SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રો. વેલનકર ૧૦૭ એમણે રોયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાના પુસ્તકાલયમાંના હસ્તલિખિત ગ્રંથોની વિગતવાર યાદી ચાર ભાગમાં તૈયાર કરી આપી હતી. એ જ રીતે મુંબઈ યુનિવર્સિટીના પુસ્તકાલયમાંની સંસ્કૃત હસ્તપ્રતોની સવિસ્તર યાદી તૈયાર કરી હતી. ઉપરાંત, જુદા-જુદા જૈન હસ્તલિખિત ગ્રંથભંડારોની યાદીઓના આધારે “જિનરત્નકોષ' નામે એક વિસ્તૃત અને વર્ણનાત્મક સૂચિ તૈયાર કરી પ્રકાશિત કરી હતી. તેઓની વિદ્યાનિષ્ઠા અને ગ્રંથસંપાદન-પદ્ધતિ આદર્શ હતી. બધું કામ સ્વસ્થતા અને ઠાવકાઈપૂર્વક ચીવટથી કરવાની એમની ટેવ હતી. એમનું જીવન સાવ સાદું અને ભક્તિશીલ હતું. એમનો સ્વભાવ સરળતા, સહૃદયતા અને વિનમ્રતાથી સુરભિત હતો. નિર્ભેળ વિદ્યાનિષ્ઠા એ એમની વિદ્વત્તાની વિરલ વિશેષતા હતી. એમની અને પુરાતત્ત્વાચાર્ય મુનિશ્રી જિનવિજયજી વચ્ચે દાયકાઓ જૂની ગાઢ મિત્રતા હતી. (તા. ૨૮-૧-૧૯૯૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy