SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૧ શ્રી ચુ. વ. શાહ જોડાઈને પત્રકાર તરીકેની અભિનવ કામગીરીનો શુભ આરંભ કર્યો. એમની પહેલી નવલિકા ‘વિમલા'ના સર્જનની જેમ પત્રકારત્વના ક્ષેત્રના પ્રવેશનું એમનું આ પગલું પણ ખૂબ શુભસૂચક નીવડ્યું; ત્રણ જ વર્ષ બાદ, સને ૧૯૦૯માં, તેઓ અમદાવાદમાંથી પ્રગટ થતા ગુજરાતના નામાંકિત સાપ્તાહિક ‘પ્રજાબંધુ' સાથે જોડાઈ ગયા. ‘પ્રજાબંધુ’ સાથેનું આ જોડાણ તો શ્રી ચુનીભાઈનું જીવનરસાયણ બની ગયું. એમણે એ પત્રની સાથે-સાથે પોતાની કલમનો જે વિકાસ સાધી બતાવ્યો, એની દાસ્તાન તો સૌ સાહિત્યસેવક બનવા ચાહનારાઓને માટે પ્રેરણારૂપ બની રહે એવી છે. કમનસીબ ભવિતવ્યતાને યોગે, આવા ઉચ્ચ કોટીના, નામાંકિત અને ગુજરાતીભાષી ‘પ્રજા’ને મન ‘બંધુ’ જેવા વહાલા બની ગયેલ પત્રને બંધ કરવાનો નિર્ણય એના વ્યવસ્થાપકોએ સને ૧૯૫૩માં કર્યો. છેક ત્યાં લગી પૂરાં ૪૪ વર્ષ સુધી શ્રી ચુનીભાઈ એ પત્રમાં જ કાર્ય કરતા રહ્યા, એ બીના એમની ધ્યેયનિષ્ઠા કે કાર્યનિષ્ઠાની જીવંત ગવાહી રૂપ બનવાની સાથે એમના જીવનની યશકલગીરૂપ બની રહે એવી છે. ક્યારેક નોકરીનું સ્થાનાંતર કરવાથી વધુ સારી કમાણીની તક આવીને ઊભી રહેતી, ત્યારે પણ શ્રી ચુનીભાઈ એ પ્રલોભનથી અલિપ્ત જ રહ્યા. સાહિત્ય દ્વારા પ્રજાનું કંઈક ને કંઈક પણ ભલું જ થવું જોઈએ, અને પ્રજાને હાનિ પહોંચે એવી બાબતમાં તો સાહિત્યકારથી સહભાગી બની શકાય જ નહીં આ પાયાની વાત શ્રી ચુનીભાઈના ચિત્તમાં બરાબર વસી ગઈ હતી. તેથી જ શબ્દરચના-હરીફાઈની ઉકેલ-સમિતિના નિર્ણાયક તરીકેની સાવ ઓછી મહેનત અને ઘણી સારી આવકવાળી કામગીરી સ્વીકારવાનો એમણે સહર્ષ ઇન્કાર ભણી દીધો હતો ; રોમરોમમાં ધ્યેયનિષ્ઠાનું ખમીર ધબકતું હોય તો જ આવો ઇન્કાર ભણી શકાય. શ્રી ચુનીભાઈએ પોતાની કારકિર્દીનો આરંભ એક શિક્ષક તરીકે કરી, ભલે એ કામગીરી થોડા વખત પછી છોડી દીધી. પણ કહેવું જોઈએ કે એમનો આત્મા તો એક સાચા શિક્ષકનો જ હતો : એક હેતાળ અને મમતાળુ છતાં ખબરદાર, ચીવટવાળા માર્ગદર્શક બનીને એમણે અત્યારના કેટલાય પત્રકારો, સાહિત્યકારો કે લેખકોનું શિક્ષકપદ સ૨ળ રીતે શોભાવી જાણ્યું ! છેવટે તો શિક્ષકપદ પણ સરસ્વતીપૂજાનો જ એક પ્રકાર છે. તેઓ સરસ્વતીના એકનિષ્ઠ ઉપાસક તરીકે જ જીવ્યા અને કૃતાર્થ બની ગયા ! ગુજરાતની ગુણજ્ઞ અને કૃતજ્ઞ જનતાએ પણ પોતાના આ સાક્ષરરત્નનું અવસર આવ્યે બહુમાન કરવામાં પાછી પાની નથી કરી : સને ૧૯૩૭નો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy