SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મનુભાઈ જોધાણી ૩૭૩ રચનામાં પણ પોતાની કલમ અજમાવી છે. અત્યાર સુધીમાં વીસ કરતાં પણ વધુ કૃતિઓની ગુજરાતને ભેટ આપી છે એ એમની સિદ્ધિ નોંધપાત્ર અને ગૌરવ ઉપજાવે એવી છે. શ્રી મડિયા રંગભૂમિના વ્યાપક પરિચય માટે અમેરિકા, ઇંગ્લેંડ અને ફ્રાંસનો પ્રવાસ ખેડી આવેલા. આપણી મધ્યસ્થ સરકારની સાહિત્ય અકાદમીમાં ગુજરાતી સલાહકાર-સમિતિના સભ્ય હોવાનું બહુમાન પણ એમને મળ્યું છે. લેખનની જેમ તેઓનું વાચન પણ વિશાળ; અને વાંચવાની એમની ઝડપ ધ્યાન ખેંચે એવી. જાપાનીઝ નાટકોનું અને અમેરિકાની ઉત્તમ વાર્તાઓનું ભાષાંતર કરવાનું કામ એમને સોંપવામાં આવેલું એ બીના એમની શક્તિનો વિશેષ ખ્યાલ આપે એવી છે. (તા. ૪-૧-૧૯૦૯, તા. ૨૦-૨-૧૯૬૦) (૭) પિંગા લોકસાહિત્યકાર શ્રી મનુભાઈ જોધાણી * જે જૈન લેખકોએ છેલ્લાં પચાસેક વર્ષ દરમ્યાન ગુજરાતી સાહિત્યના સર્જનમાં ગણનાપાત્ર ફાળો આપીને, ગુજરાતમાં સાક્ષર તરીકેની નામના અને કીર્તિ મેળવી છે, એમાં સ્વર્ગસ્થ શ્રી મનુભાઈ જોધાણીનું નામ અને કામ આદરભર્યું અને ગૌરવભર્યું છે. શ્રી મનુભાઈ જોધાણીને સૌરાષ્ટ્રની તળપદી ભાષા, સંસ્કૃતિ અને લોકકથાઓની જાણકારી જેમ ઊંડી હતી, તેમ આધારભૂત પણ હતી. એમની આ જાણકારીનું પ્રતિબિંબ, સ્વાભાવિક રીતે જ, એમની મોટા ભાગની સાહિત્યકૃતિઓમાં પડેલું જોઈ શકાય છે. તેથી એમનું સાહિત્યસર્જન ગુજરાતના વર્તમાન સાહિત્યપ્રવાહમાં આગવું સ્થાન ધરાવતું લખાયું છે. શ્રી મનુભાઈની કૃતિઓમાં ક્યાંય ઉત્તેજક શૃંગારરસ, અશ્લીલતા કે અશિષ્ટતાનો અણસાર સરખો ય જોવા નહીં મળતો હોવાથી એ કૃતિઓ તંદુરસ્ત અને સંસ્કારપોષક બની શકી છે; સાથે-સાથે એ એવી તો રસપ્રદ છે કે આબાલવૃદ્ધ સૌ એને હોંશે-હોંશે વાંચે છે. એમની કૃતિઓની લોકપ્રિયતા એમની પ્રગટ થયેલી અનેક આવૃત્તિઓ ઉપરથી પણ જાણી શકાય છે. એમના લેખનની અનોખી વિશેષતા એ છે કે એમનાં મોટા ભાગનાં પુસ્તકો ગમ્મત સાથે જ્ઞાન આપવાની શૈક્ષણિક ગુણવત્તા ધરાવે છે. આ દૃષ્ટિએ એમનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy