________________
૧૨૨
અમૃતસમીપે
તરફ ખોટી અરુચિ દાખવીને સંઘ અને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને પોતાના જીવનવિકાસને પણ અપૂર્ણ અને એકાંગી બનાવી રહ્યા છે એનો કંઈક ખ્યાલ આવે.
કોઈ પણ ધર્મના ગુરુએ કે આચાર્યે પોતાના ધર્મના અનુયાયી-વર્ગને કેવી રીતે સંભાળવો જોઈએ એ સમજવા માટે ઘણા જૂના વખતનું એક લૌકિક વાક્ય ધ્યાનમાં લેવાની જરૂર છે : 7 ધર્મો ધાર્મિવિના - અર્થાત્ અનુયાયી વગર કોઈ પણ ધર્મ ટકી શકે નહીં. કોઈ ધર્મના અનુયાયીઓ જેટલા શક્તિશાળી એટલો જ તે ધર્મ પણ શક્તિશાળી.
જો આ વાત બરાબર હોય તો પોતાના ધર્મના અનુયાયીઓના યોગક્ષેમની ચિંતા કરવી એ દરેક ધર્મના ગુરુની પહેલી અને પવિત્ર ફરજ લેખાય. અલબત્ત, કોઈ પણ ધર્મગુરુ પોતાના સમાનધર્મીઓને ભોગ કે વિલાસના માર્ગે દોરે કે પ્રેરે એમ તો ઇચ્છી કે કહી જ કેમ શકાય ? પણ ભોગ અને ત્યાગ એ બે છેડાની વચ્ચે માનવીનું સહજ જીવન એવી રીતે પથરાયેલું હોય છે કે એમાં તો કેવળ જીવનને કુદરતી રીતે વિતાવીને એને સફળ બનાવવાની પૂર્વતૈયારી જ કરી લેવાની હોય છે. એ જીવનને ન તો સીધેસીધો ભોગ સાથે સંબંધ હોય છે અને ન તો સીધેસીધો ત્યાગ સાથે. એમાં તો મુખ્યત્વે જીવનને ટકાવી રાખવાનો, દુઃખ-વિડંબના કે અધઃપાતના માર્ગથી અળગા રહીને જીવનને સાચું જીવન બનાવવાનો જ પ્રયત્ન કરવાનો રહે છે. આ સ્થિતિમાં આચાર્ય હેમચંદ્રનું જીવન આપણને ધર્મપોષક નિવૃત્તિ અને પ્રવૃત્તિ વચ્ચે સુમેળ સાધવાની કળાનું ઉદ્બોધન કરે તેવું છે.
(તા. ૧૪-૧૧-૧૯૫૯)
આપણે એ જાણીએ છીએ કે મહારાજા સિદ્ધરાજ અને મહારાજા કુમારપાળ – બંને એકબીજાના ભારે કટ્ટર વિરોધી અને દુશ્મનો જેવા હતા. પણ એ બંનેના હૃદયમાં હેમચંદ્રસૂરિજી ધર્મગુરુ તરીકેનો સમાન આદર પામી અને ટકાવી શક્યા હતા. મહાદેવના લિંગને નમસ્કાર કરવામાં પણ એમણે સ્વધર્મના ત્યાગની લાગણી અનુભવી ન હતી. વળી ગુર્જરપતિને નિઃસંતાન વિધવા નારીના ધનનું અપહરણ નહીં કરવા, પ્રજાને વ્યસનમુક્ત બનાવવા તથા લોકકલ્યાણ માટે આવશ્યક એવા અનેક નિયમો ઘડવા પ્રેરણા આપી હતી એ કંઈ એમની જેવીતેવી સિદ્ધિ ન લેખાય,
અને શ્રી હેમચંદ્રાચાર્યના પ્રયત્ન અને પુરુષાર્થથી એક બાજુ ગુજરાતમાં શ્રી અને સરસ્વતીનો સુમેળ સધાયો અને બીજી બાજુ સમસ્ત ગુર્જરભૂમિ સાહિત્ય અને સંસ્કારથી સમૃદ્ધ બની. આજે પણ ગુજરાત કેટલીક બાબતોમાં ભારતવર્ષના બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org