SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજયવલ્લભસૂરિજી. ૧૬૫ અમૂલ્ય મૂડી છે, અને એમનું એ રીતે જ મૂલ્ય આંકવું જોઈએ; ન આંકી શકીએ તો એમાં આપણને પોતાને જ નુકસાન થવાનું – આ સમજવા જેટલી આપણી બુદ્ધિ જાગે તો કેવું સારું આ આચાર્યશ્રીના હાથે ૧૧૩ સાધુઓ અને ૨૨૮ સાધ્વીઓ દીક્ષિત થયાં હતાં; એ પણ એ સૂચવે છે કે તેઓ કેવા પ્રભાવશાળી હતા. જૈનશાસનના આ પ્રભાવક આચાર્ય ૪૦ વર્ષ યુગપ્રધાનપદ, ૩૮ વર્ષ આચાર્યપદ, ૭૬ વર્ષ જેટલો દીક્ષાપર્યાય અને ૮૪-૮૫ વર્ષ જેટલું પરિપૂર્ણ આયુષ્ય ભોગવીને, નિષ્કલંક સંયમયાત્રા દ્વારા પોતાના જીવનને કૃતાર્થ કરીને વિ. સં. ૧૭૧૮ના અક્ષયતૃતીયાના પુણ્યપર્વના દિને, કચ્છના ભુજનગરમાં સ્વર્ગવાસ પામ્યા. એમના અંતિમસંસ્કારના સ્થાને રચવામાં આવેલ સૂપ એમની યાદ અપાવતો રહે છે. આવતી (વિ. સં. ૨૦૩૩ની) અખાત્રીજનો પર્વદિન એમનો સ્વર્ગવાસદિન છે, તે પછી ત્રણ દિવસે એટલે કે આવતી વૈશાખ શુદિ છઠ (બીજા મતે અષાઢ શુદિ બીજ)ના દિવસે એમના જન્મને, ચારસો વર્ષ પૂરાં થાય છે; એ પ્રસંગે એમનું ભાવપૂર્વક સ્મરણ અને વંદન કરીએ. (તા. ૧૯-૪-૧૯૭૭) (૧૫) લોકગુરુ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી યુગદ્રષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી ત્યારે મુંબઈમાં બિરાજતા હતા. વિ. સં. ૨૦૧૦ના ભાઈબીજને રોજ તેઓશ્રીનો ૮૩મી વર્ષગાંઠ હતી. એ નિમિત્તે મુંબઈની ૭૩ સંસ્થાઓ તરફથી એક મોટો સમારંભ યોજવામાં આવ્યો હતો. એ મંગલમય પ્રસંગે, જાણે પોતાની ૬૮ વર્ષ જેટલી દીર્ઘ આત્મસાધનાનું નવનીત જનતાને આપતાં આત્મવિશ્વાસપૂર્વક કહ્યું હતું : “હું ન જૈન છું, ન બૌદ્ધ, ન વૈષ્ણવ છું, ન શૈવ, ન હિંદુ છું, ન મુસલમાન; હું તો વીતરાગદેવ પરમાત્માને શોધવાના માર્ગે વિચરવાવાળો એક માનવી છું, યાત્રાળુ છું. આજે સૌ શાંતિની ચાહના કરે છે, પરંતુ શાંતિની શોધ તો સૌથી પહેલાં પોતાના મનમાં જ થવી જોઈએ.” ગંભીરતા અને વિનમ્રતાપૂર્વક આચાર્યશ્રીના અંતરમાંથી અમૃતની સરવાણીની જેમ વહી નીકળેલા આ શબ્દો આચાર્યશ્રીની, જુદાં-જુદાં નામોથી ઓળખાતા ધર્મોના બાહ્યસ્વરૂપથી ઊંચે ઊઠીને આત્મસ્વરૂપની ખોજની ઉત્કટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy