________________
સાહિત્યકારો
(૧) અજર-અમર સાક્ષર શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી
માત ગુર્જરીના સાક્ષર-સપૂત સ્વ. શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીના જન્મને સો વર્ષ પૂરાં થાય છે તે વખતે એમને અપાતી અંજલિઓમાં આપણો સાથ પુરાવવો એ આપણા માટે ઉચિત જ નહીં, કર્તવ્યરૂપ પણ લેખાય.
છેલ્લાં સો વર્ષ દરમિયાન ગુજરાતમાં જે સાક્ષરશિરોમણિઓ થઈ ગયા, એમાં શ્રી ગોવર્ધનરામભાઈનું નામ સોનેરી અક્ષરોથી લખાયેલું છે, અને ગુર્જર નર-નારીઓનાં હૈયામાં ચિરકાળપર્યત જડાયેલું રહેશે.
વિદ્યાની નિર્ભેળ, નિરીહ અને પાછલાં વર્ષોમાં અખંડ ચાલેલી વિદ્યાઉપાસનાની કસોટીએ અણીશુદ્ધ પાર ઊતરીને શ્રી ગોવર્ધનરામભાઈ સાચા અર્થમાં બ્રાહ્મણ પુરવાર થયા હતા. ગુજરાતની ભૂમિમાં વિરલ જોવા મળતી અને અત્યારે તો વધુ ને વધુ વિરલ બનતી જતી સરસ્વતી-ઉપાસનાનો આકરો માર્ગ સામે મોંએ સ્વીકારીને શ્રી ગોવર્ધનરામભાઈએ આપણી સમક્ષ વિદ્યા-સેવાનો અતિ ઉચ્ચ આદર્શ રજૂ કર્યો છે.
ચાલીસ-બેંતાલીસ વર્ષની, ભાગ્યદેવીનો “કૃપા-પરિપાક' કરતી વયે, કમાણી જ્યારે ઘરના આંગણે આવીને ખડી થઈ હતી, અને બીજી બાજુ કુટુંબની અને પોતાની જીવનનિર્વાહની ઓછામાં ઓછી જરૂરિયાતો પણ પૂરી કરવા માટે નાણાંની તંગીનો અનુભવ કરવો પડતો હતો, એવે વખતે પણ લક્ષ્મીના લોભામણ માર્ગે સરકી ન જતાં, સરસ્વતીદેવીના મંદિરમાં એક સાચા પૂજારી બનીને બેસી જનાર આ પુરુષરત્નના સાહસની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે; આ સાહસ તો સુખ-સગવડનો માર્ગ મૂકીને સામે મોંએ ગરીબીને નોતરવાનો ભારે કઠણ માર્ગ હતો. પણ એમણે તો સરસ્વતીની ઉપાસનાથી પ્રાપ્ત થતી વિદ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org