________________
શ્રી પરમાનંદભાઈ કાપડિયા
૩૪૫ ભાવતું ભોજન મળી ગયું. અયોગ્ય દીક્ષા જેવા પ્રશ્નો સામે એમણે જબરી જેહાદ જગાવી. ૧૯૩૬માં અમદાવાદમાં જૈન યુવક સંઘના પ્રમુખપદેથી કરેલ ભાષણના બદલામાં એમને સંઘ-બહાર કરીને એમની ક્રાંતિપ્રિયતાની કદર કરવામાં આવી !
૧૯૩૮માં મુંબઈ જૈન યુવક સંઘના બંધારણને વિશાળ બનાવવામાં આવ્યું ત્યારથી શ્રી પરમાનંદભાઈ એમાં ખૂબ આગળ-પડતો ભાગ લેવા લાગ્યા. આજે તો બધા ય ફિરકાના જૈનો ઉપરાંત જૈનેતરો માટે પણ યુવક-સંઘના દ્વાર ખુલ્લાં થયાં છે તે મુખ્યત્વે શ્રી પરમાનંદભાઈની વિશાળતાને કારણે. અત્યારના “પ્રબુદ્ધજીવન”નો જન્મ સને ૧૯૩૯માં “પ્રબુદ્ધ જૈન' તરીકે થયેલો. ત્યારથી તે છેક અત્યાર સુધી, વચમાં માત્ર એક વર્ષના અપવાદ સિવાય, એ પત્રનું સુકાન શ્રી પરમાનંદભાઈએ જ સંભાળ્યું છે. સને ૧૯૪૯માં જન્મભૂમિ'વાળા સૌરાષ્ટ્ર ટ્રસ્ટ “યુગદર્શન' નામે માસિક શરૂ કરીને એના તંત્રીપદે શ્રી પરમાનંદભાઈને નીમ્યા. જો આ માસિક ચાલુ રહ્યું હોત તો ગુજરાતમાં એ એક નમૂનેદાર સામયિક બની રહેત; પણ કુદરતનું સર્જન કંઈક જુદું જ હતું, એટલે છ મહિનામાં જ એ બંધ થયું. પરિણામે “પ્રબુદ્ધ જૈનને ફરી વાર શ્રી પરમાનંદભાઈના તંત્રીપણાનો લાભ મળ્યો, અને એનો ખૂબ વિકાસ થયો.
“પ્રબુદ્ધ જીવન”ની વિકાસકથા જાણે શ્રી પરમાનંદભાઈની સત્ય-ઉપાસનાની વિકાસકથા છે. એ નીડરતા, એ નમ્રતા, એ સ્પષ્ટવાદિતા, એ સૌમ્યતા, એ મૌલિકતા અન્યત્ર વિરલ જણાય છે. ભાષા અને શૈલીની સરળતા, મધુરતા અને એકરૂપતા પણ દાખલારૂપ બની રહે એવી છે. “પ્રબુદ્ધજીવન” માટે સત્યલક્ષી, સંસ્કારપૂત અને સુરુચિપૂર્ણ સામગ્રીની સતત ચિંતા સેવતા શ્રી પરમાનંદભાઈને જોઈને મનમાં થઈ આવે છે કે પત્ર સાથે કેવી અદ્ભુત એકરૂપતા ! કોઈ હેતાળ માતા જેવી જ મમતાભરી ચીવટ શ્રી પરમાનંદભાઈ તેની રસસામગ્રી એકત્ર કરવામાં દાખવે છે.
રમૂજ ખાતર કહેવું હોય તો કહી શકાય કે શ્રી પરમાનંદભાઈને એમની રાશિના નામવાળી પ્રવૃત્તિઓ સાથે ભારે મહોબ્બત છે – “પ્રબુદ્ધજીવન', પર્યુષણવ્યાખ્યાનમાળા, પ્રવાસ અને પર્યટન! પર્યુષણ વ્યાખ્યાનમાળાના એક-એક વકતા અને એનો વિષય પસંદ કરવામાં તો એ જાણે જીવ રેડે છે. એકલા કે બે-ચાર જણ સાથે પ્રવાસ કરવો કે ૨૫-૫૦-૧૦૦ જણનું મોટું પર્યટન ગોઠવવું એ તો એમનો જીવનનો મોટો આનંદ છે. પ્રકૃતિના સૌમ્ય કે રૌદ્ર રૂપના તેઓ ભારે પ્રશંસક છે. બળબળતો ઉનાળો એમને થકવી શકતો નથી, મુશળધાર ચોમાસુ એમને કંટાળો આપતું નથી, કે કડકડતી ટાઢ એમને થીજવી શકતી નથી. ડુંગરા કે પર્વતો તો હસતા-ખેલતા ચડી જાય છે. ૭૧ વર્ષની ઉંમરે પણ આવી ખડતલ છે એમની કાયા અને આવી જાગૃત છે એમની રુચિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org