SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી “મોટા” સમગ્ર માનવજાત પ્રત્યે એમના અંતરમાં જે કરુણા, કર્તવ્યભાવના અને કલ્યાણદૃષ્ટિ જાગી એનાં બીજ કદાચ આ અનુભવમાં રોપાયાં હશે. જનતાએ આ જીવનસાધક સંતને “ભગત'નું ઉપનામ આપીને એમના તરફની ભક્તિ અને બહુમાનની લાગણી વ્યક્ત કરી છે. ગરીબી એવી કે જો ખર્ચ-પૂરતું રળી ન લેવાય તો ભણતરને કોઈ અવકાશ જ ન રહે. પણ ચુનીલાલનું અંતર ખમીરવંત અને આશાવાદી હતું અને અનેક ખરાબાઓ વચ્ચે પણ જીવનનૌકાને આગળ વધારવામાં જાણે ઈશ્વરની અદશ્ય સહાય હતી. ચુનીલાલ ગરીબીના જ ઘોડિયે ઊછર્યા હતા, એટલે કોઈ પણ કામ કરવામાં તેઓને શરમ કે નાનપ લાગવાનો કોઈ સવાલ જ ન હતો. નાનાં-નાનાં કામો કરીને તેઓ બે પૈસા રળતા રહ્યા અને પેટલાદમાં પોતાનો અભ્યાસ આગળ વધારતા રહ્યા. આ રીતે અનેક ખાડા-ટેકરા વચ્ચે એમણે નિશાળનું શિક્ષણ પૂરું કર્યું. સુખશીલિયા જીવનની કે અમીર બનવાની વૃત્તિ તો હતી જ નહીં કે જેથી જીવન ઓશિયાળું બની જાય અને જીવનમાં હતાશા વ્યાપી જાય. જેવી પરિસ્થિતિ હોય એમાં માન અને ખુમારીથી જીવન જીવવાની આવડતની બક્ષિસ એમને સહજપણે જ મળી હતી. ૨૧ વર્ષે મેટ્રિકની પરીક્ષા પસાર કરી તેઓ વડોદરાની કૉલેજમાં જોડાયા. કૉલેજના ખર્ચને પહોંચી વળવાનું કામ બહુ જ કપરું હતું, પણ ચુનીલાલ પાછા નહીં પડવા માટે કૃતનિશ્ચય હતા. આ અરસામાં એક બનાવ બન્યો. ચુનીલાલને ૨૦-૨૨ વર્ષની ઊછરતી યુવાન વયે હિસ્ટીરિયાનો રોગ લાગુ પડ્યો, અને ધીરે-ધીરે એ વધુ ને વધુ વિકરાળ રૂપ ધારણ કરતો ગયો. અવારનવાર હુમલો કરતા આ રોગથી ચુનીલાલ તોબા પોકારી ગયા. એક વાર તો તેઓ એટલા બધા કંટાળી ગયા કે એમને થયું કે આવું પાંગળું જીવન જીવવા કરતાં મરણને શરણ થઈને આ વ્યાધિનો સદાને માટે અંત લાવવો શો ખોટો ? અને આ વિચાર થોડો વખત વિચારરૂપ રહીને વિલીન થઈ જવાને બદલે એણે એક નિર્ણયનું રૂપ ધારણ કર્યું. એ નિર્ણયનો અમલ કરવા માટે આત્મઘાતનો સંકલ્પ કરીને એક દિવસે ગરુડેશ્વર તીર્થ પાસેની નર્મદા નદીમાં તેઓએ ઝંપલાવ્યું. નર્મદાના ઘૂઘવતા પૂરના અગાધ જળને આવા યુવાનને સદાને માટે પોતાનામાં સમાવી લેતાં શી વાર ? પણ ચુનીલાલનો ભવિતવ્યતાયોગ કંઈક જુદો જ હોય એમ એમને માતા નર્મદાએ પોતાના પેટાળમાં સમાવી લેવાને બદલે કિનારા ઉપર ધકેલી દીધા. નદીકિનારે એક યોગી રહે. એમણે નિષ્ટ ચુનીલાલને જાગૃત કર્યા અને મમતાપૂર્વક આવકાર્યા. એમણે એમને હરિ 3% નો મંત્ર આપ્યો. જે રોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy