SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪. અમૃત-સમીપે અભ્યાસકાળનો જિંદગી નો પહેલો તબક્કો પૂરો થયો હતો અને કમાણી કરવાનો અને ગૃહસ્થાશ્રમની જવાબદારી ઉઠાવવાનો સમય શરૂ થયો હતો. એમના કાકાના દીકરા શ્રી મોતીચંદભાઈ કાપડિયા એક નામાંકિત સોલિસિટર હતા, એટલે એમણે પણ સોલિસિટર બનવાનું નક્કી કર્યું, અને એમની પેઢીમાં જોડાયા. એક બાજુ અભ્યાસ પૂરો થયો હતો, પણ વાચન, લેખન, મનન અને જાહેર જીવનમાં એમને ખૂબ રસ જાગ્યો હતા. બીજી બાજુ દરેક વસ્તુને કે વિચારને સ્વતંત્રપણે-મૌલિકપણે વિચારવાની વૃત્તિને અને ઉન્નત વિચારોની ભૂમિકામાં વિચરણ કરવા તલસતી બુદ્ધિને વકીલ સોલિસિટર તરીકેનું બંધિયાર વાતાવરણ ભાવતું ન હતું. એટલે શ્રી પરમાનંદભાઈએ એ માર્ગ તજી દીધો. આમ છતાં અર્થોપાર્જન તો કરવાનું જ હતું ; એટલે એક-બે ધંધામાં કેટલોક સમય ગાળી આખરે તેઓ ઝવેરાતના ધંધા તરફ વળ્યા અને સ્થિર થયા : સત્યના પારખુએ પોતાની કળાનો વિકાસ જાણે ઝવેરાતના પારખુ તરીકે આરંભ્યો ! હોશિયારી, સૂઝ, કાર્યદક્ષતા અને નીતિમત્તા તો હતી જ, એટલે ઝવેરી તરીકે એમને પોતાના ધંધામાં સારી ફાવટ આવી ગઈ. પણ અર્થોપાર્જનમાં જ ગોંધાઈ રહે અને પૈસાથી જ સંતુષ્ટ થાય, એવો એકાંગી કે અર્થપરાયણ એમનો આત્મા ન હતો. શરૂઆતથી જ કળા અને સત્ય તરફ એમને ખૂબ આકર્ષણ હતું. એમનું રોમરોમ જાણે કળાના સૌંદર્યનો આનંદ માણવા તલસતું રહેતું, અને અસત્ય કે અસંસ્કારિતાને જોઈને કકળી ઊઠતું. કળા અને સત્યની ઉપાસનાની અદમ્ય ઝંખના ઉમર અને વાચન-ચિંતન વધતાં ગયાં એમ વધતી ગઈ; અને શ્રી પરમાનંદભાઈ જીવનને આનંદસભર બનાવવાની કળાના તો કસબી હતા. એટલે એ ઉપાસનાને સફળ કરવા જતાં ઝવેરાતના ધંધાને કંઈ ક્ષતિ પહોંચી તો એની એમણે ઝાઝી ચિંતા ન સેવી. પછી તો બન્યું એવું કે ધીમે-ધીમે ધંધો ઓછો થતો ગયો; આજે તો એ સાવ છૂટી ગયો છે, અને કળા અને સત્યની ઉપાસનાએ એમનાં સમગ્ર સમય અને શક્તિનો કબજો લઈ લીધો છે. અત્યારના નવી-નવી સાધનસામગ્રી અને અસહ્ય મોંઘવારીના જમાનામાં અર્થોપાર્જનના માર્ગથી શ્રી પરમાનંદભાઈ જ મુખ મોડી શકે ! જેનામાં મૌલિક ચિંતનશક્તિ અને ચિત્તની ઉદારતા જાગી ઊઠી હોય એ આપમેળે જ ક્રાંતિકારી વિચારસરણીને અપનાવે છે અને પ્રગતિરોધક જડતા કે રૂઢિચુસ્તતા સામે પોતાનો અવાજ ઉઠાવે છે. રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની લડત આવી અને શ્રી પરમાનંદભાઈ ૧૯૩૦-૩૨ની લડતમાં બે વાર જેલમાં જઈ આવ્યા. જૈનસમાજની રૂઢિગ્રસ્તતાને દૂર કરવા શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સને ૧૯૨૯માં સ્થાપના થઈ, તો શ્રી પરમાનંદભાઈને જાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy