SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત દલસુખભાઈ ૨૫ પોતાની પ્રત્યે કેવો અણગમો, કેવી કડવાશ કે કેવો દ્વેષ જાગી જશે એની પણ એમણે દરકાર કરી નથી, અને એવી રીતે ઊભી થયેલી અનેક મુશ્કેલીઓ સામે પણ તેઓ અણનમ જ રહ્યા છે. સત્યનું શોધન અને સત્યનું ઉચ્ચારણ એ જાણે પંડિતજીને મન શ્વાસ અને પ્રાણરૂપ છે. અને એને અનુરૂપ રીતે જ પંડિતજીએ સ્વાશ્રય અને સાદાઈથી પોતાનું જીવન ઘડ્યું છે. સં. ૨૦૦૬ની સાલનો શ્રી વિજયધર્મસૂરિ-જૈનસાહિત્ય સુવર્ણચંદ્રક પંડિત શ્રી બેચરદાસજીને અર્પણ કરાયો હતો. આપણે આપણા વિદ્યાના સેવકોની – વિદ્વાનોની કદર કરવામાં પછાત ન હોત તો આવા શોભારૂપ સમર્થ વિદ્વાનોનું આપણે ક્યારનું બહુમાન કર્યું હોત. ખરી રીતે તો આપણી સંસ્કૃતિનો પાયો આવા વિદ્યાના ઉપાસકોએ જ ટકાવી રાખ્યો છે એ વાતનું આપણને ભાન થવાની જરૂર છે. પંડિતજીની સ્વમુખે પ્રશંસા કરતાં કે એમનું ઋણ સ્વીકારતાં અચકાનારી એવી અનેક વ્યક્તિઓ આપણે ત્યાં મોજૂદ છે કે જેઓ પ્રચ્છન્નપણે તેમના પ્રત્યે ભારે ઋણ ધરાવે છે. બાળક જેવી સરળતા, નિખાલસતા અને સેવાપરાયણતાથી પંડિતજીનું જીવન સૌરભભર્યું બન્યું છે. આજે (૧૯૬૩માં) સંસ્કૃત ભાષાના વિદ્વાન તરીકે તેમને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સન્માનપત્ર (સર્ટિફિકેટ ઑફ ઑનર) મળી રહ્યું છે ત્યારે, ૭૪ વર્ષની વયે પણ એમની જ્ઞાનતપસ્યા અખંડપણે ચાલ્યા કરે છે. [તા. ૨-૧૨-૧૯૫૦ અને ૩૧-૩-૧૯૬૩ (સંકલન)] (૫) સૌજન્યનિધિ પં. દલસુખભાઈ માલવણિયા ચારેક મહિના પહેલાં પ્રગટ થયેલ મારો છેલ્લો વાર્તાસંગ્રહ ‘મહાયાત્રા’ ભાઈશ્રી દલસુખભાઈને અર્પણ કરતાં મેં લખ્યું હતું – “વાતના વિસામા સમા મારા સહૃદય સુહૃદ, અજાતશત્રુ, સર્વમિત્ર મહાનુભાવ, નિષ્ઠાવાન, પરગજુ વિદ્વાન ભાઈશ્રી દલસુખભાઈ માલવણિયાને સાદર સસ્નેહ સમર્પણ.” આમાં મેં મારી છાપને બહુ જ સંક્ષેપમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ, હું માનું છું કે શ્રી દલસુખભાઈ સાથેના પરિચય મારા અંતરમાં જે સંવેદન જગાડ્યું છે, એવું જ સંવેદન ઓછા-વધુ પ્રમાણમાં એમના થોડાક પણ નિકટના સંપર્કમાં આવનાર સૌકોઈ અનુભવતા હોવા જોઈએ. આમ તો શ્રી દલસુખભાઈ અંગે ઘણા વખત પહેલાં લખવા જેવું હતું, પણ હવે એવો પ્રેરક પ્રસંગ ઊભો થયો છે કે જેથી એમના અંગે થોડુંક પણ લખ્યા વગર મનને નિરાંત ન થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy