________________
૩૭૨
અમૃત-સમીપે રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરીને અને સને ૧૯૪૧ની સાહિત્ય-પરિષદના પત્રકારત્વ-વિભાગના પ્રમુખ તરીકે એમની વરણી કરીને એમની વિદ્વત્તાનું બહુમાન કરવામાં આવ્યું હતું.
એક માનવી તરીકે પણ શ્રી ચુનીભાઈ ગુણિયલ હતા. તેમને જોઈએ અને જાણે કોઈ ધીર, ગંભીર, શાંત, સ્વસ્થ અને શાણા પુરુષનું દર્શન કર્યાનો લ્હાવો મળે. તેઓ સાદી રહેણીકરણી અને ઉમદા વિચારસરણીના એક જીવંત નમૂનારૂપ હતા.
(તા. ૨૧-૫-૧૯૬૯)
(૬) વિખ્યાત કલમનવીસ શ્રી ચુનીલાલ મડિયા
ગુજરાતના વિખ્યાત લેખક શ્રી ચુનીલાલ મડિયાના જીવનવિકાસની ફૂલવેલ નાની ઉંમરે જ પાંગરી અને નાની ઉંમરે જ સંકેલાઈ ગઈ, એ કાળની કે ભવિતવ્યતાની કરુણ-મધુર દાસ્તાન જ લેખી શકાય !
શ્રી મડિયા ગરીબીનું ભાતું લઈને જન્મ્યા હતા અને પોતાના પુરુષાર્થના બળે ગરીબીની સામે ઝઝૂમીને વિજયી બન્યા હતા, અને ખૂબ ઝડપથી એમણે પોતાની સર્જકશક્તિને બળે ગુજરાતના વિખ્યાત અને સુખી લેખકોમાં પોતાનું સ્થાન મેળવી લીધું હતું.
તેઓનું મૂળ વતન ધોરાજી, જન્મે તેઓ સ્થાનકવાસી જૈન, સને ૧૯૨૨માં એમનો જન્મ. એમણે અભ્યાસ તો બી.કોમ.નો કર્યો હતો, પણ એમનું ભાગ્યવિધાન પૈસાનો વેપાર ખેડવાનું નહીં, પણ વિદ્યાનો વેપાર ખેડવાનું હતું; એ એમણે સહર્ષ વધાવી લીધું. જીવનની પહેલી પચીશી થતાં-થતાં તો એમણે કલમજીવીનું જીવન શરૂ કર્યું, અને એકાદ વીશી સુધી સફળતાપૂર્વક એ જીવન જીવી જાણીને જીવનની બીજી પચીશી પૂરી થાય એ પહેલાં જ (માત્ર ૪૭ વર્ષની ઉંમરે જ) પોતાનું જીવન સંકેલી લીધું. તા. ૨૯-૧૨-૧૯૯૮ની રાત્રે અમદાવાદમાં આપણા આ સરસ્વતીપુત્ર આપણાથી સદાને માટે વિદાય થયા !
- શ્રીયુત મડિયાને એમની સાહિત્યસેવાનું બહુમાન કરવાના હેતુથી તા. ૧૪૨-૧૯૬૦ના રોજ અમદાવાદમાં સને ૧૯૫૭નો રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો.
વયની વૃદ્ધિ સાથે એમની રચનાઓ પણ પાંગરતી રહી છે. એમણે નવલકથાઓ, નવલિકાઓ, નાટકો અને નિબંધો તેમ જ અમુક અંશે કાવ્યોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org