________________
મુનિશ્રી પુણ્યવિજયજી
૨૨૫ નિરાધારી અનુભવે છે, તે ઉપરથી પણ મહારાજશ્રી તેઓનાં જ્ઞાન-ચારિત્રની આરાધના અંગે અને બીજી બાબતો અંગે, એક મમતાળુ વડીલ તરીકે, કેટલી ચિંતા સેવતા હતા તેનો ખ્યાલ આવી શકે છે.
મહારાજશ્રી ગુણોના સાચા ચાહક અને ગ્રાહક હતા. ગુણગ્રહણ કરવામાં તેઓને સમુદાય, ગચ્છ, ગણ, સંપ્રદાય, ધર્મ, સમાજ કે દેશનાં કોઈ સીમાડા કે બંધનો
ક્યારે ય નડતાં ન હતાં. અને ગુણની કે સત્યની શોધ કરવા જતાં ક્યારેક પોતાની માન્યતાનો ત્યાગ કરવાનો કે કડવા સત્યનો સ્વીકાર કરવાનો વખત આવતો, ત્યારે એવી આકરી કસોટીમાંથી પણ તેઓ અતિ સહજ રીતે પાર ઊતરતા.
આ તો બધો મહારાજશ્રીના ધર્મમય આત્માનો મહિમા થયો. જ્યારે મહારાજશ્રીના જ્ઞાનમય આત્માના વિકાસનો વિચાર કરીએ છીએ, ત્યારે જ્ઞાનની - જ્યોતિથી જળહળતા એક વિરાટ વ્યક્તિત્વનાં દર્શન થાય છે. એમ પણ હોય કે જ્ઞાનની આટલી સિદ્ધિ જ આવી ઉત્કટ ધર્મપરાયણતાની પ્રેરક બની હોય.
મહારાજજીની ધર્મસાધનાની જેમ એમની જ્ઞાનોપાસનાની પણ એ જ વિશેષતા હતી કે વિદ્યા માત્ર પ્રત્યે તેઓ સમાન આદરભાવ ધરાવતા હતા; અને તેથી જ તેઓ જૈન-જૈનેતર, દેશી-વિદેશી વિદ્વદ્વર્ગની સમાન ચાહના અને ભક્તિ મેળવી શક્યા હતા.
તેઓશ્રીની નમ્રતા અને સત્યપ્રિયતા તો જુઓ. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની આગમ-પ્રકાશન-યોજનાના પહેલા ગ્રંથનું પ્રકાશન શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના હસ્તે થયું, ત્યારે મહારાજશ્રીએ વિનમ્રતાથી નીતરતા પોતાના પ્રવચનમાં કહેલું – “આ આગમો તૈયાર કરીએ છીએ તે વિદ્વાનો તપાસે. તપાસીને અલના હોય તેમ જ સંપાદનપદ્ધતિમાં દોષ હોય તો તેનું ભાન કરાવશો તો અમે રાજી થઈશું. સ્તુતિ કરનાર તો ઘણા મળે છે, પરંતુ ત્રુટિઓ દેખાડનારા એવા વિદ્વાનો ઘણા ઓછા મળે છે; હું ઇચ્છું છું કે કોઈ ત્રુટિઓ બતાવે. અમે એ વસ્તુ લક્ષમાં લઈ તેનો ભવિષ્યમાં અમારાં સંપાદનોમાં ઉપયોગ કરીશું.” | મુનિવર્યશ્રી પુણ્યવિજયજીના કાર્યને બિરદાવતાં પંડિતવર્ય શ્રી સુખલાલજીએ યોગ્ય જ કહ્યું છે : “મુનિશ્રી પુણ્યવિજયજીનું અત્યાર સુધીનું કામ ન કેવળ જૈન પરંપરાની સાથે જ સંબંધ રાખે છે અને ન કેવળ ભારતીય સંસ્કૃતિની સાથે જ સંબંધ ધરાવે છે, બલ્બ માનવસંસ્કૃતિની દૃષ્ટિએ પણ એ ઉપયોગી છે. જ્યારે હું એ વાતનો વિચાર કરું છું કે તેઓનું આ કાર્ય અનેક સંશોધક વિદ્વાનો માટે અનેકમુખી સામગ્રી રજૂ કરે છે અને અનેક વિદ્વાનોના પરિશ્રમને બચાવે છે, ત્યારે એમના પ્રત્યેની કૃતજ્ઞતાથી હૈયું ભરાઈ જાય છે.”
(તા. ૯-૬-૧૯૫૧, ૮-૨-૧૯૬૯ અને ૧૯-૬-૧૯૭૧ના લેખો પરથી સંકલિત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org