________________
૧૯o
અમૃત સમીપે તેઓ સૂરતમાં હતા એ દરમ્યાન ત્યાંના બીજા કોઈ ઉપાશ્રયમાં કોઈ ખરતરગચ્છના મુનિ બીમાર પડ્યા. મહારાજશ્રીને આ વાતની ખબર પડી એટલે પછી એમનો વેયાવચ્ચપ્રિય આત્મા નિષ્ક્રિય કેમ રહે ? મુ. સિદ્ધિવિજયજીએ એમની સેવાનું કાર્ય પણ ઉપાડી લીધું. એ રોજ સવારે વ્યાખ્યાન વાંચે, પછી પેલા ખરતરગચ્છના મુનિ પાસે જાય, એમની સેવા કરે, એમને ગોચરી વગેરે લાવી આપે અને પછી ઉપાશ્રયે પાછા આવીને ખરે બપોરે એકાસણું કરે; કેવું ઉગ્ર તપશ્ચરણ !
પૂ. મણિવિજયજી દાદા પોતાની વૃદ્ધ ઉંમર છતાં નવદીક્ષિત શિષ્યને સૂરત રત્નસાગરજીની સેવા માટે રવાના કરે, અને મુ. સિદ્ધિવિજયજી પોતાની અનેક જવાબદારીઓ છતાં એક ખરતરગચ્છના બીમાર મુનિની સેવા કરવાનું સ્વીકારે – એ બીના એટલું બતાવવાને માટે બસ થવી જોઈએ કે તે કાળે સાધુસમુદાયનાં મન કેવાં ભદ્રપરિણામી અને એકબીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી થવાની ભાવનાથી સુવાસિત હતાં. આજે તો જાણે આ ભાવના અને આ શાસનદાઝ વિરલ બની ગઈ છે; જેને પડી એ ભોગવે !
સૂરતમાં મહારાજશ્રીની પ્રેરણાથી એક બોર્ડિંગ સ્થાપવાનું નક્કી થયું, તો એમણે એની સાથે સદ્ગત મુ. શ્રી રત્નસાગરજીનું નામ જોડ્યું, અને એ રીતે પોતાની કીર્તિની અલોલુપતા એમણે પ્રત્યક્ષ બતાવી આપી.
સૂરતમાં રહ્યા તે દરમ્યાન તેઓ પૂ. આત્મારામજી મહારાજના સંપર્કમાં આવ્યા. એમની પાસે ખાસ કરીને ઉત્તરાધ્યયનસૂત્રનો અભ્યાસ કર્યો. બંને વચ્ચે ખૂબ આત્મીયતા; પૂ. આત્મારામજી તો એમને “છોટા ચાચા” કહેતા !
સિદ્ધિવિજયજીને અભ્યાસની ખૂબ તાલાવેલી; એ માટે એ ગમે તેવી મહેનત અને ગમે તે કષ્ટ માટે તૈયાર! એક વાર તેઓ છાણીમાં રહેલા. તે કાળે વડોદરારાજ્યના રાજારામ શાસ્ત્રી સંસ્કૃતના મોટા વિદ્વાન લેખાય. સિદ્ધિવિજયજીને થયું : આવા પંડિત પાસે કાવ્ય અને ન્યાયનો અભ્યાસ કરવાનું મળે તો કેવું સારું ! પણ રહેવું છાણીમાં અને ભણવું વડોદરામાં – એ કેમ બને ? રોજ છ માઈલ જવું અને છ માઈલ આવવું, અને સાધુ-જીવનની ક્રિયાઓ સાથે અધ્યયન પણ કરવું? પણ મુનિશ્રીનું સંકલ્પબળ અજેય કિલ્લા જેવું હતું. સવારે છાણીથી વડોદરા જવાનું, ત્યાં પંડિતજીની સગવડ મુજબ અધ્યયન કરવાનું અને રોજ સાંજે છાણી પાછા આવવાનું – એ ક્રમ એમણે મહિનાઓ સુધી ચાલુ રાખ્યો !
સૂરત શહેર મહારાજશ્રીનું ખૂબ રાગી. વિ. સં. ૧૯૫૭ની સાલમાં ભારે ઉત્સવપૂર્વક એમને સૂરતમાં પંન્યાસપદવી આપવામાં આવી. આ વખતે પંદર હજાર જેટલી મેદની એકત્ર થઈ હતી, જેમાં દૂર-દૂરનાં શહેરોના જૈન આગેવાનો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org