________________
-
-
---
૩૪૩
અમૃત-સમીપે તેઓ જે કંઈ કરે છે તે નિજાનંદ ખાતર કરે છે, અને એનો લાભ દેશને આપે છે. સત્યના શોધકને સ્વાર્થી થવું પાલવે જ નહીં. વ્યવસ્થાશક્તિ, સેવાપ્રીતિ, સક્રિય કરુણાવૃત્તિ, મૈત્રીભાવના, નિર્દશવૃત્તિ, નામનાની કામનાનો અને મહાત્ત્વાકાંક્ષાનો અભાવ, કાર્યનિષ્ઠા, નીડરતા વગેરે ગુણોએ એમને અનેક મહાપુરુષોની મિત્રતા મેળવી આપી છે અને અનેક સંસ્થાઓના સંચાલનમાં મોભાભર્યું સ્થાન અપાવ્યું છે.
શ્રી પરમાનંદભાઈના દાંપત્યની એક વિશેષતા અતિવિરલ છે. એમને પાંચ પુત્રીઓ છે અને પુત્ર એકે ય નથી, છતાં એમણે કે ભદ્રપરિણામી શ્રીમતી વિજયાબહેને ક્યારેય એ વાતનો અફસોસ કર્યો નથી; ઊલટું, પોતાની પુત્રીઓને એમણે પુત્રો કરતાં સવાઈ રીતે સંસ્કારી અને શિક્ષિત બનાવી છે. એમને લગ્નમાં પણ એમણે એટલી જ મોકળાશ આપી છે. શ્રી પરમાનંદભાઈની આ જ સાચી સુધારકતા !
આવા એક સત્યપરાયણ, નિષ્ઠાવાન અને સૌના મિત્ર જેવા પુરુષને ક્યારેક કોઈક નાસ્તિક કે મિથ્યાત્વી કહે છે ત્યારે સહેજે હસવું આવે છે. મન-વચનકાયામાં કલ્યાણગામી એકરૂપતા રાખે તે મિથ્યાત્વી કે મનમાં કંઈક, બોલવું બીજું અને વર્તવું ત્રીજી રીતે – એ મિથ્યાત્વી ? શાસ્ત્ર તો સાફ કહ્યું છે : “સાચામાં સમકિત વસે છે, માયામાં મિથ્યાત્વ.”
૧૪-૧૧-૧૯૯૪)
(૩) જીવનનિષ્ઠ પત્રકાર શ્રી ખીમચંદભાઈ વોરા
શ્રી અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના સાપ્તાહિક મુખપત્ર “જૈન-પ્રકાશ'ના અને શ્રી સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના માનાર્હ મંત્રી શ્રીયુત ખીમચંદભાઈ મગનલાલ વોરાનું, તા. ૧૨-૯-૧૯૭૬ના રોજ, મુંબઈમાં સ્વર્ગગમન થતાં, નિજાનંદની ખાતર, આત્મસંતોષની ખાતર, તેમ જ નિઃસ્વાર્થ ભાવે, અનેકવિધ સેવાઓ કરવાની સહજ ભાવના ધરાવનાર અને આવા સેવાયજ્ઞ દ્વારા પોતાનાં તન-મન-ધન તથા સમગ્ર જીવનને ધન્ય કરી જાણનાર એક મહાનુભાવ સદાને માટે આપણાથી જુદા થઈ ગયા છે.
સ્થાનકવાસી ધર્મ, સંઘ અને પરંપરા સંબંધી માહિતીનો, એના યોગક્ષેમની પ્રણાલિકાઓની જાણકારીનો તથા એનાં આંતરિક બળાબળની મર્મગ્રાહી સમજણનો તો શ્રી ખીમચંદભાઈ વોરા ખજાનો જ હતા. પોતાના ધર્મ અને સંઘને સ્પર્શતા પ્રશ્નોને સમજવાની અને યથાશક્ય એના ઉકેલો શોધવાની એમની સૂઝ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org