SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૭ અમૃત-સમીપે લખાવટને સાહિત્ય-ક્ષેત્રે એક આગવી ‘જયભિખ્ખુ-શૈલી’ તરીકે ખુશીથી ઓળખાવી શકીએ. એમની કૃતિઓ આટલી રસભર અને આસ્વાદ્ય હોવા છતાં એમાં ૨સનિષ્પત્તિ માટે અપરસ, અશ્લીલતા અને અસંસ્કારી ગણાય એવા વસ્તુ કે વર્ણનના મોહથી મોટે ભાગે તેઓ બચતા રહ્યા. એકંદરે એમની કૃતિ શીલ, શૌર્ય કે સમર્પણનો કંઈક ને કંઈક મૂંગો બોધ આપે છે. શ્રી જયભિખ્ખુએ જેમ ભગવાન ઋષભદેવ જેવા જૈનધર્મના પ્રથમ તીર્થંકરના જીવનને અનુલક્ષીને સુંદર નવલકથાનું સર્જન કર્યું છે, તેમ વૈષ્ણવ સંપ્રદાયના ધાર્મિક મહાકવિ જયદેવના જીવનને કેન્દ્રમાં રાખીને ‘પ્રેમભક્ત કવિ જયદેવ' નામે નવલકથાનું એટલી જ સફળતાપૂર્વક આલેખન કરીને ગમે તે વિષયને આત્મસાત્ કરીને એને હૂબહૂ રૂપમાં ૨જૂ ક૨વાની કુશળતા દર્શાવી છે. (એ નવલકથાને આધારે સુંદર ફિલ્મ પણ ઊતરી હતી. - સં.) જૈન ધર્મની (તેમ જ કોઈ પણ ધર્મની) કથાઓમાંથી સાંપ્રદાયિકતાનો ડંખ દૂર કરીને એને સાચી માનવતાની અને સમભાવી ધાર્મિકતાની ઉચ્ચ, ઉમદા અને ઉદાત્ત ભૂમિકા ઉપર ૨જૂ ક૨વાની તેમની કલાસૂઝ સાવ અનોખી, અતિવિરલ અને દાખલારૂપ બની રહે એવી છે. આવી-આવી અનેક વિશેષતાઓને લીધે, શ્રી જયભિખ્ખુભાઈને ખૂબ આદર અને લોકપ્રિયતા મળ્યાં હતાં. એમની ચારેક દાયકાની અવિરત વિદ્યાસાધનાને લીધે ગુજરાત ગૌરવશાળી બન્યું હતું. જૈનસમાજની તો તેઓ અમૂલ્ય સંપત્તિરૂપ હતા. આ પ્રસંગે એકાદ દસકા જેટલા ટૂંકા સમયમાં ગુજરાતમાં ખૂબ લોકપ્રિય બનેલ શ્રી જીવનમણિ સાચનમાળા ટ્રસ્ટનો નિર્દેશ કરવો અનિવાર્ય લાગે છે. એક પલ્લે એક ભાવનાશીલ વ્યક્તિની આર્થિક અને વહીવટી શક્તિ, બીજે પલ્લે એક વિદ્વાનની સર્જકશક્તિ અને કલાપ્રીતિ - એ બેનો સહકાર કેવું ઉત્તમ કાર્ય કરી બતાવી શકે છે એનું પ્રેરક અને ચિરસ્મરણીય દૃષ્ટાંત આ ટ્રસ્ટે ઉપસ્થિત કર્યું છે. એ ભાવનાશીલ મહાનુભાવ તે શ્રી લાલભાઈ મણિલાલ શાહ અને એ સર્જક વિદ્વાન તે શ્રી જયભિખ્ખુ. આ વાચનમાળાનાં પુસ્તકોનો જે રીતે સર્વત્ર સત્કાર થયો એમાં શ્રી જયભિખ્ખુની સાહિત્યસેવાનો ઘણો મોટો ફાળો છે. આ સર્જકના વિપુલ સાહિત્યસર્જનનું મૂલ્યાંકન કરતાં પંડિતવર્ય શ્રી સુખલાલજીએ સાચું જ કહ્યું છે “વીસમી સદીના ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખનાર કોઈ પણ એમના નામ કે કામની પૂરી નોંધ ન લે, તો એ ઇતિહાસ અધૂરો રહે એવી સ્થિતિ Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy