________________
પંડિત દલસુખભાઈ જ્ઞાતિવ્યવહાર સાચવે. સાયલાની નિશાળમાં દલસુખભાઈએ ગુજરાતી બે ધોરણ પૂરા કર્યા.
કેટલીક વાર તો નાતનો વ્યવહાર સાચવવો તો દૂર રહ્યો, કુટુંબનો નિર્વાહ ચલાવવો પણ મુશ્કેલ બની જાય એવા કપરા એ દિવસો હતા ! અધૂરામાં પૂરું દલસુખભાઈ દસ વર્ષના થયા એવામાં એમના પિતાશ્રીનો સ્વર્ગવાસ થયો ! કુટુંબની સ્થિતિ, એકનો એક આધારસ્થંભ તૂટી પડતાં એકદંડિયા મહેલની જેમ નિરાધાર થઈ ગઈ. પાંચ સંતાનની ભણતર વગરની માતાને માટે ઉપર આભ અને નીચે ધરતી સિવાય કોઈ આશ્રય ન રહ્યો ! અને છતાં આ કારમા સંકટમાં પણ આ કુટુંબ કંઈક પણ ટકી શક્યું તે પાર્વતીબહેનની આવડત અને હિંમતને બળે જ !
દુઃખના દિવસોમાં ગરીબનો બેલી ગરીબ જ થાય, એમ સુરેન્દ્રનગરના અનાથાશ્રમે દલસુખભાઈ વગેરે ચારે ભાઈઓને આશ્રય આપ્યો. અહીં સાત વર્ષ રહીને દલસુખભાઈએ અંગ્રેજી પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો. અભ્યાસના આ પ્રારંભિક સમયમાં પણ એમની વિદ્યારુચિ જાગતી હતી. પોતાના ફાજલ સમયનો ઉપયોગ એમણે આશ્રમની લાઇબ્રેરીનાં પુસ્તકો વાંચવામાં કર્યો; સાથે-સાથે અવ્યવસ્થિત બનેલી લાઇબ્રેરીને સુવ્યવસ્થિત પણ કરી. આ પ્રવૃત્તિએ એક રીતે એમની જ્ઞાનપિપાસાને પ્રોત્સાહિત કરી. આ પ્રારંભિક અભ્યાસકાળમાં પણ એમનું વલણ ગોખવા કરતાં વાંચવા-વિચારવા તરફ વિશેષ હતું; અને આશ્રમમાં એમની નામના એક હોશિયાર અને ડાહ્યા વિદ્યાર્થી તરીકે હતી.
દલસુખભાઈ તોફાન કરે એવું તો માન્યામાં જ ન આવે. પણ આશ્રમના વિદ્યાર્થીઓને વારંવાર હેરાન કરીને વિદ્યાર્થીઓની આંખે ચડેલા ગૃહપતિને ફસાવવા માટે વિદ્યાર્થીઓએ એમના માથે આશ્રમની કેરીઓ ઉપાડી ગયાનું તહોમત આવે એવું એક કાવતરું ગોઠવેલું; એમાં દલસુખભાઈ પણ સામેલ હતા. ક્યારેક તેઓએ દુઃખ સાથે એ પ્રસંગને યાદ કરીને કહે છે કે મારા હાથે જાણીજોઈને આ પાપ થઈ ગયું !
દલસુખભાઈ ગરીબીના પારણે ઝુલ્યા હતા. અંધકાર-ઘેરી રાતની જેમ ગરીબીને પણ જીવનના સહજ ક્રમની માફક સ્વીકારી લઈને એને પાર કરવાનો તેઓ તેમ જ એમનું આખું કુટુંબ પ્રયત્ન કરતાં રહ્યાં અને જેવી સ્થિતિ આવી પડે એમાં સંતોષ માનતાં રહ્યાં. શ્રી દલસુખભાઈ કહે છે કે મારે જિંદગીમાં ભાગ્યે જ કોઈ મુસીબત વેઠવી પડી છે! દલસુખભાઈના સુખી જીવનની ગુરુચાવી એમણે સંતોષપૂર્વક ગરીબીને અમૃતરૂપે પચાવી જાણી એ જ લખી શકાય. - આ રીતે અનાથાશ્રમમાં સાત વર્ષ પૂરાં થયાં. હવેનો ભાગ્યયોગ કંઈક જુદો
જ હતો. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org