SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ અમૃત-સમીપે એમનું ઉદારતાભર્યું જીવન અને વિશદતાભર્યું કવન જોતાં સહેજે તેઓ એક સમર્થ સુધારક સંત તરીકે આપણા અંતરમાં આલેખાઈ જાય છે. ધર્મમાર્ગના ઉપદેશમાં તેઓ જૈન-જૈનેતરના ભેદને ભાગ્યે જ પિછાણતા કે મહત્ત્વ આપતા, અને તેથી જ અનેક જૈનેતર મહાનુભાવોએ તેમને પોતાના ગુરુપદે સ્થાપ્યા હતા. આપણા સંઘના એક સમર્થ આચાર્ય માળાના મણકાની સંખ્યા કરતાં પણ વધુ સંખ્યાનાં પુસ્તકોનું સર્જન-સંપાદન કરીને આપણને સોંપતા જાય એ બીના તો સમસ્ત જૈનસંઘને યશોભાગી અને ગૌરવાન્વિત બનાવે એવી છે. કમનસીબે સાવ નાના-નાના વાડામાં બંધિયાર બનીને રાગદ્વેષરૂપ પરિણતિને વશ બનીને આપણે આનું મૂલ્ય નથી આંકી શકતા; એ માટે કોને શું કહીએ ? પણ જે એનું વાચનમનન કરશે તે તો અવશ્ય લાભ મેળવશે એમાં જરા ય શક નથી. આ રીતે જોઈએ તો આચાર્યદેવ શ્રી બુદ્ધિસાગરસૂરિજી જ્ઞાનયોગ, ધ્યાનયોગ અને લોકોપકારક કર્મયોગ એ ત્રણેના ઉપાસક હતા; અને તેઓ ભક્તિયોગના સાધક ન હતા એમ પણ કેવી રીતે કહી શકીએ ? આમ છતાં એમની નામના જ્ઞાનયોગી અને ધ્યાનયોગી તરીકે અને તેમાં ય ધ્યાનયોગી તરીકે વિશેષ હતી તે સુવિદિત છે. એમ કહેવું જોઈએ કે એમણે જૈન પરંપરામાંથી ભૂંસાતી નહીં તો છેવટે ભુલાતી જતી ધ્યાનસાધનાને સજીવન કરવાનો સમર્થ પ્રયત્ન કર્યો છે. લગભગ એમના જ સમયમાં આચાર્યશ્રી વિજયકેસરસૂરિજીએ પણ ધ્યાનસાધનાને વેગ આપવાનો એવો જ પ્રયાસ કર્યો હતો. પણ આપણા સંઘને બાહ્ય અને આડંબરી ધર્મક્રિયા પ્રત્યે એટલો બધો રસ છે કે આત્યંતર તપની અને આત્મસાધનાની અંતિમ કોટી સમા ધ્યાનમાર્ગની પરંપરા આપણે ત્યાં પ્રવાહિત ન થઈ શકી અને ધ્યાનમાર્ગના યાત્રિક આ બંને આચાર્યોના પ્રયાસોને વ્યવસ્થિતરૂપમાં આગળ વધારનાર કોઈ ન નીકળ્યું. આમ છતાં એ બંને મહાન આચાર્યો તો એનાથી પોતાનું શ્રેય તો સાધી જ ગયા. આ પ્રમાણે પોતાના જીવનને ઊજળું બનાવીને ૫૧ વર્ષની નાની ઉંમરે, વિ. સં. ૧૯૮૧માં, યોગસાધક આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી સ્વર્ગવાસ પામ્યા. (તા. ૨૮-૬-૧૯૭૫ના લેખમાં તા. ૨૩-૪-૧૯૫૦ના લેખના અંશો) * “જે મનુષ્યો અન્યોને ચમત્કારો બતાવવા માટે અને પોતાની બાહ્ય કામનાઓ પૂર્ણ કરવાને માટે યોગની આરાધના કરે છે, તેઓ યોગમાર્ગની ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશી શકતા નથી. યોગથી ચમત્કારો પ્રાપ્ત થાય છે; પણ યોગીએ બાહ્ય કામનાનો ત્યાગ કરીને નિષ્કામ બુદ્ધિથી યોગની સાધના કરવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy