________________
૫૮૩
શ્રી હીરાલાલ હાલચંદ દલાલ
આવા એક સેવાપરાયણ, ધર્મપરાયણ અને કરુણાપરાયણ મહાનુભાવ લોકસેવાની ભાવનાનું અને દુખિયાના દુઃખ દૂર કરવાની તાલાવેલીનું ભવ્ય અને દિવ્ય ભાતું લઈને પોતાના વતનમાં વસવા જાય ત્યારે એમના સેવાયજ્ઞમાં શુભેચ્છાઓ ઉપરાંત સૌનો સક્રિય સાથ અને સહકાર હોવો ઘટે.
એક પ્રાચીન સુભાષિતમાં આવા મહાનુભાવોને ઉદ્દેશીને કહ્યું છે : ગુરુ પવિત્ર નનની વૃતાર્થ વસુન્ધરા પુવતી પર લેન – અર્થાત્ તેઓથી કુળ પવિત્ર બને છે, માતા ધન્ય બને છે અને ધરતી પુણ્યશાળી બને છે !
(તા. ૩૧-૧૦-૧૯૯૪)
(૨૬) સજન, ધર્માનુરાગી કાયદાશાસ્ત્રી
શ્રી હીરાલાલ હાલચંદ દલાલ
પોતાનો વ્યવસાય શરૂ કર્યો ત્યારથી જ મુંબઈના જાહેર જૈન-જીવન સાથે સંકળાયેલી વ્યક્તિની, સમાજસેવા અને ધર્મસેવાની ભાવના કેટલી ઉત્કટ હશે, એ સહેજે સમજી શકાય એમ છે. મુંબઈના જાણીતા જેન કાર્યકર શ્રી હીરાલાલ હાલચંદ દલાલ છેલ્લા ચાર દાયકા કરતાં પણ વધુ સમયથી મુંબઈના જૈન સમાજની ઘણીખરી જાહેર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા, અને દરેક પ્રવૃત્તિમાં, કર્તવ્યભાવનાથી પ્રેરાઈને, ઉલ્લાસપૂર્વક પોતાનો ફાળો આપવા અતિ સહજપણે ટેવાયેલા હતા.
પોતે બૅરિસ્ટર બનીને કાયદાશાસ્ત્રી તરીકે નિપુણતા મેળવી હોય, એટલે યૌવનને આંગણે આવીને ઊભેલ એવી કુશળ વ્યક્તિનું ધ્યાન સ્વાભાવિક રીતે જ અર્થોપાર્જન તેમ જ પોતાનાં માન-મોભો-પ્રભાવ વધારવાના પ્રયત્નો દ્વારા પોતાની કારકિર્દીને વધુ ને વધુ ઉજ્વળ અને વિકાસશીલ બનાવવા તરફ જાય. પણ એમ લાગે છે કે શ્રી હીરાલાલભાઈને આવી મોહમાયા કે આસક્તિથી અલિપ્ત રહેવાની શક્તિની ઈશ્વરી બક્ષિસ શરૂઆતથી જ મળી હતી. એને લીધે એમના જીવનનો રાહ જ પુણ્યમય, કલ્યાણગામી અને સેવામાર્ગી બની ગયો હતો. આવું વિશિષ્ટ ઈશ્વરી વરદાન મેળવવા બહુ જ ઓછી વ્યક્તિઓ ભાગ્યશાળી બને છે.
તેમની આવી અનાસક્તિ અને સેવાપરાયણતાનું બીજ તેમના હૃદયસ્પર્શી ધર્માનુરાગમાં રહેલું હતું એમ કહેવું જોઈએ. ધર્મભાવના એમના જીવન સાથે તાણાવાણાની જેમ જ વણાઈ ગઈ હતી. તેથી, અભ્યાસ માટે છેક પાંચેક દાયકા પહેલાં વિલાયતમાં વસવાટ કરેલો હોવા છતાં, પોતાના ધર્મસંસ્કારોને તેઓ જીવંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org