________________
ઉO૪
અમૃત-સમીપે લોકસભાના એક સભ્ય તરીકેની શ્રી ચીમનભાઈની કારકિર્દી કેટલી ઝળકતી હતી ! ખરી રીતે તો એમની એ કાર્યશક્તિનું આવું દર્શન થયા પછી એમને આપણે વધારે જવાબદારીવાળી કામગીરી સોંપીને દેશના લાભમાં એમની શક્તિનો વધારે ઉપયોગ કરી લેવો જોઈતો હતો; પણ કોણ જાણે વચમાં સત્તાની સાઠમારીનું કેવુંક રાજકારણ પેસી ગયું કે એમનો ઉપયોગ કરવાનું આપણા રાજપુરુષો લગભગ વીસરી ગયા !
સત્તાના આવા મેલા રાજકારણને લીધે શક્તિસંપન્ન અને ધ્યેયનિષ્ઠ વ્યક્તિઓને જાકારો દીધાના દાખલાઓ કંઈ ગોતવા પડે એમ નથી. જેમને ગુજરાત આખું “છોટે સરદાર' તરીકે ઓળખે છે તે ડૉ. શ્રી ચંદુલાલ દેસાઈની સામે તો જાણે છેક સ્વરાજ્ય આવ્યું તે પહેલાંથી જ રાજકારણી શતરંજ બિછાવાઈ ગઈ હતી. અને એક વખતના મધ્ય ભારતના પ્રધાનમંડળમાંના એક પ્રધાન ડો. શ્રી પ્રેમસિંહજી રાઠોડ પણ આવો જ બીજો દાખલો છે.
શ્રી ચીમનભાઈની થોડા સમય પહેલાં પી.ટી.આઈ. (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા) નામની આપણા દેશની પ્રતિષ્ઠા સંપન્ન સમાચાર-સંસ્થાના કાર્યાધ્યક્ષ (ચેરમેન) તરીકે વરણી કરવામાં આવી છે, તે ઘણું સુયોગ્ય થયું છે.
(તા. ૧૯-૮-૧૯૬૨) જાણીતા ચિંતક શ્રીયુત પરમાણંદભાઈ કાપડિયાના સ્વર્ગવાસ પછી, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પાક્ષિક મુખપત્ર “પ્રબુદ્ધ-જીવન'નું તંત્રીપદ સંભાળવાની જવાબદારી સંઘના પ્રમુખ તરીકે શ્રી ચીમનભાઈ ઉપર આવી પડી હતી. અમુક પ્રમાણમાં પોતાને અપરિચિત કહી શકાય એવા આ કાર્યની જવાબદારી શ્રી ચીમનભાઈએ કેવી સફળતાથી નિભાવી જાણી છે એનો બોલતો પુરાવો “પ્રબુદ્ધજીવન'ના, વાચન-સામગ્રીથી સમૃદ્ધ અંકો પૂરો પાડે છે.
શ્રી ચીમનભાઈએ, ગયા માર્ચ માસમાં પોતે પંચોતેર વર્ષ પૂરાં ક્ય એ નિમિત્તે, “પંચોતેર પૂરાં” નામે એક આત્મનિવેદન “પ્રબુદ્ધ-જીવન'ના તા. ૧૬-૩૧૯૭૭ના અંકમાં પ્રગટ કર્યું છે એ જાણવા-વાંચવા જેવું હોવાથી એમાંનો કેટલોક ભાગ અમે અહીં સાભાર રજૂ કરીએ છીએ :
ઘણા સમયથી મનમાં છે કે ૭૫ વર્ષ પૂરાં થાય એટલે મારે પ્રવૃત્તિ ઓછી કરવી અને ચિત્તન-મનન પાછળ વધારે સમય આપવો. મારું જીવન સારી પેઠે પ્રવૃત્તિમય રહ્યું છે. મારામાં વિરોધાભાસી વૃત્તિઓ જોઉં છું. પ્રવૃત્તિ વિના હું રહી શકતો નથી; છતાં નિવૃત્તિની ઝંખના છે. હું માનું છું કે વૃદ્ધાવસ્થા થતા અનુભવ વધે; કદાચ દુનિયા જેને ડહાપણ કહે છે એવું કાંઈક આવે. પણ ઉત્સાહ મંદ થાય છે, સાહસવૃત્તિ રહેતી નથી, કેટલેક દરજે સ્થિતિસ્થાપક વૃત્તિ થાય છે. ઉત્સાહ અને સાહસવૃત્તિ વિના પ્રગતિ થતી નથી. વૃદ્ધોએ યુવાનોને સ્થાન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org