SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ અમૃત સમીપે એવી ચિંતાભરી સ્થિતિ ઊભી થઈ હતી. આવી જીવનમરણ જેવી કટોકટીની પળે શ્રી શાસ્ત્રીજીનાં હિંમત અને ખમીર દેશની વહારે ધાયાં. તેમને નિર્બળની અહિંસા કે મસાણની શાંતિ ખપતી ન હતી. એમણે વળતા આક્રમણની સફળ દોરવણી આપીને પાકિસ્તાનને ચૂપ કરી દીધું. ભારતના દીર્ઘકાલીન ઇતિહાસમાં ન બની હોય એવી, એક અસાધારણ અને શકવર્તી આ ઘટના બની. એણે ભારત પ્રત્યે ખોટી મનોવૃત્તિ ધરાવનારાઓની ઊંઘ ઉડાડી દીધી. આ બધું શાસ્ત્રીજીની સફળ દોરવણીનું પરિણામ હતું. યુદ્ધનો સામનો યુદ્ધથી કર્યો; પણ શાસ્ત્રીજીએ યુદ્ધખોર મનોવૃત્તિ સાથે ક્યારે ય મહોબ્બત કેળવી નહોતી. યુદ્ધ એ તો સૌ કોઈનું ભક્ષણ કરી જનાર મહારાક્ષસ છે – આ વાત તેઓ બરાબર સમજતા હતા; અને તેથી જ તો મહાત્મા ગાંધી અને નેહરૂએ ચીંધેલા વિશ્વશાંતિના તેઓ સાચા હિમાયતી હતા. પાકિસ્તાનનું યુદ્ધ એમણે ભારે હૈયે જ ખેલી જાણ્યું હતું; એટલા માટે તો તાકંદની શાંતિમંત્રણાને સફળ બનાવવામાં જીવનશક્તિનો છેલ્લામાં છેલ્લો અંશ એમણે ખરચી જાણ્યો હતો; અને અંતે એ જ કાર્યની સફળતામાં જીવન સમર્પિત કર્યું ! યુદ્ધના પ્રત્યક્ષ દુષ્પરિણામને સમજવું હોય તો કહી શકાય કે ચીનના આક્રમણ નિત્ય યુવાન જવાહરલાલને વૃદ્ધ અને બીમાર બનાવીને મોતના મોંમાં ધકેલી દીધા. પાકિસ્તાનના આક્રમણ સામે અને એની કાયમી શાંતિ માટે શ્રી શાસ્ત્રીજીને પણ એમની અપાર શક્તિનો વ્યય કરવો ન પડ્યો હોત તો તેઓ દેશ અને દુનિયાની માનવજાતની વધારે સેવા કરી શકત. એમના શાંતિ અને સેવાના કાર્યને આગળ વધારવા આપણામાં નિષ્કામપણે અને નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની શક્તિ અને બુદ્ધિ પ્રગટો. (તા. ૧૫-૧-૧૯૬૯) (૫) અદનાના પ્રતિનિધિ શ્રી રફી અહમદ કિડવાઈ બોલબોલ કરવા કરતાં મૂકપણે છતાં દઢ સંકલ્પપૂર્વક કામ કરવાથી જ માણસને સફળતા સાંપડે છે એ વાત આપણા અન્નસચિવ શ્રી રફી અહમદ કિડવાઈએ આપણને સાચી કરી દેખાડી છે. આપણા પ્રધાનોમાં સફળતાપૂર્વક કામ કર્યાનો વધારે યશ જો કોઈને આપી શકાય એમ હોય તો તે શ્રી કિડવાઈને. પણ આ સફળતા એમ ને એમ નથી સાંપડી, પણ એ માટે ચુસ્ત અને એકાગ્ર બનીને કામ કરવું પડે છે. છાપાંઓ વાંચનાર કોઈથી અજાણ્યું નહીં હોય કે શ્રી કિડવાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy