________________
૧૨૦
અમૃત સમીપે जयन्ति ते सुकृतिनो रससिद्धाः कवीश्वराः ।
नास्ति येषां यशाकाये जरामरणजं भयम् ।। એ ઉક્તિમાં જણાવ્યા પ્રમાણે અજરઅમરપદને વરેલા રસસિદ્ધ કવીશ્વર જ હતા.
હેમચંદ્રાચાર્યના જીવનવિકાસનાં એટલાં બધાં વિવિધ પાસાં હતાં કે એનું પૂર્ણ ઓકલન કરવું કે એનું સાચું મૂલ્યાંકન કરવું એ ખરેખર બહુ જ મુશ્કેલ કાર્ય ગણાય. એમના જીવનની અનેકવિધ સિદ્ધિઓનું પૂરેપૂરું અધ્યયન અને અવલોકન જ એમની સાચી મહત્તાનો ખ્યાલ આપી શકે.'
(તા. ૧૪-૧૧-૧૯૫૯). શ્રી હેમચન્દ્રાચાર્ય જન્મ વૈશ્ય હતા; પણ એમણે વ્યાપક ખેડાણ કર્યું હતું વિદ્યાનું; એ રીતે તેઓ સાચા બ્રાહ્મણ, સાચા સરસ્વતીપુત્ર બન્યા હતા. આચાર્યશ્રીના બહુમુખી પાંડિત્યનો અને વિવિધ શાસ્ત્રીય અને બીજા વિષયોમાં કરેલ વિપુલ સાહિત્ય-સર્જનનો વિચાર કરીએ છીએ, ત્યારે એમની સિદ્ધિઓ અને શક્તિઓ જોઈને સ્તબ્ધ બની જઈએ છીએ. જો કોઈ એક વ્યક્તિ એવી પ્રતિજ્ઞા કરે કે મારે તો આખી જિંદગી કલિકાલસર્વશની જ સાહિત્ય-કૃતિઓનું અધ્યયન કરીને જુદા-જુદા વિષયોમાં પાંડિત્ય મેળવવું છે, તો એવી વ્યક્તિની પ્રતિજ્ઞા પાર પડી શકે એ રીતે વ્યાપક પ્રમાણમાં તેમણે મૌલિક લખી શકાય એવા ગ્રંથોની રચના કરી છે.
- સંસ્કૃતભાષાનું પારગામી અધ્યયન કરવા માટે સર્વાંગસંપૂર્ણ “સિદ્ધહેમવ્યાકરણ એમણે રચ્યું. પ્રાકૃત વગેરે ભાષાઓના અધ્યયન માટે પણ એમણે તેમાંનો આઠમો અધ્યાય રચ્યો. કોષો જોઈએ તો એમાં પણ હેમચંદ્રાચાર્યની અમર કૃતિઓ મળી આવવાની, અને કાવ્ય, છંદ, અલંકાર, ઇતિહાસ, કથા, ચરિત્ર, પુરાણો, પ્રબંધો, ધર્મશાસ્ત્ર, આચારશાસ્ત્ર અને દર્શન (તત્ત્વજ્ઞાન) – એમાંનો ગમે તે વિષય લઈએ, એ માટે તેમની કોઈ ને કોઈ કતિ મળી આવવાની જ. એટલે આવી વિવિધ વિષયસ્પર્શી વ્યાપક વિદ્યાપ્રતિભાનો વિચાર કરીએ તો એમ જ કહેવું પડે કે એમને “કલિકાલસર્વજ્ઞ” બિરુદ અપાયેલું છે તે સર્વથા સાચું છે.
(તા. ૧૮-૧૧-૧૯૯૧) અને કેવળ સાહિત્યક્ષેત્રે જ શા માટે, રાષ્ટ્રનું નવનિર્માણ કરવાના ભારે અટપટા રાજદ્વારી ક્ષેત્રે પણ શ્રી હેમચંદ્રાચાર્યે કંઈ નાનોસૂનો ફાળો આપ્યો નથી. કદાચ એમ પણ કહી શકાય કે તેમનું વિસ્તૃત સાહિત્ય-સર્જન એ ખરી રીતે રાષ્ટ્રસર્જનનું જ એક અગત્યનું અંગ હતું. પ્રજામાનસનો ઘડવૈયો કોઈ પણ રાષ્ટ્રવિધાતા સાહિત્યસર્જનને શી રીતે વેગળું મૂકી શકે ? એમ લાગે છે, કે પ્રજાજીવનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org