SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ VI પર છાપ્યા છે તે વાંચવા જેવા છે. આ લેખોને ગ્રંથસ્થ કરવાની ખૂબ આગ્રહભરી ભલામણ પણ એમાં કરાઈ છે. આ બધાં છતાં લેખક કદી હેજ પણ ફુલાઈ ગયેલા નહિ કે તેમના ચીવટભર્યા આત્મનિરીક્ષણમાં ઓટ આવી નહોતી. એક ઠેકાણે તો તેમણે પોતાની જાતને શોખથી “વિદ્વાનોના વેઠિયા' તરીકે ઓળખાવી છે! - આ લેખો લેખકે સાધલી ઉચ્ચતર ચિત્તશુદ્ધિ થકી મૂલ્યવાનું બન્યા છે. આમ તો તેમનું જીવન સુખશાંતિ ઝંખતા સામાન્ય માનવી જેવું જ હતું. પરંતુ પ્રખર ત્યાગવૈરાગ્ય-સંયમથી પણ ચઢી જાય અને અનંત જીવનવિકાસનો દઢ પાયો બને તેવી મધ્યસ્થતા અને વૈચારિક વિશદતા તેમને સંસ્કારથી અને ઘડતરથી એમ બે ય રીતે સાંપડેલી. એમાં બુદ્ધિવ્યાપાર અને હૃદયબળ બંનેનો વિરલ સુયોગ હતો. (ભગવદ્ગીતાની પરિભાષામાં તેમને જિજ્ઞાસુ ભક્ત કહી શકાય.)એને લીધે એમના આવ્યંતર જીવનવૃત્તમાં પણ હૃદયહારી અનેક ઉત્કર્ષબિંદુઓ જોવા મળતાં. એની પર નજર કરવાથી આ લખાણો વધુ શ્રદ્ધેય અને સાચુકલાં લાગશે. તેમનો જીવનકાળ તા. ૧૨-૯-૧૯૮૭થી તા. ૭–૧૨–૧૯૮૫ વચ્ચેનો. તેમનું એક પાયાનું સૌભાગ્ય તે સારા કુળનો યોગ. સૌરાષ્ટ્રનું એ મૂર્તિપૂજક જૈન કુળ એનાં સંપ, નિર્બસનિતા, પારસ્પરિક ગાઢ સહાયવૃત્તિ અને પ્રામાણિક કર્મનિષ્ઠાને લીધે સાવ સામાન્ય આર્થિક સ્થિતિ વચ્ચે પણ સારી રીતે ટકી રહેલું. એથી, પોતાનાં માતા-પિતાની છત્રછાયા વહેલી સમેટાયાં છતાં તેમને વાજબી ઉછેર અને ઊંચા સંસ્કાર-ઘડતરના લાભથી વંચિત રહેવું પડ્યું નહોતું. આને લીધે પ્રેમ અને કરુણાના ગુણોનો વારસો પણ તેમને બચપણથી જ મળ્યો. સૌભાગ્યયોગે તેમને ક્રાંતદર્શી, યુગપારખ જૈનાચાર્ય વિજયધર્મસૂરિજી દ્વારા સ્થપાયેલ એકાધિક મહિમાયુક્ત જૈન સંસ્કૃત પાઠશાળાઓનો લાભ મળ્યો. તેમનું મુખ્ય ઘડતર શ્રી જયભિખ્ખ સહિતના કુટુંબી ભાઈઓના સાથમાં ગ્વાલિયર પાસેના શિવપુરીમાં થયેલું. ત્યાં માત્ર ચીલાચાલુ પાઠશાલીથ “શિક્ષણ' નહિ, પણ યુગાનુરૂપ વિદ્યારુચિ, સંસ્કારિતા, વિચારશક્તિ, નિર્ભય વક્નતા ઈત્યાદિની કેળવણી જ મળી. તેમણે પસંદગીના વિષય તરીકે ઊંડી ધ્યેયશીલતાથી જે ન્યાયશાસ્ત્ર પસંદ કરેલું, તેણે તેમના આંતરઘડતરમાં મોટો ફાળો આપેલો. એની ન્યાયતીર્થ) પરીક્ષામાં એમણે ઊંચી પારંગતતા સિદ્ધ કરી હોઈ પાઠશાળા તરફથી તેમને “તાર્કિક-શિરોમણિ' બિરુદ આપવાનું નક્કી કરાયું. એનો અમલ આજીજીપૂર્વક અટકાવી એમણે પોતાની ઉત્કૃષ્ટ આત્મનિરીક્ષણવૃત્તિનો સંકેત આપેલો. તેમણે પોતાના પિતાશ્રીની રૂઢિગત ધાર્મિકતાને યુગાનુરૂપ રૂપાંતરે અપનાવેલી. એથી જ પોતાને અને બે નાના ભાઈઓને નમાયા મૂકીને, પોતાનાં બાળવિધવા ફોઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy