SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ આર્ય સાગરાનંદસૂરિજી ૧૨૯ ફરીથી ૧૯૪૭ની સાલમાં મુ. શ્રી ઝવેરસાગરજી પાસે જ લીંબડીમાં દીક્ષા ગ્રહણ કરી. તેઓ હવે “મુનિ આનંદસાગરજી” નામથી ઓળખાવા લાગ્યા. આનંદસાગરજીનું મન ધર્મપાલન અને વિદ્યાભ્યાસ માટે તલસી રહ્યું હતું. તેમણે ધર્મશાસ્ત્રોના જુદા-જુદા ગ્રંથોનું અધ્યયન આરંભ્ય અને થોડા સમયમાં જ તેનો ઊંડો અભ્યાસ કરી લીધો. આ દરમ્યાન પોતાના બે ત્યાગી પુત્રોના જીવનનો રંગ પિતાને પણ લાગ્યો, અને તેમણે સં. ૧૯૫૦માં મુનિ શ્રી નીતિવિજયજી પાસે દીક્ષા ગ્રહણ કરી મુનિ “જીવવિજયજી” નામ ધારણ કર્યું. દિક્ષા પછી થોડા સમયમાં જ ગુરુ શ્રી ઝવૈરસાગરજી સ્વર્ગવાસી બનતાં આનંદસાગરજીએ પહેલું ચોમાસુ વઢવાણમાં કર્યું. અમદાવાદ શાહપુરમાં બીજું ચોમાસુ કર્યું. ત્રીજું ચોમાસુ ઉદેપુરમાં, ચોથું પાલીમાં અને પાંચમું સોજતમાં કર્યું. આટલા સમય દરમ્યાન અભ્યાસ તો આગળ વધતો જ હતો, સાથે-સાથે દેશદેશાવરના સંપર્કથી અને મનન-ચિંતનથી અનુભવજ્ઞાનમાં પણ વધારો થતો જતો હતો. ૧૯૫રમાં પોતાના દીક્ષિત થયેલ પિતા મુ. જીવવિજયજી અને મોટા ભાઈ મુ. શ્રી મણિવિજયજીની સાથે તેમનો મેળાપ થયો. મુ. જીવવિજયજી માંદગીને બિછાને હતા. તેમની ખૂબ સેવા કરી. આમ કેટલાંક વર્ષો વીતી ગયાં. ૧૯૩૦ની સાલમાં આચાર્ય વિજયનેમિસૂરિજી સાથે અમદાવાદમાં મુલાકાત થઈ. ૧૯૬૦ની સાલમાં તેમને ગણિપદ તથા પંન્યાસપદ આપવામાં આવ્યું. ૧૯૭૧નું ચોમાસુ કપડવંજમાં કર્યું.. ત્યાર પછીનાં વર્ષો દરમ્યાન સમાજમાં અનેક પ્રશ્નો ઊભા થયા. લાલનશિવજી–પ્રકરણ, સમેતશિખર-પ્રકરણ, દિગંબર સાથેના ઝઘડાઓ વગેરે અનેક અટપટા પ્રસંગોએ મહારાજશ્રીએ અજબ અડગતા દાખવી હતી. તેમણે અનેક આગમ-વાચનાઓ આપી હતી. પહેલી વાચના ૧૯૭૦માં પાટણમાં આપી. ત્યાર પછીનાં ત્રણ વર્ષ દરમ્યાન બીજી છ વાચનાઓ તેમણે આપી હતી. ૧૯૭૩ની સાલમાં સૂરત શહેરના શ્રીસંવે ખૂબ ધામધૂમપૂર્વક તેમને આચાર્યપદવી અર્પણ કરી હતી. ૧૯૭૪માં મુંબઈના ચાતુર્માસ દરમ્યાન દુષ્કાળફંડ માટે ઉપદેશ આપી આચાર્ય મહારાજે જૈનધર્મની અહિંસાને દીપાવી હતી. ૧૯૭૫માં તેમણે પોતાનો ગ્રંથસંગ્રહ સૂરતના શ્રીસંઘને અર્પણ કર્યો.બીજી મોહમાયાનો ત્યાગ કરનાર અનેક મુનિવરો પુસ્તક, પોથી અને જ્ઞાનમંદિરના મોહમાં પડી જાય છે; તેમણે આ માર્ગનું અનુકરણ કરવા જેવું છે. - ૧૯૭૭ના શૈલાના ગામના ચાતુર્માસ દરમ્યાન આચાર્ય મહારાજે ત્યાંના રાજાને અહિંસાનો પ્રતિબોધ આપ્યો હતો; પરિણામે રાજાએ “અમારિ” ની ઘોષણા કરી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy