________________
૧૦૭
અમૃત-સમીપે
આ આમંત્રણ અમેરિકાના ‘એક્સચેન્જ ઑફ પ્રોફેસર પ્રોગ્રામ' મુજબ હિંદુસ્તાનમાંના ‘યુનાઈટેડ સ્ટેટ્સ એજ્યુકેશનલ ફાઉન્ડેશન' તરફથી મળ્યું છે, અને આ માટેની આર્થિક જોગવાઈ ફુલબ્રાઇટ અને સ્મિથ-મન્ડ ફન્ડ તરફથી કરવામાં આવનાર છે. આ આમંત્રણ મુજબ તેઓ, જ્યાં ડૉ. બ્રાઉન અને ડૉ. બેન્ડર પ્રોફેસર તરીકે કામ કરી રહ્યા છે, તે અમેરિકાની પેન્સિલ્વાનિયા યુનિવર્સિટીમાં, ડૉ. બ્રાઉનના ડિપાર્ટમેન્ટમાં છ મહિના સુધી મુખ્યત્વે નીચેના ત્રણ વિષયો ઉપર ભાષણો આપશે : (૧) જૈનધર્મ, (૨) જૈન મૂર્તિશાસ્ત્ર, (૩) પશ્ચિમ ભારતની શિલ્પકળા.
:
ડૉ. શાહ પોતાના કાર્યને પૂર્ણ ન્યાય આપવા સમર્થ છે, અને તેઓ એને પૂરો ન્યાય આપશે, એવી અમને પૂરી શ્રદ્ધા અને ખાતરી છે.
(તા. ૨૨-૮-૧૯૫૩ અને તા. ૨૨-૭-૧૯૬૧)
(૩૦) નિપુણ પ્રાચ્યવિદ્યોપાસક પ્રો. વેલનકર
સંસ્કૃત સાહિત્યના ખ્યાતનામ અને સર્વમાન્ય વિદ્વાન પ્રોફેસર એચ. ડી. વેલનકર (હિર દામોદર વેલનક૨)ના તા. ૧૩-૧-૧૯૬૭ના રોજ મુંબઈમાં ૭૪ વર્ષની વયે થયેલ ખેદજનક અવસાનથી દેશને પ્રાચ્યવિદ્યા અને ભારતીય વિદ્યાના એક નિષ્ઠાવાન વિદ્વાનની ખોટ પડી છે.
સંસ્કૃત ભાષા અને સાહિત્યના વિવિધ વિષયોનું એમનું ખેડાણ મર્મસ્પર્શી અને વ્યાપક હતું. વેદસંબંધી ખાસ કરીને ઋગ્વેદસંબંધી એમના અભ્યાસે અને સંપાદનકાર્યે એમને દેશમાં તેમ જ વિદેશમાં એ વિષયના વિદ્વાનોમાં ખૂબ પ્રતિષ્ઠા અપાવી હતી. ઋગ્વેદના સંબંધમાં જેમ એમની વિદ્વત્તા જાણીતી હતી, એ રીતે જ તેઓ સંસ્કૃત-પ્રાકૃત છંદઃશાસ્ત્રના પણ અધિકૃત વિદ્વાન હતા. છંદઃશાસ્ત્રને લગતા સંખ્યાબંધ પ્રાચીન ગ્રંથોનું તેઓએ સંપાદન કર્યું હતું. આચાર્ય હેમચંદ્રના ‘છંદોનુશાસન’નું તેઓએ કરેલું સંપાદન સિંઘી જૈન ગ્રંથમાળા તરફથી ૪૯મા ગ્રંથ તરીકે પ્રકાશિત થયું હતું.
પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહમાં તેમ જ ખાસ કરીને એવાં પુસ્તકોની યાદીઓ તૈયાર કરવામાં પ્રો. વેલનકરે કીમતી સેવાઓ આપી હતી. તેઓએ પોતે ઘણી જહેમત ઉઠાવીને બે હજાર જેટલી હસ્તપ્રતો એકઠી કરી હતી, અને પોતાના ગુરુ પ્રો. એચ. એમ. ભાંડારકરની યાદમાં મુંબઈ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં ભેટ આપીને ઋષિઋણ અદા કરવાનો દાખલારૂપ પ્રયાસ કર્યો હતો.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org