________________
આચાર્ય સાગરાનંદસૂરિજી
૧૨૭
તરીકે જે અદ્ભુત કૌશલ દાખવ્યું છે તે ભારતીય દર્શન-સાહિત્યમાં સાવ અનોખું તરી આવે એવું છે. અને ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’ પણ જુદાં-જુદાં દર્શનો વચ્ચેના જુદાજુદા મુદ્દાઓ વચ્ચે સમન્વય સાધી બતાવતો એક વિરલ કોટિનો દાર્શનિક ગ્રંથ છે.
યોગપરંપરામાં શ્રી હરિભદ્રસૂરિના વિશિષ્ટ અર્પણ અંગે ચર્ચા કરતાં, પંડિતજીએ એમના બે પ્રાકૃત ગ્રંથો ‘યોગવિંશિકા’ અને ‘યોગશતક’ અને બે સંસ્કૃત ગ્રંથો ‘યોગદૃષ્ટિસમુચ્ચય' અને ‘યોગબિંદુ’ માંના ખાસ ધ્યાનપાત્ર મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડ્યો છે.
શ્રી હરિભદ્રસૂરિના દર્શન અને યોગને લગતાં ઉપર સૂચિત છ ગ્રંથોનું વિવેચન કરતાં પંડિતજીએ હરિભદ્રસૂરિનાં જીવન અને સાહિત્યમાં પ્રગટ થતી નીચે મુજબની પાંચ વિશેષતાઓ, દાખલાઓ સાથે વિગતવાર સમજાવી છે. : (૧) સમત્વ, (૨) તુલનાદૃષ્ટિ, (૩) બહુમાનવૃત્તિ, (૪) સ્વપરંપરાને પણ નવી દ્રષ્ટિ અને નવી ભેટ અને (૫) અંતર સાંધવાનો કીમિયો.
પંડિતજીએ આચાર્ય હરિભદ્રના જીવનની અને એમના દર્શન અને યોગ અંગેના સાહિત્યની વિશેષતાનું વિસ્તારથી નિરૂપણ કરીને એમના પ્રભાવશાળી, સમત્વપૂર્ણ અને જાજ૨માન વ્યક્તિત્વનું ઉઠાવદાર ચિત્ર દોર્યું છે, એથી ચોક્કસ ભારતના વિદ્વત્સમાજનું ધ્યાન, ભારતના આ મહાન બ્રાહ્મણ-શ્રમણ આચાર્યપુંગવ તરફ ગયા વગર નહીં રહે. (આ વ્યાખ્યાનો પછી મુંબઈ યુનિ. દ્વારા ગ્રંથરૂપે બહાર પડ્યાં હતાં. -સં.)
અમને લાગે છે કે આ જ રીતે ઉમાસ્વાતિ વાચક, સિદ્ધસેન દિવાકર, જિનભદ્રગણી ક્ષમાશ્રમણ, અભયદેવસૂરિ, હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશોવિજયજી જેવા આપણા સમર્થ જ્યાતિર્ધરોનાં જીવન અને સાહિત્યની અભ્યાસપૂર્ણ સામગ્રી તૈયાર થઈ શકે તો જૈનસંસ્કૃતિ અને જૈનસાહિત્યની પ્રતિષ્ઠામાં વધારો થવા સાથે કેટલેક અંશે ભારતીય વાડ્મયની પણ સેવા કરી લેખાય.
(તા. ૨૧-૨-૧૯૫૯)
(૩) આગમોદ્ધારક આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી
જૈનસંઘના આ યુગના એક સમર્થ ધર્મગુરુ પૂ. આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજી જન્મે ગુજરાતી છે. તેમનો જન્મ, આજથી પોણોસો વર્ષ પહેલાં, વિ.સં. ૧૯૩૧ (ઈ.સ. ૧૮૭૫)ની સાલમાં અષાઢ દિ અમાવાસ્યાના દિવસે કપડવંજમાં ગાંધી-કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ મગનલાલ, પિતામહનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org