SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કસ્તૂરભાઈ ૩૯૯ મોટા-મોટા ઉદ્યોગોની જંજાળ અને બીજી સંખ્યાબંધ વિવિધ પ્રવૃત્તિઓની ભરમાર વચ્ચે પણ સ્વસ્થ રહી શકવાની કળા એમણે મેળવી છે. નિયમિતતા, સમયનું પૂરેપૂરું પાલન, સ્પષ્ટભાષીપણું, અદ્ભુત નિર્ણયશક્તિ, કીર્તિની ઝંખનાનો તેમ જ એશઆરામની વૃત્તિનો અભાવ, અને મોટી શ્રીમંતાઈ વચ્ચે પણ સાદાઈથી જીવવાની ટેવ – આવી-આવી અનેક વિશેષતાઓને લીધે જ તેઓ અનેક કામોનો સ્વસ્થતાપૂર્વક નિકાલ કરી શકે છે. અડધી વાતે આખી વાતનો મર્મ પામી જવાની કે ઇશારામાં આખી પરિસ્થિતિનો તાગ મેળવી લેવાની કુશાગ્ર બુદ્ધિ, સમયનાં એંધાણને અગાઉથી પારખી લેવાની દીર્ઘદૃષ્ટિ અને વ્યવહારુ તેમ જ ઝડપી નિર્ણય લેવાની કાબેલિયત, એ શેઠ શ્રી કસ્તૂરભાઈની બૌદ્ધિક પ્રતિભાની અસાધારણ વિશેષતાઓ છે. તંદુરસ્ત અને તાજગીભર્યું એમનું શરીર છે, નિયમિત અને સંયમિત એમની જીવનચર્યા છે. પ્રયત્ન અને સાવધાની દ્વારા શરીરનું જતન કરીને એમણે પોતાની શક્તિઓને ટકાવી રાખી છે. પોતાના પુણ્યશાળી પ્રારબ્ધ અને અવિરત પુરુષાર્થના બળે તેઓ અઢળક સંપત્તિના માલિક બન્યા હોવા છતાં, જીવનમાં એમણે હંમેશાં કરકસર અને સાદાઈને પ્રથમ સ્થાન આપ્યું છે. સરસ્વતીનો ઉપાસક જે ચીવટ અને ખંતથી એક-એક શબ્દની ઉપાસના કરે અને જ્ઞાનના નાનામાં નાના અંશનો સંગ્રહ કરે, એવી જ ચીવટ અને ખંતથી શેઠશ્રીએ લક્ષ્મીનો આદર કર્યો છે, અને બિનજરૂરી એક પણ પાઈ ન વેડફાય એની હંમેશાં સાવધાની રાખી છે. અને વૈભવ-વિલાસ કે એશ-આરામનો માર્ગ તો એમને જાણે ખપતો જ નથી. સાદું અને કર્તવ્યપરાયણ જીવન એ જ એમનો આદર્શ છે. ઓછું ને તોળીને બોલવું અને હળવા-મળવામાં કે મુલાકાતો આપવામાં બને તેટલો ઓછો કાળક્ષેપ કરીને સમય અને શક્તિને ટકાવી રાખવાં એ શેઠશ્રીની સહજ ટેવ છે. સ્વતંત્રતાની લડતના અધિનાયકોમાં, લોકશાહી રાજ્યતંત્રમાં, વેપારી આલમમાં, ઉદ્યોગપતિઓમાં અને સામાન્ય જનસમૂહમાં દાયકાઓ સુધી એકધારી લોકપ્રિયતા ટકાવી રાખવી અને એ સૌના આદરપાત્ર બની રહેવું એ કંઈ નાનીસૂની વાત ન ગણાય; અંતરમાં સ્વત્વનું ખમીર, બુદ્ધિમાં કર્તવ્યનિષ્ઠા, નિશ્ચયમાં પારદર્શિતા, પ્રયત્નમાં મક્કમતા અને જીવનમાં જાગરૂ હોય તો જ બની શકે એવી આ બાબત છે. કેવળ કીર્તિની કામનાથી પ્રેરાઈને તેઓ કોઈ કામ કરતા નથી, અને નાનાંનાનાં કાર્યોમાં પોતાનાં સમય અને શક્તિને વેડફવામાં તેઓ માનતા નથી; નક્કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy