવન દ્વારા ધર્મજીવન તરફ વાળવા માટે આશ્રમજીવનની ઉપયોગિતાની ગાંધીજી અને વિનોબાજીની વાત એમના મનમાં દઢરૂપે વસી ગઈ છે. આ વિચારનો જાપાનની પ્રજાને પણ લાભ મળી શકે એટલા માટે એમણે જાપાનમાં ‘સર્વોદય સદ્ધર્મ આશ્રમ'ની સ્થાપના કરી હતી અને આ વિચારના પ્રચાર માટે જાપાની ભાષામાં ‘સર્વોદય’ નામે માસિક પણ બહાર પાડ્યું હતું, જે અત્યારે પણ પ્રગટ થાય છે. આ ધર્મગુરુને પોતાના અહિંસક વિચારોના અમલ માટે અનેક કષ્ટો સહન કરવાં પડ્યાં હતાં અને ક્યારેક તો આકરી કસોટીમાંથી પણ પસાર થવું પડ્યું. સને ૧૯૫૬માં અમેરિકાની પ્રેરણાથી જાપાન સરકારે પોતાના દેશમાં લશ્કરી વિમાની મથકો બાંધવા માટે લોકોની જમીન કબજે કરી. આથી પોતાના વસવાટો અને ખેતીને થના૨ અપાર નુકસાનથી લોકો અકળાઈ ગયા. આ નર્યો અધર્મ અને અન્યાય જ હતો. ફૂજી ગુરુજીએ એની સામે અહિંસક સત્યાગ્રહ કરવાની લોકોને હાકલ કરી. એમાં કેટલાય લોકો માર્યા ગયા અને એકાદ હજાર લોકો ઘાયલ થયા. પણ છેવટે અહિંસાનો વિજય થયો અને સરકારને એ યોજના બંધ રાખવી પડી. ધર્માંતર અને ધાર્મિક સંકુચિતતાથી નુકસાનનો પોતાને સ્પષ્ટ ખ્યાલ આવી જતાં, પોતે પંથના આગ્રહથી મુક્ત થઈને વિશ્વશાંતિ માટે કાર્ય કરશે એ વાતનો Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ નિર્દેશ આપતાં, સને ૧૯૫૭માં તેઓએ જાહેર કર્યું હતું : “મહાત્માજીએ મને કેટલીક સૂચનાઓ અને ચેતવણી આપી હતી, એનું મહત્ત્વ હવે સમજાય છે. હવે પછી મારી બધી શક્તિ હું વિશ્વશાંતિ પાછળ જ ખર્ચવાનો છું. અમુક પંથનો આગ્રહ લઈને કશું નહીં કરું.” એમના આટલા થોડાક શબ્દો પણ તેઓ કેવી ઉચ્ચ કક્ષાના વિશ્વનાગરિક છે, એની ગવાહી પૂરે છે. આવું દિવ્ય, ભવ્ય અને લોકોપકારક જીવન જીવી રહેલા ૯૫ વર્ષના આ કર્મયોગના સાધક વૃદ્ધપુરુષે, એમને નેહરૂ-એવોર્ડ અર્પણ થયો તે વખતે, અત્યારે જેની ચોમેર ઉપેક્ષા થઈ રહી છે એ ધર્મની શાશ્વત ઉપકારકતા તરફ સૌનું ધ્યાન દોરતાં કહ્યું હતું: જ્યાં ધર્મનું અસ્તિત્વ નથી ત્યાં સારા અને ખરાબ તત્ત્વો વચ્ચેની ભેદરેખા આંકી શકાતી નથી; અને આવી ભેદરેખા આંક્યા વગર જીવનમાં શાંતિ આવવી શક્ય નથી. આનો અર્થ એ છે, કે સૌથી પહેલાં, આપણે જીવનમાં ધાર્મિક શ્રદ્ધા કેળવવાનો પ્રયાસ કરવો જોઈએ.” ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' દૈનિકના ખબરપત્રીને નવી દિલ્લીમાં મુલાકાત આપતાં ગુરુજીએ કેટલીક પાયાની, મહત્ત્વની અને વેધક વાતો કહી હતી, તે જાણવા જેવી છે. તેઓએ કહ્યું હતું : “મને ભારતીય પ્રજામાં રહેલી ધર્મપરાયણતામાં વિશ્વાસ છે, અને એની ધાર્મિક સભ્યતા-સંસ્કૃતિએ દુનિયામાં વિજયી બનવું જોઈએ. હું સને ૧૯૧૮ની સાલથી જાપાનના બુદ્ધસંઘની સંભાળ રાખું છું, અને મેં સમગ્ર એશિયામાં “શાંતિનાં મંદિરો' (પીસ પેગોડા) બાંધ્યાં છે.” - દુનિયાના અત્યારનાં દુઃખ અને અશાંતિનાં કારણોનું પૃથક્કરણ કરતાં તેઓ કહે છે : “હું માનું છું કે માનવીના ચિત્તમાં રહેલી લોભવૃત્તિ અને પૈસો એકત્ર કરવાની તથા વિલાસી જીવન વિતાવવાની કામના એ સતત વધી રહેલ અણુશસ્ત્રોનું પાયાનું કારણ છે. લોભવૃત્તિમાં વધારો થવાનું કારણ પશ્ચિમની સભ્યતા (રહેણીકરણી) છે. આ લોભવૃત્તિને નાબૂદ કરવાનું કામ કેવળ ધર્મપરાયણ સંસ્કૃતિથી જ થઈ શકવાનું છે.” - “લોભ પાપનું મૂળ” એ પ્રચલિત લોકોક્તિનું જાણે પોતે વિશદીકરણ કરતા હોય એમ એમણે લોભ વધવાના કારણનું અહીં કેટલું પ્રતીતિકર નિરૂપણ કર્યું છે, અને એને કાબૂમાં લેવાનો ઉપાય પણ કેવો સચોટ સૂચવ્યો છે ! જાણે પોતાની લોભવૃત્તિને કાબૂમાં લેવા માગતા હોય એમ આ પ્રસંગે તેઓએ વિશેષમાં કહ્યું હતું : “આ રકમનો ઉપયોગ હું દિલ્લીમાં) રાજઘાટમાં અને શાંતિવનમાં શાંતિનાં મંદિરો બાંધવામાં કરવાનો છું.” (તા. ૧૨-૫-૧૯૭૯) Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ અમૃત સમીપે (૪) સેવાવ્રતી સાધુપુરષ ડૉ. આલ્બર્ટ ગ્વાઈઝર રવિવારના પ્રભુપ્રાર્થનાના પવિત્ર દિવસે, ૯૦ વર્ષની જઇફ ઉંમરે, આજીવન સેવાવ્રતી સાધુપુરુષ ડૉ. આલ્બર્ટ ગ્વાઈઝરે પૂર્ણ શાંતિ સાથે પોતાનો અંતિમ શ્વાસ લઈને આ દુનિયામાંનું પોતાનું કર્તવ્ય પૂરું કર્યું; ધરતી વધુ રંક બની. ડૉ. શવાઈઝરે વર્ણ, દેશ, જાતિ, ધર્મ કે ભાષાના તમામ ભેદોને ગાળી નાખીને, માનવમાત્રની નિર્ભેળ, નિઃસ્વાર્થ સેવાનો માર્ગ અપનાવીને પોતે માનવતાના અમૃતનું પાન કરી જાણ્યું અને પોતાના સેવાવ્રતના તીર્થને આરે આવનારને એ અમૃતનું અંજલિઓ ભરીને વિતરણ કરી જાણ્યું. તેઓ જેવા મોટા વિદ્વાન અને ફિલસૂફ હતા, એવા જ મોટા સંગીતજ્ઞ અને તબીબ હતા. ધર્મો અને ધર્મશાસ્ત્રોમાં પણ એમનો જીવંત રસ હતો; અને એ બધાં ય ઉપર કરુણાલક્ષી અને કર્તવ્યબુદ્ધિપ્રેરિત માનવતાની સુભગ આભા પ્રસરેલી હતી. એને લીધે તેઓ પોતાની સમગ્ર શક્તિઓ અને સિદ્ધિઓને પીડિત, દલિત, દીન-દુ:ખી માનવજાતની સેવામાં અને ઉન્નતિમાં પ્રયોજવા પ્રેરાયા હતા; અને તે પણ કેવળ પોતાના હૃદયને સંતોષ આપવા ખાતર જ ! - તેઓનો જન્મ સને ૧૮૭૫માં જાન્યુઆરીની ૧૪મી તારીખે, જર્મનીમાં એલ્સાશ પરગણામાં ગનબેશ ગામમાં એક પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી કુટુંબમાં થયો હતો. એક બુદ્ધિશાળી અને ખૂબ તેજસ્વી વિદ્યાર્થી તરીકે ૨૪ વર્ષની ઉંમરે એમણે જુદાજુદા ચાર વિષયોની ડૉક્ટરેટ(પીએચ.ડી.)ની ડિગ્રી મેળવી હતી. તે પછીનાં પાંચેક વર્ષ એમણે મૌલિક અને આંચકા આપે એવા ચિંતનપૂર્ણ લેખો લખવામાં, વિશેષ અધ્યયનમાં અને અધ્યાપનમાં ગાળ્યાં. ૨૯ વર્ષની યુવાન વયે એમનું અંતર જાગી ઊઠ્યું અને શેષ જીવન પીડાગ્રસ્ત માનવજાતિની સેવા માટે અર્પણ કરવાનો મહાન સંકલ્પ કર્યો. ક્યાં ભોગવિલાસ અને અર્થતૃષ્ણા તરફની દોટમાં જ આનંદ અનુભવતી એ જુવાની, અને ક્યાં એવી કામનાઓને નાથીને થનગનતી યુવાનીને લોકસેવાને માર્ગે દોરી જવાની આ અદમ્ય તલાવેલી ! ડૉ. શ્વાઈડ્ઝર સારી વાતોના પ્રચારક મટીને એને આચનારા બની ગયા. દીન-દુખિયાની સેવાની તાલાવેલીથી પ્રેરાઈને તેઓએ પછીનાં વર્ષોમાં અભ્યાસ કરીને દાતરની ડિગ્રી મેળવી લીધી; એથી પ્રત્યક્ષ સેવાનું સાધન પણ મળી ગયું. - ૩૭ વર્ષની ઉંમરે એક તરફ એમણે લગ્ન કર્યું, તો બીજી બાજુ, લગ્નજીવનને સુખી અને સમૃદ્ધ બનાવે એવી ઉત્તમ અને વિરલ તકોને જતી કરીને, Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ શ્રી કેદારનાથજી આફ્રિકા જેવા અણવિકસિત, અગોચર પ્રદેશમાં પોતાનો સેવાયજ્ઞ આરંભવાનો સંકલ્પ કર્યો. એ માટે આફ્રિકામાં ગેબોન પરગણામાં લેમ્બરીને ખાતે એક હોસ્પિટલ સ્થાપવાનું નક્કી કર્યું. એ માટે શરૂઆતમાં પતિ-પત્નીએ સંગીતના જલસાઓ અને વ્યાખ્યાનસભાઓ યોજીને પૈસા એકત્ર કર્યા અને ૧૯૧૩માં એક નાની ઇસ્પિતાલ ત્યાં શરૂ કરી. પછી તો પોતાને જે કંઈ ઇનામો મળ્યાં, જે કંઈ આવક થઈ એ બધું જ આ ઇસ્પિતાલને એમણે અર્પણ કરી દીધું – આ ઇસ્પિતાલ જ ડૉ. શ્વાઈઝરનું જીવન અને સર્વસ્વ બની ગયું; દર્દીઓ માટે તેઓ એક ફિરસ્તા બની ગયા. ૧૯૫૩માં શાંતિ માટેનું નોબેલ પારિતોષિક તેમના જેવી સુયોગ્ય વ્યક્તિને અર્પણ થયું, તેથી તેઓ પોતે વિશ્વવિદ્યુત થયા, તે સાથે એ પારિતોષિક પણ ગૌરવાન્વિત થયું. આફ્રિકાના એક અજ્ઞાત ખૂણામાં આવેલા એ હોસ્પિટલે ૫૦ વર્ષ દરમ્યાન ૫૦ લાખ જેટલા દર્દીઓને ડૉ. શ્વાઈઝરની મમતાભરી સારવારનો લાભ આપ્યો. - સર્વ જીવન પ્રત્યેની અપાર કરુણા અને પોતાની જેમ બીજાને પણ સુખે જીવવા દો” એ આત્મૌપજ્યની દૃષ્ટિ જ તેમના ત્યાગ-બલિદાન-તિતિક્ષામય જીવનનું પ્રેરક બળ હતું. એ માટે જ તેઓ જીવ્યા અને કરુણાનો “મૂક' સંદેશ આપીને જ વિદેહ થયા. (તા. ૧૧-૯-૧૯૧૫) (૫) રાષ્ટ્રપ્રેમી જીવનશોધક સંત શ્રી કેદારનાથજી ગત (૧૯૭૮ની) પંદરમી ઑગસ્ટના રાષ્ટ્રીય મહાપર્વના ઐતિહાસિક દિવસે, આપણા રાષ્ટ્રપ્રેમી સંતપુરુષ શ્રી કેદારનાથજીનું, મુંબઈમાં ૯૫ વર્ષની પરિપક્વ વયે નિર્વાણ થતાં, ભારતની એક નિર્ભેળ સત્યની ઉપાસક, વિશ્વકલ્યાણવાંછુ, તેજસ્વી પ્રતિભા આપણી સામેથી સદાને માટે અસ્ત થઈ ગઈ. બાકી તેઓ તો ઉચ્ચ કોટિની આત્મસાધના કરીને, પૂર્ણપણે કૃતાર્થ થઈ ગયા. પોતાના પરિચિત જનોના વિશાળ વર્તુળમાં આદરભર્યા “નાથજી” નામથી ઓળખાતા શ્રી કેદારનાથજી પોતાની આગવી સાધના અને પોતાના આગવા વ્યક્તિત્વને કારણે, કેવળ પોતાની જન્મભૂમિ મહારાષ્ટ્રના જ નહીં, પણ ભારતભરના સંતપુરુષોમાં આગવું સ્થાન ધરાવતા હતા. પોતે એક યોગસાધક Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ અમૃત-સમીપે મહાપુરુષ હોવા છતાં, સામાન્ય રીતે બને છે તેથી સાવ જુદી રીતે, પોતાના નામે ચમત્કાર, વહેમ કે અંધશ્રદ્ધાનું પોષણ થાય એ એમને હરગિજ મંજૂર ન હતું; કારણ કે વિચારશુદ્ધિ (નિર્ભેળ સત્ય) હોય તો જ જીવનશુદ્ધિ સાધી શકાય” એ વાતની એમને દૃઢ પ્રતીતિ થઈ હતી. તેથી જ તેઓએ પોતાના હૃદયની સાથે તર્કશુદ્ધ બુદ્ધિનો પણ સમાનરૂપે જ વિકાસ સાધ્યો હતો. એમની જીવનસાધનાની આ જ અનોખી વિશેષતા હતી, જે એમના “વિવેક અને સાધના” એ મૌલિક અને પ્રેરક પુસ્તકમાં પ્રતિબિંબિત થયેલ જોવા મળે છે. “નાથજી' ગાંધીજીના સલાહકાર, કિશોરલાલ મશરૂવાળાના ગુરુ અને સંખ્યાબંધ ભાઈ-બહેનોના માર્ગદર્શક કે સલાહકાર બની શક્યા હતા, તે મુખ્યત્વે, તેઓની આ વિશેષતાને કારણે જ. (તા. ૩૦-૮-૧૯૭૮) (૬) અનાસક્ત મસ્તફકીર સ્વામી આનંદ મહાત્મા ગાંધીજીના અંતેવાસી, આઝાદીના ભેખધારી અને અલગારી ફકીરીના આશક અને ઉપાસક સ્વામી આનંદ કોઈ પણ ધર્મનો પરંપરાગત સાંપ્રદાયિક વેશ ધારણ નહીં કરવા છતાં, સાધુ જ છે – કંચન, કામિની અને કીર્તિના સાચા ત્યાગી છે. આજન્મ બ્રહ્મચારી અને પરિવ્રાજક સ્વામી આનંદ કોઈ એક પંથ કે ફિરકાના નહીં, પણ માનવપંથી સાધુ છે. આ ખુદાના બંદાનું વ્રત આખી દુનિયાની ખિદમત બજાવવાનું છે. આ નિજાનંદી મહાનુભાવની અનાસક્તિનો જ્વલંત દાખલો હમણાં જાણવા મળ્યો. દિલ્લીની સાહિત્ય-અકાદમીએ એમના પુસ્તક “કુળકથાઓ' માટે સને ૧૯૬૮ના ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ પુસ્તક તરીકે રૂ. ૫,૦૦૦નું પારિતોષિક જાહેર કર્યું અને એ માટે દિલ્હી આવવાનું નિમંત્રણ મોકલ્યું. આ પારિતોષિક તથા સન્માનપત્ર સ્વીકારવાની તથા એ માટે દિલ્હી આવવાનું નિમંત્રણ સ્વીકારવાની પોતાની અશક્તિ લખી જણાવતાં સ્વામી આનંદે એકાદમીના મંત્રી ઉપર જે પત્ર લખ્યો છે, તેનો ગુજરાતી અનુવાદ “પ્રબુદ્ધ જીવનના તા. ૧-૪૧૯૭૦ના અંકમાં પ્રગટ થયો છે. એ સૌ કોઈએ અને વિશેષ કરીને ત્યાગીવર્ગ ધ્યાનપૂર્વક વાંચવા-વિચારવા જેવો હોઈ, અહીં સાભાર રજૂ કરીએ છીએ : અકાદમીનો તથા તેના સલાહકાર-મંડળનો હું આભાર માનું છું, અને મારું જે ગૌરવ કરવામાં આવ્યું છે તે પ્રત્યે અત્યંત હૃદયપૂર્વક કૃતજ્ઞતા દાખવવા Page #328 -------------------------------------------------------------------------- ________________ સાધુ ટી. એલ. વાસવાણી ૩૦૫ આતુર છું. તથાપિ જણાવતાં ખેદ અનુભવું છું કે નિર્ધારિત સમારોહમાં હું ભાગ લઈ શકીશ નહિ, તેમ સન્માનપત્ર તથા પારિતોષિકની રકમ સ્વીકારી શકીશ નહિ. “રૂઢિમાન્ય સાધુ તરીકે મારી પ્રતિજ્ઞાને કારણે મારાં લખાણોમાંથી યા તો પ્રજાની અન્ય જે કોઈ રીતની સેવા કરું તેમાંથી આર્થિક લાભ મેળવવાનું યા સ્વીકારવાનું મારે માટે નિષિદ્ધ છે. એ જ રીતે હર-કોઈ પ્રકારના જાહેર માન યા સ્વીકૃતિથી અંગત રીતે વેગળા રહેવાનું મારે માટે બંધનરૂપ છે. તેથી કૃપા કરીને મારા સંબંધમાં નાણાંખાતાને માનપત્ર વગેરે અંગે ખર્ચ કરવામાંથી મુક્ત રાખશો. મારા સંબંધે અન્ય જે માહિતી આપે માગી છે તે અંગે આપ તો નિઃસંદેહ એ ભારતીય પ્રણાલીથી વાકેફ હશો, કે કોઈ પણ સાધુને તેની પોતાની આત્મકથાત્મક વિગત પૂરી પાડવાનું જણાવાય નહિ.” આવી ઉદાત્ત ભાવના ઘૂંટી જાણનાર અને જીવનને ઉન્નત બનાવી જાણનાર સાધુપુરુષ માટે આપણે વિશેષ શું કહી શકીએ? એમની સાધુતા, એમની નિર્મોહવૃત્તિ અને એમની અકિંચન ભાવનાનું અભિવાદન કરીએ. (તા. ૨-૫-૧૯૭૦) (૭) અહિંસાપ્રેમી સાધુ ટી. એલ. વાસવાણી જીવમાત્ર પ્રત્યે કરૂણાથી સભર અને પુષ્પ જેવું મુલાયમ દિલ ધરાવતા સાધુચરિત સંતપુરુષ શ્રી ટી. એલ. વાસવાણી, પૂના ખાતે, દોઢેક મહિના પહેલાં તા. ૧૮-૧-૧૯૭૭ના રોજ, ૮૭ વર્ષની જઇફ ઉમરે સ્વર્ગવાસી બન્યા છે, અને દેશને એક સર્વસેવાવ્રતી, અહિંસાપ્રેમી, અધ્યાત્મસાધક પુરુષની ખોટ પડી છે. એમનું મૂળ વતન સિંધ. સિંધના હૈદરાબાદ શહેરમાં તા. ૨૫-૧૧૧૮૭૯ના રોજ એમનો જન્મ થયેલો. એમની બુદ્ધિ તેજસ્વી હતી અને હૃદય અંતર્મુખ – આત્મશોધનું અનુરાગી – હતું. વળી, અહંની ઉપાધિને ગાળી નાખ્યા વગર સોહનો આનંદ મેળવી ન શકાય – એ વાત એમના અંતરમાં ઊગતી ઉમરથી જ વસી ગઈ હતી. એટલે વિદ્વત્તાના ઉન્મેષની સાથોસાથ એમનામાં આત્મદર્શનની તાલાવેલી જાગી ઊઠી હતી. આ તાલાવેલીએ એમનામાં જીવમાત્ર પ્રત્યેની કરુણા જન્માવી; અને તેઓ એક પ્રખર અહિંસાપ્રેમી બની ગયા. સિંધ સૂફી સંતનો પ્રદેશ ગણાય છે. સૂફીવાદમાં પ્રેમને સર્વોચ્ચ સ્થાન છે. વાસવાણીજીના સંસ્કાર-ઘડતરમાં આ વાદે સારો એવો ભાગ ભજવ્યો જણાય છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ અમૃતસમીપે એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તેઓએ પોતાની જીવનયાત્રાનો આરંભ કલકત્તાની એક કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે કર્યો. ત્રીસ વર્ષની ઊછરતી વયે તેઓ જર્મનીમાં બર્લિન ખાતે ભરાયેલ વિશ્વધર્મ-પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા. એમાં એમણે ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિનો સંદેશ બુલંદ સ્વરે સંભળાવ્યો હતો. પશ્ચિમના ભૌતિકવાદી તેજથી અંજાયા વગર તેઓએ સ્વસ્થ ચિત્તે પશ્ચિમવાસીઓને ધર્મની અમૃતવાણીનું પાન કરાવ્યું હતું. આવા એક સંતપ્રકૃતિના પુરુષે ઘરસંસારમાં અટવાઈ જવાને બદલે સમગ્ર વિશ્વને પોતાનું કુટુંબ માનીને એની સેવામાં જ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. દીન-દુઃખી જીવોના દુઃખ-નિવારણમાં તેઓ નિજાનંદનો અનુભવ કરતા. ૩૦૭ વળી શ્રી વાસવાણીનો આત્મા કંઈ શુષ્ક કે નિષ્ક્રિય આધ્યાત્મિકતાનો એકાંગી આત્મા ન હતો; રાષ્ટ્રનું સ્વમાન અને હિત પણ એમના હૈયે પૂરેપૂરું વસેલું હતું. એટલે મહાત્મા ગાંધીજીની હાકલ પડી, ત્યારે તેઓ રાષ્ટ્રીય સ્વાતંત્ર્યના અહિંસક સંગ્રામના શિસ્તપાલક સૈનિક બની ગયા. અને છતાં તેઓ કેવળ રાજદ્વારી આઝાદીથી સંતોષાનારા પુરુષ ન હતા. તેઓ તો એક જીવન-સાધક સંત હતા. એટલે એમનો આત્મા નિરંતર દોષો અને ક્લેશોમાંથી મુક્તિ ઝંખ્યા કરતો; બીજાઓને પણ એ માર્ગે નિરંતર પ્રેરતા. શિક્ષણ એ જીવનઘડતરનું અમોઘ સાધન છે એ તેઓ બરાબર જાણતા હતા. જનતાનું – ખાસ કરીને ઊગતી પેઢીનું – સંસ્કારઘડતર કરવા સિંધ-હૈદરાબાદમાં સને ૧૯૩૩માં એમણે ‘સેન્ટ મીરા શિક્ષણસંસ્થા' શરૂ કરેલી. દેશના ભાગલા બાદ તેઓ પૂનાને પોતાનું કેન્દ્ર બનાવી આ સંસ્થાનું સ્થાનાંતર કરીને ત્યાં માનવઘડતર અને જનસેવાનું કાર્ય જીવનના અંત સુધી કરતાં કૃતાર્થ બની ગયા. અહિંસાના સગપણે એમને જૈનધર્મ પ્રત્યે અને ભગવાન મહાવીર પ્રત્યે અપાર મમતા અને આદરની લાગણી હતી. ઘણાં વર્ષો પહેલાં એમની કરુણાભીની કલમે લખાયેલું ભગવાન મહાવીરનું ચરિત્ર એક રસપૂર્ણ અને હૃદયસ્પર્શી પ્રકાશન તરીકે યાદગાર બની રહે તેવું પુસ્તક છે. આવા એક સાધક મહાનુભાવને મૃત્યુ ન તો જરા પરેશાન કરી શકે છે કે ન તો ડરાવી શકે છે. તેઓ તો સ્થળ અને કાળના સીમાડા ભૂલીને આત્મસાધના, જનસેવા અને વિશ્વમૈત્રીનું અમૃતપાન કરીને અમર બની જાય છે. (તા. ૫-૩-૧૯૬૬) Page #330 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ભગવાનદીનજી/શ્રી મગનબાબા (૮) સ્વનામધન્ય મહાત્મા ભગવાનદીનજી દુનિયાની સેવા કરીને જીવનને જીવી જાણનાર અને જનતાના હૃદયમાં અમર બની જનાર વ્યક્તિઓ બહુ વિરલ હોય છે; મહાત્મા ભગવાનદીનજી આવી જ એક વિરલ વ્યક્તિ હતા. તેઓ ગૃહસ્થવેશે પણ એક સંતપુરુષ જ હતા. આવા સ્વનામધન્ય પુરુષ તા. ૪-૧૧-૧૯૬૨ના રોજ નાગપુરમાં ૮૦ વર્ષની પાકટ વયે વિદેહ થતાં આપણા દેશને અને ખાસ કરીને જેઓ એમના થોડા પણ સંપર્કમાં આવ્યા હશે એ સૌને એક આપ્ત-પુરુષની ખોટ પડી; એવું ભવ્ય, નિર્મળ, પરગજુ એમનું જીવન હતું. અને તેથી જ એમને જનતાએ ‘મહાત્મા’નું બહુમાનભર્યું બિરુદ આપ્યું હતું. ૩૦૭ મૂળે તેઓ દિગંબર હતા; પણ સંપ્રદાયવાદ એમને સ્પર્શી નહોતો શક્યો. તેઓ સાચા અર્થમાં રાષ્ટ્રવાદી હતા. ૨૬ વર્ષ જેવી ભરયુવાન વયે પોતાના ઘરપત્ની-પરિવારનો ત્યાગ કરીને દેશસેવાને માટે ચાલી નીકળ્યા હતા. એ નીકળ્યા એ નીકળ્યા, પછી પીછેકદમ કરે એ બીજા ! એવા તેઓ અટંકી જીવનવીર હતા. તેઓની દૃષ્ટિ ઉદ્દામ હતી; જુનવાણીપણાના તેઓ કટ્ટર વિરોધી હતા. પોતાના નિર્ણયમાં તેઓ ગમે તેવી મુસીબતો સામે પણ અડગ રહેતા હતા. પ્રત્યેક માનવીને એની પોતાની રીતે વિકાસ કરવાની તક મળવી જોઈએ એ એમનો સિદ્ધાંત હતો; અને એ માટે તેઓ જીવનભર અણનમ રહીને ઝઝૂમ્યા હતા. વિદ્યાવ્યાસંગ અને ગ્રંથસર્જન એ એમનો બીજો પ્રિય વિષય હતો. એમની લેખનશૈલી આગવી હતી; એમણે વિપુલ સાહિત્યનું સર્જન કર્યું હતું. (તા. ૧-૧૨-૧૯૬૨) (૯) ભક્તકવિ શ્રી શિવજી દેવશી મઢડાવાળા (મગનબાબા) ‘ભક્તકવિ’, ‘મગનબાબા’ અને ‘મઢડાનિવાસી' તરીકે જાણીતા શ્રીયુત શિવજીભાઈ દેવશીભાઈ શાહનો તા. ૯-૧-૧૯૭૧ના રોજ, ૯૨ વર્ષની પરિપક્વ વયે, ભાવનગરમાં સ્વર્ગવાસ થતાં એક તેજસ્વી, ખુમારીદાર અને મનમસ્તવ્યક્તિ ચિરવિશ્રામની સાચી અધિકારી બનીને આપણાથી સદાને માટે વિદાય થઈ છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે વેપારી કિ કોમમાં જન્મ લેવા છતાં શ્રી શિવજીભાઈનું ભાગ્યવિધાન કંઈક જુદું જ હતું. પૈસાના યાર બનીને વેપાર ખેડવો કે કોઈની નોકરી કરવી, એ તો એમને હરિગજ મંજૂર ન હતું. એમને એક સ્થાને બાંધી રાખવાનું કામ તો, કાગળના પડીકામાં પાણીને પૂરી રાખવા જેવું અશક્ય હતું : એવા એ મુક્તવિહારી હતા જાણે, પવનની જેમ સતત ભ્રમણશીલ, જન્મજન્માંતરના કોઈ મોટા પરિવ્રાજક હોય એ રીતે જ તેઓ પોતાની જીવનયાત્રાનો પંથ સદા ય ખુશાલીપૂર્વક કાપતા રહ્યા, અને એ જ ખુશાલીનું ભાતું લઈને વિદાય થયા ! કચ્છનો પછાત છતાં ભલો-ભોળો અને શૂરો-સાહસી પ્રદેશ; એનું નાનુંસરખું નલિયા ગામ તેઓની જન્મભૂમિ. સને ૧૮૭૯માં તેઓનો જન્મ. માતા દેવુબા. દીકરો વેપા૨ીનો, પણ ૨ળવા-કમાવા ત૨ફ એનું ધ્યાન નહીં. એને તો લોકોની સેવા કરવાનાં, મન કહે તેમ વર્તવાનાં અને કુદરતના ખોળે ઘૂમવાનાં સોણલાં સતાવ્યા કરે અને એના સ્થિરવાસને મુશ્કેલ બનાવી દે ! ઉંમર વધતી ગઈ એમ એક બાજુ જનકલ્યાણ માટે જાહેર જીવન જીવવાની ઝંખના વધતી ગઈ અને બીજી બાજુ મનના મોરલાના મધુર ટહુકાર સાંભળીને એને સાદે-સાથે જીવનને દોરવાની ઝંખના પ્રબળ બનતી ગઈ. એમનો જીવનરથ સદા ય આ બે ચક્રોને આધારે જ ચાલતો રહ્યો છે, અને એમને કૃતકૃત્ય બનાવતો રહ્યો છે; એટલું ખરું કે ક્યારેક જીવનમાં એક ઝંખનાનું પ્રાબલ્ય રહ્યું, તો ક્યારેક બોજીનું ; અને ક્યારેક એ બન્ને સમાન રીતે પ્રવર્તતી. ૩૦૮ - કુદરતી રીતે જ એમનાં ઉપર માતા સરસ્વતીની કૃપા સદા ય વરસતી રહી હતી. ભણતરમાં પછાત ગણાતા કચ્છમાં, અને તે ય આજથી ૮૦-૮૫ વર્ષ પહેલાંના યુગમાં, શ્રી શિવજીભાઈએ શાળાનું શિક્ષણ કેટલું અને કેવું મેળવ્યું હશે? પણ સાહસ, સંગીત, રમતગમત, નાટક અને સાહિત્યવાચનનો શોખ એવો કે એ માર્ગે જ એમણે જીવનનું ઘડતર સાધી લીધું. શ્રી શિવજીભાઈની જબાન અને કલમ બન્નેમાં જાણે માતા સરસ્વતીનો જાદુ ઊતર્યો હતો. તેઓ કોઈ નાની-મોટી જાહેરસભામાં બોલતા હોય કે મિત્રો-પરિચિતોનો ડાયરો જમાવીને વાતો કરતા હોય, એમની વાણી સૌને વશ કરી લેતી. ભાંગતી કે તોફાને ચડેલી સભાને વશ કરી લઈને શાંત પાડવી એ તો શ્રી શિવજીભાઈ માટે રમતવાત ! અને જેવી એમની જબાન અસ૨કા૨ક હતી, એવી જ અસરકારક અને મધુર હતી એમની લેખિની. એમની કલમે લખાયેલાં નાનાં-મોટાં સંખ્યાબંધ પુસ્તકો આ વાતની સાક્ષી પૂરે છે. એમનું કોઈ પણ લખાણ વાંચવા બેસીએ તો એ વિદ્યાવિનોદનો રસ પીતાં જ રહીએ એમ થાય. અને ભજનકીર્તન કે ઈશ્વરપ્રાર્થના રૂપે પ્રગટ થયેલી એમની કવિત્વશક્તિ માટે તો શું કહીએ ? તેઓને સંગીતકલાના રસને Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી મગનબાબા ૩૦૯ રેલાવી સૌને મંત્રમુગ્ધ બનાવી મૂકે એવા મધુર કંઠની પણ ભેટ મળી હતી. તેઓ જ્યારે પોતાના બુલંદ, મધુર અને લાગણીભીના કંઠથી પોતાનું કે બીજા કોઈ સંતનું ભજન લલકારતા ત્યારે તો જાણે શ્રોતામાં સર્વત્ર મધુર સ્તબ્ધતા છવાઈ જતી; અને એવે વખતે તેઓ પણ પોતાની જાતને વીસરી ગયા હોય ! તેઓની આવી કાવ્યશક્તિ અને સંગીતસિદ્ધિએ જ તેઓને ‘ભક્તકવિ' અને ‘મગનબાબા' જેવાં લોકાદર અને વહાલ સૂચવતાં બિરુદોથી નવાજીને વિશેષ લોકપ્રિય બનાવ્યા હતા. તેઓની વક્તૃત્વકલાની એક વિશેષતા જાણવા જેવી છે : કોઈ વિષય ગંભીર હોય કે સામાન્ય, પણ તેઓની રજૂઆત હમેશાં હળવી, સુગમ, રમૂજભરી અને રસઝરતી જ રહેતી. ચોટદાર ટુચકાઓ, મર્મવેધી દુહાઓ અને હાસ્ય વેરતા પ્રસંગોનો તો ખજાનો ! ભારેખમ લાગતા વિષયને હળવી શૈલીમાં સૌના મનમાં ઉતારી દેવો એ તો જાણે શ્રી શિવજીભાઈની જ આવડત ! જનસેવાના એમના જાહેરજીવનની શરૂઆત પણ સરસ્વતીની સેવાથી જ થઈ હતી. વીસ વર્ષની ઊગતી ઉંમરે જ તેઓને શિક્ષણના પ્રસાર દ્વારા સમાજસેવાના મનોરથો જાગ્યા. ચોવીસ વર્ષની ઉંમરે ઈ. સ. ૧૯૦૩માં, તેઓએ પાલીતાણામાં, જૈન બોર્ડિંગ-સ્કૂલની સ્થાપના કરી. તે પછી ચાર વર્ષે કચ્છમાં ત્રીસ જેટલી ગ્રામ-પાઠશાળાઓ/કન્યાશાળાઓ સ્થાપી, અને તે પછીના વર્ષે, પોતાના વતન નલિયામાં એક બાલાશ્રમની શરૂઆત કરીને પોતાની જન્મભૂમિનું ઋણ અદા કરવાનો પ્રયત્ન કર્યો. આ સંસ્થા અત્યારે પણ ચાલી રહી છે. સમાજને અધોગતિમાંથી ઉગારી લેવા એમણે બાળલગ્ન, ન્યાવિક્રય અને વૃદ્ધવિવાહ જેવા માનવતાનું શોષણ કરતા રિવાજો સામે પણ જેહાદ જગાવી હતી. ફકત ત્રીસ વર્ષની ઉંમરે શ્રી શિવજીભાઈએ શરૂ કરેલી જાહે૨સેવાની આ પ્રવૃત્તિઓ તેઓની કાર્યશક્તિ, કાર્યસૂઝ અને કાર્યનિષ્ઠાની સાક્ષી પૂરે એવી છે. તેઓ હતા તો ઘરવાસી; પણ આવા ફક્કડ જીવને ઘરની ચાર દીવાલો કેવી રીતે રોકી રાખી શકે ? અને દુકાન તો, એમણે માંડી જ ક્યાં હતી ? અને છતાં તેઓ તેમના પુત્રો, પૌત્રો, કુટુંબીઓ અને સ્વજનોના હેતાળ શિરછત્ર જેવું જીવન જીવી ગયા એ એમની જીવન-પદ્ધતિની એક વિશેષતા જ લેખાવી જોઈએ. તેમના જેવી એક અલગારી પ્રકૃતિ ધરાવતી વ્યક્તિને નિભાવી લેનાર અને એમના મન ઉપર ભાર ન પડે કે એમની સ્વતંત્રતા ઉપર કાપ પડતો ન લાગે એ રીતે મૂકપણે અને પ્રચ્છન્ન રીતે, જીવનભર એમની સેવા-શુશ્રુષા કરનાર એમના પુત્રોપૌત્રો અને કુટુંબીજનોના તપની પણ પ્રશંસા કરવી લટે છે. હિંદુસ્તાનમાં ગાંધીજીનું આગમન થયું. ગાંધીયુગે આખા દેશના જીવનમાં નવસંચાર કર્યો, અને જનતા એક પ્રકારની અદ્ભુત અને અદમ્ય ચેતના અનુભવી Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ અમૃત-સમીપે રહી. દેશ ઉપરના પરદેશી શાસનની ગુલામી વ્યાપક પ્રમાણમાં અસહ્ય બની ગઈ, અને એ ગુલામીના કલંકને દૂ૨ ક૨વા માટે પરદેશી માલનો બહિષ્કાર કરવાની, સ્વદેશી માલ અને ભાવનાનો પ્રચાર કરવાની, સવિનય કાનૂનભંગની, અસહકારની અને સત્યાગ્રહની હવા દેશભ૨માં પ્રસરી ગઈ. મહાત્મા ગાંધીના વિમળ વ્યક્તિત્વ અને અહિંસક કાર્યક્રમે જાણે જનતા ઉપર જાદુ કર્યો હતો. શ્રી શિવજીભાઈ જેવી સદા જીવંત અને ૩૮-૪૦ વર્ષની, યૌવનના અદમ્ય તરવરાટથી થનગનતી વ્યક્તિ આવા આંદોલનથી અસ્પૃષ્ટ કેવી રીતે રહી શકે ? તેઓ અગાઉ જેમ હોમરૂલની ચળવળમાં જોડાયા હતા તેમ ગાંધીજીની અહિંસક લડતના સૈનિક બની ગયા. કચ્છમાં અને સૌરાષ્ટ્રના અમુક ભાગમાં સ્વદેશી ભાવના જગાવવામાં, ખાદી અને રેંટિયાનો પ્રચાર કરવામાં અને ગાંધીજીનો સંદેશો ઘેર-ઘેર પહોંચતો કરવામાં તેઓ જાણે પોતાની ઊંઘ અને આરામને અને પોતાની જાતને વીસરી ગયા. ખાસ કરીને બ્રિટિશ સરકારને વફાદાર એવાં સૌરાષ્ટ્રનાં રજવાડાંઓમાં સ્વદેશાભિમાનની ભાવના જગાડવામાં તેઓએ જે કામ કર્યું હતું તે બહુ મહત્ત્વનું હતું. શ્રી શિવજીભાઈ જ્યાં પણ બેઠા હોય ત્યાં નિરાશા, ઉદાસીનતા કે નિષ્ક્રિયતા ફરકી શકે પણ નહીં એવો સદા આનંદી, હસમુખો અને અમર આશાના અવતાર સમો એમનો સ્વભાવ હતો. પોતે ય મન ભરીને હસવું અને લોકોને પણ પેટ દુખવા આવે એટલા હસાવવા એ એમનો સહજ સ્વભાવ હતો. તેમનું પ્રિય જીવનસૂત્ર હતું : ‘સવા મનમેં રહના'. તેઓ એ સૂત્ર મુજબ જ જીવન જીવી ગયા. નાહિંમત થઈને નિષ્ક્રિય નહીં થવાના કે પીછેહેઠ નહીં ક૨વાના એમના સ્વભાવની કસોટીના બે પ્રસંગો અહીં નોંધવા જેવા છે. ઘણા દાયકા પહેલાં પંડિત શ્રી ફતેહચંદભાઈ કપૂરચંદ લાલન અને શ્રી શિવજીભાઈને કારણે જાગી ઊઠેલ લાલજી-શિવજી પ્રકરણે જૈનસંઘમાં એમની સામે મોટો ઝંઝાવાત ઊભો કર્યો હતો. પણ એનાથી વિચલિત કે હતાશ થયા વગર તેઓ બીજી રીતે પોતાનું કામ કરતા જ રહ્યા. છેવટે ઘીના વાસણમાં ઘી પડી રહે એમ બધું થાળે પડી ગયું. એ જ રીતે એક વાર મહાત્મા ગાંધીજી અને શ્રી શિવજીભાઈ વચ્ચે મતભેદ જાગ્યો. શિવજીભાઈ ન એમની સામે થયા, ન એનાથી હતાશ થયા; અને નિષ્ક્રિય બનીને બેસી રહેવાનું તો તેઓ શીખ્યા જ ન હતા. વર્ષો સુધી તેઓ એ જ ઉત્સાહ અને હોંશપૂર્વક બીજા ક્ષેત્રમાં કામ કરતા રહ્યા. આ બધાં વર્ષો દરમ્યાન તેઓએ દક્ષિણમાં પોંડીચેરીના શ્રી અરવિંદ-આશ્રમનો અને ઉત્તરમાં પંજાબ-કાશ્મીરનો સંપર્ક સાધીને ત્યાંના લોકોમાં ભક્તિ અને કર્તવ્યપરાયણતાની ભાવનાનો પ્રચાર Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી તુકડોજી મહારાજ ૩૧૧ કર્યો. પંજાબ અને કાશ્મીરમાં તેઓ મગનબાબા' નામે જ ઓળખાતા. ગાંધીજી સાથેનો સંબંધ પણ મીઠાશ-મમતાભર્યો બની ગયો. એમની આ સિદ્ધિ એમના વ્યક્તિત્વને માટે વિશેષ માન ઉપજાવે તેવી છે. શ્રી શિવજીભાઈના જીવનનો સાર શોધીએ તો કહી શકાય કે તેઓ મનમોજી, મસ્તફકીર અને મજાકને વરેલા હતા; એ જ રીતે તેઓ ખુમારીપૂર્વક જીવીને ધન્ય બની ગયા ! અમારા ‘જૈન’ પત્રની સ્થાપનામાં, એના વિકાસમાં અને એ અત્યારે જે કંઈ છે તેમાં શ્રી શિવજીભાઈનો જે અસાધારણ ફાળો છે એ વિચારતાં અમારું મસ્તક નમી જાય છે. અમારા તો તેઓ સાચા હિતચિંતક શિરછત્ર જ હતા. (તા. ૨૩-૧-૧૯૭૧) (૧૦) રાષ્ટ્રસેવક સંત શ્રી તુકડોજી જુદા-જુદા ધર્મ-પંથોના નાના-મોટા સંતો તો અનેક થઈ ગયા અને અત્યારે પણ વિદ્યમાન છે; પણ સમગ્ર માનવજાતને પોતાની માનીને વ્યાપક માનવસમૂહની સેવાને ભગવાનનું કામ સમજીને એમાં નિષ્ઠાપૂર્વક પોતાનું જીવન વિતાવનાર સંતો વિરલ હોય છે. આવા સંતો જ રાષ્ટ્રસેવક સંત તરીકેનું ગૌરવ અને બહુમાન પ્રાપ્ત કરી શકે છે. ગાંધીયુગે આવા કેટલાક વિરલ રાષ્ટ્રસેવક સંતોની દેશને ભેટ આપી, અને જુદા-જુદા પ્રદેશમાં આવા નાના-મોટા રાષ્ટ્રસંતો પ્રગટ્યા. આવા જ એક સંત તે શ્રી તુકડોજી મહારાજ. એમનું થોડા દિવસો પહેલાં જ, તા. ૧૧-૧૦-૧૯૬૮ના રોજ, એમની કર્તવ્યભૂમિ મોઝરી ગામના આશ્રમમાં અવસાન થતાં દેશને એક સર્વકલ્યાણવાંછુ, સતત કર્તવ્યશીલ સંતની સહેજે ન પૂરી શકાય એવી ખોટ પડી. પડછંદ શરીર, બુલંદ વાણી અને હિમાલય જેવું મનોબળ – જાણે તુકડોજી મહારાજમાં આવી મન-વચન-કાયાની એકરૂપતા અને શક્તિનો ત્રિવેણી-સંગમ સધાયો હતો. એમણે પોતાનું સર્વસ્વ દેશની જનતાને ચરણે સમર્યું હતું. એમનું જીવન મહારાષ્ટ્રની નામાંકિત સંત-પરંપરાનું ગૌરવ વધારે એવું હતું; ત્યાગ, સંયમ અને ઈશભક્તિ એ એમની જીવનસાધનાનાં સાધનો હતાં. જનસેવા એ જ ઈશ્વર-સેવા એ વાત એમના રોમ-રોમમાં વસી ગઈ હતી. મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના યાવલી ગામમાં તા. ૨૯-૪-૧૯૦૯ના રોજ એમનો જન્મ થયો હતો. નિશાળનું ભણતર તો ખાસ કંઈ લીધું ન હતું, For Private &Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ અમૃત-સમીપે પણ કોઠાસૂઝ અને અંત:સ્ફરણા એમની જબરી હતી. જે કંઈ શક્તિ અને આયુષ્ય મળ્યાં છે, એને ભગવાનની પ્રસાદી માનીને પરોપકારમાં ખર્ચવાની વૃત્તિ – એ આ સંતપુરુષની સહજ પ્રકૃતિ હતી. એમના જીવનને પ્રભુપરાયણતા અને સેવાપરાયણતાનો ઘાટ આપવામાં સંત અકડોજી મહારાજે ગુરુ તરીકે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. પોતાનાં ભજનો સંભળાવીને ગરીબ-પતિત જનતાની ચેતનાને જાગૃત કરવા તેઓ પહાડોમાં, જંગલોમાં અને ગામડાંઓમાં ખૂબ ઘૂમ્યા હતા. જનતા હજારોની સંખ્યામાં એમનાં ભજનો સાંભળવા એકત્ર થતી. આ ઓછું ભણેલા સંત ઉપર કવિતાસ્વરૂપ માતા સરસ્વતીની અજબ કૃપા હતી. તેઓ સિદ્ધહસ્ત ભજનકાર અને પ્રભાવશાળી ભજનિક હતા. એમણે મરાઠીહિન્દી ભાષામાં ભજનોનાં અને બોધ આપતાં સો-એક પુસ્તકો લખ્યાં છે. જોશીલી ભાષા, અસરકારક શૈલી અને ધર્મની અને માનવતાની વ્યાપક ભાવનાને લીધે તુકડોજી મહારાજનાં ટૂંકા-ટૂંકાં ભજનો ખૂબ હૃદયસ્પર્શી હોય છે; તેમાં ય એમની પોતાની ભજનમંડળી સાથે જ્યારે તેઓ બુલંદ સ્વરે પોતે રચેલ ભજન લલકારતા હોય, ત્યારે તો એમ જ લાગે કે કોઈ સિદ્ધહસ્ત ભક્તકવિ અને જીવનસ્પર્શી કિર્તનકાર અંતરનું અમૃત રેલાવી રહ્યા છે. તેઓને ભજનકીર્તન ગાતાં સાંભળવા એ જીવનનો એક લ્હાવો હતો. મડદાંને ઊભાં કરવાની વિદ્યુતશક્તિવાળી વાણીની બક્ષિસ તેમને મળી હતી. આવા એક કવિહૃદય સંતમાં જે જબરી વ્યવસ્થાશક્તિ અને વેધક રચનાત્મક દૃષ્ટિનો સુમેળ સધાયો હતો એ ખરેખર અતિ વિરલ હતો. પોતાના ગામના, આશ્રમના કે ઘરના શાંત-એકાંત ખૂણામાં બેસીને માળા ફેરવવી, ધ્યાન કે જપ કરવાં કે ભજનો ગાવાં, એમાં એ સંતને સંતોષ ન હતો; એ તો જનતાજનાર્દનની નિઃસ્વાર્થ સેવા દ્વારા પોતાના પરમાત્માને રીઝવવામાં માનતા હતા. એમની અદમ્ય કાર્યશક્તિનું પ્રેરક બળ મુખ્યત્વે દલિત-પતિતની અને ગ્રામીણ જનતાની સેવાની તાલાવેલી જ હતું. પરમેશ્વરને જીવંત પ્રતીક રૂપ દીન-હીન ગરીબ જનતાના અને ગામડાંઓના ઉત્થાન માટે આ સંત પુરુષે ૧૯૪૦ની સાલમાં “અખિલ ભારતીય ગુરુદેવ મંડળની સ્થાપના કરી હતી. આ મંડળીની શાખા-પ્રશાખાઓ સ્થાપવામાં અને એના દ્વારા જનસેવાની પ્રવૃત્તિને સતત વહેતી રાખવામાં આ સંતપુરુષે જે વ્યવસ્થાશક્તિ દાખવી હતી, એને લીધે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને આંધ્ર જેવા વ્યાપક પ્રદેશોમાં થઈ આ મંડળીની ત્રીસ હજાર જેટલી શાખાઓ કામ કરતી થઈ શકી હતી ! Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી તુકડોજી મહારાજ ૩૧૩ શ્રી તુકડોજીની રાષ્ટ્રીયતાની ભાવના પણ એવી જ જવલંત હતી. ૧૯૪રમાં અંગ્રેજ સરકારે એમને જેલમાં પૂરીને અને રાષ્ટ્રીયતાની ચેતના રેલાવતાં એમનાં સંખ્યાબંધ ભજનોને જપ્ત કરીને આડકતરી રીતે એમની ઉત્કટ દેશભક્તિનું બહુમાન કર્યું હતું ! માણસાઈનો અને સેવાનો રસ વહાવતાં એમનાં ભજનો તો મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરૂ અને બાબુ રાજેન્દ્રપ્રસાદ જેવા રાષ્ટ્રપુરુષોનાં દિલને પણ ડોલાવી જતાં હતાં. સાધુ-સમુદાયની બુદ્ધિ અને શક્તિનો ઉપયોગ જનતાના ઉત્થાન માટે થઈ શકે એ આશયથી શ્રી તુકડોજીએ સને ૧૯૫ડમાં “ભારત સાધુ સમાજ'ની સ્થાપના કરી હતી; અને ત્રણ વર્ષ સુધી એનું પ્રમુખપદ સંભાળ્યું હતું. પણ દેશના મોટા ભાગનો સાધુસમાજ તેમની સેવાનો રંગ ન ઝીલી શક્યો ! સંત વિનોબાજીની ભૂદાનપ્રવૃત્તિના તેઓ મોટા સમર્થક હતા. આમ જ્યાં પણ માનવ-સમાજના ઉત્થાનના કાર્યને વેગ મળતો લાગતો, ત્યાં તેઓ પહોંચી જતા. સને ૧૯પપમાં જાપાનમાં ભરાયેલી વિશ્વધર્મ-પરિષદમાં તેઓ હાજર રહ્યા હતા. ત્યાં પોતાની બુલંદ વાણીમાં એમણે વિશ્વશાંતિ અને વિશ્વવ્યાપી ભ્રાતૃભાવની જરૂર તરફ શ્રોતાઓનું ધ્યાન દોર્યું હતું. તાજેતરમાં જ તેઓ અમેરિકાની પ્રજાને પોતાનો આર્તનાદ સંભળાવવા જવાના હતા; એવામાં જ તેઓ કેન્સરમાં સપડાયા, અને બેએક મહિનાની માંદગી ભોગવીને ચિરનિદ્રામાં પોઢી ગયા. ઉંમર તો એમની સાઠ વર્ષની જ હતી, અને કાર્યશક્તિ પણ અપાર હતી; પણ કાળના આક્રમણને ભલા કોણ રોકી શક્યું છે ? (તા. ૨૧-૧૦-૧૯૯૮) Page #337 -------------------------------------------------------------------------- ________________ શિક્ષણકારો (૧) નારીજીવનના હામી કેળવણીકાર મહર્ષિ કર્વે મહર્ષિ ધોંડો કેશવ કર્વે સ્વર્ગવાસ પામ્યા અને ભારતવર્ષના અભ્યુદય માટે જીવનભર પુરુષાર્થ કરનાર એક મહારથી સ્મૃતિશેષ બન્યા ! પણ એમની પુણ્યસ્મૃતિનો પ્રદીપ ભારતવર્ષના ઇતિહાસમાં અને ભારતની પ્રજાના અંતરમાં સદાને માટે ઝળહળતો રહેશે અને લોકસેવાને કાજે જીવન સમર્પણ કરવાનો માર્ગ દર્શાવ્યા કરશે. યોગીઓને માટે પણ જેને અગમ્ય કહેવામાં આવ્યો છે એવા સેવાધર્મને વરેલું મહર્ષિનું જીવન હતું. તેઓ લોકસેવા માટે જ જીવ્યા, એ માટે જ ઝઝૂમ્યા અને એ માર્ગે જ અમર બની ગયા ! કેવું ધન્ય અને યશસ્વી એ જીવન ! પણ એ જીવન જેવું યશસ્વી હતું, એટલી જ કઠોર અને અખંડ એ પુણ્યપુરુષની જીવનસાધના હતી. એવી અપૂર્વ સાધનાની ગૌરવગાથા ગાઈ શકાય, યશોગાથા લખી શકાય; પણ એવી સાધનાને જીવનમાં ઉતારવાનું કામ ઘણું જ કઠિન ગણાય. એમણે ઘર-સંસારનો દેખીતી રીતે તો ત્યાગ નહોતો કર્યો, પણ તેઓ એક સાચા ત્યાગી અને સેવાવ્રતી તપસ્વી હતા. निवृत्तरागस्य गृहं तपोवनम् અર્થાત્ જેમણે આસક્તિ ઉપર કાબૂ મેળવ્યો એમને ઘરમાં રહ્યાં છતાં તપસ્વી સમજવા – એ ઉક્તિને એમણે સાચી પાડી હતી; અને જનસમૂહે એમને સહજ ભાવે ‘મહર્ષિ’નું માનભર્યું બિરુદ આપીને એમના જીવન અને કાર્યનું બહુમાન કર્યું હતું. " 31 શ્રી કર્વે આ યુગના એક સમર્થ અને યશસ્વી કેળવણીકાર હતા; તેમાં ય સામાજિક, ધાર્મિક અને બીજી અનેક રીતે કચડાયેલ, દબાયેલ અને સૈકાઓથી અન્યાયનો ભોગ બનેલ ભારતીય નારીજીવનના ઉત્થાન માટે, એની કેળવણી માટે, આજથી આશરે પોણા સૈકા પહેલાં તેઓએ જે પ્રયત્ન અને પુરુષાર્થ કરેલ એ ઘટના તો ભારતવર્ષના નારીપ્રતિષ્ઠા, નારીઉત્થાન અને નારીશિક્ષણના ઇતિહાસનું સોનેરી Page #338 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિ કર્વે ૩૧૫ પાનું બની રહે એવી છે. મહર્ષિ કર્વે એક યોદ્ધાની જેમ આ માટે ઝઝૂમ્યા હતા, અને એક સમર્થ અને નિષ્ઠાવાન સુધારક તરીકેનું જીવન જીવતાં જે-જે આફતો પોતા પર આવી પડી તેનો એમણે અવિચલિત ભાવે સામનો કરીને પોતાના સેવાસંગ્રામનો ઝંડો ઊંચો રાખ્યો હતો. આ દૃષ્ટિએ તેઓ ભારતના એક પુરુષાર્થી વીર બની ગયા ! શ્રી કર્વેનો જન્મ ઈ.સ. ૧૮૫૮ની સાલમાં રત્નાગિરિ જિલ્લાના નાના સરખા મુરુડ ગામમાં, સામાન્ય સ્થિતિના કારકુન-પિંતાને ત્યાં થયો હતો. પણ બચપણથી જ તેઓ બુદ્ધિશાળી, તેજસ્વી અને પુરુષાર્થી હોવાને કારણે આપબળે આગળ વધતા રહ્યા. તેઓએ પોતાની જિંદગીની શરૂઆત એક અદના શિક્ષક તરીકે કરી હતી. પણ એમનો જીવનનો પુરુષાર્થ અદમ્ય હતો; એટલે આર્થિક તેમ જ બીજી પણ અનેક મુસીબતો વચ્ચે પણ તેઓએ ૨૭ વર્ષની ઉંમરે બી.એ.ની પરીક્ષા પાસ કરી, અને શિક્ષક મટીને તેઓ પ્રોફેસર બન્યા. પણ એમનો આત્મા પ્રચંડ પુરુષાર્થી હતો અને ભારતવર્ષનું દુઃખી નારીજીવન જોઈને એમનું હૃદય દ્રવી જતું હતું. એટલે એક પ્રખર સુધારક તરીકે એમણે કન્યા-કેળવણી અને નારીઉત્થાનના કાર્યને પોતાનું જીવન-ધ્યેય બનાવ્યું. આજથી ૬૩ વર્ષ પહેલાં, કોઈ પણ જાતનાં સહાય કે સાથીઓ વગર અને સમાજના ઉગ્ર વિરોધની સામે જઈને, પૂના પાસેના હિંગણે નામે ગામમાં એક નાના-સરખા ઝુંપડા-ઘરમાં એમણે વિધવાશ્રમ શરૂ કર્યો હતો. એ જ એ બતાવવા માટે પૂરતું છે કે એમના આત્મામાં કેટલું હર ભર્યું હતું. પછી તો એ વિધવાશ્રમનો વટવૃક્ષની જેમ વિકાસ થયો. પણ આટલાથી એમને સંતોષ ન થયો. એમણે સ્ત્રીઓના ઉચ્ચ શિક્ષણ માટે એક સ્વતંત્ર વિશ્વવિદ્યાલયની યોજના કરી; અને સને ૧૯૧૭ની સાલમાં એમના એ મનોરથો સફળ પણ થયા. મહર્ષિ કર્વેની પરમોવલ કારકિર્દીના અમર સ્મારક સમી આ સંસ્થા ભારતવર્ષની એક અજોડ અને આદર્શ સ્ત્રીશિક્ષણસંસ્થા તરીકેનું ગૌરવ પામી છે. | ઋષિના જેવું સાદામાં સાદું અને ઓછામાં ઓછી જરૂરિયાતોવાળું એમનું જીવન હતું, અને વધારેમાં વધારે લોકસેવાને વરેલું એમનું કાર્ય હતું. - ચાર વર્ષ પહેલાં ભારતમાતાના આ સપૂતની જન્મશતાબ્દી ભવ્ય રીતે ઊજવવામાં આવી હતી, એમને “ભારતરત્ન'નો સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રીય સન્માનનો ઇલ્કાબ એનાયત કરવામાં આવ્યો હતો, અને એમના વિશિષ્ટ સન્માન રૂપ ખાસ ટપાલની ટિકિટો પણ પ્રગટ કરવામાં આવી હતી. ૧૦૪ વર્ષની પૂર્ણ પાકી વયે, જ્યાં વિધવાશ્રમની શરૂઆત કરવામાં આવી હતી તે જ હિંગણે ગામની નાની-સરખી કુટિરમાં તા. ૯-૧૧-૧૯૯૨ના રોજ ઊગતા પ્રભાતે તેઓએ સ્વસ્થપણે પોતાની જીવનલીલા સંકેલી લીધી ! (તા. ૨૪-૧૧-૧૯૯૨) Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ અમૃત સમીપે (૨) મહાન કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટ મહાત્મા ગાંધીજીના નિર્વાણ પછી આપણા દેશના અનેક મહાપુરુષો સ્વર્ગવાસી બન્યા; એમાંના કેટલાક તો એવા હતા કે એમનું સ્થાન હજી સુધી પણ ખાલી જ છે, અને એ ક્યારે ભરાશે એ એક સવાલ છે. કેવળ ગુજરાતના જ નહીં, પણ દેશના એક મહાન કેળવણીકાર શ્રી નાનાભાઈ(નૃસિંહપ્રસાદ કાળીદાસ ભટ્ટ)ના તા. ૩૧-૧૨-૧૯૬૧ના રોજ સવારના સણોસરા મુકામે થયેલ સ્વર્ગવાસથી દેશના આવા જ એક મહાન પુરુષનો આપણને વિયોગ થયો છે. એમનું સ્થાન ક્યારે પુરાશે એ કહેવું મુશ્કેલ છે. સાદું જીવન, ઉચ્ચ વિચારો, રાષ્ટ્રસેવાની ભાવના, જ્યાં સાચું હિંદુસ્તાન વસે છે એ ગામડાંનાં ભલાં-ભોળાં માનવીઓના કલ્યાણની ઉત્કટ તમન્ના અને કેળવણી પ્રત્યેની જન્મજાત પ્રીતિ – આવા અનેક ગુણોએ શ્રી નાનાભાઈને શહેરી કેળવણી અને સુખ-શાંતિભરી સુંવાળી જિંદગીનો માર્ગ તજાવીને ગામડાની કેળવણીના કાંટા-કાંકરાથી ભરેલા કઠોર માર્ગના પ્રવાસી બનાવ્યા હતા. અથવા એમ જ કહેવું જોઈએ કે તેઓ સ્વન્ત:સુધી પોતાના જીવનના આનંદની ખાતર) હોંશે-હોંશે આ મુશ્કેલ માર્ગના મુસાફર બન્યા હતા. - મહાત્મા ગાંધીજીએ દેશની પાયાની કેળવણી માટે જે ક્રાંતિકારી યોજના તૈયાર કરી હતી, તેને પૂર્ણ નિષ્ઠા, પૂર્ણ યોગ અને પૂર્ણ પુરુષાર્થ સાથે અમલી કરનાર જે આંગળીને ટેરવે ગણી શકાય એવા કેળવણીકારો આપણે ત્યાં થઈ ગયા અને અત્યારે હયાત છે, એમાં શ્રી નાનાભાઈનું નામ અને કામ મોખરે રહે એવું છે. ગાંધીજીની પાયાની કેળવણીની યોજનાનો એટલે કે ગ્રામ્ય કેળવણીનો વિસ્તાર કરીને એને વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટી) સુધી પહોંચાડવા માટે અને એ રીતે ગ્રામ્ય જનતાનો અભ્યદય સાધવા માટે શ્રી નાનાભાઈએ જે અવિરત મહેનત કરી હતી, એની કથા આપણા દેશના કેળવણીના ઇતિહાસમાં સોનેરી અક્ષરે અંકિત થાય એવી છે. આ રીતે શ્રી નાનાભાઈની સેવાઓનું મૂલ્યાંકન કરતાં લાગે છે કે શ્રી નાનાભાઈ અમર બની ગયા છે. શ્રી નાનાભાઈ એક સમર્થ કેળવણીકાર હોવા ઉપરાંત સમર્થ લેખક અને ભારતીય સંસ્કૃતિના ઊંડા અભ્યાસી પણ હતા. એમણે લખેલાં પુસ્તકો ગુજરાતી ભાષાની ચિરકાલીન સંપત્તિ બની રહે એવાં છે. આમ છતાં એમણે પોતે વિદ્વાન હોવાનો કદી દાવો કર્યો નથી; અને ગમે તેવા ઉચ્ચ પદે પહોંચવા છતાં પોતાની જાતને “નિશાળના મહેતાજી' તરીકે ઓળખાવવામાં જ આનંદ અને ધન્યતા અનુભવી છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રી કિશોરલાલ મશરૂવાળા ૩૧૭ એક સમર્થ કેળવણીકાર તરીકેની શ્રી નાનાભાઈની કાબેલિયતે એક કાળે એમને સૌરાષ્ટ્રના કેળવણીપ્રધાનના ગૌરવભર્યા પદે બેસાડ્યા હતા. એક નિષ્ઠાવાન લોકસેવક તરીકે કેન્દ્ર-સરકારની રાજ્યસભાનું સભ્યપદ પણ એમને સાંપડ્યું હતું. પણ કેળવણીના ફકીર અને સેવાના આશકને આ મોહભર્યા સ્થાનો લોભાવી ન શક્યાં. એમનો આત્મા એ સત્તાનાં સ્થાનોનો ત્યાગ કરીને જ જંપ્યો. સત્તા કે સંપત્તિને માટે વલખાં મારનારાઓનો તો દુનિયામાં પાર નથી; પણ સત્તા કે સંપત્તિએ સામે ચાલીને નોતર્યા છતાં, એ મોહક નોતરાને જાકારો આપનારા આ એક વિરલા પુરુષ હતા. (તા. ૯-૧-૧૯૯૨) (૩) રાજીવનના ગાંધીમાર્ગી રખેવાળ શ્રી કિશોરલાલ દેશ, ધર્મ, જ્ઞાતિ કે એવા કોઈ પણ ભેદભાવથી પર બનીને માનવમાત્રની સેવાનું આજીવન વ્રત સ્વીકારનાર જે વિરલ નરરત્ન ગાંધીયુગે દેશને ચરણે ધર્યા, તેઓમાં બહુ ઊંચું અને અનોખું સ્થાન ધરાવતા શ્રી કિશોરલાલભાઈ ઘનશ્યામલાલ મશરૂવાળાનું ૬૨ વર્ષની ઉમરે, વર્ધા મુકામે તા. ૯-૯-૧૯૫૨ના રોજ થયેલું સાવ અણધાર્યું અવસાન અત્યારના કથળેલા રાષ્ટ્રજીવનમાં, આપણા રાષ્ટ્રને માટે એક હોનારતરૂપ છે. તેઓના સ્વર્ગવાસથી રાષ્ટ્રજીવનને સ્પર્શતી અનેકવિધ અટપટી સમસ્યાઓનો સાચો અને વ્યવહારુ ઉકેલ દર્શાવનાર એક પારદર્શી ચિંતકની ન પુરાય એવી ભારે ખોટ પડી છે. પ્રાચીનતા, નવીનતા કે એવી કોઈ પણ લાગણીથી દોરવાયા વિના, દરેક બાબતનો, પોતાની પ્રજ્ઞાના પ્રકાશમાં, પોતાની રીતે વિચાર કરવાનું સ્વતંત્ર અને મૌલિક વિચારકપણું એ શ્રી મશરૂવાળાની આગળ પડતી ખાસિયત હતી. આ વિચાર-સ્વાતંત્ર્ય કેવળ તકપ્રધાન બનીને આવ્યવહારુ કે ખંડનાત્મક ન બની જાય એ માટે વિચારને હંમેશાં આચરણની કસોટીએ ચડાવ્યા કરવો એ એમના વિચારસ્વાતંત્ર્યની વિરલ વિશેષતા હતી. આમ તેઓએ પ્રજ્ઞાના ઉત્કર્ષની સાથે-સાથે ચારિત્રનો ઉત્કર્ષ સાધતા રહીને પોતાના જીવનને એક ઉત્કટ સાધકના જીવન જેવું નિયમિત, સંયમિત અને ત્યાગપૂર્ણ બનાવ્યું હતું. વિચાર અને આચારની આ સમતુલાએ તેમના જીવનમાં સહૃદયતા, સમભાવ અને સેવાનો ત્રિવેણીસંગમ સિદ્ધ કર્યો હતો. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ અમૃત સમીપે જ્ઞાન અને ક્રિયાના આ વિરલ સુમેળના કારણે જ શ્રી કિશોરલાલભાઈ ગાંધીજીના એક અંતેવાસી જ નહીં, પણ એમના સલાહકાર-મંડળમાં એક આગળ પડતી વ્યક્તિ તરીકે ભારે આદરનું સ્થાન પામ્યા હતા. ગાંધીજીના અંતરના રખેવાળ (Conscious-Keeper) તરીકેની શ્રી મશરૂવાળાની ખ્યાતિ એ બે મહાન આત્માઓ વચ્ચે કેવો સુમેળ અને સંવાદ પ્રવર્તતો હતો એની સાખ પૂરે છે. આત્મશક્તિથી કે મનોબળથી તેઓ જેટલા સશક્ત હતા તેટલા જ તેઓ શરીરે અશક્ત હતા. ભરયુવાન વયે ૩૦-૩૨ વર્ષની ઉંમરે તેઓ દમના વસમા વ્યાધિના શિકાર થયા, અને ત્રણ દાયકા કરતાં ય વધુ વર્ષો લગી એ વ્યાધિ એમને છેવટ સુધી પીડતો જ રહ્યો. આમ છતાં, “શરીર નબળું પડતાં મન પણ નબળું બને” એ વાતને તેમણે પોતાના સંયમના બળે ખોટી ઠરાવી. શરીરની અશક્તિ છતાં, જાણે સામે પ્રવાહે ચાલીને તેમણે એ શરીર પાસેથી ન કલ્પી શકાય એટલું કામ લીધું, અને પોતાની આત્મશક્તિને લઈને, એમાંથી ચિરસ્મરણીય એવાં સુપરિણામો નિપજાવ્યાં – આત્મશક્તિની અનંતતાનો એક જીવંત દાખલો જાણે તેઓ મૂકતા ગયા. સાહિત્યક્ષેત્રે પણ શ્રી મશરૂવાળાનો ફાળો કંઈ નાનોસૂનો નથી. કલમના વિલાસની ખાતર કે કેવળ લખવાની ખાતર તેમણે ભાગ્યે જ કલમ ચલાવી છે. જ્યારે પણ લખ્યું છે ત્યારે કાં તો જરૂરિયાતથી પ્રેરાઈને, કાં તો પોતાના અનુભવની જાહેરમાં ચકાસણી કરાવવાની ભાવનાથી દોરવાઈને. વ્યક્તિગત કે કૌટુમ્બિક ગણી શકાય એવા ઘરગથ્થુ સવાલોના ઉકેલમાં પણ હંમેશાં તેમની સલાહની અપેક્ષા રાખતો એક સારો એવો વર્ગ આ દેશમાં મોજૂદ છે; અને ગાંધીજીની વિચારસરણી મુજબ રચનાત્મક કાર્યને વરેલા દેશસેવકો માટે તો તેઓ ગાંધીજીની ગેરહાજરીમાં એક પ્રખર સલાહકાર જ બની ગયા હતા. આ બધી વિશેષતાઓ છતાં તેમનું અંતર સદાસર્વદા વિનમ્રતાના પમરાટથી જ મઘમઘતું અને એક સંતના જેવું ભાવભર્યું રહ્યું હતું. આવી એક વ્યક્તિના અવસાનથી દેશનાં અનેક ક્ષેત્રોનાં અને વ્યક્તિઓનાં અનેક કાર્યોમાં સાચા રાહબરની મોટી ખોટ આવી પડી છે ; અને કાળના પ્રવાહના વહેવા સાથે એ ખોટ આપણને સવિશેષ લાગવાની છે. પણ સૌથી મોટી ખોટ તો આ કાળે આપણને ડગલે ને પગલે રાષ્ટ્રજીવનના એક સમર્થ રખેવાળની ભાસવાની છે. દેશ સ્વતંત્ર થયો; પણ સ્વાતંત્ર્યનું એ નવનીત પ્રજા-દેહમાં પચી જાય તે પહેલાં જ ગાંધીજી ચાલ્યા ગયા. પરિણામે રાષ્ટ્ર-જીવનમાં એ નવનીતે ઠંડી તાકાતના બદલે ઉન્માદને જન્મ આપ્યો. આ ઉન્માદનું વારણ કરી શકે એવા રાષ્ટ્ર-રખેવાળો આપણે ત્યાં બહુ ઓછા છે. શ્રી મશરૂવાળા એ બધાના મોવડી Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રી નરહરિભાઈ પરીખ ૩૧૯ હતા; એમની વાત સૌનાં હૈયાં સુધી પહોંચી શકતી. આપણી પ્રજાને અને આપણી સરકારોને, સમભાવ અને સચ્ચાઈની જરા પણ મર્યાદા લોપ્યા વગર, તેઓ ખરેખરી વાત કહી શકતા. એથી કથળેલા રાષ્ટ્રજીવનનું નવસંસ્કરણ થવાની એક મોટી આશા જન્મતી હતી. આવી નીડરતા, આવી સ્પષ્ટવક્નતા અને સાથોસાથ આવી સહૃદયતા એક જ જગાએ મળવી દુર્લભ છે. આજે એ અવાજ ગાજતો બંધ થયો. રાષ્ટ્રજીવનના ગાંધીમાર્ગી રખેવાળ ચાલ્યા ગયા, આપણો ગરીબ દેશ વધુ ગરીબ બન્યો ! પણ આવા ધન્ય પુરુષ માટે શોક કરીએ એ ન છાજે. એ તો વર્ષોથી આરામની ઝંખના કર્યા કરતા હતા. છેવટે જાણે બધું કાર્ય સમેટી લઈને, ચિરશાંતિની તૈયારી કરી લીધી હોય એ રીતે, તેઓ પોતાના કામની સોંપણી કરીને હિંમેશને માટે વિદાય થયા. આવા પુરુષોને ન તો ઘડપણ પડે છે, ન મૃત્યુ મારે છે. (તા. ૨૦-૯-૧૯૫૨) (૪) રાષ્ટ્રસેવક નરોત્તમ શ્રી નરહરિભાઈ પરીખ શ્રી નરહરિભાઈ પરીખનો તા. ૧૫-૭-૧૯૫૭ના રોજ સાંજે બારડોલીના સ્વરાજ્ય-આશ્રમમાં સ્વર્ગવાસ થયો છે, અને સ્વરાજ્યની ઇમારતના પાયામાં પોતાની જાતને ધરબી દેનાર આધારશિલાઓમાંની એક વધુ આધારશિલા અનંતતાના મહાસાગરમાં સદાને માટે વિલીન થઈ ગઈ છે. રાષ્ટ્રસેવા કાજે પોતાની સુખસાહ્યબી, કુટુંબકબીલો અને ધીકતી આવકને વિસારીને ગાંધીજીને ચરણે જે ચુનંદા સેવકોએ પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું હતું અને ગાંધીજીના જવા પછી પણ જીવનમાં ત્યાગ, બલિદાન અને સેવાની ભાવના જીવંત રાખી હતી, એમાંના એક તે સ્વનામધન્ય સદ્ગત શ્રી નરહરિભાઈ પરીખ. વકીલાતના મોટે ભાગે સ્વાર્થપરાયણ ધંધાથી જીવનની શરૂઆતમાત્ર કરીને, છેવટે કેવળ રાષ્ટ્રસેવાના પરમાર્થમાં પોતાનું જીવન વિતાવનાર શ્રી નરહરિભાઈ જેવા રાષ્ટ્રસેવકો આજે તો દેશમાં ઓછા ને ઓછા થતા જાય છે. વકીલાત ઉપરાંત સાહિત્યનો શોખ પણ એમને ઠીક-ઠીક હતો. પણ જે પળે એમણે રાષ્ટ્રસેવાની ગાંધીજી પાસેથી દીક્ષા લીધી ત્યારથી ગાંધીજીની ઇચ્છા એ જ એમને માટે આજ્ઞા રહી હતી; અને એ આજ્ઞાનું પાલન કરવામાં એમણે કદી પણ પાછી પાની કરી ન હતી. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ અમૃત-સમીપે સ્વરાજ્ય આવ્યા પછી સત્તા અને સંપત્તિએ એક સમયના ખડા સૈનિકોને પણ પોતાના રંગે રંગી દીધા હતા, ત્યારે પણ શ્રી નરહરિભાઈ પોતાનાં અકિંચનભાવ અને નિઃસ્પૃહવૃત્તિ જે રીતે જાળવી શક્યા તેથી આપણું શિર એમની સામે સહજભાવે નમી પડે છે. રાષ્ટ્રની આવી નિર્ભેળ ને નિઃસ્વાર્થ સેવા કરનાર આવા નરોત્તમોના આપણે કેટલા ઓશિંગણ છીએ એનો આંક કાઢવો મુશ્કેલ છે. શ્રી નરહરિભાઈને એક રાષ્ટ્રસેવક તરીકે તેમ જ સાહિત્યકાર તરીકે આપણે હંમેશાં યાદ કરતા રહીશું, અને એમની પુણ્યસ્મૃતિ આપણને નિર્મળ અને નિઃસ્વાર્થ જીવનની હંમેશાં પ્રેરણા આપતી રહેશે. (તા. ૨૦-૭-૧૯૫૭) (૫) વિધાનિષ્ઠ શ્રી ખીમચંદભાઈ શાહ ભાવનગરની સુવિખ્યાત શ્રી જૈન આત્માનંદ સભાના નિવૃત્ત પ્રમુખ, આજીવન સિદ્ધહસ્ત કેળવણીકાર અને આદર્શ વિદ્યોપાસક સ્વનામધન્ય શ્રીયુત ખીમચંદભાઈ ચાંપશી શાહનો, ભાવનગરમાં, તા. ૮-૫-૧૯૭૮ને રોજ ૮૧-૮૨ વર્ષની પરિપક્વ વયે સ્વર્ગવાસ થયો છે, અને આપણી વચ્ચેથી એક તેજસ્વી નરરત્ન સદાને માટે વિદાય થઈ ગયા છે ! - શ્રી ખીમચંદભાઈનું જીવન એક ઉચ્ચ આદર્શને વરેલ અને એ આદર્શને જીવન સાથે એકરૂપ બનાવી દેવાનો અવિરત અને સદા જાગૃત પુરુષાર્થ કરનાર વ્યક્તિ તરીકે વીત્યું હતું, અને તેથી એમનું વ્યક્તિત્વ વિશેષ ઉજ્વળ, નિર્મળ અને આકર્ષક બન્યું હતું. એમના પરિચયમાં આવનાર વ્યક્તિના અંતર ઉપર એમના સતત કર્તવ્યપરાયણ, સમાજોપયોગી તેમ જ લોકોપકારક વર્તન-વ્યવહાર અને કાર્યની ઊંડી છાપ પડ્યા વગર ન રહેતી. વિદ્યા અને સાહિત્ય એ શ્રી ખીમચંદભાઈના જીવનવ્યાપી રસવિષયો હતા. આ અદ્ભુત જ્ઞાનરસનું, જિંદગીના છેડા સુધી પોતે પાન કરતા રહીને અને યથાશક્તિ બીજાને પાન કરાવતા રહીને એમણે પોતાના જીવનને વિશેષ કૃતાર્થ અને પવિત્ર બનાવ્યું હતું. જીવનની ત્રણ પચ્ચીસી જ્ઞાનસાધનામાં યશસ્વી રીતે વિતાવી દીધા પછી, થોડાં વર્ષ પહેલાં, આંખમાં મોતિયાની અસર થયા પછી અને શરીર ઉપર લકવાની કેટલીક અસર થયા પછી પણ જ્ઞાનામૃતની ઉપાસના કરવાના એમના જ્ઞાનયજ્ઞમાં ભાગ્યે જ અવરોધ આવવા પામ્યો હતો. આમ જીવન-સંધ્યાના અવસરે હતાશા-નિરાશાની લાગણીથી મુક્ત રહીને પોતાની Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રી ખીમચંદભાઈ શાહ ૩૨૧ પ્રસન્નતા અને ખુમારીને ટકાવી રાખી શક્યા હતા. આવા માંદગીના સમયમાં પણ એમને મળવા જઈએ ત્યારે તેઓ કોઈ પુસ્તકનું વાચન-અવલોકન કરતા જ માલૂમ પડતા અને વાતચીત દરમિયાન પણ કોઈ વિદ્યાને લગતા વિષયની જ ચર્ચા કરતા. આમ થવાનું એક કે મુખ્ય કારણ એ હતું, કે તેઓની વિદ્યારુચિ અમુક વિષયો પૂરતી મર્યાદિત બની રહેવાને બદલે વિવિધ વિષયોને સ્પર્શતી હતી. ગણિતશાસ્ત્રમાં તો તેઓ એક નિષ્ણાત વિદ્વાન અને અધ્યાપક હતા જ; ઉપરાંત ધર્મ, તત્ત્વજ્ઞાન, સંસ્કૃતિ, સાહિત્ય, ઇતિહાસ, કળા વગેરે વિષયોનું એમનું વાચન અને ચિંતન પણ ઉત્તમ કોટીનું હતું. એમનાં લખાણોમાં તેમ જ એમની સાથેના વિદ્યાવિનોદમાં એમની આવી વ્યાપક વિદ્યાસાધનાનો પરિચય સૌ કોઈને મળી રહેતો. તેઓનું વતન સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ જિલ્લાનું લીંબડી શહેર. તા. ૨૭-૩૧૮૯૭ને રોજ એમનો જન્મ થયો હતો. પાલીતાણા અને ભાવનગરમાં શિક્ષણ લઈને તેઓએ ગણિતશાસ્ત્રમાં નિપુણતા મેળવી હતી, અને સિંધના હૈદરાબાદની સરકારી કોલેજના ગણિતના અધ્યાપક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. હૈદરાબાદ પછી ભાવનગરની સુપ્રસિદ્ધ શામળદાસ કૉલેજના ગણિતના અધ્યાપક તરીકે તેઓએ પોતાની સેવાઓ આપી હતી. ગણિત જેવા “નીરસ” અને મુશ્કેલ વિષયના અધ્યાપક તરીકેની ત્રણેક દાયકાની સફળ કામગીરીને લીધે તેઓ મિત્રો, સ્વજનો અને પરિચિતોમાં “પ્રોફેસર સાહસાહેબ’ના પ્રેમાદરભર્યા નામથી ઓળખાતા થયા હતા. એક અધ્યાપક હોવાની સાથે-સાથે તેઓ જે વહીવટી કાબેલિયત ધરાવતા હતા, તે ખરેખર નવાઈ ઉપજાવે એવી, એમના પ્રત્યેના માનમાં વધારો કરાવે એવી અને એમની કારકિર્દીને વિશેષ યશસ્વી બનાવે એવી વાત હતી. એમની વહીવટી કુશળતાનો લાભ વિશેષ પ્રમાણમાં પ્રજાને મળે એટલા માટે સૌરાષ્ટ્ર સરકારે એમને કેળવણી-ખાતાના સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપી હતી, જે તેમણે ખૂબ સફળતાથી નિભાવી જાણી હતી. વિ. સં. ૨૦૦૮ની સાલમાં, પંચાવન વર્ષે સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી તેઓએ ભાવનગરની મહિલા કોલેજના માનાર્હ (અવેતન) આચાર્ય તરીકે સેવાઓ આપીને અને બે દાયકા કરતાં પણ વધુ સમય સુધી એ સેવાઓને ચાલુ રાખીને પોતાની વિદ્યાપ્રીતિ, નિષ્કામ વૃત્તિ અને અનાસક્ત દૃષ્ટિ બતાવી હતી. ભાવનગર સંઘના ઉપપ્રમુખ તરીકે, શ્રી જૈન આત્માનંદ સભાના ઉપપ્રમુખ તથા પ્રમુખ તરીકે તેમ જ બીજી પણ અનેક સંસ્થાઓના સભ્ય, સલાહકાર કે સંચાલક તરીકે પ્રો. શ્રી શાહસાહેબે જે કામગીરી બજાવી છે, તેથી એમના યશસ્વી જીવન ઉપર સુવર્ણકળશ ચડ્યો છે એમ કહેવું જોઈએ. Page #345 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે કેટલાક દાયકા સુધી શ્રી જૈન આત્માનંદ સભાના સંચાલનના મુખ્ય સુકાની તરીકેનું પદ (પ્રમુખપદ) શ્રી શાહસાહેબે સંભાળ્યું હતું. એમણે પોતાની કાર્યકુશળતા, બાહોશી અને સહજ સાહસિકતાને લીધે, તેમ જ પોતાના સાથી-કાર્યકરોનો સાથ અને વિશ્વાસ મેળવીને, આ સંસ્થાના ઉત્કર્ષમાં જે ફાળો આપ્યો છે, તેમ જ પોતાના સાથીઓ તથા સમાજના અન્ય કાર્યકરોનો જે ફાળો અપાવ્યો છે તેની વિગતો શ્રી જૈન આત્માનંદ સભાની વિસ્તૃત કાર્યવાહીના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી અંકિત થાય એવી છે. સૌને સાથે રાખીને સ્વયં આગળ વધવાની અને સંસ્થાને આગળ વધારવાની એમની આવડત અને કુનેહ વિરલ હતી. અને જરૂર લાગે ત્યારે કોઈને સ્પષ્ટ વાત કહેવાની એમની હિંમત અને નવા કે મોટા કામની જવાબદારી લેવાની એમની સાહસિકતા દાદ માગી લે એવી હતી. એમના પરિચયમાં આવનાર વ્યક્તિને એમનામાં રહેલ ખમીર અને કાર્યસૂઝનો ખ્યાલ સહજરૂપે જ આવી જતો. વળી, શ્રી શાહ સાહેબે જૈનસંઘના એક તેજસ્વી અને કર્તવ્યનિષ્ઠ કાર્યકર તરીકે ભાવનગરના સંઘની પણ યાદગાર સેવા બજાવી છે. આ રીતે સતત કર્તવ્યપરાયણ અને કાર્યરત જીવનની પોણો-સો વર્ષ જેટલી મજલ પૂરી કરીને, સત્તાસ્થાને ગમે તેમ કરીને ચાલુ રહેવાની પામર વૃત્તિથી સાવ અલિપ્ત એવા શ્રી ખીમચંદભાઈ કન્યા-કૉલેજના આચાર્યપદેથી સ્વેચ્છાપૂર્વક નિવૃત્ત થયા હતા, અને એ જ ભાવનાથી પ્રેરાઈને તેઓ શ્રી જૈન આત્માનંદ સભાના પ્રમુખપદ જેવા માનભર્યા સ્થાનેથી પણ સ્વેચ્છાએ નિવૃત્ત થયા. એ જ બતાવે છે કે તેઓને મન પોતાના પદ કરતાં સંસ્થાનું હિત મહત્ત્વનું હતું. આ રીતે રાજીનામાં આપીને શ્રી શાહસાહેબે ઉત્તમ દાખલો પૂરો પાડ્યો હતો. સાચો રૂપિયો જેમ બધે પ્રવેશ મેળવી શકે, તેમ શ્રી ખીમચંદભાઈએ નાનુંમોટું જે કોઈ કામ હાથ ધર્યું એમાં એમણે દાખલારૂપ સફળતા પ્રાપ્ત કરી હતી. એમની આવી સફળતાની ચાવી હતી એમની કર્તવ્યનિષ્ઠા, દીર્ધદષ્ટિ, કાર્યસૂઝ, અણનમ વૃત્તિ અને લીધેલ કામને પાર પાડવાની દૃઢતા. (તા. ૨૭-૫-૧૯૭૮ તથા તા. ૨૭-૯-૧૯૭૫) Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફૂલચંદભાઈ દોશી (૬) આદર્શ ગૃહપતિ શ્રી ફૂલચંદભાઈ શ્રીયુત ફૂલચંદ હરિચંદ દોશી એ જૈન સમાજના કેળવણીના ક્ષેત્ર સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા એક જાણીતા કાર્યક છે, અને છેલ્લાં અઢાર વર્ષથી તેઓ પાલીતાણામાં આવેલ સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા શ્રી યશોવિજય જૈન ગુરુકુળના નિયામકપદે કામ કરી રહ્યા છે. હવે તાજેતરમાં જ (ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખથી) તેઓ એ પદેથી નિવૃત્ત થવાના છે, એ પ્રસંગે એમની દીર્ઘકાલીન સેવાની નોંધ લેવી એ જરૂરી તેમ જ આનંદજનક પણ લાગે છે. ૩૨૩ શ્રી ફૂલચંદભાઈની વિશિષ્ટ યોગ્યતાને બહુ જ ટૂંકાણમાં ઓળખાવવા કહી શકાય કે તેઓ જન્મસિદ્ધ ગૃહપતિ છે, અને કોઈ પણ શિક્ષણસંસ્થાના ગૃહપતિપદે, નિયામકપદે કે અન્ય મુખ્ય પદે રહીને એનું સફળ રીતે સંચાલન કરવાની વિરલ શક્તિ અને આવડત એમને સહજ રીતે પ્રાપ્ત થયેલી છે. વળી વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરતી પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણ આપતી શાળા-મહાશાળાના અધ્યક્ષપદે રહીને એવી સંસ્થાઓનું સંચાલન કરવું એ એક વાત છે, અને જ્યાં અનેક વિદ્યાર્થીઓ રહેતા, જમતા અને સંસ્કાર મેળવતા હોય એવાં છાત્રાલયો કે ગુરુકુળોનું સફળ રીતે સંચાલન કરીને વિદ્યાર્થીઓના અંતરમાં આદરભર્યું સ્થાન મેળવવું એ સાવ જુદી વાત છે. પહેલામાં કદાચ કેવળ સારી વ્યવસ્થાશક્તિ હોય તો પણ કામ ચાલે, પણ બીજામાં તો સંસ્થાના વ્યવસ્થાપકોને સંતોષ આપવાની આવડત, સંસ્થાનું સંચાલન કરવાની વ્યવસ્થાશક્તિ, વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા કેળવવાની માતા જેવી મમતા, એક મનોવૈજ્ઞાનિકની રીતે વિદ્યાર્થીઓના માનસને સમજવાની અને યોગ્ય દિશામાં વાળવાની કાબેલિયત અને વિદ્યાર્થીઓના ઘડતરના સંબંધમાં થતાં નવાં-નવાં સંશોધનો અને ઇલાજોથી માહિતગાર રહેવાની અને એનો યથાશક્ય અમલ કરવાની દૃષ્ટિ – વગેરે અનેક ગુણો કે શક્તિઓ હોય તો જ ગૃહપતિ તરીકેની કારકિર્દી સફળ બને છે. શ્રી ફૂલચંદભાઈને માટે કહેવું જોઈએ કે એમનામાં આવા બધા ગુણો અને આવી બધી શક્તિઓ સહજસિદ્ધ છે; એને લીધે જ તેઓ અનેક છાત્રાલયો કે ગુરુકુળોનું સફળ રીતે સંચાલન કરી શક્યા છે. વળી વિશેષ નોંધપાત્ર અને હર્ષજનક બીના તો એ છે કે પોતાની આવી વિશિષ્ટ યોગ્યતા હોવા છતાં, અને આવા કાબેલ કાર્યકરોની બીજે પણ ઓછપ હોવા છતાં, તેમ જ અનેક જૈનેતર સંસ્થાના સંચાલક તરીકે જોડાવાની વિનંતીઓની પૂરી શક્યતા હોવા છતાં, શ્રી ફૂલચંદભાઈ જૈન સમાજની સંસ્થાઓ સાથે જ સંકળાયેલા રહ્યા, અને પોતાના દિલમાં રહેલી સમાજસેવાની ધગશથી Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ અમૃત-સમીપે પ્રેરાઈને શિક્ષણસંસ્થાઓને જ પોતાની સેવા આપતા રહ્યા. જૈન સમાજ શ્રી ફૂલચંદભાઈની આવી એકધારી એકનિષ્ઠ સેવાને ક્યારેય વીસરી શકે એમ નથી. પોતાનો અભ્યાસકાળ પૂરો થતાં, જીવનની બીજી વીશીના પ્રારંભથી જ શ્રી ફૂલચંદભાઈ આપણી શિક્ષણસંસ્થાઓ સાથે જોડાયા હતા. સૌથી પહેલાં તેઓ પાલીતાણાના શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળના સુપરિન્ટેન્ડન્ટ તરીકે જોડાયા હતા. ત્યાર પછી આપણી અનેક શિક્ષણસંસ્થાઓને એમનો લાભ લેવાનો સુઅવસર મળ્યો છે. પાટણ જૈન મંડળના છાત્રાલયમાં એમણે બે વાર કામ કર્યું છે. શિવપુરીની પાઠશાળા શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ જ્યારે આગ્રામાં હતી ત્યારે એમણે કેટલોક વખત એનું સંચાલન કર્યું હતું. સ્વ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે પંજાબમાં ગુજરાનવાલામાં સ્થાપેલ શ્રી આત્માનંદ જૈન ગુરુકુલ સાથે જોડાઈને એ સંસ્થાને સ્થિર અને પગભર કરવામાં એમણે અથાગ પરિશ્રમ ઉઠાવ્યો હતો. વચમાં આગ્રાના શ્રી વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિરના ફ્યૂરેટર તરીકે પણ એમણે કાર્ય કર્યું હતું. ગુજરાતની સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારના છાત્રાલયમાં પણ એમણે છએક વર્ષ યશસ્વી રીતે કામ કર્યું હતું. છેલ્લે-છેલ્લે સને ૧૯૪૩ની સાલથી તેઓ પાલીતાણાના યશોવિજય જૈન ગુરુકુળ સાથે જોડાયા, અને પૂરાં ૧૮ વર્ષની સફળ કામગીરી પછી તેઓ એ પદેથી નિવૃત્ત થઈ રહ્યા છે. આ રીતે ગુરુકુળમાં શરૂઆતનાં બે વર્ષ અને પછીનાં અઢાર વર્ષ મળીને પૂરાં વીસ વર્ષ સુધી અને આપણી બીજી શિક્ષણસંસ્થાઓમાં બાવીશેક વર્ષ સુધી એમ બે વીશીથીયે વધુ સમય સુધી શ્રી ફૂલચંદભાઈએ જે સેવા કરી છે, વિદ્યાર્થીઓના ઘડતરમાં જે અગત્યનો ફાળો આપ્યો છે અને સેંકડો વિદ્યાર્થીઓના અંતરમાં મુરબ્બી કે વડીલ તરીકેનું આત્મીયતાભર્યું જે સ્થાન મેળવ્યું છે તે સૌ કોઈની પ્રશંસા માગી લે એવાં છે. " શ્રી ફૂલચંદભાઈમાં છાત્રાલયોના સંચાલનની શક્તિ તો છે જ પણ સંસ્થાઓ માટે નાણાં એકત્ર કરવાની જે શક્તિ છે, એ તો બહુ વિરલ છે. આ વિશિષ્ટ શક્તિને લીધે તેઓ જે સંસ્થામાં કામ કરતા હોય એના માત્ર સંચાલક જ નથી રહેતા, પણ એના પ્રાણરૂપ બની જઈને ચોવીસે કલાક એના અભ્યુદયની ચિંતા કરતા રહે છે. અત્યારના સમયમાં આવી નિષ્ઠા મળવી સુલભ નથી. વળી શ્રી ફૂલચંદભાઈમાં બોલવાની અને લખવાની પણ શક્તિ છે. લાગણી અને ભાવનાથી ઊભરાતાં એમનાં વ્યાખ્યાનો કંઈક શ્રોતાઓના અંતરને સ્પર્શી જાય છે. અને એમની કલમથી નાનાં-મોટાં પુસ્તકો પણ લખાયાં છે. હેતાળ હૃદય, કોઈનું પણ કામ કરી છૂટવાની પરગજુવૃત્તિ, પ્રગતિશીલ વિચા૨સ૨ણી, મિલનસાર સ્વભાવ, સાદું સરળ જીવન વગેરે શ્રી ફૂલચંદભાઈના . - Page #348 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી જગજીવનદાસભાઈ ૩૨૫ માનવીય ગુણો છે. તેમણે પોતાની સંસ્કારિતાની છાપ જેમ અનેક વિદ્યાર્થીઓના અંતરમાં પાડી છે, એમ પોતાનાં સંતાનો અને કુટુંબીઓ ઉપર પણ પાડી છે; તેથી એમનું કુટુંબજીવન સ્નેહાળ અને સુખ-શાંતિભર્યું બન્યું છે. અનેકોના સ્નેહાળ સ્વજન જેવા શ્રી ફૂલચંદભાઈ જ્યારે ગુરુકુળમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે ત્યારે પોતાની ચિરકાલીન સમાજ-સેવા માટે એ સૌની પ્રશંસાના અધિકારી છે. અમને લાગે છે કે શ્રી ફૂલચંદભાઈની આ નિવૃત્તિ એ કાયમી નહીં પણ અલ્પકાલીન જ નીવડવાની છે. એમનામાં હજી પણ જે કાર્યશક્તિ, જાહેરજીવનનો રસ અને સમાજસેવાની ધગશ છે તે એમને અન્ય સેવાકાર્ય સાથે જોડ્યા વગર નથી રહેવાનાં. ભારત જૈન સેવા સંઘની સ્થાપના માટે શ્રી ફૂલચંદભાઈ સતત ઝંખ્યા કરે છે. (તા. ૨૮-૧-૧૯૯૧) (૭) વિધાતપસ્વી જીવનવીર પંડિત શ્રી જગજીવનદાસભાઈ ભાવનગરનો એક અગોચર ખૂણો : કરચલિયાપરા; ત્યાં એક નાનું સરખું ખોરડું. એમાં અત્યારની સગવડોનું કોઈ નામ નહીં, ને વળી તે પોતાનું ય નહીં; એમાં એક જીવન-સાધક વિદ્યાતપસ્વી રહે. સુખસગવડનાં સાવ ટાંચાં સાધન અને કમાણી પણ, જ્ઞાન અને પુરુષાર્થના પ્રમાણમાં, સાવ ટાંચી; છતાં મનને ક્યારેય ઓછું આવવા ન દે, કે ચિત્તને ગરીબીના ઓછાયાથી અભડાવા ન દે. જ્યારે જુઓ ત્યારે મસ્તી, ખુમારી અને સ્વમાનશીલતાની આભા એમની ચોપાસ વિસ્તરતી હોય અને મળવા જનારને પાવન કરતી હોય, પ્રેરણા આપતી હોય, વાત્સલ્યનું પાન કરાવતી હોય. નાનાં-મોટાં સૌ ઉપર એકસરખી વહાલપ વરસાવતું કેવું એ જીવન ! અને એ દિલ પણ કેવું દરિયાવ ! એ સ્વનામધન્ય પ્રાજ્ઞ પુરુષનું નામ પંડિત શ્રી જગજીવનદાસ પોપટલાલ સંઘવી. આ વિદ્યાતપસ્વી થોડા દિવસ પહેલાં (વિ. સં. ૨૦૨૨, ચૈત્ર સુદિ ૭, તા. ૨૯-૩-૧૯૩૩) ૭રમે વર્ષે, પોતાના યશસ્વી જીવન અને કાર્યની પૂર્ણાહુતિ કરીને પરલોકના પ્રવાસે વિદાય થયા; અને ભાવનગરની એ સંસ્કૃત-પ્રાકૃતના જ્ઞાનની અને જીવન-ઘડતરના સંસ્કારની નાનીસરખી છતાં સમૃદ્ધ દાનશાળાનાં દ્વાર સદાને માટે બિડાઈ ગયાં ! શાળા, મહાશાળા અને વિશ્વવિદ્યાલયનાં કેટકેટલાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને પંડિતજીએ એક સાચા ઋષિની જેમ વાત્સલ્યપૂર્વક અને નિઃસ્વાર્થભાવે વિદ્યા અને સુસંસ્કારનું દાન કરીને એમનાં જીવનને અજવાળ્યાં Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ અમૃત-સમીપે હતાં – અને તે પણ કોઈ પણ જાતના આડંબર કે સંભાષણ વગર ! એમનું જીવન જ એવું પવિત્ર અને આદર્શ હતું કે એમનું મૌન કે એમના તોળી-તોળીને બોલેલા થોડાક શબ્દો અંતરમાં વસી જતા, હૃદય ઉપર કામણ કરી જતા અને જીવનને સંસ્કારી બનવાની પ્રેરણા આપતા. ગુજ્જુ મૌને ચાહ્ય Mિ: સંછિન્નસંશય: (સાચા ગુરુનું મૌન, એ જ તેમનું પ્રવચન હોય અને શિષ્યોના સંશય છેદાઈ જાય !) – એ વાત પંડિતજીના જીવનમાં યથાર્થ બનતી જોવા મળતી. છેલ્લાં કેટલાંક વરસોથી પંડિતજીનું શરીર ઘસાતું જતું હતું – એમાં વધતી જતી ઉંમર કારણરૂપ હતી તેથી ય વિશેષ, વિદ્યાનું બને તેટલું વધુ વિતરણ કરવાની તેમની તાલાવેલી અને મહેનત કારણરૂપ હતી. એમની પાસે મૅટ્રિકથી નીચેના ધોરણના વિદ્યાર્થીઓથી માંડીને એમ.એ. કે પીએચ. ડી.ની તૈયારી કરતા અભ્યાસાર્થીઓ તો આવતા રહેતા જ. ઉપરાંત, ક્યારેક-ક્યારેક કૉલેજના અધ્યાપકો પણ એમની પાસે વિના સંકોચે આવતા. જિજ્ઞાસુઓની જિજ્ઞાસા સંતોષતી વખતે પંડિતજી પોતાની અશક્તિ કે મુશ્કેલીને વીસરી જતા અને નર્યા આનંદરસમાં તરબોળ બની જતા ! તેમને વિદ્યાનો કોઈ પણ ખપી મળ્યો કે જાણે ગોળનું ગાડું મળ્યું કે આવો ઉત્કટ હતો પંડિતજીનો વિદ્યા અને વિદ્યાદાનનો રસ ! પણ મને ગમે તેટલું મક્કમ કે ઉત્સાહી હોય, શરીર વધતી ઉંમર અને અશક્તિથી સદા ય અસ્કૃષ્ટ રહી શકતું નથી; એને તો સમયના ઘસારાને અને છેવટે કાળના તેડાને માન આપવું જ પડે છે. તો પંડિતજી પણ શુભ પ્રયાણ માટે સજ્જ થઈને જ બેઠા હતા ! અને એ દિવસ પણ આવી પહોંચ્યો; પંડિતજી પ્રશાંતભાવે, સ્વસ્થ ચિત્તે, સમાધિપૂર્વક વિદાય થયા ! એમની જીવનભરની સાધના તે દિવસે ચરિતાર્થ થઈ; એમની સમાદિમનની વર્ષો જૂની પ્રભુપ્રાર્થના તે દિવસે સફળ થઈ. પંડિતજી પંડિતમૃત્યુના અધિકારી બનીને અમર બની ગયા ! પણ મારા જેવા અનેકોને માટે એમની એ વિદાય ભારે વસમી બની ગઈ. અંતરમાં એક પ્રકારનો સૂનકાર વ્યાપી ગયેલો દેખાય છે. મારે મન તેઓ તીર્થસ્વરૂપ હતા. આ ઉંમરે પણ એમનાં ચરણોમાં શિર ઝુકાવવું કે એમની ચરણરજ મસ્તકે ચડાવવી એ મારે મન જીવનનો એક અપૂર્વ લહાવો હતો. એમના પવિત્ર સાંનિધ્યમાં હૃદયનાં દ્વાર આપમેળે જ ઊઘડી જતાં. મનની કંઈકંઈ વાતો, વિમાસણો અને મૂંઝવણો રજૂ કરવાનું તેઓ વિસામા સ્થાન હતા. અમારા હાથે કંઈ નાનું-મોટું સારું કામ થયું હોય – એકાદ લેખ પણ એમને સારો લાગ્યો હોય – તો એ માટે શાબાશી આપતાં અને સંતોષ વ્યક્ત કરતાં તેઓ જે નિર્વાજ વાત્સલ્ય વરસાવતા તેથી તો એમ જ લાગતું કે આપણે આપણા પિતાની છત્રછાયામાં બેઠા છીએ. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭. પંડિત શ્રી જગજીવનદાસભાઈ સૌરાષ્ટ્રમાં પાલીતાણા પાસે નાનું સરખું જેસર ગામ એમનું વતન. વિક્રમ સંવત્ ૧૯૫૧ના કારતક સુદિ બીજ(ભાઈબીજ)ના દિવસે એમનો જન્મ. કુટુંબની સ્થિતિ સામાન્ય. ભાગ્યની સાથે ઝૂઝીને અને મહેનત કરીને રોજી રળવાનું એમનું સરજત. જેસરમાં રહીને જ ગુજરાતી છ ચોપડીનો અભ્યાસ પૂરો કર્યો. બુદ્ધિ હતી, ખંત હતી અને મહેનત કરવાની વૃત્તિ પણ હતી; પણ ભૂમિતિની સાથે કંઈક એવું અલેણું નીકળ્યું કે મહેનત કરવા છતાં એ વિષય આવડે જ નહીં. પરિણામે એમણે શાળાને રામરામ કર્યા અને અનાજ અને પરચૂરણ સાધન-સામગ્રીની દુકાનમાં પિતાજીને અને ઘરકામ ઉકેલવામાં માતુશ્રીને મદદ કરવા માંડ્યા : સેવા તરફની પ્રીતિના આ રીતે એમના જીવનમાં શ્રીગણેશ મંડાયા. જગજીવનદાસનો સ્વભાવ તોફાની અને સાહસી પણ ખરા; ઘોડે ચડવાનો ખાસ શોખ (પં. સુખલાલજીની યાદ આવે ! – સં.). એક વાર ઘોડાએ સાથળ ઉપર જોરથી પાટુ મારેલી, તેના લીધે ડાબા સાથળમાં ઢોકળું એવું જામી ગયું કે છેક સુધી રહ્યું ! ગમે તેની સાથે અડપલું કરતાં કે વખત આવ્યે કોઈની સાથે બાકરી બાંધતાં એ ખમચાય નહીં. છતાં એમનું સરજત અનાજ કે પરચૂરણ વસ્તુઓના વેપારી બનવાને બદલે વિદ્યોપાસક અને વિદ્યાદાતા બનવાનું હતું ! બે જ વર્ષ બાદ વિ. સં. ૧૯૬૫માં વળાનિવાસી શાંતમૂર્તિ, સાધુચરિત અને અનેકોના ઉપકારક શ્રી હર્ષચંદ્ર ભુરાભાઈનો એમને મેળાપ થઈ ગયો. શ્રી હર્ષચંદ્રભાઈ સદ્ગત શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ બનારસમાં સ્થાપેલ શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળાના મેનેજર હતા. (પાછળથી તેઓ દીક્ષા લઈને મુનિ શ્રી જયંતવિજયજી બન્યા હતા.) બનારસની આ પાઠશાળાની વાત ઘરના ખપેડા બાંધતાં-બાંધતાં હાથસણીવાળા શ્રી જાદવજી ડુંગરશીએ જગજીવનદાસને કરેલી. ત્યારથી એમના મનમાં આવી મજૂરીમાં જીવન વિતાવવા કરતાં વિદ્યોપાસના કરવાની ભાવનાનાં બીજ રોપાયેલાં. એમાં શ્રી હર્ષચંદ્રભાઈએ જગજીવનનું હીર પારખીને એ બીજા પર સિંચન કર્યું; સંવત ૧૯૦૫માં જગજીવનદાસ માતા સરસ્વતીની ઉપાસના કરવા બનારસ પહોંચ્યા. - પાંચ વર્ષ બનારસમાં અભ્યાસ કરીને એમણે “વ્યાકરણ-તીર્થની પરીક્ષા પસાર કરી અને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો (સં. ૧૯૯૯). ઉપરાંત કલકત્તાની ન્યાયમધ્યમા (સં. ૧૯૭૦માં), બનારસ વિપરિષદની વ્યાકરણ-પ્રથમા, સાહિત્ય (કાવ્ય)-મધ્યમા પરીક્ષા પસાર કરી, અને મુંબઈમાં જૈન એજ્યુકેશન બોર્ડની પરીક્ષા પસાર કરીને ત્રીસ રૂપિયાનું પારિતોષિક મેળવ્યું. સંવત્ ૧૯૭૯માં તત્ત્વચિંતક પંન્યાસ શ્રી ગંભીરવિજયજી દાદાને મળવાનું થયું. એમણે કાશીમાં ભણતા જગજીવનની વિદ્યાશક્તિનું પારખુ કરવા એક Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ અમૃત-સમીપે શ્લોકનો અર્થ પૂછ્યો. અર્થ સાંભળીને ગુરુજી રાજી-રાજી થઈ ગયા. એમના અંતરમાંથી આશીર્વાદ નીકળી ગયા : “છોકરા, તું ભણીશ, અને પંડિત થઈશ !” એ આશીર્વાદ પૂરેપૂરા ફળ્યા. એક વાર જૈનોના સુપ્રસિદ્ધ આગેવાન અને ભાવનગરના જાણીતા શ્રેષ્ઠી શ્રી ગિરધરભાઈ આણંદજી બનારસ ગયેલા. ત્યારે આઠ દિવસ જગજીવને એમની ખૂબ સેવા કરેલી. એમની ઓળખાણ થતાં શ્રી ગિરધરભાઈએ કહેલું : “આ તો પોપટનો દીકરો ! છોકરા, પંડિત થઈને ભાવનગર આવજે, હોં !” પંડિતજીએ આ નિમંત્રણને માથે ચડાવી જાણ્યું; ચાલીશ કરતાં વધુ વરસો સુધી ભાવનગરમાં રહીને તેઓ જિંદગીભર વિદ્યાનું દાન કરતા રહ્યા. પોતાના સંસ્કારદાતા ઉપકારી તરીકે પૂજય મુનિવર્ય શ્રી જયંતવિજયજી મહારાજ(શ્રી હર્ષચંદ્રભાઈ)નું, વિદ્યાદાતા તરીકે બનારસના પંડિતવર્ય શ્રી સભાપતિ શર્માનું અને પંડિત શ્રી વેલસીભાઈ છગનલાલ શાહનું પંડિતજી ભારે કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરતા. વિજયધર્મસૂરિજીનો ઉપકાર તો એમના રોમ-રોમમાં સદા ગુંજતો રહેતો. વિ. સં. ૧૯૭૦થી વિદ્યાવિતરણનો એમનો કર્મયોગ શરૂ થયો. દિલચોરી મુદ્દલ કરવી નહીં અને રૂપિયો લઈને સવા રૂપિયા જેટલું આપીને રાજી થવું એ પંડિતજીનો સહજ સ્વભાવ હતો. સ્વમાનને બરાબર સાચવવું, દીનતા ક્યાંય દાખવવી નહીં અને ફરજ બજાવવામાં પાછા પડવું નહીં : સ્વ. શ્રી વિજયધર્મસૂરિજીની આ સંસ્કાર-શિખામણને પંડિતજીએ બરાબર પચાવી અને શોભાવી જાણી હતી. એથી જ એમણે પોતાના જીવનને સાદું, ઓછામાં ઓછી જરૂરિયાતવાળું અને ઉન્નત વિચારોથી સમૃદ્ધ બનાવી જાણ્યું હતું. મોળો, નમાલો કે હલકો વિચાર તો જાણે એમની પાસે ટૂંકવાની ય હિંમત ન કરી શકતો ! અને ભણાવવાની કળા તો પંડિતજીની જ ! એક વાત ભણાવે અને અનેક વાતો સમજવાની જાણે ગુરુચાવી લાધી જાય અને બત્રીસ કોઠે દીવા પ્રગટી જાય ! પોતાના શિષ્યોને પોતાથી સવાયા કરવાનો જ એમનો સદા પ્રયત્ન અને ઉમંગ રહેલો. સંવત્ ૧૯૭૭-૭૮ અને ૧૯૮૦-૮૧ દરમિયાન બે-અઢી વર્ષ સ્વ. શ્રી વિજયધર્મસૂરિજીએ સ્થાપેલ શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળમાં મુંબઈ, આગ્રા અને શિવપુરીમાં એમનાં ચરણોમાં બેસીને અલ્પસ્વલ્પ અધ્યયન કરવાનો જે યોગ સાંપડ્યો હતો, એણે અમને જીવનભર કામ લાગે એવું જીવનપાથેય આપ્યું હતું. એ જીવનના સોનેરી દિવસો બની ગયા. તેઓ પૂર્ણ એકાગ્રતાથી ભણાવતા અને વિદ્યાર્થી પાસેથી પણ એવી જ એકાગ્રતાની અપેક્ષા રાખતા. એમના વર્ગમાં આડીઅવળી વાતમાં વખત બગાડવાને Page #352 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી જગજીવનદાસભાઈ ૩૨૯ તો કોઈ અવકાશ જ નહીં; અને વખત આવ્યે તેઓ આંખોમાં આંસુ ઊભરાઈ આવે એવો ઠપકો પણ આપતા. પણ વાત્સલ્યમૂર્તિ એવા કે થોડી જ વારમાં આપણને લાગે કે આ તો છે આપણા હિતચિંતક અને શિચ્છત્ર ! એમણે કોઈ વિદ્યાર્થી ઉપર શિક્ષક તરીકે અમલદારી કર્યાનું યાદ નથી. અભ્યાસના વર્ગ સિવાય તેઓ વિદ્યાર્થીઓ સાથે એવા તો એકરસ બની જાય કે જાણે વિદ્યાર્થીના મિત્ર જ ! ફૂટબૉલ રમવો હોય, દોડાદોડી ક૨વી હોય, તરવા જવું હોય કે બીજું કોઈ સાહસ ખેડવું હોય, બધાયમાં પંડિતજી વિદ્યાર્થીઓની સાથે ને સાથે જ. શરીરને ખડતલ અને મનને મસ્ત બનાવવાના તેઓ ખાસ હિમાયતી. એ બધું સંભારતાં આજે અંતર બોલી ઊઠે છે કે તે દિ નો વિવસા: તા ૧ (એ દિવસો તો ગયા તે ગયા). તેમણે થોડોક વખત મુનિરાજોને કે પાઠશાળામાં અધ્યયન કરાવ્યું અને કેટલોક વખત શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળમાં કામ કર્યું. તે સિવાયનો બધો વખત પંડિતજીના મર્મસ્પર્શી અને વ્યાપક પાંડિત્યનો અને એમની મમતા અને નિષ્ઠાભરી અધ્યાપનશૈલીનો લાભ ભાવનગરના બધી કોમોના વિદ્યાર્થીઓને મળતો રહ્યો. સં. ૧૯૭૬માં એમણે ભાવનગરમાં કામ કર્યું, ૧૯૭૮માં ફરી તેઓ ભાવનગર ગયા, અને ૧૯૮૧થી તો એમણે ભાવનગરમાં કાયમી સ્થિરતા કરી, અને પૂરી બે વીશી જેટલા સુદીર્ઘ સમય સુધી એકલે હાથે શ્રી જૈનધર્મ પ્રસારક સભા હસ્તકની શ્રી ગંભીરવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક અધ્યાપક નહિ પણ તેના તરીકે સંસ્કૃત-પ્રાકૃતના શાળા તથા કૉલેજ કક્ષાના વિદ્યાર્થીઓ માટે, મૂઠીભર કમાણી છતાં ય, જ્ઞાનસત્ર ચલાવતા રહ્યા. પંડિતજીએ જે થોડાંક પ્રાચીન સંસ્કૃત ચરિત્રો, કાવ્યોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે તે એમની યાદગાર પ્રસાદીરૂપ બની રહેશે. આ બધો સમય દરમિયાન આદર અને મમતાપૂર્વક ભાવનગરના જૈનસંઘે પંડિતજીને સાચવવા જે લાગણી બતાવી તેને લીધે પંડિતજી પોતાનું જ્ઞાનસત્ર સરળતાપૂર્વક ચાલુ રાખી શક્યા એમ કહેવું જોઈએ. આત્મા - કુદરત ક્યારેક રામને માટે હનુમાનને પેદા કરવા જેવી ઉપકારક ઘટનાનું પુનરાવર્તન કરે છે. ભાવનગરમાં એક સામાન્ય સ્થિતિનાં અને નાની ઉંમરે વિધવા થયેલાં બહેન કરચલિયા-પરામાં રહે; સમરતબહેન એમનું નામ. કઠોર કુદરત સામે ઝૂઝીને એ બહેન પોતાનું ઘર ચલાવે અને કુટુંબને નિભાવે. કોઈ સદ્ભાગ્યના યોગે પંડિતજીની સરળતા અને સમરતબહેનની મમતા એકબીજાને પિછાણી ગઈ, અને તેઓ જીવનભરનાં ભાઈ-બહેન બની ગયાં ! સમરતબહેને પોતાના ‘પંડિતભાઈ'ની જે ચીવટભરી સંભાળ રાખી અને પંડિતજીએ પોતાનાં ‘સમુબહેનને જે રીતે સાચવી જાણ્યાં એનું સ્મરણ આજે પણ અંતરને ગદ્ગદ બનાવે છે. પંડિતજી Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ અમૃત-સમીપે આટલો વખત નિરાકુલપણે વિદ્યાવિતરણ કરી શક્યા એમાં સમુબહેનનો ફાળો બહુ મોટો છે. પણ કુદરત જ્યાં આવી અકળ સહાય કરે છે, ત્યાં આખા જીવનને કળ ચડી જાય કે આખું જીવન રોળાઈ જાય એવી કારમી આફત પણ વરસાવે છે ત્યારે સહેજે લાગી જાય છે કે આવા અકળ ભેજવાળી કુદરતને શું કહેવું ? સંવત્ ૧૯૮૬માં પંડિતજીએ કોઈ બીમારીની સામે દૂધવટીનો પ્રયોગ કર્યો. એ પ્રયોગ અવળો પડ્યો અને ૧૯૮૭માં એમની દીવા જેવી આંખોનાં તેજ સદાને માટે ઓઝલ થઈ ગયાં – પંડિતજી પ્રજ્ઞાચક્ષુ બની ગયાં ! છત્રીસ વર્ષની ભરયુવાન વય, અને જિંદગીની અડધી મજલ જ પાર કરેલી; એમાં જીવવું ખારું કે અમારું થઈ જાય એવો દુઃખદ આ પ્રસંગ બન્યો. પણ પંડિતજી જરા ય વિચલિત ન બન્યા; જીવનભરની સાધના એમની વહારે ધાઈ. તેઓ એક પુરુષાર્થ શૂરાની જેમ એ આફતની સામે ટકી રહ્યા, અને તે પછી પૂરાં છત્રીસ વર્ષ સુધી અખંડપણે જ્ઞાનયજ્ઞને ઝળહળતો રાખીને ખરેખર સ્થિતપ્રજ્ઞ બની રહ્યાં. “ર સેનાં પત્નીયન (ન તો દીનતા ધારણ કરવી કે ન સંકટથી ભાગવું) એ તેમનું જીવનસૂત્ર હતું. માતા, પિતા અને ગુરુની ભક્તિ તો એમના રોમરોમમાં રમતી હતી. બચપણમાં માતા પોતાના આ લાડકવાયાને વધારે ઘી ચોપડેલી રોટલી પીરસતી તો એ લાડકવાયો એ રોટલી પિતાજીની થાળીમાં સરકાવીને રાજી થતો ! એક વાર બનારસમાં પંડિતજીના ગુરુ સભાપતિ શર્મા બીમાર પડ્યા. ત્યારે ૮-૧૦ દિવસ સુધી એમણે એમની ખૂબ દિલ દઈને સારવાર કરી હતી અને ૮૦-૮૦ પગથિયાં ઊતરી-ચડીને પાણીના ઘડા ભરી આપ્યા હતા. આવા શિષ્ય ઉપર ગુરુની અપાર કૃપા વરસે એમાં શી નવાઈ ? પોતાની મર્યાદિત આવકમાં પણ પંડિતજી પોતાનાં વૃદ્ધ માતા-પિતાને, નાના ભાઈ શ્રી ભાઈચંદભાઈને અને કુટુંબને સાચવવામાં ક્યારેય ચૂક ન કરતા. એમના પિતાજીનું વિ. સં. ૧૯૯૩માં અવસાન થયું. તે પછી કેટલાક વખતે એમનાં માતુશ્રીની આંખો ગઈ; કુદરત પણ ક્યારેક કેવી કઠોર બને છે ! પણ પંડિતજી તો હારવાનું કે હતાશ થવાનું શીખ્યા જ ન હતા. પોતે અંધ છતાં માતાની આંખોના ઇલાજ માટે તેઓ ભાવનગરથી અમદાવાદ આવેલા અને અમારા મહેમાન બનેલા – એ દશ્ય આજે ય રોમાંચ ઉપજાવે છે, અને મુસીબતની સામે રાંક નહીં બનવાનો જીવંત પાઠ આપે છે. એમનાં માતુશ્રી વિ. સં. ૨૦૦૪માં વિદેહ થયાં. પંડિતજી જેમ વિદ્યાપુરુષ હતા એવા જ ધર્મપુરુષ હતા. સાચી ધર્મભાવનાને એમણે જીવનમાં બહુ જ ઊંચે આસને બિરાજમાન કરી હતી. એક આદર્શ અને Page #354 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી જગજીવનદાસભાઈ ૩૩૧ ધર્માનુરાગી પુત્ર તરીકે પોતાની મર્યાદિત આવકમાંથી પણ કકડે-કકડે પંડિતજીએ પોતાનાં માતા-પિતાના કલ્યાણ નિમિત્તે, સાતસો રૂપિયા જેવી રકમ સુકૃતમાં વાપરી ત્યારે જ એમને સંતોષ થયો હતો. પણ હજી યે વધુ આકરી કસોટી થવી બાકી હતી. વિ. સં. ૨૦૧૨માં પંડિતજી પડી ગયા; થાપાના હાડકાને ઈજા પહોંચી. એ ત્રણ મહિના ભારે વેદનામાં ગયા, પણ પંડિતજીએ સ્વસ્થતા જાળવીને એનો ઉપયોગ ઊંડા આત્મચિંતનમાં કર્યો. ત્યાર પછી તેઓ સાજા તો થયા, પણ પગે કાયમની ખોડ રહી ગઈ. તે પછી એમની તબિયતને લૂણો લાગ્યો, અને એમનું શરીર ધીમે-ધીમે ઘસાતું ગયું. પણ એમનું મન હતાશ થયું હોય કે વિદ્યાના અર્થીને જાકારો મળ્યો હોય એવું ક્યારેય બન્યું નથી. તે પછી પૂરાં દશ વર્ષ સુધી ખુમારીપૂર્વક જીવીને તેઓ સ્વર્ગવાસી બન્યા. પંડિતજીએ વિદ્યાર્થીઓની એવી પ્રીતિ મેળવેલી કે ઉજાણી કે પર્યટન જેવો કોઈ પણ પ્રસંગ હોય તો વિદ્યાર્થીઓ પંડિતજીને આગ્રહ કરીને સાથે રાખે; અરે આંખોના તેજ અંતર્મુખ થયા પછી પણ આ ક્રમ ચાલુ જ હતો! વિદ્યાર્થીઓને હંમેશાં એમ જ રહે કે અમારા ઉપકારી ગુરુ આનંદમાં રહે એવું કંઈક અમે કરીએ. વિદ્યાર્થીઓના પ્રેમને વશ થઈને, આંખો ગઈ હોવા છતાં પંડિતજી ક્યારેક સિનેમા જોવા (સાંભળવા) પણ જતા. અમારી સાથે સંત તુકારામનું મરાઠી બોલપટ જોવા આવ્યાનું સ્મરણ થતાં પંડિતજીનો પ્રેમ અને જીવનરસ કેવો અદ્ભુત હતો તે સમજી શકાય છે. શરીર સશક્ત રહ્યું ત્યાં સુધી આંખો ગયાનો અફસોસ એમને ભાગ્યે જ સતાવી શક્યો હશે. અને શરીર નબળું પડતું ગયું તે તબક્કે પણ એમની આંતરચિંતનની ધારા વધારે વેગીલી બનતી ગઈ. પંડિતજીની તલસ્પર્શી વિદ્વત્તાથી આકર્ષાઈને ગુજરાતના સંસ્કૃતના જાણીતા અધ્યાપક શ્રી પ્રતાપરાય મોદી એમને કૉલેજમાં લઈ જવાનું વિચારતા હતા; પણ એ જ અરસામાં પંડિતજીની આંખો ચાલી ગઈ, એટલે એ ઇચ્છા અધૂરી જ રહી ! પણ પંડિતજીએ ક્યારેય એ માટે વસવસો નથી દાખવ્યો. દિવસો સુખના હોય કે સંકટના હોય, હંમેશાં મસ્તીમાં રહેવું અને આવી પડેલ સંકટનો વિકાસના વાહન તરીકે ઉપયોગ કરી લેવો એ પંડિતજીની વિરલ વિશેષતા હતી. પંડિતજી પાસે અભ્યાસ કરી ગયેલ જૈન-જૈનેતર વિદ્યાર્થીઓમાંથી કેટલાય આજે સુખી છે અને ઊંચી પાયરીએ પહોંચ્યા છે. સૌની ભાવના એવી કે પંડિતજીને ચરણે ફૂલ નહીં ને ફૂલની પાંદડી ભેટ ધરીને ધન્ય બનીએ. પણ પંડિતજી તો આવા લોભથી સાવ અલિપ્ત જ રહ્યા. એક વાર એક વિદ્યાર્થીએ ઘણાં વરસો પહેલાં, એમના ચરણે વીસ રૂપિયા ભેટ ધર્યા. પણ એવી ધન-લોલુપતામાં ફસાયા Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ અમૃત-સમીપે એ બીજા ! પંડિતજીએ એ ૨કમ પુસ્તકાલયને ભેટ મોકલી આપી ! આવાં તો અનેક પ્રસંગરત્નો પંડિતજીના કાંચનસમા નિર્મળ જીવનને શોભાવી રહ્યાં છે. પૈસાની અને સાધન-સામગ્રીની હંમેશાં તંગી, કુટુંબનિર્વાહની જવાબદારીનો પણ કંઈક ને કંઈક ભાર ચાલુ અને શારીરિક કે બીજી મુશ્કેલીઓ પણ પોતાનો ભાગ ભજવવામાં પાછી પાની ન કરે : સામાન્ય માનવી ભાંગી પડે અને લોભ-લાલચમાં સહેજે તણાઈ જાય એવી સ્થિતિ; છતાં પંડિતજી એક યોદ્ધાની જેમ એ બધાંની સામે અણનમ રહ્યા. અર્થ પ્રત્યેની આવી અનાસક્તિ અતિ વિરલ જોવા મળે છે. પંડિતજીએ પૈસાને માત્ર એક સાધન તરીકે જ જીવનમાં સ્થાન આપ્યું હતું, અને ક્યારેય એ સાધ્યસ્થાને ન બેસી જાય એની પૂરી જાગૃતિ રાખી હતી. ભાવનગ૨માં એમને કેવી વ્યાપક અને સ્થાયી સુવાસ હતી તે એ પરથી જાણી શકાય છે કે એમને હસ્તે તા. ૧૩-૨-૧૯૬૩ના રોજ ત્યાગધર્મી રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીની ઉપસ્થિતિમાં તથા સૌરાષ્ટ્રના જાણીતા રાષ્ટ્રસેવક શ્રી જાદવજીભાઈ મોદીના પ્રમુખપદે શ્રી જગજીવન ફૂલચંદ સ્મારક ટ્રસ્ટ સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલના મકાનના શિલારોપણવિધિનો ચિરસ્મરણીય સમારંભ યોજાયો હતો. નિર્ભેળ વિદ્યા-ઉપાસના અને નિઃસ્વાર્થ વિદ્યાદાનના પ્રતાપે પંડિત જગજીવનદાસભાઈ સાચા ‘બ્રાહ્મણ' બન્યા હતા, અને અકિંચનપણું, અપરિગ્રહની ભાવના અને સ્ફટિકસમું નિર્મળ જીવન કેળવીને તેઓ આદર્શ શ્રમણ બન્યા હતા. સમતા એ એમના જીવનનો અખૂટ ખજાનો હતો. એ સમતાના રસનું પાન કરીને એમણે જીવન જીવી જાણ્યું અને મૃત્યુને પણ માણી જાણ્યું ! (તા. ૨૩-૪-૧૯૬૬) (૮) સુશીલ, અપ્રમત્ત પંડિતવર્ય *કૈલાસચંદ્ર શાસ્ત્રી પંડિતવર્ય શ્રી કૈલાસચંદ્ર શાસ્ત્રી દિગંબર જૈન સંઘમાં પ્રથમ કક્ષાના વિદ્વાન છે, અને ધર્મશાસ્ત્રોનો અને પ્રાચીન, અર્વાચીન દિગંબર સાહિત્યનો એમનો અભ્યાસ વ્યાપક, મર્મસ્પર્શી અને આધારભૂત ગણાય છે. એમણે પોતાની વિદ્વત્તાની પ્રસાદીરૂપે અનેક પુસ્તકોનાં સંશોધન, સંપાદન, સર્જન અને ભાષાંતર કરીને તેમ જ અનેક વિદ્વાનો તૈયાર કરીને પોતાના સંઘને ભેટ આપેલ છે. એમણે બનારસમાં સાઠેક વર્ષ પહેલાં સ્થપાયેલ દિગંબર જૈન સંઘની સુપ્રસિદ્ધ વિદ્યાસંસ્થા શ્રી સ્યાદ્વાદઆ નામની જોડણી ઉત્તરપ્રદેશની ઢબે કૈલાશચંદ્ર/ચંદ' એમ પણ કરાય છે. (સં.) * Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ કેલાસચંદ્ર શાસ્ત્રી મહાવિદ્યાલયમાં રહીને અભ્યાસ કર્યો હતો, અને પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી, કૃતજ્ઞતાપૂર્વક પોતાની માતૃસંસ્થાની સેવા કરવાની કર્તવ્યબુદ્ધિથી પ્રેરાઈને, એમણે આ મહાવિદ્યાલયની જ સેવા કરવાનું પસંદ કર્યું હતું; એમ કરીને એમણે બીજા વિદ્વાનો માટે એક ઉત્તમ દાખલો રજૂ કર્યો હતો. ત્યાં તેમણે અનેક વિદ્વાનો તૈયાર કર્યા હતા. શ્રી કલાસચંદ્રજી તરફની માનની લાગણીમાં વધારો કરે એવી બાબત છે એમની સાદાઈ, સરળતા, નમ્રતા, રાષ્ટ્રીયભાવના, નિર્મોહવૃત્તિ અને કર્તવ્યનિષ્ઠા. આને લીધે એમનું જીવન નિર્મળ, “સાદું જીવન અને ઉચ્ચ વિચાર'ના એક સુંદર નમૂનારૂપ અને ઉજ્વળ બન્યું છે. વળી એમણે એક સાચા સારસ્વતને છાજે એ રીતે, લક્ષ્મી તરફની લોલુપતા ઉપર જે નિયંત્રણ રાખ્યું છે એ પણ સૌ-કોઈની પ્રશંસા માગી લે એવું છે. તેઓ આ બાબતમાં કેટલા જાગૃત છે અને પોતાની માતૃસંસ્થા પ્રત્યે ઉત્કટ કૃતજ્ઞતાની લાગણી ધરાવે છે તેના ખાસ જાણવા જેવા દાખલા તરફ સૌ કોઈનું ધ્યાન દોરવા માટે અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ. મથુરાથી પ્રગટ થતાં દિગંબર જૈન સંઘના સાપ્તાહિક મુખપત્ર “જૈનસંદેશ'ના તા. ૧૦-૧૧-૧૯૭૭ના અંકમાંથી જાણવા મળેલ છે કે શ્રી કલાસચંદ્રજી સને ૧૯૨૮થી ૧૯૭૮ સુધીનાં પચાસ વર્ષ દરમિયાન દસલક્ષણી(પર્યુષણા-પર્વ)ની આરાધના કરાવવા જુદાં-જુદાં સ્થાનોમાં ગયા હતા. તે દરમિયાન તેમને હજારો રૂપિયા ભેટ મળ્યા હતા. પણ આ ભેટ મળેલી રકમને પોતાની મિલ્કત ગણી પોતાની પાસે રાખવાને બદલે એમાંથી માત્ર ખર્ચ બાદ કરીને બાકીની રકમ પોતાની માતૃસંસ્થાના ચરણે એમણે ભેટ ધરી દીધી હતી ! આ રકમનો આંકડો નાનોસૂનો નહિ, પણ એક લાખ રૂપિયા કરતાં પણ મોટો છે ! અંતરમાં ત્યાગભાવના અને કૃતજ્ઞતાની લાગણી જીવંત હોય તો જ આમ થઈ શકે. (તા. ૭-૧-૧૯૭૮) અત્યારે જ્યારે પોતાની ઇષ્ટ વ્યક્તિનું બહુમાન-અભિનંદન કરવાની તેમ જ આવું બહુમાન મેળવવાની વૃત્તિ દિવસે-દિવસે બેમર્યાદ વિસ્તરતી જાય છે, ત્યારે પોતાનું બહુમાન કરવા નિમિત્તે અભિનંદન-ગ્રંથ પ્રગટ કરવાની યોજના પ્રત્યે પંડિત શ્રી કૈલાસચંદ્રજીએ પોતાની નાખુશી વ્યક્ત કરીને, આવી લોભામણી બાબત તરફની જે અનાસક્તિ કે નિર્મોહવૃત્તિ દર્શાવી છે તે ગાઢ અંધકારમાં નાની-સરખી પ્રકાશરેખા જેવી તથા દાખલારૂપ બની રહે એવી છે. તેઓએ પોતાની આ લાગણી, મથુરાથી એમના સંપાદકપણા નીચે પ્રગટ થતા “જૈન-સંદેશ” નામે સાપ્તાહિકના તા. ૧૨-૪-૧૯૭૯ના અંકમાં એક નિવેદનરૂપે પ્રગટ કરી છે. આ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ અમૃત-સમીપે નિવેદન ખાસ વાંચવા જેવું હોવાથી અહીં એનો અનુવાદ સાભાર રજૂ કરીએ છીએ : “શ્રી સ્યાદ્વાદ મહાવિદ્યાલયના સ્નાતક ડો. નંદલાલજી રીવાવાળાએ મારા અભિનંદનની યોજના કરી છે અને એને માટે સમાચારપત્રોમાં તેમ જ વ્યક્તિગત પત્રો દ્વારા પણ પ્રચાર ચાલુ છે. “જૈન-સંદેશ'ના છેલ્લા અંકમાં જ મારા સાથીસંપાદક ડૉ. કચ્છંદીલાલજીએ પણ તંત્રીનોંધ લખી છે. આજકાલ ગ્રંથ-પ્રકાશનમાં ઘણું જ ખર્ચ થાય છે. એક વ્યક્તિના અભિનંદન-ગ્રંથના પ્રકાશનમાં વીસ હજાર રૂપિયાથી ઓછું ખર્ચ નથી થતું, અને એ ગ્રંથમાં એ વ્યક્તિનાં ગુણગાન હોય છે અને કેટલાક લેખો હોય છે. હું નથી સમજતો કે અભિનંદન-ગ્રંથથી મારું શું મહત્ત્વ વધી જવાનું છે અને એ ન મળે તો મને શું નુકસાન થવાનું છે. મને મારા નિમિત્તે કોઈ ધનવાન કે વિદ્વાન પાસે પૈસાની માગણી કરવી એ બિલકુલ ગમતી નથી. એટલા માટે જ હું મુનિશ્રી વિદ્યાનંદજી દ્વારા પ્રેરિત સન્માન-સમારોહમાં પણ સામેલ નહોતો થયો. જ્યારે કોઈ મને એમ લખે છે કે આપના અભિનંદનમાં અમે અમારો ફાળો આપી રહ્યા છીએ, તો એથી મને એટલી મનોવેદના થાય છે કે જે હું લખી શકતો નથી. સમાજમાં સ્વાદુવાદ-મહાવિદ્યાલયના સ્નાતકરૂપે મેં તૈયાર કરેલ વિદ્વાનોનો એક મોટો સમુદાય છે. વળી, “જૈન-સંદેશ'માં પ્રગટ થતા મારા સંપાદકીય લેખોને ચાહનારો પણ એક મોટો સમુદાય છે. “જ્યારે મેં સોનગઢમાં પંચકલ્યાણક ઉત્સવ વખતે યોજવામાં આવેલ વિદ્વસંમેલનમાં ભાષણ આપ્યું ત્યારે તો મેં એવું સાંભળ્યું કે હવે મને કોઈ બોલાવશે નહીં, કારણ કે, સોનગઢના વિરોધીઓ તો મને બોલાવતા જ નથી, હવે એના સમર્થકો પણ નહીં બોલાવે. પણ મારી ઉમર ૭૫ વર્ષની થઈ ગઈ હોવા છતાં પણ સમાજનો એક મધ્યસ્થવર્ગ, જે સાચી હકીકત જાણવાની ઇચ્છા ધરાવે છે, એનો સ્નેહ મને મળતો રહે છે અને અત્યારે પણ નિમંત્રણોથી પરેશાન રહું છું – પરેશાન એ અર્થમાં કે મારી શારીરિક શક્તિ ઘટી રહી છે અને હું મુસાફરી કરવામાં અશક્ત થતો જાઉં છું. ના પાડવા છતાં પણ જવું પડતું હોય છે. “આ રીતે મળતો સ્નેહ શું કોઈ પણ અભિનંદન-ગ્રંથથી ઓછો મહત્ત્વપૂર્ણ છે ? એટલા માટે મારા સ્નેહી મિત્રોને મારું નિવેદન છે કે તેઓ મને અભિનંદનને યોગ્ય જ રહેવા દે અને આ કામ માટે પોતાની શક્તિ અને સંપત્તિનો ઉપયોગ ન કરે – જ્યારે તેઓ એમ માને છે કે મારા નામને ચાલુ રાખવા માટે મારું સાહિત્ય જ પૂરતું છે ત્યારે. વળી કેવળ “જૈન-સંદેશમાં છપાયેલ મારાં સંપાદકીય લખાણોનું સંકલન કરીને એને જ તૈયાર કરી શકાય તો તે અભિનંદન-ગ્રંથ કરતાં Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રી માવજી દામજી શાહ ૩૩૫ વધારે ઉપયોગી બની શકે. તો પછી ચીલાચાલુ અભિનંદન કરવાની બાબતમાં તેઓ શા માટે પડે છે ?” આવું ઉચ્ચ કોટિનું નિવેદન કરીને પંડિત શ્રી કૈલાસચંદ્રજીએ પોતાની જે ઉદાત્ત ભાવના વ્યક્ત કરી છે, તેથી એમનું વ્યક્તિત્વ વધારે ઉજ્વળ અને ભવ્ય બન્યું છે એમ કહેવું જોઈએ. આવા સ્વયંપ્રકાશ નિવેદન માટે વધારે લખવાનું શું હોય ? બીજાંઓ એનું અનુકરણ કરવા પ્રેરાય એ જ એનો કાયમી બોધપાઠ છે. (તા. ૧૬-૬-૧૯૭૯) (૯) ધ્યેયનિષ્ઠ શિક્ષક શ્રી માવજી દામજી શાહ ઘણુંખરું કોઈક ઉપનિષદમાં વિદ્યાર્થીઓના મુખમાં એક સુંદર પ્રાર્થના મૂકવામાં આવી છે : મયુરાસુ ઘેદ, અમૃતત્વમ્ સીવાય ! (હે પરમેશ્વર ! અમને આયુષ્યમાન બનાવો, અને અમારા આચાર્યને અર્થાત્ ગુરુને અમર બનાવો!) જે ગુરુને માટે શિષ્યો અમરપણાની પ્રાર્થના કરે એ ગુરુએ શિષ્યોનાં અંતર કેટલાં બધાં જીતી લીધાં હોવાં જોઈએ ! અંતરમાં શિષ્યો પ્રત્યે પિતાનું વાત્સલ્ય, માતાની મમતા અને મુરબ્બીની હિતબુદ્ધિનું ઝરણ સતત વહેતું હોય તો જ શિષ્યોનાં આવાં આદર અને ભક્તિ મળી શકે છે. આવા ગુરુ અને આવા ઋષિસમા ગુરુને મેળવનાર શિષ્યો એ બંને ધન્ય બની જાય છે. એવું ગુરુ-શિષ્યમિલન કલિયુગમાં સતયુગ ઉતારે છે. સ્વ. શ્રી માવજી દામજી શાહ આવા જ એક ધ્યેયનિષ્ઠ, આદર્શ અને શિષ્યવત્સલ શિક્ષક હતા. તેઓ ૭૩ વર્ષની સુખ-શાંતિ-સ્વસ્થતાભરી યશસ્વી જિંદગીને અંતે, મુંબઈમાં, તા. ૯-૭-૧૯૬૫ને શુક્રવારના રોજ ધર્મભાવના ભાવતાં સ્વર્ગવાસી બનીને અમર બની ગયા ! સંતો, સતીઓ અને શૂરાઓની ખમીરવંતી ભૂમિ સૌરાષ્ટ્ર એ શ્રી માવજીભાઈની જન્મભૂમિ. શ્રી, સરસ્વતી અને સંસ્કારિતાનું ધામ ભાવનગર એમનું વતન. માતાનું નામ પૂરીબહેન. વિ. સં. ૧૯૪૮માં ધનતેરશના શુભ દિવસે એમનો જન્મ. કુટુંબની સ્થિતિ સામાન્ય હતી. પણ સંસ્કારિતા અને ધાર્મિકતાની એને બક્ષિસ મળી હતી. માતા-પિતાના તેઓ એકના એક પુત્ર હતા. ગુજરાતી ચાર ચોપડી પૂરી કરતાં-કરતાં તો માતા અને પિતા બંને સદાને માટે વિદાય થયાં. માવજીભાઈને માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ ઊભી થઈ. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ અમૃત-સમીપે ' પણ ક્યારેક કાદવ કમળને પ્રગટાવે છે અને કાંટામાં ગુલાબ ઊગે છે, એમ દેખાતા અનિષ્ટમાંથી ઇષ્ટ જન્મે છે. શ્રી માવજીભાઈ હવે શું કરવું એની મૂંઝવણમાં હતા. ઉમર પણ માંડ ૯-૧૦ વર્ષ જેવી ઊછરતી અને અપક્વ હતી; કોઈ માર્ગદર્શકની પણ રાહ હતી. અને એમને સુપ્રસિદ્ધ ધર્માનુરાગી જૈન મહાજન શ્રી વેણીચંદ સૂરચંદનો વરમગામમાં મેળાપ થયો. આ અરસામાં સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ (તે કાળના મુનિ શ્રી ધર્મવિજયજીએ) જૈન સમાજમાં ગૃહસ્થ વિદ્વાનો તૈયાર કરવાના ઉમદા અને દીર્ઘદૃષ્ટિભર્યા હેતુથી બનારસમાં એક જૈન વિદ્યાતીર્થની સ્થાપના કરવાનું યુગકાર્ય કર્યું હતું. શ્રી વેણીચંદભાઈએ શ્રી માવજીભાઈને આ વિદ્યાતીર્થમાં વિદ્યાની ઉપાસના માટે જવાની સલાહ આપી. ભાવિયોગ એવો પ્રબળ કે માત્ર દસ જ વર્ષની નાની ઉંમરે તે કાળે કાશી જેટલે દૂર દેશાવર કેવી રીતે જવું એવાં સંકોચ કે નાહિંમત અનુભવ્યા વગર શ્રી માવજીભાઈ કાશી પહોંચી ગયા અને વિદ્યાઉપાર્જનમાં લાગી ગયા. નમ્રતા, વિવેક અને વિનયશીલતાએ એમને સૌના વાત્સલ્યભાજન બનાવી દીધા, અને ઉદ્યમશીલતા અને ધ્યેયનિષ્ઠાએ એમને સરસ્વતીના લાડકવાયા બનાવી દીધા. છ વર્ષ સુધી એકાગ્રતાપૂર્વક અધ્યયન કરીને એમણે જુદા-જુદા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું; અને ગુરુજનોના આશીર્વાદ લઈને, અર્થોપાર્જન માટે તેઓ મુંબઈ આવી પહોંચ્યા. કુમારકાળ પૂરો થયો, યૌવનમાં હજી પ્રવેશ જ થયો હતો; અને શ્રી માવજીભાઈ સોળ વર્ષની સાવ ઊછરતી વયે મુંબઈમાં બાબુ પન્નાલાલ પૂરણચંદની જૈન હાઈસ્કૂલમાં ધાર્મિક શિક્ષક તરીકે જોડાઈ ગયા. શ્રી માવજીભાઈનો આત્મા એક સારા શિક્ષકનો આત્મા હતો. નામનાની કામના, પ્રતિષ્ઠાનો મોહ, પૈસા પ્રત્યેની આસક્તિ એમને ન તો સતાવી શકતાં હતાં કે ન તો શિક્ષક તરીકેના દેખીતી રીતે નીરસ, શ્રમસાધ્ય અને અલ્પલાભકારક વ્યવસાયથી વિચલિત બનાવી શકતાં હતાં. મુંબઈ જેવી મોહમયી નગરી અને વધુ કમાણીના કંઈક મોહક માર્ગો; છતાં શ્રી માવજીભાઈ શિક્ષકપદને વફાદારીપૂર્વક વળગી રહ્યા. અરે, એમની આ વફાદારી તો એવી કે શિક્ષક તરીકે પણ બીજું કોઈ સ્થાન ન શોધતાં સાયનમાં જ તેમણે પૂરાં ૪૭ વર્ષ સુધી એકધારી નોકરી કરી ! એક શિક્ષકને આટલા લાંબા સમય સુધી કામ કરવાની મોકળાશ આપવા બદલ આ સંસ્થાના સંચાલકોની શિક્ષક પ્રત્યેની મમતા અને ઉદારતા પણ એટલી જ ધન્યવાદ અને અભિનંદનને પાત્ર છે. આ ઘટનાએ શિક્ષણના ક્ષેત્રમાં એક અનુકરણીય અને પ્રેરક ઇતિહાસ સર્જ્યો છે એમ કહેવું જોઈએ. Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંપતરાજજી ભણસાળી ૩૩૭ સ્વસ્થતાપૂર્વક જીવવું એ શ્રી માવજીભાઈની પ્રકૃતિ હતી. ખોટી દોડધામ અને અર્થહીન ઉધામા એમને ખપતા ન હતા. જેવો એમનો દેખાવ સીધો, સાદો અને શાંત હતો, એવો જ એમનો સ્વભાવ સરળ, ઓછાબોલો અને કર્તવ્યપરાયણ હતો. પોતાની વધારાની શક્તિઓને સાહિત્ય-ઉપાસના અને સાહિત્ય-સર્જનને માર્ગે વાળીને શ્રી માવજીભાઈએ પોતાના જીવનને વધુ સુરભિત, વધુ સ્વસ્થ અને વધુ યશસ્વી બનાવ્યું હતું. એ યશસ્વી જીવનની પ્રસાદીરૂપે તેઓ નાનાં-મોટાં ૭૫ જેટલાં પુસ્તકોની સમાજને ભેટ આપતા ગયા ! શ્રી માવજીભાઈનું આ અક્ષર કાર્ય આપણને એમની ચિરકાળપર્યત યાદ આપતું રહેશે. (તા. ૨૪-૭-૧૯૬૫) (૧૦) છાત્રવત્સલ સેવક શ્રી સંપતરાજજી ભણસાળી જન્મ અર્થપરાયણ વણિકુ-જ્ઞાતિમાં – તેમાં ય નાનો પણ વેપાર કે ઉદ્યોગ જ કરીને ભાગ્યને ખીલવવાનો પુરુષાર્થ કરવામાં શ્રદ્ધા ધરાવતા મારવાડમાં ; અને છતાં એક જ સ્થાને, એક જ નોકરીમાં અને તે પણ શિક્ષણ સંસ્થા જેવી અર્થોપાર્જનની તકોથી દૂર અને સેવાભાવના પર નભતી નોકરીમાં એકધારાં ૪૩ વર્ષ સુધી કામગીરી બજાવીને, એવી કામગીરી બજાવતાં-બજાવતાં જ છેલ્લો શ્વાસ લેનાર વ્યક્તિની કાર્યનિષ્ઠા, સમાજનું ભલું કરવાની ભાવના અને શાંત-એકાંત ખૂણામાં બેસીને કર્તવ્ય બજાવવાની તમન્ના કેટલી ઉત્કટ હશે તે સમજી શકાય છે. વરકાણાના શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલયના મુખ્ય સંચાલક શ્રી સંતરાજજી ભણસાળી આવા એક કર્તવ્યનિષ્ઠ પુરૂષ હતા. આ વિદ્યાલયની સ્થાપનાની સાથે જ, માત્ર ૧૮-૧૯ વર્ષની ઊછરતી ઉંમરે, તેઓએ, સમાજસેવાની ભાવનાથી પ્રેરાઈને સંસ્થાના સંચાલનની જવાબદારી સહર્ષ સ્વીકારીને એની સાથે એવી એકરૂપતા સાધી, કે જાણે એમના જીવનમાં એ સંસ્થાના ઉત્કર્ષ સિવાય બીજી બધી બાબતોનું સ્થાન ગૌણ બની ગયું; એમ કહેવું જોઈએ કે તેઓ એ સંસ્થાના પ્રાણ બની ગયા હતા, અને એ સંસ્થા એમને મન પ્રાણ કરતાં પણ અધિક પ્રિય બની ગઈ હતી. શ્રી ભણસાળીની ચાર દાયકા કરતાં પણ વધુ સમયની આ કામગીરી એમના યશસ્વી અને લોકપ્રિયતાથી સુરભિત જીવનની પ્રેરક કીર્તિકથા બની રહે એવી છે. શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલયના વિકાસના ઇતિહાસમાં તેઓનું નામ હંમેશને માટે સોનેરી અક્ષરોથી અંકિત થયેલું રહેશે એમાં પણ શક નથી. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ અમૃત-સમીપે તેઓનું મૂળ વતન જોધપુર, પિતાનું નામ નથરાજજી, માતાનું નામ પ્રતાપબાઈ. સને ૧૯૦૮માં એમનો જન્મ. જોધપુરમાં રહીને જ તેઓએ દસ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ ભલે ઓછો કર્યો હતો, પણ ધર્મભાવના, કર્તવ્યભાવના અને સેવાભાવનાનું ખમીર એમના રોમરોમમાં ધબકતું હતું. એમાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી તથા આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજીની પ્રેરણાનું બળ ઉમેરાયું -- જાણે ભણસાળીજીને સમાજસેવાની દીક્ષા મળી ! અને એમણે શિક્ષણના પ્રચાર દ્વારા સમાજનો ઉત્કર્ષ સાધવાના શાંત છતાં નક્કર કાર્યને પોતાના જીવનકાર્ય તરીકે હંમેશને માટે સ્વીકારી લીધું અને પોતાની સર્વ શક્તિ, બુદ્ધિ અને ભાવનાનાં ખાતર પાણી આપીને એને નવપલ્લવિત અને સફળ બનાવ્યું. એનાં ફળ નવી પેઢીના સંસ્કાર-ઘડતરરૂપે જે મળ્યાં, તે માટે એ સંસ્થામાં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓ એમના ઉપકારોનું ચિરકાળ સુધી સ્મરણ કરતા રહેશે ; સમાજ પણ એમની સેવાઓને નહીં વિસરી શકે. શ્રી ભણસાળીજીની સફળતા અનેક ગુણો અને શક્તિઓને આભારી હતી. પહેલી વાત તો હતી સ્વીકારેલ જવાબદારીને ગમે તે ભોગે પૂરી કરવાની જાગૃતિની. ઉપરાંત, કાર્યસૂઝ, અદમ્ય કાર્યશક્તિ, સચ્ચરિત્રતા, ધર્માનુરાગ, સાદાઈ, સ્વસ્થતા, વ્યવહારદક્ષતા, સમાજના આગેવાનો સાથે મીઠા સંબંધો રાખવાની કુનેહ અને સાથે-સાથે અવસર આવ્ય હૃદયને કલુષિત બનાવ્યા વગર સાચી વાત કહેવાની આવડત અને હિંમત વગેરે ગુણોને એમની સફળતાની ચાવીરૂપ લેખી શકાય. પણ એક છાત્રાલયના સંચાલક તરીકે તેઓએ જે સફળતા અને વિદ્યાર્થીઓ તથા સમાજની જે ચાહના મેળવી તે તો માતા જેવા હેતાળ અને પિતા સમાન વાત્સલ્યસભર અને વખત આવ્ય અનુશાસનની શક્તિ ધરાવતા હૃદયને કારણે જ. તેઓના આવા હિતચિંતક અને હેતાળ હૃદયને કારણે તેઓની આસપાસ સંસ્થાના જૂના તેમ જ ચાલુ વિદ્યાર્થીઓનું તથા વિદ્યાર્થીઓના વાલીઓનું એક કુટુંબ જ રચાઈ ગયું હતું, અને એના બળ ઉપર તેઓ ગોડવાડના સમાજ પાસે સંસ્થાને લાભકારક બની શકે એવું કામ વિશ્વાસપૂર્વક કરાવી શકતા હતા. તેઓની આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી પ્રત્યેની ભક્તિ અનન્ય હતી. શ્રી ભણસાળીજીની નિર્ભેળ સેવાવૃત્તિને કારણે આચાર્યશ્રી પણ તેઓના ઉપર ખૂબ ભાવ રાખતા હતા. આચાર્ય મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી માટે તેઓ કંઈ-કંઈ મનોરથો સેવતા હતા, પણ તે અધૂરા રહ્યા આવા એક સંનિષ્ઠ અને સેવાપ્રેમી મહાનુભાવનું તા. ૧૭-૫-૧૯૭૦ના રોજ એમના કર્મક્ષેત્ર વરકાણામાં ૬૨ વર્ષ જેવી પ્રમાણમાં નાની કહી શકાય એવી ઉંમરે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થતાં સંસ્થા અને ગોડવાડ સમાજ બંનેને Page #362 -------------------------------------------------------------------------- ________________ પં. અમૃતલાલભાઈ સલોત ૩૩૯ એક સાચા કાર્યકરની મોટી ખોટ પડી છે. તેઓએ કેટલી લોકપ્રીતિ સંપાદિત કરી હતી એનો ખ્યાલ એમની સ્મશાનયાત્રામાં આસપાસનાં ગામોમાંથી હાજ૨ રહેલ વિશાળ જનસમુદાય ઉપરથી પણ આવી શકે છે. (૧૧) વિદ્યાનિષ્ઠ પં. શ્રી અમૃતલાલભાઈ સલોત પાલીતાણા જેવા, દેશના એક ખૂણે આવેલ, શાંત, એકાંત સ્થાનમાં રહીને બે વીસી કરતાં પણ વધુ સમય સુધી સાધુ-સાધ્વીઓને સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ કરાવવાની નિર્દોષ પ્રવૃત્તિમાં જ સંતોષપૂર્વક સમય વિતાવી જાણનાર પંડિત શ્રી અમૃતલાલ અમરચંદ સલોતનું થોડા વખત પહેલાં ૭૪ વર્ષની વયે અવસાન થયું છે એની નોંધ લેતાં અમે દિલગીરીની લાગણી અનુભવીએ છીએ. (તા. ૧૮-૭-૧૯૭૦) શ્રી અમૃતલાલભાઈનું મૂળ વતન દાઠા. અભ્યાસ કરવાની ઉત્કંઠાથી પ્રેરાઈને તેઓ એમના મોટા ભાઈ પં. શ્રી ત્રિભોવનદાસભાઈ સાથે કાશીમાં સ્વ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજે સ્થાપેલ સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત-પ્રાકૃતનો અભ્યાસ કરવા ગયા હતા. સુપ્રસિદ્ધ પં. શ્રી હરગોવિંદદાસ શેઠ, પં. શ્રી ભગવાનદાસભાઈ વગેરે એમના સાથી હતા. અભ્યાસ પૂરો કરી તેઓ પાલીતાણા આવ્યા અને શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તરફથી ચાલતી પાઠશાળામાં એકધારી ૪૩ વર્ષ સુધી પંડિત-શિક્ષક તરીકેની કામગીરી બજાવતા રહ્યા. મહત્ત્વાકાંક્ષા અને ધનલોલુપતાથી દૂર રહીને આટલા લાંબા સમય સુધી એક જ સ્થાને નિષ્ઠાપૂર્વક શિક્ષક તરીકેની કામગીરી બજાવવાના દાખલા બહુ વિરલ છે. પંડિતજી એ માર્ગે ચાલીને કૃતકૃત્ય બની ગયા. સને ૧૯૬૦ને અંતે પેન્શનના લાભ સાથે તેઓ નિવૃત્ત થયા હતા. પોતાના પંડિત-શિક્ષક તરીકેના પવિત્ર વ્યવસાયની પૂર્તિરૂપે એમણે શાસ્ત્રીય ગ્રંથોનાં સંપાદન-પ્રકાશનનું કામ હાથ ધર્યું હતું; અને એ રીતે તેઓએ ધર્મસાહિત્યની નોંધપાત્ર સેવા બજાવી હતી. નિર્મળ, સાદું અને સરળ એમનું જીવન હતું; અને સૌને પોતાના બનાવે એવો એમનો સ્વભાવ અને વ્યવહાર હતો. એમની ધાર્મિકતા પણ પ્રશંસાપાત્ર હતી. (તા. ૧૬-૯-૧૯૬૭) Page #363 -------------------------------------------------------------------------- ________________ . પત્રકારો (૧) સૌરાષ્ટ્રના ભડવીર પત્રકાર શ્રી અમૃતલાલ શેઠ સૌરાષ્ટ્રની ધિંગી ધરતીના તેજીલા ખમીરના પ્રતિનિધિ સમા શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ, તા. ૩૦-૭-૧૯૫૪ને રોજ મુંબઈ મુકામે, મૃત્યુની અમર પછેડી ઓઢીને ચિરનિદ્રામાં પોઢી ગયા છે. શ્રી શેઠનું જીવન એટલે નર્યા ચેતનનો સતત ઊડતો ફુવારો. એક કામ માથે લીધું એટલે પછી ન ઊંઘ, ન આરામ, ન નિરાંત. તન કે મન ભલે ને નિચોવાઈ જતાં હોય, પણ લીધું કામ પાર પાડ્યા વગર જંપે એ બીજા. રાષ્ટ્રદેવતાની હાકલે અને બંદીવાન બનેલી માતૃભૂમિની જંજીરોના રણકારે જેવાં શ્રી શેઠના હૈયાનાં દ્વાર ખખડાવ્યાં તેવું જ તેઓએ રાષ્ટ્રસેવાને ચરણે પોતાનું જીવન સમર્પી દીધું, અને પોતાની સમસ્ત ખૂબીઓ અને શક્તિઓ રાષ્ટ્રમુક્તિના સંગ્રામમાં કામે લગાડી દીધી. એમનો રૂઆબ અને મિજાજ તો હતો સેનાપતિ જેવો, છતાં રાષ્ટ્રની આઝાદીના યુદ્ધમાં જો આગે બઢાતું હોય તો તેઓ અદનામાં અદના સિપાહી બનવામાં પણ મોજ ગણતા; અને જરૂર પડતાં સિપાહસાલાર (સેનાપતિ) બનવામાં તો એમને જન્મજાત લિજ્જતનો અનુભવ થતો. રાષ્ટ્રમુક્તિના સંગ્રામમાં એમણે દાખવેલ આ બેવડી ભૂમિકા તો એમની કાર્ય પ્રત્યેની વફાદારીની બે યશકલગીઓ બની રહેશે. વળી તે કાળે બ્રિટિશ હિંદના વતનીઓ કરતાં રાષ્ટ્રમુક્તિ માટેનું એમનું કાર્યક્ષેત્ર તો અનેકગણું આકરું, અટપટું અને જીવ-સટોસટનું હતું. તેમનું મુખ્ય કાર્ય દેશી રજવાડાંઓની સામે બાખડીને તેમનાં પોકળો અને અંધેરો ખુલ્લાં પાડીને અત્યંત ઘેરી નિંદ૨માં પોઢેલી પ્રજાને વહેલામાં વહેલી જાગૃત કરવાનું હતું. આ કામ તો તૂટેલા શઢ અને ફૂટેલા તળિયાવાળા વહાણના સહારે તોપોથી ગાજતો સામો કિનારો Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રી અમૃતલાલ શેઠ ૩૪૧ સર કરવા જેવું ભયંકર કાર્ય હતું! છતાં રાષ્ટ્રમુક્તિના સંગ્રામના ઇતિહાસકારે કબૂલ કરવું પડશે કે દેશી રજવાડાંઓના આ ભયંકર મોરચે શ્રી શેઠે પોતાની કારકિર્દીને બરાબર પાર પાડી હતી, ઊજળી કરી દેખાડી હતી. શ્રી શેઠનું સ્મરણ થતાં એમનું સૌ પહેલું જે રૂપ આપણી સમક્ષ ખડું થાય છે તે છે એક વેગવાન, તેજદાર અને ધાર્યું નિશાન પળમાં પાડી શકનાર સચોટ પત્રકાર તરીકેનું. એમનાં સૌરાષ્ટ્ર', “ફૂલછાબ” અને “જન્મભૂમિ' પત્રોએ તો ગુજરાતી પત્રકારત્વના નવા માર્ગોનું ખેડાણ કરીને ઇતિહાસ સર્જ્યો છે. ગુજરાતી પત્રકારત્વના વિકાસનો જ્યારે પણ ઇતિહાસ લખાશે ત્યારે શ્રી શેઠનાં આ ત્રણ પત્રો એક પ્રકારનાં સીમાસ્તંભોરૂપ બની રહેશે. વળી પત્રકાર તરીકેનાં શ્રી શેઠનાં સાહસો - તેમાં ય રાષ્ટ્રનેતા શ્રી સુભાષબાબુ અને બર્મામાંના આઈ. એન. એ.ની હકીકતો મેળવવા માટે તેમણે ખેડેલાં સાહસો – તો આપણી બહુમૂલી મૂડી બની રહેશે. “સૌરાષ્ટ્ર' પત્રે તો ગુજરાતી ભાષાનું નવી જ રીતે ખેડાણ શરૂ કર્યું હતું, અને ભાષાના સમગ્ર પ્રવાહ ઉપર પોતાની અસર જમાવી દીધી હતી. તીરની જેમ હૈયા-સોંસરું ઊતરી જાય એવું વેધકપણું, દિલ અને દિમાગને હચમચાવી મૂકે એવું તેજીલાપણું અને લાગણીને થનગનાવી કે ઉશ્કેરી મૂકે એટલી હદનું જોશીલાપણું એ ગુજરાતી ભાષાને શ્રી શેઠના સૌરાષ્ટ્ર' સાપ્તાહિકની તથા એ સંસ્થાનાં બીજાં પ્રકાશનોની ભેટ છે એમ આધુનિક ગુજરાતી ભાષાનો ઇતિહાસ લખનારને કબૂલ્યા વગર નહીં ચાલે. શ્રી શેઠની પોતાની લેખનશૈલીનો વિચાર કરીએ છીએ, ત્યારે તો એમનું લખાણ અંતરને વલોવી નાખે એવું હોવા છતાં હંમેશાં શબ્દો કરતાં દલીલો ઉપર અને દલીલો કરતાં ય હકીકતોના નક્કર પાયા ઉપર જ ઊભા રહેવાનું પસંદ કરતા તેઓ આપણી નજરે ખડા થાય છે. વકીલ અને ન્યાયાધીશ જેવી તેમની કાબેલિયત અહીં આપણને પૂર્ણરૂપે જોવા મળે છે. અને આટલું હોવા છતાં, એમના નિકટ પરિચયમાં આવનાર સહુ કોઈ જાણે છે કે શ્રી શેઠના દિલમાં હંમેશાં હેતનું સરોવર હિલોળા માર્યા કરતું હતું. નિરાશા અને ઉદાસીનતાને તો જાણે તેઓ જાણતા જ ન હોય એમ હંમેશાં આશાભર્યા અને આનંદી રહેતા. કાળબળે એમને નિવૃત્તિ લેવરાવી તો ચાંદીવલીની અનેકવિધ ખિલવણીમાં એમણે પોતાની શક્તિઓને કામે લગાડી. નિષ્ક્રિય બેસી રહેવું એ એમના સ્વભાવથી વિરુદ્ધ હતું. આવા એક ભડવીર નરને આંસુની અંજલિઓ અધૂરી પડશે, પ્રશંસાનાં પુષ્પો પણ એના આત્માને નહીં સંતોષી શકે; એને તો ખપશે જે કાજે એ જીવ્યા અને ઝઝૂમ્યા એ માતૃભૂમિની આજીવન સાચી સેવાની આકરી પ્રતિજ્ઞા ! (તા. ૭-૮-૧૯૫૪) Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ અમૃત-સમીપે (૨) આદર્શ, સત્યનિષ્ઠ પત્રકાર શ્રી પરમાનંદભાઈ સર્વ જિન સમૂયં (સમગ્ર વિશ્વમાં સત્ય જ સારભૂત છે) –- સત્ય વગર સિદ્ધિ નથી, આનંદ નથી, શાંતિ નથી. સત્યની ઉપાસના એ જ જીવનની કૃતાર્થતા. પણ જીવનની સાધના માટે સત્યની ઉપાસના જેટલી અનિવાર્ય છે, એટલી જ મુશ્કેલ છે; કદાચ મુશ્કેલ હોવાને લીધે જ એનો આટલો મહિમા અને આટલો આગ્રહ હશે. - તેમાં ય ત્યાગી-વૈરાગી યોગી શાંત-એકાંત સ્થાનમાં, એકાગ્રતા સાધીને, અંતરતમ સત્યનો સાક્ષાત્કાર કરે એ એક વાત છે, અને સંસારમાં આધિ-વ્યાધિઉપાધિઓની અનેક જંજાળો વચ્ચે રહીને, પત્રકાર તરીકેનો કંટકછાયો માર્ગ પસંદ કરીને, અનેક ઘટનાઓ અને વિચારસરણીઓમાંથી સત્યનું દોહન કરવું અને વર્તનમાં એને વફાદાર રહેવું એ સાવ જુદી વાત છે. સત્યની ઉપાસના કરતાં કોઈનું પણ અકલ્યાણ થાય કે એમાં અસંસ્કારિતાની બદસૂરતી જન્મે તો સત્યની મંગલમયતા કે સ્વયં સત્યતા જ ઘવાયા વગર ન રહે. એટલા માટે તો “સત્યં શિવં સુન્દરમ' સૂત્રને જીવન અને સંસ્કૃતિનો એક ઉચ્ચ આદર્શ માનવામાં આવેલ છે. જીવનને સ- વિગ્નાનન્દ્રના અમૃતરસથી તરબોળ બનાવવાનું અમોઘ સાધન પણ આ જ આદર્શ છે. - શ્રીયુત પરમાનંદભાઈ કુંવરજીભાઈ કાપડિયા “સત્યં શિવં સુન્દરમ'ના આદર્શના આશક અને ઉપાસક પ્રાજ્ઞપુરુષ છે. એમના જીવનના અનેક પાસાં અને એમને પ્રિય અનેક રસો છે; અને પ્રસન્નતાપૂર્વક જીવન જીવવાની કળાના તેઓ કુશળ કલાકાર છે. આમ છતાં એક સત્યનિષ્ઠ પત્રકાર તરીકેની સફળ કારકિર્દી એ એમના જીવનની સર્વોપરિ વિશિષ્ટતા છે. એમ લાગે છે કે કલ્યાણકારી અને સોહામણા સત્યને સમજવાનું અને બીજાને સમજાવવાનું ઉત્તમ સાધન એમને પત્ર કે સામયિક લાગ્યું; એથી તેઓ પત્રકારત્વ તરફ વિશેષ આકર્ષાયા, અને સિદ્ધહસ્ત પત્રકાર બન્યા. શ્રી પરમાનંદભાઈના પ્રિયમાં પ્રિય માનસ-સંતાન “પ્રબુદ્ધજીવનને પચીસ વર્ષ પૂરાં થયાં, એથી આજે મુંબઈમાં એનો રજત-ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. એવા આનંદજનક અવસરે “પ્રબુદ્ધજીવનના પ્રણેતા અને પ્રાણ એવા શ્રી પરમાનંદભાઈનો થોડોક પરિચય આપવો અવસરોચિત લાગે છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરમાનંદભાઈ કાપડિયા ૩૪૩ વિદ્યા અને સંસ્કારિતાની ભૂમિ ભાવનગર શ્રી પરમાનંદભાઈનું મૂળ વતન. તા. ૧૮-૬-૧૮૯૩ના રોજ મોસાળ રાણપુરમાં એમનો જન્મ. એમનું કુટુંબ ખૂબ નામાંકિત; લક્ષ્મી, સરસ્વતી અને ધર્મસંસ્કારિતાનો વિલ ત્રિવેણીસંગમ આ કુટુંબમાં થયેલો. એમના પિતા શ્રી કુંવરજીભાઈ જૂની પેઢીના એક સાચા ધર્મી, જ્ઞાની અને સેવાભાવી ન૨૨ત્ન. સમભાવ, કાર્યદક્ષતા અને પરગજુપણાને લીધે તેઓ રાજ્યમાં અને પ્રજામાં સમાન રીતે આદરપાત્ર બનેલા; અને ગરવાઈ તો એવી કે એક હાથનું કર્યું બીજો હાથ ન જાણે ! કંઈક દુઃખિયાંઓ કે ભૂલેલાંઓની આપવીતીઓ એમના સાગરસમા પેટમાં કાયમને માટે સમાઈ ગઈ ! ધર્મ-કર્તવ્ય સમજીને એમણે કેટલાયનાં દુઃખ દૂર કર્યાં હશે; પણ મોઢેથી એની વાત ઉચ્ચારવાની કેવી ? સરળ, અને નમ્ર પણ એવા કે કોઈના પ્રત્યે ભૂલ થઈ ગઈ હોય તો સામે ચાલીને એમને ખમાવે ત્યારે જ એમને નિરાંત વળે ! જૈન ધર્મશાસ્ત્રોનો અભ્યાસ એમનો એવો ઊંડો કે સાધુ-સાધ્વીઓ પણ સંકોચ મૂકીને એમની પાસે ભણવા જાય. વિશાળ કુટુંબના વટ-વ્યવહાર અને વેપારનો પથારો કંઈ નાનાસૂના ન હતા ; પણ શ્રી કુંવરજીભાઈ એ બધાથી જળકમળની જેમ અલિપ્ત રહીને જિંદગીભર ધર્મની, જ્ઞાનની અને સમાજની સેવા કરતા રહ્યા. સાચે જ, તેઓ એક આદર્શ ધર્મસેવી હતા. આવું ઉત્તમ કુટુંબ અને આવા સંસ્કારી પિતાનો લાભ શ્રી પરમાનંદભાઈને નાનપણથી જ મળ્યો. શ્રી પરમાનંદભાઈનો આટલો વિકાસ થયો, એમનામાં સત્યપ્રિયતાનો આટલો ઉન્મેષ થયો અને તેઓ એક આદર્શ સત્યશોધક બન્યા, એનું બીજારોપણ કુટુંબના આ સંસ્કા૨વા૨સામાંથી જ થયું હતું. પોતાથી નાની-સરખી પણ ભૂલ થઈ ગયાનો કે ભૂલેચૂકે અસત્યનું સમર્થન કર્યાનો એમને ખ્યાલ આવે તો પછી એ ભૂલને ચાલુ રાખવાનું કે મમત, કદાગ્રહ કે ખોટી પ્રતિષ્ઠાના ખ્યાલથી એનું સમર્થન કરવાનું શ્રી પરમાનંદભાઈના સ્વભાવમાં જ નહિ; સત્યના શોધકને એમ કર્યું પાલવે જ નહીં. મૅટ્રિક સુધીનો અભ્યાસ શ્રી ૫૨માનંદભાઈએ ભાવનગરમાં કર્યો. આ અભ્યાસની સાથોસાથ ધર્મ, તત્ત્વજ્ઞાન જેવા વિષયોનું સંસ્કા૨પોષક અને સત્યદર્શક સાહિત્ય પણ તેઓ વાંચતા રહ્યા જાણે ભવિષ્યના સત્યશોધક તરીકેની પૂર્વતૈયારી કરતા રહ્યા. સને ૧૯૦૯માં, ૧૬ વર્ષની વયે મૅટ્રિકની પરીક્ષા પસાર કરીને આગળના અભ્યાસ માટે તેઓ મુંબઈ ગયા, અને ત્યાં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં રહીને એમણે સને ૧૯૧૩માં બી.એ.ની પરીક્ષા પસાર કરી. કૉલેજના સંપર્કે તો જાણે એમને જ્ઞાનના વિરાટ નિધિનું દર્શન કરાવ્યું, અને એમની જિજ્ઞાસાની અભિવૃદ્ધિ કરી. સને ૧૯૧૬માં તેઓએ એલએલ. બી.ની ડિગ્રી મેળવી. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪. અમૃત-સમીપે અભ્યાસકાળનો જિંદગી નો પહેલો તબક્કો પૂરો થયો હતો અને કમાણી કરવાનો અને ગૃહસ્થાશ્રમની જવાબદારી ઉઠાવવાનો સમય શરૂ થયો હતો. એમના કાકાના દીકરા શ્રી મોતીચંદભાઈ કાપડિયા એક નામાંકિત સોલિસિટર હતા, એટલે એમણે પણ સોલિસિટર બનવાનું નક્કી કર્યું, અને એમની પેઢીમાં જોડાયા. એક બાજુ અભ્યાસ પૂરો થયો હતો, પણ વાચન, લેખન, મનન અને જાહેર જીવનમાં એમને ખૂબ રસ જાગ્યો હતા. બીજી બાજુ દરેક વસ્તુને કે વિચારને સ્વતંત્રપણે-મૌલિકપણે વિચારવાની વૃત્તિને અને ઉન્નત વિચારોની ભૂમિકામાં વિચરણ કરવા તલસતી બુદ્ધિને વકીલ સોલિસિટર તરીકેનું બંધિયાર વાતાવરણ ભાવતું ન હતું. એટલે શ્રી પરમાનંદભાઈએ એ માર્ગ તજી દીધો. આમ છતાં અર્થોપાર્જન તો કરવાનું જ હતું ; એટલે એક-બે ધંધામાં કેટલોક સમય ગાળી આખરે તેઓ ઝવેરાતના ધંધા તરફ વળ્યા અને સ્થિર થયા : સત્યના પારખુએ પોતાની કળાનો વિકાસ જાણે ઝવેરાતના પારખુ તરીકે આરંભ્યો ! હોશિયારી, સૂઝ, કાર્યદક્ષતા અને નીતિમત્તા તો હતી જ, એટલે ઝવેરી તરીકે એમને પોતાના ધંધામાં સારી ફાવટ આવી ગઈ. પણ અર્થોપાર્જનમાં જ ગોંધાઈ રહે અને પૈસાથી જ સંતુષ્ટ થાય, એવો એકાંગી કે અર્થપરાયણ એમનો આત્મા ન હતો. શરૂઆતથી જ કળા અને સત્ય તરફ એમને ખૂબ આકર્ષણ હતું. એમનું રોમરોમ જાણે કળાના સૌંદર્યનો આનંદ માણવા તલસતું રહેતું, અને અસત્ય કે અસંસ્કારિતાને જોઈને કકળી ઊઠતું. કળા અને સત્યની ઉપાસનાની અદમ્ય ઝંખના ઉમર અને વાચન-ચિંતન વધતાં ગયાં એમ વધતી ગઈ; અને શ્રી પરમાનંદભાઈ જીવનને આનંદસભર બનાવવાની કળાના તો કસબી હતા. એટલે એ ઉપાસનાને સફળ કરવા જતાં ઝવેરાતના ધંધાને કંઈ ક્ષતિ પહોંચી તો એની એમણે ઝાઝી ચિંતા ન સેવી. પછી તો બન્યું એવું કે ધીમે-ધીમે ધંધો ઓછો થતો ગયો; આજે તો એ સાવ છૂટી ગયો છે, અને કળા અને સત્યની ઉપાસનાએ એમનાં સમગ્ર સમય અને શક્તિનો કબજો લઈ લીધો છે. અત્યારના નવી-નવી સાધનસામગ્રી અને અસહ્ય મોંઘવારીના જમાનામાં અર્થોપાર્જનના માર્ગથી શ્રી પરમાનંદભાઈ જ મુખ મોડી શકે ! જેનામાં મૌલિક ચિંતનશક્તિ અને ચિત્તની ઉદારતા જાગી ઊઠી હોય એ આપમેળે જ ક્રાંતિકારી વિચારસરણીને અપનાવે છે અને પ્રગતિરોધક જડતા કે રૂઢિચુસ્તતા સામે પોતાનો અવાજ ઉઠાવે છે. રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની લડત આવી અને શ્રી પરમાનંદભાઈ ૧૯૩૦-૩૨ની લડતમાં બે વાર જેલમાં જઈ આવ્યા. જૈનસમાજની રૂઢિગ્રસ્તતાને દૂર કરવા શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સને ૧૯૨૯માં સ્થાપના થઈ, તો શ્રી પરમાનંદભાઈને જાણે Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરમાનંદભાઈ કાપડિયા ૩૪૫ ભાવતું ભોજન મળી ગયું. અયોગ્ય દીક્ષા જેવા પ્રશ્નો સામે એમણે જબરી જેહાદ જગાવી. ૧૯૩૬માં અમદાવાદમાં જૈન યુવક સંઘના પ્રમુખપદેથી કરેલ ભાષણના બદલામાં એમને સંઘ-બહાર કરીને એમની ક્રાંતિપ્રિયતાની કદર કરવામાં આવી ! ૧૯૩૮માં મુંબઈ જૈન યુવક સંઘના બંધારણને વિશાળ બનાવવામાં આવ્યું ત્યારથી શ્રી પરમાનંદભાઈ એમાં ખૂબ આગળ-પડતો ભાગ લેવા લાગ્યા. આજે તો બધા ય ફિરકાના જૈનો ઉપરાંત જૈનેતરો માટે પણ યુવક-સંઘના દ્વાર ખુલ્લાં થયાં છે તે મુખ્યત્વે શ્રી પરમાનંદભાઈની વિશાળતાને કારણે. અત્યારના “પ્રબુદ્ધજીવન”નો જન્મ સને ૧૯૩૯માં “પ્રબુદ્ધ જૈન' તરીકે થયેલો. ત્યારથી તે છેક અત્યાર સુધી, વચમાં માત્ર એક વર્ષના અપવાદ સિવાય, એ પત્રનું સુકાન શ્રી પરમાનંદભાઈએ જ સંભાળ્યું છે. સને ૧૯૪૯માં જન્મભૂમિ'વાળા સૌરાષ્ટ્ર ટ્રસ્ટ “યુગદર્શન' નામે માસિક શરૂ કરીને એના તંત્રીપદે શ્રી પરમાનંદભાઈને નીમ્યા. જો આ માસિક ચાલુ રહ્યું હોત તો ગુજરાતમાં એ એક નમૂનેદાર સામયિક બની રહેત; પણ કુદરતનું સર્જન કંઈક જુદું જ હતું, એટલે છ મહિનામાં જ એ બંધ થયું. પરિણામે “પ્રબુદ્ધ જૈનને ફરી વાર શ્રી પરમાનંદભાઈના તંત્રીપણાનો લાભ મળ્યો, અને એનો ખૂબ વિકાસ થયો. “પ્રબુદ્ધ જીવન”ની વિકાસકથા જાણે શ્રી પરમાનંદભાઈની સત્ય-ઉપાસનાની વિકાસકથા છે. એ નીડરતા, એ નમ્રતા, એ સ્પષ્ટવાદિતા, એ સૌમ્યતા, એ મૌલિકતા અન્યત્ર વિરલ જણાય છે. ભાષા અને શૈલીની સરળતા, મધુરતા અને એકરૂપતા પણ દાખલારૂપ બની રહે એવી છે. “પ્રબુદ્ધજીવન” માટે સત્યલક્ષી, સંસ્કારપૂત અને સુરુચિપૂર્ણ સામગ્રીની સતત ચિંતા સેવતા શ્રી પરમાનંદભાઈને જોઈને મનમાં થઈ આવે છે કે પત્ર સાથે કેવી અદ્ભુત એકરૂપતા ! કોઈ હેતાળ માતા જેવી જ મમતાભરી ચીવટ શ્રી પરમાનંદભાઈ તેની રસસામગ્રી એકત્ર કરવામાં દાખવે છે. રમૂજ ખાતર કહેવું હોય તો કહી શકાય કે શ્રી પરમાનંદભાઈને એમની રાશિના નામવાળી પ્રવૃત્તિઓ સાથે ભારે મહોબ્બત છે – “પ્રબુદ્ધજીવન', પર્યુષણવ્યાખ્યાનમાળા, પ્રવાસ અને પર્યટન! પર્યુષણ વ્યાખ્યાનમાળાના એક-એક વકતા અને એનો વિષય પસંદ કરવામાં તો એ જાણે જીવ રેડે છે. એકલા કે બે-ચાર જણ સાથે પ્રવાસ કરવો કે ૨૫-૫૦-૧૦૦ જણનું મોટું પર્યટન ગોઠવવું એ તો એમનો જીવનનો મોટો આનંદ છે. પ્રકૃતિના સૌમ્ય કે રૌદ્ર રૂપના તેઓ ભારે પ્રશંસક છે. બળબળતો ઉનાળો એમને થકવી શકતો નથી, મુશળધાર ચોમાસુ એમને કંટાળો આપતું નથી, કે કડકડતી ટાઢ એમને થીજવી શકતી નથી. ડુંગરા કે પર્વતો તો હસતા-ખેલતા ચડી જાય છે. ૭૧ વર્ષની ઉંમરે પણ આવી ખડતલ છે એમની કાયા અને આવી જાગૃત છે એમની રુચિ. Page #369 -------------------------------------------------------------------------- ________________ - - --- ૩૪૩ અમૃત-સમીપે તેઓ જે કંઈ કરે છે તે નિજાનંદ ખાતર કરે છે, અને એનો લાભ દેશને આપે છે. સત્યના શોધકને સ્વાર્થી થવું પાલવે જ નહીં. વ્યવસ્થાશક્તિ, સેવાપ્રીતિ, સક્રિય કરુણાવૃત્તિ, મૈત્રીભાવના, નિર્દશવૃત્તિ, નામનાની કામનાનો અને મહાત્ત્વાકાંક્ષાનો અભાવ, કાર્યનિષ્ઠા, નીડરતા વગેરે ગુણોએ એમને અનેક મહાપુરુષોની મિત્રતા મેળવી આપી છે અને અનેક સંસ્થાઓના સંચાલનમાં મોભાભર્યું સ્થાન અપાવ્યું છે. શ્રી પરમાનંદભાઈના દાંપત્યની એક વિશેષતા અતિવિરલ છે. એમને પાંચ પુત્રીઓ છે અને પુત્ર એકે ય નથી, છતાં એમણે કે ભદ્રપરિણામી શ્રીમતી વિજયાબહેને ક્યારેય એ વાતનો અફસોસ કર્યો નથી; ઊલટું, પોતાની પુત્રીઓને એમણે પુત્રો કરતાં સવાઈ રીતે સંસ્કારી અને શિક્ષિત બનાવી છે. એમને લગ્નમાં પણ એમણે એટલી જ મોકળાશ આપી છે. શ્રી પરમાનંદભાઈની આ જ સાચી સુધારકતા ! આવા એક સત્યપરાયણ, નિષ્ઠાવાન અને સૌના મિત્ર જેવા પુરુષને ક્યારેક કોઈક નાસ્તિક કે મિથ્યાત્વી કહે છે ત્યારે સહેજે હસવું આવે છે. મન-વચનકાયામાં કલ્યાણગામી એકરૂપતા રાખે તે મિથ્યાત્વી કે મનમાં કંઈક, બોલવું બીજું અને વર્તવું ત્રીજી રીતે – એ મિથ્યાત્વી ? શાસ્ત્ર તો સાફ કહ્યું છે : “સાચામાં સમકિત વસે છે, માયામાં મિથ્યાત્વ.” ૧૪-૧૧-૧૯૯૪) (૩) જીવનનિષ્ઠ પત્રકાર શ્રી ખીમચંદભાઈ વોરા શ્રી અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના સાપ્તાહિક મુખપત્ર “જૈન-પ્રકાશ'ના અને શ્રી સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના માનાર્હ મંત્રી શ્રીયુત ખીમચંદભાઈ મગનલાલ વોરાનું, તા. ૧૨-૯-૧૯૭૬ના રોજ, મુંબઈમાં સ્વર્ગગમન થતાં, નિજાનંદની ખાતર, આત્મસંતોષની ખાતર, તેમ જ નિઃસ્વાર્થ ભાવે, અનેકવિધ સેવાઓ કરવાની સહજ ભાવના ધરાવનાર અને આવા સેવાયજ્ઞ દ્વારા પોતાનાં તન-મન-ધન તથા સમગ્ર જીવનને ધન્ય કરી જાણનાર એક મહાનુભાવ સદાને માટે આપણાથી જુદા થઈ ગયા છે. સ્થાનકવાસી ધર્મ, સંઘ અને પરંપરા સંબંધી માહિતીનો, એના યોગક્ષેમની પ્રણાલિકાઓની જાણકારીનો તથા એનાં આંતરિક બળાબળની મર્મગ્રાહી સમજણનો તો શ્રી ખીમચંદભાઈ વોરા ખજાનો જ હતા. પોતાના ધર્મ અને સંઘને સ્પર્શતા પ્રશ્નોને સમજવાની અને યથાશક્ય એના ઉકેલો શોધવાની એમની સૂઝ Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રી ખીમચંદભાઈ વોરા ૩૪૭ બૂઝ અસાધારણ કહી શકાય એવી હતી. તેઓ જ્યારે પણ આવા કોઈ પ્રશ્નો કે પ્રસંગોની છણાવટ કરતા, ત્યારે વાચકને એની વ્યાપકતાનો ખ્યાલ આપવાની સાથે-સાથે એના ઊંડામાં ઊંડા મર્મસ્થાન સુધી ખેંચી જઈ શકતા હતા. આમ થવામાં એમની તેજસ્વી બુદ્ધિનો હિસ્સો હતો જ, પણ એના કરતાં ય વધારે હિસ્સો એમની શ્રદ્ધાપૂત ધર્મબુદ્ધિનો તથા જીવન સાથે એકરૂપ બની ગયેલ ધર્મરુચિ અને ધાર્મિકતાનો હતો. આ ઉપરથી વિના અતિશયોક્તિએ કહી શકાય કે એમણે એક ધાર્મિક વિચારક તરીકેનું જીવન જીવીને સંતોષ માની લેવાને બદલે જીવન સાથે ધર્મને એકરૂપ બનાવવાનો પુરુષાર્થ કરીને પોતાની કારકિર્દીને વિશેષ યશોવલ બનાવી હતી. આ દૃષ્ટિએ વિચાર કરતાં લાગે છે કે શ્રી ખીમચંદભાઈના સ્વર્ગવાસથી સ્થાનકવાસી સંઘને એક હિતચિંતક અને સદા જાગૃત, સદ્ભાવનાશીલ, નિષ્ઠાવાન, કર્તવ્યપરાયણ કાર્યકરની એટલી મોટી ખોટ પડી છે કે જે જલદી પુરાઈ શકવાની નથી. પણ શ્રી ખીમચંદભાઈ કેવળ એક ધર્મ-સંઘના કાર્યકર કે આગેવાન હતા એટલું જ કહીએ કે માની લઈએ તો એમની સેવાવૃત્તિને પૂરો ન્યાય આપ્યો ન કહેવાય; અલબત્ત, સ્થાનકવાસી ધર્મ અને સંઘની સેવા એમના અંતરમાં મુખ્ય સ્થાને હતી. છતાં તેઓની સમાજકલ્યાણની સામાજિક દૃષ્ટિ અને રાષ્ટ્રહિતની રાષ્ટ્રીય દૃષ્ટિ પણ સારા પ્રમાણમાં વિકસેલી હતી. તેથી તેઓ આવા પ્રશ્નોની પણ અવારનવાર છણાવટ કરતા રહેતા હતા, અને એના ઉકેલના ઉપાયો પણ કહેતા રહેતા હતા. વળી, શ્રી ખીમચંદભાઈ શિક્ષણ અને સાહિત્ય તરફ પણ ઘણો અનુરાગ ધરાવતા હતા. આ બંને વિષયો જીવન-ઘડતરના અને સંસ્કારિતાના પાયારૂપ વિષયો હતા એ તેઓ બરાબર જાણતા હતા, અને તેથી એને સમાજમાં સમુચિત સ્થાન અને પ્રોત્સાહન મળે એ માટે હંમેશાં પ્રયત્ન કરતા રહેતા હતા. એક અખબારના તંત્રી તરીકે તેઓ જેમ લેખક તથા ચિંતકરૂપે વિખ્યાત બન્યા હતા, તેમ એમણે કેટલીક નાટક-નાટિકારૂપ કૃતિઓ રચીને સાહિત્ય-સર્જનના ક્ષેત્રે પણ કેટલોક ફાળો આપ્યો હતો. આ બધા ઉપરાંત શ્રી ખીમચંદભાઈની ઉદારતા અને દાનપ્રિયતા એમના પ્રત્યે વિશેષ આદર અને બહુમાનની લાગણી ઉત્પન્ન કરે એવી હતી. તેઓ આર્થિક દૃષ્ટિએ સુખી હતા, છતાં એમણે કરેલ સખાવતોની યાદી જોતાં કદાચ એમ કહી શકાય કે એમની આવકની સરખામણીમાં એમની દાનવૃત્તિ આગળ વધી જાય એવી હતી. સૌરાષ્ટ્રના ઝાલાવાડમાંના એમના વતન ગૌતમગઢમાંની તથા અન્ય સ્થાનોની પણ અનેક સંસ્થાઓ આ વાતની સાક્ષી પૂરે છે. (તા. ૨-૧૦-૧૯૭૯) Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ અમૃત-સમીપે (૪) પ્રતિભાશીલ પત્રકાર શ્રી ભીખાભાઈ કપાસી ચારેક મહિના પહેલાં, દિલ્હીમાં સાઠેક વર્ષની ઉંમરે શ્રી ભીખાલાલ ભાયચંદ કપાસીનું શોકજનક અવસાન થતાં આપણને એક ઉત્સાહી કાર્યકર અને જૈનોની એકતાના હિમાયતી મહાનુભાવની ખોટ પડી છે. તેમાં ય છેલ્લા બે દાયકા દરમિયાન તેઓએ દિલ્હીમાં એક સમર્થ અને કુશળ પત્રકાર તરીકે જે નામના મેળવી હતી અને જૈન સમાજનો અભ્યદય સાધવાની એમનામાં જે તમન્ના હતી, એનો લાભ જૈન સમાજને અનેક રીતે મળતો હતો. આ દૃષ્ટિએ એમના અવસાનનો વિચાર કરતાં તો એમ જ લાગે છે કે દિલ્હીમાં જૈનસંઘના એક શક્તિશાળી પ્રતિનિધિની આપણને ખોટ પડી છે ! તેઓનું વતન સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રા શહેર. તા. ૪-૪-૧૯૦૯ ને રોજ એમનો જન્મ થયો હતો. બુદ્ધિ તેજસ્વી હતી, અને કાર્યશક્તિ અને આપસૂઝ પણ ઘણી હતી. વીસ વર્ષની ઉંમરે શ્રી કપાસી અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી સ્નાતક થયા, અને એમનો વ્યવસાય-સમય શરૂ થયો. પહેલી જ કામગીરી એમણે સ્વનામધન્ય દેશભક્ત શ્રી મણિલાલ કોઠારીના ખાનગી મંત્રી તરીકેની સ્વીકારી. પૂરી ખબરદારી અને સમર્પણની ભાવનાથી બજાવી શકાય એવું આ કામ હતું. દેશભક્તિના પાઠ શ્રી કપાસીએ અહીં ગ્રહણ કર્યા. બે વર્ષ પછી ઓખાના મીઠાના કારખાનામાં સહમંત્રી તરીકે તેઓ જોડાયા. એકાદ વર્ષ પછી જ, ૨૪-૨૫ વર્ષની ઉંમરે, ખાસ ખબરપત્રી અને પત્રકાર તરીકેની એમની ઉજ્વળ કારકિર્દીની શરૂઆત થઈ. ૧૯૩૩માં તેઓએ “બૉમ્બે ક્રોનિકલ’, ‘મુંબઈ સમાચાર', “ફ્રી પ્રેસ જરનલ” વગેરેના ખાસ ખબરપત્રી તરીકે કામ શરૂ કર્યું. ૧૯૩૯માં તેઓ તે વખતના વડોદરા-રાજ્યના માહિતીખાતાના મદદનીશ અધિકારી તરીકે જોડાયા. ૧૯૪૦માં તેઓ ભારત-સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના મદદનીશ માહિતીઅધિકારી તરીકે દિલ્હી ગયા; ત્યારથી તેઓનો કાયમી વસવાટ દિલ્હીમાં થયો. ૧૯૪૬માં આ કામગીરી છોડીને તેઓએ ખબરપત્રી તરીકેનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો અને અનેક વર્તમાનપત્રોના એક પ્રતિષ્ઠિત ખબરપત્રી તરીકે ખૂબ નામના મેળવી. પાર્લામેન્ટના ખબરપત્રી તરીકે પણ એમણે સફળ કામગીરી બજાવી છે. શ્રી કપાસી એક સફળ પત્રકાર અને વ્યવસાયી ખબરપત્રી હોવા ઉપરાંત એમને સમાજસુધારા અને ભ્રાતૃભાવના વિકાસમાં જીવંત રસ હતો. એ રીતે તેઓ દિલ્હીની જૈન અને જૈનેતર સંસ્થાઓ સાથે સંકળાયા હતા, અને ક્રમે-ક્રમે, બની શકે એટલી સમાજની સેવા કરવાની એમની જાહેર પ્રવૃત્તિ વિકસતી જતી હતી. દિલ્હીની ગુજરાત એજ્યુકેશન સોસાયટી, નવી દિલ્હીની ગુજરાતી ક્લબ, દિલ્હીનો Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચાંપશીભાઈ ઉદેશી ૩૪૯ ગુજરાતી સમાજ, જૈનસભા, જૈન એસોસિએશન, પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયા, પ્રેસ એસોસિયેશન, કૉન્સ્ટિટ્યૂશન ક્લબ, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ વર્લ્ડ અફેર્સ, ઇન્ટરનેશનલ કલ્ચરલ ફોરમ જેવી સંખ્યાબંધ સાંસ્કૃતિક અને સામાજિક સંસ્થાઓ સાથે તેઓ એક યા બીજા રૂપે જોડાયેલા હતા; અને એ રીતે દેશની તેમ જ સમાજની પ્રગતિમાં પોતાનો અદનો ફાળો આપતા રહેતા હતા. સને ૧૯૬૦માં સ્થપાયેલ “જૈન મિલન” અને “ગુજરાત મિત્રમંડળ'ના તેઓ સ્થાપક સભ્ય હતા. વળી, શ્રી કપાસીને દેશના અર્થશાસ્ત્રનું અને ઉદ્યોગોનું પણ સારું જ્ઞાન હતું. તેથી તેઓને દેશના આગળ પડતા ઉદ્યોગપતિઓ સાથે, ઉદ્યોગ-મંડળો સાથે, તેમ જ ઉદ્યોગો સાથે નોંધપાત્ર સંબંધ હતો. એમણે “ઇકોનોમિક ટ્રેઝ એન્ડ ઇન્ડિકેશન' નામનું એક પત્ર પણ શરૂ કર્યું હતું. આ રીતે શ્રી કપાસીએ દિલ્હીમાં પોતાની ધંધાકીય અનેકવિધ કાર્યવાહી દ્વારા તેમ જ વિવિધ ક્ષેત્રને સ્પર્શતી જાહેર સેવાપ્રવૃત્તિ દ્વારા – એમ બંને રીતે પોતાની કારકિર્દીને ઉજ્વળ બનાવી હતી, અને પોતાના મિત્રો અને પરિચિતોના વિશાળ વર્તુળમાં સૌજન્ય અને સૌહાર્દની ખૂબ સુવાસ પ્રસરાવી હતી. જૈન સમાજની દૃષ્ટિએ એમની સેવાઓ ખૂબ કીમતી હતી. ખાસ કરીને દિલ્હીના જૈન ફિરકાઓમાં એકતાની ભાવનાને વહેતી કરવામાં અને એ રીતે દેશમાં જૈન ફિરકાઓમાં એક્તાની ભાવનાને વેગ આપવામાં શ્રી કપાસીએ જે ફાળો આપ્યો છે તે નોંધપાત્ર છે. આજે જ્યારે જૈન ફિરકાઓની એકતા માટે વિશેષ પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે શ્રી કપાસીની સેવાઓ વિશેષ યાદ આવે છે, અને એમની વિદાય વિશેષ વસમી લાગે છે. (તા. ૧૨-૪-૧૯૬૯) (૫) સ્વસ્થ કાર્યનિષ્ઠાને વરેલા શ્રી ચાંપશીભાઈ ઉદ્દેશી દૃષ્ટિ ઉદાર, વિશાળ અને સત્યશોધક હોય, વૃત્તિ કોઈનું પણ ભલું કરવાની હોય અને કાર્યશક્તિ મુજબ કાર્યક્ષેત્ર પસંદ કરીને એમાં પૂર્ણયોગથી નિષ્ઠાપૂર્વક જોડાઈ જવાની ઝંખના હોય, તો જીવન કેવું મંગલમય અને સફળતાથી શોભતું બની શકે છે, એનું પ્રેરક અને બોલતું ઉદાહરણ સુપ્રસિદ્ધ “નવચેતન' માસિકના તંત્રી સ્વનામધન્ય શ્રીયુત ચાંપશીભાઈ વિઠ્ઠલભાઈ ઉદેશીના જીવનમાં જોવા મળે છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ અમૃત-સમીપે - શ્રી ચાંપશીભાઈએ આજથી ૫૦ વર્ષ પહેલાં, સને ૧૯૨૨માં, ગુજરાતી ભાષામાં “નવચેતન' માસિક ગુજરાતથી ખૂબ દૂર છેક કલકત્તામાં શરૂ કર્યું, ત્યારે “વીસમી સદી' માસિક ચલાવવામાં, ગુર્જર ભાષા અને સાહિત્યના પરમ ઉપાસક નરરત્ન શ્રીયુત હાજી મહમ્મદ અલારખિયા શિવજી આર્થિક રીતે ખુવાર થઈ ગયા હતા; બલ્ક, શહીદ થઈ ચૂક્યા હતા. આ દાખલો નવું માસિક શરૂ કરવાની હિંમતને પાછી પાડી દે એવો હતો. છતાં શ્રી ચાંપશીભાઈ પ્રશાંત અડગતા, ખંત, ધીરજ, ચીવટ, ઝીણવટ અને ગમે તેવી મુસીબતોના ઘેરાવાને બરદાસ્ત કરી લેવાની અસાધારણ તિતિક્ષાથી આ માસિકની, એક સાત ખોટના સંતાન જેવા વહાલથી, સતત માવજત અને રખેવાળી કરતા રહ્યા. પરિણામે “નવચેતન' માસિક એની યશસ્વી અને લોકપ્રિય કારકિર્દીનાં ૫૦ વર્ષ પૂરાં કરીને ૫૧મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો, અને થોડા દિવસો પહેલાં જ (તા. ૧૪-૫-૧૯૭૨ના રોજ), અમદાવાદમાં જ્ઞાનતપસ્વી બહુશ્રુત વિદ્વાન પ્રોફેસર ફિરોજ કાવસજી દાવરના પ્રમુખપદે આ માસિકનો સુવર્ણમહોત્સવ ઊજવવામાં આવ્યો. શ્રી ચાંપશીભાઈની સુદીર્ઘકાલીન ધ્યેયનિષ્ઠ વિદ્યાતપસ્યાનું જ આ સુપરિણામ લેખી શકાય. જ્યાં જાહેર સંસ્થાઓ દ્વારા ચાલતાં માસિક-દ્વિમાસિકોને પણ નિયમિત રીતે ચાલુ રાખવાનું અને એના આર્થિક બોજને પહોંચી વળવાનું કામ બહુ જ કપરું લેખાતું હોય, ત્યાં વ્યક્તિગત માલિકીનું અને વ્યક્તિગત આર્થિક જવાબદારી ધરાવતું “નવચેતન' ૫૦ વર્ષની અરધી સદીની મજલ પૂરી કરીને પોતાની કૂચ આગળ ચાલુ રાખે એ સાહિત્યજગતમાં વિરલ – અતિવિરલ અને હંમેશને માટે વિશેષ નોંધપાત્ર એવી ઘટના છે. પોતાના સંતાનસમા “નવચેતન” માસિકને આ રીતે અખંડિતપણે ચાલુ રાખવામાં શ્રી ચાંપશીભાઈને કેટલી ધ્યેયનિષ્ઠા કેળવવી પડી હશે, ઘડિયાળ જેવી કેવી નિયમિતતા સાચવવી પડી હશે અને માસિકના ધોરણને સાચવી રાખવા માટે કેટલી જાગૃતિ રાખવી પડી હશે અને કેટલી જહેમત ઉઠાવવી પડી હશે એની તો કેવળ કલ્પના જ થઈ શકે. શ્રી ચાંપશીભાઈએ નવચેતન'ને પોતાનું જીવન અને સર્વસ્વ માનીને એને ઉન્નત બનાવવા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું હતું. નવચેતન' આ રીતે ટકી રહ્યું અને પોતાની લોકપ્રિયતાને જાળવી શક્યું એમાં શ્રી ચાંપશીભાઈની આવી નિષ્ઠાભરી કામગીરીનો તો મુખ્ય ફાળો ખરો જ; ઉપરાંત, પોતાનું માસિક કેવળ વિદ્વાનો અને સાક્ષરોને જ ઉપયોગી થાય એવું દુર્વાચ્ય ન બને તેમ જ કેવળ સામાન્ય જનસમૂહનું મનોરંજન કરવા જેટલી નીચી કક્ષાએ પણ ન ઊતરી જાય એની પૂરી ખબરદારી રાખીને એને મધ્યમ કક્ષાના સુવાચ્ય અને રસપ્રદ સામયિકનું સ્વરૂપ આપ્યું તે કારણ પણ ખરું. આ દૃષ્ટિએ Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચાંપશીભાઈ ઉદેશી ૩પ૧ મૂલવતાં “નવચેતન'નું સંપાદન બીજાં સામયિકો માટે દાખલારૂપ બની રહે એવું છે એમ જરૂર કહી શકાય. શ્રી ચાંપશીભાઈનું મૂળ વતન સૌરાષ્ટ્રમાં ગોંડલ શહેર. એમનો જન્મ વિ. સં. ૧૯૪૮ના ચૈત્ર વદિ ૧૨ના રોજ ટંકારા ગામમાં થયેલો. કુટુંબની સ્થિતિ સાધારણ, એટલે એમના પિતા શ્રી વિઠ્ઠલદાસભાઈને કલકત્તા જવું પડ્યું. એમની સાથે ચાર જ વર્ષની વયે શ્રી ચાંપશીભાઈ પણ કલકત્તા ગયા, અને મૅટ્રિક સુધી ત્યાં જ અભ્યાસ કરીને વ્યવસાયમાં જોડાયા. જિંદગીની શરૂઆતથી જ મર્યાદિત આવકમાં સાદાઈપૂર્વક જીવવાની એમને જે તાલીમ મળી, તેથી એમના જીવનમાં સાદગી અને ઉત્તમ વિચારોનો સમન્વય સધાઈ ગયો. કલકત્તામાં ગુજરાતી ભાષાનું પ્રેસ ચલાવવું એ પણ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ હતું; પણ એથી શ્રી ચાંપશીભાઈ પાછા ન પડ્યા. આ કાર્યમાં શ્રી ચાંપશીભાઈનું એક સાહિત્યસર્જક તરીકેનું ખમીર પણ એમની વહારે આવ્યું હોય એમ લાગે છે. શ્રી ચાંપશીભાઈએ કવિતા, નાટક, વાર્તાઓ, નવલકથાઓ અને નિબંધરૂપે ગુજરાતને સારી એવી સાહિત્યપ્રસાદી તેમ જ કળાસામગ્રી પણ આપી છે. આ બધાની પાછળ “મારું “નવચેતન” સુવાચ્ય કેમ બને અને ચિરકાળ સુધી ટકી કેમ રહે” એ જ શ્રી ચાંપશીભાઈની ઝંખના રહી છે. પોતાના સંતાનને તંદુરસ્ત અને દીર્ઘજીવી બનાવવા માતા જેમ ઠેર-ઠેર ફરવામાં થાકતી નથી, તેમ શ્રી ચાંપશીભાઈ “નવચેતન'ને માટે વડોદરા અને અમદાવાદમાં સ્થિર થયા એ વાતને પણ ૨૩-૨૪ વર્ષ થવા આવ્યાં. ૮૧ વર્ષના ચાંપશીભાઈમાં છે ૫૧ વર્ષનાં “નવચેતન'ને સમૃદ્ધ કરવાની એવી જ ઝંખના અને એ માટે રોજ સાત-આઠ કલાક કામ કરવાની એવી જ ફૂર્તિ ! પ્રભુના કૃપાપ્રસાદનું આથી મોટું બીજું કયું પ્રમાણપત્ર ? . (તા. ૨૦-૫-૧૯૭૨) Page #375 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યકારો (૧) અજર-અમર સાક્ષર શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી માત ગુર્જરીના સાક્ષર-સપૂત સ્વ. શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીના જન્મને સો વર્ષ પૂરાં થાય છે તે વખતે એમને અપાતી અંજલિઓમાં આપણો સાથ પુરાવવો એ આપણા માટે ઉચિત જ નહીં, કર્તવ્યરૂપ પણ લેખાય. છેલ્લાં સો વર્ષ દરમિયાન ગુજરાતમાં જે સાક્ષરશિરોમણિઓ થઈ ગયા, એમાં શ્રી ગોવર્ધનરામભાઈનું નામ સોનેરી અક્ષરોથી લખાયેલું છે, અને ગુર્જર નર-નારીઓનાં હૈયામાં ચિરકાળપર્યત જડાયેલું રહેશે. વિદ્યાની નિર્ભેળ, નિરીહ અને પાછલાં વર્ષોમાં અખંડ ચાલેલી વિદ્યાઉપાસનાની કસોટીએ અણીશુદ્ધ પાર ઊતરીને શ્રી ગોવર્ધનરામભાઈ સાચા અર્થમાં બ્રાહ્મણ પુરવાર થયા હતા. ગુજરાતની ભૂમિમાં વિરલ જોવા મળતી અને અત્યારે તો વધુ ને વધુ વિરલ બનતી જતી સરસ્વતી-ઉપાસનાનો આકરો માર્ગ સામે મોંએ સ્વીકારીને શ્રી ગોવર્ધનરામભાઈએ આપણી સમક્ષ વિદ્યા-સેવાનો અતિ ઉચ્ચ આદર્શ રજૂ કર્યો છે. ચાલીસ-બેંતાલીસ વર્ષની, ભાગ્યદેવીનો “કૃપા-પરિપાક' કરતી વયે, કમાણી જ્યારે ઘરના આંગણે આવીને ખડી થઈ હતી, અને બીજી બાજુ કુટુંબની અને પોતાની જીવનનિર્વાહની ઓછામાં ઓછી જરૂરિયાતો પણ પૂરી કરવા માટે નાણાંની તંગીનો અનુભવ કરવો પડતો હતો, એવે વખતે પણ લક્ષ્મીના લોભામણ માર્ગે સરકી ન જતાં, સરસ્વતીદેવીના મંદિરમાં એક સાચા પૂજારી બનીને બેસી જનાર આ પુરુષરત્નના સાહસની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે; આ સાહસ તો સુખ-સગવડનો માર્ગ મૂકીને સામે મોંએ ગરીબીને નોતરવાનો ભારે કઠણ માર્ગ હતો. પણ એમણે તો સરસ્વતીની ઉપાસનાથી પ્રાપ્ત થતી વિદ્યા Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી ૩૫૩ સિદ્ધિનાં એવાં તો અનુપમ અને ભવ્ય દર્શન કર્યા હોવાં જોઈએ, કે મરજીવાઓની જેમ, આવી મુસીબતો એમને મન કશી વિસાતમાં ન હતી. અને સરસ્વતીમાતા પોતાના આવા સાચદિલ, સર્વસ્વનું સમર્પણ કરનાર બહાદુર ભક્ત ઉપર પ્રસન્ન ન થાય તો બીજા કોની ઉપર થાય ? એ પણ જાણે એમના અંતરમાં અવતરીને એમની લેખિની વાટે એવા અદૂભુત રૂપે પ્રગટ થવા લાગ્યાં કે એમનો આ ભક્ત અજર-અમરપદને વરી ગયો ! સાક્ષરો તો અનેક થઈ ગયા; આજે પણ છે. વિદ્યા-સિદ્ધિ અને પાંડિત્યની ઊંચી ટોચે પહોંચેલા એવા સાક્ષરશિરોમણિઓ પણ અનેક થઈ ગયા; પણ પોતાની અજબ વિદ્યાઉપાસનાને બળે સાહિત્યસ્વામી ગણાવાની સાથે-સાથે લોકહૃદયના પણ સ્વામી લેખાવાનું સદ્ભાગ્ય તો વિરલા સરસ્વતીપુત્રને જ સાંપડે છે. શ્રી ગોવર્ધનરામભાઈ આવા સરસ્વતીપુત્ર હતા. શ્રી ગોવર્ધનરામને સંભારીએ છીએ અને આપણા હૃદયપટ પર “સરસ્વતીચંદ્ર'નું નામ અંકિત થઈ જાય છે. અને “સરસ્વતીચંદ્ર'ને વાગોળીએ છીએ તેમ શ્રી ગોવર્ધનરામનું અજર-અમરપણું હૈયે વસે છે. સરસ્વતીચંદ્ર' છે તો નવલકથા. ગુજરાતી સાહિત્યમાં અત્યારે તો ઢગલાબંધ નવલકથાઓ પ્રગટ થયેલી છે, પણ સરસ્વતીચંદ્ર'નું સ્થાન તો એના કર્તાની જેમ અજર-અમર બની ગયું છે. એ પુસ્તક પૂરેપૂરું પ્રગટ થયાને પાંચેક દાયકા કરતાં ય વધુ વર્ષો વહી ગયાં, છતાં એનું સ્થાન તો લોકહૃદયમાં આજે પણ એનું એ જ છે. “પગલે-પગલે જે અવનવું-તાજું ભાસે એનું નામ જ સૌંદર્ય” - “સરસ્વતીચંદ્રને આવું શાશ્વત સૌંદર્ય વરેલું હોઈ એનું તેજ વધુ ને વધુ ઝળહળવા લાગ્યું છે. એનાં પાત્રો, એનાં પ્રસંગચિત્રો, એનાં વર્ણનો જાણે આજે પણ લોકહૃદયનાં તરવરતાં પ્રતિબિંબો પાડે છે. લોકજીવનની સામાન્ય, મધ્યમ, ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ – દરેક પ્રકારની કોટી એ ગ્રંથમણિમાં સંક્રાન્ત થયેલી છે, અને તેથી એ સમાજનાં વિવિધ સંસ્કારો અને ભાવનાઓનો એક મહાખજાનો બની ગયેલ છે; જેને જે જોઈએ એ સાંપડી રહે એવી અદ્ભુત છે એ નવલ. સંસારીઓને સારા સંસારની શિખામણ અને તત્ત્વવાંછુઓને જીવનદર્શન, સમાજદર્શન અને વિશ્વદર્શનના બોધપાઠો એમાં મળી રહે છે. અને આટલું જ શા માટે ? આપણા મહાકવિ નાનાલાલે તો આ નવલકથાને જગત-કાદંબરીઓ(નવલકથાઓ)માં અમરપદ બક્યું છે; અને તે સાચી રીતે જ બહ્યું છે. સરસ્વતીચંદ્રની એમણે ગાયેલી બિરદાવલીમાં હજારો-લાખો ગુર્જર નર-નારીઓનાં અંતરની ઊર્મિ એમણે વ્યક્ત કરી છે. આને તો નવલકથા નહીં પણ મહાનવલકથા – મહાકાદંબરી જ કહી શકાય. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ અમૃત-સમીપે વળી લોકસમૂહ ભલે શ્રી ગોવર્ધનરામભાઈને “સરસ્વતીચંદ્ર'ના સખા તરીકે પિછાણે; પણ એમનું સાહિત્યસર્જન કંઈ આટલું જ ન હતું. અલબત્ત, સરસ્વતીચંદ્ર' તો એમની લોકકલ્યાણની, સમાજઘડતરની અને રાષ્ટ્રસેવાની અદમ્ય ભાવનાઓમાંથી જન્મેલું મોંઘેરું, લાડકવાયું અને સર્વજનપ્રિય માનસ સંતાન હતું એ સાચું છે. પણ એ ઉપરાંત પણ એમણે વિદ્વત્તાની આકરી કસોટીએ પાર ઊતરે એવું બીજું સાહિત્ય પણ નિર્માણ કર્યું હતું. એમણે રચેલ “સાક્ષર-જીવન” અને “દયારામનો અક્ષરદેહ' એમની ચિંતનશીલતાની સાખ પૂરે છે, “સ્નેહમુદ્રા' એ એમની કવિ તરીકેની ખ્યાતિના ગુણગાન કરે છે અને “લીલાવતી-જીવનવિસ્તાર” જીવનચરિત્રના સફળ અને સહૃદય આલેખનકાર તરીકે એમને બિરદાવે છે. એમણે લખેલ “અધ્યાત્મજીવન' તો હજી એમના જન્મદિવસે જ પહેલી વાર પ્રગટ થયું છે. આ ઉપરાંત નાનામોટા અનેક લેખો એમણે લખ્યા છે. આમ શ્રી ગોવર્ધનરામભાઈ એક વ્યક્તિ મટીને ગુર્જરભૂમિની ભાવના અને સંસ્કારના પ્રતીક સમા બનીને લોકહૃદયમાં સદાને માટે સંઘરાઈ ગયા છે. આવા સ્વનામધન્ય પુરુષો માટે જ પેલા કવિએ ગાયું છે : નતિ ચેષ અશકાશે નરમરનું * : (આવા પુરુષોના કીર્તિદેહને જરા કે મરણ સ્પર્શી શકતાં નથી.) (તા. ૨૯-૧૦-૧૯૫૫) (૨) ગુર્જર સરસ્વતી અને સંસ્કારિતાને ખીલવનાર સાક્ષરરત્ન શ્રી “ધૂમકેતુ ગરવી ગુર્જરભૂમિના ખ્યાતનામ વાર્તાકાર શ્રી “ધૂમકેતુ’નું અમદાવાદમાં તા. ૧૧-૩-૧૯૯પને ગુરુવારના રોજ રાત્રે ૭૩ વર્ષની વયે સ્વર્ગગમન થયું છે, અને મહાગુજરાતની પ્રજાને એક સંનિષ્ઠ સાહિત્યસર્જકની ખોટ પડી છે. ગુજરાતની ભૂમિ તો શ્રી, સરસ્વતી અને સંસ્કારિતાના ત્રિવેણીસંગમનું પુણ્યતીર્થ છે. સમયે-સમયે એના સપૂતોએ આ સંસ્કારવારસાને સવાયો કરવામાં પોતાના જીવનની સદા ધન્યતા અનુભવી છે. સંતો, સતીઓ, શૂરાઓ, સેવકો, સાક્ષરો અને શ્રીમંતો - એ છે કે ગુજરાતના સંસ્કારવારસાના રખેવાળો અને પ્રોત્સાહકો રહ્યા છે. આજે પણ આવાં ભાવનાશીલ અને ધર્મપરાયણ નર-નારીઓ જ ગૂર્જરભૂમિનું પરમ ધન છે; અને એથી જ એ ગૌરવવંતી છે. સ્વર્ગસ્થ શ્રી ધૂમકેતુ મહાગુજરાતના આવા જ એક સ્વનામધન્ય અમર સપૂત છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રી “ધૂમકેતુ' ૩૫૫ તેઓ એક સમર્થ સાહિત્યસર્જક તો હતા જ હતા, અને વાર્તાકારોમાં તો એ શિરોમણિ કે સમ્રાટ જેવું બહુમાનભર્યું સ્થાન ધરાવતા હતા; પણ એક ભવ્ય, યશોજ્વળ અને કર્તવ્યનિષ્ઠ જીવન જીવી જાણનાર તરીકે તો તેઓ એથી ય અનેકગણા વિશેષ હતા. આ વિશેષતાએ જ કદાચ એમના સાહિત્યસર્જનને ખમીરવંતું બનાવ્યું હશે. પરિસ્થિતિ અનુકૂળ મળી કે પ્રતિકૂળ, ભાગ્યે ગરીબી આપી કે મુસીબત; એ બધાંને ભાગ્યચક્રની લીલા સમજીને એનાથી જરા ય પાછા પડ્યા વગર એમણે તો મહારથી કર્ણની માફક માયત્ત તુ વર્ષ (પુરુષાર્થ કરવો એ તો મારા હાથની વાત છે) – એ સૂત્રને જ પોતાનું જીવનસૂત્ર બનાવ્યું, અને જે વાત પોતાના હાથની હતી એ પુરુષાર્થના બળે અનેક મુસીબતોને જેર કરીને તેઓએ એક-એકથી ચડિયાતી સિદ્ધિનાં સોપાન સર કર્યા ! " સંકટ અને સંઘર્ષ વગર હીર પ્રગટતું નથી; તલવાર સરાણે ચડે અને એનું તેજ ઝળહળી ઊઠે છે. શ્રી ધૂમકેતુનું જીવન સંકટ અને સંઘર્ષની સામે પુરુષાર્થ અને તિતિક્ષાના વિજયનું એક પ્રેરક દૃષ્ટાંત બની રહે એવું ઉત્સાહપ્રેરક છે. એમ કહેવું જોઈએ કે શ્રી ધૂમકેતુએ જેમ પોતાની નવલિકાઓ અને નવલકથાઓમાં તેજનો અંબાર પ્રસરાવતાં કેટલાંક પાત્રોનું સર્જન કર્યું છે, એ જ રીતે એમણે પોતાના જીવનને પણ એવું જ તેજસ્વી બનાવી જાણ્યું છે. એમની જીવનકથા પણ કોઈ તેજસ્વી પાત્રની આસપાસ ગૂંથાયેલી એમની નવલિકા કે નવલકથા જેવી જ આકર્ષક, પ્રેરક અને આફ્લાદક છે. છેવટે તો સર્જકનાં વ્યક્તિત્વ અને મનોવૃત્તિ જ એની કૃતિનું પ્રાણપોષક તત્ત્વ છે. જેવો ખેડૂત એવી જ એની ખેડ; જેવો સર્જક એવું જ એનું સર્જન. “ધૂમકેતુ' તો છે એમનું તખલ્લુસ; એ નામે આખા ગુજરાતનું કામણ કર્યું. એમનું મૂળ નામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. એમનું જન્મસ્થળ સૌરાષ્ટ્રના ગોંડળ પાસે વીરપુર ગામ. તા. ૧૨-૧૨-૧૮૯૨ના રોજ એમનો જન્મ. કુટુંબની સ્થિતિ સામાન્ય, પણ ગોવર્ધનરામ પ્રતાપી અને સ્વમાની. સ્થિતિને અને સ્વત્વાભિમાનને શું લાગે વળગે ? ધૂમકેતુનાં માતુશ્રી વાત્સલ્યની મંગલસરવાણી સમાં હતાં. ગૌરીશંકરને નિશાળમાં જવાનો ભારે કંટાળો; લીલોછમ વગડો અને હસતી કુદરત કિલ્લોલ કરવા સાદ દેતાં હોય ત્યાં નિશાળની ચાર દીવાલોમાં કેદ થવું તે કેવી રીતે ગમે ? નિશાળથી છૂટકો થતો હોય તો માટીનાં તગારાં ઉપાડવાનું ય મંજૂર, બીજી મજૂરી કરવાનું ય કબૂલ; અને સીમમાં ઢોર ચારવા જવાનું તો ભાવતું હતું ને વૈદ્ય કહ્યું” એના જેવું મીઠું લાગે ! પણ ભણતર તરફ અણગમો રાખતા કિશોરનું સરજત હતું શિક્ષક અને સાક્ષર બનવાનું ; કુદરત એને કેમ છોડે ? ઘરમાંથી જ ભણતરની પ્રેરણાનું અમૃત એને લાધી ગયું ! એ અમૃતે એને અજર-અમર બનાવી દીધો ! Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ અમૃત-સમીપે નરસિંહ મહેતાના વિકાસમાં એમની ભાભીનો પણ હિસ્સો હતો. ભાભીએ મેણું માર્યું, અને જુવાનનો માંહ્યલો જાગી ઊઠ્યો ! ગૌરીશંકરને પણ ભાભીએ જ વિકાસને માર્ગે વાળ્યો પણ જરા જુદી રીતે ! ગૌરીશંકરના મોટા ભાઈ રામજીભાઈ મુલાયમ દિલના માનવી હતા; પણ એમનાં પત્ની એટલાં જ મક્કમ અને શક્તિશાળી સન્નારી હતાં. એમનું નામ મોંઘીબાઈ. એમને ધૂમકેતુ ઉપર ભારે હેત અને મમતા. પોતાનું અભણપણું ટાળવા એમને ગૌરીશંક૨ને પોતાને ભણાવવા કહ્યું, મમતાની મીઠી વીરડી સમાં ભાભીનું વચન કેમ પાછું ઠેલાય ? ગૌરીશંકરનું મન ભણવા તરફ દોડવા લાગ્યું. - પણ એ માર્ગ સહેલો ન હતો; કુટુંબની આર્થિક સ્થિતિ સાથે કદમ મિલાવીને આગળ વધવાનું હતું. ભણતરનો બોજ કુટુંબનિર્વાહની મર્યાદિત સાધનસામગ્રીને ચૂંથી ન નાખે એની પણ ખબરદારી રાખવાની હતી. પણ અંતરમાં સૌરાષ્ટ્રનું ખમીર અને કરેલ સંકલ્પને પાર પાડવાનું બળ હતું. ગૌરીશંકર અભ્યાસના એક-એક શિખરને સર કરવાના પુરુષાર્થમાં લાગી ગયા. અભ્યાસ માટે તેઓ બિલખા, જેતપુર, પોરબંદર અને જૂનાગઢમાં રહ્યા. ગમે ત્યાં હોય, પણ હંમેશાં એક વાતનું ધ્યાન તો ૨ાખવાનું જ હતું કે પોતાના હતી કંઈક મહેનત કરીને, કંઈક મદદ ખર્ચની જોગવાઈ પોતાને જ કરવપદુમાં, ચૌદમે વર્ષે એમણે આઠમી ચોપડી મેળવીને, કંઈક માફી મેળવીને. પાસ કરી એ તો જાણે ધોરણસ૨ની વાત હતી. પણ મૅટ્રિક થતાં બીજાં આઠ વર્ષ વીતી ગયાઃ ૧૯૧૪માં ૨૨ વર્ષની ઉંમરે તેઓ મૅટ્રિકમાં પાસ થયા ! વળી પાછો એ જ વિલંબનો ક્રમ ચાલુ રહ્યો : બીજાં છ-સાત વર્ષે તેઓ જૂનાગઢની કૉલેજમાં ભણીને બી.એ. થયા ત્યારે એમની ઉંમર ત્રણ દાયકા નજીક પહોંચી ગઈ હતી. પણ ધારણા મુજબ અભ્યાસમાં પ્રગતિ થતી હોય તો પાંચ-સાત વર્ષ આઘાં-પાછાં થાય એનો શો હિસાબ ? સાહિત્ય, શિક્ષણ અને સુઘડતાના ક્ષેત્રે શ્રી ધૂમકેતુનું ખરેખરું ઘડતર થયું બિલખાના નથ્થુરામ શર્માના આશ્રમમાં. તે કાળે આ આશ્રમની વ્યવસ્થા બહુ વખણાતી ; એની નામના ઠેઠ આફ્રિકા સુધી પહોંચેલી. શર્માજીનું ભક્તમંડળ વિશાળ અને ખૂબ ભાવુક હતું. ૧૯૦૮થી ત્રણેક વર્ષ સુધી આ આશ્રમમાં રહેવાનો ધૂમકેતુને લાભ મળ્યો. અહીં એમને સાહિત્યસર્જનનો સોળેક વર્ષની ઉંમરે જ નાદ લાગ્યો. ત્યાંનું વાતાવરણ એકંદરે પાંડિત્યનું પ્રોત્સાહક હતું. તેઓ પોતાના સંસ્મરણમાં કહે છે કે આ આશ્રમના ચોથા નંબરના ઓરડામાં રહીને એમણે એકીસાથે છ-છ નવલકથાઓ લખવી શરૂ કરી હતી, અને કાવ્યો માટે પણ પાર વગરનાં કાગળો ઉપર ચિતરામણ કર્યું હતું; પણ ન તો એ નવલકથાઓ પૂરી થઈ Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રી “ધૂમકેતુ’ ૩૫૭ કે પ્રગટ થઈ કે ન તો એ કવિતાઓ બહાર પડી ! પણ કલમ અને કલ્પનાની આ કસરતે ભવિષ્યના કલમના સ્વામીપણાનું બીજ વાવ્યું. બિલખાના આ આશ્રમનો ધૂમકેતુ ઉપર અને ગુજરાત ઉપર આ ઉપકાર ! ગૌરીશંકરના મનના ભાવ તો સાધુ કે પરિવ્રાજક થઈને મુક્ત રીતે પરિભ્રમણ કરવાના અને ચિંતન-મનન-અવલોકન કરવાના હતા. પણ ભાગ્યરેખા એમને ગૃહસ્થાશ્રમમાં દોરી ગઈ. ધર્મશીલ, ભક્તિપરાયણ અને કુટુંબવત્સલ કાશીબહેન સાથે એમનાં લગ્ન થયાં. પોતાની યશસ્વી કારકિર્દીમાં કાશીબહેનનાં હિસ્સાનો ઋણસ્વીકાર શ્રી ધૂમકેતુએ પોતે જ એમની ષષ્ટિપૂર્તિના સમારંભ પ્રસંગે જાહેર રીતે કરતાં કહ્યું હતું : જ્યારે શ્રી રામ, સીતા અને લક્ષ્મણ વનમાં જવા માટે નીકળ્યાં ત્યારે સૌથી વધારે વેદના લક્ષ્મણની પત્ની ઊર્મિલાના દિલમાં હતી ; પણ તે ઊર્મિલાને તો કોઈ ઓળખતું પણ ન હતું ! તેમ આ બધું હું જેને પ્રતાપે કરી શક્યો છું, અને જેને કોઈ પણ ઓળખતું નથી, તે તો મારાં પત્ની છે. તેમણે, મારો ઉગ્ર સ્વભાવ હોવા છતાં, મને બાળકની જેમ પટાવીને કામકાજ કરતો રાખ્યો છે, છાયાની પેઠે જીવનવિગ્રહના તમામ પ્રસંગોમાં સાથ આપ્યો છે. તેનો માટે આભાર માનવો જોઈએ.” જીવનનિર્વાહના સંઘર્ષમાં એમણે કોઈ કામ કરવામાં શરમ કે નાનમ નથી અનુભવી. પોસ્ટમૅનની કામગીરી માટેની પણ એમની તૈયારી હતી, અને સ્ટેશનમાં નોકરી શોધવામાં કે રાજ્યની કોઈ નોકરી લેવામાં એમને સંકોચ ન હતો – ગમે તે કામ દોય, એને નિષ્ઠાપૂર્વક પૂરું કરવાની વૃત્તિ એ સફળતાની ગુરુચાવી હતી; શ્રી ધૂમકેતુએ એ ચાવી મેળવી લીધી હતી. એણે જ એમને મહાન બનાવ્યા અને યારી અપાવી. આ સંઘર્ષમાં અંતે તો શિક્ષક અને સાહિત્યકારનો જ વિજય થયો. શ્રી ધૂમકેતુ જેમ એક આદર્શ અને યશસ્વી શિક્ષક બન્યા, એમ ઉચ્ચ કોટિના યશસ્વી સાહિત્યકાર બન્યા. ગદ્ય અને પદ્ય બંનેમાં કલમ ચલાવવાનો શોખ એમને સોળેક વર્ષની કિશોર વયે લાગ્યો હતો. ૧૯૧૭માં, પહેલી પચ્ચીશીમાં, એક નિબંધ માટે એમને ૧૦ રૂપિયાનું ઇનામ મળ્યું અને એમનો કલમ ઉપરનો વિશ્વાસ વધી ગયો. એમણે પાગલ” અને “ધૂમકેતુ’ એવાં બે તખલ્લુસ રાખેલાં, પણ છેવટે “ધૂમકેતુ' તખલ્લુસ યશોજ્જવળ બન્યું. લગભગ ધૂમકેતુ બી.એ. થયા એ અરસામાં રાણપુરથી શ્રી અમૃતલાલ શેઠના તંત્રીપણા નીચે નીકળતા “સૌરાષ્ટ્ર' સાપ્તાહિકમાં “રાજમુગટ” નામે તેમની Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ અમૃત-સમીપે નવલકથા છપાઈ, અને ‘નવચેતન’ માસિકે ‘પૃથ્વીશ’ નામે નવલકથા છાપી. એમની વિશ્વસાહિત્યમાં સ્થાન પામેલી ‘પોસ્ટઑફિસ’ નામે નવલિકા પહેલવહેલી ૧૯૨૩માં ‘સાહિત્ય’ માસિકમાં લેખકના નામોલ્લેખ વગર ‘મળેલું' તરીકે છપાઈ હતી ! ૧૯૨૬માં ધૂમકેતુનો ‘તણખા’ (ભાગ પહેલો) નામે પહેલો વાર્તાસંગ્રહ પ્રગટ થયો, અને એણે સાક્ષરસમાજ અને સામાન્ય પ્રજા ઉપર અજબ કામણ કર્યું. એ વાર્તાઓએ ધૂમકેતુને ગુજરાતના સર્વશ્રેષ્ઠ નવલિકાકાર તરીકેનું ગૌરવ અપાવ્યું. આજે પણ આ વાર્તાઓ વાસી ન લાગે એવું ચોટદાર અને સનાતન એનું વસ્તુતત્ત્વ, કથાનિરૂપણ અને પાત્ર-સંવિધાન છે જાણે એમની કલમે આલેખેલાં પાત્રો અને પ્રસંગો હૃદય સાથે એકરૂપ બની જાય છે. પછી તો એમના સાહિત્યસર્જનમાં જબરો જુવાળ આવ્યો. ચાર દાયકા કરતાં ય વધુ સમય સુધી એમણે સ્વસ્થતાપૂર્વક, એકધારી કલમ ચલાવીને કાલ્પનિક અને ઐતિહાસિક કંઈક પાત્રોને બોલતાં કર્યાં. નવલિકાઓ, નવલકથાઓ, જીવનચરિત્રો, સંસ્કા૨કથાઓ કે બોધકથાઓ અને વિચારપ્રેરક અન્ય કૃતિઓ એમ વિવિધ પ્રકારના સાહિત્યસર્જન દ્વારા ગુજરાતને મોટી-નાની મળીને સવાસો જેટલી કૃતિઓ એમણે ભેટ આપી. જિંદગીના છેડા સુધી, એમની આ અક્ષરસાધના વણઅટકી ચાલુ જ હતી. છેલ્લે-છેલ્લે ‘ધ્રુવદેવી’ નામે નવલકથા આલેખતાં-આલેખતાં એમની કલમ થંભી ગઈ ! આ અક્ષરસાધનાએ એના સાધકને ‘અ-ક્ષર' (નાશ ન પામે તેવા) બનાવી દીધા ! == —— ઇતિહાસ એ ધૂમકેતુનો અતિપ્રિય વિષય હતો; તો વળી લોકજીવનના અણપ્રીછ્યા, ઉપેક્ષિત કે તરછોડાયેલા અંશોને સહાનુભૂતિપૂર્વક સમજવાની અને અંતરમાં અપનાવવાની એમની અદ્ભુત મનોવૃત્તિ હતી. એમ કહી શકાય કે ઇતિહાસના અધ્યયન-અવલોકને ધૂમકેતુને સફળ નવલકથાકાર બનાવ્યા; તો અદનામાં અદના માનવ તરફની સમવેદનાભરી અવલોકનશક્તિએ એમના હાથે હૃદયદ્રાવક નવલિકાઓનું સર્જન કરાવ્યું અને સંસ્કારપ્રિયતાએ સુંદર ચરિત્રોનું નિર્માણ કરાવ્યું. મીઠી-મધુર, મોહક અને રોચક ભાષા અને શૈલીનું જાણે એમને માતા સરસ્વતીએ વણમાગ્યું વરદાન આપ્યું હતું. સાહિત્યસર્જનની સાથોસાથ અમદાવાદના બે કોટ્યધિપતિ કુટુંબો : શેઠ અંબાલાલ સારાભાઈના કુટુંબમાં અને શેઠ ચીનુભાઈ બેરોનેટના કુટુંબમાં એમણે એકાદ પચીશી સુધી શિક્ષક તરીકેની કામગીરી જે જવાબદારી અને સફળતાપૂર્વક પાર પાડી, તેથી પણ એમને ખૂબ લાભ થયો. કારમી ગરીબી હોય કે દોમદોમ સાહ્યબીના સંપર્કમાં રહેવાનું હોય, પણ અતિ ગ્લાનિ કે અતિ હર્ષની લાગણીથી અલિપ્ત રહીને મધ્યસ્થભાવને વળગી રહેવાની અને પુરુષાર્થ ઉપર અવિચળ વિશ્વાસ રાખવાની એમની સહજ પ્રકૃતિ હતી. Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રી કનૈયાલાલ મુનશી ૩પ૯ સ્વસ્થ એમનું જીવન હતું, આર્યભાવનાના દાખલારૂપ નિર્મળ એમનું ચારિત્ર હતું અને ગૃહસ્થાશ્રમને ઉજ્વળ અને સુખી બનાવે એવું એમનું દાંપત્ય હતું. અધ્યયનશીલતા એમના સ્વભાવ સાથે જ વણાયેલી હતી. નિયમિત કામ કરવું અને સમયનો અપવ્યય થવા ન દેવો, એ માટે તેઓ સદા જાગતા રહેતા. કીર્તિની આકાંક્ષા એમને સતાવી કે ચળાવી ન શકતી. અને સ્વમાનને સાચવવાના તો તેઓ ભારે આગ્રહી હતા. સ્વમાન ગયું તો સર્વસ્વ ગયું એ વાત તેઓ બરાબર જાણતા હતા. પોતાના સ્વમાન સાથે બંધબેસતું ન લાગ્યું તો એમણે પળનો ય વિલંબ કર્યા વગર સુખની અને સારી આવકની નોકરીમાંથી રાજીનામું આપી દીધું; અરે, રણજિતરામ સુવર્ણચંદ્રકને પણ પાછો વાળી દીધો ! અમર અક્ષરદેહ મૂકી ગયેલા આવા યશસ્વી પુરુષનો દેહવિલય ભલે થયો; એના યશનો વિલય સંભવી ન શકે. | (તા. ૨૦-૩-૧૯૬૫) (૩) ગુજરાતની અસ્મિતાના સર્જક શ્રી કનૈયાલાલ - માણેકલાલ મુનશી ગુજરાતના આ યુગના એક સમર્થ જ્યોતિર્ધર અને ભારતના એક શક્તિશાળી રાજપુરુષ શ્રી કનૈયાલાલ મુનશીનું, ૮૪ વર્ષની પરિપક્વ વયે, મુંબઈમાં અવસાન થતાં એક બહુમુખી પ્રતિભાનો વિલય થયો છે, અને જૂની પેઢીના કાર્યનિષ્ઠ નેતાઓના ઓછા થતા નિધિમાંથી એક બહુમૂલું માનવરત્ન સદાને માટે હરાઈ ગયું છે ! શ્રી મુનશીજીએ વિવિધ ક્ષેત્રે કરેલાં કાર્યો અને મેળવેલી સફળતાઓનો વિચાર કરીએ છીએ, ત્યારે એક પ્રચંડ કાર્યશક્તિના તેજસ્વી પુંજનો અને અદમ્ય ભાવનાશક્તિના અખંડ વહેતા પ્રવાહનો સાક્ષાત્કાર થાય છે. સાચે જ, માનવદેહધારી વ્યક્તિમાં કેટકેટલી શક્તિઓ સક્યિ બની શકે છે, એ કેવા-કેવાં જાણ્યાં-અજાણ્યાં ક્ષેત્રો ધીરજ અને નિર્ભયતાપૂર્વક ખેડી શકે છે અને એમાં એ કેવી ચિરકાલીન સિદ્ધિઓ મેળવી શકે છે, એનું એક ઉત્તમ દષ્ટાંત શ્રી મુનશીજીનું જીવન અને કાર્ય રજૂ કરે છે. એમણે જે ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, એમાં એમને વિરલ સફળતા મળતી જ રહી : એવો ઉત્તમ એમનો પ્રારબ્ધયોગ કે પુણ્યયોગ અને પુરુષાર્થયોગ હતો. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬o અમૃત-સમીપે શ્રી મુનશીજી જાહેરજીવનને વરેલા એક યશસ્વી કાર્યકરનું જીવન જીવ્યા. એમના કાર્યક્ષેત્રનું ફલક પણ અનેક પ્રદેશોને આવરી લે એવું વિશાળ હતું; એટલું જ નહીં, એકેએક કાર્યને પૂરેપૂરો ન્યાય આપી શકે એવું એમનું ખમીર હતું. એમને જેમ તેજસ્વી, કુશાગ્ર ચાણક્યબુદ્ધિની બક્ષિસ મળી હતી, તેમ એમની કાર્યસંબંધી શક્તિ, સૂઝ, કુશળતા અને બીજાઓ પાસેથી કામ લેવાની કુનેહ પણ વિરલ હતી. વળી લીધું કામ પૂરું કરવાનો અને ક્યારેય પાછાં પગલાં નહીં ભરવાનો એમનો સ્વભાવ હતો. ભાવના, લાગણી કે ઊર્મિલતાનું એમનું બળ તો ખરેખર અખૂટ હતું. શ્રી મુનશીજીને મળેલી સફળતાઓની આ બધી ગુરુચાવીઓ હતી. આ સ્થિતિમાં એમને મન કયું કાર્ય ગૌણ હતું અને કયું મુખ્ય હતું એ કહેવું મુશ્કેલ છે. વ્યવસાયે શ્રી મુનશીજી એક પ્રખર ધારાશાસ્ત્રી હતા. એને લીધે તેઓને જેમ ખૂબ નામના મળી હતી, તેમ અર્થોપાર્જન પણ પ્રથમ પંક્તિના વકીલ જેવું થયું હતું. પણ માત્ર નામના કે પૈસાથી જ સંતુષ્ટ થઈ જાય એવા એ કેવળ સ્વલક્ષી કે સ્વાર્થી પુરુષ ન હતા. એટલે એમની કાયદાશાસ્ત્રી તરીકેની કાબેલિયતનો પૂરેપૂરો ઉપયોગ રાષ્ટ્રનાં કામોમાં પણ થતો રહ્યો હતો. તેમાં ય ભારતના બંધારણના ઘડતર માટે તેઓએ જે જહેમત ઉઠાવી હતી અને નિષ્ઠાપૂર્વકની સફળ કામગીરી બજાવી હતી તે ભારતના સ્વાતંત્ર્યના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થઈ રહે એવી છે. શ્રી મુનશીજી, જેવા નિપુણ કાયદાશાસ્ત્રી હતા, એવા જ કુશળ રાજકારણી પુરુષ પણ હતા. રાષ્ટ્રીય ચેતના અને સાંસ્કૃતિક અમિતાનો ઉત્કટ ઉપાસક અને મનોરથદર્શી એમનો આત્મા રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની ભાવનાથી અસ્પષ્ટ કેવી રીતે રહી શકે ? મહાત્મા ગાંધીજીની અહિંસક લડતના એક શક્તિશાળી અને ભાવનાશીલ સૈનિક તરીકે, મુંબઈરાજ્યના ગૃહમંત્રી તરીકે, ભારત સરકારના અન્નપ્રધાન તરીકે, ઉત્તરપ્રદેશના ગવર્નર તરીકે અને એવા જ બીજાં જવાબદારીવાળાં સ્થાનો ઉપર રહીને શ્રી મુનશીજીએ દેશની અમૂલ્ય સેવા બજાવી હતી; અને એ રીતે તેઓએ પોતાની દેશદાઝની અને દેશભક્તિની લાગણીને ચરિતાર્થ કરી બતાવી હતી. પણ જો મુનશીજી કેવળ એક કુશળ કાયદાશાસ્ત્રી અને સફળ રાષ્ટ્રીય નેતા જ હોત તો તેઓ પ્રજાના આટલાં બધાં આદર અને બહુમાનના તેમ જ કૃતજ્ઞતાના અધિકારી ભાગ્યે જ બની શક્યા હોત. પ્રજાના હૃદયમાં અને વિશેષ કરીને બૃહદ્ ગુજરાતના હૃદયમાં તેઓને ચિરંજીવ સ્થાન અપાવનાર તો છે એમની સાહિત્યસર્જક તરીકેની અભુત પ્રતિભા, સાહિત્ય-સંગીત-કલારૂપ સરસ્વતી પ્રત્યેનો તેમનો અપાર અનુરાગ, ગુજરાતની અસ્મિતાને સજીવન કરવાની તેમની અદમ્ય ઝંખના, ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની ઉત્કટ ભક્તિ, તેમ જ એની સાચવણી Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ શ્રી કનૈયાલાલ મુનશી માટેની અખંડ જાગરૂકતા અને એના ઉત્તમોત્તમ અંશોના પ્રચાર માટેની પ્રયત્નશીલતા. - ગુજરાતી સાહિત્યના એક સમર્થ અને લોકપ્રિય સર્જક તરીકે તો શ્રી મુનશીએ એક યુગપ્રવર્તક જેટલું મહત્ત્વનું કામ કર્યું છે. એમણે પૌરાણિક, ઐતિહાસિક અને સામાજિક કથાવસ્તુને લઈને રચેલ નવલકથાઓમાં, એમની આત્મકથાત્મક રચનાઓમાં તેમ જ સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને રચાયેલી એમની નિબંધાત્મક કૃતિઓમાં કંઈક એવું ચિરંજીવિતાનું, તાજગીનું અને મનમોહક સૌંદર્યનું તત્ત્વ રહેલું છે, કે જેથી એમની મોટા ભાગની કૃતિઓને કાળનો ઘસારો ભાગ્યે જ સ્પર્શી શકશે. શ્રી મુનશીની સર્જક તરીકેની પ્રતિભાની તો કેટલીક પ્રશસ્તિઓ અને કિંવદંતીઓ લોકોમાં પ્રચલિત થયેલી છે. તેઓ કોઈ મોટા જવાબદારીવાળા ગંભીર કેસના વકીલ તરીકે કોર્ટમાં ગયા હોય કે રેલવેનો યા વિમાનનો પ્રવાસ ખેડતા હોય ત્યારે ય તેઓએ પોતાની મધુર કલમના મુલાયમ ટાંકણાથી અનેક કથાવાર્તાઓનાં કે વ્યક્તિઓનાં મનોહર શબ્દશિલ્પો કંડાર્યા હોવાના દાખલાઓ મળી શકે એમ છે. વાચકના મનને વશ કરી લેતી એમની કૃતિઓની રચનાકથા તેઓએ પોતાની રોજનીશીમાં આલેખી હોય અને જો તે પ્રગટ કરવામાં આવે તો, આવી કથાઓની કથા જેવી કંઈક વાતો જાણવા મળી શકે. આકર્ષક કથાના સર્જક તરીકેની શ્રી મુનશીજીની કલમની તાજગી છેવટ સુધી કેવી સચવાઈ રહી હતી એની સાક્ષી, એમની છેલ્લી મહાનવલકથા “કૃષ્ણાવતાર' પૂરે છે. કૃષ્ણને કેન્દ્રમાં રાખીને અને મહાભારતની મહાકથાનાં સંખ્યાબંધ કથાપ્રસંગો અને પાત્રોની યથાસ્થાને સુંદર રીતે રજૂઆત કરીને શ્રી મુનશીજીએ, અંગ્રેજી તથા ગુજરાતી બંને ભાષાઓમાં, અનેક ભાગોમાં આ મહાનવલની જે રચના કરી એ ખરેખર હેરત પમાડે એવી છે. એમાં એમનો પાત્રાલેખનનો જાદુ તો છે જ છે – - એમની કલમે ચડેલું દરેક પાત્ર જાણે સજીવન અને આકર્ષક બની જાય છે – પણ મહાભારતની મહાકથાનાં અસંખ્ય પાત્રો અને પ્રસંગોના વર્ણનનું તેઓએ જે સાતત્ય અને સાંગોપાંગાણું જાળવ્યું છે, તે તેઓની સર્જનશક્તિ માટે વિશેષ માન ઉપજાવે એવું છે. પ્રસંગો અને પાત્રોના મોટા જંગલમાં આવું ભૂલ વગરનું વિચરણ કરવું એ યુવાન સર્જકને માટે પણ મુશ્કેલ વાત ગણી શકાય : જાણે જીવનભર સેવેલી શ્રીકૃષ્ણ પ્રત્યેની ભકિતને તેઓએ અહીં મૂર્તરૂપ આપ્યું. આ ઉપરથી એમ કહી શકાય કે ગુજરાતના સમર્થ સાહિત્યસ્વામી તરીકે શ્રી મુનશીજી અમર બની ગયા છે; એમના કીર્તિમંદિર રૂપે એમના અક્ષરદેહનું સ્મરણ અને આરાધન મહાગુજરાતની પ્રજા હંમેશાં કૃતજ્ઞતાપૂર્વક કરતી રહેશે. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર અમૃત-સમીપે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું તેજ અને ગૌરવ વધારવા શ્રી મુનશીજીએ ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના તથા બીજી પણ જે-જે પ્રવૃત્તિ કરી તે ગુજરાતી સાહિત્યના વિકાસના ઇતિહાસમાં હંમેશને માટે યાદગાર બની રહેશે. ગુજરાતની અસ્મિતા અંગેના દૃઢ વિચારોએ તો તેઓને એ અસ્મિતાના પર્યાયરૂપ જ બનાવી દીધા હતા. આ અસ્મિતાના સ્વપ્નદ્રષ્ટા બનીને એ ભાવના અને ખુમારીનો તેઓએ અનેકને ચેપ લગાડ્યો હતો, અને પોતે એને મૂર્ત કરવા જીવનભર પ્રયત્ન કર્યો હતો. વળી પોતાની ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની ઉત્કટ ભક્તિને સાકાર બનાવવા તેઓએ મુંબઈમાં “ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી અને દેશનાં અનેક વિશિષ્ટ કેન્દ્રોમાં એની સંખ્યાબંધ શાખાઓ સ્થાપી. આ સંસ્થાએ વિદ્યાપ્રચારનું વિશિષ્ટ કાર્ય કરવા ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઉત્તમ અંશોને વિશ્વના ચોક સુધી પહોંચતા કરવા માટે બૂક-યુનિવર્સિટીની પુસ્તકમાળા રૂપે તેમ જ અન્ય મહત્ત્વના ગ્રંથો રૂપે સેંકડો પુસ્તકોના સુઘડ અને સસ્તા પ્રકાશનનું જે કામ કરી બતાવ્યું છે, તે પણ શ્રી મુનશીજીની ભાવના અને કાર્યશક્તિની અમર કીર્તિગાથા બની રહે એવું છે. આ સંસ્થાની સ્થાપના અને એના વિસ્તાર માટે શ્રી મુનશીજીએ દેશભરમાંથી જે અઢળક નાણાં મેળવ્યાં તે ઉપરથી એમ જરૂર કહી શકાય કે તેઓ સંસ્કૃતિની રક્ષાના કાર્યમાં આખા દેશમાંથી સાથ મેળવી શક્યા હતા. આવ-આવી અનેક લોકોપકારક પ્રવૃત્તિઓ વડે શ્રી મુનશીજીએ પોતાનાં તન-મન-ધન અને જીવનને કૃતાર્થ કર્યા હતાં. (તા. ૨૦-૨-૧૯૭૧) (૪) રસલ્હાણના રસિયા સર્જક શ્રી “જયભિખ્ખ ગુજરાતના ખ્યાતનામ લેખક શ્રી જયભિખુભાઈ (બાલાભાઈ વીરચંદ દેસાઈ)નો અણધાર્યો સ્વર્ગવાસ થતાં ગુજરાતી ભાષાને, તેમ જ તે સમજતી જનતાને એક તેજસ્વી, ખુમારીદાર અને માનવતાના ગાયક સાહિત્યસર્જકની ન પુરાય તેવી ખોટ પડી છે. એમના સ્વર્ગવાસથી જૈન સમાજ અને જૈન સાહિત્યને પણ ખોટ પડી છે, તે તો એથી પણ વધારે ઊંડી છે. * તેમનું પારિવારિક નામ બાલાભાઈ ઉપરાંત ભીખાભાઈ હોઈને તથા પત્નીનું નામ જયાબેન હોઈને સ્ત્રી-પુરુષ-સાયુજ્ય બતાવતું ‘જયભિખુ' તખલ્લુસ તેમણે યોજેલું. (-સં) Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રી “જયભિખ્ખું' ૩૬૩ એમણે અભ્યાસ સ્વ. શાસ્ત્રવિશારદ આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજે મધ્યપ્રદેશમાં શિવપુરીમાં સ્થાપેલ શ્રી વીરતત્ત્વ પ્રકાશક જૈન મંડળમાં જૈનધર્મ, સંસ્કૃત ભાષા અને જૈન ન્યાયનો કર્યો હતો. એ અભ્યાસને અંતે તેઓને ન્યાયતીર્થ” અને “તર્મભૂષણ'ની પદવીઓ પણ મળી હતી. સ્વ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીના એવા મનોરથ હતા કે જૈન સમાજમાં જૈન ધર્મ, દર્શન અને સાહિત્યના ઊંડા અભ્યાસી ગૃહસ્થ વિદ્વાનો તૈયાર થવા જોઈએ; એમ થાય તો જ દેશ-વિદેશના વિદ્વાનોમાં જૈનવિદ્યાનું યથાર્થપણે પ્રતિનિધિત્વ અને એનો સમુચિત પ્રચાર થઈ શકે. આ માટે તેઓએ આજથી ઉપ૭૦ વર્ષ પહેલાં, ભારે જહેમત ઉઠાવીને, બનારસમાં શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાની સ્થાપના કરી હતી. પંડિત શ્રી સુખલાલજી, ૫. શ્રી બેચરદાસજી, સ્વ. પં. શ્રી હરગોવિંદદાસજી વગેરે આ યુગના સમર્થ વિદ્વાનો આ પાઠશાળાની જ નીપજ છે. કમનસીબે આ સંસ્થા વધુ વખત ચાલુ ન રહી. પણ ગૃહસ્થ જૈન વિદ્વાનો તૈયાર કરવાની આચાર્યશ્રીની તાલાવેલી જરા ય ઢીલી ન થઈ. પરિણામે વિ. સં. ૧૯૭૬માં તેઓએ મુંબઈમાં શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળની સ્થાપના કરી. બે-એક વર્ષ બાદ શિવપુરીમાં એમનો સ્વર્ગવાસ થતાં એ સંસ્થાને પણ એમના સમાધિમંદિરને સ્થાને શિવપુરીમાં લઈ જવામાં આવી. આ સંસ્થામાં અભ્યાસ કરવાને કારણે, સામાન્ય રીતે તો શ્રી જયભિખુભાઈનું ભાવિ ધાર્મિક-દાર્શનિક સાહિત્યનું અધ્યાપન કરાવવાનું કે બહુબહુ તો આપણા પ્રાચીન સાહિત્યના ગ્રંથોનું સંશોધન કરવાનું જ હોત. પણ એમની સંવેદનશીલતા, રસવૃત્તિ અને મનમોજ પ્રમાણે જીવનક્રમ ગોઠવવાની તાલાવેલીએ એમના ભાવિનું જુદા જ રૂપે નિર્માણ કર્યું. એને લીધે આ યુગના સમર્થ સાહિત્યસર્જકોમાં આદર અને બહુમાનભર્યું સ્થાન મેળવી શકે એવા એક રસિયાની ગુજરાતને ભેટ મળી. એમના સાહિત્યસર્જનના વિશાળ ફલકનો વિચાર કરીએ છીએ, ત્યારે સાચે જ હેરત પામી જવાય છે કે લલિતકલામય સાહિત્યનાં કેટકેટલાં અંગો એમની કલમથી સમૃદ્ધ બન્યાં છે ! એમણે સંખ્યાબંધ નવલકથાઓનું સર્જન કર્યું હતું. એમાં ધાર્મિક, ઐતિહાસિક અને સામાજિક – એમ ત્રણ પ્રકારની નવલકથાઓનો સંભાર જોવા મળે છે. અને નવલિકાઓ તો એમણે કંઈ પાર વગરની લખી હતી. એનું વસ્તુ એમણે ઇતિહાસ, પુરાણ, ધર્મશાસ્ત્રો, સમાજજીવન અને સામાન્ય કે ગરીબ જનસમૂહના રોજિંદા જીવનમાંથી લઈને, કોઈ કુશળ શિલ્પી પાષાણમાંથી મનોહર મૂર્તિઓને કંડારે, એમ એક-એકથી ચડિયાતી કથા-વાર્તાઓનું સર્જન કર્યું. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ અમૃત-સમીપે એ જ રીતે એમણે નાટક-નાટિકાઓના સર્જનમાં પણ પોતાની કલમનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. અને આટલું જ શા માટે ? વર્તમાનપત્રના એક સિદ્ધહસ્ત કટારલેખક તરીકે પણ શ્રી જયભિખ્ખુભાઈ ભારે યશસ્વી નીવડ્યા હતા. પોતાના જીવનનિર્વાહની ચિંતા માતા સરસ્વતીને સોંપીને, આ સરસ્વતીના ભક્તે ચારેક દાયકા પહેલાં પોતાની કલમનો કસબ અજમાવવાની શરૂઆત અમદાવાદમાંથી પ્રગટ થતા ‘જૈનજ્યોતિ' સાપ્તાહિકની ઑફિસ સાથે જોડાઈને જ કરી હતી. એટલે વર્તમાનપત્રોને અનુરૂપ લખાણો લખવાની ફાવટ એમને શરૂઆતથી જ હતી એમ કહી શકાય. આગળ જતાં એમણે અમદાવાદના ‘સંદેશ' પત્રમાં ‘ગુલાબ અને કંટક' નામે કટાર શરૂ કરી, જે ખૂબ લોકપ્રિય નીવડી હતી. તે પછી એમણે અમદાવાદના જ બીજા દૈનિક ‘ગુજરાત સમાચાર'માં ‘ઈંટ અને ઇમારત' નામે નવી કટાર શરૂ કરી, જે અસાધારણ કહી શકાય એટલી બધી લોકપ્રિય નીવડી, અને એણે વિશાળ વાચકવર્ગના અંતરમાં શ્રી જયભિખ્ખુ પ્રત્યે ઊંડી પ્રીતિ અને ભક્તિની લાગણી જન્માવી. એમાં આવતી પ્રસંગકથાની તો વાચકો ખૂબ ઉત્સુકતાપૂર્વક રાહ જ જોતા હોય છે. વળી ‘ગુજરાત સમાચાર'-કાર્યાલય તરફથી પ્રગટ થતા બાળકોના સાપ્તાહિક ‘ઝગમગ'માં નિયમિતપણે પહેલે પાને પ્રગટ થતી એમની વાર્તાનો રસ બાળકો ઉપરાંત પ્રૌઢો પણ સમાન રીતે જ માણે છે. શ્રી જયભિખ્ખુભાઈએ બાળકો, સ્ત્રીઓ કે પ્રૌઢાઓને ઉદ્દેશીને લખેલું સાહિત્ય તે દરેક વર્ગ હોંશે-હોંશે વાંચે છે એ બીના એની સરસતા, આકર્ષકતા અને લોકપ્રિયતાનો પ્રત્યક્ષ પુરાવો બની રહે છે. કેન્દ્ર સરકારે તથા પ્રાદેશિક સરકારે સંખ્યાબંધ પારિતોષિકો અર્પણ કરીને ગુજરાતના ગૌરવ સમા આ સર્જક વિદ્વાનની યોગ્ય કદર કરી છે એનો નિર્દેશ કરતાં આનંદ થાય છે. વળી, જૈન ધર્મના ઐતિહાસિક, ધાર્મિક અને પૌરાણિક કથાસાહિત્યમાંથી કથાવસ્તુની પસંદગી કરીને એમણે અનેક નવલકથાઓ, સંખ્યાબંધ નવલિકાઓ અને કેટલીક નાટિકાઓ રૂપે બુદ્ધિગમ્ય અને સર્વજનભોગ્ય શૈલીમાં જે નવસર્જન કર્યું છે, એ તો સાચેસાચ અપૂર્વ છે. શ્રી જયભિખ્ખુની આ કૃતિઓ તેમ જ બીજી સંખ્યાબંધ કૃતિઓ પણ એમની કલ્પનાશીલતા, મૌલિક સર્જકશક્તિ અને પોતાના વાચકને રસતરબોળ કરીને પોતાની સાથે ખેંચી જવાની આગવી કલાસૂઝની સાક્ષી પૂરે એમ છે. પોતાની આવી વિશિષ્ટ કલાસૂઝને કારણે તેઓએ જૈન કથાસાહિત્યને લોકપ્રિય અને સર્વજનભોગ્ય બનાવવામાં જે અસાધારણ ફાળો આપ્યો છે, તે માટે Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રી “જયભિખ્ખું' ૩૬૫ આપણે તેઓના ચિરકાળ સુધી ઋણી રહીશું. એમ કહેવું જોઈએ કે સ્વર્ગસ્થ સ્વનામધન્ય સાક્ષરરત્ન શ્રી સુશીલભાઈએ (શ્રી ભીમજીભાઈ હરજીવનદાસ પરીખે) જૈન કથાઓનું સામાન્ય વાચકવર્ગને પણ રસ પડે એવી વિશાળ દૃષ્ટિથી નવસર્જન કરવાની જે પરંપરા ઊભી કરી હતી, તેને શ્રી જયભિખુભાઈએ ખૂબ આગળ વધારી હતી અને અનેકગણી સમૃદ્ધ બનાવી હતી. (અહીં એ જાણવું રસપ્રદ થઈ પડશે કે શ્રી સુશીલભાઈ તથા શ્રી જયભિખુભાઈ એ બંને સ્વ. શ્રી વિજયધર્મસૂરિજીએ સ્થાપેલ સંસ્થાઓએ સમાજને અને ગુજરાતને ભેટ આપેલ સાક્ષરરત્નો છે. શ્રી જયભિખ્ખએ પોતાની પહેલી કૃતિ પોતાના અભ્યાસકાળ દરમ્યાન જ વિજયધર્મસૂરિજી મહારાજના બહુ જ નાના જીવનચરિત્રરૂપે “ભિક્ષુ સાયલાકર'ના ઉપનામથી રચીને ગુરુદેવના ઉપકારનું તર્પણ કર્યું હતું.) જીવનચરિત્રો આલેખવાના, પ્રમાણમાં ઓછા સમૃદ્ધ ક્ષેત્રમાં પણ શ્રી જયભિખ્ખનું અર્પણ નોંધપાત્ર છે. ઇષ્ટદેવો, સાધુ-સંતો, દેશભક્તો, સમાજ-સેવકો, શૂરાઓ, સાહસિકો અને વિદ્યાપુરુષોનાં ટૂંકા ચરિત્રો એમણે વિપુલ પ્રમાણમાં લખ્યાં હતાં. મુનિશ્રી ચારિત્રવિજયજી, યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી તથા નિગ્રંથ ભગવાન મહાવીર અંગેના તેમના ગ્રંથો સરસ અને સુરુચિપૂર્ણ ચરિત્રગ્રંથના ઉત્તમ નમૂના બની રહે છે. વળી શાળાઓના અભ્યાસક્રમમાં મહત્ત્વનું સ્થાન પામી શકે એવાં સાહિત્યનાં પાઠ્યપુસ્તકો પણ (બીજાના સહકારમાં) એમણે તૈયાર કર્યા હતાં. ઉપરાંત તેમના રેડિયો-વાર્તાલાપો પણ એટલા જ આકર્ષક અને લોકપ્રિય બન્યા હતા. આમ મૌલિક સાહિત્ય-સર્જનના ક્ષેત્રમાં, નિબંધો અને કવિતાને છોડીને, તેઓએ એકેએક પ્રકારમાં પોતાની કલમને ચલાવી ધારી સફળતા મેળવી હતી. શ્રી જયભિખ્ખની લેખનશૈલી એમની પોતાની આગવી અને ખૂબ આકર્ષક હતી; એ જાણે વાચકનું વશીકરણ કરી લેતી. પારસનો સ્પર્શ પામીને લોઢું સોનું બની જાય એમ એમની મધુર કલમનો સ્પર્શ પામીને ગમે તે કથાવસ્તુ ખૂબ સુંદરતા ધારણ કરી લેતું. આવી સિદ્ધિની બહુ ઓછા સરસ્વતીપુત્રોને બક્ષિસ મળે છે. લોકોમાં પ્રચલિત હોય એવી સામાન્ય અને સુપરિચિત લાગતી કથા પણ શ્રી જયભિખ્ખની કલમનો સ્પર્શ પામીને વાચકના મનને વશ કરી લે એવું આકર્ષક રૂપ ધારણ કરી લે છે. એમના વિપુલ કથાસાહિત્યમાંથી આના સંખ્યાબંધ દાખલા ટાંકી શકાય એમ છે. ભાવવાહી ટૂંકાં-ટૂંકાં રસઝરતાં વાક્યોવાળી સુગમ છતાં ચોટદાર શૈલી, અને જાદુવિદ્યાની જેમ ચિત્તને પકડી રાખે એવી કથાનિરૂપણની હથોટી : કથાઆલેખનની આવી વિશિષ્ટ ગુણવત્તાને લીધે ભાઈશ્રી જયભિખ્ખની Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ અમૃત-સમીપે લખાવટને સાહિત્ય-ક્ષેત્રે એક આગવી ‘જયભિખ્ખુ-શૈલી’ તરીકે ખુશીથી ઓળખાવી શકીએ. એમની કૃતિઓ આટલી રસભર અને આસ્વાદ્ય હોવા છતાં એમાં ૨સનિષ્પત્તિ માટે અપરસ, અશ્લીલતા અને અસંસ્કારી ગણાય એવા વસ્તુ કે વર્ણનના મોહથી મોટે ભાગે તેઓ બચતા રહ્યા. એકંદરે એમની કૃતિ શીલ, શૌર્ય કે સમર્પણનો કંઈક ને કંઈક મૂંગો બોધ આપે છે. શ્રી જયભિખ્ખુએ જેમ ભગવાન ઋષભદેવ જેવા જૈનધર્મના પ્રથમ તીર્થંકરના જીવનને અનુલક્ષીને સુંદર નવલકથાનું સર્જન કર્યું છે, તેમ વૈષ્ણવ સંપ્રદાયના ધાર્મિક મહાકવિ જયદેવના જીવનને કેન્દ્રમાં રાખીને ‘પ્રેમભક્ત કવિ જયદેવ' નામે નવલકથાનું એટલી જ સફળતાપૂર્વક આલેખન કરીને ગમે તે વિષયને આત્મસાત્ કરીને એને હૂબહૂ રૂપમાં ૨જૂ ક૨વાની કુશળતા દર્શાવી છે. (એ નવલકથાને આધારે સુંદર ફિલ્મ પણ ઊતરી હતી. - સં.) જૈન ધર્મની (તેમ જ કોઈ પણ ધર્મની) કથાઓમાંથી સાંપ્રદાયિકતાનો ડંખ દૂર કરીને એને સાચી માનવતાની અને સમભાવી ધાર્મિકતાની ઉચ્ચ, ઉમદા અને ઉદાત્ત ભૂમિકા ઉપર ૨જૂ ક૨વાની તેમની કલાસૂઝ સાવ અનોખી, અતિવિરલ અને દાખલારૂપ બની રહે એવી છે. આવી-આવી અનેક વિશેષતાઓને લીધે, શ્રી જયભિખ્ખુભાઈને ખૂબ આદર અને લોકપ્રિયતા મળ્યાં હતાં. એમની ચારેક દાયકાની અવિરત વિદ્યાસાધનાને લીધે ગુજરાત ગૌરવશાળી બન્યું હતું. જૈનસમાજની તો તેઓ અમૂલ્ય સંપત્તિરૂપ હતા. આ પ્રસંગે એકાદ દસકા જેટલા ટૂંકા સમયમાં ગુજરાતમાં ખૂબ લોકપ્રિય બનેલ શ્રી જીવનમણિ સાચનમાળા ટ્રસ્ટનો નિર્દેશ કરવો અનિવાર્ય લાગે છે. એક પલ્લે એક ભાવનાશીલ વ્યક્તિની આર્થિક અને વહીવટી શક્તિ, બીજે પલ્લે એક વિદ્વાનની સર્જકશક્તિ અને કલાપ્રીતિ - એ બેનો સહકાર કેવું ઉત્તમ કાર્ય કરી બતાવી શકે છે એનું પ્રેરક અને ચિરસ્મરણીય દૃષ્ટાંત આ ટ્રસ્ટે ઉપસ્થિત કર્યું છે. એ ભાવનાશીલ મહાનુભાવ તે શ્રી લાલભાઈ મણિલાલ શાહ અને એ સર્જક વિદ્વાન તે શ્રી જયભિખ્ખુ. આ વાચનમાળાનાં પુસ્તકોનો જે રીતે સર્વત્ર સત્કાર થયો એમાં શ્રી જયભિખ્ખુની સાહિત્યસેવાનો ઘણો મોટો ફાળો છે. આ સર્જકના વિપુલ સાહિત્યસર્જનનું મૂલ્યાંકન કરતાં પંડિતવર્ય શ્રી સુખલાલજીએ સાચું જ કહ્યું છે “વીસમી સદીના ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખનાર કોઈ પણ એમના નામ કે કામની પૂરી નોંધ ન લે, તો એ ઇતિહાસ અધૂરો રહે એવી સ્થિતિ - Page #390 -------------------------------------------------------------------------- ________________ શ્રી “જયભિખ્ખ ૩૭૭ એમણે પ્રાપ્ત કરી છે. તેમની કેટલીક કૃતિઓ એવી છે, જે બહુ લોકભોગ્ય બની છે, અને માનવતાસ્પર્શી હોઈ સંકુચિત વાડાઓને ભેદે છે.” જેમ શ્રી જયભિખુભાઈની કલમ આકર્ષક હતી, એવું જ મધુર, આકર્ષક અને તેજસ્વી એમનું વ્યક્તિત્વ હતું. એમની કલમની જેમ એમની જબાનમાં પણ જાણે જાદુ ભર્યો હતો. એમના પરિચયમાં આવનાર સૌકોઈ એમના પ્રત્યે આકર્ષાતા. સંબંધો બાંધવાની અને નિભાવવાની એમની કુશળતા દાખલારૂપ બની રહે એવી હતી. અસાધારણ આત્મવિશ્વાસ, અડગ મનોબળ, નિર્ભયતા, સાહસિકતા, ધાર્યું કામ પાર પાડીને જ જંપવાની મનોવૃત્તિ, સદા ય આશાવંત અને પ્રસન્ન પ્રકૃતિ, ઉદારતા, સારામાણસાઈ, એ બધા ઉપર સુવર્ણકળશ ચડાવે એવી ચંદન જેવી પરગજુવૃત્તિ અને ગમે તેવા પ્રશ્નોનો ઉકેલ લાવવાની વ્યવહારદક્ષતા જેવી શક્તિઓ અને ગુણસંપત્તિને લીધે એમનું વ્યક્તિત્વ વિશેષ ઉજ્વળ અને આકર્ષક બન્યું હતું. બાસઠ વર્ષની ઉંમર એ અત્યારે નાની ઉંમર ગણાય. પણ અવસાનની ઉંમર માનવીના હાથમાં નથી. મોટી વાત તો પોતાની સાહિત્યકૃતિઓ અને પોતાના સૌજન્યભર્યા જીવન દ્વારા માનવી જનજનના અંતરમાં સ્થાન મેળવી લે એ જ છે. એવી કીર્તિ થકી શ્રી જયભિખુભાઈ અમર છે. - આમ તો તેમણે પોતાની વાર્તાઓમાં, પોતાની કળાને બાધ ન આવે એ રીતે, સામાજિક કુરિવાજો ઉપર ઠીકઠીક કટાક્ષો કર્યા છે, પણ અવસાનના એક જ મહિના પહેલાં ( તા. ૨૫-૧૧-૧૯૬૯ના રોજ), પોતાનું અવસાન થાય તો સગાંઓએ કેવી રીતે વર્તવું એ અંગે તેમણે જે લખાણ કર્યું છે, તે સુધારાનો અમલ કરી બતાવવાની એમની ભાવનાનો એક સદા યાદ રાખવા જેવો દસ્તાવેજ બની રહે એવું છે; તેમાં તેઓ કહે છે – “જીવન તો આખરે પૂરું થવાનું છે. બાસઠ વર્ષનો માણસ – અનેક રોગોથી ભરેલો ને મનસ્વી પુરુષ – માગી-માગીને કેટલાં વર્ષ માગે ? “જીવ જાય ત્યારે કોઈએ શોક કરવો નહિ. કાં તો ગંભીરતા ધારણ કરવી, કાં એકાદ ભજન યા ધૂન ચલાવવી. “નનામીની પ્રથા નાછૂટકે અજમાવવી. મળી શકે તો મ્યુ. બસ મંગાવી એમાં દેહને લઈ જવો ને અગ્નિસંસ્કાર કરવો. “સ્મશાનમાં કાં ભજન કાં નિવાપાંજલિની સભા ભરવી. એક જ દિવસે સહુને બોલાવી લેવાં. એક જ ટંક રાખવાં. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ અમૃત-સમીપે લૌકિકે ખાસ સગાં સિવાય ઝમેલો એકત્ર ન કરવો. વ્યવહારની ક્રિયાઓ ઓછી કરવી. વ્હાલપની ક્રિયા વધુ થવા દેવી. બહારગામથી ચૂંટીને પચીસ સગાંને બોલાવવાં. સહુને એક ટંક દાળ, ભાત, રોટલી ને શાક ખવરાવવાં. ખાટી કે બીજા રિવાજો છાંડવા. પત્નીએ બંગડીઓ રાખવી, ચાલુ વસ્ત્રો પહેરવાં, ખૂણો ન રાખવો. “રોજ બની શકે તો શંખેશ્વર ભગવાનનો ફોટો મૂકી ધ્યાન ધરવું કે સ્તવન ગાવું. “વૈધવ્યનાં કોઈ ચિહ્ન ન પહેરવાં. પહેરાવવા જે પ્રયત્ન કરે તેને ચાર હત્યા લાગે. મરણ બાદ કોઈ એ અંગેના વ્યવહાર ન કરવા. બને તો પ્રભુભજન અવારનવાર રાખવાં. નિરાધાર, અશક્ત, ગરીબોને ભોજન આપવું, પારેવાંને દાણા નાખવા, ગાયને ચાર નાખવી. બને ત્યારે તીર્થયાત્રા કરવી. રોવું, કૂટવું, હાય-હાય કરવું સદંતર બંધ. કરે-કરાવે તે પાપના ભાગી. સૌ. જયાએ હિંમતથી વર્તવું. જિંદગી જાત્રા જેવી, રાજા-મહારાજા જેવી, શ્રીમંત-શાહુકાર જેવી ગઈ છે. પાછળ તે રીતે હસતે મોઢે રહેવું. સંસારમાં ઓછાને મળે તેવો પુત્ર મને મળ્યો છે, તેવી વહુ મળી છે, તેવો દીકરો (પૌત્ર) મળ્યો છે. “સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.” જ્યાં દસ્તાવેજ પોતે જ પોતાનું મહત્ત્વ કહેતો હોય ત્યાં એ અંગે વિશેષ કહેવાની જરૂર ન હોય. અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે સ્વર્ગસ્થનાં સગાંઓએ એમની ભાવનાને ન્યાય આપવા પૂરો પ્રયત્ન કર્યો હતો. આવું લખાણ કરીને શ્રી જયભિખુભાઈ પોતાના મરણને પણ સુધારતા ગયા, અને કથની કરતાં કરણી ઉપર ભાર આપીને બીજાઓને માટે એક ઉદાર દાખલો પણ આપતા ગયા ! [તા. ૩-૧-૧૯૭૦ (મુખ્ય), તા. ૧૦-૧-૧૯૭૦ (સમાપ્તિમાં), ( તા. ૧૬-૯-૧૯૯૭ (અંશો)]. (નોંધ : લેખક જયભિખ્ખના સગા પિતરાઈ ભાઈ થાય, અને ઉછેર અને ગૃહસ્થજીવનનાં આરંભનાં છ વર્ષ દરમિયાન સગા ભાઈ જેમ એક ચૂલાનો રોટલો ખાધેલો. – સં.). Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ શ્રી ચુ. વ. શાહ (૫) ધ્યેયનિષ્ઠ સાત્વિક સાહિત્યકાર શ્રી ચુ. વ. શાહ સાક્ષરરત્ન શ્રીયુત ચુનીલાલ વર્ધમાન શાહનો અમદાવાદમાં એમના નિવાસસ્થાને તા. ૧૨-૫-૧૯૬૯ના રોજ એંશીમા વર્ષે સ્વર્ગવાસ થતાં માતા શારદાને ચરણે પોતાના જીવનનું સાર-સર્વસ્વ સમર્પણ કરવામાં ધન્યતા અનુભવનાર એક સાત્ત્વિક અને આદર્શ સારસ્વત સદાને માટે વિદાય થયા ! ભલે દેહ અનંતમાં વિલીન થઈ ગયો; એમની અખંડ અક્ષરસાધના ગુર્જર પ્રજા, ગુર્જર ભૂમિ અને ગુર્જર સરસ્વતીની ચિરંજીવ જ્ઞાન-સંસ્કારની મૂડી બની રહેશે. શ્રી ચુનીભાઈની સુદીર્ઘકાલીન સરસ્વતી સાધના એક ધ્યેયનિષ્ઠ સાહિત્યકાર અને પત્રકાર એમ ઉભય રૂપે આગળ વધતી રહી, અને મૂળભૂત રીતે જુદા પ્રકારની તાસીર ધરાવતાં એ બંને ક્ષેત્રોમાં એમને યશસ્વી બનાવતી રહી – એ શ્રી ચુનીભાઈની વિદ્યાઉપાસનાની નોંધપાત્ર વિશેષતા હતી. ગુજરાત અને એની જનતાએ પણ પોતાના આ સરસ્વતીપુત્રનાં આદર અને બહુમાન કરવામાં ઊણપ ન રાખી. એમ કહેવું જોઈએ કે આવા એક નિષ્ઠાવાન સરસ્વતી-ઉપાસક ઉપર પોતાની લાગણી વરસાવવામાં લક્ષ્મીમાતાએ પણ કૃતાર્થતા જ અનુભવી હશે. સ્વભાવે તો શ્રી ચુનીભાઈ સુખી હતા જ, કારણ કે સંતોષ, ઠરેલપણું, સ્વસ્થતા જેવા દિવ્ય ગુણોની કુદરતમાતાએ એમને બક્ષિસ આપી હતી. શ્રી ચુનીભાઈની સાહિત્ય-સર્જનની પ્રવૃત્તિ, એંશી વર્ષ જેવા સુદીર્ઘ આયુષ્ય દરમ્યાન, ત્રણ વીશી કરતાં ય વધારે લાંબા સમયપટ પર અખ્ખલિતપણે વહેતી રહી એ પણ એમની વિદ્યાસેવાની વિરલ વિશેષતા. સોળ વર્ષની વયે તેઓએ ઉચ્ચ શ્રેણીમાં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી, અને એ જ અરસામાં, યૌવનના ઉંબરમાં ડગ માંડતાં-માંડતાં જ, એમની સર્જકશક્તિ જાગી ઊઠી. એ ઊગતી ઉંમરે જ એમણે “વિમલા' નામની નવલિકાની રચના કરી : શ્રી ચુનીભાઈની એ પહેલી કૃતિ. પણ એ સર્જન એવું તો શુકનવંતુ નીવડ્યું કે પછી તો એમના સાહિત્યસર્જનનો ફાલ ઉત્તરોત્તર વિકસતો જ રહ્યો. કંઈ કેટલા વાર્તાસંગ્રહો અને અન્ય સર્જનો ઉપરાંત પચાસ જેટલી તો નવલકથાઓ જ એમણે મહાગુજરાતને ભેટ આપી ! શ્રી ચુનીભાઈનું જીવન જેમ ઠાવકાઈ, સુવ્યવસ્થા, નિયમિતતા, સાદગી, શાણપણ, સંતોષ, નિરભિમાનવૃત્તિથી શોભતી દૃઢતા, ધ્યેયનિષ્ઠા જેવાં ગુણરત્નોથી સમૃદ્ધ અને શોભાયમાન બન્યું હતું, તેમ એમનું સર્જન પણ હંમેશાં વ્યવસ્થિત, નરવું, ધ્યેયનિષ્ઠ, સમભાવથી સંયમિત એવી ઊર્મિલતાથી શોભતું, ભાષાના આડંબર વગરનું, સંસ્કારિતાનો પરિમલ પ્રસરાવતું અને વાર્તા કે કથનને આકર્ષક અને સરળ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ - અમૃત-સમીપે રીતે રજૂ કરનારું બનતું. જીવનનાં ઠરેલપણા અને ઠાવકાઈની આભા એમની કૃતિઓ ઉપર પણ વિસ્તરી રહેતી. દોષમુક્ત ભાષા, દોષમુક્ત વાક્યરચના, વિરામચિહ્નોમાં પણ ભૂલ ન આવી જાય એની સાવચેતી – શ્રી ચુનીભાઈના સાહિત્યસર્જનની આવી-આવી વિશિષ્ટતાઓ દાખલારૂપ બની રહે એવી છે. સાહિત્યના કે ઇતિહાસના કોઈ મુદ્દાની છણાવટ વખતે શ્રી ચુનીભાઈ જે ચોકસાઈ, તટસ્થતા, પ્રમાણભૂતતા, સપ્રમાણતા, ચીવટ અને સત્યશોધક તેમ જ ગુણગ્રાહક દૃષ્ટિ રાખતા તે તો ખરેખર અતિવિરલ હોવાની સાથે ચિરકાળ સુધી માર્ગદર્શક બની રહે એવી છે. સામાજિક કે ક્યારેક રાષ્ટ્રીય પ્રશ્નોની એમની છણાવટ પણ એવી જ મર્મગ્રાહી અને તલસ્પર્શી રહેતી. આવી સાહિત્યિક ગુણવત્તાને લીધે શ્રી ચુનીભાઈ યશસ્વી સાહિત્યકાર અને પત્રકાર બનવા ઉપરાંત આદર્શ નિબંધકાર પણ બની શક્યા હતા. “સાહિત્યપ્રિય'ના નામથી એમણે કરેલ સાહિત્યિક બાબતોની વિવેચના અને “ચક્રવાક'ના તખલ્લુસથી લખેલ નરવા કટાક્ષલેખો આજે પણ એના વાચકોના અંતર ઉપર સુભગ સ્મરણરૂપે કાયમ રહેલાં છે. શ્રી ચુનીભાઈનું મૂળ વતન સૌરાષ્ટ્રમાં વઢવાણ શહેર. એમનો જન્મ તા. ૨-૫-૧૮૮૭માં. માતાનું નામ નાથીબહેન. ધર્મ સ્થાનકવાસી જૈન. કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય; પણ બુદ્ધિ, કાર્યશક્તિ અને ધ્યેયનિષ્ઠાની અમીટ સંપત્તિ બચપણથી જ મળેલી. તેમાં સૌરાષ્ટ્રનું ખમીર ભળતાં જીવન દીનતા કે નિરાશાથી મુક્ત, શાંત-સ્વસ્થ અને પુરુષાર્થી બની ગયું. સને ૧૯૦૩માં ૧૬ વર્ષની વયે વઢવાણની હાઈસ્કૂલમાંથી જ એમણે મૅટ્રિકની પરીક્ષા ઉચ્ચ કક્ષાએ પસાર કરીને એજન્સીનું પચાસ રૂપિયા જેવું મોટું પારિતોષિક મેળવ્યું. ત્યાર પછી આગળ અભ્યાસ કરવાની ભાવના પણ હતી અને બુદ્ધિ પણ હતી; પણ આર્થિક સ્થિતિ અભ્યાસમાં સમય, શક્તિ અને પૈસાનો વ્યય કરવાને બદલે અર્થોપાર્જનના કામમાં લાગી જવાનો તગાદો કરતી હતી. શ્રી ચુનીભાઈએ હતાશ થયા વગર, પરિસ્થિતિના એ આદેશને માથે ચડાવ્યો; અને શિક્ષક તરીકેની નોકરી સ્વીકારીને નવા જીવનનો આરંભ કર્યો. એમની પહેલી નવલિકા “વિમલા” પણ એ જ અરસામાં રચાઈ. એમના સર્જક આત્માએ શાળાની ચાર દીવાલો વચ્ચે સદાને માટે પુરાઈ રહેવાની ના ભણી. પણ નિર્ભેળ સાહિત્યઉપાસના દ્વારા ધન રળવાનું કામ તે કાળે લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ હતું; સરસ્વતીના ઉપાસક ઉપર લક્ષ્મીદેવીની કૃપા વરસવા લાગે એવા નવયુગનો ઉદય થવાને હજી વાર હતી. છતાં શ્રી ચુનીભાઈનું ખમીર એવી રાહ જોવા થોભવા તૈયાર ન હતું; થોડા જ વખતમાં શિક્ષક તરીકેની કામગીરીને છોડીને એમણે સને ૧૯૦૬માં “રાજસ્થાન” પત્રમાં Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ શ્રી ચુ. વ. શાહ જોડાઈને પત્રકાર તરીકેની અભિનવ કામગીરીનો શુભ આરંભ કર્યો. એમની પહેલી નવલિકા ‘વિમલા'ના સર્જનની જેમ પત્રકારત્વના ક્ષેત્રના પ્રવેશનું એમનું આ પગલું પણ ખૂબ શુભસૂચક નીવડ્યું; ત્રણ જ વર્ષ બાદ, સને ૧૯૦૯માં, તેઓ અમદાવાદમાંથી પ્રગટ થતા ગુજરાતના નામાંકિત સાપ્તાહિક ‘પ્રજાબંધુ' સાથે જોડાઈ ગયા. ‘પ્રજાબંધુ’ સાથેનું આ જોડાણ તો શ્રી ચુનીભાઈનું જીવનરસાયણ બની ગયું. એમણે એ પત્રની સાથે-સાથે પોતાની કલમનો જે વિકાસ સાધી બતાવ્યો, એની દાસ્તાન તો સૌ સાહિત્યસેવક બનવા ચાહનારાઓને માટે પ્રેરણારૂપ બની રહે એવી છે. કમનસીબ ભવિતવ્યતાને યોગે, આવા ઉચ્ચ કોટીના, નામાંકિત અને ગુજરાતીભાષી ‘પ્રજા’ને મન ‘બંધુ’ જેવા વહાલા બની ગયેલ પત્રને બંધ કરવાનો નિર્ણય એના વ્યવસ્થાપકોએ સને ૧૯૫૩માં કર્યો. છેક ત્યાં લગી પૂરાં ૪૪ વર્ષ સુધી શ્રી ચુનીભાઈ એ પત્રમાં જ કાર્ય કરતા રહ્યા, એ બીના એમની ધ્યેયનિષ્ઠા કે કાર્યનિષ્ઠાની જીવંત ગવાહી રૂપ બનવાની સાથે એમના જીવનની યશકલગીરૂપ બની રહે એવી છે. ક્યારેક નોકરીનું સ્થાનાંતર કરવાથી વધુ સારી કમાણીની તક આવીને ઊભી રહેતી, ત્યારે પણ શ્રી ચુનીભાઈ એ પ્રલોભનથી અલિપ્ત જ રહ્યા. સાહિત્ય દ્વારા પ્રજાનું કંઈક ને કંઈક પણ ભલું જ થવું જોઈએ, અને પ્રજાને હાનિ પહોંચે એવી બાબતમાં તો સાહિત્યકારથી સહભાગી બની શકાય જ નહીં આ પાયાની વાત શ્રી ચુનીભાઈના ચિત્તમાં બરાબર વસી ગઈ હતી. તેથી જ શબ્દરચના-હરીફાઈની ઉકેલ-સમિતિના નિર્ણાયક તરીકેની સાવ ઓછી મહેનત અને ઘણી સારી આવકવાળી કામગીરી સ્વીકારવાનો એમણે સહર્ષ ઇન્કાર ભણી દીધો હતો ; રોમરોમમાં ધ્યેયનિષ્ઠાનું ખમીર ધબકતું હોય તો જ આવો ઇન્કાર ભણી શકાય. શ્રી ચુનીભાઈએ પોતાની કારકિર્દીનો આરંભ એક શિક્ષક તરીકે કરી, ભલે એ કામગીરી થોડા વખત પછી છોડી દીધી. પણ કહેવું જોઈએ કે એમનો આત્મા તો એક સાચા શિક્ષકનો જ હતો : એક હેતાળ અને મમતાળુ છતાં ખબરદાર, ચીવટવાળા માર્ગદર્શક બનીને એમણે અત્યારના કેટલાય પત્રકારો, સાહિત્યકારો કે લેખકોનું શિક્ષકપદ સ૨ળ રીતે શોભાવી જાણ્યું ! છેવટે તો શિક્ષકપદ પણ સરસ્વતીપૂજાનો જ એક પ્રકાર છે. તેઓ સરસ્વતીના એકનિષ્ઠ ઉપાસક તરીકે જ જીવ્યા અને કૃતાર્થ બની ગયા ! ગુજરાતની ગુણજ્ઞ અને કૃતજ્ઞ જનતાએ પણ પોતાના આ સાક્ષરરત્નનું અવસર આવ્યે બહુમાન કરવામાં પાછી પાની નથી કરી : સને ૧૯૩૭નો Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ અમૃત-સમીપે રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરીને અને સને ૧૯૪૧ની સાહિત્ય-પરિષદના પત્રકારત્વ-વિભાગના પ્રમુખ તરીકે એમની વરણી કરીને એમની વિદ્વત્તાનું બહુમાન કરવામાં આવ્યું હતું. એક માનવી તરીકે પણ શ્રી ચુનીભાઈ ગુણિયલ હતા. તેમને જોઈએ અને જાણે કોઈ ધીર, ગંભીર, શાંત, સ્વસ્થ અને શાણા પુરુષનું દર્શન કર્યાનો લ્હાવો મળે. તેઓ સાદી રહેણીકરણી અને ઉમદા વિચારસરણીના એક જીવંત નમૂનારૂપ હતા. (તા. ૨૧-૫-૧૯૬૯) (૬) વિખ્યાત કલમનવીસ શ્રી ચુનીલાલ મડિયા ગુજરાતના વિખ્યાત લેખક શ્રી ચુનીલાલ મડિયાના જીવનવિકાસની ફૂલવેલ નાની ઉંમરે જ પાંગરી અને નાની ઉંમરે જ સંકેલાઈ ગઈ, એ કાળની કે ભવિતવ્યતાની કરુણ-મધુર દાસ્તાન જ લેખી શકાય ! શ્રી મડિયા ગરીબીનું ભાતું લઈને જન્મ્યા હતા અને પોતાના પુરુષાર્થના બળે ગરીબીની સામે ઝઝૂમીને વિજયી બન્યા હતા, અને ખૂબ ઝડપથી એમણે પોતાની સર્જકશક્તિને બળે ગુજરાતના વિખ્યાત અને સુખી લેખકોમાં પોતાનું સ્થાન મેળવી લીધું હતું. તેઓનું મૂળ વતન ધોરાજી, જન્મે તેઓ સ્થાનકવાસી જૈન, સને ૧૯૨૨માં એમનો જન્મ. એમણે અભ્યાસ તો બી.કોમ.નો કર્યો હતો, પણ એમનું ભાગ્યવિધાન પૈસાનો વેપાર ખેડવાનું નહીં, પણ વિદ્યાનો વેપાર ખેડવાનું હતું; એ એમણે સહર્ષ વધાવી લીધું. જીવનની પહેલી પચીશી થતાં-થતાં તો એમણે કલમજીવીનું જીવન શરૂ કર્યું, અને એકાદ વીશી સુધી સફળતાપૂર્વક એ જીવન જીવી જાણીને જીવનની બીજી પચીશી પૂરી થાય એ પહેલાં જ (માત્ર ૪૭ વર્ષની ઉંમરે જ) પોતાનું જીવન સંકેલી લીધું. તા. ૨૯-૧૨-૧૯૯૮ની રાત્રે અમદાવાદમાં આપણા આ સરસ્વતીપુત્ર આપણાથી સદાને માટે વિદાય થયા ! - શ્રીયુત મડિયાને એમની સાહિત્યસેવાનું બહુમાન કરવાના હેતુથી તા. ૧૪૨-૧૯૬૦ના રોજ અમદાવાદમાં સને ૧૯૫૭નો રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો. વયની વૃદ્ધિ સાથે એમની રચનાઓ પણ પાંગરતી રહી છે. એમણે નવલકથાઓ, નવલિકાઓ, નાટકો અને નિબંધો તેમ જ અમુક અંશે કાવ્યોની Page #396 -------------------------------------------------------------------------- ________________ શ્રી મનુભાઈ જોધાણી ૩૭૩ રચનામાં પણ પોતાની કલમ અજમાવી છે. અત્યાર સુધીમાં વીસ કરતાં પણ વધુ કૃતિઓની ગુજરાતને ભેટ આપી છે એ એમની સિદ્ધિ નોંધપાત્ર અને ગૌરવ ઉપજાવે એવી છે. શ્રી મડિયા રંગભૂમિના વ્યાપક પરિચય માટે અમેરિકા, ઇંગ્લેંડ અને ફ્રાંસનો પ્રવાસ ખેડી આવેલા. આપણી મધ્યસ્થ સરકારની સાહિત્ય અકાદમીમાં ગુજરાતી સલાહકાર-સમિતિના સભ્ય હોવાનું બહુમાન પણ એમને મળ્યું છે. લેખનની જેમ તેઓનું વાચન પણ વિશાળ; અને વાંચવાની એમની ઝડપ ધ્યાન ખેંચે એવી. જાપાનીઝ નાટકોનું અને અમેરિકાની ઉત્તમ વાર્તાઓનું ભાષાંતર કરવાનું કામ એમને સોંપવામાં આવેલું એ બીના એમની શક્તિનો વિશેષ ખ્યાલ આપે એવી છે. (તા. ૪-૧-૧૯૦૯, તા. ૨૦-૨-૧૯૬૦) (૭) પિંગા લોકસાહિત્યકાર શ્રી મનુભાઈ જોધાણી * જે જૈન લેખકોએ છેલ્લાં પચાસેક વર્ષ દરમ્યાન ગુજરાતી સાહિત્યના સર્જનમાં ગણનાપાત્ર ફાળો આપીને, ગુજરાતમાં સાક્ષર તરીકેની નામના અને કીર્તિ મેળવી છે, એમાં સ્વર્ગસ્થ શ્રી મનુભાઈ જોધાણીનું નામ અને કામ આદરભર્યું અને ગૌરવભર્યું છે. શ્રી મનુભાઈ જોધાણીને સૌરાષ્ટ્રની તળપદી ભાષા, સંસ્કૃતિ અને લોકકથાઓની જાણકારી જેમ ઊંડી હતી, તેમ આધારભૂત પણ હતી. એમની આ જાણકારીનું પ્રતિબિંબ, સ્વાભાવિક રીતે જ, એમની મોટા ભાગની સાહિત્યકૃતિઓમાં પડેલું જોઈ શકાય છે. તેથી એમનું સાહિત્યસર્જન ગુજરાતના વર્તમાન સાહિત્યપ્રવાહમાં આગવું સ્થાન ધરાવતું લખાયું છે. શ્રી મનુભાઈની કૃતિઓમાં ક્યાંય ઉત્તેજક શૃંગારરસ, અશ્લીલતા કે અશિષ્ટતાનો અણસાર સરખો ય જોવા નહીં મળતો હોવાથી એ કૃતિઓ તંદુરસ્ત અને સંસ્કારપોષક બની શકી છે; સાથે-સાથે એ એવી તો રસપ્રદ છે કે આબાલવૃદ્ધ સૌ એને હોંશે-હોંશે વાંચે છે. એમની કૃતિઓની લોકપ્રિયતા એમની પ્રગટ થયેલી અનેક આવૃત્તિઓ ઉપરથી પણ જાણી શકાય છે. એમના લેખનની અનોખી વિશેષતા એ છે કે એમનાં મોટા ભાગનાં પુસ્તકો ગમ્મત સાથે જ્ઞાન આપવાની શૈક્ષણિક ગુણવત્તા ધરાવે છે. આ દૃષ્ટિએ એમનાં Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ અમૃત-સમીપે સર્જનોનું મહત્ત્વ સમજવાનો તથા મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરતાં એમણે રચેલી, લોકજીવનના અંગરૂપ બની ગયેલ કેટલાક ધંધાદારી માનવીઓનું સુરેખ શબ્દચિત્ર રજૂ કરતી “જનપદ' નામે પુસ્તકની શ્રેણી, પંખીઓ તથા વનસ્પતિઓની વિવિધતાનું જ્ઞાન કરાવતી પુસ્તકશ્રેણી તથા એવી જ બીજી કેટલીક કૃતિઓ તરફ સહજપણે જ ધ્યાન જાય છે. શ્રી મનુભાઈની બુદ્ધિ એવી વિચક્ષણ અને કુશાગ્ર હતી અને પ્રશ્નોને સમજવા અને ઉકેલવાની એમની આવડત અને સૂઝ એવી કસાયેલી હતી, કે તેઓ કોઈ પણ રાજ્યના સંચાલનમાં સહેલાઈથી સફળતા મેળવી શકત. આમ છતાં એમણે રાજકારણના બદલે સાહિત્યસેવાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું એ ગુજરાતી સાહિત્યની ખુશનસીબી છે એમ કહેવું જોઈએ. વળી, તેઓએ મહાત્મા ગાંધીજીની સરદારી નીચે ખેલાયેલ આઝાદીના અહિંસક યુદ્ધમાં સક્રિય ભાગ લીધો હતો અને જેલવાસ પણ સ્વીકાર્યો હતો. આથી એમને અનેક રાજકારણી આગેવાનો સાથે ઘનિષ્ઠ સંબંધ હોવા છતાં, સ્વરાજની પ્રાપ્તિ થયા પછી એમણે સત્તાના રાજકારણથી અલિપ્ત રહીને સાહિત્યની ઉપાસના કરવાનું જ પસંદ કર્યું એ બીના એમના પ્રત્યેના બહુમાનમાં વધારો કરે એવી છે. તેઓએ “સ્ત્રીજીવન' નામે સુઘડ, સંસ્કારી અને સુવાચ્ય વાચનસામગ્રી પ્રગટ કરતા માસિકનું ૩૯ વર્ષ સુધી તંત્રીપદ સંભાળ્યું હતું. વળી ગુજરાત રાજ્યની રચના થયા પછી ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના લોકસાહિત્યના પ્રકાશનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે રચેલ લોકસાહિત્ય-સમિતિમાં રહીને ગુજરાતના લોકસાહિત્યની તેઓએ જે સેવા બજાવી છે, તે ચિરકાળ સુધી એમની વિદ્યાઉપાસનાની કીર્તિગાથા સંભળાવતી રહેશે. શ્રી મનુભાઈનું વતન સૌરાષ્ટ્રની એક વીરભૂમિ તરીકેનું ગૌરવ ધરાવતું ઘેલાશાનું બરવાળા ગામ. એમના પિતાશ્રીનું નામ લલ્લુભાઈ. એમણે પોતાની યશસ્વી જિંદગીનાં ૭૫ વર્ષ પૂરાં કરીને છોંતરમા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. છેલ્લે સુધી તેઓ કાર્યરત રહ્યા હતા. છેલ્લા પાંચેક દિવસની ટૂંકી માંદગી ભોગવીને, તા. ૨૯-૧૨-૧૯૭૭ના રોજ સ્વર્ગવાસ પામ્યા. (તા. ૭-૧-૧૯૭૮) Page #398 -------------------------------------------------------------------------- ________________ શ્રી જયંતી દલાલ/શ્રી રામનારાયણ પાઠક (૮) શ્રી જયંતીભાઈ દલાલ : બહુમુખી પ્રતિભા જેવી સુમધુર, હૃદયંગમ લલિતવાડ્મયના સર્જનની પ્રતિભા, એવી જ સક્રિય રાજકારણમાં ઝંપલાવવાની સૂઝભરી તમન્ના: અતિ વિરલ લેખી શકાય એવો આ સુયોગ એ શ્રી જયંતીભાઈ દલાલની અનોખી વિશેષતા હતી. ૩૭૫ શ્રી જયંતીભાઈમાં આ બંને પ્રકારની રસવૃત્તિઓનો ઉન્મેષ છેક ઊગતી ઉંમરેથી જોવા મળે છે. અન્યાય સામે બળવો પોકારવો અને દેશના સ્વાતંત્ર્યયુદ્ધના નિષ્ઠાવાન સૈનિક તરીકે ફરજ અદા કરવી, એ જાણે એમની પ્રકૃતિમાં જ વણાઈ ગયું હતું. એ જ રીતે દેશ-વિદેશના સાહિત્યનું અવગાહન અને વર્તમાનયુગની ભાવનાને ઝીલી લેતાં એકાંકી નાટકો, વાર્તાઓ વગેરે સાહિત્યનું સતત સર્જન એમના જીવનનો આનંદ હતો. વળી કટાક્ષ તો શ્રી દલાલનો જ, એવી સિદ્ધહસ્તતા એમણે આ લખાણો અને વક્તવ્યમાં મેળવી હતી. એકાંકી નાટકોના સર્જક તરીકે તેમ જ મહાત્મા ટૉલ્સ્ટૉયની મહાનવલ ‘વૉર ઍન્ડ પીસ' (યુદ્ધ અને શાંતિ')ના યશસ્વી અનુવાદક રૂપે તેઓનું હંમેશાં સ્મરણ થતું રહેશે. પંડિત નેહરૂએ જ્યારે આવા મોટા ગ્રંથનો એક સમાજવાદી રાજપુરુષે અનુવાદ કર્યાનું જાણ્યું, ત્યારે તેઓએ આશ્ચર્ય અને આનંદની લાગણી સાથે શ્રી દલાલને અભિનંદન આપ્યાં હતાં. આવી વિશિષ્ટ વ્યક્તિનું ૬૧ વર્ષની વયે અવસાન એ ગુજરાતના સાહિત્યક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે પાયાની ખોટરૂપ બની રહે એવું છે. (તા. ૪-૧૨-૧૯૬૫) (૯) કાવ્યમર્મજ્ઞ સર્જક શ્રી રામનારાયણ પાઠક ગુજરાત જેમને ‘પાઠકસાહેબ'ના માનભર્યા નામથી ઓળખતું, તેમના મુબઈમાં તા. ૨૧-૮-૧૯૫૫ના રોજ થયેલા સ્વર્ગવાસથી ગુજરાતની વિદ્વત્સમૃદ્ધિમાં જલ્દી ન પુરાય તેવી ખોટ પડી છે. શ્રી પાઠકસાહેબના બીજા સદ્ગુણોને બાજુએ રાખી કેવળ એમની વિદ્વત્તાનાં મૂલ્ય આંકવા બેસીએ તો પણ, ગુજરાતી ભાષાની આજીવન સેવા કરનારા એમના બરોબરિયા વિદ્વાનો બહુ ઓછા મળશે. તેઓશ્રી, એક જ વ્યક્તિએ સફળતાપૂર્વક કવિ, સર્જક, ચિંતક અને વિવેચક તરીકે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવામાં ઘણો બધો ફાળો આપ્યો હોય એવા વિરલ સાક્ષરોમાંના એક હતા. કવિહૃદયની Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ અમૃત-સમીપે સંવેદનશીલતા, કથાવાર્તા-નિબંધો-કટાક્ષચિત્રો જેવા લલિત વામયનું સર્જન કરવાની સુમધુર પ્રતિભા, તત્ત્વના કે વિચારના અંતસ્તલ સુધી પહોંચી જવાની ચિંતનશીલતા, વિવેચક તરીકેની તટસ્થતા-નિર્ભયતા-સત્યપરાયણતા, અને એ બધા ય ગુણોની સાથોસાથ જીવનમાં સહજ ભાવે કેળવાયેલી નિર્દેશવૃત્તિ – આવા વિરલ ગુણોને પોતાના જીવનમાં એકસાથે પ્રગટ કરીને શ્રી પાઠકસાહેબે પોતાના જીવનનું મૂલ્ય ખૂબ વધારી દીધું હતું. આ તો એમની અવિરત વિદ્યાઉપાસનાની વાત થઈ. પણ એક વ્યક્તિ તરીકે પણ એમનું જીવન કલેશમુક્ત અને સ્નેહ તથા આનંદરસથી ભરેલું હતું. વિદ્યાના કામમાં પોતાના લાભાલાભનો વિચાર સર્વથા અળગો મૂકીને એ સહુ કોઈને હોંશભેર સહાય કરતા; એટલું જ નહીં, અનેક ઊગતા લેખકો અને કવિઓને એ નિરંતર પ્રેરણા આપીને એમને આગળ વધારવામાં ખૂબ આનંદ માનતા. એમના વિચારો કોઈ પણ જાતના સંકુચિત વાડામાં ગોંધાઈ રહેવાનું પસંદ ન કરતા. મહાત્મા ગાંધીજી અને ગુજરાત વિદ્યાપીઠના સંપર્કે એમનામાં રાષ્ટ્રીયતા પણ ખૂબ-ખૂબ ભરી દીધી હતી. એટલે રાષ્ટ્રકલ્યાણનો ખ્યાલ પણ એમને સતત રહ્યા કરતો. ધંધાદારી રીતે તેઓ વકીલ બન્યા, છતાં એમના હૃદયમાં સતત વિદ્યા માટેની ઝંખના રહેતી. એમના પંડિત પિતાશ્રીનો વિદ્યાનો વારસો પણ જાણે એમને વિદ્યાના ક્ષેત્રમાં જ દોડી જવાને હંમેશાં હાકલ કર્યા કરતો; અને એ હાકલના પ્રેર્યા એક શુભ ઘડીએ તેઓ વકીલાતના ધંધાને પડતો મૂકીને વિદ્યાના ક્ષેત્રને એવા વર્યા કે વિદ્યા સાથે એમને આજીવન સંબંધ થઈ ગયો. વિદ્યાની ઉપાસના એમણે એક શિક્ષક બનીને શરૂ કરી અને જીવનને સંકેલવાના સમયે તેઓ ગુજરાતના એક મુકુટમણિ સાક્ષરવર્ય તરીકે સૌ કોઈના સન્માન અને બહુમાનના અધિકારી બનીને ગયા. ધન્ય એ જીવન અને ધન્ય એ મૃત્યુ ! ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે શ્રી પાઠકજી સાચા અર્થમાં જ્ઞાની ઋષિ-મુનિઓના સુયોગ્ય વારસ એવા સાચા બ્રાહ્મણ હતા, અને પોતાના જીવનને બ્રાહ્મણ તરીકેના ગુણોથી તેઓએ સુવાસિત બનાવ્યું હતું. એ ફૂલ તો કરમાઈ ગયું, પણ એની સૌરભ સદા યાદ આવ્યા કરશે ! (તા. ૨૭-૮-૧૯૫૫) O. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કળાકારો (૧) આત્મમંથનશીલ કલાકાર પં. રવિશંકર છેલ્લા એકાદ સૈકામાં વિવિધ પ્રકારનાં વાદ્યસંગીત અને જુદા-જુદા પ્રકારનાં કંઠ્ય સંગીતની બાબતમાં જે સંગીતકળાવિશારદોએ દુનિયાના નકશામાં ભારતને પ્રથમ પંક્તિમાં આગળ પડતું સ્થાન અપાવીને ભારતની વિદ્યાની શાન વધારી છે, તેમાં સિતારવાદક પંડિત રવિશંકર પણ આદર અને બહુમાનભર્યું આગવું સ્થાન ધરાવે છે. સંગીતકારોનું, અંતરના તારોને રણઝણતા કરીને માનવીને નાદબ્રહ્મમાં લીન બનાવી મૂકનાર સંગીત સાંભળીને આહ્વાદ અનુભવનાર શ્રોતાઓમાંથી કોઈ વિરલા જ એ વાતનો મર્મ પામી શકે છે કે સંગીતકળામાં આવી અપૂર્વ અને ચિત્તને વશ કરી લેનારી સિદ્ધિ કે સફળતા પ્રાપ્ત કરવા માટે કલાકારને કેટલા લાંબા સમય સુધી પોતાની જાતને વિસારી મૂકીને પૂર્ણ એકાગ્રતાથી કેટકેટલી કષ્ટસાધ્ય સાધના કરવી પડે છે. સોનલવર્ણા ઘઉંના ઢગલા જોનારને એ વાતનો ભાગ્યે જ ખ્યાલ આવે છે, કે ધરતીના પેટાળમાં ઓરાયેલ ઘઉંના દાણા કેટકેટલી અને કેવી કેવી યાતના ભોગવે છે, ત્યારે આવા ઘઉંનો પાક મળે છે. પંડિત રવિશંકરે કરેલી સાધનાની થોડીક વાત પણ આ બાબતની સત્યતાની ખાતરી કરાવે એવી છે. એમનો જન્મ વિદ્યા અને કળાના ધામ બનારસમાં સને ૧૯૨૦માં થયો હતો. એમના પિતા ડૉ. શ્યામાનંદ ચટ્ટોપાધ્યાય સંસ્કૃતના દિગ્ગજ વિદ્વાન હોવા ઉપરાંત એમણે દેશ-વિદેશની અનેક વિદ્યાઓ તથા ભાષાઓમાં નિપુણતા અને નામના પ્રાપ્ત કરી હતી. કોઈ પણ નવા કે અજાણ્યા વિષયમાં કુશળતા હાંસલ કરનારી એમની બુદ્ધિની તેજસ્વિતા અને ગ્રહણશક્તિ ખરેખર આશ્ચર્ય પમાડે એવી હતી. Page #401 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે , રવિશંક૨ પોતાના પિતાની આવી પંડિતાઈ અને કુશાગ્ર બુદ્ધિનો વારસો મેળવવા ભાગ્યશાળી થયા હતા. પણ વિદ્યા અને કળાને લગતા અનેક વિષયો પૈકી કોઈમાં ઊંડા ઊતરીને તો કોઈકમાં ઉપરછલ્લો ચંચૂપાત કરીને છેવટે એમણે સિતારવાદનમાં નિપુણતા પ્રાપ્ત કરવાનો અને એ સાધનાને પોતાનું જીવન સમર્પિત કરવાનો દૃઢ સંકલ્પ કર્યો, અને એ સંકલ્પને સફળ કરવાના પુરુષાર્થમાં તેઓ મન-વચન-કાયાના પૂર્ણ યોગથી એકાગ્રતાપૂર્વક લાગી ગયા. આ સાધનામાં એમના જીવનની સૌથી વિશેષ નોંધપાત્ર વિલક્ષણતા તો એ હતી, કે પોતે માત્ર સોળ વર્ષની કુમારવયે એક ઉદીયમાન નૃત્યકલાકાર તરીકે, પોતાના ખ્યાતનામ મોટા ભાઈ ઉદયશંકરની મંડળીમાં રહીને યુરોપનાં જુદાં-જુદાં નગરોમાં ‘ ચિત્રસેન ' નામે નૃત્યકથાનક ૨જૂ કરીને જે કીર્તિ મેળવી હતી, એનો પણ સહર્ષ ત્યાગ કર્યો હતો ! સિતારવાદનના અભ્યાસમાં એમના ગુરુ હતા મૈહર(મધ્યપ્રદેશ)નિવાસી ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાં જેમની સંગીત-વિશારદતાની તોલે આવે એવા સંગીતકાર ન એમના સમયમાં વિદ્યમાન હતા, ન અત્યારે વિદ્યમાન છે. તેઓ વિદેશની યાત્રાએ પણ વારંવાર જતા હતા. એમના જેવું દીર્ઘ અને તંદુરસ્ત આયુષ્ય પણ બહુ ઓછાને મળે છેઃ આશરે એકસો દસ વર્ષની વયે, થોડાંક વર્ષ પહેલાં જ, એ ખુદાના બંદા ખુદાના નૂરમાં ભળી ગયા ! એમને સૌ કોઈ ‘સંગીતમહર્ષિ’ તરીકે જ બહુમાન આપતા. એમના ઘરમાં અને જીવનમાં હિંદુ-સંસ્કૃતિ અને ઇસ્લામ-સંસ્કૃતિના ઉત્તમ અંશોનો સુમેળ જોવા મળતો. ३७८ રવિશંકરને સંગીતના અનેક વિષયોમાં પ્રયાસ કરતા જોઈને એક વાર એમણે “બેટા ! ધ્યાનથી સાંભળ, એક હી સાથૈ સબ સધે, સબ સાધૈ સબ જાય” એમ કહી જાણે સાધનાનો ગુરુમંત્ર આપી દીધો હતો. વળી અલ્લાઉદ્દીનખાં પોતાના શિષ્યો પ્રત્યે જેવા હેતાળ હતા, એટલું જ એમનું અનુશાસન કઠોર હતું. નાનીસરખી ભૂલને પણ તેઓ હરગિજ ચલાવી ન લેતા. સાદો ખોરાક, સાદી રહેણીકરણી, સાદો વેશ, વિનય-વિવેકભર્યાં વાણી-વર્તન અને બ્રહ્મચર્યપાલનનો તેઓ પૂરો આગ્રહ રાખતા. વિદ્યાદાનની એમની આ શરતનું સૌએ દૃઢતાથી પાલન કરવું પડતું; શિષ્યો માટે આ એક પ્રકારનું વિદ્યાપ્રાપ્તિ માટેનું તપ જ હતું. એમની પાસેથી સિતારવાદનની કળા પ્રાપ્ત કરવાની ઉત્કટ ભાવનાથી પ્રેરાઈને રવિશંકર પોતાનાં સુશોભિત વસ્ત્રોને તજી દઈને અને રૂપાળા વાળનું મુંડન કરાવીને પોતાના મહર્ષિ ગુરુના ચરણે સમર્પિત થઈ ગયા; અને ગુરુએ પણ એમને પૂરા ઉમળકાથી આવકાર આપ્યો અને હેતપૂર્વક વિદ્યાદાન કરવા માંડ્યું. એ દાન પામીને રવિશંકર જાણે નવો અવતાર પામવા લાગ્યા. રવિશંકર ગુરુના સાંનિધ્યમાં એક ઝૂંપડીમાં રહેતા. શરીરની પરવા કર્યા વગર એમને રોજ આઠ, Page #402 -------------------------------------------------------------------------- ________________ પં. રવિશંકર ૩૭૯ દસ, બાર અને ચૌદ-ચૌદ કલાક રિયાઝ (અભ્યાસ) કરવો પડતો; આ બાબતમાં ન તો લેશ પણ છૂટ લઈ શકાતી કે ન તો જરા ય આળસ કરી શકાતી. એક વાર ગુરુએ રવિશંકરને કહેલું : “ભારતીય સંસ્કૃતિ કહે છે કે આ વય છે બ્રહ્મચર્ય માટે, ત્યાગ માટે, સન્નિષ્ઠા માટે, પરિશીલન માટે; એટલું ધ્યાનમાં લઈશ તો બસ છે. એ ધ્યેયથી ચલિત ન થઈશ.” આ થોડાક શબ્દો પણ, જીવનમાં સદાચારનું કેટલું ઊંચું મૂલ્ય છે એની ઊંડી પ્રતીતિ કરાવવા પૂરતા છે. આવા કઠોર અને મહર્ષિસમા સિદ્ધહસ્ત ગુરુના આશ્રયમાં કેટલાંક વર્ષ સુધી અગ્નિપરીક્ષા જેવી અતિ આકરી સાધના કરીને જ્યારે પંડિત રવિશંકરે પોતાનો કર્મયોગ શરૂ કર્યો, ત્યારે સિતારવાદનમાં વિશ્વભરમાં વિજય અને યશકીર્તિ અપાવે એવાં સત્ત્વ અને તત્ત્વનું એમને વરદાન મળી ચૂક્યું હતું. પછી તો આપણા દેશમાં તથા અનેક વિદેશોમાં એમણે સિતારવાદનમાં જે સિદ્ધહસ્તતા દાખવી હતી, તે સાચા અર્થમાં વિજયી નીવડી હતી, અને એમને સારા પ્રમાણમાં સંપત્તિ અને અપાર કીર્તિ અપાવવાનું નિમિત્ત પણ બની હતી. આ રીતે પંડિત રવિશંકરની સાધના અને સિદ્ધિની કથા એક પ્રેરક અમર કહાની બની રહે એવી છે. (આ બધી માહિતી સ્વ. શ્રી મૂળજીભાઈ પી. શાહ લિખિત “ભારતનાં સંગીતરત્નો' એ પુસ્તકના બીજા ભાગમાંથી સાભાર લીધી છે.) આ બધી તો ખાસ જાણવા જેવી છતાં આનુષંગિક વાત થઈ, પણ અહીં મુખ્ય વાત કરવી છે આવા વિશ્વમાન્ય સંગીતકારની શાંતિની તીવ્ર ઝંખનાની. પંડિત રવિશંકર અત્યારે ઓગણસાઠ વર્ષના થયા છે. આટઆટલી સિદ્ધિ, કિર્તિ અને સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી પણ એમનું ચિત્ત હવે સંતોષ અને હર્ષનો અનુભવ કરવાને બદલે કેટલો અસંતોષ અને આ ઉમરે કેટલી બેચેની અનુભવે છે, અને શેષજીવન શાંતિપૂર્વક આત્મખોજમાં વીતે એ માટે કેટલું તલસી રહ્યું છે, એ વાત એમણે પોતે જ લખી છે, જે સૌ કોઈએ જાણવા-વિચારવા જેવી છે. છેલ્લા કેટલાક મહિનાથી, કલકત્તાથી પ્રગટ થતા “દેશ” નામના અઠવાડિકમાં પંડિત રવિશંકરે પોતાનાં સંસ્મરણો લખ્યાં છે. આ સંસ્મરણોનો એક ભાગ “ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના તા. ૧૩-૧૧-૧૯૭૮ના અંકમાં છપાયો છે. એમાં પોતાના પલટાયેલા મનોભાવને વ્યક્ત કરતાં તેઓ કહે છે : હું એક શિક્ષિત-સંસ્કારી વ્યક્તિ તરીકે, કંટાળો ઉપજાવનારી એક ને એક જ પ્રકારની (એકધારી) જિંદગીથી થાકી ગયો છું અને નિવૃત્ત થઈને બનારસમાં સ્થિર થવા ઇચ્છું છું. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦. અમૃત-સમીપે “વિમાનમાં ઊડીને આજે અહીં, તો કાલે ત્યાં પહોંચી જવાનો જૂનો નિત્યક્રમ, હોટલોમાં રહેવું, નકકી થયેલ કાર્યક્રમોને નિયમિતપણે પહોંચી વળવું, મધરાત વીતી ગયા પછી મોડે-મોડે હોટલમાં પાછા આવવું અને પછી રાતના પ્રાણીની જેમ એક ને એક જાતનું ખાણું લેવું – આ બધાથી હું ધરાઈ ગયો છું. દેશમાં વળી બીજી જાતની મુસીબત વેઠવી પડે છે : અહીં ચાર કે પાંચ કલાકથી ટૂંકો હોય એવો કાર્યક્રમ સાંભળવા કોઈ તૈયાર નથી; તેઓ કલાકારને નીચોવી નાખવા માગે છે ! કલાકારને જરા પણ ઊંઘ લીધા વગર મહિનામાં એક કાર્યક્રમ આખી રાત આપવા પડે તો એના મનની હાલત કેવી થઈ જાય તેનો તો વિચાર કરો ! એટલા માટે હું ધીમે-ધીમે જાહેર કાર્યક્રમો ઘટાડતો જવાનો છું. ઘેર રહીને હું મારી જાત માટે વાદન કરતો રહીશ; જો કોઈ સાચો સંગીતપ્રેમી આવવા ઇચ્છે તો તેને ખુશીથી આવવાની અને સાંભળવાની છૂટ છે. “મેં વૈભવવિલાસની સામગ્રી અને મારી નબળાઈ અંગે વાતો કરી છે. પરંતુ ત્યાગની લાગણી પણ મારામાં છેક બચપણથી જ રમતી રહી છે. ક્યારેક-ક્યારેક હું ઝબકી ઊઠું છું અને વિચાર કરું છું : હું શું કરી રહ્યો છું ? આવું બધું ક્યાં સુધી ચાલતું રહેવાનું છે ? હું શું આપી શક્યો છું અને એના બદલામાં મેં શું મેળવ્યું છે? પૂરેપૂરી કડવાશ અને ધૃણા ! બધી બાબતો અર્થહીન ભાસે છે. મને લાગે છે કે હવે પાછા ફરવું પડે એવા સ્થાને હું પહોંચી ગયો છું. મેં લગભગ બધું જોઈ લીધું છે; હવે બીજું શું બાકી છે ? હવે હું કંઈક કંટાળી ગયો છું. હવે હું મારી જાત માટે કેટલોક સમય આપવા ઇચ્છું છું – વિચાર કરવા, અંતરનું નિરીક્ષણ કરવા, ન્યાય તોળવા અને ચિત્તના પ્રદેશોની સાફસૂફી કરવા. હું ઘણું વધારે વિજ્ઞાન શીખવા ચાહું છું – હજી તો ઘણા બધા વિષયોનો અભ્યાસ કરવો બાકી છે. જો કે હું જાહેર કાર્યક્રમોમાંથી નિવૃત્ત તો થઈશ, પણ રચનાત્મક કાર્યને પૂરેપૂરું તજી દેવાનું મારાથી બની શકશે નહીં. મોટા ભાગના સમય માટે હું બનારસમાં આવેલ મારા “હેમાંગના' નામના કેન્દ્રમાં નિવાસ કરીશ. ત્યાં હું ધ્યાનસાધના કરીશ, વાચન કરીશ અને બે કે ત્રણ આશાસ્પદ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવીશ, તેમ જ ફિલ્મ, ટેલિવિઝન અને રેકર્ડંગ માટે કામ કરીશ.” “મારી ઇચ્છા એક મોટું સંગીતમય નાટક ભજવવાની છે; પણ એ સખત પરિશ્રમ, સમય અને ધનભંડોળની અપેક્ષા રાખે છે. આમાં હું શું કરી શકું તેનો હું વિચાર કરીશ.” વૈભવ-વિલાસ અને સંપત્તિમાં આળોટતા અનેક માલેતુજાર દેશોની વારંવાર મુલાકાત લીધા પછી તથા પોતે પણ સંપત્તિ અને સાહ્યબીનો ઉપભોગ કર્યા પછી Page #404 -------------------------------------------------------------------------- ________________ શ્રી બિસ્મિલ્લાખાન ૩૮૧ માનવીનું મન પાછલી વયમાં એકધારા યાંત્રિક જીવન, કાર્યક્રમો અને એ માટે સતત કરવી પડતી દોડધામથી કેવું હારી-થાકી-કંટાળી જાય છે અને એની શાંતિસ્વસ્થતા-અંતનિરીક્ષણ માટેની ઝંખના કેવી તીવ્ર બની જાય છે એનો એક ઉત્તમ દાખલો પંડિત રવિશંકરના આ આત્મનિવેદનમાં જોવા મળે છે, જે સૌ કોઈએ ધ્યાનમાં લેવા જેવો છે. બાકી તો, શાંતિ અને ચિત્તશુદ્ધિ સંબંધી જે વિચારો પાછલી વૃદ્ધ ઉંમરે આવે છે તે નાની યુવાન વયે આવે તો ? તો તો જન્મ સફળ થઈ જાય અને બેડો પાર જ થઈ જાય ને ! આ કથનનો આ જ મુખ્ય ભાવ છે. (તા. ૨-૬-૧૯૭૯) (૨) શ્રી બિસ્મિલ્લાખાન સાધકની સફળતા શ્રી બિસ્મિલ્લાખાન ભારતના વિખ્યાત શહનાઈવાદક છે ; અને એ રીતે વિદેશમાં પણ તેઓ સારી નામના ધરાવે છે. ભારત સરકારે એમની કલાવિશારદતાની કદર રૂપે એમને ‘પદ્મવિભૂષણ’ની પદવી એનાયત કરી છે. થોડા વખત પહેલાં તેઓ અમદાવાદ આવેલા; એ વખતે અમદાવાદના જાણીતા દૈનિક અખબાર ‘સંદેશ'ના ખબરપત્રીને એક મુલાકાત આપી હતી. આ મુલાકાત ‘સંદેશ’ના તા. ૫-૪-૧૯૬૮ના અંકમાં પ્રગટ થઈ હતી. એમાંની કેટલીક વિગતો સાધકની સફળતામાં સંયમ, વિનમ્રતા અને ઉદારતા કેવાં જરૂરી છે તેનો ખ્યાલ આપે એવી છે. એટલે એમાંની થોડીક વિગતો અમે સાભાર ઉદ્ધૃત કરીએ છીએ: . “કસાયેલો, પડછંદ, ઘઉંવર્ણો દેહ, ગોળ, માંસલ, હસતું મુખ. લાગણીપ્રધાન મનના પ્રતિબિંબ સમી એમની આછી કથ્થાઈ આંખો ભૂતકાળની સંગીત-સાધનાની વાતોની યાદથી ભીની બની ગઈ. બાવન વર્ષની વયના આ કલાકારનું મીણ જેવું અંતર ઓગળી ગયું. “ગંગાકિનારે તેઓ જે સ્થળે સંગીતસાધના કરતા એ દૃશ્યનું વર્ણન કરતાં એમના મુખ પર એક ચમક તરવરતી : ‘એક બાજુ બાલાજીનું મંદિર, બીજી બાજુ મંગળાગૌરીનું મંદિર અને જારાઓનું મંદિર, સામે ગંગામૈયા; દિલ ભરી દે એવું વાતાવરણ.’ “આ સ્થળના એક રહસ્યભર્યા અનુભવની વાત કરતાં એમણે કહ્યું હતું, કે ‘રાતે ૧૨ વાગ્યાના સુમારે, હું શહનાઈનું વાદન પતાવીને પાછો ફરતો હતો Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ અમૃત-સમીપે ત્યારે એક બાબા મળેલા, અને હું કંઈ કહું એ પહેલાં એમણે મને આશીર્વાદ આપી દીધા : “જા બચ્ચા મજા કરેગા.” આજ દિન સુધી હું આ શબ્દો ભૂલી શક્યો નથી. એ બાબા પછી ક્યાં ગયા એની કશી જ ખબર ના પડી શકી. હું ખરા જિગરથી એમ માનું છું કે આજે હું જે કંઈ છું એ માલિકની મહેરબાની છે.” ઉસ્તાદ બિસ્મિલ્લાખાને ૬ વર્ષની વયથી, મામા અલીબક્ષખાનની દેખરેખ હેઠળ શહનાઈના સબક શીખવાની શરૂઆત કરી હતી. સંગીતની સાધના ઘણી કપરી છે. બીજી કળાઓની ઉપાસનાની સરખામણીએ આ ઉપાસના અનોખી છે. કહે : “અમારી સંગીતવાળાઓની બિરાદરી એક છે. આ હિંદુનું સંગીત, આ મુસલમાનનું સંગીત એવો કોઈ ભેદભાવ અમારા મનમાં હોતો નથી. હિન્દુ કોણ, મુસલમાન કોણ, ખ્રિસ્તી કોણ એ બધા ધર્મના વાડા તો પછી થયા. સંગીત તો એ પહેલાંનું છે. સંગીતની ઉપાસના વખતે, પૂર્વ દિશામાં ઊગતા સૂર્ય તરફ મુખ કરીને બેસવું, હિંદુ દેવદેવીઓનાં સ્તુતિ-ગીતો ગાવાં, માંસાહાર ત્યાગવો વગેરે એ અમારા માટે કોઈ ધર્મની વાત નથી, અમે તો એને સંગીત શીખવા માટેની જરૂરી રીતરસમ માનીએ છીએ.” “ખૉસાહેબ પાક નમાઝી છે. પોતાની રસોઈ એ જાતે બનાવે, પીવાનું પાણી જાતે ગાળીને સ્વચ્છ વાસણમાં ભરે, પોતાનાં વસ્ત્રો જાતે ધોઈ લે. ધોબીનું ધોયેલું વસ્ત્ર હોય તો એ ઘેર બોળીને ઇસ્ત્રી કરીને પહેરે – એવા એમના આચારવિચાર છે. અલબત્ત, રાતના મોડે સુધી કાર્યક્રમો આપવા પડે, એટલે કાર્યક્રમ પૂરતું કોકાકોલા કે ચા પી લેવાની એમણે છૂટ રાખી છે.” આ ઉપરથી એટલું સહેજે સમજી શકાય કે સાધના કળાની હોય કે સાહિત્યની, આધ્યાત્મિક હોય કે વ્યાવહારિક – એ બધાંયમાં મનોનિગ્રહ, નિયમનું પાલન અને નિષ્ઠા હોય તો જ સિદ્ધિ મળી શકે છે. આ નામાંકિત કલાકાર મહાનુભાવે માંસાહારત્યાગની વાત કેવી સહજ રીતે રજૂ કરી છે ! સાધના વગર સિદ્ધિ નથી એ જ આનો સાર છે. (તા. ૪-૫-૧૯૬૮). Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ શ્રી જયશંકર સુંદરી' (૩) સજજન, ધર્મપરાયણ નટશ્રેષ્ઠ શ્રી જયશંકર “સુંદરી' જેઓ નાટકો જોવાના રસિયા છે, તેવા ગુજરાતીઓ સુંદરી’ના ઉપનામધારી શ્રીયુત જયશંકરભાઈના નામથી સુપરિચિત છે. આ યુગના જે શ્રેષ્ઠ નટો છે કે થઈ ગયા તેમાં શ્રી જયશંકરભાઈનું સ્થાન આગળ પડતું છે. છેલ્લાં બાવીસ વર્ષથી શ્રી જયશંકરભાઈ પોતાની નટ તરીકેની કામગીરીથી નિવૃત્ત થવા છતાં ગુજરાતની રંગભૂમિને સમૃદ્ધ બનાવવાના મનોરથો સેવે છે; એટલું જ નહીં, પણ એ માટે નિઃસ્વાર્થભાવે, કોઈ પણ જાતના આર્થિક લાભથી દૂર રહીને, દિન-રાત પ્રયત્ન કર્યા કરે છે. પાંસઠ વર્ષ જેટલી પાકટ ઉંમરે પણ નિરાશા નહીં સેવતાં પોતાના મનોરથોને આગળ ને આગળ વધારી રહ્યા છે – એ બીના કોઈ પણ વ્યક્તિના અંતરમાં શ્રી જયશંકરભાઈ પ્રત્યે આદરમાનની લાગણી પેદા કરે છે. ત્રણ દાયકા જેટલા લાંબા સમય સુધી નાટકની લપસણી દુનિયામાં રહેવા છતાં, એક યશસ્વી અને શ્રેષ્ઠ નટ તરીકેની ઝળહળતી કીર્તિ સંપાદન કરવા છતાં અને તેમાં ય પાછું સ્ત્રી-પાત્રો દ્વારા જ પોતાની નિપુણતા દાખવવા છતાં – આમ અનેક પ્રલોભનો કે માયાવી પ્રસંગો વચ્ચે પણ – પોતાના જીવનને શીલસંપન્ન રાખવું અને સદાચાર, નીતિ કે પ્રામાણિકતાના માર્ગેથી ચલિત ન થવા દેવું એ તો દોરડા ઉપર ચાલવા જેવું કઠણ કામ ગણાય. આ દુનિયામાં અપરસમાં જ નહીં, પણ અપલક્ષણમાં પણ તણાઈ જવું એ સ્વાભાવિક વાત છે; છતાં આત્મસંયમના મુશ્કેલ કામમાં પણ શ્રી જયશંકરભાઈ સફળ થઈ શક્યા એ હકીકત એમના પ્રત્યે વિશેષ આદર ઉત્પન્ન કરે છે. આવા એક સજ્જન અને ધર્મપરાયણ નરશ્રેષ્ઠનું તાજેતરમાં (તા. ૨૮-૩૧૯૫૪ના રોજ) અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાએ, તેમને સને ૧૯૫૧નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરીને જે બહુમાન કર્યું છે તે બહુ ઉચિત થયું છે એમ અમે માનીએ છીએ; અને આ પ્રસંગે શ્રી જયશંકરભાઈની કળા અને સજ્જનતાને જે અંજલિ આપવામાં આવી તેમાં અમે અમારો સાથ પુરાવીએ છીએ. - શ્રી જયશંકરભાઈ જ્ઞાતિએ ભોજક છે; અને ભોજક જ્ઞાતિ સાથે જૈનસંઘનો જૂનો અને ઘનિષ્ઠ સંબંધ છે એ બહુ જાણીતી વાત છે. યતિ-સંસ્થાએ જૈનસંઘની રક્ષામાં અથવા જૈન સંસ્કૃતિની જાળવણીમાં જેમ નોંધપાત્ર ફાળો આપ્યો છે, તે જ રીતે ભોજક ભાઈઓએ પણ અનેક રીતે જૈનધર્મની સેવા કરી છે, જે આજે પણ ચાલુ છે. નાટકને જ પોતાનો પ્રિય વિષય માન્યા છતાં શ્રી જયશંકરભાઈને જૈનધર્મ ઉપર ભારે પ્રેમ અને આસ્થા છે એ બીના તો તેમણે નિવૃત્ત થયા પછી, થોડાંક વર્ષો પહેલાં જે ઉપધાન જેવી આકરી તપસ્યા કરી હતી તે ઉપરથી પણ સાબિત થાય છે. (તા. ૩-૪-૧૯૫૪) Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ (૪) યુગસર્જક કલાપુરુષ શ્રી રવિશંકર રાવળ પુણ્યશ્લોક શ્રી રવિશંકર રાવળનું નામ અને કામ ગુજરાતના ઈસ્વીસનના વીસમા સૈકાના સંસ્કારસ્વામીઓ, કળાપુરુષો અને પ્રજાજીવનના ઘડવૈયાઓમાં પ્રથમ પંક્તિમાં આદર-બહુમાનભર્યું સ્થાન મેળવે એવું છે. છ-એક દાયકા જેટલા વિશાળ સમયપટ પર વિસ્તરેલા પોતાના કાર્યકાળ દરમ્યાન, એમણે માનવી કે માનવજીવનને સ્પર્શતાં તથા કુદરતની ગરિમાનું દર્શન કરાવતાં, હૃદયસ્પર્શી કહી શકાય એવાં અસંખ્ય રંગીન તેમ જ એકાંગી (? એકરંગી ?) ચિત્રો અને રેખાંકનો ઉપરાંત કળાનિપુણ, સિદ્ધહસ્ત અને નામાંકિત અનેક ચિત્રકળાકારો પણ ગુજરાતને ભેટ આપ્યાં છે. અમૃત-સમીપે ગુજરાતની ચિત્રકળા દ્વારા ગુજરાતની આગવી સંસ્કૃતિનાં દર્શન કરાવવાની સાથે-સાથે, દેશના જુદા-જુદા પ્રદેશોનો, વિદેશોનો તથા દેશ-વિદેશના કળાવિશારદોનો અભ્યાસપૂર્ણ સંપર્ક સાધીને એમણે ગુજરાતની કળા અન્ય સ્થાનોની આધુનિક કળાઓની વિશેષતાઓને ઝીલીને, વધારે સમૃદ્ધ બને એ માટે સતત જાગૃતિ રાખી છે અને એ માટે પૂર્ણ યોગથી અદ્ભુત પુરુષાર્થ પણ કર્યો છે. ગુજરાતની ચિત્રક્શાને સજીવન અને સમૃદ્ધ કરવાની શ્રી રવિભાઈની આવી અસાધારણ ચીવટ અને કામગીરીને જોઈને, ગુજરાતના કળાક્ષેત્રે એમના યુગને ‘રવિયુગ' તરીકે ઓળખાવીએ અને એમની દીર્ઘકાલીન સેવાઓને ‘યુગસર્જક’ (ચિત્રકલાના યુગસ્રષ્ટા)ના મહાન કાર્ય તરીકે બિરદાવીએ તો એમાં જરા યે અતિશયોક્તિ નથી થતી એ સ્વીકારવું જોઈએ. આપણા આદરણીય આ મહાપુરુષને ગુજરાત ‘કળાગુરુ' તરીકે ઓળખે છે તે બિલકુલ યથાર્થ છે. પ્રાચીન કાળના ઋષિની યાદ આપતા શ્રી રવિભાઈએ વિદ્યાનિષ્ઠ અને શિષ્યવત્સલ ગુરુ તરીકે એક-એકથી ચડિયાતા કેવા શિષ્યો તૈયાર કર્યા છે, અને ગુજરાતની કળાસમૃદ્ધિમાં કેટલો બધો વધારો કરી આપ્યો છે ! અને એમ કરીને એમણે ગુજરાતની ચિત્રકળા-સમૃદ્ધિને ભારતની ચિત્રકળાસમૃદ્ધિમાં કેવું ગૌરવભર્યું સ્થાન અપાવ્યું છે ! એમના આ ઉપકારને ગુણિયલ ગુજરાત ક્યારેય વીસરી નહીં શકે; એટલું જ નહીં, આપણે એમનાં જીવન અને કાર્યમાંથી સદા કળા-ઉપાસના અને કર્તવ્યનિષ્ઠાનો બોધપાઠ લઈને ગુજરાતની કળાને વધુ ને વધુ સમૃદ્ધ અને ગૌરવશાળી બનાવવાનો પ્રયત્ન કરીને એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં રહીશું. શ્રી રવિભાઈનું મૂળ વતન સૌરાષ્ટ્રનું સંસ્કાર અને વિદ્યાનું ધામ લેખાતું ભાવનગર શહેર. એમના પિતાનું નામ મહાશંકરભાઈ, માતાનું નામ ઊજમબહેન, Page #408 -------------------------------------------------------------------------- ________________ શ્રી રવિશંકર રાવળ ૩૮૫ જન્મ સને ૧૮૯૨ની પહેલી ઑગસ્ટના રોજ જન્મે બ્રાહ્મણ, એટલે વિદ્યાપ્રીતિ અને સાદી જીવનપદ્ધતિની ભેટ પારણામાં જ મળેલી. ભાવનગરમાં રહીને મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અને કૉલેજમાં જોડાયા. કૉલેજના પારસી આચાર્ય શ્રી સંજાણાએ પોતાના આ શિષ્યમાં છુપાયેલ કળાનિપુણતાને પારખી લીધી અને કૉલેજનો ચાલુ અભ્યાસ છોડીને મુંબઈની સુપ્રસિદ્ધ જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં જોડાવાની એમને સલાહ આપી. એ સલાહ રવિભાઈએ વધાવી લીધી, અને ૧૯ વર્ષની વયે, સને ૧૯૧૧માં તેઓ ચિત્રકળાના અભ્યાસ માટે મુંબઈ પહોંચી ગયા. પોતાના પુત્રને ઇજનેર બનાવવાની પિતાની ઇચ્છા વણપૂરી રહી ગઈ અને રવિભાઈના જીવનરાહને કળા-સાધનાનો નવો વળાંક મળી ગયો. - સાહિત્ય અને કળાને પ્રોત્સાહન આપવા માટે અપૂર્વ શહાદત વ્હોરનાર સ્વનામધન્ય હાજી મહમ્મદ અલારખિયા શિવજીએ એ જ અરસામાં “વીસમી સદી” નામે ગુજરાતી ભાષાનું પહેલવહેલું સચિત્ર અને સાહિત્યસમૃદ્ધ (ભલે ખરચાળ) માસિક શરૂ કરવાનું સાહસ કર્યું હતું. અભ્યાસકાળ દરમિયાન આ માસિક માટે ચિત્રો-સુશોભનો દોરીને શ્રી રવિભાઈ પોતાની હાથખરચી મેળવી લેતા. પાંચ વર્ષમાં ભારે સફળતાપૂર્વક અને બે સુવર્ણચંદ્રકો મેળવીને એમણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને જીવનનો કાર્યકાળ શરૂ કર્યો. અભ્યાસ પૂરો કર્યા પછી બે-ત્રણ વર્ષ તો તેઓ મુંબઈમાં જ રહ્યા; પણ પછી મુંબઈનું પાણી એમને માફક ન આવ્યું અને કુદરતનો કોઈ સંકેત હોય એમ સને ૧૯૧૯માં તેઓ અમદાવાદમાં કાયમી વસવાટ કરીને રહ્યા. મહાત્મા ગાંધીએ અમદાવાદમાં સત્યાગ્રહ-આશ્રમ સ્થાપ્યો, લગભગ તે અરસાનો જ આ સમય હતો. જીવનનું ઉત્થાન કરે એવી ભદ્ર ચિત્રકળાના ઉપાસકને મહાત્મા ગાંધીનો નિકટનો સંપર્ક મળ્યો; એની અસર એમની કળાની દિશા અને રુચિ ઉપર પડ્યા વગર કેવી રીતે રહે ? એ અસર શ્રી રવિભાઈના જીવન અને કળાવિચાર બંને ઉપર ઘણી આવકારપાત્ર પડી એમ કહેવું જોઈએ. ઇતિહાસ એ વાતની ગવાહી પૂરે છે કે મહાત્મા ગાંધીની આગેવાની નીચેનાં કોંગ્રેસનાં કેટલાંક અધિવેશનો શ્રી રવિભાઈ તથા એમના શિષ્યોએ દોરેલા ચિત્રોથી સુશોભિત બન્યાં હતાં. આ ચિત્રોએ ગુજરાત તેમ જ ભારતની ગ્રામીણ ચિત્રકળા તથા જીવનપદ્ધતિને સારા પ્રમાણમાં ગૌરવશાળી બનાવી હતી. પોતાની કળા અને સાહિત્યરુચિનું મનગમતું ખેડાણ કરવા માટે સને ૧૯૨૨માં એમણે “કુમાર' માસિક શરૂ કર્યું હતું, અને બે દાયકા સુધી એને પોતાની અંગત જવાબદારીથી સફળ રીતે ચલાવ્યું હતું. ત્યાર પછી એનું પ્રકાશન કુમાર કાર્યાલય લિમિટેડ કંપનીએ સંભાળ્યું. ઉચ્ચ કોટિનું આ માસિક આજે પણ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ અમૃત-સમીપે એના સ્થાપક તથા સંચાલકની કળારુચિની કીર્તિગાથા સંભળાવે છે. ચિત્રકળાની જેમ લેખનકળા ઉપર પણ એમનો પ્રશંસનીય કાબૂ હતો એ એમની વિરલ વિશેષતા હતી. ભારતના એક કળાવિશારદ ચિત્રકાર તરીકે શ્રી રવિભાઈએ અનેક દેશોની કળાયાત્રા ખેડી હતી અને અનેક વિખ્યાત કલાકારોની પ્રીતિ મેળવી હતી; અને એમ કરીને ભારતીય કળાની શાન વધારી હતી. સરકારે એમને “પદ્મશ્રી' અને ભારતની લલિતકલા અકાદમીનું માનદ સભ્યપદ અર્પણ કરીને એમની આજીવન કળાસાધનાનું બહુમાન કર્યું હતું. જીવનભર કળાની યાત્રા કરીને, ૮૫ વર્ષની પરિપક્વ ઉંમરે, મહાયાત્રાએ ચાલી નીકળેલા શ્રી રવિશંકરભાઈ રાવળ સાચે જ, ગુજરાતના ગૌરવરૂપ કળાપુરુષ અને કલાગુરુ તરીકે કૃતાર્થ અને અમર બની ગયા. (તા. ૩૧-૧૨-૧૯૭૭) (૫) જીવનકળાના ઉપાસક સંગીતકાર શ્રી શાંતિલાલ શાહ શ્રીયુત શાંતિલાલ બી. શાહે તેઓની સુમધુર અને ઊર્મિસભર ગીતરચનાઓ તથા હૃદયસ્પર્શી અને વશીકરણસમી, રસ રેલાવતી સંગીત નિપુણતાને કારણે જૈન ચતુર્વિધ શ્રીસંઘની ખૂબ ચાહના મેળવીને પોતાના જીવનને તથા પોતાને મળેલી માતા સરસ્વતીની કૃપાપ્રસાદીને કૃતાર્થ બનાવ્યાં છે; આટલું જ શા માટે ? એમણે રાષ્ટ્રભાવના, સમાજસેવાની ભાવના તથા સુધારાની ભાવનાને રેલાવતાં ગીતોની તથા મહાત્મા ગાંધીજી, રાષ્ટ્રસંત વિનોબા ભાવે વગેરે રાષ્ટ્રીય મહાપુરુષોનાં જીવન અને કાર્યોને બિરદાવતાં પ્રશસ્તિગીતોની સ્વયં રચના કરીને ગુજરાતમાં તેમ જ અન્યત્ર વસેલી ગુજરાતીભાષી જનતામાં પણ ઘણી લોકપ્રિયતા મેળવી છે. આ રીતે એકધારા ચારેક દસકા જેટલા દીર્ઘસમય સુધી વ્યાપક જનસમૂહને પોતાની ગીત-સંગીતની અભુત કળા દ્વારા ભક્તિરસ, કથારસ, રાષ્ટ્રભાવના, સેવાપરાયણતા વગેરેનું રોચક અને પ્રેરક પાન કરાવનાર શ્રી શાંતિભાઈ કળાભક્તિ, આંતરિક શક્તિ અને લોકભક્તિ રૂપ રત્નત્રયીનું વરદાન મેળવનાર ભાગ્યશાળી મહાનુભાવ છે. એમની કળાસિદ્ધિ આગળ આપણું માથું નમી જાય છે. ભૂતકાળમાં એમનાં ગીતોને એમની જ પાસે ગવરાવીને, આપણા દેશની કેટલીક જાણીતી ગ્રામોફોન-કંપનીઓએ સંખ્યાબંધ ગ્રામોફોન-રેકર્ડી ઉતારી હતી, Page #410 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિલાલ શાહ ૩૮૭ અને એનું વેચાણ ખૂબ બહોળા પ્રમાણમાં થતું રહેતું હતું એ બીના પણ તેમણે મેળવેલી લોકચાહનાની ગવાહી પૂરે છે. અમારા “જૈન” પત્રમાં તથા અન્ય સામયિકોમાં થોડાક વખત પહેલાં પ્રગટ થયેલા સમાચારો ઉપરથી જાણવા મળે છે કે શ્રી શાંતિભાઈના મુંબઈમાં રહેતા કેટલાક મિત્રો અને પ્રશંસકોએ એમના પ્રત્યેના આપણા ઋણથી મુક્ત થવાના મંગળ આશયથી પ્રેરાઈને એમની કદર તથા એમનું બહુમાન કરવાની એક યોજના ઘડી છે. અમે આ યોજનાનું ઉલ્લાસપૂર્વક સ્વાગત કરીએ છીએ. શ્રી શાંતિભાઈનાં કેટલાંક પ્રગટ ગીતોનો સંગ્રહ, સાત-આઠ મહિના પહેલાં, દીવડો” નામે પુસ્તિકા રૂપે પ્રગટ થયો હતો. આ પુસ્તિકાની પ્રસ્તાવના રતિલાલ દિપચંદ દેસાઈએ (પોતે તંત્રી વતી કરેલા લખાણમાં પોતાનો ઉલ્લેખ આ રીતે ત્રીજા પુરુષમાં કર્યો છે. – સં.) “શબ્દો અને સ્વરોના મનમોહક કસબી' એ શીર્ષકથી લખી છે. આ પ્રસ્તાવનામાં શ્રી શાંતિભાઈના ઉન્નત જીવન અને એમની મનમોહક કળાનું સમુચિત શબ્દોમાં પ્રશસ્તિગાન કરીને એમની યશોવલ કારકિર્દીને બિરદાવવાનો અદનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. શ્રી શાંતિભાઈની ગીત-સંગીતકળાની મહત્તા અને એની અસરકારકતાનો ખ્યાલ આપતાં તેમાં કહેવાયું છે : “ગુજરાતના જાણીતા ગીત-સંગીતકાર, મારા મિત્ર ભાઈશ્રી શાંતિલાલ શાહ માતા સરસ્વતીની, આ બંને કળા-સ્વરૂપોની (કાવ્યકળાની અને સંગીતકળાની) બહુમૂલી બક્ષિસ મેળવનાર ભાગ્યશાળી પુરુષ છે. તેઓ જેમ ગીતોની રચના કરી જાણે છે, તેમ પોતાનાં ગીતોને સંગીતના મધુર સૂરો દ્વારા વહેતાં કરવાની કળામાં પણ નિપુણતા ધરાવે છે. એમનાં ગીતો જ્યારે એમના કંઠમાંથી પ્રગટ થતાં, બુલંદ અને મધુર સૂરોની પાંખે ચડીને ચોમેર રેલાવા લાગે છે, ત્યારે શ્રોતાઓનાં અંતર ગગદ બની જાય છે અને એમની આંખો આંસુભીની થઈ જાય છે. શ્રોતાઓ એમની ગીત-સંગીતની કળાને મંત્રમુગ્ધ બનીને એકાગ્રચિત્તે સાંભળ્યા જ કરે છે; એમને સમય ક્યાં વહી જાય છે એનો ખ્યાલ સુધ્ધાં રહેતો નથી. શ્રી શાંતિભાઈ હૃદયસ્પર્શી શબ્દો અને સ્વરોના આવા મનમોહક કસબી છે; શબ્દો અને સ્વરો ઉપરનું એમનું પ્રભુત્વ, સાચે જ, અજબ અને કામણગારું છે........એમાં જેમ પ્રાર્થનાગીતો કે ભક્તિગીતોનો સમાવેશ થાય છે, તેમ નાના કથાપ્રસંગો તેમ જ કંઈક મોટાં કથાગીતો પણ સંગ્રહાયેલાં છે. તેઓ ભક્તિગીતો તથા કથાગીતોની રચનામાં સમાન નિપુણતા ધરાવે છે; અને એમનાં બંને પ્રકારનાં ગીતોને જનતા ઉલ્લાસપૂર્વક સાંભળે છે..” શ્રી શાંતિભાઈની કૃતિઓમાં જોવા મળતી ઉદારતા, સમભાવની દૃષ્ટિ અને માનવતાવાદી વૃત્તિનો ખ્યાલ આપતાં આ પ્રસ્તાવનામાં કહેવામાં આવ્યું છે – “શ્રી શાંતિભાઈની કવિતાનો વિષય અમુક ધર્મ કે સંપ્રદાય પૂરતો મર્યાદિત ન રહેતાં એ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ અમૃત-સમીપે જૈનધર્મના પાયામાં રહેલી ઉદારતાને પ્રગટ કરવાની સાથે, અન્ય ધર્મોની ઉદાત્ત ભાવનાને પણ વાચા આપે છે. મતલબ કે વ્યાપક ધર્મની ભાવનાને, સર્વધર્મસમભાવની દૃષ્ટિને તથા માનવતાની વૃત્તિને પ્રોત્સાહન મળે એવી મંગલકારી ઊર્મિથી પ્રેરાઈને તેઓ પોતાનાં કાવ્યોની રચના કરે છે. સાથે-સાથે સમાજકલ્યાણ અને રાષ્ટ્રભક્તિનાં કેટલાંક સુંદર ગીતોની પણ એમણે ભેટ આપી છે ઃ આ એમની નોંધપાત્ર વિશેષતા છે. “એમની ગીત-સંગીતકળાનો વિશેષ લાભ જૈન સમાજ લેતો રહેતો હોવાથી એમની કૃતિઓ જૈન વિષયને લગતી વધારે હોય એ સ્વાભાવિક છે. આમ છતાં આ કૃતિઓ સાંપ્રદાયિક સંકુચિતતા, કદાગ્રહ કે ઝનૂનથી સર્વથા મુક્ત હોવાને કા૨ણે, જૈન સમાજની જેમ, ઇતર સમાજોના શ્રોતાઓ પણ એનો આસ્વાદ લેવા પ્રેરાય છે.” શ્રી શાંતિભાઈનાં ગીતો ઉપર તથા એમની સંગીતવિદ્યા ઉપર સુભગતા અને કલ્યાણદૃષ્ટિની જે આભા પ્રસરેલી અનુભવાય છે, તે એમના શાંત જીવન અને ગુણગરિમાથી શોભતા વ્યક્તિત્વને આભારી છે, એ તરફ આંગળી ચીંધતાં પ્રસ્તાવનાલેખક સૂચવે છે : “શ્રી શાંતિભાઈની કવિતા-રચનાનો પટ ઉદારતા અને સમદ્રષ્ટિના તાણાવાણાથી વિશેષ સમૃદ્ધ અને શોભાયમાન બની શક્યો છે તેનું મુખ્ય કારણ, મારી નમ્ર સમજ મુજબ, એમનું ઉમદા જીવન અને ઉદાત્ત વ્યક્તિત્વ છે. ક્લેશ-દ્વેષની વૃત્તિઓ અને ક્રોધ વગેરે કષાયો કાબૂમાં રહે એ માટે તેઓ યથાશક્ય જાગતા રહે છે. સાદાઈ, સદાચાર, સમભાવ જેવા સદ્ગુણો એમને સહજ રીતે મળેલા છે; શાંતિ એ એમનો સ્થાયી ગુણ છે. એ રીતે એમણે પોતાના નામને સાર્થક કરી બતાવ્યું છ એમ કહેવું જોઈએ. અને સ્વસ્થતા તો શ્રી શાંતિભાઈની જ... એમની આ સ્વસ્થતા જોઈને મને તો ઘણી વાર પ્રશ્ન થાય છે કે એમની ગીત-સંગીતની કળા વધે કે સ્વસ્થતા ?....... આ રીતે જે વ્યક્તિનું જીવન ગુણગરિમાથી સાત્ત્વિક બન્યું હોય, એની સુભગ છાયા એની કાવ્યકૃતિઓમાં પડ્યા વગર કેવી રીતે રહે ? સાઠ વર્ષ કરતાં ય વધુ ઉંમરે પહોંચવા છતાં શ્રી શાંતિભાઈ પોતાની કળામાં અને પોતાના જીવનમાં જે તાજગી દાખવી શકે છે, તે એમની આ ગુણસમૃદ્ધિના કારણે જ.” શ્રી શાંતિભાઈનાં ગીતો માનવતામૂલક ધાર્મિકતા, સંસ્કારિતા, ઉદારતા, સમતા અને ગુણવત્તાનાં પોષક અને સાત્ત્વિક છે અને એમની સંગીતકળા અન્તરતમને સ્પર્શીને આત્મભાવને જાગૃત કરે એવી સજીવ છે. આવા ગીતસંગીતકાર જૈનસમાજમાં થયા એ જૈનસમાજને માટે ગૌરવની વાત છે. એમના જેવા ળાકા૨થી એમની જન્મભૂમિ ખંભાત શહેર પણ ધન્ય બનેલ છે. (તા. ૨-૬-૧૯૭૯) Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ શ્રી કે. લાલ (૧) માયાજળના અનુપમ કસબી સંસ્કારમૂર્તિ શ્રી કે. લાલ ફૂટડો નવજુવાન; તરવરિયો પણ એવો જ ! મનમાં કંઈ-કંઈ મનોરથો કરે છે; અગમ-નિગમના ખેલોમાં એનું ચિત્ત અટવાયા કરે છે. સામાન્ય માનવીના જેવું જીવન જીવવું એને રુચતું નથી. તન ગમે ત્યાં ગોઠવાયું હોય, મન તો પોતાની મોજમાં જ રમતું કરે છે ! મન માનતું નથી તો ય એ દુકાને બેસે છે, કુળપરંપરાને જાળવવા વેપાર ખેડે છે, વડીલોને રીઝવવા ઘરાગી સાચવે છે. કલકત્તાના સરિયામ રસ્તા ઉપર એની દુકાન; વેચાણમાં બનારસી અને ઢાકાની સાડીઓ, અને બીજો ફેન્સી માલ. જાણે એની કાયામાં કામણ છે, બોલીમાં કરામત છે અને રીતભાતમાં વશીકરણ છે : ઘરાગ વાતવાતમાં બમણો-ત્રમણો માલ હોંશે-હોંશે ખરીદી જાય છે. જાણે વેપારનો અજબ જાદુ એને વર્યો છે. એનું નામ છે કે. લાલ ! . આજથી આશરે બે-અઢી વર્ષ પહેલાં અમદાવાદમાં કોઈ કે. લાલ જાદુની માયાજાળના ખેલ કરવા આવેલા. પણ એક તો જાદુ જોવાનું કુતૂહલ શમી ગયેલું, અને “કે. લાલ' નામ પણ જરા વિલક્ષણ : મનમાં થયું કે હશે કોઈ પંજાબી લાલા; નકામા પૈસા પડાવી જશે ! છોડો એ વાત ! પણ ચારેક મહિના પહેલાં એ ફરી અમદાવાદ આવી પહોંચ્યા. ત્યારે એમની માયાજાળમાંથી છટકવું મુશ્કેલ હતું ! પછી તો જાણ્યું કે કે. લાલ નથી તો પંજાબી કે નથી પરપ્રાંતના; એ તો ગુજરાતના સપૂત છે, સૌરાષ્ટ્રના વતની છે અને વિશાશ્રીમાળી દેરાવાસી જૈન છે ! અને એમનું ખરું નામ કાંતિલાલ છે ! જાદુગરનું નામ પણ જાદુભર્યું જ હોય ને ! આ એમના તરફનું પહેલું આકર્ષણ. મારા ભાઈ શ્રીયુત જયભિખ્ખનાં પુસ્તકો એ વર્ષોથી વાંચે છે. એ વાચને એમનામાં જયભિખ્ખ તરફ ખૂબ આદર પેદા કર્યો છે ; તેઓ એમને પોતાના મુરબ્બી માને છે. આથી ભાઈશ્રી જયભિખ્ખું દ્વારા એમની માયાજાળ જોવાનો લાભ મળ્યો; અમે આફરીન પોકારી ઊઠ્યા ! જોનારને તો એમ જ થયા કરે કે અહીં તે કે. લાલને જોવા, એમની માયાજાળના જાદુના ખેલો જોવા, કે રંગભૂમિ ઉપરનો રંગબેરંગી પ્રકાશમાં સ્નાન કરતો પડદો અને બીજા સાજ-સામાનનો શણગાર જોવો ! Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ અમૃત સમીપે કદાવર અને સીધી સોટી જેવી કાયા, સોહામણો-નમણો ચહેરો, ઊઘડતો વાન. ભાષા જુઓ તો જાણે સરસ્વતીના પ્રસાદ જેવી મધુર! છટાદાર વ્યક્તિત્વનો કુદરતે બક્ષેલો કે. લાલનો આ પહેલો જાદુ ! અને એના ખેલોની ઝડપ તો જાણે વિમાનની ઝડપ સાથે હરીફાઈ કરે; એક પ્રયોગ પૂરો થયો ન થયો ત્યાં બીજો શરૂ થઈ જાય, અને એટલી વારમાં ત્રીજો પણ તૈયાર ! પ્રેક્ષકોને વિચાર કરવાનો અવકાશ જ નહિ! કે. લાલને પ્રયોગો કરતા જોઈએ અને જાણે થનગનતું યૌવન નજર સામે તરવરવા લાગે. અને પ્રયોગ માટેની રંગભૂમિની શોભા અને કે. લાલનાં તરવરાટભર્યા સહાયક યુવક-યુવતીઓની જાતભાતની, વારે-વારે પલટાતી ભભકભરી વેશભૂષા જોઈને તો છક્ક થઈ જવાય છે. કે. લાલ પોતે પણ કેટકેટલા વેશપલટા કરે છે, અને એકેએક વેશ કેવો શોભી ઊઠે છે ! વધારામાં સતત ગુંજતું બંગાળી સંગીત કેટલા દાયકા પહેલાં જાદુના ખેલ જોયેલા. ત્યારનું ચિત્તમાં એક જ દૃશ્ય અંકિત થયેલું : કાળા પડદાઓથી મઢેલ રંગભૂમિ અને કાળા લેબાસમાં સજ્જ થયેલ જાદુગર. પણ અહીં તો જાણે કોઈ મનોરમ સ્વપ્નસૃષ્ટિમાં સરી પડીએ છીએ. - ઘેર જઈને કહ્યું : “તમે બધા કે. લાલના પ્રયોગો જોઈ આવજો. જે મળે તે ટિકિટ મંગાવી લેજો.” એક રૂપિયો ખર્ચતાં વિચાર થાય, ત્યાં ૩૫-૪૦ રૂપિયા ખર્ચ કાઢ્યા ! અને કંઈક મિત્રોનાં ખિસ્સાં પણ ખાલી કરાવ્યાં ! કે. લાલ (કાંતિભાઈ) સૌરાષ્ટ્રના વતની અને તેમાં ય જેન; એટલે એમના જીવનની કેટલીક માહિતી મેળવવાની સહજ જિજ્ઞાસા થઈ આવી. એમનું મૂળ વતન બગસરા. પિતાનું નામ ગિરધરલાલ, માતાનું નામ મૂળીબહેન, અટક વોરા. જન્મ સને ૧૯૨૭માં થયેલો. આખું કુટુંબ ધર્મપ્રેમી અને દેશપ્રેમી. કે. લાલના મોટા કાકા લાલચંદભાઈ તો પહેલેથી જ રાષ્ટ્રભક્ત. એમણે કલકત્તામાં ખાદીભંડાર ખોલેલો, પણ એ પોતાના ભાઈઓને ભળાવીને તેઓ પાછા દેશમાં આવી રાષ્ટ્રસેવાના કામમાં લાગી ગયા. અત્યારે પણ એમનો આ સેવાયજ્ઞ ચાલુ જ છે. કાંતિભાઈ નાનપણથી જ સાહસપ્રેમી; ભણવામાં બહુ ચિત્ત ચોંટે નહીં. કોઈથી ડરવું નહીં અને કંઈ ને કંઈ નવાજૂની કર્યા કરવી એ એમનો સ્વભાવ. કોમી હુલ્લડમાં કલકત્તાની ખાદીની દુકાન સાફ થઈ ગઈ, અને કુટુંબને માથે શૂન્યમાંથી સર્જન કરવાના મુસીબતના દહાડા આવી પડ્યા; પણ હારીને Page #414 -------------------------------------------------------------------------- ________________ શ્રી કે. લાલ - ૩૯૧ નિરાશ થવું એ કે. લાલના સ્વભાવમાં જ નથી. એમને સુંદર દેહની સાથે મધુર કંઠની પણ બક્ષિસ મળી છે. એ તો પોતાના ભાઈ સાથે કલકત્તાના જુદા-જુદા લત્તાઓમાં ભક્તકવિ દુલાકાગનાં ગીતો લલકારતા જાય અને કાપડની ફેરી કરતા જાય. જોતજોતામાં એમના પુરુષાર્થને યારી મળી, અને થોડા જ વર્ષોમાં કલકત્તામાં બનારસી તથા બીજા ફેન્સી કાપડની એમની ધીકતી પેઢી ચાલુ થઈ ગઈ. એ પેઢીનું નામ કે. છોટાલાલની કંપની. એ પેઢીની જમાવટમાં કે. લાલની જાદુઈ કરામત દેખાઈ આવે છે ! આમ કે. લાલ ભારે યશસ્વી સેલ્સમેન બન્યા; પણ એમનું મન તો જાદુના ખેલોમાં જ રમ્યા કરે. મોટામોટા જાદુગરોના પ્રયોગોના ભેદ જાણવા અને નવાનવા પ્રયોગો શોધવા – એની જ એમને રાતદિવસ લગની. સાહિત્ય પણ એવું જ વાંચે, સોબત પણ એવી જ; અને એ માટે ખર્ચ કરવામાં પાછું વાળીને ન જુએ! પણ આવું લપસણું વ્યસન લાગવા છતાં એ માંસ-મદિરાથી તો બચ્યા જ; પણ સિગરેટ, સિનેમા અને હોટલનો પણ ખપ નહિ! સદાચાર એમનો સ્વભાવ છે, કુટુંબવાત્સલ્ય એમના લોહીમાં ભરેલું છે. સૌરાષ્ટ્રને શોભાવે એવી મહેમાનગતિ અને સંબંધને કેળવવા અને જાળવવાની વૃત્તિ એમનામાં સહેજે દેખાઈ આવે છે. એમનો સ્ટાફ ૩૦-૩૫ માણસોનો છે; એમાં બંગાળનાં અનેક યુવકો અને યુવતીઓ પણ છે. કોઈના પણ વર્તનમાં ખામી ન આવે એ માટે એ સદા સજાગ રહે છે, અને બધાંને નિરામિષ છતાં સંતોષકારક ભોજન મળી રહે એવી વ્યવસ્થા ગમે તે ખર્ચ કરવામાં આનંદ માને છે. એમને ધર્મ તરફ સારી રુચિ છે : પોતાના ખેલનો પ્રારંભ તેઓ નવકારમંત્રનું સ્મરણ કરીને કરે છે. અવસર મળે ત્યારે એ તીર્થયાત્રા પણ કરે છે અને સાથે માર્ગે બે પૈસા વાપરે પણ છે. આવી અદ્ભુત વિઘાથી એમને પૈસો તો મળે જ છે; પણ પૈસા કરતાં પોતાની સફળતા દ્વારા પોતાનું, પોતાનું કુટુંબનું અને દેશનું નામ રોશન કરવાની એમને વિશેષ તમન્ના છે. હાલ પરદેશનો પ્રવાસ ખેડવાની તેઓ તૈયારી કરી રહ્યા છે. એમની સાધના એમને ભારે કામિયાબી અપાવશે એમાં શંકા નથી; પણ આ સાધના પાછળ કે. લાલને કેટલો પુરુષાર્થ ખેડવો પડ્યો છે ! પેઢી ચલાવવામાં આવા કાબેલ કમાઉ છોકરાને જાદુ જેવી હલકી મનાતી વિદ્યા માટે અનુમતિ આપવા પિતા તૈયાર નહોતા થયા ? એમાં જાતની; કુટુંબની કે ધર્મની શી શોભા ? ઊલટું ભ્રષ્ટ થવાનો જ ભય ! અને પૈસો તો દુકાને બેઠાં-બેઠાં પણ જોઈએ તેટલો મળી રહે છે; પછી આવા માર્ગે શા માટે જવું ? Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ અમૃત-સમીપે " પણ છેવટે કે. લાલની ઉત્કટ તમન્ના અને લાંબા કાળની સાધના ફળી અને તેઓ દેશના એક મહાન જાદુગર તરીકે પોતાના પ્રયોગો કરવા બહાર પડ્યા ! એ વાતને (૧૯૬૩થી) માંડ પાંચેક વર્ષ થયાં. આ તો કાંતિભાઈનો મેળવેલો થોડોક પરિચય થયો; પણ એમને પ્રત્યક્ષ મળીને કેટલીક જિજ્ઞાસા સંતોષવાનો પણ એક યાદગાર અવસર મળી ગયો. છેલ્લે છેલ્લે તેઓ અમદાવાદ આવેલા ત્યારે પૂજ્ય આગમ-પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજના દર્શને આવેલા. મહારાજશ્રીને પોતાના પ્રયોગોની વાત કરતાં એમણે એક મહત્ત્વની વાત કહી : “જાદુના પ્રયોગમાં કબૂતર અને બીજાં પંખીઓનો ઉપયોગ કરવો પડે છે; અને સામાન્ય રીતે આવા પ્રયોગમાં એ પક્ષી મરી જ જાય છે, અને પછી જે રજૂ કરવામાં આવે છે તે તો બીજું જ હોય છે ! પણ મેં મારા પ્રયોગો એવી રીતે કેળવ્યા છે કે એમાં કોઈ પક્ષીનો નાશ નથી થતો; એક જૈન તરીકે હું આ માટે ખાસ ધ્યાન રાખું છું, અને જેમાં જીવહિંસા કરવી પડે એવા પ્રયોગો છોડી દઉં છું.” જાદુવિદ્યા અંગે એમણે કહ્યું : “મારી જાણ મુજબ આપણા દેશમાં આ વિદ્યાનો વિકાસ આસામમાં વધારો થયો છે; ત્યાં આને “ભાનુમતી વિદ્યા' કહે છે : એક ભાનુમતી નામની રાજકુમારીએ સૈકાઓ પહેલાં આ વિદ્યાની સાધના કરી હતી. આસામનો કામરૂપ દેશ કામણટ્રમણ માટે જાણીતો છે. આ વિદ્યા મેલી રીતે તેમ જ સાદી રીતે – બંને રીતે સાધી શકાય છે. પણ મેલી વિદ્યાની સાધના કરનારની જિંદગી બરબાદ થઈ જાય છે, તેથી હું હંમેશાં એનાથી દૂર જ રહું છું. “અલાબક્ષ નામનો એક મહાન જાદુગર થઈ ગયો. એણે મેલી વિદ્યા સાધી હતી. મારી કાબેલિયત જોઈને પોતાની વિદ્યા આપવા માટે એ મારી પાછળ છે મહિના પડ્યો, પણ મેં એને ના જ કહી. કલકત્તામાં એક “કાળી' નામનો અઘોરી જેવો જાદુગર હતો; એણે પણ મેલી વિદ્યા સાધી હતી – એ ભયંકરમાં ભયંકર વિષધર નાગને જીવતો ખાઈ જતો. એણે મને પોતાની વિદ્યાની વાત કરી, પણ હું એ લાલચમાં ન પડ્યો. છેવટે એણે મને એક વાર નાગભક્ષણનો પ્રયોગ જોવાનો આગ્રહ કર્યો. મેં એનો ભેદ પકડી પાડ્યો. નાગભક્ષણ પછી થોડી જ વારે એ એકાંતમાં જઈને વમન કરી નાખતો ! મેલી વિદ્યાની આવી દશા થાય છે; એટલે હું તો એનાથી હંમેશાં દૂર જ રહું છું.” મેં પૂછ્યું : “કાંતિભાઈ, તમે જે ઝડપથી કામ કરો છો તે માટે તમારે તમારા શરીર અને મનને ખૂબ સાચવવાં પડતાં હશે.” Page #416 -------------------------------------------------------------------------- ________________ શ્રી કે. લાલ આ ૩૯૩ એમણે તરત જ કહ્યું : “ખાવા-પીવામાં, ઊંઘવામાં અને આરામમાં ખૂબ સાવધાની રાખું છું. અત્યાહાર કે કુપથ્ય ન થઈ જાય એ માટે ખાસ ધ્યાન રાખવું પડે છે. બીજા મારા સાથીઓ મન ફાવે તે જમે, પણ મને એ ન પાલવે; મારે તો બરાબર ખબરદાર અને નિયમિત રહેવું પડે છે.” મેં હસતાં-હસતાં કહ્યું : “એક સાધક યોગીની જેમ ! નહીં ?” વળી મેં પૂછ્યું : “તમને આ વિદ્યાનો નાદ કેવી રીતે લાગ્યો ?” કે. લાલે ગંભીર બનીને કહ્યું : “મને બચપણથી જ જાદુ તરફ આકર્ષણ હતું. હું એવા પ્રયોગો કર્યા જ કરતો; અને જ્યાં-ક્યાંયથી એવું થોડું પણ જાણવા મળે ત્યાં કુટુંબની નારાજી વહોરીને અને મોં-માગ્યા પૈસા ખરચીને પણ પહોંચી જતો. આ માટે મેં જાદુગરોની પાછળ મહિનાના મહિના વિતાવ્યા છે, અને ઊંઘ અને આરામ છોડીને હું એ માટે ઠેર-ઠેર ફર્યો છું. ઘણી વાર તો જાદુના જાણકારના મિજાજના ભોગ પણ બનવું પડતું, અને એના મિજાજને સાચવવો પણ પડતો; અને છતાં કંઈક મળે તો ભાગ્ય સમજવું. ક્યારેક તો મહેનત માથે પડતી !” મેં કહ્યું : “ત્યારે તો આ કામ વિદ્યાસાધના કરતાં મુશ્કેલ ગણાય.” એમણે કહ્યું : “વિદ્યાસાધનામાં કોઈ જોખમ તો ભાગ્યે જ ઉઠાવવું પડે, પણ આમાં તો ક્યારેક જીવસટોસટ જેવો મામલો થઈ આવે. કેટકેટલા ખર્ચ અને કેટકેટલી દોડધામ પછી હું મારું ધાર્યું મેળવી શક્યો છું ! આ વિદ્યામાં સાચો ગુરુ મળવો જ મુશ્કેલ. પણ હું આમાં એક રીતે ભાગ્યશાળી છું. ચીનના અને બીજા દેશના જાદુગરો મારી આવડત અને ભક્તિથી ખુશ થઈને હજારો રૂપિયા ખરચતાં પણ ન મળે એવા અદ્દભુત પ્રયોગો મને મફત આપી ગયા છે.” મેં પૂછ્યું : “તમને નવા-નવા પ્રયોગોની પ્રેરણા કેવી રીતે મળે છે ?” કે. લાલે કહ્યું : “મન એ વાતમાં જ પરોવાયેલું હોય; એટલે અમુક રીતે જ પ્રેરણા મળે, એમ નથી. પણ મારો એક જાણવા જેવો બીજો અનુભવ તમને કહું : કેટલીક વાર મેં મારી જાતને સ્વપ્નમાં જાદુના અમુક પ્રયોગો કરતી જોઈ; એમાં એ પ્રયોગની ઝાંખી-ઝાંખી રીત પણ જાણવામાં આવતી. આમ કેવી રીતે બનતું હશે તેના બે ખુલાસા હોઈ શકે : એક તો મારી જાદુ પ્રત્યેની તીવ્ર ઝંખના; આ થયો માનસશાસ્ત્રીય ખુલાસો. અને બીજો, પૂર્વજન્મનો કોઈ પ્રબળ સંસ્કાર. એ ગમે તેમ હોય, પણ મારા સ્વપ્નદર્શનથી મને અનેક પ્રયોગોમાં માર્ગદર્શન મળતું રહ્યું છે; અને એક સ્વપ્નમાં આવો પ્રયોગ જોયા પછી બે-ત્રણ મહિના સુધી એની પાછળ પડીને એને સિદ્ધ કરીને જ હું જપું . આ રીતે મને કેટલાય નવા પ્રયોગો પ્રાપ્ત થયા છે.” (તા. ર૭-૭-૧૯૬૩) Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ અમૃત-સમીપે જાદુવિદ્યાના એક સિદ્ધહસ્ત જાણકાર તરીકે શ્રી કે. લાલનું નામ, એમના મનોરંજક અને અદ્ભુત પ્રયોગોને લીધે, દેશભરમાં સારી રીતે જાણીતું છે; અને હવે તો એમની કળાની નામના વિદેશમાં પણ પહોંચી ગઈ છે. તાજેતરમાં થયેલ એમના બે પ્રકારના બહુમાનને લીધે અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ. અમેરિકાના આંતરરાષ્ટ્રીય જાદુગરોના મંડળનું (‘ઇન્ટરનેશનલ બ્રધરહુડ ઑફ મૅજિશિયન્સ' નામે સંસ્થાનું) અધિવેશન ગયા ઑગસ્ટ મહિનામાં બેંગલોરમાં મળ્યું હતું. એ વખતે શ્રી કે. લાલે પણ પોતાના પ્રયોગો બતાવ્યા હતા. એમના પ્રયોગોની અગાઉ કહેલી અનેકવિધ વિશિષ્ટતાઓ(બહુમુખી બાહ્ય શોભા, જાદુગરની પ્રતિભાની મધુરતા અને અસાધારણ ઝડપ)થી આકર્ષાઈને જાદુગરોની આ સંસ્થાએ શ્રી કે. લાલને ‘વિશ્વના સૌથી મહાન અને સૌથી ઝડપી જાદુગર' તરીકેની પદવી અર્પણ કરી છે. અમે એક ભારતીય કળાકારના આવા આંતરરાષ્ટ્રીય બહુમાનની નોંધ લેતાં ખૂબ હર્ષ અને ગૌ૨વની લાગણી અનુભવીએ છીએ, અને શ્રી કે. લાલને હાર્દિક અભિનંદન આપીએ છીએ. આનંદજનક બીજો પ્રસંગ છે એ છે કે શ્રી કે. લાલ આવતા જાન્યુઆરી માસમાં પોતાના પ્રયોગો બતાવવા માટે જાપાન જવાના છે. પોતાની વિશિષ્ટ કળાના પ્રતાપે તેઓ જાપાનમાં કે તે પછી બીજે જ્યાં પણ જશે ત્યાં પોતાની ગૌરવભરી કારકિર્દીમાં નવી-નવી યશકલગીઓ ઉમેરતા રહેશે એમાં શક નથી. પોતાના દેશનું ગૌરવ શ્રી કે. લાલના હૈયે કેટલું બધું વસેલું છે એનો એક પ્રસંગ અહીં નોંધવા જેવો છે. બે-ત્રણ વર્ષ પહેલાં તેઓ પરદેશમાં મધ્યપૂર્વના કુવૈત વગેરે દેશોમાં પોતાના પ્રયોગો બતાવવા ગયા હતા. ત્યાં વ્હેરીન નામનું એક નાનું સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય છે. શ્રી કે. લાલ પોતાના પ્રયોગો દેખાડવા ત્યાં ગયા. તેઓ ‘વૉટર ઑફ ઇન્ડિયા' (ભારતનું પાણી) નામે એક પ્રયોગ કરે છે. વ્હેરીનના રાજાએ આ પ્રયોગને ‘વૉટર ઑફ વ્હેરીન' નામ આપવા કહ્યું. શ્રી કે. લાલ પોતાના દેશના ગૌરવને ઝાંખું પાડવા તૈયાર ન હતા. પેલો રાજા પણ નમતું મૂકવા તૈયાર ન હતો. વાત મમતે ચડી. છેવટે એ રાજાએ તરત જ પોતાનો દેશ છોડી જવાનો હુકમ કર્યો. એમ કરવા જતાં, બીજાઓ સાથે થયેલ કરાર મુજબ, બેએક લાખ રૂપિયા જેટલું નુકસાન વેઠવું પડે એમ હતું; પણ શ્રી કે. લાલે જરા ય ખમચાયા વગર એ સ્વીકારી લીધું અને ભારતના પાણીની પ્રતિષ્ઠા સાચવીને પોતાનું પાણી બતાવી આપ્યું ! આવા દેશના ગૌરવસમા કળાકારને જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછાં છે. - (તા. ૨-૧૧-૧૯૬૮) Page #418 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શ્રેષ્ઠીઓ (૧) અમૃતત્વના અધિકારી શ્રેષ્ઠિરત્ન શ્રી કસ્તૂરભાઈ શ્રી કસ્તૂરભાઈ શેઠે આપણી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ તરીકે તેમ જ જૈનસંઘના અગ્રગણ્ય સુકાની તરીકે જૈન ધર્મ, સંઘ અને સંસ્કૃતિની જે સેવાઓ કરી છે, તે આ યુગના જૈનસંઘના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી અંકિત થઈ શકે એવી છે. રાજનગર-અમદાવાદ એ જૈનધર્મનો ગઢ લેખાય છે, અને જૈનધર્મના યોગક્ષેમમાં અમદાવાદનો વિશિષ્ટ ફાળો છે; એમાં પણ અમદાવાદના નગરશેઠ-કુટુંબનો અસાધારણ ફાળો છે. શ્રી કસ્તૂરભાઈની દશમી પેઢીએ નગરશેઠશ્રી શાંતિદાસ ઝવેરી થઈ ગયા. એ બહુ જ જાજરમાન અને પ્રતાપી પુરુષ હતા. બાદશાહ અકબરના સમકાલીન આ શ્રેષ્ઠીને જહાંગીર ‘મામા' તરીકેનું બહુમાન આપતો હતો. ઔરંગઝેબે જ્યારે અમદાવાદના બીબીપુરામાં (સરસપુરમાં) શ્રી શાંતિદાસ શેઠે બંધાવેલ ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરને ખંડિત કરીને મસ્જિદમાં ફેરવી નાખેલું, ત્યારે એમની ફરિયાદને તરત ધ્યાનમાં લઈને બાદશાહ શાહજહાંએ એ પાછું સોંપવાનું ફરમાન કર્યું હતું. એમને ‘નગરશેઠ' પદવી પણ મોગલ શહેનશાહે જ આપી હતી. શ્રી શાંતિદાસ શેઠ અને તેમના ઉત્તરાધિકારીઓ જેમ રાજમાન્ય હતા, તેમ પ્રજામાન્ય પણ હતા. અને એમણે જેમ જૈનધર્મની રક્ષા અને પ્રભાવના માટે પ્રયત્ન કર્યો હતો, તેમ પ્રભાવશાળી મહાજનો તરીકે, મુસીબતને વખતે, બધી કોમો, અમદાવાદ શહેર અને ગુજરાતની ભૂમિની પણ તન-મન-ધનથી સેવા ય બજાવી હતી. શ્રી કસ્તૂરભાઈ શેઠને આવા ઐતિહાસિક પૂર્વજોની ગૌરવભરી પરંપરામાંથી સેવા અને સંસ્કારનો વારસો મળ્યો છે. એ વારસાને એમણે પોતાની કુશાગ્ર બુદ્ધિ, Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ અમૃત-સમીપે ધર્મચિ અને વ્યવહાર-કુશળતાને લીધે અનેકગણો વધારીને દેશ-વિદેશમાં ઘણી નામના મેળવી છે. સને ૧૯૨૬માં, ૩૨ વર્ષની ઉંમરે એમણે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખપદની મોટી જવાબદારી સ્વીકારી હતી. પેઢીના સંચાલકનું કામ જેમ મોટું હતું, તેમ શેઠની કાર્યશક્તિ પણ અસાધારણ હતી. ઉપરાંત, લીધેલી જવાબદારીને સફળ રીતે પૂરી કરવાની દૃઢ નિશ્ચયશક્તિ, ખંત, ધીરજ, સાહસિકવૃત્તિ અને શાણપણની પણ કુદરતે એમને બક્ષિસ આપી હતી. એટલે એ જવાબદારી એમણે પૂરી કુશળતા અને સફળતા સાથે પૂરી કરી, અને આજે ૭૫ વર્ષની ઉંમરે પણ, એ જ ઉત્સાહ અને સ્ફૂર્તિથી એને વહન કરી રહ્યા છે. પેઢીના પ્રમુખ તરીકે, (૧૯૭૦ સુધીમાં) ૪૫ વર્ષ જેટલા લાંબા ગાળામાં તેઓએ જૈન ધર્મ અને સંઘના યોગ-ક્ષેમ માટે જે અનેકવિધ કાર્યવાહી બજાવી છે, તેનો વિચાર કરતાં આપણું મસ્તક સહેજે ઝૂકી જાય છે. પેઢીના પ્રમુખ બન્યા પછી પહેલું કામ એમણે પેઢીના વહીવટને સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવાનું કર્યું, અને પૈસાની બાબતમાં કોઈને પણ આંગળી ચીંધવાનો વખત ન આપે એ રીતે બધાં તંત્રની નવેસરથી રચના કરી. આ જ અરસામાં શત્રુંજયના યાત્રાવેરાનો પ્રશ્ન પાલીતાણા રાજ્ય સાથે ઉગ્ર બન્યો હતો. આ માટે પાલીતાણા રાજ્યને વાર્ષિક પંદર હજાર રૂપિયા આપવાનો કરાર પૂરો થતો હતો, અને નવા કરાર માટે પાલીતાણાના દરબાર દસ ગણી રકમ, એટલે કે વાર્ષિક દોઢ લાખ માગતા હતા. આની સામે જૈનસંઘમાં વિરોધની તીવ્ર લાગણી પ્રવર્તતી હતી. છેવટે પેઢીના આદેશથી જૈનસંઘે સત્યાગ્રહનો આશ્રય લઈ યાત્રાનો બહિષ્કાર કર્યો; આ બહિષ્કાર એક વર્ષ કરતાં પણ વધારે સમય ચાલ્યો. અંતે વાર્ષિક સાઠ હજાર રૂપિયામાં સમાધાન થયું. આ પ્રકરણમાં તેમ જ સ્વરાજ્ય આવ્યા પછી યાત્રાવેરો સદંતર નાબૂદ કરાવવામાં શ્રી કસ્તૂરભાઈએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ધર્માદા-ખાતાંઓનો વહીવટ સ્વચ્છ રહે અને પૈસાને કોઈ જાતનું જોખમ ન થાય એ માટે મુંબઈ સરકારે પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ ઘડવાનો વિચાર કર્યો એને શ્રી કસ્તૂરભાઈએ આવકાર આપ્યો હતો. તપગચ્છ સંઘમાં પ્રવેશેલ તિથિચર્ચાના ક્લેશનું નિવા૨ણ કરવા માટે તેઓએ દિલ દઈને કોશિશ કરી હતી. હિરજનોના મંદિર–પ્રવેશનો નિષેધ નહીં કરવાને લગતો ઠરાવ, તેઓની એ અંગેની મક્કમ રજૂઆતને કારણે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ કર્યો હતો. જૈનસંઘની એકતા અને આચારશુદ્ધિને ટકાવી રાખવા માટે, સને ૧૯૬૩ની સાલમાં, તેઓએ બોલાવેલ શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રમણોપાસક શ્રીસંઘ સંમેલન એ જૈનપરંપરાના ઇતિહાસની એક અસાધારણ અને શકવર્તી ઘટના હતી. Page #420 -------------------------------------------------------------------------- ________________ શ્રી કસ્તૂરભાઈ ૩૯૭. આ બધા પ્રસંગો તેઓની વિચક્ષણતા, સમયજ્ઞતા અને સંઘકલ્યાણની ઉત્કટ તમન્નાનું સૂચન કરે છે. શ્વે. મૂર્તિપૂજક સંઘ ઉપરાંત અન્ય ફિરકાના જૈનસંઘો સુધી તેમનો પ્રભાવ વિસ્તર્યો છે. અને એમના હાથે થયેલા પ્રાચીન તીર્થોના જીર્ણોદ્ધારો તો જૈન તેમ જ ઇતર તીર્થોના જીર્ણોદ્ધારાના ઇતિહાસમાં આદર્શ અને અનુકરણીય લેખાય એવા છે. રાણકપુર, કુંભારિયા, આબુ, ગિરનાર અને તારંગા તીર્થના જીર્ણોદ્ધાર અને શત્રુંજય તીર્થમાં થઈ રહેલ કળામય નવસર્જન જોઈને એના માર્ગદર્શકની સ્થાપત્યસૂઝ અને અંતરની ધગશ માટે ખૂબ-ખૂબ બહુમાન અને પ્રશંસાની લાગણી જાગી ઊઠે છે. જૈનસંઘનાં તીર્થોના અને બીજા હકોના જતન માટે તેઓ સદા જાગૃત રહે છે. પેઢીનો વહીવટ ભવિષ્યમાં પણ વ્યવસ્થિત રીતે ચાલતો રહે એ માટે તેઓએ, દીર્ધદષ્ટિ વાપરીને, નવી નિયમાવલી પણ તૈયાર કરાવી આપી છે. આપણા સંઘને આવા શાણા, સમર્થ અને સમયજ્ઞ સુકાની મળ્યા છે, તે સંઘની ખુશનસીબી છે. ' (૧૯૭૦ સુધીમાં) પૂરી અરધી સદી તેઓ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી જેવી જૈનસંઘની ભારતવ્યાપી સંસ્થાના સુકાની રહ્યા છે. પોતાના આ કાર્યકાળ દરમિયાન પોતાની હૈયાઉકલત, કાર્યશક્તિ અને તીણબુદ્ધિના બળે આપણા ધર્મ અને સંઘને પજવતા અથવા એનાં હીર અને તેજને હણતાં કેવા-કેવાં અટપટાં આંતર-બાહ્ય પ્રશ્નો કે સંકટોનો કેવી કુશળતા અને સફળતા સાથે નિકાલ કર્યો છે! આ બધી વિગતો તો જૈન સંસ્કૃતિની મહાન પ્રભાવના કરનાર આપણા પ્રતાપી પૂર્વજોની પંક્તિમાં શેઠશ્રીને અગ્રસ્થાન અપાવે એવી છે. તેમાં ય શેઠશ્રીએ પોતાની આવી સમુક્વલ કારકિર્દી પછી, જનસમૂહની પૂરી અનિચ્છા છતાં, પોતાની મેળે નિવૃત્ત થઈને તો એના ઉપર સુવર્ણકળશ ચડાવ્યો છે ! શેઠશ્રીએ તો સાવ સહજપણે અને ચિત્તના ઉલ્લાસપૂર્વક નિવૃત્તિનો સ્વીકાર કર્યો છે. પણ દાયકાઓથી એમના માર્ગદર્શન અને સલાહસૂચન મુજબ કાર્ય કરવા ટેવાયેલા આપણા સંઘને માટે એમની નિવૃત્તિ વસમી લાગ્યા વગર નથી રહેવાની. અલબત્ત, આમાં આપણે એટલું આશ્વાસન જરૂર લઈ શકીએ, કે અણીને વખતે તેઓની સેવાવૃતિ, કાબેલિયત અને કાર્યસૂઝનો લાભ જૈનસંઘને અવશ્ય મળતો રહેવાનો. જેની સાથે જીવન અને પ્રવત્તિ તાણાવાણાની જેમ એકરૂપ બની ગયેલાં, તેવી પેઢીના પ્રમુખપદેથી (તેમ જ અન્ય સંસ્થાઓના સત્તાસ્થાનેથી પણ) તેઓ આટલી સહજ રીતે અળગા થઈ શક્યા, એનું મુખ્ય કારણ એ કે કોઈ પણ સત્તાસ્થાનને તેઓએ ક્યારેય મોટાઈ મેળવવાના કે સ્વાર્થ સાધવાના મોહક પગથિયારૂપ નહીં, પણ મોટી જવાબદારીરૂપ જ માન્યું છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ અમૃત-સમીપે જૈનસંઘનું આવું સુકાનીપદ એમની બહુવિધ શક્તિ અને પ્રવૃત્તિનું એક મહત્ત્વનું પાસું છે એટલું જ; એ સિવાય પણ તેઓ પોતાની ઔદ્યોગિક કાબેલિયત, દેશનાં કામોમાં પણ ઊલટપૂર્વક ભાગ લેવાની ધગશ, કેળવણીનો વિસ્તાર કરવાની આગવી દૃષ્ટિ અને પ્રવૃત્તિ, તેમ જ સંકટ-સમયે બહુજનસમાજની સેવા કરવાની ભાવનાને લીધે દેશનું અને સમાજનું જે કાર્ય કરી રહ્યા છે, એ પણ બીજાઓને માટે દાખલારૂપ બની રહે એવું સમૃદ્ધ અને પ્રશંસનીય છે. કાપડની મિલોના સંચાલનના તો તેઓ પૂરા નિષ્ણાત છે. પોતા હસ્તકની કંપનીઓના હિસ્સેદારોનું હિત જરા ય ન જોખમાય અને એમને વધુમાં વધુ નફો મળે એ માટે તેઓ પૂરી ચીવટ રાખે છે. કાપડ ઉપરાંતના એમણે હાથ ધરેલા અન્ય ઉદ્યોગોમાં પણ એમણે એવી જ સફળતા મેળવી છે. ખર્ચની અને નફા-નુકસાનની ગણતરી કરવાની એમની શક્તિ અજબ છે. બીજાઓ ઉપર વિશ્વાસ રાખીને બેસી રહેવાને બદલે જાતે કામ કરીને જાતઅનુભવ મેળવવાની એમની ટેવ છે. આને લીધે તેઓ દેશ ઉપરાંત વિદેશોમાં પણ, એ ક્ષેત્રમાં ખૂબ ખ્યાતિ પામ્યા છે. એમની આવી શક્તિઓનો લાભ ભારતની સરકાર પણ અવારનવાર લેતી રહે છે. દેશમાં કોઈ તપાસ સમિતિ રચવી હોય કે વિદેશમાં કોઈ પ્રતિનિધિમંડળ મોકલવું હોય, તો સરકારનું ધ્યાન સહેજે શેઠ તરફ જાય છે. આવાં સંખ્યાબંધ સ્થાને રહીને તેઓએ અનેક રાષ્ટ્રોપયોગી કામો કર્યા છે. કંડલા બંદરની સ્થાપના અને એના વિકાસની કથા શેઠશ્રીની કાર્યશક્તિની યશોગાથા બની રહે એવી છે. એ જ રીતે તેઓએ કેળવણીના વિસ્તારમાં ઘણો મોટો હિસ્સો આપ્યો છે, અને એ માટે પોતા હસ્તકનું દાન પણ લાખો રૂપિયા આપ્યું છે. પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજીની પ્રેરણાથી સ્થપાયેલ, ગુજરાતના ગૌરવ સમું લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તેઓની ધર્મ, સંસ્કૃતિ અને સાહિત્યના અધ્યયન-સંશોધન પ્રત્યેની પ્રીતિની સાક્ષી પૂરે છે. અને દુષ્કાળ, જળ-પ્રલય જેવાં સંકટો વખતે તો તેઓ આદર્શ મહાજન તરીકે સંકટનિવારણ માટેની પ્રવૃત્તિમાં ગૂંથાઈ જાય છે. “ભલું કરો, ભલું થશે” એવી કલ્યાણકર સમજણ અને પ્રવૃત્તિને લીધે તેઓએ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનાં પ્રીતિ અને વિશ્વાસ સંપાદન કર્યાં હતાં, અને દેશ-વિદેશના અનેક નામાંકિત માણસો સાથે દોસ્તી કે મીઠા સંબંધો કેળવ્યાં હતાં. સ્વરાજ્ય પ્રાપ્તિ પછી પણ પોતાની શુભનિષ્ઠા, તલસ્પર્શી, મર્મસ્પર્શી, વ્યાપક બુદ્ધિ, તેમ જ શેહ કે સંકોચ અનુભવ્યા વગર સાચી સલાહ આપવાની ટેવને લીધે તેઓ આપણા વડાપ્રધાન નેહરૂનો તેમ જ સરકારનો વિશ્વાસ સંપાદિત કરી શક્યા છે. . Page #422 -------------------------------------------------------------------------- ________________ શ્રી કસ્તૂરભાઈ ૩૯૯ મોટા-મોટા ઉદ્યોગોની જંજાળ અને બીજી સંખ્યાબંધ વિવિધ પ્રવૃત્તિઓની ભરમાર વચ્ચે પણ સ્વસ્થ રહી શકવાની કળા એમણે મેળવી છે. નિયમિતતા, સમયનું પૂરેપૂરું પાલન, સ્પષ્ટભાષીપણું, અદ્ભુત નિર્ણયશક્તિ, કીર્તિની ઝંખનાનો તેમ જ એશઆરામની વૃત્તિનો અભાવ, અને મોટી શ્રીમંતાઈ વચ્ચે પણ સાદાઈથી જીવવાની ટેવ – આવી-આવી અનેક વિશેષતાઓને લીધે જ તેઓ અનેક કામોનો સ્વસ્થતાપૂર્વક નિકાલ કરી શકે છે. અડધી વાતે આખી વાતનો મર્મ પામી જવાની કે ઇશારામાં આખી પરિસ્થિતિનો તાગ મેળવી લેવાની કુશાગ્ર બુદ્ધિ, સમયનાં એંધાણને અગાઉથી પારખી લેવાની દીર્ઘદૃષ્ટિ અને વ્યવહારુ તેમ જ ઝડપી નિર્ણય લેવાની કાબેલિયત, એ શેઠ શ્રી કસ્તૂરભાઈની બૌદ્ધિક પ્રતિભાની અસાધારણ વિશેષતાઓ છે. તંદુરસ્ત અને તાજગીભર્યું એમનું શરીર છે, નિયમિત અને સંયમિત એમની જીવનચર્યા છે. પ્રયત્ન અને સાવધાની દ્વારા શરીરનું જતન કરીને એમણે પોતાની શક્તિઓને ટકાવી રાખી છે. પોતાના પુણ્યશાળી પ્રારબ્ધ અને અવિરત પુરુષાર્થના બળે તેઓ અઢળક સંપત્તિના માલિક બન્યા હોવા છતાં, જીવનમાં એમણે હંમેશાં કરકસર અને સાદાઈને પ્રથમ સ્થાન આપ્યું છે. સરસ્વતીનો ઉપાસક જે ચીવટ અને ખંતથી એક-એક શબ્દની ઉપાસના કરે અને જ્ઞાનના નાનામાં નાના અંશનો સંગ્રહ કરે, એવી જ ચીવટ અને ખંતથી શેઠશ્રીએ લક્ષ્મીનો આદર કર્યો છે, અને બિનજરૂરી એક પણ પાઈ ન વેડફાય એની હંમેશાં સાવધાની રાખી છે. અને વૈભવ-વિલાસ કે એશ-આરામનો માર્ગ તો એમને જાણે ખપતો જ નથી. સાદું અને કર્તવ્યપરાયણ જીવન એ જ એમનો આદર્શ છે. ઓછું ને તોળીને બોલવું અને હળવા-મળવામાં કે મુલાકાતો આપવામાં બને તેટલો ઓછો કાળક્ષેપ કરીને સમય અને શક્તિને ટકાવી રાખવાં એ શેઠશ્રીની સહજ ટેવ છે. સ્વતંત્રતાની લડતના અધિનાયકોમાં, લોકશાહી રાજ્યતંત્રમાં, વેપારી આલમમાં, ઉદ્યોગપતિઓમાં અને સામાન્ય જનસમૂહમાં દાયકાઓ સુધી એકધારી લોકપ્રિયતા ટકાવી રાખવી અને એ સૌના આદરપાત્ર બની રહેવું એ કંઈ નાનીસૂની વાત ન ગણાય; અંતરમાં સ્વત્વનું ખમીર, બુદ્ધિમાં કર્તવ્યનિષ્ઠા, નિશ્ચયમાં પારદર્શિતા, પ્રયત્નમાં મક્કમતા અને જીવનમાં જાગરૂ હોય તો જ બની શકે એવી આ બાબત છે. કેવળ કીર્તિની કામનાથી પ્રેરાઈને તેઓ કોઈ કામ કરતા નથી, અને નાનાંનાનાં કાર્યોમાં પોતાનાં સમય અને શક્તિને વેડફવામાં તેઓ માનતા નથી; નક્કર Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪oo અમૃત-સમીપે અને મહોદયવાળું કાર્ય કરવું એ તેઓનો સ્વભાવ છે. એ જ રીતે નાની-નાની સખાવતોમાં નાણાં વાપરવાને બદલે મોટે ભાગે નક્કર, ચિરંજીવી અને વધારે વ્યાપકપણે લાભકારક લાગે એવાં કાર્યો માટે મોટી સખાવત આપવામાં તેઓને વિશેષ રસ છે. કોઈ પણ સત્તાસ્થાન માટે દોડાદોડી ન કરવી, તો વળી નાની કે મોટી ગમે તેવી જવાબદારીને પૂરી કરવા માટે કોઈ સત્તાનું સ્થાન સામે ચાલીને આવી મળે તો “એ કાર્યને શી રીતે પહોંચી શકાશે' એવા નબળા વિચારથી દોરવાઈને એનો ઇન્કાર ન કરવો એવો શેઠશ્રીનો સ્વભાવ છે. આમાં એક શક્તિશાળી, વગદાર અને પ્રભાવશાળી મહાજન તરીકેની એમની હિંમત, સાહસિકતા અને તેજસ્વિતાનાં સુભગ દર્શન થાય છે. ધંધાકીય અને બીજી જવાબદારીઓનો મોટો ભાર એકધારો લગભગ અડધી સદી જેટલા લાંબા સમય સુધી વહન કર્યા પછી થોડા દિવસો પહેલાં જ શેઠ શ્રી કસ્તૂરભાઈએ ૧૮ વર્ષની ઉમરે એમાંથી મર્યાદિત નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. શેઠશ્રીનો આ નિર્ણય, એ “પાણી પહેલાં પાળ બાંધવા' જેવો દૂરંદેશીભર્યો છે; અને આવો નિર્ણય લઈને તેઓએ પોતાની સમયપારખુ દીર્ઘદૃષ્ટિનો એક વધુ પુરાવો આપ્યો છે. જીવનકળાની દૃષ્ટિએ પણ તેઓએ એક શાણપણભર્યો, પ્રશંસનીય, પ્રેરક અને અનુકરણીય દાખલો રજૂ કર્યો છે. તેઓની આ મર્યાદિત નિવૃત્તિ પણ તેમને પોતાને આત્મચિંતન અર્થે, વાચન-મનન અર્થે લાભકારક નીવડવાની સાથોસાથ સમાજ, ધર્મ અને દેશના ભાગ્યની દૃષ્ટિએ પણ ઉપકારક સાબિત થશે એમ અમને લાગે છે; અને તેથી અમે એને અભિનંદીએ છીએ. અહીં એક વાત કહેવાનું મન થઈ જાય છે : શેઠશ્રી હવે પછીનો પોતાનો સમય ઉદ્યોગધંધાની અનિવાર્ય સારસંભાળમાં, આત્મચિંતનમાં કે વાચન-મનનની પોતાને મનગમતી પ્રવૃત્તિમાં વિતાવવાની સાથોસાથ એમાંનો થોડોક સમય પોતાના યશસ્વી જીવનના અનુભવોની કથા લખવા-લખાવવામાં આવે તો કેવું સારું ! આશા રાખીએ કે આ વાત તેઓના મન સુધી પહોંચે. નવેમ્બર ૧૯૯૯માં શેઠશ્રીને ૭૫ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે “અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ' તરફથી તેમનું સન્માન કરાનારું છે તેનું અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ. (તા. ૧૪-૩-૧૯૭૦ના લેખ સાથે તા. ૩-ર-૧૯૧૨ અને તા. ૧૩-૩-૧૯૭૬ના લેખોના અંશોનું સંકલન) Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી (૨) કર્મયોગ અને ધર્મયોગના મૂક સાધક શ્રેષ્ઠિરત્ન કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી ૪૦૧ સો વર્ષ જેટલા લાંબા સમય પછી પણ પડેલો દુષ્કાળ જેમ વસમો લાગે છે, એવો જ અસહાયતાનો અનુભવ શેઠશ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરીના ૯૧ વર્ષ જેટલી જૈફ ઉંમરે પણ થયેલા સ્વર્ગવાસથી, એમની કાર્યદક્ષતા, સેવાપરાયણતા અને કર્તવ્યનિષ્ઠાનો લાભ મેળવનાર વ્યક્તિઓ અને વિશેષે કરીને સંસ્થાઓને થયા વગર રહેવાનો નથી. અને એમની ચિરવિદાયથી ખાલી પડેલ સેવાના કાંટાળા સિંહાસનની જવાબદારી ઉલ્લાસ અને ધર્મબુદ્ધિથી સંભાળી શકે એવી સેવાવ્રતી વ્યક્તિ આપણને ક્યારે મળશે એ કહેવું અતિ મુશ્કેલ લાગે એવો મોટો શૂન્યાવકાશ હાલ દેખાય છે. આ શૂન્યાવકાશ જ જનસમૂહને ધર્મનિષ્ઠા અને સેવાભાવ કેળવવાની પ્રેરણા આપતો રહેશે એમાં શક નથી; એવું નિર્મળ જીવન જીવી જાણ્યું હતું આપણા આ શ્રેષ્ઠિરને. શેઠશ્રી કેશુભાઈના, સેવાભાવનાથી સુરભિત વ્યાપક જાહેરજીવનને બહુ જ ટૂંકમાં મૂલવવું હોય તો એટલું જ કહેવાની જરૂર છે કે તેઓ આશા-અપેક્ષાથી સર્વથા મુક્ત એવા અનાસક્ત કર્મયોગના તથા આંતરશુદ્ધિને એટલે કે આત્માની વિમળતાને વધારે અને કર્મો-કષાયોના મળને ઘટાડે એવા ધર્મયોગના જાગૃત સાધક હતા. પણ જ્યારે આવા કર્મયોગ અને ધર્મયોગ એ બંનેની સમાનભાવે આરાધના કરવાનો નિર્ણય ક૨વામાં આવે છે, ત્યારે એ આરાધનાને સફળ બનાવવા માટે પોતાના અવગુણોને દૂર કરવા માટે અને અનેક સદ્ગુણોને કેળવવા માટે સાધકે અવિરત અને જાગૃત પ્રયત્નો કરતાં રહેવું અનિવાર્ય બની જાય છે. શેઠશ્રી કેશુભાઈના જીવનમાં પણ ક્રમે-ક્રમે અનેક ગુણોનો, સાચી ધાર્મિકતાનો તથા સારમાણસાઈનો વધુ ને વધુ વિકાસ થતો રહ્યો. યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી સમા અલગારી-અવધૂત ધર્મગુરુ ઉપર અનન્ય શ્રદ્ધા-ભક્તિ ધરાવતા શ્રાદ્રરત્ન શ્રી કેશુભાઈને નાનપણથી ધર્મસંસ્કારોનો વારસો શેઠશ્રી લલ્લુભાઈ રાયજીના પુત્ર તરીકે સહજપણે જ મળ્યો હતો. (તેઓનો જન્મ તા. ૩૦-૧-૧૮૮૮ના રોજ થયો હતો.) સમય જતાં આ વારસાને તેઓએ પોતાની આગવી રીતે ખૂબ વિકસાવ્યો હતો, એમ તેઓનું જીવન અને કાર્ય જોતાં, સ્પષ્ટ દેખાય છે. તેઓએ પોતાની વિકાસની આ પ્રક્રિયા, કોઈ પણ જાતના આડંબર વગર, સાવ ચૂપચાપ, સાધી હતી; એમના અતિનિકટના પરિચયમાં આવનારાઓમાંથી પણ કોઈકને જ આ વાતનો ખ્યાલ આવી શકતો. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ અમૃત-સમીપે પોતાની શક્તિ, ગુણસંપત્તિ તથા સેવાવૃત્તિને ગોપવી રાખવાની શ્રી કેશુભાઈની આ વિશેષતા બીજાઓને માટે અનુકરણીય બની રહે એવી, અને અત્યારના, જાહેરાતની આકાંક્ષાના અતિરેકથી વધુ ને વધુ પામર બનતા જતા માનવસમાજને માટે સાચી દિશા દર્શાવે એવી છે. એ જ રીતે તેઓની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને ધર્મક્રિયાઓ તરફની રુચિનું ધ્યેય ચિત્તશુદ્ધિ અને તે દ્વારા આત્મશુદ્ધિની પ્રાપ્તિનું હતું. તેથી તેઓનું વલણ બાહ્ય આડંબરોથી દૂર રહીને જીવનસ્પર્શી આરાધના તરફ ઢળતું હતું. ધર્મતત્ત્વના હાર્દને સમજવા તેઓ એક બાજુ સંતસમાગમ કરતા રહેતા, તેમ બીજી બાજુ ઉત્તમ કોટિના ગ્રંથોનું બહોળું વાચન. આવા ગ્રંથોની પસંદગીમાં તેઓને ધર્મ, મત, પંથ, સંપ્રદાય કે ગચ્છવાદના સંકુચિત સીમાડા નડતા ન હતા. જેમ એક કુશળ ઝવેરી સારા અને નરસા ઝવેરાતનું પારખું કરીને તથા લાભાલાભનો વિવેક કરીને વેપાર કરે છે, એમ શ્રી કેશુભાઈ શેઠ જેમાંથી પણ સત્યની તથા ધર્મની આત્મોપકારક સમજણ મળી શકે એમ હોય, એવા ગ્રંથોનું એકાગ્રતાપૂર્વક વાચન કરવા ટેવાયેલા હતા. તેઓની ગ્રંથોની પસંદગી ઉપરથી પણ તેઓની ઉદારતા, હૃદયની વિશાળતા અને ગુણશોધક દૃષ્ટિનો ખ્યાલ આવી શકે છે. વળી ધર્મદષ્ટિએ તેઓએ જૈન યોગ સંબંધી તથા મહર્ષિ પતંજલિના અષ્ટાંગયોગની પણ કેટલીક જાણકારી મેળવી હતી. જૈનધર્મ ઉપરની તેમની શ્રદ્ધા તત્ત્વાભ્યાસ કે જ્ઞાનના પ્રકાશથી આલોકિત હતી એ એની વિશેષતા. આથી તેઓ જેમ અંધશ્રદ્ધાના દોષથી બચી શક્યા હતા, તેમ કોઈના પણ વિચારોને શાંતિથી સાંભળી-સમજી પણ શકતા હતા. બેએક વર્ષ પહેલાં અમદાવાદમાં ઝવેરી પાર્કના નવા જિનાલયમાં મૂળનાયકની પ્રતિષ્ઠા કરવાનો આદેશ લઈને પોતાની ધર્મશ્રદ્ધા અને પ્રભુભક્તિને તેમણે ચરિતાર્થ કરી હતી. ધર્મના પાયાની સાચી સમજણ, જિનેશ્વરની વાણીની યથાર્થતા અંગેની ઊંડી આસ્થા અને જીવનને ધર્મમય બનાવવાના પુરુષાર્થને કારણે તેઓ ક્રમશઃ મરણના ભયથી મુક્ત બનતા ગયા; એટલું જ નહીં, છેલ્લાં વર્ષો દરમિયાન તો તેઓ કુદરતના એક સહજ ક્રમ અને અફર નિયમ તરીકે, મૃત્યુને આવકારવા જાણે સજ્જ બની બેઠા હોય એમ જ લાગતું હતું. આવું પ્રશાંત આત્મશૌર્ય જેનામાં પ્રગટે છે એ જીવન્મુક્તપણાનો, અનાસક્તપણાનો તથા અમૃતત્વનો આસ્વાદ માણી શકે છે. શ્રી કેશુભાઈની આરાધના પ્રચ્છન્ન છતાં એવી ઉચ્ચ કોટીની હતી કે એને ધર્મયોગ તરીકે જ બિરદાવવી જોઈએ. ૯૦-૯૧ વર્ષ જેટલી વૃદ્ધ ઉંમરે પણ તેઓ શરીરની તંદુરસ્તી અને સ્કૂર્તિ તથા મનની સ્વસ્થતા અને શાંતિ સાચવી શક્યા હતા એમાં તેઓની આ સમ્યગુ Page #426 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી ૪૦૩ દૃષ્ટિને અનુરૂપ સાદાઈ, સંયમશીલતા, નિયમિતતા, ખાન-પાનની સાચવણી, રોજ ફરવા જવું વગેરે ટેવો અને ગુણોનો ફાળો મુખ્ય હતો. બીજાઓ સાથેનો પોતાનો વ્યવહાર ચોખ્ખો રહે, ઓછામાં ઓછું બોલીને વધારેમાં વધારે કામ થાય અને કોઈની નિંદા-કૂથલીમાં પડવાનું ન બને તે માટે તેઓ હંમેશાં સાવધાન રહેતા હતા. શરીરને અને મનને સ્વસ્થ રાખવાની તેઓની કળા અનેકોને માટે દાખલારૂપ બને એમ છે. તેઓ પોતાની આ અલિપ્તતાને કારણે જીવનમાં આવતી તડકી-છાંયડીને પણ સંસારના તથા જીવનના એક સહજક્રમરૂપે બરદાસ્ત કરી શકતા હતા. આવી અતિ વિરલ આંતરિક શક્તિને લીધે તેમનાં વાણી અને વ્યવહાર હંમેશાં પ્રસન્નમધુર અનુભવવા મળતાં, અને ક્યારેક કોઈક કારણસર તેઓ નારાજ કે ગુસ્સે થતા તો એ નારાજગી કે ગુસ્સો પળવારમાં જ દૂર થઈ જતાં. તેઓએ અમદાવાદ પાંજરાપોળ સંસ્થાની સેવા ચાર દાયકા જેટલા અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદાર પ્રતિનિધિ તરીકેની સેવા ૩૩ વર્ષ જેટલા લાંબા સમય સુધી જે નિઃસ્વાર્થભાવે, પૂર્ણ નિષ્ઠાથી તેમ જ આત્માના કલ્યાણની ઉદાત્ત દૃષ્ટિથી કરી છે, તે સદા સ્મરણીય અને પ્રેરણાદાયક બની રહેવાની; આ બંને સંસ્થાઓ તો એમના શ્વાસ અને પ્રાણરૂપ હતી એમાં શક નથી. જેમ તેઓની સ્મરણશક્તિ અદ્ભુત હતી, તેમ કરકસર કરવા છતાં સંસ્થાઓના કારોબારની કાર્યક્ષમતામાં કોઈ જાતની ઊણપ આવવા ન પામે એ માટેની એમની સંચાલનશક્તિ પણ ખરેખર અદ્ભુત હતી. તિથિચર્ચાના ક્લેશનું નિવા૨ણ ક૨વા માટે વિ. સં. ૨૦૧૪માં અમદાવાદમાં મળેલા નાના મુનિસમ્મેલનમાં, શ્રીસંઘમાં વધતી જતી શિથિલતાને રોકવા માટે સને ૧૯૬૩ (વિ. સં. ૨૦૧૯)માં અમદાવાદમાં મળેલ શ્રમણોપાસક સમ્મેલનમાં, ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણ-વર્ષની રાષ્ટ્રીય ઉજવણીમાં તથા ત્રણેક વર્ષ પહેલાં ગિરિરાજશ્રી શત્રુંજય ઉપર બનેલ નૂતન જિનાલયની પ્રતિષ્ઠા વખતે જગવવામાં આવેલ વિવાદમાં શેઠશ્રી કેશુભાઈએ જૈનસંઘના મુખ્ય અગ્રણી શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના એક વિશ્વાસપાત્ર, સમર્થ અને નિર્ભય સાથી તરીકે જે સેવાઓ કરી છે, તે એમની બાહોશી અને શાસનદાઝની પ્રશસ્તિ બની ૨હે એવી છે. તેઓની અલિપ્તતાનો એક પ્રસંગ જાણવા જેવો છે. સને ૧૯૬૩માં અમદાવાદમાં બોલાવવામાં આવેલ શ્રમણોપાસક સંમેલનનું કામ સાંગોપાંગ સફળ થયું એમાં શેઠશ્રી કેશુભાઈએ જે ફાળો આપ્યો હતો, તે માટે શ્રીસંઘ તરફથી એમનું બહુમાન કરવાનો વિચાર શેઠશ્રી કસ્તૂરભાઈ વગેરેને આવે એ સ્વાભાવિક હતું. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ અમૃત-સમીપે પણ જ્યારે આ વિચાર કેશુભાઈના જાણવામાં આવ્યો ત્યારે તેઓએ એનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો, અને વધારામાં એમ પણ કહ્યું કે “જો આ કાર્ય કરવાનો આગ્રહ રાખવામાં આવશે તો હું બહાર ચાલ્યો જઈશ.” આવી નિર્મોહવૃત્તિ આજે કેટલી બધી દુર્લભ બની ગઈ છે ! એમની છેલ્લી માંદગીમાં પણ તેઓએ કાયાની માયા કે આળપંપાળ કરવાને બદલે, ઉત્તરોત્તર વધતા જતા – અસહ્ય બનતા જતા – દર્દને જે શાંતિથી સહન કર્યું અને ઓછામાં ઓછી દવાઓના સામાન્ય ઉપચારથી – અને તે પણ મુખ્યત્વે પોતાના કુટુંબીઓ અને સ્વજનોને રાજી રાખવા ખાતર – સંતોષ માન્યો, તે બીના પણ તેઓ સંસારભાવ પ્રત્યે કેવા ઉદાસીન હતા, એમની લેગ્યા અને આત્મપરિણતિ કેટલી નિર્મળ હતી અને એમનું જીવદળ કેટલી ઉચ્ચ કોટિનું હતું એ વાતનો ખ્યાલ આપે છે. આશરે ચારેક મહિના અગાઉ – દિવાળી પહેલાં – તેઓ બીમાર થયા અને દર્દ વધુ ને વધુ ચિંતાકારક બનતું ગયું. દરમિયાનમાં એમના મોટા પુત્ર, અમદાવાદના ભૂતપૂર્વ લોકપ્રિય મેયર શ્રી નરોત્તમભાઈ ઝવેરીનું એકાએક અવસાન થયું. આ કંઈ નાનો-સૂનો આઘાત ન હતો, છતાં તેઓ એને સ્વસ્થતાથી સહન કરી રહ્યા; પણ એમનું પોતાનું દર્દ વધતું ગયું. છતાં શ્રી કેશુભાઈએ તો પોતાના બંગલામાં રહીને જ ઉપચાર કરાવવાનો આગ્રહ રાખ્યો. મોટા પુત્ર શ્રી નરોત્તમભાઈના સ્વર્ગવાસની શોકજનક ઘટના બન્યા પછી તેઓએ આચાર્ય શ્રી દુર્લભસાગરસૂરિજી ઉપર તા. ર૯-૧૦-૧૯૭૮ના રોજ સૂરત જે પત્ર લખ્યો હતો એમાં તેઓની ભવ્ય સમજણનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે : - “મારા પુત્ર નરોત્તમભાઈએ, આસો વદિ દસમના ગુરુવારના રોજ, વિવેકાનંદ હૉસ્પિટલમાં, ત્યાં હાજર રહેલા શ્રાવક-શ્રાવિકાના સંઘ વચ્ચે, તેમના જણાવ્યા મુજબ સાધુ-સમાજને નિજામણાપૂર્વક, બપોરે ૪-૧૫ મિનિટે દેહ છોડ્યો છે. આપણને તેનો વિયોગ લાગે તે સ્વાભાવિક છે. પરંતુ તેની છેલ્લી ગતિએ તે જીવની ગતિ ઘણી ઉચ્ચ થઈ છે.” (નિજામણું – સર્વને હૃદયથી ખમાવવા તે) આવું આત્મલક્ષી, સ્વાનુવભવરૂપ અને પ્રતીતિકર જ્ઞાન જેમને લાગ્યું હોય, તે ધર્માત્મા પુરુષની મહત્તાને આપણે કેવી રીતે પામી શકીએ ? (તા. ૨૪-૨-૧૯૭૯) Page #428 -------------------------------------------------------------------------- ________________ શ્રી અમૃતલાલ હરગોવિંદદાસ ૪૦૫ (૩) ગુજરાતના સુખદુઃખના સાથી, મહાજન શેઠ શ્રી અમૃતલાલ હરગોવિંદદાસ મહાજન-પ્રથા એ ગરવી ગુજરાતનું ગૌરવ છે, એની શક્તિ છે, સંકટસમયનો એનો સધિયારો છે. નવા જમાનાએ લોકજીવનના આધારરૂપ જે કેટલીક સારી વસ્તુઓને ભૂંસવા માંડી છે, એમાં આવી નિર્બળના બળરૂપ અને સમાજના મંગળરૂપ મહાજનપ્રથાનો પણ સમાવેશ થાય છે. ધીમે-ધીમે એ પ્રથા ઇતિહાસનો વિષય બનતી જતી લાગે છે; સાથે-સાથે મહાજન-પદને સાચા અર્થમાં શોભાવે એવી વ્યક્તિઓ પણ દુર્લભ બનતી જાય છે. કાયદાબાજીના જાળામાં અટવાઈને જે કામને પૂરું થતાં મહિનાઓ, અને ક્યારેક તો વર્ષો પણ ઓછાં પડે છે, એ કામ મહાજનપ્રથામાં બહુ ઓછા સમયમાં પાર પડી જતું હતું. આ પ્રથાના અસ્ત અને કાયદાબાજીના ઉદયને લઈને આપણે જાણે કાર્યવિલંબની અટવીમાં અટવાઈ ગયા છીએ. મહાજન એટલે સામાન્યમાં સામાન્ય પ્રજાજનના સુખ-દુઃખનો સાથી અને એના ભલા માટે પ્રયત્ન કરનાર મુરબ્બી. એ કોઈથી દબાય નહીં, કોઈની શેહ-શરમમાં ખેંચાય નહીં, નિર્ભયપણે સાચું બોલે અને સાચું આચરે, સહુના ભલામાં પોતાનું ભલું માને અને કોઈના અકલ્યાણનો ક્યારેય ભાગીદાર ન બને. દુ:ખિયાનો એ દિલાસો અને અસહાયનો આધાર ! સારા કામમાં એ સદા સાથ અને સહાય આપે ! શેઠ શ્રી અમૃતલાલ હરગોવિંદદાસ બડભાગી ગૂર્જરભૂમિના આવા જ એક સાચા મહાજન છે; ગુજરાતનાં સુખ-દુઃખના સદાના સાચા સાથી છે. ગુજરાતને માથે જરા પણ સંકટ આવે તો એમનું દિલ બેચેન બની જાય છે, એમની ઊંઘ ઊડી જાય છે, એમનો આરામ હરામ બની જાય છે – પછી એ આફત કુદરતનિર્મિત હોય કે બેસમજ રાજકારણીઓએ સર્જેલી હોય ! ગુજરાત સમૃદ્ધ, સુખી અને આબાદ બને એ જ એમના મનોરથો છે. એમાંના કેટલાય મનોરથો એમણે અનેક કાબેલ અને નિષ્ઠાવાન આગેવાનો અને સાથીઓનો સહકાર મેળવીને સફળ કર્યા છે, અને બીજા અવનવા મનોરથોને સિદ્ધ કરવા, આજે પંચોતેર વર્ષની જૈફ ઉમરે પણ, તેઓ એક યુવાનને પ્રેરણા આપે એવી ધગશથી કામ કરે છે. ઈશ્વરની એ મોટી કૃપા સમજવી કે ઈસુની વીસમી સદીમાં જેમ ગુજરાતને પાછું પાડનારાં અનેક પરિબળો ફૂટી નીકળ્યાં, તેમ આઠે પહોર અને સાઠે ઘડી ગુજરાતનો અભ્યદય વાંછનારા અને એ માટે સતત પ્રયત્ન કરનારા મહાનુભાવોનો પણ ઉદય થતો રહ્યો. ગૂર્જરભૂમિનું કલ્યાણ વાંછનારા આવા મહાનુભાવોમાં શ્રી અમૃતલાલ શેઠનું નામ મોખરે રહે એવું છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ અમૃત-સમીપે સાદું જીવન ને ઊંચા આચાર-વિચાર એ શ્રી અમૃતલાલ શેઠના જીવનનો સાર છે. જૂની પેઢી અને નવી દષ્ટિના એ સમન્વયકાર છે. નવી દૃષ્ટિને અપનાવવા છતાં એની બદીઓથી એ મુક્ત છે. સ્વજીવન અને લોકજીવનને ઉપકારક થાય એટલો જ અંશ તેઓ નવી દૃષ્ટિમાંથી અપનાવે છે. જાતમહેનત, નિયમિતતા, ખડતલપણું, કર્તવ્યનિષ્ઠા અને કરુણાપરાયણતા તરફ એમને એટલી મહોબ્બત છે કે એને લીધે ભોગવિલાસ, મોજમજા કે સુંવાળાપણાને એમના દિલમાં અવકાશ જ નથી મળતો. સને ૧૮૮૯માં, ઐતિહાસિક ઑગસ્ટ મહિનાની ૨૯મી તારીખે એમનો જન્મ. એમની જ્ઞાતિ ખડાયતા વાણિયાની; ધર્મે તેઓ વૈષ્ણવ. તે કાળમાં એમણે વાણિજ્ય અને વકીલાતના સ્નાતકની (બી. કોમ. અને એલએલ.બી.ની) બેવડી પદવી મેળવેલી. વાણિજ્યના સ્નાતક બનીને તેઓ દરેક બાબતની ઝડપી ગણતરીમાં કાબેલ બન્યા, કાયદાના સ્નાતકપદે એમને દરેક બાબતે ઝીણવટપૂર્વક સમજવાની અને એના સારાસારનો ત્વરિત તાગ મેળવવાની વિરલ શક્તિ આપી. શ્રી અમૃતલાલ શેઠના આશરે અડધા સૈકાના સેવાપરાયણ જાહેર-જીવનને યશસ્વી બનાવવામાં આ કાબેલિયત અને શક્તિએ ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે એમ કહેવું જોઈએ. વકીલ થયા પછી એમણે કેટલોક વખત ભાઈશંકર કાંગાની સોલિસિટરની જાણીતી પેઢીમાં કામ કર્યું. પણ એમના પિતાને સાચ-જૂઠની ભેળસેળવાળા આ ધંધામાં પુત્ર પડે એ ન રુચ્યું. ભાવનાશીલ પુત્રે તરત જ પિતાની ધર્મભાવનાને માથે ચડાવી, અને કાબેલ વકીલ તરીકેનો ધીકતી કમાણીનો ધંધો મૂકીને એ પિતાની પેઢીમાં બેસવા લાગ્યા. બુદ્ધિ, શક્તિ, નિષ્ઠા, તમન્ના અને હિંમત હતી; એમાં ભાગ્યે યારી આપી. શ્રી અમૃતલાલ શેઠ મોટા વેપારી બની ગયા, અને છેવટે એક નામાંકિત ઉદ્યોગપતિ તરીકેની કીર્તિને વર્યા. લક્ષ્મીમાતાની એમના ઉપર કૃપા વરસી અને તેઓ મોટા ધનપતિ બન્યા. પણ સંપત્તિની છોળો ન એમને અભિમાની બનાવી શકી, ન વિલાસ તરફ દોરી શકી; ન એમની સાદાઈને સ્પર્શી શકી, કે ન એમની ધર્મપ્રિયતાને ડગાવી શકી. પોતાની જાત માટે કરકસર અને લોકસેવા માટે ઉદારતા એ એમનો જીવનસિદ્ધાંત બની ગયો. આપણને એ જાણીને નવાઈ લાગે કે લક્ષ્મીમાતાના આવા લાડકવાયા પુરુષ ઉનાળામાં હવા ખાવા માટે કોઈ વૈભવશાળી અને ખર્ચાળ પર્વતપ્રદેશ (હિલસ્ટેશન) પસંદ કરવાને બદલે, ગુજરાતના સીમાડે અરબી સમુદ્રના કિનારે આવેલું દહાણું એવું ગામ પસંદ કરે છે ! થોડેથી કામ સરતું હોય તો મોટો Page #430 -------------------------------------------------------------------------- ________________ શ્રી અમૃતલાલ હરગોવિંદદાસ ૪૦૭ (અને ખોટો) આડંબર શા માટે ? અને દહાણુમાં પોતાના કામમાં કે પરિચયમાં આવનાર ભાઈઓ પ્રત્યે શ્રી અમૃતલાલ શેઠ કેવી લાગણી દાખવે છે, એક મુરબ્બીની જેમ એમના પ્રત્યે કેવી મમતા ધરાવે છે અને એમનું કામ કેવી હોંશથી કરી આપે છે, એના કેટલાક પ્રસંગો સાંભળતાં તો આ વૃદ્ધજનની રાખરખાયત આગળ શિર ઝૂકી જાય છે. સાચે જ, એમનું જીવન આજના શ્રીમંતો માટે દાખલારૂપ બની રહે એવું છે. ગુજરાતના તો એ ખરેખરા હિતસ્વી અને સાચા શ્રીમંત-સેવક છે. ગુજરાતની સેવા માટે તો એ કાયાને પણ ઘસે છે, લક્ષ્મીને પણ ઘસે છે ; અને ઘસારાથી ગુજરાતનું નામ રોશન કરે છે. ૧૯૧૭માં ગુજરાત અનાવૃષ્ટિના દુષ્કાળમાં સપડાયું. ૧૯૨૭માં અતિવૃષ્ટિથી આખા ગુજરાતમાં ભયંકર હોનારત સર્જાઈ આ બંને આફતો વખતે અમૃતલાલ શેઠની સેવાઓ ગૂર્જરભૂમિને ચરણે સમર્પિત થઈ. - ઉચ્ચ કેળવણી વગર પ્રજાનો ઉદ્ધાર નથી એ વાત એમના અંતરમાં બરાબર વસી ગઈ હતી. ગુજરાતને કેળવણીના ક્ષેત્રે સમૃદ્ધ બનાવવામાં શ્રી અમૃતલાલ શેઠે (તેમ જ શેઠશ્રી કસ્તૂરભાઈ વગેરેએ) જે પુરુષાર્થ કર્યો છે તે તો એમના જીવનનું અને ગુજરાતના આધુનિક વિકાસના ઇતિહાસનું એક સોનેરી પ્રકરણ બની રહે એવો છે. સને ૧૯૩૪માં ‘અમદાવાદ ઍજ્યુકેશન સોસાયટી'ની સ્થાપના થઈ. ૧૯૩૬માં શ્રી અમૃતલાલ શેઠની સખાવતથી હ૨ગોવિંદદાસ લક્ષ્મીચંદ (એચ.એલ.) કૉમર્સ કૉલેજની સ્થાપના થઈ. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાની પૂર્વતૈયારી તરીકે યુનિવર્સિટી-ટ્રસ્ટ સ્થાપીને, સરદાર-સાહેબની ભારે અગમચેતીભરી સલાહ મુજબ, બેંતાલીશ લાખ રૂપિયા જેટલી મોટી રકમ એકત્ર કરવામાં આવી. અમદાવાદ ઍજ્યુકેશન સોસાયટીના આશ્રયે અમદાવાદમાં સંખ્યાબંધ કૉલેજો અસ્તિત્વમાં આવી. મૅડિકલ કૉલેજ માટે એમણે પંદર લાખ રૂપિયા જેવી મોટી ૨કમનું દાન કર્યું. વિદ્યાવૃદ્ધિનાં આ બધાં કાર્યોમાં શ્રી અમૃતલાલ શેઠની જહેમત અને સખાવત એમની જીવનની યશકલગી રૂપ બની રહે એવી છે. વેપાર અને ઉદ્યોગની નિપુણતા તો એમના રોમરોમમાં ભરેલી છે. વેપારીઓના તેઓ શાણા અને સાચા હિતચિંતક, સલાહકાર અને મિત્ર છે. અર્થકારણી ઝંઝાવાતથી ભરેલા અત્યાચારના રાજકારણમાં સમગ્ર ગુજરાતના વેપારીઓ અને ઉદ્યોગપતિઓનું હિત સચવાય અને એમનું સંગઠન મજબૂત થાય એ માટે, સમયને પારખીને ‘ગુજરાત વેપારી મહામંડળ'ની સ્થાપના માટે એમણે જે પ્રયત્ન કર્યો હતો, તે ભૂલી શકાય એવો નથી. Page #431 -------------------------------------------------------------------------- ________________ ४०८ અમૃત-સમીપે ગુજરાતની એ વિશેષ ખુશનસીબી છે કે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અને શેઠશ્રી અમૃતલાલ હરગોવિંદદાસ જેવા બે મોટા ઉદ્યોગપતિઓ, ધનપતિઓ અને કુશાગ્ર બુદ્ધિવાળા સમર્થ આગેવાનો દૂધ-પાણીની જેમ કે એક જ સિક્કાની બે બાજુઓની જેમ એકરૂપ બનીને ગુજરાતનો વિકાસ કરવા માટે અનેકવિધ પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. બંનેએ મહાત્મા ગાંધી અને સરદારસાહેબનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો, અને રાષ્ટ્રીય આઝાદીની લડત દરમિયાન લડતના અર્થતંત્રને સંભાળવામાં ખૂબ નોંધપાત્ર ફાળો આપ્યો હતો. એક સાચાબોલા અને આખાબોલા આગેવાન તરીકે શ્રી અમૃતલાલ શેઠની ખૂબ નામના છે. કોઈથી ડરવું નહીં, સાચી વાત કહેતાં ખમચાવું નહીં અને વિવેક ચૂકવો નહીં – એ એમની વિરલ વિશેષતા છે. મોટા-મોટા રાજદ્વારી પુરુષોને પણ તેઓ અતિસહજ ભાવે ન ગમતી કડવી વાત કહી શકે છે. તેમની ગણના એક કાબેલ મુત્સદ્દી તરીકે જરૂર થઈ શકે; પણ એમની મુત્સદ્દીવટ મેલી નહીં, પણ કલ્યાણગામી હોય છે. કોઈ આપણને મૂર્ખ બનાવી જાય નહીં એ માટે સજાગ અને ચકોર રહેવું અને પોતાની વાત કુનેહપૂર્વક રજૂ કરવી – એ જ એમની મુત્સદ્દીવટનો અર્થ છે. ધર્મપરાયણ અને ધર્મનિયમોથી સુરભિત એમનું જીવન છે. તેમાં દેવદર્શન, તીર્થયાત્રા અને દાનપુણ્યને ચોક્કસ સ્થાન છે. દુઃખિયાનાં દુઃખ દૂર કરવામાં તેઓ આનંદ અનુભવે છે. થોડા જ વખત પહેલાં એમને ક્ષયના દર્દીઓ માટે સેનિટોરિયમ બાંધવા બે લાખ રૂપિયાનું દાન કર્યું; અને છતાં અભિમાન કે કીર્તિની આકાંક્ષાનું નામ નહીં. શ્રી અમૃતલાલ શેઠ એક સાચા વૈષ્ણવજન છે. વળી જાણે સમયને પારખી લીધો હોય એમ થોડા વખત પહેલાં જ તેઓએ પોતાના ઉદ્યોગના વિશાળ પથારાને સંકેલી લીધો, અને પૂરી નિવૃત્તિ મેળવી લીધી. (તા. ૧૨-૧૨-૧૯૯૪) (૪) નિર્ભેળ રાષ્ટ્રવાદી ઉધોગપતિ શેઠ શ્રી અંબાલાલ સારાભાઈ કેટલીક વાર સાંપ્રદાયિકતાના રંગે રંગાયેલી ધાર્મિકતાથી તેમ જ ધાર્મિકને નામે ઓળખાતાં બાહ્ય ક્રિયાકાંડો, વિધિવિધાનો અને આડંબરોથી અળગા રહેનારા અને વખત આવ્યે કડવું સત્ય કહી તેમ જ આચરી બતાવનાર વ્યક્તિનું અંતર માનવતાતરફી અને સત્યગામી સાચી ધાર્મિકતાથી સુરભિત હોય છે; છતાં એ Page #432 -------------------------------------------------------------------------- ________________ શ્રી અંબાલાલ સારાભાઈ ૪૦૯ એનો દેખાવ કરવાથી એવી તો અળગી જ રહે છે, કે એમના અતિનિકટના પરિચયમાં આવનાર અમુક વ્યક્તિઓ સિવાય, બીજાને એમના આવા આંતરવૈભવનો ભાગ્યે જ ખ્યાલ આવી શકે છે. આવી વ્યક્તિ પોતે જે કંઈ સદ્દગુણોનું સેવન કરે છે તે કેવળ પાન્ત-સુત્રાય એટલે કે નિજાનંદ પૂરતું જ હોય છે, અને એ તરફ બીજાઓનું ધ્યાન દોરાય એવી કોઈ તરકીબ અજમાવતી નથી. શેઠશ્રી અંબાલાલ સારાભાઈને, એમની હૃદયસ્થિત ધાર્મિકતાની દૃષ્ટિએ આપણે આવી વ્યક્તિની કોટિમાં મૂકી શકીએ. પોતાની વહીવટ-શક્તિ, આપસૂઝ, કાબેલિયત, દીર્ઘદ્રષ્ટિ અને વિચક્ષણતાના બળે ભારતના જે થોડાક ઉદ્યોગપતિઓએ કેવળ ભારતમાં જ નહિ, પણ દુનિયાના જાણીતા દેશોમાં પણ નામના કાઢી છે, અને સાથે-સાથે ભારતની ઔદ્યોગિક શક્તિની પણ પ્રતિષ્ઠા વધારી છે, એવા ઉદ્યોગપતિઓમાં શેઠશ્રી અંબાલાલનું નામ મોખરે શોભી રહે એવું છે. એમનો મૂળ વ્યવસાય કાપડઉદ્યોગનો, છતાં એમણે આખા દેશમાં તેમ જ દેશ બહાર પણ અનેક ઉદ્યોગોનું સફળ સંચાલન કર્યું હતું. એમ ખુશીથી કહી શકાય કે કોઈ પણ ઉદ્યોગનું સંચાલન શ્રી અંબાલાલ શેઠ એક જીવનકાર્ય(મિશન)ની ધગશથી કરતા હતા; અને એ રીતે તેઓ કોઈ પણ કંપનીના શેરહોલ્ડરોનાં નાણાંના સાચા અને નિષ્ઠાવાન રખેવાળ તરીકેની પવિત્ર ફરજ હંમેશાં પૂર્ણ જાગૃતિપૂર્વક બજાવતા હતા. સાથે-સાથે એમનાં કારખાનાંઓમાં તૈયાર થયેલો માલ ઊંચી કોટીનો અને ખરીદનારને પોતાના પૈસા વસૂલ થયા છે એવી છાપ ઊભી કરનારો બને એની પણ તેઓ ખૂબ ચીવટ રાખતા હતા. એમણે દેશ-વિદેશમાં ચલાવેલા અનેક ઉદ્યોગોની સફળતાની આ મુખ્ય ચાવી હતી. વળી એમનો વહીવટ પણ આદર્શ લખી શકાય એવો વ્યવસ્થિત અને ચોખ્ખો રહ્યો. એને લીધે ગમે તેવી આકરી કસોટીમાંથી પણ એમનો ઉદ્યોગ સફળતાપૂર્વક પાર ઊતરી શકતો. એમના હસ્તકની અમદાવાદની કૅલિકો મિલના વહીવટનો ઇતિહાસ આ હકીકતની સાક્ષી પૂરી શકે એમ છે. એક સફળ અને યશસ્વી ઉદ્યોગપતિ તરીકેની કામગીરી ઉપરાંત અંબાલાલ શેઠની વિરલ વિશેષતા એમની નિર્ભેળ રાષ્ટ્રીયતામાં હતી. સંભવ છે રાષ્ટ્રદેવતાની પ્રતિમા જ એમના અંતરમાં સર્વોચ્ચ સ્થાને બિરાજતી હશે અને બીજી સંકુચિત પ્રવૃત્તિઓમાં દાખલ થતાં એમને રોકતી રહી હશે. જે કંઈ કરવું તે રાષ્ટ્રહિતને આગળ વધારે એ દૃષ્ટિએ જ કરવું, જેથી દેશનો સમગ્ર માનવસમાજ એના લાભનો અધિકારી બની શકે. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ અમૃત-સમીપે ગાંધીજી જેવા મોટા પુરુષને ખરા અણીને વખતે મોટી રકમની સહાય આપવા છતાં એની જાહેરાતથી સર્વથા દૂર રહેવામાં આનંદ માનનાર, છબીઓ પડાવવાના વ્યામોહથી સદા અળગા રહેનાર, પોતાને રુચે એવાં કાર્યોમાં સામે જઈને સહાય કરવા છતાં જાહેર-જીવનથી અલિપ્ત રહેનાર, મોટા ભાગે પોતાના તરફથી કોઈ પણ જાહેર સેવાની સંસ્થાની સ્થાપના ન કરવા છતાં, પોતાની અનોખી ઢબે, પોતાને ગમતી સેવા-સંસ્થાઓમાં અને સેવા-પ્રવૃત્તિમાં ચૂપચાપ હંમેશાં સહાય આપનાર આ વ્યક્તિનું અંતર નામનાની કામનાથી કેવું અલિપ્ત અને નિજ આનંદમાં સંતુષ્ટ હશે એનો ખ્યાલ આવી શકે છે. શ્રી અંબાલાલ શેઠ જૈન હતા; એટલું જ નહીં, એક સમયે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી જેવી જૈનસંઘની સુપ્રસિદ્ધ સંસ્થાના વહીવટદાર પણ હતા. પણ ભવિતવ્યતાને યોગે, જૈનસંઘ સાથેનો એમનો સંબંધ વિચ્છિન્ન થઈ ગયો હતો. આ દુઃખદ પ્રસંગને લીધે શ્રી અંબાલાલ શેઠને જે કંઈ હાનિ થઈ હોય તે ઉપરાંત જૈનસંઘને પણ કંઈ ઓછી હાનિ થઈ નથી. આવા-આવા પ્રસંગોએ જ આપણી સમતામૂલક ધર્મભાવનાની અને વ્યાપક અનેકાંતદષ્ટિની કસોટી થાય છે. પણ સમજુ, શાણી અને સમભાવી આગેવાનીના અભાવને કારણે આપણે અનેક પ્રસંગોએ આવી કસોટીમાં નાકામિયાબ નીવડ્યા છીએ, અને સારા માણસોની ભલી લાગણી ગુમાવી બેઠા છીએ! પણ આ તો બધી બાહ્ય દેખાવની અને વર્તનની વાત થઇ; પણ શ્રી અંબાલાલ શેઠના અંતરમાં ધર્મ પ્રત્યેની જે પ્રીતિ હતી તે તો કાયમ જ હતી. તેમણે પોતાનાં સંતાનોના શિક્ષણ સંસ્કાર માટે જે તકેદારી રાખી હતી તે પણ નોંધપાત્ર લખી શકાય એવી છે. વળી તેઓ પોતે ભલે જાહેર જીવનથી દૂર રહ્યા, એમનાં ભાવનાશીલ અને સેવાભાવી ધર્મપત્ની શ્રીમતી સરલાબહેને જાહેર સેવાઓની અનેક સંસ્થાઓ સાથે નિકટનો સંબંધ કેળવીને જાણે એનું સાટું વાળી દીધું હતું. આવા એક યશસ્વી ઉદ્યોગપતિ અને રાષ્ટ્રપ્રેમી મહાનુભાવના ગત ૧૩મી જુલાઈના રોજ, ૭૮ વર્ષની ઉમરે થયેલ સ્વર્ગવાસથી દેશને એક શાણા અને સાચા સગૃહસ્થની ખોટ પડી છે. (તા. ૫-૮-૧૯૯૭) Page #434 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરવિંદભાઈ મફતલાલ (૫) અવિસ્મરણીય રાષ્ટ્રસેવક શ્રી અરવિંદભાઈ મફતલાલ સંસાર સુખી અને ઊજળો બને છે નિઃસ્વાર્થ સેવાકાર્યોથી. સો વાર બોલબોલ કરવાનું મૂલ્ય એક જ વાર કામ કરી બતાવવાના મહિમા આગળ કશું જ નથી. કામના પીઠબળ વગરનાં બોલેલાં વેણ રેતીના લાડુની જેમ વેરાઈ જાય છે. ૪૧૧ ગુજરાત-મહારાષ્ટ્રના મોટા ઉદ્યોગપતિ અને ભારતના મહાન દાનધર્મવીર શેઠશ્રી અરવિંદભાઈ મફતલાલની દુષ્કાળ-સંકટ-નિવારણની સેવાઓ આવી મૂંગી અને નિષ્ઠાભરી કર્તવ્યપરાયણતાનું જ સુપરિણામ છે. એમની આવી નિર્ભેળ સેવાઓએ આપણા દેશની દીન-સાધનહીન-ગરીબ માનવજાત ઉપર કેટલો બધો ઉપકાર કર્યો છે ! આ સેવાઓ આટલા વ્યાપક પ્રમાણમાં અને સમયસર દેશને ન મળી હોત, તો દુષ્કાળના કારમા પંજામાં સપડાયેલ પ્રદેશોની ગરીબ જનતાની અને પશુસંપત્તિની કેવી ખાનાખરાબી થવા પામત એની કલ્પના જ રૂંવાડાં ખડાં કરી દે એવી છે. બે વરસથી ગુજરાત-રાજ્યના ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ એ ત્રણે વિભાગો દુષ્કાળના મહાસંકટમાં સપડાયા હતા. બનાસકાંઠા, કચ્છ અને ઝાલાવાડની કામધંધા વગરની ગરીબ જનતા અને ત્યાંનાં ઢોરો માટે હસ્તિનાસ્તિનો જ મોટો સવાલ ઊભો થયો હતો. આમ તો આ અસાધારણ મુસીબતનો સામનો ક૨વા માટે ગુજરાત-રાજ્યની સરકારે પણ વેળાસર સારી જાગૃતિ બતાવી હતી, અને સરકારના આ પ્રયત્નો સારા પ્રમાણમાં ઉપયોગી પણ નીવડ્યા હતા. આમ છતાં, આપણા દેશના સ૨કા૨ી કારોબારમાં જે ખરાબી ઘર કરી બેઠી છે, તેને લીધે દુષ્કાળ-સંકટ-નિવારણના કે રાષ્ટ્રનવનિર્માણના ગમે તે કાર્યમાં લગાવેલ સમય, શક્તિ અને ધન અરધાં પણ ભાગ્યે જ ઊગી નીકળે છે. સરકારી તંત્રનો આવો કડવો અનુભવ ધ્યાનમાં રાખીને શ્રી અરવિંદભાઈએ પોતાના હસ્તકનાં દુષ્કાળ-રાહત-કામો માટે સરકારી તંત્રથી સાવ સ્વતંત્ર એવું વ્યવસ્થાતંત્ર ઊભું કર્યું હતું. એમાં કાર્યક્ષમતા અને પ્રામાણિકતા પણ સચવાય અને સાથે સ૨કા૨ની દખલગીરીથી સર્વથા મુક્ત એવાં સરકારી સહાય અને સહકારનો પૂરેપૂરો ઉપયોગ પણ કરી શકાય એવી તજવીજ રાખી હતી. આવી કાર્યવ્યવસ્થા ઊભી કરવામાં શ્રી અરવિંદભાઈએ જે કુશાગ્રબુદ્ધિ, દૂરંદેશી અને ધ્યેયનિષ્ઠા દાખવી છે, એ સૌ કોઈને માટે દાખલારૂપ બની રહે એવી છે. ગુજરાત-સરકારે પણ શ્રી અરવિંદભાઈ હસ્તકનાં રાહતકામોમાં પોતાનો અવાજ રાખવાનો આગ્રહ ન રાખતાં ખેલદિલી અને ઉદારતાપૂર્વક જે સહાય અને સહકાર આપ્યાં, તે માટે એને પણ ધન્યવાદ ઘટે છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે શેઠશ્રી અરવિંદભાઈ હસ્તકનાં દુષ્કાળ-રાહત-કામોની અસાધારણ વિશેષતા એ હતી કે એમાં રોજી મેળવવા માટે શરીરશ્રમ કરનાર પ્રત્યેક વ્યક્તિની શારીરિક શક્તિ ટકી રહે એની પૂરી તકેદારી રાખવામાં આવી હતી. એ માટે દરરોજ આવી પ્રત્યેક વ્યક્તિને શરીરપોષક અને શક્તિવર્ધક સુખડી એકસો ગ્રામ જેટલી નિયમિત મળતી રહે એવી વ્યવસ્થા ગુજરાતના બધા દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે ક૨વામાં આવી હતી; સાથે-સાથે બાજરી કે એવું પોષક અનાજ મળતું રહે એવી ગોઠવણ કરવાનું પણ તેઓ ચૂક્યા ન હતા. ૪૧૨ રોજ હજારો મણ સુખડી તૈયાર કરવી અને રાજમાર્ગોથી દૂર-દૂર અગોચર પ્રદેશમાં વસેલાં હજારો ગામડાંના લાખો ગ્રામવાસીઓને નિયમિત પહોંચતી કરવી એ કામ કેટલું જંગી અને જટિલ છે ! આમ છતાં એકલા કચ્છમાં સુખડીવહેંચણીનું કામ કેટલા મોટા પાયા ઉપર ગોઠવવું પડ્યું હતું એનો ખ્યાલ ‘ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' દૈનિકના તા. ૧-૮-૧૯૭૦ના અંકમાં આપેલી નીચેની વિગતો ઉપરથી પણ આવી શકે છે : — કચ્છમાં ૧૦૫૩ ગામડાંઓને સુખડી અને બાજરો પહોંચાડવામાં આવતાં હતાં. રોજ ૮૦ ટન જેટલી સુખડી બનાવવામાં આવતી હતી, અને ૪૨ જીપગાડીઓ અને ૪ મોટ૨ટ્રકોના મોટા વાહનકાફલા દ્વારા એની વહેંચણી ક૨વામાં આવતી હતી. આ રીતે રોજ નવ લાખ ઉપરાંત માણસોને સુખડીનો લાભ મળતો હતો. આ કામ વ્યવસ્થિત રીતે ચાલતું રહે એ માટે પાંચસો જેટલી સ્થાનિક સમિતિઓ રચવામાં આવી હતી. એમ કહેવું જોઈએ કે આ કાર્યને સફળ બનાવવામાં જેમ જંગી આર્થિક સહાયની જરૂર હતી, તેમ નિઃસ્વાર્થ અને સેવાપ્રેમી કાર્યકરોની વિશાળ એકરાગી જૂથની પણ એટલી જ જરૂર હતી. આ કાર્ય સફળતાપૂર્વક શોભી ઊઠ્યું હોય તો તે આવા કાર્યકરોને કારણે, ઠેર-ઠેર આવા સેવાપરાયણ કાર્યકરોનું જૂથ ઊભું કરવામાં શેઠ શ્રી અરવિંદભાઈની એક વ્યાપારી અને ઉદ્યોગપતિ તરીકેની કાર્યદક્ષતા અને વ્યવહારનિપુણતાએ ઘણો મહત્ત્વનો હિસ્સો આપ્યો છે એમાં શક નથી. વળી શ્રી અરવિંદભાઈની આ ઉત્કટ તમન્ના અનેક કાર્યકરોના અંતરને સ્પર્શી ગઈ, અને ગોવર્ધન-પર્વતને તોળવા જેવા વિરાટ કાર્યના સાથી બનીને પોતાના જીવનને કૃતાર્થ બનાવવા એ સૌને દોરી લાવી. જ્યોતથી જ્યોત પ્રગટે એ રીતે આ સેવાપ્રવૃત્તિનો વિસ્તાર થતો રહ્યો. આ પ્રસંગ ઉપરથી આનંદ અને આશ્ચર્યપૂર્વક એમ પણ તારવી શકાય છે કે જો નેતા શાણો, સેવાભાવી અને નિઃસ્વાર્થ હોય, તો આ યુગમાં પણ નેકદિલ, નિષ્ઠાવાન અને નિઃસ્વાર્થ સેંકડો સાથીઓ સહેજે મળી આવે છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરવિંદભાઈ મફતલાલ ૪૧૩ આ દુષ્કાળ-રાહત માટે નાણાંની વ્યવસ્થા કેવી રીતે થઈ એ પણ જાણવા જેવું છે. અમેરિકાની “કેર” (CARE) નામની સંસ્થા તરફથી ચાર કરોડ ત્રીસ લાખ રૂપિયાની કિંમતની સામગ્રી મળી, ગુજરાત સરકારે પચીસ લાખ રૂપિયા આપ્યા અને શેઠશ્રી અરવિંદભાઈ હસ્તકના સદ્ગુરુ-સેવા-સમાજે અઠ્ઠાવીસ લાખ રૂપિયા આપ્યા. આમાં પૂરી આર્થિક મદદ મળી એ તો મહત્ત્વનું છે જ; સાથે-સાથે શક્તિશાળી વ્યવસ્થાતંત્ર ઊભું કરવામાં આવ્યું એ પણ એટલું જ મહત્ત્વનું છે. આ ઉપરથી એ પણ જાણી શકાય છે કે શ્રી અરવિંદભાઈ અમેરિકામાં કેટલી વગ ધરાવે છે અને અમેરિકાની “કેર' સંસ્થાને એમના ઉપર કેટલો બધો વિશ્વાસ છે. શ્રી અરવિંદભાઈએ જેમ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં દુષ્કાળ રાહતનું આવું માનવતા અને રાષ્ટ્રસેવાનું કામ કર્યું છે, તેમ પહેલાં રાજસ્થાન અને બિહારમાં પણ આવા પ્રકારનું જ સેવાકાર્ય કર્યું હતું. આ હકીકત એમ સૂચવે છે કે તેઓનું દૃષ્ટિબિંદુ રાષ્ટ્રવ્યાપી છે અને નાત-જાત કે પ્રાંત-ભાષાના નકલી ભેદોથી મુક્ત બનીને દીન-દુઃખી માનવજાતની સેવામાં તેઓ શ્રદ્ધા ધરાવે છે, અને એ માટે પૂરતો પ્રયત્ન પણ કરે છે. આ ભાવના શેઠશ્રી અરવિંદભાઈની સાચી ધાર્મિકતા, સંસ્કારિતા અને રાષ્ટ્રીયતાનો કીર્તિકળશ બની રહે એવી છે. વળી આનાથી પણ ચડી જાય એવી છે એમની વિનમ્રતા. આ બધાં સત્કાર્યોનો યશ તેઓ ભગવાનને અને પોતાનાં માતુશ્રીને આપે છે; પોતે તો માત્ર આનું નિમિત્ત છે એમ માને છે. આની સામે જેમના હાથમાં રાષ્ટ્રની રખેવાળી સોંપાઈ છે એવા મોટા ગણાતા રાજકીય નેતાઓની વૃત્તિ અને પ્રવૃત્તિનો વિચાર કરીએ છીએ ત્યારે નરી પામરતાનાં જ દર્શન થાય છે ! એ ગમે તેટલો મોટો હોદ્દો અને કરોડો રૂપિયા ખર્ચ કરવાની સત્તા ધરાવતા હોય, પણ એમની નજર મુખ્યત્વે દેશવાસીઓના ઉપલા થર સુધી અને પોતાની રાજરમતની શતરંજનાં સોગઠાં બનનાર વ્યક્તિઓ સુધી જ પહોંચે છે. પરિણામે મહાત્મા ગાંધીજીએ ચીંધેલું સર્વોદયની સ્થાપના દ્વારા સમગ્ર દેશની દીન-હીન-ગરીબ જનતાનો ઉત્કર્ષ સાધીને રાષ્ટ્રનું નવનિર્માણ કરવાનું પાયાનું કામ જ વિસરાઈ ગયું ! નહીં તો, સ્વરાજ્યના બાવીસ-તેવીસ વર્ષ જેટલા લાંબા કારોબારને અંતે, અને વિદેશમાંથી લોનરૂપે કે સહાયરૂપે તેમ જ દેશમાંથી કરવેરા તથા લોન રૂપે અબજોના અબજો રૂપિયા મેળવીને દેશના વિકાસના નામે ખરચી નાખ્યા પછી પણ દેશ આવી બિસ્માર હાલતમાં અને દેશની કરોડોની જનતા આવી કંગાલિયતમાં હોય ખરાં ? રાષ્ટ્રને, રાષ્ટ્રભાવનાને અને રાષ્ટ્રની જનતાને વિસરી બેઠેલા આવા રાષ્ટ્રનેતાઓને સાચી રાષ્ટ્રસેવા અને સાચું રાષ્ટ્રકાર્ય કેવું હોઈ શકે એ ચીંધવા શેઠશ્રી અરવિંદભાઈનું આ કાર્ય જીવંત દાખલારૂપ બની રહે એવું છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ અમૃત-સમીપે એક બીજી વાતની પણ અહીં નોંધ લેવી ઘટે છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર આવી પડેલ દુષ્કાળના સંકટનું અત્યાર પૂરતું નિવારણ થયું એટલા-માત્રથી શ્રી અરવિંદભાઈને સંતોષ નથી; તેઓ તો આ પ્રદેશોમાં કમનસીબે ફરી વાર ક્યારેક પણ દુષ્કાળની આફત આવી પડે તો એવે વખતે એ પ્રદેશની જનતા એનો આપબળે સફળતાપૂર્વક સામનો કરીને પોતાની જાતને તેમ જ પોતાના પશુધનને બચાવી શકે એ રીતે એને તૈયાર કરવા માગે છે. અને એ માટે એમણે કેટલીક યોજનાઓ પણ વિચારી છે, અને એનો અમલ કેવી રીતે કરી શકાય એ ઉપર તેઓ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ બહુ જ આશાપ્રેરક અને ઉત્સાહવર્ધક સમાચાર છે. પોતાની લોકકલ્યાણની ભાવનાને આટલી હદે દોરી જવા બદલ આપણે શ્રી અરવિંદભાઈના ખૂબ ઋણી છીએ. મૂળે તો શાહ અને બાદશાહની આ વાત છે. જે કામ ભલભલા બાદશાહ ન કરી શકે તે પોતાની મહાજન તરીકેની લોકકલ્યાણવૃત્તિથી એક શાહ કરી શકે છે ! (તા. ૮-૮-૧૯૭૦) (૬) શાહ-સોદાગર શ્રી મેઘજીભાઈ પેથરાજ શાહ કુદરત પણ ક્યારેક કેવી કપરી કસોટી કરે છે ! અને પોતાની આકરી કસોટીએ પાર ઊતરનારનો બેડો એ કેવો પાર ઉતારી દે છે ! સ્વર્ગસ્થ શ્રી મેઘજીભાઈ પેથરાજ શાહની યશસ્વી જીવનકથા વાંચતાં કુદરતની આ ગૂઢ કરામતનાં જાણે પ્રત્યક્ષ દર્શન થાય છે. ભણતર માત્ર ગુજરાતી પાંચ ચોપડી જેટલું, અને ઉંમરે અગિયારમું વર્ષ - આવો ઓછું ભણેલો અને ઊછરતો કિશોર કુટુંબનું કારમું અર્થસંકટ દૂર કરવા કમર કસે છે, અને જામનગર પાસેના ૮૦૦-૯૦૦ માણસોની વસ્તીવાળા નાનકડા ગામની ગામઠી નિશાળનો એ મદદનીશ મહેતાજી બને છે; પગાર માસિક રૂપિયા આઠનો ! ભલે આઠ તો આઠ, પણ કુટુંબના નિર્વાહ માટે પિતાજીની આવકમાં બને તેટલો ઉમેરો કરવો જરૂરી હતો. ભણતર ઓછું અને ઉંમર નાની, પણ એનામાં પ્રયત્નનો ઉત્સાહ હતો, ગમે તે કામને પાર પાડવાની ધગશ હતી અને ગમે તેવી મુસીબત સામે પણ પીઠ નહીં ફેરવવાનું સૌરાષ્ટ્રી ખમીર એના અંતરમાં ભર્યું હતું. વિદ્યાર્થી અવસ્થાએ શિક્ષક બનવાની હામ ભીડીને પચાસ વર્ષ પહેલાં ભાગ્યની સામે મોરચો માંડનાર એ તરવરિયો કિશોર તે શ્રી મેઘજીભાઈ. Page #438 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેઘજીભાઈ પેથરાજ શાહ ૪૧૫ શ્રી મેઘજીભાઈનું મૂળ વતન સૌરાષ્ટ્રમાં જામનગર પાસેનું એક નાનું ગામડું. એમની જ્ઞાતિ ઓસવાળ અને ધર્મે તેઓ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન. એમનો જન્મ સને ૧પ-૮-૧૯૦૪ને રોજ. કુટુંબની સ્થિતિ સાવ સાધારણ; એટલે જીવનઘડતર કે જીવનવિકાસની અથવા મોટા વેપાર-ઉદ્યોગની તકનું તો પૂછવું જ શું ? બે ટંક રોટી મળી જાય અને ઘરનો વ્યવહાર સચવાઈ જાય તો ય પરમેશ્વરનો પાડ ! - ચૌદ વર્ષની ઉંમરે શ્રી મેઘજીભાઈનું લગ્ન થયું. કુટુંબની આર્થિક ભીંસ ગમે તેવી હોય, પણ સમાજે લગ્ન માટે નક્કી કરેલી ઉમરે લગ્ન ન થાય તો યુવાનની યુવાની લાજે અને કુટુંબની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે એવો એ જમાનો ! લગ્ન-જીવનના પ્રારંભ સાથે શિક્ષક તરીકેના જીવનની પૂર્ણાહુતિ થઈ ! શ્રી મેઘજીભાઈએ વિચાર્યું : જિંદગી આખી આ ધંધામાં વિતી જશે તો ય એથી કુટુંબનું દળદર નહીં ફીટે, ઘરસંસારમાં ભલીવાર નહીં આવે અને જીવનભર બે પાંદડે નહીં થવાય. અને જેનું યૌવન પુરુષાર્થનો ઘોડો પલાણીને આગળ વધવા થનગની રહ્યું હોય એને આવા ઠંડા કામથી અને આવી ઠંડી કમાણીથી સંતોષ પણ કેવી રીતે થાય ? એમણે શિક્ષકની નોકરી મૂકી દીધી અને સને ૧૯૧૯માં, ૧૫ વર્ષની ઉમરે, દરિયાપાર આફ્રિકામાં એક વેપારી પેઢીમાં નામા-કારકુનની નોકરી સ્વીકારીને, બે વર્ષની બંધણીથી તેઓ ત્યાં પહોંચી ગયા. પગાર ખાવા-પીવા સાથે માસિક રૂપિયા પચીસ. યુવાનને પગારની ખેવના તો હતી જ, પણ એથી યે વધુ ખેવના એને હતી જિંદગીનો વિકાસ કરવાની સોનેરી તક શોધી કાઢવાની. શ્રી મેઘજીભાઈને એ શોધી કાઢતાં વાર ન લાગી. આ નામાની નોકરી પણ એમણે ત્રણ જ વર્ષ કરી. પછી તો એમનું અંતર બંધનમુક્ત બનીને મુક્તપણે વેપાર-ઉદ્યોગ ખેડવા તલસી રહ્યું. નામાની નોકરી દરમિયાન એમની ચકોર દૃષ્ટિએ આફ્રિકા જેવા અણવિકસિત દેશમાં આર્થિક વિકાસ સાધવાના સંખ્યાબંધ માર્ગો શોધી કાઢ્યા. આફ્રિકામાં તો જો પકવતાં આવડે તો ઠેર-ઠેર કાચું સોનું છુપાયું હતું – જેટલી આવડત અને જેટલો પુરુષાર્થ એટલો લાભ; શ્રી મેઘજીભાઈને અનર્ગળ અર્થપ્રાપ્તિની જાણે ચાવી મળી ગઈ ! અને આગળ વધવાનો માર્ગ લાધી ગયો પછી રોકાઈ રહે એ જુવાન નહીં ! શ્રી મેઘજીભાઈએ નામાની નોકરી તજી દીધી અને સને ૧૯૨૨માં, ૧૮મે વર્ષે, આફ્રિકામાં સ્વતંત્ર વેપાર શરૂ કર્યો. શરૂઆતમાં તો છૂટક વેપારથી ભાગ્યની અજમાયશ કરી; પણ જેનામાં કામ કરવાનો અદમ્ય ઉત્સાહ અને આગળ વધવાની સહજ સૂઝ ભર્યા હોય એની બુદ્ધિને ટીપે-ટીપે સરોવર ભરવા જેવું ધીમું કામ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ અમૃત-સમીપે કેમ રુચે ? થોડા જ વખતમાં શ્રી મેઘજીભાઈ જથ્થાબંધ માલના વેપારી બની ગયા. આમ સાતેક વર્ષ ચાલ્યું, અને આફ્રિકામાં એક કુશળ વેપારી તરીકે શ્રી મેઘજીભાઈની ગણના થવા લાગી. પણ શ્રી મેઘજીભાઈની કુશાગ્રબુદ્ધિ અને અપાર શક્તિને માટે આટલું ક્ષેત્ર પૂરતું ન હતું ; કુદરત પણ જાણે એમને ક્યાંની ક્યાં દોરી જવા માગતી હતી ! તેઓ પોતે પણ માત્ર વેપારમાં જ ખંતી ન રહેતાં પોતાની દૃષ્ટિને ચોમેર ફેરવતા રહેતા હતા. ગરુડ જેમ પોતાની તીવ્ર દૃષ્ટિથી દૂરદૂરના નિશાનને પારખી શકે છે, એમ શ્રી મેઘજીભાઈ પણ ભવિષ્યની દૂરદૂરની શક્યતાને તરત પારખી લેતા. ક્રાંતિના સટ્ટામાં જેમ દીર્ઘદ્રષ્ટિ અને ભવિષ્યનું સ્પષ્ટ દર્શન જોઈએ, તેમ ઉદ્યોગના ખેડનારમાં પણ પોતે ખેડવા ધારેલ ઉદ્યોગના ભાવિનું સ્પષ્ટ દર્શન કરવાની શક્તિ જોઈએ; એ ન હોય તો વિવાહને સ્થાને વરસી બની જાય ! ઉદ્યોગનું ભાવિ પારખવાની શ્રી મેઘજીભાઈની શક્તિ અદ્દભુત હતી. સાતેક વર્ષ જથ્થાબંધ વેપારમાં કાઢતાં-કાઢતાં એમણે અર્થવિકાસનાં અનેક ક્ષેત્રો પારખી લીધાં; અને સને ૧૯૨૯માં, જીવનની પહેલી પચીસીના ઉંબરે, એમણે પોતાના કાબેલ હાથે અનેક વેપાર-ઉદ્યોગોની એક સુંદર અને ટકાઉ ફૂલગૂંથણી રચી દીધી. શ્રી મેઘજીભાઈએ આફ્રિકાની પેદાશોની નિકાસ શરૂ કરી અને પરદેશી ચીજોની આયાત પણ કરવા માંડી. નાના-મોટા કેટલાય ઉદ્યોગોને એમણે હસ્તગત કર્યા, ખેતીવાડી ક્ષેત્રનું પણ ખેડાણ કર્યું. આટલું ઓછું હોય એમ, શરાફી, બેંકિંગ અને ધીરધારનું નાણાકીય તંત્ર પણ ઊભું કર્યું ! કાબેલ સેનાપતિ જે કુશળતાથી રણક્ષેત્રમાં પોતાની સેનાનું સંચાલન કરે એમ તેઓ સાવ સહજ રીતે આ બધી પ્રવૃત્તિઓનું સફળ સંચાલન કરતા. પચીસ વર્ષની ભરયુવાન વયે શ્રી મેઘજીભાઈ આફ્રિકાના એક નામાંકિત શાહસોદાગર બની ગયા ! આવી ઝળકતી સફળતામાં શ્રી મેઘજીભાઈની કુશાગ્રબુદ્ધિ, કાબેલિયત અને ઊંઘ કે આરામની ખેવના કર્યા વગર કામ કરવાની ખડતલ વૃત્તિએ જેટલો ભાગ ભજવ્યો છે, એટલો જ ભાગ બિનવિલાસી, સાદી અને સરળ જીવનદૃષ્ટિએ, પ્રામાણિકતાએ અને સચ્ચરિત્રશીલતાએ ભજવ્યો છે. તેઓ કહેતા કે માનવીએ પોતાનો વિકાસ કરવો હોય તો રોજ ૧૫-૧૬ કલાક કામ કરવાની ટેવ પાડવી જોઈએ. જે દેશના બધા લોકો રોજ કમ-સે-કમ દશ કલાક કામ કરે છે તે જ પ્રગતિ કરી શકે છે. સખત મહેનત અને ઝડપી નિર્ણયશક્તિ એ ઉન્નતિની મુખ્ય ચાવી છે. સાથે-સાથે તેઓ એમ પણ માનતા કે માણસને આગળ વધારવામાં પુરુષાર્થ ૪૯ ટકા અને પ્રારબ્ધ પ૧ ટકા ભાગ ભજવે છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેઘજીભાઈ પેથરાજ શાહ ૪૧૭ શ્રી મેઘજીભાઈની સ્મરણશક્તિ અજબ હતી અને વ્યવસ્થાશક્તિ તો ગજબની. દરેક પ્રશ્નની બધી બાજુઓ સમજવાની અને એની ઝીણી-ઝીણી વિગતોમાંની એકને પણ નજર-બહાર નહીં જવા દેવાની એમની શક્તિ તો હેરત પમાડે એવી હતી. આંકડાશાસ્ત્રમાં ય તેઓ એટલા જ નિપુણ હતા. પોતાના ધંધાના નફા-તોટાનો હિસાબ તો જાણે એમની આંગળીના ટેરવે રમ્યા કરતો. અધીરાઈ, અશાંતિ કે ઉતાવળ એમના સ્વભાવમાં જ ન હતી. કોઈ પણ બાબતને તેઓ પૂર્ણ સ્વસ્થતાપૂર્વક સમજતા અને સામાને સમજાવતા – જાણે સમતાનો સાગર ! ઘણી બાબતોની હૈયા-ઉકલતની વિરલ બક્ષિસે એમની ઓછા ભણતરની ખામીને ઢાંકી દીધી હતી. ખરી રીતે તો શ્રેષ્ઠ વિદ્યા કે હૈયા-ઉકલતની પ્રસાદી મળી હોય, તો નિશાળના ભણતર વગર પણ કેટલી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે એનું શ્રી મેઘજીભાઈનું યશસ્વી જીવન જ્વલંત ઉદાહરણ છે. સત્તાવીસ વર્ષની ઉમરે એમનાં પત્નીનું અવસાન થતાં એમણે બીજું લગ્ન શ્રીમતી મણિબહેન સાથે કર્યું. તેઓ પણ ભણેલાં તો છે ફક્ત ચાર જ ચોપડી, પણ ઘર-વ્યવહાર ચલાવવાની તૈયા-ઉકલતે અને પતિના કામમાં સહાયભૂત થવાની ભાવનાએ એમને આદર્શ ગૃહિણી બનાવ્યાં છે. તેઓ પણ શ્રી મેઘજીભાઈ જેવાં જ સાદા, સરળ અને શાંત છે; પૈસાનું અભિમાન તો આ બડભાગી દંપતીને પૂછ્યું જ નથી. સાચે જ, તેઓ એ રીતે પ્રભુનાં ભક્ત છે. સને ૧૯૪૩થી ૧૯૫૩નો દસકો એ શ્રી મેઘજીભાઈની કમાણીની ટોચનો દસકો હતો. માનવીને ધૂળમાંથી સોનું બનાવવાનો કીમિયો જડી જાય એમ શ્રી મેઘજીભાઈને બાવળની છાલમાંથી ચામડા કમાવાનું રસાયણ બનાવવાનો કીમિયો મળી ગયો. એ કીમિયો એવો તો સફળ થયો કે શ્રી મેઘજીભાઈને ત્યાં નાણાંની ટંકશાળ મંડાઈ ગઈ ! એમની સંપત્તિની જાણે કોઈ ગણતરી જ ન રહી, અને છતાં શ્રી મેઘજીભાઈની નજર-બહાર એક તણખલું ય ન હતું ! શ્રી મેઘજીભાઈ જેમ ઉદ્યોગોના મહાન પ્રયોજક હતા, તેમ જીવનના પણ એવા જ પ્રયોજક હતા. વેપાર-ઉદ્યોગની જેમ એમનું જીવન પણ યોજનાપૂર્વક ચાલતું; તેઓ અર્થસાધના અને જીવનસાધનાની બરાબર સમતુલા જાળવી શકતા. સાદાઈ અને સચ્ચાઈ તો એમને માતાના દૂધ સાથે જ મળી હતી. એ જ રીતે ધર્મમય જીવન જીવવાની ભાવના અને લોકકલ્યાણની વૃત્તિ પણ એમના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગઈ હતી. બાહ્યાડંબરો અને ધર્મના નામે થતા જડ ક્રિયાકાંડો તરફ એમને ભારે અણગમો હતો. એમનું હાડ એક સમાજસુધારકનું હતું; ખર્ચાળ તેમ જ પ્રગતિરોધક રીતરિવાજોના તેઓ આકરા ટીકાકાર હતા. સમયનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં તેઓ માનતા. વ્યવસ્થિત અને નિયમિત કામ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ અમૃત-સમીપે ; કરવાની અને કોઈ પણ કામને ખોરંભે નહીં નાખવાની એમની ટેવ હતી. આ માટે તેઓ અંગ્રેજોની કાર્યપદ્ધતિની ખૂબ પ્રશંસા કરતા. એમનું જીવન ક૨કસ૨ભર્યું હતું. આટલી અઢળક સંપત્તિ છતાં તેઓ સાદાં વસ્ત્રો પહેરતા અને તે પણ ઘરે ધોયેલાં અને ઘરે જ ઇસ્ત્રી કરેલાં. નીતિમત્તાના નાશને તેઓ સર્વનાશ માનતા; આપણા દેશમાં વધી રહેલી નીતિભ્રષ્ટતાથી એમને ખૂબ દુઃખ થતું. આમ તેમનું આખું જીવન યોજનાપૂર્વક ચાલતું હતું, અને જિંદગીમાં કોઈ એવી ભૂલ કે બેદરકારી ન થઈ જાય કે જેથી જીતની બાજી હારમાં પલટાઈ જાય એની તેઓ પૂરેપૂરી તકેદારી રાખતા. આ તકેદારીએ જ એમની જિંદગીની મજલની અરધી સદી પૂરી થાય એ પહેલાં સજાગ બનાવી દીધા. સને ૧૯૫૩ની સાલમાં તેઓ ધંધાની ઉન્નતિના શિખરે પહોંચ્યા હતા, અણધારી કમાણી થતી રહેતી હતી જાણે લક્ષ્મીજી સ્વયં સામે ચાલીને એમને આંગણે પધારતાં હતાં ! આવી અઢળક કમાણીના સમયે કોઈ પણ લક્ષ્મીપતિ વધુ લક્ષ્મી મેળવવાની લાલચમાં ફસાઈ જાય; પૈસાથી ભલા કોને સંતોષ થયો છે ? પણ લક્ષ્મીજીની છોળોના આ સમયે જ, ૪૯ વર્ષની ઉંમરે શ્રી મેઘજીભાઈએ પોતાના ઉદ્યોગ-ધંધા ઉપર નિયંત્રણ મૂકવાનું નક્કી કર્યું, અને ધીમે-ધીમે પ્રવૃત્તિ તરફ મોં ફે૨વીને નિવૃત્તિ તરફ જવાની શરૂઆત કરી. આ એવો મધ્યાહ્નનો સમય હતો, જ્યારે શ્રી મેઘજીભાઈની આફ્રિકાવાસની ૩૫ વર્ષની કારકિર્દીને અંતે એમની હિંદમાં સાત અને આફ્રિકા તેમજ બીજા દેશોમાં પંચાવન માતબર પેઢીઓ ધીકતો ધંધો ચલાવતી હતી. પણ શ્રી મેઘજીભાઈ કરોળિયાની જેમ પોતાની જ માયાજાળમાં અટવાઈ જઈને જીવન હારી જવા માગતા ન હતા. એમણે પોતાના પથારાને સંકેલવો શરૂ કર્યો. કેવો શાણો, કેવો દીર્ઘદૃષ્ટિ ધરાવતો પુરુષ ! શ્રી મેઘજીભાઈને સાવ શૂન્યમાંથી સર્જન ક૨વા ભારે કપરા સંજોગોમાં આગળ વધવું પડ્યું હતું એ વાત તેઓ કદી ભૂલ્યા ન હતા. તેથી જ સામાન્ય ગરીબ માનવીનું હિત સાધવાની વાત સદા એમના હૈયે વસેલી રહેતી અને પોતાનું અઢળક નાણું લોકકલ્યાણ કાજે ઉદારતાપૂર્વક વાપરવાની પ્રેરણા એમને મળતી રહેતી. યુગયુગના દાનવીરોમાં શ્રી મેઘજીભાઈ ગૌરવભર્યું સ્થાન શોભાવશે. - શ્રી મેઘજીભાઈના દાનની પણ એક વિશેષતા હતી. જેમ તેઓ વેપારઉદ્યોગ અને પોતાનું જીવન યોજનાપૂર્વક ચલાવતા હતા, તેમ એમના દાનનો પ્રવાહ પણ યોજનાપૂર્વક જ વહેતો હતો. દાન આપીને સામાની ભીખ માગવાની વૃત્તિને ઉત્તેજવી કે અમુક વર્ગને જ લાભ મળે એવી સંકુચિત મનોવૃત્તિથી દાન આપવું એમને હરિગજ મંજૂર ન હતું. પોતાના દાનથી દેશ અને સમાજ સમૃદ્ધ બને અને Page #442 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેઘજીભાઈ પેથરાજ શાહ ૪૧૯ વ્યક્તિ શક્તિશાળી અને સંસ્કારસંપન્ન બને એ દૃષ્ટિએ જ તેઓ દાન આપતા. તેથી કેળવણીની, જ્ઞાનપ્રચારની અને આરોગ્યની પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થાઓને જ તેઓ મોટે ભાગે દાન આપતા. તેઓ ધનનું એવું વાવેતર કરતા કે એનો લાભ દીર્ઘ કાળ સુધી સૌને મળતો રહે. માનવજાતની વિવિધ રીતે સેવા કરતી સંસ્થાઓને પણ એમની દાનપ્રીતિનો લાભ મળતો રહેતો. આમ તો એમની દાનપ્રવૃત્તિનો આરંભ ૧૯૪૩ની સાલથી થયો હતો. આફ્રિકામાં લોકસેવાની સંખ્યાબંધ પ્રવૃત્તિઓ માટે એમણે પચાસ લાખ રૂપિયા જેટલાં દાન આપ્યાં હતાં. ૧૯૫૪ની સાલથી એમણે ૫-૭ વર્ષના ટૂંકા ગાળામાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કેળવણી-સંસ્થાઓ, પુસ્તકાલયો અને આરોગ્ય-સંસ્થાઓ માટે બે કરોડ જેટલી જંગી અને અસાધારણ ૨કમનું મોકળે હાથે દાન કર્યું; તેઓ ‘જગડૂશા’ કે ‘ભામાશા' તરીકે ઓળખાવા લાગ્યા. કોઈ એમને અમુક લોકોને જ લાભ મળે એવી રીતે દાન આપવાની સલાહ આપતા તો તેઓ સ્પષ્ટ કહેતા કે આપણે કમાણી કરવામાં જો કોઈ નાતજાત કે વર્ણનો ત્યાગ નથી કરતા તો આપણી કમાણીનો લાભ આપતી વખતે એમને કેવી રીતે બાકાત રાખી શકાય ? કેવો ઉમદા, ઉદાત્ત, ઉદાર વિચાર ! શ્રી મેઘજીભાઈ આવા મોટા દાનેશ્વરી હોવા છતાં એમની પાસેથી દાન મેળવવું સહેલું ન હતું. નામનાની ખાતર કે બીજાની શેહશરમથી પ્રભાવિત થઈને તેઓ દાન ન આપતા. પોતાને ન રુચે એમાં તેઓ ભલભલાને ના પાડી દેતા; અને પોતાને રુચે એ કામ માટે સામે જઈને કે સામાને પોતાની પાસે બોલાવીને તેઓ પૂરતું દાન આપતા અને સામાની ભીડ ભાંગી નાખતા ! એમને તો સાચી જનસેવા દ્વારા પોતાના ધનને અને જીવનને કૃતાર્થ કરવું હતું. મનમાં વસ્યું તો સને ૧૯૫૫માં શ્રી જવાહરલાલ નેહરૂને ઇન્દિરા ગાંધી સાથે (તેઓ પરદેશથી પાછા આવતા હતા ત્યારે) જામનગરમાં પોતાના આંગણે ચા-નાસ્તા માટે નોતરીને એક લાખ રૂપિયાનો ચેક કમળાનેહરૂ હૉસ્પિટલ માટે ભેટ આપ્યો; શ્રી નેહરૂ તો આવી ઉદારતા જોઈને અચરજ પામી ગયા. અને મનમાં ન વસ્યું તો શ્રી કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યાભવન માટે એમની પાસે આવવાનો સમય માગ્યો ત્યારે શ્રી મેઘજીભાઈએ પોતે જ એમની પાસે જઈને વિવેકપૂર્વક કહી દીધું કે તમારી યોજનામાં મારું કામ નહીં ! બેએક વર્ષ પહેલાં તેઓ સુરેન્દ્રનગરની સ્ત્રી-સંસ્થા વિકાસ-વિદ્યાલયમાં કોઈ ઉદ્ઘાટન માટે ગયા હતા. ત્યાં એમણે જાણ્યું કે સંસ્થાને દર વર્ષે ભારે નાણાંભીડ પડે છે. તરત જ બધી વિગતો જાણી લઈને દસ વર્ષ સુધી દર વર્ષે પચીસ હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું ! Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ અમૃત-સમીપે થોડા દિવસ પહેલાં (૧૯૫૫માં) જામનગરમાં “મેઘજી પેથરાજ મેડિકલ કૉલેજ'નો શિલારોપણ વિધિ, સૌરાષ્ટ્રના રાજપ્રમુખ નામદાર જામસાહેબના હાથે થયાના સમાચાર સૌ કોઈ જાણે છે. આ કૉલેજ માટે તેમ જ સૌરાષ્ટ્રમાં લોકહિતનાં બીજાં કામો કરવા માટે, કૉંગ્રેસ-પ્રમુખ શ્રી ઢેબરભાઈ સાથેની માત્ર ૩-૪ કલાક જેટલી વાતચીત બાદ, એકી કલમે ૧૦ લાખ રૂપિયા જેટલી નાદર રકમની સખાવત જાહેર કરનાર શ્રી મેઘજીભાઈનો જોટો મળવો મુશ્કેલ છે. આવી બેનમૂન સખાવત કરીને શ્રી મેઘજીભાઈએ પોતાનું નામ ધન્ય બનાવ્યું છે, પોતાની જનનીને અને સૌરાષ્ટ્રની ધરતીને પણ ધન્ય બનાવી છે. “જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર” એ સાચી જ શીખ છે ! શ્રી મેઘજીભાઈએ સૌરાષ્ટ્રની તો તન, મન અને ધનથી સેવા કરવાનો સંલ્પ કર્યો છે. તેઓ વેપાર-ધંધામાંથી ફારેગ થઈને રાષ્ટ્રકલ્યાણના કામમાં લાગવાના છે અને આવતા દસ વર્ષમાં બીજા એક કરોડ રૂપિયા સૌરાષ્ટ્રના ઉત્થાન માટે વાપરવાનો એમણે નિર્ણય કર્યો છે. એક બીજી યોજના પ્રમાણે દર વર્ષે ૨૦૦-૨૦૦ ગામડાંના હિસાબે પાંચ વર્ષના ગાળામાં તેઓ સૌરાષ્ટ્રનાં એક હજાર ગામડાંઓમાં ૪૦૦-૪૦૦ રૂપિયાના હિસાબે ચાર લાખ રૂપિયા વાચનાલયો માટે આપવાના છે. શ્રી મેઘજીભાઈની લોકસેવાની તમન્ના તેમના જ શબ્દોમાં થોડીક જોઈએ. આ સમારંભમાં બોલતાં તેઓએ કહ્યું હતું : “સ્વરાજ્ય આવ્યા પછી સૌરાષ્ટ્ર સરકારે સૌરાષ્ટ્રને સમૃદ્ધ બનાવવા માટે પ્રયત્નો કર્યા છે, અને આ કૉલેજ પણ એ પ્રયત્નોના એક પરિણામરૂપ છે. સરકાર તો પોતાની ફરજ બજાવે એ સ્વાભાવિક છે, પણ જનતામાંથી યે સૌ કોઈ પોતાની શક્તિ પ્રમાણે રાષ્ટ્રઘડતરમાં ફાળો આપે તો જ એ ઘડતર એક દિવસ સંપૂર્ણ થાય. અને એ રીતે જ આજે હું મારી શક્તિ પ્રમાણે કંઈક ફાળો આપીને કૃતાર્થ થાઉં છું. “હું માનું છું કે મારી કમાણી એ માત્ર મારી નથી, પણ મારા રાષ્ટ્રનાં ભાઈ-બહેનોનો તથા જે દેશમાં મેં મુખ્યત્વે આર્થિક વ્યવસાય કરેલો છે તે દેશના વતનીઓનો પણ તેમાં હિસ્સો છે. આજે આ મેડિકલ કૉલેજ માટે મારી શક્તિ મુજબ મદદ આપીને તેઓનો હિસ્સો હું ચૂકવી રહ્યો છું. એમાં કોઈના પર ઉપકાર નથી કરતો, પણ મારી ફરજ જ બજાવી રહ્યો છું. આ મેડિકલ કૉલેજ એક દિવસ સમગ્ર હિંદુસ્તાનમાં એક વિશિષ્ટ સંસ્થા થશે, તે દિવસે હું જ્યાં હોઈશ ત્યાં ખૂબ જ પ્રસન્ન થઈશ. Page #444 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેઘજીભાઈ પેથરાજ શાહ ૪૨૧ “હવે હું ધંધાકીય બધી પ્રવૃત્તિઓમાંથી સદંતર નિવૃત્ત થઈ ગયેલ છું. માટે કોઈ વેપારમાં રસ નથી, તેમ કોઈ જગ્યાએથી અંગત આવક નથી, અને મારી બાકીની જિંદગીમાં કોઈ વ્યાપારિક પ્રવૃત્તિમાં નહીં જોડાવાનો મેં નિર્ણય કર્યો છે. લોકોપયોગી સેવાકાર્યમાં મારી શક્તિ મુજબ તન-મન-ધનથી ફાળો આપીને બાકીની જિંદગી વિતાવવાની મારી જિજ્ઞાસા છે.” શ્રી મેઘજીભાઈના અંતરમાંથી નીકળેલા આ ઉદ્ગારો એમના દાનવીરતાના શિખર ઉપર સુવર્ણકળશ ચઢાવે એવા છે. શ્રી મેઘજીભાઈનું આ વિરલ ઉદાહરણ અનેક શ્રીમંતો અને સેવાવાંછુઓ માટે પ્રેરણારૂપ બની રહેશે એમાં શક નથી. (તા. ૩૦-૪-૧૯૫૫) શ્રી મેઘજીભાઈને જાણે પોતાના જીવનના છેડાનાં એંધાણ પણ કળાઈ ગયાં હતાં ! તેઓ સાઠમે વરસે મિત્રોને મરણની, દેખીતી રીતે ખૂબ અપ્રીતિકર વાત, સ્વસ્થતાથી અને હસતાં-હસતાં કરી શકતાં. છેલ્લે-છેલ્લે તો જાણે પોતાનો સમય પામી ગયા હોય અને જતાં-જતાં પોતાની સંપત્તિને જનતા-જનાર્દનની સેવામાં વધુ કૃતાર્થ કરી જવા માગતા હોય તેમ તેઓએ લંડનથી પોતાના એક મિત્રને લખ્યું હતું “મારી ઉંમર સાઠ વર્ષની થઈ છે. હવે વધારે સમય બાકી રહ્યો નથી. હું તમને આશરે રૂ. એક કરોડ જુદી-જુદી સંસ્થાઓ માટે વાપરવાની છૂટ આપું છું.” અને આ ભાવના ભાવતાં જ તેઓ દસેક દિવસની લો બ્લડપ્રેશરની બીમારીમાં તા. ૩૦-૭-૧૯૬૪ને રોજ લંડનમાં સ્વર્ગવાસી બની ગયા ! -- શ્રી વેપાર-ઉદ્યોગનું જબ્બર સાહસ અને જનસેવા માટે જંગી સખાવત મેઘજીભાઈના યશસ્વી જીવનનો આ સરવાળો છે. આ સાહસવૃત્તિ અને આ સખાવતી મનોવૃત્તિના બે છેડા વચ્ચે કંઈ-કંઈ સવૃત્તિઓ અને શક્તિઓની હારમાળા રચાઈ ગઈ હતી. એના લીધે શ્રી મેઘજીભાઈની કારકિર્દી ખૂબ શોભાયમાન, ઉજ્વળ અને અનુકરણીય બની રહી હતી; એમનું સમગ્ર જીવન કર્મયોગનો એક દાખલો બની ગયું હતું. આપ-સમાન બળ નહીં, સૂઝ-સમાન શક્તિ નહીં; પોતાની જાત ઉપર પૂર્ણ વિશ્વાસ રાખવો, શ્રમ ક૨વામાં ક્યારેય પાછા પડવું નહીં, એશઆરામના સુંવાળા માર્ગે જવું નહીં અને પોતાની સૂઝ અને સમજણ પ્રમાણે આગળ વધતા રહેવું એ જ શ્રી મેઘજીભાઈની વિરલ સફળતાની ચાવી હતી. પુરુષાર્થે કામ કરી બતાવ્યું અને પ્રારબ્ધ યારી આપી ! 1 સાદું જીવન અને ઊંચા વિચારો – શ્રી મેધજીભાઈના આંતરજીવનનો આ સરવાળો હતો; એના લીધે એમના જીવનમાં સંખ્યાબંધ સદ્ગુણોનો વિકાસ થયો હતો. સંપત્તિનો કૅફ ક્યારેય એમને ચડ્યો ન હતો, મોટાઈનું મિથ્યાભિમાન એમને સતાવી શકતું ન હતું, કે ભોગ-વિલાસની વૃત્તિ એમના ચિત્તનો કબજો લઈ શકતી Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ અમૃત-સમીપે ન હતી. વાત કરવામાં એમની બુદ્ધિનું તેજ જરૂર દેખાઈ આવતું, પણ પોતાની મોટાઈથી સામાને આંજી નાખવાની વૃત્તિ એમનામાં હતી જ નહીં. નાના કે મોટા સૌની સાથે તેઓ સમાન વર્તન કરતા, અને વાત કરવામાં પૂરો વિવેક સાચવતા. એમના પરિચયમાં આવનાર સૌ કોઈના અંતરમાં એમની સાદાઈ, સચ્ચાઈ, સરળતા, સહૃદયતા અને શાણપણની સુવાસ અચૂક પ્રસરી જતી; એમને મળવું એ જીવનનો એક લ્હાવો હતો. જૈનધર્મ ઉપર એમને ખૂબ આસ્થા હતી. જીવનશુદ્ધિની કસોટીએ જ તેઓ સાચા ધર્મની મુલવણી કરતા અને બાહ્યાડંબરો કે અર્થશૂન્ય ક્રિયાકાંડોથી સદા દૂર રહેતા. જૈન સમાજની ઉન્નતિ થાય અને જૈનોના બધા ફિરકા એક થાય એવી તેઓ ભાવના સેવતા અને આંતરક્લેશ અને અંધશ્રદ્ધા જોઈને તેઓ ખૂબ દુઃખ અનુભવતા. કૉન્ફરન્સને આર્થિક રીતે કાયમને માટે નિશ્ચિત બનાવવાની એમણે યોજના બનાવી હતી, પણ એને સમાજ ઝીલી ન શક્યો ! (તા. ૮-૮-૧૯૬૪) (૭) ઉમરાવદિલ શ્રી લાલચંદજી ટ્રસ્ટ જેમની પ્રકૃતિમાં અમીરાતના અમૃતરસનું સિંચન થાય છે, તેઓ પ્રસન્ન, ભવ્ય અને ઉદાર જીવનના અધિકારી બનીને ધન્ય બની જાય છે; પછી એવી ઉમરાવદિલ વ્યક્તિ પાસે અપાર સંપત્તિ છે કે ઓછી સંપત્તિ છે એ જોવા-જાણવાની કોઈને જિજ્ઞાસા કે ઉત્કંઠા રહેતી નથી. જનસમૂહ તો એવી વ્યક્તિની ભવ્યતા, ઉદારતા, ઉદાત્ત મનોવૃત્તિ, ઉમદા પ્રકૃતિ અને ઉચ્ચ ભાવના ઉપર જ મુગ્ધ બની જાય છે, અને એને પોતાના મનમંદિરના સિંહાસન ઉપર બિરાજમાન કરીને કૃતકૃત્યતા અને આનંદ અનુભવે છે. સ્વર્ગસ્થ સ્વનામધન્ય શ્રેષ્ઠિવર્ય શ્રી લાલચંદજી ઢઢઢા આપણા આવા જ એક અમીર અને ઉમરાવદિલ આગેવાન હતા. પોતાની અમીરાતને લીધે એમણે જનસમૂહની ઘણી પ્રીતિ અને ઘણો આદર પ્રાપ્ત કર્યા હતાં. આવા એક ભવ્ય મહાનુભાવનું તા. ૧-૧૨-૧૯૬૮ના રોજ, મદ્રાસમાં ૭૧ વર્ષની વયે અવસાન થતાં જૈનસંઘને એક નિષ્ઠાવાન, કર્તવ્યપરાયણ અને કલ્યાણવાંછુ આગેવાનની સહેજે ન પૂરી શકાય એવી ખોટ પડી છે. ખાનદાની, ઉદારતા અને અમીરાતનો શ્રી ઢઢાજીના જીવનમાં એવો તો સુમેળ સધાયેલો હતો કે એમની સુભગ અને આફ્લાદકારી આભા એમના સમગ્ર Page #446 -------------------------------------------------------------------------- ________________ શ્રી લાલચંદજી ઢઢ્યા . ૪૨૩ જીવન અને વ્યવહાર ઉપર વિસ્તરી રહેતી. હલકો વિચાર, હલકી વાણી કે હલકું વર્તન એમને ક્યારેય ખપતાં ન હતાં, કે ઉદાસીનતા, નિરાશા કે ખિન્નતા પણ એમને સ્પર્શી શકતી ન હતી; જ્યારે જુઓ ત્યારે તેઓ કંઈક ને કંઈક પણ સત્કાર્ય કરવાની પ્રવૃત્તિ કે વિચારણા કરતા જ હોય. આ બધું એમને મળેલ કે એમણે જીવનમાં પ્રગટાવેલ વિશિષ્ટ ગુણસંપત્તિનું જ પરિણામ કહી શકાય. તેઓ જ્યાં બેઠા હોય ત્યાં આપમેળે જ એમનો પ્રભાવ વિસ્તરી રહેતો, અને છતાં ય પોતે બીજાઓ કરતાં મોટા કે ચડિયાતા દેખાવાનો તેઓ ક્યારેય પ્રયત્ન ન કરતા. સૌની સાથે રહીને અને સૌને પોતાની સાથે રાખીને, લીધેલ કાર્યને કે સ્વીકારેલ ધ્યેયને પૂરું કરવાની એમની આવડત દાખલારૂપ બની રહે એવી હતી. એમને દેખતાં જ માણસ પ્રભાવિત થાય એવું જાજરમાન એમનું વ્યક્તિત્વ હતું, એમની ભાષામાં પણ સામાને વશ કરી લે એવું ઓજસું હતું, એમના કથનમાં હંમેશાં લીધેલ કાર્યને પૂરું કરવાના નિશ્ચયનો રણકો સંભળાતો; અને એ બીજાઓને પણ પ્રોત્સાહિત કરતો. ક્યારેક ડંખ વિનાનો નિર્મળ ઉપહાસ પણ એમની વાણીમાં વ્યક્ત થતો. આમ તો શ્રી ઢઢાજી વિલાયતી ઉપચારની દવાઓના બહુ મોટા વેપારી હતા. પણ એમની વેપાર ખેડવાની નીતિરીતિને લીધે એમની “ઢઢ્યા એન્ડ કંપની' નામની પેઢીની નામના દેશમાં તેમ જ વિદેશમાં ખૂબ થઈ. પેઢીનો સમગ્ર કારોબાર, કોઈ અંગ્રેજ પેઢીની ઢબે, એકદમ સુવ્યવસ્થિત અને ધોરણસર ચાલ્યા કરતો, તે શ્રી ઢઢાજીના નિપુણ સંચાલનને લીધે જ. દેશ-વિદેશ સાથે વેપાર-સંબંધી ધરાવતી આ પેઢીના કારોબારની ઝીણામાં ઝીણી બાબત ઉપર શ્રી ઢઢાજીની ચકોર દૃષ્ટિ હંમેશાં ફર્યા જ કરતી. આને લીધે એમની પેઢીનું નામ અને કામ ખૂબ ઉજ્જવળ અને ગૌરવશાળી બન્યું હતું. વિશેષ ખૂબીની વાત તો એ છે, કે જેમ શ્રી ઢઢાજીએ કોઈ પણ જાતના આડંબર વગર અનેક ગુણોને સહજ રીતે પોતાના જીવન સાથે વણી લીધા હતા, તેમ આટલી મોટી પેઢીના સફળ સંચાલનનો પોતાના ચિત્ત ઉપર જરા ય ભાર અનુભવ્યા વગર બધું કામકાજ એવી કાબેલિયતથી અને સમય તથા શક્તિને સાચવીને કરતા હતા કે જ્યારે જુઓ ત્યારે નવરાશવાળા જ લાગે ! જાહેરસેવાના કાર્યમાં પૂરતો સમય આપવામાં એમણે ક્યારેય કૃપણતા બતાવી ન હતી. આમ થવાનું મુખ્ય કારણ એમના જીવન સાથે એકરૂપ બની ગયેલો જાહેરસેવાનો રસ જ કહી શકાય. જનસેવા પ્રત્યેની એમની ઊંડી પ્રીતિ અને એવી સેવાપ્રવૃત્તિઓને પહોંચી વળવાની ભાવના અને શક્તિનો વિચાર કરતાં તો વગર અતિશયોક્તિએ એમ જ કહેવું જોઈએ કે શ્રી ઢઢાજી જન્મજાત નેતા હતા. અને Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ અમૃત-સમીપે છતાં તેઓ સૂરજની જેમ પોતાનાં ઉષ્ણ તેજકિરણોથી પોતાના સાથીઓ અને સહકાર્યકરોને ક્યારેય અકળાવી મૂકતા ન હતા, પણ ચંદ્રની શીળી ચાંદનીની જેમ પોતાની સૌમ્ય નેતાગીરીનો સૌને આનંદ અનુભવવા દઈ સૌને પોતાના બનાવી અને સૌને પોતાની સાથે રાખીને જ હંમેશાં કાર્ય કરવા ટેવાયા હતા. શ્રી ઢઢાજીની રાહબરી નીચે કે એમની સાથે કામ કરવું એક લ્હાવો હતો. ક્રમે-ક્રમે ધોરણસર કામ વધતું ૨હે, અને છતાં કોઈને ભાર ન લાગે એ રીતે કામ કરવામાં અને કામની દોરવણી આપવામાં તેઓ ખૂબ કુશળ હતા. આ રીતે પોતાના સાથીઓ અને સોબતીઓ સાથે આત્મીયભાવ કેળવીને, એકરસ બનીને કામ કરનાર નેતાઓ અતિવિરલ હોય છે. શ્રી ઢઢાજીના સેવાક્ષેત્રમાં ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય અને શૈક્ષણિક એવી બધા પ્રકારની સેવાઓનો સમાવેશ થતો હતો. તેઆના જીવનમાં ધર્મચિ પણ સુંદર રીતે પ્રગટેલી એ વાત એમની વ્રતો, તપ તથા અન્ય ધર્મનિયમોના પાલન માટેની તત્પરતા ઉપરથી પણ જાણી શકાય છે. છેલ્લા ચાર દાયકા જેટલા સુદીર્ઘ સમય સુધી જે વ્યક્તિએ પોતાના ખાન-પાનમાંથી લીલોતરીનો ત્યાગ કર્યો હોય, એ વ્યક્તિની ધર્માચરણ માટેની તમન્ના કેવી ઉત્કટ હોવી જોઈએ ! અને છતાં ધર્મના નામે પોષાતી ધર્માંધતા, સાંપ્રદાયિક કટ્ટરતા અને ક્લેશ-કંકાસની વૃત્તિ તરફ એમને ખૂબ નફરત હતી. જીવનના અને દેશ-વિદેશના અનુભવે અને સમાજકલ્યાણની ભાવનાએ તેમને પ્રગતિશીલ નવા વિચારોના ચાહક તેમ જ સમર્થક બનાવ્યા હતા. એમની દાનપ્રિયતાનો લાભ આપણી નાની-મોટી સંખ્યાબંધ સંસ્થાઓને હંમેશાં મળ્યા કરતો. આપણી કૉન્ફરન્સ તો જાણે એમના અંતરમાં જ વસી હતી., કારણ કે કૉન્ફરન્સ દ્વારા સમાજનું ભલું થવાની એમને આસ્થા હતી. થોડા મહિના પહેલાં કૉન્ફરન્સના કાર્યવાહક તંત્રમાં મોટો ફે૨ફા૨ ક૨વામાં આવ્યો ત્યારે શ્રી ઢઢાજીને એ સંસ્થાનું ઉપપ્રમુખપદ સંભાળવાનું કહેવામાં આવ્યું. તો એ માંગણીનો તેઓએ એક વફાદાર અને નિષ્ઠાવાન ખડા સૈનિકની અદાથી તરત જ સ્વીકાર કર્યો; એટલું જ નહીં, જ્યારે હાકલ કરવામાં આવી ત્યારે તેઓ પોતાની વધતી ઉંમરનો કે શક્તિ-અશક્તિનો જ૨ા ય વિચાર કર્યા વગર, કૉન્ફરન્સના કાર્યને વેગ આપવા માટે પ્રવાસમાં પણ જોડાયા. આવા એક સખીદિલ, કર્તવ્યપરાયણ અને સેવાપ્રેમી સમર્થ શ્રીમંતની સેવાઓનો વિશેષ લાભ કૉન્ફરન્સ સમાજને ન અપાવી શકી, એ કેવળ આપણો દોષ કે આપણી કમનસીબી સમજવાં. વળી દેશ અને દુનિયાના અનુભવથી તેઓ સમાજ-ઉત્કર્ષમાં શિક્ષણ કેટલું અગત્યનું સ્થાન ધરાવે છે એ પણ બરાબર સમજતા હતા, અને શિક્ષણને Page #448 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવતલાલભાઈ પ્રતાપશી ૪૨૫ પ્રોત્સાહન આપવા માટે પોતાથી બનતું બધું આનંદપૂર્વક કરતા હતા. આ દૃષ્ટિએ એમના વતન મારવાડની સંસ્થાઓને એમનો ઘણો લાભ મળ્યો હતો. તેઓ જે રીતે ગુપ્તદાન કરતા હતા એની તો જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. આજે આ ગુણ ખૂબ વિરલ બનતો જાય છે. શ્રી ઢઢાજીની એક વિશદ સમજણ અને એ સમજણને અનુરૂપ ઉદાત્ત આચરણની અહીં ખાસ નોંધ લેવા જેવી છે. તેઓ માનતા કે જેમ આપણી સંપત્તિ દેશની અઢારે આલમ પાસેથી એકત્ર થાય છે, તેમ આપણી સંપત્તિનો લાભ બધા ય દેશવાસીઓને મળતો રહે એવી વ્યવસ્થા કરવી એ આપણી પવિત્ર ફરજ છે. જૈન-સમાજ સિવાયની બીજી અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓને ઉદારતાપૂર્વક સહાય આપતા રહીને તેઓએ પોતાના આ વિચારને અમલીરૂપ આપ્યું હતું. આને લીધે દક્ષિણ ભારતમાં તેઓની ખૂબ ખ્યાતિ થઈ હતી, અને એ પ્રદેશના શાસકવર્ગ તેમ જ પ્રજાવર્ગ બંનેના આદર અને પ્રેમ મેળવી શક્યા હતા. - શ્રી ઢઢાજીની અને એમની પેઢીની સખાવતોથી ચાલતાં સંખ્યાબંધ દવાખાનાંઓ, જૈન મેડિકલ રિલીફ સોસાયટી અને અનેક સમ્પ્રવૃત્તિઓ તેમની સેવાભાવનાની કીર્તિ-પતાકા બની રહેશે. (તા. ૧૪-૧૨-૧૯૬૮) (૮) ધર્મનિષ્ઠ શ્રેષ્ઠી શ્રી જીવતલાલભાઈ પ્રતાપશી શેઠ શ્રી જીવતલાલ પ્રતાપશીનું જીવન, કાર્ય અને નામ ઇસ્વીસનની વીસમી સદીના જૈન અગ્રણીઓ તથા મહાજનોમાં અગ્રસ્થાને શોભે એવું યશોજ્વળ અને ગૌરવભર્યું છે. પોતાના જીવન સાથે એકરૂપ બનાવી દીધેલ ધર્મનિષ્ઠાની સર્વપાવનકારી ભાગીરથીના આરે એમણે પોતાના જીવનને અને ઉદાર દાનપ્રિયતાના સહારે પોતાના ધનને કૃતાર્થ કરી જાણ્યું હતું. જૈનસંઘના આવા ધર્મપરાયણ અગ્રણીનું, મુંબઈમાં, તા. ૩૧-૧૨૧૯૭૭ના રોજ, ૯૧ વર્ષની પરિપક્વ વયે સ્વર્ગગમન થતાં તેઓ તો ધન્ય બની ગયા, પણ જૈનસંઘને, ધર્મના ઉચ્ચ આદર્શ પ્રમાણે જીવી જાણવાનો ધર્મપુરુષાર્થ કરનાર એક ધર્માત્મા પુરુષનો સદાને માટે વસમો વિયોગ થયો. શ્રી જીવતલાલભાઈના ધર્મમય જીવનનું મહત્ત્વ ટૂંકમાં કહેવું હોય, તો એમ કહેવું જોઈએ કે ધર્મનું પાલન, ધર્મની પ્રભાવના અને ધર્મની રક્ષા એ ધર્મત્રિવેણીના સંગમને આરે એમણે પોતાના જીવનને કૃતકૃત્ય બનાવ્યું હતું. આ ત્રિવિધ ધર્મપ્રવૃત્તિ એમનું જીવનધ્યેય બની ગઈ હતી, અને એ ધ્યેયને સફળ કરવા Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ અમૃત-સમીપે તેઓએ ધનથી અને મન-વચન-કાયાથી ખૂબ જહેમત ઉઠાવી શ્રીસંઘ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. પોતાની આટલી મોટી શ્રીમંતાઈ છતાં ભોગવિલાસની વૃત્તિથી અળગા રહીને અને ભગવાન તીર્થંકરે સમજાવેલ તપત્યાગ-વૈરાગ્ય-સંયમમય ધર્મનું મહત્ત્વ સમજીને, તેઓએ, પોતાના જીવનના અંત સુધી, ધર્મક્રિયાઓનું સ્વયં પાલન કરવાની અને પ્રભુભક્તિની જે જાગૃતિ દાખવી હતી તે વિરલ અને એમના તરફના આદરભાવમાં વધારો કરે એવી હતી. તેઓએ જૈન શાસનની પ્રભાવના, તીર્થ-સંઘ-ધર્મની રક્ષા તેમ જ સમાજની સેવા અંગે જે અનેકવિધ કામગીરી બજાવી હતી, તેથી જૈન પરંપરામાં છેલ્લા છસાત દાયકા દરમિયાન બનેલ ઘટનાઓના ઇતિહાસમાં તેમનું નામ યાદગાર અને બીજાઓને માટે પ્રેરણારૂપ બની રહેશે. જૈનસંઘમાં આજે પણ જે ધર્મનગરી તરીકે પ્રસિદ્ધ છે, તે રાધનપુર શહેર તેઓનું વતન. એમનાં માતુશ્રીનું નામ શ્રી જયકોરબહેન. આજથી ૯૧ વર્ષ પહેલાં, વિ. સં. ૧૯૪૩ના જેઠ માસમાં એમનો જન્મ. પોતાના વતનમાં જ ચાર અંગ્રેજી જેટલો અભ્યાસ એમણે કર્યો હતો, અને સોળ વર્ષની ઉંમરે તો તેઓ પોતાના ભાગ્યને ખીલવવા મુંબઈ પહોંચી ગયા હતા. મુંબઈમાં માસિક વીસ રૂપિયાના પગારની નોકરીથી ૨ળવાની શરૂઆત કરી. પણ એમનામાં રહેલ કાર્યસૂઝ, ધ્યેયનિષ્ઠા, સાહસિકતા, કામને પૂરું કરવાની દૃઢતા, અથાગ પરિશ્રમ કરવાની તત્પરતા, ગણતરીશીલ બુદ્ધિ વગેરે ગુણો અને શક્તિઓને કારણે તેઓ પોતાની કમાણી માટેના ઉંઘમને આવી નોકરીમાં સીમિત રાખે એ શક્ય ન હતું. બીજી બાજુ ભાગ્યે પણ યારી આપવા માંડી; એટલે એમણે નોકરી છોડીને સોના-ચાંદીની દલાલી શરૂ કરી. પછી રૂ અને શૅરોના વ્યવસાયમાં ઝુકાવ્યું; અને સમય જતાં બીજા સાથેની ભાગીદારીમાં ઔદ્યોગિક સાહસ પણ ખેડ્યું. આ રીતે આપસૂઝ અને આપબળે આગળ વધવામાં વચ્ચે-વચ્ચે ચડતીપડતીના તબક્કા પણ આવ્યા. છતાં, હિંમત હાર્યા વગર, ધીરજ અને કુનેહથી એવી મુશ્કેલીઓને તેઓ પાર કરતા રહ્યા; સાથે એક વ્યાપારી અને ઉદ્યોગપતિ તરીકેની પોતાની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચવા ન પામે એ માટે સતત ધ્યાન રાખતા રહ્યા. આ રીતે ક્રમે-ક્રમે સંપત્તિમાં વધારો થતો ગયો તેમ એમની મુંબઈના અને જૈનસંઘના લક્ષાધિપતિઓમાં ગણના થવા લાગી. એમનાં પત્ની જાસૂદબહેન પણ ધર્મપરાયણ સન્નારી હતાં, અને શ્રી જીવાભાઈ શેઠની ધર્મકરણીમાં તથા ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેઓ ઉલ્લાસથી સાથ આપતાં હતાં. પોતાની ધર્મભાવનાને તથા સંપત્તિને વિશેષ કૃતાર્થ કરવાના શુભ હેતુથી તેઓએ વિક્ર્મ સંવત્ ૧૯૮૫ની સાલમાં પોતાના વતન રાધનપુરથી ગિરિરાજ શ્રી Page #450 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવતલાલભાઈ પ્રતાપશી ૪૨૭ શત્રુંજય તીર્થનો છરી પાળતો સંઘ કાઢ્યો હતો. સંઘમાં દોઢસો-બસો જેટલાં સાધુસાધ્વીજીઓ તથા બેએક હજાર જેટલાં શ્રાવક-શ્રાવિકાઓ હતાં. આ ઉપરથી એ વાતનો ખ્યાલ આવી શકે છે કે આવડા સંઘની સરભરા માટે કેટલી મોટી તૈયારી કરવી પડી હશે અને કેટલા બધા માણસોને રોકવા પડ્યા હશે. તે સમયે આ સંઘના કાયમી સંભારણારૂપ કહી શકાય એવી બે ‘અમારિ-ઘોષણા' થઈ હતી; તેથી આ સંઘ વિશેષ યશસ્વી બન્યો હતો. આ સંઘના, પોતાના રાજ્યમાં થયેલ આગમનની યાદમાં, સંઘવી શ્રી જીવતલાલભાઈની વિનંતીથી, બજાણાના નવાબશ્રીએ તથા લીંબડીના દરબારશ્રીએ પોતાના રાજ્યમાં વર્ષમાં અગિયાર દિવસ અમારિ પાળવાની એટલે કે કતલખાનાં બંધ રાખવાની જાહેરાત કરી હતી. શ્રી જીવાભાઈ શેઠની સંપત્તિ વધતી ગઈ અને ધાર્મિક પ્રવૃત્તિઓ વિસ્તરતી ગઈ, તેમ-તેમ એમનું જાહેર જીવન વિસ્તરતું ગયું. પરિણામે મુંબઈની, રાધનપુરની તથા અન્ય સ્થાનોની અનેક જાહેર સંસ્થાઓને (વિશેષ કરીને ધાર્મિક સંસ્થાઓને) એમની સેવાભાવના, કાર્યદક્ષતા અને ઉદારતાનો વધુ ને વધુ લાભ મળવા લાગ્યો, અને મુંબઈના એક પ્રતિષ્ઠિત નાગરિક તરીકે તેઓનું શાસકવર્ગમાં તેમ જ જનસમુદાયમાં પણ બહુમાન થવા લાગ્યું. તેઓની સેવાવૃત્તિ અને સખાવતોની કદરદાની રૂપે તે વખતની અંગ્રેજ સરકારે એમને ‘રાવબહાદુર'નો ખિતાબ એનાયત કર્યો હતો. તેઓએ જે સંસ્થાઓની સેવા કરી હતી, એમાં પાલીતાણામાં સ્થપાયેલ શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમની સેવા એમની સેવાવૃત્તિની શ્રેષ્ઠ કીર્તિગાથા બની રહે એવી છે. એમ કહેવું જોઈએ કે આર્થિક મુસીબતને કારણે લગભગ બંધ કરવી પડે એવી સ્થિતિમાં મુકાઈ ગયેલ આ સંસ્થાને, ખરી કટોકટીના વખતે, શ્રી જીવાભાઈ શેઠે એવી લાગણીથી અપનાવી લીધી કે જેથી એ સંસ્થા ઊગરી ગઈ. અને પછી તો જાણે પોતાનું માનસ-સંતાન હોય એમ, તેઓએ એને પગભર કરવા તથા એનો વિકાસ ક૨વા એટલી બધી જહેમત ઉઠાવી કે એની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. શ્રી જીવાભાઈના આવા આત્મીયતાભર્યા અવિરત પ્રયાસોને લીધે અત્યારે જૈનસંઘની અઢીસો જેટલી દુખિયારી બહેનો તથા કુમારિકાઓ આ સંસ્થાનો લાભ લઈ રહી છે. શ્રી જીવાભાઈના અવસાનથી આ સંસ્થાનો તો જાણે આધારસ્તંભ જ પડી ગયો છે; આપણી બીજી સંસ્થાઓને પણ એક હિતચિંતક અગ્રણીની ખોટ પડી છે. વળી, દુષ્કાળ જેવી કુદરતી કે બીજી આપત્તિઓ વખતે એમણે ૨ાધનપુર અને એની આસપાસના વિભાગોમાં રાહતકાર્યો ચાલુ કરવા માટે જે સહાય આપી હતી અને મહેનત કરી હતી તેથી એમણે જૈન સંસ્કૃતિની અહિંસા અને દયાકરુણાની ભાવનાનો મહિમા વધાર્યો હતો, તેમ જ રાધનપુરના નવાબશ્રીની, Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ અમૃત-સમીપે પ્રજાવર્ગની તેમ જ મૂકસેવક શ્રી રવિશંકર મહારાજ જેવા સંતની પણ પ્રીતિ સંપાદિત કરી હતી. આ નોંધમાં એક પ્રસંગ ખાસ ઉમેરવા જેવો છેઃ શ્રીયુત પરમાનંદભાઈ કુંવરજી કાપડિયા એક કટ્ટર સુધારક મહાનુભાવ હતા અને શ્રી જીવાભાઈ પ્રાચીનતાના કટ્ટર રક્ષક હતા; એટલે એ બેની વિચારસરણી વચ્ચે આભ-જમીન જેટલું અંતર હતું. આમ છતાં, શ્રી જીવાભાઈ શ્રી પરમાનંદભાઈની નિખાલસતાના ચાહક હતા. આવી ગુણગ્રાહક વૃત્તિથી પ્રેરાઈને શ્રી જીવાભાઈ શેઠે, પોતાની લાગણીના પ્રતીકરૂપે, શ્રી મુંબઈ જૈન યુવક સંઘને સો કે દોઢસો રૂપિયા જેવી રકમ ભેટ આપી હતી. (તા. ૧૪-૧-૧૯૭૮) (૯) સેવાભાવી ધર્મનિષ્ઠ શ્રેષ્ઠી શ્રી મેઘજીભાઈ સોજપાળ જૈનસંઘના આ સમયના એક અગ્રણી મહાજન શેઠશ્રી મેઘજીભાઈ સોજપાળનું તા. ૧૪-૧૧-૧૯૬૪ના રોજ, ૭૯ વર્ષની વયે, મુંબઈમાં અવસાન થતાં આપણા એક ભાવનાશીલ નરરત્નનો સદાને માટે વિયોગ આવી પડ્યો છે. | વિક્રમની વિસમી સદીના અંતમાં અને એકવીસમી સદીના પ્રારંભમાં જૈનસંઘ, ધર્મ અને સમાજની નોંધપાત્ર સેવા કરનાર સ્વનામધન્ય મહાનુભાવોમાંના શ્રી મેઘજીભાઈ એક હતા. શ્રી મેઘજીભાઈનું મૂળ વતન કચ્છનું મોટા લાયજા ગામ. સને ૧૮૮૫માં એમનો જન્મ. એમના પિતાજીનું નામ સોજપાળભાઈ, માતાનું નામ ખેડઈબાઈ. એમની જ્ઞાતિ કચ્છી વીસા ઓસવાળ. ત્રણ ભાઈઓમાં શ્રી મેઘજીભાઈ સૌથી નાના. બે મોટાભાઈ તે શ્રી રવજીભાઈ અને શ્રી પાલણભાઈ. શ્રી રવજીભાઈ ભારે તેજસ્વી, કુનેહબાજ અને સુધારક માનસના કાર્યકર હતા. સને ૧૯૩૦માં મહારાષ્ટ્રમાં જુબેરમાં આપણી કૉન્ફરન્સનું તેરમું અધિવેશન મળ્યું તેના તેઓ પ્રમુખ હતા. આ અધિવેશનને તોડી પાડવા માટે રૂઢિચુસ્તોએ ઝનૂનમાં આવીને જે તોફાન અને મારામારી કર્યો, અને એ ઝંઝાવાતમાં શ્રી રવજીભાઈએ જે રીતે અધિવેશન સફળતાપૂર્વક પાર પાડ્યું, એને લીધે એ અધિવેશન યાદગાર અને ઐતિહાસિક બની ગયું હતું. શ્રી રવજીભાઈની શક્તિ અને સેવાવૃત્તિની કદર કરીને તે વખતની અંગ્રેજ સરકારે એમને “રાવસાહેબ' ઇલ્કાબ એનાયત કર્યો હતો. Page #452 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેઘજીભાઈ સોજપાળ ૪૨૯ શ્રી મેઘજીભાઈમાં પણ કચ્છની ધિંગી ધરતીનું ખમીર વહેતું હતું. લીધું કામ પાર પાડવાની ખંત અને સૂઝની જાણે એમને બક્ષિસ મળી હતી. એમનું પડછંદ શરીર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ કોઈને પણ એમનો આદર કરવા પ્રેરતું. ઓછું બોલવું અને ઝાઝું કરવું એ એમનો સ્વભાવ હતો. મુંબઈ જેવી અલબેલી નગરીના વિકાસમાં અને એને ધનધાન્યથી સમૃદ્ધ બનાવવામાં કચ્છના વતનીઓનો ફાળો કંઈ નાનોસૂનો નથી. ઘણા દાયકાઓ પહેલાં જે સાહસી ભાઈઓએ મુંબઈમાં આવીને કાયમ વસવાટ કર્યો, એમાં સાહસશુર કચ્છીઓનો પણ સમાવેશ થાય છે; મુંબઈ તો જાણે કચ્છના વતનીઓને માટે પોતાનું નવું વતન બની ગયું છે. આજે પણ મુંબઈમાં અનાજના વેપારમાં તેઓ અગ્રસ્થાને છે. તે કાળે ભણતર ભલે એમનું ઓછું રહ્યું હોય, પણ વેપાર ખેડવાની આપસૂઝ, હૈયા-ઉકલત અને સાહસવૃત્તિએ એ ઓછા ભણતરની ખામીનો જાણે બદલો વાળી દીધો હતો. ઓછા ભણેલ વર્ગની એક ખાસિયત ધ્યાન દોરે એવી છે : ભણીગણીને બહુ ગણતરીબાજ થવાને બદલે એમનામાં જોખમ ખેડીને આગળ વધવાની અને એ રીતે ભાગ્ય અજમાવવાની વૃત્તિ વિશેષ જાગતી હોય છે; સાથે-સાથે ખડતલ અને સાદું જીવન જીવવાની એમની તૈયારી પણ હોય છે. પરિણામે તેઓ સુખશાંતિની નોકરી શોધવાને બદલે મુસીબત વેઠીને અને જોખમ ખેડીને પણ સ્વતંત્ર ધંધો કરવાનું પસંદ કરે છે; નોકરી કરવાથી ભાગ્ય વેચાઈ જાય છે એ વાત તેઓ બરાબર જાણતા હોય છે. કચ્છ, મારવાડ અને ભણતરમાં પછાત ગણાતા એવા જ પ્રદેશોના સાહસી અને સફળ વેપારીઓ આ વાતની સાખ પૂરશે. આજે તો હવે અભ્યાસમાં પણ તેઓ આગળ વધ્યા છે. - શ્રી મેઘજીભાઈના વડવા પણ ભાગ્ય અજમાવવા મુંબઈમાં જઈને વસ્યા હતા. એમણે તો વળી કોન્ટ્રાક્ટર તરીકેનો અનોખો વ્યવસાય શરૂ કર્યો હતો. તેજુ કાયાની કંપની અને સોજપાળ કાયાની કંપની મુંબઈની સુપ્રસિદ્ધ બાંધકામ-કંપનીઓ હતી; પ્રજા અને રાજા બંનેમાં એમની ખૂબ નામના હતી. આને લીધે સ્વાભાવિક રીતે જ શ્રી મેઘજીભાઈનો ઉછેર અને અભ્યાસ મુંબઈમાં થયો. મુંબઈની માસ્ટર ટ્યુટોરિયલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને તેઓએ મેટ્રિકની પરીક્ષા પસાર કરી. આજથી છ દાયકા પહેલાંના એ સમયમાં આટલો અભ્યાસ તો ઘણો ગણાતો. શ્રી મેઘજીભાઈ કૉલેજનું શરણું શોધવાને બદલે, અઢાર વર્ષની ઊગતી ઉમરે ધંધામાં જોડાઈ ગયા અને તે કાયાની કંપનીમાં કામ કરવા લાગ્યા: જાણે ભૂખ્યાને ભાવતાં ભોજન મળ્યાં ! શરીર ખડતલ હતું, બુદ્ધિ માર્ગદર્શક હતી અને સાહસવૃત્તિ તો રોમરોમમાં ધબકતી હતી : કાર્યસિદ્ધિ માટેનું આ ભાતું લઈને શ્રી મેઘજીભાઈ ઝડપથી પોતાના Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ અમૃત-સમીપે ધંધાની મજલમાં આગળ વધવા લાગ્યા અને સફળતાના નવા-નવા સીમાસ્તંભો રોપવા લાગ્યા. તેજુ કાયાની કંપનીમાં ૮-૧૦ વર્ષ સુધી કામ કર્યા પછી એમણે સોજપાળ કાયાની કંપનીની સને ૧૯૧૨માં સ્થાપના કરી. મકાનોનું બાંધકામ અને શરાફી કામકાજ - એમ બે રીતે આ કંપની કામ કરવા લાગી. શ્રી મેઘજીભાઈએ થોડા જ વખતમાં કંપનીને ખૂબ સધ્ધર અને નામાંકિત બનાવી. પણ હજી યે એમના સાહસશોખી મનને નિરાંત ન હતી. સને ૧૯૨૯માં એમણે, પોતાના બે મોટા ભાઈઓની સાથે, ૨વજી સોજપાળની કંપનીની સ્થાપના કરી, અને સ્વતંત્ર રીતે કૉન્ટ્રેક્ટર તરીકે કામ શરૂ કર્યું. શ્રી મેઘજીભાઈના કાકા, પિતા અને ભાઈ – એમ ત્રણેનાં નામોથી ચાલતી આ પેઢીઓએ મુંબઈમાં સ૨કા૨ી અને બિનસરકારી સંખ્યાબંધ નાની-મોટી ઇમારતો ઊભી કરીને અને બીજાં બાંધકામો દ્વારા મુંબઈ શહેરને સુંદર અને સગવડભર્યું બનાવવામાં જે ફાળો આપ્યો છે, તે ગૌરવભર્યો અને આ કુટુંબની સેવાઓની ચિરકાળપર્યંત યાદ આપતો રહે એવો છે. પોતાના કુટુંબની આવી યશસ્વી કારકિર્દીમાં શ્રી મેઘજીભાઈનો ફાળો એટલો જ ગૌરવપૂર્ણ અને ચિરસ્મરણીય બની રહેશે. પણ કેવળ ધંધાનો અને ધનનો વિકાસ કરીને જ સંતોષ માને અને વૈભવવિલાસમાં જ ડૂબી રહે એવો સ્વાર્થપ૨ાયણ પંડપોશિયો શ્રી મેઘજીભાઈનો આત્મા ન હતો. ધર્મના સંસ્કાર એમને કુટુંબમાંથી જ મળ્યા હતા, અને ઉંમર અને વૈભવના વધવા સાથે એમાં પણ વધારો થતો રહ્યો. ઉપરાંત, પોતાને ભલે આર્થિક ભીંસમાં પિસાવું ન પડ્યું હોય, પણ પોતાના વતનીઓ અને બીજાઓની આર્થિક તેમ જ બીજી મુસીબતો એમની નજર બહાર ન હતી. એટલે સ્વાભાવિક રીતે જ એમને જનસેવા તરફ અભિરુચિ હતી. આ રીતે એમનું મન ધંધાની સાથે-સાથે ધર્મ અને સેવા તરફ પણ ઢળતું જતું હતું. ધાર્મિક નિયમોનું પાલન કરવું અને ધાર્મિક ક્રિયાઓ તરફ અભિરુચિ કેળવવી એને તેઓ જીવનનું અગત્યનું અંગ તેમ જ કર્તવ્ય સમજતા. દેવદર્શન, પ્રતિક્રમણ, વ્યાખ્યાનશ્રવણ, તીર્થયાત્રા અને યથાશક્તિ વ્રતપચ્ચખ્ખાણ તેઓ નિયમિત કરતા રહેતા. પોતાની ધર્મભાવનાને જાગૃત રાખવા એમણે ઘર-દેરાસર બનાવ્યું હતું. સંસ્કૃત ભાષાના તેમ જ ધાર્મિક સાહિત્યના વાચન-શ્રવણનો એમને રસ હતો; આ માટે એમણે ઘણાં પુસ્તકો વસાવ્યાં હતાં અને એના જાણકાર વિદ્વાન પણ રાખ્યા હતા. નાસિક જિલ્લામાં ચાંદવડમાં તેઓએ એક મનોહર જિનમંદિર પણ બંધાવી આપ્યું હતું. શિક્ષણ માટે શ્રી મેઘજીભાઈને ખાસ રસ હતો. તેમાં ય સમાજમાં ધાર્મિક શિક્ષણનો પ્રસાર થાય અને સમાજની ઊછરતી પેઢીમાં ધાર્મિક જ્ઞાન અને Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ શ્રી મેઘજીભાઈ સોજપાળ સંસ્કારોનું સિંચન થાય એ માટે એમના મનમાં ખાસ ચિંતા રહેતી; અને એ માટે તેઓ ઉદારતાપૂર્વક સહાય આપતા. સને ૧૯૩૦માં એમણે જૈનધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસને પ્રોત્સાહન આપીને વિદ્વાનો તૈયાર કરવા માટે, ૧૦ વર્ષની યોજના કરીને, ત્રીસ હજાર રૂપિયા જેવી મોટી રકમ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને આપી હતી. જેને ઍજ્યુકેશન બોર્ડની ધાર્મિક ઇનામી પરીક્ષા માટે પણ એમણે સારી મદદ આપી હતી; એટલું જ નહીં, બેએક દાયકા જેટલા લાંબા સમય સુધી બોર્ડનું પ્રમુખપદ પણ એમણે સંભાળ્યું હતું. ઉપરાંત, કચ્છ-મેરાઉની શ્રી આર્યરક્ષિત તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠના પણ તેઓ પ્રમુખ હતા. કચ્છમાં વલભીપુર કટારિયા તીર્થની શ્રી વર્ધમાન જૈન બોર્ડિગની સ્થાપના અને એના સંચાલનમાં પણ એમણે ઘણી સેવાઓ આપી હતી. કચ્છ-લાયજામાં જૈન ધર્મશાળા, કન્યાશાળા તથા આંબેલખાતા માટે એમણે ઘણી જહેમત ઉઠાવી હતી, અને ૧૯૨૫માં ત્યાં પોતાના ભાઈઓ અને બનેવી કુરપાળ પુનશીના સહકારથી સોજપાળ-કાયા દવાખાનાની સ્થાપના કરી હતી. કચ્છમાં દુમરા બાળાશ્રમને પણ એમણે સારી સહાયતા આપી હતી. ધર્મપાલન અને ધાર્મિક શિક્ષણની જેમ સમાજસેવાની પણ શ્રી મેઘજીભાઈમાં એવી જ તમન્ના હતી, અને સમાજની ઉન્નતિ માટે તેઓ નવીન અને સુધારક વિચારસરણીને આવકારતા હતા. જાણે પોતાના જીવનમાં ધંધો અને સેવાની સમતુલા સાચવવા ચાહતા હોય એમ એમણે સને ૧૯૩૮માં પ૩ વર્ષની વયે, પોતાની કંપનીમાંથી નિવૃત્તિ લીધી હતી, અને બધો સમય સેવાના કાર્યમાં આપવા લાગ્યાં. સને ૧૯૪૪માં એમના પ્રમુખપદે મુંબઈમાં મળેલ કોન્ફરન્સનું સોળમું અધિવેશન પણ, એમના મોટા ભાઈ શ્રી રવજીભાઈના પ્રમુખપદે જુન્નરમાં મળેલ તેરમા અધિવેશનની જેમ, યાદગાર અને રૂઢિચુસ્તોને પાછા પાડનારું બન્યું હતું. આ અધિવેશનનું સંચાલન શ્રી મેઘજીભાઈએ જે હિંમત, કુનેહ અને મક્કમતાથી કર્યું હતું તે પ્રેરક અને માર્ગદર્શક બની રહે એવું હતું. કૉન્ફરન્સ સાથે તેઓ વર્ષો સુધી સંકળાયેલા હતા. એ જ રીતે તેઓ મહાવીર જૈન વિદ્યાલયના પેટ્રન હતા અને મુંબઈ જીવદયા-મંડળીના પણ પેટ્રન, ૧૧ વર્ષ સુધી પ્રમુખ અને પાંચ વર્ષ સુધી ટ્રસ્ટી હતા. મુંબઈ-પરેલ લાલવાડી જૈનસંઘ દેરાસર અને આંબેલખાતાના પણ તેઓ ટ્રસ્ટી હતા. એમણે પોતાનાં ધર્મપત્નીના નામે શ્રીમતી હીમઈબાઈ મેઘજી સોજપાળ ચેરિટી ટ્રસ્ટની સ્થાપના કરી હતી. લાલબાગના સેવામંડળના દવાખાનાને પણ એમની સેવાઓનો લાભ મળતો રહેતો હતો. શ્રી મેઘજીભાઈના ધર્મમય અને સેવાપરાયણ જીવનની યશકલગી રૂપ કાર્ય છે કચ્છ-માંડવીનો જૈન આશ્રમ. તેમની કરુણા-પરાયણતાને લીધે સને ૧૯૪૮માં Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ અમૃત-સમીપે આ આશ્રમની સ્થાપના થઈ હતી. તેમાં સવાસો જેટલાં નિરાધાર, વૃદ્ધ કે અશક્ત જૈન ભાઈઓ-બહેનોને, કોઈ પણ જાતનો બદલો લીધા વગર, જીવનભર સુખશાંતિપૂર્વક રહેવા-જમવા વગેરેની તેમ જ જૈન સાધુઓને વૃદ્ધવાસની સગવડ આપવામાં આવે છે. બીજાં પ્રાણીઓ પ્રત્યેની દયાની સરખામણીમાં આપણે માનવી પ્રત્યેની કર્તવ્યરૂપ કરુણામાં કંઈક પાછળ રહ્યા હોઈએ એમ લાગે છે. આવી સ્થિતિમાં શ્રી મેઘજીભાઈનું પ્રત્યક્ષ જનસેવાનું આ કાર્ય ખૂબ અનુમોદનીય અને અનુકરણીય બની રહે એવું છે. આ આશ્રમની સ્થાપનામાં સેવાભાવી મુનિશ્રી શુભવિજયજીની ઘણી પ્રેરણા હતી. શ્રી મેઘજીભાઈએ આ માટે પૂરતું ભંડોળ એકત્ર કર્યું, ત્યાં દેરાસર કરાવી આપ્યું; એટલું જ નહીં, મુંબઈ જેટલે દૂર રહેવા છતાં, વૃદ્ધ ઉંમરે પણ, તેઓ દર ત્રણ મહિને આશ્રમની મુલાકાત લેતા હતા એ બીના જ એટલું બતાવવાને માટે બસ છે કે એમને સહધર્મીઓની સાચી સેવાના કાર્યમાં કેટલો જીવંત રસ હતો. પરગજુ અને મળતાવડો સ્વભાવ, ઝીણવટભરી દૃષ્ટિ અને કામ કરવાની અને કામ લેવાની કુનેહને લીધે શ્રી મેઘજીભાઈ પોતાની જ્ઞાતિમાં તેમ જ વેપારી આલમમાં મુરબ્બી જેવું સ્થાન ધરાવતા હતા. કોઈ પણ મતભેદ કે ઝઘડાના નિકાલ માટે એમની સેવાઓ સહેલાઈથી મળી શકતી. (તા. ૨૮-૧૧-૧૯૯૪) (૧૦) દાનધમી શ્રી સોહનલાલજી દૂગડ સાંપ્રદાયિક સંકુચિતતાની દૃષ્ટિએ મૂલ્યાંકન કરવા જતાં જે વ્યક્તિને કોઈ પોતાના આત્મીયજન તરીકે સ્વીકારવા તૈયાર ન હોય, અને માનવતાની દૃષ્ટિએ વિચાર કરતાં જે વ્યક્તિ સૌને પોતાની લાગે; એટલું જ નહીં, જે વ્યક્તિને પોતાના સ્વજન તરીકે સ્વીકારવામાં આનંદ અને ગૌરવનો અનુભવ થાય, એવી વ્યક્તિઓ દુનિયામાં વિરલ હોય છે. એવી સર્વજનવત્સલ વ્યક્તિઓને લીધે ધર્મ, સમાજ અને દેશ ત્રણે ય ગૌરવશાળી બને છે. સ્વર્ગસ્થ સ્વનામધન્ય શ્રી સોહનલાલજી દૂગડ આવી વિરલ વ્યક્તિઓમાંના એક હતા. આમ જોઈએ તો શ્રી દૂગડજી એક વાયદાબજારના વેપારી હતા. તેઓનું ભણતર પણ કંઈ વધારે ન હતું. પણ, જેમ તેઓ ઓછા ભણતરે પણ કંઈક ભાગ્યયોગ અને ખાસ કરીને કોઠાસૂઝ અને હિંમતને લીધે કલકત્તાના વાયદા બજારના રાજા કહી શકાય એવા મોટા વેપારી બની શક્યા હતા, તેમ એમનામાં વિકસેલ Page #456 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોહનલાલજી ગડ ૪૩૩ સારમાણસાઈ, સેવાપ્રિયતા અને ઉદારતાના બળે તેઓ, દાનેશ્વરીઓના ય શિરોમણિ કહી શકાય એટલી બધી દાનધર્મની ‘લબ્ધિ’ હાંસલ કરી શક્યા હતા. તેમણે કરેલ નાની-મોટી અસંખ્ય સખાવતોની ૨કમોનો સ૨વાળો તો તેઓની પોતાની પાસે પણ નહીં હોય. કોઈ એને કરોડથી વધારે કહે, કોઈ ઓછો કહે, એમાં સાચું શું એ નક્કી કરવાનું શક્ય નથી; એની જરૂર પણ નથી. તેઓએ દાનેશ્વરીઓના ય શિરોમણિ જેવી નામના મેળવી હતી તે સખાવતોના આંકડાઓને લીધે નહીં, પણ દાન પાછળની એમની સમભાવી વિશિષ્ટ મનોવૃત્તિને કારણે. બાકી આંકડાની દૃષ્ટિએ તો એમની સખાવતોને વટી જાય એવા કંઈક સખીદિલ મહાનુભાવો આપણા દેશમાં થઈ ગયા અને વર્તમાનમાં પણ મળી આવવાના. શ્રી દૂગડજીની દાનપ્રિયતાની એક વિશેષતા એ હતી કે મેઘ જેમ મારા-તારાના ભેદ વગર સર્વત્ર સમાનભાવે વસે છે, તેમ તેઓની ઉદારતા પણ જ્યાં-ક્યાંય લોકકલ્યાણનું કે પ્રાણીદયાનું સારું કામ થતું દેખાયું, ત્યાં વગર કહ્યે વરસી પડતી; એમાં પછી પંથ, સંપ્રદાય, ધર્મ, વર્ણ, જ્ઞાતિ, પ્રાંત એવા કોઈ ભેદ એમને રોકી કે સ્પર્શી શકતા નહીં. એમની દાનવીરતાની બીજી વિશેષતા એ હતી કે તેઓ ક્યારેય દાનના બદલામાં નામના કે કીર્તિ ૨ળવાનો સોદો ક૨તા ન હતા, અને લાખોની ૨કમોનું દાન પણ સાવ અનાસક્તભાવે ક૨વાને ટેવાયેલા હતા; એટલું જ નહીં, પોતાની પાસેના ધનનું દાન કરીને તેઓ જાણે પોતાના ઉપરથી કંઈક ભાર ઓછો થયો હોય, એવાં સંતોષ, શાંતિ અને આનંદ અનુભવતા હતા. શ્રી દૂગડજીનો ભાગ્યયોગ ભલે એક ધનપતિનો હતો, છતાં પૂરું અકિંચનપણું એમના અંતરમાં વસેલું હતું. તેથી જ તો પોતે એક સારા શ્રીમંત હોવા છતાં, એમનો વેપાર વાયદાનો હોવાને કારણે, ક્યારેક વેપારમાં ન કલ્પી શકાય એવી નુકસાની જતી એવે વખતે કે અન્ય વિષમતામાં પણ મોટી સખાવત કરવાના પોતાના મનોરથોને પૂરા કરવા માટે તેઓએ ભાગ્યે જ મૂંઝવણ અનુભવી હતી કે પોતાના સમત્વને ગુમાવ્યું હતું; પછી, આવી પડેલ આર્થિક સંકટ વખતે, પોતે પહેલાં કરેલ દાન માટે વિમાસણ કે પસ્તાવો કરવાની તો વાત જ કેવી ? સારા કામમાં સામે ચાલીને બને તેટલી વધારે સહાય આપીને રાજી થવું, અને જે કંઈ આપવું એ ઉપકાર કરવાની બુદ્ધિથી નહીં, પણ નિજાનંદની ખાતર જ આપવું એ શ્રી દૂગડજીની દાનવૃત્તિની દાખલારૂપ વિરલ વિશિષ્ટતા હતી. આ રીતે દાનધર્મીપણું એ શ્રી દૂગડજીનો મુખ્ય કે આગળ પડતો ગુણ હતો એ સાચું છે, પણ એ ઉપરાંત એમના જીવન અને કાર્યમાં તાણાવાણા રૂપે વણાયેલા બીજા સદ્ગુણો પણ જાણવા જેવા છે. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ અમૃત-સમીપે શ્રીમંતાઈ અને ઓછા અભ્યાસ છતાં એમની રાષ્ટ્રીયતાની ભાવના જરા પણ રૂંધાઈ નહોતી. તેઓ રાષ્ટ્રીય ઉત્થાનના કામમાં હંમેશાં ઉદારતાથી પોતાનો ફાળો આપતા, અને મહાત્મા ગાંધીના મોટા પ્રશંસક હતા. રાષ્ટ્રભાવનાનું મહત્ત્વ સમજવાને કારણે તેઓ ગ્રામોદ્ધાર, હરિજન-ઉદ્ધાર અને દલિત-પતિત-પછાત ગણાતા વર્ગના ઉદ્ધારના કાર્યમાં હંમેશાં પોતાનો ફાળો આપતા. એ જ રીતે શિક્ષણ અને કેળવણીના કાર્યને પ્રોત્સાહન આપવું, એને પણ તેઓ પોતાનું કર્તવ્ય સમજતા. સમાજની કે દેશની પ્રગતિની આડે આવે એ પ્રકારની વિચારસરણી એમને ક્યારેય ગમતી નહીં. તેઓ હંમેશાં પ્રગતિશીલ વિચારસરણીના જ પ્રશંસક હતા; એટલું જ નહીં, વખત આવ્યે એનું જોરદાર સમર્થન કરવામાં અને રૂઢિચુસ્તપણાની કે સાંપ્રદાયિક સંકીર્ણતાની ટીકા કરવામાં પણ તેઓ પાછા ન પડતા. કોઈ પણ માનવી ધર્મને નામે, સંપ્રદાયને નામે કે જૂનવાણીપણાને નામે બીજા જનસમૂહને અવગણે એ એમને જરા ય ગમતું નહીં. વળી, જીવદયા તરફ પણ એમને એટલી જ પ્રીતિ હતી. ગોરક્ષાના આંદોલનમાં એમણે જેલયાત્રાને પણ વધાવી લીધી હતી – એ બીના શ્રી દૂગડજીની ધ્યેયનિષ્ઠાની સાક્ષી પૂરે એવી છે. આમ તો શ્રી દૂગડજી તેરાપંથી જૈન હતા, પણ એમના ઉદાર અને ઉમદા વ્યક્તિત્વને આવી ફિરકાબંધી રૂંધી ન શકતી. તેઓ તો સાચા ગુણગ્રાહક અને સંતસમાગમપ્રેમી સદ્ગહસ્થ હતા. બધા જૈન ફિરકાઓની એકતા એમના હૈયે વસેલી હતી. તેઓ મૂળ રાજસ્થાનના ફતેહપુર ગામના વતની હતા, પણ તેઓનો સ્થાયી, નિવાસ કલકત્તામાં હતો. - કોઈ સભા, સમેલન કે સમારંભમાં, પોતાની લાગણીઓને વાચા આપતા શ્રી દૂગડજીને સાંભળવા એ પણ એક લ્હાવો હતો : જાણે અંતરની લાગણીઓનો પિંડ ઓગળી રહ્યો હોય એમ જ લાગે ! એમની આવી ભાવનાની અભિવ્યક્તિની સાથે એમની દાનવીરતાની સરિતાનો સંગમ પણ થાય જ ! આવું એકાદ દશ્ય પણ જોવા મળ્યું હોય, તો એ જીવનભર યાદ રહી જાય; આવું અજબ અને સાદું શ્રી દૂગડજીનું જીવન હતું અને ઉમદા વિચારની ભાવનાથી શોભાયમાન તેમનું વ્યક્તિત્વ હતું ! આવા એક અનેકગુણસંપન્ન, દાનધર્મી અને પ્રગતિવાંછુ મહાનુભાવનું કલકત્તામાં, તા. ૨૩-૧૦-૧૯૩૮ના રોજ, ૭૪ વર્ષની વયે અવસાન થયું તેની નોંધ લેતાં અમે શોક અને દુઃખ અનુભવીએ છીએ. (તા. ૯-૧૧-૧૯૯૮) Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ સાહુ શ્રી શાંતિપ્રસાદજી જેને (૧૧) ધર્મસંસ્કૃતિ, સાહિત્ય અને કળાના આશ્રયદાતા સાહુ શ્રી શાંતિપ્રસાદજી જૈન તા. ૨૭-૧૦-૧૯૭૭ને રોજ દિલ્હીમાં ફક્ત ૯૯ વર્ષની જ ઉંમરે હૃદયરોગના હુમલાથી સાહુ શાંતિપ્રસાદજી જૈનનું સ્વર્ગગમન થતાં દેશને એક મોટા, શક્તિશાળી અને આપસૂઝ ધરાવતા સફળ ઉદ્યોગપતિની જે ખોટ પડી છે, તેના કરતાં ય મોટી ખોટ દેશના વ્યાપક સાંસ્કૃતિક ક્ષેત્રને પડી છે. શ્રી શાંતિપ્રસાદ જૈને એક કુશળ ઉદ્યોગપતિ તરીકે, જુદી-જુદી જાતના સંખ્યાબંધ ઉદ્યોગોની સ્થાપના કરીને આપણા દેશને હુન્નર-ઉદ્યોગના ક્ષેત્રમાં, દુનિયાના દેશોમાં પ્રતિષ્ઠા અપાવી હતી, અને એમ કરીને પોતે પણ અઢળક સંપત્તિ ઉપાર્જિત કરી હતી. પણ તેટલાથી જ તેઓ સામાન્ય જનસમૂહ, વિક્કગત અને ધર્મક્ષેત્રમાં આવી વ્યાપક લોકચાહના ભાગ્યે જ મેળવી શકત. તેઓની કારકિર્દી અને પ્રતિભાને યશોજ્વલ અને અમર બનાવનાર દિવ્ય રસાયણ તો હતું એમની ધર્મસંસ્કૃતિ, સાહિત્ય અને કળા પ્રત્યેની ઉત્કટ અભિરુચિ અને એ માટે ખૂબ ઉદારતાપૂર્વક કરેલી મોટી-મોટી સખાવતો. અહીં એ વાતની સહર્ષ નોંધ લેવી જોઈએ કે સાંસ્કૃતિક ઉત્થાનમાં શ્રી સાહુજી આવો નમૂનેદાર ફાળો આપી શક્યા એમાં એમનાં સ્વર્ગસ્થ ધર્મપત્ની અને પ્રભુપરાયણ આદર્શ સન્નારી શ્રીમતી રમાબહેન જૈનનો ઘણો મોટો હિસ્સો હતો. તેઓ લોકસેવા, ધર્મસેવા અને સાહિત્યસેવાનાં સત્કાર્યોમાં પોતાના પતિની સાથે ખભે-ખભો મેળવીને ચાલતાં હતાં; એટલું જ નહીં, જ્ઞાનપીઠે શરૂ કરેલ વાર્ષિક એક લાખ રૂપિયા જેવા સાહિત્યિક પુરસ્કારની સ્થાપના કરવા જેવાં સત્કાર્યોમાં તો તેઓ પોતાના પતિના પ્રેરક પણ બનતાં રહેતાં હતાં. બે-એક વર્ષ પહેલાં તેમનું સ્વર્ગગમન થતાં, શ્રી સાહુજીના અંતરને ઘણો ઊંડો આઘાત લાગ્યો હતો. શ્રી શાંતિપ્રસાદજીનો જન્મ ઉત્તર પ્રદેશમાં નજીબાબાદમાં, સને ૧૯૧૧માં, સાહુ-કુટુંબમાં થયો હતો. પોતાના વતનમાં, વારાણસીમાં તથા આગ્રામાં અભ્યાસ કરીને તેઓએ વિજ્ઞાનના સ્નાતકની (બીએસ.સી.ની) ડિગ્રી મેળવી હતી. એ પછી એમણે ઔદ્યોગિક ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો અને એમાં દાખલારૂપ સફળતા પ્રાપ્ત કરી હતી. તેઓની આ સફળતાની કથા આપણા દેશના ઊગતા ઉદ્યોગપતિઓ માટે માર્ગદર્શક બની રહે એવી છે. ભારતના એક કુશળ ઉદ્યોગપતિ તરીકે એમણે વિદેશોમાં પણ ઘણી નામના મેળવી હતી, અને સ્વહસ્તક ઉદ્યોગોને અદ્યતન શોધોથી વધુ સફળ બનાવવા અનેક વાર પરદેશના પ્રવાસો પણ કર્યા હતા. Page #459 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે વિપુલ જૈન સાહિત્ય તેમ જ અન્ય સર્વજનઉપયોગી સાહિત્યના પ્રકાશનના ઉદ્દેશથી તેઓએ તેઓનાં પત્નીના સહકારથી, સને ૧૯૪૪ની સાલમાં ‘ભારતીય જ્ઞાનપીઠ'ની સ્થાપના કરી ત્યારે તેઓ ૩૩ વર્ષના ભરજુવાન હતા. આ ઉંમરે ધર્મસંસ્કૃતિ, સાહિત્ય અને કળાના ક્ષેત્રની ઉન્નતિ કરવા દ્વારા દેશના સાંસ્કૃતિક ઉત્થાનમાં ફાળો આપવાની અને એ માટે ઉદારતાથી દાન આપવાની ભાવના જાગવી એ પરમાત્માની મોટી કૃપા જ લેખાવી જોઈએ. ભારતીય જ્ઞાનપીઠને વિદ્યાપ્રસાર, સાહિત્ય-પ્રકાશન અને કળાના પ્રોત્સાહનની એક શ્રેષ્ઠ સંસ્થા તરીકેની કીર્તિ અપાવવામાં શ્રી સાહુજીએ, પોતાની બાકીની ૩૩ વર્ષ જેટલી અરધી જિંદગી સુધી, તન-મન-ધનથી જે કામગીરી બજાવી હતી તેનો જોટો મળવો મુશ્કેલ છે. ૪૩૭ ભારતીય જ્ઞાનપીઠે સાહુજીનાં માતુશ્રી મૂર્તિદેવીની સ્મૃતિમાં પ્રકાશિત કરેલાં જૈન સાહિત્યનાં પ્રાકૃત, અપભ્રંશ, સંસ્કૃત, અંગ્રેજી વગેરે ભાષાનાં સંખ્યાબંધ પુસ્તકોએ તથા બધા ય લોકો વાંચી શકે એવા લલિત સાહિત્યનાં અનેકાનેક હિંદી પુસ્તકોએ એ સંસ્થાને વિશ્વવિખ્યાત બનાવી હતી એમ કહેવું જોઈએ. જ્ઞાનપીઠનાં પુસ્તકો જેમ ગુણવત્તામાં તેમ સ્વચ્છ, શુદ્ધ, સુઘડ છાપકામની દૃષ્ટિએ પણ ઉત્તમ કોટીનાં છે. તેમાં ય પંદર-સોળ વર્ષ પહેલાં તેઓના એકાવનમાં વર્ષમાં પ્રવેશ પ્રસંગે એમનાં પત્ની અને પુત્રોની ઉદાત્ત ભાવનાથી સ્થપાયેલ એક લાખ રૂપિયાના સાહિત્યિક પુરસ્કારથી તો શ્રી સાહુજીના કુટુંબની તેમ જ જ્ઞાનપીઠની કીર્તિ ઉપર જાણે સુવર્ણકળશ ચડી ગયો છે. વળી, આપણા દેશના સુપ્રસિદ્ધ અંગ્રેજી દૈનિક ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના સંચાલનમાં અને વિકાસમાં પણ તેઓનો ફાળો યાદગાર બની રહે એવો હતો. આવા શક્તિશાળી, ભાવનાશીલ, દાનશૂર, વગદાર અને બાહોશ પુરુષ એમના દિગંબર જૈનસંઘમાં ક્રમે-ક્રમે સર્વોચ્ચ સ્થાને પહોંચે અને સહુ કોઈના આદરનું ભાજન બને એમાં શી નવાઈ ? ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણવર્ષની ઉજવણી દેશભરમાં વ્યાપક રાષ્ટ્રીય ધોરણે થાય એ માટે શ્રી સાહુજીએ જે અવિરત જહેમત ઉઠાવી હતી અને એને ચોમેર સફળ બનાવવામાં જે અસાધારણ ફાળો આપ્યો હતો તે બીના, એમની ધર્મપ્રભાવનાની તથા અહિંસાના પ્રસાર માટેની ધગશની સાક્ષી પૂરીને સહુ કોઈને ધર્મકાર્યના સહભાગી બનવાની પ્રેરણા આપતી રહેશે. (તા. ૨૬-૧૧-૧૯૭૭) Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭. શ્રી ટ્રેડરમલજી (૧૨) સેવાભાવી, ઠરેલ શ્રેષ્ઠી શ્રી ટોડરમલજી મધ્યપ્રદેશ સિવાય બીજે બહુ ઓછા જાણીતા શિવપુરીનિવાસી શેઠશ્રી ટોડરમલજી એક જાજરમાન પુરુષ હતા. ભૂતપૂર્વ ગ્વાલિયર રાજ્યમાં તો તેઓ એક રાજમાન્ય પુરુષ લેખાતા, અને મહારાજા સિંધિયાના દરબારની માનવંતી વ્યક્તિઓમાં એમનું સ્થાન હતું. સાદાઈ, ખડતલપણું, કરકસર, કાર્યનિષ્ઠા અને ધર્માભિરુચિ વગેરે અનેક ગુણોથી એમનું જીવન સુરક્ષિત બનેલું હતું. લીધું કામ સફળતાપૂર્વક પૂરું કરવાનો એમનો સ્વભાવ હતો; અને એમાં એમની કામ લેવાની કુનેહ, દીર્ઘદ્રષ્ટિ અને ચીવટ એમને બહુ સહાયક થતી. શિવપુરી એ સ્વર્ગસ્થ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીની નિર્વાણભૂમિ છે. એમના અગ્નિસંસ્કારના સ્થળે એક સુંદર સમાધિમંદિર ઊભું કરવામાં અને એ જ આચાર્યપ્રવરે શિક્ષણ પ્રત્યેની મમતાથી મુંબઈમાં સ્થાપેલ અને પાછળથી શિવપુરીમાં લઈ જવામાં આવેલ “શ્રી વીરતત્ત્વપ્રકાશક મંડળ” નામની કેળવણીની સંસ્થાનું વ્યવસ્થિત સંચાલન કરવામાં શેઠશ્રી ટોડરમલજીએ નિઃસ્વાર્થભાવે અને નિષ્ઠાપૂર્વક જે કામગીરી બજાવી છે તે ચિરસ્મરણીય બની રહેશે. તેમને શ્રીમંતાઈ સહજ વરી હતી. વળી મળેલી શ્રીમંતાઈને અનેકગણી કરવાની આવડત અને સૂઝ પણ એમનામાં હતી. એમની વ્યવસ્થાશક્તિ પણ સૌનો આદર માગી લે એવી હતી. આવી-આવી અનેક શક્તિઓને લીધે જ તેઓ રાજમાન્ય અને લોકોના પણ આદરપાત્ર બની શક્યા હતા. જૈન સમાજના તો તેઓ શક્તિશાળી આગેવાન હતા. તેઓ ગ્વાલિયર રાજ્યની આમસભાના, કાયદાસભાના અને પછી મધ્યપ્રદેશની ધારાસભાના સભ્ય હતા. શિવપુરી-મ્યુનિસિપાલિટીના, ઓસવાલ-સમાજના અને બજાર-કમિટીના પ્રમુખપદે રહીને એમણે જનતાની નોંધપાત્ર સેવા કરી હતી. તેઓને સત્તાને માટે પ્રયત્નો કરવા પડતા ન હતા, પણ એમની કાબેલિયત અને કામ કરવા-કરાવવાની આવડતને લીધે અનેક જવાબદારીવાળાં સત્તાસ્થાનો આપમેળે જ એમની પાસે પહોંચી જતાં. ગ્વાલિયર-રાજ્ય અનેક ખિતાબો આપીને એમની શક્તિ અને સેવાવૃત્તિનું બહુમાન કર્યું હતું. વળી, મકાનોના બાંધકામની એમનામાં વિશિષ્ટ દૃષ્ટિ અને આવડત હતી. શિવપુરીની અનેક જંગી અને દર્શનીય સરકારી ઇમારતો એમની આ આવડત અને કામગીરીની યશોગાથા લાંબા સમય સુધી ગાતી રહેશે. Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ અમૃત સમીપે એક શાણા અને સાચા સલાહકાર તરીકે લોકોમાં એમના માટે ઘણું માન હતું. વેપારી આલમના તો તેઓ માર્ગદર્શક અને મિત્ર હતા. એમની ધર્મપ્રીતિ પણ દાખલારૂપ બની રહે એવી હતી. તેઓએ અનેક તીર્થયાત્રાઓ કરીને અને તીર્થસ્થાનોમાં ધર્મશાળા વગેરેમાં સહાય કરીને પોતાનાં જીવન અને ધનને કૃતાર્થ ક્યાં હતાં. આવા એક શક્તિશાળી, ભાવનાશીલ અને ધર્માનુરાગી શ્રેષ્ઠિવર્ય ગત તા. ૧૧-૧-૧૯૬૦ના રોજ, શિવપુરીમાં ૭૬ વર્ષની વયે સ્વર્ગવાસી બન્યા એની નોંધ લેતાં અમે શોક અનુભવીએ છીએ.. (તા. ૧૨-૩-૧૯૯૯) (૧૩) વિધાપરાયણ ધર્મશીલ શ્રેષ્ઠી શ્રી અમૃતલાલ દોશી - મુંબઈમાં, બે અઠવાડિયાં પહેલાં, શેઠશ્રી અમૃતલાલ કાળીદાસ દોશીનો સ્વર્ગવાસ થતાં એક ભાવનાશીલ, સંઘ-ધર્મ-સમાજના હિતચિંતક, સતત કર્તવ્યપરાયણ મહાનુભાવનો આપણને કાયમને માટે વિયોગ થયો છે. આવા નિષ્ઠાવાન કાર્યકરોનું ખાલી સ્થાન પૂરી શકે એવા નવા કાર્યકરો આપણે ત્યાં તૈયાર થતા નથી તે બધા વિચારકોને ચિંતિત બનાવે એવી બાબત છે. જૈન શાસનમાં સાહિત્ય, કળા અને શિલ્પસ્થાપત્યનો તેમ જ આચારવિચાર-ધર્મનો કેટલો વિશાળ અને સમૃદ્ધ સંસ્કાર-વારસો આપણને મળ્યો છે અને એની રક્ષા, અભિવૃદ્ધિ અને પ્રભાવના કરવા માટે સતત કેવા પ્રયાસો કરતા રહેવાની જરૂર છે, એ અંગે વિશેષ કહેવા-સમજાવવાની જરૂર નથી. સમયે-સમયે આદર્શવાદી, શક્તિશાળી અને કુશળ કાર્યકરોનું જૂથ શ્રીસંઘને મળતું રહે તો જ થઈ શકે એવું મોટું આ કાર્ય છે. અત્યારની આપણા સંઘની વેરવિખેર અને ધ્યેયવિમુખ જેવી સ્થિતિ જોતાં આ માટે ચિંતા અને નિરાશા ઊપજે એવી પરિસ્થિતિ છે. શેઠ શ્રી અમૃતલાલભાઈએ જૈન ધર્મ, સંઘ, સાહિત્યની સેવા કરવાનો સાચા દિલથી પ્રયાસ કર્યો હતો. એમની આ સેવાઓ બીજા કાર્યકરો માટે શાસન પ્રત્યેની દાઝનો ઉત્તમ નમૂનો બની રહે એવી છે. શ્રી અમૃતલાલ શેઠ જૈન શાસનની આવી બહુમૂલી સેવા કરી શક્યા તે મુખ્યત્વે બે બાબતોને કારણે : સહજપણે મળેલ વિદ્યાપ્રીતિ અને ધર્મશ્રદ્ધા. આ ભાવનાત્મક બે બાબતોમાં સફળ અર્થ-પુરુષાર્થનું બળ ઉમેરાયું; પોતે આ બે પવિત્ર કાર્યો માટે જેટલું ધન વાપરવા ઇચ્છે એટલું વાપરી શકે એવી આર્થિક સધ્ધરતા એમને મળી. વળી એમાં ઉમેરાયો ઉદારતાનો ગુણ. Page #462 -------------------------------------------------------------------------- ________________ શ્રી અમૃતલાલ દોશી ૪૩૯ આજથી છએક દાયકા પહેલાં સ્નાતકની (બી.એ.ની) પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને તેઓ ભાગ્યને ખીલવવા માટે મુંબઈ જઈને વસ્યા. આ વસવાટથી એમને અઢળક ધન, પુષ્કળ યશ અને દાખલારૂપ સફળતા પણ મળી; અને રંગના ઉદ્યોગમાં દેશના એક મોટા ઉદ્યોગપતિ તરીકેની પ્રતિષ્ઠા પણ મળી. એક ઉદ્યોગપતિ તરીકે એમણે મેળવેલી સિદ્ધિઓની કથા આપણા દેશની નવી પેઢીને આપસૂઝ, જાતમહેનત, ક૨કસર, પુરુષાર્થ અને કર્તવ્યનિષ્ઠાના પાઠ શીખવે એવી છે. શ્રી અમૃતલાલભાઈની વિદ્યાપ્રીતિ વિદ્યાપ્રવૃત્તિઓને કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા પૂરતી અથવા તો પોતાના દાનથી શાળા-કૉલેજોની સ્થાપના કરવા પૂરતી જ મર્યાદિત ન હતી; એણે એમના પોતાનામાં પણ ઉત્કટ વિદ્યાપરાયણતા અને તત્ત્વજિજ્ઞાસા જન્માવી હતી. આ જિજ્ઞાસા અને વિદ્યાપરાયણતાથી પ્રેરાઈને એક બાજુ એમણે વિદ્વાન સાધુમુનિરાજોનો, વિદુષી અને વિચા૨ક સાધ્વીજી-મહારાજોનો તથા જુદા-જુદા વિષયના જૈન-જૈનેતર વિદ્વાનોનો નિકટનો પરિચય કેળવ્યો હતો; બીજી બાજુ ધર્મશાસ્ત્રોનું યથાશક્ય જાતે અધ્યયન-અવલોકન કરવામાં પોતાના મનને સારા પ્રમાણમાં પરોવ્યું હતું. એમ કહેવું જોઈએ કે નવું-નવું જાણવાની ઝંખના અને એને પૂરી કરવા માટેની પ્રવૃત્તિ, એમના લાંબા સમયના નિવૃત્તિકાળને સુખ-આનંદપૂર્વક વ્યતીત કરવાના મોટા આધારરૂપ કે કેન્દ્રરૂપ બની ગઈ હતી. એમણે ‘જૈન સાહિત્ય-વિકાસ-મંડળ'ની સ્થાપના કરી તે આવી તીવ્ર વિદ્યાપરાયણતાને કારણે. આ સંસ્થાએ અત્યાર સુધીમાં જુદા-જુદા વિદ્વાનોએ તૈયાર કરેલ અનેક ગ્રંથોનું પ્રકાશન કરીને પોતાનું નામ સાર્થક કર્યું છે. શ્રી અમૃતલાલ શેઠની વિદ્યાપરાયણતાનો ઝોક કંઈક યોગવિદ્યા, યોગસાધના તથા મંત્ર-તંત્રની શોધ ત૨ફ વિશેષ હતો એમ લાગે છે. તેથી આ વિષયમાં એમણે સારી જાણકારી પ્રાપ્ત કરી હતી અને એ વિષયના કેટલાક ગ્રંથો પણ તૈયાર કરાવીને પ્રકાશિત કર્યા હતા. અઢળક સંપત્તિ ધરાવનાર વ્યક્તિ પોતાના જીવનમાં આવી સક્રિય વિદ્યાપરાયણતા કેળવે, એ અતિ વિરલ યોગ ગણાય. એ જ રીતે તેમની ધર્મશ્રદ્ધા પણ માત્ર ઉપરછલ્લી કે કહેવા પૂરતી ન હતી, પણ જીવન સાથે સારા પ્રમાણમાં એકરૂપ બની ગઈ હતી. એટલે તેઓ જેમ ધર્માત્મા મહાપુરુષો પ્રત્યે ખૂબ ભક્તિભાવ ધરાવતા હતા, તેમ ધર્મક્રિયાઓ તથા ધાર્મિક વિધિવિધાનો પ્રત્યે પણ ઘણો આદર અને અનુરાગ ધરાવતા હતા. પાલીતાણામાં શત્રુંજય મહાતીર્થની તળેટીમાં બનેલ વિશાળ અને અદ્ભુત આગમમંદિરની સાથે એમના તરફથી બનાવવામાં આવેલ ગણધર-મંદિર એમની ઊંડી ધર્મશ્રદ્ધાની સાક્ષી પૂરે છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ અમૃત-સમીપે આપણા સંઘમાં વિસ્તરી રહેલ શિથિલતાને રોકવા માટે સને ૧૯૬૩ની સાલમાં, ‘શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘસમિતિ'ની સ્થાપના કરવામાં આવી ત્યારે એના સંચાલન માટે જે સાત સભ્યોની કાર્યવાહક સમિતિ નીમવામાં આવી હતી, એમાં શ્રી અમૃતલાલ શેઠને પણ લેવામાં આવ્યા હતા. આ ઉપરથી પણ જોઈ શકાય છે કે એમની ધર્મશ્રદ્ધા, સંઘકલ્યાણની બુદ્ધિ અને શિથિલતાનું નિવારણ કરવાની ધગશ ઉપર શ્રીસંઘને કેટલો વિશ્વાસ હતો. વિ. સં. ૨૦૦૮માં આપણી કૉન્ફરન્સનું સુવર્ણજયંતી-અધિવેશન, મુંબઈમાં મળ્યું, ત્યારે એના પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવી હતી એ બીના એમની સમાજસેવાની ભાવનાનો ખ્યાલ આપે છે. (૧૪) વિદ્યાપ્રેમી શ્રેષ્ઠી શ્રી છોટેલાલજી જૈન ભાગ્યયોગે શ્રીમંતાઈ, અને સહજ અભિરુચિના યોગે વિદ્યાપ્રીતિના સંસ્કાર લઈ જન્મેલા શ્રીયુત બાબુ છોટેલાલજી જૈને પોતાના જીવનમાં લક્ષ્મી અને સરસ્વતીનો સુમેળ સાધી જાણ્યો હતો. આવા એક વિદ્યાપ્રેમી અને વિદ્યાસેવી શ્રીમાનનું, કલકત્તામાં, ૭૦ વર્ષની ઉંમરે તા. ૨૬-૧-૧૯૭૬ના રોજ દુઃખદ અવસાન થયું છે એની નોંધ લેતાં અમે દિલગીરી અનુભવીએ છીએ. (તા. ૨૨-૧-૧૯૭૭) કલકત્તાના જૈનસંઘમાં અને ખાસ કરીને ત્યાંના દિગંબર-જૈનસંઘમાં બાબુ છોટેલાલજીનું સ્થાન બહુમાનભર્યું હતું. વળી જૈન ધર્મ અને સાહિત્યનો દેશમાં તથા દેશ બહાર પ્રચાર થાય એ એમની ખાસ ભાવના રહેતી. જૈન ઇતિહાસ અને પુરાતત્ત્વ તરફ એમને ખાસ અભિરુચિ હતી. સમયે-સમયે તેઓ આ કે એવા અન્ય વિષયોને લગતા લેખો પણ લખતા હતા. છેલ્લે-છેલ્લે દેશ-વિદેશમાં પ્રગટ થયેલાં અંગ્રેજી પુસ્તકોમાં કયા વિદ્વાને જૈનધર્મ અંગે શું લખ્યું છે એની એક વિસ્તૃત યાદી તૈયાર કરવાના કામમાં તેઓ મગ્ન હતા; પણ આ કામ તેઓ પૂરું કરે તે પહેલાં જ તેઓનો સ્વર્ગવાસ થયો. અમારી જાણ મુજબ કેટલાંક વર્ષ પહેલાં આવો એક સંગ્રહ એમણે તૈયાર કર્યો હતો. શ્રી છોટેલાલજીએ દાનના માર્ગે પોતાની શ્રીમંતાઈને યશસ્વી અને કૃતાર્થ બનાવી હતી. ગુપ્તદાનમાં એમને ખૂબ રસ હતો. વળી અનેક સંસ્થાઓની સ્થાપનામાં તેમ જ સાચવણીમાં એમનો નોંધપાત્ર ફાળો હતો. આતિથ્ય અને વિદ્વાનોના સંપર્ક-સત્કાર તરફ પણ એમને ઘણી રુચિ હતી. Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ શ્રી ભોગીલાલ મગનલાલ શાહ | દિગંબર-સમાજના વયોવૃદ્ધ વિદ્વાન શ્રી જુગલકિશોરજી મુખ્તારે એમને શ્રદ્ધાંજલિ અર્પતાં સાચું જ કહ્યું છે કે – “બાબુ છોટેલાલજી સમાજની એક મોટી વિભૂતિ હતા, નિઃસ્વાર્થ સેવાભાવી હતા, કર્મઠ વિદ્વાન હતા, સખીદિલ હતા, પ્રસિદ્ધિથી હંમેશાં દૂર રહેનારા હતા. તેઓ અનેક સંસ્થાઓને પોતે દાન આપતા અને બીજાઓ પાસે અપાવતા.” (તા. પ-૩-૧૯૯૯) (૧૫) આદર્શ મહાજન શ્રેષ્ઠી શ્રી ભોગીલાલ મગનલાલ શાહ - શ્રેષ્ઠિવર્ય ભોગીલાલભાઈ એક યશસ્વી અને પ્રામાણિક ઉદ્યોગપતિ તરીકે તેમ જ લોકકલ્યાણવાંછુ મોવડી તરીકે ૯૦ વર્ષનું સુદીર્ઘ, સુખી, શાંત અને સેવાભર્યું જીવન જીવીને અને નિવૃત્તિના સાચા અધિકારી બનીને કૃતાર્થ થઈને સ્વર્ગવાસી થયા. પણ એમના જવાથી અનેક વ્યક્તિઓને તથા જાહેરસેવા કરતી સંખ્યાબંધ સંસ્થાઓને ભારે વસમી ખોટ પડી છે. શ્રી ભોગીભાઈની અનેક પ્રવૃત્તિઓથી ભરેલી યશોજ્જવળ કારકિર્દીને બહુ જ ઓછા શબ્દોમાં બિરદાવવી હોય તો કહેવું જોઈએ કે તેઓ ધીમે-ધીમે આથમી રહેલી ભારતની ભવ્ય મહાજન-પરંપરાના એક તેજસ્વી પ્રતિનિધિ હતા. આપણે ત્યાંથી આ પરંપરાનું સાતત્ય અને ગૌરવ જાળવવા માટે સદા જાગૃત અને પ્રયત્નશીલ રહેલા જે મહાજનો વિદાય થાય છે, એમનું સ્થાન ખાલી જ રહે છે. આ મહાજન-સંસ્થા આપણા ધર્મ, સમાજ અને દેશના યોગ-ક્ષેમને માટે, કેટલીક વાર તો જાનનું જોખમ વેઠીને કે એવાં જ બીજાં સાહસો ખેડીને પણ, કેવી મહત્ત્વની કામગીરી બજાવતી રહી છે એનો ખ્યાલ સુધ્ધાં આપણી અત્યારની પેઢીને નથી, અને ધીમે ધીમે એ ગૌરવભર્યો પ્રેરક ઇતિહાસ જ લુપ્ત થઈ રહ્યો શ્રી ભોગીભાઈના સમગ્ર જીવનમાં સમૃદ્ધિ ન હતી ત્યારે અને પોતાના ઉપર લક્ષ્મીદેવીની કૃપા થઈ ત્યારપછી પણ સાદાઈ અને જાતમહેનત દ્વારા પુરુષાર્થ કરવાની એમની વૃત્તિ અને પ્રવૃત્તિમાં કોઈ જાતનો ફેર પડવા પામ્યો ન હતો. આળસ-પ્રમાદથી હંમેશાં દૂર રહેવાના સદ્ગુણની જાણે એમને જન્મ સાથે જ બક્ષિસ મળી હતી. વળી, હૈયાઉકલત, આપબળ અને આત્મવિશ્વાસ એ એમની આંતરિક શક્તિનાં પ્રતીક હતાં. Page #465 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે તેઓએ સાળાનું શિક્ષણ ભલે ઓછું લીધું હતું, પણ કોઈ પણ કાર્યની ગણતરી કરવાની અને એના પરિણામને પામી જવાની એમની બુદ્ધિશક્તિ અદ્ભુત હતી. આવી અનેક શક્તિઓ, ગુણસમૃદ્ધિ અને દીર્ઘદૃષ્ટિરૂપે જેના ઉપર પરમાત્માની સતત કૃપા વરસતી રહી હોય એ પોતે હાથ ધરેલ દરેક કાર્યમાં ધારી સફળતા મેળવે એમાં શી નવાઈ ? ભલે પછી એ કામ ઉદ્યોગોના સંચાલનનું હોય, જનસેવાનું, ધર્મપ્રભાવનાનું, સમાજના ઉત્કર્ષનું કે દેશભક્તિનું ! ૪૪૨ શ્રી ભોગીભાઈનું આખું જીવન એકંદરે અનેક સફળતાઓની પરંપરાથી વધારે ગૌરવશાળી, શોભાયમાન અને પ્રે૨ક બન્યું હતું. જે કામ હાથમાં લીધું એમાં પૂરી એકાગ્રતાથી તન્મય બની જવું અને એ માટે પ્રયત્ન કરવામાં રજમાત્ર પણ કચાશ ન રહેવા પામે એની પૂરી સાવચેતી રાખવી એ એમની સફળ અને યશસ્વી કારકિર્દીની ગુરુચાવી હતી એમ સમજાય છે. અને છતાં તેઓ પોતાને મળેલી આવી અસાધારણ સફળતાનો સંપૂર્ણ યશ પોતા ઉપર વરસતી રહેલી ઈશ્વરકૃપાને જ આપતા. તેઓ અમુઅમુક પ્રસંગે અમુક-અમુક કાર્યને માટે પોતાના અંતરમાં જાગતી રહેલી અંતઃપ્રેરણાની વાત પણ કરતા. શ્રી ભોગીભાઈની રાજ્યમાન્ય અને પ્રજામાન્ય વ્યક્તિ તરીકેની કારકિર્દીનો વિચાર કરીએ છીએ ત્યારે તેના પાયા તરીકે એક શીલસંપન્ન અને આદર્શ મહાજન તરીકે એમનું વ્યક્તિત્વ હોવાનું સમજાય છે. સાચા મહાજન ન કેવળ મક્કમ હોય કે ન કેવળ ઢીલા હોય, ન કેવળ કૃપણ હોય કે ન કેવળ ઉદાર હોય, ન રાજ્યના શાસકોની ખુશામત કરનારા હોય કે ન એની સાથે વેરભાવ કેળવનારા હોય; એ તો જ્યારે જે ગુણ કાર્યથી લોકકલ્યાણને પ્રોત્સાહન મળી શકે એમ હોય એ રીતે કામ કરવાની આવડત ધરાવતા હોય. એમનું જીવન સાદું, સંયમી અને પરગજુ હોય. જનસમૂહ કે અન્ય પશુસૃષ્ટિ ઉપર જ્યારે પણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ આવી પડે ત્યારે કરુણાવૃત્તિ અને કર્તવ્યબુદ્ધિથી પોતે જ રાહતના કાર્યમાં પરોવાઈ જાય અને બીજાઓને પોતાના દાખલાથી જ એ માર્ગે ચાલવાની પ્રેરણા આપે. પોતાના ધર્મ ઉપર ઊંડી આસ્થા રાખવા છતાં એ ક્યારેય બીજાના ધર્મ પ્રત્યે અવગણનાની વૃત્તિ ન દાખવે. આવાં-આવાં અનેક ગુણો અને કાર્યોને લીધે શ્રી ભોગીભાઈ એક આદર્શ મહાજન બની ગયા હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે તથા દુષ્કાળ વખતે ભાવનગર-રાજ્યની જનતાને વેઠવા પડનાર અન્નના ભાવવધારાનો વિચાર કરીને, એની સામે પાણી પહેલાં પાળ બાંધવા રૂપે, રાજ્યમાં અન્નભંડારો ભરાવવાની દીર્ઘદૃષ્ટિ અને અગમચેતી દાખવીને અને એ કાર્યમાં રાજ્ય ને પ્રજાનો સાથ મેળવીને શ્રી ભોગીભાઈએ જે પરગજુવૃત્તિ અને કરુણાષ્ટિ દાખવી હતી તે દાખલારૂપ બની રહે એમ છે. Page #466 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભોગીલાલ મગનલાલ શાહ ૪૪૩ શ્રી ભોગીભાઈનું મૂળ વતન કલોલ પાસે ટીટોડા ગામ. પણ એમના પિતાશ્રી મગનભાઈ વ્યવસાય માટે ડીસામાં રહેતા હતા. એટલે એમનો જન્મ વિ. સં. ૧૯૪૩માં ડીસામાં થયો હતો. એમની માતાનું નામ દિવાળીબહેન હતું. તેઓ બહુ શાણાં, સમજુ, વ્યવહારદક્ષ, હેતાળ અને ઘ૨૨ખ્ખુ સન્નારી હતાં. શ્રી ભોગીભાઈને એક મોટા ભાઈ અને એક મોટાં બહેન હતાં. એમનું મોસાળ અમદાવાદમાં હતું. કુટુંબની સ્થિતિ સામાન્ય હતી. ડીસામાં તથા અન્ય સ્થાનોમાં રહીને એમણે અંગ્રેજી પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો; પણ અભ્યાસમાં તેઓની ગતિ મંદ હતી, એટલે કંઈક પણ કામમાં પરોવાઈ જવાની ઇચ્છા એમના મનમાં જોર કરતી હતી. એમનો ભાગ્યયોગ પણ એક કુશળ મિલ-ઉદ્યોગપતિ થવાનો હતો, એટલે સંજોગો પણ કંઈક એવા મળ્યા કે પંદર વર્ષની ઉંમરથી જ પોતાના મામાના પ્રતાપે, એમને કાપડની મિલમાં કામ કરવાની તક મળી; શરૂઆત વીરમગામની મિલથી થઈ. મિલના ક્ષેત્રમાં કામ કરતાં-કરતાં એમણે કારકૂન, વીવર, જોબર, વીવિંગમાસ્તર, મૅનેજર અને જનરલ મૅનેજર જેવાં એક-એકથી ચઢિયાતાં સ્થાનોએ ઊગતી ઉંમરે જ કામ કર્યું અને એમાં એવી સફળતા પ્રાપ્ત કરી કે જેથી સમય જતાં તેઓ બીજી મિલોના પણ સલાહકાર બન્યા હતા. વીવિંગ માસ્તર તરીકેની એમની કામગીરીએ તો એમને એટલો બધો યશ અપાવ્યો કે તેઓ ‘શ્રી ભોગીલાલ માસ્તર' તરીકે ઓળખાવા લાગ્યા. આ રીતે જુદી-જુદી મિલોમાં જુદા-જુદા અધિકાર ઉપર કામ કરતાં ત્રણેક દાયકા વીતી ગયા અને આશરે પિસ્તાલીશ વર્ષની ઉંમરે એમનો ભાગ્યયોગ એમને ભાવનગર ખેંચી ગયો, અને સને ૧૯૩૨ના અરસામાં એમણે મહાલક્ષ્મી મિલ શરૂ કરી. આ મિલના ડાયરેક્ટરોના બોર્ડના ચેરમેન શ્રેષ્ઠિવર્ય કસ્તૂરભાઈ લાલભાઈ બન્યા હતા એ બીના જ આ મિલની પ્રતિષ્ઠા અને સધ્ધરતાની સાક્ષી પૂરે છે. આ મિલે ખૂબ નફો મેળવીને એના શૅરહોલ્ડરોનું ખૂબ હિત સાચવ્યું; તેથી શ્રી ભોગીભાઈની કાર્યદક્ષતા અને પ્રામાણિકતાની ઘણી નામના થઈ. તેઓ મિલના કામદારોના હિતનું પણ પૂરેપૂરું ધ્યાન રાખતા હતા; એને લીધે પણ એમની મિલ ઘણો નફો કરી શકી હતી. શરૂઆતનાં છ-સાત વર્ષ સુધી મહાલક્ષ્મી મિલને પગભર બનાવવા ઉપર જ પોતાનું બધું ધ્યાન કેન્દ્રિત કર્યું, અને જ્યારે આ બાબતમાં નિશ્ચિતતા થઈ ત્યારે એમણે ભાવનગરના અને સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં, કલ્યાણબુદ્ધિથી ભાગ લેવાની શરૂઆત આશરે સને ૧૯૩૮થી કરી. આ પછી એમણે બેએક વર્ષે, સને ૧૯૪૦માં, ‘માસ્ટર સિલ્ક મિલ' ભાવનગરમાં શરૂ કરી; એમાં પણ તેઓને ઘણી સફળતા મળી. Page #467 -------------------------------------------------------------------------- ________________ ४४४ અમૃત-સમીપે એમણે પહેલાં ૪૫ વર્ષ અન્ય સ્થાનોમાં અને છેલ્લાં ૪પ વર્ષ ભાવનગરમાં વિતાવ્યાં હતાં એને પણ કુદરતનો વિરલ સંકેત જ માનવો જોઈએ. પોતાની કારકિર્દી વધુ ને વધુ યશસ્વી થતી જતી હોવા છતાં, એમના ધર્મસંસ્કારો એમને બધાથી અલિપ્ત રહેવાની અને જાગૃત રહેવાની પ્રેરણા આપતા રહેતા હતા. એટલે પોતાની ઉમર સાઠ વર્ષની થાય એ પહેલાં જ, સને ૧૯૪૪ના અરસામાં, પોતાના વ્યવસાયનો બધો ભાર એમના કાર્યદક્ષ સુપુત્ર શ્રી બકુભાઈને (શ્રી રમણિકભાઈને) સોંપીને પોતે નિવૃત્તિ લઈ લીધી અને એમ કરીને શ્રીમંતો અને ઉદ્યોગપતિઓ સામે એક ઉત્તમ દાખલો રજૂ કર્યો. પણ એમની આ નિવૃત્તિને અનેક શુભ અને લોકોપકારક પ્રવૃત્તિનું નિમિત્ત બનાવીને એમણે પોતાના જીવનને વધારે ઉચ્ચાશયી અને ધન્ય બનાવ્યું હતું. શ્રી ભોગીભાઈએ સ્વરાજ્ય પહેલાં રાજકુટુંબની અને સ્વરાજ્ય પછી શાસકવર્ગની તથા પ્રજાની જેવી ચાહના મેળવી હતી એના કરતાં પણ વધુ ચાહના એમને ભાવનગરના સંઘની મેળવી હતી : ભાવનગર-સંઘના પ્રમુખનું સર્વમાન્ય પદ અને આદર એમણે મેળવ્યાં હતાં. ક્યાં ટીટોડા અને ક્યાં ભાવનગર સંઘના પ્રમુખપદનું ગૌરવ ! પણ જ્યાં સરળતા, સમતા, શાંતિ, મિલનસાર પ્રકૃતિ, કલ્યાણબુદ્ધિ અને નિઃસ્વાર્થ કર્તવ્યભાવના કામ કરતી હોય, ત્યાં મારાપરાયાપણાના ભેદ ભૂંસાઈ જાય છે અને માનવી સર્વજનપ્રિય બની જાય છે. વળી તળાજા તીર્થની કમિટીનું અધ્યક્ષપદ સંભાળીને એ જીર્ણતીર્થને પ્રભાવશાળી બનાવવામાં શ્રી ભોગીભાઈએ જે જહેમત લીધી હતી, એની વિગતો તો એક યાદગાર ગૌરવકથા બની રહે એવી છે. એ જ રીતે જીંથરીની ક્ષયની હૉસ્પિટલ પણ ચિરકાળ સુધી એમની ગૌરવગાથા સંભળાવતી રહેશે એમાં શક નથી. આપણા સ્વજનસમા આ મહાજન માટે શું લખીએ અને શું ન લખીએ ? છેવટે એમણે પાંચેક વર્ષ પહેલાં લખેલ “મારા જીવનનાં સંસ્મરણોમાંથી એમની થોડીક શિખામણની વાણી જોઈએ : “મારા લગભગ સાત દાયકાના અનુભવના નિચોડરૂપે મારે આજની યુવાન પેઢીને એક જ શિખામણ આપવાની છે, અને તે એ કે કોઈ પણ કામ હાથમાં લ્યો, તેમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ જજો અને સમયની કિંમત આંકજો. થાંથા માણસો આગળ આવી શકતા નથી એવો મારો અનુભવ છે. મારો એવો અનુભવ છે કે આપણે જો કોઈનું બૂરું ન ઇચ્છીએ અને કોઈ આગળ વધતું હોય એ જોઈ રાજી થઈએ તો આપણા ઉપર ઈશ્વરની કૃપા થયા વગર રહેતી નથી.” Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ જો “જય વિયરાય' સૂત્ર દ્વારા જૈનો દ્વારા નિત્ય કરાતી સમાધિમરણની પ્રાર્થના હાર્દિક હોય, તો આવી માગણી કરનાર વ્યક્તિ, એ માગણી છેવટે સફળ થાય અને પોતાનું મરણ સમાધિભર્યું થાય એ માટે પોતાના સમગ્ર જીવનવ્યવહારને ન્યાય-નીતિ-પ્રામાણિકતાથી સુરભિત ધર્મભાવનાથી પરિપૂર્ણ બનાવવા જ સતત પ્રયત્નશીલ રહે; આવી જાગૃત વ્યક્તિઓ બહુ વિરલ હોય છે. શેઠ શ્રી ભોગીભાઈએ પોતાના સ્વર્ગવાસ પછી પોતાના મરણ-પ્રસંગ અંગે જે અંતિમ ઇચ્છા નોંધી રાખી હતી તે એમના આવા ધર્મપરાયણ અને ઉચ્ચાશયી જીવનની સાક્ષી પૂરે છે. પોતાની પાછળ શોક ન કરવો, અંત વખતે નવકારમંત્રનું રટણ કરવું, બીજાને તકલીફ ન પડે એ રીતે પોતાની કાયાને સ્મશાનભૂમિએ લઈ જવી, પોતાની પાછળ માનવસેવાનું કામ કરતી સંસ્થાઓનાં બાળકો અને માનવીઓને પેંડાનાં પડીકાં વહેંચવા અને જમણ આપવું, અગ્નિસંસ્કારમાં જીવજંતુ વગરનાં લાકડાંનો ઉપયોગ કરવો અને ચંદનનાં લાકડાં ન વાપરવાં – આ બધું કહેવું તે તેઓની જીવનસ્પર્શી ધાર્મિકતાનું જ સુપરિણામ સમજવું જોઈએ. (તા. ૧-૧-૧૯૭૭) (૧૬) કાર્યદક્ષ, વિધાપ્રેમી મહાનુભાવો શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ સ્વ. ચંદુલાલ વર્ધમાન શાહનું નામ અને કામ જૈન સમાજના અત્યારના સમયના જાહેરજીવન સાથે તેમ જ સમાજ-ઉત્કર્ષની અનેક સેવાપ્રવૃત્તિઓ સાથે સારી રીતે જોડાયેલું હતું, અને એમની ઊંડી કાર્યસૂઝ, કાર્યશક્તિ, કાર્યકુશળતા, સેવાવૃત્તિ અને સાહસિકતાનો લાભ લાંબા સમય સુધી આપણી નાની-મોટી અનેક સંસ્થાઓને મળતો રહ્યો હતો. આ સંસ્થાઓમાં જેમ મુંબઈની સંસ્થાઓનો સમાવેશ થાય છે, તેમ મુંબઈ બહારની પણ સંસ્થાઓનો સમાવેશ થાય છે. આપણા સમાજના એક બાહોશ કાર્યકર અને વિદ્યાપ્રેમી મહાનુભાવ તરીકે તેઓને આપણે હંમેશાં સંભારતાં રહીશું. તેઓનું વતન સૌરાષ્ટ્રમાં વઢવાણ શહેર. સને ૧૯૦૩માં એમનો જન્મ. વિશેષ અભ્યાસ મુંબઈમાં કર્યો; અને પછી તો, પોતાના પુરુષાર્થના બળે પોતાના પ્રારબ્ધને ખીલવવા માટે, તેઓએ મુંબઈને જ પોતાનું વ્યવસાયક્ષેત્ર બનાવ્યું, અને છતાં વતન સાથેનો સમાગમ અને ગાઢ સંબંધ પણ ચાલુ રાખ્યો. તેઓને પોતાની Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૪૭ અમૃત-સમીપે બહાદુરી, કુનેહ અને ચાણક્યબુદ્ધિના બળે ઉદ્યોગોને ખીલવવાની સાથે-સાથે પોતાના ભાગ્યને ખીલવવાની તક મળી તે મુખ્યત્વે પોતાના વતન સાથેના આવા નિકટના સંબંધને કારણે જ. અલબત્ત, આ શક્તિઓને ખીલવવાનો અવસર મુંબઈ જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા શહેરમાં પણ સારા પ્રમાણમાં મળ્યો હતો. આપણા દેશના એક કુશળ અને બાહોશ ઉદ્યોગપતિ તરીકે શ્રી ચંદુભાઈએ અનેક વાર પરદેશનો પ્રવાસ પણ ખેડ્યો હતો. વળી તેમણે સૌરાષ્ટ્રના મિલમાલિક મંડળના પ્રમુખ બનવાનું ગૌરવ પણ મેળવ્યું હતું. પણ શ્રી ચંદુભાઈએ એક નિપુણ ઉદ્યોગપતિ તરીકે ગમે તેટલી નામના મેળવી હોત અને પોતાની આર્થિક સ્થિતિ ગમે તેવી સારી કરી હોત, એટલા માત્રથી તેઓ સમાજના આદર અને બહુમાનના અધિકારી ભાગ્યે જ બની શકત, અને એમનો સ્વર્ગવાસ એક સામાજિક શોકપ્રસંગ જવલ્લે જ લેખાયો હોત. આજે સમાજ તેઓને યાદ કરે છે કે ભવિષ્યમાં પણ યાદ કરશે તે એમના સમાજઉત્કર્ષના ધ્યેયની આસપાસ ગૂંથાયેલા જાહેરજીવનને કારણે. મુંબઈમાં જેમજેમ શ્રી ચંદુભાઈ પોતાની અંગત ઉન્નતિ સાધતા ગયા, તેમ-તેમ એમનામાં જાહેર જીવન તરફનો અનુરાગ વિકસતો ગયો. લીધેલા કામને ગમે તેમ કરીને પૂરું કરવાની મક્કમતા, હિંમત અને ખંતને લીધે એમને પોતાના જાહેર જીવનમાં પણ નોંધપાત્ર સફળતા મળી હતી. આ રીતે તેઓએ પોતાના વતન સૌરાષ્ટ્રની ભૂમિના મૂળ ખમી૨ને શોભાવી જાણ્યું હતું. મુંબઈના તેમ જ જૈન સમાજના એક જાહે૨ કાર્યકર અને પ્રગતિના ચાહક સદ્ગૃહસ્થ તરીકે શ્રી ચંદુભાઈ સ્વાભાવિક રીતે જ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ તરફ આકર્ષાયા હતા, અને કેટલોક વખત એ સંસ્થાના તેજસ્વી મંત્રી તરીકે પણ તેઓએ સેવાઓ આપી હતી. વિ. સં. ૨૦૦૧માં મુંબઈમાં મળેલ કૉન્ફરન્સના સોળમા અધિવેશનમાં, બીજા થોડાક કાર્યકરોનો સાથ મેળવીને, શ્રી ચંદુભાઈએ એક બળવાખોર વ્યક્તિ તરીકે જે નિર્ણાયક કામગીરી બજાવી હતી, એના સાક્ષી બનેલા મહાનુભાવોમાંના કેટલાક એ પ્રસંગને એક અણગમતા, કડવા પ્રસંગ તરીકે તો કેટલાક એક યાદગાર મધુર પ્રસંગ તરીકે આજે પણ યાદ કરે છે. આ વખતે શ્રી ચંદુભાઈએ દાખવેલું હીર કંઈ ઑર હતું. પણ સમય જતાં, શિક્ષક-પિતાના પુત્ર શ્રી ચંદુભાઈનું મન, જાણે ગુપ્ત રીતે પિતાના વિદ્યા-સંસ્કારો જાગૃત થયા હોય એમ, વિદ્યા તરફ વધારે ઢળવા લાગ્યું. એમની આ વિદ્યાપ્રીતિ બે રીતે વ્યક્ત થવા લાગી : ઊછરતી પેઢીમાં શિક્ષણનો પ્રસાર કરવાના પ્રયાસરૂપે અને શિષ્ટસંસ્કા૨પોષક સાહિત્ય, ધાર્મિક સાહિત્ય તેમ જ જૈનધર્મના પ્રાચીન ઉત્તમ શાસ્ત્રગ્રંથોના પ્રકાશનના પ્રયત્નરૂપે. આમ થવામાં Page #470 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ ૪૪૭ સ્વ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ સમાજના ઉત્કર્ષના મુખ્ય ઉપાય તરીકે શિક્ષણનો પ્રસાર કરવાની જે વાત શ્રી સંઘને બુલંદ સાદે સમજાવી હતી એનો પણ પ્રભાવ હોવો જોઈએ. શ્રી ચંદુભાઈના કાર્યકાળનાં છેલ્લાં પચીસેક વર્ષ વિદ્યાપ્રીતિને અને શિક્ષણ-સાહિત્યના પ્રસારને જ મોટે ભાગે સમર્પિત થયાં હતાં. ઉત્તમ સાહિત્યને સુંદર-સુઘડ રૂપમાં પ્રકાશિત કરવાની શ્રી ચંદુભાઈની રુચિને મૂર્ત રૂપ મળવાનો અવકાશ મર્યાદિત પ્રમાણમાં જ મળ્યો હતો ; અને શ્રી ચંદુભાઈના મનને સંતોષ થાય એ રીતે, એ દિશામાં જે કંઈ કાર્ય થઈ શકયું તે શ્રી મહાવીર જૈન વિદ્યાલય મારફત જ. શ્રી ચંદુભાઈના સંચાલન દરમિયાન વિદ્યાલય તરફથી જે થોડાંક પણ પ્રકાશનો થયાં તે દેશના તેમ જ અમુક પ્રમાણમાં પરદેશના વિદ્વાનોની પણ પ્રશંસા મેળવી શક્યાં હતાં. આપણાં બધાં પવિત્ર મૂળ આગમસૂત્રો, પૂજ્ય આગમ-પ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજીની દેખરેખ નીચે, વિદ્યાલય દ્વારા પ્રકાશિત થાય એ માટેની, ખૂબ નાણાં અને ખૂબ સમય-મહેનત માંગી લે એવી જંગી યોજના વિદ્યાલયે સ્વીકારી અને શરૂ કરી તે શ્રી ચંદુભાઈના કાર્યસમય દરમિયાન અને મુખ્યત્વે એમના જ અનુરોધથી. જૈન-આગમ-ગ્રંથમાળાના પ્રકાશનની આવી યોજના તૈયાર કરનાર-કરાવનાર વ્યક્તિની સાહિત્ય-પ્રકાશનની તમન્ના કેવી ઉત્કટ હશે તે સમજી શકાય છે. આ જ વાત વિદ્યાલયની “શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા” ગ્રંથમાળાને પણ લાગુ પડે છે. શિક્ષણનો પ્રસાર કરીને સમાજને સ્વસ્થ, સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવાની ભાવનાથી પ્રેરાઈને આવી કેટલીક સંસ્થાઓના સંચાલનમાં પણ શ્રી ચંદુભાઈએ જીવંત રસ લીધો હતો. પાલીતાણાનું યશોવિજય જેન ગુરુકુળ, મુંબઈનું જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ, સુરેન્દ્રનગરની કેટલીક સંસ્થાઓ અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય – આમ વિવિધ સંસ્થાઓના વિકાસ માટે શ્રી ચંદુભાઈએ મન દઈને કામ કર્યું હતું. તેમાં ય શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો વિકાસ તો તેઓના જીવન સાથે જાણે એકરૂપ બની ગયો હતો. આ સંસ્થાનો અનેક શાખાઓ રૂપે જે વિકાસ થર્યો એમાં શ્રી ચંદુભાઈની ભાવના અને પ્રવૃત્તિનો ફાળો ઘણો નોંધપાત્ર હતો. સંસ્થા માટે સમાજમાંથી પૈસા મેળવવાની એમની આવડત અને શક્તિ અભુત હતી. શ્રી ચંદુભાઈની એક ઝંખના એ પણ હતી કે વિજ્ઞાનના યુગમાં ઊછરતી આપણી નવી પેઢીની ભાવનાને સમજીને એમની ધર્મજિજ્ઞાસાને જગાડે અને પોષે એવું તેજસ્વી અને વ્યાપક અધ્યયન કરનાર ધાર્મિક શિક્ષકો તૈયાર કરવા માટે એક ખાસ સંસ્થાની સ્થાપના કરવી. એમની એ ઝંખના ભલે પુરાયા વગરની રહી, પણ અત્યારના સમયમાં તો આ વિચારનાં મૂલ્ય અને ઉપયોગ બંને વધી ગયાં Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ અમૃત-સમીપે છે. તેથી સમાજના આગેવાનો આ બાબતમાં સચિત અને સક્રિય બને એ ખાસ જરૂરી છે. નવી પેઢીના સંસ્કાર ઘડતરનું આ કામ તરત હાથ ધરવા જેવું છે. (તા. ૧૪-૭-૧૯૭૩) (૧૭) વિધાપ્રેમી, સુધારવાંછુ, ઉદારચિત્ત શ્રી લાલચંદજી શેઠી આપણા દેશના એક જાણીતા ઉદ્યોગપતિ, દિગંબર-સમાજના એક પ્રતિષ્ઠિત અને પ્રગતિવાંછુ આગેવાન અને બધા ય જૈન ફિરકાઓના સંપ અને સમન્વયના પ્રખર સમર્થક શેઠ શ્રી લાલચંદજી શેઠીનો ઇન્દોરમાં, હૃદયરોગના હુમલાથી ૭ર વર્ષની વયે, તા. ૧૭-૪-૧૯૬૫ના રોજ સ્વર્ગવાસ થતાં દેશને એક કાબેલ ઉદ્યોગપતિની અને જૈનસંઘને એક શાણા, દીર્ઘદૃષ્ટિસંપન્ન અને ઉદાર દૃષ્ટિ ધરાવતા સુધારા પ્રેમી ભાવનાશીલ આગેવાનની ખોટ પડી છે. મધ્ય પ્રદેશમાં (માળવામાં) ઝાલરાપાટણ એમનું મૂળ વતન. પછી તેઓ ઉજ્જૈન આવ્યા અને છેવટે ઇંદોરમાં સ્થિર થયા. એમનું વ્યક્તિત્વ તેમ જ કાર્યક્ષેત્ર ઉત્તરોત્તર વિકસતું રહ્યું હતું. સાંપ્રદાયિક કટ્ટરતા તરફ એમને અણગમો હતો, અને વિચારોના બંધિયારપણાથી એમનો આત્મા અકળાઈ ઊઠતો. તેથી જ પ્રગતિશીલતા તરફ એમને ભારે અનુરાગ હતો; તેથી શિક્ષણ અને સાહિત્ય તો જાણે એમને પ્રાણસમાં પ્યારાં હતાં. શિક્ષણ અને સાહિત્યની સંખ્યાબંધ સંસ્થાઓને પ્રોત્સાહન અને મોકળે મને દાન આપ્યું હતું. સમાજસેવાને ક્ષેત્રે તો તેઓ દાનશૂર લેખાય એટલી મોટી એમની સખાવતો છે; અને વિદ્યાર્થીઓને અને બીજાઓને ગુપ્તદાન આપવામાં પણ એ ક્યારેય પાછા નહોતા પડતા. ઉદારતા, સૌમ્યતા અને સ્પષ્ટવાદિતાના ગુણોનો એમનામાં સુંદર સમન્વય થયો હતો. આવા મોટા ઉદ્યોગપતિ વેપાર-ઉદ્યોગક્ષેત્રે સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય એમાં તો કંઈ નવાઈ નથી; પણ સમાજના સંસ્કાર-ઘડતર માટે એમણે શિક્ષણ અને સાહિત્યની કેટલીય સંસ્થાઓને આત્મીય ભાવે જે સલાહસૂચન અને સહાય આપ્યાં છે, એ દાખલારૂપ તેમ જ એમના જીવનની ઉજ્વળ યશોગાથારૂપ બની રહે એવાં છે. અંગ્રેજ સરકારે “રાયબહાદુર', ભૂતપૂર્વ ગ્વાલિયર રાજ્ય “તાજિરુભુલ્ક” (મુલ્કનો વેપારી) અને માળવાના ઝાલાવાડ રાજ્ય વાણિજ્યવિભૂષણ' ઇલ્કાબ આપીને એમનું બહુમાન કર્યું હતું. જૈનોના બધા ય ફિરકાઓનું સંગઠન સધાય એ માટે એમની ભાવના કેટલી ઉત્કટ હતી તે એટલા ઉપરથી પણ સમજી શકાય એમ છે કે હજી ગત Page #472 -------------------------------------------------------------------------- ________________ શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી ૪૪૯ મહાવીર જયંતીના પ્રસંગે જે ઇંદોરમાં મળેલ નવયુવક-સંમેલનમાં એમણે જાહેર કર્યું હતું કે જૈનોના ત્રણે ફિરકાઓ વચ્ચે સંગઠન અને સમન્વય કેવી રીતે સ્થપાય એ અંગે એક પુસ્તક લખાવવામાં આવશે, અને એવું પુસ્તક લખનાર શ્રેષ્ઠ લેખકને પાંચસોથી હજાર રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે. આમાં ખરું મહત્ત્વ તો સ્વર્ગસ્થ શ્રેષ્ઠિવર્યની કલ્યાણભાવનાનું જ છે. (તા. ૧૫-૫-૧૯૬૫) (૧૮) ધર્માનુરાગી સખીદિલ અગ્રણી શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી સ્વનામધન્ય શ્રી વાડીલાલભાઈ ચત્રભુજ ગાંધીનો સ્વર્ગવાસ થતાં મુંબઈ શહેરના જાહેર-જીવનમાં તથા સમસ્ત જૈનસંઘના વ્યાપક કાર્યક્ષેત્રમાં એવી મોટી ખોટ પડી છે, જે નાની-મોટી સંખ્યાબંધ જૈન તથા જાહેર સંસ્થાઓને લાંબા સમય સુધી વસમી લાગ્યા કરશે અને જેની પૂર્તિ થવી મુશ્કેલ છે. શ્રી વાડીભાઈની સેવાઓ કેટલી વ્યાપક અને વિવિધલક્ષી હતી, અને એના લીધે કેટલી બધી સંસ્થાઓ નવપલ્લવિત બની હતી, એનો વિચાર કરીએ છીએ, ત્યારે એમના જીવનમાં સહજ રીતે સધાયેલ ઉદારતા, દાનપ્રિયતા અને સેવાપરાયણતાના સર્વમંગલકારી ત્રિવેણી સંગમ સામે આપણું માથું નમી જાય છે. જૈન ધર્મ, સંઘ અને સમાજની છેલ્લા ચાર-પાંચ દાયકા દરમ્યાન થયેલી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓના ઇતિહાસપટ સાથે જે ધર્માનુરાગી અને ભાવનાશીલ તેમ જ શક્તિશાળી વ્યક્તિઓનાં નામ તાણાવાણાની જેમ વણાઈ ગયાં છે એમાં શ્રી વાડીભાઈનું સ્થાન અગ્રસ્થાને શોભે એવું ગૌરવભર્યું હતું. ઉપરાંત એમનું જીવન ધાર્મિક ક્રિયાઓ તથા વિધિવિધાનો પ્રત્યેની આંતરિક અભિરુચિથી પણ ઓતપ્રોત થયેલું હતું. એશ-આરામ અને નવી-નવી અપાર ભૌતિક સામગ્રીના આ યુગમાં, આવી મોટી શ્રીમંતાઈ મળવા છતાં, વ્રત, તપ, નિયમ, પચ્ચકખાણ અને સંયમશીલતા વગેરે રૂપે ધર્મનું આરાધન કરવાની મનોવૃત્તિ પ્રગટવી બહુ મુશ્કેલ કે અતિવિરલ ગણાય. શ્રી વાડીભાઈએ આવી અતિવિરલ ધાર્મિકતાને પોતાના જીવન સાથે વણી લેવાનો પ્રયત્ન કરીને પોતાની કારકિર્દીને વધારે નમણી બનાવી હતી. જીવનની કૃતકૃત્યતાના એક સાચા ઉપાય તરીકે શ્રી વાડીભાઈએ સમજપૂર્વક અપનાવેલી આ ધાર્મિકતા બીજા બે રૂપે ધર્મ, સંઘ અને સમાજને માટે ઉપકારક બની રહી હતી એ વાતની પણ આપણે અહીં નોંધ લેવી ઘટે છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ અમૃત-સમીપે એમના જીવનના જ એક અંશ રૂપ બની ગયેલ ધાર્મિકતાથી પ્રેરાઈને એમણે શાસનપ્રભાવના, શાસનરક્ષા, તીર્થરક્ષા, ધર્મ-મહોત્સવ અને ધર્મોદ્યોતનાં અનેક સત્કાર્યો કર્યા હતાં. આવા પ્રસંગે તેઓ તન-મન-ધનથી એવા તન્મય બની જતા કે જેથી બીજી અનેક વ્યક્તિઓને પણ એમાંથી પ્રેરણા લેવાનું અને એમનાં સત્કાર્યોના સહભાગી બનવાનું મન થઈ આવતું. એનું બીજું એવું જ મહત્ત્વનું અને ઉજ્વળ પાસું હતું એમની સામાન્ય કે ગરીબ સ્થિતિનાં સાધર્મિક ભાઈઓ-બહેનો પ્રત્યેનું હમદર્દીભર્યું વલણ અને એમને બને તેટલી વધુ સહાય આપવાની પ્રવૃત્તિ. આવી સહાય આપવામાં કેટલાય પ્રસંગોએ તેઓ એવી ગુપ્તતા અને ગંભીરતા સાચવતા કે જેથી એમણે કોને, ક્યારે, કેટલી સહાય આપી હતી એ કોઈ કળી પણ ન શકે. સહધર્મીઓ પ્રત્યેનું આવું સહાનુભૂતિભર્યું વલણ કેળવીને શ્રી વાડીભાઈએ આપણા સંઘ અને સમાજની ઘણી મોટી સેવા કરી હતી, અને અનેક ભાઈ-બહેનોને પગભર થવા જરૂરી સલાહ અને સહાય આપીને સમાજના ઉત્કર્ષમાં પણ પોતાનો સારો ફાળો આપ્યો હતો. શ્રી વાડીભાઈના સ્વર્ગગમનથી આપણા સમાજની જરૂરિયાતવાળી વ્યક્તિઓને ગુપ્ત સહાય મળતી બંધ થઈ એ કંઈ જેવી-તેવી ખોટ ન કહેવાય. અત્યારના સમયમાં નામનાની કામનાથી દૂર રહીને માત્ર ધર્મબુદ્ધિથી પ્રેરાઈને, ગુપ્તદાન આપવાની ભાવના ખૂબ અભિનંદનીય અને અનુકરણીય બની રહે છે. વળી, શ્રી વાડીભાઈના જીવનમાં જેમ ધાર્મિકતા અને સમાજસેવાની ધગશને સ્થાન મળ્યું હતું, તેમ તેઓએ પોતાના જીવનમાં દેશભક્તિ અને રાષ્ટ્રીયતાની ભાવનાને પણ સારા પ્રમાણમાં અપનાવી જાણી હતી. આને લીધે એમના સેવા-ક્ષેત્રનો વિસ્તાર થયો હતો. તેઓની રાષ્ટ્રીયતા મહાત્મા ગાંધીની રાષ્ટ્રભાવનાના રંગે રંગાયેલી હતી. એટલે તેઓની કોઈ પણ પ્રવૃત્તિનું દૃષ્ટિબિંદુ માત્ર પ્રચારાત્મક બની રહેવાને બદલે હંમેશા રચનાત્મક રહેતું. શ્રી વાડીભાઈએ પોતાના ચાલીસ-પચાસ વર્ષ જેટલા લાંબા જાહેરજીવન દરમિયાન જે સફળતા અને યશ પ્રાપ્ત કર્યા હતાં, એમાં આવા રચનાત્મક દૃષ્ટિબિંદુનો ફાળો પણ ઘણો મહત્ત્વનો હતો. સ્વરાજ્ય આવ્યું તે પહેલાંની સ્વતંત્રતાની લડતમાં અને સ્વરાજ્યના ઉદય પછીના ધારાસભાવાદી રાજકારણમાં – એમ બંને રીતે આપણા દેશની સેવા કરવામાં શ્રી વાડીભાઈએ પોતાનો અદનો ફાળો આપ્યો હતો. આ બધા ઉપરાંત શ્રી વાડીભાઈની કેળવણી પ્રત્યેની પ્રીતિ પણ બીજા શ્રીમંતો માટે દાખલારૂપ બની રહે એવી અને વિશેષ અનુમોદના માગી લે એવી હતી. પોતાની શિક્ષણ પ્રત્યેની આવી પ્રીતિને એમણે અનેક નવી શિક્ષણસંસ્થાઓની Page #474 -------------------------------------------------------------------------- ________________ શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી ૪૫૧ સ્થાપના કરાવીને તેમ જ ચાલુ સંસ્થાઓને ઉદાર સહાય આપીને ચરિતાર્થ કરી હતી. આવી અનેક સંસ્થાઓ આજે શ્રી વાડીભાઈની વિદ્યાપ્રીતિની કીર્તિગાથા સંભળાવી રહી છે. શિક્ષણના પ્રચારમાં નિરંતર પ્રોત્સાહન અર્થે શ્રી વાડીભાઈએ પોતાની સંપત્તિનું વાવેતર કરવા દ્વારા સમાજના વિકાસના પાયાને દૃઢ કરવામાં પોતાનો દીર્ઘદૃષ્ટિભર્યો હિસ્સો આપ્યો હતો. - શ્રી વાડીભાઈ પોતાની કારકિર્દીને આટલી બધી યશોજ્જવળ કરી શક્યા એમાં એમની દાનશૂરતાનો ફાળો ઘણો આગળ પડતો હતો એ સ્પષ્ટ છે. ધર્મ, સમાજ, શિક્ષણ કે દેશનું જે કોઈ કાર્ય પોતાને સારું લાગે એમાં મોકળે મને દાન આપવાનો એમનો સ્વભાવ હતો. શ્રી વાડીભાઈ મૂળે સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરતીના સપૂત અને ભાવનગરની સંસ્કારભૂમિના નરરત્ન હતા, અને એમણે આપબળ, આપસૂઝ, કાર્યકુશળતા અને સાહસિકતાના બળે મુંબઈનગરીમાં પોતાના ભાગ્યને ઉત્તરોત્તર ખીલવતા રહીને એક બાહોશ ઉદ્યોગપતિ તરીકેની નામના મેળવી હતી. વ્યાપારઉદ્યોગના ક્ષેત્રમાં, પોતાની કુશાગ્રબુદ્ધિ અને ગણતરીની કુશળતાને કારણે તેઓ અનેકના સલાહકાર અને માર્ગદર્શક પણ બન્યા હતા. શ્રી વાડીભાઈના નિકટના પરિચયમાં આવનાર કોઈ પણ વ્યક્તિને એ વાતનો સહજપણે ખ્યાલ આવી ગયા વગર ન રહેતો કે તેઓ જે કોઈ પણ કાર્ય હાથમાં લેતા તેમાં તેઓ વર્ચસ્વ ભોગવતા, અને તેઓનો અવાજ કે નિર્ણય સર્વોપરિ ગણાતો. તેઓની દૃઢ ઇચ્છાશક્તિ અને વળી ખમીરનું જ આ પરિણામ હતું. તેઓ મુંબઈમાં રહેતા હોવા છતાં ભાવનગરના સંઘે તાજેતરમાં પોતાના પ્રમુખ તરીકે તેઓની વરણી કરી હતી એ ઉપરથી પણ જાણી શકાય છે કે તેઓએ પોતાના વતનમાં કેવો આદર મેળવ્યો હતો. મુંબઈ જેવી પંચરંગી, અતિવિશાળ અને અલબેલી નગરીમાં પણ તેઓએ વ્યાપક જનસમૂહમાં કેટલી બધી લોકચાહના પ્રાપ્ત કરી હતી તે, એ હકીકત ઉપરથી પણ જાણી શકાય છે કે એમની સ્મશાનયાત્રામાં હજારો લોકોએ ભાગ લીધો હતો અને એમની શોકસભા આશરે દોઢસો જેટલી જૈન-જૈનેતર સંસ્થાઓના ઉપક્રમે બોલાવવામાં આવી હતી ! (તા. ૯-૧૦-૧૯૭૭) Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ અમૃત-સમીપે (૧૯) સૌજન્યમૂર્તિ, સેવાભાવી શ્રી શાદીલાલજી જૈન પંજાબના વતની અને મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ શ્રી શાદીલાલજી જૈનની મહારાષ્ટ્ર સરકારે તાજેત૨માં મુંબઈના નવા શેરીફ તરીકે વરણી કરી એ વાતની નોંધ લેતાં અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આમ કરીને મહારાષ્ટ્ર સરકારે એક સુયોગ્ય વ્યક્તિનું સુયોગ્ય બહુમાન કર્યાનો લ્હાવો લીધો છે, અને આવા બહુમાનથી જૈનસંઘ ગૌરવશાળી બન્યો છે. તેમનો જન્મ સને ૧૯૦૭માં થયો હતો. સંસ્કારિતાથી શોભતી શ્રીમંતાઈ, વિદ્યાપ્રીતિથી અલંકૃત ઉદ્યોગનિપુણતા અને બિનસાંપ્રદાયિકતાથી સુરભિત ધાર્મિકતાનો એક જ વ્યક્તિમાં સુયોગ મળવો વિરલ છે. શ્રી શાદીલાલજીના જીવનમાં આ બધા સદ્ગુણોનો સુમેળ જોવા મળે છે; એ સુમેળ એમના વ્યક્તિત્વને કંઈક અનોખું તેજ આપી જાય છે. શ્રીમંતાઈ તો એમને બચપણથી જ મળી હતી; પણ સાથે-સાથે ધર્મપરાયણ અને સેવા૫૨ાયણ વડીલો પાસેથી જીવનના ઉચ્ચ આદર્શનો, પરિશ્રમશીલતાનો અને ધર્મશ્રદ્ધાનો બહુમૂલો વારસો પણ મળ્યો હતો. એને લીધે સાદાઈ, સરળતા, નિખાલસતા, જાહેરજીવનની શુચિતા, પરગજુપણું, વિવેક-વિનયવિનમ્રતા, ધ્યેયનિષ્ઠા, દૃઢતા, માનવતા જેવા અનેક ગુણોથી એમનું જીવન સમૃદ્ધ બન્યું હતું. એમની સચ્ચરિત્રશીલતા અને સંસ્કારિતાની ખરી કસોટી તો એ વાતમાં પણ જોવા મળે છે કે વર્ષો પહેલાં તેમનાં ધર્મપત્નીનો સ્વર્ગવાસ થવા છતાં અને પાસે આટઆટલી સંપત્તિ અને સાહ્યબી તેમ જ પ્રભાવશાળી અને શક્તિશાળી શરીરસંપત્તિ હોવા છતાં, ફરી વાર લગ્ન કરવાનો તેઓએ વિચાર-સરખો કર્યો ન હતો; તેઓ પોતાનાં પુત્રો, પુત્રીઓ અને કુટુંબીજનોના સુખ-સંતોષમાં જ પોતાના જીવનનો આનંદ મેળવતા રહ્યા છે. તેઓએ નાના-મોટા સંખ્યાબંધ ઉદ્યોગોનું ખેડાણ કર્યું હતું, અને એમાં તેઓને દાખલારૂપ સફળતા મળી હતી. ઔદ્યોગિક સફળતા માટેની ઝીણવટ, આર્થિક ગણતરી કરવાની ચકોર બુદ્ધિ અને કાર્યનિષ્ઠાની બક્ષિસ જાણે તેઓને સહજ રીતે મળી હતી. તેમના કાકા શ્રી લાલા હરજસરાયજી ભારે કાર્યકુશળ, ખડતલ અને ‘સાદું જીવન અને ઉચ્ચ વિચાર'ના આદર્શસમા ધર્મપુરુષ છે. શ્રી શાદીલાલજીની ઔદ્યોગિક નિપુણતામાં અને એમના ધર્મસંસ્કા૨મય જીવનઘડતરમાં તેમનો ફાળો બહુ મોટો છે. શ્રી શાદીલાલજીની ઔદ્યોગિક સિદ્ધિનાં દર્શન તેઓએ મુંબઈના પરામાં બે-એક દાયકા પહેલાં સ્થાપેલા પૅન્સિલ(લાયન-પેન્સિલ)ના મોટા કારખાનામાં જોવા Page #476 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાદીલાલજી જેને ૪૫૩ મળે છે. એમ કહી શકાય કે ભારતના પેન્સિલ-ઉદ્યોગના તેઓ પુરોગામી છે. આવી ઔદ્યોગિક નિપુણતા ધરાવતી વ્યક્તિ કેટલાય ઉદ્યોગો, વેપારી સંસ્થાઓ કે વેપારી મંડળોમાં ડિરેક્ટર તરીકેનો, ભાગીદાર તરીકેનો કે પ્રમુખ, ઉપપ્રમુખ કે મંત્રી તરીકેનો હોદ્દો શોભાવતા હોય એ સ્વાભાવિક છે. પણ શ્રી શાદીલાલજીની જે નામના અને સમાજમાં તેઓ પ્રત્યે આદર અને બહુમાનની લાગણી પ્રવર્તે છે, તે તેઓની આવી ઔદ્યોગિક સફળતાને કારણે નહીં, પણ લોકોપકારવૃત્તિ, વિદ્યાપ્રીતિ અને સૌજન્યભરી ઉદારતાને કારણે. તેઓ જેટલો જીવંત રસ ઉદ્યોગોના વિકાસમાં લે છે એવો જ ઊંડો રસ વિદ્યાપ્રસારની પ્રવૃત્તિમાં અને સમાજ કલ્યાણનાં કામોમાં ધરાવે છે. એથી તેઓ સ્વચ્છતાપવિત્રતાપૂર્વક જાહેરસેવા અને વિદ્યાપ્રસાર કરતી સંખ્યાબંધ સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ સાથે ગાઢપણે સંકળાયેલા છે. બનારસના “પાર્શ્વનાથ શોધસંસ્થાન'ના તો શ્રી શાદીલાલજી અને તેઓના કાકા લાલા હરજસરાયજી પ્રાણ જ છે. વળી તેઓના પ્રત્યેક કાર્યમાં રાષ્ટ્રભાવનાની છાપ તો હોવાની જ હોવાની. રાજ્યસત્તા સાથે મીઠા સંબંધો બાંધી અને સાચવી જાણવાની તેઓની કુશળતા પણ પ્રશંસા માગી લે એવી છે. એમની ધાર્મિકતા પણ અનોખી અને યથાર્થ છે. એમાં ક્યાંય સાંપ્રદાયિક કટ્ટરતા, કટુતા કે અંધશ્રદ્ધાનું યા માયા-દંભનું નામ પણ જોવા નહીં મળવાનું. તેથી જ એમના જીવનમાં સ્પષ્ટવાદિતાનો વિકાસ થયેલો જોવા મળે છે. તેઓએ સર્વધર્મસમભાવની વિશિષ્ટ દૃષ્ટિ પોતાના જીવનમાં કેળવી છે. જન્મ સ્થાનકમાર્ગી હોવા છતાં એમનામાં લેશમાત્ર પણ સાંપ્રદાયિક અભિનિવેશ નથી; અને સત્યશોધક અને ગુણગ્રાહક દૃષ્ટિથી પ્રેરાઈને તેઓએ બધા ય જૈન ફિરકાઓ પ્રત્યે આદર અને મહોબ્બતની લાગણી કેળવી છે. તેઓની આવી ઉદાર અને બિનસાંપ્રદાયિક દૃષ્ટિને કારણે જ તાજેતરમાં મુંબઈમાં ઊજવવામાં આવેલ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની જન્મશતાબ્દીના મુખ્ય સમારંભના પ્રમુખ તરીકે તેઓની વરણી કરવામાં આવી હતી. આ બહુમાન તેઓની અનેકાંતદૃષ્ટિની કીર્તિગાથા બની રહે એવું છે. કુટુંબની ખાનદાની, મિલનસાર ગુલાબી સ્વભાવ, કોઈનું પણ કામ કરી છૂટવાની વૃત્તિ, સાચી વાતનો સ્વીકાર કરવાની અને બીજાની ભૂલને ભૂલી જવાની ખેલદિલીને કારણે તેઓનું મિત્રો અને સ્નેહીજનોનું વર્તુળ બહુ મોટું છે. શ્રી પંજાબ જૈન ભ્રાતૃસભાના તેઓ પ્રમુખ છે. એ સ્થાને રહીને પંજાબીઓમાં ભાઈચારાની ભાવના કેળવવામાં તથા મુંબઈના પરા ખારમાં “અહિંસાભવન' ઊભું કરવામાં તેઓએ દાખલારૂપ કામ કરી બતાવ્યું છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ અમૃત-સમીપે આ ઉપરાંત તેઓ અખિલ ભારતીય સ્થાનકવાસી યુવક મંડળ, મુંબઈ જીવદયા-મંડળી, જૈન મહામંડળ, નાણાવટી હોસ્પિટલ, રોટરી ક્લબ, નશાબંધીસમિતિ જેવી અનેક લોકોપયોગી સંસ્થા સાથે પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રસ્ટી, મંત્રી કે સભ્ય તરીકે જોડાઈને કાર્યસૂઝ અને સેવાવૃત્તિનો લાભ જનતાને આપતા રહે છે. આવી એક ગુણિયલ, કાર્યદક્ષ અને ભાવનાશીલ વ્યકિતની મુંબઈના શેરીફ તરીકે વરણી થવી એ જેમ એમના પોતાને માટે તેમ જ જૈનસમાજને માટે ગૌરવની વાત છે, તેમ એ પદનું પણ ગૌરવ વધારે એવો પ્રસંગ છે. (તા. ૯-૧-૧૯૭૧) (૨૦) વ્યવહારદક્ષ, ધર્માનુરાગી શેઠ શ્રી કચરાભાઈ હઠીસિંગ દાક્તરસાહેબ, ૮૩ વર્ષ જેટલી જિંદગી વીતી ચૂકી છે. હવે વધુ ન જિવાય એની ચિંતા નથી, પણ હવે જેટલો વખત જીવવાનું હોય તેટલો વખત શાંતિમાં અને પરમાત્માના ધ્યાનમાં જાય એવી કંઈક દવા આપશો” – શ્રી કચરાકાકાની જબાન તો બંધ થઈ ગઈ હતી; જીભ ઉપર કેન્સરને કારણે જીભનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. પણ એમનાં મન અને બુદ્ધિ જાગૃત હતાં, એટલે મૃત્યુ આવ્યું એના થોડાક વખત પહેલાં જ એમણે ડૉક્ટરને ઉપરની મતલબની વાત પાટીમાં લખી જણાવી હતી. અંતિમ ક્ષણે શેઠશ્રી કચરાભાઈએ કહેલી આ એક જ વાત તેઓના જીવન સાથે ધર્મ કેવી રીતે વણાઈને એકરૂપ બની ગયો હતો તે બતાવે છે. સાચો જૈન જીવન લાંબું મળે કે ટૂંકું એની ચિંતા ન કરે, પણ પોતાનું મરણ સમાધિપૂર્વક થાય એ જ એની ઝંખના હોય. નાનપણમાં જ માતા-પિતાનો સ્વર્ગવાસ થતાં ઊગતી ઉંમરે જ તેઓની સામે અસહાય જેવી સ્થિતિ ઊભી થઈ હતી. વળી આજથી પોણોસો-એંશી વર્ષ પહેલાંના સમયમાં છોકરા-છોકરીઓને ભણાવવાની પ્રથા પણ બહુ ઓછી હતી. છોકરાને થોડું વાંચતાં-લખતાં આવડ્યું એટલે એ વેપાર કે નોકરીને લાયક થઈ ગયો એમ મનાતું. કચરાભાઈનું ભણતર તો વધારે ન થયું, પણ એમનું ગણતર બહુ ઊંડું હતું; કોઠાસૂઝ અને હૈયાઉકલત પણ એમનામાં ઘણી હતી. કામ કરવામાં કે પરિશ્રમ વેઠવામાં પણ તેઓ ક્યારેય કંટાળતા નહીં. આત્મવિશ્વાસ પણ ઘણો હતો. એટલે ધીમે-ધીમે એમણે પોતાના ભાગ્યના પાંદડાને ફેરવવાનો પ્રયત્ન શરૂ કર્યો. Page #478 -------------------------------------------------------------------------- ________________ શ્રી કચરાભાઈ હઠીસિંગ ૪૫૫ પોતાના પુરુષાર્થને જેમ-જેમ સફળતા મળતી ગઈ તેમ-તેમ તેઓ નવાં-નવાં સાહસો ખેડવાની હિંમત કરતા ગયા; એમની વધુ ને વધુ પ્રગતિ થતી ગઈ. અમદાવાદ હિંદુસ્તાનનું માન્ચેસ્ટર ગણાય છે, અને એનો કાપડનો ઉદ્યોગ એની સમૃદ્ધિનું મૂળ છે. શ્રી કચરાભાઈનો વ્યવસાય પણ કાપડનો જ હતો. આજે એમના પુત્ર શ્રી જસવંતલાલ પણ એ જ વ્યવસાયને અને પોતાના પિતાશ્રીના ગૌરવને સાચવી રહ્યા છે. કાપડના જથ્થાબંધ મોટા વેપારી તરીકે શ્રી કચરાભાઈએ સારી નામના મેળવી હતી, અને વેપારી આલમમાં પણ શાણા સલાહકાર અને સુલેહ કરાવનાર આગેવાન તરીકે માન-પ્રતિષ્ઠા મેળવ્યાં હતાં. દેશની સ્વતંત્રતાની લડત દરમિયાન વિખ્યાત બનેલ કાપડના જથ્થાબંધ વેપારની મસ્કતી માર્કેટની કારોબારી સમિતિના સભ્ય તરીકે તેઓએ ૩૦ વર્ષ સુધી ઉપયોગી સેવાઓ આપી હતી; તેમ જ એ સંસ્થાના ઉપપ્રમુખ તરીકેનો હોદ્દો પણ શોભાવ્યો હતો. અમદાવાદની ‘ન્યૂ ફ્લોથ માર્કેટની સ્થાપના અને પ્રગતિમાં પણ તેઓએ ઊંડો રસ લીધો હતો. આ માર્કેટનું ખાતમુહૂર્ત પણ તેઓના શુભ હાથે જ થયું હતું, અને એનું ચેરમેનપદ પણ તેઓએ શોભાવ્યું હતું. આજે આ માર્કેટની જાહોજલાલી ખૂબ વધી ગઈ છે. શ્રી કચરાભાઈ જેમ વ્યવહારદક્ષ અને વ્યાપારનિપુણ હતા, તેમ એમનો ધર્માનુરાગ પણ દાખલારૂપ બની રહે એવો હતો. ધર્મભાવનાનું મહત્ત્વ સમજીને તેઓ હંમેશાં બે રીતે ધર્મનો આદર કરવા પ્રયત્નશીલ રહેતા : એક તો બને તેટલા વધુ ધાર્મિક નિયમોનું પાલન કરવાનું તેઓ ધ્યાન રાખતા, અને બીજું, શ્રમણસમુદાયની, સાધર્મિક ભાઈ-બહેનોની ભક્તિ કરવામાં અને સાતે ક્ષેત્રનાં ધર્મકાર્યોમાં ઉદારતાથી પોતાના ધનનો સદુયપોગ કરવામાં તેઓ હંમેશાં આગળ રહેતા. આથી તેઓનું જીવન અને ધન બંને કૃતાર્થ થયાં હતાં, અને તેઓ અમદાવાદના જૈનસંઘના અગ્રણી તરીકેનું ગૌરવ મેળવી શક્યા હતા. કંબોઈ તીર્થને જાહોજલાલ બનાવવામાં તેઓએ ખૂબ પરિશ્રમ લીધો છે. બે દાયકા કરતાં પણ વધુ સમય સુધી તેઓએ આ તીર્થની ઉલ્લાસથી સેવા બજાવી હતી. શ્રી કચરાકાકાની લાંબા સમયની આ સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી દર્શાવવા એ તીર્થના ભાવનાશીલ સંચાલકોએ અમદાવાદના જૈન અગ્રણીઓની હાજરીમાં, તેઓના સ્વર્ગવાસના ૩ દિવસ પહેલાં જ, શ્રી અનુભાઈ ચીમનલાલ શાહના હસ્તે, તેઓને માનપત્ર અર્પણ કર્યું હતું. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૫૭ અમૃત-સમીપે અમદાવાદના શ્રી વર્ધમાનતપ આયંબિલ ખાતાની તેઓએ વર્ષો સુધી માનાર્હ-મંત્રી તરીકે સેવાઓ આપી હતી. અમદાવાદની સુપ્રસિદ્ધ જીર્ણોદ્વારકમિટીના તેઓ ૧૨ વર્ષ પ્રમુખ રહ્યા હતા. કુલ ૨૫ વર્ષ સુધી આ કમિટીમાં રહીને દેરાસરોના જીર્ણોદ્વારોનાં કામોમાં ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. અમદાવાદની ઑપેરા સોસાયટીના નવા જિનમંદિરમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનની પ્રતિષ્ઠાનો લાભ તેઓએ લીધો હતો. પૂજ્ય વિદુષી સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજીએ છ-સાત વર્ષ પહેલાં, કન્યાઓના સંસ્કાર-ઘડતર માટે સંસ્કાર-અધ્યયન-સત્રની શરૂઆત કરી તેને સફળ બનાવવામાં શ્રી કચરાકાકાએ ચિરસ્મરણીય ફાળો આપ્યો હતો. આ રીતે વ્યવહાર, વ્યાપાર અને ધર્મ એ ત્રણે ક્ષેત્રની સુંદર સેવા બજાવી પોતાના જીવનને કૃતાર્થ કરી શ્રી કચરાકાકા ૮૩ વર્ષની પાકી ઉંમરે, ૧૭-૧૦-૧૯૭૩ના રોજ સ્વર્ગે સિધાવ્યા. ધન્ય એ જીવન ! તા. (તા. ૧૦-૧૧-૧૯૭૩) (૨૧) રાષ્ટ્રપ્રેમી, દાનપ્રેમી ઉદ્યોગપતિ શ્રી હિમચંદ કપૂરચંદ શાહ કુટુંબના ઉત્કર્ષ માટે તેમ જ લોકકલ્યાણ માટે જેટલી ભાવના અને શક્તિની જરૂર પડે તેટલી અર્થની પણ જરૂર પડે. એક બાજુ સેવાની લગની અને બીજી બાજુ આર્થિક જોગવાઈ હોય તો જ જનસેવાનું કાર્ય આગળ વધી શકે આ પાયાની વાત શ્રી હિમચંદભાઈના અંતરમાં યૌવનમાં પ્રવેશ કરતાં જ વસી ગઈ. ઉપરાંત લીધેલું કામ પૂરું કરવાની એમની ટેવ હતી અને સ્વમાનને બરાબર સાચવીને દરેક કાર્યને સફળ ક૨વાનો એમનો સ્વભાવ હતો. પરિણામે ગામડાની જનતાના ભલા માટે શિક્ષણ-સંસ્થાના સ્થાપક અને સંચાલક બનવાને બદલે તેઓ દેશના એક સફળ અને સમર્થ ઉદ્યોગપતિ બની ગયા. ગરવી ગૂર્જરભૂમિના આ યુગના એક અમર વિદ્યાસંસ્કાર-તપસ્વી શ્રી મોતીભાઈ અમીનના પરિચયે શ્રી હિમચંદભાઈમાં વિદ્યા અને રાષ્ટ્રભાવનાના સંસ્કારનું સિંચન કર્યું હતું, મહાત્મા ગાંધીજીની હાકલે એ સંસ્કારોને પ્રોત્સાહન આપ્યું; શ્રી હિમચંદભાઈ એક સાચા રાષ્ટ્રપ્રેમી બની ગયા. એમણે પૂનાની ફર્ગ્યુસન કૉલેજ છોડીને રાષ્ટ્રીય વિદ્યાતીર્થ સમી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ કર્યો. મહાત્મા ગાંધીજીની પ્રેરણા અને એમના સાન્નિધ્યે શ્રી હિમચંદભાઈનું વિશિષ્ટ જીવન-ઘડતર કર્યું. Page #480 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિમચંદભાઈ કપૂરચંદ શાહ ૪૫૭ એમનું મૂળ વતન ગુજરાતના ચરોતર પ્રદેશમાંનું નાનું-સરખું ગામ ભડકદ. વિદ્યાપીઠના સ્નાતક થયા પછી એમના મનોરથો તો ગામડાંની જનતાની સેવા કરવાના હતા. પણ એક વાર પોતાના ગામડામાં આગ લાગી, એમાં કેટલાક માનવીઓનાં ઘર તારાજ થઈ ગયાં. એ સંકટના નિવારણ માટે એમણે પૈસાની ટહેલ નાખી, પણ એમાં એમને ધારી સફળતા મળી નહીં. જનસેવાના આવા પ્રત્યક્ષ કાર્ય માટે પણ શ્રીમંતો પૈસા આપતા અચકાય છે એ જોઈને એમના અંતરને ઠેસ વાગી, અને એમના જીવનનો રાહ જ બદલાઈ ગયો. મૂંગી જનસેવા કરવી હોય તો ય પૈસા વગર ડગલું પણ ન ભરાય એ વાત એમના મનમાં વસી ગઈ; અને તેઓ અર્થોપાર્જનના માર્ગે વળી ગયા. શાણપણ, સૂઝ અને પ્રશાંત સાહસિકતા એમનામાં ભરી હતી. બુદ્ધિ કુશાગ્ર હતી અને સ્વીકારેલ જવાબદારીને પૂરી કરીને જ જંપવાનું ખમીર રોમ-રોમમાં ધબકતું હતું. સાથે-સાથે હમદર્દી, દિલાવરી અને દાનપ્રિયતાની પણ કુદરતમાતાએ શ્રી હિમચંદભાઈને બક્ષિસ આપી હતી. આવી-આવી શક્તિઓ અને આવા-આવા ગુણોને લીધે તેઓ એક માનવતાવાદી, રાષ્ટ્રપ્રેમી, સફળ અને આદર્શ ઉદ્યોગપતિ તરીકે યાદગાર બની ગયા. જે-જે ઉદ્યોગને એમણે હાથ ધર્યો એમાં એમની કુનેહ, કાબેલિયત અને કાર્યશક્તિને લીધે, જાણે સફળતા સામે આવીને ઊભી રહી. એક યશસ્વી ઉદ્યોગ-સંચાલક તરીકે એમણે જેમ કંપનીનું હિત સાચવી જાણ્યું, તેમ મજૂરોનું હિત પણ એટલું જ સાચવી જાણ્યું : તેમનામાં રહેલી માનવતા અને વિવેકશીલતાનું જ આ ફળ હતું. શ્રી હિમચંદભાઈએ દેશના બિનલોહ ધાતુઓના ઉદ્યોગોની સ્થાપનામાં અને એના વિકાસમાં જે ફાળો આપ્યો છે, તે દેશના ઉદ્યોગોના ઇતિહાસમાં યાદગાર અને પ્રેરણારૂપ બની રહે એવો છે. એમણે ખેડેલ ઉદ્યોગોની અને આપેલ સખાવતોની કેટલીક વિગતો અમારા તા. ૧૯-૨-૧૯૭૬ના અંકમાં આપી છે. એમની સખાવતોમાં ગુપ્ત સખાવતોને પણ ઘણું મોટું સ્થાન હતું. એમનું જીવન જેમ રાષ્ટ્રીયતાની વ્યાપક ભાવનાથી રંગાયેલું હતું, તેમ ધાર્મિકતા પણ એમાં એટલી જ ભરેલી હતી. સ્વરાજ્ય-પ્રાપ્તિ બાદ એક પ્રસંગે તેઓએ ઉચ્ચારેલા આ શબ્દો એમની કર્તવ્યપરાયણતા અને રાષ્ટ્રકલ્યાણલક્ષી જીવનદૃષ્ટિની સાખ પૂરે એવા છેઃ “અત્યારના સમયમાં દેશનું સૌથી મોટી જરૂરિયાત છે સુવ્યવસ્થિત ચિંતનની, રાષ્ટ્રીય ચારિત્રની ભાવનાની, એકધારા, સખત, બુદ્ધિયુક્ત, પ્રામાણિક અને દક્ષતાપૂર્ણ કાર્યની અને નવેસરથી ઘડવામાં આવેલ નીતિ કે એનો અમલ કરવાની પદ્ધતિને પશ્ચિમની કે આધુનિક કોઈ પણ વિચારસરણીની સાથે સાંકળ્યા વગર, Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ અમૃત-સમીપે ઉત્પન્ન થયેલ સંપત્તિની કેવળ સમગ્ર રાષ્ટ્રના કલ્યાણની દૃષ્ટિએ જ વાજબી વહેંચણીની. જુદાં-જુદાં હિતોની આવી એકરાગતાપૂર્ણ એકતા અને સહકારિતાની સહાયથી જ દેશનો વિકાસ થઈ શકે છે; પ્રત્યેક વ્યક્તિના વિકાસની ખાતરી પણ એ માર્ગે જ મળી રહે છે.” આ વાણી એક કસાયેલા અનુભવી વહીવટીકર્તાની વાણી છે. આવા એક કાર્યદક્ષ પુરુષનું આશરે સિત્તેર વર્ષ જેવી પાકટ ઉંમરે પણ અવસાન થતાં દેશને એક પ્રામાણિક, કુશળ અને કાબેલ ઉદ્યોગ-સંચાલકની ખોટ પડી છે. (તા. ૨૯-૨-૧૯૬૬) (૨૨) સમાજહિત-તત્પર શેઠશ્રી કાંતિલાલ ઈશ્વરલાલ જે વ્યક્તિ પોતાની શ્રીમંતાઈ, બુદ્ધિશક્તિ અને વિદ્યાપ્રીતિનો ઉપયોગ સમાજ કલ્યાણના કાર્યમાં કરી જાણે છે તે કૃતાર્થ બની જાય છે. સ્વર્ગસ્થ શેઠશ્રી કાંતિલાલ ઈશ્વરલાલ આવા જ એક લોકકલ્યાણના ચાહક અને ભાવનાશીલ મહાનુભાવ હતા. તેઓનું વતન રાધનપુર. સને ૧૯૧૦માં તેઓનો જન્મ. કુટુંબ ખાનદાન અને ધર્માનુરાગી; એના સંસ્કારની સુવાસ એમના આખા જીવનમાં પ્રસરેલી હતી. તેઓનાં ધર્મભાવનાશીલ ધર્મપત્ની શ્રી શકુંતલાબહેને આ સુવાસને વધારવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા જતી રહી; એટલે પોતાના ભાગ્યના ઘડવૈયા તેઓને પોતાને જ બનવું પડ્યું. કોમ વણિકની એટલે સ્વભાવિક રીતે જ તેઓનું ધ્યાન ધંધો ખેડવા તરફ ગયું, અને એ માટે તેઓ ઊગતી ઉમરે જ મુંબઈ જઈને વસ્યા. - રાધનપુરના વતનીઓને કુદરતી રીતે જ વાયદાના વેપારમાં ફાવટ વરેલી છે; અને એ વ્યવસાયે એ સમયમાં એમને યારી પણ સારા પ્રમાણમાં અપાવી છે. રાધનપુરના ઘણા ય શ્રીમંતોની શ્રીમંતાઈના મૂળમાં આ વ્યવસાયની સફળતા જોવા મળે છે. શ્રી કાંતિભાઈની સ્થિતિ તે કાળે સામાન્ય હતી, અને એકંદર પરિસ્થિતિ એમને માટે શૂન્યમાંથી સર્જન કરવા જેવી હતી. પણ સ્વભાવ શાણો અને ઠરેલ, Page #482 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ ૪૫૯ કાર્યસૂઝ અને કાર્યશક્તિ પણ ખરી, અને કોઈનું કામ કરી આપવાની હોંશ પણ એવી જ. સાથે-સાથે ભાગ્યરેખા પણ લીધેલ કામમાં યશ અને સફળતા અપાવીને આગળ વધવામાં સહાયરૂપ થાય એવી. એટલે ક્રમે-ક્રમે તેઓ અર્થોપાર્જનની દિશામાં પ્રગતિ કરતા ગયા અને મુંબઈના શૅરબજારમાં નામના પણ મેળવતા ગયા. શૅરબજારમાં તેઓની નામના એક ન્યાયપ્રિય, પીઢ અને શાણા વેપારી તરીકેની હતી. બજારની આંટી-ઘૂંટી સમજવાની અને એને ઉકેલવાની સૂઝસમજણ પણ સારી. વળી શૅરોના વેપારના લાભ-ગેરલાભની ગણતરી પણ તેઓ બરાબર કરી શકતા. પરિણામે એ વ્યવસાયે જેમ એમને પોતાને આર્થિક ફાયદો કરી આપ્યો, તેમ બજારના એક શાણા સલાહકાર અને સમાધાનકાર તરીકે પણ એમને સારી નામના અપાવી. શૅરબજારના વેપાર અને સંચાલનની આ કુશળતા અને કાબેલિયતના કારણે જ તેઓ શૅરબજારના એક સફળ વેપારી તરીકેના સ્થાનેથી આગળ વધતાવધતાં ૧૯૬૬માં દુનિયાભરમાં વિખ્યાત મુંબઈના શૅરબજારના પ્રમુખ બનવા જેવું બહુમાન અને ગૌરવ પ્રાપ્ત કરી શક્યા હતા. વળી પોતાના સાલસ, સંસ્કારી અને સેવાપ્રેમી સ્વભાવને કારણે મુંબઈના એક પ્રતિષ્ઠિત અને વગદાર નાગરિક તરીકેની કીર્તિ પણ મેળવી શક્યા હતા. મુંબઈના જૈનસંઘના અગ્રણી તરીકેની એમની કારકિર્દી પણ બીજાઓને માટે પ્રેરણારૂપ બને એવી હતી. જ્યારે મુંબઈના જૈન સમાજનું જાહેર જીવન તેજસ્વી અને પ્રવૃત્તિશીલ હતું, તે કાળે શ્રી કાંતિભાઈ જૈનસમાજની સેવા કરવાની ભાવનાથી અસ્પૃષ્ટ રહી શક્યા ન હતા. તેઓ પણ એ ભાવનાને અમલી બનાવવા પોતાનાં તન-મન-ધનનો આનંદપૂર્વક ઉપયોગ કરતા રહ્યા. તેઓનો કેળવણી તરફનો અનુરાગ પણ કેવળ ભાવનારૂપ રહેવાને બદલે રચનાત્મક કાર્યરૂપે પરિણત થયો હતો : તેમણે ત્રણ લાખ રૂપિયા જેવી મોટી ૨કમની સખાવતથી, કન્યાઓને કેળવણી માટે મુંબઈમાં શ્રી શકુંતલા જૈન ગર્લ્સ હાઈસ્કૂલની સ્થાપના કરી હતી. વિશેષ આનંદ ઉપજાવે એવી વાત તો એ છે કે આ સંસ્થાની સ્થાપનાથી પોતાના કર્તવ્યની ઇતિશ્રી માની લેવાને બદલે જિંદગીભર તેઓ તેના ઉત્કર્ષ માટે ધ્યાન આપતા રહ્યા અને શક્ય પ્રયત્ન પણ કરતા રહ્યા. મુંબઈની એક સુપ્રતિષ્ઠિત શિક્ષણ-સંસ્થા તરીકે આ શાળાએ જે કીર્તિ મેળવી એમાં શ્રી કાંતિભાઈનો ફાળો કંઈ નાનો-સૂનો નથી. વળી, શિક્ષણ એ જ સમાજઉત્કર્ષનો સાચો માર્ગ છે એ સમજણથી પ્રેરાઈને તેઓએ પોતાના વતન રાધનપુરમાં પણ એક જૈન બોર્ડિંગની સ્થાપના કરી હતી. Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ અમૃત-સમીપે પંજાબમાં શ્રી આત્માનંદ જૈન કૉલેજ શરૂ કરવાની આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીની ભાવનાને મૂર્તરૂપ આપવામાં પણ તેમણે પોતાનો ફાળો આપ્યો હતો. જૈન કૉન્ફરન્સ સાથે તેઓએ જે ઘનિષ્ઠતા કેળવી હતી એના પાયામાં પણ સમાજ કલ્યાણની પ્રવૃત્તિમાં પોતાનો નમ્ર હિસ્સો આપવાની એમની ભાવના જ હતી; આ ભાવના તેઓએ દીર્ઘદર્શ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી પાસેથી મેળવી હતી. સમાજસેવાની આ દાઝને કારણે તેઓની બે વાર કોન્ફરન્સના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. તેમાં ય ફાલનામાં મળેલ કોન્ફરન્સના ઐતિહાસિક અને યાદગાર સંમેલનમાં, એક બાજુ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અને બીજી બાજુ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીની સહાય લઈને, જેને સમાજની એકતાને લગતા ઠરાવને બહાલી અપાવવામાં તેઓએ જે સફળતા મેળવી હતી, તે એમની કાર્યશક્તિ અને સેવાભાવનાની કીર્તિગાથા બની રહે એવી હતી. એક સમયે તેઓ ગોડીજી ટ્રસ્ટના ટ્રસ્ટી પણ હતા. એ જ રીતે મુંબઈના જાણીતા જૈન ઉદ્યોગગૃહના સંચાલનમાં અને એને પગભર બનાવવામાં તેઓએ છેવટ સુધી જે જહેમત ઉઠાવી હતી તે પણ એમની જનકલ્યાણની ધગશની સાક્ષી પૂરે એવી છે. તેઓનું મન ધર્માનુરાગી હોવા સાથે પ્રગતિવાંછુ હતું. સામાન્ય રીતે તેઓ નવા વિચારોનું મૂલ્યાંકન કે સ્વાગત પણ કરી શકતા હતા. કદાચ એથી જ તેઓ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી પ્રત્યે ઘણો જ ભક્તિભાવ ધરાવતા હતા; આચાર્યશ્રીને પણ તેઓના પ્રત્યે ઘણો જ ધર્મસ્નેહ હતો. પોતાના છેલ્લા દિવસો દરમિયાન આચાર્યશ્રી શેઠશ્રી કાંતિભાઈના બંગલે જ રહ્યા હતા, અને તેમનો સ્વર્ગવાસ પણ તેઓના બંગલામાં જ થયો હતો. આ બીના એ બંને વચ્ચે પ્રવર્તતા ગાઢ ધર્મસ્નેહનું દર્શન કરાવે છે. (તા. ૩૦-૧-૧૯૭૧) Page #484 -------------------------------------------------------------------------- ________________ ૧૨ રાજપુરુષો (૧) મહાત્મા ગાંધી : આત્મમાર્ગના પરમ ઉદ્ધારક મહાત્મા ગાંધી; અને એમનું ખૂન એ પણ એક હિંદુસ્તાનીને હાથે ! એ ય વળી એક હિંદુ નવજુવાનને હાથે ! એ પણ એક મહારાષ્ટ્રી : ન નિરાશ્રિત, ન નિર્વાસિત ! જાણે ‘ન ભૂતો ન ભવિષ્યતિ' જેવો પ્રસંગ સાચેસાચ બની જઈને, આપણી સામે અડગ રીતે ઊભો રહી આપણને શોકમગ્ન બનાવે છે. મહાત્માજીના આવા કારમા સ્વર્ગવાસે આખી દુનિયાને શોકમાં ડુબાડી દીધી છે, અને હિન્દુસ્તાનના કરોડો માનવીઓના દુઃખને તો જાણે કોઈ સીમા જ નથી રહી; સૌનાં મસ્તક આ દુર્ઘટનાથી શરમના માર્યાં નીચાં વળી ગયાં છે. - જ્યારે વિજ્ઞાનના ભૌતિકવાદના અવનવા સિદ્ધાંતો અને નવીનવી સિદ્ધિઓ, રોજ-બ-રોજ ઘોડાપુરના વેગે, સારી ય આલમમાં પોતાનો સિક્કો જમાવી રહ્યાં હતાં, ત્યારે આત્મિક બળના જોરે, વિજ્ઞાનવાદની સિદ્ધિઓથી લેશ પણ ઓછી નહીં બલ્કે એથી ય ચડિયાતી એવી અનેક સિદ્ધિઓ હાંસલ કરી બતાવી એ મહાત્માજીની સૌથી પહેલી અને સર્વશ્રેષ્ઠ મહત્તા. આત્મિક બળના જોરે મેળવેલી આ સિદ્ધિઓ એટલે એકાદ સામાજિક, રાષ્ટ્રીય કે ધાર્મિક સુધારો અથવા તો જીવનશોધન જ નહીં, પણ મોટા સામ્રાજ્યને અળગું કરવાની અને કોમ-કોમ વચ્ચે ઊંડે-ઊંડે ઊતરી ગયેલી કડવાશનું વિષ દૂર કરવાની સિદ્ધિઓ, મહાત્માજીએ આખી ય દુનિયામાં ચારેકોર વિકસેલા વિજ્ઞાનબળની સામે આત્મબળની મહત્તા અને ઉપયોગિતાના પલ્લાને જ૨ા ય ઊંચે જવા નથી દીધું એ કંઈ નાની-સૂની બીના નથી; જાણે કે વિજ્ઞાનવાદની પાછળ પાગલ બનતી જતી દુનિયાની સામે આત્મવાદની સમતુલા જાળવી રાખવા માટે કુદરત-માતાએ એક નવો માનવી પેદા કર્યો ! - - આત્મબળના જોરે મેળવેલી મહાત્માજીની અનેક સિદ્ધિઓનો વિચાર કરીએ છીએ ત્યારે તો મહાન વૈજ્ઞાનિક પ્રોફેસર આઇન્સ્ટાઇનના શબ્દો યાદ આવે છે ઃ Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ અમૃત-સમીપે “ભવિષ્યની પ્રજાને તો એ માનવું પણ મુશ્કેલ થઈ પડશે, કે ભૂતકાળમાં કેવળ પોતાના આત્મબળના જોરે આવી-આવી મહાસિદ્ધિઓ હસ્તગત કરનાર કોઈ માનવી થયો હતો!” આવા આત્મબળના પરમ ઉદ્ધારક મહાત્માજીનું ભલે ખૂન થાય કે અવસાન થાય; પણ એ તો સદાકાળ અમર જ છે. મહાત્માજીની આ મહાસિદ્ધિઓનું મૂળ સમજવું પણ બહુ સરળ છે – જેવું એમનું જીવન સરળ હતું. ભારતના મહર્ષિઓ અને જગતભરના સંતપુરુષોએ ઠેકાણે-ઠેકાણે દર્શાવેલ માર્ગ એ મહાત્માજીનો માર્ગ હતો : તે માર્ગ એટલે મન, વાણી અને આચરણની અણીશુદ્ધ એકરૂપતા. જે સ્વયં આચરી ન શકાય એ બીજાને ન કહેવું, અર્થાત્ વાણીના નર્યા વિલાસરૂપ “પરોપદેશે પાંડિત્યથી સદા અળગા રહેવું. આ ત્રણની એકરૂપતા સાધવાના ઉત્તમ સાધનની ખોજમાં એમણે મેળવ્યાં સત્ય અને અહિંસા, જે એમનાં પ્રાણ અને શ્વાસ બની રહ્યાં. રાષ્ટ્રમુક્તિના મહાસંગ્રામમાં, કોમવાદના ભયંકર ઝંઝાવાતમાં કે બીજા નાના-મોટા અનેક પ્રસંગોએ પણ એમની અહિંસા સદા ય ઝળહળતી જ રહી. મોટી-મોટી લાલચો, મોટા-મોટા ભયો કે નેતાગીરી સરી જવા જેવી વિષમ પરિસ્થિતિમાં પણ એ સત્યના માર્ગથી લેશ પણ ન ચળ્યા. સત્ય આચરવું અને સત્ય કહેવું એ એમનો રોજનો ધર્મ થઈ ગયો. એ ધર્મ અદા કરવામાં એ એવા તન્મય બની ગયા કે એ સત્ય લોકોને કેટલું કટુ અને આકરું લાગશે એની લેશ પણ પરવા કર્યા વગર તેમણે ધીરજથી એ લોકોને સંભળાવ્યા જ કર્યું ; એ સત્યની ઉપાસનામાં બાપુજીએ પોતાનું જીવન જ હોડમાં મૂકી દીધું હતું. પોતાને અકારા થઈ પડેલા એ સત્યથી જ ઉશ્કેરાઈને એક ૩૫-૩૬ વર્ષના નવજુવાને આત્મબળના પંજસમા ૭૮ વર્ષના વૃદ્ધ બાપુ ઉપર પિસ્તોલ ચલાવી. દેશની રગેરગમાં વ્યાપી ગયેલા કોમવાદના હળાહળ વિષનું, કિરતારના નામે પાન કરી બાપુ અમર બની ગયા. દેશના કલ્યાણને કાજે અનેક વાર કડવા ઘૂંટડા પી જનાર બાપુએ કોમવાદનું બહુ વિલક્ષણ પ્રકારનું આ વિષપાન કરીને, નથી લાગતું કે પોતાની વિદાયવેળાએ પણ દેશને મોટી આફતમાંથી ઉગારી લીધો છે ? બે જુદી કોમો વચ્ચેનું વેરઝેર તો સૌને જાણીતું હતું, પણ એક જ કોમમાં વ્યાપેલું આ ઝેર એટલું પ્રચ્છન્ન હતું, કે જો એ આ રીતે પ્રગટ થયું ન હોત, તો કોણ જાણે કેટલો અનર્થ કરી બેસત ! આત્મમાર્ગ ઉપરની મહાત્માજીની આ મહામૂલી શહાદત કદી એળે નહીં જાય – એ જ આજના અતિ વિષાદભર્યા અવસરે આપણું આશ્વાસન ! (તા. ૮-૨-૧૯૪૮). Page #486 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ગાંધી . ૪૦૩ ગાંધીજીનું શરૂઆતનું જીવન એક સામાન્ય માનવીના જીવન જેવું જ હતું. પણ જયારે એમના અંતરમાં સત્યને પામવાની ઉત્કટ ઝંખના જાગી ઊઠી, અને એ માટે પૂરેપૂરા ધ્યેયનિષ્ઠ અને કર્તવ્યપરાયણ બનીને એમણે અવિરત પુરુષાર્થ આદર્યો, ત્યારે એમનો જે વિકાસ થયો અને એમનામાં આંતરિક તાકાતનો જે અદમ્ય પ્રવાહ ફૂટી નીકળ્યો, તે ન કલ્પી શકાય એવી અસાધારણ હતો – વામન પોતાની સાધનાને બળ કેવો વિરાટ બની શકે છે એનો એ પ્રત્યક્ષ દાખલો હતો. સમગ્ર રીતે વિચારીએ તો ગાંધીજીનું જીવન આત્મામાં રહેલી અનંત શક્તિના વિકાસનું એક જીવંત અને આશાપ્રેરક ઉદાહરણ બની રહે એવું છે. ગાંધીજીને સત્યમાં જ પરમેશ્વરનાં દર્શન થતાં હતાં. ક્રમે-ક્રમે એમનું મન એ જ પરમેશ્વરને પામવા તરફ ઢળતું ગયું. એ દિશાના નિષ્ઠાભર્યા પ્રયત્નથી આંતરિક આનંદનો જેમ-જેમ એમને અનુભવ થતો ગયો, તેમ-તેમ જીવનમાં સત્યનો સાક્ષાત્કાર કરવાની એમની ઝંખના ઉત્તરોત્તર વધુ ને વધુ તીવ્ર બનતી ગઈ. આ ઝંખનાએ એક બાજુ એમને અહિંસા, પ્રેમ અને મૈત્રીની સાધના કરવાની અને બીજી તરફ મન, વાણી અને કર્મ વચ્ચે એકરૂપતા સાધીને જીવનમાં નિદભવૃત્તિ, નિર્ભયતા અને શુચિતાની પ્રતિષ્ઠા કરવાની પ્રેરણા આપી. પરિણામે ગાંધીજી જીવનશુદ્ધિના ધ્યેયને વરેલા એક આત્મસાધક સંતપુરુષ જેમ જીવ્યા. ગાંધીજીના સતત ઊર્ધ્વગામી આત્માને સત્ય, અહિંસા, કરુણા જેવી દેવી સંપત્તિનો લાભ કેવળ પોતાને જ મળે એ કેવી રીતે મંજૂર હોઈ શકે ? એમની ઝંખના તો વિશ્વના આત્માઓ સાથે એકરૂપતા અનુભવવાની હતી. આ ઝંખનાએ એમને અન્યાય અને અધર્મ સામે ઝઝૂમવાની અને દીન-દુઃખી, દલિત-પતિત માનવજાતનો ઉદ્ધાર કરવા માટે પ્રવૃત્તિશીલ થવાની પ્રબળ પ્રેરણા આપી. આ ધ્યેયને સિદ્ધ કરવા સાધ્યની જેમ સાધનની પણ સંપૂર્ણ શુદ્ધિ માટેનો ગાંધીજીનો આગ્રહ અતિ વિરલ અને દાખલારૂપ બની રહે એવો છે. - અન્યાયનો પ્રતિકાર ન્યાયથી, અધર્મનો પ્રતિકાર ધર્મથી અને હિંસાનો પ્રતિકાર અહિંસાથી કરવો – એ એમની ઊંડી ખોજ અને પ્રવૃત્તિનું ધ્રુવબિંદુ બન્યું. આ માર્ગને, તેઓએ, વખત આવ્યે બદલી શકાય એવી નીતિ તરીકે નહીં, પણ પ્રાણાંતે પણ ન ત્યજાય એવા ધર્મ તરીકે સ્વીકાર્યો. જીવનના અંત સુધી પોતે સ્વીકારેલા આ ધર્મમાર્ગને તેઓ વળગી રહ્યા હતા એ વાતની સાક્ષી એમના જીવનની અનેક ઘટનાઓ આપી શકે એમ છે. એમનું મહાબલિદાન તો, સત્ય અને અહિંસાના પાલનમાં થતી આકરી અગ્નિપરીક્ષા વચ્ચેના અવિચળ એવા અર્થપૂર્ણ વૈર્યની ગાથારૂપ બની ગયું. Page #487 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે સત્ય અને અહિંસાની આ આંતર-સાધનાએ જ તેઓને દક્ષિણ આફ્રિકામાં અન્યાય અને અત્યાચારનો અહિંસક પ્રતિકાર કરવાનો અપૂર્વ માર્ગ બતાવ્યો, અને સત્યાગ્રહ અને અસહકાર જેવા પ્રશાંત છતાં કારગત ઉપાયોનું દર્શન કરાવ્યું. ૪૭૪ સેંકડો વર્ષોથી ઘર કરી ગયેલી અન્યાયી અને એકાંગી સમાજ-રચનાને કારણે પિસાઈ રહેલા અસ્પૃશ્યોના, દલિતોના તેમ જ નારીવર્ગના ઉત્કર્ષને ગાંધીજીના યુગમાં જે મોકળાશ મળી એ પણ અપૂર્વ કહી શકાય એવી છે. એમણે સમાજના સુખી અને ઊજળા વર્ગને હાથે સમાજના દીન-દુઃખી વર્ગનું જે પીડન અને શોષણ થઈ રહ્યું હતું, એમાંથી ઊગરવાનો માર્ગ દર્શાવ્યો એ પણ અહિંસાની એક સિદ્ધિ જ લેખાવી જોઈએ. સત્ય અને અહિંસાનો સાચો ઉપાસક માનવસમાજના કોઈ પણ વર્ગના શોષણ કે પીડનને બરદાસ્ત કરી જ ન શકે. ગાંધીજીની વિચારસરણી જેટલી વ્યાપક હતી એટલી જ તલસ્પર્શી અને મર્મસ્પર્શી હતી. એમાં માનવસમૂહોના વિકાસને રૂંધતા રાષ્ટ્રીય, સામાજિક, ધાર્મિક, સાહિત્યિક અને શૈક્ષણિક એવા દરેક પ્રકારના પ્રશ્નોની વિશદ છણાવટ કરવામાં આવતી અને એમાંથી ઊગરવાના અને પ્રગતિ સાધવાના માર્ગો પણ દર્શાવવામાં આવતા. ગાંધીજીએ ક્યારેય લખવાની ખાતર નથી લખ્યું. છતાં માનવજાતને મૂંઝવતા આવા પાર વગરના પ્રશ્નોને લઈને, તેમ જ સત્ય, અહિંસા, અસહકાર અને સત્યાગ્રહને અનુલક્ષીને જે કંઈ લખ્યું છે તે જેમ વિપુલ છે, તેમ વિવિધ વિષયોને સ્પર્શતું છે. અને કઠણમાં કઠણ વિષયને સુગમમાં સુગમ ભાષા અને સરળ, રસાળ શૈલીમાં રજૂ કરવાની ગાંધીજીની ફાવટ તો ખરેખર વિરલ અને આદર્શ હતી; સાહિત્યની પરિભાષામાં એને ‘ગાંધીશૈલી' કહી શકાય એવી ગુણવત્તા એમાં છે. એને લીધે ગાંધીજી સ્વયં સિદ્ધહસ્ત સાહિત્યકાર બની ગયા અને એમની મોટા ભાગની કૃતિઓની ઉપયોગિતા શાશ્વત બની ગઈ. રચનાત્મક દૃષ્ટિ એ ગાંધીજીની વિચારસરણીની અસાધારણ વિશેષતા હતી. અમલી ન બની શકે એવા કાલ્પનિક કે વાંઝિયા વિચારનું ગાંધીજીને મન મહત્ત્વ ન હતું. કોઈ પણ વિચાર કે ઉપાયને જાતે અજમાવીને એની શક્યતાઅશક્યતાને તપાસી જોયા પછી જ તેઓ જનતા સમક્ષ મૂકતા. ‘પરોપદેશે પાંડિત્ય' એમને ખપતું જ ન હતું. તેઓને પોતાના કાર્યમાં આટઆટલી સફળતા મળી અને એમની હાકલને ઝીલીને બાળકો, યુવાનો, વૃદ્ધો અને સ્ત્રીઓ સુધ્ધાં લાખોની સંખ્યામાં સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયાં એનું એક કારણ આ પણ છે. (તા. ૨૨-૧૧-૧૯૬૯) જો આપણે પિછાણી શકીએ તો બાપુ તો હંમેશને માટે આપણી પડોશમાં જ ઊભા છે એમના પવિત્ર આચરણરૂપે, એમના ઉદાર અહિંસાભર્યા Page #488 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ગાંધી ઉપદેશરૂપે, એમની સર્વોદયની અમર ભાવનારૂપે, એમના મહાબલિદાનરૂપે. યુગોના યુગો લગી બાપુ માનવહૃદયમંદિરમાં આ રીતે બિરાજતા જ રહેશે. ૪૭૫ એશિયાખંડની અને વિશેષ કરીને આર્યાવર્તની જુગજુગજૂની ધર્મભાવનાની જ્યોતને બાપુએ ખૂબ ઝળહળતી કરી છે, અને એનો પ્રયોગ છેક રાજકારણ, રાજક્રાંતિ અને રાજપરિવર્તન સુધી લઈ જઈને આખી દુનિયાને નવા વિચારપ્રવાહોમાં જાણે ગરકાવ કરી દીધી છે. રોજ-બ-રોજ પ્રગતિ કરતા લાગતા પશ્ચિમના બુદ્ધિમૂલક વિજ્ઞાનની સામે બાપુએ પૂર્વના હૃદયમૂલક આત્મજ્ઞાનને રજૂ કરી આત્માની અમાપ શક્તિનો વિશ્વને સંદેશો આપ્યો છે, અને એ રીતે માનવની અને ધર્મભાવનાની મહાસેવા કરી છે. ww અહિંસાના સર્વકલ્યાણમય માર્ગને વરેલો માનવી મોટાના હાથે નાનાનું પીડન કદી બરદાસ્ત ન કરી શકે. બાપુ અહિંસાના માર્ગને વરેલા હતા. લાખોકરોડો માનવીઓને નાગાં અને ભૂખ્યાં ટળવળતાં નિહાળીને તેનો ઇલાજ કરવા તેઓ રાજકારણમાં પડ્યા અને એક મોટી સલ્તનત સામે મોરચો માંડ્યો. તેમનો સવાલ માત્ર એક જ હતો - માનવમાત્ર સમાન છે અને સમાન હક્કોનો અધિકારી છે; અને એકેએક માનવીને આબરૂભેર અન્ન, વસ્ત્ર અને વસવાટ મળવાં જોઈએ. કોઈ ભૂખે મરે, કોઈ નગ્ન ફરે કે કોઈ રહેઠાણ વગ૨ રખડ્યા કરે એ માનવતાનું અને ધર્મભાવનાનું મોટું કલંક છે. સાદું, સરળ, ઓછામાં ઓછી જરૂરિયાતવાળું જીવન જ સુખી-સમૃદ્ધ જીવન; એ માર્ગે જ દેશ આબાદ થઈ શકે. વૈભવ કે વિલાસનો માર્ગ તો શોષણ વગર નભી જ ન શકે ; તેથી જ તો બાપુએ મોટાંમોટાં કારખાનાંઓથી ધમધમતા આ યુગમાં ઘરડી ડોશીના રેંટિયાની, મોટરો અને રેલગાડીઓના આ ઝડપી જમાનામાં બળદગાડાની અને લાખોની વસ્તીથી ઊભરાતાં શહેરોવાળા આ યુગમાં નાના-સરખા ગામડાની પ્રતિષ્ઠાનો નાદ બુલંદ કર્યો હતો. રેંટિયો તો બાપુને મન સર્વોદયની ભાવનાનો સાક્ષાત્ અવતાર હતો, અને તેટલા માટે જ બાપુએ પોતાના જન્મદિનને ‘રેંટિયાબારસ'નું બિરુદ આપીને રેંટિયાનું બહુમાન કર્યું હતું. એટલે પૂ. ગાંધીજીને સમજવાનો અને અનુસરવાનો સાચો માર્ગ તેમની રેંટિયાની પ્રતિષ્ઠાની પાછળની સર્વોદયની ભાવનાને સમજવામાં રહેલો છે. આ માટે તા. ૪-૯-૧૯૪૯ના ‘હરિજનબંધુ'ના ૨૪૧મા પાને છપાયેલ પૂ. શ્રી કિશોરલાલભાઈનું આ લખાણ સૌ કોઈ ભારતવાસીઓએ ધ્યાનમાં લેવા જેવું અને મનન કરવા જેવું છે : “રેંટિયો અને ખાદીનો આવો પ્રચાર કોઈ ગાંધી કે કૉંગ્રેસનો સંપ્રદાય બનાવવા માટે યોજાયો નથી. માણસના સાધુપણા કે પાપીપણાની પરીક્ષા એનાં કપડાંથી કરવા માટે ખાદી નથી. પણ (પાકિસ્તાન Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ અમૃત-સમીપે સમેત) ભારતવર્ષની ચાળીસ કરોડની પ્રજાની ગરીબી ટાળવાના મૂળભૂત ઉપાયરૂપે એની કલ્પના થઈ હતી; અને એ કલ્પના હજુ યે કાયમ છે. હજાર રીતના ઉદ્યોગીકરણથી કે સામ્યવાદી રાજતંત્ર બનાવવાથી યે દરેકનાં સ્વાતંત્ર્ય, વિકાસ અને દારિયનિવારણ સાધનારો સર્વોદય કોઈ બીજી રીતે થઈ શકે એમ છે જ નહીં – એવા દઢ નિર્ણય પર આવવાને પરિણામે રેંટિયાના પ્રચાર પાછળ ગાંધીજીએ પોતાની શક્તિનો ઘણો મોટો ભાગ ખર્ચો. પરિણામે મૂઠીભર કાચાપાકા કાર્યકર્તાઓ પેદા થયા. તેઓ ગાંધીજી પછી એ કાર્યને પોતાનું જીવનકાર્ય બનાવી આગળ વધારવા પ્રયત્ન કરી રહ્યા છે. પ્રજા જેટલે અંશે રેંટિયાને અપનાવશે, જેટલે અંશે તેની પ્રચારક બનશે, તેટલે અંશે તે સર્વોદયને પંથે આગળ વધશે. સમજીને કે હારીને ક્યારેક પણ પ્રજાને સ્વીકારવું પડવાનું છે કે ચરખાનો સ્વીકાર એ જ ગાંધીજયંતી અને ગાંધીજીનું સ્મારક છે.” પૂ. મશરૂવાળા-સાહેબના આ શબ્દો યાદ રાખીને જ આપણે આપણા રાષ્ટ્રપિતાનો જન્મદિન ઊજવીએ. (તા. ૧૮-૯-૧૯૪૯) - (૨) પ્રજાની લોખંડી ઢાલરૂપ પૂ. સરદારશ્રી પૂ. સરદારશ્રી અવસાન પામ્યા; ભારતમાતાની ગોદમાંથી એક ભડવીર નર ખેંચાઈ ગયો ! હજુ થોડા દિવસો પહેલાં જ આપણા પ્યારા સરદારનાં પંચોતેર વર્ષની પૂર્તિનો શાનદાર મહોત્સવ ઊજવીને આપણે તેમને “શત શરદ ઉજમાળો'ની લાખ-લાખ શુભેચ્છાઓ આપી હતી, અને આજે એમના અવસાનના દિવસો ગણવાનું આપણા માથે આવી પડ્યું ! રે અગમ્ય કુદરત ! આઝાદીકાળનાં આરંભનાં પગલાં ભરતું ભારત અત્યારે ભારે કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. દેશ અને દુનિયા અનેક અટપટી સમસ્યાઓના ભયંકર ઝંઝાવાતમાં સપડાઈ ગયાં છે. આવે અણીને વખતે દેશનો એક સમર્થ સુકાની ઝૂંટવાઈ ગયો છે – જાણે દેશને માથે ભયંકર હોનારત ખડકાઈ ગઈ આપણે આઝાદ થયા અને જાણે આપણી કમનસીબીઓને છૂટો દોર મળી ગયો ; એક જુઓ અને એક ભૂલો એવી આફતો ત્રાટકવી શરૂ થઈ ! સરદાર Page #490 -------------------------------------------------------------------------- ________________ સરદાર વલ્લભભાઈ ૪૬૭ ગયા એટલે એ આફતોના ગજરાજોને નાથનાર નરશાર્દૂલની ખોટ પડી; મહાધર્યો પણ ન સહી શકાય એવો વસમો વિયોગ છે ! સરદારશ્રીનું જીવન એ તો ભારતનો અમર ઇતિહાસ છે : એ જીવ્યા, ઝઝૂમ્યા, જીત્યા અને ચાલ્યા ગયા ! સરદારની દેશભક્તિ દેશનો અમૂલ્ય વારસો બની ગઈ. સદા ય અવિચળપણું એ સરદારશ્રીના જીવનનો સાર છે. “નિરાશા' જેવો શબ્દ એમને કદી સ્પર્યો નથી. પહાડ જેવી મુસીબતોની સામે પણ એમણે કદી નમતું જોખ્યું નથી. કર્તવ્યભાનનો અખંડ દીપ એમના માર્ગને સદા ય અજવાળ્યા કરતો, અને એ પોતાના ધ્યેયમાં આગળ ને આગળ વધ્યે જતા. જગતે એમને લોખંડી પુરુષ' તરીકે ઓળખાવ્યા. દેશની નિર્બળ જનતાના રક્ષણ ખાતર એનું બખ્તર બનવા માટે પોતાની કોમળતાને દબાવીને તેઓએ લોખંડી બનવાનું સ્વીકારી લીધું. પણ કોણ જાણે એ લોખંડી ધરતીના પેટાળમાં કોમળતાનાં કેટકેટલાં ઝરણાં છુપાયેલાં પડ્યાં હતાં ! સરદારની વ્યવહારુ બુદ્ધિ અજોડ હતી; એણે એમને પૂ. બાપુની યોજનાઓને પાર પાડનાર તરીકેની વિરલ ખ્યાતિ અપાવી. સેંકડો ટુકડાઓમાં વહેંચાયેલ આઝાદ ભારતને પળમાત્રમાં અખંડ બનાવવાનો મહાજાદુ કરનાર તો સરદારશ્રીની આ વ્યવહારુ બુદ્ધિ જ ! એમની વાણીમાં જાણે તેજના અંબાર ઊભરાતા, એમની યોજનાઓમાં જાણે ચાણક્યો આવી વસતા અને એમનાં પગલે-પગલે જાણે સિદ્ધિઓ વરવા લાગતી. ગિરનાર અને શત્રુંજય તીર્થોના સવાલોના નિકાલ લાવવામાં સરદારશ્રીએ આપેલ સેવા જૈનસંઘ સદા નતમસ્તકે સંભાર્યા કરશે. ઓછું બોલવું અને વધુ કરવું એ એમનો જીવનમંત્ર હતો; એમાંથી એમના પ્રતિભાવંત વ્યક્તિત્વનું સર્જન થયું. એ તેજ વેરતી પ્રતિભા આજે અનંતમાં ભળી ગઈ : સરદાર મરીને અમર બન્યા ! રે અમર પંથના રસિક ! શિવાસ્તેિ સન્ત પન્ચા: – આપના માર્ગે કલ્યાણનાં ઓઘ ઊભરાઓ ! (તા. ૨૩-૧૨-૧૯૫૦) Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૮ (૩) રાષ્ટ્રપ્રાણ શ્રી જવાહરલાલ નેહરૂ શ્રી જવાહરલાલ નેહરૂ અવસાન પામ્યા છે અને વિશ્વકલ્યાણવાંછુ વિરાટ પુરુષની સમગ્ર વિશ્વને ભારે ખોટ પડી છે ! અમૃત-સમીપે વિશ્વભરના માનવીઓની શાંતિ માટે એ નેહરૂનો આત્મા અદમ્ય તલસાટ અનુભવતો હતો; એ જ એમનું જીવનકાર્ય હતું. એને સિદ્ધ કરવા એ જીવનભર ઝઝૂમ્યા અને એ માટે અસાધારણ પુરુષાર્થ કરતાં-કરતાં ચાલ્યા ગયા ! મહાત્મા ગાંધી જીવનવ્યાપી અહિંસાના ઉપાસક હતા. ગાંધીજીના રાજદ્વારી વારસ શ્રી નેહરૂ સામાજિક અહિંસાના આશક હતા. સમગ્ર વિશ્વના માનવમાત્રની સમાનતામાં એમને અપાર આસ્થા હતી. ઊંચ-નીચપણાના કે કાળા-ગોરાપણાના કોઈ ભેદ એમને મંજૂર ન હતા. સમગ્ર માનવજાતને તેઓ સુખશાંતિના અધિકારી માનતા. એ માટે એમણે આરામને હરામ કર્યો હતો, સતત કાર્યશીલતાને પોતાનું જીવનસૂત્ર બનાવ્યું હતું. વિશ્વશાંતિને ટકાવી રાખવા વિશ્વના દેશોને વિશ્વયુદ્ધના આરેથી પાછા વાળવા માટે શ્રી નેહરૂએ કેટકેટલી ચિંતા સેવી હતી, કેટકેટલા પ્રયત્નો કર્યા હતા અને એમાં કેટલી સફળતા પ્રાપ્ત કરી હતી એનું નિદર્શન તો ભવિષ્યના ઇતિહાસકાર જ કરાવી શકશે. અને ભારતના તો તેઓ પ્રાણ જ હતા. ગાંધીયુગમાં જેમ ગાંધી અને ભારત એકરૂપ બની ગયાં હતાં, તેમ નેરૂયુગમાં શ્રી નેહરૂ અને ભારત એકરૂપ બની ગયાં હતાં. રાષ્ટ્રના નવનિર્માણના ધબકતા પ્રાણ અને એની પ્રેરણાના અખૂટ સ્રોત હતા શ્રી નેહરૂ. એક-એક ભારતવાસીનું કલ્યાણ સાધીને રાષ્ટ્રપિતાની સર્વોદયની ભાવનાને મૂર્ત કરવાના આ રાષ્ટ્રપુરુષના ભવ્ય અને દિવ્ય મનોરથો હતા. અનેક વાદો અને અનેક ભેદથી ઊભરાતા આવડા મોટા દેશનું વડાપ્રધાનપદ પોણા બે દાયકા સુધી એકચક્રીપણે સાચવી જાણવું અને સાથે-સાથે લોકચાહના પણ પૂરેપૂરી ટકાવી રાખવી, એ કંઈ નાનીસૂની સિદ્ધિ ન કહેવાય. વિશેષ નોંધપાત્ર બીના તો એ છે કે શ્રી નેહરૂ પોતાના દેશમાં જેટલા લોકપ્રિય હતા, એટલા જ વિશ્વના દેશોમાં લોકપ્રિય હતા. એનું કારણ એ છે કે શ્રી નેહરૂની રાષ્ટ્રીયતાને સ્વાર્થના કે સંકુચિતતાના કોઈ સીમાડા અભડાવી નહોતા શકતા. રાષ્ટ્રનું કલ્યાણ પણ તેઓને વિશ્વકલ્યાણના સંદર્ભમાં જ ખપતું હતું. પોતાને દુશ્મન માનતા દેશનું પણ ભલું ચાહવું અને એ માટે પ્રયત્ન કરતા રહેવું એ શ્રી નેહરૂની વિશેષતા હતી. Page #492 -------------------------------------------------------------------------- ________________ શ્રી જવાહરલાલ નેહરૂ ૪૩૯ ભર યુવાન વયે રાષ્ટ્રસેવાના ભેખધારી બનીને એમણે વૈભવ અને વિલાસને તિલાંજલિ આપી હતી. રાષ્ટ્રદેવતાને ચરણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવામાં તેઓ અજબ આનંદ અને અપૂર્વ આત્મસંતોષ અનુભવતા. શ્રી નેહરૂ દેશની એકતા અને અખંડિતતાનું પ્રતીક હતા. આખો દેશ એમને મન પોતાનું ઘર હતો અને સમગ્ર દેશવાસીઓને મન શ્રી નેહરૂ પોતાના હતા. ભાષાવાદ, પ્રાંતવાદ કે સ્વાર્થવાદનાં કોઈ બંધન શ્રી નેહરૂને નડતાં ન હતાં. તેથી જતો શ્રી નેહરૂના નિર્ભેળ રાષ્ટ્રપ્રેમના દોરે આખો દેશ એકસૂત્રે બંધાયેલો હતો. શ્રી નેહરૂ જતાં આજે મનમાં કંઈ-કંઈ શંકાઓ જાગે છે. આ રાષ્ટ્રપ્રાણ મહાપુરુષનું કાર્ય અને સ્મરણ આપણામાં એક અને અખંડ રાષ્ટ્રની ભાવનાના પ્રદીપને સતેજ કરે, અને સ્વાર્થ કે અજ્ઞાનના નાના-નાના ફ્લેશોમાંથી ઉપર ઊઠીને આપણા લાડીલા રાષ્ટ્રનેતાને પ્રિય એવા રાષ્ટ્રનવનિર્માણ અને વિશ્વકલ્યાણના પુરુષાર્થમાં લાગી જવાની આપણામાં બુદ્ધિ પ્રગટે – એ જ આજના અતિ શોકજનક પ્રસંગે પરમેશ્વરને આપણી પ્રાર્થના હો ! (તા. ૬-૬-૧૯૬૪) શ્રી નેહરૂનું વસિયતનામું ભારતના સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરૂના વસિયતનામાનો જે ભાગ આમજનતાને માટે જાહેર કરવામાં આવ્યો છે, તે અમે અમારા આજના અંકમાં અન્યત્ર પ્રગટ કર્યો છે. તે તરફ અમે અમારા વાચકોનું ધ્યાન દોરીએ છીએ. વસિયતનામામાંનું આ લખાણ વાંચતાં ઘડીભર વિચારમાં પડી જવાય છે કે આ તે કેવો યુગપુરુષ ! એનું મન ક્યાં-ક્યાં ફરી વળે છે; અને જીવનમાં કેવાકેવા મનોરથો એ ઘડે છે ! માનવમાત્રના કલ્યાણની ઝંખનાને સાકાર કરવાના પુરુષાર્થમાં એ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરીને જાણે માટીના કણકણમાં મળી જવા અને જળના બિંદુબિંદુમાં ભળી જવા પણ તૈયાર છે. જવાહરલાલે લોકકલ્યાણ કાજે સ્વીકારેલી આવી ફનાગીરી અને ફકીરીનું જાણે આ વસિયતનામું ગવાહ બની જાય છે. એ વસિયતનામું જાણે સંવેદનશીલતાથી ઊભરાતા હૃદયના ઊંડાણમાંથી પ્રગટેલી કાવ્યગંગા જ જોઈ લ્યો. એ કાવ્યગંગા જાણે જવાહરે ભાગીરથી-ગંગાને આપેલી અમર અંજલિ બની ગઈ ! થોડા શબ્દોમાં એણે લોકમાતા ગંગાનો વૈકાલિક સંસ્કાર-વૈભવ કેવો પ્રત્યક્ષ કરાવી દીધો ! Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ અમૃત-સમીપે આ કાવ્યમાં શ્રી નેહરૂએ જનતાના પોતાના પ્રત્યેના પ્રેમને કેવો બિરદાવ્યો છે ! આવા પ્રેમનાં મૂલ આંકી ન શકાય, એનું ઋણ ફેડી ન શકાય એમ કહીને જવાહરે એ પ્રેમના મહિમાનું ગાન કર્યું છે. ખરી રીતે જવાહરને મન જનતા એ જ જનાર્દન હતી; જનતાનાં વિરાટ દર્શન થતાં જ એમના જીવનમાં યૌવન પાંગરવા લાગતું, તાકાતનો ઝરો વહેવા લાગતો ! તો જનતા પણ કંઈ ઓછી જવાહરઘેલી ન હતી ! ઘડીભર વિચાર થાય છે કે આવા વિશ્વમોહક વ્યક્તિત્વનો મર્મ શું હશે? એનો જવાબ ભારતીય સંસ્કૃતિના જાણકારને શોધવા જવો પડે એમ નથી. પ્રેમ અને અહિંસાની શક્તિને કોઈ સીમા નથી; અહિંસા અને વિશ્વપ્રેમની આ શક્તિ જ જવાહરની સાચી શક્તિ હતી, અને એ મોહક શક્તિના બળે જ તેઓ દુનિયાભરના માનવીઓનાં હૃદયમાં વસી ગયા હતા. જેમ જવાહરે પોતાના આ કાવ્યમાં ગંગામૈયાના અને જનતાના ઋણનો સ્વીકાર ર્યો છે, તેમ આ ઋણ-સ્વીકારમાં તેઓ પોતાના સાથીઓને પણ વીસર્યા નથી; અને તે પણ કેવા વિનમ્ર શબ્દોમાં! પોતાના આવા કાવ્યમાં હિમાલયનો ઉલ્લેખ ક૨વો જવાહર ચૂકે એ તો બને જ કેમ ? ગંગાનદીના સંદર્ભમાં એમણે એનું પણ સ્મરણ કરી લીધું. પણ આ બધાથી આગળ વધીને શ્રી નેહરૂના હૈયે વસ્યો છે ગરીબ ભારતનો કંગાલ કિસાન. દેશને આબાદ કરવા, ભૂખ્યા પેટના અગ્નિને ઠારવા ભારતનો કિસાનવર્ગ, અંગ્રેજોના અમલમાં ઉઘાડા પગે, ઉઘાડે શિરે, મેલાં-ફાટેલાં વસ્ત્રોથી ઢંકાયેલ અર્ધ-ઉઘાડા શરીરે રાત-દિવસ કેટલી કાળી મજૂરી કરતો હતો ! અને છતાં એ પોતે, એનાં બાળ-બચ્ચાં અને કુટુંબ તો બિસ્માર હાલતમાં જ જીવતાં હતાં ! શ્રી નેહરૂના જાહેરજીવનની, અન્યાય-અત્યાચાર સામે ઝઝૂમવાની અને દેશની દીનહીન-ગરીબ-કંગાલ-દલિત-પતિત જનતાને માટે જિંદગી ખપાવી નાખવાના દિલી આતશની પ્રેરણાનું સ્થાન આવા દુખિયા કિસાનોનું દર્શન જ હતું. તેથી જ શ્રી નેહરૂએ પોતાના વસિયતનામામાં લખ્યું કે મારી મોટા ભાગની રાખ આખા દેશમાં, પોતાનો પરસેવો પાડતા કિસાનોના ખેતરોમાં વેરી દેજો, જેથી એ માટીના કણકણમાં ભળી જઈને માભોમની માટી સાથે એકાકાર બની જાય. પણ શ્રી નેહરૂના વિરાટ અને બહુમુખી વ્યક્તિત્વને આટલાથી સંતોષ કેમ થાય ? નેહરૂનો આત્મા તો એક ક્રાંતિકારનો આત્મા હતો. પ્રત્યાઘાતી કે પ્રગતિવિરોધી રૂઢિચુસ્તપણું એમને આંખમાંના કણાની જેમ ખટકતું હતું. એમની આ ક્રાંતિપ્રિયતાનાં દર્શન પણ આ વસિયતનામામાં, ભલે થોડા શબ્દોમાં, પણ બહુ જ સ્પષ્ટપણે થાય છે : એમણે સાફ-સાફ શબ્દોમાં તેમાં ફ૨માવ્યું છે કે મારી Page #494 -------------------------------------------------------------------------- ________________ શ્રી લાલબહાદુર શાસ્ત્રી ૪૧ પાછળ કોઈ પણ પ્રકારનાં ધાર્મિક વિધિવિધાનો કરશો નહીં, મને એમાં આસ્થા નથી. જો આપણે ગુણગ્રાહક દૃષ્ટિએ અને જૈનધર્મની મૂળ બુદ્ધિએ વિચારવા તૈયાર હોઈએ તો શ્રી જવાહરે દર્શાવેલ મરણ પછીનાં ધાર્મિક વિધિવિધાનો પ્રત્યેની અનાસ્થા આપણને તેમ જ ઇતર સમાજને ઘણી-ઘણી પ્રેરણા આપે એવી છે. અને આ રીતે પોતાની વાત સ્પષ્ટરૂપે રજૂ કરવા છતાં જવાહર પોતાની જાતને ભારતીય સંસ્કૃતિની ગૌરવશાળી અખંડ શૃંખલામાંથી જુદી પાડતા નથી, પણ એના જ એક અંકોડારૂપ લેખે છે. એ જ એમની સંસ્કારિતા, સમન્વયશીલ દીર્ઘદૃષ્ટિ અને મહાનુભાવતાની શાખ પૂરે છે. અને આ વસિયતનામામાં એક વાતનો નિર્દેશ નથી, છતાં એ વાતનો અમલ પણ એમનાં અસ્થિ ગંગામૈયાના ખોળે પધરાવતી વખતે થયો હોઈ તેમનો પણ આ પ્રસંગે ઉલ્લેખ કરવો જરૂરી છે. અઠ્ઠાવીસ વર્ષ પહેલાં (સને ૧૯૩૬માં) અવસાન પામેલ શ્રી નેહરૂનાં પત્ની કમળા નેહરૂની ભસ્મ પણ એમની ભસ્મ સાથે જ ગંગામૈયામાં પધરાવવામાં આવી ! અઠ્ઠાવીસ-અઠ્ઠાવીસ વર્ષ સુધી પોતાની સ્વર્ગીય પત્નીની ચિતાની ભસ્મની મૂક ઉપાસના કરનાર શ્રી નેહરૂનું દાંપત્ય કેટલું નિષ્ઠાપૂર્ણ હતું ! કેવો વૈભવ, કેવું યૌવન અને છતાં કેવો સંયમ ! (તા. ૧૩-૬-૧૯૬૪) (૪) રાષ્ટ્રના શાણા સુકાની શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી નેહરૂ પછી રાષ્ટ્રના સુકાની કોણ બનશે એ માટે અનેક વિમાસણો અને આશંકાઓ જન્મી, એ માટે શાસકપક્ષ વિવાદો કે ખટપટોની સાઠમારીમાં સરી પડશે એવું પણ ઘડીભર લાગ્યું; પણ છેવટે ગાંધી-સરદાર-નેહરૂએ આપેલ શાણપણનો વિજય થયો, અને કોંગ્રેસપક્ષે સર્વાનુમતે શ્રી લાલબહાદુર શાસ્ત્રી જેવા શાણા પુરુષની દેશના વડાપ્રધાન તરીકે પસંદગી કરી. અમે આ પસંદગીને પરમાત્માની પ્રસાદી લેખીએ છીએ. આવું દૂરંદેશીભર્યું શાણપણ દાખવવા બદલ અમે કૉંગ્રેસના મોવડીઓને ધન્યવાદ આપીએ છીએ અને માનનીય શ્રી લાલબહાદુર શાસ્ત્રીને હાર્દિક અભિનંદન આપીએ છીએ. જો આપણે શ્રી નેહરૂના છેલ્લા દિવસોના મૂક વર્તનને સમજી શકીએ, તો એમ કહેવું જોઈએ કે શ્રી શાસ્ત્રીજીની પસંદગી એ શ્રી નેહરૂની પસંદગીનો જ પડઘો છે. “તમારો અનુગામી કોણ હશે ?” – એવો પ્રશ્ન શ્રી નેહરૂને કેટલીય Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૭ર અમૃત–સમીપે વાર પૂછવામાં આવ્યો હતો. તેમાં ય ભુવનેશ્વરની શ્રી નેહરૂની અણધારી માંદગી પછી તો એ સવાલ વધારે વેગ અને ઉત્સુકતાપૂર્વક પુછાવા લાગ્યો હતો. પણ રોમરોમમાં લોકશાહીનું સત્ત્વ ધરાવતા નેહરૂએ યોગ્ય રીતે જ આ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો; અને દેશના નેતાની પસંદગી દેશ પોતે જ કરશે એમ કહીને લોકશાહીનું ગૌરવ વધાર્યું હતું. આમ છતાં, પોતાની જીવનની કટોકટીની પળે પોતાને પજવતા અનેક પ્રાણપ્રશ્નોના નિકાલ માટે જે વ્યક્તિની વિશિષ્ટ સહાય શ્રી નેહરૂએ સામે ચાલીને માગી લીધી એ વ્યક્તિની રાષ્ટ્રનિષ્ઠા અને કાર્યશક્તિમાં એમને કેટલી બધી આસ્થા હોવી જોઈએ – એ સહેજે સમજી શકાય એવી વાત છે. આ રીતે શ્રી નેહરૂએ “મારા પછી કોણ?' એ પ્રશ્નનો જવાબ વાણી દ્વારા ભલે ન આપ્યો, પણ પોતાના વર્તન દ્વારા તો આપી જ દીધો હતો. રાષ્ટ્રના નવા નેતાની પસંદગીમાં આપણા સ્વર્ગીય નેતાની મૂક પસંદગીનું આ રીતે બહુમાન થયું છે તે ખૂબ ખુશનસીબીની અને આનંદની વાત છે. સાઠ વર્ષની વયના શ્રી શાસ્ત્રીજી ખૂબ સાદા, સરળ અને સૌમ્ય પુરુષ છે. અશાંતમાં અશાંત પરિસ્થિતિમાં પણ પ્રશાંત રહેવાની એમની પ્રકૃતિનાં આપણને અનેક વખત દર્શન થયાં છે. માનપાનની કે નામનાની એમને ખેવના નથી. ઓછું બોલવું અને નક્કર કામ કરવું એ જ એમનો સહજ સ્વભાવ છે. કડવાશ દાખવ્યા વગર કડવા પ્રશ્નોનો નિકાલ કરવાની એમનામાં અસાધારણ આવડત અને સૂઝ છે. શાણા, ઉદાર અને ડંખરહિત ચિત્તથી તેઓ સામાના દિલને જાણે વશ કરી લે છે. સત્તાની લાલસા કે સત્તાનું અભિમાન એમને પજવી શકતાં નથી. જે સ્થાને હોય એ સ્થાને સ્વસ્થ અને એકાગ્ર ચિત્તે કામ કરવું એ જ એમના જીવનનો આનંદ છે. કુશાગ્ર બુદ્ધિ અને નિર્મળ હૃદય એ એમનું સાચું બળ છે. આત્મબળે જ તેઓ દેશના સર્વોચ્ચપદે પહોંચ્યા છે. શ્રી શાસ્ત્રીજીએ અસહ્ય ગરીબી સામે ઝઝૂમીને પોતાનો વિકાસ સાધ્યો છે, એટલે ગરીબીની વેદનાનો એમને પ્રત્યક્ષ જાતઅનુભવ છે. તેથી એમના શાસનમાં ગરીબોની યાતનાઓ તરફ વિશેષ ધ્યાન અપાશે અને પૂ. ગાંધીજીના સર્વોદયની સ્થાપનાના મનોરથોને મૂર્ત કરવાની દિશામાં ઝડપી આગેકૂચ થશે એવી આશા જરૂર રાખી શકાય. (તા. -૬-૧૯૯૪) હિંદુસ્તાન અને પાકિસ્તાનના શાંતિકરારો દ્વારા વિશ્વશાંતિમાં શ્રી શાસ્ત્રીજીએ પોતાનો ઐતિહાસિક, અપૂર્વ અને અમૂલ્ય ફાળો આપ્યો, અને જાણે શાંતિની સ્થાપના માટેનો માર્ગ મોકળો કરવાનું પોતાનું જીવનકાર્ય પૂરું થયું હોય એમ બીજી જ ઘડીએ તેઓ શાશ્વત શાંતિમાં પોઢી ગયા ! Page #496 -------------------------------------------------------------------------- ________________ શ્રી લાલબહાદુર શાસ્ત્રી ૪૭૩ તેઓ તો ભારે યશસ્વી પૂર્ણ, કૃતાર્થ અને વિશ્વવત્સલ બનીને ગયા, પણ ભારતને માટે એમની આ વિદાય ભારે વસમી બની ગઈ. એમનો સાવ અણધાર્યો અકાળ સ્વર્ગવાસ રાષ્ટ્રને માટે જંગી હોનારતરૂપ જ લેખી શકાય. એમણે ખાલી કરેલું સ્થાન કોણ ક્યારે પૂરશે અને શોભાવશે ભગવાન જાણે ! શ્રી લાલબહાદુર શાસ્ત્રીનું જીવન એ શીલ અને સંયમનું, ત્યાગ અને બલિદાનનું, તિતિક્ષા અને સમતાનું જીવન હતું; તેઓ એક સાચા રાષ્ટ્રતપસ્વી હતા. રાષ્ટ્રના કલ્યાણ માટે તેઓ જીવનભર કઠોર તપ તપતા રહ્યા, અને એ આકરું તપ કરતાં-કરતાં જ ચાલતા થયા ! * સને ૧૯૦૪માં ઑક્ટોબરની બીજી તારીખે (મહાત્મા ગાંધીજીની જન્મતારીખે) બનારસ પાસેના મુગલસરાઈ ગામમાં એક ગરીબ કાયસ્થ કુટુંબમાં એમનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ શારદાપ્રસાદ, માતાનું નામ રામદુલારીદેવી, અટક શ્રીવાસ્તવ. દોઢ વર્ષની ઉંમરે જ પિતાનું શિરછત્ર ઝૂંટવાઈ ગયું, અને ગરીબ કુટુંબની ગરીબી વધુ ઘેરી બની. અસહાય માતાને માથે એક પુત્ર અને બે પુત્રીઓનું પાલન કરવાની જવાબદારી આવી પડી. પણ માતા સાચી માતા હતી - પોતાની અસહાય અવસ્થા અને આ જવાબદારીથી જરા ય વિચલિત ન થઈ. કુટુંબનિર્વાહનું આકરું તપ તપીને એ બડભાગી માતાએ દેશને શ્રી લાલબહાદુરસમા રાષ્ટ્રતપસ્વીની ભેટ આપી. શ્રી લાલબહાદુરજી ગરીબીમાં અવતર્યા હતા, કારમી ગરીબીના કંટકભર્યા પારણે ઝૂલ્યા હતા; છતાં ગરીબીનું અમૃતપાન કરીને જ વિકસ્યા હતા, ગરીબીની ગજવેલ અંતરમાં આરોપીને આપબળે જ આગળ વધ્યા હતા! ગરીબોના બેલી બનવાનું એમનું સરજત હતું ને એ જ એમનું જીવનવ્રત હતું. રોજ મોગલસરાઈથી સાત-આઠ માઈલ ચાલીને બનારસની હરિચંદ્ર હાઈસ્કૂલમાં ભણવા જવામાં બાળક લાલબહાદુરે ક્યારેય દીનતા સેવી નહીં. ગંગા જેવી નદી પાર કરવા માટે પાસે પૈસા ન હતા; તો, દીન બનીને કોઈની પાસે ભીખ માગવા કરતાં, બહાદુર બનીને બાવડાના બળે આખી ગંગા તરી જવામાં એમણે આનંદ માન્યો ! દસ-બાર વર્ષના લાલબહાદુરની આવી હતી ખુમારી, બહાદુરી અને સાહસિકતા ! સને ૧૯૧૫માં મહાત્મા ગાંધીજીના હાથે બનારસ હિંદુ યુનિવર્સિટીનો પાયો નંખાયો. એ સમારંભમાં અગિયાર વરસના લાલબહાદુર પણ હાજર હતા. મહાત્મા ગાંધીની દેશભક્તિ, દેશમુક્તિ અને દેશની ગરીબ જનતાની સેવાની વાત એ કિશોરના અંતરને સ્પર્શી ગઈ – જાણે લોખંડને પારસમણિનો સ્પર્શ મળી ગયો! લાલબહાદુરનું Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ અમૃત-સમીપે અંતર દેશસેવાના રંગે રંગાવા તલસી રહ્યું; દેશની જનતાની ભયંકર ગરીબી આગળ તેઓને પોતાની ગરીબી નગણ્ય લાગી. દેશસેવાની આ તમન્નાએ એમને, માત્ર સત્તર વર્ષની પાંગરતી વયે, શાળાનો બહિષ્કાર કરવા અને અસહકારના ગાંધીજીના આંદોલનમાં ઝુકાવી દેવા પ્રેર્યા. રૉલેટના જાણીતા કાળા કાયદાની સામે થવામાં એમને સને ૧૯૨૧માં પહેલી જેલયાત્રાનું સરકારી બહુમાન મળ્યું! એ જ વર્ષે જેલમાંથી છૂટીને, તેઓ અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ જેવી બનારસની કાશી વિદ્યાપીઠમાં જોડાયા. ત્યાં ખંત, ધીરજ અને મહેનતપૂર્વક અભ્યાસ કરીને એમણે “શાસ્ત્રી”ની પદવી મેળવી; એ પદવી જ આગળ જતાં એમના નામનો પર્યાય બની ગઈ. આ ચાર-પાંચ વર્ષના અભ્યાસકાળ દરમ્યાન એમને કઠોર, ખડતલ, સ્વાશ્રયી, સાદા અને સંયમી જીવનના જે બોધપાઠ મળ્યા, અને શ્રી પુરુષોત્તમદાસ ટંડન, આચાર્ય કૃપાલાણી અને ડૉ. સંપૂર્ણાનંદ જેવા દેશભક્ત સેવકોનો જે સત્સંગ મળ્યો, એણે એ યુવાનનું નિષ્ઠાવાન રાષ્ટ્રસેવક અને ગરીબોના સાચા બેલી રૂપે ઘડતર કર્યું. શાસ્ત્રી'ની પદવી મેળવ્યા પછી એમનામાં એવી શક્તિ અને બુદ્ધિ ખીલી હતી કે એના બળે તેઓ સરકારી અમલદાર બનીને કે બીજી ગમે તે રીતે સારી કમાણી કરીને પોતાની જાતને અને પોતાના કુટુંબને સુખી અને સમૃદ્ધિશાળી બનાવી શકત. પણ એમણે જીવનમાં ગરીબી તરફ નફરત કે અમારી તરફ મહોબ્બત કેળવી ન હતી; બલ્બ ગરીબોની પીઠ ઉપર સવાર થઈને આગળ વધતી અમીરી એમને ખપતી ન હતી. એમને તો ગરીબ દેશવાસીઓનું દુઃખ દૂર કરવામાં જ પોતાનું જીવન કૃતાર્થ કરવું હતું. એટલે તેઓ સત્તા કે સંપત્તિનો માર્ગ મૂકીને, દેશભક્ત લાલા લજપતરાયે સ્થાપેલ “સર્વટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના સભ્ય બનીને હરિજનોના ઉદ્ધારમાં લાગી ગયા; સને ૧૯૨૦ની સાલ – શ્રી લાલબહાદુરજીએ જનસેવાનું આજીવન વ્રત સ્વીકાર્યાનું ઐતિહાસિક વર્ષ. એક વર્ષ બાદ ૧૯૨૭માં, શ્રીમતી લલિતાદેવી સાથે, ૨૩ વર્ષની ઉંમરે એમનાં લગ્ન થયાં. પતિ જનસેવા કરતા રહે; એમાંથી જે અલ્પસ્વલ્પ અર્થપ્રાપ્તિ થાય એનાથી ધર્મપત્ની ભારે કરકસર કરી ઘર-વ્યવહાર ચલાવ્યા કરે. અમીરીનું પ્રદર્શન તો ચારે કોર થયા જ કરતું હોય : તેમાં ય અંગ્રેજોના શાસનમાં તો ભભકાનો ભારે મહિમા; છતાં ય પતિ-પત્ની અને વૃદ્ધ માતા પણ પોતાની સામાન્ય સ્થિતિ માટે મનમાં ક્યારેય ઓછું ન લગાડે ! આ આદર્શ લોકસેવકનો ગૃહસ્થાશ્રમ પણ આદર્શ અને સ્વસ્થ હતો. શાસ્ત્રીજી વડાપ્રધાન બન્યા ત્યારે તેમનાં માતાએ એમને આશીર્વાદ આપતાં કહ્યું હતું. “પ્રાણ જતા હોય તો ભલે જાય, પણ ગરીબોને નુકસાન થાય એવું કશું ન કરતા.” દેશના રક્ષણનો સવાલ આવ્યો ત્યારે Page #498 -------------------------------------------------------------------------- ________________ શ્રી લાલબહાદુર શાસ્ત્રી ૪૭૫ પણ એ વી૨માતાએ કહ્યું કે પ્રાણ ભલે જાય, પણ દેશ ટકી રહે ! શ્રી શાસ્ત્રીજીએ માતાની કૂખ શોભાવી જાણી; જાનના ભોગે પણ તેઓ દેશની અને વિશ્વની જનતાનું ભલું કરતા ગયા ! જેલયાત્રા હોય કે દેશસેવા : તે ય પાછી અધિકારપદે રહીને કરવાની હોય કે અદના સિપાહી તરીકે એમાં એમને મન કશો જ ભેદ ન હતો. એ જ એમનો જીવનક્રમ બની ગયો; એનાથી એમનું હીર વધુ ને વધુ પ્રગટ થતું ગયું. સ્વરાજ્ય આવ્યા પછી તો જરાક હિમ્મત અજમાવવામાં આવે કે સત્તાદેવી પ્રસન્ન થઈ જતાં, અને સંપત્તિ પણ સહેજે મળવા લાગતી; દેશભ૨માં જાણે સમુદ્રમંથનમાંથી પ્રગટેલી મોહિનીની માદક અસર પ્રસરી ગઈ. પણ શ્રી શાસ્ત્રીજી તો એનાથી અલિપ્ત જ રહ્યા; ઊલટું, એમ કહેવું જોઈએ કે સત્તા પોતે કૃતાર્થ થવા એમનું શરણ શોધતી આવતી હતી*. એમને મન સત્તા એ અપ્રમાદપૂર્વક લોકસેવા કરવાનું સાધનમાત્ર હતું; નહિ કે અંગત પ્રતિષ્ઠા અને ધનસંચયનું સાધન. એ રીતે પોતાની ઊંડી આવડત, મર્મસ્પર્શી સૂઝ અને અજોડ નિષ્ઠાને બળે જ શ્રી શાસ્ત્રીજી ભારતના વડાપ્રધાનપદ જેવા સર્વોચ્ચ સત્તાસ્થાને પહોંચી શક્યા હતા; અને છતાં એ પદનો લેશ પણ કૅફ એમને ચડ્યો ન હતો. વિવેક અને વિનમ્રતાથી શોભતી મક્કમતા, કટુતા-દ્વેષ-ઇર્ષ્યાનો અભાવ, હૃદયસ્પર્શી સૌમ્યતા-સુજનતા-સહૃદયતા, સ્ફટિક સમી નિર્મળ અને કૃતનિશ્વય વાણી, કોઈ પણ પ્રશ્નનો મર્મ પકડી લઈને એનો તત્કાલ નિકાલ કરવાની સૂઝ, વ્યવહારદક્ષતા, ચાણક્યબુદ્ધિ, સામાનું હૃદય વશ કરી લે એવી સારગ્રાહી અને સત્યગામી સમજાવટની શક્તિ વગેરે ગુણો શ્રી શાસ્ત્રીજીની અનેક સિદ્ધિઓની ગુરુચાવી હતી. આ ગુણોને એમણે પૂર્ણ જાગૃતપણે સાચવી જાણ્યા, તેમ જ ઉત્તરોત્તર ખીલવી પણ જાણ્યા. વડાપ્રધાનપદ ઉપર તો તેઓ માત્ર ઓગણીસ મહિના જ રહ્યા; છતાં એમણે અંદરના અને બહારના કેટકેટલા કઢંગા અને કપરા પ્રશ્નોનો સફળ સામનો કરીને દેશની શાન અને શક્તિ બઢાવી દીધી ! પાકિસ્તાનના પ્રથમ કચ્છ ઉપરના ને પછી કાશ્મીર ઉપરના આક્રમણે તો દેશ આખાને હાલકડોલક બનાવી મૂક્યો હતો; એથી તો દેશની શાન અને સુરક્ષા બંને જોખમમાં મુકાઈ ગઈ હતી. તેમાં ય કચ્છ-મોરચે યુદ્ધબંધીના કરારની પીઠ ઉપર જ બેસીને ઝીંકાયેલા કાશ્મીર પરના આક્રમણથી તો દેશની સ્વતંત્રતા જ જોખમમાં મુકાઈ ગઈ હતી. ઘડીવારમાં દેશ હતો-નહતો કે બરબાદ થઈ જાય * અહીં ગમે તે કારણે શાસ્ત્રીજીના જાહેરજીવનની એક અગત્યની ઘટના ઉલ્લેખવાની રહી ગઈ છે - દક્ષિણ ભારતના એક રેલ્વે-અકસ્માતના અનુસંધાનમાં તેમણે રેલ્વેપ્રધાન તરીકે આપેલું રાજીનામું. - સં. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ અમૃત સમીપે એવી ચિંતાભરી સ્થિતિ ઊભી થઈ હતી. આવી જીવનમરણ જેવી કટોકટીની પળે શ્રી શાસ્ત્રીજીનાં હિંમત અને ખમીર દેશની વહારે ધાયાં. તેમને નિર્બળની અહિંસા કે મસાણની શાંતિ ખપતી ન હતી. એમણે વળતા આક્રમણની સફળ દોરવણી આપીને પાકિસ્તાનને ચૂપ કરી દીધું. ભારતના દીર્ઘકાલીન ઇતિહાસમાં ન બની હોય એવી, એક અસાધારણ અને શકવર્તી આ ઘટના બની. એણે ભારત પ્રત્યે ખોટી મનોવૃત્તિ ધરાવનારાઓની ઊંઘ ઉડાડી દીધી. આ બધું શાસ્ત્રીજીની સફળ દોરવણીનું પરિણામ હતું. યુદ્ધનો સામનો યુદ્ધથી કર્યો; પણ શાસ્ત્રીજીએ યુદ્ધખોર મનોવૃત્તિ સાથે ક્યારે ય મહોબ્બત કેળવી નહોતી. યુદ્ધ એ તો સૌ કોઈનું ભક્ષણ કરી જનાર મહારાક્ષસ છે – આ વાત તેઓ બરાબર સમજતા હતા; અને તેથી જ તો મહાત્મા ગાંધી અને નેહરૂએ ચીંધેલા વિશ્વશાંતિના તેઓ સાચા હિમાયતી હતા. પાકિસ્તાનનું યુદ્ધ એમણે ભારે હૈયે જ ખેલી જાણ્યું હતું; એટલા માટે તો તાકંદની શાંતિમંત્રણાને સફળ બનાવવામાં જીવનશક્તિનો છેલ્લામાં છેલ્લો અંશ એમણે ખરચી જાણ્યો હતો; અને અંતે એ જ કાર્યની સફળતામાં જીવન સમર્પિત કર્યું ! યુદ્ધના પ્રત્યક્ષ દુષ્પરિણામને સમજવું હોય તો કહી શકાય કે ચીનના આક્રમણ નિત્ય યુવાન જવાહરલાલને વૃદ્ધ અને બીમાર બનાવીને મોતના મોંમાં ધકેલી દીધા. પાકિસ્તાનના આક્રમણ સામે અને એની કાયમી શાંતિ માટે શ્રી શાસ્ત્રીજીને પણ એમની અપાર શક્તિનો વ્યય કરવો ન પડ્યો હોત તો તેઓ દેશ અને દુનિયાની માનવજાતની વધારે સેવા કરી શકત. એમના શાંતિ અને સેવાના કાર્યને આગળ વધારવા આપણામાં નિષ્કામપણે અને નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની શક્તિ અને બુદ્ધિ પ્રગટો. (તા. ૧૫-૧-૧૯૬૯) (૫) અદનાના પ્રતિનિધિ શ્રી રફી અહમદ કિડવાઈ બોલબોલ કરવા કરતાં મૂકપણે છતાં દઢ સંકલ્પપૂર્વક કામ કરવાથી જ માણસને સફળતા સાંપડે છે એ વાત આપણા અન્નસચિવ શ્રી રફી અહમદ કિડવાઈએ આપણને સાચી કરી દેખાડી છે. આપણા પ્રધાનોમાં સફળતાપૂર્વક કામ કર્યાનો વધારે યશ જો કોઈને આપી શકાય એમ હોય તો તે શ્રી કિડવાઈને. પણ આ સફળતા એમ ને એમ નથી સાંપડી, પણ એ માટે ચુસ્ત અને એકાગ્ર બનીને કામ કરવું પડે છે. છાપાંઓ વાંચનાર કોઈથી અજાણ્યું નહીં હોય કે શ્રી કિડવાઈ Page #500 -------------------------------------------------------------------------- ________________ શ્રી રફી અહમદ કિડવાઈ ૪૭૭ ઓછાંમાં ઓછાં ભાષણો કરે છે, નિવેદનો પણ જવલ્લે જ કરે છે; ને જ્યારે પણ જે કાંઈ બોલે છે તે વજ્રની લીટી જેવું નીવડે છે. પોતાના કામમાં એ એવા મસ્ત રહે છે કે ન એમને માનાપમાન સ્પર્શે છે કે ન માન-સન્માન ગમે છે. થોડા જ દિવસ પહેલાં બનેલ એમના જીવનનો એક પ્રસંગ ખાસ નોંધવા જેવો છે. શ્રી કિડવાઈએ રેશનિંગને દૂર કરવામાં અને ભલભલાની મતિને મૂંઝવી નાખનાર અન્નનો સવાલ હલ કરવામાં જે સફળતા મેળવી હતી, તેથી કેટલાક પ્રધાનો, ધારાસભ્યો, એલચીઓ, અમલદારો અને સાથીઓએ શ્રી કિડવાઈ માટે એક સન્માન-સમારંભ યોજ્યો હતો. આ વખતે તસ્વીરો પણ પાડવાની હતી અને હારતોરા પણ પહેરાવવાના હતા. પણ ખરે વખતે જોયું તો કિડવાઈ ત્યાં મળે નહિ ! તપાસ કરી તો એક ખૂણે એક ખુરશી ઉપર જઈને એ ગોઠવાઈ ગયેલા. મુખ્ય મહેમાન તરીકે એમને સૌની વચ્ચોવચ્ચ બેસવાનું હતું; પણ ઘણું-ઘણું કહેવા છતાં પોતાની એકાંત ખુરશી ઉપરથી ન જ ખસ્યા તે ન જ ખસ્યા, અને ચા પણ ત્યાં બેઠાં-બેઠાં જ પીધી ! અને રમૂજમાં બોલ્યા “બે દિવસ પહેલાં મુંબઈમાં એક આવો જ સમારંભ મારા માટે યોજવામાં આવ્યો હતો. તેમાં હસ્તધૂનન કરી-કરીને મારો તો હાથ દુખવા આવ્યો ! ” વધુમાં તેમણે કહ્યું – “આવી પ્રશંસાઓ ક૨વામાં આવે કે ગુણગાન ક૨વામાં આવે એનાથી હું તો મૂંઝાઈ જ જાઉં છું.” ,, શ્રી કિડવાઈની સફળતાની ચાવી માત્ર કાર્યને વફાદાર રહેવાના તેમના સ્વભાવને આભારી છે; કામ હશે તો નામ તો એની મેળે જ આવવાનું છે. (તા ૨૩-૧૦-૧૯૫૪) દેશસેવા એટલે નિર્ભેળ દેશસેવા જ, અને લોકસેવા એટલે નરી લોકસેવા જ; પછી એમાં ધર્મ, જાતિ, સ્વાર્થ કે સંપ્રદાયને તલમાત્ર પણ સ્થાન જ ન હોય સાચી સેવાના આ ઉમદા મંત્રને પોતાના જીવનમાં સોએ સો ટકા જીવી જનાર ભારત-સરકારના ખોરાક અને ખેતીવાડી ખાતાના પ્રધાન શ્રી રફી અહમદ કિડવાઈનું અવસાન એ આખા રાષ્ટ્રને માટે અસહ્ય આઘાતરૂપ છે. ધનતેરસના મંગળમય દિવસે આ ફાની દુનિયાનો ત્યાગ કરીને શ્રી કિડવાઈ તો ધન્ય બની ગયા, અમર બની ગયા; પણ એમના જવાથી એક મહારથીનું સ્થાન ખાલી પડ્યું. તેને પૂરનારો મહાયોદ્ધો અત્યારે તો કોઈ નજરે ચડતો નથી. જિંદગી તો માત્ર સાઠ જ વર્ષની; પણ એમાં એમણે રાષ્ટ્રને આઝાદ અને આબાદ બનાવવામાં જે ખમીર દાખવ્યું તે વીસર્યું ન વિસરાય તેવું છે. ઇતિહાસકાર તો કદાચ એમ પણ નોંધશે કે શ્રી કિડવાઈ તો એમની કીર્તિના મધ્યાહ્ને પહોંચી ચૂક્યા હતા એવે સુઅવસરે જ ખુદાએ એમને પોતાની ' Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ અમૃત-સમીપે પાસે બોલાવી લીધા. તેમના જવાથી આપણને જે ખોટ પડી છે તેનો વિચાર હૈયાને હચમચાવી મૂકે છે. શ્રી કિડવાઈની ઉદારતા, ખેલદિલી, સાથીઓને મદદ ક૨વાની તત્પરતા, રાષ્ટ્રકાજે સર્વસ્વ ન્યોછાવર કરવાની ફનાગીરી અને એવા બીજા કેટકેટલા ગુણો યાદ કરીએ ? અનેક વિધવા બહેનો અને નિરાધાર વિદ્યાર્થીઓ એમના તંગ હાથમાંથી પણ સહાયતા મેળવતાં. પોતાની જમીન અને જાગીર તો એમણે ક્યારની પોતાના દેશના હમવતનીઓને વહેંચી દીધી હતી. પોતાના એક મા-જણ્યા સગા ભાઈનું કોમી આતશમાં ખૂન થવા છતાં એ કદી કોમવાદના ઝેરીલા પંથે વળ્યા ન હતા એ એમની વિરલ રાષ્ટ્રભક્તિનું સૂચન કરે છે. માનવી છેવટે છે શું ? છેવટે તો એને ચાર હાથ જમીનમાં માટીના ઢગલા વચ્ચે દટાઈ જ જવાનું ને ? તો પછી એનો ખુદાઈ કામમાં જેટલો ઉપયોગ કરી લીધો તેટલો સાચો એ સનાતન સત્ય જાણે શ્રી કિડવાઈના જીવનમાં ધરબી-ધરબીને ભર્યું હતું. તેઓ જીવ્યા એક નરશાર્દૂલ તરીકે અને ગયા પણ નરશાર્દૂલ તરીકે જ. (તા. ૬-૧૧-૧૯૫૪) (૬) ભાંગ્યાના ભેરુ ઇન્દુચાચા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક સ્વનામધન્ય રાષ્ટ્રપુરુષ; ભાંગ્યાના ભેરુ અને દીનદુખિયાઓ, દલિતો, પતિતો, શોષિતોના બેલી અને બોલ; અન્યાય, અધર્મ, અત્યાચારના હાડવેરી; જનતાના વણકહ્યા નેતા, અણનમ યોદ્ધા અને આજીવન કર્મવી૨. – તેઓ તા. ૧૭-૭-૧૯૭૨ને રોજ એંશીમા વર્ષે અમદાવાદમાં વીરગતિ પામ્યા અને ગુજરાતના રંક બનતા જતા જાહેરજીવનમાં ઘોર સૂનકાર વ્યાપી ગયો. શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાતની સેવાનાં કેટલાંક ક્ષેત્રોમાં એક અને અદ્વિતીય પુરુષ હતા. તેમની કેટલીક વિશિષ્ટતાઓ તો એવી વિરલ અને અસાધારણ હતી કે જતે દિવસે એમનું નામ માત્ર એક વ્યક્તિવિશેષનું જ સૂચક બની રહેવાને બદલે ભાવનાશીલતા, ગુણવિભૂતિ અને શક્તિનું ઘોતક વિશેષણ બની રહેશે ! તેઓનું જીવન અને કાર્ય શ્રેષ્ઠ માનવતાના ઉન્મેષના નમૂનારૂપ હતું : એમને મન ન કોઈ ઊંચ હતું, ન કોઈ નીચ; રાય ને રંક એમને મન સમાન હતા. પણ એમની આ સમષ્ટિ ન તો નિષ્ક્રિય હતી કે ન તો એક માનવી દ્વારા બીજા માનવી ઉપર થતા શોષણ કે અન્યાયને બરદાસ્ત કરી લે એવી કમજોર Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૭૯ શ્રી ઇન્દુચાચા હતી. જ્યાં પણ તેઓ અન્યાય કે સિતમ ગુજરતો જોતા, ત્યાં એમનો પુણ્યપ્રકોપ જાગી ઊઠતો. પોતાના સર્વસ્વની બાજી લગાવીને એનો પ્રતિકાર કરવા પોતે પુરુષાર્થ કરતા અને વિરાટ જનતાને જાગૃત કરતા ત્યારે જ એમને નિરાંત થતી. શ્રી ઇન્દુભાઈની હાકલ સાંભળીને દીન-દુઃખી-ગરીબ-શોષિત જનતાના પ્રાણ જાગી ઊઠતા, એનામાં નવજીવનનો સંચાર થતો અને એ એમનો પડ્યો બોલ ઝીલવા તૈયાર થઈ જતી. આવી જનતાના તેઓ સ્વયંભૂ નેતા હતા. અને આમ થવાનું કારણ પણ સ્પષ્ટ હતું. જે ગરીબ અને દુઃખી જનતાની સેવામાં પોતાના જીવનને કૃતાર્થ બનાવવાનો એમને નાદ લાગ્યો હતો, એના જેવું જ ગરીબીભર્યું જીવન જીવવાનું આપમેળે પસંદ કરીને તેઓ એવી જનતામાંના એક બની ગયા હતા; એ જનતા સાથે સમરૂપ બની ગયા હતા. એક અમીર જેવું સુખ-વૈભવભર્યું જીવન જીવી શકાય એટલી સંપત્તિ રળવાની પૂરેપૂરી આવડત અને હોશિયારીની બક્ષિસ મળી હોવા છતાં, એક આદર્શ જનસેવકને છાજે એવું અકિંચન જીવન જીવવાનું એમણે સમજણપૂર્વક પસંદ કર્યું હતું; અને અરધી સદી કરતાં પણ કંઈક વધુ લાંબા સમયપટ ઉપર વિસ્તરેલા પોતાના જાહેર જીવનમાં તેઓ એ માર્ગને જ ઉલ્લાસપૂર્વક અનુસરતા રહ્યા. તો પછી દુઃખી, દલિત, ગરીબ જનસમાજ એમને પોતાના નેતા માને અને એમના પ્રત્યે આદર-ભક્તિ ધરાવે તેમ જ એમને પોતાના તારણહાર માને એમાં શી નવાઈ ? શ્રી ઇન્દુભાઈનો જન્મ સને ૧૮૯૨માં નડિયાદમાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. એમણે મુંબઈમાં રહીને અભ્યાસ તો વકીલાતનો કર્યો હતો, પણ એમનું ભાગ્યવિધાન પોતાની બુદ્ધિ અને શક્તિ ગુજરાતના જાહેરજીવનને સમર્પિત કરવાનું અને અંતે ગરીબોના બેલી બનવાનું હોય એ રીતે યૌવનના ઉંબરે પગ મૂકતાં જ એમના જીવનધ્યેયે વળાંક લીધો; એ માટે તેઓ કુબેરસમા ધનપતિઓની મોહમયી મુંબઈ નગરીને છોડીને ગુજરાતમાં આવીને વસ્યા અને ગુજરાતને પોતાનું કર્મક્ષેત્ર બનાવ્યું. પચાસ-પચાવન વર્ષ જેટલા લાંબા કાર્યકાળ દરમ્યાન મોટે ભાગે અમદાવાદમાં જ એમનું નિવાસસ્થાન રહ્યું, અને છતાં અમદાવાદમાં (કે બીજા કોઈ સ્થાનમાં પણ) એમણે પોતાની માલિકીનું નાનું સરખું ઘર પણ ન જણાવ્યું એ બીના પણ એમણે જીવનમાં કેળવેલી અપરિગ્રહશીલતા અને મસ્તીની સાક્ષી પૂરે એમ છે. ચોવીસ-પચીસ વર્ષની ઊછરતી ઉંમરે જ્યારે તેજસ્વી બુદ્ધિ અને અદમ્ય કાર્યશક્તિ ધરાવતું યૌવન અર્થોપાર્જન અને સુખોપભોગ માટે કંઈક-કંઈક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે થનગની રહ્યું હોય, ત્યારે શ્રી ઇન્દુભાઈ સેવાપરાયણ જીવનના આશક અને ઉપાસક બનીને અમદાવાદ આવીને રહ્યા; પહેલા વિશ્વયુદ્ધનો સને ૧૯૧૫-૧૬નો એ સમય હતો. અમદાવાદમાં તેઓએ કેળવણી Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ અમૃત-સમીપે પરિષદ ભરી, પછી રાજકીય પરિષદ ભરી, અને પ્રજાજીવનના ઘડતર માટેના પોતાના વિચારોને વાચા આપવા માટે ‘નવજીવન' નામે માસિક શરૂ કર્યું. આ માસિક જ છેવટે ગાંધીજીના હાથમાં જઈને એ જ નામથી સાપ્તાહિકરૂપે નવો અવતાર પામીને, સ્વરાજ્યની લડતને માટે સૂતેલી પ્રજાને જાગૃત કરવાનું સમર્થ વાહન બન્યું ! આ સમય ગાંધીજીના ભારત-આગમનનો અને એમની રાષ્ટ્રવ્યાપી અનોખી નેતાગીરીના ઊગમનો સમય હતો. રાષ્ટ્રના ઉદ્ધારક અને લોકજીવનના ઘડવૈયા ગાંધીજીના અંતરનો સાદ શ્રી ઇન્દુભાઈના અંતરને ન સ્પર્શે એ બને જ કેમ ? ગાંધીજીને શરૂઆતમાં જે સાથીઓ મળ્યા અને ગમી ગયા એમાં શ્રી ઇન્દુભાઈનું પણ સ્થાન હતું. તેઓ ગાંધીજીના કામમાં જોડાઈ ગયા. પણ ઇન્દુભાઈ તો મનમોજી જીવ હતા; અલબત્ત, એમની મનમોજ કંઈ સુખચેન માણવાની કે મોજમજા ભોગવવાની નહિ, પણ હંમેશાં પોતાને મનગમતાં લોકસેવાનાં કાર્યોમાં જ ખૂંપી જવાની રહેતી. અને એક વાર એક સેવાકાર્ય કરવા જેવું લાગ્યું પછી “તરત દાન અને મહાપુણ્ય” એ જ એમની કાર્યપદ્ધતિ હતી. ગાંધીજી સાથે જોડાયા પછી પણ ઇન્દુભાઈનું મન ગુજરાતની આદિવાસી અને પછાત કોમોની સેવા માટે ઝંખી રહ્યું હતું. એ માટે ગાંધીજી અને સરદાર સાથે રહીને પોતાની ધારણા મુજબ કામ થવાની શક્યતા ન લાગી, તેથી પોતે એમનાથી અળગા થઈને એકલે હાથે એ કામ કરવાનું બીડું ઉઠાવ્યું; અને એક વાર અમુક કાર્ય કરવાનો સંકલ્પ કર્યો, પછી એમાં બીજા સાથીઓ છે કે પોતે એકલાએ જ બધો ભાર વહન કરવાનો છે, આર્થિક કે બીજાં સાધનો પૂરતાં છે કે નહીં, અથવા તો આસપાસની પરિસ્થિતિ કેવી મુશ્કેલ છે એની ચિંતા કરવા થોભવાનું ઇન્દુભાઈના સ્વભાવમાં જ ન હતું. મુશ્કેલીથી તેઓ મૂંઝાતા નહીં; મુશ્કેલ કામોનો પડકાર ઝીલવામાં તેઓ એક પ્રકારની મોજ અનુભવતા. આવા પ્રસંગોએ એમનું તેજ, ખમીર અને હીર શતદળ કમળની જેમ ખીલી ઊઠતું ; જાણે કોઈ યોગસાધક આત્મા ! એમ લાગે છે કે દીન-દુ:ખી, શોષિત-દલિત, પીડિત-પતિત જનતા એ જ ઇન્દુભાઈને મન પ્રત્યક્ષ હાજરાહજૂર જનાર્દનરૂપ હતી; એમની સેવામાં જ તેઓને સાચી ઈશ્વરસેવાનાં દર્શન થતાં. આ આસ્થામાંથી જ તેઓને ગમે તેવા મુશ્કેલ કામને પહોંચી વળવાનું બળ મળતું રહેતું હતું, અને એમનું જીવન આકરી કસોટી કરાવતી અનેક સિદ્ધિઓથી સમૃદ્ધ બન્યું હતું. - શ્રી ઇન્દુભાઈનું શરીર ન કલ્પી શકાય એટલું ખડતલ હતું ; એક તપસ્વીના જેવું કઠોર જીવન જીવવું એ એમને માટે સાવ સહજ વાત હતી. એમની Page #504 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઇન્દુચાચા ૪૮૧ ઊંચી, પાતળી છતાં લોહ સમી નક્કર કાયા એમના દર્શન કરનારના અંતરમાં ચિરકાળ સુધી એક આલ્હાદક અને પ્રેરક સ્મૃતિ જગાડતી રહેતી. જે માનવી ૭૦, ૭૫ કે ૮૦ વર્ષ જેવી પાકટ વયે ઊંઘ કે આરામની ખેવના કર્યા વગર ઠેર-ઠેર ઘૂમીને કલાકો સુધી કામ કરતો રહે, દિવસ-રાત ગણ્યા વગર અનેક સભાઓને લાંબા વખત સુધી સંબોધ્યા કરે અને પોતે સ્વીકારેલ ફરજને પૂરી કરવા સાહસશૂરા યોદ્ધાની જેમ સતત ઝૂક્યા કરે એના દેહમાં કેટલું કૌવત ભર્યું હશે? જેમ એમનું શરીર ખડતલ હતું એમ એમનું જીવન સાદાઈના શ્રેષ્ઠ આદર્શ સમું હતું. રહેવાનું સ્થાન નરસિંહ મહેતાના ઉતારા જેવું હોય, ઘરવખરીમાં સાદો કે હચમચી ગયેલો ખાટલો, જીર્ણ થઈ ગયેલાં ટેબલ-ખુરસી કે એવી જ વસ્તુ હોય, અને પહેરવાનાં વસ્ત્રો પણ ખાદીનાં સાવ સાદાં, ફાટેલાં, થીગડાં લગાવેલાં કે ઓછાં સ્વચ્છ પણ હોય તો એથી શરમાવાનું કે પોતાની જાતને હલકી માનવાનું કેવું ? સામે ચાલીને ગરીબીનું વરદાન તો માગી લીધું હતું ! અને ગરીબી અને સાદાઈને જીવન સાથે એકરૂપ બનાવી દેવાની શ્રી ઇન્દુભાઈની વિરલ અને ઉમદા ભાવના ઉપર સુવર્ણકળશ ચઢતો એમના અલગારી ભોજનથી ! એમને મન કર્તવ્યપાલનનું એટલું બધું મહત્ત્વ હતું કે ભોજનને માટે કોઈ કામમાં વિલંબ થાય એ એમને પરવડતું ન હતું ! જાણે કે, દેહથી કામ લેવું હોય તો એને દામું આપ્યા વગર ન ચાલે, એટલા માટે જ તેઓ ખોરાક લેતા હતા. વળી જે કંઈ ખાવા મળે તે આનંદ અને રસપૂર્વક ખાતા હતા. વખત આવ્યે ખીસામાં ભરી રાખેલ સીંગચણાથી કે થેલીમાં પડીકામાં બાંધી રાખેલ શાકપૂરીથી, પોણોસો એંશી વર્ષની વયે પણ, પોતાનું ભોજન પતાવનાર વ્યક્તિની રસવૃત્તિ કેવી કાબૂમાં હોવી જોઈએ? અને છતાં જીવનમાં ઉદાસીનતા કે નીરસતાનું નામ નહીં ! જેમ ઇન્દુભાઈનું શરીર મજબૂત હતું તેમ એમના મનમાં પણ જાણે ગજવેલ કે વજ પુરાયેલું હતું. એક સંકલ્પ કર્યો એટલે પછી ગમે તેવી મુસીબતો આવે તો પણ એને પૂરો કર્યો જ છૂટકો; હતાશા કે નાહિંમત એમને પાછા પાડી ન શકતી. નીડરતા એમના રોમરોમમાં ધબકતી હતી. કોઈની શેહશરમમાં દબાવાનું કે મોટામાં મોટી વ્યક્તિથી પણ ડરવા-ગભરાવાનું તેઓ શીખ્યા જ ન હતા. વળી સ્પષ્ટવાદિતા તો જાણે એમની જબાન પર જ રમતી રહેતી હતી. વખત આવ્યે મોટામાં મોટી ગણાતી વ્યક્તિને પણ કડવું, આકરું સત્ય સંભળાવતાં તેઓ ક્યારેય પાછા ન પડતા. જરૂર પડતાં એમની વાણી અંગાર-ઝરતી, જલદ બની શકતી. જેમણે લોભ-લાલચથી પર બનીને સમજપૂર્વક ફકીરી જીવનનો રાહ અપનાવ્યો હોય, એને કોઈથી ડરવાપણું હોય જ શાનું ? Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ અમૃત-સમીપે વળી, ઇન્દુચાચા ઉપર સરસ્વતી માતાની પણ કૃપા વરસી હતી. તેઓ જેમ પત્રકાર હતા તેમ સાહિત્યકાર પણ હતા. ‘નવજીવન’ પછી એમણે “યુગધર્મ' નામે બીજું માસિક પણ કાઢ્યું હતું. તેઓ ફિલ્મનિર્માતા પણ બન્યા હતા. અમુક વર્ષ સુધી એમણે વિદેશયાત્રા પણ કરી હતી. છટ્ટે ભાગે અધૂરી રહી ગયેલ એમની આત્મકથા ગુજરાતી સાહિત્યની એક ઉત્તમ કૃતિ લેખાય છે. પણ આ બધી વિશેષતાઓ એમને મન જનસેવા આગળ ગૌણ હતી અને જનસેવાના ધ્યેયને જ અર્પણ થયેલી હતી. તેમની જનસેવાની ભાવનાની વિરલ વિશેષતા એ હતી કે એની પાછળની એમની મનોવૃત્તિ ઉપકાર કરવાની નહીં, પણ નિજાનંદ મેળવવાની સાવ અલગારી હતી; તેથી જ એ આટલી સફળ અને કામણગારી બની શકી હતી. તેથી જ ઈન્દુભાઈ સામાન્ય જનતાના લાડીલા નેતા બનીને એના હૈયામાં વસી ગયા હતા. ખૂબ લોકપ્રિય બનેલું “ઇન્દુચાચા' નામ આ મહાન પુરુષ તરફના જનતાનાં આદર, વાત્સલ્ય અને ભક્તિનું સૂચક છે. પત્રકાર-મિત્રો તો એમને “દાદાના વહાલસોયા ઉપનામથી જ સંબોધતા. રાજકારણ જેવું મોહક અને લપસણું ક્ષેત્ર ખેડવા છતાં શ્રી ઇન્દુચાચા સત્તા, સંપત્તિ અને વૈભવવિલાસની લાલસાથી સાવ અલિપ્ત રહેવાની વિરલ ફકીરી કાયમ જાળવી શક્યા, તે ગરીબી અને સાદાઈ તરફની અલગારી મહોબ્બતને કારણે જ. આ સિંહપુરુષનું ખમીર અને પરાક્રમ સોળે કળાએ જોવા મળ્યું ૧૯ વર્ષ પહેલાં સને ૧૯૫૬માં મહાગુજરાતના આંદોલન વખતે. અણીને વખતે ગુર્જરભૂમિને સાચી અને તેજસ્વી નેતાગીરી પૂરી પાડીને શ્રી ઇંદુચાચાએ ગુજરાતની જે સેવા બજાવી એની દાસ્તાન તો સદાસ્મરણીય વીરગાથા બની રહેશે. એમની ગુણવિભૂતિ અને શક્તિસંપત્તિ ગુજરાતમાં અને દેશભરમાં વિસ્તરો એવી આપણી પ્રાર્થના હો ! (તા. ૨૨-૭-૧૯૭૨) (૭) કલ્યાણભાવનાનું વિરલ દષ્ટાંત ઃ શ્રી કામરાજ નાદર વ્યક્તિ સ્વયં ન નાની છે, ન મોટી; તેને મહાન કે પામર બનાવે છે એની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ. જેવી-જેવી વૃત્તિ, તેવી-તેવી વાણી અને તેવી-તેવી પ્રવૃત્તિ. અર્થાત્ વાણી અને વર્તનના સારાખોટાપણાનું ઊગમસ્થાન છે મનમાં. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે ભાવનાને પોતાના જીવનના આદર્શ તરીકે સ્વીકારે છે અને Page #506 -------------------------------------------------------------------------- ________________ શ્રી કામરાજ નાદર ૪૮૩ એ આદર્શને જીવન સાથે એકરૂપ બનાવી દેવા માટે પોતાની જાતને, સુખસાહ્યબીને અને શક્તિઓને હોમી દે છે, ત્યારે એક બાજુ એનું ઊર્ધ્વગામી અજબ રૂપાંતર થાય છે, બીજી બાજુ એ લોકનાયકપણાના અમૂલ્ય સન્માનની અધિકારી બની જાય છે. સદ્ગત રાષ્ટ્રનેતા કામરાજ નાદરનું જીવન અને કાર્ય આ વાતની સાક્ષીરૂપ કે જીવંતકથારૂપ બની રહ્યું હતું. એ જીવન સંકેલાઈ ગયું અને લોકકલ્યાણની ભાવનાથી સતત પ્રેરાયેલાં એમનાં કાર્યો સદાને માટે થંભી ગયાં. દેશવાસીઓ માટે અને વિશેષે કરીને દેશની જે ગરીબ જનતાના ભલા માટે એ કાર્યો થતાં હતાં એને ઘણી મોટી ખોટનો અનુભવ થયો. એમના અણધાર્યા અવસાનના સમાચાર મળતાં, એમનાં અંતિમ દર્શન માટે અસંખ્ય માનવીઓએ, વરસતા વરસાદે અને દિન-રાત ભૂલીને જે ઉત્સુકતા દાખવી, પોતાના શિરછત્ર સમા સ્વજનની ચિરવિદાયની જે કારમી વેદનાનો અનુભવ કર્યો અને એમની સ્મશાનયાત્રામાં સામેલ થવા લાખોની સંખ્યામાં દૂરથી અને નજીકથી પહોંચી જઈને જે આદર અને બહુમાનની લાગણી પ્રદર્શિત કરી, તે બીના એ નેતાની દેશદાઝ, રાષ્ટ્રભાવના અને વિશેષે સેવાપરાયણતાની કીર્તિગાથા બની રહે એવી છે. ઉચ્ચ અભ્યાસ અને અંગ્રેજી ભાષાનું ઊંડું જ્ઞાન એ બે છેલ્લા સાત-આઠ દસકાની રાષ્ટ્રીય નેતાગીરીનાં અનિવાર્ય અને અવિભાજ્ય અંગ લેખાતાં હતાં. આ બંને બાબતોમાં એક-એકથી ચઢિયાતી લાયકાત ધરાવતા હજારો નેતાઓ આપણા દેશમાં થઈ ગયા અને અત્યારે દેશનું સુકાન સંભાળતા નેતાઓમાં પણ આ યોગ્યતા સારા પ્રમાણમાં જોવા મળે છે. આવા સંખ્યાબંધ નેતાઓની હારમાળાની વચ્ચે પણ, પોતાના સામાન્ય અભ્યાસ અને અંગ્રેજી ભાષાના અધૂરા જ્ઞાન છતાં, શ્રી કામરાજજી પ્રથમ પંક્તિના નેતા જેવું ઉચ્ચ સ્થાન મેળવી અને ટકાવી શક્યા હતા; એટલું જ નહીં, કેટલીક વાર તો દેશના રાજ્ય-સંચાલનના તંત્રને હચમચાવી નાખે અથવા નવો વળાંક આપે એવા નિર્ણયો લેવાની હામ દાખવી શક્યા હતા એ જ બતાવે છે કે તેઓ કેટલું બધું આંતરિક બળ અને ખમીર ધરાવતા હતા. વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરૂની મૂંઝવણ દૂર કરવા, એ વખતના કૉંગ્રેસપ્રમુખ તરીકે શ્રી કામરાજજીએ ઘડેલ યોજના ‘કામરાજ પ્લાન' અને સમય જતાં ‘કામરાજીકરણ' તરીકે યાદગાર બની ગઈ હતી. શ્રી કામરાજજી ભારતના રાજકારણમાં જે સફળતા મેળવી શક્યા હતા અને પોતાનો અગત્યનો અને યાદગાર ફાળો નોંધાવી શક્યા હતા, તે એમનાં અદમ્ય આત્મવિશ્વાસ, અડોલ નિશ્ચયબળ, કુશાગ્ર-બુદ્ધિ, નિર્ણયોને વ્યવહારુરૂપ આપવાની કોઠાસૂઝ, નિઃસ્વાર્થવૃત્તિ, દેશના દીન-હીન-ગરીબ જનોની સેવા Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ અમૃત-સમીપે ક૨વાની ઉત્કટ તમન્ના વગેરે અનેક ગુણો અને શક્તિઓને કારણે. આની સાથોસાથ શ્રી કામરાજજીની સિદ્ધિઓની ગુરુચાવીરૂપ કહી શકાય એવી ખાસ નોંધપાત્ર અને કલ્યાણપ્રવૃત્તિના સર્વ ચાહકો માટે દાખલારૂપ કહી શકાય એવી બીજી વિશેષતા તે “ઓછામાં ઓછું બોલવું અને વધારેમાં વધારે કામ કરવું” એવી મનોવૃત્તિ. એમ લાગે છે કે જેમ ગરીબોની સેવા એ એમનો જીવનમંત્ર હતો, તેમ “ઓછું બોલો અને કામ વધારે કરો” એ સૂત્ર પણ એમને માટે જીવનમંત્ર જેવું જ મહત્ત્વ ધરાવતું હતું. આવી અલ્પભાષિતા અને વિશિષ્ટ ક્રિયાશીલતાના બળે, ભારતના રાજકારોબારમાં, નવા વડાપ્રધાન નીમવા જેવા અતિ અટપટા અને આંતરિક સંઘર્ષની શક્યતાથી ભરેલા બે-બે પ્રસંગોએ પણ તેઓએ, માત્ર ઇશારાથી જ કહી શકાય એવી સહેલાઈથી, પોતાનો નિર્ણાયક મત આપ્યો હતો, અને પોતાના કૉંગ્રેસ પક્ષને એ મતનો સ્વીકાર કરવાની ફરજ પડે એવી ઠંડી તાકાત દાખવી હતી. દેશના અને વિદેશના રાજકારણના વ્યાપક ક્ષેત્રમાં પણ આવા દાખલા મળવા મુશ્કેલ છે. સેવા કરવામાં પણ સત્તાની ઉપયોગિતા રહેલી છે અને સત્તાનો સાચી દિશામાં ઉપયોગ કરવામાં આવે તો વધારે સારી રીતે સેવા થઈ શકે છે એ વાત શ્રી કામરાજજી બરાબર સમજતા હતા. છતાં ગરીબોની સેવા કરવાનો આજીવન ટકેલો ઉત્સાહ પણ એમનામાં સત્તાની લાલસા જન્માવી શક્યો ન હતો એ હકીકત તેઓ સત્તાના મોહક અને ઘણી વાર તો સારાસારનો વિવેક પણ ભુલાવી દે એવા આકર્ષણથી કેટલા બધા અલિપ્ત અને સાવધ હતા એનું સૂચન કરે છે. સત્તાની મહત્તા અને એના અતિરેકમાં રહેલ નીતિભ્રષ્ટતા એ બંને વચ્ચેની ભેદરેખા તેઓ બરાબર સમજતા હતા, અને સેવા અને સત્તા વચ્ચે સમતુલા જળવાઈ રહે એ માટે સતત જાગૃત રહેતા હતા. જીવનની પહેલી વીસી વટાવી-ન વટાવી એટલામાં તો, સાવ ઊછરતી યુવાન ઉંમરે, રાષ્ટ્રમુક્તિનો ગાંધીજીનો મંત્ર અને એ માટે એમણે આપેલ અહિંસક લડતનો આદેશ શ્રી કામરાજજીના અંતરને વશ કરી ગયો ! ગાંધીજીના જીવન અને કાર્યની છાપ શ્રી કામરાજજી ઉપર એવી ઊંડી પડી કે એમના જીવનની દિશા ધરમૂળથી પલટાઈ ગઈ, અને તેઓ રાષ્ટ્રમુક્તિની લડતના એક અદના સૈનિક બનવામાં ધન્યતા અનુભવી રહ્યા. આમ, ગાંધીજીના સેનાપતિપદે રાષ્ટ્રીયતાના રંગે રંગાવાની શુભ શરૂઆત થયા પછી, સમયના વહેવા સાથે, એ રંગ એવો તો ઘેરો બનતો ગયો કે એને લીધે તેઓ પોતાના સંસાર-વ્યવહારને પણ વીસરી ગયા, અને સાવ સ્વાભાવિક રીતે આજીવન બ્રહ્મચર્યવ્રતના ઉપાસક બની ગયા. શ્રી કામરાજજીનું જીવન એ વાતની સાક્ષી પૂરે છે કે સત્તાલોલુપતા અને Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ દરબાર શ્રી ગોપાળદાસ સ્વાર્થપરાયણતાના અતિરેકને લીધે ખૂબ ડહોળાઈ અને કથળી ગયેલ દેશના રાજકારણ વચ્ચે પણ, જળકમળ જેવું નિર્મળ અને ગાંધીજીના અનુયાયીને શોભે એવું નમૂનેદાર જીવન જીવી શકાય છે. આવી જીવનસ્પર્શી સાદગીના ઉપાસક કામરાજજીએ ઘણી વાર આપણા દેશના રાજકારણમાં અકળ કે ગૂઢ કોયડારૂપ રાજદ્વારી પુરુષ તરીકે પણ ભાગ ભજવેલ હોવાથી કેટલીક વાર એમના મનને તેમ જ કથનને સમજવાનું મુશ્કેલ બની જતું હતું. બધી વાતોને વધારે પડતા ખુલ્લા રૂપમાં રજૂ કરી દેવાની, લોકશાહીના નામે વિકસેલી રીતરસમોને લીધે, કાચું કાપ્યાની જેમ આપણે અનેક વાર જે નુકસાન ઉઠાવ્યું છે એ દૃષ્ટિએ વિચારતાં શ્રી કામરાજજીની આ ખાસિયત એમની ખામીરૂપ નહીં, પણ એક અનુકરણીય ખૂબીરૂપ જ લેખાવી જોઈએ. ગાંધીજયંતીના અને શાસ્ત્રી-જયંતીના) પર્વદિને મહાયાત્રાએ સિધાવેલા ગાંધીજીના અનુયાયી શ્રી કામરાજજીને આપણા અંતરના પ્રણામ ! (તા. ૧૧-૧૦-૧૯૭૫) (૮) ત્યાગમૂર્તિ નરવીર ઃ દરબાર શ્રી ગોપાળદાસ દરબાર શ્રી ગોપાળદાસનું અવસાન થતાં સૌરાષ્ટ્રની ધરતી ઉપરથી એક અનુભવી, પીઢ અને કાર્યકુશળ નરવીર ચાલ્યો ગયો છે. બસો કરતાં ય વધુ રજવાડાંઓમાં વેરવિખેર બનેલી સોરઠની ધરતીના નિસ્તેજ માનવીઓમાં પ્રાણ પૂરનાર ધન્ય નરોમાં શ્રી દરબારસાહેબ શિરોમણિ હતા. પોતાની મનગમતી સ્વતંત્રતાની આગળ એમને રાજપાટની કે વૈભવ-વિલાસની સામગ્રીની કશી દરકાર ન હતી. રાજપાટનો ત્યાગ કરીને દેશની આઝાદીના સંગ્રામના મોરચે આવી ઊભેલા દરબારસાહેબ એકલી સોરઠની ધરતીના એક સામાન્ય રાજવી મટીને આખા ગુજરાતના એક મુરબ્બી તરીકેનું માનભર્યું સ્થાન પામી ચૂક્યા હતા. આવું ત્યાગ અને બલિદાનપરાયણ યશસ્વી જીવન જીવીને ૧૪ વર્ષની ઉમ્મરે સ્વર્ગના માર્ગે સંચરતા દરબારસાહેબ પોતે તો ધન્ય બની ગયા, પણ સોરઠની ધરતીને એક કસાયેલા કાર્યકરની ભારે ખોટ પડી. (તા. ૧૫-૧૨-૧૯૫૧) Page #509 -------------------------------------------------------------------------- ________________ ४८७ અમૃત-સમીપે (૯) સ્વર્ગસ્થ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનો તા. ૨-૪-૧૯૬૫ના રોજ, હૃદયરોગના વ્યાધિને લીધે, સાવ અણધાર્યો સ્વર્ગવાસ થયો છે – ગુણિયલ, ન્યાયનીતિપરાયણ, સાચદિલ માનવીઓની અછતથી રંક બનતી જતી આપણી ધરતી વધુ રંક બની છે ! ચિત્ત શોક અને રંજના ભારથી મુક્ત બને નહીં એવી દુઃખદ, કરુણ અને કારની ઘટના બની ગઈ ! મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા તો એક રાજવી : અઢળક સંપત્તિ અને અપાર વૈભવના સ્વામી. પણ એમનું સમગ્ર જીવન જળકમળ જેવું અલિપ્ત અને જનકવિદેહની પુરાણકથાને સાચી ઠરાવે એવું અનાસક્ત હતું – જાણે રાજવીપદનો મોહક અંચળો ધારણ કરીને કોઈ યોગસાધક આત્મા સાધનાની આકરી કસોટીએ ચઢ્યો હતો ! એ કસોટી પર કુંદન સાબિત થઈને એ આત્મા જીવન જીતી ગયો, મૃત્યુ તરી ગયો, અમર બની ગયો ! મહારાજાને મન જીવન એ ભગવાનની અમૂલખ અમાનત (થાપણ) હતું. પવિત્રતાની પુણ્યપાળથી એમણે એ અમાનતનું જીવની જેમ જતન કરી, સાદાઈ અને સદાચારની અમૂલ્ય સંપત્તિથી એને સવાઈ કરીને, ભગવાનને પાછી સોંપી દઈને જીવનને ધન્ય કરી જાણ્યું. અઢાર વર્ષ પહેલાં ભારત સ્વતંત્ર તો થયું; પણ સેંકડો દેશી રાજ્યોમાં વિભક્ત થઈ ગયેલ દેશની અખંડિતતા સિદ્ધ કરવી તો હજી બાકી હતી. લોહીનું ટીપું વહાવ્યા વગર એ કામ પાર પાડવું લોઢાના ચણા ચાવવા કરતાં પણ ઘણું મુશ્કેલ હતું. પણ એ કાળે દેશની ખુશકિસ્મતી એ હતી કે આવા મુશ્કેલ કામને પણ આસાનીથી પાર પાડવાની કુનેહ, શક્તિ અને તમન્ના ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલ જેવા સમર્થ અને વિચક્ષણ સુકાની દેશની પાસે મોજૂદ હતા; તેમ જ દેશની અખંડિતતાની ઇમારતના પાયામાં પોતાનું સર્વસ્વ હોંશભેર ન્યોછાવર કરવાની અદમ્ય ભાવનાવાળા મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવા ત્યાગશૂર રાજવી પણ હતા. દેશની અખંડિતતાના ઇતિહાસમાં જેમ સરદારસાહેબનું નામ સુવર્ણ-અક્ષરોથી અંકિત રહેશે, તેમ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ત્યાગ અને સમર્પણની ભાવના પણ ચિરસ્મરણીય બની રહેશે. સાચે જ, મહારાજાના એ સમર્પણે દેશની અખંડિતતાની ઇમારતના પાયામાં પહેલી સુવર્ણઇટ મૂકવાનું પુણ્યકાર્ય કરી બતાવીને ભારતીય સંસ્કૃતિને ગૌરવશાળી બનાવી હતી. ત્યારે એમની ૩૫ વર્ષની ભરયુવાન ઉંમર હતી ! એ ઉંમરે આ રાજવીને પોતાનું આખું રાજ્ય મહાત્મા ગાંધીજીને ચરણે મૂકી દેવાના અદમ્ય મનોરથ જાગે Page #510 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુરુષોત્તમદાસ ટંડન અને વૅ. બિધાનચંદ્ર રૉય ૪૮૭ અને ગાંધીજીનું આપેલું જ એ પરાણે પોતાની પાસે રાખે એ ઘટના જ એમ સૂચવે છે કે આ રાજવી એક સાચા રાજયોગી હતા; રાજવીપદ એમને મન ભોગવિલાસનું નહીં, પણ લોકકલ્યાણનું જ સાધન હતું. મહારાજાના જીવનનું આછું દર્શન કરતાં પણ એમ લાગે છે કે એ એક આદર્શ રાજવી હતા. પ્રજાના દુઃખને એ પોતાનું માનતા; એ દુઃખ દૂર કરવા માટે રાત-દિવસ ચિંતા સેવતા, પ્રયત્ન કરતા અને પ્રજાના સુખમાં જ સુખ અનુભવતા. સમગ્ર પ્રજાના જીવન સાથે પોતાના જીવનની આવી એકરૂપતા સાધીને જીવન જીવી જાણનાર રાજવી બહુ વિરલ છે. તેઓ જ્યાં જતા ત્યાં એમના આવા ઉજ્વળ જીવન અને ગુણભંડારથી સભર વ્યક્તિત્વની સુભગ છાપ અંકિત થઈ જતી. મદ્રાસ જેવા દૂરના રાજ્યના ગવર્નર તરીકે એમણે બજાવેલી સેવાઓ ત્યાંની પ્રજા આજે પણ આદર અને બહુમાનપૂર્વક સંભારે છે. એમ કહેવું જોઈએ કે દેશસેવક અને લોકસેવક બનીને તેઓ સદાને માટે પોતાની પ્રજાના અંતરમાં વસી ગયા હતા. રાજવીપદનો તો એમણે ક્યારનો ત્યાગ કરી દીધો હતો, છતાં એમની પ્રજાને મન તો તેઓ જ એમના રાજા હતા ! એમના અવસાન પ્રસંગે ભાવનગર-રાજ્યની પ્રજાએ અને બીજાઓએ જે આંચકો અનુભવ્યો, જે શોક દર્શાવ્યો અને જે અંતિમ આદર-માન આપ્યું, એ દૃશ્ય મહારાજાના જીવનમાં સહજપણે સધાયેલા માનવતા, કરુણા અને વાત્સલ્યના ત્રિવેણીસંગમને ભાવભીની અંજલિરૂપ હતું. આવા એક પુરુષોત્તમ રાજપુરુષનું બાવન વર્ષની અપક્વ વયે સ્વર્ગગમન એ દેશને માટે મોટી ખોટ રૂપ ઘટના છે. (તા. ૧૦-૪-૧૯૯૫) (૧૦) મૃત્યુપંથના બે હમરાહી ઃ શ્રી પુરુષોત્તમદાસ ટંડન અને ૉ. બિધાનચંદ્ર રૉય ભારતની આઝાદીની અહિંસક લડતના બે સમર્થ સુકાનીઓએ સદાને માટે એક સાથે આપણી વિદાય લીધી છે, અને નેકદિલ અને શક્તિશાળી રાષ્ટ્રસેવકોની વધતી જતી તંગીમાં આપણને ન પુરાય એવી ખોટ પડી છે. બંગાળના મુખ્યપ્રધાન ડૉ. બિધાનચંદ્ર રૉય અને કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ બાબુ પુરુષોત્તમદાસ ટંડન, બંને આ યુગના મહાન રાજપુરુષો હતા. બંને ભારતમાતાના શ્રા અને સાચા સપૂતો હતા. પોતાની સેવા અને સ્વાર્પણની ભાવનાને Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ અમૃત-સમીપે બળે બંને રાષ્ટ્રસેવકોએ કરોડો દેશવાસીઓના અંત૨માં આદર અને બહુમાનનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભારતના વીસમી સદીના ઇતિહાસમાં બંનેનાં નામ સુવર્ણાક્ષરે અંકિત થઈ જાય એવી ભવ્ય અને ઉજ્જ્વળ એમની કારકિર્દી હતી. બંનેનાં જીવનના ક્રમ આગવા હતા. ડૉ. બિધાનચંદ્ર રૉય કદી કોઈથી પાછા ન પડે એવા, લીધું કાર્ય પાર પાડવાની દઢ મનોવૃત્તિવાળા અને મુસીબતો અને અસંખ્ય પ્રવૃત્તિઓના જબરા જુવાળ વચ્ચે પણ હિમાલયની જેમ અસ્પૃષ્ય (અડગ) રહીને પોતાના વ્યક્તિત્વને બળે સૌને પ્રભાવિત કરવાની અસાધારણ વિશેષતા ધરાવનારા હતા. તો બાબુ પુરુષોત્તમદાસ ટંડન શાંત અને સૌમ્ય છતાં અડોલ ઇચ્છાશક્તિ ધરાવતા હતા. તપસ્વી જેવાં તપ, ત્યાગ અને સંયમથી એમનું જીવન સુરભિત બન્યું હતું; સેવા અને સ્વાર્પણ એમનાં જીવનસૂત્ર બન્યાં હતાં. બંનેનું વ્યક્તિત્વ એકબીજાથી જુદું હોવા છતાં માતૃભૂમિની સેવા કાજે બંનેની ભક્તિભાગીરથી સમાન માર્ગે અને સમાન ભાવે વહી હતી. મા-ભોમની સેવામાં સર્વસ્વ સમર્પણ કરવામાં બંને નરવીરોએ કશી જ કમીના રહેવા દીધી ન હતી. બંને સમાન વયના હતા : શ્રી ટંડનબાબુ ડૉ. રૉયથી ફક્ત એક જ મહિનો નાના હતા. બંને ન૨૨ત્નોને એક સાથે દોઢેક વર્ષ પહેલાં, ‘ભારતરત્ન’ના સર્વોચ્ચ રાષ્ટ્રીય બિરુદથી સન્માનવામાં આવ્યા હતા ! " પૂરી ચાર વીશીનું યશોજ્જ્વલ અને રાષ્ટ્રસેવાની સૌરભથી પમરતું જીવન! બંને અવિરત સેવાનો અતિશ્રમ ઉઠાવીને નિવૃત્તિનાં સાચા અધિકારી બન્યા હતા. શ્રી ટંડનબાબુ તો ત્રણેક વર્ષથી પથારીવશ હતા; અને સામર્થ્યવાન આત્મા જાણે જર્જરિત ફ્લેવરનો ત્યાગ કરી નવા ફ્લેવરની ઝંખના કરતો હતો. પણ ડૉ. વિધાનબાબુ તો એંશી વર્ષની વયે પણ તન અને મનથી એવા જ જાજરમાન હતા, અને હજી પણ જન્મભૂમિની વર્ષો સુધી સેવા કરવાની શક્તિનો પુંજ જાણે એમનામાં ભર્યો હતો ! પણ કાળ તો જર્જરિત કે શક્તિશાળી દેહના ભેદને પિછાણતો નથી; એ તો પોતાનો સમય પાકવાની જ રાહ જુએ છે અને વખત પાક્યે પોતાની બાજી આંખના પલકારામાં સંકેલી લે છે. આ બંને દેશભક્તોએ પોતાની ચિરવિદાય માટે એક જ દિન પસંદ ર્યો : તા. ૧-૭-૧૯૬૨ ને રવિવાર ; ત્રણેક કલાકને અંતરે બંને ચિરનિદ્રામાં પોઢી ગયા ! સમાન વય, સમાન સેવા, સમાન સન્માન અને એક જ તિથિએ સ્વર્ગગમન આવો સંયોગ વિરલ બને છે; અને છતાં દિલમાં ઊંડુંઊંડું દર્દ જગવતો જાય છે. શક્તિનો અખૂટ ઝરો : ડૉ. બિધાનચંદ્ર રૉય ડૉ. રૉયનો જન્મ સને ૧૮૮૨ની પહેલી જુલાઈએ પટનામાં થયો હતો. એમનું કુટુંબ બ્રહ્મોસમાજનું અનુયાયી હતું, અને ડૉ. રૉયને સમાજસુધારણાનો Page #512 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુરુષોત્તમદાસ ટંડન અને . બિધાનચંદ્ર રૉય ૪૮૯ વારસો બચપણથી જ મળ્યો હતો. આ વારસાએ જ એમના જીવનને આરામતલબ અને વિલાસી બનાવવાને બદલે ઉચ્ચ આદર્શવાળું અને કર્તવ્યપરાયણ બનાવ્યું હતું. કદાચ આવા કોઈ મહાન આદર્શ જ એમને જીવનભર લગ્નજીવનના બંધનથી મુક્ત રહેવાની પ્રેરણા આપી હતી. શ્રી બિધાનબાબુની કારકિર્દી શરૂઆતથી જ તેજસ્વી હતી. એમનો મૂળ મનોરથ તો એક મોટા ઇજનેર બનવાનો હતો, પણ ભવિતવ્યતા એમને દાક્તરી વિદ્યાના અભ્યાસ તરફ દોરી ગઈ; એમાં એમને ભારે સફળતા મળી. કલકત્તા વિશ્વવિદ્યાલયના એમ. ડી. થયા પછી તેઓ વિલાયત ગયા, અને ત્યાં થોડાક વખતમાં જ એમણે ફિઝીશિયન (એમ.આર.સી.પી.) અને સર્જન (એફ આર સી.એસ.) તરીકેની પદવી મેળવી લીધી. એક જ ડૉક્ટર ફિઝિશિયન અને સર્જન તરીકેની સર્વોચ્ચ પદવીઓ મેળવે એ બહુ વિરલ ઘટના વિશેષ નોંધપાત્ર બીના તો એ છે કે મુખ્યપ્રધાન તરીકેની કે બીજા એવા જ જવાબદારીવાળાં સ્થાનોની વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમતા અને અતિ વ્યસ્ત બનેલા જીવનમાં પણ એમણે દાક્તરી વિદ્યા તરફનો પોતાનો રસ અને પ્રેમ જીવંત રાખ્યો હતો, અને દાકતરી વિદ્યા માટેની સંખ્યાબંધ સંસ્થાઓની સ્થાપના કરીને એનું સફળ સંચાલન કર્યું હતું. આટલું જ શા માટે ? રોજ સવારે પાંચ વાગે જાગીને, કલાક-દોઢ કલાક ગરીબ દર્દીઓની સેવા મારફત પરમેશ્વરની સેવા કરીને તેઓ પોતાનાં દિવસનો અને પ્રવૃત્તિઓનો શુભ આરંભ કરતા હતા ! સત્તાના ઉચ્ચ શિખરે આરૂઢ થવા છતાં જનસેવાની આવી જીવંત પ્રીતિ ધરાવનાર પુરુષના અંતરમાં માનવતાનું અમૃત કેટલું ભર્યું હશે ! કદાચ એમની એ સેવાપરાયણતા જ એમની અસાધારણ લોકપ્રીતિની જનેતા હશે. પોતાના સેવકને જનતા શી રીતે વીસરી શકે? મહાત્મા ગાંધીજીના રખેવાળ તબીબ તરીકે ડૉ. રોયે જે અજોડ સ્થાન મેળવ્યું હતું એના મૂળમાં પણ એમની કાબેલિયત ઉપરાંત આવી અદમ્ય સેવાપ્રીતિ જ સમજવી. રાજકારણ એ કંઈ ડૉ. રૉયનો અંગત રસનો વિષય ન હતો. પણ જે વ્યક્તિમાં શક્તિ અને બુદ્ધિનો અખૂટ ઝરો વહેતો હોય એને માટે કોઈ પણ વિષયમાં પ્રભુત્વ જમાવવું એ સાવ રમતવાત છે. મહાત્મા ગાંધીએ ભારતના રાજકીય ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું, અને કરોડો ભાઈ-બહેનો એમની રાહબરી નીચે ભેગાં થવા લાગ્યાં; એવા વખતે ડૉ. રોય જેવા વિદ્યુત્સક્તિ-સમાં પુરુષ પાછળ કેવી રીતે રહે? બાબુ ચિત્તરંજનદાસના પ્રેર્યા એમણે રાજકારણમાં ઝંપલાવ્યું, અને પહેલે જ ઝપાટે સર સુરેન્દ્રનાથ બેનર્જી જેવાને ચૂંટણીમાં શિકસ્ત આપી ! ત્યારથી Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ અમૃત-સમીપે એમનો સિતારો ચમકતો થયો, અને દેશસેવાના નવા-નવા સીમાસ્તંભો એ સર કરતા ગયા. આને લીધે ધીમે-ધીમે તેઓ કૉંગ્રેસનું એક અગત્યનું અને શક્તિશાળી અંગ બની ગયા, અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તેઓ કૉંગ્રેસની, દેશની, અને વિશેષે કરીને બંગાળની સેવા કરતા રહ્યા. કોંગ્રેસની ૧૯૨૮ની ઐતિહાસિક બેઠક વખતે તેઓ સ્વાગત-સમિતિના મહામંત્રી હતા અને ૧૯૩૦માં બંગાળ-કૉંગ્રેસના પ્રમુખ બન્યા હતા. બે વર્ષ સુધી તેઓ કલકત્તાના નગરપતિ (મેયર) પણ બન્યા હતા. ૧૯૩૦ અને ૧૯૩૨માં એમને જેલવાસ મળ્યો હતો, પણ ૧૯૪૨માં તેઓ જેલવાસથી અળગા રહ્યા હતા; કારણ કે નિષ્ક્રિય અને પ્રવૃત્તિ વગરનું જીવન જીવવું એમને પસંદ ન હતું, અને વાંચવા-લખવામાં જ બધો સમય વિતાવવો એ એમના સ્વભાવમાં ન હતું. ૧૯૩૫-૩૭માં કૉંગ્રેસે પ્રાંતોમાં સત્તા સ્વીકારવાનો નિર્ણય કર્યો, એમાં ડૉ. રૉયનો ભાગ કંઈ નાનોસૂનો ન હતો. ખોટા બખેડા ઊભા કરીને કામમાં રુકાવટ ઊભી કરવી એ તરફ ડૉ. રૉયને ભારે નારાજી હતી. ક્યાંય પણ મુશ્કેલી ઊભી થઈ હોય, કોઈ બે મુખ્ય નેતાઓ વચ્ચે બેદિલીનો પ્રસંગ ઊભો થયો હોય તો ડૉ. રૉયની સેવાઓ હંમેશાં સાંધણની ગરજ સારતી હતી. પોતાની કુશાગ્ર અને શુભાશયી બુદ્ધિના બળે એમણે આવી અનેક ગૂંચો ઉકેલી હતી, અને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ અને નેહરૂ જેવાનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો. સ્વરાજ્ય આવ્યા બાદ તો અનેક મહત્ત્વના નિર્ણયોમાં ડૉ. રૉયની સલાહ અનિવાર્ય બની ગઈ હતી. દેશના ભાગલા પડ્યા, બંગાળનું વિભાજન થયું; અને પશ્ચિમ બંગાળના માથે જાણે દુઃખનો દાવાનળ ઊતરી પડ્યો – નિર્વાસિતોની તો જાણે લંગાર લાગી ગઈ હતી, અને બંગાળનું રાજકારણ એટલું તો ડામાડોળ બની ગયું હતું કે એને સ્વસ્થ અને સ્થિર કરવાનું કામ લગભગ અશક્ય જેવું બની ગયું હતું. ડૉ. રૉયે આવા અણીના વખતે બંગાળની અને એની દીન-દુઃખી જનતાની જે અવિરત સેવા બજાવી છે, એ કદી ન વીસરી શકાય એવી છે. સ્વરાજ્ય બાદ ભારતના રાજકારણમાં બે જ વ્યક્તિ આપણને એવી મળી છે કે જેમણે પોતાનું સ્થાન અવિચળપણે આજ સુધી રાજકારણમાં અને પોતાની પ્રજામાં ટકાવી રાખ્યું હોય : કેન્દ્રમાં આપણા વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ અને પશ્ચિમ બંગાળમાં એના મુખ્યપ્રધાન ડૉ. બિધાનચંદ્ર રૉય. છેલ્લાં ૧૪-૧૫ વર્ષના ગાળામાં દરેક પ્રાંત કે પ્રદેશના મુખ્યપ્રધાન બદલાતા રહ્યા છે, જ્યારે ડૉ. રૉય છેક ૧૯૪૮થી તે જિંદગીના અંત સુધી બંગાળના મુખ્યપ્રધાન તરીકે ચાલુ રહ્યા પૂર્ણ યશસ્વી રીતે તેમ જ પૂરેપૂરી લોકપ્રીતિ પામીને; અને તે પણ હતા Page #514 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુરુષોત્તમદાસ ટંડન અને ડૉ. બિધાનચંદ્ર રૉય ૪૯૧ સામ્યવાદની ભાવનાથી ઊભરાતા વાતાવરણ વચ્ચે ! બંગાળ અને કલકત્તા તો સામ્યવાદીઓનો ગઢ છે. આ કેવળ ડૉ. રૉયના અંતરમાં ધરબાયેલી લોકકલ્યાણ અને લોકસેવાની ભાવના અને એમની અજોડ કાર્યશક્તિનું જ ફળ ગણી શકાય. ડૉ. રૉય એક સફળ તબીબ અને એક સફળ રાજકારણી પુરુષ હોવાની સાથે-સાથે ઉદ્યોગોની સ્થાપના અને એના વિકાસમાં પણ ખૂબ પાવરધા હતા. કલકત્તા અને બંગાળના અનેક ઉદ્યોગો એમની યશોગાથા ગાઈ રહ્યા છે. ડૉ. રૉયની લોકકલ્યાણની ભાવના એવી સક્રિય હતી કે એમના અવસાનના એક અઠવાડિયા પહેલાં જ જે આલીશાન મકાનમાં પોતે ચિરનિદ્રા લીધી, એ મકાન દાક્તરી સારવારના સેવાકાર્ય માટે એક ટ્રસ્ટને અર્પણ કરી દીધું હતું. એમની આ સખાવત એમની સેવાવૃત્તિની નિરંતર સાખ પૂરતી રહેશે. અને વૃદ્ધત્વ ? વૃદ્ધત્વ તો જાણે એમને સ્પર્શી પણ શક્યું નહિ; તેઓ સાચે જ શારીરિક અને બૌદ્ધિક શક્તિના અખૂટ ઝરા હતા. દેશની, બંગાળની અને કલકત્તાની અનેકવિધ ઉન્નતિ માટે એ શક્તિઓનો કંઈ-કંઈ ઉપયોગ કરવાના એમના મનોરથો હતા. ડૉ. રૉય સેવા માટે જ જીવ્યા અને સેવાના મનોરથો સેવતાં જ સ્વર્ગવાસી બન્યા ! સેવા અને ત્યાગની મૂર્તિ શ્રી ટંડનબાબુ જેમને જોઈને શાંતિનો મૂર્તિમંત અનુભવ થઈ આવે એવા શ્રી પુરુષોત્તમદાસ ટંડનનો જન્મ ડૉ. રૉયના જન્મ પછી બરાબર એક જ મહિને, સને ૧૮૮૨ના ઑગસ્ટ મહિનાની પહેલી તારીખે થયો હતો. શ્રી ટંડનબાબુ વ્યવસાયે એક કાબેલ વકીલ હતા, અને કુશાગ્ર-બુદ્ધિ, અભ્યાસપૂર્ણ દૃષ્ટિ, ખંત, ન્યાયપ્રિયતા અને સત્યપ્રિયતાને લીધે તેઓ વકીલ તરીકે ખૂબ સફળ થયા હતા. જ્યારે ભારતના રાજકીય તખ્તા ઉપર મહાત્મા ગાંધીજીનું વર્ચસ્વ જામવા લાગ્યું ત્યારે એમની કમાણી ધીકતી હતી, અને ઘણા અટપટા કેસો પણ એમને સોંપીને લોકો નિશ્ચિત બની જતા. ટંડનબાબુ મૂળે જ ‘સાદું જીવન અને ઊંચા વિચારો'ના મંત્રથી પ્રભાવિત થયેલા હતા. જીવનની ઓછી જરૂરિયાતો એ એમનો જીવનક્રમ બની ગયો હતો. એમના અંતરને ગાંધીજીનો પારસ સ્પર્શી ગયો. સત્ય અને અહિંસાને કેન્દ્રમાં રાખીને દેશની આઝાદીની લડત અહિંસક રીતે લડવાની ગાંધીજીની અભિનવ હાકલે ટંડનબાબુના અંતરનું કામણ કર્યું; અને તેઓ પોતાની ટંકશાળ જેવી કમાણી છોડીને ગાંધીજીના એક અદના સેવક બની ગયા ! Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ અમૃત સમીપે પછી તો લોકસેવા અને દેશસેવા એ જ એમનો જીવનપંથ બની ગયો. જ્યાં-જ્યાં લોકોને અન્યાય, અત્યાચાર કે દુઃખ વેઠવા પડતાં લાગે ત્યાં શ્રી ટંડનબાબુ દોડી જાય. દેશની સામાન્ય જનતાની કારમી કંગાલિયત જોઈને એમનો આત્મા કકળી ઊઠતો; એ કરુણાવૃત્તિ જ એમને અમીરીમાંથી ફકીરીમાં દોરી લાવી હતી. ૧૯૨૧માં તેઓ ઉત્તર પ્રદેશની કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા, અને એ જ વર્ષમાં એમણે પહેલી જેલયાત્રા કરી હતી. સન ૧૯૩૦માં લાલા લાજપતરાયે સ્થાપેલ સર્વર્સ ઓફ પીપલ્સ સોસાયટીના તેઓ પ્રમુખ બન્યા હતા, તેમ જ એ જ વર્ષમાં અલાહાબાદ મ્યુનિસિપાલિટીના પણ અધ્યક્ષ બન્યા હતા. ૧૯૩૦-૩રમાં એમણે ફરી જેલયાત્રા કરી હતી. શ્રી નેહરૂની સાથે કિસાન-ચળવળમાં એમણે સક્રિય રસ લીધો હતો, અને ૧૯૩૦-૩૧માં એમણે અખિલ ભારતીય ખેડૂતસંઘની રચના પણ કરી હતી. ૧૯૩૭ અને ૧૯૪૬માં બે વાર તેઓ ઉત્તરપ્રદેશની વિધાનસભાના સ્પીકર નિમાયા હતા, અને પોતાની તટસ્થતા અને ન્યાયપ્રિયતાને લીધે ખૂબ નામના મેળવી હતી. માનભંગ થયે તરત જ એ સ્થાનનો ત્યાગ પણ કર્યો હતો. પોતાના નિર્ણયને દૃઢપણે વળગી રહેવું અને પોતાના અંતરની વિરુદ્ધ ક્યારે પણ નમતું ન જોખવું એ શ્રી ટંડનબાબુનો સહજ સ્વભાવ હતો. પોતાની વાતને મક્કમપણે વળગી રહેવામાં કેટલીક વાર એમને લોકોનો અણગમો પણ વ્હોરવો પડતો, અને પોતાના સાથીઓને કે ગાંધીજી કે નેહરૂ જેવા ઉચ્ચ નેતાઓને પણ નારાજ કરવા પડતા; પણ એની તેઓ કદી પરવા નહિ કરતા. પોતાના સિદ્ધાંતની ખાતર કોંગ્રેસના પ્રમુખપદનો ત્યાગ કરતાં પણ તેઓ અચકાયા ન હતા. હિન્દી ભાષાના તેઓ ભારે હિમાયતી હતા. હિન્દી ભારતની રાષ્ટ્રભાષા બને એ માટેનો એમનો પ્રયત્ન અને પુરુષાર્થ અવિસ્મરણીય છે. તેઓ સાચા અર્થમાં સાધુપુરુષ હતા; સંતપણું અને સાદાઈ જાણે એમના સ્વભાવમાં સહજપણે વણાઈ ગયાં હતાં. સાદામાં સાદાં અને તે પણ જરૂર પૂરતાં ઓછામાં ઓછાં કપડાં, સ્વાદહીન ભોજન અને ઉપાસનામય જીવન – એ જ એમનો જીવનક્રમ હતો. સ્વાદવૃત્તિ ઉપર કાબૂ મેળવવા માટે ખાંડ, મીઠું અને મસાલા વગરનું ભોજન લેતા હતા. જનતાએ એમને “રાજર્ષિ બિરુદ આપ્યું હતું તે સાવ સાચું હતું. એવા એ સાધુચરિત નરોત્તમને આપણા અનેક અભિવાદન હો ! Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૯૩ શ્રી બળવંતરાય મહેતા ડૉ. બિધાનચંદ્ર રોય અને શ્રી ટંડનબાબુ એ બંને પુરુષોનો આત્મા આપણને સત્ય અને સેવાને માર્ગે દોરે, અને ભારતના પ્રજાજીવનમાંથી ઓસરતા સેવા, સમર્પણ અને સત્યનિષ્ઠાના સદ્ગણો ફરી સજીવન બને એવી આપણા સૌની પ્રાર્થના હો ! (તા. ૭-૭-૧૯૯૨) (૧૧) સ્વદેશવત્સલ, ભેખધારી લોકસેવક શ્રી બળવંતરાય મહેતા દેશભક્તિ અને સેવાપ્રીતિના સંગમતીર્થે શ્રી બળવંતરાય મહેતાનું જીવન કૃતાર્થ બન્યું હતું. એ માટે જ તેઓ જીવનભર પુરુષાર્થ કરતા રહ્યા અને એ કાર્ય કરતાં-કરતાં જ અનંતને પંથે વિદાય થયા ! કુટુંબની ગરીબ-સામાન્ય સ્થિતિ કે પ્રતિકૂળ સંયોગોથી જીવનવિકાસ થંભી જાય છે, અને મોટું-નામાંકિત કુટુંબ, આર્થિક સધ્ધરતા અને સાનુકૂળ પરિસ્થિતિ હોય તો જ આગળ વધી શકાય – એ માન્યતાને જે કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓનાં જીવન પાયા વગરની ઠરાવે છે અને વીમોથા વસુંધરા (જે પુરુષાર્થ ખેડી જાણે એને સિદ્ધિઓ સામે આવીને વરે છે) એ સત્યને સાચું પુરવાર કરી બતાવે છે, એવી વ્યક્તિઓમાં શ્રી બળવંતભાઈનું સ્થાન આગળ પડતું રહેશે. લોકકલ્યાણની અદમ્ય તમન્ના, દઢ મનોબળ, કર્તવ્યનિષ્ઠા અને કાર્યસૂઝ – એ શ્રી બળવંતભાઈના જીવનમાર્ગનાં પ્રેરક બળો હતાં. તેઓનું વતન ભાવનગર. એમના પિતાશ્રી ગોપાળજી મહેતા ભાવનગરમાં રેલવે-કારકુનની નોકરી કરતા હતા. આવા સામાન્ય સ્થિતિના કુટુંબમાં તા. ૧૯-૨-૧૮૯૯ને રોજ શ્રી બળવંતભાઈનો જન્મ થયો હતો. પાંચ જ વર્ષની ઉંમરે પિતાનો સ્વર્ગવાસ થયો અને નિરાધાર જેવી સ્થિતિનો સામનો કરવાનું આવી પડ્યું. આમે ય આગળ વધવાનો માર્ગ સીધાં ચઢાણ જેવો મુશ્કેલ હતો, તેમાં આ તો વળી શૂન્યમાંથી સર્જન કરવા જેવી સ્થિતિ ઊભી થઈ; જીવનનું ભાવિ આશાનિરાશાના પલ્લે તોળાઈ રહ્યું. પણ હૈયામાં હામ હતી, લીધું કામ પૂરું કરવાની ધગશ હતી, સૌરાષ્ટ્રનું ખમીર હતું, તેજસ્વી બુદ્ધિનું અખૂટ ભાતું હતું અને કોઈકનો સહારો પણ મળી ગયો : એટલે જાણે શુન્યમાંથી વિરાટનું સર્જન થયું. સામાન્ય રેલવે-કારકુનને ત્યાં જન્મેલ બળવંતભાઈ આપબળે આગળ વધીને ગુજરાત રાજ્યના પંતપ્રધાન સુધીના મોટા અને ગૌરવશાળી પદે પહોંચીને સ્વર્ગવાસી બન્યા ! Page #517 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે હાઈસ્કૂલમાં એમની કારકિર્દી બહુ તેજસ્વી હતી. મૅટ્રિકમાં તેઓ પ્રથમ નંબરે પસાર થયા. આ અભ્યાસ દરમ્યાન જ એમને ઇતર-વાચનનો અને સાહિત્યનો રસ લાગ્યો હતો. અભ્યાસનાં પુસ્તકો તો વાંચવાનાં રહેતાં જ, ઉપરાંત ગમે તે રીતે વખત કાઢીને તેઓ બીજાં પુસ્તકો પણ વાંચતા રહેતા. થિઓસોફિકલ મંડળ તરફથી ત્યારે સનાતન ધર્મની પરીક્ષાઓ લેવાતી. તેઓ એ પરીક્ષાઓ આપતા. ઇનામમાં એની બેસેન્ટનાં પુસ્તકો ભેટ મળતાં, તે તેઓ હોંશે-હોંશે વાંચતા. આ રીતે એમનામાં ધાર્મિકતા, સમાજસેવાની ભાવના અને રાજકારણ તરફની અભિરુચિનાં બીજ રોપાયાં. દેશની પરતંત્રતા અને દેશી રાજ્યોમાં પ્રવર્તતી ગુલામો કરતાં ય બદતર બેહાલીની સામેનો અણગમો પણ એમના અંતરમાં આ અરસામાં જ જાગવા લાગ્યો. એમ કહેવું જોઈએ કે ગુલામી તરફની આ ઉગ્ર બનેલી નફરતે જ એમને સક્રિય રાજકારણના એક સમર્થ અને સફળ ભેખધારી બનાવ્યા. ૪૯૪ શ્રી બળવંતભાઈના યૌવનનો સમય એ ભારતમાં ગાંધીયુગનાં મંગળ મંડાણનો સમય હતો. એનો બુલંદ નાદ સર્વત્રે ગાજી રહ્યો હતો. એણે ભલભલા અમીરોને ય દેશની આઝાદી કાજે હોંશે-હોંશે ફકીરીનો રાહ લેવા પ્રેર્યા હતા. વાતાવરણમાં કેવળ સ્વદેશભક્તિ અને સ્વદેશમુક્તિની હવા જ પ્રસરી રહી હતી. શ્રી બળવંતભાઈને પણ એ હવા સ્પર્શી ગઈ, કામણ કરી ગઈ. એમણે ગાંધીજીનાં પહેલાં દર્શન ભાવનગરમાં કરેલાં, અને અમદાવાદમાં અભ્યાસના ગાળામાં કોચરબ આશ્રમમાં, એમના મોટા ભાઈ શ્રી ભૂપતરાય મહેતા સાથે ગાંધીજીને મળવાસાંભળવાનો અવસર મળ્યો. પરિણામે તેઓનું મન ગાંધીજી અને એમના કામ તરફ ઢળતું ગયું. એના પહેલા પગલારૂપે એમણે સરકારી શિક્ષણની બી.એ.ની પરીક્ષા તો આપી, પણ એ ડિગ્રી લેવાનો ઇન્કાર ભણી દીધો, અને રાષ્ટ્રીય ભાવના અને પ્રવૃત્તિથી ધમધમતી ગુજરાત વિદ્યાપીઠની સ્નાતકની પદવી લેવામાં ગૌરવ માન્યું. તેઓના અભ્યાસના મુખ્ય વિષય અર્થશાસ્ત્ર અને ઇતિહાસ હતા; રાજકારણમાં એમને કામિયાબી અપાવવામાં આ અભ્યાસ સારી પેઠે ઉપયોગી થઈ પડ્યો. તેઓએ રાજકારણ દ્વારા જાહેરજીવનનો આરંભ કર્યો ત્યારે એમની ઉંમર માત્ર પહેલી વીશી જ વટાવી ચૂકી હતી. કેટલાકને તો હજી જીવનની દિશા નક્કી કરવાની હોય, અરે, અભ્યાસકાળ પણ પૂરો થયો ન હોય એવી સાવ ઊછરતી વયમાં શ્રી બળવંતભાઈએ રાજકારણ જેવા અતિ અટપટા ક્ષેત્રમાં ઝંપલાવ્યું; એ બીના પોતે જ એમની કાર્યશક્તિ અને નિર્ણયશક્તિની નિદર્શક બની રહે એવી છે. ગાંધીયુગે રેલાવેલી નવજાગૃતિના સમયમાં તેઓ દેશના કામમાં જોડાઈ ગયા. ૧૯૨૦માં એમણે સૌરાષ્ટ્રના ગોહિલવાડ જિલ્લાના ગામડે-ગામડે પગપાળા Page #518 -------------------------------------------------------------------------- ________________ શ્રી બળવંતરાય મહેતા ૪૯૫ ફરીને ગામડાની જનતાને નવજાગૃતિના અમૃતનું પાન કરાવ્યું. ભાવનગર રાજ્યમાં જવાબદાર રાજ્યતંત્ર મેળવવાના સંકલ્પનો પણ આ જ કાળ. મનમાં સદાકાળ એક જ ભાવના અને એક જ લગન રહ્યા કરતી કે મારો દેશ સ્વતંત્ર, સુખી અને સમૃદ્ધ કેવી રીતે થાય; પરતંત્રતા એમને આંખ પરના પાટાની જેમ સાલતી. ૧૯૨૧માં દેશી રજવાડાંઓ માટે ભારે ભડકરૂપ અને ભયરૂપ બની ગયેલ શ્રી અમૃતલાલ શેઠે સ્થાપેલા સૌરાષ્ટ્ર' પત્રના તંત્રીમંડળમાં તેઓ જોડાયા. ૧૯૨૩માં ભાવનગર-પ્રજામંડળના મંત્રી બન્યા અને સ્ત્રીકેળવણી-મંડળની સ્થાપના કરી. નાગપુરના પ્રસિદ્ધ ઝંડાસત્યાગ્રહનાં ૧૯૨૩માં મંડાણ થયાં તો એમાં પણ નવજુવાન બળવંતભાઈ હાજર જ. સત્યાગ્રહનો સ્વાદ લેવા જેલની મોજ માણનારા, અહિંસક સંગ્રામના પ્રથમ જેલવાસીઓમાં બળવંતભાઈનું નામ પણ ધન્ય બની ગયું. ઉંમર તો માત્ર ૨૩-૨૪ વર્ષની, પણ કેટલી ધગશ અને કેટલી કાર્યસૂઝ! રચનાત્મક કાર્યશક્તિના પહેલા પાઠરૂપે ભાવનગર મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈને એમણે શહેરની સુખાકારી અને સ્વચ્છતા માટે કામ કરી બતાવ્યું. દેશની જનતાની સેવામાં પોતાની જાતને સમર્પિત કરવામાં કંઈ ઓછપ રહી ગઈ હોય, તો એની પૂર્તિ કરવા ૧૯૨૭ની સાલમાં તેઓ સ્વનામધન્ય દેશનેતા શ્રી લાલા લજપતરાયે સ્થાપેલ “સર્વર્સ ઑફ ધી પીપલ્સ સોસાયટીમાં જોડાયા, અને આજીવન પ્રજાસેવક બની ગયા. બીજું કોઈ નાનું કે મોટું પદ એમને મન આ પદથી અદકું ન હતું. - ઠક્કરબાપા જેવા સંત-સેવકનો આદેશ મળ્યો અને તેઓ હરિજનોની ભલાઈના કામમાં લાગી ગયા, અને આખા ગોહિલવાડ જિલ્લામાં અસ્પૃશ્યતાનિવારણની જબરી ઝુંબેશ એમણે ચલાવી. પછી તો કોઈ પણ રાષ્ટ્રસેવાનું જવાબદારીભર્યું કામ હોય તો એમાં શ્રી બળવંતભાઈ હોય જ. બારડોલીના સત્યાગ્રહ સમયે એક કાબેલ અને નિષ્ઠાવાન સૈનિક તરીકે અને સૌરાષ્ટ્રના રેલસંકટ વખતે એક સાચા સેવક તરીકે શ્રી બળવંતભાઈએ જે કામગીરી બજાવી તે વિરલ હતી. - ૧૯૩૦માં દેશવ્યાપી સત્યાગ્રહનાં મંડાણ થયાં. તેમાં ધોલેરાના બીજા સરમુખત્યાર બનવાનું બહુમાન પામીને તેઓ જેલવાસી બન્યા. ૧૯૩૨ના સત્યાગ્રહમાં, ૧૯૪૦ના વ્યક્તિગત સત્યાગ્રહમાં અને ૧૯૪૨ના “હિંદ છોડો'ના મહાવિગ્રહમાં એમણે જેલવાસ ભોગવ્યો. આમ ઉત્તરોત્તર એમની કારકિર્દી વધુ ને વધુ જ્વલંત બનતી ગઈ; એમનું વ્યક્તિત્વ પણ વિકસતું ગયું. ૧૯૨૪માં તેઓ “બોમ્બે ક્રોનિકલ’ના પ્રતિનિધિ બન્યા હતા. સ્વરાજ્ય પછી ૧૯૪૭માં રચાયેલ દેશના બંધારણ માટેની બંધારણસભાના સભ્ય તરીકે, ૧૯૪૮માં ભાવનગર રાજ્યના મુખ્યપ્રધાન તરીકે, તે પછી સૌરાષ્ટ્રના નાયબ Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ અમૃત-સમીપે પંતપ્રધાન તરીકે, ત્યારબાદ ગુજરાત પ્રાંતિક સમિતિના મંત્રી તરીકે, ૧૯૫રથી લોકસભાના સભ્ય અને કૉંગ્રેસ પાર્લામેન્ટરી પક્ષના મંત્રી તરીકે એમ અનેક સ્થાનોએ રહીને એમણે દેશની સેવા બજાવી હતી. લોકસભાની અંદાજ-સમિતિના અધ્યક્ષ તરીકે એકસો જેટલા અહેવાલો તૈયાર કરી આપવામાં એમણે જે કાબેલિયત દાખવી હતી, તે એમની કારકિર્દીની યશકલગી જેવી બની રહી. એમની યશસ્વી રાજકીય કામગીરીમાં બે બાબતો સૂર્ય અને ચંદ્રની જેમ સદા પ્રકાશતી રહે એવી છે. તે કાળે દેશી રાજ્યોમાં કામ કરવું એ નરકને ઉલેચવા જેવું ચીતરી ચડાવે એવું, મુસીબતોને માથે વહોરવા જેવું ભારે અટપટું અને મુશ્કેલ કામ હતું. પણ શ્રી બળવંતભાઈ અગ્નિ સાથે ખેલ ખેલવા જેવા એ કાર્યને પૂરો ન્યાય આપવામાં અને દેશી રાજ્યોની વિશેષ કચડાયેલી, દબાયેલી અને પરવશ પ્રજાનો અવાજ રજૂ કરવામાં ક્યારે ય પાછા પડ્યા ન હતા. એમની હિંમત અને કુનેહની અહીં ખરી કસોટી થઈ હતી. આ કામગીરીમાં એમણે સ્વર્ગસ્થ જવાહરલાલ નેહરૂની ભારે પ્રશંસા મેળવી હતી. સરદાર વલ્લભભાઈની પણ એમના ઉપર પૂરેપૂરી પ્રીતિ અને મમતા હતી. એમનું બીજું યાદગાર કામ તે પંચાયત-રાજ્યની સ્થાપના દ્વારા દેશમાં લોકશાહીની સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને લોકોના હાથમાં ધીમે-ધીમે સત્તાનાં સૂત્રો સોપવાની અર્થાત્ લોકશાહીને પ્રજાવ્યાપી સત્તાનું સાચું રૂપ આપવાની યોજના. ઠરેલ અને પૂરેપૂરી ગણતરી કરવાના સ્વભાવને લીધે અનેક બાબતોમાં તેઓ એક સાચા સલાહકાર કે માર્ગદર્શક તરીકે કામ આપી શકતા. આ રીતે સેવાનાં ઉત્તરોત્તર ચઢિયાતાં સ્થાનોને સર કરતાં-કરતાં તેઓ સને ૧૯૬૩ના સપ્ટેમ્બરની ૧૯મી તારીખે ગુજરાત રાજ્યના પંતપ્રધાનપદે પહોંચીને મોટામાં મોટા જનસેવકનું ગૌરવદાયી પદ પામ્યા. આ સ્થાને રહીને વિરોધપક્ષનાં મન જીતવાની એમણે જે કામગીરી બજાવી તે સૌ કોઈની પ્રશંસા માગી લે એવી છે. 'દેશસેવાની એમની લગની એટલી તો ઉત્કટ હતી કે એમાંથી એમનું મન ક્યારેય અર્થોપાર્જન તરફ ખેંચાયું ન હતું. શ્રીમતી સરોજબહેન સાથેનું એમનું લગ્ન પણ છેક સને ૧૯૩૬માં ૩૭ વર્ષની ઉંમરે થયું હતું. આ પણ એમની દેશભક્તિની શોભામાં સવિશેષ વધારો કરે એવી બીના છે. આથી જ, મહાત્મા ગાંધીજીએ એમને “સૌરાષ્ટ્રના બીજા સરદાર' તરીકે બિરદાવ્યા હતા. પણ શ્રી બળવંતભાઈ કેવળ રાજકારણી પુરુષ હતા એમ માનીએ તો એમને પૂરો ન્યાય આપ્યો ન ગણાય. સાહિત્ય, શિક્ષણ અને કળા પ્રત્યેની અભિરુચિ અને એ માટે પણ અવસર મળ્યું કંઈક પણ સક્રિય કાર્ય કરી છૂટવાની મનોવૃત્તિ એ એમના જીવનનું એક બીજું ઉજ્વળ પાસું હતું. ભાવનગરનું ગાંધીસ્મૃતિ મંદિર અને Page #520 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રાધાકૃષ્ણનું ૪૯૭ ત્યાંની વિદ્યાસભા શ્રી બળવંતભાઈની વિદ્યા અને કળા માટેની પ્રીતિની સાખ પૂરે એવી સંસ્થાઓ છે. તેમનું હાડ એક સમાજ-સુધારકનું હતું, એટલે નવા વિચારોનો તેઓ સારી રીતે પુરસ્કાર કરી શકતા. સાદાઈ, સરળતા અને નમ્રતા તો એમના અણુએ અણુમાં ભરી હતી. આરામ અને સુખશીલતા તજીને કેવળ કાર્ય કરવામાં જ તેઓ રાચતા. જેવું એમનું મન સુદઢ હતું એવું જ એમનું શરીર સશક્ત હતું. સાદા ભોજન અને સાદા, નિયમિત, કાર્યરત જીવન દ્વારા સ્વાચ્ય અને શક્તિને ટકાવી રાખવાની કળા એમણે હસ્તગત કરી જાણી હતી. જૈનસમાજ સાથેના એમના સંબંધો બહુ જ મીઠા અને હાર્દિક હતા. તેઓ પંડિત લાલનના અને જૈન મુનિઓનાં વ્યાખ્યાનો બહુ રસથી સાંભળતા; એટલું જ નહીં, ભાવનગરની જૈન સાહિત્યની સંસ્થાઓ માટે તેઓ એક શાણા સલાહકાર પણ હતા; એની પ્રગતિની પણ તેઓ ચિંતા સેવતા રહેતા. આવી સૌરભભરી કારકિર્દી સાથે તેઓ, જે મકાનમાંથી એમની સામે કેસ ચલાવીને એમને સજા કરવામાં આવી હતી, એ અમદાવાદના શાહીબાગના સેવાસદન'માં પૂરાં બે વર્ષ સુધી ગુજરાત રાજ્યના મુખ્ય શિલ્પી તરીકેની ભાવનાભરી કામગીરી બજાવતા રહ્યા, અને એ ભાવનાના ભાતા સાથે જ, દુશમનના આક્રમણનો ભોગ બનીને, તેઓ એમનાં અર્ધાગિની શ્રીમતી સરોજબહેનની સાથે, સદાયને માટે વિદાય થયા. (તા. ૨૫-૯-૧૯૭૫) (૧૨) ભારતની શ્રેષ્ઠતાના પ્રતિનિધિ ડૉ. રાધાકૃષ્ણન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને ભારતના રાષ્ટ્રપતિપદ જેવા સર્વોચ્ચ રાજકીય અને રાષ્ટ્રીય પદના અધિકારી બનીને એ પદનાં શોભા અને ગૌરવ વધાર્યા એ તો એમના શતદળકમળની જેમ વિકસેલા, સમુફ્તળ અને યશસ્વી જીવનનું માત્ર એક પાસું જ કહી શકાય. એવી અનેક પ્રવૃત્તિઓ અને અનેક સફળતાઓથી સભર એમનું જીવન અને કાર્ય હતું. એમ કહી શકાય કે આદર્શ ભારતીયતાનાં તથા ભારતીય સંસ્કૃતિનાં કલ્યાણકારી શ્રેષ્ઠ તત્ત્વો એમના જીવનમાં પ્રગટ થયાં હતાં, અને તેથી તેઓ ભારતના વણકહ્યા અને વણનીમ્યા વિશ્વપ્રતિનિધિ બની શક્યા હતા. તેઓ જ્યાં-જ્યાં જતા ત્યાં-ત્યાં ભારતની વિદ્યા – ખાસ કરીને ભારતીય તત્ત્વવિદ્યા અને ધર્મચિંતન – ની સમજૂતી એવા વ્યાપક, ઉદાર અને મર્મસ્પર્શી રૂપમાં આપતા કે જેથી ભારતીય સંસ્કૃતિની શાન વધી જતી. Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ અમૃત-સમીપે ભારતની કે બીજા કોઈ દેશની ફિલસૂફીની વ્યાખ્યા કરતી વખતે તેમ જ એની સમજૂતી આપતી વખતે તેઓ સંકુચિતતા, વાડાબંધી કે પક્ષપાતી વૃત્તિથી સાવ અલિપ્ત રહીને અને વિશ્વના વિચારપ્રવાહોને આવરી લઈને એવું વ્યાપક દૃષ્ટિબિંદુ અપનાવી શકતા કે જેથી સૌને એમ જ લાગે કે આ ફિલસૂફ વિદ્વાન તો આપણા પોતાના મનની, આપણા પોતાના ભલાની અને આપણા પોતાના દેશની જ વાત કહે છે ! એમની અચિંત્ય શક્તિઓ તથા અમૂલ્ય સેવાઓનો લાભ ભારતને લાંબા સમય સુધી મળ્યો એ ભારતનું ખુશનસીબ; અને ભારત બહારના દેશોને મળેલી એમની સેવાઓ પણ ભારતની શાન વધારનારી અને એમનું પોતાનું માન વધારનારી બની છે એમાં શક નથી. છેલ્લાં સો-એક વર્ષ દરમ્યાન ભારતમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, કવિવર ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધીજી અને મહાયોગી શ્રી અરવિંદ ઘોષ વગેરે વિશ્વવિખ્યાત મહાપુરુષો થઈ ગયા. એમની હરોળમાં બેસી શકે એવી મૌલિક, વ્યાપક અને વિશિષ્ટ કારકિર્દી ડૉ. રાધાકૃષ્ણનની હતી. તેઓ કોઈ પણ વિષય ઉપર પોતાની કલમ ચલાવીને એની છણાવટ કરતા તો જાણે એનાં પડેપડ ઉપર પ્રકાશની તેજરેખાઓ પાથરીને એના અંદરના હાર્દને સચોટપણે અને હૃદયંગમ રીતે પ્રગટ કરી દેતા. ડૉ. સર્વપલ્લી જાણે વાણીના તો અધીશ્વર હતા. એમના મુખેથી વરસતી વાણીમાં ન લોકરંજનની સામાન્ય લાગણી જોવા મળતી, ન સસ્તી કીર્તિ કમાઈ લેવાની પામર મનોવૃત્તિ; એમાં તો પ્રાચીન કાળના ઋષિમુનિઓના જેવી આર્ષદૃષ્ટિ, જીવનગામી ધાર્મિકતા અને તત્ત્વચિંતનની અમૃતધારાનો જ સ્પર્શ જોવા-અનુભવવા મળતો. થોડાક સમય માટે શ્રોતાઓ સ્થળ-કાળના ભેદ ભૂલી જઈને વક્તાને અધીન બની જતા ! જેનો જીવ વિદ્યાના રંગે રંગાયેલો હોય અને વહીવટના અટપટાં કાર્યોની માથાકૂટમાં પડવાનું ભાગ્યે જ ગમે. પણ, બીજી કેટલીક વિદ્યાનિષ્ઠ વિરલ વ્યક્તિઓની જેમ, ડૉ. રાધાકૃષ્ણનું પણ આ બાબતમાં અપવાદ હતા. યુનિવર્સિટીઓના સંચાલનથી કે એવી જ કોઈ મુશ્કેલીભરી જવાબદારીથી કંટાળવાનું કે એનાથી દૂર રહેવાનું એમના સ્વભાવમાં જ ન હતું. તેથી આવડત અને અંદરના ખમીરની આકરી કસોટીરૂપ બની રહે એવી પણ અનેક જવાબદારીઓને એમણે સફળતાપૂર્વક પાર પાડી બતાવી હતી. એમની વિદ્વત્તા, કાર્યશક્તિ અને પ્રશાંત હિંમતની કીર્તિગાથા બની રહે એવી સૌથી મોટી બાબત તો એ છે કે એમને કોઈ પણ પદવી, કામગીરી કે વિકાસની તકની સામે ચાલીને માગણી કરવી નહોતી પડી; એ બધું જ, જાણે Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૯૯ ડૉ. રાધાકૃષ્ણન્ વગર માગ્યે, સામે ચાલીને, એમની પાસે આવી પહોંચતું હતું. આમાં દેશ– વિદેશની વિદ્યાસંસ્થાઓની વ્યાખ્યાનો તથા લખાણો-પુસ્તકો માટેની માગણીઓનો, તેમને વિશિષ્ટ પદવી આપવાની ઇચ્છાનો તેમ જ અમુક અટપટા કાર્યની જવાબદારી સોંપવાની તત્પરતાનો પણ સમાવેશ થતો. આવી બધી પ્રવૃત્તિઓ, પોતાનું ગૌરવ વધા૨વા માટે, ડૉ. રાધાકૃષ્ણનનો આશ્રય લેતી હતી ! ડૉ. સર્વપલ્લીની આવી ઉજ્જ્વળ કારકિર્દી ઉ૫૨ સુવર્ણકળશ ચડાવ્યો એમની એક આદર્શ રાજપુરુષ તરીકેની દોઢેક દાયકા કરતાં ય વધુ વખતની કારકિર્દીએ. બીજા વિશ્વયુદ્ધ પછી સ્થપાયેલ સંયુક્ત રાષ્ટ્રસંઘ(યુનાઈટેડ નેશન્સ)ના વિદ્યા અને સંસ્કૃતિને લગતા વિભાગરૂપ યુનેસ્કોએ તો એમનાં શાણપણ, દીર્ઘદ્રષ્ટિ અને વિદ્વત્તાનો લાભ જુદી-જુદી રીતે લીધો હતો. પણ રાજકારણ સાથેની એમની પ્રત્યક્ષ કે સીધી કામગીરીની શરૂઆત સને ૧૯૪૯થી શરૂ થઈ અને સને ૧૯૬૭ સુધી ચાલુ રહી હતી. આ સમય દરમ્યાન એકથી એક ચડિયાતું સ્થાન એમણે શોભાવી જાણ્યું હતું. સને ૧૯૪૯માં તેઓ, શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતના સ્થાને રશિયામાં ભારતના રાજદૂત નિમાયા. ત્રણ વર્ષ પછી એ પદેથી નિવૃત્ત થયા બાદ તેઓ ભારતના ઉપપ્રમુખ બન્યા, અને એ પદે દસ વર્ષ ચાલુ રહ્યા. ઉપરાછાપરી બે વાર ભારતના ઉપરાષ્ટ્રપતિ-પદે ચૂંટાયા બાદ સને ૧૯૬૨માં તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા. અને વળી પાંચ વર્ષ પછી, સને ૧૯૬૭માં, રાષ્ટ્રના સર્વોચ્ચ પદેથી નિવૃત્ત થઈને તેમણે છેવટનાં ૭-૮ વર્ષ શાંતિથી વિદ્યાસાધનામાં પસાર કર્યાં. પોતાની રશિયામાં ભારતના રાજદૂત તરીકેની કામગીરી ખૂબ સફળ રીતે પૂરી કરીને જ્યારે તેઓ રશિયાથી વિદાય થતા હતા તે વખતનો એક પ્રસંગ ડૉ. રાધાકૃષ્ણનના પ્રભાવશાળી અને માનવતાપ્રેમી વ્યક્તિત્વનો ખ્યાલ આપે એવો છે : માંધાતા જોસેફ સ્ટૅલિન તે વખતે રશિયાના સરમુખત્યાર હતા. એમની મુલાકાતનું માન બહુ જ ઓછી અને ખાસ પસંદ કરેલી વ્યક્તિઓને જ મળતું. પણ ડૉ. રાધાકૃષ્ણને પોતાની બુદ્ધિપ્રતિભા અને સત્યસ્પર્શી વિદ્વત્તાથી, ફિલ્ડમાર્શલ સ્ટૅલિનને એવા પ્રભાવિત કર્યા હતા, કે જ્યારે તેઓ રશિયામાંથી વિદાય થતાં પહેલાં સ્ટૅલિનની છેલ્લી વિદાય લેવા ગયા, ત્યારે એમણે જાણે કોઈ બાળક કે નિકટના મિત્રની જેમ વ્યવહાર કરતા હોય એમ, સ્ટૅલિનના ગાલ અને ખભા ઉપર ટપલી મારી હતી અને એમના ગળે હાથ વીંટાળીને એમને ભેટી પડ્યા હતા. જવાબમાં સ્ટૅલિને ડૉ. રાધાકૃષ્ણનને લાગણીભીના બનીને કહ્યું : “મને રાક્ષસ નહીં માનતા. મારી સાથે માનવતાભર્યું વર્તન કરનાર તમે પહેલી જ વ્યક્તિ છો. તમે અહીંથી વિદાય થાઓ છો, એનો મને રંજ છે.” સ્ટૅલિનના આ કથનમાં સચ્ચાઈ હતી એની સાક્ષી એમની ભીની થયેલી આંખો આપતી હતી. Page #523 -------------------------------------------------------------------------- ________________ પ૦૦ અમૃત સમીપે અને ડૉ. રાધાકૃષ્ણનું જ્યારે ભારતના સર્વોચ્ચ પદે – રાષ્ટ્રપતિપદે – ચૂંટાયા ત્યારે એમણે પોતાના માસિક દસ હજાર રૂપિયાના બદલે માત્ર અઢી હજાર રૂપિયા જેટલો જ પગાર લેવાનું જાહેર કરીને ધ્યેયનિષ્ઠ વિદ્યાસાધકને શોભે એવી સાચી બ્રાહ્મણવૃત્તિ અને અકિંચનભાવનાને જીવી બતાવીને એક ઉત્તમ આદર્શ રજૂ કર્યો હતો. આવા પુરુષને “ભારતરત્ન'નું બિરુદ મળે એમાં શી નવાઈ ? ૮૦ વર્ષની પરિપક્વ વયે, આ તા. ૧૭મી એપ્રિલની આગલી મધરાતે, ભારતના ગૌરવ સમા આ મહાપુરુષે પરલોક પ્રયાણ કર્યું. (તા. ર૯-૪-૧૯૭૫) (૧૩) નેકદિલ રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીરહુસેન ઇન્સાન કરતાં દુનિયામાં કોઈ બહેતર નથી, ઇન્સાનિયત જેવો કોઈ કીમિયો નથી ! માણસ જન્મીને પોતાના અંતરમાં સારાણસાઈનો બાગ ખીલવી જાણે તો કેવું સુંદર જીવન પામે, કેવું ઉત્તમ મૃત્યુ માણે ! ભારતના રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીરહુસેન માનવતાના ઉચ્ચ શિખરસમા, આવા જ એક નેતા હતા. એમના સ્વર્ગવાસથી ગાંધીવિચારસરણી અને ગાંધીજીવનપદ્ધતિને સમર્પિત થયેલ એક નરરત્નની આપણને ખોટ પડી. ગાંધીયુગ એ કાળના વિશાળ પટ પર સિતારાની જેમ ચમકતો એક અભુત અને યાદગાર યુગ બની ગયો. મહાત્મા ગાંધીજીની નેતાગીરીએ લાખો-કરોડો દેશવાસીઓના અંતરમાં નિર્ભેળ રાષ્ટ્રીયતાની ભાવના જગાવીને એમને ત્યાગ અને સમર્પણના માર્ગે પ્રેર્યા હતા, અને સમગ્ર રાષ્ટ્રની સ્વતંત્રતા માટેના અહિંસક સંગ્રામને સફળ રીતે ખેલી બતાવ્યો હતો. ગાંધીજીની આ સફળતા જેટલી એમની આત્મશક્તિ અને આંતરસૂઝને આભારી હતી, તેટલી એમને મળેલા સંખ્યાબંધ નિઃસ્વાર્થ, નિષ્ઠાવાન, વફાદાર અને સમર્થ રાષ્ટ્રસેવકોને પણ આભારી હતી. ડૉ. ઝાકીરહુસેન આમાંના એક હતા. ગાંધીજીના પાયાની કેળવણીના મૌલિક વિચારોનો આકાર-પ્રકાર નક્કી કરવામાં અને એની યોજનાને વ્યવહારુ રૂપ આપવામાં, તેમ જ એને અમલી બનાવવામાં ડૉ. ઝાકીરહુસેને જે સૂઝ અને શક્તિ બતાવી હતી અને જે સેવાઓ આપી હતી, તે તો તેઓની એક કુશળ અને કાબેલ કેળવણીશાસ્ત્રી તરીકેની કિીર્તિગાથા બની રહે એવી છે. Page #524 -------------------------------------------------------------------------- ________________ ઉં. ઝાકીરહુસેન ૫૦૧ વળી, સ્વરાજ્યની લડતના સમયની જેમ સ્વરાજ્યના ભોગવટાના સમયમાં પણ તેઓએ પોતાની રાષ્ટ્રભક્તિને સ્વાર્થપરાયણતા અને સત્તાલોલુપતાથી અલિપ્ત રાખી હતી. અરે, રાષ્ટ્રપતિ તરીકેના રાષ્ટ્રના મોટામાં મોટા અધિકારપદે રહેવા છતાં, પોતાના અનાસક્તભાવને અખંડિત રાખીને, જળકમળ જેવું નિર્લેપ અને નિર્મળ જીવન જીવી જાણ્યું હતું. તેઓ આવું જીવન જીવી શક્યા તેનું મુખ્ય કારણ એ લાગે છે કે તેઓ સમજીબૂઝીને ફકીરીનું જીવન જીવવામાં મોજ માણી જાણનાર એક આદર્શ શિક્ષક હતા. પાછલી જિંદગીમાં એક પછી એક ઊંચા અધિકારના પદે ચઢવા છતાં એમના શિક્ષક તરીકેના આત્માનું તેજ ક્યારેય ઝંખવાયું ન હતું. શિક્ષણ અને કેળવણી દ્વારા જ દેશનું સાચું ઉત્થાન અને પાયાનું ઘડતર થઈ શકવાનું છે એ પરમ સત્ય એમના અંતરમાં શરૂઆતથી જ બરાબર વસી ગયું હતું. આદર્શ શિક્ષક અને સાચા કેળવણીકારનું તો મૂલ્ય જ ન આંકી શકાય; જેવા સંતપુરુષ એવા જ સાચા શિક્ષક – એવા જ નિખાલસ, એવા જ સ્વાર્થમુક્ત, એવા જ અકિંચન, એવા જ સાચાબોલા અને એવા જ પરગજુ ! એમના થકી જ દેશ સંસ્કારી, શક્તિશાળી અને સમૃદ્ધ બને. ડૉ. ઝાકીરહુસેનની શિક્ષક તરીકેની સેવાઓ ઋષિ જેવી ઉમદા, નિષ્ઠાભરી, નિઃસ્વાર્થ છે. દિલ્હી પાસેની “જામિયામિલિયા' નામની શિક્ષણ સંસ્થાના વિકાસમાં ડૉ. ઝાકીરહુસેને આપેલો ફાળો બેનમૂન છે. મૂળ વાત એ છે કે ડૉ. ઝાકીરહુસેન જેમ-જેમ અભ્યાસમાં આગળ વધતા ગયા તેમ-તેમ, એક પરિણીત યુવકને (એમનાં લગ્ન ૧૮ વર્ષની ઉમરે થયાં હતાં) સહજ આકર્ષતી અર્થોપાર્જનની વૃત્તિના બદલે એક આદર્શ શિક્ષક બનવાની ભાવના એમનામાં વધારે ને વધારે તીવ્ર બનતી ગઈ; એ ભાવનાને ખીલવવા માટે કોઈ પણ ભોગ એમને મન મોટો ન હતો કે કોઈ પણ ત્યાગ એમને માટે અશક્ય ન હતો. આ ભાવનાએ જ એમનું એક અકિંચન આદર્શ શિક્ષક તરીકે ઘડતર કર્યું, અને એ પદને જીવનની છેલ્લી પળો સુધી એમણે ગૌરવ સાથે શોભાવી જાણ્યું. “પોતે તો એક મામૂલી શિક્ષક કે પંતુજી છે' એવી હીનવૃત્તિ એમને ક્યારેય સ્પર્શી શકી ન હતી. ૧૯૨૦માં, તેવીસ વર્ષની વયે, એક બાજુ એમનો અભ્યાસ પૂરો થયો અને બીજી બાજુ મહાત્મા ગાંધીનો રાષ્ટ્રસેવાનો મંત્ર એમના અંતરને સ્પર્શી ગયો. એમણે મોટી-મોટી આશા-આકાંક્ષાઓમાં તણાયા વગર, તે વખતે અલીગઢમાં આવેલ જામિયા-મિલિયામાં એક અદના શિક્ષક બનવાનું અને શિક્ષણ દ્વારા દેશના નવઘડતરમાં પોતાનો નમ્ર ફાળો આપવાનું આપમેળે સ્વીકારી લીધું. બેએક વર્ષ સુધી શિક્ષક તરીકેની કામગીરી બજાવ્યા પછી એમને લાગ્યું કે હજી વધારે Page #525 -------------------------------------------------------------------------- ________________ પ૦૨ અમૃત-સમીપે અભ્યાસની જરૂર છે, એટલે તેઓએ જર્મનીમાં બર્લિનના વિખ્યાત વિશ્વવિદ્યાલયમાં રહીને અર્થશાસ્ત્રના વિષય ઉપર મહાનિબંધ લખીને પીએચ.ડી.ની ડિગ્રી લીધી. જર્મનીમાં અભ્યાસ કરતાં સને ૧૯૨૪માં એમના જાણવામાં આવ્યું કે પૈસાને અભાવે અલીગઢની જામિયા-મિલિયા સંસ્થાને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વાત સાંભળી એમનો શિક્ષણપ્રેમી આત્મા કકળી ઊઠ્યો. એમણે તરત જ એ સંસ્થાના સંચાલકોને વિનંતી કરી કે હું અને મારા કેટલાક સાથીઓ આ સંસ્થાને સમર્પિત થવા તૈયાર છીએ; કૃપા કરી સંસ્થાને બંધ ન કરશો. દરમ્યાનમાં, ગાંધીજીની સલાહથી અને જરૂરી સહાયના વચનથી એ સંસ્થાને અલીગઢમાંથી દિલ્હીમાં લાવવામાં આવી. સને ૧૯૨૬માં ડૉ. ઝાકીરહુસેન જર્મનીથી પાછા ફર્યા અને માત્ર ઓગણત્રીસ વર્ષની ભરયુવાન વયે એમને શિરે આ સંસ્થાના વાઇસ-ચાન્સેલરપદની મોટી જવાબદારી નાખવામાં આવી. અંતરમાં શિક્ષણ દ્વારા દેશકલ્યાણ કરવાની અદમ્ય ભાવના હતી, અને પોતાના ધ્યેયને હાંસલ કરવા માટે ગમે તે ભોગ આપવાનું ખમીર હતું. ડૉ. ઝાકીરહુસેન (અને એમના કેટલાક દેશભક્ત મિત્રો) નામના, કીર્તિ અને સંપત્તિની આકાંક્ષાથી મુક્ત બનીને, રાષ્ટ્રીય શિક્ષણના કાર્યને સમર્પિત થઈ ગયા. આટલી કાર્યશક્તિ, આટલી વિદ્વત્તા અને આટલી કાબેલિયત હોવા છતાં માસિક માત્ર પંચોતેર રૂપિયા જેટલો જ પગાર લેવાનો, અને એ રીતે પૂરાં એકવીસ વર્ષ સુધી – સ્વરાજ્ય આવ્યું ત્યાં સુધી – તેઓ રાષ્ટ્રના એક મૂકસેવક અને આદર્શ અધ્યાપક તરીકે કામ કરતા રહ્યા. આ એક જ હકીકત ડૉ. ઝાકીરહુસેનની વિરલ ત્યાગભાવના અને સેવાપરાયણતાની પ્રશસ્તિ બની રહે એવી છે. સ્વરાજ્ય આવ્યા પછી જાણે આ સરસ્વતીપુત્રની આવી લાંબી અને આકરી જ્ઞાનતપસ્યા મુલવાઈ હોય એમ, એમને એમના મૂંગા કાર્યક્ષેત્રના શાંત-એકાંત ખૂણામાંથી ખેંચીને, પંડિત જવાહરલાલ નેહરૂ જેવા રાષ્ટ્રસુકાનીઓ મોટાં-મોટાં પદ ઉપર લઈ ગયા. સને ૧૯૪૮માં તેઓને કોમી તંગદિલીને કારણે કાંટાની પથારી જેવી બની ગયેલી અલીગઢ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરપદની જવાબદારી સોંપવામાં આવી. પૂરી કાર્યનિષ્ઠા, રાષ્ટ્રીયતા અને ખબરદારીથી આઠ વર્ષ સુધી એમણે આ જવાબદારી અદા કરી, અને દેશના વિભાજન આસપાસના અરસામાં આ શિક્ષણ-સંસ્થામાં વ્યાપેલ કોમી કટ્ટરતાના વિષને ઓછું કરવામાં ઘણો અગત્યનો ભાગ ભજવ્યો. આ અરસામાં જ સને ૧૯૫૨માં તેઓ કેન્દ્રની રાજ્યસભાના સભ્ય નિમાયા. અલીગઢ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરપદેથી નિવૃત્ત થયા પછી સને ૧૯૫૭માં એમને બિહારના ગવર્નર બનાવવામાં આવ્યા. અને પછી તો જાણે Page #526 -------------------------------------------------------------------------- ________________ ૉ. ઝાકીરહુસેન ૫૦૩ કુદરત રાષ્ટ્રના આ અકિંચન મૂક શિક્ષકને કીર્તિ અને કારકિર્દીના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરવા માગતી હોય એમ, તેઓની સને ૧૯૬૨માં ઉપરાષ્ટ્રપતિ તરીકે અને સને ૧૯૬૭માં રાષ્ટ્રપતિ તરીકે વરણી ક૨વામાં આવી. ડૉ.ઝાકીરહુસેનની ભારતીય રાજ્યવ્યવસ્થાના સર્વોચ્ચપદે વરણી એ ભારતની લોકશાહીની તવારીખની સોનેરી અક્ષરોથી અંકિત થાય એવી વિશિષ્ટ ઘટના છે. આપણી લોકશાહીની ભાવનાનું ઘડતર ગાંધીજીના માર્ગદર્શન નીચે થયું, એટલે એના પાયામાં માનવતાનું સિંચન થયું હોય અને એમાં ગુણવત્તાને આગળ પડતું સ્થાન હોય એ સ્વાભાવિક છે. આ દૃષ્ટિએ આ ઘટનાનું મૂલ્યાંકન કરતાં એક આજીવન અદના અધ્યાપકની રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક એ ભારતની લોકશાહીની અસાધારણ શોભા છે; અને એથી પણ આગળ વધીને એક બિનહિંદુ લઘુમતી કોમની વ્યક્તિની રાષ્ટ્રના સર્વોચ્ચપદે પ્રતિષ્ઠા, એ સ્વતંત્ર અને પ્રજાસત્તાક ભારતે સ્વીકારેલ બિનસાંપ્રદાયિકતાની શાણી રાજનીતિની વિજયપતાકા છે. અને કહેવું જોઈએ કે ડૉ. ઝાકીરહુસેને અનેકાનેક ગુણો ઉપરાંત સમર્પણની ભાવના અને દાખલારૂપ દેશભક્તિથી આ પદની શાન વધારી છે અને પોતાની કારકિર્દીને અમર બનાવી છે. તેઓ જેમ વિદ્યાના સાચા ઉપાસક હતા, તેમ કળાના અને પ્રકૃતિના મોટા ચાહક હતા. સૌમ્યતાના અમૃતથી છલકાતા એમના મુલાયમ દિલને જેટલો પુસ્તકો તરફ અનુરાગ હતો, એટલો જ પુરાતત્ત્વની વસ્તુઓ અને પુષ્પો પ્રત્યે અનુરાગ હતો. ગરીબીમાં પણ સ્વમાન અને સુઘડતાપૂર્વક જીવવાની કળા જાણે એમને સહજ રીતે વરી હતી. જીવનમાં જ્યારે પણ મુસીબત આવી પડી ત્યારે તેઓ એની સામે શાંતિ અને ધીરજથી હસતે મુખે ઝઝૂમ્યા અને કડવાશથી હંમેશાં દૂર રહ્યા. પરિણામે, તેઓ કોઈની પણ સાથે વેર-વિરોધ વ્હોરવાને બદલે સૌના મિત્ર બનીને, યથાર્થપણે જ ‘અજાતશત્રુ' કહેવાયા. છેવટે એમને મળેલ અંતિમ માન અને એમની દફનક્રિયા માટે હિંદુ ભાઈઓએ ઉલ્લાસપૂર્વક ભેટ આપેલી જમીન પણ ડૉ. ઝાકીરહુસેનની સર્વજનવત્સલતાની સાક્ષી પૂરે એમ છે. અખબારોમાં છપાયેલી એમની પ્રશસ્તિઓ તો કહે છે કે એમણે કોઈ વસિયતનામું કર્યું ન હતું – જ્યાં મિલકત જ ન હોય ત્યાં વસિયતનામું કેવું ? આવા અપરિગ્રહી હતા આપણા રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીરહુસેન ! (તા. ૧૦-૫-૧૯૬૯) - Page #527 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ધર્મક્રિયાપ્રેમીઓ (૧) કરુણામૂર્તિ શ્રી જયંતિભાઈ માન્કર મુંબઈના શ્રી જીવદયા-મંડળના મુખ્યમંત્રી તેમ જ પ્રાણ, પુણ્યશ્લોક શ્રી જયંતિલાલભાઈ માન્કરનો મુંબઈમાં તા. ૨૭-૧૦-૧૯૭૭ના રોજ ૮૪ વર્ષની ઉમરે સ્વર્ગવાસ થતાં એક કરુણામૂર્તિ મહાનુભાવનો આપણને સદાને માટે વિયોગ થયો છે. છેલ્લા ચાર દાયકા કરતાં પણ વધુ વખત સુધી (લગભગ અરધી ઉંમર સુધી) પ્રાણીઓની રક્ષા માટેની અવિરત અને નિષ્ઠાભરી કામગીરી બજાવીને તેઓ નિવૃત્તિના સાચા અધિકારી બન્યા હતા. શ્રી જયંતિભાઈએ બ્રાહ્મણકુળમાં જન્મ લઈને, અબોલ, નિર્દોષ પ્રાણીઓને કમોતમાંથી ઉગારી લઈને સુરક્ષિત બનાવવાનું તેમ જ અપંગ અને માંદાં પ્રાણીઓની બરાબર માવજત થતી રહે એ માટે ઘટતી વ્યવસ્થા કરવાનું જે કામ કરી બતાવ્યું હતું તે એમને એક અહિંસા અને દયાના સાધક આદર્શ જૈન તરીકેનું ગૌરવ અપાવે એવું હતું. પ્રાણીઓની રક્ષા માટે તેઓ જે ઊંડી ધગશ, સૂઝ અને રચનાત્મક દૃષ્ટિ ધરાવતા હતા, તે વિરલ અને બીજાઓને માટે માર્ગદર્શક બની રહે એવી હતી. હિંસા તરફ દોડી રહેલી આ દુનિયામાં, મૂંગા જીવોના તો જાણે, તેઓ નિષ્ણાત વકીલ જ હતા; એથી એમનું “પ્રાણી-મિત્ર” બિરુદ યથાર્થ હતું. દેશભરમાં ક્યાંય પણ, ધર્મ નિમિત્તે કે બીજા કોઈ નિમિત્તે, પ્રાણીઓનો વધ થતો હોવાનું એમના જાણવામાં આવતું, ત્યારે એને અટકાવવા માટે તેઓ મન-વચન-કાયાથી પ્રયત્ન-પુરુષાર્થ કરવામાં લેશ પણ કચાશ રહેવા ન દેતા. એમના દયાપ્રેરિત આવા પ્રયત્નને કારણે કેટલાંય સ્થાનોમાં પ્રાણીઓનો સંહાર થતો અટકી ગયો હતો. Page #528 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગિરધરભાઈ દફતરી વળી, જીવોના પ્રાણ બચાવવાના એક વ્યવહારુ ઉપાય તરીકે, માંસાહારનો નિષેધ અને શાકાહારનો પ્રચાર કરવા માટે તેઓએ અપાર જહેમત ઉઠાવી હતી, અને એમાં નોંધપાત્ર સફળતા પણ મેળવી હતી. આ દિશામાં તો એમણે વિદેશોમાં પણ ઘણી અનુકરણીય અને પ્રશંસાપાત્ર કામગીરી બજાવી હતી અને પ્રતિષ્ઠા પણ ઘણી મેળવી હતી. પરદેશમાં શાકાહાર તથા એનો પ્રચાર કેટલો વધી રહ્યો છે એની, તેમ જ મોજશોખની વસ્તુઓમાં તથા દવાઓમાં મૂંગા જીવોની કેટલી બધી કતલ અથવા કનડગત કરવામાં આવે છે એની માહિતી તેઓ, મુંબઈની શ્રી જીવદયા-મંડળીના માસિક મુખપત્ર ‘શ્રી જીવદયા'માં નિયમિત રીતે પ્રસિદ્ધ કરતા જ રહેતા હતા. તેઓ જીવદયા અને શાકાહારના પવિત્ર કાર્યના ભેખધારી હોઈ વિશ્વશાકાહાર કૉંગ્રેસના કાર્યમાં જીવંત રસ લેતા હતા; એટલું જ નહીં, સને ૧૯૫૭ તથા ૧૯૬૭માં બે વાર એ કૉંગ્રેસનાં અધિવેશન એમણે હિંદુસ્તાનમાં ભરાવ્યાં હતાં અને ત્રીજું અધિવેશન ભરવાની તૈયારીઓ થતી હતી ત્યાં તેઓ ચાલ્યા ગયા ! આ અધિવેશન વખતે તથા જીવરક્ષાની બાબતમાં ડગલે ને પગલે એમની ખોટ આપણને વરતાતી જ રહેવાની. કૅન્સર જેવા ભયંકર વ્યાધિથી પણ ચિંતિત કે વિચલિત થયા વિના તેઓએ પોતાના જીવનકાર્ય સમા જીવદયાના અને શાકાહારના પ્રચારના કાર્ય માટે જે વણથંભી કામગીરી બજાવી હતી, એની આગળ આપણું મસ્તક નમી જાય છે. (તા. ૨૬-૧૧-૧૯૭૭) ૫૦૫ (૨) ધર્મવીર, સેવાવીર શ્રી ગિરધરભાઈ દફતરી જીવનને નિર્મળ બનાવવાની તમન્નાથી પ્રેરાયેલી જેવી ધર્મનિષ્ઠા, એવી જ, દીનદુઃખી માનવજાતની સેવાથી પોતાના જીવનને ધન્ય બનાવવાની ઝંખનાથી પ્રેરાયેલી સેવાનિષ્ઠા જે વ્યક્તિ પોતાના જીવનમાં આવો સંસ્કાર-સંગમ કરી જાણે છે, તે માનવજીવનના સારને જીવી બતાવી શ્રેષ્ઠ માનવ તરીકેનો ઉત્તમ આદર્શ રજૂ કરી જાય છે. આવા માનવીઓ અતિ વિરલ હોવા છતાં તેઓ માનવતાના મુકુટમણિ તરીકેનું ગૌરવ પામે છે. સ્વનામધન્ય સ્વ. શ્રી ગિરધરભાઈ દામોદ૨દાસ દફતરી આવા પુરુષોમાંના એક હતા. ૮૦ વર્ષની પાકટ વયે થયેલું તેઓનું અવસાન પણ સૌને બહુ વસમું અને મોટી ખોટ રૂપ લાગ્યું તે આ કારણે જ, અને લોકો એમને ‘ગિરધરબાપા’ના વહાલભર્યા, અને આદરભર્યા નામથી સંબોધતા પણ આ કારણે જ. Page #529 -------------------------------------------------------------------------- ________________ ros અમૃત-સમીપે સ્થાનકવાસી સંઘના આ સાચાબોલા અગ્રણી અને સમર્થ સુકાનીનું મૂળ વતન સૌરાષ્ટ્રમાં મો૨બી શહે૨. એમનાં માતાનું નામ રામકુંવરબહેન. તા. ૩૧૧૦-૧૮૯૨ના રોજ એમનો જન્મ. તેમની ત્રણ વર્ષની વયે પિતાનો સ્વર્ગવાસ થયો. મૅટ્રિક સુધી મોરબીમાં અભ્યાસ કરી તેઓ ભાગ્ય ખીલવવા મુંબઈ આવ્યા. પાછા પડવાનું નામ નહીં, પુરુષાર્થ કરવામાં જરા ય કચાશ રાખવી નહીં અને પ્રામાણિકતાને પૂરેપૂરા વળગી રહેવું : જાણે પૂર્વના કોઈ ઉદયયોગે આ ગુણોનો ત્રિવેણીસંગમ શ્રી ગિરધરભાઈના જીવનમાં સહજપણે સધાયો હતો. તેઓનું ભાગ્ય ધીમેધીમે ખીલવા લાગ્યું. શ્રી ગિરધરભાઈને શરૂઆતથી જ ધર્મ તરફ અનુરાગ હતો, અને જેમજેમ ભાગ્ય ખીલતું ગયું તેમ-તેમ એ અનુરાગ, મોટે ભાગે બને છે તેમ ઓછો થવાને બદલે, વધતો ગયો ! ધીમે-ધીમે તેઓ આદર્શ શ્રાવક બનતા ગયા. ૩૬ વર્ષની યુવાન વયે, સારી કમાણીના સમયે, એમણે ફક્ત પાંત્રીસ હજાર રૂપિયાનું પરિગ્રહ-પ્રમાણ સ્વીકારેલું. પછી તો કમાણી વધતી જવાનો બહુ અનુકૂળ સમય આવ્યો અને રૂપિયાનું મૂલ્ય પણ ઘટતું ગયું, છતાં શ્રી ગિરધરભાઈ જરા ય વિચલિત ન થયા; એટલું જ નહીં, બે વર્ષ પહેલાં આ મર્યાદામાં પણ ઘટાડો કરીને ત્રીસ હજારની કરી, અને જે કંઈ વધુ આવક થતી એ દવાખાનાઓ જેવાં માનવરાહતનાં કામોમાં ઉદારતા અને ઉલ્લાસપૂર્વક આપી દેતા ! તેઓની આ નિર્લોભવૃત્તિ અને પરિગ્રહ-વિમુખતાનો લાભ જનતાને ચાર જેટલાં દાક્તરી સા૨વા૨-કેન્દ્રો રૂપે મળ્યો હતો. પૈસા તરફની આવી અનાસક્તિ કોઈ પણ સમયને માટે મુશ્કેલ લેખાય છે; તેમાં ય બેમર્યાદ બનેલ અર્થલોલુપતાના આ યુગમાં તો એ વિશેષ દુષ્કર છે. શ્રી ગિરધરભાઈએ પોતાની જીવનસ્પર્શી ધાર્મિકતાના બળે, પાપના મોટા મૂળરૂપ લોભને જ નાથી લીધો હતો. વળી, ધર્મક્રિયા તરફનો એમનો અનુરાગ, ધાર્મિક નિયમોને જીવન સાથે વણી લેવાની એમની નિષ્ઠા, સાદાઈ, શિથિલાચાર તરફનો એમનો પુણ્યપ્રકોપ, કોઈને પણ સાચી વાત કહેવાની હિંમત અને જનસેવા માટે સમાજ પાસેથી દાન મેળવવાની આવડત આ બધું દાખલારૂપ હતું. ૫૦ વર્ષની ઉંમરે તેઓએ બ્રહ્મચર્ય-વ્રતનો સ્વીકાર કર્યો હતો. અત્યારે સંતાનમાં તેઓને માત્ર એક પુત્રી છે. એમના એકના એક પુત્રનું આબુમાં વીજળીના આંચકાના અકસ્માતથી અકાળે અણધાર્યું અવસાન એ શ્રી ગિરધરભાઈ અને એમનાં ધર્મપરાયણ ધર્મપત્ની શ્રીમતી સૂરજબહેન માટે ન સહી શકાય એવો આઘાત હતો. પણ એ શાણા દંપતીએ પોતાની ધર્મપરાયણતા અને સેવાપરાયણતાને વધારે સતેજ બનાવીને આ આઘાતમાંથી આશ્વાસન મેળવ્યું હતું. Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫૦૭ શ્રી ગિરધરભાઈ દફતરી શ્રી ગિરધરભાઈનું જીવન જોતાં સહેજે સવાલ થાય કે એમની ધર્મનિષ્ઠા વધે કે સેવાનિષ્ઠા વધે ? પણ એમને માટે તો આ બંને નિષ્ઠાઓ આત્મનિષ્ઠાના એટલે કે આત્મભાવના રથનાં બે પૈડાંરૂપ જ હતી. શ્રી ગિરધરભાઈનો આંતર-બાહ્ય પરિચય આપતાં સ્થાનવાસી કૉન્ફરન્સના મુંબઈથી પ્રગટ થતા મુખપત્ર “જૈન-પ્રકાશ' સાપ્તાહિકના તા. ૧૫-૧૧-૧૯૭૨ના અંકમાં કહેવામાં આવ્યું છે ? શ્રી ગિરધરભાઈએ, આજીવન, સમાજની તન, મન અને ધનથી અવિરત નિષ્કામભાવે સેવા બજાવી હતી. તેમનું જીવન સાદું અને સંયમી હતું. તેઓએ અનેક સંસ્થાઓ ઊભી કરી, અનેક સંસ્થાઓને વિકસાવી, સંસ્થાઓ માટે લાખોનાં ફંડ કર્યા. તેમનામાં ધર્મ અને સાધુ-સાધ્વીઓ પ્રતિ દઢ શ્રદ્ધા હતી અને માનવદયા તથા જીવદયા માટે અપ્રતિમ લગની હતી. દેશના કોઈ પણ સ્થળે દુષ્કાળ પડે, અતિવૃષ્ટિ કે ધરતીકંપની આપત્તિ આવી પડે તો શ્રી ગિરધરભાઈ તે જ ક્ષણે ફંડ કરતા અને સંકટગ્રસ્ત ભાઈ-બહેનોને મદદ કરવા ઊપડી જતા... તેઓને પૈસાના પરિગ્રહની મર્યાદા હતી; એટલું જ નહીં, પરંતુ ખાવાપીવામાં, કપડામાં, બીજી અનેક બાબતોમાં મર્યાદા બાંધેલી હતી. સામાયિક, ચઉવિહાર, ધર્મધ્યાન, સાધુ-સાધ્વીજીઓનાં દર્શન - એ નિત્યક્રમ હતો. તેઓ ગૃહસ્થવેશમાં સાધુ જેવું સંયમી અને ત્યાગમય જીવન જીવી રહ્યા હતા. તેઓ જે સંસ્થામાં કાર્ય કરતા તેનો વહીવટ કરકસરપૂર્વક કરતા; દાતાની પઈ-પાઈનો સદુપયોગ થાય તેની કાળજી રાખતા. તેથી તેઓ કોઈ પણ પ્રવૃત્તિ માટે ટહેલ નાખતા ત્યારે સમાજ ઉદારદિલે દાન-પ્રવાહ વહેવડાવીને તેમની ઝોળી તત્કાલ છલકાવી દેતો. સવારે ઊઠે ત્યારથી રાત્રે સૂવે ત્યાં સુધી તેમની પાસે સંસ્થાના વિકાસની જ વાત સાંભળવા મળે, તેઓ સંસ્થાની પ્રવૃત્તિઓમાં જ કાર્યરત હોય; તેમને માટે ધંધો, ઘર વગેરે બાબતો ગૌણ હતી, સેવા મુખ્ય બાબત હતી.” એમની ધાર્મિકતા અને સેવાવૃત્તિનું બહુમાન કરવા ત્રણેક વર્ષ પહેલાં એક સન્માન-સમારંભ યોજીને એક લાખ એકત્રીસ હજાર રૂપિયાની થેલી અર્પણ કરવામાં આવી હતી, તે એમણે પોતાના સહધર્મી ભાઈઓની સેવા માટે અર્પણ કરી દીધી હતી. જીવદયાની ઉત્કટ ભાવનાથી પ્રેરાઈને શ્રી ગિરધરભાઈએ વસૂકી ગયેલી ગાયો-ભેંસોને કસાઈખાને જતી બચાવી લેવા માટે થોડા વખત પહેલાં એક મોટી યોજના બનાવી હતી, અને એ માટે ઉમરગામની પસંદગી કરીને એ માટે તેઓ ખૂબ જહેમત ઉઠાવી રહ્યા હતા. એમની ધર્મ-સેવા-દયાપરાયણતાની ચિરસ્મૃતિરૂપ આ યોજનાને સમાજ અને સૌ જીવદયાપ્રેમીઓ પૂરી કરે એ જ એમને માટેની સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. Page #531 -------------------------------------------------------------------------- ________________ પ૦૮ - અમૃત-સમીપે આવા ગુણિયલ પુરુષનો ૮૦ વર્ષ પૂરાં થતાં, તા. ૧-૧૧-૧૯૭૨ના રોજ સ્વર્ગવાસ થવાથી તેઓ તો ધન્ય બની ગયા, પણ સાચા માનવીઓની વધતી જતી અછતમાં સમાજ વધુ રંક બન્યો. (તા. ૨-૧૨-૧૯૭૨) (૩) જાતના જોખમે જીવો રક્ષનાર ધર્માત્મા શ્રી હઠીસિંગભાઈ રતનચંદ જીવોને અભયદાન આપો; તમે અભયના અધિકારી બનશો. જીવોની રક્ષા કરો; તમારો આત્મા સંસારનાં દુઃખ-દર્દોથી સુરક્ષિત બની જશે. અપંગ, દુઃખી, માંદા જીવોની સેવા કરો; પરમાત્મા એને પોતાની સેવા તરીકે મંજૂર રાખી તમને તમારા કલ્યાણનો માર્ગ બતાવશે. જીવદયા એ ખરી રીતે આપદયા – પોતાની જ ભલાઈનો ઉત્તમ માર્ગ છે. અહિંસા, દયા અને કરુણા તો ધરતીનું અમૃત અને સ્વ-પર સર્વનું મંગલ કરનારું શ્રેષ્ઠ રસાયણ છે. જૈનધર્મે દરેક મોક્ષાર્થીને પોતાની અહિંસાથી સધાતી રક્ષા કીટ-પતંગ જેવાં નાનાં જીવજંતુઓથી આગળ વધીને વનસ્પતિ અને પૃથ્વી-પાણી જેવા સૂક્ષ્મતમ જીવોને પણ મળે અને ઓછામાં ઓછા જીવોની હિંસાથી જીવન-વ્યવહાર નથી શકે એ રીતે રહેણીકરણી રાખવાનો અનુરોધ કર્યો છે. સાથે-સાથે અબોલ, નિર્દોષ, અપંગ, વૃદ્ધ અને માંદાં પશુ-પંખીઓની માવજતનો પણ જૈનધર્મમાં પવિત્ર ધર્મકૃત્યરૂપે આદર કરવામાં આવ્યો છે. લીંચનિવાસી સ્વનામધન્ય શ્રેષ્ઠી શ્રી હઠીસિંગભાઈ રતનચંદ આવી જીવદયા અને પ્રાણીરક્ષાના પ્રખર હિમાયતી એક ધર્માત્મા પુરુષ હતા; એટલું જ નહીં, એમણે બે પ્રકારે આ ભાવનાને અપનાવીને પોતાના ધર્મ અને જીવનને વિશેષ ચરિતાર્થ કર્યા હતાં : એક તો ઉત્તર ગુજરાતમાંના પોતાના વતન લીંચ ગામમાં એક પાંજરાપોળની સ્થાપના કરાવીને, અને બીજું, જીવરક્ષાના કાર્યમાં આવી પડતા પોતાના જાનના જોખમ સામે પણ અણનમ રહીને તથા એની ઉપેક્ષા કરીને. પ્રાણી રક્ષાની પ્રવૃત્તિને આટલી હદે પોતાના જીવન-કાર્ય (mission) તરીકે સ્વીકારનાર ન્યોછાવરીવાળા પુણ્યપુરુષો ઇતિહાસમાં અને વર્તમાનમાં બહુ વિરલ જોવા મળે છે. આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરિજી મહારાજના પ્રશિષ્ય મુનિરાજશ્રી મિત્રાનંદવિજયજી ગણીએ “લીંચ(મહેસાણા)સ્થિત શ્રી આદિનાથ જિનાલય Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૦૯ શ્રી હઠીસિંગભાઈ રતનચંદ શતાબ્દી મહોત્સવ સ્મરણિકા' નામે એક પુસ્તિકાનું સંકલન કર્યું છે. એમાં આ જીવદયાપ્રેમી મહાનુભાવનો ટૂંકો પરિચય આમ આપવામાં આવ્યો છે : શ્રી હઠીસિંગભાઈનો જન્મ વિ. સં. ૧૯૦૭માં થયો હતો. કુટુંબની સ્થિતિ સામાન્ય, એટલે તેમના વડીલો ભાગ્યને ખીલવવા દક્ષિણમાં જઈને રહિમતપુરમાં સ્થિર થયા. શ્રી હઠીસિંગભાઈ પણ પોતાના વડીલોની સાથે જ ગયા હતા. પણ એમનું મન ધર્મના સહજ સંસ્કારોથી એવું ભાવિત થયેલું હતું કે એ મોટે ભાગે સંસારવ્યવહાર કે ધંધા-વ્યપારના બદલે ધર્મક્રિયા તરફ જ વધારે ઢળેલું રહેતું. આવો ધર્મરંગી આત્મા લગ્નના બંધનમાં પડીને ઘરસંસાર વધારવાની જંજાળમાં પડવાનું કેવી રીતે મંજૂર રાખે ? શ્રી હઠીસિંગભાઈ વડીલોની આ વાતનો સ્વીકાર કરવા કોઈ રીતે સંમત ન થયા. અને છતાં વડીલોએ લગ્ન કરવાનો આગ્રહ ચાલુ રાખ્યો, તો એથી બચવા માટે તેઓ ગુજરાતમાં મહેસાણામાં પહોંચી જઈને શ્રી વેણીચંદભાઈ જેવા ધર્મપુરુષનાં ધર્મકાર્યોના સાથી બની ગયા. શ્રી હઠીસિંગભાઈની જીવનભર બ્રહ્મચારી રહેવાની ભાવના સફળ થઈ અને એ ભાવનાને અખંડિત રાખવા તેઓ સદા જાગૃત રહ્યા. એમના અંતરમાં વહેતી જીવદયાની ભાવનાએ એમને એટલું બધું બળ પૂરું પાડ્યું કે આજીવન બ્રહ્મચારી ધર્મી પુરુષ તરીકેનું અતિ કપરું જીવન પણ એમને માટે સહેલું બની ગયું. એમને આવું બળ પૂરું પાડનાર એમની જીવરક્ષા-પ્રીતિની અને વફાદારીભરી કામગીરીની વિગતો જાણવા જેવી છે. પોતાના ગામ લીંચમાં જ નવરાત્રી-પ્રસંગે કરવામાં આવતા પાડાના વધની વાત વિ. સં. ૧૯૩૮માં એમના જાણવામાં આવી, અને એમના પાપભીરુ અંતરે ભારે આઘાત અનુભવ્યો. એમને થયું : આવાં ઘાતકી કામો તો કેવળ એવાં કાર્યો કરનાર વ્યક્તિને જ નહીં, પણ જનસમુદાયને માટે પણ શાપરૂપ બની જાય; માટે ગમે તેમ કરીને એને અટકાવવાં જ ઘટે. આ માટે વધારે વિચાર કરવાનો તો વખત હતો જ નહીં; જે કંઈ કરવું હોય તે તત્કાળ કરવાનું હતું. એમણે સાહસ ખેડીને, હિંમત દાખવીને અને જોખમની પરવા છોડીને એ પાડાને બચાવી લીધો. આ પ્રસંગથી એમની જીવદયાની કામગીરીનો પ્રારંભ થયો. વિ. સં. ૧૯૪૦માં એમણે ખૂબ જહેમત ઉઠાવીને પોતાના વતન લોંચ ગામમાં પાંજરાપોળની સ્થાપના કરી. તેઓ ઠેરઠેર ફરીને વધ માટે મોકલાતાં ઢોરોને તથા અપંગ, માંદાં પ્રાણીઓને આ પાંજરાપોળમાં મોકલવા લાગ્યા. આથી . દેવદેવીઓને રાજી કરવા નિમિત્તે કે માંસાહાર નિમિત્તે પશુઓનો વધ કરતા લોકો નારાજ અને ગુસ્સે થાય એ સ્વાભાવિક હતું. આવા લોકોનો ગુસ્સો શ્રી હઠીસિંગભાઈને માટે અગ્નિપરીક્ષારૂપ બની જતો; છતાં તેઓ પોતાના માર્ગથી જરા ય ચલિત ન થતાં. Page #533 -------------------------------------------------------------------------- ________________ પ૧૦. અમૃત-સમીપે એક વાર એમના ઉપર મેલી મૂઠ મારવાનો પ્રયોગ કરવાનું વિચારવામાં આવ્યું; પણ એ નિષ્ફળ ગયો. એક પ્રસંગે એક માણસે ઝનૂનમાં આવીને એમના ઉપર તલવારના ઘા કર્યા. એથી એમના શરીરને કંઈક ઈજા પણ થઈ; પણ એથી ડરવાનું કે હારવાનું કેવું ! એક વખત તેઓ એક મુનિરાજ સાથે પગપાળા આબુતીર્થની યાત્રાએ જતા હતા. એમણે જોયું કે રસ્તામાં કેટલાક કસાઈઓ ઘેટાંબકરાંને કતલ કરવા માટે લઈ જતા હતા. હઠીસિંગભાઈના દયાળુ અંતરથી આ કેવી રીતે બરદાસ્ત થઈ શકે ? એમણે એ મૂંગા, નિર્દોષ જીવોને છોડાવી, ભગાડી દીધા. બદલામાં ગુસ્સે થયેલા એ કસાઈઓએ એમના ઉપર ડંડાથી એવા આકરા પ્રહારો કર્યા કે એના ઘા અંત સુધી દેખાતા રહ્યા. પણ હઠીસિંગભાઈને એની પરવા ક્યાં હતી ? આ ઘા તો જાણે એમની સજીવ કરુણાભાવના ! અરધી કરતાં ય વધુ જિંદગી જીવોની રક્ષા કરવાનાં કરુણાપ્રેરિત સત્કાર્યોમાં વિતાવી આ ધર્મપુરુષ ૮૫ વર્ષની પરિપક્વ ઉમરે સ્વર્ગવાસી બનીને પુણ્યસ્મરણયોગ્ય બની ગયા. લીંચ ગામની પાંજરાપોળ પાસેની એક નાની દેરી અને ગામના દેરાસરમાં મૂકવામાં આવેલી અડધી પ્રતિમા આ પુણ્યપુરુષનું સ્મરણ કરાવીને જીવદયાની પ્રેરણા આપતી રહે છે. (તા. ૩૧-૭-૧૯૭૬) (૪) ધર્મજાગૃતિથી સત્તાને શોભાવનાર શ્રી મોહનલાલ પોપટલાલ શાહ ગરીબી એમને હતાશાના અંધકારમાં ન ફેંકી શકી, સત્તા એમને ગુમરાહ કે ગુમાની ન બનાવી શકી અને સંપત્તિ એમને છકાવી ન શકી; કારણ કે ઊગતી ઉંમરથી જ ધર્મજાગૃતિનો અને વિવેકનો પ્રદીપ એમના જીવનપંથને અજવાળતો હતો. સ્વસ્થ, સમતાભર્યું અને ધર્મપરાયણ એમનું જીવન હતું; એમણે મનુષ્યજન્મને મૂલવી જાણ્યો હતો. એ હતા રાજકોટનિવાસી શ્રી મોહનલાલ પોપટલાલ શાહ. ધર્માનુરાગ અને કર્તવ્યપરાયણતાને માર્ગે જીવનને કૃતાર્થ કરીને ત્રણેક મહિના પહેલાં તા. ૨૪-૧૨-૧૯૭૫ના રોજ, બાણ વર્ષની પૂર્ણ પાકટ વયે, એમનો હંસલો નવા ઉન્નત સ્થાનની શોધમાં, જર્જરિત દેહનો ત્યાગ કરીને ચાલતો થયો. સૌરાષ્ટ્રના સ્થાનકવાસી સંઘના તો તેઓ એક સ્તંભ હતા. એમનાં શાણપણ, સેવાવૃત્તિ અને પરગજુ સ્વભાવ સદા યાદગાર બની રહેશે. Page #534 -------------------------------------------------------------------------- ________________ ૫૧૧ શ્રી મોહનલાલ પોપટલાલ શાહ વિ. સં. ૧૯૩૦ની સાલમાં એમનો જન્મ. સામાન્ય આર્થિક સ્થિતિનો સામનો કરીને આગળ વધવાનું એમનું સરજત હતું. મેટ્રિકની પરીક્ષા સુધી તો જેમ-તેમ કરીને પહોંચ્યા, પણ પછીની સ્થિતિ તો પોતાનું ખર્ચ પોતે જ રળીને આગળ વધવા જેવી વિષમ હતી; પણ શ્રી મોહનભાઈ ભાગ્યના એ પડકારથી પાછા ન પડ્યા. એ પડકારને ઝીલીને એમણે રળવાનું અને ભણવાનું સાથોસાથ ચાલુ રાખ્યું. પણ છેવટે શરીર આ બેવડો ભાર ઝીલી ન શક્યું; ઇન્ટરની પરીક્ષા આપતા-આપતાં હૃદયરોગના હુમલાથી તેઓ બેચેન બની ગયા. પણ ચિત્તને સ્વસ્થ કરીને એમણે પૂરી પરીક્ષા આપી. જાણે આવી આકરી કસોટીમાંથી પાર ઊતરનાર નવયુવાન ઉપર ભાગ્યદેવતા તુષ્ટ બન્યા : એ પરીક્ષામાં તેઓ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા ! પણ પછી જીવનનિર્વાહની આર્થિક વિટંબણામાં અભ્યાસમાં આગળ વધવાની શક્યતા ન રહી, એટલે એમણે કમાણીનો રાહ લેવામાં જ શાણપણ માન્યું. એમણે વકીલને ત્યાં માસિક પંદર રૂપિયાની કારકુનીથી વ્યવસાયની શરૂઆત કરી, કેટલોક વખત શિક્ષક તરીકે પણ કામગીરી બજાવી. છેવટે એક ઉત્સાહી અંગ્રેજ અમલદારની પ્રેરણાથી પોલિસની નોકરી સ્વીકારી. એથી એમના જીવનનો રાહ બદલાઈ ગયો, ભાગ્યનું પાંદડું પણ પલટાઈ ગયું; અને છતાં જીવનવ્યાપી સ્વસ્થતા અને સમતા એવી ને એવી સચવાઈ રહી. ચૌદ વર્ષની ઊછરતી ઉંમરથી જ અભક્ષ્ય કે કંદમૂળનો પણ એમણે ત્યાગ કર્યો હતો અને ધર્મપાલન પ્રત્યેની પ્રીતિ કેળવી હતી. પોલિસ કે પોલિસ-અમલદારની સત્તા અને જૈનધર્મે આદેશેલ ખાનપાનની અનેક મર્યાદાઓ સાથે ધર્મનું પાલન -- એ બે છે સાથે ન ચાલી શકે એવી લાગતી બાબતો; પણ શ્રી મોહનભાઈએ એ બંનેને પોતાના જીવનમાં બરાબર વણી દીધી હતી. એમની ધર્મપરાયણતા ક્યારેય ફરજના પાલનમાં આડે આવી ન હતી, એમની સત્તા ક્યારેય ધર્મપાલનમાં આડખલીરૂપ બની ન હતી. વાંકાનેર-રાજ્યમાં એમણે તેર વર્ષ સુધી પોલિસ-સુપરિન્ટેન્ડન્ટની સત્તા ભોગવી હતી, અને એ સ્થાને રહીને બજાવેલ નિષ્ઠાભરી કામગીરીની કદરરૂપે એમને “રાવસાહેબ'નો ખિતાબ મળ્યો હતો. એ પછી તો તેઓ રતલામના નાયબ દિવાન જેવા જવાબદારીભર્યા અને ગૌરવશાળી પદે પહોંચ્યા હતા અને ત્યાંની સફળ કામગીરીની યશકલગીરૂપે એમને “રાવબહાદુર' નો ખિતાબ મળ્યો હતો. પોલિસ-સુપરિન્ટેન્ડન્ટની જવાબદારી વખતે કેટલીય વાર બહારવટિયાઓનો પીછો પકડવા જંગલમાં દોડાદોડ કરવી પડતી; અને નાયબ દિવાન તરીકેની કામગીરી પણ કંઈ ગુલાબની સેજ ન હતી. પણ આવા કોઈ Page #535 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે પ્રસંગે એમણે પોતાના ધર્મપાલનમાં ઊણપ આવવા દીધી ન હતી. અભક્ષ્યનો ત્યાગ, સામાયિક, પ્રતિક્રમણ, ચોવિહાર વગેરેનું અખંડપણે પાલન થતું જ રહેતું! સત્તાના સ્થાને રહીને સંપત્તિની લાલચ કે વિલાસિતાની મોહમાયાથી બચવું અત્યંત મુશ્કેલ છે; પણ શ્રી મોહનભાઈ મક્કમ મનના ધર્મપુરુષ હતા. તેથી જ તેઓ ખુમારીપૂર્વક પોતાની રોજનીશીમાં એવું સુવર્ણવાક્ય નોંધી શક્યા છે કે લાંચ-રૂશ્વતને હું મારા પુત્રની માટી સમાન ગણતો હોવાથી મેં કદી પણ લાંચરૂશ્વત લીધી નથી.” શ્રી મોહનભાઈએ બાવીસ વર્ષની ઉંમરેથી રોજનીશી લખવાની ટેવ પાડી હતી, તે ૯૨ વર્ષની ઉમર સુધી – જીવનના વિશ્રામ સુધી – એમણે સાચવી રાખી હતી એ બીના એમની આત્મનિરીક્ષણની તાલાવેલીનું સૂચન કરે છે. અમે ઇચ્છીએ છીએ કે એમના વારસદારો આ રોજનીશીઓનું સંપાદન કરાવીને એને પ્રગટ કરે. એનો લાભ વ્યાપક જનસમાજને મળે એ જરૂરી છે. - શ્રી મોહનભાઈ સ્વમાની એવા હતા કે રતલામના દીવાનપદામાં પોતાનું સ્વમાન સચવાતું ન લાગ્યું કે તરત એનો ત્યાગ કર્યો. તેઓ જીવન પ્રત્યે સભાન પણ એવા હતા કે પચાસ વર્ષની, નિવૃત્તિ માટે અપક્વ ગણાય એવી વયે પણ તબિયત બરાબર ન રહેવાથી, પોતાના મિત્ર-ડૉક્ટરની સલાહથી સદાને માટે વ્યવસાયમાંથી નિવૃત્ત થયા; એ વખતે સત્તા કે સંપત્તિની લાલચ એમને લોભાવી ન શકી. પછી પૂરાં બેંતાલીસ વર્ષ સુધી તેઓ ધર્મમય જીવન જીવતા રહ્યા. રોજનો ૧૭થી ૧૮ કલાકનો એમનો કાર્યક્રમ રહેતો. ધર્મચિંતન, ધર્મવાચન, સેવાપ્રવૃત્તિઓને પ્રોત્સાહન, ધર્મશ્રવણ, ધર્મચર્ચા અને ધર્મક્રિયા દ્વારા તેઓ જીવનનો આનંદ માણતા રહ્યા અને સમાધિમરણને વર્યા ! (તા. ૧૯-૩-૧૯૯૯) (૫) સમતાપ્રેમી તપસ્વી શ્રી રામચંદ્રભાઈ લાંબી અને આકરી તપસ્યાના તાપથી પોતાના જીવનને નિર્મળ કરવાનો પ્રયત્ન કરનાર એક ધર્મપ્રેમી મહાનુભાવની આ નાનીસરખી કીર્તિકથા છે; અને આપણી નજર સામે જ એ રચાઈ રહી છે. એ કથા સાંભળતાં થોડોક ભૂતકાળ સાંભરી આવે છે. Page #536 -------------------------------------------------------------------------- ________________ શ્રી રામચંદ્રભાઈ ૫૧૩ આશરે ચારસો વર્ષ પહેલાંનો સમય; આગ્રા શહેર અને સમ્રાટ અકબરનું રાજ્ય. ત્યાં એક જૈન બહેન રહે; ચંપા એનું નામ. જૈનધર્મ ઉપર એને ભારે આસ્થા. એણે છ મહિનાના ઉપવાસનાં ભારે આકરાં તપ આદર્યા અને પૂરાં કર્યાં. ભાવિક જનોએ એ તપની પૂર્ણાહુતિનો વરઘોડો કાઢ્યો; બહેન ચંપાને પાલખીમાં બેસારી અને પોતાના ખભે એ પાલખીને ઉપાડી. આખું નગર તપસ્વી બહેનના જયનાદોથી ગાજી ઊઠ્યું. નગરનાં નર-નારીઓ એ બહેનને ભાવપૂર્વક વંદન કરી રહ્યાં. સમ્રાટ અકબરના અંતરમાં પણ ભક્તિની ભાગીરથી વહેવા લાગી. ચારેક વર્ષ પહેલાંની વાત છે. અમદાવાદ શહેર અને સંવત્સરીનો દિવસ. પૌષધવ્રતધારીઓનો એક સમૂહ પ્રભુદર્શને જઈ રહ્યો છે. એમના ખભે એક શિબિકા (સ્ટ્રેચર) છે, અને એમાં એક તપસ્વી સૂતા છે. તપસ્વીને જનતા વંદે છે, જનતાને તપસ્વી અભિનંદે અને અભિનંદે છે. ભારે હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ છે. તપસ્વીએ એક મહિનાના ઉપવાસ કર્યા છે, અને પર્યુષણના આઠ દિવસ માટે પૌષધવ્રત સ્વીકારીને એ સાધુના જેવું જીવન જીવી રહ્યા છે. સાધુથી તો વાહનમાં બેસાય જ નહીં, અને એક મહિનાની તપસ્યા પછી કાયા ડગ ભરવાની ના કહે. પણ તપસ્વીના અંતરમાં પ્રભુદર્શનની ભારે તાલાવેલી. એમના સાથીઓ સમય વર્તી ગયા; અને એ તપસ્વીને શિબિકામાં પોતાને ખભે બેસારીને પ્રભુદર્શને લઈ ગયા. જેમણે-જેમણે એ દશ્ય નિહાળ્યું તે ધન્ય બની ગયાં. આ તપસ્વી તે શ્રી રામચંદ્ર ગોપાળદાસ શાહ. કટોસણ પાસેનું કાનપુર ગામ એ એમનું વતન. માતાનું નામ ચંપાબહેન. જ્ઞાતિએ વીસા પોરવાલ. જન્મ-સંવત વિ. સં. ૧૯૯૮; અભ્યાસ ફક્ત ગુજરાતી પાંચ ચોપડી જેટલો. સ્થિતિ સાધારણ – આજ રળે એ કાલ ખાય એવી. ભાંડમાં એક ભાઈ અને એક બહેન. પત્ની કમળાબહેન; સંતાનમાં છ દીકરી અને એક દીકરો. રામચંદ્રભાઈ હજી યૌવનને આરે પહોંચ્યા ન પહોંચ્યા ને કુટુંબનો ભાર માથે આવી પડ્યો. શરૂઆતમાં વિરમગામમાં નોકરી કરી, પછી દસ વર્ષ પૂનામાં કાઢ્યાં, અને છેલ્લાં ઓગણીસ વર્ષથી તેઓ અમદાવાદમાં નોકરી કરે છે. શરૂઆતમાં તો એમનામાં ધર્મ પ્રત્યેની કોઈ પ્રીતિ હતી જ નહીં; ઊલટું ક્યારેક સાધુસમુદાયની કે ધાર્મિક ક્રિયાઓની ટીકા, નિંદા કે મશ્કરી કરવામાં એમને આનંદ આવતો ! આમ છતાં એક સંસ્કાર એમનામાં પહેલેથી જ ખરો કે જે કામ કરવું એ નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી કરવું અને અન્યાયનું ધન ધૂળ સમાન લેખવું. ન્યાયપાર્જિત ધન એ તો માર્ગાનુસારીપણાનું પહેલું પગથિયું. ધર્મભાવનાનું આ બીજ આગળ જતાં પાંગર્યું અને એક વખતના ધર્મના વિરોધી અને નિંદક Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ અમૃત-સમીપે રામચંદ્રભાઈએ ધર્મના ચરણે પોતાનું જીવન ધરી દીધું, અને તેઓ ધર્મના પ્રશંસક, પાલક અને સમતાપ્રેમી તપસ્વી બની ગયા. વિ. સં. ૧૯૯૬ની એ સાલ. ત્યારે શ્રી રામચંદ્રભાઈ પૂનામાં રહેતા હતા. તે વર્ષે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રેમસૂરિજી અને વિજયરામચંદ્રસૂરિજી પૂનામાં ચાતુર્માસ ૨હેલા. આ વખતે શ્રીયુત મોહનલાલ સખારામની પ્રેરણાથી શ્રી રામચંદ્રભાઈ તેઓશ્રીના સંપર્કમાં આવ્યા. એ સંપર્કે શ્રી રામચંદ્રભાઈમાં ધર્મભાવનાનું બીજાધાન કર્યું. એમને સમજાયું કે અત્યાર સુધીનો સમય પ્રમાદમાં અને દેવ-ગુરુની નિંદા કરવામાં નિરર્થક હતો. પણ માત્ર પશ્ચત્તાપ કે અફસોસ કરીને સંતોષ માને એવો એમનો આત્મા ન હતો; એમાં તો જાગેલા સવિચારનો સત્વર અમલ કરવાનું ખમીર ભર્યું હતું. એમણે તો તરત જ, જાગ્યા ત્યારથી સવાર ગણીને, પોતાના જીવનની દિશા પલટી નાખી. પણ હજી ધર્મપ્રીતિનો પાકો રંગ લાગવો બાકી હતો. એમ ને એમ બીજાં પાંચ વર્ષ વીતી ગયાં. તે દરમ્યાન શ્રી રામચંદ્રભાઈ પૂના છોડીને અમદાવાદમાં નોકરી કરવા આવી પહોંચ્યા. વિ. સં. ૨૦૦૧ની સાલ શ્રી રામચંદ્રભાઈના જીવનમાં સીમાચિહ્નરૂપ બની ગઈ. ત્યારે પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરિજી અને વિજયરામચંદ્રસૂરિજી અમદાવાદમાં હતા, અને જ્ઞાનમંદિરમાં ગુરુમૂર્તિની પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. આ વખતે શ્રી રામચંદ્રભાઈ તેઓશ્રીના વિશેષ સંપર્કમાં આવ્યા અને એમનો ધર્મરંગ દૃઢ બની ગયો. શ્રી રામચંદ્રભાઈ પોતાના પરમ ઉપકારી આ બંને આચાર્યવર્ષો અને શ્રી મોહનલાલભાઈનાં નામ લેતાં આભારની લાગણીથી ગદ્ગદિત બની જાય છે. સ્વર્ગસ્થ પૂજ્ય આ. મ. શ્રી વિજયભક્તિસૂરિજીને પણ તેઓ પોતાના એક ઉપકારી લેખે છે. જ્યારે પોતે કરેલ ધર્મનિંદા કે ધર્મવિરોધી આચરણની તેઓ વાત કરે છે, ત્યારે તીવ્ર વેદનાની રેખાઓ એમના ચહેરા ઉપર તરી આવે છે, અને એમની આંખો પશ્ચાત્તાપના પવિત્ર જળથી ઊભરાઈ જાય છે. એ દશ્ય જોનારની આંખો પણ આંસુભીની થયા વગર રહેતી નથી. ધર્મનો રંગ તો લાગી ચૂક્યો હતો; પણ જવાબદારીથી છટકી જઈને કે ઘરસંસારનો ત્યાગ કરીને ધર્મસાધના કરવી એમને મુનાસિબ ન લાગી. એથી એમણે જળકમળની જેમ ઘરસંસારમાં રહીને પોતાની ધર્મસાધના ક૨વાનો સંકલ્પ કર્યો. આ સંકલ્પને પાર પાડવામાં શ્રી રામચંદ્રભાઈના આત્માનું ખમીર બરાબર દેખાઈ આવે છે. Page #538 -------------------------------------------------------------------------- ________________ શ્રી રામચંદ્રભાઈ ૫૧૫ ધર્મનો માર્ગ તો સમજાઈ ગયો, પણ એ માટે શાસ્ત્રોનું અવગાહન કરવા જેટલી બુદ્ધિશક્તિ ખીલી નહોતી અને પ્રામાણિકતાપૂર્વક કુટુંબના નિર્વાહની જવાબદારી પૂરી કરવા આડે એ માટે કોઈ અવકાશ ન હતો; અને છતાં ધર્મસાધના તો કરવી જ હતી. એટલે રામચંદ્રભાઈએ આકરી લાંબી તપસ્યાનો કઠણ માર્ગ સ્વીકારી લીધો : જાણે એમણે મનોમન નિશ્ચય કરી લીધો કે આત્મસાધના કરતાં આ કાયાને ગમે તેટલું કષ્ટ ભલે પડે, પણ કુટુંબને દુઃખમાં ન મૂકવું. પછી તો જાણે તપ એ જ શ્રી રામચંદ્રભાઈનું જીવન બની ગયું. અત્યાર સુધીમાં એમણે એક માસખમણ, એક વાર એકવીસ ઉપવાસ, એક વાર સોળ ઉપવાસ, એક વાર પંદર ઉપવાસ અને ચૌદેક વાર અઠ્ઠાઈની તપસ્યા કરી છે; તેમાં ય છ-એક અઠ્ઠાઈ તો ચોવિહારી (પાણીનો પણ ત્યાગ કરીને) કરી છે. પાંચ વર્ષ પહેલાં એમણે એક સાથે અઢીસો આયંબિલ કર્યાં હતાં. પછી તો લગભગ સાડાચૌદ વર્ષે પૂરી થઈ શકે એવી વર્ધમાનતપની ઓળી એમણે શરૂ કરી. આ તપસ્યા ભારે આકરી લેખાય છે : એક આંબેલ ઉપર એક ઉપવાસ, બે આંબેલ ઉપર એક ઉપવાસ, એમ વધતાં-વધતાં એકસો આંબેલ ઉપર એક ઉપવાસ થાય ત્યારે આ મહાન તપસ્યા પૂરી થાય. લુખ્ખા-સુક્કા ભોજનથી કાયાનો નિર્વાહ કરવાનો. શ્રી રામચંદ્રભાઈ આવા મોટા તપસ્વી છે એ જ કંઈ એમની વિશેષતા નથી. એમના પ્રત્યે વિશેષ આદર અને બહુમાનની લાગણી જન્માવે એવી તો એમની બીજી વિશેષતાઓ છે; એને લીધે જ તપ વિશેષ દીપી ઊઠે છે. સમતા એ એમના તપની પહેલી વિશેષતા છે. ‘તપ કરીને સમતા રાખી મનમાં' એ શાસ્ત્રવાણીને એમણે જીવનમાં ઉતારી છે. એ કદી આકળા થતા નથી કે પોતાનો મિજાજ ગુમાવતા નથી : ‘તપસ્વી તો ક્રોધી હોય' એ આક્ષેપને એમણે ખોટો ઠરાવ્યો છે. સાચે જ, એ કેવળ આત્માર્થી મૂક તપસ્વી છે. સેવાવૃત્તિ એ એમની બીજી મહત્તા છે. સેવાનો અવસર મળ્યો કે જાણે ગોળનું ગાડું મળ્યું; પછી તો બીજું બધું ભૂલી જવાના ! એમને શરૂઆતમાં ખાવાનો ભારે શોખ; રસવૃત્તિને પોષવા એ જમ્યા પછી પણ જમવાનું ન ચૂકે, અને ક્યારેક મનપસંદ રસોઈ ન થઈ હોય તો મિજાજ પણ ગુમાવી બેસે ! અને સ્વાદ વધે એમ કામ અને ક્રોધ પણ વધે. શ્રી રામચંદ્રભાઈ ખૂબ લાગણીપૂર્વક કહે છે કે ધર્મનું શરણ અને તપનો માર્ગ મળવાથી મારા કામ અને ક્રોધ તો ગયા, પણ સાથે-સાથે જીભનો સ્વાદ પણ ચાલ્યો ગયો. આજે તો તેઓ શરીરયાત્રાર્થે લુખ્ખું-સુક્કું અન્ન પણ આનંદપૂર્વક આરોગી જાય છે. Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૧૭ અમૃત-સમીપે ચાલીસ વર્ષ જેવી નાની ઉંમરે આ ધર્મપ્રેમી દંપતીએ ચતુર્થ (બ્રહ્મચર્ય) વ્રત જેવું આકરું વ્રત સ્વીકાર્યું તે એમની ધર્મભાવના અને તપ પ્રત્યેની પ્રીતિનું પરિણામ જ લેખી શકાય. આવું તપ અને આવી ધર્મપરાયણતા હોવા છતાં ઠાલી ઉદાસીનતા ટાળી હંમેશાં આનંદી રહે છે એ એમની ન ભુલાય એવી વિશેષતા છે. અને આ બધા સાથે પ્રામાણિકતા પણ એમણે ભારોભાર જાળવી છે; શેઠની નોકરી કરવામાં તપ કે ધર્મને બહાને એ કદી આળસ કરતા નથી કે કચાશ આવવા દેતા નથી – રૂપિયો લઈને સવા રૂપિયા જેટલું કામ કરે ત્યારે જ એમને જંપ વળે છે. એમ કરવામાં તેઓ ભૂખ, ઊંઘ, આરામ કે થાકનો વિચાર સુધ્ધાં કરતા નથી. આવી જાગૃતિ સાચે જ વિરલ ગણાય. નવ જણાનું મોટું કુટુંબ, મર્યાદિત આવક, વધતી જતી મોંઘવારી; એમાં વળી કુટુંબના વ્યવહાર અને સંતાનોના શિક્ષણ ઉપરાંત લગ્ન વગેરે અવસ૨ો પણ ઉકેલવાનાઃ એ બધાની વચ્ચે પ્રામાણિકતાના દીપને આ રીતે અખંડ જલતો રાખવો એ કંઈ નાનીસૂની વાત ન ગણાય. મનમાં ધર્મનો સાર વસ્યો હોય તો જ એ શક્ય બને. એમની ધર્મભાવના અને તપસ્યાનો રંગ એમના આખા કુટુંબને લાગ્યો છે. સમતાભર્યું તપ એ આત્મસાધનાનો માર્ગ છે, આત્માને તા૨વાનું તીર્થ છે. શ્રી રામચંદ્રભાઈ એવા સાંગોપાંગ તપોમાર્ગના પ્રવાસી બન્યા છે. એમનું જીવન જાણે તપસ્વીઓને કહે છે : તપ કરજો, પણ સમતાને, વિવેકને, નમ્રતાને ન ભૂલશો. અને અહંકાર, આસક્તિ અને ક્રોધને તો પાસે પણ ટૂંકવા ન દેશો; નહીં તો જીતી બાજી હારી બેસશો. ધન્ય તપસ્વી નાનો પણ રાઈનો દાણો ! (૬) ધર્મક્રિયાપ્રેમી શ્રી ફૂલચંદભાઈ ખીમચંદ શાહ “ભાઈ, આ તો મારા પરમાત્માનું કામ ; એવા પવિત્ર કામ માટે નહીં જાઉં તો પછી મારું જીવ્યું શા કામનું ? તમે કોઈ મને ના ન પાડશો ! સારા કામમાં અંતરાય ન નાખશો !” (તા. ૩૧-૩-૧૯૬૧) Page #540 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફુલચંદભાઈ ખીમચંદ શાહ ૫૧૭ “પણ વડીલ, જરા આપના શરીર સામે તો જુઓ; એ કેટલું અશક્ત અને રોગગ્રસ્ત બની ગયું છે ! આવી સ્થિતિમાં આટલો લાંબો પ્રવાસ કેવી રીતે ખેડાય ? આવું સાહસ કરવા જતાં ઊલટાનું જોખમ આવી પડે ; આપ આવી હઠ ન લ્યો. અમારી ચિંતાનો અને આપની અશક્તિનો પણ કંઈક વિચાર કરો.' “અરે ભાઈ, સારું કામ કરવામાં વળી જોખમ કેવું ? અને આવું, મારા પ્રભુનું કામ કરતાં-કરતાં કદાચ આ કાયા પણ પડી જાય તો એનાથી બીજું રૂડું પણ શું ? છેવટે તો આપણે સૌએ વહેલાં કે મોડાં જવાનું જ છે ને ? મને તમે કોઈ ન રોકશો; હું જરૂર હસ્તિનાપુર જવાનો.” અમદાવાદથી દસેક માઈલ દૂર, વળાદ ગામમાં એક દિવસ એક વયોવૃદ્ધ સદ્ગૃહસ્થ અને એમનાં સગાંઓ અને સ્નેહીઓ વચ્ચે આ પ્રમાણે રકઝક ચાલતી હતી. એ વયોવૃદ્ધ સજ્જન હતા શ્રી ફૂલચંદ ખીમચંદ શાહ. તેઓ જિનમંદિરોનું ખાતમુહૂર્ત, અંજનશલાકા, પ્રતિષ્ઠા, શાંતિસ્નાત્ર વગેરે ધર્મક્રિયાઓના વિધિઓના મોટા જાણકાર હતા; અને પ્રસંગ હતો દિલ્હી પાસે આવેલ હસ્તિનાપુર તીર્થના નવા જિનમંદિરના ખાતમુહૂર્ત અને શિલાન્યાસનો. એ પ્રસંગ ઉપર જવા માટે શ્રી ફૂલચંદભાઈને તેડું આવ્યું હતું. શ્રી ફૂલચંદભાઈ કેટલાક વખતથી બીમાર હતા, અને આ નિયંત્રણ આવ્યું ત્યારે તેઓ પથારીવશ હતા; શરીરે સોજા પણ આવી ગયા હતા. છતાં તેઓ હસ્તિનાપુરનું તેડું નકારવા તૈયાર ન હતા. થવાનું હોય તે થાય, પણ પ્રભુભક્તિનો આવો અવસર ન જવા દેવાય એ એમનો નિશ્ચય હતો. -- છેવટે શ્રી ફૂલચંદભાઈની ભાવના ફળી અને પથારીવશ જેવા અશક્ત શરીરે પણ તેઓ હસ્તિનાપુર પહોંચ્યા. તા.૨૨-૬-૧૯૬૨ના રોજ નવા જિનમંદિરનો શિલાન્યાસ-વિધિ પતાવીને પાછા પણ આવી ગયા ! જર્જરિત ક્લેવરનો ત્યાગ કરીને એમનો હંસલો નવું ક્લેવર ધારણ કરવા અહીંથી સદાયને માટે વિદાય થયો એથી બરાબર બે મહિના પહેલાંની જ આ ઘટના ! શ્રી ફૂલચંદભાઈ, જેવા ધર્મપ્રેમી એવા જ ઉદ્યમી અને એવા જ કર્તવ્યપરાયણ. જીવનની ઘડિયાળનો કાંટો પંચોતેરને આંકડે પહોંચેલો અને કાયાનો ડુંગર ડોલવા લાગેલો. એમની કાયા કામ અને દોડાદોડ કરીને થાકી હતી અને આરામ ઝંખતી હતી. પણ પ્રભુભક્તિનું નામ આવતાં જ એમની કાયામાં જાણે નવચેતનાનો સંચાર થતો; અને તેઓ પોતાના કર્તવ્યનું પાલન કરતા ત્યારે જ એમના આત્માને સંતોષ થતો. ઉપરની ઘટના એમની જીવનભરની પ્રભુપરાયણતા અને અખંડ સાધનાની યશકલગી રૂપ બની રહે એવી છે. Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ અમૃત-સમીપે વળાદ ગામ એમનું મૂળ વતન. એમના પિતાનું નામ ખીમચંદ પીતાંબરદાસ. તેઓ ખૂબ ધર્મપરાયણ અને સંસ્કારી સજ્જન હતા. બાર વ્રતોનો સ્વીકાર કરીને એમણે પોતાના જીવનને ધર્મભાવનાથી સુવાસિત બનાવ્યું હતું. ઉપરાંત ધર્મતત્ત્વોને સમજવાની એમની જિજ્ઞાસા પણ ઉત્કટ હતી. એમણે ‘જૈનમાર્ગ-દીપિકા' અને ‘જૈન-તત્ત્વસંગ્રહ' જેવાં પુસ્તકો લખીને પ્રકાશિત કર્યાં હતાં, તેમ જ ‘શ્રી અજિતનાથ-પંચકલ્યાણક પૂજા' જેવી કાવ્યકૃતિની પણ રચના કરી હતી. આવા ધર્મસંસ્કારી પિતાના શ્રી ફૂલચંદભાઈ એકના એક પુત્ર હતા; પિતાની ધાર્મિકતાનો વારસો એમને સહજ રીતે મળ્યો હતો. શ્રી ફૂલચંદભાઈનો જન્મ વિ. સં. ૧૯૪૩ના ભાદરવા વદિ પાંચમને દિવસે વળાદમાં થયો હતો. એક દિવસની વાત છે. ઘરમાં એક કુહાડી તો હતી, પણ કોણ જાણે શો વિચાર આવ્યો તે ફૂલચંદભાઈ બીજી નવી કુહાડી લઈ આવ્યા. શ્રી ખીમચંદભાઈને થયું કે આ બરાબર ન થયું. પણ એમણે પોતાના પુત્રને કંઈ ન કહ્યું; માત્ર જૂની કુહાડી લઈને તેઓ બહાર ચાલ્યા ગયા. ફૂલચંદભાઈને ભારે નવાઈ લાગી. એમણે આમ કરવાનું કારણ પૂછ્યું તો ખીમચંદભાઈએ કહ્યું કે, “ભાઈ, ઘરમાં એક કુહાડી શું ઓછી હતી કે એનાથી શું ઓછાં કર્મ બંધાતાં હતાં કે તું બીજી લઈ આવ્યો ? આવા પાપનાં પોટલાં બાંધીને આપણે કયા ભવે છૂટીશું ?” ફૂલંચદભાઈને તે દિવસે પાપરહિત જીવન જીવવાનો જાણે જીવંત બોધપાઠ મળી ગયો; જીવનમાં સત્કાર્યો થાય તો ભલે, પણ દુષ્કર્મની કુહાડીના હાથા તો કદી ન જ બનવું. શ્રી ફૂલચંદભાઈ હતા તો વણિફ જ્ઞાતિના, પણ એમનું મન ધન રળવાના વેપાર તરફ ન વધ્યું; અને તેઓ પ્રભુભક્તિના માર્ગે વળી ગયા ! તેમણે ધર્મતત્ત્વનો બને તેટલો અભ્યાસ કર્યો; નાનાંમોટાં ધર્મકાર્યોનાં વિધિવિધાનોનો તો એમણે ખૂબ ખંત અને ચીવટથી અભ્યાસ કર્યો, અને થોડા વખતમાં જ તેઓ યશસ્વી અને નિષ્ણાત વિધિકાર તરીકેની કીર્તિને વરી ગયા. ધાર્મિક વિધિવિધાનો ઉપરાંત, એની સાથે એક યા બીજી રીતે સંકળાયેલ શિલ્પશાસ્ત્ર, શકુનશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના પણ તેઓ ઊંડા જાણકાર હતા. પણ પોતાના જ્ઞાનનું એમણે કદી પણ ગુમાન સેવ્યું ન હતું કે એનો ઉપયોગ ક્લેશવર્ધક શાસ્ત્રાર્થ માટે કે વિતંડાવાદ માટે કર્યો ન હતો. ક્યારેક પોતાની સાચી કે શાસ્ત્રસિદ્ધ વાત પણ મારી જતી લાગે, તો એવા પ્રસંગે પણ અકળાઈ જવાને બદલે કે ગુસ્સો કરવાને બદલે તેઓ ધીરજ અને શાંતિથી કામ લેતા, અને બહુ જ વિવેક અને નમ્રતાપૂર્વક છતાં મક્કમ રીતે પોતાની વાત સમજાવવાનો સફળ પ્રયત્ન કરતા. કોઈ પણ પ્રસંગે પોતાને નિમિત્તે કે ધર્મને નામે કોઈ પણ સ્થાનમાં ક્લેશ કે દ્વેષ ન જાગે એની તેઓ હંમેશાં પૂરી Page #542 -------------------------------------------------------------------------- ________________ ૫૧૯ શ્રી ફૂલચંદભાઈ ખીમચંદ શાહ જાગૃતિ રાખતા. એમના આ વિરલ ગુણને લીધે તેઓ જ્યાં-જ્યાં ગયા ત્યાં ખૂબ લોકપ્રિય બન્યા અને સંઘનો આદર પામ્યા. મોટાં-મોટાં વિધિવિધાનો માટે એમને અનેક શહેરો અને ગામોમાં જવાનું થતું, અને મોટા-મોટા શ્રીમંતોના ગાઢ સંપર્કમાં આવવાનું પણ બનતું, છતાં તેઓ પોતાનો જરા પણ સ્વાર્થ સાધવાની લાલચમાં કદી પડતા નહીં, અને પોતાના પ્રવાસખર્ચ માટે મળેલી રકમમાંથી પણ, થયેલ ખર્ચ બાદ કરતાં કંઈક પૈસા વધી પડે તો એને કોઈ સારા કાર્યમાં વાપરી નાખતા. પણ પ્રભુભક્તિને નામે એક પૈસાનો પણ પોતાથી ઉપભોગ ન થઈ જાય એની પૂરેપૂરી જાગૃતિ રાખતા. એમની આ નિઃસ્વાર્થતા જ એમનું સાચું બળ હતું. એક વાર પંજાબના કોઈ શહેરમાં ચાલીસ વર્ષે પ્રતિષ્ઠાનો શુભ અવસર આવેલો. શ્રી ફૂલચંદભાઈ વિધિકાર તરીકે એ પ્રસંગે ગયેલા. એમના કાર્યથી સંઘને ખૂબ સંતોષ અને આનંદ થયો. પોતાનો હર્ષ વ્યક્ત કરવા શ્રીસંઘે ફૂલચંદભાઈને ચાલીસ હાર પહેરાવ્યા સંઘના બધા મહાનુભાવોને થયું કે આવા ધર્મપ્રેમી સજ્જનનું બહુમાન કરવાનો આવો અવસર શા માટે જવા દેવો ? ઉપરાંત ચાંદીનો મોટો થાળ અને વાડકો રૂપિયાથી છલોછલ ભરીને શ્રીસંઘે ફૂલચંદભાઈને ભેટ આપ્યો. પણ ફૂલચંદભાઈ તો સાવ નિઃસ્વાર્થી અને નિર્લોભી આત્મા ! એમને મન તો પ્રભુભક્તિમાં જ એમનું સર્વસ્વ સમાઈ જતું હતું; એની આગળ બીજું બધું તુચ્છ હતું. એમણે બહુ જ વિનમ્રતા અને વિવેકપૂર્વક, હર્ષાશ્રુ વર્ષાવતાં, એ બધું એ જ ગામના શ્રીસંઘને અર્પણ કરી દીધું ! વિ. સં. ૨૦૧૨માં તેઓ પ્રતિષ્ઠાવિધિ માટે રંગૂન ગયેલા. એમની સરળતા અને ધર્મપ્રિયતાથી ત્યાંનો સંઘ ખૂબ પ્રભાવિત થયેલો. શ્રીસંઘે ફૂલચંદભાઈને સોનાની ફ્રેમમાં મઢીને માનપત્ર અર્પણ કર્યું. પણ પ્રભુના સેવકને સોનાનું શું કામ ? એમણે એ શ્રીસંઘને પાછું આપી દીધું અને સામાન્ય વાંસની ફ્રેમનો સ્વીકાર કર્યો ! પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીના તેઓ વિશેષ અનુરાગી હતા, અને ત્રીસ વર્ષ સુધી એમની નિશ્રામાં પંજાબમાં તેમ જ બીજાં અનેક સ્થળોએ એમના હાથે પ્રતિષ્ઠા વગેરે ધર્મકાર્યો થયાં હતાં. એમનો શ્રી. વિજયવલ્લભસૂરિજી તરફનો અનુરાગ દૃષ્ટિરાગમાં પરિણમ્યો ન હતો એ બીના એમની ગુણગ્રાહક દૃષ્ટિ અને સાચી ધર્મપ્રીતિની સાખ પૂરે છે. એને લીધે જ અન્ય આચાર્યો કે મુનિવરોના પણ તેઓ પ્રીતિપાત્ર બની શક્યા હતા. વિ. સં. ૨૦૧૭ની સાલમાં પણ એમની તબિયત નાદુરસ્ત હતી, અને મહેસાણા તાલુકાના પાંચોટ ગામના જિનમંદિરનું ખાતમુહૂર્ત કરવાનો પ્રસંગ આવ્યો. એ વખતે પણ માંદગીની પરવા કર્યા સિવાય અને સ્નેહીઓએ ઘણી-ઘણી Page #543 -------------------------------------------------------------------------- ________________ પ૨૦ અમૃત-સમીપે ના કહ્યા છતાં તેઓ પાંચોટ ગયા હતા. એમને મન એ જાણે સાક્ષાત્ પરમાત્માનો સાદ હતો. સંતોષી, સેવાપરાયણ, શાંતિભર્યું, શ્રદ્ધાપૂર્ણ અને સમભાવી એમનું જીવન હતું; તો સરળ અને નિઃસ્વાર્થ એમની પ્રકૃતિ હતી. હલકા કે મલિન વિચારને તેઓ પોતાની પાસે ટૂકવા પણ દેતા ન હતા. એમના હાથે ખાતમુહૂર્ત, અંજનશલાકા, પ્રતિષ્ઠા, અષ્ટોત્તરીસ્નાત્ર, શાંતિસ્નાત્ર વગેરે ત્રણસો જેટલાં ધર્મવિધાનો થયાં હતાં. તેઓ પ્રભુભક્તિ અને પ્રભુની પ્રતિષ્ઠા માટે જ જીવ્યા, અને પ્રભુનું ધ્યાન ધરતાં અને આત્માની આરાધના કરતાં-કરતાં જ સ્વસ્થપણે, ૭૫ વર્ષની ઉમરે નિવૃત્તિના સાચા અધિકારી બનીને, શ્રાવણ વદિ ૫, તા. ૨૧-૮-૧૯૬રના રોજ, પોતાના વતન વળાદમાં જ, એમણે પોતાનું જીવન સંકેલી લીધું ! ન સંસારની, ન કુટુંબકબીલાની માયા-મમતા. ધર્મનું આરાધન કરતાં અને પ્રભુનું સ્મરણ કરતાં પ્રભુના ભક્ત જાણે પ્રભુના ચરણમાં જ પોતાનું સ્થાન મેળવી લીધું. (તા. ૮-૧૨-૧૯૬૨) (૭) ધર્માત્મા શ્રી ચંદનમલજી નાગોરી વિક્રમની વસમી સદી તથા એકવીસમી સદીના જૈનસંઘના ઇતિહાસમાં જે વ્યક્તિઓનાં નામ અને કામ ચિરસ્મરણીય બની ગયાં છે, એમાં સ્વર્ગસ્થ, સ્વનામધન્ય શ્રીયુત ચંદનમલજી નાગોરી આદર-બહુમાનભર્યું સ્થાન ધરાવતા હતા, તે એમના જીવન સાથે નખ-શિખ એકરૂપ બની ગયેલ બાહ્ય અને આત્યંતર ધાર્મિકતાને કારણે જ. એમના જેવી નિષ્ઠાભરી, હૃદયસ્પર્શી અને સર્વમંગલકારી ધાર્મિકતાના દાખલા બહુ ઓછા જોવા-જાણવા મળે છે. એમ કહેવું જોઈએ કે નાગોરીજી અને ધર્મપરાયણતા જાણે એકબીજાના પર્યાય બની ગયા હતા; એ પુણ્યાત્માનું સમગ્ર જીવન ધર્મક્ષેત્રની સેવાને જ સમર્પિત થયું હતું, અને સંસારવ્યવહારનું આકર્ષણ એમને નહીં જેવું હતું. શ્રી નાગોરીજીનું અંગત જીવન જોઈએ કે જાહેર જીવન જોઈએ, એ બંનેમાં ધર્મભાવના સર્વોપરિ સ્થાને બિરાજતી હતી. એમનું અંગત જીવન વ્રતો, તપ, નિયમો, પૂજા, પ્રતિક્રમણ જેવી બધી ધર્મક્રિયાઓ અને તત્ત્વબોધદાયક શાસ્ત્રાભ્યાસને કારણે, પ્રાચીનકાળના પ્રતાપી શ્રાવક-મહાનુભાવોનું સ્મરણ કરાવે Page #544 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદનમલજી નાગોરી ૫૨૧ એવું આદર્શ હતું, અને એમનું જાહેર જીવન પ્રતિષ્ઠાવિધિઓ, પૂજનો, મહાપૂજનોનાં વિધિ-વિધાનો, બીજી-બીજી ધર્મક્રિયાઓ, જીર્ણોદ્ધાર, જિનમંદિરનિર્માણ કે પ્રતિષ્ઠાવિધાન માટેની સલાહ-સૂચનાઓ, સાહિત્યસર્જન વગેરે અનેકાનેક ધર્મપ્રવૃત્તિઓથી ભર્યું-ભર્યું હતું. વીતરાગ તીર્થંકરોએ આત્મસાધના માટે ઉદ્બોધેલ અપ્રમત્તતાનો મહાન ગુણ એમના જીવન સાથે સહજપણે એકરૂપ બની ગયો હતો. ધાર્મિક વિધિવિધાનો અને જિનમંદિરોના શિલ્પશાસ્ત્રના ગુણ-દોષોના જાણકાર અને સલાહકાર તરીકેની એમની કામગીરીની અસાધારણ વિશેષતા એ હતી કે આવા ધર્મકાર્ય માટે બહારગામ જવું પડે તો તેઓ પોતાની અંગત સગવડ-અગવડનો વિચાર બાજુએ મૂકીને જતા; એટલું જ નહીં, પણ એવા પ્રવાસનો ખર્ચ પણ પોતે જ ઉઠાવતા ! ધર્મની સેવા કરવાનો આ ક્રમ છેક એમની વૃદ્ધાવસ્થાનાં છેલ્લાં વર્ષો સુધી ચાલુ રહ્યો હતો. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિનાં મૂળ હૃદયમાં ઊંડે સુધી રોપાયાં હોય અને ધર્મની ઉપકારિતાની પૂરેપૂરી પ્રતીતિ થઈ હોય તો જ જીવનમાં આવી ધ્યેયનિષ્ઠા અને કર્તવ્યબુદ્ધિ કેળવાય છે. શ્રી નાગોરીજી અને તેમના સમોવડયા શ્રી ફૂલચંદભાઈ આદર્શ વિધિકારો તરીકે વિનમ્રતા, સરળતા, નિરભિમાનવૃત્તિ, નિઃસ્વાર્થભાવ, ઉદારતા વગેરે કેવાકેવા ગુણો ધરાવતા હતા ! અત્યારના આપણા વિધિકારોએ એમનાં જીવનમાંથી ઘણું-ઘણું શીખવા જેવું છે. ક્યારેક-ક્યારેક અત્યારના વિધિકારોનાં વાણી-વ્યવહાર અંગે ફરિયાદ સાંભળવા મળે છે, ત્યારે લાગે છે કે આપણે ધર્મના પાયાને વીસરીને બાહ્ય આડંબર અને ધામધૂમને વધારે પડતું મહત્ત્વ આપીએ છીએ. આ બાબતનો ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. શ્રી નાગોરીજીએ અનેક દેરાસરો તથા એના જીર્ણોદ્વારો માટે તેમ જ ધાર્મિક વિધાનો માટે સલાહ અને માર્ગદર્શન આપવા ઉપરાંત ૧૪૭ જેટલી પ્રતિષ્ઠાઓ કરાવી હતી – સત્કાર્યો પ્રત્યેની કેવી તમન્ના તથા ઊંડી રુચિ ! તત્ત્વજિજ્ઞાસાથી પ્રેરાઈને તેઓએ ધર્મગ્રંથોનું ઠીક-ઠીક અધ્યયન કર્યું હતું; તે ઉપરાંત મંત્ર-તંત્રશાસ્ત્ર સંબંધી પુસ્તકોનું પણ એમને સારા પ્રમાણમાં અધ્યયન કરવું પડ્યું હતું. આવા અધ્યયનને પરિણામે જ તેઓ રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે સ્થાનોમાં એક આદરણીય અને બહુમાન્ય વિધિવિધાનકાર તથા સલાહકાર તરીકેનું ગૌરવ મેળવી શક્યા હતા. વળી, તેમણે જેમ અનેક ધર્મપુસ્તકો અને વિધિવિધાન તેમ જ મંત્રતંત્રશાસ્ત્રને લગતાં પુસ્તકોનું અધ્યયન કર્યું હતું, તેમ જુદા-જુદા વિષયનાં, નાનાં-મોટાં ૮૦ જેટલાં પુસ્તકોનું સર્જન પણ કર્યું હતું. એમનાં કેટલાંક પુસ્તકોની તો Page #545 -------------------------------------------------------------------------- ________________ પ૨૨ અમૃત-સમીપે એક કરતાં વધુ આવૃત્તિઓ પણ પ્રગટ થઈ છે. આ ઉપરથી સમજી શકાય છે કે એમને ધાર્મિક ક્રિયાઓ અને વિધિવિધાનો પ્રત્યે જેટલો અનુરાગ હતો, એટલો જ રસ સાહિત્યઅધ્યયન અને સાહિત્યસર્જનમાં પણ તેઓ ધરાવતા હતા. એમના એ બંને રસ એકબીજાના પૂરક હતા, અને એની ઉપર શ્રી નાગોરીજીની પવિત્ર અને નિર્દોષ જીવન જીવવાની કળાનો કળશ ચડતો હતો. તેઓ અવારનવાર ગરીબ અને મધ્યમ સ્થિતિની વ્યક્તિઓને યથાશક્તિ સહાય કરતા રહેતા હતા, તેમ જ ગરીબ અને અનાથ વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ વધે એ માટે એમને પણ મદદ આપતા અથવા અપાવતા હતા. આ બધું તેઓ પોતાના આનંદની ખાતર અને કર્તવ્યબુદ્ધિથી જ કરતા હતા. વધુ ઉચ્ચ સ્થાનમાં જવારૂપ સમાધિ-મરણ મેળવવા માટે આખું જીવન ન્યાય-નીતિ અને સદાચારના ધર્મમાન્ય માર્ગે વિતાવવાની જરૂર હોય છે. શ્રી નાગોરીજીએ જીવનની જે જાગૃતિપૂર્વક ૯૧ વર્ષે પરલોક પ્રયાણ કર્યું તેની વિગતો જાણતાં લાગે છે કે તેઓ પંડિતમરણ કે સમાધિમરણના અધિકારી બનીને પરલોક સિધાવ્યા હતા. આવું ઉત્તમ મરણ વિરલા જ પામે છે. (તા. ૮-૧-૧૯૭૭) (૮) ધર્મપુરુષ શ્રી ઉમેદચંદભાઈ બરોડિયા મુંબઈના જાહેરજીવનમાં ઓતપ્રોત બનીને અને ત્યાંની ધાર્મિક, સામાજિક અને શિક્ષણનું કામ કરતી સંખ્યાબંધ સંસ્થાઓમાં નિષ્ઠા-એકાગ્રતા-દક્ષતાભરી કામગીરી બજાવીને સ્વ. શ્રી ઉમેદચંદભાઈ દોલતચંદ બરોડિયા જૈનસમાજની જે સેવા કરી ગયા, એને લીધે તેઓ આ યુગના જૈન ઇતિહાસમાં સદા સ્મરણીય બની રહેશે. એમની કાર્યનિષ્ઠા, દિલની સચ્ચાઈ અને કાર્યશક્તિ એવી હતી કે નાની કે મોટી જે કોઈ જવાબદારી એમણે સ્વીકારી એને પૂરેપૂરી સફળ કરી બતાવી – પછી એ જવાબદારી એક શિક્ષક તરીકેની હોય, શેરબજારના મદદનીશ મંત્રી તરીકેની હોય, જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ, જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયા, જૈન યુવક સંઘ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, વિલેપાર્લેનું ગુજરાતી મંડળ કે એવી જાહેર સેવાસંસ્થાના સભ્ય તરીકેની કે “તરુણ જૈન”, “કૉન્ફરન્સ હેરલ્ડ' જેવાં સામયિકોના મંત્રી તરીકેની હોય. એમને મન આ કાર્ય નાનું અને આ મોટું એવો કોઈ ભેદ ન હતો; જે કોઈ કામ આવી પડે કે પોતે સ્વીકારે એમાં પૂરા ઓતપ્રોત થઈને એને પૂરું કરવું એ જ એમની દૃષ્ટિ રહેતી. Page #546 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલ ગિરધરલાલ ભોજક એમનો આત્મા એક ધર્મપુરુષનો આત્મા હતો. ધર્માનુરાગ અને આત્મસાધનાની તમન્ના એમના રોમ-રોમમાં ધબકતી હતી. તેથી જ તો સને ૧૯૪૧માં, જ્યારે શરીર કામ કરવાની ક્ષમતા ધરાવતું હતું અને વધુ અર્થોપાર્જન કરવાનો પણ સારો એવો અવસર હતો ત્યારે, એમણે નોકરીમાંથી નિવૃત્ત થઈને તેમ જ જાહેર સંસ્થાઓમાંથી પણ મુક્ત બનીને પોતાનું શેષ જીવન ધર્મસાધનાના સર્વમંગલકારી માર્ગે વાળવાનો નિશ્ચય કર્યો. આ નિશ્ચયનો યથાર્થ રીતે અમલ કરવામાં મુંબઈ જેવું શહેર એમને અનુકૂળ ન લાગ્યું એટલે એમણે ગુજરાતના એકાંત ખૂણામાં આવેલું અગાસનું શ્રીમદ્રાજચંદ્ર-આશ્રમ જેવું શાંત સ્થાન પસંદ કર્યું, અને ત્યાં પોતાના ઘણાં વર્ષ આત્મચિંતન અને ધર્મતત્ત્વચિંતનમાં ચરિતાર્થ કર્યો. શ્રી ઉમેદચંદભાઈ ચાલુ સાંપ્રદાયિક જનપ્રવાહથી મુક્ત બનીને શ્રીમદ્ રાજચંદ્ર જેવા જીવનસાધક સંત-મહાપુરુષનાં જીવન અને કવનનું મૂલ્ય આંકી શક્યા, એ એમની ગુણગ્રાહક, સત્યગામી ધર્મદષ્ટિનું જ પરિણામ લેખી શકાય. આ રીતે એમણે શ્રીમદ્ ઉપર શ્રદ્ધા કેળવીને પોતાના જીવનને ધર્મભાવનાથી વિશેષ સુરક્ષિત બનાવ્યું હતું. શ્રી ઉમેદચંદભાઈએ જેમ પોતાના જીવનને ધર્મમય બનાવવા અવિરત પ્રયત્ન કર્યો હતો, તેમ આપણી ઊછરતી પેઢીમાં ધાર્મિક જ્ઞાન અને આચારોના સંસ્કારોનું બીજારોપણ થાય એ માટે પણ તેઓ યથાશક્ય પ્રયત્ન કરતા રહેતા હતા. ધાર્મિક શિક્ષણના પ્રોત્સાહક અને ધાર્મિક પરીક્ષક તરીકે આપણે એમને સુદીર્ઘ સમય સુધી, આભારની લાગણી સાથે સંભારતા રહીશું. આવા એક સંતપ્રકૃતિના મહાનુભાવે સમભાવ અને સ્વસ્થતાપૂર્વક સમાધિમરણ પામવાની પોતાની ધર્મભાવનાને તા. ૧૧-૨-૧૯૬૭ના રોજ, ૮૩ વર્ષની પાકટ વયે ચરિતાર્થ કરી. (તા. ૨૬-૨-૧૯૬૬) (૯) નખશિખ ધર્મમૂર્તિ મોહનકાકા (શ્રી મોહનલાલ ગિરધરલાલ ભોજક) ભોજક કે નાયક જ્ઞાતિમાં પણ જિનેશ્વરના ધર્મનો કેવો સાચો અને પાકો રંગ લાગ્યો હતો એની પ્રેરક વાત અમારા મોહનકાકાનું ધર્મમય જીવન સંભળાવી જાય છે. Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ અમૃત-સમીપે પંચોતેર વર્ષની પાકી ઉંમરે શ્રી મોહનકાકા ચિત્તની પૂર્ણ સ્વસ્થતા સાથે, ગત પોષ વદિ ૧૧ના દિવસે, ચિરનિદ્રામાં પોઢી ગયા, અને ભગવાન પાસે રોજ કરવામાં આવતી સમાધિમરણની યાચનાને સાચી કરી ગયા ! એમનું પૂરું નામ મોહનલાલ ગિરધરલાલ ભોજક, વ્યવસાય લહિયાનો અને વિધિવિધાન કરાવવાનો. પૈસાનો મોહ એમને ક્યારેય વિચલિત કરી શક્યો નહીં. પ્રામાણિકતાથી મહેનત કરીને જે કંઈ મળે તેથી જ એમણે સંતોષ માન્યો, અને ઘરના અને વ્યવહારના ખર્ચની મૂંઝવણની વચ્ચે પણ મનની સ્વસ્થતાને ટકાવી રાખી જાણી. એમના જીવનનો એ જ આનંદ હતો. એમની ધાર્મિક ક્રિયાઓ જડ કે દેખાવ પૂરતી નહીં, પણ જીવનસ્પર્શી રહેતી. પ્રભુદર્શન, પ્રભુસ્તુતિ કે પ્રતિક્રમણ એવી તન્મયતાપૂર્વક કરતા કે જાણે પોતાની જાતને વીસરી જતા. અહંનો ગર્વ ગળી જાય તો જ સોહંનો નિજાનંદ પ્રગટે એ વાત તેઓ બરાબર સમજતા અને જીવનમાં ઉતારવા માટે જાગૃત રહેતા. અધર્મની વાત કે અનીતિનું ધન એમને ખપે જ નહીં. અઠ્ઠાવીસ વર્ષની સાવ યુવાન વયે એમનાં પત્ની ગુજરી ગયાં; સંતાનમાં માત્ર એક જ ચારેક વર્ષનો પુત્ર. પણ શ્રી મોહનભાઈએ ફરી લગ્ન ન જ કર્યાં આવી જીવનસ્પર્શી હતી એમની ધર્મ ઉપરની આસ્થા. દહેરું, અપાસરો અને શ્રાવકજીવન ઉપર એમને અંતરંગની પ્રીતિ હતી. - એક વખત એમના પુત્ર પંડિત શ્રી અમૃતલાલભાઈ કોઈક કામમાં સારી કમાણી કરીને આવ્યા; એમને થયું બાપા આ જાણશે તો બહુ રાજી થશે. એમણે હોંશે-હોંશે વાત કરી, પણ શ્રી મોહનભાઈ તો ઠંડે કલેજે એ સાંભળી રહ્યા; એમાં વળી બહુ હરખાઈ જવાનું કેવું ? તે દિવસે શ્રી અમૃતભાઈએ એમના પિતાશ્રીને જુદા જ રૂપે પિછાણ્યા. કુટુંબ વધે તેમ કમાણી પણ વધારવી જોઈએ; તો જ ઘર અને વ્યવહાર સરખાં ચાલે. શ્રી અમૃતભાઈ કમાણી માટે દોડધામ કરે, બહારગામ જવાનું વિચારે. શ્રી મોહનભાઈએ એમને એક દિવસ કહ્યું : “અરે ભાઈ, રહેવા ઘર છે, ખાવા ધાન છે, રૂડી-રૂપાળી નોકરી છે; પછી આવી દોડાદોડ શું કરવા કરે છે ?” એક વાર કોઈ ધર્મક્રિયા કરનારને વિધિ કરનાર ન મળ્યા; એમણે મોહનભાઈને વાત કરી, માગ્યા પૈસા આપવા કહ્યું. વિધિ પૂરી કરીને મોહનભાઈએ ફક્ત પાંચ રૂપિયા જ લીધા. કોઈકે કહ્યું કે મોહનકાકા, આમાં તો તમે માગ્યા હોત તો એ લોકો રાજી થઈને સો રૂપિયા આપત. મોહનભાઈ કહે: “ભાઈ, એક દિવસના પાંચ રૂપિયા શું ઓછા છે ?” Page #548 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલ ગિરધરલાલ ભોજક પર૫ ચૌદશનો ઉપવાસ તેઓ આટલી વૃદ્ધ ઉમરે પણ ચૂકે નહીં; મોટે ભાગે ચોવિહારો ઉપવાસ કરે, અને બેસી શકાય એમ ન હોય તો સૂતાં સૂતાં માળા ફેરવે અને પ્રતિક્રમણ કરે. રાત્રે સંથારા-પોરસી પણ ભણાવવાની. લક્ષ્મણભાઈ ભોજક ઉપર એમને પૂરો ભાવ. જાતે ધર્મક્રિયા ન કરી શકે તો લક્ષ્મણભાઈ એમને પ્રતિક્રમણ કરાવે. નવરા બેસી રહેવું એમને રુચે નહીં : વખત હોય ત્યારે આધ્યાત્મિક પદો, સ્તવનો વાંચ્યા કરે; એની નકલ પણ કરે. માંદા પડે અને કોઈ વૈદ્ય-દાક્તરને બોલાવવાનું કે ઉપવાસ છોડવાનું કહે તો તેઓ કહે, “આ કાયાની વળી આવી આળપંપાળ કેવી ? દવા અને દાક્તરમાં ખરચવાના પૈસા ગરીબોને અનાજ આપવામાં વાપરજો.” થોડા દિવસ પહેલાં મેં એમને પૂછ્યું : “મોહનકાકા, કેમ છો ?” મને પાસે બેસારીને એમણે “સાંઈ રાખે તૈસે રહીએ” એ સંતકબીરનું ભજન ગાઈ સંભળાવ્યું. સ્વર્ગવાસની આગલી સાંજે જાણીતા ગવૈયા હિરાભાઈ એમને મળવા ગયા, તો એમણે કહ્યું, “ગર્વ ન કીજે ગાત્રનો” ભજન સંભળાવો. મોહનભાઈએ ગદ્ગદ બનીને અશ્રુસ્નાન કર્યું. અને બીજે જ દિવસે ચા-દાતણ કર્યા વગર જ ચોવિહારા મોઢે જરા ય વેદનાનો અનુભવ કર્યા વગર શ્રી મોહનભાઈ અનંતની યાત્રાએ વિદાય થયા. એમની છેલ્લી ભલામણ પોતાના પાછળ રકમ ગરીબોને અનાજ અપાવવામાં ખર્ચવાની હતી. | (તા. ર૯-૧-૧૯૬૬) ૦ Page #549 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સમાજસેવકો (૧) કૉન્ફરન્સના પિતા શ્રી ગુલાબચંદજી ટટ્ટા સમાજસેવાના આદર્શને વરેલી આપણી એકમાત્ર સંસ્થા એવી કૉન્ફરન્સના પિતા તરીકેનું ગૌરવવંતું બિરુદ ધરાવનાર શ્રીમાન ગુલાબચંદજી ઢઢાના સ્વર્ગવાસની નોંધ લેતાં આ નરરત્નની સેવાઓની અનેક સ્મૃતિઓ અંતરમાં ઊભરાય છે. જ્યારે સુધારાનું નામ લેવું કે સુધારક કહેરાવવું એ જોખમ ખેડવા જેવું લેખાતું, તે કાળે શ્રીમાન ઢઢાજી એક સુધારક તરીકે આગળ આવ્યા હતા, અને તે પણ મારવાડ જેવા પછાત ગણાતા પ્રદેશમાંથી ! શ્રી ઢઢાજીમાં સમયને પારખવાની કેટલી શક્તિ હતી એ બીના તો કૉન્ફરન્સ જેવી સમાજસુધારાને વરેલી સંસ્થાની તેઓએ કરેલી સ્થાપના ઉપરથી જ સમજી શકાય છે. આવી સંસ્થાની સ્થાપના કરવાની જરૂરિયાત એક મારવાડના નરરત્નને જ સમજાઈ એ પણ ધ્યાન ખેંચે એવી વાત છે. આ દૃષ્ટિએ શ્રીમાન ઢઢાજીના વ્યક્તિત્વનો વિચાર કરતાં એક ભવ્ય અને દીર્ધદષ્ટિસંપન્ન પુરુષનાં આપણને દર્શન લાધે છે. જે સંસ્થાની તેઓએ સ્થાપના કરી હતી તે સંસ્થા અનેક અટપટા સંજોગોમાંથી પસાર થતી-થતી, નબળી-સબળી પણ હજુ થોડાક વખત પહેલાં જ પોતાનાં ૫૦ વર્ષ પૂરાં થયાનો સુવર્ણ-મહોત્સવ ઊજવી શકી, અને એ ઉત્સવ ઢઢાજી પોતાની નજરે નિહાળી શક્યા એ બીના તેઓશ્રી અને સમાજ બંને માટે ભારે સંતોષ અને આનંદની લેખી શકાય. આ કાળે જૈન સમાજે પોતાના આ વયોવૃદ્ધ અને અનુભવવૃદ્ધ સેવકનું બહુમાન કર્યું તે પણ ઉચિત જ થયું. શ્રી ઢઢાજીનો રાહ એ એક સુધારકનો રાહ હતો; ને જે કાળે તેઓ એ રાહના મુસાફર બન્યા ત્યારે તો એ અનેક કાંટા-કાંકરાઓથી ભરેલો અને Page #550 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૂઠાભાઈ સાકરચંદ ૫૨૭ સાથીઓ-સોબતીઓ વિનાનો લગભગ એકાન્ત જેવો રાહ હતો. પણ એ રાહ શ્રી ઢઢાજીના અંતરને જ ગમી ગયો હતો, એટલે એમાં એમને માટે મૂંઝાવાપણું કે પાછા પડવાપણું હતું જ નહીં. પોતાની શક્તિ અને પોતાનાં સાધનો મુજબ એ માર્ગે આગળ વધતા રહ્યા અને એક સુધારાપ્રેમી તરીકે જૈન સમાજમાં ને વિશેષે કરીને મારવાડમાં અનેક સુધારાઓના પુરસ્કર્તા બન્યા. શિક્ષણમાં ખૂબ પછાત ગણાતા મારવાડને માટે તેમના દિલમાં ખાસ સ્થાન હતું, અને એ પ્રદેશનું અજ્ઞાન ઉલેચી ફેંકવા તેઓ હમેશા પુરુષાર્થ કરતા રહેતા. મારવાડની નાની-મોટી અનેક શિક્ષણ-સંસ્થાઓ શ્રી ઢઢાજીની ઓશિંગણ બનેલી છે. તીર્થસેવાના ક્ષેત્રે પણ ઢઢાજીના નામે ઘણી ઉજ્જ્વળ કારકિર્દી નોંધાયેલી છે. એમ કહી શકાય કે જૈન સમાજના વીસમી સદીના ઇતિહાસના ઘડતરમાં જે મહાનુભાવોનાં નામ મોખરે મૂકી શકાય એવાં છે તેઓમાંના એક શ્રીમાન ઢાજી છે. આ રીતે સમાજ, ધર્મ અને દેશની અનેકવિધ સેવાઓથી પોતાનું જીવન ધન્ય બનાવી ૮૬ વર્ષની જઈફ ઉમ્મરે જ્યારે તેઓ સ્વર્ગના માર્ગે સંચરતા હોય ત્યારે એ ધન્ય નરને આપણે ભાવભરી વિદાય જ આપવી શોભે. (તા. ૩-૧-૧૯૫૩) (૨) સંઘરક્ષક સત્યનિષ્ઠ શેઠશ્રી જૂઠાભાઈ સાકરચંદ જૈન સમાજના એક પીઢ આગેવાન, ભાવનગરના એક સુપ્રતિષ્ઠિત નાગરિક અને ભાવનગર શ્રીસંઘના એક સમર્થ સુકાની શેઠશ્રી જૂઠાભાઈ સાકરચંદ વહોરાનું ૮૪ વર્ષે અવસાન થયું છે તેની નોંધ લેતાં અમે દુઃખ અને શોકની લાગણી અનુભવીએ છીએ. શેઠશ્રી ઠીકઠીક વયોવૃદ્ધ હતા અને છેલ્લા કેટલાક વખતથી એમની તબિયત પણ નાદુરસ્ત રહેતી હતી. આમ છતાં એમનું વ્યક્તિત્વ ઓજસવાળું હતું, અને ભાવનગર સંઘને એમની એવી હૂંફ હતી કે આટલી પાકટ વયે પણ એમની ગેરહાજરી સંઘને વરતાયા વગર રહેશે નહીં. હિંદુસ્તાનના જૈનસંઘોમાં ભાવનગર-સંઘનું કામકાજ અને બંધારણ નમૂનેદાર રહ્યાં છે. એકતાને જાળવવામાં એ સંઘ હમેશાં મોખરે રહ્યો છે એ એના પીઢ, શાણા અને સાચી લાગણી ધરાવતા આગેવાનોને આભારી છે. ભાવનગર શ્રીસંઘનું એ સદ્ભાગ્ય લેખાવું જોઈએ કે એને, ઇંગ્લેન્ડના રાજકારણની જેમ, સદા Page #551 -------------------------------------------------------------------------- ________________ પ૨૮ અમૃત-સમીપે જોઈએ એવા આગેવાનો મળતા રહ્યા છે. ભાવનગરના શ્રીસંઘનો આવો મોભો વધારનાર આગેવાનોમાં શેઠશ્રી જૂઠાભાઈનું સ્થાન નિશ્ચિત છે એમાં શક નથી. શ્રી જૂઠાભાઈના હૈયે સદાકાળ શ્રીસંઘની એકતા વસેલી હતી; શ્રીસંઘની એકતામાં ખલેલ પહોંચાડે એવો કોઈ પણ પ્રસંગ તેઓ બરદાસ્ત કરી શકતા ન હતા. એટલે જ્યારે પણ આવો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે મક્કમતાપૂર્વક એનો સામનો કરવામાં તેઓ કદી પાછા પડતા નહીં, અને જરૂર પડે તો કડવાશ વ્હોરીને પણ પોતાની વાત સ્વસ્થ ચિત્તે રજૂ કરતા. એથી અનેક વખત શ્રીસંઘને અને જૈન સમાજને પણ સરવાળે લાભ જ થયો છે. આ પ્રસંગે એમના એક હિંમતભર્યા કાર્યનું સહેજે સ્મરણ થઈ આવે છે. ૩૫-૪૦ વર્ષ પહેલાં, જ્યારે જૈનસંઘમાં પંડિતવર્ય શ્રી બેચરદાસજીની સામે જબરો વિરોધ ઊભો થયો હતો, ત્યારે એમના એ વખતના ઉદ્દામ વિચારોને આવકારનારી અને એમને અપનાવનારી જે થોડી ઘણી વ્યક્તિઓ નીકળી એમાં શ્રી જૂઠાભાઈનું સ્થાન આગળ-પડતું હતું. જ્યારે રૂઢિચુસ્તોનો જુવાળ ઊભો થયો હોય ત્યારે નવા અને તે પણ ખરેખરા ઉદ્દામ વિચારોનું સ્વાગત કરવું એ કંઈ જેવું-તેવું કામ ન ગણાય. શેઠશ્રી જૂઠાભાઈનું ખમીર આ પ્રસંગ ઉપરથી પણ જાણી શકાય એમ છે. (તા. ર૧-૮-૧૯૫૭) (૩) સુધારા-પ્રવૃત્તિના શિરછત્ર શ્રી મણિલાલ મોકમચંદ શાહ ગયા અઠવાડિયે તા. ૨૫-૭-૧૯૫રને રોજ મુંબઈ મુકામે થયેલું શ્રીયુત મણિલાલ મોકમચંદ શાહનું અવસાન જૈન સમાજને – ખાસ કરીને પ્રગતિશીલ વિચાર ધરાવનારાઓને – વસમું લાગે એવું છે. રાષ્ટ્રીય, સામાજિક, ધાર્મિક – ત્રણે ય ક્ષેત્રમાં શ્રી મણિભાઈ પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા, અને એ ત્રણેયને નવપલ્લવિત કરવામાં પોતાનો પૂરેપૂરો ફાળો તેઓએ આપ્યો હતો. આ ક્ષેત્રો એકબીજાનાં વિરોધી બનીને માનવ-વિકાસનું $ધન કરનારા નહીં, પણ એકબીજાના પૂરક બનીને માનવતાનો સંપૂર્ણ વિકાસ કરનારાં છે – એ સત્ય પોતાની દૃષ્ટિ સન્મુખ રાખીને એમને સમાન રીતે અપનાવવાનો આદર્શ શ્રી મણિભાઈએ પોતાના જીવનથી રજૂ કર્યો છે. રાષ્ટ્રસેવાની ભાવનાને અપનાવ્યા વગર આખા દેશના માનવ-સમૂહની સેવા ન થઈ શકે; એથી શ્રી મણિભાઈએ રાષ્ટ્રસેવાની પ્રવૃત્તિને ચરણે પોતાની અદની સેવાઓ ધરી દીધી. Page #552 -------------------------------------------------------------------------- ________________ શ્રી મણિલાલ મોકમચંદ શાહ ૫૨૯ રૂઢિના ઊંડા કીચડમાંથી બહાર નીકળ્યા વગર જૈન સમાજ પણ પ્રગતિ ન સાધી શકે. એથી શ્રી મણિભાઈ સામાજિક સુધારક તરીકે આગળ આવ્યા. જિંદગીની છેલ્લી ઘડી લગી એક જલદ સુધારક તરીકે પંકાતાં-પંકાતાં પોતાના જીવનને ધન્ય બનાવી ગયા. જે સમાજસુધારો પોતાને કર્તવ્યરૂપ ભાસ્યો તેમાં વાણિયાશાહી સમાધાન કે માન-મર્તબો, આર્થિક લાભાલાભ કે પ્રતિષ્ઠા-નિંદાના વિચારો તેમને કદી નડતરરૂપ થયા નહિ. અને ધાર્મિક ક્ષેત્રમાં તો એમના વિચારો ભારે પ્રગતિશીલ અને ભારોભાર ઉદારતાથી ભરેલા હતા. સાંપ્રદાયિક કટ્ટરતા કે પથિક સંકુચિતતા એમને સ્પર્શી સુધ્ધાં ન હતી. ધર્મની તો જગ-લ્હાણ જ હોઈ શકે, એમાં વાડાબંધીને સ્થાન ન હોય – એ ઉદાત્ત તત્ત્વ શ્રી મણિભાઈના અંતરમાં વસી ગયું હતું. અને તેથી જ આજથી ૨૫-૩૦ વર્ષ પહેલાં, જ્યારે સાંપ્રદાયિક કટ્ટરતા પ્રત્યે જનતાને ભાગ્યે જ સૂગ ઊપજતી હતી, ત્યારે પણ, જૈનોના ત્રણે ફિરકાના ઐક્યનો ઉમદા મનોરથ તેમણે સેવ્યો હતો, એટલું જ નહીં, સ્વ. શ્રી વાડીલાલ મોતીલાલ શાહનો સહકાર મેળવીને જૈનોના ત્રણ ફિરકાના વિદ્યાર્થીઓ એકસાથે રહી શકે એવા એક સંયુક્ત વિદ્યાર્થીગૃહના મકાનના પાયા પણ નંખાઈ ગયા છે, અને થોડા સમયમાં એ મકાન ઊભું થઈને શ્રી મણિભાઈની ધાર્મિક ઉદારતાના કીર્તિસ્તંભરૂપ બની રહેશે. શ્રી મણિભાઈની આ બધી સેવાઓની પાછળ એમનું પ્રગતિપ્રેમી ઉદાર હૃદય અને પૂર્ણપણે નિઃસ્વાર્થ વૃત્તિ સદા કામ કરતાં રહ્યાં છે. જીવનની ત્રીજી પચ્ચીશીના આરે (૭૪ વર્ષની વૃદ્ધ ઉમ્મરે) પહોંચીને ચાલ્યા જવા છતાં શ્રી મણિભાઈની જે ખોટ જણાય છે તે બે કારણે : કોઈ પણ નવીન વિચારને અપનાવવાનું નવયૌવન અને કોઈ પણ કાર્યને સફળ બનાવવામાં આર્થિક સહકાર આપવાની નિત્યની તત્પરતા. પૈસાને તો જાણે તેમણે સમ્પ્રવૃત્તિનું એક સાધનમાત્ર ગણ્યું હતું. આ બન્ને ગુણોના અભાવને કારણે જ આપણા ઘણા ય સુધારક-ભાઈઓની સુધાર-પ્રવૃત્તિ સફળ થતી અટકી છે. સવિચારને વાણી કે કલમ દ્વારા પ્રગટ કરવાની ઘડભાંજમાં પડ્યા વગર, સીધેસીધો એનો અમલ કરનારાં બહુ ઓછા નરરત્નોમાંના તે એક હતા. “બોલ્યા કરતાં કરવું ભલું” એ શ્રી મણિભાઈનું જીવનસૂત્ર આપણે સહુએ જીવનમાં ઉતારવા જેવું છે. શ્રીયુત મણિભાઈ એક ઉદ્દામ સુધારક હતા એ જાણીતું છે; પણ તેમની ખરેખરી વિશેષતા એમની સુધારપ્રિયતાની પાછળ કર્તવ્યપરાયણતાનો પ્રાણ ધબકે છે એ છે. ઘણી ય વાર સુધારા અંગેના વિચારોમાં ખૂબ ઉગ્રતા કે પ્રબળતા દેખાવા છતાં એ સુધારો નિષ્ફળ જતો જોઈએ છીએ ત્યારે બે ઘડી વિચારમાં પડી જઈએ Page #553 -------------------------------------------------------------------------- ________________ પ૩૦ અમૃત-સમીપે છીએ. પણ આ નિષ્ફળતાનું ખરું કારણ સુધારા-વિરોધીઓની સુધારાનો વિરોધ કરવાની શક્તિ નહીં, પણ સુધારકોની પોતાની કર્તવ્યનિષ્ઠાની કચાશ જ હોય છે. સુધારકો વિચારો તો ઘણા કરે છે, પણ એ વિચારોને સફળ કરવા માટે તેઓ તૈયાર નથી હોતા. પોતાના વિચારોનું જતન કરવા માટે ધનનો ત્યાગ કરવામાં જુનવાણી મહાનુભાવો સુધારકોને ટપી જાય છે એ એક હકીકત છે. પણ શ્રી મણિભાઈની એ જ મહત્તા હતી કે જે કામ તેઓને સારું લાગ્યું તેને માટે ધનનો ત્યાગ કરવામાં તેઓએ કદી પાછી પાની કરી નહોતી. સેવાનાં ક્ષેત્રોમાં પોતાની શક્તિઓ વાપરીને શ્રી મણિભાઈ આરામના સાચા અધિકારી બનીને ચાલતા થયા. એમની નિ:સ્વાર્થ અને નિર્ભેળ સેવા પ્રવૃત્તિઓને આપણી રાહબર બનાવીએ એ જ એમને સાચી અંજલિ. (તા. ૨-૮-૧૯૫ર અને તા. ૫-૪-૧૯૫૨ની નોંધોનું સંકલન) (૪) કાર્યનિષ્ઠ શેઠ શ્રી આનંદરાજ સુરાણા વ્યક્તિ પોતે શક્તિશાળી હોય, એનામાં સેવાભાવનાનું હીર પ્રગટ્યું હોય અને પરમાર્થને જ સાચો સ્વાર્થ માનવાની પારદર્શી ભવ્ય સમજણ એને લાધી હોય, ત્યારે એનું સમગ્ર જીવન, એનો બધો વ્યવહાર જ પલટાઈ જાય છે. એવી વ્યક્તિ સામાન્ય વ્યક્તિ મટીને સમષ્ટિની બહુમૂલ્ય સંપત્તિ બની જાય છે; અને કયારેક તો એક ચાલતી-ફરતી જંગમ સેવા સંસ્થાનું જ ગૌરવ પ્રાપ્ત કરી લે છે. ધીમેધીમે એનો સ્નેહસંબંધ વધુ મોટા વર્તુળ સાથે બંધાતો જાય છે; એમાં જ એને જીવનની કૃતાર્થતાનો દિવ્ય અનુભવ થાય છે. સ્થાનકવાસી જૈનસંઘના વયોવૃદ્ધ આગેવાન સ્વનામધન્ય શેઠશ્રી આનંદરાજજી સુરાણા આવા જ એક સમાજની મૂડી રૂપ કે નાની-સરખી જંગમ સેવા સંસ્થા સમા કાર્યકર છે. સારા કામના સદા સામે ચાલીને હોંશે-હોંશે સાથી થવું અને નઠારાં કામોથી સદા સો કોસ દૂર રહેવું એમની સહજ પ્રકૃતિ છે. તેમના માટે વગર અતિશયોક્તિએ એમ કહી શકાય કે દિવસમાં એકાદ પણ સારું કામ કર્યાનો સંતોષ કે આનંદ ન મળે તો એમને સુખપૂર્વક ભોજન કરવાનું ન સૂઝે. એમની સેવાપ્રવૃત્તિનું ક્ષેત્ર પણ કંઈ સાંકડું નથી. ધર્મસેવાની જેમ જ સમાજસેવા પ્રત્યે પણ એમને પૂરેપૂરી પ્રીતિ છે. ધાર્મિક-સામાજિક દૃષ્ટિએ એમનું ઘડતર રૂઢિચુસ્ત તરીકે નહીં, પણ પ્રગતિવાંછુ તરીકે થયું હોવાને લીધે સમાજઉત્કર્ષ માટેની નવી-નવી વિચારસરણીને તેઓ હમેશા આવકારતા રહે છે. Page #554 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદરાજ સુરાણા પ૩૧ વળી એમનું મન કેવળ સ્થાનકવાસી ધર્મ કે સમાજ પૂરતું મર્યાદિત ન રહેતાં વ્યાપક જૈનધર્મ અને જૈન સમાજ પ્રત્યે મમતા ધરાવે છે. જૈનધર્મનું વાજબી વર્ચસ્વ સ્થપાય અન જૈનસંઘનું બળ વધે એ માટે હંમેશાં તેઓ બધા જૈન ફિરકાઓની એકતાની ઝંખીને એ માટે શક્તિ અને સૂઝ પ્રમાણે મથતા પણ રહે છે. બને તેટલો સૌની સાથે સ્નેહ રાખવો, અને કડવાશ તો કોઈની વહોરવી નહીં – એવું ઉમદા એમનું દિલ છે. આનંદરાજજી આનંદનું સરોવર છે. વળી, ધર્મ અને સમાજની જેમ દેશસેવા માટે પણ તેઓ સદા તત્પર રહે છે. પોતાની દેશ-ભક્તિ અને રાષ્ટ્રપ્રીતિને કારણે તો તેઓ આપણા મોટામાં મોટા રાષ્ટ્રનેતા જવાહરલાલ નેહરૂ જેવાના પ્રીતિપાત્ર બની શક્યા હતા. એમનાં દ્વાર બધા ય દેશનેતાને માટે સદા ય ખુલ્લાં હોય છે. એક સ્વતંત્રતા માટેની રાષ્ટ્રીય અહિંસક લડતથી લઈને તે આજ લગી તેઓ રાષ્ટ્રઉત્થાનના કાર્યમાં પોતાનો યથાશક્તિ ફાળો આપતા રહ્યા છે. ખાલી સારી-સારી વાતો કે મોટા-મોટા વિચારો કરીને સંતુષ્ટ થવું, એ શ્રી સુરાણાજીના સ્વભાવમાં જ નથી. વિચારોને અનુરૂપ કંઈક ને કંઈક પણ નક્કર કામ કરવામાં આવે તો જ એમના મનને નિરાંત વળે છે. એક કામ કરવાનું નક્કી કર્યું કે કોઈ કામની જવાબદારી માથે લીધી, પછી તો જાણે સુરાણાજીને એનું ઘેલું જ લાગે છે. નવી દિલ્લી જેવા કેન્દ્રવર્તી સ્થાનમાં બહુ જ મોકાસરની જગા મેળવીને ત્યાં “જેનભવન' ઊભું કરવું એ કંઈ નાનીસૂની વાત ન હતી; પણ સુરાણાજી રાત-દિવસ એક કરીને એ કામની પાછળ એવા લાગ્યા કે એ કામ અણધારી ઝડપ અને સફળતાપૂર્વક પૂરું થયું અને હજી પણ એનો ઉત્તરોત્તર વિકાસ થઈ જ રહ્યો છે. અને સૌથી મોટી વાત તો એ છે કે આ જૈનભવન અમુક કે બધા ફિરકાના જેના માટે જ નહિ, પણ બધા ય શાકાહારીઓ માટે એ ખુલ્લું રાખવામાં આવ્યું છે – ભલે જૈનભવન મોટે ભાગે સ્થાનકવાસી શ્રીમાનોની સહાયતાથી જ ઊભું થયું હોય. આ શ્રી સુરાણાજીની ઉદારતા, દીર્ધદષ્ટિ અને અહિંસાપ્રીતિનું જ પરિણામ છે. જૈનભવન સુરાણાજીની સેવાપરાયણ કારકિર્દીનું કીર્તિમંદિર બની રહ્યું છે. આવા સેવાઘેલા, સખીદિલ સુરાણાજી આ આસો મહિનામાં ૭૫મા વર્ષમાં પ્રવેશ કરે છે. એ આનંદજનક પ્રસંગ નિમિત્તે, શ્રી સુરાણાજીના વિશાળ સ્નેહીમિત્ર-પ્રશંસક-વર્ગને, એમની સુદીર્ઘકાલીન, નિષ્ઠાભરી, અનેકવિધ સેવાઓનું એમનું બહુમાન કરવાના મનોરથો થાય એ સ્વાભાવિક છે. તેથી ગત ઑગસ્ટ માસમાં સુરાણા-અભિનંદન-સમિતિની રચના કરીને, શ્રી સુરાણાજીને અભિનંદનગ્રંથ તથા ૭પ હજાર રૂપિયાની થેલી અર્પણ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. Page #555 -------------------------------------------------------------------------- ________________ પ૩૨ અમૃત-સમીપે આ વાત સુરાણાજીના જાણવવામાં આવતાં પોતાનું અભિનંદન કરવાની આવી હિલચાલ પ્રત્યે પોતાની નાખુશી વ્યક્ત કરતું એક વિનમ્ર નિવેદન તાજેતરમાં એમણે પ્રગટ કર્યું છે. આ નિવેદન ખૂબ આલાદ ઉપજાવે એવું અને નિવેદન કરનાર પ્રત્યે વિશેષ આદર જન્માવે એવું ભવ્ય હોવાથી સૌએ વાંચવા-વિચારવા-મનન કરવા જેવું છે; તેથી તે આખું નિવેદન આ સાથે અમે પ્રગટ કરીએ છીએ. એ નિવેદન વાંચતાં ચિત્તમાં એક પ્રકારનો સંતોષ થાય છે, કે આ યુગમાં પણ પોતાની શ્લાઘાથી અળગા રહેવામાં આનંદ માનનારા વિરલ પુરુષો છે ખરા ! પંચોતેરમા વર્ષના મંગળ-પ્રવેશ સમયે અમે સુરાણાજીને હાર્દિક અભિનંદન આપી એમની વિવિધલક્ષી સેવાઓને અંતરથી વંદીએ છીએ અને તંદુરસ્તીભર્યા દીર્ઘજીવનની શુભેચ્છા પાઠવીએ છીએ. ખરી રીતે તો સુરાણાજીનું જીવન અને કાર્ય પોતે જ મંગલમય અને અભિનંદનરૂપ છે. આવું વિચારપ્રેરક, બીજાઓને માટે માર્ગદર્શક નિવેદન કરીને શ્રી સુરાણાજી સૌ-કોઈનાં વિશેષ અભિનંદન અને ધન્યવાદનાં અધિકારી બન્યા છે. આજે જ્યારે ચોમેર અભિનંદનપ્રિયતા, કીર્તિની લાલસા અને ઉત્સવમહોત્સવની ઘેલછા માઝા મૂકતી દેખાય છે, ત્યારે તો આવું આત્મલક્ષી નિવેદન વિશેષ આવકારપાત્ર બની રહે છે. એ નિવેદનમાં ધબકતી ઉમદા ભાવના આપણને નિષ્ઠાભરી નિઃસ્વાર્થ સેવાના માર્ગે પ્રેરનારી બનો એવી અંતરની પ્રાર્થના. શ્રી આનંદરાજજી સુરાણાનું મનનીય નિવેદન (સ્નેહભાવ અને સ્વધર્મીવાત્સલ્ય એ જ વાસ્તવિક અભિનંદન છે.) મારી ૭૫મી વર્ષગાંઠના અવસરે અભિનંદન-ગ્રંથ અને થેલી અર્પણ કરવા અંગે મારા સહૃદય બંધુ શ્રી શાંતિભાઈએ સ્નેહથી પ્રેરાઈને એક વિજ્ઞપ્તિ “જૈનપ્રકાશ'માં પ્રગટ કરી છે. એ વિજ્ઞપ્તિ તથા “ઝલકમાં પ્રગટ થયેલ શ્રી ચિમનસિંહજી લોઢાની સંપાદકીય નોંધ પણ મેં વાંચી છે. આ બન્ને ભાઈઓએ જે કંઈ લખ્યું છે તે એમના મારા પ્રત્યેના સ્નેહનું સૂચક છે. પરંતુ જ્યારે હું મારા આંતર જીવનનું નિરીક્ષણ કરું છું, ત્યારે મને સ્પષ્ટ લાગે છે કે હું કેટલો અપૂર્ણ છું; અને મારી પોતાની જાતે “નો સમ કૌન દિન ઐન મમી' એ કાવ્યપંક્તિમાં વર્ણવેલ અવગુણોથી ભરેલી જોઉં છું. અને હું જે કંઈ દેશસેવા, સમાજસેવા કે ધર્મસેવા કરી રહ્યો છું તે કેવળ કર્તવ્યભાવનાથી પ્રેરાઈને જ કરી રહ્યો છું; આમાં અભિનંદનની શી જરૂર છે ? કર્તવ્યપાલન એ જ શું ઓછું અભિનંદનીય છે ? Page #556 -------------------------------------------------------------------------- ________________ શ્રીયુત જવાહરલાલજી નાહટા ૫૩૩ “હું જોઉં છું કે સમાજમાં અભિનંદનની જે પરિપાટી પ્રચલિત છે, તે સમગ્ર કર્તવ્યમાર્ગને કાંટાળો બનાવી રહી છે. સમાજસેવકોનું અભિનંદન થાય એ જેમ પ્રશંસનીય છે, તેમ એ કર્તવ્યભાવનાને પરિપુષ્ટ કરવામાં કંઈક બાધક પણ છે. જ્યાં મારા અભિનંદનના પ્રશ્નને લાગેવળગે છે ત્યાં હું નિ:સંકોચપણે એટલું કહી શકું છું કે હું આ અભિનંદનને યોગ્ય નથી. હું મને પોતાને સમાજનો એક વિનમ્ર સેવક માનું છું, અને સમાજસેવા, ધર્મસેવા અને દેશસેવા ક૨વી એ મારું નૈતિક કર્તવ્ય માનું છું. વળી કર્તવ્યપાલનની દૃષ્ટિએ મારાથી જે કંઈ થઈ શક્યું છે તે ઘણું જ ઓછું થઈ શક્યું છે. કર્તવ્યનું પાલન કરતી વેળાએ મારાથી જે ભૂલો થતી રહી છે એને માટે હું અભિનંદનને બદલે ક્ષમાને જ પાત્ર છું. “શ્રી શાંતિભાઈએ બીજી વાત થેલીની લખી છે તે આ દૃષ્ટિએ હાસ્યાસ્પદ જ લાગે છે. જો થેલી સામાજિક કાર્યને માટે સમર્પિત ક૨વાની હોય, તો તે કૉન્ફ૨ન્સ જેવી સાર્વજનિક પ્રતિનિધિ-સંસ્થાને અર્પિત કરી શકાય; મને નહીં. હું તો મારી જાતને આપવાની જ અધિકારી સમજું છું, લેવાની નહીં. તેથી આ વર્ષગાંઠને પ્રસંગે મેં દોઢ લાખ રૂપિયા જેવી ૨કમ ‘સુરાણા-વિશ્વબંધુતા-ટ્રસ્ટ'ને અર્પણ કરવાનો સંકલ્પ કરી જ લીધો છે. સાથોસાથ ઇન્કમટેક્સની ચુકવણી પછી વાર્ષિક બધી આવક પણ હું, પહેલાં જેમ, આપતો જ રહીશ. “શ્રી શાંતિભાઈ તથા શ્રી ચિમનસિંહજી લોઢાએ આ અભિનંદનની અને થેલી અર્પણ કરવાની જે સામાજિક ચર્ચા કરી છે તે મને ઉચિત નથી લાગી. તેથી આ સ્પષ્ટીકરણ દ્વારા હું બધાં ય સહધર્મી ભાઈ-બહેનોને પ્રાર્થના કરવા ઇચ્છું છું કે એમનો મારા પ્રત્યે જે સ્નેહભાવ અને સ્વધર્મીવાત્સલ્ય છે તે હમેશને માટે કાયમ રહે એ જ વાસ્તવિક અભિનંદન છે એમ હું માનું છું. હું સમાજના સ્નેહને પાત્ર બની રહું એ જ મારી હાર્દિક ભાવના છે. – આનંદરાજ સુરાણા” (દિલ્લીથી પ્રગટ થતા હિંદી ‘જૈનપ્રકાશ’ના તા. ૧-૧૦-૧૯૬૬ના અંકમાંથી અનુવાદિત) (તા. ૧૫-૧૦-૧૯૬૬) (૫) જૈનશાસનના જાગૃત પ્રહરી શ્રીયુત જવાહરલાલજી નાહટા શ્રીયુત જવાહ૨લાલજી નાહટાનો તા. ૨૧-૧૦-૧૯૬૧ના રોજ જયપુરમાં, ૭૭ વર્ષની વયે સ્વર્ગવાસ થતાં એક પ્રૌઢ સમાજસેવક આપણે ગુમાવ્યા છે. જૈનધર્મ અને જૈન સાહિત્યનો પ્રચાર થાય, જૈનસંઘમાં શક્તિશાળી વિદ્વાનો તૈયાર થાય અને જૈન સંસ્કૃતિના કોઈ પણ અંગની ટીકા કરનારને સચોટ જવાબ Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ અમૃત-સમીપે આપવામાં આવે – આ શ્રી નાહટાજીની અતિપ્રિય પ્રવૃત્તિ હતી; અને એ માટે તેઓ હંમેશાં તન, મન, ધનથી તત્પર રહેતા. તીર્થનું કામ હોય કે સાધુમુનિમહારાજની ભક્તિનું કામ હોય, તો પણ તેઓ ખડે પગે હોય જ. ખાસ નોંધપાત્ર વાત તો એ છે કે કેવળ વીસ વર્ષની વયે એમના અંતરમાં આવી બહુમુખી સમાજસેવાની ધગશના અંકુરો ઊગી નીકળ્યા હતા, અને ઉંમર વધવાની સાથે એમાં પણ ઉત્તરોત્તર વધારો જ થતો રહ્યો હતો. - ઉત્તરપ્રદેશ અને પંજાબ વગેરે પ્રદેશોમાં આર્યસમાજના સજ્જડ પ્રચારનો એ સમય હતો. આવે સમયે જૈનધર્મના કોઈ સિદ્ધાંત માટે શાસ્ત્રાર્થનો પડકાર થતો તો એનો સુયોગ્ય વિદ્વાનો દ્વારા યોગ્ય ઉત્તર અપાય ત્યારે જ એમના મનને સંતોષ થતો. આ બાબતમાં તેઓ આર્યસમાજીઓ કે મિશનરીઓના જેવી લગનીથી જ કામ કરતા, અને પોતાનાં ઊંઘ અને આરામ પણ વીસરી જતા. જૈન સાહિત્ય હિન્દી ભાષામાં પણ રજૂ થવું જોઈએ એ માટે તેઓ અથાક પ્રયત્ન કરતા. આગ્રાનું શ્રી આત્માનંદ-જૈન-પુસ્તક-પ્રચારક-મંડળ એમના અવિરત પ્રયાસથી જ સ્થપાયું હતું, અને પંડિતવર્ય શ્રી સુખલાલજી જેવાને પણ ખરી જરૂરિયાત વખતે એમના દ્વારા જ સધિયારો મળી રહ્યો હતો. એ જ બતાવે છે કે એમની વિદ્યાપ્રીતિ કેવી ઉત્કટ અને સક્રિય હતી. તેઓ વિચારે સુધારક હતા, અને પૂજ્ય આત્મારામજી મહારાજ અને એમના સમુદાયના અને ખાસ કરીને આ. મ. શ્રી વિજયવલ્લભસૂરિજીના અનન્ય ઉપાસક હતા. તેઓએ પોતે પણ કેટલીક નાની-નાની પુસ્તિકાઓ લખી હતી, અને અમારા પત્રના (“જૈન”ના) પણ તેઓ એક જૂના સમયના લેખક હતા. અમે આ પ્રસંગે એમના આ ઋણનો સ્વીકાર કરીએ છીએ. પોતાના ધંધાની કે આરામની ખેવના કર્યા વગર સમાજસેવા કરનાર સેવકો આપણે ત્યાં વિરલા છે. શ્રી નાહટાજી આવા જ એક વિરલ સમાજસેવક હતા. (તા. ૨૧-૧૦-૧૯૯૧) (૬) કષાયમુકત સંઘ-મોવડી શ્રી મોતીલાલ વીરચંદ શાહ માલેગામ-નિવાસી, સ્વનામધન્ય શ્રી મોતીલાલભાઈ વીરચંદ શાહ આપણા શ્રીસંઘના ગૌરવસમા, ધર્મભાવનાશીલ અને સમાજસેવાની ઉત્કટ ધગશ ધરાવતા મહાનુભાવ છે, અને સારાં કાર્યોમાં સામે ચાલીને સાથ-સહકાર અને સહાય Page #558 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોતીલાલ વીરચંદ શાહ ૫૩૫ આપવાની ઉમદા પ્રવૃત્તિથી પોતાના જીવન અને ધનને કૃતાર્થ બનાવવાનો એમનો સહજ સ્વભાવ છે. તેથી જ તેઓ રૂઢિચુસ્ત અને સુધારક એવી દેખીતી રીતે પરસ્પરવિરોધી લાગે એવી વૃત્તિ-વિચારસરણીને આવકારી કે સહી શકે છે, તેમ જ એવી સત્યવૃત્તિઓને સહાય પણ આપે છે. કૉન્ફરન્સના તેરમા જુન્નર અધિવેશન પછી કૉન્ફરન્સમાં નવા અને જૂના વિચારો ધરાવનારાઓ વચ્ચે જે મોટું ભંગાણ પડ્યું હતું અને એને લીધે, તે પછી ત્રણ-ત્રણ અધિવેશનો ભરાવા છતાં, કૉન્ફરન્સની કાર્યવાહીમાં જે મોટી મડાગાંઠ ઊભી થઈ હતી અને ઘેરી નિષ્ક્રિયતા આવી ગઈ હતી, એને દૂર કરવામાં, દક્ષિણના પોતાના સાથીઓનો સાથ લઈને, શ્રી મોતીભાઈએ જે અણથક કામગીરી બજાવી હતી, એને લીધે વિ. સં. ૨૦૦૬ની સાલમાં ફાલનાનું અધિવેશન મેળવવાનું શક્ય બન્યું હતું અને આ મડાગાંઠ દૂર થાય એવા આવકારપાત્ર સંયોગો ઊભા થયા હતા. જોકે આ અધિવેશનનું પરિણામ ધારણા પ્રમાણે સારું અને કૉન્ફરન્સ પોતાની સમાજ-ઉત્કર્ષની પ્રવૃત્તિને વધુ સારી રીતે કરી શકે એવું ન આવ્યું; કારણ કે જે રૂઢિચુસ્ત લોકોએ આ મડાગાંઠ ઊભી કરી હતી, તેઓએ પોતાના બિનસહકારી વલણમાં કોઈ પણ જાતનો ફેરફાર ન કર્યો અને કૉન્ફરન્સ કોઈ સુધારક વિચાર કે કાર્ય ન કરે એની જ તપાસ રાખવાનું કામ ચાલુ રાખ્યું. આમ છતાં, શ્રી મોતીભાઈએ (તથા મહારાષ્ટ્રના બીજા અગ્રણીઓએ) ફાલના અધિવેશન ભરી શકાય એવા અનુકૂળ સંજોગો ઊભા કરવામાં જે વિશિષ્ટ કામગીરી બજાવી હતી તે સમાજસેવાની એમની ધગશની સાક્ષી પૂરવા સાથે સમાજને સદાને માટે એમના ઓશિંગણ બનાવે એવી હતી એમાં શક નથી. શ્રી મોતીલાલભાઈ આખા જૈન સમાજના એક નિષ્ઠાવાન કાર્યકર અને અગ્રણી તો છે જ, પણ મહારાષ્ટ્રમાં તો એમનું સ્થાન અને માન એક વગદાર, પ્રભાવશાળી અને ધાર્યું કરાવી શકે એવા બાહોશ અને સભાવનાશીલ અગ્રણી તરીકે છે. આટલું તો પ્રાસંગિક; હવે આ નોંધની મુખ્ય વાત : - શ્રી મોતીલાલભાઈની ઉમર ૭૫ વર્ષની થઈ છે, એટલે એમણે થોડા વખત પહેલાં પોતાના નામથી “અંતિમ ક્ષમાપના' નામે એક પત્રિકા પ્રગટ કરીને પોતાના મિત્રો, સ્નેહીઓ અને સગાં વગેરેને મોકલી છે. આ પત્રિકા શ્રી મોતીલાલભાઈની ધર્મજાગૃતિનું સૂચન કરે એવી હોવાથી એમાંનો કેટલોક ભાગ અહીં રજૂ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. તેઓ લખે છે છેલ્લા બે માસથી હું હૃદયરોગના હુમલાથી પથારીવશ છું. મારી ઉમર પણ હવે ૭૫ વર્ષની થઈ છે, જીવનનો સંધ્યાકાળ આવ્યો છે; અસ્ત ક્યારે થશે Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ અમૃત-સમીપે તે કહી શકાય નહીં. ધાર્મિક, સામાજિક કાર્યો કરતી વેળા તમારા અને મારા વિચારોમાં અજ્ઞાનતાથી ભેદ પડી જવાથી મારાથી આપ સહુકોઈનું જાણતાંઅજાણતાં મન દુભાયું હોય, અગર અવજ્ઞા-આશાતના થઈ હોય, તેમ જ મારા વિચારોથી કાંઈ પણ ઉત્સુત્ર ભાષણો કે શાસ્ત્રાજ્ઞાવિરુદ્ધ કંઈ પણ બોલાયું કે વિચારાયું હોય તો તે મારા સર્વ અપરાધો બદલ મને પશ્ચાત્તાપ થાય છે. તે મારા મિથ્યા દુષ્કૃત માટે હું ખમાવું છું : હૃદયપૂર્વક “મિચ્છામિ દુક્કડમ્', અને આપ ઉદાર અંતઃકરણથી મને ક્ષમા અને આશીર્વાદ અર્પો, જેથી મારા આત્માને સમતાસમાધિ પ્રાપ્ત થઈ સદ્ગતિ-ગામી બનવાનું બળ મળે. સાધર્મિક બંધુઓ ! આપની સાથે હું ઘણી વખત મળ્યો છું. ધર્મનાં, સમાજનાં કામો સાથે મળી કર્યા છે. પણ હવે કદાચ મારાથી એ ફરી શક્ય બને કે ન પણ બને. આપની સાથેના ધાર્મિક, વ્યાવહારિક, સામાજિક સંબંધોમાં અથવા સંસ્થાઓ કે શાસનનાં કામોમાં મારાથી આપશ્રીનું મન દુભાયું હોય, તે સર્વે મારા દુષ્કૃત્ય માટે હું આપને હૃદયપૂર્વક ખમાવું છું અને આપ પણ ઉદારતાથી મને ક્ષમા આપશોજી.” શ્રી મોતીલાલભાઈની અત્યાર સુધીની વિચારસરણી અને પ્રવૃત્તિમાં જે સરળતા, ધર્મપરાયણતા અને ભવ્યતા એકરૂપ બનેલ છે, તેવી જ ભવ્યતા તેમના આ નિવેદનમાં જોવા મળે છે. આવી ધર્મજાગૃતિ અને ક્ષમાપનાની ભાવના દાખવવા બદલ અમે શ્રી મોતીલાલભાઈને ભાવપૂર્વક વંદન કરીએ છીએ. (તા. ૨૩-૧૨-૧૯૭૮) (૭) મહામના સર મણિલાલ બાલાભાઈ નાણાવટી સ્વનામધન્ય સર મણિલાલ બાલાભાઈ નાણાવટીનું મુંબઈમાં તા. ૨૯૭-૧૯૯૭ના રોજ ૯૧ વર્ષની ઉંમરે અવસાન થતાં દેશના એક કર્તવ્યનિષ્ઠ, શાણા, સમય-જ્ઞ, વિચક્ષણ, રાજનીતિ-નિપુણ નરરત્નનો આપણને વિયોગ થયો છે. શ્રી મણિભાઈ જૈન હતા એ બીના જૈનસંઘને ગૌરવ અપાવે એવી છે. પણ સંકુચિત સંપ્રદાયવાદે “જૈન” શબ્દનો જે અતિ સંકુચિત અર્થ કરી મૂક્યો છે, તે અર્થમાં નહીં, પણ એ શબ્દના સાચા વિશાળ અર્થમાં તેઓ જૈન હતા; અને તેથી જ જૈન હોવાની સાથોસાથ તેઓ સાચા ગુજરાતી અને સાચા ભારતીય પણ બની શક્યા હતા. બલ્ક, સાચા વિશ્વનાગરિક તરીકે એમણે જાતનું ઘડતર કર્યું હતું. જન-સમૂહના વ્યાપક હિતની દૃષ્ટિએ જ કોઈ પણ બાબતનો વિચાર કરવાની વિરલ શક્તિ તેઓમાં ખીલી હતી. એનું કારણ હતું એમનામાં પ્રગટેલી માનવમાત્ર પ્રત્યેની સમાનતાની ભાવના. Page #560 -------------------------------------------------------------------------- ________________ પ૩૭ શ્રી મણિલાલ બાલાભાઈ નાણાવટી એ જ રીતે શ્રી મણિભાઈની ધાર્મિકતા ગુણવત્તાની પૂજક સાચી ધાર્મિકતા હતી; ચિત્તશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિની ઉપેક્ષા કરીને માત્ર આડંબરભર્યા વિધિવિધાનો અને બાહ્ય ક્રિયાકાંડોમાં રાચતી ધાર્મિકતા એમને ખપતી ન હતી. તેમની વિચારસરણી અને જીવનપદ્ધતિ હમેશાં પ્રગતિશીલ અને ઊર્ધ્વગામી હતી. નઠારાં કે નકામાં વિચારો, વાતો, કાર્યોથી હમેશાં દૂર રહેતા. સત્તાનાં ઘણાં ઊંચા આસને તેઓ પહોંચી શક્યા હતા, અને સંપત્તિ પણ એમને કંઈ ઓછી મળી ન હતી. છતાં સત્તા કે સંપત્તિ માટેની દીનતા, ઝંખના કે આસક્તિથી તેઓ સર્વથા અળગા રહી શક્યા હતા એ એમની વિરલ વિશેષતા હતી. ઊલટું, સત્તા અને સંપત્તિ સામે ચાલીને કર્મયોગી જેવા આ પુરુષાર્થી પુરુષની પાસે આવી હતી ! કોઈની લાગવગ નહીં, કોઈની ખુશામત નહીં, કોઈ જાતના કાવાદાવા નહીં; કેવળ આપબળે અને ભાગ્યબળે જ શ્રી મણિભાઈ આવો ઉત્કર્ષ સાધી શક્યા હતા. અખૂટ કાર્યશક્તિ, તેજસ્વી કાર્યસૂઝ અને સુદઢ કાર્યનિષ્ઠા એ શ્રી મણિભાઈની સફળતાની ગુરુચાવી હતી. આ શક્તિઓને બળે તેઓના ઉપર નાની-મોટી જે કંઈ જવાબદારીઓ આવી, તે એમણે પૂરી સફળતાપૂર્વક અદા કરી હતી – ભલે પછી એ જવાબદારી વડોદરા રાજ્યના ન્યાયખાતાની હોય, નાયબ દિવાનપદની હોય કે ભારત સરકારના રિઝર્વ બેંકના નાયબ ગવર્નરપદની હોય. એક-એક જવાબદારી એમના જીવન ઉપર એક-એક વધુ યશકલગી ચડાવતી રહી છે. અને નિરાશા કે નિષ્ફળતા એમને ક્યારેય અનુભવવી પડી નથી. આટલી બધી સત્તા અને સંપત્તિ હોવા છતાં શ્રી મણિભાઈ પોતાના જીવનને પવિત્ર અને નિર્મળ રાખી શક્યા હતા. આ વિશેષતા એમના જીવનમાં સધાયેલ સાચી ધાર્મિકતા, સંસ્કારિતા અને યોગ-અધ્યાત્મ-પ્રિયતાના ત્રિવેણી-સંગમની સૂચક હતી. “સાદું જીવન અને ઉચ્ચ વિચારનો આદર્શ એમના જીવનમાં સાકાર બન્યો હતો. નામનાની કામના એમને ક્યારેય લોભાવી કે સતાવી શકી ન હતી. કામ ખાતર જ કામ એ એમનું જીવનવ્રત હતું. વળી દરેક કાર્ય કે વિષયના ઊંડામાં ઊંડા મર્મને શોધવાની વ્યાપક અને મર્મસ્પર્શી અભ્યાસશીલતા, અપાર ચીવટ અને અખૂટ ધીરજ એમના જીવનમાં સહજ રીતે વણાઈ ગઈ હતી. શ્રી મણિભાઈએ જે-જે ક્ષેત્રમાં કામ કર્યું તે બધાં ય ક્ષેત્રોમાં એમની કાર્યવાહી દાખલારૂપ બની રહે એવી હતી; અને કેટલાંક ક્ષેત્રોની કાર્યવાહી તો એ ક્ષેત્રના ઇતિહાસમાં તેમ જ શ્રી મણિભાઈના જીવનમાં સિદ્ધિના એક સીમાચિહ્નરૂપ બની રહે એવી હતી; દાખલા તરીકે ગ્રામ સુધારણા માટે તેઓએ કરેલ આયોજન, રિઝર્વબેંકમાં ખેતીના ધીરાણ માટેની જોગવાઈ, “ભારતીય Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ અમૃત-સમીપે કૃષિવિષયક અર્થશાસ્ત્રની મંડળી” (ઇન્ડિયન સોસાયટી ઓફ એગ્રિકલ્ચરલ ઇકોનોમિક્સ)ના પ્રમુખ તરીકેની એમની કાર્યવાહી, સહકારી બેંકિંગ, સહકારી પ્રવૃત્તિ વગેરે. એમની કાર્યશક્તિ સાથે વ્યવસ્થાશક્તિ પણ અભુત અને અજોડ હતી; અને અભ્યાસશીલતા તો એમના રોમરોમમાં ઊભરાતી હતી. એટલે, જેમ પૈસો બજારમાંથી ગમે તે વસ્તુને સહેલાઈથી ખરીદી શકે, તેમ શ્રી મણિભાઈ પોતાની આવી અનેક અદ્ભુત શક્તિઓ અને સંખ્યાબંધ સદ્ગણોને બળે ગમે તેવા મોટા અને મુશ્કેલ કાર્યને સહેલાઈથી પહોંચી શકતા. એમનાં કાર્યો મોટે ભાગે સમગ્ર પ્રજાનું કલ્યાણ કરે એવી રાષ્ટ્રીય કોટિનાં જ રહેતાં એ બાબતની પણ અહીં સહર્ષ નોંધ લેવી ઘટે છે. આટલી સત્તા, સંપત્તિ અને સિદ્ધિઓ છતાં અભિમાનનું નામ નહીં. આની સાથે જ સુજનતા, સહૃદયતા, સરળતા, સદાચાર-પરાયણતા અને સેવાભાવના વગેરે સગુણો – એ સોનામાં સુગંધ ભળ્યા જેવો સુભગ યોગ હતો. શ્રી મણિભાઈ પોતાના જૈનપણા અંગે ગૌરવ અનુભવતા, તેમ જ જૈન સમાજનો ઉત્કર્ષ થાય એવી એમની તમન્ના પણ રહેતી; અને એ માટે તેઓ પોતાથી શક્ય પ્રયત્ન પણ કરતા. પણ એમની આ વૃત્તિ-પ્રવૃત્તિ સાંપ્રદાયિક કટ્ટરતાથી પર હતી. એક સાચા, સક્રિય અને વ્યવહારદક્ષ અર્થશાસ્ત્રીની જેમ તેઓ સમય, શક્તિ અને ધનના નાનામાં નાના અંશનો પણ સદુપયોગ થાય એ રીતે જ કાર્ય કરવામાં માનતા. નિરર્થક વાદ-વિવાદને કારણે જ પોતે કૉન્ફરન્સમાં સક્રિય રસ લેતા અટકી ગયા હતા એ વાત તા. ૨૦-૩-૧૯૪૯ના રોજ મુંબઈમાં શ્રીયુત મોતીચંદ ગિરધરલાલ કાપડિયાના સન્માન માટે યોજવામાં આવેલ સમારંભના પ્રમુખસ્થાનેથી આપેલ વ્યાખ્યાનમાં પ્રગટ કરતાં શ્રી મણિભાઈએ કહ્યું હતું વડોદરામાં કૉન્ફરન્સનું પાંચમું અધિવેશન ભરાયું હતું, તે વખતે હું સ્વયંસેવક-દળનો વડો હતો....પંડિત લાલનને બોલવા દેવા કે ન દેવા એ પ્રશ્ન પર આખી રાત વિવાદ થયો હતો, તેણે મારા એ ઉત્સાહને તોડી પાડ્યો. ત્યારથી હું કૉન્ફરન્સમાં ભાગ લેતો અટકી ગયો છું.” આ પ્રસંગે શ્રી મોતીચંદભાઈની સેવાઓને બિરદાવતાં તેઓએ સેવામાર્ગની દુષ્કરતા અને સહનશીલતાની જરૂર અંગે સાચું જ કહ્યું હતું – “સેવાનો માર્ગ કેટલો કઠણ અને કપરો છે, તે તો એ દિશામાં પગલાં માંડનાર જ સમજી શકે. તે રસ્તે ચાલનારને સમયનો ભોગ આપવો પડે છે, દ્રવ્યનો ભોગ આપવો પડે છે અને રાતદિવસ સખ્ત પરિશ્રમ કરવો પડે છે; અને Page #562 -------------------------------------------------------------------------- ________________ પ૩૯ શ્રી મણિલાલ બાલાભાઈ નાણાવટી તેમ છતાં બધાનાં બદલામાં મેણાં, ટોણાં ને આક્ષેપો સહન કરવો પડે છે. એટલે ઉપર જણાવેલા બધા ગુણો માણસમાં હોય પણ આ છેલ્લો ગુણ જ ન હોય તો તે સેવાના પંથ પર ટકી શકતો નથી. શ્રી મોતીચંદભાઈ આટલાં વર્ષ સુધી એકધારી સેવા કરી શક્યા તેનું ખરું કારણ તેમની અજબ સહનશીલતા છે...” શ્રી મણિભાઈએ શ્રી મોતીચંદભાઈને બિરદાવતાં ઉપર જે કહ્યું છે તે તેઓને પણ વિના અતિશયોક્તિએ લાગુ પડી શકે એમ છે. જૈન સમાજને ક્રાંતિકારી માર્ગદર્શન આપવામાં જૈનાચાર્યો મોટે ભાગે કેટલા પાછળ રહ્યા, છતાં આ યુગમાં ત્રણ આચાર્યોએ આ દિશામાં કેવો આવકારપાત્ર પ્રયાસ કર્યો એ અંગે તા. ૨૭-૧૨-૧૯૪૧ના રોજ, મુંબઈમાં ઉજવાયેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના રજત-મહોત્સવના પ્રમુખપદેથી આપેલ પ્રવચનમાં શ્રી મણિભાઈએ પોતાના મનની છાપ સ્પષ્ટ છતાં મુદ્દાસર શબ્દોમાં રજૂ કરતાં કહ્યું હતું – “આ ક્રાંતિયુગમાં જૈનાચાર્યો પાછળ પડ્યા હોય તેમ જણાય છે; તેઓએ અંગ્રેજી ભાષાનો તથા પશ્ચિમના વિજ્ઞાનનો પ્રામાણિક અભ્યાસ કરી સમાજને દોરવણી આપવાની જરૂર હતી. પરંતુ તેઓ એ દિશામાં ઉદાસીન જ રહ્યા. માત્ર ત્રણ વ્યક્તિઓએ એ દિશામાં પ્રયાસ કર્યો : પૂજ્યપાદ શ્રી આત્મારામજી મહારાજ, પૂજ્યપાદ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્યપાદ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ.” આટલા ટૂંકા નિરૂપણ ઉપરથી પણ શ્રી મણિભાઈ જૈન સમાજની વર્તમાન સ્થિતિથી કેટલા પરિચિત હતા અને સમાજની પ્રગતિ માટેના એમના વિચાર કેટલા સ્પષ્ટ હતા તેનો ખ્યાલ મળી રહે છે. એ જ પ્રવચનમાં, આજથી પચીસ વર્ષ પહેલાં, તેઓએ જૈન ગૃહસ્થોને અને સાધુ-મહારાજોને ઉદ્દેશીને નજીવા ઝઘડાઓથી દૂર રહેવા અંગે, તેમ જ કેળવણી, જ્ઞાનના પ્રચાર તથા જ્ઞાનની ઉપાસના અંગે જે ઉપયોગી સૂચન કર્યું હતું તે અત્યારે પણ ઉપયોગી થઈ શકે એવું છે. રચનાત્મક કાર્ય પ્રત્યેની આવી ઉત્કટ હતી શ્રી મણિભાઈની ચાહના, અને એ માટેની આવી સુસ્પષ્ટ હતી એમની દૃષ્ટિ. આવા યશસ્વી, મહામના મહાનુભાવ ૯૧ વર્ષ જેટલું સુદીર્ઘ જીવન શાંતિ, સ્વસ્થતા અને અપ્રમત્તતાપૂર્વક જીવીને અને શાશ્વત શાંતિના પૂર્ણ અધિકારી બનીને પરલોક સંચરતા હોય ત્યારે શોક ન કરતાં એમના અમૃતમય જીવનમાંથી પ્રેરણાનું પાન કરીને ખાલી પડેલ એક પુણ્યસ્થાનની પૂર્તિ કરવાનો પ્રયત્ન કરવાની પ્રતિજ્ઞા જ લેવાની હોય. (તા. ૧૨-૮-૧૯૯૭) Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ અમૃત-સમીપે (૮) સાધુચરિત શ્રી મનસુખભાઈ તારાચંદ મહેતા પુણ્યશ્લોક, સાધુચરિત શ્રીયુત મનસુખલાલ તારાચંદ મહેતાનું, મુંબઈમાં, ગત બીજી તારીખના રોજ, અડસઠ વર્ષની ઉંમરે, હૃદયના હુમલાથી સ્વર્ગગમન થતાં આપણા સંઘ અને સમાજમાંથી એક ભવ્ય મહાનુભાવની વસમી વિદાય થઈ છે, અને વ્યક્તિઓને તથા અનેક સંસ્થાઓને મોટી ખોટ પડી છે. લગભગ સાત દાયકા જેટલા સમયપટ ઉપર વિસ્તરેલા શ્રી મનસુખભાઈના જીવનની વિગતો જોતાં કંઈક એમ લાગે છે કે જાણે એમણે પોતાની જિંદગીમાં સંસાર અને વૈરાગ્ય વચ્ચે અથવા તો વ્યવહાર અને ધર્મ વચ્ચે સમતુલા સાચવી જાણી હતી. પોતાની ૬૮ વર્ષની પૂરી જિંદગીમાંથી છએક વર્ષનો બાલ્યકાળ બાદ કરતાં શરૂઆતનો અડધો સમય (૩૧ વર્ષ) એમણે ઘરસંસારને શોભાવવામાં તથા અર્થોપાર્જન માટે ધંધાના ખેડાણમાં વિતાવ્યો, તો બાકી અડધો સમય (૩૧ વર્ષ), ઘરસંસારમાં રહેવા છતાં, ત્યાગી-વૈરાગી-સંયમી જેવું અનાસક્ત, સાદું, ધર્મનિષ્ઠ જીવન જીવવામાં પસાર કરીને એક આદર્શ સાધુચરિત જીવનનો નમૂનો પૂરો પાડ્યો હતો. સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ અમરેલી શહેર શ્રી મનસુખભાઈનું વતન. એ વખતે ત્યાં વડોદરા રાજ્યની ગાયકવાડ-સરકારની હકૂમત ચાલે. અમરેલી તાલુકાની સૂબાગીરી શ્રી મનસુખભાઈના દાદા શ્રી વચ્છરાજ મહેતાના ભાઈ શ્રી હંસરાજ મહેતા સંભાળતા. એ રીતે આ કુટુંબને રજવાડી માન-મરતબો ભોગવવાનો અવસર મળેલો; એમનું રહેઠાણ “મહેતાની હવેલી’ને નામે પંકાય. આ હવેલી એવી મોટી કે એમાં ભૂલા જ પડી જવાય ! આવા નામાંકિત કુટુંબમાં તા. ૧૭-૩-૧૯૦૮ના રોજ શ્રી મનસુખભાઈનો જન્મ થયેલો. એમના પિતા શ્રી તારાચંદ મહેતા સાચાના હિમાયતી; ખોટી વાત એમનાથી સહન ન થાય. એમનાં માતુશ્રી જડાવબહેન જાણે શાંતિ અને સમતાનો અવતાર ! માતાની છત્રછાયા તો શ્રી મનસુખભાઈને માત્ર પાંચ વર્ષની સાવ નાની ઉંમર સુધી જ મળી હતી. પણ એમ લાગે છે કે માતાના નિર્દોષ ધાવણ સાથે તેમ જ માતાના શીળા-શાંત વ્યક્તિત્વને કારણે શ્રી મનસુખભાઈને સાવ ઊછરતી ઉંમરે, અજ્ઞાતપણે મળેલું ઉત્તમ સંસ્કારભાતું એમને જીવનભર કામ આપતું રહ્યું અને એમને ઉત્તરોત્તર વધુ સાદું, સાત્ત્વિક, સદાચારી, સંયમી અને સમભાવી જીવન જીવવાની પ્રેરણા આપતું રહ્યું. શ્રી તારાચંદ મહેતાના સ્વર્ગવાસ વખતે તો મનસુખભાઈ જીવનની અરધી સદી વટાવી ચૂક્યા હતા. Page #564 -------------------------------------------------------------------------- ________________ શ્રી મનસુખભાઈ તારાચંદ મહેતા ૫૪૧ મનસુખભાઈની ઉંમર સાતેક વર્ષની હતી, એ અરસામાં મોટી આગમાં મહેતાની મોટી હવેલી બળીને ખાખ થઈ ગઈ, અને જાણે કુટુંબની જે થોડીઘણી શ્રીમંતાઈ હતી તેનો પણ અંત આવી ગયો ! તેમાં ય શ્રી મનસુખભાઈના કુટુંબની સ્થિતિ તો બહુ સામાન્ય હતી. એટલે અમરેલીમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ કરીને તેઓ ભાગ્યને ખીલવવા મુંબઈ પહોંચ્યા, અને મુંબઈમાં જાણીતા દાનવી૨ શેઠ દેવકરણ મૂળજીની કાપડની પેઢીમાં નોકરી સ્વીકારીને એમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. મુંબઈનો વસવાટ એમને માટે ઘણો પ્રગતિકારક અને સફળતા અપાવનારો નીવડ્યો; એટલું જ નહીં, એમના આખા કુટુંબને માટે એ ઘણો મહત્ત્વનો બની રહ્યો. શ્રી મનસુખભાઈનાં લગ્ન શ્રેષ્ઠિવર્ય દેવકરણ મૂળજીનાં સુપુત્રી લીલાવતીબહેન સાથે થયાં હતાં. કેટલોક વખત નોકરી કર્યા પછી, શ્રી મનસુખભાઈનું મન, પોતાની શક્તિઓને તથા પોતાના ભાગ્યને ખીલવવા માટે કોઈ સ્વતંત્ર વ્યવસાય ખેડવા માટે ઝંખી રહ્યું. અને એમણે પોતાની આવડત, કાર્યસૂઝ અને બુદ્ધિના બળે, જીવન-વિમાના વ્યવસાયના કંઈક અજાણ્યા કે ઓછા જાણીતા કહી શકાય એવા ક્ષેત્રમાં ઝંપલાવ્યું. એમણે આ વ્યવસાયનો ઊંડો અભ્યાસ કરીને ધી નેપચ્યુન લાઇફ-ઇન્સ્યુરન્સ કંપની' નામે કંપનીની સ્થાપના કરી, અને પોતાની કાબેલિયત, કાર્યનિષ્ઠા અને પ્રામાણિકતાને લીધે એમાં ખૂબ નામના અને સફળતા મેળવી. વિમાનો વ્યવસાય તો કાજળની કોટડીમાં પેસવા કે રહેવા જેવો : જરાક સ્વાર્થ વળગ્યો કે અપ્રમાણિકતાનો કાળો ડાઘ લાગતાં વાર ન લાગે. પણ શ્રી મનસુખભાઈ એમાંથી પણ, સો ટચના સોનાની જેમ, સાવ નિષ્કલંક અને અણીશુદ્ધ બહાર આવ્યા હતા. આમ કરવામાં સંસ્કારિતા, ધર્મપરાયણતા, સત્યપ્રિયતા જેવા સદ્ગુણો ઉપરાંત એમના એક મુદ્રાલેખે એમને ઘણો સાથ આપ્યો હતો : તેઓએ નક્કી કર્યું હતું કે ક્યારેક પોતાના હક્કનો પૈસો પણ જતો કરવાનો વખત આવે તો એની ચિંતા નહીં, પણ અણહક્કની એક પાઈ પણ ઘરમાં ન આવવી જોઈએ. ધર્મના પાયારૂપ પ્રામાણિકતાનો (ન્યાયસંપન્ન-વિભવ’નો) આ મહાન ગુણ, સાવ સહજપણે, જીવન સાથે એકરૂપ બની જવાને લીધે જ શ્રી મનસુખભાઈ એક આદર્શ ધાર્મિક પુરુષ બની શક્યા હતા. નખશિખ પ્રામાણિક વ્યક્તિ સંસારમાં ભલે કરોડપતિ કે માલેતુજાર ન બને, પણ પૈસે-ટકે સારી રીતે સમૃદ્ધ અને બીજી રીતે પણ સુખી થઈ શકે છે એ સત્યનું સુરેખ દર્શન શ્રી મનસુખભાઈની વ્યાવસાયિક કારકિર્દીમાં પણ થાય છે. આ રીતે મુંબઈમાં જીવન નિશ્ચિંતતા અને સુખ-શાંતિથી વીતી રહ્યું હતું, એવામાં સને ૧૯૪૬માં એમનાં સુશીલ ધર્મપત્નીના સ્વર્ગવાસની કરુણ ઘટના Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ અમૃત-સમીપે બની. આ વખતે શ્રી મનુભાઈની ઉમર ૩૮ વર્ષ જેટલી નાની હતી; અને એ સમયમાં આના કરતાં પણ મોટી ઉંમરે લગ્ન કરવામાં અજુગતું નહોતું લેખાતું. પણ આ ઘટનાએ શ્રી મનસુખભાઈના જીવનનો ક્રમ જ બદલી નાખ્યો; અંતરમાં રહેલા સંયમ અને જીવન-સાધનાના અનુરાગે એમને ત્યાગ-વૈરાગ્ય-સંયમના માર્ગનું અનુસરણ કરવાની પ્રેરણા આપી. અને શ્રી મનસુખભાઈ વધુ ને વધુ તત્ત્વચિંતન અને ધર્મારાધન તરફ અભિમુખ થતા ગયા. શ્રી મનસુખભાઈને પોતાના પરિવારમાં બે પુત્રો તથા બે પુત્રીઓ છે; ઉપરાંત મોટા ભાઈ, મોટાં બહેન એ બધાંનો વિશાળ પરિવાર પણ છે. તેઓ કેવળ આખા કુટુંબનું જ નહીં, પણ બીજી અનેક વ્યક્તિઓનું પણ પૂક્યા-ઠેકાણે હતા. પોતાની પવિત્ર ફરજરૂપે એ સૌની તેઓ ખૂબ મમતાપૂર્વક સંભાળ રાખતા, એમને જરૂરી સહાય પણ કરતા. અને છતાં, એ બધાંથી જળકમળની જેમ સદા અલિપ્ત રહી શકતા. તેથી તેઓ હર્ષના પ્રસંગે ફુલાઈ જવાને બદલે કે દુઃખના પ્રસંગે વિલાઈ જવાને બદલે હમેશાં સ્વસ્થ રહી શકતા હતા. સેવાપરાયણ જાહેરજીવન તરફ શ્રી મનસુખભાઈને સહજ રીતે જ અનુરાગ હતો. વળી જીવનનું ઘડતર કરે એવી ઉત્તમ કોટિનાં દેશ-વિદેશનાં પુસ્તકો વાંચવાનો તથા સંતોનો સંગ કરવાનો પણ એમને ઘણો રસ હતો. પોતાનાં ધર્મપત્નીના અવસાનને લીધે આવી પડેલ વિષાદના નિવારણ માટે એમણે આ ત્રિવિધ પ્રવૃત્તિને વિશેષ વ્યાપક અને વેગવાન બનાવી ને પોતાના જીવનને આત્મસાધનાની દિશામાં વાળવાનો સબળ પુરુષાર્થ આદર્યો. સ્વરાજ્ય આવ્યા પછી કેટલાંક વર્ષે જિંદગીનો વિમો ઉતારવાના વ્યવસાયનું રાષ્ટ્રીયકરણ થયું ત્યારે, જાણે પોતે પુષ્કળ મહેનત લઈને અને ખાતર-પાણી આપીને જીવની જેમ ઉછેરેલ છોડને કોઈ ઉખેડી નાખતું હોય એવો દુઃખદ અને આઘાતજનક પ્રસંગ ઊભો થયો. પણ શ્રી મનસુખભાઈએ તો એને ઇષ્ટ-આપત્તિ કે ઈશ્વરના છૂપા આશીર્વાદ રૂપે વધાવી લીધો; એટલું જ નહીં, પણ પચાસ વર્ષની ઉંમરે તેઓ વ્યવસાયમાંથી સર્વથા ફારેગ થઈ ગયા. છેલ્લાં અઢાર વર્ષની એમની આવી વ્યાવસાયિક નિવૃત્તિનો એમણે આ પ્રમાણે બે રીતે સદુપયોગ કર્યો હતો : એક તો, પોતાની આંતરિક શુદ્ધિના વૈભવને બને તેટલો વધુ સમૃદ્ધ કરવા માટે તેઓ સ્વાધ્યાય, તત્ત્વચિંતન, ધ્યાન, સંયમ અને તપનું આલંબન લઈને વધુ ને વધુ અંતર્મુખ બનતા ગયા. તેથી જીવન સમતા, સહિષ્ણુતા, સચ્ચાઈ, નિખાલસતા, નિરભિમાનતા, નિરાડંબરતા, સરળતા, સહૃદયતા જેવા ગુણોથી વિશેષ શોભી ઊઠ્યું હતું. બ્રહ્મચર્યવ્રત તરફની એમની પ્રીતિ અને ભક્તિ તો પ્રેરણારૂપ બની રહે એવી હતી. Page #566 -------------------------------------------------------------------------- ________________ શ્રી મનસુખભાઈ તારાચંદ મહેતા ૫૪૩ એમની નિવૃત્તિનો બીજો ઉપયોગ એમણે પોતાની કાર્યશક્તિ, સૂઝ, નિષ્ઠા અને જે કંઈ સંપત્તિ હતી એ બધાંનો બને તેટલો વધુ લાભ જાહેર જૈન સંસ્થાઓને આપવામાં કર્યો. તેમાં ય કેળવણીની અને ખાસ કરીને ધાર્મિક કેળવણીની સંસ્થાઓ તરફ તો એમને પુષ્કળ અનુરાગ હતો; અને એ માટે તેઓ જિંદગીના અંત સુધી કામ કરતા રહ્યા. એમની આ જાહેર સેવાપરાયણતાનો લાભ શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ, શ્રી જૈન ઍજ્યુકેશન બોર્ડ, શ્રી અધ્યાત્મ-જ્ઞાન-પ્રસારક-મંડળ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, હરકિસનદાસ હૉસ્પિટલ, સિદ્ધાર્થ એજ્યુકેશન સોસાયટી, શેઠ દેવકરણ મૂળજી ટ્રસ્ટ વગેરે મુંબઈની સંખ્યાબંધ સંસ્થાઓ ઉપરાંત શ્રી જૈન આત્માનંદ સભા : ભાવનગર, શ્રી પી. મુ. વિદ્યાર્થીગૃહ : અમરેલી વગેરે અનેક સંસ્થાઓને પણ મળ્યો. ધાર્મિક શિક્ષણના પ્રસાર માટે સતત ચિંતા અને પ્રયત્ન કરનાર એ મિત્રત્રિપુટી હતી : શ્રી ફતેહચંદભાઈ ઝવેરભાઈ, શ્રી પ્રાણજીવનભાઈ હરગોવિંદદાસ ગાંધી અને શ્રી મનસુખલાલભાઈ. આ પુણ્યપુરુષોનું સ્થાન ક્યારે પુરાશે ? શ્રી મનસુખભાઈ જેમ આત્મસાધક અને સમાજસેવક હતા તેમ સારા વક્તા અને ઉત્તમ કોટિના લેખક પણ હતા. સરળ, મધુર, સાદી-સીધી-આડંબરરહિત ભાષા એ એમની કલમનો વિશેષ ગુણ છે. એમણે જૈન તથા ઇતર ધર્મનાં વસ્તુઓના આધારે કથાઓ પણ લખી છે, તેમ જ વિચારપ્રેરક, સંસ્કારપોષક, જ્ઞાનવર્ધક લેખો પણ લખ્યા છે. સાથેસાથે “શ્રી જૈન ધાર્મિક શિક્ષણસાહિત્યપત્રિકા'નું તથા “શ્રી આત્માનંદપ્રકાશ'નું સફળ સંપાદન પણ કર્યું છે. “આહારશુદ્ધિ', “બ્રહ્મચર્ય અને બીજા લેખો', “શીલધર્મની કથાઓ' (બે ભાગ), જાગ્યું અને જોયું” વગેરે એમની સાહિત્યપ્રસાદી છે. “શીલધર્મની કથાઓનો “પ્રસ્તાવ” લખતાં જાણીતાં સાક્ષર શ્રીયુત નગીનદાસભાઈ પારેખે શ્રી મનસુખભાઈની લખાવટને બિરદાવતાં યોગ્ય જ કહ્યું છે : “પ્રસ્તુત પુસ્તકમાં એના લેખક શ્રી મનસુખલાલભાઈએ જૈન ઉપરાંત બૌદ્ધ અને બીજી પરંપરામાંથી પણ વિણીને છવ્વીસ કથાઓ રજૂ કરી છે એ એમની સાંપ્રદાયિકતાથી મુક્ત દૃષ્ટિનું સૂચક છે. આ જૂની કથાઓને નવે સ્વરૂપે રજૂ કરવામાં લેખકને પોતાનું બહોળું વાચન ખૂબ ઉપયોગી નીવડ્યું છે એવો અનુભવ પુસ્તક વાંચતાં ડગલે ને પગલે થાય છે. એમની ભાષા પ્રવાહબદ્ધ, સંસ્કારી અને તાજગીવાળી છે. એટલે આખું પુસ્તક રસપૂર્વક વાંચી શકાય એવું થયું છે. હું પોતે એ બે વાર વાંચી ગયો છું અને મને કંટાળો આવ્યો નથી. હું એમ માનું છું કે બીજા વાચકોને પણ એવો જ અનુભવ થશે.” Page #567 -------------------------------------------------------------------------- ________________ ५४४ અમૃત-સમીપે આ એક જ અભિપ્રાય શ્રી મનસુખભાઈની કલમનું મહત્ત્વ સમજવા પૂરતો છે. અને છતાં અસરકારક વક્તા અને સિદ્ધહસ્ત લેખક તરીકેની નામના મેળવવી એ એમના જીવનનો ઉદ્દેશ્ય ન હતો; આ તો એમના પ્રવૃત્તિ-નિવૃત્તિ-પરાયણ જીવનના આનુષંગિક ફળો છે. એમનો મુખ્ય જીવનરસ તો સેવા અને સાધના જ હતો; તેમાં ય સાધના દ્વારા જીવનશુદ્ધિ એ એમનું પરમપ્રિય અંતિમ ધ્યેય હતું. એમ લાગે છે કે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી શ્રી મનસુખભાઈ મૃત્યુને આમંત્રના જાણે સજ્જ થઈ રહ્યા હતા. પણ ૧૮ વર્ષ જેટલી પ્રમાણમાં કંઈક નાની ઉમરે એમનું વિદેહ થવું એ એમના કુટુંબ ઉપરાંત અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓને માટે પણ મોટી ખોટરૂપ બની રહે એવું વસમું છે. છેલ્લાં ચારેક વર્ષથી શ્રી મનસુખભાઈ ભાવનગરની જૈન આત્માનંદ સભાના માસિક “શ્રી આત્માનંદ-પ્રકાશ'નું માનદ તંત્રીપદ સંભાળતા હતા. આ માસિકના ગત નવેમ્બર માસના અંકમાં (૭૪મા વર્ષના પહેલા અંકમાં) એમણે “નૂતન વર્ષના મંગળપ્રવેશે' નામે એક વિસ્તૃત તંત્રીનોંધ લખીને વર્ષ દરમ્યાનની મહત્ત્વની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. આ નોંધમાં આપણા સંઘની અત્યાર સુધીની હાલતનો એમણે ટૂંકમાં છતાં દુઃખપૂર્વક જે ચિતાર આપ્યો છે, તે જાણવા જેવો છેઃ “જૈન-શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં એક કે બીજા પ્રશ્નો સમાજ સમક્ષ ધાંધલ મચાવતા જ રહે છે. વર્તમાનકાળે એક નવો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો છે; અને તે છે “શ્રીપાળ-મયણા'નું નાટક, જેને અંગે ખૂબ ચકચાર ચાલી રહી છે. તે પહેલાં ભગવાન મહાવીરની ર૫૦૦મી જયંતિનો મહોત્સવ, જે ભારત સરકાર દ્વારા ઉજવવામાં આવ્યો હતો, તે પ્રશ્ન પણ આપણા સમાજમાં સારો એવો ઊહાપોહ કરવામાં આવ્યો હતો. તે પહેલાં વળી આચાર્ય ભગવંતની નવે અંગની પૂજાના પ્રશ્ન મોટો હોબાળો ઊભો કર્યો હતો. શત્રુંજય તીર્થ પર પ્રતિમાઓની સ્થાપના અંગેની ઘીની બોલી બાબતમાં પણ ભારે વિવાદ થયેલો દેખાતો હતો. તિથિનો પ્રશ્ન તો સમાજ સમક્ષ વરસો થયા સળગતો પડેલો જ છે. “અમારી ઇચ્છા ઉપર જણાવેલી કોઈ પણ બાબત અંગે ટીકા-ટિપ્પણ કરવાની કે પક્ષકાર બનવાની અગર તો કાઝી થવાની નથી; કારણ કે કાદવને ચૂંથવાથી તેમાંથી માત્ર દુર્ગધ જ પેદા થાય છે. પણ આ બધી બાબતોનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે આ અને આવી બાબતોના કારણે લોકોની દૃષ્ટિએ આપણે મૂર્ખ અને હાંસીપાત્ર બનીએ છીએ. લોકો આપણી મજાક કરતાં કહે છે કે જોઈ લેજો અહિંસાધર્મના પૂજારીઓ અને અનેકાન્ત અને સમભાવના ઉપદેશકોને. વાતો કરવી છે સાતમા આસમાનની અને આચરણમાં મોટું મીંડું. લોકો અંજાય છે વર્તનથી; મોટી-મોટી વાતોથી નહિ.” Page #568 -------------------------------------------------------------------------- ________________ શ્રી છોટાલાલ ત્રિકમલાલ પરીખ ૫૪૫ શ્રી મનસુખભાઈએ સ્પષ્ટ અને મુદ્દાસર વર્ણવેલી આપણી બેહાલીનું નિવારણ કરવાની બુદ્ધિ અને શક્તિ આપણામાં પ્રગટાવીને એમને સાચી શ્રદ્ધાંજલિ આપી શકીએ તો કેવું સારું ! (તા. ૧૮-૧૨-૧૯૭૯) (૯) પીઢ, ઠરેલ કાર્યકર શ્રી છોટાલાલ ત્રિકમલાલ પરીખ મૂળ વિરમગામના વતની અને ત્રણ-ચાર દાયકાથી અમદાવાદમાં વસેલા સ્વનામધન્ય શ્રીયુત છોટાલાલ ત્રિકમલાલ પરીખ અમદાવાદમાં, તા. ૨૦-૮૧૯૭૩ના રોજ, ૯૨ વર્ષની પરિપક્વ વયે સ્વર્ગવાસી થતાં જૈનસંઘમાંથી એક શાણા, સમજદાર, પીઢ, શાંત સ્વભાવી, ઠરેલ કાર્યકર, યશસ્વી જીવન અને કાર્ય દ્વારા નિવૃત્તિના સાચા અધિકારી બનીને, સદાને માટે વિદાય થયા છે એ પ્રસંગે અમે તેઓને અમારી ભાવભરી શ્રદ્ધાંજલિ આપીએ છીએ. - શ્રી છોટાલાલભાઈનો સહજ સ્વભાવ સારા કાર્યના સાથી બનવાનો, ખોટા કાર્યથી સદા અળગા રહેવાનો અને કોઈ પણ સવાલનો તલસ્પર્શી અને સર્વગ્રાહી વિચાર કરીને એના મર્મને પકડવાનો હતો. તેથી કૌટુંબિક, ધાર્મિક તથા સામાજિક બાબતોમાં અનેક વ્યક્તિઓ એમની સલાહ લેવા આવતી અને સંતોષ પામીને જતી. કોઈ પણ બાબતમાં તેઓ એવી સલાહ આપતા કે જેથી લાગતા-વળગતા પક્ષો વચ્ચે મોટે ભાગે સુલેહ, શાંતિ અને એખલાસનું નિર્માણ થતું. તેઓએ એ વખતમાં ડિસ્ટ્રિક્ટ પ્લીડર જેટલો જ અભ્યાસ કર્યો હતો; પણ પોતાની ખંત, ધીરજ, પ્રશ્નના મર્મ સુધી પહોંચવાની પરિશ્રમશીલતા, કલ્યાણબુદ્ધિ અને સમાધાનવૃત્તિને કારણે વકીલ તરીકે તેઓએ સારી સફળતા અને ઘણી લોકચાહના મેળવી હતી. આપણા શ્રી સમેતશિખર મહાતીર્થને લગતો સવાલ વિલાયતની પ્રિવી-કાઉન્સિલ સુધી પહોંચ્યો, ત્યારે કાયદાના એક સહાયક સલાહકાર તરીકે આપણા શ્રીસંઘ તરફથી તેઓને વિલાયત મોકલવામાં આવ્યા હતા, અને એમાં જૈનસંઘને સફળતા મળી હતી. એમાં શ્રી છોટાભાઈની આ કાબેલિયતનો હિસ્સો નોંધપાત્ર હતો. ડિગ્રીની દૃષ્ટિએ પ્રમાણમાં કાયદાશાસ્ત્રના મર્યાદિત અભ્યાસ છતાં આવી સફળતા મેળવવી એ વિરલ દાખલો ગણાય. તેઓએ પહેલાં શિક્ષક તરીકે તેમ જ બીજા ક્ષેત્રમાં કામગીરી બજાવી હતી; અને છેવટે તેઓ વકીલ તરીકેના વ્યવસાયમાં સ્થિર થયા હતા. અમદાવાદમાં પણ તેઓએ આ વ્યવસાયમાં સારી નામના અને સફળતા મેળવી હતી. Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ અમૃત-સમીપે તેઓ રાષ્ટ્રપ્રેમી હોવાથી સત્યાગ્રહની લડતમાં (સને ૧૯૧૯-૨૦માં) સક્રિય હતા અને તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. વિરમગામમાં તો તેઓએ એક વગદાર, પ્રભાવશાળી, સર્વમાન્ય આગેવાન તરીકેનું બહુમાન મેળવ્યું હતું અને પાંચ વર્ષ સુધી વીરમગામની મ્યુનિસિપાલિટીનું પ્રમુખપદ શોભાવ્યું હતું. ઉપરાંત, અમદાવાદમાં પણ તેઓની જિલ્લા-લોકલ બોર્ડના પ્રમુખ તરીકે (સને ૧૯૪૦૪૧માં) વરણી કરવામાં આવી હતી. કોંગ્રેસના દેશ ઉપરના વર્ચસ્વનો આ સમય હતો. મહાત્મા ગાંધી તરફ તેઓ ખૂબ આદર ધરાવતા હતા. તેઓની સમાજસેવાની ભાવના અને દૃષ્ટિથી પ્રેરાઈને સને ૧૯૪૦માં આપણી શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું ૧૫મું અધિવેશન સૌરાષ્ટ્રમાં નિંગાળા શહેરમાં મળ્યું, ત્યારે એના પ્રમુખ તરીકે શ્રી છોટાભાઈની વરણી કરવામાં આવી હતી. શ્રી છોટાભાઈની વિચારસરણી ઉદ્દામ કે જલદ નહીં પણ મધ્યમમાર્ગી અને સમાધાનકારી હતી. તેઓની જૈનસંઘની મુખ્ય-મુખ્ય સેવાઓ આ પ્રમાણે ગણાવી શકાય : તેઓ સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી જૈન પાઠશાળાના મંત્રી હતા, શેઠ આણંદજી કલ્યાણજીની સુપ્રસિદ્ધ પેઢીના તેઓ પ્રતિનિધિ હતા અને દસેક વર્ષ પહેલાં શ્રી જૈન શ્વે. મૂ. શ્રમણોપાસક શ્રીસંઘનું સમેલન મળ્યું ત્યારે રચવામાં આવેલ શ્રીસંઘ-સમિતિની વ્યવસ્થાપક-સમિતિના સાત સભ્યોમાં તેઓને લેવામાં આવ્યા હતા. આ વિરલ બહુમાન તેઓની શ્રીસંઘની શુદ્ધિ માટેની ધગશ સૂચવતું હતું. શ્રી છોટાભાઈની ટોચની વિશેષતા તો હતી એમના જીવન સાથે વણાઈ ગયેલી ધર્મજિજ્ઞાસા અને ધાર્મિક ક્રિયાઓ તરફની સક્રિય અભિરુચિ. તેઓનો આ ધર્મપ્રેમ દાખલારૂપ ગણાય એવો હતો અને એ જીવનના અંત સુધી ઉત્તરોત્તર વધતો રહ્યો હતો. તેથી તેઓનું જીવન ધન્ય અને પુણ્યશાળી બન્યું હતું. (તા. ૮-૯-૧૯૭૩) (૧૦) પ્રતિભાશીલ સંઘસેવક શ્રી મોહનલાલ ભ. ઝવેરી લગભગ ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી જૈન સમાજની અનેકવિધ સેવા કરનાર શ્રીયુત મોહનલાલ ભગવાનદાસ ઝવેરીના તારીખ ૯-૧૦-૧૯૫૦ના રોજ મુંબઈ મુકામે નીપજેલ અત્યંત ખેદજનક અવસાનની નોંધ લેતાં અમે ભારે દિલગીરી અને દુઃખ અનુભવીએ છીએ. આમે ય જૈન સમાજમાં અત્યારે સર્વત્ર Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૪૭ શ્રી મોહનલાલ ભ. ઝવેરી શુભનિષ્ઠા, પ્રામાણિકતા, કાર્યક્ષમતા અને ફરજ પ્રત્યે સતત સભાનતા ધરાવતા કાર્યકર્તાઓની ખોટ પ્રવર્તે છે જ. આપણે નવી-નવી સંસ્થાઓ સ્થાપીએ છીએ પણ તેનું યોગ્ય રીતે સંચાલન કરી શકે એવા કાર્યકર્તાઓ નથી મળતા એ ફરિયાદ ઘણી જૂની છે. આવી સ્થિતિમાં આવા જ્ઞાન-શીલસંપન્ન આગેવાનનું અવસાન જૈન સમાજને માથે મોટી ખોટ આવી પડ્યારૂપ છે. શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ઉત્પત્તિ અને પ્રગતિનો ઇતિહાસ જાણનારા શ્રી મોહનભાઈના ધન્ય નામને એનાથી કદી પણ અળગું ન કરી શકે. ધંધાદારી રીતે તેઓ સોલિસિટર જેવા અનેકવિધ જંજાળોથી ભરેલા અને સતત ધ્યાન રોકી રાખતા કામને વરેલા હતા એ જાણીતું છે. આમ છતાં શ્રીયુત મોતીચંદભાઈ કાપડિયાની માફક તેઓએ પણ જૈન સમાજ, જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિની સેવાને પોતાના હૃદયમાં બહુ અગ્રસ્થાન આપ્યું હતું તે વાતની નોંધ લેતાં હર્ષાશ્રુ સરી પડે છે. ધર્મસેવાના કાર્યને હમેશાં અગ્રપદ આપનાર આવા કાર્યકરો બહુ દુર્લભ છે, ને આજે તો એમની વિશેષપણે આપણને જરૂર છે. શ્રી મોહનભાઈનો વિદ્યાપ્રેમ બહુ જાણીતો છે. મંત્રશાસ્ત્ર એ એમનો પ્રિય વિષય હતો. એ વિષય ઉપર એમણે ખૂબ સંશોધન, ચિંતન ને મનન કરીને તૈયાર કરેલું એક અભ્યાસપૂર્ણ અને અનેકવિધ માહિતીઓથી ભરેલું ગ્રંથરત્ન તેમના વિદ્યાપ્રેમની હંમેશા સાખ પૂરશે; આ ગ્રંથ તે શ્રીયુત સારાભાઈ નવાબ દ્વારા પ્રકાશિત શ્રીયુત મલ્લીષણસૂરિ-વિરચિત ‘શ્રી ભૈરવ-પદ્માવતી-કલ્પ'ની વિસ્તૃત પ્રસ્તાવના. આ પ્રસ્તાવના શ્રીયુત મોહનભાઈએ અંગ્રેજી ભાષામાં લખી છે, એટલે કદાચ એની મહત્તા વ્યાપારપ્રેમી જૈન સમાજના ધ્યાનમાં ન આવી હોય એ બનવાજોગ છે. પણ એથી એ ગ્રંથરત્નની ઉપયોગિતા કે મહત્તામાં લેશ પણ ઊણપ આવતી નથી. બનારસ હિંદુ યુનિવર્સિટીના પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિના વિભાગના અધ્યક્ષ ડૉ. અલ્ટકર (ડી. લિટ્.) જેવા વિદ્વાને તેમના આ ગ્રંથનું અવલોકન કરીને એની વિશિષ્ટતા ઉપર મહોર મારી છે. ટેંડુલકર-સમિતિએ જ્યારે દેવદ્રવ્ય અંગેની જૈનોની માન્યતા સંબંધી શાસ્ત્રીય પુરાવાઓની માંગણી કરી, ત્યારે શ્રી મોહનભાઈએ, બીજાઓની સાથે રહીને જે કામગીરી વખતસર બજાવી, તે તેમના માટે માન ઉપજાવે એવી છે. આ ઉપરાંત પણ તેમણે નાની-મોટી અનેક સાહિત્યિક સેવાઓ બજાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. આ રીતે, આજીવન, જૈન સમાજ-ધર્મ-સાહિત્ય-સંસ્કૃતિની અનેકવિધ સેવાઓ દ્વારા પોતાના નામને યશસ્વી બનાવીને વિદાય થયેલા શ્રી મોહનભાઈ ઝવેરી તો ધન્ય બની ગયા. Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ અમૃત-સમીપે શ્રી મોહનભાઈનું જીવન બીજા કાર્યકરોને સેવાક્ષેત્રમાં ખેંચી લાવનારું બનો, અને આપણી યોગ્ય કાર્યકર્તાઓની ખામી દૂર થાવ એટલી ઈશ્વરને પ્રાર્થના. (તા. ૨૮-૧૦-૧૯૫૦) (૧૧) વિદ્યાપ્રેમી, સેવાભાવી શ્રી કસ્તૂરમલજી બાંઠિયા પ્રવૃત્તિમય જીવન અને નિવૃત્તિપરાયણ જીવન બંને દ્વારા જીવનને ધન્ય બનાવી જાણનાર મહાનુભાવો વિરલ હોય છે. સ્વર્ગસ્થ કસ્તૂરમલજી બાંઠિયા આવા, સમગ્ર જીવનને અપ્રમત્તભાવે આનંદપૂર્વક જીવી જાણનાર પુરુષ હતા. તા. · ૬-૭-૧૯૬૯ના રોજ, રાનીગંજમાં ૭૫ વર્ષની ઉંમરે, શાંતિપૂર્વક તેઓનો સ્વર્ગવાસ થયો; એક સાધુચિરત મહાનુભાવ સ્મૃતિશેષ થઈ ગયા ! તેઓ અજમેરના વતની હતા. પોતે એક વેપારી હોવા છતાં એમનો વિદ્યારસ જીવંત અને સક્રિય હતો. એમના આ વિદ્યાપ્રેમની પાછળનું એક પ્રેરક તત્ત્વ માત્ર વિદ્યાવિનોદના બદલે સત્યને સમજવાની ઝંખના હતું; તેથી જે કોઈ રીતે સત્યની ઝાંખી થઈ શકે એમ લાગતું તે તરફ તેઓ સહજપણે આકર્ષાતા પછી એ સંતોનો સમાગમ હોય કે સારાં પુસ્તકોનું વાચન. વ્યક્તિ અને સમાજમાં પ્રવર્તતાં અજ્ઞાન અને અંધશ્રદ્ધા સામે તેમ જ રૂઢિચુસ્તપણા સામે એમને ભારે અણગમો હતો. વિકાસને રૂંધતી આ ખામી જે ૨ીતે દૂર થઈ શકે તે રીતે તેઓ જાતે યથાશક્ય પ્રયત્ન કરતા અને જે કોઈ વ્યક્તિ કે સંસ્થા આવી પ્રવૃત્તિ કરતી તેને તેઓ સામે ચાલીને પોતાથી બનતો સાથ આપતા; એટલું જ નહીં, બીજાઓને એ માટે પ્રેરણા પણ આપતા. શરૂઆતનાં વર્ષોમાં ઓસવાલ નવયુવક સમિતિની સ્થાપનામાં અને નવયુવકોને દો૨વણી આપવામાં શ્રી બાંઠિયાજીએ જે ભાગ ભજવ્યો હતો, તે એમના સુધારક પ્રગતિશીલ માનસની સાક્ષી પૂરે છે. વિદેશયાત્રા કરનાર આપણા શરૂઆતના નવયુવકોમાંના શ્રી બાંઠિયાજી એક હતા. -- -- સમાજસેવાની એમની ભાવના ઉત્કટ હતી અને દૃષ્ટિ સ્પષ્ટ હતી. સમાજનો અભ્યુદય કેવી રીતે થઈ શકે એ તેઓ બરાબર જાણતા હતા, અને આવી પ્રવૃત્તિમાં વગર કહ્યે સહકાર આપવો એ પ્રત્યેક સમાજહિતચિંતકની ફરજ છે એમ તેઓ માનતા હતા અને જાતે તન-મન-ધનનો ઘસારો વેઠીને એનું ઉલ્લાસપૂર્વક પાલન કરતા હતા. Page #572 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવરાજ ભાણજી શાહ પ૪૯ સમાજને પ્રગતિને માર્ગે દોરવા માટે અને પોતાને સમજાયેલું સત્ય સમાજ સમક્ષ, તેમ જ જિજ્ઞાસુઓ સમક્ષ રજૂ કરવા માટે એમણે કેટલાય લેખો લખ્યા હતા. એમનાં લખાણોમાં જેમ એમની સમાજસુધારક તરીકેની મનોવૃત્તિનાં દર્શન થાય છે, તેમ એમાં સામાજિક દૃષ્ટિએ સ્વતંત્ર ચિંતક તરીકેની તેમ જ શાસ્ત્રોના વાચન-મનનની અસર પણ દેખાય છે. સત્યને સમજવાની, સમજાવવાની અને પોતાના મત માટે કોઈ પણ જાતનો હઠાગ્રહ નહીં રાખવાની શ્રી બાંઠિયાજીની સહજ પ્રકૃતિ દાખલારૂપ બની રહે એવી હતી. તેમણે પોતાના વ્યવસાયમાંથી સમયસર નિવૃત્તિ લીધી હતી. સતત વાચન, ચિંતન અને લેખન દ્વારા એમણે પોતાની આ નિવૃત્તિને એક રીતે પ્રશાંત પ્રવૃત્તિથી સભર બનાવી હતી; અને એમ કરીને એમણે પોતાના શેષ જીવનમાં જીવનનો સાર મેળવી લેવા પ્રયત્ન કર્યો હતો. ડૉ. ભોગીલાલ જે. સાંડેસરાએ લખેલ અને અમદાવાદના ભો. જે. વિદ્યાભવન તરફથી પ્રગટ થયેલ મહામાત્ય વસ્તુપાલની વિદ્યાપ્રવૃત્તિને લગતાં પુસ્તકોનો હિંદી અનુવાદ શ્રી બાંઠિયાજીએ કર્યો હતો. કોઈ પણ જાતની અર્થની અપેક્ષા વગર સાવ નિઃસ્વાર્થભાવે સાહિત્ય-પ્રવૃત્તિ એ શ્રી બાંઠિયાજીની વિદ્યાપ્રીતિની નોંધપાત્ર વિશેષતા હતી. છેલ્લા વખતમાં તેઓ એમના મોટા જમાઈ (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષ અને સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના પ્રમુખ શ્રી દોલતસિંહજી કોઠારીના ભાઈ ) શ્રી પ્રતાપસિંહ કોઠારી સાથે રહેતા હતા. જાણે પોતાના અંત-સમયની ઝાંખી થઈ ગઈ હોય એમ એમણે સૌની સાથે ક્ષમાપના કરીને, ધર્મનું સ્મરણ કરીને પોતાના મૃત્યુને ઉજ્જવળ બનાવી લીધું ! (તા. ૨૩-૮-૧૯૯૯) (૧૨) આદર્શ નગરસેવક શ્રી જીવરાજ ભાણજી શાહ જ્યાં જીવનમાં શક્તિ, ભક્તિ અને પ્રવૃત્તિનો ત્રિવેણી સંગમ સધાય છે, ત્યાં લોકકલ્યાણનું જંગમ સેવાતીર્થ આકાર પામે છે, અને માનવીનું જીવન કૃતાર્થ બની જાય છે. એ સેવાતીર્થમાં જનકલ્યાણની પરબોને ચાલુ રાખવાનો પુરુષાર્થ કરતાંકરતાં માનવી શતદલ કમળની જેમ ખીલીને લોકહૃદયનો નિવાસી બની જાય છે. સ્વર્ગસ્થ ભાઈશ્રી જીવરાજ ભાણજી શાહ આવા જ એક બડભાગી મહાનુભાવ હતા. સેવાભાવના અને પરમાર્થના તાણાવાણાથી જ એમનો જીવનપટ વણાયેલો હતો; અને કાર્યસૂઝ, વ્યવહારદક્ષતા, નમ્રતા, ઉદારતા, ધ્યેયનિષ્ઠા જેવા મનોહર વેલબુટ્ટાઓથી એ વિશેષ શોભાયમાન બન્યો હતો. Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ અમૃત-સમીપે કચ્છની ધરતીના સપૂત અસંખ્ય મહાજનોની જેમ શ્રી જીવરાજભાઈ પણ એક વેપારી જ હતા. કચ્છની ધરતીની સરળતા અને સાહસિકતા એમના રોમેરોમમાં ધબકતી હતી. એક બાહોશ અને સફળ શાહસોદાગર બની શકે એવું એમનું ખમીર અને તેજ હતું. પણ એમનું ભાગ્યવિધાન જ જનસેવાનું હતું; એટલે અર્થોપાર્જન એમને મન દિવસે-દિવસે ગૌણ બનતું ગયું અને જનસેવાના પવિત્ર વ્યવસાયને આગળ વધારવામાં જ તેઓએ પોતાના સર્વ ગુણો અને સર્વ શક્તિઓને કામે લગાડી દીધાં ! એ માટે જ તેઓ જીવ્યા, ઝઝૂમતા રહ્યા અને જનસેવાની ઉત્કટ ઝંખનામાં જ એમનું જીવન સદાને માટે સંકેલાઈ ગયું ! એમની સેવાપ્રવૃત્તિનું મુખ્ય ક્ષેત્ર મુંબઈ નગરપાલિકા હતું. સને ૧૯૫૨ની સાલમાં તેઓ પહેલી વાર મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સભ્ય તરીકે ચૂંટાયા. ત્યારથી જીવનની અંતિમ ઘડી સુધી તેઓ એક ભાવનાશીલ, કાર્યકુશળ, આદર્શ નગરસેવક તરીકે મુંબઈ નગરપાલિકાની અને એની મારફત મુંબઈની વિશાળ જનતાની સેવા કરતા રહ્યા. નાનું-મોટું જે કોઈ કાર્ય પોતાના ઉપર આવી પડે એ કાર્યને પૂરેપૂરું સફળ બનાવવામાં પોતાની સર્વશક્તિને એકાગ્ર કરવી એ એમનો સહજ સ્વભાવ હતો. આથી મુંબઈ નગરપાલિકાના કૉર્પોરેટર તરીકેની એમની કામગીરી ઉત્તરોત્તર વધારે જવાબદારીવાળી બનતી ગઈ; અને જેમ-જેમ જવાબદારીમાં વધારો થતો ગયો, તેમ-તેમ એમની કાર્યશક્તિ વધારે ખીલતી ગઈ અને એમનું હીર વધારે પ્રગટ થતું ગયું. પોતાની આવડત અને નિષ્ઠાના બળે તેઓ નગરપાલિકાના કૉંગ્રેસ પક્ષના ઉપનેતા બની શક્યા હતા, અને મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની જુદી-જુદી કમિટીઓ – જેમ કે સ્થાયી-સમિતિ, ઇમ્પ્રુવમેન્ટ-સમિતિ, વર્ટ્સ-સમિતિ, ‘બેસ્ટ’-સમિતિના અધ્યક્ષ તરીકે તેઓએ ખૂબ ઉપયોગી કામગીરી, અસાધારણ સફળતાપૂર્વક બજાવી હતી. અવસાન-સમયે તેઓ શિક્ષણ-સમિતિના અધ્યક્ષપદે હતા. મુંબઈ નગરપાલિકામાંની એમની એકધારી ૧૭-૧૮ વર્ષની આવી યશસ્વી કામગીરી ઉ૫૨થી એમ વિના સંકોચે કહી શકાય કે તેઓ નગરપાલિકાને મૂંઝવતા દરેક પ્રકારના પ્રશ્નોથી સારી રીતે માહિતગાર હતા; એટલું જ નહીં, એના સફળ ઉકેલ માટે પણ તેઓ ખૂબ નિષ્ણાત બની ગયા હતા. તેઓની આવી સફળતામાં જેમ એમની નિર્ભેળ અને નિઃસ્વાર્થ સેવાભાવના, ઉત્કટ કાર્યનિષ્ઠા અને વિશિષ્ટ કાર્યશક્તિ ઉપરાંત સદા હસમુખી મિલનસાર પ્રકૃતિ અને સંગઠનશક્તિનો પણ ઘણો મોટો ફાળો છે. વ્યવહારશૂન્ય કોરી વિચારસરણીઓમાં રાચવાનું કે એને લીધે બીજાની સાથે વાંઝિયા સંઘર્ષમાં કે વાદ-વિવાદમાં ઊતરવાનું એમને બિલકુલ પસંદ ન હતું. સમય, શક્તિ અને Page #574 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવરાજ ભાણજી શાહ ૫૫૧ ભાવના મળ્યાં છે તો કોઈક નાના-સરખા પણ લોકોપયોગી કાર્યમાં એનો સદુપયોગ કરી લીધો સારો : આવી એમની નરી રચનાત્મક દૃષ્ટિ હતી. એટલે કોઈ પણ ભાંગફોડના ભાગીદાર બનવાથી તેઓ સદા અળગા જ રહેતા. વળી એમનો સ્વભાવ એવો હતો કે તેઓ અમુક રાજકીય પક્ષના હોવા છતાં એમનો કોઈના પ્રત્યે અણગમો કે વેર-વિરોધ ન રહેતો; અને વિરોધ-પક્ષના સભ્યો પણ એમના પ્રત્યે એવો જ પ્રેમાદ ધરાવતા. આવા ઉમદા સ્વભાવને કારણે, ઉંમરે નાના છતાં, તેઓ સૌનું પૂછ્યા-ઠેકાણું બની શક્યા હતા. નામનાની આકાંક્ષા એમને સતાવતી નહિ. સારું કામ પૂરું થાય એ જ એકમાત્ર એમની આકાંક્ષા રહેતી. મુંબઈના મ્યુનિસિપલ કૉર્પોરેશને વર્ષમાં આઠ દિવસ કતલખાનાં બંધ રાખવાનો ઐતિહાસિક ઠરાવ કર્યો એના યશ માટે કેટકેટલી પડાપડી થઈ ! પણ એ યોજનાના ઘડતરમાં અને એને પાર પાડવામાં અવિરત પ્રયાસ કરનાર શ્રી જીવરાજભાઈ એ બધાથી સાવ અલિપ્ત જ રહ્યા! સેવાધર્મને વરેલી આવી વિશિષ્ટ વ્યક્તિનું કાર્યક્ષેત્ર માત્ર નગરપાલિકા પૂરતું જ મર્યાદિત રહે એ ન બનવા જેવી વાત છે. તેમાં ય સાચદિલ અને શક્તિશાળી કાર્યકરોની અછતના આ યુગમાં તો આપણે આવા નિષ્કામ કાર્યકરને શોધતા-ઝંખતા જ હોઈએ છીએ. એટલે શ્રી જીવરાજભાઈની શક્તિ અને સેવાવૃત્તિનો લાભ લેવા આપણી ધાર્મિક-સામાજિક સંસ્થાઓ પ્રેરાઈ એ સાવ સ્વાભાવિક છે. અને, એ સ્વીકારવું જોઈએ, કે કોઈ પણ સંસ્થા દ્વારા જનસેવા કરવાની તક તેઓએ ક્યારેય જતી કરી ન હતી. આથી કચ્છી સમાજની તેમ જ મુંબઈના જૈન સમાજની સંખ્યાબંધ સંસ્થાઓ સાથે તો તેઓ સક્રિય રીતે સંકળાયેલા હતા જ. ઉપરાંત મુંબઈ શહેર તથા રાજ્યની સંખ્યાબંધ પ્રવૃત્તિઓ સાથે પણ તેઓ ગાઢ રીતે જોડાયેલા હતા. માપબંધીસલાહકાર-સમિતિ, નેશનલ લીગ ઑફ મૅન(? પૅન ?)-ફ્રેન્ડ્ઝ, કાઉન્સિલ ઑફ ચાઈલ્ડ વૅલ્ફેર, ઍનિમલ વૅલ્ફેર બોર્ડ, મહારાષ્ટ્ર રાજ્ય મદ્યનિષેધ સમિતિ, પ્રિન્સ ઑફ વેલ્સ મ્યૂઝિયમ, લાયન્સ ક્લબ ઑફ નોર્થ બૉમ્બેની યુવક-પ્રવૃત્તિ જેવી સંખ્યાબંધ-પ્રવૃત્તિઓને એમને પોતાની બનાવી હતી. વળી શિક્ષણ-સંસ્થાઓમાં તો એમને વિશેષ રસ હતો. કંઈ બોલવાનો પ્રસંગ આવતો ત્યારે એમનું વક્તવ્ય હમેશાં ટૂંકું, મુદ્દાસરનું અને સચોટ રહેતું; એમાં હમેશાં દિશાસૂચનનો રણકો સંભળાતો. તેઓને ધર્મ અને ધાર્મિક પ્રવૃત્તિ પ્રત્યે પણ સારી અભિરુચિ હતી. સ્વ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી અને એમની સમાજ-ઉત્કર્ષની પ્રવૃત્તિ પ્રત્યે એમને ખૂબ આદર હતો. Page #575 -------------------------------------------------------------------------- ________________ પર અમૃત-સમીપે આવા એક તેજસ્વી, ભારે આશાપ્રેરક અને સેવાભાવનાથી સુવાસિત જીવનનો માત્ર ૪૭ વર્ષની વયે તા. ૨૦-૧૧-૧૯૬૯ને રોજ, સમ્મેતશિખરની યાત્રા દરમિયાન સાવ અણધાર્યો અકાળે અંત આવ્યો એની નોંધ લેતાં અંતર ઘેરા દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. તા. ૨૧મી નવેમ્બરના રોજ એમના મૃતદેહને મુંબઈ લાવવામાં આવ્યો. એમને સાડાચારસો જેટલી સંસ્થાઓ તરફથી અર્પણ કરવામાં આવેલ ફૂલહાર, એમની સ્મશાનયાત્રામાં બારથી પંદર હજાર જેટલી વિશાળ જનતાની હાજરી, સ્મશાનયાત્રાના આખા માર્ગમાં એમના મૃતદેહ ઉપર મકાનોમાંથી સતત થતી રહેલી પુષ્પવર્ષા, જનસમૂહે એમના વિયોગને કારણે કરેલ કલ્પાંત અને અનેક આગેવાનોએ એમને આપેલી આંસુઝરતી શ્રદ્ધાંજલિ, તેમ જ એમના માનમાં મુંબઈમાં બંધ રહેલાં સંખ્યાબંધ બજારો અને ઍસોસિએશનો એમની લોકપ્રિયતાની કીર્તિગાથા બની રહે એવાં છે. તિર્થસ્ય સ નીતિ અર્થાત્ કીર્તિની સુવાસ મૂકતા જાય છે, તે અમર બની જાય છે. (તા. ૨૯-૧૧-૧૯૩૯) (૧૩) કસાયેલ કચ્છી શ્રી ખીમજી માડણ ભુજપુરિયા શ્રીયુત ખીમજીભાઈ માડણ ભુજપુરિયાના અંગત અને જાહેર જીવન તેમ જ કાર્યની વિગતો ધ્યાનમાં લઈએ છીએ અને મુંબઈના કેવળ કચ્છી સમાજ કે જૈન સમાજની જ નહીં, પણ કોમી કે ધાર્મિક, ઊંચપણા કે હલકાપણા અથવા ગરીબ કે તવંગર જેવા ભેદભાવથી મુક્ત રીતે મુંબઈના વ્યાપક જનસમૂહની સેવા ક૨વાના વ્રતનો જીવનના એક ઉદાત્ત ધ્યેય તરીકે સ્વીકાર કરીને એ માટે નિરંતર ઝઝૂમનાર એક પરગજુ માનવરત્નનાં આપણને આહ્લાદકારી દર્શન થાય છે. આવા નરરત્ન જૈનસમાજમાં જન્મ્યા એ જૈનસંઘને માટે ગૌરવ અને શોભાની વાત છે એમના લીધે જૈન મહાજનોની ઊજળી અને ઉપકારક પરંપરા વિશેષ ઊજળી અને ઉપકારક બની છે. -- શ્રી ખીમજીભાઈ એટલે નખ-શિખ પ્રામાણિકતા, દિલની સચ્ચાઈ, સત્ય તરફની પ્રીતિ, વિચાર-વાણી-વર્તનની એકરૂપતા, શોષણ-અન્યાય-અત્યાચારઅધર્મ-અધંશ્રદ્ધા તરફની ઉગ્ર નફરત, સમાજની પ્રગતિને રૂંધતી કુરૂઢિઓ, જુનવાણી વિચારસરણી અને સંકુચિતતા સામેની જેહાદ, જનસમૂહની સુખાકારી અને ઉન્નતિ માટે અપનાવેલી ક્રાંતિની ભાવના અને બળવાખોર વૃત્તિ એ સર્વનું જીવંત પ્રતીક. શ્રી ભુજપુરિયાના સફળ, યશોજ્વલ, દાખલારૂપ જાહેરજીવનની Page #576 -------------------------------------------------------------------------- ________________ શ્રી ખીમજી માડણ ભુજપુરિયા પપ૩ આ જ ગુરુચાવી છે. એને લીધે તેઓ મુંબઈ જેવી પચરંગી પ્રજાવાળી મહાનગરીના એક આદર્શ અને સમર્થ નાગરિક, વગદાર અને બાહોશ અગ્રણી તથા ગરીબોના બેલી એવા સાચા સેવક તરીકેનું બહુમાન મેળવી શક્યા છે. અત્યારે ૭૮ વર્ષ જેટલી જઇફ ઉમરે અને નાદુરસ્ત તબિયતે પણ, તેઓ એક સાચા સલાહકાર, સમાધાનકાર અને માર્ગદર્શક તરીકે પોતાની સેવાઓ આપતા જ રહે છે. પાઇ-પૈસાના ચણા-મમરા ખાઇને સંતોષ માનવા જેવી આર્થિક ગરીબીને પણ મોજથી માણી-વધાવી જાણનાર ખીમજીભાઈએ, શૂન્યમાંથી સર્જન કરવા જેવી કરામતથી પોતાના કુટુંબને સુખી કરવા સાથે, મુંબઈ શહેરના એક શ્રીમંત સગૃહસ્થ તરીકે જે સફળતા અને નામના મેળવી છે, એની દાસ્તાન નિરાશહતાશ-દુઃખી માનવીમાં પણ આશાભર્યો પુરુષાર્થ અને યુવાનોમાં ઉત્સાહ જગાડે એવી પ્રેરક છે. શ્રી ભુજપુરિયાનું વતન સરળ અને શૌર્યવંતા કચ્છનું ભુજપુર શહેર. એમના અંગત તથા જાહેર જીવનમાં કચ્છની ધરતીના ગુણોનો ફાળો ઘણો મોટો છે. એમના પિતાનું નામ શ્રી માડણ, માતાનું નામ પુરબાઈ, અટક ગાલા (એમણે આ અટક બદલીને “ભુજપુરિયા' રાખી). જ્ઞાતિ વીસા ઓસવાળ. તા. ૩-૮૧૯૦૦ના રોજ એમનો જન્મ. શ્રી માડણના પાંચ પુત્રોમાં શ્રી ખીમજીભાઈ ચોથા. કચ્છમાં વીસા ઓસવાળ જૈન જ્ઞાતિનો મોટા ભાગનો વ્યવસાય ખેતીનો, એટલે શ્રી માડણ ગાલાનું કુટુંબ પણ ખેતી દ્વારા જીવનનિર્વાહ કરવાનો પ્રયાસ કરતું હતું. તેથી શ્રી ખીમજીભાઈને પણ બચપણથી જ ખેતીનું કામ શીખવું અને કરવું પડતું. પણ એમની સતત વિકાસશીલ પ્રકૃતિને લીધે સમય જતાં, ધરતીની ખેતી કરીને અનાજ નિપજાવવાનો એમનો વ્યવસાય તો છૂટી ગયો, પણ એના બદલે લોકકલ્યાણ અને જનસેવાની સતત ખેતી કરતાં રહેવાનો એમને ઘેરો રંગ લાગ્યો. કચ્છમાં વરસાદ ઓછો અને અનિયમિત, એટલે ખેતીની નીપજ ન નિયમિત હોય કે ન એટલી વિપુલ હોય કે જેથી કુટુંબનો અને વ્યવહારનો સામાન્ય નિભાવ પણ થઈ શકે. અને જ્યારે પાક નિષ્ફળ જાય ત્યારે તો કુટુંબની આર્થિક બેહાલીનો કોઈ પાર ન રહે. કંઈક આવી જ આર્થિક આપત્તિથી મૂંઝાઈ-પ્રેરાઈને શ્રી માડણ, એકલા ત્રણ-ચાર વર્ષના શ્રી ખીમજીભાઈને એમનાં દાદીમા સોનબાઈ પાસે દેશમાં મૂકીને, પોતાના કુટુંબ સાથે, પોતાનું ભાગ્ય અજમાવવા મુંબઈ ગયા. આ અગાઉ ૭૦-૭૫ વર્ષથી કચ્છના અનેક ભાઈઓ મુંબઈ ગયા હતા અને ખૂબ સુખી થયા હતા. એટલે કચ્છના વતનીઓ માટે મુંબઈ જવું એ એક રીતે પોતાના વતનમાં જવા જેવું સ્વાભાવિક બની ગયું હતું. Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ અમૃત-સમીપે ખીમજીભાઈ અલબેલી મુંબઈ નગરીની સંપત્તિ અને સાહ્યબીની કંઈ-કંઈ વાતો સાંભળતા, અને એમનું મન મુંબઈ પહોંચી જવા તલપાપડ બની જતું. સમય જતાં એમની આ ઇચ્છા એવી અદમ્ય બની ગઈ કે છેવટે હઠ કરીને તેઓ દેશમાં મળવા આવેલાં પોતાનાં માતા-પિતા સાથે મુંબઈ પહોંચી ગયા ! ત્યારે એમની ઉંમર સાત વર્ષની હતી. એમ લાગે છે કે માતા-પિતાની અનિચ્છા છતાં હઠ કરીને તેઓ મુંબઈ ગયા એની પાછળ શુભ સંકેત છુપાયેલો હતો. મુંબઈમાં એમણે એમના પિતાશ્રીની અનાજની દુકાનમાં કામ કરવાનું અને સાથે ભણવાનું પણ ચાલુ રાખ્યું. બુદ્ધિ તેજસ્વી હતી, અને નવું-નવું ભણવાજાણવાની જિજ્ઞાસા પણ ઉત્કટ હતી. એટલે અભ્યાસમાં અને પરીક્ષામાં તેઓ હમેશાં આગળ રહેતા. પણ ભાગ્યયોગે અંગ્રેજીના પહેલા ધોરણ એટલે કે ગુજરાતીના પાંચમા ધોરણથી અભ્યાસ પડતો મૂકવો પડે અને કુટુંબની કમાણી વધારવા વ્યવસાયમાં એકાગ્ર થવું પડે એવા સંજોગો ઊભા થયા. પણ પોતાનું ધાર્યું ન થાય તેથી હતાશ કે ખિન્ન થવાનું શ્રી ખીમજીભાઈના સ્વભાવમાં જ નહિ. તેઓ પરિસ્થિતિને પારખી જઈને પોતાની પ્રવૃત્તિની કે કાર્યવાહીની દિશાને નવો વળાંક આપવામાં કુશળ હતા. એટલે એમણે પોતાના પિતાના પરિચિત અને પોતાના કુટુંબના હિતસ્વી શેઠ શ્રી ચાંપશી રણશી ગોગરીની દુકાનમાં નોકરી સ્વીકારી લીધી, અને પોતાની કાબેલિયત, કાર્યનિષ્ઠા અને પ્રામાણિકતાથી શ્રી ચાંપશીશેઠનો એવો સ્નેહ જીતી લીધો, કે માત્ર ૧૮-૧૯ વર્ષની વયે જ, શ્રી ચાંપશીભાઈએ એમને પોતાના વેપારમાં ભાગીદાર બનાવી દીધા ! એમના ભાગ્યનો સિતારો ત્યારથી વધુ ને વધુ ખીલતો ગયો. શ્રી ચાંપશીભાઈના સંગથી શ્રી ખીમજીભાઈની આર્થિક સ્થિતિ સુધરવા લાગી એ તો ખરું, પણ એમના સત્સંગથી તથા એમની હેતાળ અને ઉદાર કપાદૃષ્ટિથી શ્રી ખીમજીભાઈને પોતાની શક્તિઓને વધારે ખિલવવાનો અને પોતાની ગુણસંપત્તિ તથા પરગજુવૃત્તિમાં વધારો કરવાનો જે વિરલ લાભ મળ્યો તે અમૂલ્ય હતો; એને આજે પણ તેઓ ઊંડી કૃતજ્ઞતાની લાગણીપૂર્વક યાદ કરે છે. એ બે વચ્ચે પિતા-પુત્ર જેવો આત્મીયતાનો સંબંધ બંધાઈ ગયો હતો. આ રીતે જીવનની પહેલી વીશી થતાં સુધીમાં જેમ શ્રી ખીમજીભાઈના વેપારનો વિકાસ થતાં તેઓ આર્થિક રીતે સધ્ધર બનતા ગયા, તેમ એમના જાહેરજીવનનો તથા સમાજના ગરીબ અને સામાન્ય ગણાતા માનવીઓનાં કામો કરી આપવાની એમની પરગજુવૃત્તિનો પણ વિકાસ થવા લાગ્યો. એ ઉમરે પોતાના વેપાર પ્રત્યે તેઓ ધ્યાન આપતા, તેમ ગરીબ અને પરેશાન મજૂરોની ફરિયાદોની અરજીઓ પણ, કેવળ માનવતાની ભાવનાથી લખી આપતા. Page #578 -------------------------------------------------------------------------- ________________ પપપ શ્રી ખીમજી માડણ ભુજપુરિયા શ્રી ખીમજીભાઈની વિચક્ષણ બુદ્ધિએ તે વખતની રાજભાષા અંગ્રેજીનું મહત્ત્વ બરાબર પિછાણી લીધું હતું. એટલે વેપાર અને સેવાપ્રવૃત્તિની સાથે-સાથે, એમણે ખાનગી વર્ગમાં હાજરી આપીને અને ખંતપૂર્વક મહેનત કરીને, અંગ્રેજીનું સારું જ્ઞાન પણ મેળવી લીધું હતું. એમાં વળી એમણે અંગ્રેજીનું એક જૂનું ટાઈપરાઈટર ખરીદી ટાઈપ કરવાનું પણ શીખી લીધું; એટલે પછી, આવી અરજીઓ લખી આપવાનું કામ તેઓ વધારે મોટા પ્રમાણમાં કરવા લાગ્યા. પોતાની અરજીઓથી દીન-દુઃખી ભાઈઓની ફરિયાદો અને મુસીબતોનું નિવારણ થતું જોઈને એમના સેવાઘેલા આત્માને ખૂબ હર્ષ અને સંતોષ થતો. એમના ભણતર કરતાં એમનું ગણતર અનેકગણું વધારે છે; અને એને ય ચડી જાય એવી છે એમની વ્યાપારી આવડત અને લોકસેવક તરીકેની કલ્યાણબુદ્ધિ. ઉપરાંત સ્વીકારેલી જવાબદારીથી પીછેહઠ કરવાનું એમના સ્વભાવમાં જ નથી. પ્રબળ ઇચ્છાશક્તિ, દૃઢ મનોબળ, કાર્યસૂઝ, પરિશ્રમશીલતા, ગમે તેવું કામ પણ નાનપ કે સૂગ અનુભવ્યા વગર ઉલ્લાસપૂર્વક કરવાની ટેવ, સાહસિકતા, નિર્ભયતા વગેરે અનેક ગુણો અને શક્તિઓ એમને નહીં કલ્પેલી સફળતા અપાવી જાય છે. [આ પછીના બે ખંડિત ફકરાનો સાર : (૧) તેઓ વેપારી આલમમાં ખૂબ પ્રીતિપાત્ર અને પૂછ્યા-ઠેકાણું છે. અનેક અટપટા પ્રશ્નોના ઉકેલ પોતાની કુશાગ્ર-બુદ્ધિથી કાઢી આપે છે. નવું-નવું જાણવાની એમની તાલાવેલી પણ દૃષ્ટાંતરૂપ છે. (૨) મહાત્મા ગાંધીની સ્વાતંત્ર્યની ચળવળમાં પણ તેમણે ઊંડો રસ દાખવીને પોતાનો વિનમ્ર ફાળો આપ્યો હતો. એથી એમનું જીવન નિષ્કલંક, નિઃસ્વાર્થ અને કર્તવ્યનિષ્ઠ રહી શક્યું છે. ] એમના વ્યક્તિત્વને સમગ્રરૂપે મૂલવીએ તો એમાં માનવતામૂલક ધર્મભાવના, નિર્ભેળ રાષ્ટ્રભાવના અને વ્યાપક જનસમૂહની સેવાની ભાવનાનો ત્રિવેણીસંગમ સધાયો છે. તેથી કોઈ પણ સ્થાને સસ્તી કીર્તિ રળવાનો પ્રયત્ન તેઓ ક્યારેય કરતા નથી. ઓછામાં ઓછું બોલવું અને વધારેમાં વધારે કામ કરવું એ એમનો સહજ સ્વભાવ બની ગયો છે. વળી તેઓ મર્દાનગીના પ્રશંસક અને ઉપાસક છે. વેપારી ક્ષેત્ર સાથે સંબંધ ધરાવતી તેમ જ જૈન તેમજ ઇતર સમાજની સેવાના ધ્યેયને વરેલી અનેક સંસ્થાઓની એમણે સ્થાપના કરી-કરાવી છે, તેમ જ આવી અનેક સંસ્થાઓને પોતાની આવડત અને કાર્યનિષ્ઠાનો લાભ આપ્યો છે; અત્યારે પણ યથાશક્તિ આપી રહ્યા છે. એમની રાષ્ટ્રીય ભાવનાને કારણે કેન્દ્ર તથા રાજ્ય સરકારે પણ અનેક પ્રસંગે અનેક કાર્યો માટે એમની સેવાનો લાભ લીધો છે. મુંબઈમાં અનાજના Page #579 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ અમૃત-સમીપે રેશનિંગને વ્યવસ્થિત અને સફળ બનાવવાની એમની કામગી૨ી ખૂબ વખણાઈ હતી. મુંબઈની મ્યુનિસિપલ કૉર્પોરેશનના સભ્ય તરીકે એમણે મુંબઈ શહે૨ની પણ કીમતી સેવા કરી હતી. પોતાના વતન ભુજપુરની વિવિધ સેવા કરવાનું પણ તેઓ ભૂલ્યા નથી. શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સનું સુવર્ણજયંતી અધિવેશન સને ૧૯૫૨માં, મુંબઈમાં, શેઠશ્રી અમૃતલાલ કાળીદાસ દોશીના પ્રમુખપદે મળ્યું, ત્યારે એના સ્વાગતપ્રમુખ તરીકેના પોતાના વક્તવ્યમાં શ્રી ખીમજીભાઈની સમાજના ઉત્કર્ષ માટેની જે વેદના અને જે ખુમારી સાંભળવા મળી હતી તેથી એમના વિશિષ્ટ ચિંતન અને વ્યક્તિત્વનો અભિનવ પરિચય સૌ કોઈને થયો હતો. વળી એમણે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવાઓ આપી છે અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયની પણ નોંધપાત્ર સેવા બજાવી છે. મુંબઈમાં તથા કચ્છમાં સ્થપાયેલી કચ્છની અનેક સંસ્થાઓને પણ એમની આવડત અને ઉદારતાનો લાભ સતત મળતો રહે છે. જૈન સમાજમાં વૈધવ્યને કારણે પીડાતી, પરેશાન થતી અને લાચારીમાં જીવન વિતાવતી વિધવા બહેનોની બેહાલી જોઈને એક ઉદ્દામ કે બળવાખોર વિચારક તરીકે શ્રી ખીમજીભાઈને ખૂબ લાગી આવે છે; એમનો પુણ્યપ્રકોપ જાગી ઊઠે છે. આવી બહેનોના પોતે જાણે સહોદર હોય એવું સંવેદન અનુભવે છે. એમના દુઃખના નિવારણમાં પોતાનો યત્કિંચિત્ ફાળો આપવાના ઉદ્દેશથી પુનર્વિવાહ કરનાર પોતાની જ્ઞાતિની વિધવા બહેનને અમુક રકમ (ઘણું કરી એક હજાર રૂપિયા) ભેટ આપવાની એમણે જાહેરાત કરી છે. એમની ઉદારતાનાં દૃષ્ટાંતો પણ જુઓ : એમનાં પ્રેરણા અને પ્રોત્સાહનથી આંબેડકર ઍજ્યુકેશન સોસાયટી તથા ધી ન્યૂ સ. (?) ઍજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ હતી, શ્રી વલ્લભભાઈ હરિજન વસતીગૃહ રત્નાગિરિ જિલ્લામાં સ્થપાયું હતું, માલગાંવ તાલુકામાં શ્રી એસ. કે. પાટીલ કન્યા વિહાર છાત્રાલય શરૂ થયું હતું અને અતુલની પાસે પારડી તાલુકામાં શ્રી વલ્લભ શિક્ષણ અને સંગીત વિદ્યાલયની ગુજરાત શાખા પાંચેક વર્ષથી શરૂ થઈ છે. (આ સંસ્થા શરૂ ક૨વા માટે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ એક લાખ ત્રીસ હજાર વાર જેટલી વિશાળ જમીન ફક્ત એક જ પૈસે વા૨ના નામના ભાવથી આપી છે.) સને ૧૯૪૫માં એમની અનેકવિધ સેવાઓનું બહુમાન કરવા માટે એમને મુંબઈમાં પોણો લાખ રૂપિયાની થેલી અર્પણ કરવામાં આવી તો એનું એમણે ચેરિટી ટ્રસ્ટ બનાવી શૈક્ષણિક અને વૈદ્યકીય કાર્યોમાં એનો ઉપયોગ કરવાની જાહેરાત કરી. Page #580 -------------------------------------------------------------------------- ________________ શ્રી બાબુરામજી જેને પપ૭ આ રીતે શ્રી ખીમજીભાઈ કેટકેટલી પ્રવૃત્તિઓને કેવી રીતે સફળ કરી શક્યા હશે અને એને માટેનો સમય અને શક્તિ ક્યાંથી મેળવી શક્યા હશે, એનો વિચાર કરીએ છીએ ત્યારે સાચે જ નવાઈ લાગે છે. ખરેખર પ્રબળ ઇચ્છાશક્તિ અને અદમ્ય સેવાવૃત્તિ આગળ કશું જ અશક્ય નથી. જૈનસમાજ, કચ્છપ્રદેશ અને મુંબઈ શહેરના ગૌરવ સમા આ મહાનુભાવનું તાજેતરમાં (તા. ૨૫-૧૧-૧૯૭૮ના રોજ), મુંબઈમાં શ્રી ભાણબાઈ નેણસી મહિલા વિદ્યાલયે રચેલ “શ્રી ખીમજી માડણ ભુજપુરિયા સન્માન-સમિતિ' દ્વારા જે બહુમાન કરાયું તથા એમના “પરમાર્થી જીવન' નામના જીવનચરિત્રનું પ્રકાશન કરાયું, તે અંગે અમે અમારી ખુશાલી વ્યક્ત કરીએ છીએ. તેઓ તંદુરસ્તીભર્યું દીર્ઘ આયુષ્ય ભોગવે એવી શુભેચ્છા સાથે એમને ખૂબ-ખૂબ હાર્દિક અભિનંદન આપીએ છીએ. (તા. ૨૩-૧૨-૧૯૭૮) (૧૪) પંજાબ-સંઘના અગ્રણી લાલા બાબુરામજી જૈન પંજાબમાં જીરાનિવાસી અને લુધિયાનામાં વસેલા લાલા બાબુરામજી જૈનનું લુધિયાનામાં, તા. ર૭-૮-૧૯૬૯ના રોજ, ૩૮ વર્ષની ઉમરે અવસાન થતાં પંજાબ શ્રીસંઘને એક ભાવનાશીલ, શક્તિશાળી અને સેવાપરાયણ નેતાની સહેજે ન પુરાય એવી મોટી ખોટ પડી છે. ભારતનો જૈનસંઘ પણ આવા દિલેર નરરત્નને ગુમાવીને વધારે ગરીબ બન્યો છે. આમ જોઈએ તો લાલા બાબુરામજી પંજાબ જૈનસંઘના એક સમર્થ સુકાની હતા. પણ એમનું ખમીર, એમની કાર્યસૂઝ અને સેવાનિષ્ઠા તો એમને સમગ્ર જૈનસંઘના અગ્રણીઓમાં માન-ગૌરવભર્યું સ્થાન અપાવે એવાં હતાં. પંજાબ બહારના જૈન સમાજને એમના પરિચયનો લાભ મળતો ત્યારે ભાવના અને શક્તિ બંને દૃષ્ટિએ એમની નેતા તરીકેની યોગ્યતાની છાપ પડ્યા વગર ન રહેતી. તેઓ વ્યવસાયે વકીલ હતા, પણ રૂચિની દૃષ્ટિએ વિદ્યાપ્રેમી હતા. એટલે એમનામાં વકીલની ઝીણવટ અને વિદ્વાનની સત્યશોધક દૃષ્ટિનો સમન્વય થયો હતો. તેમના દરેક કાર્યમાં – પછી એ કાર્ય ઘરવ્યવહાર કે વ્યવસાયનું હોય કે સમાજ-ઉત્કર્ષનું હોય – આ ગુણોની પ્રભા વિસ્તરેલી જોવા મળતી. કોઈ પણ કાર્યનો પૂરી વિચારણાને અંતે નિર્ણય કરવો, હાથ ધરેલ કાર્ય બરાબર ગણતરીપૂર્વક સફળ રીતે પાર પાડવું અને દુવિધામાં પડીને કોઈ પણ કાર્યને અડધે રસ્તે પડતું ન મૂકવું એવો દઢ અને નિશ્ચયાત્મક એમનો સ્વભાવ હતો. Page #581 -------------------------------------------------------------------------- ________________ પપ૮ અમૃત-સમીપે વ્યક્તિ અને સમાજનો વિકાસ રૂંધે એવાં રીત-રિવાજો તરફ એમને ભારે અણગમો હતો. જીવન મળ્યું છે તો એનો વિકાસ જ થવો ઘટે – એ સૂત્રથી પ્રેરાઈને સમાજના ઉત્કર્ષ માટે તેઓએ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક અનેક સેવાપ્રવૃત્તિઓને પોતાના જીવનમાં અપનાવી હતી, અને પોતાની વિરલ કાર્યશક્તિ, કાર્યસૂઝ અને કાર્યનિષ્ઠા દ્વારા સફળ બનાવી હતી. રોજ રાત્રે “આજે આપણા હાથે કંઈ ભલાઈનું કામ થયું કે નહીં' એનો સંતોષકારક જવાબ અંતરમાંથી ઊઠતો ત્યારે જ તેઓ સુખની નિદ્રા લઈ શકતા ! પંજાબની શ્રી આત્માનંદ જૈન સભાના તેઓ એક વાર અધ્યક્ષ હતા. બીજી કંઈ કેટલી સેવા-સંસ્થાઓ સાથે તેઓ ઓતપ્રોત થયેલા હતા. પણ એમને મન અધિકાર કે હોદ્દાનું કોઈ મહત્ત્વ ન હતું; એમનો ખરો જીવનરસ તો કામ જ હતું. લાલાજીની પરિશ્રમશીલતા, નિઃસ્વાર્થતા અને રચનાત્મક દૃષ્ટિ પણ દાખલારૂપ હતી. સાહિત્યપ્રવૃત્તિ અને લેખનપ્રવૃત્તિમાં પણ તેઓ જીવંત રસ ધરાવતા હતા. એમનું માર્ગદર્શન મેળવીને બુઝદિલ માનવી બહાદુર બની જતો. ગુરુ વલ્લભ પ્રત્યેની પંજાબ-સંઘની ભક્તિના લાલા બાબુરામજી પણ સાચા વારસદાર હતા. એમનો ધર્માનુરાગ પણ એવો જ આદર્શ હતો. ખાલી સારી-સારી વાતો કરીને રાજી થવાને બદલે બને તેટલી ધર્મકરણી કરીને જીવનને પવિત્ર અને કૃતાર્થ બનાવવા તેઓ સદા ય પ્રયત્નશીલ રહેતા. - અંબાલાની શ્રી આત્માનંદ જૈન કૉલેજ જેવી પંજાબની નાની-મોટી અનેક સંસ્થાઓ શ્રી બાબુરામજીની રચનાત્મક દૃષ્ટિ અને જીવંત સેવાભાવનાની ચિરકાળ સુધી પ્રશસ્તિ સંભળાવતી રહેશે. સને ૧૯૬૦માં પંજાબમાં ભરાયેલ આપણી કૉન્ફરન્સના અધિવેશનને સફળ બનાવવામાં લાલા બાબુરામજીએ અને એમના સાથીઓએ જે ધગશ અને વ્યવસ્થાશક્તિ બતાવી હતી તે યાદ રહી જાય એવી છે. (તા. ૨૨-૧૧-૧૯૭૯) (૧૫) નગરસેવક શ્રી મનસુખભાઈ રાઘવજી દોશી ગીતાકારે એક ભારે પ્રેરક વચન કહ્યું છે : વિશ્વનું કલ્યાણ કરનારનું પોતાનું ક્યારેય અકલ્યાણ થતું નથી. તેથી જ લોકકલ્યાણનો માર્ગ જ આત્મકલ્યાણનો પણ સાચો માર્ગ ગણાયો છે, અને મોટા-મોટા આત્મસાધકોએ એ માર્ગનું અનુસરણ અને અનુમોદન કર્યું છે. સેવાધર્મ યોગીપુરુષો માટે ય દુષ્કર કહેવાવા દ્વારા આત્મકલ્યાણકર હોવાનું જ સૂચવાયું છે. Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૫૯ શ્રી મનસુખભાઈ રાઘવજી દોશી શ્રી મનસુખભાઈ દોશી લોકકલ્યાણમાં આત્મકલ્યાણનું દર્શન કરતા આવા જ એક સેવાઘેલા નવયુવક હતા. યૌવનના થનગનાટને સેવામાર્ગે વાળીને એમણે પોતાના જીવનને તો ધન્ય બનાવ્યું જ, પણ સેવામાર્ગનો મહિમા પણ વધાર્યો. ૪૩ વર્ષની પાંગરતી વયે તો પ્રભુના આ પ્યારાએ પોતનું જીવન સંકેલી લીધું ! એમનું વતન સુરેન્દ્રનગર. પિતાનું નામ રાધવજીભાઈ અને માતાનું નામ રંભાબહેન. મહાત્મા ગાંધીજીના અસહકારયુગના ઉષઃકાળ સમયે, તા. ૧૦-૧૧૯૧૯ના રોજ એમનો જન્મ; કર્મયોગની પ્રેરણાનું અમૃતપાન જાણે એમને પારણામાં જ લાધી ગયું. શ્રી મનસુખભાઈ જરાક સમજણા થયા અને નિશાળમાં જવા લાગ્યા કે એમનો જાહેર જીવનનો અને લોકસેવાનો ૨સ જાગી ઊઠ્યો; અને નવીન વિચારધારાઓને ઝીલવી એ તો એમને મન રમત વાત ! તેઓ વિદ્યાર્થી હતા ત્યારથી જ વિદ્યાર્થીસંઘ રચવો, યુવકમંડળની આગેવાની લેવી, નવા વિચારોનો પ્રચાર ક૨વો, જુનવાણી પ્રથાઓ ત૨ફ અણગમો દર્શાવવો – એ જ જાણે એમનું જીવનકાર્ય બની ગયું હતું, અને અભ્યાસનું સ્થાન તો ગૌણ બની ગયું હતું. એક બાજુ જાહેરજીવનની તાલાવેલી અને બીજી બાજુ અભ્યાસની તાણખેંચ આ નેતરાંથી શ્રી મનસુખભાઈનું મન સદા વલોવાયા કરતું હતું. એવામાં દૂધમલ દાંતવાળા એ યુવકે મહાત્માજીના ૧૯૩૦ના વિરાટ સ્વાતંત્ર્ય-સંગ્રામનો સાદ સાંભળ્યો, અને એનો શક્તિશાળી આત્મા જાગી ઊઠ્યો. તેઓ બાળવાનરસેનાના એક અદના સૈનિક બની ગયા. પછી તો પ્રભાતફેરી, પિકેટિંગ, મીઠાનો સવિનય કાનૂનભંગ એ જ એમની પ્રવૃત્તિનાં કેન્દ્ર બની ગયાં. મનને જો મોજ પ્રમાણે મ્હાલવા મળતું હોય તો ભણતરનું ભલે ગમે તે થાય ! પણ હજી ઉંમર નાની હતી. ૧૯૩૮ની હરિપુરા કૉંગ્રેસ આવી. એ કૉંગ્રેસે શ્રી મનસુખભાઈની કાયાપલટ કરી નાખી : તેઓ રાષ્ટ્રવાદી અને ખાદીધારી બની ગયા, ગાંધીજી એમની પ્રેરણાનું સ્થાન બની ગયા. રાજકોટમાં જવાબદાર રાજ્યતંત્રની લડત જાગી ઊઠી, તો રાજકોટના સીમાડા જેવા સુરેન્દ્રનગરમાં શ્રી મનસુખભાઈથી શાંત શી રીતે બેસી શકાય ? તેઓ પણ એક ટુકડીના આગેવાન બનીને રાજકોટ પહોંચી ગયા. આ અરસામાં એમનો અભ્યાસકાળ અથડાતો-કુટાતો પૂરો થયો અને જીવનની બીજી વીશીના આરંભમાં તેઓ ધંધા માટે બર્મા પહોંચ્યા કદાચ એમનાં માતાપિતાએ વિચાર્યું હશે કે આવા દેશઘેલા અને સેવાઘેલાને દૂર મોકલ્યો જ સારો ! બર્મામાં આ સેવાઘેલા યુવાનને ભગવાન બુદ્ધનો વહુનઽહિતાય વડુબનમુઆયનો લોકકલ્યાણનો માર્ગ ગમી ગયો; પણ વધુ અભ્યાસ અને સંપર્કનો લાભ મળે એ પહેલાં એમને સ્વદેશ પાછા ફરવાનું થયું. Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૦ અમૃત-સમીપે દેશમાં પાછા આવ્યા પછી એમણે મોન્ટેસરી પદ્ધતિથી બાળશિક્ષણના પ્રસાર માટે બાલમંદિરની સ્થાપના કરી, મેલેરિયાના ઉગ્ર ઉપદ્રવમાં લોકોને રાહત આપવા માટે વ્યાપારીમંડળ-દવાખાનાની સ્થાપના કરી અને દર્દીઓને દવા અને મોસંબી વિનામૂલ્યે કે અલ્પમૂલ્યે મળી રહે એવી વ્યવસ્થા કરી. પચીસેક વર્ષની વયે પહોંચેલા શ્રી મનસુખભાઈની સેવાપ્રવૃત્તિનો એ ઉષઃકાળ. ૧૯૪૩-૪૪માં તેઓ મુંબઈ પહોંચ્યા. ગયા તો હતા એ વેપાર ખેડવા, પણ એમણે મુંબઈમાં જઈને લોકસેવાની ખેતી શરૂ કરી ! અને મુંબઈમાં રહ્યા-રહ્યા સુરેન્દ્રનગરની જનસેવાની પ્રવૃત્તિઓ નિશ્ચિતપણે ચાલતી રહે અને નવી-નવી વિકસતી રહે એનું તેઓ ધ્યાન રાખતા ગયા. અને આ સેવાવ્રતી મહાનુભાવને સેવાવ્રતીઓનું અને સખાવતીઓનું એક જૂથ પણ મળી ગયું; કાળક્રમે એમની સેવાપ્રવૃત્તિઓ શતમુખે વિકસવા લાગી, અને ધીમે-ધીમે સુરેન્દ્રનગર કેળવણી અને બીજી સંખ્યાબંધ સેવાસંસ્થાઓનું તીર્થધામ બની ગયું. એક વખતનું સામાન્ય વઢવાણ-‘કાંપ' (કૈંપ) આજે બાળમંદિરથી લઈને ઉચ્ચ કેળવણીનાં વિદ્યાધામો, કન્યાશાળાઓ, છાત્રાલયો અને આરોગ્ય તથા લોકસેવાને વરેલી અનેક સંસ્થાઓથી શોભતું, ઝાલાવાડ જિલ્લાનું નમૂનેદાર શહેર બની શક્યું છે; અને હવે તો ત્યાં નાનામોટા ઉદ્યોગો પણ વિકસી રહ્યા છે. એમાં શ્રી મનસુખભાઈનો ફાળો કંઈ નાનોસૂનો નથી ખરી રીતે એમણે જ પ્રાણરૂપ બનીને આ બધી સંસ્થાઓને વેગ આપ્યો છે. બાળકેળવણી-મંડળ અને સુરેન્દ્રનગર ઍજ્યુકેશન સોસાયટીએ, શ્રી મનસુખભાઈની પ્રેરણાથી, જાણે કેળવણીના ક્ષેત્રે સુરેન્દ્રનગરની કાયાપલટ જ કરી દીધી છે. સુરેન્દ્રનગરનાં દવાખાનાં પણ માન મુકાવે એવાં છે. એકેએક જાતની સારવારની ત્યાં જોગવાઈ થઈ ગઈ છે; અને બાર લાખના ખર્ચે તૈયાર થઈ રહેલ મહાત્મા ગાંધી હૉસ્પિટલ તો શહેરનું નાક અને મનસુખભાઈની સેવાપ્રવૃત્તિનું સ્મારક બની રહ્યું છે. બહેનો માટેનું વિકાસ-વિદ્યાલય આજે નિશ્ચિતપણે કામ કરી રહ્યું છે, કસ્તૂરબા સેનેટોરિયમ લોકોને રાહત આપી રહ્યું છે, અંધવિદ્યાલય, અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ કંઈક દીન-દુઃખીજનોને આશ્વાસનરૂપ બની રહ્યાં છે. આ બધી સંસ્થાઓ શ્રી મનસુખભાઈનું જીવંત સ્મારક બની રહેશે. સુરેન્દ્રનગરની જૈન સંસ્થાઓને પણ શ્રી મનસુખભાઈએ ખૂબ સેવાઓ આપી હતી. વળી એમની આકાંક્ષા તો સણોસરાની લોકભારતી જેવી લોકશિક્ષણની સંસ્થા સુરેન્દ્રનગરના આંગણે ઊભી કરવાની હતી, અને આ માટે એમણે કેટલીક પૂર્વતૈયારી પણ કરાવી હતી. Page #584 -------------------------------------------------------------------------- ________________ શ્રી નાગકુમારભાઈ મકાતી ૫૯૧ નવાઈની વાત તો એ છે કે મુંબઈમાં પોતાનો દવાનો વેપાર ખેડતાં-ખેડતાં એમણે જનસેવાની અને સુરેન્દ્રનગરના શતમુખ વિકાસની પ્રવૃત્તિ સફળ રીતે પાર પાડી હતી ! અને મુંબઈના સુરેન્દ્રનગર મિત્રમંડળના તો એ માત્ર મંત્રી જ નહીં, એનો આત્મા જ હતા. પાતળો દેહ, તેજ વેરતી આંખો, હાસ્ય વેરતું મોહક મુખ, સદા વિનોદ વર્ષાવીને કર્તવ્યની ખેતીને નિપજાવી લેતી વાણી અને ઠાવકાઈભરી રીતભાતથી શ્રી મનસુખભાઈનું વ્યક્તિત્વ ભારે આકર્ષક બનેલું હતું. કામનો ગમે તેટલો ભાર માથે હોય, પણ શ્રી મનસુખભાઈના મુખ ઉપર તે ક્યારેય જોવા ન મળે. આમ વેપારનું અને સેવાનું નાનું-મોટું કામ વણઅટક્યું ચાલ્યા જ કરે એ શ્રી મનસુખભાઈની બુદ્ધિની અને કાર્યદક્ષતાની અસાધારણ ખાસિયત હતી. દાતાઓ જાણે શ્રી મનસુખભાઈના કામણને વશ હતા; તેઓ હોંશે-હોંશે ધાર્યા કરતાં સવાયું દાન આપીને છૂટા પડતા. શ્રી તલકશી દોશી જેવા વયોવૃદ્ધ સગૃહસ્થ હોય કે શ્રી મેઘજી પેથરાજ જેવા કાબેલ ઉદ્યોગપતિ અને ભારે ગણતરીબાજ શ્રીમંત હોય; પણ સૌ મનસુખભાઈની વાતને શિરોમાન્ય કરવામાં આનંદ માનતા ! મનસુખભાઈના આ અદ્ભુત વશીકરણનું કારણ હતું લોકસેવા માટે સદા ય તલસતા એમના આત્માના બોલ – આત્માના સીધા-સાદા બોલ અંતરને સ્પર્યા વિના રહેતા નથી. લોકસેવાનો કોઈ ડોળ નહીં, કીર્તિની કોઈ આકાંક્ષા નહીં, સ્વાર્થ સાધવાની કોઈ વૃત્તિ નહીં; કેવળ નિર્ભેળ કર્તવ્યપરાયણતા અને સેવાનિષ્ઠા એ જ શ્રી મનસુખભાઈનો સહજ જીવનક્રમ હતો. અને જતાં-જતાં પણ પોતાનાં નેત્રોનું દાન કરીને “જનસેવા એ જ પ્રભુસેવા'ના સૂત્રનો બોધપાઠ આપતા ગયા. ફૂલ આજે ખીલે છે. અને કાલે કરમાય છે, છતાં એની સૌરભ-સ્મૃતિ ક્યારેય મુરઝાતી નથી. જીવન લાંબું હોય કે ટૂંકું; એને સેવાપરાયણ અને પ્રભુપરાયણ બનાવવું એ માનવીના પોતાના હાથની વાત છે. (તા. ૨૨--૧૯૬૩) (૧૬) સીના સેવાપરાયણ સ્વજન શ્રી નાગકુમારભાઈ મકાતી માનવસમૂહોનાં ભાગ્ય ખીલે છે અને જગતને માનવપુષ્પોની પ્રસાદી મળે છે. એ પુષ્પો માનવતાને ઉજાળતાં જાય છે, સમૃદ્ધ બનાવતાં જાય છે, સજીવન ક તાં જાય છે. એ પોતે કૃતકૃત્ય બનીને માનવસમૂહને કૃતકૃત્ય બનાવતાં રહે છે. Page #585 -------------------------------------------------------------------------- ________________ પહર અમૃત-સમીપે ફૂલડાં ભલે કરમાય, માનવફૂલડાં કદી કરમાયાં જાણ્યાં નથી. એ તો પોતાની સુવાસ પ્રસરાવીને જાણે અન્યત્ર ચાલ્યા જાય છે સ્વજન પરદેશ જાય અને એ નવી ધરતીને અને નવા લોકોને સુરભિત અને બડભાગી બનાવે છે. શ્રી નાગકુમારભાઈ આવું માનવપુષ્પ હતા. એ રીતે -- તેમનું મૂળ વતન તારાપુરા: વડોદરા પાસેના પાદરા પાસેનું નાનું ગામ. એમના પિતા નાથાલાલભાઈ વ્યવસાયે વેપા૨ી. એમણે તારાપુરાથી પાદરામાં નિવાસ કર્યો. નાગકુમારભાઈ એમના એકના એક કર્મશૂર પુત્ર; બુદ્ધિ પણ આગવી. એમણે તો પિતાનો વ્યવસાયે બદલ્યો, અને નવું વતન પણ બદલી વડોદરાને પોતાનું વતન બનાવ્યું. સંપત્તિ તો કંઈ હતી જ નહીં; નાગકુમારભાઈને શૂન્યમાંથી જ સર્જન કરવાનું હતું. એમણે સરસ્વતીનાં ચરણો આરાધ્યાં. માતા ભારતી પોતાના ઉપાસકને કદી જાકારો આપતી નથી. બુદ્ધિ તો પહેલેથી જ મળી હતી. શારદાની સેવાએ બુદ્ધિના ઉદ્યાનને ખૂબ ખીલવ્યો. નાગકુમારભાઈએ કાયદાનો અભ્યાસ આરંભ્યો અને સાહિત્યની પણ સેવા શરૂ કરી; કર્મી પુરુષની કાબેલિયત સોળે કળાએ ખીલી ઊઠી. અને કાબેલિયતમાં સેવાની સૌરભ ભળી સોનું અને સુગંધ મળી ગયાં; જાણે જીવનસાફલ્યની ચાવી મળી ગઈ ! શ્રી નાગકુમારભાઈ સાથેની અમારી સ્નેહકેડી બે દાયકા જેટલી જૂની; કેટલાંક એંધાણ તો એથી યે આગળ નીકળી જાય છે. ‘જૈન’ પત્રના સંપાદનકાળમાં છેલ્લા દાયકામાં તો એ સ્નેહસંબંધ ખૂબ ગાઢ : તેમાં ય પાંચ વર્ષ તો કંઈ-કંઈ મધુર સ્મરણો જગવી જાય છે. બે-સવા બે વર્ષ પહેલાં અમે સાથે ગાળેલું એક અઠવાડિયું તો જીવનની અમૂલ્ય મૂડી બની ગયું છે ! લુધિયાનામાં કૉન્ફરન્સનું અધિવેશન હતું. હું એમાં ગયેલો. શ્રી નાગકુમારભાઈ, શ્રી રતિભાઈ (મુંબઈમાં જેમને ત્યાં તેઓ બીમારીમાં ઊતર્યા હતા), મંગળકાકા, જમનાદાસ ઝવેરી અને વાડીભાઈ વૈદ્ય વગેરે સાથે ત્યાં આવેલા. મને કેટલાય વખતથી લાગતું હતું કે મંત્રીઓની પસંદગી કરવાની સત્તા કૉન્ફરન્સના પ્રમુખને મળવી જોઈએ. મેં એ વાત શ્રી મકાતીભાઈને કરી. એમને એ રુચી ગઈ. હું તો કૉન્ફરન્સનો સામાન્ય સભ્ય પણ નહીં, એટલે મારાથી તો શું થઈ શકે ? પણ શ્રી નાગકુમારભાઈએ ભારે કાબેલિયતથી એ વાત પાર પાડી. મારા દિલમાં હતું કે ક્યારેક તેઓને કૉન્ફરન્સના મહામંત્રીપદે બેસારીને એમની સેવાનો વધારે લાભ લઈશું, પણ કુદરતને એ મંજૂર ન હતું. પણ અમારો પંજાબપ્રવાસ એક ચિરસ્મરણીય આનંદ-પ્રવાસ બની ગયો. Page #586 -------------------------------------------------------------------------- ________________ શ્રી નાગકુમારભાઈ મકાતી ૫૭૩ એક જાહેર કાર્યકરનું જીવન કેવું અણીશુદ્ધ, કર્તવ્યપરાયણ અને જવાબદારીના સતત ભાનવાળું હોવું જોઈએ એના આદર્શ રૂપ નાગકુમારભાઈનું જીવન હતું. પોતાની નામના વધારવા ખાતર કોઈ પણ જાહેર કાર્ય કે જાહેર સંસ્થા સાથે શોભાના ગાંઠિયાની જેમ જોડાવું એ એમના સ્વભાવમાં જ ન હતું. લીધેલ કાર્ય માટે પોતાની સમગ્ર શક્તિઓ કામે લગાડી દેવી અને બાંધેલ સંબંધને સોળે કળાએ દીપાવીને જ આરામ કરવો એ શ્રી નાગકુમારભાઈના જીવનનો આનંદ હતો. આ અજબ કીમિયાને લીધે શ્રી નાગકુમારભાઈ એમના થોડા પણ પરિચયમાં આવનાર વ્યક્તિ કે સંસ્થાના અંતરમાં સ્નેહી, સ્વજન, મિત્ર, મુરબ્બી કે માર્ગદર્શક તરીકેનું પ્રેમ-આદર-બહુમાનભર્યું સ્થાન મેળવી લેતા, અને સૌ-કોઈના સાચા સાથી બની જતા હતા. વ્યવસાયે તેઓ એક નિપુણ કાયદાશાસ્ત્રી હતા. પોતાની સચ્ચાઈ, પ્રામાણિકતા, કુશાગ્રબુદ્ધિ, અભ્યાસપરાયણતા અને કાબેલિયતને કારણે એમણે એમાં એવી નામના મેળવી હતી અને એમની પાસે એટલા બધા દાવા આવતા કે એ બધાને પહોંચી વળવા ઉપરાંત જાહેરસેવાનાં કાર્યો માટે તેઓ સમય કેવી રીતે મેળવી શકતા હશે એ જ નવાઈ ઉપજાવે એવી બીના છે. પણ એમનું જીવન કેવળ અર્થપરાયણ બનવાને બદલે સેવાની સર્વકલ્યાણકારી ભાવનાથી એવું તો રંગાયેલું હતું કે પોતાના હૃદયને આનંદ આપતી એવી પ્રવૃત્તિઓને માટે તેઓ પોતાનાં સમય, શક્તિ અને ધનનો વ્યય કરતાં કદી પાછા પડતા ન હતા. વડોદરા શહેરની જનસેવાની સામાજિક, ધાર્મિક, રાષ્ટ્રીય, શૈક્ષણિક, સાહિત્યિક કે બીજા ગમે તે પ્રકાર પ્રવૃત્તિ સાથે શ્રી નાગકુમારભાઈનો સંબંધ હોય જ હોય; અને એમની શક્તિઓનો લાભ એને મળતો જ હોય. શ્રી નાગકુમારભાઈએ આ રીતે સમગ્ર વડોદરાના હૃદયમંદિરમાં સ્થાન મેળવી લીધું હતું. વડોદરા જૈનસંઘના તો શ્રી મકાતીભાઈ સ્તંભ કે શ્વાસ અને પ્રાણ જ હતા. સંઘની પ્રવૃત્તિઓને સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં, સંઘની એકતા ટકાવી રાખવામાં, બધા ય જૈન ફિરકાઓ વચ્ચે ભ્રાતૃભાવની લાગણીને ટકાવી રાખવામાં, જૂની-નવી પેઢી વચ્ચેની સાંકળ તરીકે કામ કરવામાં અને જૈનધર્મનો મહિમા વધારવામાં એમણે જે અમૂલ્ય સેવાઓ આપી છે તે વીસરાય એવી નથી. એક જાહે૨ જૈન કાર્યકર તરીકે તો કૉન્ફરન્સ, મહાવીર જૈન વિદ્યાલય તેમ જ એવી જ બીજી અખિલ ભારતીય દરજ્જો ધરાવતી સંસ્થાઓ દ્વારા સમસ્ત જૈન સમાજને એમની સેવાઓનો લાભ મળ્યો હતો. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વડોદરા-શાખાનો વિકાસ તો શ્રી નાગકુમારભાઈની જીવંત પ્રશસ્તિ છે. Page #587 -------------------------------------------------------------------------- ________________ પ૬૪ અમૃત-સમીપે સાહિત્યનો શોખ પણ એમનો જેવો-તેવો ન હતો. વીર દયાળદાસ" નવલકથાના તેઓ પ્રણેતા હતા, અને નાના-મોટા સંખ્યાબંધ લેખો એમની કલમની પ્રસાદીરૂપે આપણને મળ્યા હતા. “જૈન'નાં પાનાંઓ પણ એમની સચોટ કટાક્ષભરી કલમથી અનેક વાર ધન્ય બન્યાં છે એ અમારા વાચકોને યાદ હશે. એકંદરે તંદુરસ્ત શરીર, અને ઉંમર પણ પંચાવન વર્ષની જ; મનમાં તો કલ્પના ય ન આવે કે આ ઉંમરે શ્રી નાગકુમારભાઈ ચિરનિદ્રામાં પોઢી જશે ! બાકી તો જીવન લાંબું હોય કે ટૂંકું, જેણે સેવાને જીવનમંત્ર બનાવ્યો તે કૃતાર્થ થઈ ગયા ! (તા. ૨૧-૭-૧૯૧૨, તા. ૨૮-૭-૧૯૬૨) (૧૭) સ્વસ્થતા, સેવા, સહૃદયતાનો ત્રિવેણીસંગમ શ્રી કુંદનમલજી ફિરોદિયા જેમની વૃત્તિ હંમેશાં જીવનશુદ્ધિને ઝંખતી હોય અને જેમની પ્રવૃત્તિઓ નિરંતર વ્યવહારશુદ્ધિ માટે જાગરૂક અને સેવાપરાયણ રહેતી હોય એવી વ્યક્તિઓ અમુક માનવસમાજની જ નહીં, આખી દુનિયાની અમૂલ્ય સંપત્તિરૂપ બની રહે છે – ભલે પછી એનું સેવાક્ષેત્ર સ્થિતિ અને સંયોગોને કારણે મર્યાદિત હોય. સ્થાનકવાસી જૈન સમાજના વયોવૃદ્ધ આગેવાન શ્રી ભાઉસાહેબ કુંદનમલજી ફિરોદિયા માનવસમૂહને માટે અમૂલ્ય સંપત્તિરૂપ આવા કલ્યાણકામી પુરુષ છે. સ્વસ્થતા, સત્યપરાયણતા અને ન્યાયયુક્તતા એ એમના જીવનમાં વણાઈ ગયેલ સદ્ગણો છે. ઉતાવળ એમને કદી ખપતી નથી; એમની ધીરજે ક્યારેય ખૂટતી નથી. ભારે મૂંઝવતા અને બુદ્ધિની આકરી કસોટી માગી લેતા પ્રશ્નો કે પ્રસંગો વખતે પણ તેઓ પહાડની જેમ સ્વસ્થ રહીને એનો મર્મસ્પર્શી વિચાર કરી શકે છે. સાચી વાતને સૌમ્ય રીતે, વિવેકપૂર્વક, છતાં મક્કમપણે સામાની સમક્ષ રજૂ કરવાની અને વળગી રહેવાની એમની શક્તિ વિરલ છે. અને છતાં તેઓ પોતાની સુજનતા, સરળતા અને સહૃદયતાની સુવાસ ચોમેર ફેલાવી શકે છે એ એમના જીવનની સર્વોપરિ વિશેષતા છે. શ્રી ફિરોદિયાજી, જેવા મિતભાષી છે એવા જ ઊંડા – તલસ્પર્શી અને મર્મગ્રાહી – ચિંતક છે. તેથી જ તેઓનાં વાણી અને વિચાર સામાનાં અંતરને સ્પર્શી ગયા વગર નથી રહેતાં. એમનું વર્તન પણ એમનાં વાણી અને વિચારને અનુરૂપ જ હોય છે. આ રીતે શ્રી ફિરોદિયાજી વિત્તે વાવ ક્રિયાયાં જ મહતાબેતા (મોટા માણસોનાં મન, વચન અને કાયામાં એકરૂપતા હોય એ ઉક્તિ પ્રમાણે મોટા પુરુષ તરીકેના બહુમાનના અધિકારી બની જાય છે. Page #588 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુંદનમલજી ફિરોદિયા પકપ સેવા શ્રી ફિરોયાદિયાજીના જીવનનું પવિત્ર ધ્યેય બની ગયેલ છે. જે સેવાધર્મને આપણા નીતિવિશારદોએ યોગીઓને માટે પણ અગમ્ય લેખ્યો છે, એની દીક્ષા જાણે આજન્મ મળી હોય એ રીતે, કોઈ પણ પ્રકારના આડંબર વગર તેઓ સેવાના ક્ષેત્રને પોતાનું બનાવી લે છે. સમાજ, ધર્મ અને રાષ્ટ્ર એ ત્રણે ય ક્ષેત્રની સમાનભાવે સેવા કરીને શ્રી ફિરોદિયાજીએ પોતાની સેવાપરાયણતાની સમતુલા પણ ભારે કુનેહપૂર્વક જીવનમાં જાળવી જાણી છે. અહમદનગરના તેઓ વતની; ૧૮૮૫માં એમનો જન્મ. વ્યવસાયે તેઓ ધારાશાસ્ત્રી – સદા ય સમયની તંગી વરતાય એવા અને જેટલો સમય વધુ કામ કરો એટલું વધુ અર્થોપાર્જન થાય એવા કુશળ અને નામાંકિત ! પણ તેમનું આંતરિક ખમીર એવું નીકળ્યું કે તેઓ આ ધંધા છતાં અર્થલોલુપતામાં ન ફસાયા; એટલે કે નહીં, સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવામાં ઊભા થતા અનેક કોયડા કે ઉકેલમાં પોતાની વિચક્ષણ બુદ્ધિનો ઉપયોગ કરી લીધો! અહમદનગર મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકેની એમની કારકિર્દીને હજી પણ લોકો સંભારે છે. દેશના સ્વાતંત્ર્યયુદ્ધના એક નિષ્ઠાવાન સૈનિક તરીકેની એમની નામના પણ ન ભૂંસાય એવી છે. અને મુંબઈ ધારાસભાના એક સત્યપ્રિય, ન્યાયપ્રિય, તટસ્થ “સ્પીકર તરીકે એમણે જે કામ કરી બતાવ્યું, એથી તો તેમની કીર્તિની સુવાસ ચોમેર પ્રસરી ગઈ છે. મહાત્મા ગાંધીજીનું જીવન અને કાર્ય, બીજા લાખો દેશવાસીઓની જેમ જ શ્રી ફિરોદિયાજી પર પણ કામણ કરી ગયું. એક ધર્માનુરાગી ઠરેલ વ્યક્તિ તરીકે ગાંધીજીની, ત્યાગ અને બલિદાનની ભાવનાથી સભર, અહિંસક, શાંત સ્વાતંત્ર્યલડતની વાત એમને ખૂબ ગમી ગઈ; તેઓ ગાંધીજીના સાચા અનુયાયી અને દેશના સાચા સેવક બની ગયા. એ રીતે પોતાના જિલ્લામાં અને મહારાષ્ટ્ર પ્રાંતમાં (જૂના મુંબઈરાજ્યમાં) પણ તેઓ ખૂબ આદર અને બહુમાનભર્યું સ્થાન ભોગવતા હતા; એથી જનસમૂહમાં તેઓ “ભાઉસાહેબ'ના વહાલભર્યા-માનભર્યા નામથી ઓળખાતા હતા. એમના જીવનમાં તાણા-વાણાની જેમ વણાઈ ગયેલ સમતા અને સ્વસ્થતા તથા શાંતિ અને શાણપણને લીધે, તેમ જ એમની ઉદાર, ગુણગ્રાહક, સત્યશોધક ધર્મરુચિને લીધે આપણે એમને આદર્શ જૈન તરીકે બિરદાવી શકીએ. સ્થાનકવાસી શ્રમણ-સમુદાયમાં એક આચાર્યની આજ્ઞામાં સૌ રહે એવી નવી પ્રણાલિકા સ્થાપિત કરીને એ ફિરકાના શ્રમણસંઘની એકતા સાધવા માટે શ્રી ફિરોદિયાજીએ જે જહેમત ઉઠાવી હતી અને જે દૂરંદેશી અને કાર્યશક્તિ દાખવી હતી, એ સોનેરી અક્ષરોએ અંકિત થઈ રહે એવી છે. આનો સાચો લાભ આ સંઘને કેટલો મળ્યો એ જુદી વાત છે; પણ એથી શ્રી ફિરોદિયાજીની સેવાની ધગશ કેવી ઉત્કટ હતી એ તો બરાબર જાણી શકાય છે. Page #589 -------------------------------------------------------------------------- ________________ પકડ. અમૃત-સમીપે વળી, જુદા-જુદા જૈન ફિરકાઓ વચ્ચે પ્રવર્તતા મતભેદો અને વિખવાદોના નિવારણમાં અને એકતાની સ્થાપનામાં સારી રીતે ઉપયોગી થઈ શકે એવું મધ્યસ્થ અને ન્યાયપ્રિય એમનું વ્યક્તિત્વ હતું. કોઈ વાતમાં ઉતાવળા થઈને ઊકળી જવું નહીં, અનુકૂળતા જોઈને વધારે પડતા હરખાઈ જવું નહિ અને પ્રતિકૂળતાઓની સામે હતાશ થવું નહિ; પણ પોતે નક્કી કરેલ ધ્યેયને માટે પોતાની સૂઝ અને શક્તિ પ્રમાણે શાંતિપૂર્વક પ્રયત્ન કરતા રહેવું એ એમનો સહજ સ્વભાવ હતો. એમને જીવનમાં જે કાંઈ સફળતા સાંપડી, એની ગુરુચાવી આ જ હોય એમ લાગે છે. (તા. ૨૬-૧૧-૧૯૬૦ અને તા. ૨૮-૯-૧૯૬૮) (૧૮) વિધાપ્રેમી શ્રેષ્ઠી શ્રી મણિલાલ મોહનલાલ ઝવેરી શ્રી મણિલાલ મોહનલાલ ઝવેરીનું મુંબઈમાં તા. ૩૧-૧૦-૧૯૬૨ના રોજ અવસાન થતાં જાહેર સેવાનો રસ ધરાવતા એક શ્રીમંત પુરુષની આપણને ખોટ પડી છે. શ્રી મણિભાઈ મૂળ પાટણના વતની. એમનાં માતુશ્રીનું નામ મેનાબહેન. એમનો જન્મ તા. ૨૬-૧૧-૧૮૯૭ના રોજ થયેલો. વર્ષોથી તેઓ મુંબઈમાં જઈને વસેલા અને એક કાબેલ ઝવેરી તરીકે એમણે આપણા દેશમાં તેમ જ વિદેશમાં ખૂબ આબરૂ મેળવેલી. પોતાના ઝવેરાતના ધંધામાં તો એમણે યુરોપની નામાંકિત પેઢીઓને પણ હંફાવેલી. ઝવેરાતના વેપાર માટે તેઓએ આઠ વખત યુરોપ અને અમેરિકાનો પ્રવાસ ખેડેલો અને ૧૧ વર્ષ જેટલો સમય એ દેશોમાં વિતાવેલો. વિદ્યાપ્રીતિ અને દેશભક્તિ એ શ્રી મણિભાઈના જીવનની નોંધપાત્ર વિશેષતાઓ હતી. એમની આ વૃત્તિઓ કેવળ મનની ભાવનારૂપ કે નિષ્ક્રિય ન હતી, પણ એ બંનેને એમણે પોતાની પ્રવૃત્તિઓમાં ખાસ સ્થાન આપ્યું હતું. તેઓને સાહિત્ય પ્રત્યે ખાસ રસ હતો, અને કેળવણી તેમ જ સાહિત્યના પ્રચાર માટે તેઓ પોતાથી બનતું કરવામાં આનંદ અનુભવતા. એમની તથા એમના ભાઈની સખાવતથી પાટણમાં એમના પિતાશ્રીના સ્મરણાર્થે સ્થપાયેલ શ્રી મોહનલાલ હેમચંદ જ્ઞાનમંદિર શ્રીમંતોને સરસ્વતીની ઉપાસના માટે પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરવાની પ્રેરણા આપ્યા કરશે. રાષ્ટ્ર-સ્વાતંત્ર્યના આંદોલનમાં શ્રી મણિભાઈએ સક્રિય ભાગ લીધો હતો. એ આંદોલન માટે પોતાથી બનતો આર્થિક સાથ આપ્યો હતો, તેમ જ એ માટે Page #590 -------------------------------------------------------------------------- ________________ શ્રી રામજીભાઈ કમાણી ૫૭૭ બીજા શ્રીમંતો અને વેપારીઓને પ્રેરણા પણ આપી હતી. તેઓ મહાત્મા ગાંધીજી તેમ જ બીજા નેતાઓના સંપર્કમાં રહેતા હતા. પરદેશના પ્રવાસના સમયને બાદ કરતાં તેઓ હમેશાં શુદ્ધ ખાદીનો જ આગ્રહ રાખતા. શ્રી મણિભાઈની જૈનધર્મ ઉપરની આસ્થા, પ્રીતિ અને એના આચારોનું પાલન કરવાની દૃઢતા એક આદર્શ જૈનને શોભા આપે તેવી તેમ જ શ્રીમંતોને ધર્માભિમુખ થવાની પ્રેરણા આપે એવી હતી. પરદેશના વસવાટ દરમ્યાન પણ તેઓ શુદ્ધ શાકાહારનું અને અન્ય જૈન આચારોનું દૃઢતાપૂર્વક પાલન કરતા. અન્ય સમાજ તેમજ યુરોપની જનતા જૈનધર્મ અને એના ઉમદા સિદ્ધાંતોથી પરિચિત થાય એમાં શ્રી મણિભાઈને ખાસ રસ હતો. એ માટે એમણે ‘જૈનધર્મદર્શન’ નામે એક પુસ્તિકા પણ લખી હતી, અને એ કાર્યને તેઓ દરેક રીતે પ્રોત્સાહન પણ આપતા રહેતા હતા. એમનું પહેલું પુસ્તક ‘રગશિયું ગાડું' શ્રી મણિભાઈના સુધારાપ્રિય, રૂઢિવિરોધી માનસનો ખ્યાલ આપે છે. એમની સેવાઓ પામતી અનેક જૈન સંસ્થાઓને એમની ખોટ સાલશે. (તા. ૨૪-૧૧-૧૯૬૨) (૧૯) દૃષ્ટિવંત કર્મવીર શ્રી રામજીભાઈ કમાણી જેમનાં નામ અને કામથી જનની, જન્મભૂમિ અને જાતિ કૃતાર્થતા અને ગૌરવનો અનુભવ કરે એવા એક નરરત્ન, શ્રી રામજીભાઈ હંસરાજ કમાણી જીવનની સફળતા અને ધન્યતાની પાંખે ચઢીને, આપણી વચ્ચેથી તા. ૨૭-૬૧૯૬૫ના રોજ મુંબઈ મુકામે વિદેહ થયા. શ્રી રામજીભાઈ સૌરાષ્ટ્રની ધિંગી ધરતીના સપૂત હતા. તે કાળે સૌરાષ્ટ્રમાં ગાયકવાડ સ૨કા૨ની હકૂમતમાં આવેલું ધારી ગામ, એ એમનું જન્મસ્થાન. તા. ૨૧૨-૧૮૮૮ને રોજ એમનો જન્મ. વિદ્યાભ્યાસ તો કોણ જાણે કેટલો કર્યો હશે; પણ ખમીરવંતી સોરઠભૂમિનું ખમીર એમનામાં વહેતું હતું. કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત નહીં હારવાનું મનોબળ એમને વારસામાં મળ્યું હતું. લીધેલ કામને પાર પાડવા માટે ગમે તેવાં સાહસ અને પુરુષાર્થ ખેડવાની વૃત્તિ તો એમના રોમરોમમાં ધબકતી હતી. એ એક કુશળ અને કાબેલ વણિક્ હતા, એટલે કોઈ પણ કાર્યના અંજામનો અંદાજ અગાઉથી મેળવી લેવો એ એમને માટે જાણે રમતવાત હતી. આવી શક્તિઓ અને આવા ગુણો જ એમની અનેકવિધ સફળતાની ગુરુચાવી-રૂપ હતા. Page #591 -------------------------------------------------------------------------- ________________ પ૬૮ અમૃત-સમીપે ભાગ્યની અજમાયશનો આરંભ એમણે, છેક એ કાળે, કલકત્તા જેટલા દૂરદેશાવરને ખેડવાથી કર્યો એ જ એ બતાવે છે કે એમની નજર કેટલે દૂર સુધી પહોંચતી હતી અને ગમે તે કામ હાથ ધરવામાં એમની મનોવૃત્તિ કેટલો સાથ આપતી હતી. આના લીધે જ તેઓએ સાવ શૂન્યમાંથી કરોડપતિ અને મોટા ઉદ્યોગપતિ તરીકે સફળતા અને કીર્તિ મેળવી હતી. જેમણે વ્યવસાયનો આરંભ કલકત્તામાં વાસણોના એક ફેરિયા તરીકે કર્યો હતો, તેમનો અંત એક વિખ્યાત ઉદ્યોગપતિ તરીકે આવે એ ઘટના જ તેમની સિદ્ધિઓનો ખ્યાલ આપવા પૂરતી છે. એમ લાગે છે કે શ્રી રામજીભાઈએ ઊછરતી વયે જ કદાચ મન સાથે એવી ગાંઠ વાળી હશે કે ભલે નાનો-મોટો, હલકો-ભારે પણ ધંધો જ કરવો; ગમે તેવી લાભકારક અને લોભામણી નોકરી તો ન જ કરવી. નોકરી કરવાથી ભાગ્ય વેચાઈ જાય છે. ઉદ્યોગના ક્ષેત્રમાં એમને સાહસવૃત્તિ અને સફળતાના ગણિતને ખીલવવાનો પૂરતો અવકાશ મળી ગયો. ઍલ્યુમિનિયમના ઉદ્યોગ માટે દેશભરમાં પ્રસિદ્ધિ પામેલી કલકત્તાની મેસર્સ જીવણલાલ એન્ડ કંપનીની સ્થાપનામાં શ્રી રામજીભાઈનો પણ નોંધપાત્ર હિસ્સો હતો. પછી તો દેશમાં અનેક સ્થળોએ એમણે લોખંડ સિવાયની ધાતુઓના અનેક ઉદ્યોગો સ્થાપ્યા અને એમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરી. દેશના આ યુગના નામાંકિત ઉદ્યોગપતિઓમાં શ્રી રામજીભાઈનું નામ સુવર્ણ-અક્ષરોએ અંકિત થાય એવું છે. પણ જેમ શ્રી રામજીભાઈનું નામ દેશના ઉદ્યોગોના ઇતિહાસમાં ગૌરવભર્યું છે, એ જ રીતે દેશની જનતાની સેવાના તેમ જ સમાજસેવાના ઇતિહાસમાં પણ યાદગાર બની રહે એવું છે. નમ્રતા, સરળતા, દાનપ્રિયતા, દયાળુતા અને ધાર્મિક ઉદારતા એમનામાં ભરી પડી હતી. ધર્મે તેઓ સ્થાનકવાસી જૈન હતા, છતાં એમની લોકસેવાની ભાવના ક્યારેય સાંપ્રદાયિકતાને વશ ન હતી. એમની રાષ્ટ્રપ્રિયતા પણ બીજાઓને માટે દાખલારૂપ બની રહે એવી હતી. દેશના અહિંસક સ્વાતંત્ર્ય-સંગ્રામમાં મહાત્મા ગાંધીજીના નિકટના સહવાસી તરીકે એમણે જે ઉદાર સહાયતા આપી હતી એ યાદગાર બની રહે એવી છે. ઇન્ફલ્યુએંઝા જેવા જીવલેણ અને વ્યાપક બની બેઠેલા રોગચાળા વખતે, સૌરાષ્ટ્રમાં થયેલ અતિવૃષ્ટિ વખતે, સૌરાષ્ટ્રમાં ખાદી-ગ્રામોદ્યોગના વિકાસ માટે, તેમ જ ખેતીની વિકાસ માટે શ્રી રામજીભાઈએ જે નિષ્ઠાપૂર્ણ સેવાઓ આપી છે તે માટે આપણે એમના ઓશિંગણ રહીશું. (તા. ૧૭-૭-૧૯૬૫) Page #592 -------------------------------------------------------------------------- ________________ પ૬૯ શ્રી ચંદુભાઈ સારાભાઈ મોદી (૨૦) સેવાના ચિરાગ શ્રી ચંદુભાઈ સારાભાઈ મોદી જૈન સમાજની સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું નામ લેતાં જેમની તથા જેમનાં પિતાશ્રીની અચૂક સ્મૃતિ થઈ આવે, તે શ્રી ચંદુલાલ સારાભાઈ મોદી તા. ૭-૮-૧૯૬૨ના રોજ મુંબઈમાં સ્વર્ગવાસી થતાં જૈન સમાજને શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર સેવા કરનાર એક નિષ્ઠાવાન સેવકની ખોટ પડી. શ્રી ચંદુભાઈનું મૂળ વતન અમદાવાદ. દાયકાઓ પહેલાં પોતાની ધર્મપ્રીતિ અને વિદ્યાપ્રીતિને કારણે દેશ-વિદેશના જૈન-જૈનેતર વિદ્વાનોમાં જાણીતા થયેલા અને જૈન સાહિત્યના પ્રસાર માટે પોતાનાથી બનતું બધું કરી છૂટવાની ધગશ ધરાવનાર સ્વ. શ્રી કેશવલાલ પ્રેમચંદ મોદીના શ્રી ચંદુભાઈ કુટુંબી થાય. શ્રી ચંદુભાઈના પિતાશ્રી સ્વ. શ્રી સારાભાઈ મગનભાઈ મોદીએ ઉચ્ચ કેળવણી માટે દાયકાઓ અગાઉ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને ઘણી મોટી રકમ ભેટ આપીને પોતાની કેળવણી પ્રત્યેની પ્રીતિને સક્રિય રૂપ આપ્યું હતું. આમ આ મોદી-કુટુંબને વિદ્યાપ્રીતિ અને સંસ્કારિતાનો વારસો મળ્યો હોય એમ લાગે છે. શ્રી ચંદુભાઈએ પોતાના વડીલોનો આ વારસો ટકાવી રાખ્યો અને પોતાની ઢબે ખીલવ્યો પણ ખરો. તેઓએ પોતે પણ બી. એ. (ઓનર્સ) સુધીનો અભ્યાસ કર્યો હતો અને એમાં પૂરક વિષય તરીકે સંસ્કૃત ભાષા લીધી હતી. આટલા ઉચ્ચ અભ્યાસ સાથે જીવનમાં ધાર્મિકતાને વણી લઈને તેઓએ પોતાના સંસ્કારવારસાને વધારે સમૃદ્ધ કર્યો હતો. જાહેર જીવન એ જ જાણે શ્રી ચંદુભાઈનું જીવન હતું. પોતાનો વેપારવ્યવસાય સરળ રીતે ચાલતો હોય કે એનો કપરો વખત હોય, પણ એમનો જાહેર જીવનનો રસ ક્યારેય ઓછો થયો ન હતો. આ રસને લીધે તેઓ જૈન સમાજની કેળવણીની કે સમાજસેવાની નાની મોટી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા; એટલું જ નહીં, રાષ્ટ્રસેવાના ક્ષેત્રે પણ તેઓ પાછળ રહેતા ન હતા. દેશની આઝાદીની લડતમાં એક જવાંમર્દની જેમ તેઓએ પોતાની સેવા માતૃભૂમિના ચરણે ધરી હતી, અને જેલવાસને પણ એમણે હોંશભેર વધાવી લીધો હતો. મુંબઈના પરા સાંતાક્રૂઝની રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને આકાર આપવામાં શ્રી ચંદુભાઈ હંમેશા આગળ પડતું સ્થાન ધરાવતા હતા. ત્યાંની કોંગ્રેસ-કમિટીના મંત્રી કે પ્રમુખ તરીકેની જવાબદારી તેઓએ વર્ષો સુધી સફળતાપૂર્વક ઉપાડી હતી. સાંતાક્રૂઝના ખાદીભંડારના સ્થાપક પણ તેઓ જ હતા. બાંદરા મ્યુનિસિપાલિટીના કોંગ્રેસે પસંદ કરેલ સભ્ય તરીકે પણ એમણે નોંધપાત્ર સેવાઓ બજાવી હતી. Page #593 -------------------------------------------------------------------------- ________________ પ૭૦ અમૃત-સમીપે જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ, જૈન વિદ્યોત્તેજક સહકારી મંડળ, માંગરોળ જૈન સભા, શ્રી યશોવિજય જૈન ગુરુકુળ, યુવક સંઘ વગેરે અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય તો એમને મન શ્વાસ અને પ્રાણની જેમ જીવનસર્વસ્વ હતું. તેઓ વિદ્યાલયના પેટ્રન તો હતા જ, ઉપરાંત ૧૮ વર્ષ સુધી એના ટ્રસ્ટી અને ૨૮ વર્ષ સુધી સંસ્થાના માનાર્હ મંત્રી હતા. સંપૂર્ણ બંધારણપૂર્વક અને લોકશાહી ઢબે કામ કરતી સંસ્થાનું મંત્રીપદ ૨૮ વર્ષ સુધી એકધારું નિભાવી રાખવું અને યશસ્વી રીતે શોભાવી જાણવું એ કંઈ જેવી તેવી વાત ન ગણાય. જાણે પોતાની કોઈ પૈત્રિક સંસ્થા જ હોય એવી નિષ્ઠા, એવી મમતા અને એવા ઉત્સાહથી તેઓ સંસ્થાના સંચાલનમાં સક્રિય રસ લેતા હતા. જીવન તો તડકી-છાંયડી કે સૂકી-લીલીનો ખેલ છે; એ ખેલ તો કુદરતના અને માનવીના પોતાના પ્રારબ્ધના નિયત ક્રમ પ્રમાણે ચાલતો જ રહે છે. પણ એવા ઝંઝાવાત વચ્ચે પણ પોતાની સેવાવૃત્તિના પ્રદીપને જળહળતો રાખી શકે છે તે ધન્ય બની જાય છે. શ્રી ચંદુભાઈ આવા જ એક નિષ્ઠાવાન સેવક હતા. (તા. ૨૫-૮-૧૯૯૨) (૨૧) સ્વસ્થતા, નિખાલસતા, શાણપણના ભંડાર શ્રી મનુભાઈ કાપડિયા કરી બતાવવું હોય એટલું જ તોળી-તોળીને બોલવું – વાણીનો આવો સંયમ અત્યારના વર્તમાનપત્રોના, કહેવાતી લોકશાહીના અને વાણીશૂરતાના જમાનામાં વધુ ને વધુ વિરલ બનતો જાય છે; છતાં આવા સમયમાં પણ, વેરાનમાં શીળો છાંયો પ્રસારીને ઊભેલા વડલાની જેમ, એવી વિરલ વ્યક્તિઓ મળી આવે છે જરૂર, જે “વચન રતન મુખ-કોટડી' (વચન તો મુખની કોટડીમાં સંઘરી રાખવા જેવું રત્ન છે) એ શિખામણને અંતરમાં ઉતારીને વાણીની પવિત્રતા સાચવે છે; અને પોતાના ચિત્તની અને જીવનની પવિત્રતાને મજબૂત બનાવે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના માનાર્ય-મંત્રીપદેથી તાજેતરમાં નિવૃત્ત થયેલા શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા આવા જ વાણીના સંયમી છે. એમનો આ સંયમ એમના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગયેલ અનેક સગુણોનો સૂચક બની જાય વાણીના આ સંયમે એમના કથનમાં સચ્ચાઈનું અમૃત રેડ્યું છે – કેવળ કથનમાં જ નહિ પણ તેમના સમગ્ર અંગત જીવન, વેપાર-વ્યવહાર અને Page #594 -------------------------------------------------------------------------- ________________ શ્રી મનુભાઈ કાપડિયા ૫૭૧ જાહેરજીવનમાં પણ. આ યુગની વિલક્ષણ બની ગયેલી વેપા૨ી આલમમાં કાળાબજાર અને કાળું નાણું પોતાનો કેવો દોર જમાવી બેઠાં છે ! આવા વખતમાં, વેપારમાં ખૂંપેલા હોવા છતાં જો શ્રી મનુભાઈ એનાથી અલિપ્ત રહી શક્યા હોય, તો નથી લાગતું કે તેઓ કાજળની કોટડીમાંથી નિષ્કલંક બહાર આવવાની વિરલ લબ્ધિ ધરાવે છે ? તેઓનો વ્યવસાય મોટ૨ના સ્પર-પાર્ટ્સનો છે; એ વ્યવસાયમાં તો કેટલીય મોટી-મોટી માતબર પેઢીઓ અને વ્યક્તિઓ જોડાયેલી છે. છતાં એ વર્તુળમાં શ્રી મનુભાઈનું અને એમના વચનનું ખૂબ માન છે; કારણ કે નિખાલસતા, તટસ્થતા, પ્રામાણિકતા, ન્યાયપ્રિયતા અને સત્યપરાયણતાની તેમની મૂડી અખૂટ છે. વેપારી આલમમાં વિરલ આવી ગુણસંપત્તિના બળે જ તેઓ એક વાર ‘ફૅડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ઑટોમોબાઈલ્સ સ્પર પાર્ટ્સ ડીલર્સ ઍસોસિએશન'ના પ્રમુખપદ સુધી પહોંચી શક્યા હતા. પોતાના વ્યવસાયને કોઈ અંગ્રેજી કંપનીની ઢબે સુવ્યવસ્થિતપણે ચલાવવાની શ્રી મનુભાઈની કાબેલિયત અને કોઠાસૂઝ દાખલારૂપ બની રહે એવી છે. વેપાર હોય, ઘરવ્યવહાર હોય કે જાહેર જીવન; ક્યાંય તેઓ અવ્યવસ્થા કે ગેરવ્યવસ્થાને બરદાસ્ત કરી શકતા નથી. શ્રી મનુભાઈનું જાહેરજીવન ખૂબ સ્વસ્થ, શાંત અને શાણપણથી સભર છે. ચળવળિયા વૃત્તિ, દોડધામ કે કીર્તિની આકાંક્ષાની પરાધીનતા એમને મુદ્દલ ખપતી નથી. સત્તા માટેની પડાપડીમાં તેઓને જરા ય રસ નથી. જે કંઈ કામ સ્વીકાર્યું હોય તે ઠાવકાઈથી, ચીવટ અને નિષ્ઠાપૂર્વક, તેમ જ વ્યવસ્થિતપણે પૂરું કરવાની એમની સહજ પ્રકૃતિ છે. વર્ષો લગી પાલીતાણાના શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળના મંત્રીપદે રહીને, છ વર્ષ સુધી શ્રી મહાવીર જૈન વિદ્યાલયના માનાર્હમંત્રીપદે રહીને અને બીજી પણ કેટલીક સંસ્થાઓ સાથે એક યા બીજા રૂપે સંકળાયેલા રહીને, શ્રી મનુભાઈએ જે ખબરદારીપૂર્વક જાહેરજીવનની જવાબદારીને અને પવિત્રતાને સાચવી બતાવી છે, તે એમની કાર્યશક્તિ અને કાર્યનિષ્ઠાની યશકલગી બની રહે એવી છે. ક્યારેક કડવા થવાનો વખત આવે તો એથી ન મુંઝાવું, પણ ગમે તે સંજોગોમાં પણ સત્ય અને ન્યાયને આંચ ન આવે એ રીતે જ વર્તવું એવી શ્રી મનુભાઈની અણનમ વૃત્તિ વિશેષ આદર જન્માવે છે. -- શ્રી મનુભાઈની આવી સત્યપ્રિયતા, ન્યાયપ્રિયતા, સંસ્કારિતાની પાછળ જેમ એમનું વ્યક્તિત્વ ખડું છે, તેમ ભાવનગરના એમના આણંદજી પરસોતમના સુપ્રસિદ્ધ કુટુંબનો આખો ઇતિહાસ અને એની સંસ્કારઘડતરની આખી પરંપરા પણ ઊભી છે. Page #595 -------------------------------------------------------------------------- ________________ પ૭૨ અમૃત-સમીપે આ નોંધ લખવાનું નિમિત્ત તો શ્રી મનુભાઈ તાજેતરમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના માનાર્ય-મંત્રીપદેથી, છ વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા એ છે. આ નોંધ લખતી વખતે મનમાં એમ થાય જ છે કે આવા બાહોશ, ઠરેલ, શાણા, નિખાલસ અને નિષ્ઠાવાન કાર્યકરનો વિદ્યાલયે વધુ લાભ લીધો હોત, તો સારું થાત. પણ એ તો જેવી ભવિતવ્યતા. બાકી મનુભાઈએ તો જાહેરજીવનની જવાબદારીને નિષ્ઠાપૂર્વક અદા કરવાની એમના વડીલ સદ્ગત શ્રી મોતીચંદભાઈ કાપડિયાએ પ્રસ્થાપિત કરેલી પરંપરાનું યથાર્થ રીતે અનુસરણ કરીને એ પરંપરાને અને પોતાના જીવનને વિશેષ ગૌરવશાળી બનાવ્યાં છે. આવી કાર્યનિષ્ઠા અને ગુણસંપત્તિ માટે અમે શ્રી મનુભાઈને હાર્દિક અભિનંદન આપીએ છીએ, અને તેઓ તંદુરસ્તી અને સુખશાંતિભર્યું સુદીર્ઘ જીવન ભોગવે અને સેવાપ્રવૃત્તિ દ્વારા વિશેષ યશ પ્રાપ્ત કરે એવી અંતરની શુભેચ્છા પાઠવીએ છીએ. (તા. ૨૮-૧૨-૧૯૬૮) (૨૨) સેવાઘેલા શ્રી કિરચંદભાઈ કોઠારી જીવનવ્રત સેવાનું, જીવનકાર્ય કેળવણીના તંદુરસ્ત માધ્યમ દ્વારા ઊછરતી પેઢીને સુસંસ્કારના દાનનું, જન્મ વિત્ત-ઉપાસક વણિકળમાં, મહોબ્બત અકિચન બ્રાહ્મણના જેવી ફકીરી સાથે : શ્રી કિરચંદભાઈ કોઠારીના જીવન અને કાર્યનો આ વિલક્ષણ સાર છે. તા. ૪--૧૯૭૭ના રોજ સુરેન્દ્રનગરમાં આપણા આવા એક આજીવન શિક્ષક અને સંસ્કારદાતા જનસેવકનું અવસાન થતાં એક નિષ્ઠાવાન, નેકદિલ, કર્તવ્યપરાયણ કાર્યકરની વસમી ખોટ પડી. શ્રી કિરચંદભાઈનો જન્મ વિ. સં. ૧૯૫૫માં વઢવાણ શહેરમાં થયો હતો. એમના પિતાનું નામ શિવલાલભાઈ કોઠારી. અભ્યાસ તો નૉનમૅટ્રિક જેટલો; અને અભ્યાસ તરફ એમને વિશેષ રુચિ પણ ન હતી. પણ પરિસ્થિતિને પહોંચી વળવાનું ખમીર એમનામાં હતુંઅને એથી ય વધારે ઉત્કટ હતી એમની જાહેરજીવનની ભાવના અને લોકસેવાની તમન્ના. એમણે આજીવિકા માટે નોકરી કરી, સટ્ટો કર્યો અને મારફતનું કામ પણ કરી જોયું; પણ સેવા અને સંસ્કારના આશક એ જીવને એમાં નિરાંત ન લાગી. લગ્ન તો થયાં જ હતાં; એટલે અલગારી થઈને ફરવું પણ પાલવે એમ ન હતું. અંતરની ભારે વિમાસણનો એ સમય હતો. પણ કુદરતે એને ખરે વખતે સહાય કરી, અને શ્રી કિરચંદભાઈનો જીવનમાર્ગ નિશ્ચિત થઈ ગયો. Page #596 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાંતિલાલ કોરા ૫૭૩ રાષ્ટ્રીયતાનો એ યુગ હતો. સેવાઘેલા કિરચંદભાઈને એ યુગ ભાવી ગયો. એમાં શ્રી પોપટભાઈ, ફૂલચંદભાઈ, ચીમનભાઈ વૈષ્ણવ, શ્રી મણિલાલ કોઠારી વગેરે સૌરાષ્ટ્ર-ઝાલાવાડ-વઢવાણના રાષ્ટ્રસેવક સપૂતોના સત્સંગનું બળ ભળ્યું. તેઓ ગાંધીયુગના એક અદના સૈનિક બની ગયા. એક બાજુ એમનું હીર આદર્શ શિક્ષક તરીકે પ્રગટતું ગયું, બીજી તરફ રાષ્ટ્રમુક્તિના સંગ્રામના સૈનિક તરીકેની એમની કામગીરી પણ ખીલતી ગઈ. બે જુદી દેખાતી પ્રવૃત્તિ પાછળ પ્રેરકબળ એક જ હતું : દુઃખી માનવીને સુખી બનાવવાનું, સાચા સંસ્કારી બનાવવાનું. આ જેલવાસ અને રાષ્ટ્રીય શિક્ષક તરીકેની કામગીરીની સાથે-સાથે એમનામાં ધાર્મિક ભાવના પણ ખીલતી ગઈ. પણ સરવાળે એમનો શિક્ષકનો આત્મા વિજયી બન્યો; તે એમને નવી પેઢીની વચ્ચે દોરી ગયો. તેઓએ આદર્શ ગુરુ બનીને અનેક વિદ્યાર્થીઓના જીવનનું નમૂનેદાર ઘડતર કરવામાં નિજાનંદ અનુભવ્યો. સને ૧૯૩૭માં એમણે સુરેન્દ્રનગરની શ્રી મહેતા પાનાચંદ ઠાકરશી જૈન બોર્ડિંગનું ગૃહપતિપદ સ્વીકાર્યું, અને પૂરાં ત્રીસ વર્ષ સુધી પૂરી સફળતા સાથે એ નભાવી જાણ્યું. આ સમય દરમ્યાન કેટકેટલા વિદ્યાર્થીઓના જીવનનું એમણે સુઘડ ઘડતર કર્યું ! એમનું વાત્સલ્ય વિદ્યાર્થીઓની અમૂલી મૂડી બની ગયું. આવી સાંપ્રદાયિક સંસ્થામાં રહેવા છતાં એમની રાષ્ટ્રીયતા એવી જ જાજ્વલ્યમાન રહી શકી. વળી સુરેન્દ્રનગરની સંખ્યાબંધ સેવા-સંસ્થાઓના વિકાસમાં એમનો નોંધપાત્ર ફાળો હતો. (૨૩) મૌની, કાર્યનિષ્ઠ સેવક શ્રી કાંતિલાલ કોરા ચીનના મહાન ધર્મચિંતક કોન્સ્ટ્રેશ્યસને એક જિજ્ઞાસુએ પૂછ્યું : “કોઈ માણસ શું કરવાથી શ્રેષ્ઠ થાય છે ?” કોન્સ્ટ્રેશ્યસે એનો ટૂંકો અને સ૨ળ જવાબ આપતાં એટલું જ કહ્યું : “જે બોલ્યા પહેલાં કામ કરે છે અને કામ કર્યા પછી પોતાનાં કાર્યોનાં પ્રમાણમાં બોલે છે, તે શ્રેષ્ઠ બને છે.” (તા. ૨૫-૩-૧૯૬૭) કોન્ફ્યૂશ્યસે તો, જેટલું કામ કર્યું હોય તેના પ્રમાણમાં બોલનારને શ્રેષ્ઠ કહ્યો; તો પછી ખૂબ-ખૂબ કામ કરવા છતાં જેને થોડુંક પણ બોલી બતાવવાની ટેવ ન હોય કે એમ કરવું પસંદ ન હોય એને તો અતિશ્રેષ્ઠ જ કહેવો રહ્યો! અને જેને બીજાના મુખે પણ પોતાની પ્રશંસા સાંભળવાનું સારું લાગતું ન હોય એને માટે તો શું કહેવું ? Page #597 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ અમૃત-સમીપે આપણી નામાંકિત શિક્ષણ સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મહામાત્ર અને મુંબઈના જાણીતા કાર્યકર શ્રીયુત કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા અબોલ કર્તવ્યનિષ્ઠાને વરેલા આવા જ એક વિરલ મહાનુભાવ છે. ગમે તેટલો કર્તવ્યભાર ઉઠાવવા છતાં, જળકમળની જેમ, આશા અને અહંકારથી અળગા રહેવાની કળા એમને ઈશ્વરી બક્ષિસરૂપે મળેલી છે. રમૂજમાં કહી શકાય કે શ્રી કાંતિભાઈએ, કર્તવ્યપાલનમાં પોતે મોખરે રહેવા છતાં, એના ફળની આકાંક્ષાથી સાવ કોરા (અલિપ્ત) રહીને પોતાની “કોરા' અટકને સાર્થક કરી છે ! આવી વિરલ કાર્યનિષ્ઠા, સુજનતા, સહૃદયતા, સરળતા અને પરગજુવૃત્તિ જેવા ગુણોને લીધે શ્રી કાંતિભાઈના ચાહકો, મિત્રો અને પ્રશંસકોનો વર્ગ વિશાળ છે, અને એમની વાત્સલ્યભરી સંભાળ નીચે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં સંસ્કારઘડતર પામેલા સેંકડો વિદ્યાર્થીઓ માટે તો તેઓ આદર અને ભક્તિને પાત્ર એક વડીલ તરીકેનું બહુમાનભર્યું સ્થાન ધરાવે છે. સાતેક વર્ષ પહેલાં એમણે પોતાના સ્ફટિક-સમા વિમળ અને યશસ્વી જીવનમાં પચાસ વર્ષ પૂરાં કર્યા ત્યારથી, કોઈ પણ રીતે આપણા આ સતત કર્તવ્યનિષ્ઠ મૂક કાર્યકરનું બહુમાન કરીને સમાજે પોતાની કૃતજ્ઞતાની લાગણી દર્શાવવી જોઈએ એમ શ્રી કાંતિભાઈ કોરાના સૌ પરિચિતોને લાગ્યા કરતું હતું. પણ પ્રશંસા અને જાહેરાતથી સદા ય દૂર રહેવામાં જ આનંદ માનનાર શ્રી કાંતિભાઈના મનમાં એ વાત ઉતારવાનું કામ બહુ મુશ્કેલ હતું. પણ, જાણે હવે સમય પાકી ગયો હોય એમ, પોતાના બહુમાન સામેનો એમનો વિરોધ કંઈક ઢીલો પડ્યો; એ તકનો લાભ લઈને એમના મિત્રો, પ્રશંસકો અને ચાહકોએ એમના બહુમાન માટે “શ્રી કાંતિલાલ ડી. કોરા અભિવાદન સમિતિની મુંબઈમાં રચના પણ કરી છે. સમિતિ દ્વારા એમનું બહુમાન કરવા સાથે એમને એક સન્માનનિધિ અર્પણ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. અમે આ સમિતિનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, અને જૈન સમાજને આવા ઉત્તમ કાર્યમાં પૂર્ણ સહકાર આપવાની ભલામણ કરીએ છીએ. સાચે જ, જૈન સમાજને માટે આ એક ખૂબ આનંદજનક અને ગૌરવપ્રદ સુઅવસર છે. કાંતિભાઈએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલનનું બહુ કપરું કાર્ય જે અનન્ય ધ્યેયનિષ્ઠા, નેકદિલી અને કાબેલિયતથી સફળતાપૂર્વક સંભાળ્યું છે, તે તો વિદ્યાલયના વિકાસના ઇતિહાસની અને એમના જીવનની એક ગૌરવકથા બની રહે એવું છે. શિક્ષણ દ્વારા સમાજનું ઉત્થાન કરવાનો જે પુણ્યયજ્ઞ સ્વર્ગસ્થ દીર્ઘદર્શી આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની પ્રેરણાથી સમાજે શરૂ કર્યો હતો, તેમાં શ્રી કાંતિભાઈ પચીસ વર્ષની યુવાન વયે જોડાયા હતા. સામે આવી પડતાં સત્તા Page #598 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાંતિલાલ કોરા પ૭૫ અને સંપત્તિના પ્રલોભનોથી સર્વથા અલિપ્ત રહીને એકધારાં બત્રીસ વર્ષથી તેઓ એ યજ્ઞમાં એકધારા એટલા જ ઉત્સાહ અને આનંદથી ભાગ લઈ રહ્યા છે એ બીના એમના પ્રત્યે વિશેષ આદર અને સન્માનની લાગણી પ્રેરે એવી છે. શ્રી કાંતિભાઈ વિદ્યાલયના સંચાલનની મોટી જવાબદારી તો ઉઠાવે જ છે; સાથે-સાથે મુંબઈની જાહેર જૈન સંસ્થાઓનો કોઈ કાર્યક્રમ એવો નહીં હોય કે જેને સફળ બનાવવા માટેની અમુક આગળ પડતી જવાબદારી શ્રી કાંતિભાઈને શિરે ન આવતી હોય. એમની કાર્યસૂઝ, લીધેલ કાર્યને ગમે તે ભોગે પૂરું કરવાની કાર્યનિષ્ઠા અને લોકચાહના એવી છે કે કોઈ પણ જવાબદારીવાળા કાર્યને પ્રસંગે એમનું સ્મરણ થયા વગર ન રહે. શ્રી કાંતિભાઈની પ્રકૃતિ પણ એવી મુલાયમ અને પરગજુ છે કે કોઈ કામ માટે ઇન્કાર કરવાનું એમનાથી બનતું જ નથી, અને પોતાની ચાલુ જવાબદારીની સાથોસાથ તેઓ આવી અનેક નવી-નવી જવાબદારીઓને પણ, જેમ સાગર નદીઓને પોતામાં સમાવી દે એમ, ઉલ્લાસપૂર્વક નિભાવી જાણે છે. સમાજમાં આટલા વિશ્વાસપાત્ર બનવા એમને તન-મન-ધનની કેટલી તાણ વેઠવી પડે છે એ તો તેઓ જ જાણે ! આવી વિરલ વ્યવસ્થાશક્તિ અને કાર્યસૂઝ ઉપરાંત એમની બીજી પણ અનેક શક્તિઓ છે. એમની સાહિત્યરુચિ એમને સાહિત્યનું સર્જન કરવા તરફ દોરી જાય એવી છે. ક્યારેક તેઓ કોઈ બાબત અંગે લખે છે ત્યારે એમાં એમની આ શક્તિની ઝાંખી થયા વગર રહેતી નથી. પણ અન્ય પ્રવૃત્તિઓનાં જાળાંમાં એમને આ શક્તિને ન્યાય આપવાનો અવકાશ મળતો નથી. જેમ તેઓ ગુજરાતીમાં તેમ અંગ્રેજીમાં પણ લખી શકે છે. એમના સદ્દગત નાના ભાઈ શ્રી જગમોહનદાસ કોરાના સ્મરણ નિમિત્તે, દર વર્ષે એક પુસ્તકરૂપે પ્રગટ થતી “શ્રી જગમોહનદાસ કોરા સ્મારક પુસ્તકમાળા'માં અત્યાર સુધીમાં પ્રગટ થયેલાં દસ પુસ્તકો શ્રી કાંતિભાઈ કોરાની સાહિત્યરુચિનું જ પરિણામ છે. આ માટે તેઓ દર વર્ષે અમુક ખર્ચનો પણ ભાર ઉઠાવવામાં એક પ્રકારનો આહ્વાદ અનુભવે છે. એકાદ દાયકા પહેલાં તેઓએ, ત્રણ-ચાર વર્ષ માટે, આપણી કૉન્ફરન્સના માસિક મુખપત્ર “જૈનયુગ'ના સંપાદનની જવાબદારી જે રીતે સંભાળી હતી. એમાં પણ એમની સાહિત્યરુચિ અને મુદ્રણની ઊંડી સૂઝનાં સુરેખ દર્શન થતાં હતાં. શ્રી કાંતિભાઈની મુદ્રણની સુરુચિ અને સૂઝ તો વિદ્યાલયના એકેએક પ્રકાશનમાં – રજત-મહોત્સવ-ગ્રંથ, વલ્લભસૂરિસ્મારક-ગ્રંથ, સુવર્ણમહોત્સવ-ગ્રંથ, જૈન આગમ ગ્રંથમાળા વગેરેમાં – સહેજે દેખાઈ આવે છે. શ્રી કોરાની આવી-આવી અનેકવિધ કુશળતા અને શક્તિને કારણે ભગવાન મહાવીરના પચીસસોમાં નિર્વાણ-મહોત્સવની ઉજવણી માટે રચાયેલ સમિતિમાં Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ અમૃત-સમીપે એમને લેવામાં આવ્યા છે. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ-જન્મ-શતાબ્દી-મહોત્સવસમિતિમાં તો તેઓ હોય જ. સ્વર્ગસ્થ સાધ્વીજી શ્રી શીલવતીશ્રીના સ્મરણ નિમિત્તે રચાયેલ ટ્રસ્ટના સંચાલનનો ભાર પણ તેઓ જ વહે છે. મુંબઈમાં રશિયા-ભારતની મૈત્રીને લગતું જે મંડળ છે તેમાં તેઓ જવાબદારીવાળો હોદ્દો ધરાવે છે; અનેક વાર રશિયા જવાનું આમંત્રણ પણ એમને મળેલું છે. પણ આ કાર્યનિષ્ઠ મહાનુભાવને આવા આનંદપર્યટન માટે અવકાશ જ ક્યાં છે ? મજાની અને વિશેષ નોંધપાત્ર બીના તો એ છે કે એમની વધુ આવડત અને અનેકવિધ શક્તિઓ એમને માટે વધારે આવકનું સાધન બનવાને બદલે ઊલટું વધારે ઘસારાનું સાધન બની જાય છે ! આવી નિઃસ્વાર્થ સેવાનિષ્ઠા સૌના અભિનંદન અને અભિવાદનને પાત્ર બને અને સૌને માટે અનુકરણીય બની રહે એ સ્વાભાવિક છે. ગમે તેવા કપરા કે મૂંઝવણભર્યા સંયોગોમાં પણ તેઓ સ્વસ્થતા ગુમાવ્યા વગર, કુનેહ, સરળતા અને સાચદિલીથી માર્ગ કાઢી શકે છે. સચ્ચરિત્રતા અને પ્રામાણિકતા એમનાં જીવન અને વ્યવહાર સાથે સહજપણે એકરૂપ બની ગયેલ છે; અને મોળો કે હલકો વિચાર તો એમને સ્પર્શી જ શકતો નથી. આ રીતે તેઓનું જીવન ઉદાર, ભવ્ય અને ઉચ્ચાશયી બન્યું છે. આ સન્માનનો અવસર સેવાપરાયણતાનું સન્માન કરવા જેવો ઉત્તમ અવસર છે. અમારા માટે તો એ વિશેષ હર્ષનો અવસર છે – શ્રી કાંતિભાઈ દાયકાઓથી અમારા “જૈન” પત્ર પ્રત્યે ખૂબ હિતબુદ્ધિ ધરાવે છે, અને એક શુભેચ્છક મિત્ર તરીકે અવારનવાર માર્ગદર્શન આપતા રહે છે. (તા. ૨૬-૭-૧૯૬૯) યના સમન્વયકાર (૨૪) કૌશલ અને સૌજન્યના સમન્વયકાર ડો. કીર્તિલાલ ભણસાળી નિપુણતાને પગલે-પગલે લોભ, અહંભાવ અને કઠોરતા સહજપણે ચાલ્યાં આવે છે; જ્યારે સુજનતાની પાછળ-પાછળ સેવાભાવના, સહૃદયતા, સંવેદનશીલતા, સરળતા અને કરુણા જેવા ગુણો સ્વયમેવ વિકસે છે. એટલે તો નિપુણતા અને સુજનતાનો સુમેળ મુશ્કેલ લેખાય છે. પણ જ્યારે પણ આવો સુમેળ થવા પામે છે, ત્યારે જીવન માનવતાના ઉત્તમ નમૂનારૂપ બનીને સાચી લોકપ્રિયતાનું અધિકારી બને છે. Page #600 -------------------------------------------------------------------------- ________________ ડૉ. કીર્તિલાલ ભણસાળી ૫૭૭ સ્વર્ગસ્થ ડૉક્ટર કીર્તિલાલભાઈ એમ. ભણસાળી આવા જ એક ખૂબ કૃતાર્થ, લોકપ્રિય અને માણસાઈના પરિમલથી સુરભિત મહાનુભાવ હતા. એમના જીવનમાં એક સિદ્ધહસ્ત તબીબની નિપુણતા અને ગુણિયલતાનો વિ૨લ સુયોગ સધાયો હતો. પોતાના વિષયને લગતી તબીબી વિજ્ઞાનની છેલ્લામાં છેલ્લી શોધોથી માહિતગાર રહેવા તેઓ સદા પ્રયત્નશીલ અને જાગૃત રહેતા, અને એ માટે સમયેસમયે તેઓ વિદેશના પ્રવાસ પણ ખેડતા રહેતા. શુક્લપક્ષના ચંદ્રની જેમ નિત્ય વધતી રહેલી લોકપ્રિયતાને કારણે એમના ઉપર કામનો જે અસાધારણ ભાર આવી પડતો તેને પહોંચી વળવા ઉપરાંત પોતાના વિષયને લગતી નવી-નવી શોધોનો અભ્યાસ કરવાનાં સમય અને શક્તિ તેઓ ક્યાંથી, કેવી રીતે ફાજલ પાડી શકતા હશે એ ખરેખર કોયડો છે. ડૉ. ભણસાળી પોતાના વિષયના નિષ્ણાત અને આધારભૂત એવા વિદ્વાન હતા. પોતપોતાના વિષયનું નિપુણપણું કે નિષ્ણાતપણું તો અનેક વ્યક્તિઓમાં મળી શકે; પણ ડૉ. કીર્તિભાઈને મળેલી અસાધારણ કીર્તિનો પાયો એમની સુવિકસિત સજ્જનતામાં રહેલો હતો. એમનું અંતર સુકુમાર ફૂલ જેવું મુલાયમ હતું, અને દીન-દુઃખી દર્દીઓને જોઈને એ દ્રવી ઊઠતું. ખ્રિસ્તી મિશનરીઓના જેવી માનવસેવાની ભાવનાને અને માનવસેવાને પ્રભુને પામવાના માર્ગરૂપે ડૉ. ભણસાળીએ સ્વીકારી હતી એનું જ આ સુપરિણામ લાગે છે, તેથી જ તો પોતાના તબીબી જ્ઞાનનો માનવસેવાના ઉમદા કાર્યમાં ઉપયોગ કરવાની જે કોઈ નાની-મોટી તક મળતી, તેને તેઓ આનંદપૂર્વક ઝડપી લેતા, અને પોતાની આવડત અને શક્તિનો ઉપયોગ કરવામાં જરા ય કચાશ ન રાખતા. એમની આવી કરુણાપ્રેરિત સેવાભાવનાનો લાભ કેટલી બધી સંસ્થાઓ મારફત કેટલા વિશાળ જનસમૂહને મળ્યો હતો ! એમની પ્રેરણાથી તબીબી સારવારના પરોપકારી ધ્યેયને વરેલી કેટલીક નવી સંસ્થાઓ પણ સ્થપાઈ હતી. આ સંસ્થાઓ પરમાર્થનો માર્ગ ભૂલીને સ્વાર્થપરાયણ બનતી જતી માનવજાતને સેવા અને સત્કાર્યની પ્રેરણા આપતી રહેશે. આવા એક નિષ્ણાત અને પરગજુ ડૉક્ટરનું ૫૮ વર્ષ જેટલી નાની વયે અવસાન એ એમના વિશાળ ચાહક, પ્રશંસક અને ગ્રાહકવર્ગને માટે હોનારત જેવું પોતાના અસંખ્ય દર્દીઓની આ ધન્ય તબીબે આટલી બધી શ્રદ્ધા, પ્રીતિ, ભક્તિ પ્રાપ્ત કરી હતી. જ્યારે પણ તબીબી સલાહની જરૂર પડે, ત્યારે એવા દર્દીને એમની પાસે ગયા વગર નિરાંત ન થતી કે ચેન ન પડતું. જ ગણાય - હૃદયનાં દર્દીના નિષ્ણાત ડૉક્ટરનું હ્રદયના હુમલાના જ કારણે અને તે પણ અઠ્ઠાવન વર્ષની પ્રમાણમાં નાની ઉંમરે અવસાન એ આપણને કુદરતની Page #601 -------------------------------------------------------------------------- ________________ પ૭૮ અમૃત–સમીપે ક્રૂરતારૂપ લાગે એ સ્વાભાવિક છે. પણ તબીબ તરીકેની પોતાની ૩૦-૩૨ વર્ષ જેટલી નિષ્ઠાભરી અને અવિરત કારકિર્દી દરમ્યાન તેઓ જે અસાધારણ કાર્યભાર વહન કરતા રહ્યા, એને માટે પોણોસો વર્ષ પણ ઓછાં પડે. મતલબ કે પોતાનાં ઊંઘ અને આરામ ઉપર કાપ મૂકી-મૂકીને પણ તેઓ પોતાનાં દર્દીઓને સંતોષ આપતા રહ્યા. પણ કુદરતને કોણ છેતરી શક્યું છે ? આપણે જોતા રહ્યા અને તેઓ સદાને માટે વિદાય થયા – જાણે એમનું જીવનકાર્ય પૂરું થયું ! તેઓનું અકાળ અવસાન અતિપરિશ્રમ કરનાર સૌ કોઈને માટે ચેતવણીરૂપ છે – જાણે એમનું મૃત્યુ સુધ્ધાં આવી ચેતવણી બજાવીને ધન્ય બની ગયું ! તેઓનું મૂળ વતન પાલનપુર. મુંબઈમાં, વિખ્યાત શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને તેઓએ દાક્તરી વિદ્યાનો વિશેષ સફળતા સાથે અભ્યાસ કર્યો. બુદ્ધિ કુશાગ્ર હતી, શ્રમ કરવાની પૂરેપૂરી તૈયારી હતી અને વિષયમાં પારંગત થવાની તમન્ના હતી. તેથી વિશેષ અભ્યાસ માટે તેઓ પરદેશ ગયા. પોતાની કારકિર્દીને ખૂબ સફળ બનાવીને તેઓ પરદેશથી પાછા ફર્યા. પછી મુંબઈમાં જ તેઓએ સને ૧૯૪૦થી કન્સલ્ટિંગ ફિઝીશિયન તરીકેનો વ્યવસાય શરૂ કર્યો. એક ડૉક્ટર તરીકે તેઓને યશસ્વી બનાવવામાં અને મોટી સફળતા અપાવવામાં જેમ એમની ઊંડી આવડત અને હૈયા-ઉકલતનો મોટો હિસ્સો હતો, તેમ એમની મધુર પ્રકૃતિ, દર્દીઓ તરફની ઊંડી હમદર્દી અને દર્દીને પૂરેપૂરો સંતોષ આપવાની શાંત વૃત્તિનો પણ ઘણો મોટો હિસ્સો હતો. એમની પાસે જનાર દર્દી આસાએશ અને શાતા અનુભવતો, અને જાણે કોઈ સ્વજન પાસે ગયો હોય એમ પોતાના દર્દની ચિંતા અને તીવ્રતા થોડા વખત માટે વીસરી જતો. - સંસ્કારિતા અને ધર્મ તરફનો અનુરાગ એ ડૉ. ભણસાળીની બીજી વિશેષતા હતી. છેલ્લે-છેલ્લે તો તેઓએ નિયમિતપણે પોતાનો અમુક સમય ધર્મનાં વિચારો અને વાતો સાંભળવા-સમજવામાં વીતે એવી પણ ગોઠવણ કરી હતી. સાધુ-સંતો અને સાધ્વીજી-મહારાજની નિષ્કામભાવે સેવા કરવામાં તેઓ આલાદ અનુભવતા. આ બધાને લીધે તેઓના બોલવામાં અને વર્તનમાં એક પ્રકારની કુલીનતાની સુવાસ પ્રસરી રહેતી. આવા એક બાહોશ, કુશળ અને દયાળુ ડૉક્ટરનું તા. ૧૧-૧૧-૧૯૭૨ના રોજ, મુંબઈમાં સાવ અણધાર્યું અને પોતાની ફરજ બજાવતાં-બજાવતાં જ અવસાન થયું, એ એમના ચાહકો અને પરિચિતોને માટે તેમ જ તબીબી ક્ષેત્રને માટે પણ મોટી ખોટ રૂપ બની રહે એવું વસમું છે. એમને આપણી સાચી શ્રદ્ધાંજલિ તો એમને પ્રિય એવી આપણી સામાન્ય અને ગરીબ જનતાને સહેલાઈથી અને સસ્તામાં તબીબી સારવાર મળી શકે એવી નાની-મોટી સેવા પ્રવૃત્તિ એમની સ્મૃતિમાં Page #602 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ડૉ. કીર્તિલાલ ભણસાળી શરૂ કરવી એ જ છે. આ દૃષ્ટિએ વિચારતાં, ડૉ. ભણસાળીને શોકાંજલિ આપવા માટે મુંબઈમાં ડૉ. શાંતિલાલ મહેતાના પ્રમુખપદે મળેલ સભામાં સ્વર્ગસ્થના જીવન અને કાર્યને અનુરૂપ એવું સ્મારક રચવાનો નિર્ણય કરવામાં આવ્યો, અને તેને અમલીરૂપ આપવા માટે ‘ડૉ. કીર્તિલાલ એમ. ભણસાળી મેમોરિયલ ફંડ કમિટી'ની રચના કરાઈ એ સર્વથા ઉચિત થયું છે. આ પછી જુદી-જુદી જૈન સંસ્થાઓ તરફથી ગોડીજી ઉપાશ્રયમાં, આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી મહારાજના સાન્નિધ્યમાં જે શોકસભા મળી હતી, એમાં પણ સ્મારકરચનાના આ નિર્ણયનું સમર્થન કરવામાં આવ્યું. તેથી આ કાર્યને વધારે બળ અને વેગ મળશે, એવી આશા જરૂર રાખી શકાય. આ સ્મારક-ફંડનો લક્ષ્યાંક પાંચ લાખ રૂપિયા જેટલો નક્કી કરવામાં આવ્યો છે. આ કમિટી તરફથી પ્રગટ કરવામાં આવેલ અપીલમાં કહેવામાં આવ્યું છે ‘વ્યક્તિ ચોક્કસ ધ્યેય લઈને જન્મે છે. રોજ સવાર પડે છે અને સેવાની તક સાંપડે છે' – ડૉ. કીર્તિભાઈ ભણસાળીના આ શબ્દો બહુ અર્થસૂચક છે. જીવનની પવિત્રતાને સમર્પિત થયેલ જીવનધ્યેયને વરેલ આ મહાનુભાવ પરેશાન થતા માનવદેહની વેદના સારી રીતે સમજતા હતા. 66 “ડૉ. કીર્તિભાઈનાં તાજેતરમાં થયેલ દુઃખદ દેહવિલયે આ દેશ અને પરદેશનાં હજારો કુટુંબોનાં હૃદયમાં દુઃખની આકરી વેદના પ્રગટાવી છે. તેઓની તેજસ્વી બુદ્ધિ અને દાક્તરી નિદાનની અપૂર્વ શક્તિઓમાં સહાનુભૂતિભર્યા આત્મા, ઉદાર હૃદય અને સદા ય બીજાને સહાયરૂપ થવાની ભાવનાનાં સાચાં દર્શન થતાં હતા. ગરીબ કે તવંગર, નાના કે મોટા, ઊંચા કે નીચા સર્વે પ્રત્યે તેઓએ સમભાવ અને સમદષ્ટિ કેળવ્યાં હતાં. ગરીબ અને નિરાધાર વ્યક્તિઓ માટે તેઓ હમેશાં ચિંતિત રહેતા; આમાં તેઓની ઉત્કૃષ્ટ વિનમ્રતા અને પરોપકારી દયાનું પ્રતિબિંબ જોવા મળે છે. “જેઓ વૈદ્યકીય ઉપચાર અને માંદગી પછીની સારવારનો ખર્ચ ભોગવી શકે એવા ન હોય, તેઓને દીનદયાળુ ડૉ. કીર્તિભાઈ કહેતા : ‘ચિંતા ન કરો, પ્રથમ સારા થઈ જાવ.' આવી વ્યક્તિઓને તેઓ દવા અને બીજી સારવાર માટે આર્થિક સહાય સુધ્ધાં આપતા. જેઓને હૉસ્પિટલમાં પ્રવેશ ન મળતો તેઓને પ્રવેશ મેળવવાના કાર્યમાં સહાયરૂપ થતા. તેઓ સાધુ-સંતો પ્રત્યે અપૂર્વ ભક્તિ ધરાવતા હતા, અને જરૂ૨ પડે ત્યારે તેઓ સાજા થાય એ માટે અથાગ પરિશ્રમ લેતા હતા. “ડૉ. કીર્તિભાઈનું દૈનિક કાર્ય વહેલી પરોઢથી શરૂ થતું અને મધ્ય રાત્રિ સુધી ચાલુ રહેતું. કોઈ પૂછે કે ‘તમે રોજ લાંબો સમય કામ કેમ કરો છો?’ ત્યારે જવાબ મળતો કે 'દર્દ શા માટે થાય છે ? દર્દ દિવસ અને રાતના ભેદ જાણતું Page #603 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ અમૃત-સમીપે નથી.' દર્દીઓનો પ્રેમ અને દર્દી પ્રત્યેની ધૈર્યભરી વફાદારી તેઓની અજોડ મૂડી હતી. દર્દી અને દાક્ત૨ વચ્ચે અપ્રતિમ મમતાનો સેતુ તેઓએ બાંધ્યો હતો. તેઓનાં સચોટ નિદાન અને મુદ્દાસરનાં ઔષધ લખી આપવાની ટેવ પાછળ એક આદર્શ ડૉક્ટરને શોભે એવી દર્દીની પીડાને દૂર કરવાની ચિંતા જોવા મળતી. “હૃદયરોગના નિષ્ણાત તરીકે ડૉ. કીર્તિલાલ મ. ભણસાળીએ ક્યુપેશનલ હૅલ્થ અને ઈન્ડસ્ટ્રિયલ મૅડિસિનના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. ગ્રાંટ મૅડિકલ કૉલેજમાં મૅડિસિનનું અધ્યાપન-કાર્ય સંભાળવા ઉપરાંત તેઓ તબીબ તરીકે અનેક ઇસ્પિતાલો સાથે સંકળાયેલ હતા. “તેઓ ‘ઍસો’કંપનીના મૅડિકલ સલાહકાર હતા. ભારત વિભાગના સ્ટડી ઑફ ઇન્ડસ્ટ્રીઅલ મૅડિસિન ઍન્ડ ઑક્યુપેશનલ હૅલ્થ'ના પ્રમુખ તરીકે અનેક સ્થળોએ પ્રતિનિધિ-મંડળના નેતા તરીકે તેઓને જવાનું થયું હતું. ઉપરાંત અમેરિકા, ઑસ્ટ્રિયા અને ઇન્ડોનેશિયા વગેરે સ્થળોમાં ભરાયેલ પરિષદોમાં તેઓએ પ્રમુખસ્થાન પણ શોભાવ્યું હતું. “મૅડિકલ ક્ષેત્રના શિક્ષિત અને અનુભવી વિદ્યાર્થીઓને પોતાના વ્યવસાયમાં અને જીવનમાં સારી તકો મળે તે માટે સતત ચિંતા સેવવા સાથે તેઓને બનતી સહાયતા અને સહકાર આપવો એને તેઓ પોતાની ફરજ માનતા હતા.” અમને તો એમ પણ લાગે છે કે ડૉ. ભણસાળીની નામના અને મુંબઈ જેવી વિશ્વનગ૨ીની વિરાટ અર્થશક્તિની દૃષ્ટિએ તેમ જ તબીબી સેવાના વિશાળ કાર્યક્ષેત્રની દૃષ્ટિએ પાંચ લાખ જેવી રકમ બહુ નાની કહેવાય. આ માટે તો જેટલી રકમ ભેગી થાય એટલું મોટું અને સારું કામ થવાનું. (તા. ૨૩-૧૨-૧૯૭૨) (૨૫) દર્દી અને દુખિયાના વિસામા ડૉ. મનસુખલાલ ટી. શાહ સામાન્ય માનવીને પણ નોકરી-ધંધાની દોડધામ મૂકીને નિરાંતનું જીવન વિતાવવાનું મન થાય એવી એ ઉંમર; અને સુખી અને ચિંતામુક્ત માનવી તો ત્યારે પૂર્ણ આરામ અને શાંતિ જ પસંદ કરે ! પણ ડૉ. મનસુખભાઈને આટલી ઉંમરે પણ ન આરામની ખેવના છે, ન નિવૃત્તિની ઝંખના, ન થાકની ચિંતા ! પણ આ પ્રવૃત્તિ પાછળ ન અર્થપરાયણતા કામ કરી રહી છે, ન કોઈ કીર્તિની આકાંક્ષા કે વેપાર-ઉદ્યોગની આસક્તિ. એમના રોમરોમમાં કરુણાનો એક Page #604 -------------------------------------------------------------------------- ________________ પ૮૧ ડૉ. મનસુખલાલ ટી. શાહ જ નાદ ગુંજી રહ્યો છે : “ામ સુબ્રતતાનાં નામાંર્તિનાશનમ્” અર્થાત્ દુનિયાનાં દીન-દુ:ખિયાંઓની સેવા જીવનની છેલ્લી પળ સુધી કરીને જીવનને કૃતાર્થ કરું. કરુણાપ્રેરિત આ અદમ્ય ભાવના દાક્તરસાહેબને ૧૮ વર્ષની પાકટ ઉમરે પણ ૩૮ વર્ષના યુવાનની જેમ કામે વળગવા સતત પ્રેરતી રહે છે. છેલ્લાં કેટલાંક વર્ષથી શ્રી મનસુખભાઈ મુંબઈમાં રહેતા હતા; પણ જાણે નાના શહેરની અને ગામડાંની સેવાનો સાદ એમના અંતરને સ્પર્શી ગયો હોય એમ એમણે દોઢ-બે મહિના પહેલાં મુંબઈ છોડીને સુરેન્દ્રનગરમાં કાયમનો વસવાટ કરવાનો અને ત્યાં “આઈ-મિશન' (નેત્રચિકિત્સા-સેવા) શરૂ કરવાનો નિર્ણય કર્યો. તેઓ પોતે આંખના નિષ્ણાત છે; એમની આવડત અને સેવાનો કાયમી લાભ હવે ઝાલાવાડને મળવાનો છે એ ભારે ખુશનસીબીની વાત છે. આપબળે આગળ વધનાર અને ધર્મમય જીવન જીવીને સેવાપરાયણતાનો ભેખ ધરનાર ડૉક્ટરસાહેબનું જીવન જાણવા જેવું છે. તેઓનું મૂળ વતન લીંબડી. તા. ૨૫-૧૨-૧૮૯૭ના રોજ એમનો જન્મ. ત્રણ વર્ષની ઉંમરે માતાનું સુખ ગયું, અને અગિયાર વરસની ઉંમરે પિતાનું શિરછત્ર પણ જતા ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ થઈ ગઈ. પણ મનસુખભાઈમાં આત્મવિશ્વાસ, અડગ નિશ્ચયબળ અને લીધું કામ પાર પાડવાની સૂઝ ભરેલાં હતાં; અને તેઓ ધીમે-ધીમે અભ્યાસમાં આગળ વધ્યા. પૈસાની સગવડ તો હતી જ નહીં, એટલે ટ્યૂશનો કરીને પોતાનું કામ ચલાવતા. પરોઢિયે ચાર વાગે ઊઠવું, અભ્યાસ અને બીજું કામ વેળાસર પૂરું કરી રોજી રળવી, સાર્દુ ધર્મમય જીવન જીવવું અને બને તેટલું બીજાને ઉપયોગી થઈ પડવું – આવું નમૂનેદાર એમનું ઘડતર થયું હતું. પૈસાની તંગી તો એવી કે કરાંચીમાં રસ્તાની બત્તીએ વર્ષો સુધી વાંચીને એમણે માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હતું ! આ રીતે ખંત, ધીરજ અને સહનશીલતાને બળે તેઓ સને ૧૯૨૨માં, ૨૬. વર્ષની ઉમરે એમ.બી.બી.એસ. થયા. . પાંચેક વર્ષ તેઓએ સુરેન્દ્રનગરમાં પ્રેક્ટિસ કરી. આ દરમિયાન શ્રીમતી કુસુમબહેન સાથે એમનાં લગ્ન થયાં. કુસુમહેન પણ ભારે સરળ, ધર્મપરાયણ અને પતિપરાયણ સન્નારી છે, અને પતિના સેવાયજ્ઞમાં સાથ પુરાવીને પોતાના જીવનને કૃતાર્થ કરી જાણે છે. ૧૯૨૬-૨૭માં સુરેન્દ્રનગરમાં સુપ્રસિદ્ધ ડૉ. મથુરાદાસના હાથે જે પહેલો નેત્રયજ્ઞ રચાયો, એની સફળતામાં શ્રી મનસુખભાઈનો હિસ્સો ન ભૂલી શકાય એવો હતો. ૧૯૨૭ પછી તેઓ આફ્રિકામાં જઈને રહ્યા અને ત્રીસ વર્ષ સુધી આંખના ડૉક્ટર તરીકે કામ કરતા રહ્યા. 'WWW.jainelibrary.org Page #605 -------------------------------------------------------------------------- ________________ પ૮૨ અમૃત સમીપે વ્યવસાય તો હતો દાક્તરનો, પણ એમના ધર્મમય જીવનને એથી જરા પણ હરકત ન આવે એની તેઓ પૂરી સાવધાની રાખતા. દાક્તરસાહેબની ધર્મપરાયણતા સાચી દિશાની હતી; એમાં માનવતા, સેવાવૃત્તિ અને સહૃદયતા ભરી હતી. કરુણા, પરગજુપણું અને મૂક કર્તવ્યપરાયણતા એમને સતત જનસેવાને માર્ગે પ્રેર્યા કરતાં. ગુપ્તદાન તો શ્રી મનસુખભાઈની ભારે પ્રિય પ્રવૃત્તિ હતી. દાક્તરી ધંધાને એમણે મુખ્યત્વે જનસેવાનું મોટું સાધન માન્યું હતું. ૧૯૪૮માં તેઓ ગંભીર માંદગીને બિછાને પડ્યા ત્યારની પોતાની મનોવૃત્તિનું વર્ણન કરતાં તેમણે તા. ૨૭-૧-૧૯૬૪ના રોજ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હૉસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે કહેલું : “ઇસ્વીસન ૧૯૪૮ના ડિસેમ્બરની આખરમાં હું બીમાર પડ્યો. કોરોનરી થ્રોમ્બોસિસ ફ્લેબાઇટીસ લેફ્ટ લેગ અને એમ્બોલિઝમ રાઇટ લેગની તકલીફ થયેલ. આ વખતે સારામાં સારા નિષ્ણાત ડૉક્ટરો કે જેઓ મારી સારવાર કરી રહ્યા હતા, તેઓએ મારા બચવાની આશા છોડી દીધી હતી. તેઓએ મારા કુટુંબીજનોને એક રાતની જ મહેતલ આપી દીધી હતી. આ સમય દરમ્યાન મારા મનમાં એક વિચાર ફુરી આવ્યો કે જો હું આ માંદગીમાંથી સાજો થાઉં તો ધંધામાંથી વહેલી તકે નિવૃત્તિ લેવી અને મારા જ્ઞાન તથા અનુભવનો ઉપયોગ જનતાનાં દુઃખ અને દર્દો દૂર કરવા માટે કરવો. આપ તેને ગમે તે ગણો, ઈશ્વરીય પ્રેરણા ગણો, પણ હું સાજો થયો.” ડૉ. મનસુખભાઈ તો નિશ્ચયી પુરુષ હતા. છેવટે અનેક વિચારો અને યોજનાઓ પછી સુરેન્દ્રનગરમાં મહાત્મા ગાંધી હૉસ્પિટલ ઊભું કરવા માટે પોતાની સંપત્તિ અને શક્તિનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો; અને એ મુજબ પોતાના તરફથી ચોપન હજાર રૂપિયા જેવી મોટી રકમનું દાન આપ્યું, અને નાજુક તબિયતે પણ આફ્રિકાનો અનેક વાર પ્રવાસ ખેડીને પાંચ લાખ રૂપિયા ભેગા કરી આપ્યા. સુરેન્દ્રનગરનું મહાત્મા ગાંધી હૉસ્પિટલ ડૉ. મનસુખભાઈની સેવાવૃત્તિ અને કરુણાનું અમર સ્મારક બની રહેશે. આ હૉસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે પોતાનો સંતોષ વ્યક્ત કરતાં તેઓએ કહ્યું હતું : “મારા જીવનમાં આ એક અમૂલો પ્રસંગ છે. આ પ્રસંગનો આનંદ વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. આ હૉસ્પિટલને મેં એક મારું આત્મીય ગણેલ છે, અને તેમાં જીવનભર કોઈ પણ જાતના વેતન સિવાય ઓનરરી સેવા આપવા મારી ભાવના છે. આ રીતે મારા જ્ઞાન તથા અનુભવોનો કંઈક સઉપયોગ થાય તો હું મારી જાતને ખૂબ જ સદ્ભાગી ગણીશ અને અંતિમ જીવનમાં સંતોષ અનુભવીશ.” Page #606 -------------------------------------------------------------------------- ________________ ૫૮૩ શ્રી હીરાલાલ હાલચંદ દલાલ આવા એક સેવાપરાયણ, ધર્મપરાયણ અને કરુણાપરાયણ મહાનુભાવ લોકસેવાની ભાવનાનું અને દુખિયાના દુઃખ દૂર કરવાની તાલાવેલીનું ભવ્ય અને દિવ્ય ભાતું લઈને પોતાના વતનમાં વસવા જાય ત્યારે એમના સેવાયજ્ઞમાં શુભેચ્છાઓ ઉપરાંત સૌનો સક્રિય સાથ અને સહકાર હોવો ઘટે. એક પ્રાચીન સુભાષિતમાં આવા મહાનુભાવોને ઉદ્દેશીને કહ્યું છે : ગુરુ પવિત્ર નનની વૃતાર્થ વસુન્ધરા પુવતી પર લેન – અર્થાત્ તેઓથી કુળ પવિત્ર બને છે, માતા ધન્ય બને છે અને ધરતી પુણ્યશાળી બને છે ! (તા. ૩૧-૧૦-૧૯૯૪) (૨૬) સજન, ધર્માનુરાગી કાયદાશાસ્ત્રી શ્રી હીરાલાલ હાલચંદ દલાલ પોતાનો વ્યવસાય શરૂ કર્યો ત્યારથી જ મુંબઈના જાહેર જૈન-જીવન સાથે સંકળાયેલી વ્યક્તિની, સમાજસેવા અને ધર્મસેવાની ભાવના કેટલી ઉત્કટ હશે, એ સહેજે સમજી શકાય એમ છે. મુંબઈના જાણીતા જેન કાર્યકર શ્રી હીરાલાલ હાલચંદ દલાલ છેલ્લા ચાર દાયકા કરતાં પણ વધુ સમયથી મુંબઈના જૈન સમાજની ઘણીખરી જાહેર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા, અને દરેક પ્રવૃત્તિમાં, કર્તવ્યભાવનાથી પ્રેરાઈને, ઉલ્લાસપૂર્વક પોતાનો ફાળો આપવા અતિ સહજપણે ટેવાયેલા હતા. પોતે બૅરિસ્ટર બનીને કાયદાશાસ્ત્રી તરીકે નિપુણતા મેળવી હોય, એટલે યૌવનને આંગણે આવીને ઊભેલ એવી કુશળ વ્યક્તિનું ધ્યાન સ્વાભાવિક રીતે જ અર્થોપાર્જન તેમ જ પોતાનાં માન-મોભો-પ્રભાવ વધારવાના પ્રયત્નો દ્વારા પોતાની કારકિર્દીને વધુ ને વધુ ઉજ્વળ અને વિકાસશીલ બનાવવા તરફ જાય. પણ એમ લાગે છે કે શ્રી હીરાલાલભાઈને આવી મોહમાયા કે આસક્તિથી અલિપ્ત રહેવાની શક્તિની ઈશ્વરી બક્ષિસ શરૂઆતથી જ મળી હતી. એને લીધે એમના જીવનનો રાહ જ પુણ્યમય, કલ્યાણગામી અને સેવામાર્ગી બની ગયો હતો. આવું વિશિષ્ટ ઈશ્વરી વરદાન મેળવવા બહુ જ ઓછી વ્યક્તિઓ ભાગ્યશાળી બને છે. તેમની આવી અનાસક્તિ અને સેવાપરાયણતાનું બીજ તેમના હૃદયસ્પર્શી ધર્માનુરાગમાં રહેલું હતું એમ કહેવું જોઈએ. ધર્મભાવના એમના જીવન સાથે તાણાવાણાની જેમ જ વણાઈ ગઈ હતી. તેથી, અભ્યાસ માટે છેક પાંચેક દાયકા પહેલાં વિલાયતમાં વસવાટ કરેલો હોવા છતાં, પોતાના ધર્મસંસ્કારોને તેઓ જીવંત Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ અમૃત-સમીપે રાખી શક્યા હતા. ધર્મશ્રદ્ધા અને ધર્મક્રિયાઓ તરફની તેઓની અભિરુચિ બીજાઓ માટે દાખલારૂપ બની રહે એવી હતી. એક કાયદાના નિષ્ણાત તરીકેની એમની કાબેલિયતનો લાભ કેટલી બધી જૈન સંસ્થાઓને મળ્યો હતો એનો વિચાર કરીએ છીએ ત્યારે સાચે જ હેરત પામી જવાય છે. ધાર્મિક, સામાજિક કે શિક્ષણનું કામ કરતી કોઈ પણ જાહેર સંસ્થાને કાયદાની સલાહની જરૂર પડતી, અથવા તો કોઈ પણ ધાર્મિક હક્કની રક્ષાનો પ્રસંગ આવી પડતો, તો શ્રી હીરાલાલભાઈ ખડે પગે તૈયાર રહેતા. એમની આવી સેવાપરાયણ કારકિર્દી જોતાં તો એમ જ કહેવું જોઈએ કે તેઓએ પોતાના બેરિસ્ટર તરીકેના અર્થોપાર્જનના વ્યવસાય કરતાં પોતાની સેવા પ્રવૃત્તિને પોતાના જીવનમાં ચઢિયાતું સ્થાન આપ્યું હતું. અને તેથી જ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, શ્રી જૈન એસોસિએશન ઓફ ઈન્ડિયા, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ-પાલીતાણા જેવી સંખ્યાબંધ નાની-મોટી સંસ્થાઓને એમની સેવાઓનો લાભ લાંબા સમય સુધી મળતો રહ્યો હતો. પાલનપુરના આ સપૂત તા. ૨૪-૧૨-૧૯૭૨ના રોજ મુંબઈમાં, ૭૩ વર્ષની વયે, સ્વર્ગવાસી બનતાં આપણે એક ભાવનાશીલ કાર્યકર ગુમાવ્યો. (તા. ૨૭-૧-૧૯૭૩) (૨૭) ગ્રંથરત્નોની સનિષ્ઠ પ્રકાશક બંધુબેલડી શ્રી શંભુભાઈ અને શ્રી ગોવિંદભાઈ ગરવી ગુર્જરભૂમિનાં સાક્ષરરત્નોનાં સેંકડો ગ્રંથરત્નો પ્રકાશિત કરીને ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે પોતાનું નામ ચરિતાર્થ કર્યું છે. સુંદર, સંસ્કારપોષક અને સુરુચિપૂર્ણ પુસ્તકોના પ્રકાશન દ્વારા ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયની નામના આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ વિસ્તરી છે. - ચારેક દાયકા પહેલાં, જ્યારે આ પ્રકાશન-પેઢીની અમદાવાદમાં સ્થાપના કરવામાં આવી, ત્યારે પુસ્તક-પ્રકાશનનો વ્યવસાય ગુજરાતમાં એના બાલ્યકાળમાં હતો; અને પુસ્તકો લખવાથી કે પુસ્તકો છાપવાથી સારી કમાણી થઈ શકે એ વાત ભાગ્યે જ માન્યામાં આવતી હતી. આવા સમયમાં જીવનનિર્વાહ અને કુટુંબનિર્વાહના એક સાધન તરીકે શ્રી શંભુભાઈ અને શ્રી ગોવિંદભાઈની બાંધવબેલડીએ બહુ જ નાના પાયા ઉપર આ પેઢીની સ્થાપના કરી હતી. એના પાયામાં એમના પિતાશ્રીએ અને નાના ભાઈ છગનલાલે પોતાનો પરસેવો રેડ્યો હતો. એ Page #608 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંભુભાઈ અને શ્રી ગોવિંદભાઈ ૫૮૫ પેઢીના બીજમાં ખમીર ભર્યું હતું, અને આ ચારે મહાનુભાવોએ એમાં કર્તવ્યનિષ્ઠા અને ભાવનાનાં ખાતર-પાણી પૂર્યા હતાં. થોડાંક વર્ષોમાં જ પેઢીનું નામ અને કામ વિખ્યાત બની ગયું. કુટુંબના દુઃખના દિવસો વીતી ગયા અને જીવનનિર્વાહની તિજ પર સુખના સૂરજે પોતાની કળા વિસ્તારવી શરૂ કરી એ અરસામાં જ, ભરયુવાન વયે, શ્રી છગનલાલનું જીવન સંકેલાઈ ગયું ! અને સને ૧૯૫૦માં સૌના વહાલસોયા શ્રી જગશીબાપા (શ્રી જગદીશભાઈ મોરારજી કોરડિયા/શાહ) વિદાય થયા. તા. ૨૨-૧૦-૧૯૬૮ના રોજ શ્રી ગોવિંદભાઈનું અવસાન થયું, અને તે પછી બરાબર છ જ મહિને, તા. ૨૨-૪-૧૯૬૮ના રોજ શ્રી શંભુભાઈનું ! આ કુટુંબનું મૂળ વતન કચ્છ-વાગડનું નાનું-સરખું ફતેગઢ ગામ. બધાયનો જન્મ અને ઉછેર ગરીબાઈની ફૂલવેલ ઉપર જ થયો હતો. આજે રળેલું કાલે કામ લાગે એવી કુટુંબની સ્થિતિ – આકાશવૃત્તિ જ સમજો મળ્યું તો મળ્યું; નહીં તો ભાગ્ય કે ભગવાનને ભરોસે જીવવાનું ! ગામમાં વધુ ભણતરનું સાધન નહીં, બીજે ભણવા જઈ શકાય એવી પૈસાની સગવડ નહીં અને કુટુંબને નિભાવવા માટે કમાણી કરવાની તાકીદ : આ સ્થિતિમાંથી આગળ શી રીતે વધી શકાય એની પૂરી મૂંઝવણ ! પણ શહેરીપણાથી દૂર ગણાતી ગામડાની ધરતીએ આ બધાંનાં અંતરમાં એટલા સંસ્કાર વજની જેમ મજબૂત કરેલા, કે ભૂખે મરીએ તો ય અણહક્કનું ઇચ્છવું નહીં, ગમે તેમ થાય તો ય નીતિ-પ્રામાણિકતા-સચ્ચાઈ તજવી નહીં અને જાતમહેનત કરવામાં નાનપ કે શરમ માનવી નહીં કે પાછી પાની કરવી નહીં : “ગૂર્જર'ની સફળતાની આ જ ગુરુચાવી છે. શ્રી શંભુભાઈનો જન્મ ફતેગઢમાં સને ૧૯૦૩ લગભગમાં થયો હતો. ગુજરાતી ચારેક ચોપડી ફત્તેગઢમાં ભણ્યા પછી ત્યાં એમણે કેટલોક વખત મુનિરાજ શ્રી કનકવિજયજી (આચાર્ય શ્રી વિજયકનકસૂરિજી, વાગડવાળા) પાસે ધાર્મિક અભ્યાસ કર્યો. ત્યાંથી વધુ ધાર્મિક અભ્યાસ માટે તેઓ પલાંસવા ગામે ગયા. અહીં પણ મુ. શ્રી કનકવિજયજીનો એમને પૂરો સહકાર હતો. આ મુનિવરને ધર્મ-અભ્યાસની સાથે સાથે ધર્મક્રિયામાં પણ એવી જ રુચિ હતી. તેઓ તપ-ત્યાગવૈિરાગ્યમય સંયમના સદા જાગૃત સાધક હતા. એમની પ્રતિભાએ શ્રી શંભુભાઈને જીવનનું ધર્મમય ઘડતર કરવામાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી આણંદજીભાઈનો પરિચય પણ આ અરસામાં જ થયો. ધર્માનુરાગી ભચુભાઈ (મુ. શ્રી દીપવિજયજી અને પછીથી આ. શ્રી વિજયકનકસૂરિજીના પટ્ટધર આચાર્ય વિજયદેવેન્દ્રસૂરિજી) સાથે શંભુભાઈની ખાસ મૈત્રી. આ બધા સાથે છેવટ સુધી એમણે આદરભર્યો ધર્મસ્નેહ સાચવ્યો હતો. Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૮૩ અમૃત-સમીપે હવે તેમને વધુ ભણવું હોય તો ય કમાણી કરવાની સાથે જ ભણી શકાય એવી સ્થિતિ હતી. શ્રી આણંદજીભાઈ વગેરે સાથે શ્રી શંભુભાઈ મહેસાણાની જૈન પાઠશાળામાં (શ્રી જૈન શ્રેયસ્કર મંડળમાં) જોડાયા. ત્યાં એમણે ૧૨-૧૩ વર્ષની ઉમરે ધાર્મિક શિક્ષક તરીકે કામ કરવા સાથે આગળ અભ્યાસ પણ કર્યો. અહીં તેઓ અનેક મુનિવરોના અને ધાર્મિક વિદ્વાનોના પરિચયમાં આવ્યા. ત્રણ-ચાર વર્ષ આ રીતે મહેસાણામાં વીત્યાં. શ્રી શંભુભાઈના નાના ભાઈ શ્રી ગોવિંદભાઈ પણ ત્યાં કેટલોક વખત ભણવા રહ્યા હતા. પહેલા વિશ્વયુદ્ધનો એ સમય હતો; ક્રમે-ક્રમે જીવનનિર્વાહ વધુ વિષમ અને મોંઘો બનતો જતો હતો. શ્રી શંભુભાઈ-ગોવિંદભાઈએ જોઈ લીધું કે હવે કમાણી કરવામાં પૂરેપૂરાં સમય અને શક્તિ લગાવીને પૂરી જાતમહેનત કરવામાં નહીં આવે તો કામ ચાલવાનું નથી. તેઓ પ્રામાણિકતા અને પરિશ્રમશીલતાનું ભાતું લઈને અમદાવાદ આવી પહોંચ્યા; સને ૧૯૧૮ની એ સાલ. દેશમાં ધીમે-ધીમે ગાંધીયુગનો ઉદય થતો જતો હતો, સાથે-સાથે ભારતની સમસ્ત પ્રજા રાષ્ટ્રભાવનાનું અમૃતપાન કરવા લાગી હતી; શ્રી શંભુભાઈને પણ એ ભાવના સ્પર્શવા લાગી. તેઓ પંડિત ભગવાનદાસને ત્યાં સૂઈ રહેતા, વીશીમાં જમી લેતા અને રાષ્ટ્રીય-ધાર્મિક પુસ્તકોની અને છાપાની ફેરી કરતા. મહેનતના પ્રમાણમાં કમાણી થતી ગઈ; ધીમે-ધીમે કામની ફાવટ અને હિંમત આવતી ગઈ. છાપાની ફેરીમાં ગાંધીજીના નવજીવને એમને ઘણો સહારો આપ્યો : ગાંધીજી અને એમના છાપાની લોકપ્રિયતાનો લાભ આ ભલીભોળી પ્રકૃતિના ભગવાનના માનવીઓને પણ મળ્યો. તેઓ અમૃતલાલ શેઠના, દેશી રાજ્યોની અને ક્યારેક અંગ્રેજોની પણ ઊંઘ હરામ બનાવી દેતા “સૌરાષ્ટ્ર' સાપ્તાહિકની પણ ફેરી કરતા. ત્યારે લોકોનું વલણ પુસ્તકો ખરીદીને નહીં, પણ માગીને વાંચવાનું હતું. છતાં આ ભાઈઓ ધાર્મિક-રાષ્ટ્રીય પુસ્તકોની થેલીઓનો ભાર ઉપાડીને ઘેર-ઘેર ફરતા ત્યારે એમને એમાં સારી એવી સફળતા મળતી; અને આ કામ કરતાં-કરતાં સારા અને મોટા માણસોનો પરિચય થયો એ મોટો લાભ થયો. - આ દરમ્યાનમાં ક્યારેક શ્રી શંભુભાઈની ધર્મભાવના એવી પ્રબળ બની ગઈ હતી કે એક વખત તો એમણે દીક્ષા લેવાનો પાકો વિચાર કર્યો ! પણ સાધુ થયા પછી ખાદી નહીં પહેરી શકાય; અને એમણે તો ખાદી પહેરવાનો નિયમ કર્યો હતો એ કારણે (તેમ જ સંભવ છે, બીજા કોઈ કારણે પણ) છેવટે એ વિચાર એમણ જતો કર્યો. મહેસાણામાં તેમ જ અમદાવાદમાં શ્રી શંભુભાઈને પૂ. પંડિતવર્ય શ્રી સુખલાલજી સાથે ક્યારેક-ક્યારેક મળવાનું થતું. થોડાક વધુ પરિચયે પંડિતજીને શ્રી Page #610 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંભુભાઈ અને શ્રી ગોવિંદભાઈ ૫૮૭ શંભુભાઈ પ્રત્યે મમતા જાગી. છેવટે એમની કાર્યશીલતા, સચ્ચાઈ, નિખાલસતા વગેરેથી આકર્ષાઈ, સને ૧૯૨૪ કે ૧૯૨૫માં પંડિતજીએ એમને પોતાના વાચકસહાયક તરીકે રાખી લીધા. આ સમય મહાત્મા ગાંધીજીની ગુજરાત વિદ્યાપીઠના ઉત્કર્ષનો સમય હતો. ભલભલા વિદ્વાનો, પંડિતો અને કાર્યકરો દેશસેવા માટે આ રાષ્ટ્રીય વિદ્યાલયમાં આવી બેઠા હતા. પંડિત શ્રી સુખલાલજી પણ એ જ રીતે આ તીર્થના યાત્રિક બન્યા હતા. અહીં શંભુભાઈને કાકાસાહેબ કાલેલકર, આચાર્ય કૃપાલાણીજી, પં. બેચરદાસજી, મુનિશ્રી જિનવિજયજી, શ્રી રામનારાયણ પાઠક, શ્રી રસિકભાઈ પરીખ જેવા વિદ્વાનોનો પણ સંપર્ક થયો. એમનું વિશિષ્ટ ઘડતર થયું; એમની રાષ્ટ્રીય ભાવના વધારે નક્કર બની, અને જિંદગીભર એ કાયમ રહી. આ અરસામાં મોરબી પાસે ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની શતાબ્દીનો પ્રસંગ આવ્યો. એ માટે આપણા રાષ્ટ્રશાયર શ્રી મેઘાણીભાઈએ ઝંડાધારી” નામે પુસ્તક લખેલું : તે તથા બીજાં પુસ્તકો લઈને શંભુભાઈના નાનાભાઈ ગોવિંદભાઈ ત્યાં વેચવા ગયા. વેચાણ તો સારું થયું, પણ શ્રી ગોવિંદભાઈના ગજવા ઉપર કોઈ ખિસ્સાકાતરુનો હાથ ફરી ગયો ! પણ એથી હારે તો ગોવિંદભાઈ જ નહીં : કચ્છની ધરતીનું ખમીર જીવનમાં ભર્યું હતું. પછી મરચી પોળની ધર્મશાળામાંથી સ્વતંત્રતાનાં ગીતો” અને “સ્વાધીનતાનાં ગીતો' નામે બે પુસ્તકો પ્રગટ કરવાનું સાહસ કર્યું. એવામાં તો ગાંધીજીની દાંડીકૂચનો ઐતિહાસિક પ્રસંગ આવી પહોંચ્યો. આ બે ભાઈઓએ ૧૯૩૦ની ૧૨મી માર્ચે મીઠાવેરો' નામે પુસ્તક પ્રગટ કર્યું. તે પછી “સંપૂર્ણ દારૂ નિષેધ' અને “આખરી ફેંસલો'ના ચાર ભાગ સચિત્ર પ્રગટ કર્યા. આથી કમાણી તો કંઈ બહુ ન થઈ, પણ લોકોમાં ખ્યાતિ સારી મળી; અને પુસ્તક-પ્રકાશનનો ધંધો ખેડવાની હિંમત આવી. હવે તો આખું કુટુંબ અમદાવાદમાં આવી ગયું હતું. આ અરસામાં જ ગાંધીરોડ ઉપર એક મેડામાં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયની સ્થાપના કરી; અત્યારે પણ આ પેઢી આ શુકનવંતા મકાનમાં જ ચાલે છે. (ત્યાર બાદ એ જ રસ્તે નજીકમાં વિશાળ મકાનમાં “ગૂર્જર સાહિત્ય ભવન' સ્થપાયું છે. - સં.) એક બાજુ દુકાન કરી અને બીજી બાજુ રાષ્ટ્રીય ભાવના રાષ્ટ્રના કામ માટે અંતરમાં સાદ કરતી હતી. વિદ્યાપીઠ બંધ થઈ હતી અને પંડિત શ્રી સુખલાલજી પણ વિદ્યાપીઠમાં કામ કરતા બંધ થયા હતા. શ્રી શંભુભાઈ રાષ્ટ્રકાર્ય નિમિત્તે એક સૈનિક-સેવક તરીકે કચ્છમાં બિદડા ગામમાં પહોંચી ગયા અને ત્યાંના આશ્રમમાં રહીને હરિજન બાળકોને ભણાવવાનું અને બીજું રાષ્ટ્રીય કામ કરવા લાગ્યા. Page #611 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે પછી તો બધું ધ્યાન પેઢીને કામ કરતી કરવા ઉપર જ કેન્દ્રિત કર્યું. બંને ભાઈઓની સારમાણસાઈ, ભલમનસાઈ, પ્રામાણિકતા વગેરે ગુણોથી ધીમે-ધીમે લેખકોનો સાથ મળતો ગયો. સને ૧૯૩૮માં ગૂજરાતના વિખ્યાત સાક્ષર શ્રી ‘ધૂમકેતુ'એ એમને સાથ આપવો શરૂ કર્યો. આ પેઢીની લેખક પ્રત્યેની નખશિખ પ્રામાણિકતા દાખલારૂપ અને વિરલ છે. પ્રામાણિક પ્રકાશકની શોધની ચિંતામાં પડેલા શ્રી મેઘાણીભાઈએ, શ્રી ધૂમકેતુની ભલામણથી, ગૂર્જરને પોતાના પ્રકાશક બનાવ્યા. એ જ રીતે ગુજરાતના વિખ્યાત લેખકો શ્રી ગુણવંતરાય આચાર્ય, શ્રી મનુભાઈ જોધાણી, શ્રી જયભિખ્ખુ, શ્રી કનૈયાલાલ મુનશી, શ્રી રામનારાયણ પાઠક, શ્રી ઉમાશંકર જોશી વગેરેના ગ્રંથો પ્રગટ કરવાનાં માન અને ગૌરવ ગૂર્જરને મળ્યાં. ૫૮૮ ગૂર્જરને પોતાનાં પુસ્તકો પ્રકાશન માટે આપવામાં લેખકો પૂરેપૂરી આર્થિક નિશ્ચિતતા અનુભવે અને ગૌરવ સમજે એવી પ્રતિષ્ઠા શ્રી શંભુભાઈ-ગોવિંદભાઈને તેમના નિખાલસ અને સો ટચના સોના જેવા નિર્મળ વ્યવહારે અપાવી છે. લોકોમાં તો કહેવત છે કે આઘો-પાછો હાથ પડ્યા વગર પૈસાદાર ન થવાય. શ્રી શંભુભાઈગોવિંદભાઈએ આ કહેવતની સામે ગૂર્જરની આગવી જ સફળતાનો એક જ્વલંત દાખલો મૂક્યો છે. શોધવા જઈએ તો આ બે ભાઈઓની પ્રામાણિકતા અને નીતિમત્તાના સંખ્યાબંધ પ્રસંગો મળી શકે. પંડિત સુખલાલજી એક પ્રસંગ કહે છે તે નોંધવા જેવો છે: શ્રી શંભુભાઈ પંડિતજી પાસે રહ્યા તે પછી એક દિવસ મોતીબહેને વટાવવા માટે રૂ. ૧૦૦ની નોટ આપી; કમનસીબે એ નોટ શંભુભાઈ પાસેથી પડી ગઈ. પંડિતજી પાસે આવીને એમણે એ વાત કરી અને પોતાના પગારમાંથી એ રકમ કાપી લેવા કહ્યું. શંભુભાઈની સચ્ચાઈ અને નિખાલસતાની પંડિતજીના મન ઉ૫૨ ખૂબ અસર થઈ; તેઓ આ માટે તૈયાર ન હતા. ત્યાં બે દિવસ બાદ પ્રો. અભ્યુંકરે છાપામાં જાહેરાત છપાવી કે કોઈની રૂ. ૧૦૦ની નોટ ખોવાતી હોય તો ખાતરી કરાવીને ગાયકવાડની હવેલીમાંથી પોલીસખાતામાંથી મેળવી લેવી. આ નોટ એલિસબ્રિજના ગરનાળા પાસેથી એક ભંગીને મળી હતી; એણે એ શું છે એ માટે પ્રો. અમ્બંકરને પૂછેલું. એમણે એ માટે જાહેરખબર છપાવી. છેવટે એ નોટ પંડિતજીને પાછી મળી ગઈ ! ધંધો સદા ય એકધારો અનુકૂળ જ ચાલે એવું ન બને; એમાં પણ ચડતીપડતી આવે જ. આવા કસોટીના સમયમાં પણ આ બે ભાઈઓનાં મન ક્યારેય પ્રામાણિકતા, સચ્ચાઈ અને વિમળ વ્યવહારની બાબતમાં પાછાં પડ્યાં જાણ્યાં નથી : એ જ એમની ખરી મહાનતા અને સંસ્કારિતા. Page #612 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંભુભાઈ અને શ્રી ગોવિંદભાઈ પ૮૯ સમતા, સુજનતા અને સરળતા એ શ્રી શંભુભાઈનો સહજ ગુણ હતો. બીજાનું દુઃખ જોઈને દ્રવી ઊઠે એવું મુલાયમ એમનું દિલ હતું. ગરીબી હોય કે શ્રીમંતાઈ, સાદાઈ એમના રોમરોમમાં વસેલી હતી. શ્રી શંભુભાઈને આપણે ખુશીથી “ભોળા શંભુ' કહી શકીએ એવું ભલું એમનું જીવન હતું. એમ જરૂર કહી શકાય કે કળિયુગની કાલિમા એમના જીવનને કલુષિત કરી શકી ન હતી. કળિયુગમાં સત્યુગનું જીવન જીવી જાણનાર એ સહૃદય મિત્ર તા.૨૨-૪-૧૯૩૮ના રોજ પાંસઠ-છાંસઠની વયે મહાયાત્રાએ ચાલ્યા ગયા ! એ પુણ્ય-પવિત્ર આત્માને અંતરના પ્રણામ ! (તા. ૧-૬-૧૯૬૮) ભદ્રપુરુષ શ્રી ગોવિંદભાઈ - વચેટ ભાઈ ગોવિંદભાઈનું તા.૨૩-૧૦-૧૯૯૭ને રવિવારે રાત્રે, અમદાવાદમાં પ૭-૫૮ વર્ષની વયે અવસાન થયું. - શ્રી ગોવિંદભાઈનું ભણતર સાવ ઓછું – ગુજરાતી ચાર-પાંચ ચોપડી ! બે-એક વર્ષ તેઓ મહેસાણાની જૈન પાઠશાળામાં રહેલા. પછી તો બધા ભાઈઓ અને પિતા સાથે આખું કુટુંબ ભાગ્ય અજમાવવા અમદાવાદમાં આવીને રહેલું. શ્રી ગોવિંદભાઈએ નવજીવન પત્રના ફેરિયા તરીકે કામગીરી શરૂ કરી. એમાં યારી મળતાં રાષ્ટ્રીય પુસ્તકો ઘેર-ઘેર ફરીને વેચવા માંડ્યાં. એમાં એમના ભાઈઓ અને પિતાશ્રી પણ પૂરો સાથ આપતા હતા. પ્રામાણિકતાથી કોઈ પણ ધંધો કરવામાં તેઓ નાનપ માનતા ન હતા. અને થાક કે આરામનો તો એમને વિચાર જ નહોતો આવતો. ૧૯૩૦ની સત્યાગ્રહની લડત આસપાસ “સરદારની વાણી' નામે પુસ્તક પ્રગટ કરવાના તેમના સાહસે એમને ખૂબ યારી આપી : સારા-સારા લેખકોનાં પુસ્તકો પ્રગટ કરીને સાહિત્યસેવા સાથે અર્થોપાર્જનની નવી દિશા જ એમના માટે ઊઘડી ગઈ. અને એમાંથી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય નામે વિખ્યાત પ્રકાશન સંસ્થાનો જન્મ થયો. ગુજરાતી સાહિત્યના પ્રકાશનોત્રે શ્રી શંભુભાઈ ગોવિંદભાઈનું નામ જોડિયા જેવું બની ગયું. શ્રી શંભુભાઈ નવા-નવા નામાંકિત અને શિષ્ટ લેખકો સાથે સંબંધ કેળવતા અને જાળવતા ગયા. શ્રી ગોવિંદભાઈએ પેઢીના અર્થતંત્રનું અને પ્રકાશનકાર્યનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું. પરિણામે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો જોતજોતામાં ખૂબ વિકાસ થયો. Page #613 -------------------------------------------------------------------------- ________________ પ૯૦ અમૃત-સમીપે શ્રી ગોવિંદભાઈ જેવા કાર્યદક્ષ હતા એવા જ વ્યવહાર-૨— હતા. કુટુંબના અને દુકાનના વ્યવહારનું તેઓ અણીશુદ્ધપણે પાલન કરતા. તેથી કચ્છમાં એમની જ્ઞાતિમાં એમની અને એમના કુટુંબની ખૂબ સુવાસ ફેલાયેલી છે. કોઠાસૂઝ, સાહસિકતા, મક્કમતા અને પરગજુપણું એ એમના બીજા ગુણો હતા. એમનો સ્વભાવ હોલદોલ કહી શકાય એવા ઉદાર હતો; અને સારા કામમાં પોતાનો સાથ આપવાનું તેઓ ક્યારેય ન ચૂકતા. છેલ્લાં પાંચેક વર્ષથી એમની પડછંદ કાયામાં બીમારીએ ઘર કર્યું હતું. પણ શરીર નાદુરસ્ત હોય કે બીજી ગમે તેવી મુશ્કેલી કે ચિંતા હોય, છતાં એમણે પોતાના વ્યવહારમાં ક્યારેય ક્ષતિ આવવા દીધી ન હતી, એ એમની મર્દાનગીને શોભાવે એવી એમની વિશેષતા હતી. (તા. ૧-૧૧-૧૯૯૭) (૨૮) સ્વસ્થ, સંસ્કારી જીવન/કુટુંબના ઘડવૈયા ડૉ. કેશવલાલ મલુકચંદ પરીખ જીવન જીવી જાણો અને જુઓ કે એ કેવું સત્ત્વસૌરભભર્યું બની શકે છે. જીવનને સાચે માર્ગે દોરી જાણો અને જુઓ કે કાળા માથાના માનવીઓની આ ધરતી ઉપર જ કેવા નિર્દોષ આનંદનો અનુભવ થાય છે ! સદ્ગત ડૉ. શ્રી કેશવલાલ મલકચંદ પરીખનું જીવન કંઈક આ વાતની ઝાંખી કરાવી જાય છે. આપ-સમાન બળ નહીં' એ જીવનસૂત્રના આધારે તેઓ પોતાની બુદ્ધિશક્તિ અને કાર્યશક્તિના બળે સાવ સામાન્ય સ્થિતિમાંથી ખૂબ ઊંચી પાયરીએ પહોંચ્યા હતા; તેમાં ય એમના આ વિકાસમાં સંપત્તિ કરતાં સંસ્કારિતાને એમણે ખૂબ ઊંચું સ્થાન આપ્યું હતું. - ધંધે તો એ અતિવ્યવસાયી ડૉક્ટર હતા. આ વ્યવસાય તો ક્યારેક અર્થદૃષ્ટિએ એવો વિચિત્ર બની જાય છે કે એમાં પૈસા રળવાની કામગીરી આડે સંપત્તિનો ઉપભોગ કરવાનો પણ ભાગ્યે જ અવકાશ મળે છે; એટલે પછી સંસ્કારિતા અને સાહિત્યરુચિને કેળવવાની તો વાત જ શી? પણ શ્રી કેશુભાઈએ પોતાના જીવનને જુદી રીતે કેળવી જાણ્યું હતું. એમાં અર્થની સર્વોપરિતા ન થઈ જાય, સાથે-સાથે પોતાનો તેમ જ કુટુંબનો વિકાસ રૂંધતી આર્થિક તંગીમાં પણ ન અટવાઈ જવાય એની એમણે ખૂબ તકેદારી રાખી હતી. તેથી તેઓ પોતાના જીવનને સ્વસ્થ, સુઘડ અને સંસ્કારી બનાવી શક્યા હતા, અને છ પુત્રો અને બે Page #614 -------------------------------------------------------------------------- ________________ ૫૯૧ ડૉ. કેશવલાલ મલુકચંદ પરીખ પુત્રીઓના પોતાના વિશાળ કુટુંબને આવો જ ઉત્તમ સંસ્કારવારસો આપી શક્યા હતા. સરળ, સાદું અને ધર્મપરાયણ એમનું જીવન હતું. ઠાવકાઈ અને ચોકસાઈપૂર્વક બધું કામ કરવાની એમની ટેવ હતી. નામનાની કોઈ કામના નહીં, મોહ-માયાનો કોઈ વળગાડ નહીં. નાનું કે મોટું જે કામ લીધું હોય તેને નિષ્ઠાપૂર્વક પૂરું કરવામાં જ આનંદ અનુભવવો એ શ્રી કેશુભાઈની સહજ સ્વભાવ હતો. આવા એક શાણા અને શાંત પુરુષનું મુંબઈમાં ૮૦ વર્ષની પાકટ ઉંમરે, તા. ૧૭-૨-૧૯૬૭ના રોજ અવસાન થયું. આવું સુખ-શાંતિ-સૌજન્યભર્યું જીવન જીવી તેઓ કૃતાર્થ બની ગયા અને એક સજ્જન અને નખશિખ સદ્ગૃહસ્થ તરીકેનું ઉમદા ઉદાહરણ આપણી સામે મૂકતા ગયા. શ્રી કેશુભાઈનો વિશેષ પરિચય શ્રીયુત પરમાનંદભાઈ કુંવ૨જી કાપડિયાએ ‘પ્રબુદ્ધજીવન’ના તા. ૧-૩-૧૯૬૭ના અંકમાં લખેલ એક સ્મરણનોંધ'માં આપવામાં આવ્યો છે. એ નોંધમાંનો કેટલોક ભાગ અમે નીચે સાભાર ઉદ્ધૃત કર્યો છે : “તેમનો જન્મ મહુવા ખાતે ઈ.સ. ૧૮૮૬ની સાલમાં થયો હતો. ૧૯૧૦ની સાલમાં એલ. એમ. એન્ડ એસ.ની ડિગ્રી પ્રાપ્ત કરીને તેઓ ડૉક્ટર થયા. ત્યાર બાદ તેમણે સરકારી મૅડિકલ ખાતામાં નોકરી સ્વીકારી. તે દરમ્યાન ૧૯૧૮ની સાલમાં તેઓ પાલનપુરમાં હતા ત્યારે ત્યાં પૂરજોશમાં પ્લેગ ફાટી નીકળ્યો. આ કટોકટીમાં તેમણે જીવના જોખમે લોકોની ખૂબ જ સેવા કરી, ને ત્યાંના પ્રજાજનોની તેમણે પુષ્કળ ચાહના પ્રાપ્ત કરી. સરકારી ફેરબદલીના કારણે એક સ્થળેથી બીજે સ્થળે એમ બાર વર્ષ તેમણે સરકારી નોકરીમાં પસાર કર્યાં. “૧૯૨૨ની સાલમાં તેઓ અમદાવાદમાં સ્થિર થયા અને આંખના નિષ્ણાત તરીકે તેમણે પ્રેક્ટિસ શરૂ કરી. ડૉક્ટરી વ્યવસાય સાથે તેમની અનેક સામાજિક તથા પારમાર્થિક પ્રવૃત્તિઓ ચાલ્યા જ કરતી. અસ્પૃશ્યતા-નિવારણના કાર્યમાં તેમને ખૂબ રસ હતો. પોતાના દવાખાનામાં, એ જમાનામાં અનેક સ્થિતિચુસ્તોનો વિરોધ ખમીને પણ, અસ્પૃશ્યો માટેની એક મદદ-પેટી રાખી હતી, અને તે દ્વારા સારા પ્રમાણમાં એકઠી થતી રકમનો પૂરો સદુપયોગ કરવામાં આવતો હતો. ગાંધીજીની વિચારસરણી પ્રત્યે તેમને ખૂબ આકર્ષણ હતું. વર્ષોથી તેઓ ખાદી પહેરતા અને કાંતતા હતા. જે પ્રવૃત્તિ લગભગ આખર સુધી, એટલે કે શારીરિક ક્ષમતાના ટકાવ સુધી ટકી રહી હતી. ૧૯૩૨ની સાલમાં ગાંધીજીએ યરવડા જેલમાં જ્યારે અસ્પૃશ્યોના અલગ મતાધિકારના પ્રશ્ન ૫૨ ૧૪ દિવસના ઉપવાસ કર્યા હતા, ત્યારે તેમણે પણ ગાંધીજી પ્રત્યેના આદરથી પ્રેરાઈને ૧૪ ઉપવાસ કર્યા હતા. Page #615 -------------------------------------------------------------------------- ________________ પ૯૨ અમૃત-સમીપે “૧૯૩૭ની સાલમાં અમદાવાદ ખાતે “જૈન યુવક પરિષદ્' ભરવામાં આવી, અને તેમાં પ્રમુખસ્થાન અંગે મારે અમદાવાદ જવાનું થયું ત્યારે એ પરિષદના યોજકોમાંના તેઓ એક હોઈને, તેમની સાથે મારે પ્રથમ પરિચય થયો. આ પરિષદ એ દિવસોમાં જૈન સમાજના સ્થિતિચુસ્ત વર્ગ સામે ચાલી રહેલા જોરદાર આંદોલનના એક અંગરૂપ હતી. આ યુવકપ્રવૃત્તિમાં તેમણે ઘણા સમય સુધી સારો સાથ આપ્યો હતો. નિકટતાના કારણે “કેશુભાઈના નામથી મારો તેમની સાથે વ્યવહાર હતો. તેમની સાથેનો મારો સંબંધ આજ સુધી એકસરખો નેહભર્યો જળવાઈ રહ્યો હતો, અને તે રીતે તેમને નિકટથી જાણવા-સમજવાની મને સારી તક મળી હતી. તેમનો પરિવાર મોટો હતો. સંતાનમાં છ પુત્રો અને બે પુત્રીઓ હતાં. જેવો કુશળ તેમનો ડૉક્ટરી વ્યવસાય હતો, તેટલો જ કુશળ અને શિસ્તબદ્ધ તેમનાં સંતાનોનો ઉછેર હતો. તેઓ અત્યંત શિસ્તપરાયણ એવા પિતા હતા. દરેક સંતાનની વ્યક્તિગત કેળવણી તથા તાલીમ પાછળ તેમની જાત-દેખરેખ હતી. તેમના દીકરાઓ સમયાનુક્રમે મુંબઈમાં આવીને સ્થિર થતા ગયા. કેશુભાઈ પણ ૧૯પરમાં પોતાના ડૉક્ટરી વ્યવસાયથી નિવૃત્ત થયા અને મોટા દીકરાને ત્યાં પોતાનાં પત્ની સૌ. મણિબહેન સાથે મુંબઈ આવીને વસ્યા. મુંબઈ આવ્યા બાદ તેમના જીવને વધારે ધાર્મિક ઝોક લીધો. મુનિ ચિત્રભાનુના સમાગમે તેમને વ્રતનિયમ તથા ધર્મશાસ્ત્રોના અધ્યયન તરફ વાળ્યા. કાંતવાનું તો મુંબઈ આવ્યા બાદ પણ ચાલુ હતું. ખાદી પણ આખર સુધી તેમને વળગેલી હતી. તેઓ મુંબઈ આવ્યા બાદ અમારું પરસ્પર મળવાનું વધતું ગયું. પ્રબુદ્ધજીવન'ના તેઓ ચાહક હતા. મુંબઈ જૈન યુવક સંઘ'ના તેઓ સભ્ય હતા. સંઘ દ્વારા યોજાતાં પર્યટનોમાં પણ તેઓ અવારનવાર જોડાતા. તેમનામાં ઊંડી જ્ઞાન-રુચિ હોઈને ધાર્મિક વ્યાખ્યાનોમાં, પ્રવચનોમાં, જ્યાં પણ તેમની જિજ્ઞાસા તેમને ખેંચી જતી ત્યાં તેઓ જતા, સાંભળતા અને સાર ગ્રહણ કરતા. સંઘ દ્વારા યોજાતી પર્યુષણ-વ્યાખ્યાનમાળામાં તેઓ રસપૂર્વક ભાગ લેતા હતા. થોડા સમય પહેલાં તેમનાં પત્ની કેન્સરના ભોગ થઈ પડ્યાં અને ગયા નવેમ્બર માસની ૧૫મી તારીખે તેમનું અવસાન થયું – આ ઘટનાએ તેમને હચમચાવી નાખ્યા. એ જ દિવસોમાં તેમને પ્રોસ્ટેટ ગ્લાન્ડના સોજાની તકલીફ શરૂ થઈ. પત્નીના અવસાન બાદ અઠવાડિયામાં તેમણે ઓપરેશન કરાવ્યું અને તેમાંથી સાજા થયા એમ કહી શકાય એમ છતાં પણ એ ઑપરેશનથી શરીર ભાંગ્યું તે ભાંગ્યું. આખરે ફેબ્રુઆરી માસની ૧૭મી તારીખે સાંજે તેમણે દુનિયાની આખરી વિદાય લીધી. Page #616 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહેન્દ્રભાઈ લાલકા પ૯૩ “શ્રી કેશુભાઈમાં અદ્ભુત આકૃતિ-સૌષ્ઠવ હતું. ઊંચાઈ પણ ખાસ્સી છ ફીટની. તેઓ કુળપરંપરાગત જૈનધર્મના અનુયાયી હતા; સચ્ચરિત્ર અને પુરુષાર્થના એક પ્રતીકસમા હતા. તેમની વાણીમાં પ્રેમનો ઉમળકો હતો. વર્તનમાં ઉદાત્તતા અને સૌજન્ય હતું. પ્રસિદ્ધિનો કોઈ મોહ નહિ; સાદું, સીધું, નિરાડંબરી જીવન. તેમનું ગૃહસ્થજીવન પરસ્પરનિષ્ઠ, સુખી અને સંતુષ્ટ હતું. આઠે સંતાનોની આબાદી જોતાં-જોતાં અને જીવનની કૃતાર્થતા અનુભવતાં તેમણે જીવન પૂરું કર્યું. આ રીતે તેમનું જીવન પૂરું ભાગ્યશાળી ગણાય.” (તા. ૧૮-૩-૧૯૯૭) (૨૯) સત્યનિષ્ઠ, ભડ નરવર શ્રી મહેન્દ્રભાઈ લાલકા જૈનસંઘના પૂર્વજો તો ખાંડાના ખેલ ખેલી જાણતા હતા, પણ સમયના વહેવા સાથે આપણું આ શૌર્ય આથમી ગયું અને આપણે કલમ અને ચોપડાના (વેપારના) ઉપાસક બની ગયા. આવી સ્થિતિમાં ક્યારેક કોઈક જૈન માડીજાયાએ વીર યોદ્ધાના જેવું જીવસટોસટનું પરાક્રમ કરી બતાવ્યાની શૌર્યકથા જાણવા મળે છે ત્યારે અંતર આનંદ અને ગૌરવની લાગણીથી ભરાઈ જાય છે. આવી જ એક ઘટના મુંબઈથી પ્રગટ થતા “કચ્છી દશા ઓસવાળ પ્રકાશસમીક્ષા' માસિકના ગત ઑક્ટોબર માસના અંકમાં પ્રગટ થઈ છે. એ ઘટનામાં કચ્છી દશા ઓસવાળ જ્ઞાતિમાં જન્મેલ અને પોલિસ-અધિકારી જેવા સાહસિક વ્યવસાયને સમજપૂર્વક અપનાવનાર શ્રી મહેન્દ્ર લાલકાની ગૌરવભરી સાહસકથા રજૂ થઈ છે. આ સાહસકથા જાણવા જેવી હોવાથી એમાંનો કેટલોક ભાગ અહીં સાભાર રજૂ કરીએ છીએ : ઉત્તર પ્રદેશના, ગુન્ડાઓ માટે કુખ્યાત જિલ્લા ગાજીપુરમાં એક અદ્ભુત બનાવ પોલિસ-રેકૉર્ડમાં નોંધાયો. ગાજીપુરના યુવાન પોલિસ અધીક્ષક શ્રી મહેન્દ્ર લાલકાએ અનહદ જહેમત, બુદ્ધિ-પ્રતિભા અને દોડધામથી ઉત્તરભારતમાં વિકસતું, ખૂબ જ મોટી સંખ્યામાં ખોટી નોટો બહાર પાડતું પ્રેસ, બધાં જ મશીનો તથા ટોળકીના દરેક સભ્યને ગિરફતાર કરીને, પોલિસ-રેકૉર્ડમાં સુવર્ણાક્ષરે આ ઘટના અંકિત કરી. “આપણી જ્ઞાતિના શ્રી મહેન્દ્ર ગોવિદજી લાલકાએ પોલિસમાં દાખલ થઈને જ્ઞાતિના યુવાનો માટે નવી કારકિર્દીનો ચીલો પાડ્યો છે, જે જ્ઞાતિને ગૌરવ અપાવનારું છે. શ્રી મહેન્દ્ર લાલકાના વડીલો વેપારાર્થે વર્ષો પહેલાં કર્ણાટકના હુબલીમાં વસ્યા અને રૂનો વેપાર શરૂ કર્યો; અને હુબલીને પોતાનું વતન બનાવ્યું. Page #617 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે “મહેન્દ્રભાઈએ પોતાનો અભ્યાસ, પ્રાથમિકથી કૉલેજ સુધીનો હુબલીમાં કર્યો. તેમણે અર્થશાસ્ત્ર સાથે એમ. એ. કરી પોલિસ-લાઈનમાં જોડાવાની ઇચ્છાથી I.P.S.નો અભ્યાસ કર્યો. અભ્યાસકાળ દરમ્યાન તેઓ રમતગમતમાં સૌથી મોખરે રહેતા, ઇતર પ્રવૃત્તિમાં પણ ભાગ લેતા. આઈ.પી.એસ.ની તાલીમ મસૂરી અને આબુ ખાતે મેળવી. ૧૯૬૯થી ઉત્તરપ્રદેશમાં પોલિસ-સર્વિસમાં પોતાની કારકિર્દી જિલ્લા પોલિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે શરૂ કરી. અત્યાર સુધીમાં તેમણે એ પ્રદેશના મેરઠ, મુરાદાબાદ, બનારસ, ગાજીપુર, દેવરિયા અને હાલ ફરૂકાબાદ જિલ્લાના ફતેહગઢ ખાતે પોલિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ત્યાંની પ્રજામાં પોતાની આગવી યશસ્વી પ્રતિભા પાડી છે. ત્યાંના ડાકુઓના પ્રદેશમાં જીવસટોસટની ઘટનાઓ વખતે પણ ખૂબ જ બહાદુરી, કુશળતા અને પરિશ્રમથી ત્યાંના પોલિસ-સર્વિસ-રેકર્ડમાં ખૂબ જ સાદા અને સીધા પણ શક્તિશાળી અધિકારી તરીકે તેમણે નામના મેળવી છે. ૫૯૪ “શ્રી મહેન્દ્રભાઈને વાચન તેમ જ પ્રવાસનો સારો શોખ છે. વાતો કરવાને બદલે કામમાં માને છે. ‘ફરજ પ્રથમ’ એ એમનો જીવનમંત્ર છે. કોઈ પણ જોખમી કામમાં નિર્ભયપણે ધસી જવું એ તેમનો ખાસ સ્વભાવ છે. લોકોના પ્રશ્નોને સમજી તેનો કેમ સફળતાપૂર્વક ઉકેલ લાવવો એ તેમનો સિદ્ધાંત છે. એટલે તેઓ જે જિલ્લામાં જાય છે, ત્યાંના લોકોનાં અને કાર્યકરોનાં હૃદયને જીતી લે છે. મુરાદાબાદમાં હતા ત્યારે હથિયારો બનાવવાનાં છૂપાં કારખાનાંઓ ખૂબ પરિશ્રમ અને સંકટો વેઠીને પકડી પાડેલ. બનારસમાં હતા ત્યારે વિદ્યાર્થી-આલમના ઝનૂની જુવાળને ખાળવામાં પણ તેમણે સફળ કામગીરી કરી, અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું પણ નિરાકરણ કરાવ્યું. છેલ્લે દેવરિયામાં હતા ત્યારે દેશના અર્થતંત્રને ખોરવી નાખનાર નકલી નોટો બનાવવાના કારખાનાની કડીઓ શોધી કાઢવામાં પાયાની કામગીરી કરી. “આપણી જ્ઞાતિનો મુખ્ય વ્યવસાય વેપાર છે. પરંતુ શ્રી લાલકાએ પોલિસ-લાઈનમાં જોડાઈ પોતાના જ્ઞાતિબંધુઓને નવો રાહ ચીંધ્યો છે. પોલિસ-લાઈનમાં ઉચ્ચ હોદ્દે આટલી નાની વયમાં પહોંચનાર તેઓ પ્રથમ કચ્છી જૈન છે. “શ્રી ખેતશી દેવશી દંડે મને હિંદીના વિખ્યાત માસિક ‘સત્યકથા’નો માર્ચ ૧૯૭૭નો અંક, તેમાં પ્રગટ થયેલા શ્રી અરુણેશ નીરનના ‘નાતી નોટોળા જારોવાર' નામે પ્રથમ મુખ્ય લેખ વાંચવા માટે મોકલ્યો, ત્યારે તે વિસ્તૃત લેખમાં શ્રી મહેન્દ્ર લાલકાએ બજાવેલ કામગીરીનો મુખ્ય ભાગ વાંચી ખૂબ આનંદ થયો. લેખની શરૂઆતમાં લેખકે શ્રી લાલકાની ભારોભાર પ્રશંસા કરતાં નીચેના શબ્દો ઉચ્ચાર્યા છે : ‘આ એક ખૂબ મોટો ચમત્કાર હતો. ગાજીપુરના પોલિસ-અધીક્ષક શ્રી લાલકાએ પોલિસના રેકોર્ડમાં સુવર્ણપૃષ્ઠો ઉમેરી દીધાં હતાં. સ્વતંત્ર ભારતના Page #618 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્યાણજીભાઈ મહેતા પ૯૫ પોલિસ-રેકોર્ડમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં બનાવટી નોટો, ગુનેહગાર સહુ સભ્યો, પ્રેસ અને બ્લોકો પકડવાનું ઉદાહરણ મળતું નથી, જે શ્રી લાલકાએ કરી બતાવ્યું છે. પરંતુ આ ચમત્કાર કરી બતાવવા માટે શ્રી લાલકાને કેટલો પરિશ્રમ અને કેટલી દોડધામ કરવી પડી !' લેખના અંતમાં લેખક જણાવે છે : “જ્યારે મેં શ્રી મહેન્દ્ર લાલકાને ફરીથી પૂછ્યું, “આપે આ કેસ ઉપર આટલી મહેનત કર્યા પછી એને સી.બી.આઈ.ને શા માટે સોંપી દીધો ? જો કે સમાચારપત્રોએ આ કેસના હીરો તરીકે આપને જ માન્યા છે, છતાં તેના યશનો કંઈક અંશ સી.બી.આઈ.વાળા પણ લઈ ગયા !” ત્યારે શ્રી લાલકાએ નમ્રતાથી જવાબ આપ્યો : “યશ ? યશ કોઈને પણ મળે, મને અનુભવ મળ્યો છે, જે મારા પોલિસ-જીવન માટે સહુથી વધારે મહત્ત્વપૂર્ણ છે. દેશની સેવા કરવાનો સુયોગ મને મળે એનાથી ચડિયાતું ઇનામ બીજું કયું છે ?” “કેવી ઉદારતા !” જ્યાં આ સત્ય-ઘટના પોતે જ કથાના ઘડવૈયા યોદ્ધાની શૌર્યકથા કહેતી હોય ત્યાં એ ઉપર વિવેચન કરવાની શી જરૂર ? અમે ભાઈશ્રી મહેન્દ્ર લાલકાની આવી ઉજ્જવળ સફળતા માટે ગૌરવ અનુભવીએ છીએ, અને એમની કારકિર્દી વધુ ને વધુ સફળ અને યશસ્વી બને એવી અંતરની શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. (તા. ૧૪-૧-૧૯૭૮) (૩૦) રાષ્ટ્રીય સેવકરન શ્રી કલ્યાણજીભાઈ ગુજરાતના જનસેવાપરાયણ રાષ્ટ્રપુરુષ સ્વનામધન્ય શ્રી કલ્યાણજીભાઈ મહેતાનું અવસાન થયું અને સેવાનિષ્ઠા, નિઃસ્વાર્થવૃત્તિ, શીલ-સદાચારની ભાવના, ત્યાગ-સમર્પણશીલતા અને કર્તવ્યપરાયણતાથી શોભતું એક તેજસ્વી વ્યક્તિત્વ આપણી પાસેથી સદાને માટે હરાઈ ગયું. શ્રી કલ્યાણજીભાઈની ઉંમર તો ૮૩ વર્ષ જેટલી પરિપક્વ હતી, પણ એમનું ચિત્ત સદા યુવાન, સદા વિકાસશીલ અને સદા જાગૃત હતું. અન્યાય, અધર્મ અને અત્યાચારને ક્યારે ય બરદાસ્ત ન કરવા, ગમે તે જોખમ ખેડીને પણ એની સામે થવું અને દુઃખિયાનાં દુઃખ દૂર કરવા દિલ દઈને ઝઝૂમવું એ શ્રી કલ્યાણજીભાઈની સહજ પ્રકૃતિ હતી. એમની તમામ જાહેર પ્રવૃત્તિઓનું ચક્ર તેઓની આ પ્રકૃતિની આસપાસ જ ગોઠવાયેલું હતું – ભલે પછી એ પ્રવૃત્તિ Page #619 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે સમાજસુધારાની હોય, રાષ્ટ્રીય ઉત્થાનની, ગરીબ-પછાત જાતિઓના ઉદ્ધારની હોય, શિક્ષણ-સાહિત્યને લગતી હોય, કે બીજી કોઈ પણ હોય. રાષ્ટ્રભક્તિના ભેખધારી થવાનું વ્રત તો તેઓએ, ગાંધીજી આપણા દેશની સ્વાતંત્ર્ય-ચળવળના સુકાની બન્યા તે પહેલાં, હોમરૂલના વખતમાં જ સ્વીકાર્યું હતું. દેશને પરદેશી શાસનની ધૂંસરીમાંથી મુક્ત કરવાની તમન્ના તો એમના રોમરોમમાં ધબકતી હતી. એટલે ગાંધીજીની આગેવાની અને એમની અહિંસક લડતની વાતે એમના અંતર પર જાણે કામણ કર્યું હતું; શ્રી કલ્યાણજી કાકા ગાંધીજીની અહિંસક સેનાના એક અદના સૈનિક બની ગયા. એક રીતે તેઓ આ લડતના એક કુનેહબાજ, હિંમતવાન અને અણનમ નાના-સરખા સેનાપતિ જ બની ગયા હતા. શ્રી કલ્યાણજીકાકાનું જીવન પૈસાની, સત્તાની કે કીર્તિની આકાંક્ષાથી સર્વથા અલિપ્ત અને કોઈ સાધુપુરુષના જેવું પવિત્ર અને અનાસક્ત હતું. તેઓ પોતાની અનેકવિધ સેવાપ્રવૃત્તિઓથી એવા રંગાયેલા હતા અને એમાં એવા તલ્લીન બની જતા કે તેઓએ જીવનભર એકાકી રહેવાનું જ પસંદ કર્યું હતું. શ્રી કલ્યાણજીભાઈનો જન્મ સૂરત જિલ્લાના વાંઝ ગામમાં સને ૧૮૯૦માં એક પાટીદાર કુટુંબમાં થયો હતો. અભ્યાસકાળ પૂરો થાય તે પહેલાં જ માત્ર ૧૭ વર્ષની ઊછરતી વયે, તેઓએ સને ૧૯૦૭માં સૂરત મુકામે મળેલ રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ના અધિવેશનમાં એક પ્રેક્ષક તરીકે હાજરી આપી; અને ત્યારથી એમનો જીવનરાહ જ બદલાઈ ગયો. શરૂ-શરૂમાં તેઓએ પોતાની પાટીદાર કોમમાં સામાજિક સુધારાની ઝુંબેશ ઉપાડી; અને પછી તો રાષ્ટ્રીય ભાવનાનાં રંગે તેઓ એવા રંગાઈ ગયા કે છેવટે દેશભક્તિ અને દેશવાસીઓની સેવાને જ એમનું સમગ્ર જીવન સમર્પિત થઈ ગયું. એક નિષ્ઠાવાન રાષ્ટ્રપુરુષ તરીકે, તેઓએ નાનાં-મોટાં સંખ્યાબંધ જવાબદારીવાળાં પદોએ રહીને કામ કર્યું હતું. છતાં કોઈ પદનો મોહ એમને ક્યારે પણ સતાવી શક્યો ન હતો. સત્તા એ અધિકાર ભોગવવાનું નહીં, પણ સેવાની જવાબદારીનું સ્થાન છે એવી એમની સ્પષ્ટ સમજણ હતી. એમની વાણી ધારદાર પાટીદારશાહી હતી, અને એ વાણીમાં, સરદાર પટેલની આગઝરતી વાણીની જેમ, મડદામાં પ્રાણ પૂરવાનું બળ હતું. ભલભલા મોટા માનવી કે સત્તાધીશને પણ સાચી વાત સંભળાવવાની નીડરતા તેઓને સહજસિદ્ધ હતી. શ્રી કલ્યાણજીભાઈ સાહિત્યરુચિ અને સર્જકશક્તિ પણ ધરાવતા હતા, અને જનસેવાની ભાવનાથી પ્રેરાઈને તેઓએ નાની-મોટી અનેક સંસ્થાઓની સ્થાપના Page #620 -------------------------------------------------------------------------- ________________ શ્રી અચલસિંહજી પ૯૭ કરી હતી તેમ જ કેટલીય સંસ્થાઓનો વહીવટ સારી રીતે ચલાવ્યો હતો – બધું જળકમળની જેમ નિર્લેપભાવે. આ સંસ્થાઓ લાંબા સમય સુધી શ્રી કલ્યાણજીભાઈની કીર્તિગાથા સંભળાવતી રહેશે અને સેવાની પ્રેરણા આપતી રહેશે. મરોલીમાં અસ્થિર મગજવાળા માનવીઓની સારવાર માટે ચાલતો આશ્રમ એ પણ શ્રી કલ્યાણજીભાઈનું જ સર્જન હતું. આ આશ્રમમાં જ તેઓએ ચિરવિશ્રામ કર્યો ! (તા. ૨૧-૭-૧૯૭૩) (૩૧) સંઘ અને રાષ્ટ્રના સેવક શેઠ શ્રી અચલસિંહજી સ્થાનકમાર્ગી જૈન સંઘના અગ્રણીઓમાં જેઓનું સ્થાન આગળ-પડતું છે, તે આગરાનિવાસી શ્રેષ્ઠિવર્ય શ્રી અચલસિંહજીએ ગત તા. પ-પ-૧૯૭૫ના રોજ પોતાના સેવાપરાયણ, યશસ્વી અને કર્તવ્યનિષ્ઠ જીવનનાં એંશી વર્ષ પૂરાં કરીને એકાશીમાં વર્ષમાં પ્રવેશ કર્યો તે પ્રસંગે અમે એમને અમારાં હાર્દિક અભિનંદન આપીએ છીએ. શેઠ શ્રી અચલસિંહજી એક જૈન ફિરકાના આગેવાન છે એ તો કેવળ એમના જીવનનું એક પાસું જ છે. વળી, સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના પ્રમુખપદે એમની વરણી કરવામાં આવી હતી એ પણ સાચું છે. આમ છતાં તેઓનું જીવન એમની ધર્મ અને સમાજની સેવા કરવાની ભાવનાથી પણ વિશેષ એવી રાષ્ટ્રીયતાની ભાવનાના રંગે રંગાયેલું છે. ઉત્તર પ્રદેશના એક શક્તિશાળી અને વગદાર રાષ્ટ્રીય નેતા તરીકેની એમની કારકિર્દી ખૂબ ઉજ્વળ છે. દેશની સ્વતંત્રતાની અહિંસક લડતની ઉદ્ઘોષણા મહાત્મા ગાંધીએ કરી તે પહેલાંથી તેઓ રાષ્ટ્રભાવનાના ઉપાસક બન્યા હતા; અને સમય જતાં ગાંધીજીના અનુયાયી અને આઝાદીના યુદ્ધના સૈનિક બન્યા હતા. દેશની સ્વતંત્રતા માટેની અહિંસક લડાઈના અનેક રાષ્ટ્રીય સૈનિકોની જેમ શ્રી અચલસિંહજી પણ ગર્ભશ્રીમંતાઈમાં ઊછર્યા હતા, છતાં દેશને આઝાદ કરવાની રાષ્ટ્રવ્યાપી લડતને વેગવાન બનાવવામાં ગમે તે પ્રકારનાં કષ્ટો સહન કરવા તેઓ હમેશાં સજ્જ રહ્યા હતા. અંગ્રેજ સરકારે આ નવલા યુદ્ધને થંભાવી દેવા માટે આપેલ કોઈ પણ પ્રકારની યાતનાઓ એમને વિચલિત કરી શકી ન હતી; ઊલટું, એમનું હીર અને પરાક્રમ ઉત્તરોત્તર વધતું જ રહ્યું હતું. આ લડત દરમિયાન તેઓએ અનેક વાર મહિનાઓ અને વર્ષો સુધી જેલવાસ પણ સહર્ષ સહન કર્યો હતો. Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ અમૃત-સમીપે દેશના નબળા, ગરીબ અને અભણ વર્ગની ભલાઈ હમેશાં એમના હૈયે વસેલી છે. આ માટે તેઓ કંઈક ને કંઈક પ્રવૃત્તિ અને સખાવત કરતા જ રહે છે. એમની સેવા-ભાવનાને જ્ઞાતિ, વર્ણ કે ધર્મની કોઈ સંકુચિત દૃષ્ટિ સ્પર્શી શકતી નથી. તે પોતાની સેવાભાવના, કાર્યકુશળતા અને ધ્યેયનિષ્ઠાને લીધે તેઓ સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય ક્ષેત્રમાં અનેક માન અને ગૌરવનાં સ્થાનો શોભાવીને જનતાનો વિશ્વાસ અને પ્રેમ સંપાદન કરી શક્યા છે. મહાત્મા ગાંધી અને શ્રી જવાહરલાલ નેહરૂ પણ એમના પ્રત્યે પોતાપણાની લાગણી ધરાવતા હતા. અત્યારનાં વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી અને બીજા પણ અનેક આગેવાન રાજપુરુષોનો તેઓએ વિશ્વાસ સંપાદન કર્યો છે. બધા જૈન ફિરકાઓની એકતાની એમની ભાવના સુવિદિત છે. ભગવાન મહાવીરનાં પચીસસોમાં નિર્વાણ-કલ્યાણકની રાષ્ટ્રીય ધોરણે, રાષ્ટ્રવ્યાપી ઉજવણી થઈ રહી છે એમાં પણ એમનો ફાળો નોંધપાત્ર છે. આવા એક ભાવનાશીલ, કલ્યાણકામી અને કર્તવ્યપરાયણ મહાનુભાવનું જીવન એ તો જનસમૂહની બહુમૂલી મૂડી છે. (તા. ૧૭-૫-૧૯૭૫) (૩૨) રાષ્ટ્ર અને જૈનસંઘના વત્સલ મિત્ર શ્રી રાંકાજી ધર્મના પાયા-સમાન સમતા, સહિષ્ણુતા અને સત્યપ્રિયતાનો ત્રિવેણીસંગમ સાધીને પોતાના જીવનને ઉચ્ચાશયી અને વિકાસગામી બનાવવાનો સનિષ્ઠ પ્રયત્ન કરવામાં જ જિંદગીની સાર્થકતા સમજનાર સ્વનામધન્ય શ્રી ઋષભદાસજી રાંકા, એમના અંતિમ વતનસ્થાન પૂનામાં, તા. ૧૦-૧૨-૧૯૭૭ના રોજ હૃદયની ગતિ રોકાઈ જવાથી, એકાએક સ્વર્ગવાસ પામતાં જનસમૂહમાંથી એક સજ્જનશિરોમણિ, સરળપરિણામી, નિખાલસ, સંવેદનશીલ અને સૌ પ્રત્યે (પોતાના વિરોધીઓ પ્રત્યે પણ) મિત્રભાવ ધરાવતા એક મહામના મહાનુભાવ સદાને માટે અદશ્ય થયા છે. સ્વર્ગવાસના અઠવાડિયા પહેલાં જ તેઓએ પંચોતેરમા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. એટલે એમની ઉમર પરિપક્વ હતી. પણ પોતાના નિકટના વર્તુળમાં ભાઉસાહેબના હતદર્શક, આદરભર્યા નામથી ઓળખાતા શ્રી રાંકાજીની હૂંફ એટલી બધી વ્યક્તિઓ સુધી વિસ્તરેલી, કે જેથી એમની વિદાય એ બધાં માટે તેમ જ કેટલીક સંસ્થાઓ માટે પણ ઘણી વસમી અને મોટી ખોટરૂપ બની રહેશે. એનું મુખ્ય કારણ છે એમની સહજ કરુણા અને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાનું કાર્ય Page #622 -------------------------------------------------------------------------- ________________ ૫૯૯ શ્રી રાંકાજી પૂર્ણ નિષ્ઠા અને ચીવટથી કરવાની પ્રકૃતિ. એમનું દિલ ફૂલ જેવું મુલાયમ હતું. સાચે જ, તેઓ દીન-દુખિયાના બેલી અને ભાંગ્યાના ભેરુ હતા. છેલ્લે-છેલ્લે મુંબઈના શ્રી મહાવીર કલ્યાણ કેન્દ્ર દ્વારા અને તે પહેલાં બીજી જાહે૨ સેવાની સંસ્થાઓ મારફત એમણે વ્યાપક પ્રમાણમાં જે પ્રવૃત્તિઓ કરી છે, તે એમની કલ્યાણબુદ્ધિ અને પરગજુવૃત્તિની કીર્તિગાથા સંભળાવતી રહે એવી છે. એમના વડવાઓ તો રાજસ્થાનના વતની હતા, પણ એમના પિતા શ્રી પ્રતાપમલજી વ્યવસાય નિમિત્તે મહારાષ્ટ્રનાં ખાનદેશ જિલ્લામાં ફતેપુર ગામમાં જઈ વસ્યા હતા. શ્રી રાંકાજીનો જન્મ ફતેપુરમાં સને ૧૯૦૩માં ત્રીજી ડિસેમ્બરે થયો હતો. પોતાની ત્રણ બહેનો કરતાં રાંકાજી મોટા હતા. શાળામાં અભ્યાસ કરવાનો એમને વિશેષ અવસર નહીં મળ્યો હોય તે એ હકીકત ઉ૫૨થી જાણી શકાય છે, કે ફક્ત ચૌદ વર્ષની ઉંમરે જ તેઓ એમના પિતાશ્રીના કાપડના ધંધામાં જોડાઈ ગયા હતા. વળી, એમણે ખેતી અને ગોપાલનનો અનુભવ પણ લીધો હતો. પણ લોકસેવા અને રાષ્ટ્રભાવનાના રંગે રંગાઈ જનાર શ્રી રાંકાજીનો જીવ આવા કોઈ સ્થાને ઠર્યો નહીં, અને સને ૧૯૨૩ની સાલમાં ગાંધીજીનો સ્વરાજ્યની લડતનો સાદ એમના અંતરને જગાડી ગયો. માત્ર વીસ જ વર્ષની ઊછરતી ઉંમરે તેઓ ખાદીના પ્રચાર અને ખાદીભંડારોના રાષ્ટ્રીય કામમાં પરોવાઈ ગયા. વધારામાં એમને ગાંધીજીના ‘માનસપુત્ર’ (‘પાંચમા પુત્ર') જમનાલાલજી બજાજનો સંપર્ક થયો; અને તેઓ રાષ્ટ્રીય આઝાદીની અહિંસક લડતના વફાદાર સૈનિક બની ગયા. એક નિષ્ઠાવાન રાષ્ટ્રસૈનિક તરીકે એમણે અનેક વાર જેલવાસ પણ ભોગવ્યો અને રાષ્ટ્રીય જાહેર સંસ્થાઓને પણ પોતાની સેવાઓ આપી. આ કાર્ય કરતાં-કરતાં એમને મહાત્મા ગાંધી, જમનાલાલજી બજાજ, જાસૂજી, વિનોબાજી, કેદારનાથજી વગેરે અનેક રાષ્ટ્રપુરુષોના નિકટના સંપર્કનો એવો લાભ મળ્યો કે જેથી એમના જીવનને સંત-સેવક જેવી પ્રકૃતિનો નવો વળાંક મળ્યો. રાષ્ટ્રીય ક્ષેત્રમાં પૂરાં ૨૩ વર્ષ લગી, સને ૧૯૪૬માં સ્વરાજ્યની પ્રાપ્તિનાં પડઘમ સંભળાવાં શરૂ થયાં ત્યાં સુધી તેઓ મન દઈને કામ કરતા જ રહ્યા. પણ સ્વરાજ્ય-પ્રાપ્તિ પછીના સત્તા માટેની સાઠમારીના મેલા અને સ્વાર્થી રાજકારણથી જાણે કુદ૨તમાતા એમને બચાવી લેવા માગતી હોય એમ સને ૧૯૪૬ના વર્ષથી જ એમની પ્રવૃત્તિની દિશા બદલાઈ ગઈ, અને જૈનસંઘના બધા ફિરકાઓની એકતા માટે કામ કરવાના ઉદ્દેશથી સ્થપાયેલ શ્રી ભારત-જૈન મહામંડળના કામમાં તેઓ પૂર્ણયોગથી જોડાઈ ગયા. છેલ્લાં પચીસેક વર્ષ દરમ્યાન આ સંસ્થાએ પોતાના ઉદ્દેશને પૂરો કરવા માટે તેમ જ વિકાસ સાધવા માટે જે કંઈ કામગીરી બજાવી, Page #623 -------------------------------------------------------------------------- ________________ soo અમૃત-સમીપે એમાં શ્રી રાંકાજીનો ફાળો વૈવિધ્યપૂર્ણ તેમ જ અસાધારણ છે. પોતાના સૌજન્યશીલ અને સમન્વયશીલ નિઃસ્વાર્થ વ્યકિતત્વના બળે એમણે બધા ફિરકાના સંઘોના મોટા-મોટા કેટલા બધા અગ્રણીઓને ભારત-જૈન-મહામંડળના કાર્યમાં રસ લેતા કર્યા હતા ! છેલ્લાં એક-બે વર્ષ દરમ્યાન એમણે ક્ષેત્રસંન્યાસ લીધો હતો, અને શેષ આયુષ્ય શાંત-સ્વસ્થ ચિંતન-મનનમાં વીતે એટલા માટે મુંબઈ છોડીને પૂનામાં રહેવાનું શરૂ કર્યું હતું; આમ છતાં ભારત જૈન મહામંડળનું હિત સદા ય એમના હૈયે વસેલું હતું. વળી, રાષ્ટ્રસેવા અને સમાજસેવાની જેમ એમની શિક્ષણ-પ્રસાર-પ્રવૃત્તિ પણ નોંધપાત્ર હતી. હિન્દી તથા મરાઠી ભાષાનાં અનેક પુસ્તકોના એક નિપુણ સર્જક તરીકેની તેમ જ એક અસરકારક વક્તા તરીકેની એમની સિદ્ધિ એમના વ્યક્તિત્વને વધારે આકર્ષક બનાવે એવી અને એમના પ્રત્યેના માનમાં વધારો કરે એવી હતી. જેમ એમનું ચિત્ત કડવાશ, દુરાગ્રહ અને ક્લેશથી મુક્ત હતું, તેમ એમની કલમ તથા વાણી પણ મધુર, વાત્સલ્યસભર અને સુગમ-સ૨ળ હતી. એમણે પોતાનાં મન-વચનકાયામાં સમતા અને એકરૂપતા સ્થાપવાનો સદા જાગૃત પ્રયત્ન કર્યો હતો. ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણ-મહોત્સવની રાષ્ટ્રીય તથા અન્ય ધોરણોએ વ્યાપક રાષ્ટ્રીય ઉજવણી થાય અને ભગવાન મહાવીરનો અહિંસા અને વિશ્વમૈત્રીનો સંદેશો સર્વત્ર પ્રસરે એ માટે એમણે જે હિંસક યાતનાઓ સુધ્ધાં વેઠી હતી અને અપાર જહેમત ઉઠાવી હતી તે વીસરાય એવી નથી. કેટલાક વખત પહેલાં એમને મૂત્રાશયનું કેન્સર થયું હતું. મુંબઈમાં એનું સફળ ઓપરેશન કરાવ્યા પછી તેઓ પૂનામાં આરામ-આનંદથી રહેતા હતા. એવામાં, એકાએક આવેલા હ્રદયથંભના કારણે એમણે શાંતિથી દેહત્યાગ ર્યો. (તા. ૨૪-૧૨-૧૯૭૭) (૩૩) રાષ્ટ્રપ્રહરી, સમાજવત્સલ કર્મપુરુષ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રી ચીમનભાઈએ પોતાની અસાધારણ એવી કુશાગ્રબુદ્ધિના બળે ધારાશાસ્ત્રી-સોલિસિટર તરીકેના પોતાના વ્યવસાયમાં ઘણી નામના અને સફળતા મેળવી હતી તે સુવિદિત છે; પણ એના કરતાં ય વધુ સુવિદિત છે એમના આશરે અડધી સદી જેટલા લાંબા સમયપટને સ્પર્શતા જાહેર જીવનની યશોજ્જ્વળ કારકિર્દી. આવી જાહેર કારકિર્દી નિમિત્તે એમણે કાર્યદક્ષતા, કુનેહ, કલ્યાણબુદ્ધિ, Page #624 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ૬૦૧ સેવાવૃત્તિ, સ્વસ્થતા, સત્યચાહના, અધ્યયનશીલતા, ધર્મપરાયણતા, ઉદારતા જેવી પોતાની અનેક શક્તિઓને તથા ગુણસંપત્તિને ઉપાસી છે. શ્રી ચીમનભાઈ સ્થાનકવાસી જૈનસંઘમાં એક બાહોશ, વગદાર, અને પ્રભાવશાળી અગ્રણી તરીકે ભારે આદર-બહુમાનભર્યું સ્થાન ધરાવે છે. સ્થાનકવાસી સંઘની આંતરિક, ધાર્મિક તેમ જ સામાજિક કેટકેટલી યોજનાઓ તથા પ્રવૃત્તિઓ માટે એમનાં આવડત અને માર્ગદર્શનનો કેટલો બધો લાભ મળતો રહ્યો છે ! ઉપરાંત, કેળવણીની, વૈદ્યકીય ઉપચારની, સમાજોત્થાનની, ગ્રંથપ્રકાશનની, સાધુ-સાધ્વીઓના અધ્યયન-અધ્યાપનને લગતી અને બીજી પણ કેટલી બધી સંઘની પાંખોને કાર્યશીલ તેમ જ પગભર બનાવવા માટે તેઓ કેટલાં બધાં ચિંતા અને પ્રયત્ન કરે છે ! એમ કહી શકાય કે એમની કાર્યશક્તિ અને સેવાવૃત્તિનો લાભ, એક યા બીજા રૂપમાં, સ્થાનકવાસી સંઘની બધી નહીં તો મોટા ભાગની સંસ્થાઓને મળતો રહ્યો છે, અને તેથી જે-તે સંસ્થાના વિકાસ સાથે શ્રી ચીમનભાઈનું નામ અને કામ ચિરકાળપર્યંત સંકળાયેલું રહેશે. પણ શ્રી ચીમનભાઈનું જાહેરજીવન જો આટલી સેવા પૂરતું જ મર્યાદિત 'રહ્યું હોત, તો તે દૂર-દૂર સુધી પ્રકાશ પ્રસરાવી શકે એવા જળહળતા વીજળીના દીવાને નાના-સરખા ઓરડાની ચાર દીવાલો વચ્ચે રૂંધી નાખવા જેવી કમનસીબી લેખાત. પણ, એમ ન બન્યું અને સમયના વહેવા સાથે, એ વધુ ને વધુ વિસ્તૃત બનતું ગયું એ મોટી ખુશનસીબીની વાત લેખાવી જોઈએ. સંભવ છે, એમનું વ્યાપક જાહેરજીવન ગાંધીયુગમાં દેશવ્યાપી બનેલી રાષ્ટ્રભાવના અને દેશને સ્વતંત્ર બનાવવાની અદમ્ય પ્રવૃત્તિથી આરંભાયું હોય. જેમ રાષ્ટ્રના સ્વાતંત્ર્યની તથા રાષ્ટ્રના ઉત્થાનની પ્રવૃત્તિમાં શ્રી ચીમનભાઈનો ફાળો નોંધપાત્ર છે, તેમ અન્ય જૈન ફિરકાઓની સત્પ્રવૃત્તિના સહભાગી બનીને એમણે એ ફિરકાઓમાં પણ સારી ચાહના મેળવી છે. એમની આવી વ્યાપક દૃષ્ટિનું આહ્લાદકારી દર્શન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, શ્રી ભારત જૈન મહામંડળ, શ્રી મહાવીર કલ્યાણકેન્દ્ર, સ્થાનકવાસી સંઘની સખાવતથી ચાલતું સર્વ કોમો માટેનું ‘જૈન ક્લિનિક' અને ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણવર્ષની ઉજવણી માટે કેન્દ્ર-સરકાર તથા રાજ્ય-સરકાર દ્વારા નિમાયેલી તેમ જ દિલ્હીમાં તેમ જ મુંબઈમાં જૈનસંઘના ચારે ફિરકાના સંયુક્ત ઉપક્રમે રચાયેલી સમિતિઓ એ બધાં સાથે સંકળાઈને એમણે બજાવેલી મહત્ત્વની કાર્યવાહીમાં થાય છે. વળી આપણા વિખ્યાત સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુનશીના એક વિશ્વાસપાત્ર સાથીરૂપે, ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યવાહક-મંડળના એક સભ્ય તરીકે પણ તેઓએ વર્ષો સુધી પોતાની સેવાઓ આપી હતી એ બીના એમની સાહિત્યરુચિ અને વિદ્યાપ્રીતિની સાક્ષી પૂરે છે. - Page #625 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ અમૃત-સમીપે વળી તેઓ વ્યવસાયે એક ખૂબ યશસ્વી કાયદાશાસ્ત્રી હોવા છતાં, કદાચ એમ કહી શકાય કે એમના જીવનનો સ્થાયી રસ સેવાપરાયણ જાહેરજીવન જેટલો જ સત્યમૂલક વિદ્યાસાધના તરફ હતો. એનું બીજ કે એધાણ તેઓએ અભ્યાસકાળમાં કાયદાશાસ્ત્રનું સ્નાતકપદ મેળવવા ઉપરાંત તત્ત્વજ્ઞાનનો વિષય લઈને એમ.એ.ની પદવી પ્રથમ પંક્તિમાં પ્રાપ્ત કરી હતી એમાં પણ પડેલું છે. એમની આ વિદ્યાસાધના એક તત્ત્વચિંતક, સત્યશોધક, ધાર્મિક-સામાજિક-રાષ્ટ્રીય દૃષ્ટિ ધરાવતા મૌલિક વિચારક, નીડર અને અસરકારક લેખક, “પ્રબુદ્ધ-જીવન' પાક્ષિકના સંપાદક, પ્રભાવશાળી વક્તા વગેરે અનેક રૂપે આપણને જોવા મળે છે. એક જ વ્યક્તિમાં આવી અનેક પ્રકારની સિદ્ધિનો યોગ બહુ ઓછો જોવા મળે છે. એને લીધે તેઓ આર્થિક રીતે પણ ખૂબ સુખી છે. શક્તિ, બુદ્ધિ અને શુભદૃષ્ટિના પુંજ સમી આવી સમર્થ વ્યક્તિ મુંબઈ નગરના કે ઇતર સ્થાનના જાહેર જીવનમાં સન્માનભર્યું સ્થાન પામે એમાં શી નવાઈ ? ૧૯૭૧માં તેઓને ગુજરાત સરકારે ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ તરીકે નીમ્યા હતા. શ્રી ચીમનભાઈ સૌરાષ્ટ્રના પાણશીણા જેવા ગામડામાં માર્ચ ૧૯૦૨માં જન્મ્યા હતા. એમનું કુટુંબ આર્થિક રીતે ગરીબ હતું. એ સમય પણ દેશની ગુલામીનો અને પછાતપણાનો હતો. આ બધું હોવા છતાં શ્રી ચીમનભાઈએ, પોતાના પ્રારબ્ધ અને પુરુષાર્થના બળે, પોતાના જીવનને અનેક પ્રકારની સફળતાઓથી સમૃદ્ધ બનાવ્યું અને ઘણી ખ્યાતિ મેળવી. - ધર્મ, સમાજ, દેશ, સાહિત્ય અને શિક્ષણને લગતી પ્રવૃત્તિ માટે મોટાં-મોટાં દાનો મેળવવાની શ્રી ચીમનભાઈની આવડત તો અભિનંદનીય અને દાખલારૂપ છે; આ એમની વ્યવહારુ દષ્ટિ, અસાધારણ કાર્યશકિત અને વિશાળ કલ્યાણબુદ્ધિનું જ સુપરિણામ છે એમાં શક નથી. અમેરિકા જેવા દૂર દેશમાં વસનાર મિ. ટક્કર જેવા અહિંસાપ્રેમી, ધર્મના ચાહક અને સદાચાર-સદ્દવિચારના પ્રસારની ઉત્કટ ઝંખના સેવતા મહાનુભાવ પોતાની કરોડો રૂપિયાની સખાવત માટે શ્રી ચીમનભાઈની સલાહ લે, એમની યોજનાનો સ્વીકાર કરે અને એમના કહેવા ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકીને એમને પોતાના ટ્રસ્ટ ના ટ્રસ્ટી બનાવે અને એ ટ્રસ્ટના હેતુઓનો અમલ કરવાની મોટા ભાગની સત્તા એમને સુપરત કરે, અને એમ કરીને પોતાની મોટી જવાબદારી પૂરી કે ઘણી ઓછી થયાની હળવાશ અને નિરાંત અનુભવે, એ બીના પણ શ્રી ચીમનભાઈની વ્યવહારુ સૂઝ, કાર્યશક્તિ અને કલ્યાણબુદ્ધિની સૂચક છે. Page #626 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ મહામંડળનું સુકાનીપદ ભારત-જૈન-મહામંડળનું અધિવેશન ચાલુ સપ્ટેમ્બર માસની ૨૯-૩૦મી તારીખો દરમ્યાન જોધપુરમાં મળવાનું છે; એના પ્રમુખ તરીકે શ્રી ચીમનભાઈની વરણી કરવામાં આવી છે. આનાથી મહામંડળ અને શ્રી ચીમનભાઈ બંનેનું ગૌરવ વધ્યું છે. મહામંડળને વિશેષ અભિનંદન એટલા માટે કે શ્રી ચીમનભાઈની નેતાગીરીનો જે લાભ, એમને પ્રમુખપદ સોંપીને હજી સુધી સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ નથી લઈ શકી, તે લાભ મહામંડળે લીધો ! અમારી સમજ મુજબ, શ્રી ચીમનભાઈને કૉન્ફરન્સનું સુકાનીપદ સોંપીન એમની અનેકવિધ કાબેલિયતનો લાભ સમાજને અપાવવાનો સમય ક્યારનો પાકી ગયો છે. શ્રી ચીમનભાઈમાં એક કાબેલ નેતા તરીકે માર્ગદર્શન આપીને બીજાઓ પાસેથી ધાર્યું કામ કરાવવાની અને નિર્ધારિત કરેલ યોજનાને સફળ બનાવવાની વિશિષ્ટ શક્તિ છે. એમનું મૂળ હાડ તો એક કુશળ અને નિષ્ઠાવાન રાષ્ટ્રીય કાર્યકરનું જ છે. સ્વરાજ્યની લડત દરમ્યાન અને સ્વરાજ્યપ્રાપ્તિ બાદ પણ એમણે પોતાની રાષ્ટ્રનિષ્ઠા અને રાષ્ટ્રભક્તિનો પરિચય અનેક વાર આપ્યો જ છે. પણ સ્વરાજ્યપ્રાપ્તિ બાદ દેશમાં ધીમે-ધીમે સત્તાની સાઠમારી વેગવાન બનતાં નિઃસ્વાર્થ કાર્યકરોને માટે સક્રિય રાજકારણમાં રહેવું લગભગ અશક્ય બની ગયું. આને લીધે શ્રી ચીમનભાઈ જેવા અનુભવી, કસાયેલા અને ભાવનાશીલ અનેક કાર્યકરોની સેવાઓનો લાભ દેશે જતો કરવો પડ્યો છે. ૩૦૩ કુશાગ્રબુદ્ધિ, કાર્યનિષ્ઠા, વિશુદ્ધ વ્યવહાર, નિખાલસતા અને અસરકારક વક્તતા વગેરે ગુણો એમને એક સમર્થ કાર્યકર તરીકેનું ગૌરવ અપાવે છે. આવા એક શક્તિશાળી અને નિષ્ઠાવાન કાર્યકરનો કાર્યપ્રદેશ તો જેટલો વિસ્તરે એટલો દેશને અને સમાજને વધુ લાભ થવાનો. આજે જ્યારે એક બાજુ સ્વાર્થ-પરમાર્થનો ભેદ ચૂકી જનાર કાર્યકરો ચારે કોર ચોમાસામાં બિલાડીના ટોપની જેમ ઊભરાતા દેખાય છે, ત્યારે બીજી બાજુ પૂર્ણ ધ્યેયનિષ્ઠા અને સંપૂર્ણ વફાદારી સાથે પોતાની ફરજને પૂરી કરવામાં પોતાની સમગ્ર શક્તિ લગાડી દે એવા ઓછાબોલા-સાચાબોલા કાર્યકરોની ખોટ ઉત્તરોત્તર વધતી જાય છે. આવી સ્થિતિમાં શ્રી ચીમનભાઈ કે એમના જેવા કાર્યકરોનો દેશ અને સમાજના ભલા માટે વધુ વ્યાપક રીતે ઉપયોગ કરી લેવાય તો કેવું સારું ! પણ, આપણા દેશમાં સત્તાના રાજકારણે સાચાને દૂર કરવાનો અને નકલીને આવકારવાનો જે વિઘાતક રાહ સ્વીકાર્યો છે, તે જોતાં સાચા કાર્યકરોને આપણે કોઈ મોભાવાળા સ્થાને ટકવા દેવા જ માંગતા ન હોઈએ એમ લાગે છે. પણ હજાર કૅન્ડલ-પાવરના વીજળીના ગોળાના ઝળહળતા પ્રકાશને કોઈ નાનીસ૨ખી ઓરડીમાં રૂંધી રાખે તો એથી એ ગોળાને શું નુકસાન? Page #627 -------------------------------------------------------------------------- ________________ ઉO૪ અમૃત-સમીપે લોકસભાના એક સભ્ય તરીકેની શ્રી ચીમનભાઈની કારકિર્દી કેટલી ઝળકતી હતી ! ખરી રીતે તો એમની એ કાર્યશક્તિનું આવું દર્શન થયા પછી એમને આપણે વધારે જવાબદારીવાળી કામગીરી સોંપીને દેશના લાભમાં એમની શક્તિનો વધારે ઉપયોગ કરી લેવો જોઈતો હતો; પણ કોણ જાણે વચમાં સત્તાની સાઠમારીનું કેવુંક રાજકારણ પેસી ગયું કે એમનો ઉપયોગ કરવાનું આપણા રાજપુરુષો લગભગ વીસરી ગયા ! સત્તાના આવા મેલા રાજકારણને લીધે શક્તિસંપન્ન અને ધ્યેયનિષ્ઠ વ્યક્તિઓને જાકારો દીધાના દાખલાઓ કંઈ ગોતવા પડે એમ નથી. જેમને ગુજરાત આખું “છોટે સરદાર' તરીકે ઓળખે છે તે ડૉ. શ્રી ચંદુલાલ દેસાઈની સામે તો જાણે છેક સ્વરાજ્ય આવ્યું તે પહેલાંથી જ રાજકારણી શતરંજ બિછાવાઈ ગઈ હતી. અને એક વખતના મધ્ય ભારતના પ્રધાનમંડળમાંના એક પ્રધાન ડો. શ્રી પ્રેમસિંહજી રાઠોડ પણ આવો જ બીજો દાખલો છે. શ્રી ચીમનભાઈની થોડા સમય પહેલાં પી.ટી.આઈ. (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા) નામની આપણા દેશની પ્રતિષ્ઠા સંપન્ન સમાચાર-સંસ્થાના કાર્યાધ્યક્ષ (ચેરમેન) તરીકે વરણી કરવામાં આવી છે, તે ઘણું સુયોગ્ય થયું છે. (તા. ૧૯-૮-૧૯૬૨) જાણીતા ચિંતક શ્રીયુત પરમાણંદભાઈ કાપડિયાના સ્વર્ગવાસ પછી, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પાક્ષિક મુખપત્ર “પ્રબુદ્ધ-જીવન'નું તંત્રીપદ સંભાળવાની જવાબદારી સંઘના પ્રમુખ તરીકે શ્રી ચીમનભાઈ ઉપર આવી પડી હતી. અમુક પ્રમાણમાં પોતાને અપરિચિત કહી શકાય એવા આ કાર્યની જવાબદારી શ્રી ચીમનભાઈએ કેવી સફળતાથી નિભાવી જાણી છે એનો બોલતો પુરાવો “પ્રબુદ્ધજીવન'ના, વાચન-સામગ્રીથી સમૃદ્ધ અંકો પૂરો પાડે છે. શ્રી ચીમનભાઈએ, ગયા માર્ચ માસમાં પોતે પંચોતેર વર્ષ પૂરાં ક્ય એ નિમિત્તે, “પંચોતેર પૂરાં” નામે એક આત્મનિવેદન “પ્રબુદ્ધ-જીવન'ના તા. ૧૬-૩૧૯૭૭ના અંકમાં પ્રગટ કર્યું છે એ જાણવા-વાંચવા જેવું હોવાથી એમાંનો કેટલોક ભાગ અમે અહીં સાભાર રજૂ કરીએ છીએ : ઘણા સમયથી મનમાં છે કે ૭૫ વર્ષ પૂરાં થાય એટલે મારે પ્રવૃત્તિ ઓછી કરવી અને ચિત્તન-મનન પાછળ વધારે સમય આપવો. મારું જીવન સારી પેઠે પ્રવૃત્તિમય રહ્યું છે. મારામાં વિરોધાભાસી વૃત્તિઓ જોઉં છું. પ્રવૃત્તિ વિના હું રહી શકતો નથી; છતાં નિવૃત્તિની ઝંખના છે. હું માનું છું કે વૃદ્ધાવસ્થા થતા અનુભવ વધે; કદાચ દુનિયા જેને ડહાપણ કહે છે એવું કાંઈક આવે. પણ ઉત્સાહ મંદ થાય છે, સાહસવૃત્તિ રહેતી નથી, કેટલેક દરજે સ્થિતિસ્થાપક વૃત્તિ થાય છે. ઉત્સાહ અને સાહસવૃત્તિ વિના પ્રગતિ થતી નથી. વૃદ્ધોએ યુવાનોને સ્થાન અને Page #628 -------------------------------------------------------------------------- ________________ ડૉ. સુમંત મહેતા ૩૦૫ તક આપવાં જોઈએ : પડખે રહી સલાહ આપે; પણ તેમનાં માર્ગમાંથી ખસી જવું જોઈએ. ‘આપણા વિના નહીં ચાલે' એવો ભાવ કાઢી નાંખવો જોઈએ. આપણામાં વૃદ્ધાવસ્થામાં વાનપ્રસ્થ અને છેવટે સંન્યાસ છે તે જીવનનું વૈજ્ઞાનિક આયોજન છે. ઘણાને વૃદ્ધાવસ્થા ભારરૂપ લાગે છે, કારણ કે જીવનમાં વૈવિધ્ય નથી હોતું અને આત્મનિરીક્ષણની ટેવ નથી. દૃષ્ટિ બહિર્મુખ હોય ત્યારે બાહ્ય પ્રવૃત્તિ બંધ પડતાં અંતરમાં શૂન્યતા આવે છે. અંતર્મુખ દૃષ્ટિ હોય અને ચિન્તન-મનન હોય તો એક અગાધ આંતર-જગતનો પરિચય થાય છે. “આ જગતમાં શુભ-અશુભ, સત્-અસત્, શ્રેય-પ્રેયનાં દ્વન્દ્વ સતત ચાલ્યાં કરે છે. જેટલે દરજ્જે શુભ, સત્ અને શ્રેયનું પલ્લું ઊંચું રહે, તેટલે દરજ્જે પ્રાણીમાત્રનું કલ્યાણ છે. તેમ કરવામાં દરેક મનુષ્ય નિમિત્ત બની શકે છે, બનવું જ જોઈએ; લોકસંગ્રહ અર્થે તેણે પ્રવૃત્તિ કરવી જોઈએ. તેમાં તેનું પોતાનું પણ શ્રેય છે. આ કર્તવ્યમાંથી છૂટી ન શકાય, અનાસક્તિના નામે પ્રમાદ ન સેવાય. તો પણ, કોઈ વખત મનને એમ થાય કે પારમાર્થિક પ્રવૃત્તિ પણ ક્યાં સુધી. “પંચોતેર વર્ષ પૂરાં થયાં ત્યારે આવા વિચારો મનમાં આવે છે. જીવનની દિશા હવે કેવી હશે તે જાણતો નથી. કોઈ આકાંક્ષા રહી નથી. There is a sense of fulfilment (સર્વ રીતે કૃતાર્થતા અનુભવું છું). મારું જીવન લાગણીવશ નથી, મુખ્યત્વે બુદ્ધિપ્રધાન છે. જીવન એકધારું સતત વહેતું રહ્યું છે.” ઇચ્છીએ કે વધુ ચિંતન-મનન કરવાની બીજાને માટે પણ લાભકારકુ થનારી શ્રી ચીમનભાઈની ઇચ્છા સફળ થાય, અને એના પરિણામરૂપે સુંદર અને વિચારપ્રેરક પુસ્તકો આપણને મળતાં રહે. એમણે બહુ જ ટૂંકમાં કહેલી બીજી સંયમના મહત્ત્વની વાત આપણાં હૈયાંમાં વસે, અને આપણે આપણા જીવનમાં સંયમની પ્રતિષ્ઠા કરવાનો સ્તુત્ય પુરુષાર્થ કરીએ. (૩૪) વિરલ વિભૂતિ ડૉ. સુમંત મહેતા ભાગીરથીના નીર જેવું નિર્મળ અને પવિત્ર જીવન, સ્ફટિકસમો સ્વચ્છ વ્યવહાર અને સો-ટચના સોના જેવું સુવિશુદ્ધ જાહેરજીવન આવી વિરલ ગુણવિભૂતિથી સદા દેદીપ્યમાન રહેલા શ્રી ડૉ. સુમંત મહેતા વર્ષોની માંદગી બાદ અને ૯૨ વર્ષ જેવી પાકટ વયે પણ સ્વર્ગવાસી થતાં એમ લાગે છે કે નિર્મળ અને નિખાલસ નેતાગીરીના દુષ્કાળમાં ગુજરાત વધુ ટ્રંક બન્યું ! (તા. ૩૦-૪-૧૯૭૭) Page #629 -------------------------------------------------------------------------- ________________ SOS અમૃત-સમીપે આમ તો સુમંતભાઈ બહુ નામાંકિત ડૉક્ટર હતા. એમની સંસ્કારિતા ખૂબ ઉચ્ચ હતી. વડોદરાના રાજકુટુંબ સાથેના ઘનિષ્ઠ સંબંધમાં પણ એમણે સાચવી જાણેલ પોતાના આગવા વ્યક્તિત્વ જનસમૂહમાં એમનું સ્થાન ખૂબ ઊંચું બનાવી દીધું છે. વળી સંપત્તિની પણ એમને કોઈ કમી ન હતી. આમ હામ-દામ-ઠામ બધી રીતે ડોક્ટર-સાહેબ ખૂબ સમૃદ્ધિશાળી અને ભાગ્યશાળી પુરુષ હતા; અને છતાં એ સંપત્તિ કે વૈભવવિલાસમાં ખેંચી જઈને સુખચેનની ચૂંવાળી જિંદગી જીવવાનું પસંદ કરવાને બદલે તેઓએ અનાથો, દલિતો, પતિતો અને દીનદુઃખિયાના ઉદ્ધાર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું, અને એ વ્રતને ખાંડાની ધારની જેમ નિભાવી જાણ્યું હતું. દલિત-પતિત જનતાની એ મોટી ખુશનસીબી હતી. મહાત્મા ગાંધીના પગલે-પગલે, દીનજનોની સેવા મારફત, રાષ્ટ્રસેવાના તેઓ સાચા ભેખધારી બન્યા હતા. સદાને માટે સત્તા અને સ્વાર્થથી વેગળા રહીને, નિષ્ઠાપૂર્વકની જનસેવા દ્વારા, આ સ્વનામધન્ય મહાપુરુષે પોતાના આ ભેખને ખૂબ દીપાવી જાણ્યો હતો. (તા. ૨૮-૧૨-૧૯૬૮) (૩૫) સેવારસિયા, આખાબોલા શ્રી મણિયાકાકા અમદાવાદના માર્ગો પર કોટ અથવા ઝબ્બો, ધોતી અને સફેદ ટોપી, હાથમાં કે ખભે વજનદાર થેલી – એવા સાદા વયોવૃદ્ધ ગૃહસ્થને જોઈએ તો, એ મોટે ભાગે તો, મણિયાકાકા જ હોય ! એમનું આખું નામ શ્રી મણિલાલ મગનલાલ અભેચંદ. બજારોમાં એ “મણિયા અમ્મા' નામે અને જનતામાં મણિયાકાકા' એવા વહાલપભર્યા નામે ઓળખાય. શ્રી મણિભાઈ અમદાવાદના વતની; ઓસવાળ જૈન શ્રીમંત. એમનો ધંધો શેર-બજારનો. એક સમયે એ અમદાવાદના શેર-બજારના આગેવાન; શેરબજારના વિકાસ માટે કંઈ-કંઈ યોજનાઓ અને કંઈ-કંઈ મનોરથો ઘડેલાં. પણ માણસ ઊંઘમાંથી જાગે એમ શ્રી મણિભાઈનું મન કોઈક શુભ પળે જાગી ઊઠ્યું અને એમણે શેર-બજારનો સારી રીતે ચાલતો ધંધો સંકેલી લીધો અને તન-મનથી સ્વસ્થ રહીને સામાન્ય જનતાની બને એટલી સેવા કરવાના માર્ગે વળી ગયા! શ્રી મણિકાકાની જનસેવાનાં ત્રણ મુખ્ય પ્રતીકો : કપડાં, કિતાબ અને ક્વિનાઈન. એ ગરીબ-ગરબાને બારે માસ કપડાં વહેંચ્યા કરે; પણ કપડાં એટલે કેવળ કપડાં જ નહીં, પણ જીવનની જરૂરિયાતની કોઈ ચીજનો ગરીબ કે સામાન્ય માનવીને ખપ પડ્યાનું જાણે કે શ્રી મણિકાકાનો સેવાપ્રેમી હાથ ત્યાં પહોંચી જ Page #630 -------------------------------------------------------------------------- ________________ શ્રી મણિયાકાકા SOS જાય. અને કિતાબના તો એ ભારે શોખીન; સંસ્કારનું સિંચન કરે એવાં પુસ્તકો પોતે ય વાંચે અને ખરીદી કરીને બીજાને વાંચવા ભેટ પણ આપે. એમની આ ભેટ કેવળ ગરીબ કે સામાન્ય માણસને જ મળે એમ નહીં, એ શ્રીમંત ગણાતાં કુટુંબો સુધી પણ પહોંચી જાય. શ્રીમંતોને પણ સંસ્કારિતા કેળવવાની, સામાન્ય માનવી કરતાં જરા ય ઓછી જરૂર નથી હોતી. અને દર્દી માટે ક્વિનાઇન તો એમની પાસે હમેશાં હાજર જ હોય; અને કોઈ દર્દીને બીજી કંઈ દવાની જરૂર હોય તો પણ શ્રી મણિકાકા એને તરત જ એ પહોંચતી કરે. તેમને હૉસ્પિટલમાં જઈને દર્દીઓને મળવાનો પણ ભારે રસ; એમને જોઈને દર્દીઓ રાજીરાજી થઈ જાય. ક્યારેક તેઓ ફળ વહેંચીને પણ દર્દીઓને સંતોષ આપે. ટાઢના દિવસોમાં તો શ્રી મણિકાકા વસ્ત્ર વગરના કે વસ્ત્રની ઓછી સગવડવાળા માનવીઓને શોધીશોધીને એમને કપડાં કે કામળા-ધાબળા પહોંચતા કરે. પોતે શ્રીમંત એટલે આ માટે પોતે ય ખર્ચ કરે, અને કોઈ સંસ્થા કે વ્યક્તિને પોતાના પૈસા આ માર્ગ લેખે લગાડવા હોય તો એ પણ મણિકાકાને બોલાવીને પૈસા આપે; એ રીતે વિતરણનું કામ અખંડપણે ચાલ્યા જ કરે. શ્રી મણિભાઈ તંદુરસ્તી માટે સદા જાગતા રહે. ખાવાપીવામાં બહુ સાચવે, અને એ પચે એની ભારે ચીવટ રાખે. ઘરની મોટરનો ઉપયોગ એ જવલ્લે જ કરે. રોજ પાંચ-છ માઇલ પગે ચાલે ત્યારે જ એમને સંતોષ વળે. ખાઇ-ખાઈને પડ્યા રહેવું, માંદા પડવું અને પરાધીન થવું તો એમને રુચે જ નહીં. તેઓ બોલવામાં ભારે આખાબોલા. ભલભલા શ્રીમંતોને પણ કહેતાં અચકાય નહીં કે ખાઈ-પીને પડ્યા રહેશો તો દાક્તરનાં ઘર ભરશો, અને કુટુંબને સંસ્કાર નહીં આપો તો લડી-ઝઘડીને વકીલોનાં ઘર ભરશો અને કોર્ટકચેરીના ઉંબરા ઘસી ઘસીને થાકી જશો. ઓછું ખાવું, સાદું જીવવું, મર્યાદામાં ખર્ચ કરવું એવી-એવી સાદી શિખામણોના પ્રચારમાં પણ મણિકાકાને એટલો જ રસ. આવાં કાર્ડો છપાવીને મફત વહેંચે અને મોટાં-મોટાં પોસ્ટરો પણ છપાવે. દેશસેવાના પણ તેઓ ખૂબ પ્રેમી. સ્વરાજ્યની લડત દરમ્યાન ગુજરાતના કોંગ્રેસીઓની શક્તિ બની રહેનારા પુરુષોમાંના શ્રી મણિકાકા એક હતા. આ વાતે સરદારસાહેબ સાથે એમને ગાઢ ઓળખાણ હતી, અને એમને માટે સરદારના દરવાજા સદા ઉઘાડા રહેતા. પણ શ્રી મણિકાકાએ એ સંબંધનો કદી સ્વાર્થ કાજે ઉપયોગ નહોતો કર્યો. હસતે મોંએ વેપાર સંકેલી જેણે સેવાનો અને ચિત્તશાંતિનો માર્ગ સ્વીકાર્યો હોય એને આવી સ્વાર્થસાધના રુચે પણ કેમ? તેઓ પ્રવાસના પણ એટલા જ પ્રેમી; અને લોકસેવા માટે પણ તેઓ ગામડાંમાં ફરવામાં પાછા ન પડે. મેળાઓમાં જઈને પણ સેવા કરે. Page #631 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અમૃત-સમીપે આવા સેવાપ્રેમી મણિકાકા ગત તા. ૧૪મી એપ્રિલના રોજ, અમદાવાદમાં ૮૪ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા; ગરીબ અને સામાન્ય જનતાને એક સાચા સેવકની મોટી ખોટ પડી. ૮૨ વર્ષની ઉંમર સુધી તો તેમણે પોતાનું સ્વાથ્ય સારી રીતે ટકાવી રાખ્યું હતું. થોડાક મહિના પહેલાં જ એમને લકવો થયેલો. આરામના તેઓ સાચા અધિકારી બન્યા હતા. (તા. ૨૯-૪-૧૯૬૧) Page #632 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સ્ત્રીરત્નો (૧) નયનહીનોનાં રાહબર શ્રીમતી હેલન કેલર ક્યાં અંધકાર ? ક્યાં પ્રકાશ ? ક્યાં જિંદગી ? ક્યાં મોત ? એવું જ એક નારીનું જીવન : જન્મે કમભાગી, મૃત્યુએ બડભાગી ! ઊગતી જિંદગીનો પહેલો છેડો જુઓ : અવતાર મળ્યો-ન મળ્યો, અને માત્ર ૧૯ મહિનાની જ ઉંમરે કાળમુખા તાવે કુમળી કળી સમી કાયા ઉપર એવું કારમું આક્રમણ કર્યું કે સમગ્ર જીવન જ રોળાઈ ગયું ! જીવનમાં પ્રકાશની તેજરેખાઓ પથરાય એ પહેલાં જ સર્વત્ર અંધકાર ઘેરાઈ ગયો ! પારણે ઝૂલતી દોઢેક વર્ષની બાળકીની આંખોનાં તેજ હાઈ ગયાં, કાનના પડદા જડ થઈ ગયા અને વાણીને પ્રગટાવવાની જબાનની શક્તિ હિંગરાઈ ગઈ ! ન કંઈ જોવું, ન કશું સાંભળવું, ન કંઈ બોલવું ! માનવી જેવા માનવીનો દેહ હાલતી-ચાલતી અને ખાતી-પીતી જડતાનો પુંજ બની ગયો ! મૃત્યુએ જાણે જીવનરૂપે જ અવતાર ધારણ કર્યો ! જીવન અસહ્ય અને અકારું બની જાય એવી અપંગતા ન કોઈ આશા, ન કોઈ ઉત્સાહ. એ જ જિંદગીનો અંતિમ છેડો જુઓ : ૮૮ વર્ષની પૂરી જૈફ ઉંમરે એ બડભાગી સન્નારીનું જીવનપદ્મ સદાને માટે બિડાઈ ગયું ત્યારે એ જીવન ધન્ય બની ગયું હતું અને એ મૃત્યુ એને માટે મહોત્સવ બની ગયું હતું ! આ સન્નારી તે કુમારી હેલન કેલર; તા. ૧-૬-૧૯૬૮ને રોજ. એમનું અવસાન થયું. હેલન કેલરે માતા સરસ્વતીને પ્રસન્ન કરીને એક વિદુષી તરીકેની નામના પ્રાપ્ત કરી હતી. વર્તમાનપત્રોની કટાર-લેખિકા તરીકે અને પુસ્તકોની લેખિકા Page #633 -------------------------------------------------------------------------- ________________ ૯૧૦ અમૃત-સમીપે તરીકે તેઓ લોકપ્રિય બન્યાં હતાં. દિલ્હી સહિત ચાર વિશ્વવિદ્યાલયોએ એમને માનદ ડૉક્ટરેટની પદવી અર્પણ કરીને એમની વિરલ વિદ્યા-ઉપાસનાનું બહુમાન કર્યું હતું. આવું કૃતાર્થ અને યશસ્વી જીવન જોઈને સહેજે અંતર ગુંજી ઊઠે છે : “નતિ રેષાં યશ: નરીમન મય” (આવા બળવાન આત્માને ન જરા સ્પર્શી શકે છે કે ને મૃત્યુ પજવી શકે છે.) કુમારી હેલનનો જન્મ સને ૧૮૮૦માં જૂનની ૨૭મી તારીખે અમેરિકામાં ટસ્કમ્બિયા શહેરમાં થયો હતો. પિતાનું નામ કેપ્ટન આર્થર અને માતાનું નામ કેથેરાઇન. જન્મ-સમયે શરીર તદ્દન તંદુરસ્ત. પણ એ તંદુરસ્તી જાણે ટૂંકા અવધિમાં જ નજરાઈ ગઈ : દોઢેક વર્ષની ઉમરે એને રાતો તાવ (સ્કારલેટ ફીવર) લાગુ પડ્યો. એની તંદુરસ્તી અને શક્તિ હરાઈ ગઈ : નાક અને ચામડી સિવાયની જ્ઞાનેન્દ્રિયો જડ બની ગઈ. અસહાય માતા-પિતાને અસહાય બનેલી બાળકીની ચિંતા ઘેરી વળી : આંધળી, બહેરી અને મૂંગી બનેલી દીકરી ભગવાનના ભરોસે ઊછરવા લાગી. જે કુદરત વિષને જન્મ આપે છે એ જ અમૃતને પણ પેદા કરે છે. અને સાચે જ, એક બડભાગી દિવસે નિરાશાઘેરી હેલન ઉપર, મમતાની મીઠી વીરડી સમી એક નર્સની પ્રાપ્તિ રૂપે, ભગવાનની કૃપા વરસી રહી : ૧૮૮૭ના માર્ચની ત્રીજી તારીખે કુમારી અને સંલિવાનને કુમારી હેલનની સારસંભાળની જવાબદારી સોંપવામાં આવી : જાણે એ બે જીવો વચ્ચેનો જન્મજન્માંતરનો ઋણાનુબંધ જાગી ઊઠ્યો. કુમારી સલિવાનના અંતરમાં કુમારી હેલનને માટે કરુણા અને વાત્સલ્યનો અખૂટ ઝરો વહેવા લાગ્યો; એ નારી હેલન માટે આશાભર્યા, યશસ્વી અને તેજસ્વી જીવનની જનેતા બની ગઈ ! હેલનનો તે દિવસે પુનર્જન્મ થયો ! પછી તો હેલન અને સલિવાનનાં જીવન તાણાવાણાની જેમ એકાકાર બની ગયાં. બે ખોળિયાં જાણે એકરૂપ બનીને અંતરાત્માની વિરાટ શક્તિને આરાધી રહ્યાં – આદર્શ ગુરુ-શિષ્યારૂપે ! ગુરુની અખૂટ શ્રદ્ધા, ધીરજ, તમન્ના; અને શિષ્યાનો અનેરો આત્મવિશ્વાસ, ઉત્સાહ, પુરુષાર્થ ! ૨૪ વર્ષની વયે કુમારી હેલન કેલર સ્નાતકની પરીક્ષામાં સારે નંબરે ઉત્તીર્ણ થયાં. કુમારી હેલનનું જીવન ક્રમે-ક્રમે વિકસવા લાગ્યું. આશા અને ઉત્સાહનો સંચાર થવા લાગ્યો. છે અને એક સમયની અપંગ, અસહાય અને નિરાશ સન્નારીનું ભાગ્યવિધાન તો જુઓ : અનેક અપંગ, અસહાય અને હતાશ માનવીઓનું એ આધારસ્થાન બની ગઈ! એક કાળે દુનિયા જેની દયા ખાતી હતી એ વ્યક્તિના અંતરમાં દિન, - દુઃખી, અપંગ માનવીઓને માટે વાત્સલ્યસભર કરુણાનો અખૂટ ઝરો વહેવા લાગ્યો; એનું જીવન અને સર્વસ્વ અપંગ માનવસમૂહના ઉત્થાન માટે સમર્પિત થયું. Page #634 -------------------------------------------------------------------------- ________________ - ૯૧૧ શ્રી આશાપૂર્ણાદેવી આવા પરગજુ અને પુરુષાર્થપરાયણ જીવનમાં ભોગવિલાસને અવકાશ કેવો ? સાવ સહજ રીતે જ એ પરોપકારી સન્નારી આજીવન કૌમારવ્રતધારિણી બની ગયાં ! આ નારીની શક્તિ તો જુઓ : પોતાના સેવાકાર્યને વેગ આપવા એણે આખા અમેરિકાનો પ્રવાસ ખેડ્યો, અંધ અપંગ સૈનિકોમાં આશાનો સંચાર કર્યો. અરે, એ માટે બીજા વિશ્વયુદ્ધ વખતે રણમેદાનનો પ્રવાસ ખેડતાં પણ એને ભય ન લાગ્યો. છ-છ વાર તો વિશ્વનો પ્રવાસ કર્યો ! દુનિયાના મહાન રાજદ્વારી પુરુષો, તત્ત્વચિંતકો અને આગેવાનોનો સંપર્ક એણે કેળવી જાણ્યો હતો. વિશ્વની પરાક્રમી અને પુરુષાર્થી વ્યક્તિઓની નામાવલીને મોખરે શોભે એવું ઓજસ્વી એનું જીવન હતું, શીળું એનું પરાક્રમ હતું અને રચનાત્મક એનો પુરુષાર્થ હતો. આત્માની અનંત શક્તિનો ખ્યાલ આપતી અતિ વિરલ વ્યક્તિઓમાં કુમારી હેલન કેલરનું નામ સદાસ્મરણીય અને આત્મશક્તિના ઉન્મેષના જ્વલંત પ્રતીક સમું બની રહેશે. વાચકમિત્ર, ક્યારેક અવસર મેળવીને આ આત્મવિશ્વાસી પુરુષાર્થી સન્નારીની આત્મકથાના બે ખંડોના ગુજરાતી અનુવાદ (‘અપંગની પ્રતિભા' અને મઝધાર')નું વાચન-મનન કરીને એ ભવ્ય અને દિવ્ય શક્તિને ઓળખવાનો લ્હાવો લેશો તો અંતરમાં આશા અને ઉલ્લાસ પ્રગટ્યા વિના નહીં રહે. (તા. ૧૫-૬-૧૯૯૮) (૨) નારીની સર્જકશક્તિનું આહલાદક દષ્ટાંત શ્રી આશાપૂર્ણાદેવી આપણા દેશની વિશ્વવિખ્યાત પ્રકાશન સંસ્થા ભારતીય જ્ઞાનપીઠે સ્થાપેલો એક લાખ રૂપિયાનો “જ્ઞાનપીઠ સાહિત્યિક પુરસ્કાર મેળવવો એ શબ્દના સર્જકની કલાને સર્વમાન્ય બનાવે તેવું વિરલ બહુમાન લેખાય છે. આપણા દેશની રાજ્યમાન્ય સોળ ભાષાઓમાં, અમુક સમયમર્યાદામાં રચાયેલી લલિતવાડ્મયની (નવલકથા, નવલિકા, કવિતા, નાટક જેવી) કૃતિઓમાંથી જે કૃતિની શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી કરવામાં આવે છે, તે કૃતિના લેખકને એક લાખ રૂપિયા જેટલી મોટી રકમનો આ પુરસ્કાર, જાહેર સમારોહ યોજીને, દર વર્ષે અર્પણ કરવામાં આવે છે. “નોબેલ સાહિત્યિક પુરસ્કાર'ની જેમ આ પુરસ્કારે ભારતીય લલિતવાડુમયમાં ઘણું આદરભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. Page #635 -------------------------------------------------------------------------- ________________ ૯૧૨ અમૃત-સમીપે અત્યાર અગાઉ આ પુરસ્કાર, અગિયાર વર્ષ દરમ્યાન જુદી-જુદી ભારતીય ભાષાઓના જુદા-જુદા શ્રેષ્ઠ પુરુષ-સર્જકોને આપવામાં આવ્યો છે, અને બારમા વર્ષનો પુરસ્કાર વિરલ, હૃદયસ્પર્શી, કલ્યાણમાર્ગી, સુમધુર અને વિપુલ એવી સર્જનશક્તિ ધરાવતાં એક મહિલારત્નને અર્પણ કરવામાં આવેલ છે એ એક વિશિષ્ટ ઘટના છે; એટલે એની નોંધ લેવી ઉચિત છે. લલિત-વાર્મયના સર્જનમાં આવી આશ્ચર્યકારક સફળતા કે સિદ્ધિને વરેલાં આ સન્નારી છે બંગાળી ભાષાના લોકપ્રિય લેખિકા શ્રીમતી આશાપૂર્ણાદેવી. એમની જે કૃતિનું “જ્ઞાનપીઠ સાહિત્યિક પુરસ્કાર' દ્વારા તાજેતરમાં (તા. ૨૭મી એપ્રિલના રોજ), નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હાથે બહુમાન કરવામાં આવ્યું, એ છે “પ્રથમ પ્રતિકૃતિ' નામની નવલકથા. આ નવલકથાનું મુખ્ય પાત્ર સાવિત્રી નામે એક મહિલા છે. નારીવર્ગને – વિશેષ કરીને બંગાળના નારીસમાજને – વેઠવી પડતી યાતનાઓ અને બર્દાસ્ત કરવા પડતા સામાજિક અન્યાયોને વાચા આપીને, . નારીના સ્વાતંત્ર્ય અને ઉત્થાનના વિચારને પ્રોત્સાહન આપવું, અને તે પણ નવલકથા જેવા કળાના એક ઉત્તમ અને રોચક માધ્યમ દ્વારા, એ શ્રીમતી આશાપૂર્ણાદેવીની આ કૃતિનો સુભગ હેતુ છે. એક રીતે આ નવલકથા દ્વારા એ લેખિકાના અંતરમાં નારીસમાજની યાતના અને ઉન્નતિ માટે સતત ચૂંટાયા કરતી બળવાખોર વૃત્તિ પ્રગટ થઈ છે એમ કહેવું જોઈએ. એમના આવા મનોભાવો એમની પ્રથમ પ્રતિકૃતિ ઉપરાંત “સુવર્ણલતા” અને “બકુલકથા” એ બે નવલકથાઓમાં થઈને પૂર્ણરૂપે વ્યક્ત થયેલા છે. એટલે આ પ્રત્યેક નવલકથા કથા તરીકે સ્વતંત્ર અથવા સ્વયંસંપૂર્ણ હોવા છતાં, વિષયનિરૂપણની દૃષ્ટિએ એકબીજીની પૂરક છે; અર્થાત્ એક સળંગ કથા જુદું-જુદું નામ ધરાવતાં ત્રણ પુસ્તકરૂપે પ્રગટ થઈ છે. શ્રીમતી આશાપૂર્ણાદેવીની ઉંમર અત્યારે ૧૯ વર્ષની છે. સાહિત્યનું સર્જન કરવાની શક્તિની કુદરતી બક્ષિસ એમને ઊછરતી – સાવ નાની – ઉમરે જ મળી હતી. સંપૂર્ણાદેવી એમનાં બહેન હતાં. બંને બહેનો બચપણમાં વાર્તા-વાર્તા અને કવિતા-કવિતાની રમત રમતી હતી, અને પોતે લખેલ વાર્તા અને કવિતા બંને બહેનો સાથે બેસીને સરખાવી જોતી હતી. આ રમત રમતાં-રમતાં જ આશાપૂર્ણાદેવીમાં ભવિષ્યના એક સિદ્ધહસ્ત સર્જક અને સાહિત્યકારનાં બીજ રોપાયાં હતાં; અને એ તરત જ પાંગર્યા પણ હતાં. ૧૩ વર્ષની સાવ નાની ઉંમરે તો એમણે બાળકો માટેનું છોટો ઠાકુરદાર કાશી જાત્રા” (સૌથી નાના દાદાની કાશીયાત્રા) નામે પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક ઉપરથી જ પ્રકાશકને એમનામાં રહેલી સર્જક પ્રતિભાનો ખ્યાલ આવી ગયો હતો. સોળ વર્ષની ઉંમરે “રાજુર મા” (રાજુની માતા) નામે પહેલી વાર્તા Page #636 -------------------------------------------------------------------------- ________________ શ્રી આશાપૂર્ણાદેવી ૧૩. લખી હતી. એ વાર્તા એવી સુંદર અને વાર્તાકલાની દૃષ્ટિએ એવી ઉત્તમ કોટીની હતી કે એને વાંચીને એક સોળ વર્ષની કન્યા આવી ઉત્તમ વાર્તા લખી શકે એ વાત માનવા લોકો તૈયાર જ ન હતા ! આથી સાહિત્યના વર્તુળમાં તો એવી અફવા પણ વહેતી થઈ હતી, કે આશાપૂર્ણાદેવીએ પોતાના માટે લખી આપે એવા પુરુષ-લેખકને શોધી કાઢ્યો છે ! પણ થોડાક સમયમાં જ લોકોએ જાણ્યું કે આ અફવા સાવ ખોટી અને પાયા વગરની છે. આ ઘટના પણ છેવટે આશાપૂર્ણાદેવીની રચનાઓની ગુણવત્તા, ઉત્તમતા અને લોકપ્રિયતાની સૂચક બની ગઈ હતી. જીવનમાં કેળવાયેલા સાહિત્ય-સર્જનના રસ ઉપરાંત પોતાની આસપાસના સમાજનું, સમાજમાં બનતી ઘટનાઓનું અને ખાસ કરી નારીસમાજ પ્રત્યેના સમાજના અન્યાયભર્યા વર્તન અને વ્યવહારનું ઝીણવટભર્યું અવલોકન કરવાનું એમના સ્વભાવ સાથે સાવ સહજપણે વણાઈ ગયું છે. આવા મમતાભર્યા અવલોકનને લીધે એમનું અંતર સમવેદના, સહાનુભૂતિ અને પુણ્ય-પ્રકોપથી એવું ઊભરાઈ જતું કે ક્યારેક તો એ લાગણી અસહ્ય બની જતી, અને એમની કોઈક કૃતિમાં કોઈક પાત્ર અને ઘટના દ્વારા વ્યક્ત પણ થઈ જતી. બંગાળની નવપરિણીત પુત્રવધૂઓને, તે પોતાની સંપત્તિભૂખ સંતોષાય એટલું કરિયાવર નહીં લાવી હોવાને કારણે, એનાં સાસરિયાં પિયર પાછી મોકલી દેતાં, અને એક યા બીજા નિમિત્તે એમના ઉપર વિવિધ સિતમ ગુજારાતા – એવી બધી દર્દભરી વાતો સાંભળીને તેમનો આત્મા કકળી ઊઠતો. એમની કૃતિઓમાં જે જીવંતપણું, વશીકરણ અને સંવેદન જોવા મળે છે તે એની રચનાની પાછળ રહેલ જાત-અનુભવ, સૂક્ષ્મ અવલોકન અને માનવતા પ્રત્યેના અનુરાગના સાતત્યને કારણે જ. એમની કૃતિઓ એમના અંતરમાં સમાયેલી વાતો અને વેદનાઓને અજબ રીતે વાચકના હૃદય સુધી પહોંચતી કરી દે છે. જરા એમના સર્જનકાર્યની વિપુલતા તો જુઓ : ૧૩ વર્ષની નાની ઉંમરે શરૂ થયેલો સાહિત્ય-સર્જનનો યજ્ઞ પડ વર્ષ સુધી સતત ચાલુ રહ્યો છે અને અત્યારે ૧૯ વર્ષની જઇફ ઉમરે પણ કલમના કસબનો એમનો યજ્ઞ વણથંભ્યો આગળ વધી રહ્યો છે. પોતાના છપ્પન વર્ષ જેટલા દીર્ધ સર્જનકાળ દરમ્યાન આશાપૂર્ણાદેવીએ નાની-મોટી દોઢસો જેટલી કૃતિઓ સમાજને ભેટ આપી છે. આ દોઢસો કૃતિઓમાં ૧૧૦ તો નવલકથાઓ જ છે ! બાકીની ૪૦ કૃતિઓમાં ૨૦ વાર્તાસંગ્રહો અને ૨૦ બાલસાહિત્યની ચોપડીઓ છે. એમની ૧૮ જેટલી કૃતિઓની ફિલ્મો ઊતરી છે. હિંદીભાષાની ફિલ્મોમાં લોકપ્રિય બનેલી “મુલાકાત', મહેરબાન”, “ચૈતાલી' અને “તપસ્યા' નામની ચાર ફિલ્મો પણ એમની કથાઓના આધારે જ ઊતરી છે. વળી એમનાં કેટલાંક પુસ્તકોના હિંદી, ગુજરાતી, ઉડિયા, તામિલ, તેલુગુ, ઉર્દૂ અને અંગ્રેજી ભાષામાં અનુવાદો પણ થયા છે. - WWW.jainelibrary.org Page #637 -------------------------------------------------------------------------- ________________ ઉ૧૪ અમૃત–સમીપે એક બહેન ગુણવત્તા અને વિપુલતા એ બંને દૃષ્ટિએ સાહિત્ય-સર્જનની દુનિયામાં ચિરકાળ સુધી એક વિશિષ્ટ સીમાસ્તંભરૂપ બની રહે એવા અદ્ભુત સાહિત્યનું સર્જન કરી શકે છે અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી શકે છે એનું જીવંત ઉદાહરણ શ્રીમતી આશાપૂર્ણાદેવીમાં જોવા મળે છે. એમની આવી અનોખી સિદ્ધિ ઉપર, એમને એનાયત થયેલ “જ્ઞાનપીઠ સાહિત્ય પુરસ્કારથી સુવર્ણકળશ ચડ્યો છે; એ રીતે એમનું નામ અને કામ અમર બની ગયું છે. તેમના પ્રત્યેના આદરમાં વધારો કરે એવી વાત એ છે કે પોતાની આવી ઉત્કટ સાહિત્યસાધના, સર્જનની વિરલ પ્રતિભા અને નવી-નવી કથાઓનું સર્જન કરવાની અંતરમાં ઊભરાતી ઊર્મિઓ પોતાનાં વર, ઘર અને કુટુંબની સાચવણીમાં અને સામાજિક ફરજોમાં અંતરાયરૂપ ન બને એનું તેઓ હમેશાં ધ્યાન રાખે છે. એટલે મોટા ભાગનું લેખન તેઓ રાતના ઉજાગરા વેઠીને કરે છે ! એમનું બચપણ સુખમાં વીત્યું હતું. પંદર વર્ષની ઉંમરે એમનાં લગ્ન થયાં ત્યારે પણ એમને સુખ-શાંતિભર્યું વાતાવરણ મળ્યું હતું, અને ઓછા કરિયાવર કે એવા જ કોઈ નિમિત્તે સાસરિયાંનાં મેણાં-ટોણાં સાંભળવાનો વખત નહોતો આવ્યો. ઉપરાંત, આ બધાથી વધારે ભાગ્યશાળી ગણાય એવો સંયોગ તો એમને એ મળ્યો હતો, કે એમના પતિ તરફથી એમને પોતાના લેખનકાર્યમાં આગળ વધવાનું પ્રોત્સાહન મળતું રહેતું હતું. આટલી શક્તિ હોવા છતાં તેઓ રાજકારણથી હમેશાં અળગાં રહ્યાં છે અને પોતાના કર્તવ્યના પાલન અને સાહિત્યસર્જન દ્વારા આનંદ અને સંતોષ મેળવતાં રહ્યાં છે. આવા અનુકૂળ બાહ્ય સંયોગો અને આંતરિક ગુણવત્તા જેવાં પરિબળોએ એક તેજસ્વી અને વિશિષ્ટ સર્જનપ્રતિભા ધરાવતાં સન્નારીની આપણા દેશને ભેટ આપી તે આપણી ખુશનસીબી છે. તેઓ “કળાને ખાતર કળાના છીછરા અને નુકસાનકારક આદર્શના બદલે “જીવનને ખાતર કલા'ના મંગલકારી આદર્શના ઉપાસક છે; આની ઘેરી અસર એમની રચનાઓ ઉપર પડેલી છે. તેથી જ એ રચનાઓ કલ્યાણકારી અને લોકપ્રિય બની શકી છે અને બીજા પુરસ્કારોથી પણ સન્માનિત થયેલ છે, શ્રીમતી આશાપૂર્ણાદેવી કે ભૂતકાળમાં થયેલ અને હાલ વિદ્યમાન તેજસ્વી, શક્તિશાળી અને સત્ત્વશીલ સન્નારીઓની કાર્યસિદ્ધિઓને જોઈને, નારીસમાજમાં રહેલી અનેકવિધ શક્તિઓને પોતાનાં દિવ્યજ્ઞાન અને અહિંસા-કરુણાથી પારખીને એમને આત્મવિકાસની પૂરેપૂરી મોકળાશ કરી આપનાર અને એને પોતાના ધર્મસંઘમાં આદરભર્યું સ્થાન આપનાર મહાવીરસ્વામીની દિવ્યદૃષ્ટિ, સમતાવૃત્તિ અને ઉપકારક દૃષ્ટિ આગળ આપણું શિર ઝૂકી જાય છે. Page #638 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી શારદાબહેન મહેતા ઉ૧૫ પણ પ્રભુ મહાવીરના આ કાર્યની માત્ર પ્રશંસા કરીએ એ પૂરતું નથી. એમની સાચી ઉપાસના ત્યારે જ થઈ કહેવાય કે જ્યારે આપણે આપણા સંઘના જ મહત્ત્વના અંગરૂપ વિશાળ સાધ્વીસમુદાયને અધ્યયન-અધ્યાપન, સંશોધનસંપાદન અને લેખન-પ્રવચન દ્વારા પોતાની અનેકવિધ શક્તિઓનો વિકાસ કરીને સ્વ-પરનું કલ્યાણ કરવાની પૂરેપૂરી છૂટ અને મોકળાશ આપીએ. (તા. ૧૩-૫-૧૯૭૮) (૩) આદર્શ નારીજીવનનાં પ્રતિનિધિ શ્રીમતી શારદાબહેન મહેતા ભારતનાં એક આદર્શ સનારી, સુખ-શાંતિ-સ્નેહભય ગૃહસ્થજીવનનાં અને ગુજરાતની સુરભિત સંસ્કારિતાનાં ફૂલવેલસમા શ્રેષ્ઠ પ્રતિનિધિ શ્રીમતી શારદાબહેન મહેતાએ, તા. ૧૩-૧૧-૧૯૭૦ના રોજ, ૮૮ વર્ષ જેટલું સુદીર્વ, વિમળ, યશસ્વી, પ્રશાંત જીવન માણીને, સદાને માટે વિદાય લીધી. એમની મહાયાત્રા માટેની વિદાયની ઘડી પણ એક ધન્ય-પુણ્ય ઘડી હતી. બપોરના બારએક વાગે બધાં જમી-પરવારી રહ્યાં. શારદાબહેન ખુરશીમાં આરામથી બેઠાં, અને ન કોઈ મોટો રોગ કે તાવ-તરિયો; અને બેઠાં-બેઠાં જ જાણે પ્રભુની આ પનોતી પુત્રીને તેડું આવ્યું ! ભાગીરથીના નિર્મળ પ્રવાહ સમું પવિત્ર જીવન, અને એવું જ સમતાભર્યું નિર્વિઘ્ન મૃત્યુ ! શિક્ષણ, સંસ્કાર અને સાહિત્યનાં ક્ષેત્રે, નારીપ્રતિષ્ઠાના ક્ષેત્રે, દીન-હીનગરીબોની સેવાના ક્ષેત્રે અને મેલા અને માયાવી ગણાતા રાજકારણના ક્ષેત્રે પણ શ્રી શારદાબહેને જે નિઃસ્વાર્થ, નિષ્ઠાભરી અને સ્ફટિકસમી નિર્મળ કામગીરી બજાવી હતી, અને જે શુચિતા દાખવી હતી તે અતિવિરલ અને આદર્શ હતી. ચાર વીશી કરતાં ય વધુ પાકી ઉમર થવા છતાં વિચારોનું શૈથિલ્ય કે કર્તવ્યવિમુખતાનો અંશ પણ એમને સ્પર્શી શક્યાં ન હતાં એ એમના શીળા, પ્રશાંત, છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વને આભારી હતું. એમના હૃદયની ઉદારતા અને વિશાળતાની અમૃતવર્ષા તો સૌ કોઈ સ્વજનો, પરિચિતો અને અપરિચિતો ઉપરના હાર્દિક વાત્સલ્યરૂપે સતત થયા જ કરતી હતી. એમની નાની કે મોટી એકેએક પ્રવૃત્તિ ઉપર આદર્શ સન્નારીને સહજ એવી કરુણા, લાગણીની સુકુમારતા, સંવેદનશીલતા અને વગર માગ્યે સહાય કરવાની તત્પરતાની સૌરભ પ્રસરેલી રહેતી. Only Page #639 -------------------------------------------------------------------------- ________________ અમૃત–સમીપે આટઆટલાં જાહેર ક્ષેત્રો ખેડવા છતાં અને એમાં ખૂબ સફળતા અને યશ મળવા છતાં અહંભાવનો કે કીર્તિની આકાંક્ષાનો મળ એમને સ્પર્શીસુધ્ધાં નહોતો શક્યો, એ એમની અપૂર્વ સિદ્ધિ. બધી જ પ્રવૃત્તિઓમાં રસ અને નિષ્ઠાપૂર્વક ભાગ લેવા છતાં અહ-મમત્વથી જળકમળની જેમ અલિપ્ત રહીને જીવનને વધુ ને વધુ ઉચ્ચગામી બનાવવાની એ કળા જાણે તેઓને સહજસિદ્ધ હતી. આને લીધે એમનું ચિત્ત કઠોરતા અને કડવાશથી સર્વથા મુક્ત રહી શક્યું હતું. આ બધાની સાથેસાથે નિશ્ચયબળ, દૃઢતા અને કષ્ટસહિષ્ણુતાના સુમેળને લીધે એમનું જીવન વિશેષ જાજરમાન બન્યું હતું. જાહેરજીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી આટઆટલી સફળતા છતાં શ્રી શારદાબહેનનું ચિત્ત ક્યારેય ગૃહસ્થધર્મવિમુખ બન્યું ન હતું. પોતાના ઘરની તેઓએ એક દેવમંદિરની જેમ જીવનભર ઉપાસના કરી હતી અને પોતાના પત્નીપદને, માતૃત્વને, સન્નારી-પદને પૂરેપૂરું યશસ્વી બનાવ્યું હતું. એમ કરીને ગૃહિણી ગૃહમુખ્યત્વે ( ગૃહિણી તે જ ઘર ) એ ઉદાત્ત આદર્શને મૂર્તરૂપ આપ્યું હતું. આ જ જીવનનું અમૃત અને આ જ મૃત્યુ ઉપરનો વિજય. - આજે નારી-જીવનનો આદર્શ પતંગિયાના રંગની જેમ પળે-પળે પલટાતો જાય છે. આને લીધે જેને ભારતના ઋષિ-મુનિઓએ ધન્ય તરીકે બિરદાવ્યો હતો (ધન્યો ગૃહસ્થાશ્રમ), તે ગૃહસ્થાશ્રમ વેરવિખેર બની રહ્યો હોય એમ સ્પષ્ટ દેખાય છે. પણ આ બધી સ્વાર્થમૂલક અને દોડાદોડીમાં ક્યારેક તો માનવીને, અને ખાસ કરીને વિચારશીલ નારીસમાજને જીવનમાં સાદાઈ, સંસ્કારિતા અને સેવાપરાયણતાની પુનઃ પ્રતિષ્ઠા કરવાના સર્વકલ્યાણકારી વિચારો આવ્યા વગર રહેવાના નથી; ત્યારે શ્રીમતી શારદાબહેન મહેતાનું જીવન અને કાર્ય એક તેજસ્વી નક્ષત્રની જેમ માર્ગદર્શક બની રહેવાનું છે. (તા. ૨૮-૧૧-૧૯૭૦) . (૪) આત્મલક્ષી પંડિતા બ્રહ્મચારિણી શ્રી ચન્દ્રાબાઈ દિગંબર જૈનસંઘમાં, છએક દાયકા જેટલા લાંબા સમય સુધી પોતાની આત્મસાધનાની તત્પરતા, શાસ્ત્રાભ્યાસિતા અને સેવાપરાયણતાના પ્રતાપે ઘણા આદર અને યશ મેળવીને પોતાની સુવાસ મૂકી જનાર બ્રહ્મચારિણી શ્રી ચંદ્રાબાઈ થોડા વખત પહેલાં (તા. ૨૮-૭-૧૯૭૭ના દિવસે) આત્મજાગૃતિ અને સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામતાં દિગંબર જૈનસંઘને એક આદર્શ અને ઉચ્ચ કોટિના મહિલારત્નની સહેલાઈથી ન પુરાય એવી મોટી ખોટ પડી છે. Page #640 -------------------------------------------------------------------------- ________________ રાજકુમારી અમૃત કૌર ઉ૧૭ વૃંદાવનના વૈષ્ણવ કુટુંબની પુત્રી તરીકે જન્મેલાં ચન્દ્રાબાઈનો ભાગ્યયોગ એમને બિહારના (આરાના) જૈન કુટુંબની કુળવધૂ બનાવવાનું નિમિત્ત બન્યો. પણ એ બહેન એક સંપત્તિશાળી કુટુંબની કુળવધૂ તરીકે સુખચેન અને ભોગવિલાસમાં પોતાનું સંસારી જીવન વિતાવે એ જાણે ભવિતવ્યતાને મંજૂર ન હોય એમ, લગ્ન પછી થોડા વખતે વૈધવ્યનું અસહ્ય ગણાતું મહાસંકટ એમના ઉપર ઊતરી પડ્યું. પણ પ્રભુપરાયણતા અને ધર્મશીલતાનો સહારો લઈને એમણે આવા કારમાં સંકટમાં પણ ધૈર્ય ધારણ કરવાનો પ્રયત્ન કર્યો. એમના સાસરિયાના શાણા અને ધર્માનુરાગી મહાનુભાવોએ એમને ધર્મગ્રંથોના અધ્યયનની પૂરતી અનુકૂળતા કરી આપીને એમના આ પ્રયત્નમાં બળ પૂર્યું. વધારામાં, પોતાની ચોમેર દીનતા, દુઃખો અને દર્દીનો ભોગ બનતા માનવીઓ પ્રત્યે સહાનુભૂતિ અને કરુણાનો અનુભવ કરીને, એમણે પોતાની વેદના વિસારે પાડવાનો રાહ લીધો. પરિણામે અકાળે વૈધવ્યનો ભોગ બનેલ ચન્દ્રાબાઈ આત્મસાધિકા, પંડિતા અને કરુણામયી માતા – – એમ ત્રિવિધ ગુણગરિમાથી સમૃદ્ધ નવો અવતાર પામ્યાં. પોતાના ધર્મસંઘની સંસ્થા શ્રી જૈન-બાલા-વિશ્રામની બાલિકાઓ અને વિધવા તેમ જ અસહાય મહિલાઓ માટે શ્રી ચંદ્રાબાઈ મોટા આધાર અને આશ્વાસનરૂપ બની શક્યાં. એ રીતે એમનું એક હેતાળ, મમતાળુ માતા તરીકેનું વ્યક્તિત્વ ઉત્તરોત્તર વિકસતું રહ્યું. એથી જ એમની ધર્મપરાયણતા પણ વધારે ને વધારે વ્યાપક અને જીવનસ્પર્શી બનતી રહી અને એમની બાહ્ય કે આંતરિક પ્રત્યેક પ્રવૃત્તિને અજવાળતી રહી. આવાં એક આત્મસાધક અને લોકોપકાર-નિરત સન્નારી, ૯૦ વર્ષ જેટલું સુદીર્ઘ જીવન શાંતિ-સમતાપૂર્વક જીવીને, મહાયાત્રાએ સંચરતાં કૃતાર્થ થઈ ગયાં. (તા. ૧-૧૦-૧૯૭૭) (૫) સેવાવ્રતી રાજકુમારી અમૃત કૌર મહાત્મા ગાંધીજીની હાકલ કંઈક શ્રીમંતો, સુખશીલિયાઓ, શક્તિશાળીઓ, - વિદ્વાનો અને આગેવાનોના અંતરને સ્પર્શી ગઈ હતી અને એમને દેશસેવાના ક્ષેત્રના ભેખધારી બનાવી ગઈ હતી. સૌ જાણે હોંશે-હોંશે સમર્પણ કરવા અને સેવાનો આસ્વાદ માણવા દોડી આવ્યા હતા. રાજકુમારી અમૃત કૌર આવાં જ એક આજીવન સેવાવ્રતી સન્નારી હતાં. * WWW.jainelibrary.org Page #641 -------------------------------------------------------------------------- ________________ ઉ૧૮ અમૃત-સમીપે - ૭૫-૭૬ વર્ષની પાકટ ઉંમરે પણ તાજેતરમાં દિલ્હીમાં એમનું અવસાન થતાં દેશને એક ગરીબોના બેલી સમી નિષ્ઠાવાન સેવિકાની મોટી ખોટ પડી છે, અને અત્યારના વિષમ કાળમાં એ ખોટ સહેજે પુરાય એવી નથી. ' કપૂરથલાના રાજકુટુંબનું સંતાન હોવા છતાં જ્યારે ગાંધીજીનો પારસમણિ એમના અંતરને સ્પર્શી ગયો ત્યારે જનતા-જનાર્દનની નિઃસ્વાર્થ, નિર્ભેળ અને નિષ્ઠાપૂર્ણ સેવા એ જ એમનું જીવનવ્રત બની ગયું. ગાંધીજીએ જે માર્ગ ચીંધ્યો એ માર્ગે તેઓ હોંશપૂર્વક ચાલતાં રહ્યાં. ( ૧૫-૧૭ વર્ષ તો એમણે ગાંધીજીનું મંત્રીપદ સાચવી જાયું. આ એક મોટી અગ્નિપરીક્ષા હતી. ગાંધીજીએ પ્રધાન બનવાનું કહ્યું તો એમાં પણ એ પાછાં ન પડ્યાં અને પૂરા એક દાયકા સુધી (૧૯૪૭થી ૧૯૫૭) મધ્યસ્થ સરકારના આરોગ્યપ્રધાન તરીકે એમણે યશસ્વી કારકિર્દી બતાવી. ક્ષય સામે, રક્તપિત્ત સામે, રેડક્રોસના વિકાસમાં, પ્રાથમિક સારવારની પ્રવૃત્તિને વેગવાન બનાવવામાં – એમ જનકલ્યાણનાં અનેક ક્ષેત્રોમાં દિનરાત રત રહીને એમણે પોતે સ્વીકારેલ ખ્રિસ્તી ધર્મને દીપાવ્યો હતો, અને “મનુષ્યની સેવા એ પ્રભુસેવા” એ મહાત્મા ઇસુખ્રિસ્તના ઉપદેશને જીવનમાં ઉતારી બતાવ્યો હતો. (તા. ૧૫-૨-૧૯૬૪). . (૬) ધર્મરત સેવાવ્રતી શ્રી મેનાબહેન વેશ સંસારીનો અને જીવન ત્યાગીનું – એવાં પવિત્ર નર-નારીઓ પણ ક્યારેક-ક્યારેક આપણી વિષમ દુનિયામાં પાકતાં રહે છે અને જીવનનો આદર્શ સમજાવતાં જાય છે. આવાં જ એક સન્નારી હતાં શ્રીમતી મેનાબહેન શેઠ ધર્મપરાયણ, સતત જાગૃત અને પરોપકારપરાયણ; સત્યમય વ્યવહારનાં અને નખશિખ શુદ્ધિનાં આગ્રહી. સાધુજીવનના પાયારૂપ વિચાર-વાણી-વર્તનની એકરૂપતા એમનાં જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગઈ હતી. ઓછામાં ઓછું બોલવું અને જિંદગીની પળેપળનો ઉત્તમ ઉપયોગ કરીને વધુમાં વધુ કામ કરવું, એવા કર્મયોગનાં તેઓ ઉપાસક હતાં. એટલે જ તો તેઓ પરોપદેશમાં પાંડિત્ય' જેવી નકામી પ્રવૃત્તિથી તેમ જ નામના-કીર્તિની મોહમાયાથી સદા અળગાં રહી શક્યાં હતાં. Page #642 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેનાબહેન ૩૧૯ દુઃખિયાનું દુઃખ જોઈને દ્રવવા લાગે અને એ દુઃખના નિવારણ માટે યથાશક્તિ કંઈક પણ ઉદ્યમ કરીને જ સંતોષ પામે એવી સંવેદનશીલ અને કર્તવ્યપરાયણ એમની પ્રકૃતિ હતી. જનસેવા એ જ એમનો આનંદ હતો. તેઓનું મૂળ વતન સૌરાષ્ટ્રમાં માંગરોળ; પણ એમના પિતાશ્રી હેમચંદભાઈ દાયકાઓ પહેલાં વ્યવસાયને માટે મુંબઈમાં આવીને વસેલા. એમના દાદા શ્રી અમરચંદભાઈ કાપડિયા ભારે પ્રતાપી, સમજણા અને સુધારક પુરુષ હતા. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિશ્વરજીની સમાજ-કલ્યાણની ભાવનાને ઝીલીને જૈન સમાજની સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના માટે મુંબઈના જે મહાનુભાવોએ અવિરત પુરુષાર્થ કર્યો હતો એમાંના શ્રી અમરચંદભાઈ એક હતા. કન્યાકેળવણીના તેઓ મોટા હિમાયતી હતા. આવા એક પ્રગતિવાંછુ કુટુંબમાં, સને ૧૮૯૯માં મેનાબહેનનો જન્મ થયો હતો. પોતાના દાદાની હૂંફમાં ઉત્તમ સંસ્કાર અને શિક્ષણ મેળવવાનો તેમને સુઅવસર મળ્યો હતો. મૅટ્રિકની પરીક્ષા તો તેઓ પોતાના પિતાશ્રીની માંદગીને કારણે આપી શક્યાં ન હતાં, છતાં વિદ્યાપ્રીતિનાં બીજ તેઓમાં દઢપણે રોપાયાં હતાં. સાથે-સાથે કામ કરવાની હોંશ અને કોઈ પણ કામને સારી રીતે પૂરું કરવાની હૈયાઉકલત પણ એમનામાં હતી. તે સમયના રિવાજ પ્રમાણે, મેનાબહેનનાં લગ્ન નાની ઉંમરે જ, શ્રી નરોત્તમદાસ જગજીવનદાસ શેઠ સાથે થયા હતા. પણ એમનું ભાગ્યવિધાન કંઈક જુદું જ હતું. લગ્ન પછી સાત જ વર્ષે શ્રી નરોત્તમદાસ શેઠનો સ્વર્ગવાસ થયો. મેનાબહેનના જીવનમાં સૂનકાર વ્યાપી ગયો. દુઃખ તો માથે આભ તૂટી પડ્યા જેવું કારમું હતું, અને સ્વસ્થતા ન હોય તો જીવન વેરવિખેર બની જાય એવો પ્રસંગ હતો. પણ આવા કસોટીના વખતે અંદરનું ખમીર, કુટુંબના સંસ્કાર અને ધર્મભાવના ભારે આધારરૂપ બની ગયાં. વૈધવ્યની અસહ્ય વેદનાને અંત૨માં વલોવીને દીન-દુઃખી બહેનો માટે કરુણાનું નવનીત તૈયાર કરવાનો શાંત પુરુષાર્થ મેનાબહેને શરૂ કર્યો; અને તેઓ કેટલીયે અસહાય અને સંકટગ્રસ્ત બહેનોનાં ધર્મમાતા અને ધર્મભગિની બની ગયાં. કવિ શ્રી કલાપીની “છે વૈધવ્યે વધુ વિમળતા, બહેન ! સૌભાગ્યથી કાંઈ ?” એ પંક્તિનું સત્ય શ્રી મેનાબહેનના તપસ્વી જીવનમાં જોવા મળે છે. લોકકલ્યાણની પ્રવૃતિને પણ કંઈક વાહન જોઈએ. અસહ્ય અને દુઃખી બહેનોને અને બાળકોને સન્માનપૂર્વક વ્યવસ્થિત રીતે સહાય આપી શકાય એ માટે મેનાબહેને ‘જૈન મહિલા સમાજ’ મા૨ફત સેવાઓ આપવાનું શરૂ કર્યું. સેવા-પ્રવૃત્તિ પાછળ કોઈ પરોપકારની અહંભાવી લાગણી નહીં, પણ આત્મસંતોષ મેળવવાની નમ્રતા જ રહેલી હતી. નિઃસ્વાર્થપણું, ધ્યેયનિષ્ઠા, જાહેરજીવનની જવાબદારીનું Page #643 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ અમૃત-સમીપે ભાન, ખંત અને ચોકસાઈ તેઓની નાની કે મોટી બધી સેવાપ્રવૃત્તિની સફળતાની ચાવી હતી. ‘જૈન-મહિલા-સમાજ' મારફત ચાર દાયકા સુધી સેવા કરી તેઓએ પોતાની મર્યાદિત મૂડીમાંથી થોડા વખત પહેલાં પચીસ હજાર રૂપિયા જેવી મોટી ૨કમ આ સંસ્થાને આદર્શ બાલમંદિર માટે આપી હતી. આ બાલમંદિર સાથે તેઓના પતિનું નામ જોડવામાં આવ્યું છે. તેઓ ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ' સાથે પણ જીવનભર સંકળાયેલાં હતાં. એ ઉપરથી પણ જાણી શકાય છે કે તેઓને નવા વિચારો અને સુધારક પ્રવૃત્તિ તરફ કેવો અનુરાગ હતો. સુધારક પ્રવૃત્તિ તરફ આવો અનુરાગ સાચવી રાખવાની સાથે-સાથે તેઓએ ધર્મક્રિયાઓ પ્રત્યેની રુચિને પોતાના જીવનમાં જે રીતે ટકાવી રાખી હતી તે ખરેખર નવાઈ ઉપજાવે એવી હતી. દેવદર્શન, સામાયિક, પ્રતિક્રમણ, રાત્રિભોજન નો અને અભક્ષ્યનો ત્યાગ વગેરે ધર્મનિયમોનું તેઓ ખૂબ ચીવટ અને ઉલ્લાસ સાથે પાલન કરતાં. ધર્મરુચિ, સમાજસેવાની ધગશ અને રાષ્ટ્રભાવનાના ત્રિવેણીસંગમના તીરે શ્રી મેનાબહેનનું જીવન ધન્ય બન્યું હતું. તેથી જ ઓછા-બોલાપણું, સતત કાર્યશીલતા, સમતા, શાણપણ, ધીરજ, વાત્સલ્ય, કરુણાવૃત્તિ જેવી ગુણસંપત્તિ એમના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈને એકરસ બની ગઈ. મેનાબહેનના જીવનઘડતરમાં મહાત્મા ગાંધીજીના જીવન અને કાર્યનો ફાળો પણ બહુ મોટો હતો. વળી, તેમની વિદ્યાચિ શાસ્ત્રીય તેમ જ સામાજિક બાબતોનું જ્ઞાન મેળવવાની ઉત્કટ તમન્ના પણ એમના જીવનને વધારે ઉન્નત બનાવે એવી હતી. વિદ્વાન હોવાની કશી જ છાપ ઊભી કર્યા સિવાય તેઓ પોતાના આનંદ ખાતર મૂકપણે અને શાંત ચિત્તે, જે કંઈ વિદ્યાસાધના કરતાં રહેતા હતાં એનું સુપરિણામ જૈન મહિલા સમાજ'ના માસિક મુખપત્ર ‘વિકાસ'ના સ્વચ્છ-સુઘડ સંપાદનરૂપે તેમ જ ‘પ્રબુદ્ધજીવન'માં છપાયેલ સંખ્યાબંધ અંગ્રેજી કે હિન્દી લેખોના સુગમ અને સરસ અનુવાદ રૂપે આપણી સામે મોજૂદ છે. -- - આવાં અનેકગુણસંપન્ન, સત્યશીલ અને સેવાવ્રતધારી ભગની તા. ૨૧૭-૧૯૭૧ના રોજ, પોતાની આજીવન સાધનાને વધારે ગૌરવશાળી બનાવીને, સ્વસ્થતા અને શાંતિપૂર્વક સ્વર્ગવાસી બન્યાં. ૭૨ વર્ષ જેટલું લાંબું જીવન ધર્મ અને સેવાને માર્ગે વિતાવીને મેનાબહેન કૃતકૃત્ય બની ગયાં. (તા. ૧૮-૮-૧૯૭૧) Page #644 -------------------------------------------------------------------------- ________________ ૯૨૧ લીલાવતીબેન કામદાર (૭) નારીશક્તિનાં પ્રતીક : શ્રી લીલાવતીબહેન કામદાર હિંમત દાખવે, પ્રયત્ન કરે અને શક્તિને કેળવી જાણે એ માનવી જીવનરસ માણીને જીવતરને ધન્ય બનાવી જાય – પછી એ પુરુષ હોય કે સ્ત્રી. પુરુષવર્ગની જેમ નારીવર્ગમાં પણ કેટલી શક્તિ રહેલી છે, એના દાખલા આજે તો શોધવા જવું પડે એમ નથી. સ્વર્ગસ્થ શ્રીમતી લીલાવતીબહેન કામદાર નારીશક્તિનાં પ્રતીક સમાં આવાં જ એક સન્નારી હતાં. તેઓ જેવાં વત્સલ અને ઊર્મિશીલ હતાં, એવાં જ પુરુષાર્થી અને કર્તવ્યપરાયણ હતાં. એકાદ મહિના પહેલાં તેઓનું અવસાન થતાં એક નારીરત્ન આપણે ગુમાવ્યું. આ જાજરમાન ભગિનીનો પરિચય એવાં જ સેવાવ્રતી સન્નારી શ્રીમતી મેનાબહેન શેઠે “પ્રબુદ્ધજીવન' પાક્ષિકના તા. ૧-૭૧૯૭૧ના અંકમાં લખ્યો છે, તે અહીં સાભાર રજૂ કરીએ છીએ : ગત તા. ૨૧--૧૯૭૧ને સોમવારે સવારે ૯-૩૦ વાગ્યે લાંબી માંદગી ભોગવ્યા બાદ લીલાવતીબહેનનું અવસાન થયું. અનેક પ્રતિકુળ સંયોગો વચ્ચે સ્વબળથી ઝઝુમનાર, ઉત્તમ પ્રકારની લેખનશક્તિ ધરાવનાર અને સુધારક વિચારધારાને અપનાવનાર એવી એક નારીશક્તિએ જગતમાંથી વિદાય લીધી. શ્રીમતી લીલાબહેનને માબાપે વાંચવા-લખવાથી વધારે શિક્ષણ આપેલું નહિ. ૧૭ વર્ષની વયે વિધવા થયાં અને રૂઢિ પ્રમાણે તપ-જપ આદરી વૈધવ્યધર્મ પાળવા લાગ્યા; પણ તેમાં મને સંતોષ પામ્યું નહિ. સાસરિયામાં પોતાનું કહેવાય તેવું કોઇ નહોતું. આજીવિકાનું કંઈ સાધન નહોતું. કુટુંબીઓના આધારે રોટલા ખાવા ને લગભગ નિષ્ક્રિય જેવું જીવન જીવવું એ તે સંસ્કારી આત્માને કેમ ગમે ? આખરે તેમના મોટા ભાઈ આગળ દિલ ખોલીને વાત કરી. તે સમજ્યા ને બહેનને ભણવાની સગવડ કરી આપી. ટ્રેઈનિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો અને એક તેજસ્વી વિદ્યાર્થિની તરીકે બહાર નીકળ્યાં. તરત જ વાંકાનેરની હાઈસ્કૂલમાં નોકરી મળી ગઈ. પણ માત્ર આજીવિકાનું સાધન મળતાં સંતોષ માને તેવું તેમનું ઘડતર નહોતું; અને તે નોકરી છોડી મુંબઈ આવ્યાં. તરત જ રત્નચિંતામણિ હાઈસ્કૂલમાં નોકરી મળી ગઈ. ચીવટ, શીખવવાની કળા અને સ્કૂલને પોતાની સમજીને કામ કરવાની વૃત્તિ – આ કારણે થોડા વખતમાં જ પ્રિન્સિપાલના સ્થાને પહોંચી ગયાં. છતાં મનને અંગ્રેજી ભાષાના જ્ઞાનની ઊણપ સાલતી હતી. તે માટે પણ ખાનગી અભ્યાસ કરી કર્વે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. Page #645 -------------------------------------------------------------------------- ________________ અમૃત-સમીપે જેમ વાચન ને અભ્યાસ વધ્યાં તેમ વિચારોમાં પરિવર્તન આવ્યું; અને વિચાર બદલાયા તો તેને અમલમાં મૂકવા સમાજથી ગભરાય તેવો એ જીવ નહોતો. સામાજિક કાર્યકર શ્રી ચુનીલાલ કામદારના પરિચયમાં આવ્યાં અને તેમણે તેમની સાથે પુનર્લગ્ન કર્યું. હવે તેઓ સાહિત્યના ક્ષેત્રે અને સામાજિક કાર્યમાં વિશેષ રસ લેતાં થયાં. તેમની સુપ્ત પડેલી શક્તિઓને ખીલવાની તક મળી. જુદાં-જુદાં માસિકોમાં લેખો આવવા લાગ્યા. ગુજરાતી સ્ત્રી-સહકારી-મંડળીના માનાર્હ મંત્રી તરીકે કામ કર્યું. ભગિની-સમાજ : તારદેવ કેન્દ્રના મંત્રીપદે હતાં. શ્રી જૈન-મહિલા-સમાજના મુખપત્ર “વિકાસ'ના તંત્રી તરીકે તેમણે એકધારું ૨૧ વર્ષ કામ કર્યું. પત્રિકાનું ધોરણ ઊંચું લાવવા ઉત્કટ પ્રયત્ન કરતાં. આમ જાહેર જીવનમાં પરોવાયેલાં, છતાં તેમનું ગૃહજીવન પણ એટલું જ પ્રેમાળ, લાગણીવશ અને મમતાભર્યું હતું. સાસરિયાના દરેક કુટુંબીજન પ્રત્યે તેમને માન અને ભાવ બંને હતાં. જેમ પોતાનું બૌદ્ધિક ધન તેમણે સમાજને ચરણે ધરી દીધું તેમ ભૌતિક ધન પણ પોતાની શક્તિ પ્રમાણે ખર્ચી જાયું છે. ભગિની-સમાજ અને જૈન-મહિલા-સમાજ એ બે તેમની પ્રિય સંસ્થાઓ. પહેલીને તેના સેવામંદિરના કાર્ય માટે રૂ. ૧૦,૦૦૦ અને હોસ્ટેલમાં એક રૂમ માટે રૂ. ૫,૦૦૦ એમ રૂ. ૧૫,૦૦૦ આપ્યા છે, તો જૈનમહિલા-સમાજને તેના હીરક-મહોત્સવ પ્રસંગે સ્કોલરશિપ માટે રૂ. ૧૦,૦૦૦ આપ્યા છે. કર્મસંયોગે છ વર્ષ પહેલાં તેમને લકવાનો હુમલો આવ્યો ને પથારીવશ થયાં; છતાં લખવાની ધગશ એટલી ને એટલી જ. ચાલ્યું ત્યાં સુધી બીજા પાસે પણ તેમણે લખાવ્યા કર્યું. પહેલાં બેથી ત્રણ વખત હૉસ્પિટલમાં ગયેલાં ને જરા સુધારો થતાં પાછા ઘરે આવેલાં. આ વખતે પણ તેમને શનિવારે હોસ્પિટલમાં લઈ ગયા, અને સૌને આશા હતી કે આ વખતે પણ જરા સુધારો લાગતાં પાછાં ઘેર લાવશું. પણ આ વખતની માંદગી જીવલેણ નીવડી અને સોમવારે સવારે ૯-૩૦ વાગ્યે તેમણે દેહ છોડ્યો. એક સ્વયં વિકસેલ વેલ વિલીન થઈ ગઈ. જ્યાં હોય ત્યાં તે આત્મા શાંતિ પામો.” અમે શ્રીમતી લીલાબહેન કામદારની શક્તિ અને સેવાવૃત્તિને અમારી હાર્દિક અંજલિ આપીએ છીએ. (તા. ૨૪-૭-૧૯૭૧) Page #646 -------------------------------------------------------------------------- ________________ ૯૨૩ મુનિશ્રી વલ્લભદત્તવિજયજી . પુરવણી સેવાનિષ્ઠ મુનિશ્રી વલ્લભદત્તવિજયજી આ મારવાડના પ્રવાસમાં મુનિશ્રી વલ્લભદત્તવિજયજીનો વિશેષ પરિચય કરવાનો, એમની જનસેવાની પ્રવૃત્તિઓથી માહિતગાર થવાનો અને બીજી બાબતો અંગે પણ વાતચીત કરવાનો અવસર મળ્યો એ એક સારો લાભ થયો. આમ તો આ મુનિશ્રી અને હું, એમણે દીક્ષા નહોતી લીધી ત્યારથી, સને ૧૯૩૧-૩૨ની સાલથી, એકબીજાને ઓળખતા હતા. ત્યારે હું આગરામાં શ્રી વિજયધર્મ-લક્ષ્મી-જ્ઞાનમંદિરમાં ક્યુરેટર તરીકે નોકરી કરતો હતો અને તેઓ અમારાં શેઠશ્રી સ્વનામધન્ય શ્રી લક્ષ્મીચંદજી વેદના સરસ્વતી પ્રેસમાં જ નોકરી કરતા હતા. તેઓ ઉત્તર પ્રદેશના વતની છે. એમનું નામ બાલમુકુંદ હતું; હમણાં જ જાણ્યું કે એમનું મૂળ નામ “વૃંદાવન” હતું. ઘર છોડીને ચાલી નીકળેલ. જરૂરિયાતો સાવ ઓછી, એટલે શરૂઆતથી જ એમની પ્રકૃતિ ઝાઝી ચિંતાઉપાધિમાં નહીં પડવાની હતી. એ જ અરસામાં મુનિરાજ શ્રી દર્શનવિજયજી વગેરે ત્રિપુટીજી મહારાજ આગરામાં ચોમાસું હતાં; અને એમના પુસ્તકના છાપકામ અંગે શ્રી બાલમુકુંદને અવારનવાર એમની પાસે જવાનું થતું. એ ભાવનાશીલ મુનિવરોના સંપર્કથી બાલમુકુંદને વૈરાગ્યનો રંગ લાગ્યો, અને એ નોકરી છોડીને મુનિવરોની સાથે વિહારમાં જોડાઈ ગયા. વિ. સં. ૧૯૯૦માં અમદાવાદમાં ભરાયેલ મુનિસમેલન પછી, બાલમુકુંદને મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજીના શિષ્ય તરીકે હઠીભાઈની વાડીમાં દીક્ષા આપવામાં આવી; નામ મુનિ વલ્લભવિજયજી રાખ્યું. કેટલાંક વર્ષો પછી તેઓ આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરિજીની સમાજ-ઉત્કર્ષની પ્રવૃત્તિથી આકર્ષાઈ આ. મ. શ્રી વિજયસમુદ્રસૂરિજીની આજ્ઞામાં આવ્યા; નામ મુનિ વલ્લભદત્તવિજયજી રાખ્યું. આ મુનિશ્રીની ત્રણ બાબતોએ મારા મન ઉપર અસર કરી છે : પહેલી વાત એ એમની પોતાની જીવનરીતિ. ઓછામાં ઓછા પરિગ્રહ અને ઓછામાં ઓછી જરૂરિયાતોથી જ સાધુએ જીવવું જોઈએ – એ નિયમનું તેઓ પોતે પાલન કરે છે. વળી સૌને પોતાના માનવા છતાં અને સૌના ભલા માટે ચિંતા અને પ્રયત્ન કરવા છતાં, સૌથી અલગ અને અલિપ્ત રહેવાની, સાધુજીવન માટે અનિવાર્ય કહી શકાય એવી કળા એમણે કેળવી છે. આથી તેઓ ફિકર-ચિંતાથી મુક્ત એવા * પુસ્તકના ચોથા વિભાગ(“જૈન મુનિવરો’)માં ચૌદમા લેખ પછી મૂકવા ધારેલો લેખ સંજોગવશાત્ અહીં મૂક્યો છે. -સં. Page #647 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ અમૃત સમીપે અલગારી ફક્કડ જેવું મસ્ત, ખુમારીભર્યું જીવન ગાળે છે. ગોડવાડના જૈનો તેમ જ આમજનતા એમને ‘ફક્કડ-બાવા'ના નામથી જ ઓળખે છે. ત્યાંની જૈનજૈનેતર જનતામાં અને રાજસ્થાનના રાજદ્વારી વર્તુળમાં પણ એમનો સારો પ્રભાવ છે, અને લોકો એમના વચનને આજ્ઞાની જેમ સહર્ષ સ્વીકારે છે. આ પ્રભાવ છે એમની નિર્લેપ સાધુતાનો અને લોકકલ્યાણની સક્રિય ભાવનાનો. બીજી વાત છે આ. મ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના સમુદાયના સાધુને છાજે એવી સમાજ-ઉત્કર્ષની ચિંતા અને પ્રવૃત્તિની. તેઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એમ દેશના જે-જે ભાગમાં વિચર્યા છે, ત્યાં-ત્યાં આવી પ્રવૃત્તિઓ માટે પ્રેરણા આપતા જ રહ્યા છે. પછાત ગણાતા ગોડવાડને તો આંનો વિશેષ લાભ મળ્યો છે. અને ત્રીજી વાત છે મુનિશ્રી વલ્લભદત્તવિજયજીની સર્વજનસાધારણ ગરીબ અને દુઃખી જનતાની સેવા તરફની અભિરુચિની. ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની તેમ જ બીજી સહાયતા આપવાની પ્રેરણા આપવાનું અને અન્ય દુઃખી લોકોને પણ શક્ય સહાયતા અપાવવાનું તેઓ હમેશાં ધ્યાન રાખે છે. આથી તેઓ ધર્મગુરુ હોવાની સાથે જનસાધારણના પણ ગુરુ બની શક્યા છે. આ પણ અહિંસાનું અને ધર્મનું જ કામ છે. (તા. ૭-૩-૧૯૭૦) સમાપ્ત Page #648 -------------------------------------------------------------------------- ________________ સંત-મહિમા. જીવનસાધક સંતો એ દુ:ખી દુનિયાનો વિસામો અને સુખી સંસારનું વિવેકભર્યું નિયંત્રણ ગણાય છે. દુ:ખ-દીનતામાં ભાંગી ન પડવું, સુખ-સાહ્યબીમાં છકી ન જવું અને મનને નિર્મળ કરવા સદા પ્રયત્નશીલ રહેવું - જીવનને જીવી જાણવાની આ કળા અને આંતરિક શક્તિ સંતોના સમાગમથી જ હાંસલ થઈ શકે છે. એટલા માટે જ સંતસમાગમનો મહિમા અને પ્રભાવ અપાર લેખવામાં આવે છે.”