SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ અમૃત-સમીપે પાસે બોલાવી લીધા. તેમના જવાથી આપણને જે ખોટ પડી છે તેનો વિચાર હૈયાને હચમચાવી મૂકે છે. શ્રી કિડવાઈની ઉદારતા, ખેલદિલી, સાથીઓને મદદ ક૨વાની તત્પરતા, રાષ્ટ્રકાજે સર્વસ્વ ન્યોછાવર કરવાની ફનાગીરી અને એવા બીજા કેટકેટલા ગુણો યાદ કરીએ ? અનેક વિધવા બહેનો અને નિરાધાર વિદ્યાર્થીઓ એમના તંગ હાથમાંથી પણ સહાયતા મેળવતાં. પોતાની જમીન અને જાગીર તો એમણે ક્યારની પોતાના દેશના હમવતનીઓને વહેંચી દીધી હતી. પોતાના એક મા-જણ્યા સગા ભાઈનું કોમી આતશમાં ખૂન થવા છતાં એ કદી કોમવાદના ઝેરીલા પંથે વળ્યા ન હતા એ એમની વિરલ રાષ્ટ્રભક્તિનું સૂચન કરે છે. માનવી છેવટે છે શું ? છેવટે તો એને ચાર હાથ જમીનમાં માટીના ઢગલા વચ્ચે દટાઈ જ જવાનું ને ? તો પછી એનો ખુદાઈ કામમાં જેટલો ઉપયોગ કરી લીધો તેટલો સાચો એ સનાતન સત્ય જાણે શ્રી કિડવાઈના જીવનમાં ધરબી-ધરબીને ભર્યું હતું. તેઓ જીવ્યા એક નરશાર્દૂલ તરીકે અને ગયા પણ નરશાર્દૂલ તરીકે જ. (તા. ૬-૧૧-૧૯૫૪) (૬) ભાંગ્યાના ભેરુ ઇન્દુચાચા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક સ્વનામધન્ય રાષ્ટ્રપુરુષ; ભાંગ્યાના ભેરુ અને દીનદુખિયાઓ, દલિતો, પતિતો, શોષિતોના બેલી અને બોલ; અન્યાય, અધર્મ, અત્યાચારના હાડવેરી; જનતાના વણકહ્યા નેતા, અણનમ યોદ્ધા અને આજીવન કર્મવી૨. – તેઓ તા. ૧૭-૭-૧૯૭૨ને રોજ એંશીમા વર્ષે અમદાવાદમાં વીરગતિ પામ્યા અને ગુજરાતના રંક બનતા જતા જાહેરજીવનમાં ઘોર સૂનકાર વ્યાપી ગયો. શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાતની સેવાનાં કેટલાંક ક્ષેત્રોમાં એક અને અદ્વિતીય પુરુષ હતા. તેમની કેટલીક વિશિષ્ટતાઓ તો એવી વિરલ અને અસાધારણ હતી કે જતે દિવસે એમનું નામ માત્ર એક વ્યક્તિવિશેષનું જ સૂચક બની રહેવાને બદલે ભાવનાશીલતા, ગુણવિભૂતિ અને શક્તિનું ઘોતક વિશેષણ બની રહેશે ! તેઓનું જીવન અને કાર્ય શ્રેષ્ઠ માનવતાના ઉન્મેષના નમૂનારૂપ હતું : એમને મન ન કોઈ ઊંચ હતું, ન કોઈ નીચ; રાય ને રંક એમને મન સમાન હતા. પણ એમની આ સમષ્ટિ ન તો નિષ્ક્રિય હતી કે ન તો એક માનવી દ્વારા બીજા માનવી ઉપર થતા શોષણ કે અન્યાયને બરદાસ્ત કરી લે એવી કમજોર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy