SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજયેન્દ્રસૂરિજી આગમોનાં સંશોધન-સંપાદન ઉપરાંત બીજા અનેક પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો સંબંધી રચનાઓ અને હિન્દી-ગુજરાતી અનેક નાનામોટા નવીન ગ્રંથોની રચના પણ તેમણે કરેલી છે. તેમના અનેક ગ્રંથો હજુ અપ્રગટ છે. પાલીતાણા અને સૂરતનાં આગમ-મંદિરો આચાર્યમહારાજની શ્રુતભક્તિનાં અમર સ્મારક છે. તેમની યાદદાસ્ત પણ ભારે ચમત્કારી હતી; ગમે તે વસ્તુ પુછાતાં તરત જ તેનો ઉત્તર આપી શકે એવી સા-તાજી તેમની સ્મરણશક્તિ હતી. આચાર્યમહારાજે અનેક મહાનુભાવોને દીક્ષા આપી છે; આજે તેમના શિષ્ય-પ્રશિષ્યોની સંખ્યા લગભગ એકસો જેટલી છે. ૧૩૧ કેટલાક સમયથી બીમારીના કારણે તેઓ સૂરતમાં સ્થિરવાસ કરીને રહ્યા હતા. છેલ્લાં બે વર્ષ દરમ્યાન તો એમની તબિયત ઉપર અનેક પ્રકારના ભયંકર હુમલા થઈ ગયા; પણ સદ્ભાગ્યે તેઓ તેમાંથી બચી ગયા. આ માંદગી દરમ્યાન જ્યારે ઊઠવા-બેસવાનું કે ફરવા-હરવાનું બંધ થઈ ગયું હતું ત્યારે પણ જ્ઞાનોપાસનામાં જ તેઓ સમય વિતાવતા હતા. આ માંદગીના બિછાનેથી પણ તેમણે અનેક શ્લોકોની રચના કર્યાના સમાચાર સાંભળીએ છીએ ત્યારે સૂરિજીની જ્ઞાનપિપાસા આગળ શિર ઝૂકી પડે છે. આવા એક સમર્થ સૂરિના જવાથી જૈન સમાજને ન પૂરી શકાય એવી ખોટ પડી છે. (૪) ઈતિહાસતત્ત્વમહોદધિ આચાર્ય વિજયેન્દ્રસૂરિજી ‘ઇતિહાસતત્ત્વમહોદધિ' બિરુદથી યોગ્ય રીતે જાણીતા આચાર્ય મહારાજ શ્રી વિજયેન્દ્રસૂરિજી તા. ૯-૫-૧૯૬૬ને રોજ, શિવપુરીમાં, ૮૫ વર્ષની પાકટ વયે કાળધર્મ પામતાં ભારતીય ઇતિહાસના સંદર્ભમાં જૈન ધર્મના ઇતિહાસનું પરિશીલન તથા મૂલ્યાંકન કરી જાણનાર એક વિશિષ્ટ ઇતિહાસવેત્તા વિદ્વાન આચાર્યની જૈનસંઘને ખોટ પડી છે. સદ્ગત આચાર્યશ્રી જે વ્યાપક દૃષ્ટિએ ઇતિહાસનું આકલન કરતા હતા અને એક નિપુણ ઇતિહાસવેત્તા તરીકે દેશ-વિદેશના જૈનેતર વિદ્વાનોમાં એમની જે પ્રતિષ્ઠા હતી, તે દૃષ્ટિએ આ ખોટ જૈનસંઘ ઉપરાંત જૈનેતર વિદ્વત્સમાજમાં પણ કેટલેક અંશે વરતાયા વગર નહીં રહેવાની. Jain Education International (તા. ૧૪-૫-૧૯૫૦) આચાર્યશ્રીનો ગૌર અને પ્રભાવશાળી ચહેરો, પ્રતાપી વ્યક્તિત્વ, બુલંદ અવાજ, સચોટ અને સ્પષ્ટ વક્તૃત્વ, ગમે તેની પાસે પહોંચી જઈને પોતાની વાત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy