SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી ૧૫૧ મુનિ બુદ્ધિસાગરજીએ જાણ્યું કે બોરિયા મહાદેવના આશ્રમના બોરિયાસ્વામી'ના નામે ઓળખાતા મહંત શ્રી સદાનંદ સરસ્વતી અષ્ટાંગયોગના સારા જાણકાર છે; તો એમની પાસે જઈને એમણે એમના એ જ્ઞાનનો લાભ લીધો અને ધ્યાનયોગમાં પ્રગતિ કરવા માંડી. વળી, એમનું મન એવું પૂર્વગ્રહોથી મુક્ત, ઉદાર અને વિશાળ હતું કે જૈન સમાજની ઉન્નતિના નવા-નવા વિચારો એમાં જાગતા જ રહેતા હતા. શ્રાવકસંઘની સંભાળ રાખવાનું અને ઊગતી પેઢીને વ્યાવહારિક તેમ જ ધાર્મિક જ્ઞાન આપવાનું એમને ખૂબ-ખૂબ જરૂરી લાગતું હતું. અને આ માટે પણ તેઓ યથાશક્ય પ્રયત્ન કરતા જ રહેતા હતા. એમનું સાહિત્યસર્જન જેમ વિપુલ છે તેમાં વિવિધ વિષયને સ્પર્શતું છે. એ ગદ્યમાં પણ છે અને પદ્યમાં પણ છે. એ સંસ્કૃતમાં પણ છે અને ગુજરાતીમાં તો ઢગલાબંધ છે. એમનાં કાવ્યો અને ભજનો તો ગુજરાતી ભાષાની અમૂલ્ય મૂડી અને સામાન્ય જનતાની વિરલ સંસ્કારસંપત્તિ બની રહે એવાં હૃદયંગમ અને વ્યાપક ધર્મભાવનાથી ભરેલાં છે. આવું કીમતી સંસ્કારધન જનસમુદાય સુધી પહોંચતું નથી કરી શકયું તે જૈનસંઘની બેદરકારીનું અને વિશેષ કરીને એમની શિષ્ય પરંપરાની ઉદાસીનતાનું જ પરિણામ છે. આજે પણ આ સાહિત્ય એટલું જ ઉપકારક અને ઉપયોગી બની રહે એવું છે – કદાચ વધતી જતી આચારવિમુખતાના સંદર્ભે તો એ વિશેષ પ્રેરક અને માર્ગદર્શક બની રહે. શી એની ગુણવત્તા છે ! ક્યારેક કોઈક સંગીતપરિષદ કે ભજનમંડળી યોજીને એનો આસ્વાદ અને લાભ લેવા જેવો છે. આળસને ઉડાડી મૂકે, ચેતનાને જાગૃત કરે, સરળ અને ટૂંકી ભાષામાં ધર્મનો અને માણસાઈનો ઘણો-ઘણો મર્મ સમજાવી જાય અને અંતરને કૂણું અને ગદ્ગદ બનાવી મૂકે એવું જીવંત આ સાહિત્ય છે. એમની શિષ્યપરંપરા, એમણે સ્થાપેલી સંસ્થાઓ, એમના અનુરાગી જૈન-જૈનેતર ગૃહસ્થો અને સમસ્ત જૈનસંઘ આ દિશામાં પ્રયત્નશીલ બને એ ખાસ ઇચ્છવા જેવું છે. છેવટે એમના સ્વર્ગવાસની અર્ધશતાબ્દીની ઉજવણીના આ વર્ષ દરમ્યાન એમણે રચેલાં ભજન-પદ-કાવ્યોના ગાનના થોડાક પણ સમારોહ જુદે-જુદે સ્થાને યોજાય તો પણ જૈનસંઘને પોતાના આ સાહિત્યધનનો જરૂર કંઈક ખ્યાલ આવે. એ જ રીતે એમનું ગદ્ય સાહિત્ય પણ નાની-નાની પુસ્તિકાઓ રૂપે નવેસરથી પ્રગટ કરવાની કોઈ યોજના કરવામાં આવે એ ઇચ્છવા જેવું છે. કોઈ-કોઈ ગ્રંથોમાં તો તેમણે કેટલાક સામાજિક-ધાર્મિક પ્રશ્નોની એવી તલસ્પર્શી વિચારણા કે આલોચના કરી છે કે એમનું એ લખાણ આજે પણ મૌલિક લાગ્યા વગર નથી રહેતું. એમના સાહિત્યમાં એવા કેટલાય વિચારો ભરેલા પડ્યા છે કે જે સમાજની ઉન્નતિ માટે આજે પણ ઉપયોગી અને માર્ગદર્શક બની રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy