________________
૨૭
અમૃત-સમીપે કેનેડાનું આમંત્રણ
કેનેડાની ટોરોન્ટો યુનિવર્સિટી તરફથી શ્રી દલસુખભાઈને સાવ અણધાર્યો પત્ર મળ્યો. તા. ૯-૪-૧૯૯૭નો એ પત્ર ટૉરોન્ટો યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રોફેસર અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇસ્ટ એશિયન સ્ટડીઝ (પૂર્વ એશિયાને લગતી વિદ્યાઓના વિભાગ)ના અધ્યક્ષ પ્રોફેસર એ. કે. વાઈરે લખ્યો હતો. એમાં એમણે લખ્યું હતું?
અમારે ત્યાં ચાલતા આ વિભાગમાં ભારતીય તત્ત્વજ્ઞાનના અધ્યાપનને માટે તમે ટૉરોન્ટો આવો એવી કોઈ શક્યતા છે કે કેમ તે જાણવા માટે હું આ પત્ર લખું છું. તમને અનુકૂળ હોય એ પ્રમાણે, કાયમને માટે કે મુલાકાતી અધ્યાપક (વિઝિટિંગ પ્રોફેસર) તરીકે એક વર્ષ માટે, અમે તમારી નિમણૂક કરી શકીએ એમ છીએ...
“ભારતનાં વિશ્વતત્ત્વનું વિશ્લેષણ કરતાં દર્શનોની અન્ય શાખાઓ તેમ જ બૌદ્ધદર્શનના પ્રમાણવાદ સંબંધી ખુલાસા અને સમજૂતી આપી શકે એવા સાવ ગણ્યાગાંઠ્યા વિદ્વાનોમાંના એક તરીકે હું તમારાં કામોને ઘણા વખતથી પિછાણું છું; તેથી જ મારું ધ્યાન તમારા તરફ ગયું છે.”
શ્રી દલસુખભાઈની જૈન આગમો અને ભારતીય દર્શનોની વ્યાપક તથા મર્મસ્પર્શી વિદ્વત્તા તેમ જ નિર્ભેળ વિદ્યાનિષ્ઠાનું મૂલ્યાંકન આપણા દેશના તેમ જ વિદેશના પણ કેટલાક પ્રાચ્યવિદ્યા અને તત્ત્વવિદ્યાના વિદ્વાનોએ ઘણાં વર્ષ પૂર્વે, ઠીક-ઠીક પ્રમાણમાં કરીને એમનું એ રીતે બહુમાન પણ કર્યું જ છે. દસ વર્ષ પહેલાં, સને ૧૯૫૭માં, ઑલ-ઇન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સના દિલ્હી અધિવેશનમાં તેઓ પ્રાકૃત અને જૈન વિભાગના અધ્યક્ષ નિમાયા હતા. આમ છતાં જ્યારે આ રીતે પરદેશમાંથી એમની વિદ્વત્તાનો લાભ લેવાની ઝંખના વ્યક્ત કરવામાં આવે, ત્યારે સૌ કોઈને આશ્ચર્ય સાથે વિશેષ આનંદ થાય એ સ્વાભાવિક
કુટુંબ, સ્થિતિ અને પ્રારંભિક અભ્યાસ
અમારા બંનેનું મૂળ વતન સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ જિલ્લામાં સાયલા ગામ. તેઓના વડવાઓ મૂળ માલવણ ગામમાં રહેતા. તા. ૨૨-૭-૧૯૧૦ના રોજ એમનો જન્મ. એમના પિતાશ્રીનું નામ ડાહ્યાભાઈ, માતુશ્રીનું નામ પાર્વતીબહેન, જ્ઞાતિએ ભાવસાર, ધર્મ સ્થાનકવાસી જૈન. ડાહ્યાભાઈને સંતાનમાં ચાર દીકરા અને એક દીકરી. એમાં દલસુખભાઈ સૌથી મોટા. કુટુંબની સ્થિતિ આજનું રળેલું કાલે ખાય એવી સાવ સામાન્ય; ગરીબ કહી શકાય એવી. ડાહ્યાભાઈ કટલરી વગેરે પરચૂરણ વસ્તુઓની નાનીસરખી દુકાન ચલાવીને કમાણી કરે અને પાર્વતીબહેન ટાંચા સાધનો અને ઓછી કમાણીમાં ડહાપણ અને કોઠાસૂઝથી ઘર ચલાવે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org