________________
૧૨૭
અમૃત સમીપે અલબત્ત, આ બધામાં એક અપવાદ ખાસ ધ્યાનપાત્ર છે. આપણા દેશના જૈનેતર વિદ્વાનોમાં અને જૈન વિદ્વાનો સુધ્ધાંમાં આજથી પાંચ-છ દાયકા પૂર્વે આચાર્ય હરિભદ્ર-સંબંધી જે ઊંડું અધ્યયન-સંશોધન ખૂટતું હતું, તે જર્મનીના ભારતીય અને જૈન વિદ્યાના વિખ્યાત વિદ્વાન પ્રો. હર્મન યાકોબીએ કર્યું હતું અને બીજાઓએ પણ એમાં પોતાનો યથાયોગ્ય ફાળો આપ્યો હતો.
આ સ્થિતિમાં એ અનેક રીતે ઇચ્છવા જેવું હતું કે સર્વધર્મબહુમાનની સર્વહિતકારી અને સર્વોદયકારી ભાવનાના પુરસ્કર્તા આ મહાન આચાર્યનાં જીવન અને સાહિત્યસર્જન તરફ આપણા દેશના વિદ્વાનોનું ધ્યાન દોરાય એવો કોઈ સમર્થ પ્રયત્ન હાથ ધરવામાં આવે. એવો એક સમર્થ પ્રયત્ન તાજેતરમાં જ આ દિશામાં થયો છે. મુંબઈ યુનિવર્સિટી હસ્તકની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના આમંત્રણથી સને ૧૯૫૭-૫૮ની વ્યાખ્યાનમાળા માટે પંડિત શ્રી સુખલાલજીએ આચાર્ય હરિભદ્રસૂરિને લગતાં પાંચ વ્યાખ્યાનો તાજેતરમાં તા. ૧૦ થી ૧૪મી ફેબ્રુઆરી સુધીમાં મુંબઈ યુનિવર્સિટીમાં આપ્યાં, તેને અમે એક યાદગાર પ્રસંગ લેખીએ છીએ, અને એ માટે અમારો હર્ષ વ્યક્ત કરીએ છીએ.
પંડિતજીનાં વ્યાખ્યાનોનો મુખ્ય વિષય હતો “પ્રાચીન ગુજરાતના એક આચાર્યશ્રી હરિભદ્રસૂરિનો ભારતીય દર્શનિક અને યોગની પરંપરા ઉપર ઉપકાર'. આ મુખ્ય વિષયનું વિસ્તારથી નિરૂપણ કરતાં પંડિતજીએ આ પ્રમાણે પાંચ પેટા વિષયો ઉપર વ્યાખ્યાનો આપ્યાં હતાં : (૧) આચાર્ય હરિભદ્રના જીવનની રૂપરેખા, (૨) દર્શનો અને યોગનાં સંભવિત ઉદ્દભવસ્થાનો, તેનો પ્રચાર, ગુજરાત સાથે તેનો સંબંધ અને તેના વિકાસમાં હરિભદ્રનું સ્થાન, (૩) દાર્શનિક પરંપરામાં હરિભદ્રની વિશેષતા, (૪-૫) યોગપરંપરામાં હરિભદ્રની વિશેષતા.
આ વ્યાખ્યાનોમાં પંડિતજીએ, શ્રી હરિભદ્રસૂરિજીના જીવનની વિશિષ્ટ અર્થ ધરાવતી ઘટનાઓનો રોચક શૈલીમાં નિર્દેશ કરીને એ ભૂમિકાના આધારે, ભારતની દર્શન અને યોગની પરંપરામાં આચાર્ય હરિભદ્રનું અસાધારણ અર્પણ શું ગણાય એનું સુરેખ અને આકર્ષક ચિત્ર દોર્યું છે.
શ્રી હરિભદ્રસૂરિની દાર્શનિક વિશેષતા દર્શાવવા પંડિતજીએ એમના બે દાર્શનિક ગ્રંથો પડ્રદર્શનસમુચ્ચય” અને “શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં ચર્ચવામાં આવેલા મુદ્દાઓ અંગે વિસ્તારથી વિવેચન કર્યું છે. “ષદર્શનસમુચ્ચય'માં શ્રી હરિભદ્રસૂરિએ જે તટસ્થતાથી ચાર્વાક સહિત છયે દર્શનોનાં તત્ત્વોનું નિરૂપણ કર્યું છે, તે એકદમ અસાધારણ ગણી શકાય એવું છે. આ ગ્રંથમાં એમણે પોતાને મનગમતાં રંગ અને રેખાઓનો ઉપયોગ કરીને પોતાની રુચિ પ્રમાણેનું ચિત્ર દોરનાર ચિત્રકાર તરીકે નહીં, પણ દરેક વસ્તુને પોતાના અસલી રૂપે રજૂ કરનાર છબીકાર (ફોટોગ્રાફર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org