SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ અમૃત સમીપે નામ ભાયચંદભાઈ અને માતાનું નામ યમુનાબાઈ. માતાપિતા બંને ધર્મપરાયણ એટલે તેમના ધર્મસંસ્કારની છાપ સંતાનો ઉપર એવી ઘેરી પડી કે તેમના બંને પુત્રોએ જૈન સાધુના ઉગ્ર જીવનનો સ્વીકાર કરી પોતાના આત્માનું કલ્યાણ કર્યું. આ પુત્રનું નામ હેમચંદભાઈ. તેમના મોટા ભાઈ મણિલાલભાઈ તે મુનિશ્રી મણિવિજયજી. યોગ્ય વયે હેમચંદભાઈને નિશાળે બેસારવામાં આવ્યા. બુદ્ધિની તેજસ્વિતાના કારણે હેમચંદ અભ્યાસમાં હમેશા આગળ રહેતો. ગણિત તો એનો ખાસ પ્રિય વિષય. યાદશક્તિ પણ જબરી; થોડી મહેનતમાં ઘણું કંઠસ્થ થઈ જતું. બાળપણથી જ હેમચંદમાં સત્યપ્રેમ, નીડરતાના ગુણો હોવાનું કેટલાક પ્રસંગો ઉપરથી જાણવા મળે છે. એક વખતે ગામના છોકરાઓ રમતા હતા. તેવામાં કોઈ છોકરાના ઘાથી મ્યુનિસિપાલિટીનું કાચનું ફાનસ ફૂટી ગયું. ગભરાઈને, ગુનેગાર અને નિર્દોષ બધાં ય બાળકો પલાયન થઈ ગયાં, ત્યારે પોતાની નિર્દોષતા ઉપર મુસ્તાક રહી હેમચંદ ત્યાં જ અડગપણે ઊભો રહ્યો અને પોલિસ-અધિકારીને સ્પષ્ટ જવાબ આપવાની હિમ્મત દાખવી. બાર વર્ષના ગાળામાં હેમચંદે પ્રાથમિક શિક્ષણ અને પંચપ્રતિક્રમણ જેટલો ધાર્મિક અભ્યાસ પૂર્ણ કર્યા. સાઠ-સિત્તેર વર્ષ પહેલાંનો એ કાળ તો જાણે બાળલગ્નનો જ યુગ હતો. ત્યારે તો ઘોડિયાનાં સગપણ થતાં અને ૧૨-૧૫ વર્ષની ઉમ્મરે તો પ્રભુતામાં પગલાં મંડાઈ જતાં! હેમચંદને પણ એ જ માર્ગે જવું પડ્યું. બાર વર્ષની ઉમ્મરે શ્રીમતી માણેકબાઈ સાથે તેમનાં લગ્ન થઈ ગયાં. પણ નાનપણથી જ તત્ત્વપ્રિય અને વિચારશીલ હેમચંદનું મન એમાં સંતુષ્ટ ન થયું. એના અંતરમાં તો કોઈ અવનવા મનોરથો છુપા પડ્યા હતા. પિતા પણ અંતરમાં રમતી ધર્મભાવનાના બીજને ધર્મામૃતનું સિંચન કર્યે જતા હતા. લગ્નજીવનનાં ત્રણ વર્ષ વીત્યાં-ન વીત્યાં, ત્યાં તો આત્માનો અવાજ વધુ સ્પષ્ટ સંભળાવા લાગ્યો હોય તેમ તેમચંદનું મન દુનિયાદારીના ત્યાગનો માર્ગ સ્વીકારવા તરફ વળવા લાગ્યું. સં. ૧૯૪૬ના અરસામાં મોટા ભાઈ મણિલાલ દિક્ષિત બની ચૂક્યા હતા: મોટા ભાઈ જાણે નાના ભાઈ હેમચંદને પણ પોતાના તરફ આમંત્રી રહ્યા હતા. એક દિવસ હેમચંદ ઘેરથી ચાલી નીકળ્યો અને સૌરાષ્ટ્રમાં લીંબડી શહેરમાં બિરાજતા મુનિવર્ય શ્રી ઝવેરસાગરજીની શીતળ છાયામાં પહોંચી ગયો અને ૧૯૪૬માં તેમની પાસે દીક્ષિત બન્યો. આ દીક્ષા પછી એમને પોતાનાં સગાંઓ અને સસરા વગેરેના વિરોધના કારણે ઘેર પાછા ફરવું પડ્યું. સાધુવેશે જ ઘરમાં પાછાં આવીને રહ્યા! જેના અંતરમાં સાધુતાનો પાકો રંગ વ્યાપી ગયો હતો તેને રોકી શકાય એમ ન હતું. છેવટે બધાની માથાફોડ નિષ્ફળ ગઈ અને હેમચંદે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy