SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ અ. હરિભદ્રસૂરિ ૧૨૫ આચાર અને કવન એ ઉભય દૃષ્ટિએ આચાર્ય હરિભદ્રસૂરિનું જીવન સ્યાદ્વાદઅનેકાન્તવાદની મુદ્રાથી અંકિત થયેલું હતું. આવા એક સર્વશાસ્ત્રપારગામી આચાર્યે જ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોનું જે વિશદતા, ઉદારતા અને ઊંડાણથી ખેડાણ કર્યું છે અને જે બહુમુખી ગ્રંથરચનાઓ કરી છે, તે કેવળ શ્રમણ-સંસ્કૃતિના સાહિત્યની જ નહિ, પરંતુ સમસ્ત ભારતીય સંસ્કૃતિના સાહિત્યની બહુમૂલી સંપત્તિ છે. પોતાની ઉત્તરકાલીન રચનાઓમાં એમણે સમભાવ, સમન્વયદૃષ્ટિ અને સત્યગ્રાહકવૃત્તિનો વિરલ યોગ કરી બતાવ્યો હોઈ એમાંની કેટલીક કૃતિઓ વિશ્વસાહિત્યમાં આદરપાત્ર સ્થાન પામીને વિશ્વબંધુત્વનો આદર્શ સાકાર કરવામાં માર્ગદર્શક બને એવી ઉચ્ચ કોટીની છે. આચાર્ય હરિભદ્રસૂરિના જીવન અને સાહિત્યની અનેકવિધ વિશેષતાઓને કારણે, એમના જીવનનો મહિમા સમજાવતી કેટલીક કથાઓ અને દંતકથાઓ આપણે ત્યાં મળી આવે છે. પોતાના પારગામી પાંડિત્યને કારણે તેઓ પ્રખર વાદી તરીકે અને ૧૪૪૪ જેટલા ગ્રંથોના પ્રણેતા તરીકે નામાંકિત થયા છે. એમની ચિરસ્મરણીય મહાનુભાવતા એમના જીવનપરિવર્તનને લગતી ઘટનામાં જોવા મળે છે. તેમનામાં કોઈથી પાછા ન પડાય એવું પ્રખર પાંડિત્ય હતું, અને સાથે-સાથે પ્રતિજ્ઞા એવી કે જે કોઈની શાસ્ત્રવાણીનો મર્મ હું ન સમજી શકું એનો શિષ્ય બનું. બનવા-કાળ કે એક વૃદ્ધ સાધ્વીના મુખે બોલાતી એક પ્રાકૃત ગાથાનો મર્મ જ એ ન પકડી શક્યા. એ ચોટથી એમની પારગામી વિદ્યામાંથી અહંકારનું પ્રગતિવિરોધી તત્ત્વ ગળી ગયું અને એમના જીવનનું કુંદન સો ટચનું બનવા તરફ વળી ગયું; જન્મે બ્રાહ્મણ હરિભદ્ર સાધનાએ શ્રમણ બની ગયા. પોતાના જીવનપલટાની આ ઘટનાનો સંપૂર્ણ યશ એમણે પેલાં વૃદ્ધ સાધ્વી મહત્તરા યાકિનીના ચરણોમાં અર્પણ કર્યો, અને પોતાની જાતને યાકિનીમહત્તરાના ધર્મપુત્ર તરીકે ઓળખાવીને પોતાના ગ્રંથોની સાથોસાથ પોતાની આ ઘર્મમાતાને પણ એમણે અમર બનાવી દીધી ! આવી કૃતજ્ઞતા, આવી ઉપકારવશતા અને આવી મહાનુભાવતાનાં દર્શન બીજે મળવા દુર્લભ છે. આવા એક જીવનસાધક આચાર્યનું નામ તો જૈનસંઘમાં ખૂબ જાણીતું છે, પણ એમના જીવનસ્પર્શી સાહિત્યનું જેટલું ઊંડું અને વ્યાપક અધ્યયન-અધ્યાપન, થવું જોઈએ એટલું નથી થતું એ, ખરેખર, દિલગીરી ઉપજાવે એવી બીના છે. ભારતીય તત્ત્વજ્ઞાનના અભ્યાસી લેખાતા આપણા દેશના વિદ્વાનોમાં તો હરિભદ્રની વિશદ વિદ્વત્તા અને વિરલ જીવનસાધનાથી સુપરિચિત હોય એવા વિદ્વાનો આંગળીને વેઢે ગણી શકાય એટલા પણ ભાગ્યે જ જોવા મળે છે; અરે, ઘણાને તો એમના નામનો પણ ખ્યાલ નથી ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy