SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ અમૃત-સમીપે (૩) સમભાવી મસ્તફકીર મુનિશ્રી ન્યાયવિજયજી સાચે જ, તેઓ મોટા સંત હતા. પોતાના આત્માને નિર્મળ કરે, જગતના બધા જીવોનું અંતરથી ભલું ચાહે, અને એ રીતે જ પોતાનાં વિચાર, વાણી અને વર્તનને ગોઠવે એ સંત. નામનાની કામનાથી સાવ અલિપ્ત રહે, માયા અને દંભને દેશવટો આપે, સત્ય-પ્રેમ-કરુણાની સદા લ્હાણી કરતા રહે, દુરાગ્રહને પાસે આવવા ન દે અને સદા ય અપરિગ્રહ, અનાસક્તિ અને અસંગનો આનંદ અનુભવ્યા કરે એ સંતોની મોટાઈ. આવા જ એક સાચા અને મોટા સંત આપણાથી સદાને માટે વિદાય થયા : સાચા સંતોની અછતના યુગમાં આપણે વધુ રંક બન્યા ! ન્યાયવિશારદ, ન્યાયતીર્થ મુનિરાજ શ્રી ન્યાયવિજયજીનું માહ વદિ ૫, તા. ૨૯-૨-૧૯૭૦ના રોજ માંડળમાં ૮૧ વર્ષની ઉમરે સ્વર્ગગમન થયું. વ નીવ શાસનરસી” એ ઉદાત્ત ધર્મભાવનાના તેઓ સાચા ઉપાસક હતા; ભગવાન તીર્થંકરે પ્રવર્તાવેલ “મિતી એ સવ્વપૂરું વેર અન્ન ન ખા”ના ધર્મસંદેશને તેઓએ પોતાના જીવનમાં તાણાવાણાની જેમ વણી લઈને એકરસ બનાવી દીધો હતો. એમને મન ન કોઈ પોતાનું હતું, ન કોઈ પરાયું. પોતાનો વિરોધ કરનારને માટે પણ કોઈ કડવાશની લાગણી ન સેવાઈ જાય એને માટે તેઓ હમેશાં જાગૃત રહેતા. ગચ્છ, મત કે ફિરકાના કે ઊંચ-નીચાણાના કોઈ ભેદ એમને સ્પર્શી શકતા નહીં. અનેકાંતવાદની ભાવનાને એમણે જીવનમાં સાકાર કરી હતી. બાળક જેવી સરળતા એમના સમગ્ર વ્યવહારમાં દેખાઈ આવતી. શ્રમણજીવનના સારરૂપ સમભાવ તો એમના રોમરોમમાં ધબકતો હતો. શરીરે શાતા હોય કે અશાતા, કોઈ સ્તુતિ કરે કે નિંદા કરે, કોઈ ભક્તિ કરે કે કષ્ટ આપે, એનાથી ફુલાઈ કે વિલાઈ ન જવાય એની તેઓ હમેશાં ચિંતા રાખતા. આ બધું એમને સુલભ એટલે બન્યું હતું કે એમણે પારગામ વિદ્વત્તાને અને જીવનસ્પર્શી સાધુતાને પચાવી જાણી હતી. માંડળ એમની જન્મભૂમિ. વિ. સં. ૧૯૪૬ના કાર્તિક સુદિ ત્રીજના એમનો જન્મ. પિતાનું નામ છગનલાલ વખતચંદ, માતાનું નામ દિવાળીબાઈ, એમનું નામ નરસિંહ. શાળાનો અભ્યાસ માત્ર ગુજરાતી ચાર ધોરણ સુધીનો. પણ બુદ્ધિમાં તેજ હતું, શરીરમાં ઉત્સાહ હતો અને અંતરમાં કંઈક કરવાની તાલાવેલી હતી; જીવનના ઉત્કર્ષની તક સાંપડવાની જ જાણે વાર હતી. અને બહુ રાહ જોવી પડે તે પહેલાં જ એવી તક એમને મળી ગઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy