________________
૨૪
(૪) ક્રાંતિપ્રિય પંડિત શ્રી બેચરદાસજી દોશી
પંડિત બેચરદાસજી આપણા દેશના સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પ્રથમ પંક્તિના વિદ્વાનોમાંના એક છે, અને જૈન આગમશાસ્ત્રોના તો તેઓ મર્મસ્પર્શી અને વિશિષ્ટ જ્ઞાતા છે. તેઓની પ્રજ્ઞા એક સત્યશોધકની પ્રજ્ઞા છે અને તેમની દૃષ્ટિ ક્રાંતિમાર્ગી છે. આવી પ્રજ્ઞા અને આવી દૃષ્ટિને જીવનમાં ટકાવી રાખવા માટે એમને સંપ્રદાય તરફથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે; પણ તેથી તેઓ ક્યારેય વિચલિત થયા નથી પંડિતજીના પાંડિત્યની આ વિરલ
વિશેષતા છે.
તેઓ મૂળ સૌરાષ્ટ્રના વળા શહેર(વલભીપુર)ના વતની. તેમનો જન્મ વિ. સં. ૧૯૪૬માં થયો હતો. એમનાં માતાનું નામ ઓતમબાઈ. ધર્મે-નાતે તેઓ વીસાશ્રીમાળી દેરાવાસી જૈન. કારમી ગરીબી અને બીજી અનેક પ્રતિકૂળતાઓ છતાં તેઓ આપબળે આગળ વધ્યા. વિદ્યાભ્યાસની ઉત્કટ ઇચ્છાને પૂરી કરવા કાશીમાં સ્વ. આ. વિજયધર્મસૂરિજીએ સ્થાપેલ પાઠશાળામાં પહોંચ્યા. ત્યાં રહીને ન્યાય-વ્યાકરણતીર્થની પદવી મેળવી, આગમો તેમ જ અન્ય શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો અને બૌદ્ધધર્મ અને પાલિભાષાના અભ્યાસ માટે છેક લંકા પહોંચ્યા.
અમૃત-સમીપે
પાંડિત્યની સાથે રાષ્ટ્રભાવના એ પંડિતજીની બીજી વિશેષતા છે. મહાત્મા ગાંધીજીએ આ પાંડિત્યનું બહુમાન કરવા એમને ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપક-પદે નીમ્યા હતા.
પંડિતજીની વિદ્યા-ઉપાસના ખૂબ વિસ્તૃત છે. એમણે પ્રાચીન સંખ્યાબંધ ગ્રંથોનું સંપાદન કર્યું છે, અને આગમ-સંશોધનમાં તો તેઓ સિદ્ધહસ્ત ગણાય છે. અનેક ગ્રંથોનાં અનુવાદ કે વિવેચનો પણ એમણે આપ્યાં છે. એમના હાથે સંપાદિત-અનુવાદિત કે વિવેચનો થયેલ નાનામોટા ગ્રંથોની સંખ્યા પચાસેક જેટલી તો સહેજે થઈ જાય એમ છે.
પોતાની અનવરત વિદ્યા-ઉપાસના અને સતત સાહિત્યસેવાને કારણે પંડિતવર્ય શ્રી બેચરદાસ જીવરાજ દોશી ભારતીય પ્રથમ પંક્તિના વિદ્વાનોમાં કચારનું માનભર્યું સ્થાન પામી ચૂક્યા છે. દરેક ગ્રંથનું તલસ્પર્શી, સ્વતંત્ર અને સત્યશોધકની દૃષ્ટિથી અધ્યયન-અવલોકન કરવું એ પંડિતજીની ખાસ વિશેષતા છે, અને પોતાનાં અધ્યયન-અવલોકનને અંતે પોતાને જે સત્યની પ્રતીતિ થાય, તે ગમે તે જોખમ ખેડીને પણ જનતા સમક્ષ રજૂ કરવું એ એમની ખાસ ટેવ છે. આમ જરૂર પડતાં એક સાચા હિતેષી વૈદ્યની જેમ જનતાને કડવાં કે અપ્રિય લાગે એવાં સત્યો ઉચ્ચારતાં તેઓ અચકાયા નથી એ તો ખરું જ; ઉપરાંત એથી જનતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org