________________
આચાર્ય હેમચંદ્ર
૧૨૧ નવસર્જનનો રથ રાજકીય પ્રવૃત્તિ અને સાહિત્યસર્જન એ બંને ચક્રો સમાન હોય તો જ યોગ્ય રીતે આગળ વધી શકે; એમાં એક ચક્રનું વિકલપણું ન ચાલી શકે. આ રીતે આચાર્યશ્રી લોકજીવનના એક ભારે નિષ્ણાત મહાસારથિ થઈ ગયા.
(તા. ૧-૧૧-૧૯૫૨) રાજપ્રિય ધર્મગુરુ તરીકે માત્ર રાજાને ધર્મોપદેશ આપીને જ તેઓ સંતોષ નહોતા માનતા. ગુજરાતના બંને રાજવીઓ ઉપર એમનો એટલો બધો પ્રભાવ હતો કે રાજ્યની કે લોકહિતની અથવા તો આત્મસાધનાની અનેક બાબતોમાં તેઓ એમના એક વિશ્વસ્ત સલાહકારનો મોભો ધરાવતા હતા.
(તા. ૧૮-૧૧-૧૯૯૧) પણ અચરજ તો એ વાતનું થાય છે, કે જૈન સાધુજીવનને સ્વીકારવા છતાં અને તેનું સંપૂર્ણપણે પાલન કરવા છતાં શ્રી હેમચંદ્રસૂરિ લોકજીવનને ઘડવામાં ઉપકારક એવા રાજદ્વારી ક્ષેત્રનું આટલું ઊંડું અવલોકન શી રીતે કરી શક્યા ? પણ જરાક ઊંડા ઊતરીને વિચારીએ તો આનો જવાબ એ સવાલમાંથી જ મળી જાય છે; એમનું સાધુજીવન જ આનો સચોટ જવાબ આપી દે છે. જેણે સર્વ જીવો સાથેની મૈત્રીની પ્રતિજ્ઞા લીધી હોય, કોઈની પણ સાથે વૈરભાવ નહીં સેવવાનો મંત્ર સ્વીકાર્યો હોય અને જેનધર્મની અહિંસા અને જૈન અનેકાંતનું અમૃતપાન કર્યું હોય તે લોકકલ્યાણ નહીં કરે તો બીજું કોણ કરશે ? આવો સાધુપુરુષ લોકકલ્યાણની પ્રવૃત્તિ આદરતાં ભ્રષ્ટ થઈ જવાની કે ધર્મ ખોઈ બેસવાની ભીતિ સેવે તો એ અમૃતપાનની ચરિતાર્થતા ક્યાં? જેણે ગજવેલનું કવચ પહેર્યું છે તેને ઘાયલ થવાનો ભય જ ક્યાં રહ્યો ? જેણે પ્રભુ મહાવીરના ધર્મની દીક્ષા ગ્રહણ કરી અને લોકસેવાથી દૂષિત થવાનું રહે જ શાનું ?
(તા. ૧-૧૧-૧૯૫૩) જૈન સંસ્કૃતિમાં લોકકલ્યાણ કરવાની કેટલી શક્તિ સમાયેલી છે એનો કલિકાળસર્વજ્ઞ એક ઉત્તમ નમૂનો બની ગયા. એમણે જૈનધર્મની અહિંસાને દીપાવી અને જૈન સંસ્કૃતિના અનેકાન્તને સફળ બનાવ્યો.
(તા. ૧-૧૧-૧૯૫૨) અહીં એ બધી બાબતોનું આથી વિગતે અવલોકન કરવું ઉદિષ્ટ નથી. અહીં તો એમણે એક આદર્શ અને જાજરમાન ધર્મગુરુ તરીકે જે જીવન જીવી બતાવ્યું એનો જ થતુકિચિત વિચાર કરવો ઇષ્ટ છે, કે જેથી આપણા મોટા ભાગના ધર્મગુરુઓ નિવૃત્તિમાર્ગ અને પ્રવૃત્તિમાર્ગનો યથાર્થ ભાવ નહીં સમજવાને કારણે દેખીતા નિવૃત્તિમાર્ગ તરફ વધારે પડતો ઝોક દાખવીને અને પ્રવૃત્તિમાર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org