SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૪oo અમૃત-સમીપે અને મહોદયવાળું કાર્ય કરવું એ તેઓનો સ્વભાવ છે. એ જ રીતે નાની-નાની સખાવતોમાં નાણાં વાપરવાને બદલે મોટે ભાગે નક્કર, ચિરંજીવી અને વધારે વ્યાપકપણે લાભકારક લાગે એવાં કાર્યો માટે મોટી સખાવત આપવામાં તેઓને વિશેષ રસ છે. કોઈ પણ સત્તાસ્થાન માટે દોડાદોડી ન કરવી, તો વળી નાની કે મોટી ગમે તેવી જવાબદારીને પૂરી કરવા માટે કોઈ સત્તાનું સ્થાન સામે ચાલીને આવી મળે તો “એ કાર્યને શી રીતે પહોંચી શકાશે' એવા નબળા વિચારથી દોરવાઈને એનો ઇન્કાર ન કરવો એવો શેઠશ્રીનો સ્વભાવ છે. આમાં એક શક્તિશાળી, વગદાર અને પ્રભાવશાળી મહાજન તરીકેની એમની હિંમત, સાહસિકતા અને તેજસ્વિતાનાં સુભગ દર્શન થાય છે. ધંધાકીય અને બીજી જવાબદારીઓનો મોટો ભાર એકધારો લગભગ અડધી સદી જેટલા લાંબા સમય સુધી વહન કર્યા પછી થોડા દિવસો પહેલાં જ શેઠ શ્રી કસ્તૂરભાઈએ ૧૮ વર્ષની ઉમરે એમાંથી મર્યાદિત નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. શેઠશ્રીનો આ નિર્ણય, એ “પાણી પહેલાં પાળ બાંધવા' જેવો દૂરંદેશીભર્યો છે; અને આવો નિર્ણય લઈને તેઓએ પોતાની સમયપારખુ દીર્ઘદૃષ્ટિનો એક વધુ પુરાવો આપ્યો છે. જીવનકળાની દૃષ્ટિએ પણ તેઓએ એક શાણપણભર્યો, પ્રશંસનીય, પ્રેરક અને અનુકરણીય દાખલો રજૂ કર્યો છે. તેઓની આ મર્યાદિત નિવૃત્તિ પણ તેમને પોતાને આત્મચિંતન અર્થે, વાચન-મનન અર્થે લાભકારક નીવડવાની સાથોસાથ સમાજ, ધર્મ અને દેશના ભાગ્યની દૃષ્ટિએ પણ ઉપકારક સાબિત થશે એમ અમને લાગે છે; અને તેથી અમે એને અભિનંદીએ છીએ. અહીં એક વાત કહેવાનું મન થઈ જાય છે : શેઠશ્રી હવે પછીનો પોતાનો સમય ઉદ્યોગધંધાની અનિવાર્ય સારસંભાળમાં, આત્મચિંતનમાં કે વાચન-મનનની પોતાને મનગમતી પ્રવૃત્તિમાં વિતાવવાની સાથોસાથ એમાંનો થોડોક સમય પોતાના યશસ્વી જીવનના અનુભવોની કથા લખવા-લખાવવામાં આવે તો કેવું સારું ! આશા રાખીએ કે આ વાત તેઓના મન સુધી પહોંચે. નવેમ્બર ૧૯૯૯માં શેઠશ્રીને ૭૫ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે “અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ' તરફથી તેમનું સન્માન કરાનારું છે તેનું અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ. (તા. ૧૪-૩-૧૯૭૦ના લેખ સાથે તા. ૩-ર-૧૯૧૨ અને તા. ૧૩-૩-૧૯૭૬ના લેખોના અંશોનું સંકલન) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy