SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃતસમીપે આ પછી માળવામાં ઠેર-ઠેર વિચરી તેમણે ધર્મનો પ્રચાર કર્યો હતો. માંડવગઢના પ્રશ્નનું સમાધાન, સેત્રલિયા અને પંચેડના ઠાકોરનો પ્રતિબોધ, ભોપાવર તીર્થનો જીર્ણોદ્ધાર વગેરે ઘટનાઓ આ જ અરસામાં બની. ૧૯૮૦નું ચોમાસુ કલકત્તામાં કર્યું. આ પ્રદેશમાં બે-એક વર્ષ જેટલો સમય પસાર કરી ૧૯૮૨નું ચાતુર્માસ તેમણે સાદડીમાં કર્યું. ત્યાર પછી ૧૯૮૩માં કેશરિયાજીના ધ્વજદંડની ઘટના બની. તેમાં મક્કમતા અને નીડરતાથી કામ લીધું. ૧૯૮૭માં વડોદરા રાજ્યમાં બાલદીક્ષાપ્રતિબંધક કાયદો ઘડાતો હતો, ત્યારે જે-જે મહાનુભાવોએ તેનો પ્રખર વિરોધ કર્યો હતો તેમાં આચાર્ય-મહારાજનું નામ મોખરે મૂકી શકાય એમ છે. તેમના પ્રયત્નથી અનેક ધાર્મિક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૮૮માં ‘સિદ્ધચક્ર' પત્રની યોજના હાથ ધરવામાં આવી. ૧૩૦ સ્વ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીના દેવદ્રવ્ય-સંબંધી વિચારનો વિરોધ ક૨વામાં આગેવાનીભર્યો ભાગ લેનારાઓમાં સ્વ. આચાર્ય મહારાજશ્રી મોખરે હતા. પ્રાચીન પ્રણાલિકાઓનું રક્ષણ કરવું અને એ પ્રણાલિકાઓને સુધારાના પ્રવાહથી ખંડિત થતી અટકાવવા પ્રયત્નશીલ રહેવું એ જાણે આચાર્યશ્રીનો મુખ્ય માર્ગ હતો. તેમના ઉપદેશથી અનેક નાના-મોટા સંઘો નીકળ્યા હતા, અનેક તીર્થોની સ્થાપના કે પ્રતિષ્ઠાઓ થઈ હતી, અનેક ધર્મોત્સવો યોજાયા હતા. ૧૯૯૦ની સાલમાં અમદાવાદમાં મળેલ મુનિ-સમ્મેલન સમયે તેમણે પણ આગેવાનીભર્યો ભાગ ભજવ્યો હતો. આ સમ્મેલન-સમય દરમ્યાન આ. શ્રી વિજયદાનસૂરિજીના સમુદાય સાથે અને તેમની સંસ્થાઓ સાથે તેમને સારો સંબંધ હતો. પણ તે પછી એ સંબંધમાં કડવાશ આવતી ગઈ; અને તિથિચર્ચાના કારણે એ સંબંધ ખૂબ બગડી ગયો. તિથિચર્ચામાં એમની પાછળ સમાજનો મોટો ભાગ હોવા છતાં એની બધી જવાબદારી આચાર્ય-મહારાજ વહન કરતા હતા. કોઈ પણ વખતે મક્કમતાનો ત્યાગ ન કરવો અને એકલા પડી જવાનો ભય આવી પડે તો પણ પોતાની વાતને વળગી રહેવું એ સૂરિજીની નોંધપાત્ર ખાસિયત હતી. તેઓએ ધર્મસેવા અને આત્મસેવા નિમિત્તે અનેક પ્રવૃત્તિઓ આદરી હોવા છતાં તેમનો મુખ્ય રસ સાહિત્યવિષયક હતો એ એમણે બજાવેલ અનેકવિધ સાહિત્યસેવા ઉપરથી સહજ રીતે જણાઈ આવે છે. આ સાહિત્યસેવામાં તેમણે કરેલ આગમોના ઉદ્ધારનું કાર્ય પ્રધાનપદે બિરાજે છે. કાળબળને પિછાણીને કંઠસ્થ જૈન આગમ-સાહિત્યને ગ્રંથસ્થ કરવાની ઘટનાના ઇતિહાસ સાથે જેમ પૂજ્ય શ્રી દેવર્કિંગણીનું નામ સંઘ સાથે જોડાઈ ગયું, તેમ ભંડારોની હસ્તલિખિત પ્રતિઓમાં સચવાઈ રહેલ આગમિક તેમ જ બીજા જૈન સાહિત્યને, સમયને પારખીને, મુદ્રિત ગ્રંથરૂપે દુનિયા સમક્ષ રજૂ કરવાનો પ્રથમ પુરુષાર્થ કરનાર મહાનુભાવોની નામાવલીમાં શ્રી સાગરાનંદસૂરિજીનું નામ પ્રથમ પંક્તિમાં લખાયેલું રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy