________________
૫૮૪
અમૃત-સમીપે રાખી શક્યા હતા. ધર્મશ્રદ્ધા અને ધર્મક્રિયાઓ તરફની તેઓની અભિરુચિ બીજાઓ માટે દાખલારૂપ બની રહે એવી હતી.
એક કાયદાના નિષ્ણાત તરીકેની એમની કાબેલિયતનો લાભ કેટલી બધી જૈન સંસ્થાઓને મળ્યો હતો એનો વિચાર કરીએ છીએ ત્યારે સાચે જ હેરત પામી જવાય છે. ધાર્મિક, સામાજિક કે શિક્ષણનું કામ કરતી કોઈ પણ જાહેર સંસ્થાને કાયદાની સલાહની જરૂર પડતી, અથવા તો કોઈ પણ ધાર્મિક હક્કની રક્ષાનો પ્રસંગ આવી પડતો, તો શ્રી હીરાલાલભાઈ ખડે પગે તૈયાર રહેતા. એમની આવી સેવાપરાયણ કારકિર્દી જોતાં તો એમ જ કહેવું જોઈએ કે તેઓએ પોતાના બેરિસ્ટર તરીકેના અર્થોપાર્જનના વ્યવસાય કરતાં પોતાની સેવા પ્રવૃત્તિને પોતાના જીવનમાં ચઢિયાતું સ્થાન આપ્યું હતું. અને તેથી જ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, શ્રી જૈન એસોસિએશન ઓફ ઈન્ડિયા, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ-પાલીતાણા જેવી સંખ્યાબંધ નાની-મોટી સંસ્થાઓને એમની સેવાઓનો લાભ લાંબા સમય સુધી મળતો રહ્યો હતો.
પાલનપુરના આ સપૂત તા. ૨૪-૧૨-૧૯૭૨ના રોજ મુંબઈમાં, ૭૩ વર્ષની વયે, સ્વર્ગવાસી બનતાં આપણે એક ભાવનાશીલ કાર્યકર ગુમાવ્યો.
(તા. ૨૭-૧-૧૯૭૩)
(૨૭) ગ્રંથરત્નોની સનિષ્ઠ પ્રકાશક બંધુબેલડી
શ્રી શંભુભાઈ અને શ્રી ગોવિંદભાઈ
ગરવી ગુર્જરભૂમિનાં સાક્ષરરત્નોનાં સેંકડો ગ્રંથરત્નો પ્રકાશિત કરીને ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે પોતાનું નામ ચરિતાર્થ કર્યું છે. સુંદર, સંસ્કારપોષક અને સુરુચિપૂર્ણ પુસ્તકોના પ્રકાશન દ્વારા ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયની નામના આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ વિસ્તરી છે. - ચારેક દાયકા પહેલાં, જ્યારે આ પ્રકાશન-પેઢીની અમદાવાદમાં સ્થાપના કરવામાં આવી, ત્યારે પુસ્તક-પ્રકાશનનો વ્યવસાય ગુજરાતમાં એના બાલ્યકાળમાં હતો; અને પુસ્તકો લખવાથી કે પુસ્તકો છાપવાથી સારી કમાણી થઈ શકે એ વાત ભાગ્યે જ માન્યામાં આવતી હતી. આવા સમયમાં જીવનનિર્વાહ અને કુટુંબનિર્વાહના એક સાધન તરીકે શ્રી શંભુભાઈ અને શ્રી ગોવિંદભાઈની બાંધવબેલડીએ બહુ જ નાના પાયા ઉપર આ પેઢીની સ્થાપના કરી હતી. એના પાયામાં એમના પિતાશ્રીએ અને નાના ભાઈ છગનલાલે પોતાનો પરસેવો રેડ્યો હતો. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org