________________
૧૯૪
અમૃત-સમીપે અને એમની ચારિત્રની આરાધનાનું તો શું કહીએ ? નિર્મળ સંયમનું પાલન કરવાની એમની ચીવટ અને ખબરદારી એક આદર્શ શ્રમણને શોભે એવી હતી. કચ્છથી લઈને તે ઉત્તર ભારતમાં આગ્રા સુધી, પૂર્વભારતમાં સમેતશિખર તીર્થ જેવા કલ્યાણક ભૂમિઓ સુધી અને પશ્ચિમ ભારતમાં ગુજરાત-કચ્છ-કાઠિયાવાડ ઉપરાંત રાજસ્થાન અને સિંધ સુધી, વૃદ્ધ ઉમર સુધી પાદવિહાર કરનાર આચાર્યની ચારિત્રપાલન માટેની ચિંતા અને તમન્ના કેટલી ઉત્કટ હશે તે સમજી શકાય છે.
શ્રીસંઘ ઉપર અને રાજા-મહારાજાઓ ઉપર એમનો પ્રભાવ પડતો હતો તે એમના ચારિત્રબળના કારણે જ. કચ્છના રાજવી ભારમલજીએ તો એમના ભક્ત બનીને ભુજમાં “રાજવિહાર' નામે જિનમંદિર સુધ્ધાં બંધાવ્યું હતું, અને પોતાના મહેલમાં લાકડાની જે પાટ ઉપર આચાર્યશ્રી બેઠા હતા, તે શ્રીસંઘને ભેટ આપી દીધી હતી. ભુજના સંઘે આ પાટ અત્યાર સુધી સાચવી રાખી છે. કચ્છના વર્ધમાનશા તથા પદ્ધસિંહશાહે, આગરાના કુરપાળ અને સોનપાલે તેમ જ બીજા પણ અનેક ધર્માનુરાગી મહાનુભાવોએ ધર્મારાધન તથા ધર્મપ્રભાવનાનાં જે અનેક કાર્યો કર્યાં હતાં અને એ માટે પૂરી ઉદારતાથી પોતાના ધનનો ઉપયોગ કર્યો હતો, તે આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીની દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધનાથી પ્રભાવિત થઈને જ. ઉદયપુરના શ્રીસંઘે એમને, સંવત્ ૧૯૭૨ની સાલમાં, “યુગપ્રધાન પદ થી વિભૂષિત કર્યા હતા તે પણ એટલા જ માટે.
આ યુગપ્રધાન આચાર્યશ્રીની સહધર્મીઓના સંકટનિવારણ માટેની ચિંતા એમને સાચા અર્થમાં સંઘના નાયક કે શિરછત્ર તરીકેનું વિશિષ્ટ ગૌરવ આપી જાય એવી હતી. તીર્થકરે સ્થાપેલ સંઘના જ એક વિશિષ્ટ અંગરૂપ ગૃહસ્થ વર્ગનાં સુખદુઃખ માટે તેઓ હમેશાં ચિંતા સેવતા રહેતા હતા, અને એ માટે સુખી ગૃહસ્થોને પ્રેરણા પણ આપતા રહેતા હતા. શ્રી વર્ધમાન-પદ્મસિંહશાહ જેવા અનેક શ્રીમંતોએ એમના ઉપદેશથી, આ દિશામાં પુષ્કળ ધનનો સદુપયોગ કર્યો હતો. કચ્છમાં વિનાશ સર્જક તરીકે યાદગાર બની ગયેલ સં. ૧૯૮૭ના દુષ્કાળ વખતે એમણે પ્રજાના સંકટ-નિવારણ માટે વર્ધમાનશાના પુત્ર જગડૂચા તથા બીજાઓ પાસે જે સત્કાર્યો કરાવ્યાં હતાં, તે એમની કરુણાની કીર્તિગાથા બની રહે એવાં હતાં.
વળી જૈનેતર પ્રજાજનોને પણ તેઓ જે વાત્સલ્યથી આવકારતા અને એમના પ્રત્યે હમદર્દી દાખવીને એમનાં દુઃખના નિવારણ માટે જે પ્રેરણા આપતા, તેથી એમ લાગે છે કે તેઓ દરિયાવદિલ સંત હતા; અને એ રીતે એમણે તીર્થકરના ધર્મનો ઉદારતા અને મૈત્રીનો સંદેશ ઝીલી બતાવ્યો હતો.
આવા પ્રભાવક મહાપુરુષ પોતાના ગચ્છમાં થયા એનું ગૌરવ અંચળગચ્છ સંઘ અનુભવે એ સ્વાભાવિક છે. બાકી તો, આવા સંતપુરુષો સમગ્ર માનવજાતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org