________________
૩૮૨
અમૃત-સમીપે ત્યારે એક બાબા મળેલા, અને હું કંઈ કહું એ પહેલાં એમણે મને આશીર્વાદ આપી દીધા : “જા બચ્ચા મજા કરેગા.” આજ દિન સુધી હું આ શબ્દો ભૂલી શક્યો નથી. એ બાબા પછી ક્યાં ગયા એની કશી જ ખબર ના પડી શકી. હું ખરા જિગરથી એમ માનું છું કે આજે હું જે કંઈ છું એ માલિકની મહેરબાની છે.”
ઉસ્તાદ બિસ્મિલ્લાખાને ૬ વર્ષની વયથી, મામા અલીબક્ષખાનની દેખરેખ હેઠળ શહનાઈના સબક શીખવાની શરૂઆત કરી હતી.
સંગીતની સાધના ઘણી કપરી છે. બીજી કળાઓની ઉપાસનાની સરખામણીએ આ ઉપાસના અનોખી છે.
કહે : “અમારી સંગીતવાળાઓની બિરાદરી એક છે. આ હિંદુનું સંગીત, આ મુસલમાનનું સંગીત એવો કોઈ ભેદભાવ અમારા મનમાં હોતો નથી. હિન્દુ કોણ, મુસલમાન કોણ, ખ્રિસ્તી કોણ એ બધા ધર્મના વાડા તો પછી થયા. સંગીત તો એ પહેલાંનું છે. સંગીતની ઉપાસના વખતે, પૂર્વ દિશામાં ઊગતા સૂર્ય તરફ મુખ કરીને બેસવું, હિંદુ દેવદેવીઓનાં સ્તુતિ-ગીતો ગાવાં, માંસાહાર ત્યાગવો વગેરે એ અમારા માટે કોઈ ધર્મની વાત નથી, અમે તો એને સંગીત શીખવા માટેની જરૂરી રીતરસમ માનીએ છીએ.”
“ખૉસાહેબ પાક નમાઝી છે. પોતાની રસોઈ એ જાતે બનાવે, પીવાનું પાણી જાતે ગાળીને સ્વચ્છ વાસણમાં ભરે, પોતાનાં વસ્ત્રો જાતે ધોઈ લે. ધોબીનું ધોયેલું વસ્ત્ર હોય તો એ ઘેર બોળીને ઇસ્ત્રી કરીને પહેરે – એવા એમના આચારવિચાર છે. અલબત્ત, રાતના મોડે સુધી કાર્યક્રમો આપવા પડે, એટલે કાર્યક્રમ પૂરતું કોકાકોલા કે ચા પી લેવાની એમણે છૂટ રાખી છે.”
આ ઉપરથી એટલું સહેજે સમજી શકાય કે સાધના કળાની હોય કે સાહિત્યની, આધ્યાત્મિક હોય કે વ્યાવહારિક – એ બધાંયમાં મનોનિગ્રહ, નિયમનું પાલન અને નિષ્ઠા હોય તો જ સિદ્ધિ મળી શકે છે. આ નામાંકિત કલાકાર મહાનુભાવે માંસાહારત્યાગની વાત કેવી સહજ રીતે રજૂ કરી છે ! સાધના વગર સિદ્ધિ નથી એ જ આનો સાર છે.
(તા. ૪-૫-૧૯૬૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org