SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ મહામંડળનું સુકાનીપદ ભારત-જૈન-મહામંડળનું અધિવેશન ચાલુ સપ્ટેમ્બર માસની ૨૯-૩૦મી તારીખો દરમ્યાન જોધપુરમાં મળવાનું છે; એના પ્રમુખ તરીકે શ્રી ચીમનભાઈની વરણી કરવામાં આવી છે. આનાથી મહામંડળ અને શ્રી ચીમનભાઈ બંનેનું ગૌરવ વધ્યું છે. મહામંડળને વિશેષ અભિનંદન એટલા માટે કે શ્રી ચીમનભાઈની નેતાગીરીનો જે લાભ, એમને પ્રમુખપદ સોંપીને હજી સુધી સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ નથી લઈ શકી, તે લાભ મહામંડળે લીધો ! અમારી સમજ મુજબ, શ્રી ચીમનભાઈને કૉન્ફરન્સનું સુકાનીપદ સોંપીન એમની અનેકવિધ કાબેલિયતનો લાભ સમાજને અપાવવાનો સમય ક્યારનો પાકી ગયો છે. શ્રી ચીમનભાઈમાં એક કાબેલ નેતા તરીકે માર્ગદર્શન આપીને બીજાઓ પાસેથી ધાર્યું કામ કરાવવાની અને નિર્ધારિત કરેલ યોજનાને સફળ બનાવવાની વિશિષ્ટ શક્તિ છે. એમનું મૂળ હાડ તો એક કુશળ અને નિષ્ઠાવાન રાષ્ટ્રીય કાર્યકરનું જ છે. સ્વરાજ્યની લડત દરમ્યાન અને સ્વરાજ્યપ્રાપ્તિ બાદ પણ એમણે પોતાની રાષ્ટ્રનિષ્ઠા અને રાષ્ટ્રભક્તિનો પરિચય અનેક વાર આપ્યો જ છે. પણ સ્વરાજ્યપ્રાપ્તિ બાદ દેશમાં ધીમે-ધીમે સત્તાની સાઠમારી વેગવાન બનતાં નિઃસ્વાર્થ કાર્યકરોને માટે સક્રિય રાજકારણમાં રહેવું લગભગ અશક્ય બની ગયું. આને લીધે શ્રી ચીમનભાઈ જેવા અનુભવી, કસાયેલા અને ભાવનાશીલ અનેક કાર્યકરોની સેવાઓનો લાભ દેશે જતો કરવો પડ્યો છે. ૩૦૩ કુશાગ્રબુદ્ધિ, કાર્યનિષ્ઠા, વિશુદ્ધ વ્યવહાર, નિખાલસતા અને અસરકારક વક્તતા વગેરે ગુણો એમને એક સમર્થ કાર્યકર તરીકેનું ગૌરવ અપાવે છે. આવા એક શક્તિશાળી અને નિષ્ઠાવાન કાર્યકરનો કાર્યપ્રદેશ તો જેટલો વિસ્તરે એટલો દેશને અને સમાજને વધુ લાભ થવાનો. આજે જ્યારે એક બાજુ સ્વાર્થ-પરમાર્થનો ભેદ ચૂકી જનાર કાર્યકરો ચારે કોર ચોમાસામાં બિલાડીના ટોપની જેમ ઊભરાતા દેખાય છે, ત્યારે બીજી બાજુ પૂર્ણ ધ્યેયનિષ્ઠા અને સંપૂર્ણ વફાદારી સાથે પોતાની ફરજને પૂરી કરવામાં પોતાની સમગ્ર શક્તિ લગાડી દે એવા ઓછાબોલા-સાચાબોલા કાર્યકરોની ખોટ ઉત્તરોત્તર વધતી જાય છે. આવી સ્થિતિમાં શ્રી ચીમનભાઈ કે એમના જેવા કાર્યકરોનો દેશ અને સમાજના ભલા માટે વધુ વ્યાપક રીતે ઉપયોગ કરી લેવાય તો કેવું સારું ! પણ, આપણા દેશમાં સત્તાના રાજકારણે સાચાને દૂર કરવાનો અને નકલીને આવકારવાનો જે વિઘાતક રાહ સ્વીકાર્યો છે, તે જોતાં સાચા કાર્યકરોને આપણે કોઈ મોભાવાળા સ્થાને ટકવા દેવા જ માંગતા ન હોઈએ એમ લાગે છે. પણ હજાર કૅન્ડલ-પાવરના વીજળીના ગોળાના ઝળહળતા પ્રકાશને કોઈ નાનીસ૨ખી ઓરડીમાં રૂંધી રાખે તો એથી એ ગોળાને શું નુકસાન? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy