________________
શ્રી જવાહરલાલ નેહરૂ
૪૩૯ ભર યુવાન વયે રાષ્ટ્રસેવાના ભેખધારી બનીને એમણે વૈભવ અને વિલાસને તિલાંજલિ આપી હતી. રાષ્ટ્રદેવતાને ચરણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવામાં તેઓ અજબ આનંદ અને અપૂર્વ આત્મસંતોષ અનુભવતા.
શ્રી નેહરૂ દેશની એકતા અને અખંડિતતાનું પ્રતીક હતા. આખો દેશ એમને મન પોતાનું ઘર હતો અને સમગ્ર દેશવાસીઓને મન શ્રી નેહરૂ પોતાના હતા. ભાષાવાદ, પ્રાંતવાદ કે સ્વાર્થવાદનાં કોઈ બંધન શ્રી નેહરૂને નડતાં ન હતાં. તેથી જતો શ્રી નેહરૂના નિર્ભેળ રાષ્ટ્રપ્રેમના દોરે આખો દેશ એકસૂત્રે બંધાયેલો હતો. શ્રી નેહરૂ જતાં આજે મનમાં કંઈ-કંઈ શંકાઓ જાગે છે.
આ રાષ્ટ્રપ્રાણ મહાપુરુષનું કાર્ય અને સ્મરણ આપણામાં એક અને અખંડ રાષ્ટ્રની ભાવનાના પ્રદીપને સતેજ કરે, અને સ્વાર્થ કે અજ્ઞાનના નાના-નાના ફ્લેશોમાંથી ઉપર ઊઠીને આપણા લાડીલા રાષ્ટ્રનેતાને પ્રિય એવા રાષ્ટ્રનવનિર્માણ અને વિશ્વકલ્યાણના પુરુષાર્થમાં લાગી જવાની આપણામાં બુદ્ધિ પ્રગટે – એ જ આજના અતિ શોકજનક પ્રસંગે પરમેશ્વરને આપણી પ્રાર્થના હો !
(તા. ૬-૬-૧૯૬૪) શ્રી નેહરૂનું વસિયતનામું
ભારતના સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરૂના વસિયતનામાનો જે ભાગ આમજનતાને માટે જાહેર કરવામાં આવ્યો છે, તે અમે અમારા આજના અંકમાં અન્યત્ર પ્રગટ કર્યો છે. તે તરફ અમે અમારા વાચકોનું ધ્યાન દોરીએ છીએ.
વસિયતનામામાંનું આ લખાણ વાંચતાં ઘડીભર વિચારમાં પડી જવાય છે કે આ તે કેવો યુગપુરુષ ! એનું મન ક્યાં-ક્યાં ફરી વળે છે; અને જીવનમાં કેવાકેવા મનોરથો એ ઘડે છે ! માનવમાત્રના કલ્યાણની ઝંખનાને સાકાર કરવાના પુરુષાર્થમાં એ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરીને જાણે માટીના કણકણમાં મળી જવા અને જળના બિંદુબિંદુમાં ભળી જવા પણ તૈયાર છે. જવાહરલાલે લોકકલ્યાણ કાજે સ્વીકારેલી આવી ફનાગીરી અને ફકીરીનું જાણે આ વસિયતનામું ગવાહ બની જાય
છે.
એ વસિયતનામું જાણે સંવેદનશીલતાથી ઊભરાતા હૃદયના ઊંડાણમાંથી પ્રગટેલી કાવ્યગંગા જ જોઈ લ્યો. એ કાવ્યગંગા જાણે જવાહરે ભાગીરથી-ગંગાને આપેલી અમર અંજલિ બની ગઈ ! થોડા શબ્દોમાં એણે લોકમાતા ગંગાનો વૈકાલિક સંસ્કાર-વૈભવ કેવો પ્રત્યક્ષ કરાવી દીધો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org