________________
જૈન આચાર્યો
(૧) માનવસિદ્ધિનું ઉચ્ચ શિખર ઃ આચાર્ય હેમચંદ્ર
સોલંકીયુગ ગુજરાતના ઇતિહાસનો સુવર્ણયુગ લેખાય છે. એ યુગમાં ગુર્જર પ્રજાનો અનેક રીતે વિકાસ થયો હતો; તેમાં ય મહારાજા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમયમાં તો એ જાણે ચરમસીમાએ પહોંચ્યો હતો. એ યુગમાં ગુર્જર પ્રજામાં ઉદાર ધાર્મિકતા, ઉચ્ચ સંસ્કારિતા અને ઉન્નત દેશપ્રીતિના ગુણો સારા પ્રમાણમાં ખીલી ઊઠ્યા હતા. વિદ્યાનો વિકાસ પણ આ યુગમાં અનેક રીતે થયો હતો, અને અનેક પંડિતરત્નોએ સરસ્વતીની ચિરકાલીન સેવા કરીને પોતાનાં નામ અમર બનાવ્યાં હતાં. પરધર્મસહિષ્ણુતા અથવા તો સર્વધર્મસમભાવ જેવો, વ્યક્તિ અને સમાજના વિકાસ માટેનો અનિવાર્ય ગુણ પણ એ યુગમાં સારી રીતે ખીલી ઊઠ્યો હતો.
આ રીતે ગુર્જરભૂમિને અનેક સુસંસ્કારોથી સમૃદ્ધ બનાવવામાં જે-જે મહાન પુરુષોએ પુરુષાર્થ કર્યો હતો તેમાં “કલિકાલસર્વજ્ઞ' આચાર્ય હેમચંદ્રનું નામ સર્વોચ્ચ સ્થાને હતું એમ વિના અતિશયોક્તિએ કહી શકાય એમ છે.
(તા. ૧૦-૧૧-૧૯૯૨) વિક્રમ સંવત્ ૧૧૪૫ની સાલમાં, કાર્તિક શુક્લા પૂર્ણિમાને દિવસે, આચાર્ય હેમચંદ્રાચાર્યનો જન્મ ગુજરાતમાં ધંધુકા શહેરમાં થયો એ વાતને આજે (સંવતું ૨૦૧૭ની કાર્તિકી પૂર્ણિમાએ) ૮૭૧ વર્ષ થયાં. ૮૪ વર્ષ જેટલું સુદીર્ઘ અને ખૂબ યશસ્વી આયુષ્ય પૂર્ણ કરીને તેઓ પાટણ શહેરમાં વિ. સં. ૧૨૨૯ની સાલમાં સ્વર્ગવાસી થયા અને એ વાતને અત્યારે ૭૮૭ જેટલાં વર્ષ થયાં. છતાં એ પ્રભાવશાળી જ્યોતિર્ધર પુરુષનું કેવળ જૈનસંઘમાં જ નહીં, પણ સમસ્ત ગુર્જર ભૂમિમાં અને ભારતવર્ષના વિદ્વાનોમાં ભારે આદર અને બહુમાનપૂર્વક સ્મરણ કરવામાં આવે છે. તેઓ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org