________________
શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી
૩૫૩ સિદ્ધિનાં એવાં તો અનુપમ અને ભવ્ય દર્શન કર્યા હોવાં જોઈએ, કે મરજીવાઓની જેમ, આવી મુસીબતો એમને મન કશી વિસાતમાં ન હતી.
અને સરસ્વતીમાતા પોતાના આવા સાચદિલ, સર્વસ્વનું સમર્પણ કરનાર બહાદુર ભક્ત ઉપર પ્રસન્ન ન થાય તો બીજા કોની ઉપર થાય ? એ પણ જાણે એમના અંતરમાં અવતરીને એમની લેખિની વાટે એવા અદૂભુત રૂપે પ્રગટ થવા લાગ્યાં કે એમનો આ ભક્ત અજર-અમરપદને વરી ગયો !
સાક્ષરો તો અનેક થઈ ગયા; આજે પણ છે. વિદ્યા-સિદ્ધિ અને પાંડિત્યની ઊંચી ટોચે પહોંચેલા એવા સાક્ષરશિરોમણિઓ પણ અનેક થઈ ગયા; પણ પોતાની અજબ વિદ્યાઉપાસનાને બળે સાહિત્યસ્વામી ગણાવાની સાથે-સાથે લોકહૃદયના પણ સ્વામી લેખાવાનું સદ્ભાગ્ય તો વિરલા સરસ્વતીપુત્રને જ સાંપડે છે. શ્રી ગોવર્ધનરામભાઈ આવા સરસ્વતીપુત્ર હતા.
શ્રી ગોવર્ધનરામને સંભારીએ છીએ અને આપણા હૃદયપટ પર “સરસ્વતીચંદ્ર'નું નામ અંકિત થઈ જાય છે. અને “સરસ્વતીચંદ્ર'ને વાગોળીએ છીએ તેમ શ્રી ગોવર્ધનરામનું અજર-અમરપણું હૈયે વસે છે.
સરસ્વતીચંદ્ર' છે તો નવલકથા. ગુજરાતી સાહિત્યમાં અત્યારે તો ઢગલાબંધ નવલકથાઓ પ્રગટ થયેલી છે, પણ સરસ્વતીચંદ્ર'નું સ્થાન તો એના કર્તાની જેમ અજર-અમર બની ગયું છે. એ પુસ્તક પૂરેપૂરું પ્રગટ થયાને પાંચેક દાયકા કરતાં ય વધુ વર્ષો વહી ગયાં, છતાં એનું સ્થાન તો લોકહૃદયમાં આજે પણ એનું એ જ છે. “પગલે-પગલે જે અવનવું-તાજું ભાસે એનું નામ જ સૌંદર્ય” - “સરસ્વતીચંદ્રને આવું શાશ્વત સૌંદર્ય વરેલું હોઈ એનું તેજ વધુ ને વધુ ઝળહળવા લાગ્યું છે. એનાં પાત્રો, એનાં પ્રસંગચિત્રો, એનાં વર્ણનો જાણે આજે પણ લોકહૃદયનાં તરવરતાં પ્રતિબિંબો પાડે છે. લોકજીવનની સામાન્ય, મધ્યમ, ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ – દરેક પ્રકારની કોટી એ ગ્રંથમણિમાં સંક્રાન્ત થયેલી છે, અને તેથી એ સમાજનાં વિવિધ સંસ્કારો અને ભાવનાઓનો એક મહાખજાનો બની ગયેલ છે; જેને જે જોઈએ એ સાંપડી રહે એવી અદ્ભુત છે એ નવલ. સંસારીઓને સારા સંસારની શિખામણ અને તત્ત્વવાંછુઓને જીવનદર્શન, સમાજદર્શન અને વિશ્વદર્શનના બોધપાઠો એમાં મળી રહે છે.
અને આટલું જ શા માટે ? આપણા મહાકવિ નાનાલાલે તો આ નવલકથાને જગત-કાદંબરીઓ(નવલકથાઓ)માં અમરપદ બક્યું છે; અને તે સાચી રીતે જ બહ્યું છે. સરસ્વતીચંદ્રની એમણે ગાયેલી બિરદાવલીમાં હજારો-લાખો ગુર્જર નર-નારીઓનાં અંતરની ઊર્મિ એમણે વ્યક્ત કરી છે. આને તો નવલકથા નહીં પણ મહાનવલકથા – મહાકાદંબરી જ કહી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org