________________
શ્રી લાલબહાદુર શાસ્ત્રી
૪૭૫
પણ એ વી૨માતાએ કહ્યું કે પ્રાણ ભલે જાય, પણ દેશ ટકી રહે ! શ્રી શાસ્ત્રીજીએ માતાની કૂખ શોભાવી જાણી; જાનના ભોગે પણ તેઓ દેશની અને વિશ્વની જનતાનું ભલું કરતા ગયા !
જેલયાત્રા હોય કે દેશસેવા : તે ય પાછી અધિકારપદે રહીને કરવાની હોય કે અદના સિપાહી તરીકે એમાં એમને મન કશો જ ભેદ ન હતો. એ જ એમનો જીવનક્રમ બની ગયો; એનાથી એમનું હીર વધુ ને વધુ પ્રગટ થતું ગયું.
સ્વરાજ્ય આવ્યા પછી તો જરાક હિમ્મત અજમાવવામાં આવે કે સત્તાદેવી પ્રસન્ન થઈ જતાં, અને સંપત્તિ પણ સહેજે મળવા લાગતી; દેશભ૨માં જાણે સમુદ્રમંથનમાંથી પ્રગટેલી મોહિનીની માદક અસર પ્રસરી ગઈ. પણ શ્રી શાસ્ત્રીજી તો એનાથી અલિપ્ત જ રહ્યા; ઊલટું, એમ કહેવું જોઈએ કે સત્તા પોતે કૃતાર્થ થવા એમનું શરણ શોધતી આવતી હતી*. એમને મન સત્તા એ અપ્રમાદપૂર્વક લોકસેવા કરવાનું સાધનમાત્ર હતું; નહિ કે અંગત પ્રતિષ્ઠા અને ધનસંચયનું સાધન. એ રીતે પોતાની ઊંડી આવડત, મર્મસ્પર્શી સૂઝ અને અજોડ નિષ્ઠાને બળે જ શ્રી શાસ્ત્રીજી ભારતના વડાપ્રધાનપદ જેવા સર્વોચ્ચ સત્તાસ્થાને પહોંચી શક્યા હતા; અને છતાં એ પદનો લેશ પણ કૅફ એમને ચડ્યો ન હતો.
વિવેક અને વિનમ્રતાથી શોભતી મક્કમતા, કટુતા-દ્વેષ-ઇર્ષ્યાનો અભાવ, હૃદયસ્પર્શી સૌમ્યતા-સુજનતા-સહૃદયતા, સ્ફટિક સમી નિર્મળ અને કૃતનિશ્વય વાણી, કોઈ પણ પ્રશ્નનો મર્મ પકડી લઈને એનો તત્કાલ નિકાલ કરવાની સૂઝ, વ્યવહારદક્ષતા, ચાણક્યબુદ્ધિ, સામાનું હૃદય વશ કરી લે એવી સારગ્રાહી અને સત્યગામી સમજાવટની શક્તિ વગેરે ગુણો શ્રી શાસ્ત્રીજીની અનેક સિદ્ધિઓની ગુરુચાવી હતી. આ ગુણોને એમણે પૂર્ણ જાગૃતપણે સાચવી જાણ્યા, તેમ જ ઉત્તરોત્તર ખીલવી પણ જાણ્યા. વડાપ્રધાનપદ ઉપર તો તેઓ માત્ર ઓગણીસ મહિના જ રહ્યા; છતાં એમણે અંદરના અને બહારના કેટકેટલા કઢંગા અને કપરા પ્રશ્નોનો સફળ સામનો કરીને દેશની શાન અને શક્તિ બઢાવી દીધી !
પાકિસ્તાનના પ્રથમ કચ્છ ઉપરના ને પછી કાશ્મીર ઉપરના આક્રમણે તો દેશ આખાને હાલકડોલક બનાવી મૂક્યો હતો; એથી તો દેશની શાન અને સુરક્ષા બંને જોખમમાં મુકાઈ ગઈ હતી. તેમાં ય કચ્છ-મોરચે યુદ્ધબંધીના કરારની પીઠ ઉપર જ બેસીને ઝીંકાયેલા કાશ્મીર પરના આક્રમણથી તો દેશની સ્વતંત્રતા જ જોખમમાં મુકાઈ ગઈ હતી. ઘડીવારમાં દેશ હતો-નહતો કે બરબાદ થઈ જાય
* અહીં ગમે તે કારણે શાસ્ત્રીજીના જાહેરજીવનની એક અગત્યની ઘટના ઉલ્લેખવાની રહી ગઈ છે - દક્ષિણ ભારતના એક રેલ્વે-અકસ્માતના અનુસંધાનમાં તેમણે રેલ્વેપ્રધાન તરીકે આપેલું રાજીનામું. - સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org