________________
૪૭ર
અમૃત–સમીપે વાર પૂછવામાં આવ્યો હતો. તેમાં ય ભુવનેશ્વરની શ્રી નેહરૂની અણધારી માંદગી પછી તો એ સવાલ વધારે વેગ અને ઉત્સુકતાપૂર્વક પુછાવા લાગ્યો હતો. પણ રોમરોમમાં લોકશાહીનું સત્ત્વ ધરાવતા નેહરૂએ યોગ્ય રીતે જ આ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો; અને દેશના નેતાની પસંદગી દેશ પોતે જ કરશે એમ કહીને લોકશાહીનું ગૌરવ વધાર્યું હતું. આમ છતાં, પોતાની જીવનની કટોકટીની પળે પોતાને પજવતા અનેક પ્રાણપ્રશ્નોના નિકાલ માટે જે વ્યક્તિની વિશિષ્ટ સહાય શ્રી નેહરૂએ સામે ચાલીને માગી લીધી એ વ્યક્તિની રાષ્ટ્રનિષ્ઠા અને કાર્યશક્તિમાં એમને કેટલી બધી આસ્થા હોવી જોઈએ – એ સહેજે સમજી શકાય એવી વાત છે. આ રીતે શ્રી નેહરૂએ “મારા પછી કોણ?' એ પ્રશ્નનો જવાબ વાણી દ્વારા ભલે ન આપ્યો, પણ પોતાના વર્તન દ્વારા તો આપી જ દીધો હતો. રાષ્ટ્રના નવા નેતાની પસંદગીમાં આપણા સ્વર્ગીય નેતાની મૂક પસંદગીનું આ રીતે બહુમાન થયું છે તે ખૂબ ખુશનસીબીની અને આનંદની વાત છે.
સાઠ વર્ષની વયના શ્રી શાસ્ત્રીજી ખૂબ સાદા, સરળ અને સૌમ્ય પુરુષ છે. અશાંતમાં અશાંત પરિસ્થિતિમાં પણ પ્રશાંત રહેવાની એમની પ્રકૃતિનાં આપણને અનેક વખત દર્શન થયાં છે. માનપાનની કે નામનાની એમને ખેવના નથી. ઓછું બોલવું અને નક્કર કામ કરવું એ જ એમનો સહજ સ્વભાવ છે. કડવાશ દાખવ્યા વગર કડવા પ્રશ્નોનો નિકાલ કરવાની એમનામાં અસાધારણ આવડત અને સૂઝ છે. શાણા, ઉદાર અને ડંખરહિત ચિત્તથી તેઓ સામાના દિલને જાણે વશ કરી લે છે. સત્તાની લાલસા કે સત્તાનું અભિમાન એમને પજવી શકતાં નથી. જે સ્થાને હોય એ સ્થાને સ્વસ્થ અને એકાગ્ર ચિત્તે કામ કરવું એ જ એમના જીવનનો આનંદ છે. કુશાગ્ર બુદ્ધિ અને નિર્મળ હૃદય એ એમનું સાચું બળ છે. આત્મબળે જ તેઓ દેશના સર્વોચ્ચપદે પહોંચ્યા છે.
શ્રી શાસ્ત્રીજીએ અસહ્ય ગરીબી સામે ઝઝૂમીને પોતાનો વિકાસ સાધ્યો છે, એટલે ગરીબીની વેદનાનો એમને પ્રત્યક્ષ જાતઅનુભવ છે. તેથી એમના શાસનમાં ગરીબોની યાતનાઓ તરફ વિશેષ ધ્યાન અપાશે અને પૂ. ગાંધીજીના સર્વોદયની સ્થાપનાના મનોરથોને મૂર્ત કરવાની દિશામાં ઝડપી આગેકૂચ થશે એવી આશા જરૂર રાખી શકાય.
(તા. -૬-૧૯૯૪) હિંદુસ્તાન અને પાકિસ્તાનના શાંતિકરારો દ્વારા વિશ્વશાંતિમાં શ્રી શાસ્ત્રીજીએ પોતાનો ઐતિહાસિક, અપૂર્વ અને અમૂલ્ય ફાળો આપ્યો, અને જાણે શાંતિની સ્થાપના માટેનો માર્ગ મોકળો કરવાનું પોતાનું જીવનકાર્ય પૂરું થયું હોય એમ બીજી જ ઘડીએ તેઓ શાશ્વત શાંતિમાં પોઢી ગયા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org