________________
શ્રી રફી અહમદ કિડવાઈ
૪૭૭
ઓછાંમાં ઓછાં ભાષણો કરે છે, નિવેદનો પણ જવલ્લે જ કરે છે; ને જ્યારે પણ જે કાંઈ બોલે છે તે વજ્રની લીટી જેવું નીવડે છે. પોતાના કામમાં એ એવા મસ્ત રહે છે કે ન એમને માનાપમાન સ્પર્શે છે કે ન માન-સન્માન ગમે છે. થોડા જ દિવસ પહેલાં બનેલ એમના જીવનનો એક પ્રસંગ ખાસ નોંધવા જેવો છે.
શ્રી કિડવાઈએ રેશનિંગને દૂર કરવામાં અને ભલભલાની મતિને મૂંઝવી નાખનાર અન્નનો સવાલ હલ કરવામાં જે સફળતા મેળવી હતી, તેથી કેટલાક પ્રધાનો, ધારાસભ્યો, એલચીઓ, અમલદારો અને સાથીઓએ શ્રી કિડવાઈ માટે એક સન્માન-સમારંભ યોજ્યો હતો. આ વખતે તસ્વીરો પણ પાડવાની હતી અને હારતોરા પણ પહેરાવવાના હતા. પણ ખરે વખતે જોયું તો કિડવાઈ ત્યાં મળે નહિ ! તપાસ કરી તો એક ખૂણે એક ખુરશી ઉપર જઈને એ ગોઠવાઈ ગયેલા. મુખ્ય મહેમાન તરીકે એમને સૌની વચ્ચોવચ્ચ બેસવાનું હતું; પણ ઘણું-ઘણું કહેવા છતાં પોતાની એકાંત ખુરશી ઉપરથી ન જ ખસ્યા તે ન જ ખસ્યા, અને ચા પણ ત્યાં બેઠાં-બેઠાં જ પીધી ! અને રમૂજમાં બોલ્યા “બે દિવસ પહેલાં મુંબઈમાં એક આવો જ સમારંભ મારા માટે યોજવામાં આવ્યો હતો. તેમાં હસ્તધૂનન કરી-કરીને મારો તો હાથ દુખવા આવ્યો ! ” વધુમાં તેમણે કહ્યું – “આવી પ્રશંસાઓ ક૨વામાં આવે કે ગુણગાન ક૨વામાં આવે એનાથી હું તો મૂંઝાઈ જ જાઉં છું.”
,,
શ્રી કિડવાઈની સફળતાની ચાવી માત્ર કાર્યને વફાદાર રહેવાના તેમના સ્વભાવને આભારી છે; કામ હશે તો નામ તો એની મેળે જ આવવાનું છે. (તા ૨૩-૧૦-૧૯૫૪)
દેશસેવા એટલે નિર્ભેળ દેશસેવા જ, અને લોકસેવા એટલે નરી લોકસેવા જ; પછી એમાં ધર્મ, જાતિ, સ્વાર્થ કે સંપ્રદાયને તલમાત્ર પણ સ્થાન જ ન હોય સાચી સેવાના આ ઉમદા મંત્રને પોતાના જીવનમાં સોએ સો ટકા જીવી જનાર ભારત-સરકારના ખોરાક અને ખેતીવાડી ખાતાના પ્રધાન શ્રી રફી અહમદ કિડવાઈનું અવસાન એ આખા રાષ્ટ્રને માટે અસહ્ય આઘાતરૂપ છે. ધનતેરસના મંગળમય દિવસે આ ફાની દુનિયાનો ત્યાગ કરીને શ્રી કિડવાઈ તો ધન્ય બની ગયા, અમર બની ગયા; પણ એમના જવાથી એક મહારથીનું સ્થાન ખાલી પડ્યું. તેને પૂરનારો મહાયોદ્ધો અત્યારે તો કોઈ નજરે ચડતો નથી. જિંદગી તો માત્ર સાઠ જ વર્ષની; પણ એમાં એમણે રાષ્ટ્રને આઝાદ અને આબાદ બનાવવામાં જે ખમીર દાખવ્યું તે વીસર્યું ન વિસરાય તેવું છે.
ઇતિહાસકાર તો કદાચ એમ પણ નોંધશે કે શ્રી કિડવાઈ તો એમની કીર્તિના મધ્યાહ્ને પહોંચી ચૂક્યા હતા એવે સુઅવસરે જ ખુદાએ એમને પોતાની
Jain Education International
For Private & Personal Use Only
'
www.jainelibrary.org